Vishnu Marchant - 3 in Gujarati Fiction Stories by Chetan Gajjar books and stories PDF | વિષ્ણુ મર્ચન્ટ - 3

Featured Books
Categories
Share

વિષ્ણુ મર્ચન્ટ - 3

(3)

  છોડો મને એ લોકો થી કોઇ ફરીયાદ નથી. મે જે અપરાધ કર્યો છે એની સજા તો મારે ભોગવવીજ રહી. મે જે અપરાધ કર્યો છે એનો જેટલો પશ્રાતાપ કરુ એટલો ઓછો છે. જેલ ની સજા પણ એાછી છે, જેટલી યાતના વેઠુ એટલી ઓછી છે કારણ કે મે જે યાતના, દુઃખ, જે ઘાવ એને આપ્યા છે એના ઉપર કદાપિ રૂઝ આવવાની નથી. હુ એની યાતના ને સમજી શકુ છુ પણ કંઇ કરી શકતો નથી.

વિષ્ણુભાઇની આંખો ઊભરાવવા લાગી

થોડા સમય માટે એરડા મા શાંતિ પ્રસરી ગઇ. વિષ્ણુભાઇના આંસુ વહયા જ કરતા હતા.

હુ ઊભો થયો એમના ખભે હાથ મુકયા, સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. આંસુ એમણે ભોગવેલી યાતના માટે નહોતા, એ એની માટે હતા જેણે એમણે જીંદગીભરની યાતના આપી હતી.

બાળપણ

     મારો જન્મ વાપી શહેર ના નીચલા મધ્યમવર્ગમાં થયો હતો. એજ કહાની જે દેશ મોટાભાગ ના પરિવારો ની હતી. ના પોતાનુ ઘર, જીવન જરૂરીયાત ની વસ્તુ ઓ માટે પણ કરકસર, એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ. જ્યાં ઘર ના કોઇ એક સભ્ય એ પોતાની જરૂરિયાતનુ બલિદાન આપી બીજાની જરૂરિયાત પૂરી કરવાની.

 

    પરિવાર મા ત્રણ સભ્ય હતા. હુ, મમ્મી અને પપ્પા. ક્ષ્જરા લાગણીશીલ યઇ ગયાજ્ઞ. હુ જેલ મા આયો પછી એમણે મારૂ મોં પણ નથી જોયુ. વિચાર કરો, હુ કેટલો મોટો ગુન્હેગાર હઇશ કે પ્રેમની દેવી સમાન મા જે પોતાના સંતાન ના બધા ગુન્હા માફ કરી દે છે એ માં મારો ચહેરો જોવા તૈયાર નથી. મારા માટે તો મારા મા—બાપ નો ચુકાદો કોર્ટ કરતા પણ મોટો ચુકાદો છે. હુ એમનો ચહેરો જોવા તરસી ગયો છુ. ક્ષ્એમના આંખ ના ખૂણા ભીના થઇ ગયા, લાગણી અશ્રૂ બની વહેવા લાગીજ્ઞ.

ચલો આગળ વધીએ જરા સ્વસ્થ થઇને.

     મારા સ્વાભિમાની પિતા એક કેમીકલ કંપની મા નોકરી કરતા હતા, મમ્મી ગૃહીણી હતા. પિતાજી ની આવક એટલી હતી કે ખાધે પીધે કોઇ તકલીફ નહોતી પણ અવસર પ્રસંગ આવે ત્યારે ખેંચ પડતી. સમાજ રહેવા માટે સમાજે બનાવેલા નિયમો પાડવા પડે, પ્રસંગો સાચવવા પડે, ભાતભાત ના વ્યવહાર કરવા પડે. જીંદગી ચાલ્યા જતી હતી પણ બેંક એકાઉન્ટ હમેશા ખાલી રહેતુ.

 

     આને  મારી સ્ટ્રેન્થ સમજો કે નબળાઇ. હુ ખૂબજ સમજૂ હતો. એક નીચલા મધ્યમવર્ગ સંસ્કારી પરિવાર મા જન્મેલો એટલે સમજણો પણ જલદી થઇ ગયો.હુ કોઇપણ માણસની વિડંબના, મૂંજવણ, મજબૂરી એના કીધા વગરજ સમજી જતો, એવીરીતે ઘરની આર્થિક પરિસ્થિતિ પણ નાની ઉંમરેજ સમજી ગયેલો કદાચ એટલેજ મે કદાપિ કોઇ ડિમાન્ડ કરી નહોતી સિવાય કે ચારસો રૂપિયા. કદાચ એજ પ્રસંગ એવો હાતે જ્યારથી હુ ખરા અર્થ મા સમજણો થયો.

