mari drashtiae in Gujarati Magazine by Rupesh Gokani books and stories PDF | મારી દ્રષ્ટીએ....

Featured Books
Categories
Share

મારી દ્રષ્ટીએ....

નામ – રૂપેશ ગોકાણી

Contact no. – 80000 21640

આર્ટીકલ નું નામ - મારી દ્રષ્ટીએ

૧ સફળતા ૨ પ્રેમનું બીજુ નામ એટલે મારા પપ્પા

સફળતા

સફળતા એટલે શું? સફળતાનો અર્થ આમ જોવા જઇએ તો જીવનમાં કંઇક મેળવવું.’To be achieve something’ કોઇ એક ક્ષેત્રમાં નિપુણતા હાંસલ કરવી કે આગેકૂચ કરવી. આજે દુનિયામાં દરેક વ્યકિત સફળતા મેળવવા ઇચ્છે છે.પરંતુ સફળતા પ્રાપ્ત કરીને માણસ ખરેખર શું મેળવવા ઇચ્છે છે એ કોઇ સમજી શકતું નથી બધાને પુષ્કળ ધન વૈભવ નામના જોઇએ છે. પરંતુ એના માટે કોઇ ચોક્ક્સ રસ્તાની તેઓની ખબર નથી. કોઇને પુષ્કળ ધન મેળવવાની ઇચ્છા હોઇ તો તે લોટરી સટ્ટો કે બીજા એવા આડા રસ્તા અપનાવે છે. કોઇને નામનાની જરૂર હોઇ તો તે થોડુ ઘણું દાન આપીને પોતાના નામની તકતીઓ બનાવી શકે છે.કોઇ નાનું મોટુ કાર્ય કરીને નામના મેળવવા પ્રયત્ન કરે છે. પણ આમને આમ જ જીંદગી પુરી થઇ જાય છે અને મુત્યુ દરવાજો ખખડાવતુ સામે ઉભુ રહી જાય છે.આપણી ઇચ્છાઓ,અપેક્ષાઓ આપણી સાથે જ જતી રહે છે. તો આ બધી પરિસ્થિતીમાં આપણે કરવું શુ? ચાલો એ આપણે જોઇએ.દુનિયામાં અનેકવિધ પ્રકારનાં માણસો વસે છે.સાથે સાથે તેઓ જુદી જુદી જગ્યાએ જુદી જુદી જવાબદારી સાથે રહે છે.તેમાંથી દરેક વ્યકિત સચીન તેંડુલકર,સલમાન ખાન.નરેન્દ્ર મોદી,આઇંસ્ટાઇન કે ચેતન ભગત બની શકતી નથી.દરેક વ્યકિત ગોતમ બુધ્ધ ની જેમ ગ્રુહત્યાગ પણ કરી શકતી નથી.તો આ બધી જવાબદારીઓ સાથે સફળતા મેળવવા કરવું શુ? આપણે આ બધા ગુંચવાડામાંથી નીકળી ચાલો એક માર્ગ અપનાવીએ.તમે ચાહે એક વિધ્યાર્થી ,ગ્રુહિણી ,નોકરીયાત , વ્યવસાયિક સ્ત્રી કે પૂરૂષ, યુવાન કે કિશોર ,ગમે તે વય ,જાતિ કે વ્યવસાયના હોવ ગમે તે જગ્યાએ રહેતા હો પરંતુ તમે તમારા કાર્યમાં નિપુણતા મેળવી લો અને સતત આગળ વધતા રહો. અને તેના માટે જરૂરી તમામ જ્ઞાન મેળવી લો તો દરેક શિક્ષક ડો.