Two short stories in Gujarati Short Stories by chandni books and stories PDF | Two short stories.

The Author
Featured Books
Categories
Share

Two short stories.

નામ : ચાંદની

Email –

વિષય – ટુંકી વાર્તાઓ.

1 કઠોરતા

2 પ્રગતિ

1 કઠોરતા

નેહાએ આ વર્ષે ધોરણ દસની પરિક્ષા આપી હતી અને હવે તેનુ બે મહિનાનુ વેકેશન પુરુ થવાનુ હતુ. નેહાના દસમાં બોર્ડના પરિણામને હવે માત્ર એક અઠવાડિયુ બાકી હતુ. પરિણામ આવવાનુ છે એવુ જયારથી ખબર પડી ત્યારથી તે ખુબ જ ઉદાસ રહેતી હતી. વેકેશનમાં ખુબ જ ચહેકતી હતી તે પોતાના મામાના ઘરે કાકાના ઘરે બધે રોકાઇ આવી હતી એકદમ ખુશીથી વેકેશન પસાર કર્યુ હતુ પરંતુ આ પરિણામની તારીખ આવી ત્યારથી તેના ચહેરાની રોનક ઉડી ગઇ હતી. તેને કોઇ કામ કરવુ ગમતુ ન હતુ. આખો દિવસ ટી.વી. પાસે બેસી રહેતી નેહાને ટી.વી.ના અવાજ માત્રથી ચીડ ચડતી હતી. તેના પિતાજી ભુપેન્દ્રભાઇ અને માતા શિવાંગીબહેનનો સ્વભાવ ખુબ જ ઉગ્ર હતો. તેને ખબર જ હતી કે નબળુ પરિણામ આવશે તો તેની હાલત શુ થવાની હતી? નેહા આમ તો તેજસ્વી વિદ્યાર્થીની હતી. બાળપણમાં જ તેને ભણવાનો ખુબ જ શોખ હતો. તે પ્રાથમિક કક્ષાથી જ શાળામાં પ્રથમ ક્રમે આવતી હતી તેના માતા પિતાનો ઉગ્ર સ્વભાવ હતો છતાંય તે શિક્ષણમાં અવ્વલ રહેતી હતી તેથી તે કયારેય માતા પિતાના ગુસ્સાનો ભોગ બની ન હતી. બધા શિક્ષકોની તે ચહીતી હતી અને બધા તેને ખુબ જ માન આપતા હતા. અભ્યાસ સિવાય તે બીજી પ્રવૃતિઓમાં પણ અગ્રેસર રહેતી હતી. નેહા ખુબ જ શાંત અને શરમાળ વ્યક્તિવ ધરાવતી હતી. અભ્યાસ પ્રત્યે ખુબ જ સભાન અને જાગૃત હતી. બધા વિષયો તેને ગમતા હતા અને બધા વિષયોમાં તેની માસ્ટરી હતી. તેના માટે શિક્ષણ એ ખુબ જ મહત્વની વસ્તુ હતી. છતાંય દસમાં બોર્ડના તેના પેપર ખુબ જ ખરાબ ગયા હતા તેને ખબર જ હતી કે પરિણામ નબળુ જ આવશે. પરિણામના દિવસે શુ થશે તેની ચિંતામાં તેની રાત્રિની ઉંઘ ઉડી ગઇ હતી. તેને ક્યાંય ચેન પડતુ ન હતુ. આખો દિવસ બોલ બોલ કરતી કોયલની જીભ જ સિવાય ગઇ હતી. તેના માતા પિતાએ પણ બે ત્રણ વાર પુછ્યુ નેહા તને શુ થયુ પણ તે આડા અવળા બહાના કરી વાત ઉડાડી દેતી હતી. હવે માત્ર છ દિવસ જ બાકી હતા પરિણામને શુ કરવુ તે તેને સુઝતુ ન હતુ. તેના હ્રદયની ધડકન તેજ થઇ ચુકી હતી. રાત્રે માંડ ઝોકુ આવે તો તેને પરિણામના ખરાબ સ્વપ્ન આવતા અને તે ઝબકીને જાગી જતી હતી. તેને ખુબ જ ભય લાગ્તો હતો. તેને કોઇ રસ્તો દેખાતો જ નહતો. તેના માતા પિતાનો એકદમ ઉગ્ર સ્વભાવ હતો તે કોઇ પણ રીતે તેનુ નબળુ પરિણામ સાંખી લે તેમ ન હતા. આથી હવે છેલ્લો રસ્તો બાકી હતો મૃત્યુ. મૃત્યુ જ તેને માતા પિતાના કોપ અને ખરાબ પરિણામથી બચાવી શકે તેમ હતુ આથી તેણે આત્મહત્યા કરવાનુ વિચારી લીધુ. આત્મહત્યા પણ કેવી રીતે કરવી? ઘરમાં તો મમ્મી અને ભાઇ હોય. ઘરની બહાર પણ કામ વગર કેમ જવુ? તેને પરમિશન વગર બહાર જવાની મનાઇ હતી આથી તેણે ઘણુ વિચાર્યુ અને પછી નક્કી કર્યુ કે સાંજે બહેનપણીને ઘરે જવુ એમ બહાનુ કરીને ડેમમાં ઝંપલાવી જવુ એવુ નક્કી કરી લીધુ. મૃત્યુથી પણ ખુબ જ બીક લાગતી હતી પરંતુ કોઇ ઉપાય જ દેખાતો ન હતો. હવે એક માત્ર આશા મૃત્યુ જ હતુ. સાંજે જવાનુ બધુ નક્કી કરીને એક ચિટ્ઠી લખીને પોતાની ડાયરીમાં રાખી દીધી. અને ડાયરી સાચવીને કબાટમાં રાખી દીધી. બપોરે જમવાનુ પણ જરાય મન ન હતુ. પરંતુ પરાણે જમવા બેઠી ત્યાં તેના સપના માસી આવ્યા. સપનામાસીને જોઇને નેહાના ચહેરા પર થોડી ખુશીની લહેર આવી ગઇ. સપનામાસી ખુબ જ સમજુ, હસમુખા અને બધા બાળકોના વહાલા હતા. તેઓ પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતા આથી બાળકોના મગજ તથા માનસિક હાલતને તેઓ સારી રીતે સમજી શકતા હતા. નેહાના તે સગા માસી હતા તેની મમ્મી શિવાંગીબહેનના એકમાત્ર બહેન હતા. સપનામાસી આવ્યા એટલે નેહા સાંજે ઘર બહાર નીકળી ન શકી. સપનામાસી સાથે રહેવાની મજા આવતી હતી તેથી તેને નીકળ્વાનુ મન પણ ન થયુ. સાંજ સુધીમાં જ સપનામાસી સમજી ગયા કે નેહાના મનમાં કાંઇક ગરબડ ચાલી રહી છે. સાંજે જમ્યા બાદ તે નેહાને લઇને બહાર વોક પર ગયા. તેઓના ઘરથી નજીક બીચ હતો ત્યાં લોકો સવાર સાંજ વોકિગ માટે આવતા હતા. સપનામાસી બિચ પાસેના બાંકડા પર બેસી ગયા અને નેહાના માથા પર હાથ ફેરવીને કહ્યુ, “બેટા, તુ કેમ સુનમુન લાગે છે? શુ તકલીફ છે મને જણાવીશ?” “કાંઇ નહિ માસી કાંઇ પણ નથી થયુ થોડી પરિણામની ચિંતા છે બીજુ કાંઇ પણ નથી” “બેટા મારાથી કાંઇ ન છુપાવજે. મને તારી મિત્ર ગણીને તારા દિલનો બોજો હળવો કરીને મને તારી તકલીફ જણાવ. મનમાં બધુ ભરી રાખવાથી કાંઇ સમસ્યાનો ઉકેલ મળતો નથી. તુ ચિંતા ન કરજે તારા મમ્મી પપ્પાનો સ્વભાવ હુ સારી રીતે જાણુ છુ તુ મને કહી દે હુ કોઇને પણ કાંઇ નહિ જણાવુ.” આટલુ સાંભળતા નેહા ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને પછી બોલી, “માસી મને પરિણામની બહુ ચિંતા થાય છે. નબળુ આવશે તો મમ્મી પપ્પા મને જરાય માફ નહિ કરે.” “બેટા તુ હોશિયાર વિદ્યાર્થીની છો આખુ વર્ષ તે મન લગાવીને મહેનત કરી જ છે તો તારુ પરિણામ તો સારુ આવશે જ તુ શા માટે ખોટી ચિંતા કરે છે?” “એમ નહિ માસી મારા પેપર જરાય સારા ગયા નથી. મે બોર્ડમાં જરાય મહેનત કરી નથી. મને બોર્ડની એક્ઝામ હોવાથી પહેલેથી જ મનમા ડર હતો. તમને તો ખ્યાલ છે મમ્મી પપ્પાના સ્વભાવનો. મને ઓછા