 

    સ્કૂલમાંથી એક અઠવાડિયા નો પ્રવાસ જવાનો હતો. જેને પણ જવાની ઇચ્છા હોય એણે ચારસો રૂપિયા જમા કરાવવાના હતા. મારા બધાજ મિત્રો જવાના હતા. મને પણ ખૂબજ ઇચ્છા હતી કે એટલે મે મમ્મીને વાત કરેલી. મમ્મી એ પિતાજી પૂછીશ એવુ કહીને વાત ટાળી દીધી.

 

   રોજ મિત્રો મને પૂછયાજ કરતા કે વિષ્ણુ તુ પ્રવાસ આવાનો છે કે નહિ? હુ કહેતો આવાનો છુને. સામે સવાલ આવતો કે પૈસા કેમ જમા નથી કરાવતો? મરુ નિર્દોષ બાળ મન જૂઠઠુ બોલતા કચવાતુ પણ હુ મારુ નીચી થોડી પડવા દઉં. એ તો પિતાજી ની ચેકબૂક પૂરી થઇ ગઇ છે એટલટ બાકી મને ખાલી એક હજાર તો વાપરવા આપવાના છે.

ક્ષ્આ બોલતા એમના ચહેરા પર આછુ સ્મિત હતુજ્ઞ

 

    હુ ત્યારે પાંચમા ધોરણમાં હતો. મને વિશ્રાસ હતો કે પિતાજી પ્રવાસ માટે ચારસો રૂપિયા જરૂર આપશે.

એમને એમ દસ દિવસ વીતી ગયા અને પૈસા જમા કરાવાવાનો છેલ્લો દિવસ આવી ગયો પણ પિતાજીએ હજી પૈસા આપ્યા નહોતા. મમ્મી પણ આપશે, આપશે કહીને ટાળ્યા કરતી હતી. મારુ નિર્દોષ મન કંઇ પણ સમજવા તૈયાર નહોતુ. મિત્રો આગળ આબરૂના ધજાગરા ઉડી જશે એ ડરે મને એ રાત્રે ઊંઘ પણ ના આવવા ન દીધી. પણ આશા અમર હતી કે પિતાજી સવારે પૈસા મરૂર આપશે.

 

સવારે વહેલો ઉઠીને પિતાજી સાથે ચા પીવા બેઠો ત્યારે

 

મારે પ્રવાસ જઉં છે, ચારસો જોઇએ છે

 

     પિતાજીના ચહેરા પર ઉદાસીનતા વ્યાપી ગઇ. મારૂ બાળમન એમની વિડંબના સમજી ના શકયુ. પિતાજી કંઇપણ બોલ્યા વગર કામ પર નીકળી ગયા. મે મમ્મી આગળ ભારે કજીયો કર્યો પણ કોઇ ફાયદો ના થયો.

 

     મિત્રોનો સામનો કરવાનો ડર સતાવતો હતો. બધા મારી મજાક ઉડાવશે, બધા મારા પર હસશે એ વિચારો થી મારુ મન આકુળવ્યાકુળ થઇ ઉઠતુ હતુ.

 

      હુ જાણીજોઇને સ્કૂલ થોડો મોડેથી પહોચ્યો અને વિચાર્યુ કે રીસેસમા ઘરે જતો રહીશ અને એ સમયમા મિત્રો ને કહેવા કંઇ બહાનુ વિચારી લઇશ. બધાથી બચવુ શકય હતુ સિવાય રોહન.

 

વિષ્ણુ કેમ મોડો પડયો?

ઉઠવામા મોડુ થઇ ગયુ

યાદ છે ને?

 

મે કોઇ જવાબ ના આપ્યો અને મો ફેરવી લીધુ. એટલામા ટીચર આવી ગયા, મને હાશ થઇ.