રાધા ક્રુષ્નન બની શકે. દરેક ગ્રુહિણી કલ્પના ચાવલા , પ્રતિભા પાટીલ બની શકે. દરેક વિદ્યાર્થી ધીરૂભાઇ અંબાણી કે બીલ ગેટસ કે ઝવેરચંદ મેઘાણી બની શકે. આ માત્ર ટાઇમપાસના વિચારો નથી. પરંતુ સફળતાની સરળ અને અસરકારક ચાવી છે. જેમ ગણિત 1+1=2 અને 1 અને 1 =11 થાય તેમ આ પણ એટલુ જ સરળ છે . અને ઘણા બધા સફળ વ્યકિતઓના મત મુજબ અસરકારક પણ છે. પરંતુ આ ચાવી છે શું? તેમાં ખરેખર કરવાનું શું? તમારો સાહજિક રીતે આ જ હશે. ચાલો આપણે એ સફળતાની આ સરળ તથા અસરકારક ચાવી વિશે જાણીએ. સૌ પ્રથમ તો તમે જે પણ ક્ષેત્રમાં હો કોઇ પણ જાતિ (સ્ત્રી- પુરૂષ) કે ઉંમરના હોવ તમે એક ધ્યેય નક્કી કરી લો. આ ધ્યેય જેમ બને તેમ વાસ્તવિક તથા ટુંકા ગાળાના હોય તે ઇચ્છનીય છે.ધારો કે તમે એક વકિલ છો . તમારે ખુબ નામના મેળવવી છે,તો તમારે શું કરવું? તમે એક વિદ્યાર્થી છો અને સારા ગુણાંક મેળવવા છે તો તમારે શું કરવુ? દ્રઢ ઇચ્છાશકિત દ્વારા ગમે તેવા ધ્યેયો હાંસલ કરી શકીએ છીએ. એટલે કે આપણે અર્ધજાગ્રત મનનો ઉપયોગ કરીને આપણા ધ્યેયો પ્રુણ કરી શકીએ છીએ તથા જીવનમાં પુષ્કળ ધન, વૈભવ તથા સફળતા સરળતાથી મેળવી શકીએ છીએ.પરંતુ આ બધાની પહેલા એક વાત સમજી લઇએ જીવનમાં પૈસાથી જ સુખ કે આંતરિક શાંતિ ખરીદી શકાતી નથી . ખોટી રીતે તથા ખોટા રસ્તાથી મેળવેલ ધન કે યશ દુ:ખ અને અશાંતિ જ આપે છે.એક દિવ્ય શકિત આ દુનિયાને ચલાવી રહી છે.જો તમે આધ્યાત્મીક વિચારસરણી ધરાવતા હો તો ઇશ્વરમાં શ્રધ્ધા રાખતા હો તો એક વાત સમજી લો કે બેઇમાની થી મેળવેલું ધન કે કિર્તી તમને કયારેય સુખ શાંતિ મેળવવા દેતુ જ નથી. શરૂઆતમાં તમને કાંઇ ખબર પડતી નથી અને ખુબ જ સારુ લાગે છે. થોડું ઘણું સુખ પણ મળે છે. પરંતુ અંતે તો દુ:ખ, નિરાશા, નિષ્ફળતા અને અશાંતિ જેવી અસંખ્ય સમસ્યાઓમાં આપણે ફસાવવુ જ પડે છે. અવકાશમાં રહેલી દિવ્ય શકિત તમારા બધા કર્મોની નોંધ રાખે છે અને તે પ્રમાણે ફળ આપશે જ. તમે આધ્યાત્મીક વિચારસરણી ધરાવતા નથી અને ઉપરની બાબતોમાં વિશ્વાસ રાખતા નથી છતાંય પ્રક્રુતિ ના નિયમ મુજબ જેમ સફેદ રંગ ઠંડક આપે છે અને કાળો રંગ ગરમી આપે છે . જેમ સુંદરતા બધાને ગમે છે અને કદરૂપતા નથી ગમતી જેમ મીઠી સુંગધ આપણે આનંદ આપે છે અને દુર્ગઁધ ગમતી નથી તેવી જ રીતે સારા અને સાચા રસ્તેથી મેળવેલ ધન અને કિર્તી જ શાંતિ અને સંતોષ પ્રદાન કરશે .

