Sannatanu Rahashy - Part 7 in Gujarati Horror Stories by Bhavisha R. Gokani books and stories PDF | સન્નાટાનું રહ્સ્ય , ભાગ-૭

Featured Books
Categories
Share

સન્નાટાનું રહ્સ્ય , ભાગ-૭

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

email –

સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા

વિષય : નવલકથા

પ્રકરણ : 7

સવારે દસ વાગ્યે મેહુલ અડાલજ કેસના ઇન્ચાર્જ ઇન્સપેકટર ગિરધારીલાલને મળવા પોલીસ સ્ટેશને પહોંચી ગયો. ગિરધારીલાલ હજુ આવ્યા ન હતા એટલે તે ત્યાં બેસી તેની રાહ જોઇ રહ્યો હતો અને સિગારેટના કસ ખેંચી રહ્યો હતો. થોડી વારમા ગિરધારીલાલ આવી ગયા એટલે તેણે સભ્યતા જાળવી સિગારેટ ડસ્ટબીનમાં ફેંકી દીધી પણ હવામા તેની ધુમ્રસેર ઉડી રહી હતી. “યસ વ્હુ આર યુ? હાઉ કેન આઇ હેલ્પ યુ?” ગિરધારીલાલે છટાદાર શૈલીમા તેને પુછ્યુ. “આઇ એમ મેહુલ પટેલ ફ્રોમ મુંબઇ એન્ડ આઇ એમ કમીંગ હીયર ટુ ટોક વીથ યુ અબાઉટ કાંતિલાલ, ધ કીલર ઓફ અશ્વિન પુરોહિત.” “યસ ટેલ મી, વ્હોટ ડુ યુ વોન્ટ ટુ નો અબાઉટ કાંતિલાલ એન્ડ હીસ કેસ.” “મીસ્ટર લાલ સોરી તમારુ નામ બહુ મોટુ છે અને મને બહુ બોલવુ ફાવતુ નથી માટે હું તમને મીસ્ટર લાલ કહીશ. તો મીસ્ટર લાલ તમે જે કેસ સોલ્વ કર્યો છે તેમા તમે ૧૦૦% ખોટા છો. તમે એક બેગુનાહ વ્યકિતને સજા અપાવી અને જેલ ભેગો કર્યો છે.

“વોટ નોન્સન્સ આર યુ ટોકીંગ એન્ડ વ્હુ આર યુ? આમ બોલવાવાળો તુ છે કોણ અને તારી પાસે એવો તે શું સબુત અને ગવાહ છે કે તુ કાંતિલાલને બેગુનાહ ઠેરવે છે. ચલ ભાગ અહીંથી.” ગિરધારીલાલ ગુસ્સામા લાલ પીળા થઇ ગયા અને મેહુલને મન પડે તેમ બોલી ઉઠ્યા. માણસને જયારે સત્યની ખબર હોતી નથી ત્યારે એ પોતાની વાત ને જ સત્ય માની લે છે. એ પોતાના માની લીધેલા સત્યથી તેને સફળતા મળી હોય તો તે ખરેખરા સત્યથી દુર ભાગે છે અને કોઇ તેને સત્યનો અરીસો બતાવે તો તેને પર ક્રોધ ચડી જાય છે. કાંઇક એવુ જ ગિરધારીલાલ કરી રહ્યા હતા.

યસ સર સોરી ટુ સે બટ ધીસ ટાઇમ યુ આર રોંગ. કાંતિલાલ બેગુનાહ છે.” મેહુલ થોડો ગંભીર થઇ બોલ્યો. “તારી પાસે કોઇ સબુત છે તો મારી સાથે વાત કર નહી તો મને ટાઇમ નથી. અશ્વિનનુ ખુન કાંતિલાલે જ કર્યુ છે અને થોડા જ દિવસોમા તેને સજા થવાની છે.” ગિરધારીલાલે કહ્યુ. સત્યને ન માનવાથી તે બદલાઇ જતુ નથી. પરંતુ તેનાથી દુર રહેવાથી અને શાહમૃગ જેવી વૃત્તિ દાખવવાથી થોડો સમય આપણી માનેલી વાત સાચી રહે છે પરંતુ તે બાબત કાયમી રહી શકતી નથી. ગિરધારલાલ સત્યથી દુર ભાગવા માગતા હતા અને મેહુલ પટેલ સત્યની જડ શોધવા માંગતા હતા. “સર હું મેહુલ પટેલ છું. મુંબઇમા હું એક ડિટેક્ટીવ કંપની ચલાવુ છું અને આ પ્રકારના ચેલેન્જીંગ કેસ સોલ્વ કરવાનો મને ખુબ શોખ છે. જે રીતે અશ્વિન પુરોહિતનું ખુન થયુ તે જ રીતે વાપીમા રવી યાદવનું ખુન હમણા થોડા દિવસો પહેલા જ થયુ છે સર. હું તે કેસ સોલ્વ કરવા અને મારા મિત્રની મદદ કરવા વાપી આવ્યો હતો. અચાનક ગઇ કાલે મારા હાથમા એ ન્યુઝ પેપર આવી ગયુ જેમા અશ્વિન પુરોહિતનો કેસ તમે કઇ રીતે સોલ્વ કર્યો હતો તેનુ ઇન્ટરવ્યુ તેમા છપાયેલુ હતુ એટલે આજે હું તમને મળવા આવ્યો છું.”