માર્કસ આવે તે તેને કોઇપણ હિસાબે પસંદ્ નથી.” “કેમ બેટા તારા પપ્પાએ દસમાં માટે ત્રણ ટ્યુશન રખાવી દીધા હતા અને સારામાં સારી સ્કુલમાં એડમિશન અપાવ્યુ હતુ તો કેમ તારા પેપર સારા ગયા નથી?” “માસી આજે હુ તમને બધી વાત જણાવુ છુ પણ કોઇને કહેતા નહિ. મારા મમ્મી પપ્પાના ઉગ્ર સ્વભાવને કારણે હુ હમેંશા તેનાથી ડરતી રહેતી અને મને કયારેય ઘરમાં પ્રેમ મળ્યો નથી એટલે હુ બહારથી પ્રેમ શોધતી હતી. એટલે મારા કલાસનો સંજય નામના છોકરાએ મારી સમક્ષ પ્રેમનો એકરાર કર્યો અને હુ તેની જાળમાં ફસાઇ ગઇ. સંજય ખુબ જ પૈસાદાર કુંટુબ માંથી આવતો હતો તેથી તે મારી પાછળ ઘણાં પૈસા વાપરતો હતો. હુ ટયુશનના બહાને અને બહેનપણીના ઘરે લેશન કરવા જવાને બહાને તેની સાથે રખડતી રહેતી હતી. તેની મારી સામે પ્રેમનો ઢોંગ કરીને મારો ઉપયોગ જ કર્યો. તેની પાછળ મેં મારી જીંદગીનુ અગત્યનુ દસમુ ધોરણ બરબાદ કરી નાખ્યુ. હવે મારા મમ્મી પપ્પાને જો આ બધી બાબતોની ખબર પડે તો તેનો કોપ હુ સહન કરી શકુ તેમ જ નથી એટલે મે આજે આત્મહત્યા કરવાનુ નક્કી કર્યુ હતુ ત્યાં તમે આવી ગયા. હવે મને જીવવાનો કોઇ રસ્તો દેખાતો નથી.” આટલુ બોલીને ફરીથી નેહા રડવા લાગી. “ઓહ માય ગોડ નેહા તે બહુ મોટી ભુલ કરી નાખી છે પરંતુ વાંક તારો એકલીનો નથી તારા માતા પિતાનો પણ આ બાબતે મોટો વાંક છે. એક મા બાપ તરીકેની ફરજ તેઓ ચુકી ગયા છે અને હવે તેનુ પરિણામ તારે ભોગવવાનુ આવે છે. પરંતુ નકામા વિચાર છોડી દે અને હુ તારા માતા પિતાને બધુ સમજાવી દઇશ અને મને પ્રોમિસ આપ કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ આત્મહત્યાનુ ક્યારેય વિચારીશ નહિ. માણસને જીવન એક જ વાર મળે છે અને ભુલો તો ગમે તેનાથી થઇ શકે છે અને તારી ઉમર અને કાચી સમજણ ના કારણે આવુ બધુ થયુ પરંતુ તેનો મતલબ એમ નથી કે આપણે હિમ્મત હારી જઇએ અને નાસીપાસ થઇ જઇએ. આ અમૂલ્ય જીવન આપણને બીજી વખત નહી મળે માટે કોઇ ખોટુ પગલુ ભરવાની જરાપણ કોશિષ ન કરજે કાંઇ પણ પ્રોબ્લેમ હોય તો ગમે ત્યારે મને યાદ કરજે” “થેન્ક્યુ વેરી મચ માસી. એન્ડ આઇ પ્રોમીસ યુ ધેટ આઇ નેવર અગેઇન થીક અબાઉટ ઇટ” સપનામાસી નેહાને વળગી પડ્યા અને પછી તેઓ ઘરે ગયા તેને નેહાને કહ્યુ કે તે અને તેનો ભાઇ ઉપરના રૂમમાં જઇને ટી.વી. જુઓ હુ તારા મમ્મી પપ્પા સાથે વાત કરી લઉ છુ. સપનામાસીએ નેહાને મમ્મી પપ્પાને નેહા વિષે તમામ વાત કરી અને તેમને બધુ સમજાવ્યુ કે બાળકની ભુખ પ્રેમ જ હોય છે અને જો તેને તે પ્રેમ ઘરમાં મા-બાપ પાસેથી ન મળે તો અનર્થ થઇ જાય છે. નેહાના મમ્મી પપ્પાને તેમની ભૂલો સમજાઇ ગઇ. તેઓ રડી પડ્યા અને બાળકો પર વિના કારણે ગુસ્સે ન થવાની કસમ ખાધી.