આથી સાચી રીતે શાંતિ અને સુખરૂપ જીવન જીવવુ હોય તો આપણે સાચા અને પ્રમાણિક રસ્તે પ્રયાસો કરવા જોઇએ. સતત પ્રયત્નો કરતા રહેવાથી એક દિવસ આપણે જરૂર સફળતા અને સુખ એક સાથે મેળવી શકીશુ.

* * * * * * * * *

પ્રેમનુ બીજુ નામ એટલે પપ્પા

પપ્પાને અંગ્રેજીમાં FATHER કહેવાય છે father એટલે

f- faithful

a-always there

t-trust worthy

h- honoring

e- ever loving

r- righteous

s- supportive

મમ્મી જ્યારે રસોઇ બનાવે છે ત્યારે આપણને ભાવે નહી તો બીજી રસોઇ બનાવીને આપણને જમાડે છે.આપણને ક્યારેય ભુખ્યા રહેવા દેતી નથી.આપણા પર સદાય સ્નેહનો ફુવારો વર્ષાવતી જ રહે છે. જ્યારે પપ્પા છાનામાના દિલના ખુણેથી બહારથી કઠોર દેખાય અને આપણે મારીને અને ખીજાઇને આપણા માટે આખુ જીવન કુરબાન કરી દે છે.પપ્પા તો પપ્પા જ છે.તે સ્નેહની એવી સરવાણી છે જેના માટે લખવા માટે શબ્દો શોધવા અઘરા છે.દરેક સંતાનનો પ્રથમ પુરૂષ એકવચન એટલે પપ્પા. જીવનમા મોટી મોટી મુસિબતો સામે પહાડ બનીને ઉભા રહેતા પપ્પા,ઘર આખાનો ભાર ઉપાડતા પપ્પા,કઠોર બનીને પણ મીઠો પ્રેમ કરે તે પપ્પા.આંગળી પકડીને ચાલતા શીખવાડવાથી માંડીને દુનિયાની હરિફાઇ સુધી દોડતા કરનાર એ પપ્પા જ છે. દુનિયામા લાવનાર પણ એ પપ્પા જ છે.અને દુનિયામા જીવતા શીખવનાર પણ પપ્પા જ છે.કાલુ ઘેલુ બોલતા શીખવનાર અને દુનિયા સામે પડકાર ફેંકવાનુ શીખવનાર એ પપ્પા જ છે. તેને બાપુજી કહીને કે પપ્પા કહીએ કે પા કહીએ,તેના સ્નેહની સરવાણીમાં ક્યારેય ફરક પડતો નથી.બહારથી ભલે ગમે તેવા કઠોર દેખાય પરંતુ બે પ્રેમના શબ્દોથી પીગળી જાય એ ફક્ત પપ્પા જ છે. પપ્પા એ એક એવો શબ્દ છે જે માત્ર અઢી અક્ષરનો છે છતા બહુ ભારેખમ છે.માતા વિષે તો આ જગતમા ઘણુ લખાયુ છે પણ પિતા વિષે બહુ ઓછુ લખવામા આવે છે. પપ્પા એ એવે વ્યકિત છે જે આપણને છાના છાના પ્રેમ કરે છે અને જેના દિલમા આપણા પ્રત્યે ખુબ દુલાર છે,છતા પણ એ બહારથી તો કઠોર દેખાવાનો આખી જીંદગી પ્રયત્ન કરે છે

પપ્પાના મજ્બુત ખભા પર બેસીને સંતાન આ દુનિયા જુવે છે અને તેના ખભા પર માથુ રાખીને જીવનમા આવેલી મુશ્કેલીઓ વખતે તેનુ સંતાન રડે પણ છે..બાળપણમા જ્યારે ચાલતા ન આવડતુ ત્યારે તેમની આંગળી પકડીને ચાલતા શીખનાર સંતાનો પર આખી જીંદગી તેનો હાથ ફરતા સુકુન અને ચેન મળે છે તે બીજે ક્યાંય જોવા મળૅતુ નથી. પપ્પાના ગુસ્સામા અને તેમના મારમા પણ પ્રેમ હોય છે .બાળકમા સારા સંસ્કારોનું સિંચન કરવાની સાથે સાથે તે સંતાનને અન્યાય સામે લડત આપવાનુ પણૅ શીખવે છે. સેવાભાવી મનુષ્યો સમાજ માટે ઘણી સેવા કરે છે અને ઘણી નામના મેળવે છે પણ પિતા એ એક એવી વ્યકિત છે જે નિઃસ્વાર્થ ભાવે તેના સંતાનોને સારા અને સાચા રસ્તે ચાલવા પ્રેરે છે.સંતાનોની નાની કે મોટી ઇચ્છા પુર્ણ કરવા પોતાનુ સંપુર્ણ જીવન નીચોવી દેવા પણ તે તૈયાર થઇ જાય છે.

આજના જમાનામા આપણે જોઇએ છીએ કે આજે વૃધધાશ્રમ અને અપના ઘર જેવી સંસ્થાઓમાં કેટલાય માતા-પિતા રહે છે કે જેમના સંતાનો બહુ ઉચ્ચ ડીગ્રી ધરાવી ઉચ્ચ હોદ્દાઓ પર બેસી ગયા છે.તેમને આજે એ ભુલાઇ ગયુ છે કે તેના પિતાએ જો તેમને ભણાવ્યા ન હોત તો આજે તેઓ પણ ચાર રસ્તામાં ખુણામા પાનની લારી નાખી બેસી પાનમા ચુનો લગાવી રહ્યા હોત.આજે ઘણા સંતાનોને તેમના માતા-પિતાને સાથે રાખવાથી ચીડ ઉત્પન્ન થતી હોય છે.પણ એ જ સંતાનો એ યાદ નથી રાખતા કે જ્યારે તેનો જન્મ થયો હતો ત્યારે એ જ મા અને એ જ બાપે તમારા મળ મુત્ર સાફ કર્યા છે.તેણે એવુ નથી જોયુ કે આજે સારો પ્રસંગ છે ઘરે આટલા મહેમાનો છે તો ભલે તેનુ સંતાન મુત્રમાં પડી રહે. મા-બાપના તો જેટલા ગુણ ગાઉ તેટલા ઓછા જ છે.આપણે તેના ઋણી છીએ અને તે ઋણ આપણે આજીવન તમની સેવા કરીએ તો પણ ચુકાવી શકતા નથી અને ચુકાવી શકવાના પણ નથી..