Half Love - Part - 1 in Gujarati Fiction Stories by Piyush Kajavadara books and stories PDF | હાલ્ફ-લવ ભાગ-૧

Featured Books
Categories
Share

હાલ્ફ-લવ ભાગ-૧

હાલ્ફ-લવ

-પિયુષ કાજાવદરા

ફેસબુક-www.facebook.com/kajavadara

ફોન નં.-૯૭૧૨૦-૨૭૯૭૭

પ્રસ્તાવના:

પ્રેમ માં નિયમો ના હોય કે પછી ના હોય કોઈ મર્યાદા. પ્રેમ સંભાળી ને પણ ના થાય અને પ્રેમ થયા પછી સંભાળી પણ ના શકાય. પ્રેમ સાથે આશા પણ આવે છે અને સાથે સાથે ઘણી બધી નિરાશા પણ લાવે છે. કોઈ સમજી જ નથી શકતું કે આ પ્રેમ છે શું. પ્રેમ થાય છે કઈ રીતે જેને આપણે કોઈ એ કોઈ દિવસ જોયો જ નથી તો એના પર વિશ્વાસ આવે જ કઈ રીતે, પણ ૧૦૦ વાત ની એક વાત પ્રેમ નો જન્મ નથી થતો એ આપણા દિલ ના એક ખૂણા માં પડ્યો જ હોય છે બસ વાત એટલી છે કે એ જરૂર પડ્યે જ બહાર આવે છે અને જયારે જયારે આવે છે ત્યારે લગભગ આખી દુનિયા હલાવી ને રાખી દે છે અને હું માત્ર એ લોકો ને એટલું કેહવા માગું છું જે લોકો એ કહે છે કે પ્રેમ જેવું કઈ હોતું જ નથી કે પછી પ્રેમ જ નથી હોતો એતો બસ માત્ર એક સેક્સ કે પછી ફીજીકલ રિલેશનશિપ બાંધવા માટે નું એક બહાનું છે તો મિત્ર મારી વાત ધ્યાન થી સાંભળજે. શાહજહાં અને મુમતાજ એક એવું પ્રેમી યુગલ જે પોતાની જ પ્રેમિકા ના વિરહ ની યાદો માં એક એવું પ્રતિક બનાવે છે જેને વર્ષો સુધી બધા પ્રેમ નું પ્રતિક માને છે અને હજુ કેટલા વર્ષો સુધી રેહશે એનો કોઈ અંદાજો નથી. લૈલા અને મજનું આપણા માંથી એમને કોઈ એ જોયા નથી છતાં પણ જયારે એમની વાત આવે એટલે પહેલો વિચાર એ જ જન્મે એમનો પ્રેમ, સરહદ વગર નો પ્રેમ, અતુટ પ્રેમ, ગાઢ પ્રેમ. કેમ? કારણ કે આ જ પ્રેમ છે. જે દેખાતો નથી. જે ક્યારેય કોઈ ની સામે આવતો નથી બસ થાય છે તો મેહસૂસ, એકબીજા ની લાગણીઓથી, એકબીજા ના દિલ માં રહેલી ઊર્મિ ઓના આવરણ પર થી. જ્યાં બીજું કઈ નથી બસ છે તો એક બીજા માટે કઈ પણ કરી છુટવાની ની હિંમત. સમય આવે તો એક બીજા માટે કુરબાન પણ થાય જવાની તાકાત અને એ એમ જ જન્મ નથી લેતી. આ તાકાત નો જન્મ થાય છે વર્ષો કરેલી તપસ્યા ના ફળ રૂપે અહી કોઈ ને એમ જ સાચો પ્રેમ મળતો જ નથી અને જેમણે મળ્યો છે એ લોકો હંમેશા ભગવાન નો આભાર નહી માને તો પાક્કું ચાલશે પણ પોતાના પ્રિયપાત્ર નો આભાર માનવાનું ક્યારેય ચુકતા નહી, કારણ કે પ્રેમ કરવો એ બસ ૨ જ ઘડી નું કામ છે પણ એને નિભાવવો એ માનો તો આખી જિંદગી નું કામ છે. આખી જિંદગી હવે કોઈ એક ના શરીર માં પડ્યા રેહવા નથી માગતું બસ તેમને કોઈ ને કોઈ અલગ વ્યક્તિ જોઈએ જે એમને સમજે. એવું એ લોકો નું માનવું છે હકિકત માં એ બસ મન માં ભરેલી હવસ ના શિકાર બની ગયા હોઈ છે જે એ પણ જાણતા હોય છે પણ જાણી જોઈએ ને એ વાત થઈ અજાણ્યા બનતા રહે છે અને દિલ ને દિલાસો આપતા રહે છે કે હું મારા પાત્ર સાથે હંમેશા લોયલ જ રહ્યો છું. હજુ જો કોઈ ને પ્રેમ વિશે સમજ ના પડી હોય તો એ વ્યક્તિ ના બાળક કે પત્ની ને માત્ર ૧ દિવસ માટે એમને કહ્યા વગર દુર કરી દયો પછી એમની જે હાલત થાય તે જુઓ. બસ આ જ હાલત હોય છે એક પ્રેમી યુગલ ની જેમણે લગ્ન પહેલા પ્રેમ કર્યો હોય છે અને આ આખો સમાજ અને કહેવતો આ પરિવાર એમને દુર કરવા માટે માંથી રહ્યા હોય છે બસ ટૂંક માં એટલું જ કેહવા માગું છું કે તમે જે કરો છો માત્ર એ જ પ્રેમ નથી હોતો આજ ની યુથ જનરેશન કરે છે એ પણ પ્રેમ જ હોય છે બસ અમુક લોકો ની ભૂલ ના લીધે કોઈ નો સાચો પ્રેમ તોડવાની કોશિશ ના કરો પ્લીજ એમને એક ચાન્સ તો જરૂર આપો અને જો નિષ્ફળ જાય તો એ તમને તો દોષ ક્યારેય નહી જ આપે એટલે મહેરબાની કરી ને પહેલે થી જ એમની બદ-દુઆ ઓ ના ટોપલા તમારા માથા પર ના લો.