2 પ્રગતિ

પ્રગતિનો જન્મ અત્યંત ગરીબ મજુર વર્ગમાં થયો હતો છતાંય તેના માતા પિતાએ તેને મહેનત મજદુરી કરીને કોલેજ કક્ષા સુધીનુ શિક્ષણ અપાવ્યુ હતુ. પ્રગતિના માતા પિતા ગરીબ હતા પરંતુ તેઓ ખુબ જ પ્રેમાળ અને સમજુ હતા તેમણે પોતાની દીકરીને ભણાવી ગણાવીને સારા સંસ્કાર આપ્યા હતા. પ્રગતિ ઉમરલાયક થતા મજુર વર્ગમાંથી દિનકર ના દીકરા વજુનુ માંગુ આવતા તેના માતા પિતાએ પ્રગતિનુ નક્કી કરી નાખ્યુ.વજુ દસ ધોરણ નાપાસ હતો પણ કુટુંબ સારૂ અને સંસ્કારી હોવાથી પ્રગતિ સાથે તેનું નક્કી કરી નાખ્યુ. પ્રગતિ પણ સમજુ હતી.તેને ખ્યાલ હતો કે મજુરવર્ગમાં સારૂ ઘર અને સારો વર શોધવો મુશ્કેલ છે આથી મોટી આકાંક્ષા રાખ્યા વિના તેણે પણ માતા-પિતાએ નક્કી કર્યા મુજબ સગપણ માટે હા કહી દીધી. સગપણ બાદ થોડા જ તેના લગ્ન પણ લેવાઇ ગયા.વજુ અને તેનો પરિવાર બન્ને સમજુ અને સંસ્કારી હતા.આથી જ્યારે પ્રગતિએ જોબ કરવાની પરવાનગી માંગી ત્યારે કોઇ પણ પ્રકારની આનાકાની વિના વજુ અને તેના મમ્મી-પપ્પાએ પરવાનગી આપી દીધી. પ્રગતિના સાસુમા સરોજબેન ખુબ જ સરળ સ્વભાવના અને શાંત મગજના હતા. તેમને મન દીકરી અને વહુ એ બન્નેમાં કોઇ ફર્ક જ ન હતો. વજુ પણ અત્યંત સમજુ હતો. આવો સમજુ અને પ્રેમાળ પતિ અને મા-બાપ જેવા સાસુ સસરા મેળવી પ્રગતિ ખુબ જ ખુશ હતી. તેણે એક કંપનીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી મેળવી લીધી. પ્રગતિનો પગાર તો આવતો જ હતો અને વજુ પણ આખો દિવસ તનતોડ મહેનત મજુરી કરીને પૈસા કમાતો હતો પરંતુ પૈસા ઘરખર્ચ અને સાસુ-સસરાની દવા માટે વપરાઇ જતા. થોડા ઘણા પૈસા વધતા તે પ્રગતિ તેની પાસે સાચવીને રાખતી હતી. થોડા સમય બાદ પ્રગતિએ પુત્રને જન્મ આપ્યો.