 

    જેવી રીસેસ પડી તરતજ હુ ભાગ્યો સીધો સ્કૂલની બહાર, દૂર એક બાકડા પર બેઠો. મનમા એક ગજબ લાગણી હતી જેને શબ્દોમા વર્ણવવી અઘરી છે. અપમાનનો ભાવ તો હતો પણ કદાચ બધાથી વિખૂટો પડી જવાનો ડર વધારે હતો. અપમાન, એકલતા અને ભય એમ ત્રણ લાગણી કહી શકાય. એ વખતે મને આટલી સમજ નહોતી પણ જીવનના રસ્તે મારે આ ત્રણ લાગણીઓ ડગલે ને પગલે સહન કરવાની હતી.

 

    આવુ લગભગ એક અઠવાડિયુ ચાલ્યુ. હુ મિત્રોના સવાલોથી ડરતો હતો. ધીરેધીરે ફરીથી પહેલા જેવુ થઇ ગયુ. હુ બધા સાથે હળીમળીને રહેવા લાગ્યો અને હુ ધીરેધીરે પ્રવાસ નો કિસ્સો ભૂલી ગયો પણ મનના એક ખૂણામાં એની ઉંડી અસર થઇ હતી, મારો વિશ્રાસ ડગી ગયો. જેટલા વિશ્રાસથી મે પ્રવાસના પૈસા જમા કરાવવાની વાત કરી હતી એવા વિશ્રાસથી કોઇ પણ વાત નહોતોે કરી શકતો.

 

ષ્   ષ્   ષ્   ષ્   ષ્   ષ્

    આમ તો બધુ સામાન્ય હતુ પણ આસપાસના લોકો, પડોશીઓનો વ્યવહાર અમારી સાથે થોડો અજુગતો હતો. એ લોકો કદાપિ અમારા ઘરે નહોતા આવતા ના તો અમે એમના ઘરે જતા. વાત કરતા પણ દૂરથી. પહેલા બધુ સમજાતુ નહોતુ પણ જેમ જેમ સમજણો થયો તેમ તેમ એમના તિરસ્કારને સમજવા લાગ્યો.

 

    પિતાજી ને પૂછવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. મમ્મી પણ જવાબ આપવાનુ ટાળતી. ઘણીવાર એકાંત મા બેઠો બેઠો સવાલો ને વાગાળતો પણ કોઇ નિષ્કર્ષ પર આવી શકતો નહોતો બસ ખાલી સંભાવનાઓ હતી.

 

    અમે જે ઘરમા રહેતા હતા એ ઘર ફેકટરીના માલીકનુ હતુ. આસપાસના લોકો અમારા કરતા ઘણા પૈસાદાર અને મોભી હતા કદાચ એ કારણ હોઇ શકે. મને એવુ પણ જાણવા મળ્યુ કે અમને અહીં રહેવા દેવા પર પણ વિરોધ હતો. કેમ આટલો તિરસ્કાર? મારુ કિશોર માનસ આ બધુ સમજવા હજી તૈયાર નહોતુ અને કદાચ સમય કરતા પહેલાંજ હુ વધારે સમજવા લાગ્યો હતો.

 

   અમુક સવાલોના જવાબ સમય જતા મળી જતા હોય છે એમ આ સવાલનો જવાબ પણ સમય થતા મને મળી ગયો. જવાબ હતો જ્ઞાતિ. અમે નીચલી વર્ણના હતા. અમને સભ્ય સમાજમા રહેવાનો અધિકાર નથી એવુ ઊંચા વર્ણના લોકો માનતા હતા.

 

    દેશમા ઘણા લોકો એવુ માને છે કે અશ્પૃષ્યતા હવે બંધ થઇ ગઇ છે પણ હુ કહુ છુ કે અશ્પૃષ્યતા હજી દેશ ના ખૂણેખૂણે પ્રવર્તી રહી છે. હજી નીચલી વર્ણમાં આવતા લોકોને કહેવાતી ઉજડીયાત લોકોની સોસાયટીમાં મકાન મળતા નથી.