અસ્તુ.

આ એક એવી વાર્તા છે કે જેમાં બધા ને કોઈ ના કોઈ પાત્ર માં પોતાનું જ પાત્ર જીવાતું હોય એવો અહેસાસ થશે અને ચોક્કસ થશે કારણ કે આ વાર્તા અમુક જિંદગી જીવાતી હોય એમની અને અમુક જિંદગી જે પોતાને જોઈતી હોય એવી કાલ્પનિક અને વાસ્તવિક જિંદગી ઓને સાથે ભેગી કરી થોડી વાર પેલો શરબત વાળો કેમ ગોળ ગોળ ફેરવે એમ ફેરવી ને માત્ર મારા વિચારો ને ભેગા કરી ને બનાવવામાં આવી છે. અહી મારે કોઈ ને દુખ પહોચાડ વાનો કોઈ હક નથી એટલે જો અમુક અંશે તમને દુખ પહોચે તો પહેલે થી જ માફી માગી લવ છું.

આ વાર્તા અમુક સત્ય ઘટના પર પણ આધારિત છે અને સ્ટોરી ના ૬ થી ૭ ભાગ માં રજુઆત થશે.

રાત હવે હું જાવ, હું જાવ એમ કરી રહી હતી અને બારી માંથી અંદર સવાર ડોકિયા કાઢી રહી હતી. સવાર ના એ સોનેરી કિરણો બારી માંથી અંદર પ્રવેશ કરી સીધા વિટામીન ડી. ઉત્પ્પ્ન કરી રહ્યા હતા અને સવાર ના એ કોમળ અને સોનેરી પ્રકાશ માં બંસરી ના સહેજ ભૂરા પડતા વાળ વધુ પડતા ભૂરા દેખાય રહ્યા હતા. સવાર ના સમયે ઉઠવા માટે વાગતી મોબાઇલ ની ઘંટડી પણ રોમેન્ટીક લાગી રહી હતી અને ધીમે ધીમે ચેહરા પર થી ગોદડું ઉઠ્યું અને સવાર પણ ખુશનુમા થઈ ગઈ સવાર જાણે બંસરી ના ઘરે આવી ને વધુ પડતી રોમેન્ટિક બની જતી હોય એવી લાગતું. ચેહરા પર થઈ ગોદડું નીકળી રહ્યું હતું અને સવાર બંસરી નો એ મધુરો ચેહરો જોવા તલપી રહી હતી. આંખ ખુલી અને જાણે સામે બે કાચ ના ગ્લાસ રાખી દીધા હોય એવી ચોખ્ખી, સહેજ બ્રાઉન રંગ ની. સહેજ પોપટ જેવું લાંબુ નાક અને માખણ જેવા ગુલાબી ગાલ જ્યાં એક વાર પણ કોઈ નો હાથ ધીમે થઈ અડી જાય તો લાલ રંગ ઉપસી આવે એવા મુલાયમ, અને જેવું ગોદડું હોઠ સુધી પહોચ્યું એવી જ સવાર ની એક કિરણ દોટ મૂકી ને એના એ ગુલામ જેવા શીતલ હોઠ સાથે ચીપકી ગઈ અને જુદા પડવાનું નામ જ નહોતી લેતી બસ ત્યાં જ અટકી ગઈ અને સવાર ની એ પહેલી મુલાકાત સફળ રહી.