“અરે ભાઇ વાપીમાં ખુન થયુ છે તો ત્યાં જઇ એ કેસ સોલ્વ કર. અહી સુરતમાં આ કેસને છંછેડવાની શું જરૂર આવી પડી તને?” “સર આઇ એમ ૧૦૦% શ્યોર ધેટ ધેર ઇઝ અ કનેક્શન બીટવીન અશ્વિન પુરોહિત એન્ડ રવી યાદવ મર્ડર. મને લાગે છે કે આ સીરીયલ કીલીંગનો કેસ છે. બન્ને ખુન એક જ વ્યકિત એ કર્યા છે કારણ કે એક સરખી રીતે જ ખુન થયા છે.” મેહુલે કહ્યુ.

“વોટ નોનસેંસ યાર તારાથી કેસ સોલ્વ નથી થતો એટલે તુ સિરિયલ કિલિંગના તુક્કા લગાવે છે. અશ્વિન પુરોહિતનો કેસ સ્પષ્ટ દિવા જેવો સોલ્વ થઇ ગયો છે. કાન્તિલાલે અશ્વિન પુરોહિત સાથે અનબન થતા બાબુ બાટલી નામના ભાડુતી ગુડાંને સુપારી આપી અને અશ્વિન પુરોહિતનુ કામ તમામ કરી નાખ્યુ” ગિરધારીલાલે ઉંચા અવાજે તાડુકીને કહ્યુ “તો પછી એકસરખી પેર્ટન વિશે શુ કહેવુ છે તમારે.” મેહુલે શાંતિથી ગિરધારીલાલ સામે ઝુકીને કહ્યુ. “એ તો ઇત્તેફાક હોય શકે. દુનિયામાં કેટલા બધા ખુન ચાકુથી કરવામાં આવે છે તો શુ એ બધા સિરિયલ કિલિંગ ગણી લેવા જોઇએ?” ગિરધારીલાલે પુછ્યુ. કયારેક માણસને પોતાની સફળતા અને વાહવાહીનો એટલો નશો ચડી જાય છે કે તે સત્યને દબાવવાનો પણ પ્રયત્ન કરે છે. પરંતુ સત્ય એ હવા જેવુ છે જેની દબાવી કે સંતાડી શકાતુ નથી તે સમય આવ્યે સામે આવીને જ રહે છે. મેહુલ થોડીવાર ચુપચાપ બેસી રહ્યો એટલે ફરીથી ગિરધારીલાલે પુછ્યુ, “કેમ ડિટેકટીવ સાહેબ બોલતી કેમ બંધ થઇ ગઇ?”

