Rugnaalay in Gujarati Magazine by Hello Sakhiri books and stories PDF | રુગ્ણાંલય - “માતૃત્વ”: મળ્યું છે તો માણી લઈએ.

Featured Books
Categories
Share

રુગ્ણાંલય - “માતૃત્વ”: મળ્યું છે તો માણી લઈએ.

અંકઃ ૧૩ મે, ૨૦૧૬.

હેલ્લો સખીરી..
સખીઓનું ઈ-સામાયિક..

‘હેલ્લો સખીરી”નો. એક વર્ષ સળંગ માસિક ઈ-સામાયિકરૂપે ૧૨ અંક પ્રગટ થયા અને હવે…..

જી હા, પખવાડિકપણે હેલ્લો સખીરી આપનાં મોબાઈલ ફોનમાં માતૃભારતી ઈબુક્સ એપ્સનાં સૌજન્યથી પ્રકાશિત થશે. એક નવા અંદાઝમાં. એક લેક – એક ઈબુક એમ શ્રેણીબદ્ધ સ્વરૂપે પખવાડિયે એકેક! જાણે કે તમે એ ઈ મેગેઝિનનું જૂદું પાનું જ વાંચી રહ્યા હોવ એવું લાગશે. છેને નવતર આભિગમ!



રુગ્ણાંલયઃ ડો. ગ્રીવા માંકડ
info@homeoeclinic.com

“માતૃત્વ”: મળ્યું છે તો માણી લઈએ.

મે મહિનો એટલે ભયંકર ઉનાળો, મે મહિનો એટલે બાળકને બાળપણ ભરપૂર જીવવા માટેની સ્વતંત્રતા સમું વેકેશન. મે મહિનો એટલે મધર્સડે પણ.

માતૃત્વ એ સ્ત્રીનો પુનર્જન્મ છે.સૃષ્ટિપરના ઈશ્વર દ્વારા થતા તમામ સર્જન એક તરફ ને એક સ્ત્રીને માં થઇ શકવાનું અપાયેલ ઉચ્ચતમ વરદાન બીજી તરફ!પ્રસૂતિની પીડા અને શિશુપાલનની જવાબદારી સંપૂર્ણ નિઃસ્વાર્થ ભાવથી નિભાવી શકે એ માટેના તમામ ગુણોથી એક સ્ત્રીએના અસ્તિત્વની સમજ આવે ત્યારથીજ સજ્જ હોય છે.

હા, એ માટે પોતાના સ્ત્રીત્વ વિષે સજાગ હોવું એ ટીનેજથી જ સમજાવાય એ ખુબ જરૂરી છે નહીતો અધૂરા ઘડતરવાળી સ્ત્રી જયારે માતૃત્વ ધારણ કરે છે ત્યારે બાળક, માતા, કુટુંબ અને સમાજ બધાને સરવાળે નુકશાન વેઠવાનું આવે છે.

મારા કન્સલ્ટેશન રૂમમાં નોંધાયેલ એવા કેટલાક વિશિષ્ટ કિસ્સાઓની છણાવટ કરીએ અને જો લઇ શકાય તો થોડીક સમજૂતી પણ લઇ લઈએ

લગભગ બે વર્ષ પહેલા એપોઇન્ટમેન્ટ લેવા આવેલો ફોન મને બરાબર યાદ છે. એ વખતે અન્ય દરદીની તકલીફ જાણવામાં હું વ્યસ્ત હતી ને એ ફોન પર ૨૪ વર્ષની યુવતીએ મને પૂછ્યું તમે મારી મોટી બહેનને એકદમ સારું કરી દીધું, પણ તમે મને ઠીક કરી શકશો? એના અવાજમાં છુપી ચિંતાનો સ્વર કળી શકાતો હતો. તમારી તકલીફ જણાવો, જે પણ હશે હું એને દૂર કરવાનો બનતો પ્રયત્ન કરીશ. એવો મારો જવાબ સાંભળી થોડું ખચકાઈને સમસ્યાઓ વિષે કહ્યું.

એ બહેનને સમસ્યા હતી IBS(ઈરીટેબલ બોવેલ સિન્ડ્રોમ)ની. એટલે કોઈ અગમ્ય કારણોસર આંતરડાની ગતિવિધિ વધી જવાને પરિણામે ઝાડા થવા. હવે જેમ થોડા ઊંડાણથી હિસ્ટરી સમજવા વધુ પુછતા એ યુવતીને ડીલીવરી પછી થઇ ગયેલા ડીપ્રેશનને મટાડવા લેવી પડેલી મનોચિકિત્સકની દવાઓ તેમજ અન્ય દવાની વિગતો ખુલી. એમના ડિપ્રેશનનું કારણ હતું એમનું બાળક દંપતીના પરસ્પર સંબંધ વચ્ચે બાળક બાધરૂપ છે એવું એમને લાગતું. એ બાળક માટે સતત આપવો પડતો સમય જાણે ઉર્જા એ યુવતી માટે તદન અસ્વીકાર્ય બની ગયા. એટલું જ નહિ પણ આ લાગણી આગળ વધતા પોતાના જ બાળકનો તિરસ્કાર કરવા સુધી વિફરી. પરિણામે, એ બાળકને માતા તરફથી લાગણીનો વ્યવહાર તો બંધ થયો જ પણ માતા સાથેના અનન્ય જોડાણ રૂપી સ્તનપાન પણ એને નસીબ ન થયું. અને મન તથા શરીર બન્નેથી માતાથી અલગ થઇ જવાનો સમય આવ્યો. અહી એ કુમળા બાળકના મનની સ્થિતિ કે અનુભવના પડઘા કેવા હોઈ શકે એ તો અખો અલગ જ વિષય છે પણ વાત છે એ માતાની મનઃસ્થિતિની!