બંસરી, સહેજ ઘઉં વર્ણી ચેહરો પણ એટલી જ ચેહરા પર નમણાઈ, કોઈ પણ પહેલી નજર માં જ તેના પર ફિદા થાય જાય એવો ચેહરો અને તેના થઈ પણ વધુ તેનો એ ફ્રેન્ડલી મિજાજ. ગમે તેને પોતાની વાત માં પરોવી જ દે પછી એ બંસરી સાથે ની પહેલી મુલાકાત હોય જે કોઈ જુનો સબંધ જ કેમ ના હોય.

બંસરી હવે ઊભી થા તારે કલીનીક પર જવાનો સમય થવા આવ્યો છે. “અંદર થી મોટે થઈ અવાજ આવ્યો.”

પણ રૂમ માં તો હજુ બંસરી આળસ ને ગળે લગાડી ને બેથી હતી અને ધીમે ધીમે કરતા બે હાથ હવા માં ઉપર ઉઠ્યા અને આળસ ને બાય બાય કહેવા માટે હવા માં બંને હાથ ને મરોડવા માં આવ્યા અને તે સમયે જે મોઢા ના આકારો બદલાય રહ્યા હતા તે જોવા લાયક હતા. નાક સહેજ ઉપર તરફ ગયું અને હોઠ, હોઠ ને તો કોઈ જોય જાય તો ચૂમ્યા વગર તો ના જ રહે, બંને હોઠ એકબીજા સાથે ચોંટી ગયા અને કોઈ ને ચુંબન આપવાનું હોય એ રીતે હોઠ સહેજ બહાર ની દિશા માં આવ્યા અને એ નશીલી આંખો જોર થી મીંચાય ગઈ.

બસ આ રીતે બંસરી ની થોડી હોટ, રોમેન્ટિક અને થોડી સ્ટ્રેસ ફૂલ સવાર ની શરૂવાત થઇ.

અરરે બંસી તું સાંભળે છે કે નહિ ક્યારની બુમા બુમ કરું છું સવાર ના ૭:૩૦ થયા પછી મને ના કહેતી કેમ મને ના જગાડી એવું.
“ફરી થી અંદર થઈ અવાજ આવ્યો.”

અને બંસરી ના એ ગુલાબ ની પાંખડી જેવા ગુલાબી હોઠ ખુલ્યા અને એ મધુર સ્વર નીકળ્યા.

અરે મમ્મી ઉઠી જ ગઈ છું બસ હવે બાથરૂમ માં જ જાવ છું અને ફટાફટ બાથ લઇ ને તૈયાર થઇ જાવ છું બસ તું મારા માટે નાસ્તો તૈયાર રાખજે મોડું ના કરતી.

આજે શનિવાર હતો એટલે કાલે તો કલીનીક પર રજા જ હતી. બંસરી જલ્દી ફટાફટ બાથ લઇ ને બહાર નીકળી તે હંમેશા બાથ લઇ ને જયારે પણ આવતી ત્યારે તેને કાચ સામે ઉભા રહી ને નખરા કરવા માટે જોઈતા પણ આજે તે જાણતી હતી તે લેટ થઈ રહી છે એટલે કોઈ પણ જાત ના નખરા કર્યા વગર સીધે સીધી શરીર ને કપડા વડે ઢાંકી ને બહાર રસોડા તરફ ચાલી નીકળી.

અરરે મમ્મી મારો નાસ્તો તે રેડી કર્યો છે કે નહી તને ખબર નથી પડતી મારે જવા માં મોડું થાય છે? “બંસરી બોલી.”

હા, અમે તો તારી સેવા માં હાજર જ હોઈએ ને હંમેશા તમે ઓર્ડેર આપો અને અમે તમને પીરસીએ. “મમ્મી બોલ્યા.”

ના મારી વ્હાલી વ્હાલી મમ્મી એવું કાઈ જ નથી અને બંસરી પોતાની મમ્મી તરફ ચાલી અને મમ્મી ને પકડી ને હળવેક દઈ ને ગાલ પર એક ચુંબન આપી દીધું.