ઘરમાં બધા લોકોની ખુશીનો પાર ન હતો. સાસુમા સરોજબેને પુત્રને પહેલી નજરે જોતા જ તેનું નામ કૌશલ રાખી દીધુ. કૌશલની દેખરેખ કરવામાં સાસુ સસરાનો આખો દિવસ પસાર થઇ જતો. પ્રગતિએ કૌશલના જન્મ બાદ થોડા જ સમયમાં ફરી જોબ જોઇન કરી લીધી. તે ખુબ જ ખંત,ઉત્સાહ અને પ્રામાણિકતાથી તેનું કામ કરતી. કૌશલના જન્મને હજુ છ મહિના જેવો સમય જ થયો હતો ત્યાં પરિવાર પર એક અણધારી મુશ્કેલી આવી પડી. પ્રગતિના સસરા દિનક્રભાઇનું હાર્ટ-એટેકથી અવસાન થયુ. તેના સાસુ ખુબ જ ગમગીન બની ગયા પણ સમયથી મોટી દવા બીજી કોઇ નથી તેમ સમય જતા તેના સાસુ અને બીજા સભ્યો બધા નોર્મલ બની ગયા.ઘરે સાસુમા સરોજબેન એકલ કૌશલની દેખરેખ કરતા અને પ્રગતિ અને વજુ પોતાના કામે જતા. હજુ કૌશલ એક વર્ષનો થયો હતો ત્યાં પ્રગતિને બીજી વખત સારા દિવસો દેખાયા. નવ માસ બાદ તેણે બીજા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ રાખ્યુ સિધ્ધાંત.પ્રગતિ તેના બન્ને પુત્રોને ખુબ જ પ્રેમ કરતી હતી. તે પોતાના સાસુની હાલત પણ સમજતી હતી કે એકલા હાથે બે છોકરાઓને સાચવવા એ ખુબ અઘરૂ કામ છે પણ પરિવારની પરિસ્થિતિને ધ્યાને રાખીને તેને નાછુટકે નોકરીએ જવુ પડતુ. તે વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠીને ઘરનું બધુ કામ કરતી અને ૯.૩૦ વાગ્યે જોબ પર જતા પહેલા તેના બન્ને પુત્ર કૌશલ અને સિધ્ધાંતને ખુબ જ વહાલ કરી તે બન્નેને તૈયાર કરી નીકળી જતી. તેની જોબ પુર્ણ થવાનો સમય ૬.૦૦ વાગ્યાનો હતો. જોબ પુરી થતાઅ જ તે દોડીને ઘરે પહોંચી જતી અને દોડીને પહેલા બન્ને પુત્રોને વહાલ કરતી તથા સિધ્ધાંતને ફીડીંગ કરાવતી અને તેના પુત્ર કૌશલને ખોળામા બેસાડી તેની સાથે વાતો કરતી. કૌશલ આખો દિવસ તેની માતાને જોઇ ન હોઇ ખુબ જ ખુશ થતો અને તેની સાથે કાલીઘેલી ભાષામા વાતો કરતો. કૌશલ સાથેની આ કાલીઘેલી મીઠી વાતોથી પ્રગતિનો આખા દિવસનો થાક ઉતરી જતો જાણે પ્રગતિની આખી દુનિયા તેના પરિવાર અને તેના બન્ને પુત્રોમા જ સમાયેલી હતી.