બીજો એક આ પ્રકારે કિસ્સો કે જેમાં એક ૪ મહિનાની દીકરીનીમાં મારી પાસે એની શરદીની તકલીફની સાથે સાથે એ બાળકી માટે કોઈ સ્ટ્રોંગ સ્લીપિંગ પીલ્લ્સ લઇ જવાની ઝંખના સાથે આવી, અને કારણ એટલું કે એ બાળકી સવારે ઘસઘસાટ સુવે અને આખી રાત જાગે જેથી મને સુવા જ નથી દેતી! બસ પછી શું? મેં એમને સમજૂતી આપી બાળકની તાસીર વિશેની.

“એ તમારા પ્રમાણે એડજસ્ટ ન થાય, પણ એના પ્રમાણે તમારે અલબત માં એ એડજસ્ટ થવાનું હોય!”

વધુ એક આજની માતા દ્વારા મારા કન્સલ્ટેશન રૂમમાં જ બોલાયેલ એક વાક્ય, “મને પણ બાળક હોય એ ગમે પણ, એ બાળકનો ઉછેર કેટલો બધો સમય ને ઉર્જા ખાઈ જશે! તો મારા વેલ સેટ કરીઅરનું શું?” એ વિચારે જ બાળકનું પ્લાનિંગ અમે ટાળી રહ્યા છીએ.” દ્વારા મારું મન પણ એ કેસ પત્યા બાદ વિચાર કરતુ થઇ ગયું.

આ બધા કિસ્સાઓ દ્વારા મારો હેતુ માતાઓ સામે કોઈ મોરચો ઉઠાવવાનો નથી કે મારો કોઈ પ્રત્યેનો અંગત અણગમો પણ નથી. પણ, હા દુખદ આક્રોશ જરૂર છે. આ વાંચીને તમારા મનમાં પણ મારા મન જેવો જ સળવળાટ જરૂરથી થતો હશે! શું માતૃત્વ ધારણ કરવું અને એ બાળકને સારા સંસ્કાર આપી, ઉછેરી, એક યોગ્ય વ્યક્તિ બનાવવું એ સમય ઉર્જા ખાઈ જતી ઘટના છે? એ માટે ખર્ચાતા સમયની ક્ષણે ક્ષણ એ ૧૦થી ૬ની નોકરીમાં પસાર કરવા કરતા ઓછી મૂલ્યવાન છે? બાળકનો યોગ્ય ઉછેર તો એક સ્ત્રીની માતા તરીકેની કળાને કસોટીમાં મૂકી દેતી જીવનની પરીક્ષા છે. બાળકના ઘડતરની સાથે સાથે મા પણ એ તમામ પાસાઓમાં ઘડાય છે. કદાચ એક સ્ત્રી બાળકના શ્રેષ્ઠ ઘડતરને જ પોતાના જીવનનું ધ્યેય બનાવીને કાર્યક્ષેત્રનો થોડો ઘણો ભોગ આપીને બનતું કરી છૂટે તો શું એ ઓછી સફળ કહેવાશે કે એના જીવનનો સમય વેડફાયો કહેવાય?

કન્સલ્ટેશન રૂમની જ વાત કરું તો એવાય ઘણા કિસ્સાઓ પણ સાંભળ્યા છે; જેઓએ માતૃત્વ ધારણ કરીને કેટલાક વર્ષ તો બાળ ઉછેરને જ પ્રાધાન્ય આપવા માટે પોતાના કાર્યક્ષેત્રના ખૂબ ઊંચા હોદ્દાનો અસ્વીકાર કર્યો હોય કે ત્યાગ કર્યો હોય. આવી આદર્શ પરિસ્થિતિને સફળતાપૂર્વક નિભાવતી એ તમામ માતાઓને એમના વિવેક માટે સલામ.અહી કોણ કેટલો ભોગ આપીનેઉછેરે છે એનું મૂલ્યાંકન કરી નાંખવાનો હેતુ નથી મારો. દરેક એમના સમય સંજોગ અને મનની સ્થતિ મુજબ માતા તરીકેની ફરજ બજાવે જ છે. પરંતુ વાત છે. આજના સમયની જયારે માનસિક, આર્થિક અને સામાજિક રીતે પગભર થઇ ગયેલી માતાઓના એવા ભાવ અને મહત્વાકાંક્ષા વિષેનીજેમાતા બાળકના હૂંફભર્યા સંબંધોમાં એક છૂપો અભાવ ઉત્પન્ન કરી શકે એમ છે. સ્ત્રીને જરૂરછે માતા તરીકેની પોતાની વિવેકબુદ્ધિની અને સભાનતાની. જે કુનેહ એ પોતાના કાર્યક્ષેત્રમાં દાખવી જાણે છે બસ એ જ પ્રકારે જીવનનોકેટલોક સમયમાં તરીકેની ફરજ અદા કરવાની કુશળતા પણ મનથી કેળવી લે બાકી બાળક મોટું તો બેબી સીટર પણ કરી શકે છે!

એક સ્ત્રીની સફળતાને જયારે બિરદાવવાની આવે ત્યારે તેએક મા તરીકે કેટલી સફળ રહી એ સૌપ્રથમ જોવાય છે, બાકી એ અન્ય રીતે તો સફળ હશે જ.

બસ દરેક સ્ત્રી પોતાની ડિગ્રી, હોદો, કમાણી વગેરે જેવા આવરણની અંદર છુપાયેલ એક મા તરીકેના અઢળક સ્નેહને વહી શકવાની છૂટી જગ્યા આપી દે... મધર્સડે પર તમામ વાચક માતાઓને અને આપણા બધાની માતાઓને પણ વંદન.

Being a full-time mother is one of the highest salaried jobs... since the payment is pure love. - Mildred B. Vermont