તું તો મારું ખુબ જ ધ્યાન રાખે છે મારી સ્વીટ સ્વીટ મમ્મી, તું વહેલા ના ઉઠે તો મારું તૈયાર થવું હરામ થઇ જાય. ”બંસરી બોલી.”

હા, અમારે સવારે જાગી ને તમારું એલારામ બની ને બુમા નાખવાની ત્યારે તમે જાગો.

“સોરી.” બંસરી બોલી.

બંસરી એ પોતાનું મોં નાના છોકરા ની જેમ ફુલાવ્યું.

બસ હવે બોવ નખરા ના કરીશ, નહિતર મોડું તો થાય જ છે પાછુ વધુ મોડું થશે. “મમ્મી બોલ્યા.”

હા, હું ફટાફટ નાસ્તો કરી લાવ અને નીકળી જવ મારા કલીનીક માટે.

બંસરી નાસ્તો કરી ને પોતાના કલીનીક તરફ જવા માટે નીકળી અને લગભગ સવાર ના ૮:૩૦ વાગી ચુક્યા હતા અને તેના કલીનીક ઓપન થવાનો સમય ૯ વાગ્યા નો હતો. હવે તેને કોઈ પણ જાત નું ટેન્શન ના હતું કારણ કે તેના મમ્મી ના લીધે તે હવે એકદમ બરાબર સમય પર કલીનીક પહોંચી જવાની હતી.

તે રસ્તા માં તેની મમ્મી નો આભાર માની રહી હતી. તે વિચારી રહી હતી અત્યારે તો એટલા જલસા વળી જિંદગી છે પણ જયારે લગ્ન થઈ જશે ત્યારે કેમ થશે સવારે વહેલા ઊઠવાનું પોતાનો નાસ્તો તો બનાવવા નો જ પણ સાથે સાથે પતિદેવ નું પણ ધ્યાન રાખવાનું. આ જલસા વળી જિંદગી હવે વધુ સમય તેની પાસે ના હતી એ બંસરી પણ જાણતી જ હતી, પણ અત્યારે તે પોતાની મમ્મી ની છત્ર છાયા માં પોતાની જિંદગી પૂરી રીતે એન્જોય કરવા માગતી હતી અને કરતી પણ હતી જ.

એટલી વાર માં તે પોતાના કલીનીક પર પહોંચી ગઈ અને પોતાના રોજીંદા કામ માં પરોવાય ગઈ. સવારે જઇ ને જ થોડું વધુ પડતું કામ આવતું હાથ માં એટલે વધુ કઈ વિચારવાનો સમય ના રહેતો બંસરી પાસે.

સવાર સવાર માં એક દર્દી આવ્યો. દર્દી એક જ હતો પણ સાથે તેમના પતિ પણ હતા એવું બંસરી ને લાગ્યું તે પેહલા સીધા જ બંસરી પાસે આવ્યા કારણ કે સવાર માં સૌથી પહેલા બંસરી જ આવતી અને પછી દોક્ટર સાહેબ આવતા હજુ બંસરી બધું સીખી રહી હતી.

હલો મેડમ, દોક્ટર સાહેબ આવી ગયા છે? “દર્દી ની સાથે આવેલા જે ભાઈ હતા તે બોલ્યા.”

ના બસ હમણાં આવતા જ હશે.

થોડું જલ્દી કરાવજો ને, મારી પત્ની ગર્ભવતી છે અને તેને બહુ દુખાવો થઇ રહ્યો છે તે આજ સવાર ની બહુ પીડા સહન કરી રહી છે. તમે એક વાર દોક્ટર સાહેબ ને પૂછી લેશો કે કેટલો સમય લાગે એમ છે તો તમારો ખુબ આભાર રેહશે મારા પર. “તે ભાઈ બોલ્યા.”

એક મિનીટ.

બંસરી એ ફટાફટ સાહેબ ને ફોન કર્યો અને ક્યારે પહોચશે કલીનીક પર તેની માહિતી લીધી.

સાહેબ બસ રસ્તા માં જ છે હમણાં ૧૦ મિનીટ માં જ પહોંચી જશે. “બંસરી એ કહ્યું.”

હા ખુબ ખુબ આભાર તમારો.

હું તમારી એપોઈન્મેન્ટ લખી લવ એટલે તમારે વધારે રાહ ના જોવી પડે અને સાહેબ આવે એટલે તમારો વારો જ આવી જાય સીધો. તમારી પત્ની નું નામ કેહ્શો?