 

   આવો તિરસ્કાર ખાલી જ્ઞાતિના કારણે. સવાલ થવો વાજબી છે. પણ કેમ? પરંપરા જે વર્ષોથી ચાલતી આવે છે. મે સ્વીકારી લીધુ પણ મનના ખૂણા મા કયાંક કચવાટ હતો. જેમ જેમ સમજણ વધતી ગઇ એમ એમ કચવાટ વધતો ગયો ધીરે ધીરે કચવાટ નફરતમા તબદીલ થઇ ગયો.

 

     એમા એક કિસ્સાએ તો મારા જીવનમા ઝંઝુવાત લાવી દીધો. બધુ વેરવિખેર થઇ ગયુ. એક બાજુ હુ સંપૂર્ણપણે ભાંગી પડયો તો બીજીબાજુ બળવાખોર મન બળવાન થવ લાગ્યુ.

 

વિષ્ણુ મર્ચન્ટ જરા અટકયા, પહેલા ચહેરા પર વેદના પ્રવર્તી પણ ધીરેધીરે એક પ્રેમાળ સ્મિત એમના ચહેરા પર ફરી વળ્યુ

 

હુ આ મિશ્ર લાગણીથી જરા અચંભિત થયો.

 

વિષ્ણુભાઇ આવુ કેમ? વેદના અને સ્મિત એક સાથે

 

કિશોરાવસ્થાનો પહેલો પ્રેમ

 

એમનો ચહેરો ખીલી ઉઠયો.

 

એ લાગણી અલૌકિક હોય છે જે દરેક માણસ કિશોરાવસ્થામાં એકવાર જરૂર અનુભવે છે. પ્રેમ થોડો મોટો શબ્દ છે પણ કિશોરાવસ્થામા એનેજ પ્રેમ કહેવાય છે. એ પ્રેમમાં વાસના નથી હોતી. પણ હા જો એ પ્રેમમાં જીદ ઉમેરાઇ જાય તો પરિણામ ઘણા ઘાતક આવે છે.

    કિશોરાવસ્થા એ બાળક યુવાન બને એ પહેલા યુવાનીના ટ્રેલર સમાન હોય છે. શારીરીક અને માનસીક દ્રષ્ટીએ એક કિશોરના શરીરમાં ધરખમ ફેરફારો આવે છે. અમુક અંતસ્ત્રાવો નો સ્ત્રાવ વધે છે. દાઢી મૂછ ના અંકુર ફૂટવા લાગે છે. પહેલી વખત જાતીયતાને લઇને સભાનતા આવે છે. પહેલી વખત વિજાતીય આકર્ષણનો અનુભવ થાય છે. થોડો ઘણી સ્વાભિમાનની વરાળ દેખાવા લાગે છે. કિશોરાવસ્થામાં પહેલી વખત એક બાળક પોતાના અનૂઠા અભિગમથી દુનિયાને જુએ છે.

    કિશોરાવસ્થામાં જો પ્રેમ, નફરત અને સ્વાભિમાન આ ત્રણેય લાગણીઓમાં જીદ ભળી જાય તો એ ખતરનાક સાબિત થાય છે.મનુષ્યના ઘડતરમાં કિશારવસ્થાનો ખૂબજ મોટો ફાળો હોય છે. બાળપણ ભૂલાઇ જાય છે પણ કિશારાવસ્થા મરણ પથારી સુધી વિસરાતી નથી.

પ્રેમની વ્યાખ્યા કરવી એ મોટી મૂર્ખામી છે, પે્રમ કાંઇ કોઇ વ્યાખ્યા માં બંધાઇ જાય એવી સાધારણ ચીઝ નથી. પ્રેમ ને વ્યાખ્યામાં બાંધવાનો પ્રયત્ન સુધ્ધા પ્રેમ નામની એ અલૌકિક, સ્વર્ગીય લાગણીનુ અપમાન છે. પ્રેમ નિયમો વગરની આઝાદી છે. પ્રેમમાં એટલી શકિત છે જે માણસ ને ઉગારી શકે છે અને એકલતા, હતાશા ઘનઘોર જંગલમાં ધકેલી પણ શકે છે. પ્રેમ આપણને એવા કર્મો કરવા પ્રેરે છે જે સ્વસ્થ મને વિચારવા પણ અશકય છે. પ્રેમમાં પાગલ યુવાન હતાશાના ડુંગર નીચે દબાઇ જાય છે અથવા નફરત ની તલવાર લઇ બળવો કરે છે.

*****