“મારે આરોપી કાંતિલાલને મળવું છે. પ્લીઝ મને થોડીવાર તેને મળવા દેશો?” મેહુલે ઓંચિતા પુછ્યુ “હવે તારે કાંતિલાલને મળીને શુ કામ છે? છોડને તારા બધા તુક્કા હવે અને ટાઇમ બગાડયા વિના તારો કેસ સોલ્વ કરને યાર. કાયદાના રુહે મદદ જોઇતી હોય તો કહેજે હુ હમેંશા તારી મદદ કરવા તૈયાર છુ.” ગિરધારીલાલે અકળાઇને કહ્યુ. તે ગમે તે ભોગે મેહુલને પોતાના કેસથી દુર રાખવા માંગતા હતા. “મને થોડીવાર કાંતિલાલને મળવા દો મારે કામ છે.” ગિરધારીલાલ કાયદાની રાહે તેમને મળવા રોકી શકે તેમ ન હતા. જેલમાં રહેલી વ્યક્તિને થોડીવાર કોઇ મળવા માંગે તો કાયદો તેની રોકી શકતો નથી આથી તે મેહુલને કાંતિલાલ પાસે લઇ ગયા. “પ્લીઝ ઇન્સપેકટર તમે થોડી વાર દુર જશો મારે કાંતિલાલ સાથે એકલતામાં થોડી વાતો કરવી છે.” ઇન્સપેકટર ગિરધારીલાલ મોઢુ બગાડીને દુર જતા રહ્યા. તે મનમાં અને મનમાં મેહુલથી ચિડાઇ ગયા હતા. તેનો મગજ એકદમ ઉકળી ઉઠયો હતો અને ગામ આખા પર રોફ જમાવતા ગિરધારીલાલ આ પચ્ચીસ વર્ષના ડિટેકટીવને કાંઇ પણ કહી શકતા ન હતા. તે ધુંધવાતા પોતાની ખુરશી પર બેસી ગયા. મેહુલે કાંતિલાલને પુછ્યુ, “તમે શા માટે આ ખુન કર્યુ?” “મે ખુન નથી કર્યુ કેટલીવાર તમને લોકોને મારે કહેવુ. તમે બધા ખોટે ખોટા મને શા માટે ફસાવો છો?” કાંતિલાલે અકળાઇને લગભગ ચીસ પાડતા કહ્યુ.

“મને ખબર છે તમે ખુન નથી કર્યુ અને હુ તમને બચાવવા માટે જ અહી આવ્યો છુ. તમે મને થોડુક કો-ઓપરેટ કરો તો હુ તમને છોડાવી શકુ એમ છું.” કાંતિલાલ મેહુલ સામે તાકીને જોતા જ રહ્યા. કોઇ પહેલીવાર તેને બચાવવા માટે આવ્યુ હતુ. તેને થોડી ચમક આવી ગઇ. “કોણ છો તમે? શા માટે મારી મદદ કરવા માંગો છો?” કાંતિલાલે મેહુલ પટેલ સામે જોઇને પુછ્યુ

“હુ ડિટેકટીવ મેહુલ છુ અને વાપીમાં રવિ યાદવનુ અશ્વિન પુરોહિતની જેમ જ ખુન કરવામાં આવ્યુ છે. મને પુરો વિશ્વાસ છે કે આ સિરિયલ કિલિંગનો કેસ છે અને તમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. તમે મને સપોર્ટ કરો તો હુ આ કેસ આસાની થી ઉકેલી શકુ એમ છુ.”

“ભાઇ, હું તો અહી જેલમાં ફસાયેલો છું. હું તમને શું મદદ કરી શકુ? પણ તમે મને બચાવી લો તો તમારો આ ઉપકાર હું આજીવન નહી ભુલુ. આ ગિરધારીલાલે મને વિના કારણ ફસાવી દીધો છે. મે સાચે જ ખુન કર્યુ નથી.” કાંતિલાલ લગભગ બોલતા બોલતા ગળગળા જેવા થઇ ગયા. અંધકાર ભરી રાત્રિ બાદ જયારે પ્રકાશનુ એક નાનકડુ કિરણ સવારમાં દેખાઇ છે ત્યારે તન મનમાં નવી તાજગી ભરાઇ જાય છે. મેહુલ પટેલ નામનુ આશાનુ કિરણ કાંતિલાલના મનમાં નવી તાજગી લાવી ગયુ. તે એકદમ ખુબ થઇ ગયા.

“તમે રવિ યાદવ નામની વ્યક્તિને ઓળખો છો?”મેહુલે જેલના સળિયા પકડીને પુછ્યુ “ના મે આ નામ પણ પહેલીવાર જ સાંભળ્યુ છે” “અશ્વિન પુરોહિત તેમને ઓળખતા હતા?” “મારી જાણ મુજબ તેને આવી કોઇ વ્યક્તિ સાથે સંબંધ ન હતો બાકી એ કપટી માણસનો કોઇ ભરોસો નથી મને.” “ઓ.કે. તને ચિંતા ન કરજો હુ આ કેસ જરૂરથી સોલ્વ કરીશ અને તમને ન્યાય અપાવીશ” મેહુલ આટલુ બોલીને પોલીસ સ્ટેશનથી નીકળ્યો ત્યારે ગીરધારીલાલ સામે સ્માઇલ આપતો ગયો.