નોકરીમાં પણ ખુબ જ ધગશથી તે મહેનત કરતી અને તેના લીધે તેને બઢતી મળી હતી. પ્રગતિ બઢતીથી ખુબ જ ખુશ થઇ ગઇ હતી. હવે તેને લાગતુ હતુ કે પોતાના બંન્ને બાળકોને સારુ શિક્ષણ અપાવી શકશે. પરંતુ સ્ટાફના કેટલાક અદેખા લોકોને એક મજુર છોકરીનુ પ્રમોશન ગમ્યુ નહિ. ઓફિસના ત્રણ ચાર છોકરોને લાગતુ હતુ કે પ્રમોશન તેને મળ્વુ જોઇતુ હતુ

ઇર્ષ્યા અને અદેખાઇના હિસાબે તેઓ પ્રગતિને હેરાન કરવા લાગ્યા. પ્રગતિ તેઓનો સામનો કરતી હતી. પરંતુ એક દિવસ હદ થઇ આ ત્રણ ચાર છોકરા જે મસ્તી માટે જ નોકરી કરતા હતા તેઓ પ્રગતિના છુટવાના સમયે એક ગાડીમાં તેને ઉઠાવીને લઇ ગયા. એક સુમસાન જ્ગ્યાએ જઇ પ્રગતિ પર સામુહિક બળાત્કાર કર્યો. પ્રગતિ રડતી રહી કરગરતી રહી પરંતુ નશામાં ધુત છોકરાઓએ કાંઇ ન સાંભળ્યુ. પ્રગતિને ખુબ જ દર્દ થતુ હતુ તેના ગુપ્તાંગમાંથી પુષ્કળ લોહી વહી જતુ હતુ પરંતુ હેવાનોને કાંઇ દયા ન હતી. અને તેઓ પ્રગતિને એવી હાલતમાં છોડીને જતા રહ્યા. પ્રગતિ વેદનામાં કણસતી હતી ત્યાં એક બાળકનો રડવાનો અવાજ આવ્યો “મારો સિધ્ધાંત” કરતા પ્રગતિ ઉભી થઇ ગઇ અને ફટાફટ કપડાં પહેરીને રોડ તરફ ભાગી મારો સિધ્ધાંત અને કૌશલ મને બોલાવે છે એમ કરી એક રીક્ષામાં બેઠી તેને પુષ્કળ લોહી વહી જતુ હતુ રીક્ષાવાળાએ દવાખાનાએ જવા કહ્યુ પરંતુ પ્રગતિને સિધ્ધાંત જ દેખાતો હતો. તે જલ્દીથી ઘરે પહોચીને અને પોતાના બંન્ને દીકરાઓને વહાલથી ભેટી ત્યાં બેભાન થઇ ગઇ તેના સાસુમાં પાડોશમાં લેડી નર્સને બોલાવી લાવ્યા ત્યાં સુધી તો પ્રગતિના પ્રાણ પંખેરુ ઉડી ગયા. અને સુનકાર વ્યાપી ગયો.

હેવાનોની હેવાનિયતનુ શિકાર એક નાજુક પંખી થઇ ગયુ અને બિચારા બચ્ચા રોતા રહી ગયા. સમાજની અને કાયદાની નબળી કડીનો ભોગ માસુમ ફુલો બને છે. કદાચ આપણો અંતર આત્મા જાગે અને આપણે કાંઇક કરી શકીએ તો ઘણા ફુલો ખીલતા પહેલા કરમાઇ જતા અટકી શકશે.

.....The end.....