માનસી.

અને તમારું? ”બંસરી બોલી.”

અવિનાશ સોજીત્રા.

કેટલા મહિના થાય છે માનસીબેન ને?

૮ મો ચાલી રહ્યો છે. આ જોઈ લ્યો હું મારી ફાઈલ પણ સાથે જ લાવ્યો છું.

બંસરી એ ફાઈલ લીધી અને વિગત ભરી ને બધું તૈયાર કરી આપ્યું.

બસ હવે સાહેબ આવે એટલે બોલાવે એટલે તમારો જ વારો પેહલા આવી જશે. હવે તમે તમારી પત્ની પાસે જઇ ને બેસી શકો છો. “બંસરી બોલી.”

બંસરી એ પોતાની થોડું ઘણું કામ જે બાકી હતું તે પતાવ્યું અને ટેબલ પર બેથી અને તેની નજર એ અવિનાશ અને માનસી પર જઇ ને ઊભી રહી ગઈ.

બંસરી એ માનસી ના ચેહરા પર તેણે થતા દર્દ ને સાફ જોઈ શકતી હતી અને અવિનાશે માનસી નો એક હાથ પોતાના હાથ માં પકડી રાખ્યો હતો અને માનસી ને હિંમત આપી રહ્યો હતો. માનસી ના ચેહરા પર દર્દ છલકાઈ રહ્યો હતો જયારે અવિનાશ ના ચેહરા પર પપ્પા બનવાની ખુશી દેખાય રહી હતી પણ તે એક સેકંડ માટે પણ માનસી નો હાથ મૂકી નહોતો રહ્યો.

માં બનવાની ખુશી તો કઈ સ્ત્રી ને નથી હોતી લગભગ એ સ્ત્રી માટે ની એક પ્રથમ જરૂરિયાત હોય છે અને સૌથી વધુ ખુશી આપતો એક નવો સબંધ. કોઈ નો મીઠો મધુરો અવાજ એક માં ના કાન માં પડે અને એ માં પોતાના બધા જ દુખો ભૂલી ને પોતાના બાળક માં ખોવાય જાય એ એક માં અને તે જ ખુશી બંસરી માનસી ના ચેહરા પર પણ જોઈ રહી હતી.

એટલા માં જ દોક્ટર સાહેબ આવી ગયા અને એક મધુર અને મીઠા દ્રશ્ય નો અંત હવે નજીક હતો અને તે અંત લગભગ આજે વધુ સુખમય બનવાનો હતો.

સાહેબ એ માનસી અને અવિનાશ ને અંદર બોલાવ્યા અને બંસરી નું મન પાછુ ફરતું ફરતું ત્યાં જ અટકી ગયું.

માં બનવાની ખુશી કેટલી સુંદર હશે. તે પણ માં બનવા માગતી જ હતી પણ બિલકુલ પોતાના મમ્મી જેવી જ કોઈ પણ ફેરફાર વિના.

માં બનવા પહેલા થતો એ અસહ્ય દુખાવો અને લગભગ ૩૦ થઈ ૩૫ મિનીટ માં જ એ દુખાવા નો એકદમ અંત આવી જાય. પુરા ૯ મહિના નું રીઝલ્ટ. બધા ને સફળ નથી નીવ્ડતું અમુક એ રીઝલ્ટ માં પણ નાપાસ થતા જોવા મળે છે પણ અહી જે પાસ થાય છે એમની વાત છે પુરા ૯ મહિના પછી ફાયનલી એ સમય આવી જાય છે અને ૩૦ થઈ ૩૫ મિનીટ પછી ભાવના ઓનું એવું મિશ્રણ થાય છે એક ના ચેહરા પર આંસુ સાથે મોટું એવું સ્મિત અને બીજા નો ચેહરો રોય રોય ને લાલ ઘૂમ થઇ જાય અને એ માં અને દીકરા વચ્ચે નો પહેલો એવો સીન છે જયારે માં અંદર થઈ ઈચ્છે છે કે તેનું બાળક રડે જોર જોર થઈ બુમો પાડી ને રડે અને જયારે માં એ અવાજ સાંભળે છે રડવાનો ત્યારે એ સ્ત્રી એટલી ખુશ થાય છે કે એણે એવી ખુશી લગભગ જિંદગી માં પહેલા ક્યારેય નહિ મળી હોય.

આંસુ અને સ્મિત સાથે મોટે મોટે થી રડવાનો અવાજ.

વધુ આવતા અંકે...