કાંતિલાલને તેની વાત સાંભળીને ચહેરા પર રોનક આવી ગઇ. તેને તો જીવવાની આશા જ છોડી દીધી હતી મેહુલની વાત સાંભળી તેનામાં જીવ આવી ગયો. ગીરધારીલાલ ધુંધવાઇ ગયો. તેને પણ ખુબ જ આશ્ચર્ય થતુ હતુ કે એકસરખી રીતે બે ખુન કરવામાં આવ્યા હતા. “આ મેહુલનો બચ્ચો મારી કારર્કિદી પર ધુળ છાટવા આવ્યો છે. હુ એમ નહિ કરવા દઉ સાલા. એક સુરતી ગાળ” મનમાં જ બોલી ગયા. ************************* અંજલિ ધીરે ધીરે ચાલતા ચાલતા પાછળના બગીચા તરફ જવા લાગી. ચીસો અવાજ એકદમ વધવા લાગ્યો તેને મનમાં એમ થયુ કે આટલી બધી ચીસો સંભળાય છે તો બહાર રેંકડી પાસે એકઠી થયેલી સ્ત્રીઓ કેમ આવતી નથી કે તેને એકલીને જ ચીસોનો અવાજ સંભળાય છે??? ઠંડીનુ પ્રમાણ પણ વધવા લાગ્યુ હતુ માર્ચ મહિનામાં આવી ઠંડીની અનુભુતિ અંજલિને થોડીક વિચિત્ર લાગતી હતી. અંજલિ ધીરે ધીરે લાકડી લઇને પાછળના બગીચા તરફ જવા લાગી ચીસોનો અવાજ વધવા લાગ્યો હતો. થોડે સુધી ચાલી ત્યાં ઓંચિતા પાછળથી તેને કોઇએ ધક્કો માર્યો હોય તેવુ લાગ્યુ અને તે પોતાનુ બેલેંસ ગુમાવી બેઠી અને નીચે પડી ગઇ અને તેને ચક્કર આવી ગયા. જયારે તે હોંશમાં આવી ત્યારે પોતાના પલંગ પર બેઠી હતી અને તેના ફેમિલી ડોકટર અને અજય તેની કામવાળી બધા તેની પાસે બેઠેલા હતા. આર્યા અને અપુર્વા પણ ઘરેથી આવી ગઇ હતી.

“મેડમ તમે પ્લાસ્ટર કેમ તોડી નાખ્યુ હતુ અને કેમ પડી ગયા?” “મે નહિ તોડ્યુ પ્લાસ્ટર” “તો એમને એમ ટુટી ગયુ. અંજલિ?” અજયે પુછ્યુ “નહિ કોઇનો પાછળના બગીચામાંથી અવાજ આવતો હતો. હુ જોવા જતી હતી ત્યાં મને કોઇએ ધક્કો માર્યો અને હુ પડી ગઇ. પછીનુ મને કાંઇ ખબર નથી” “મેમ તમારુ એકસ રે કરાવ્યુ તમારો પગ એકદમ ઠીક થઇ ગયો છે. અને તમારા પગની તિરાડ સંધાઇ ગઇ છે. થોડુ મિરેકલ જેવુ છે બટ ઇટ્સ હેપન” તેના ફેમિલી ડોકટર વ્યાસ સાહેબે કહ્યુ. “હા અંજલી યુ આર એબસોલ્યુટલી ફિટ એન્ડ ફાઇન. નાઉ યુ કેન વોક વિઘાઉટ સ્ટીક”

“ બે મહિનાનુ ફેકચર બે દિવસમાં ઠીક થઇ ગયુ. અનબિલીલેબલ”

“મે કહ્યુ કે મિરેકલ જેવુ બન્યુ. કોઇ દૈવી શક્તિએ તમારી પ્રાર્થના સાંભળી લીધી લાગે છે” ડોક્ટર વ્યાસે કહ્યુ. “આર યુ શ્યોર કે બધુ ઓ.કે. છે? આઇ મીન તમે બધા ટેસ્ટ બરોબર કર્યા છે?” અંજલીએ આશ્ચર્યચક્તિ થઇ પુછ્યુ.

“હા અંજલીજી મે ખુદ બે વખત એકસ રે ચેક કર્યો અને મશીનથી પણ ચેક કર્યુ છે. યુ આર એબસોલ્યુટલી ફિટ અને ફાઇન નાઉ યુ કેન વોક વિથ યોર ફીટ” ડોકટરની વાત સાંભળી અંજલી સ્તબ્ધ બની ગઇ. ************************* મેહુલ કાંતિલાલની પુછપરછ કરીને મંદાકિનીદેવીને મળવા ગયો. “સીટીલાઇટ એરિયા” વિસ્તારમાં કાંતિલાલનો “શિવા” નામનો બંગલો આવેલો હતો. બંગલો બહારથી જ ખુબ સુંદર અને આકર્ષક દેખાય રહ્યો હતો. મેહુલ પોતાની કાર લઇ કાંતિલાલના ઘરે મંદાકિની દેવીને તેના બંગલો “શિવા”માં મળવા આવ્યો. બહાર મોટો વિશાળ ગેઇટ હતો. તેની પાસે બે ચોકીદાર બેઠેલા હતા. મેહુલ સાઇડમાં કાર પાર્ક કરીને અંદર જવા લાગ્યો એટલે બંન્ને ચોકીદાર ઉભા થઇ તેની પાસે આવ્યા એટલે મેહુલે તરત જ પોતાનુ કાર્ડ આપીને કહ્યુ કે અશ્વિન પુરોહિતના કેસ બાબતે મેડમને મળવુ છે. ડાબી સાઇડ ઉભેલા ચોકીદારે કેબિનમાં જઇ ફોન જોડયો અને થોડીવાર પછી તે પાછો આવ્યો અને મેહુલને અંદર જવા કહ્યુ અને ગેઇટ ખોલી આપ્યો. મેહુલ અંદર ગયો. સફેદ કલર નો બેઠા ઘાટની સુંદર બાંધણીનો બંગલો હતો. તેને ફોટો પાડી લેવાનુ મન થયુ આથી મોબાઇલ લઇને થોડા બહારથી ફોટા પાડી લીધા. શ્રીમંતાઇ તો બહારથી જ છલકતી લાગતી હતી. છતાંય ખબર નહિ કાંતિલાલના મનમાં શુ વેર હશે?

બંગલાના ડોરબેલ પર હાથ લગાવવા ગયો ત્યાં તો દરવાજો ખુલી ગયો. એક રેશમી બ્રાઉન કલરની સાડી પહેરીને જાજરમાન લેડીસે દરવાજો ખોલ્યો. મેહુલે અંદાજો કરી લીધો કે તે જ મંદાકિનીદેવી છે.

“ગુડ આફટરનુન મેમ” મેહુલે દરવાજા પાસે જ મંદાકિનીદેવીને અભિવાદન કરતા કહ્યુ. “ગુડ આફટરનુન બેટા. પ્લીઝ કમ ઇન” અંદર આવવા માટે ઇશારો કરીને મંદાકિનીદેવીએ કહ્યુ. હોલમાં એક મોટુ પચાસ ઇંચ જેવડુ ટી.વી. હતુ અને આરામદાયક વિલાયતી સોફા અને બાજુમાં એક ડાઇનિંગ ટેબલ ભી હતુ. હોલ એકદમ વિશાળ અને સ્વચ્છ તથા સુઘડ હતો હોલમાં સરસ મજાની મીઠી મીઠી જાસ્મીનની સુગંધ આવી રહી હતી. હોલની સામે જ કિચન હતુ.

“આવો મિસ્ટર મેહુલ બેસો” સોફા પર બેસવાનુ કહી મંદાકિની દેવી સાઇડમાં રહેલા સોફા ખુરશી પર બેસી ગયા અને પછી બુમ પાડીને કહ્યુ. “જમના, મહેમાન માટે ઠંડુ અને નાસ્તો લઇ આવજે” સામાન્ય રીતે આપણે પાણી આપીને પછી નાસ્તા માટે આગ્રહ કરતા હોઇએ એ પણ કોઇ ખાસ ઓળખાણ હોય તો જ જયારે અત્યંત ધનવાન વ્યક્તિઓ તેના બંગલામા અંદર આવવા લાયક!!!!! તમામ લોકોને પહેલા જ મોંઘુ ઠંડુ પીણુ અને ડ્રાયફ્રુટ્સ અને બીજા અનેક જાત ના નાસ્તા સાથે અભિવાદન કરતા હોય છે. ડિટેકટીવ તરીકેની પોતાની કારર્કિદીમાં મેહુલ આ વાત સારી રીતે સમજી ગયો હતો કે શ્રીમંતોને પ્રભાવ પાડવાનો બહુ શોખ હોય છે.

“મેમ ઇટસ ઓ.કે. નો ફોરમાલિર્ટિ પ્લીઝ. મારે થોડીવાર તમારી સાથે વાતો કરવી છે તમે બેસો પ્લીઝ.” “અરે એમ ન ચાલે નાસ્તો તો લેવો જ પડશે.”

મારા નાસ્તાના શોખને કારણે હુ ના ન પાડી શક્યો વધારે વળી પાછો શ્રીમંતોનો નાસ્તો વારંવાર ક્યા મળે? થોડી જ વારમાં જમના બે પ્લેટમાં ભરીને ડ્રાઇફ્રુટ્સ, રજ્વાડી ચેવડો, કેસર પેંડા, સોફટ ડિન્કસ સાથે ગરમા ગરમ સમોસા અને ત્રણ જાતની ચટણી લાવી. આને નાસ્તો કહેવો કે શુ? વળી પતિ જેલમાં હોય અને તેની તપાસમાં કોઇ ઓફિસર આવ્યો હોય તેને આટલો બધો નાસ્તો થોડુ અજુગતુ લાગ્યુ. મે નાસ્તો લેતા લેતા પુછ્યુ, “મંદાકિનીજી, હુ “મેહુલ પટેલ” એમ. ડી. એમ. જાસુસ કંપનીમાંથી વાપીના રવિ યાદવની કેસની તપાસ માટે આવ્યો છુ અને મને જાણ થઇ કે અશ્વિન પુરોહિતની પણ રવિ યાદવની જેમ જ હત્યા કરવામાં આવી છે તો મને શંકા છે કે આ સિરિયલ કિંલિગનો મામલો છે. કાંતિલાલને આમા ખોટા ફસાવવામાં આવ્યા છે.” આટલુ બોલતા જ મંદાકિનીદેવી ધ્રુસકે ધ્રુસકે રડી પડયા અને થોડી વારમાં મેં ટીસ્યુ પેપર આપ્યુ તેનાથી આઁખ સાફ કરીને બોલ્યા, “જાસુસભાઇ, મારા ઇ ને ખોટે ખોટા ફસાવવામાં આવ્યા છે. બિચારા અસલ મજાનો ધંધો કરતા હતા અને અશ્વિનના ખુનમાં ઓલા પોલીસવાળાએ જેલના સળિયા પાછળ ધકેલી દીધા બોલો આવુ તે કાંઇ ચાલતુ હશે?” મને તો તેની વાતો સાંભળીને હસવુ આવતુ હતુ અને તેની વાતો સાંભળીને તેના વિશે બધુ પામી ગયો હતો. પરંતુ આવ્યો હતો એટલે ગમ્મત ખાતર થોડુ પુછી લેવા વિચાર્યુ. “અશ્વિન પુરોહિત સાથે તમે શા માટે ડિવોર્સ લીધા હતા?”

હજુ તે કાંઇ જવાબ આપવા જાય ત્યાં તો પચાસ ઇંચનુ ટી.વી. ચાલુ થઇ ગયુ અને તેમા ન્યુઝ આવતા હતા એ જોઇ સાંભળી મેહુલ સફાળો ઉભો થઇ ગયો અને સ્તબ્ધ બની ન્યુઝ એકચિતે સાંભળવા જોવા લાગ્યો.

“ઓહ માય ગોડ, વ્હોટ્સ ધીસ ગોઇંગ ઓન?” મેહુલ મનમાં જ બોલી ઉઠ્યો.

****************************

જરા સાંભળો મારી વાત.

મિત્રો, અત્યાર સુધીના મારી નોવેલના સફર પર સાથ આપવા માટે આપ સૌનો ખુબ ખુબ આભાર. તમે આ નોવેલ વિશે શુ અનુભવો છો તે મને જરૂરથી જણાવજો ઘણા મિત્રોના પ્રતિભાવો આવી રહ્યા છે તમે પણ તમને ગમતી અને ન ગમતી બાબતો મને મારા મેઇલ આઇ.ડી. પર મોકલી શકો છો અને હા ખાસ વાત તમે મારી આવી હોરર સસ્પેન્સ થ્રિલર બુકની પેપર બેક કોપી મેળવવા માંગતા હોય તો મારો સંપર્ક જરૂરથી કરજો.

આભાર

વધુ આવતા અંકે