અંકઃ ૧૩ મે, ૨૦૧૬.
હેલ્લો સખીરી..
સખીઓનું ઈ-સામાયિક..
‘હેલ્લો સખીરી”નો. એક વર્ષ સળંગ માસિક ઈ-સામાયિકરૂપે ૧૨ અંક પ્રગટ થયા અને હવે…..
જી હા, પખવાડિકપણે હેલ્લો સખીરી આપનાં મોબાઈલ ફોનમાં માતૃભારતી ઈબુક્સ એપ્સનાં સૌજન્યથી પ્રકાશિત થશે. એક નવા અંદાઝમાં. એક લેક – એક ઈબુક એમ શ્રેણીબદ્ધ સ્વરૂપે પખવાડિયે એકેક! જાણે કે તમે એ ઈ મેગેઝિનનું જૂદું પાનું જ વાંચી રહ્યા હોવ એવું લાગશે. છેને નવતર આભિગમ!
ઓળખાણઃ કુંજલ પ્રદીપ છાયા
fmales.group@gmail.com
ત્રણ પેઢી છે સખીઓ એકબીજાની.
દુનિયાનાં ગમેતે દેશની નારી હોય પણ એણે પોતાનાં નાનપણમાં ઢીંગલી સાથે સમય વિતાવ્યો જ હશે. એ શું દર્શાવે છે? દિકરી પોતાનાં બાળપણથી જ મમતાની લાગણી અનુભવતી હોય છે. ઢીંગલીને એજ રીતે તે નવરાવે, જમાડે કે તૈયાર કરતી હોય જે રીતે એની મા તેને..! આ બધુંજ સહજપણે તે નિરીક્ષણ કરતી હોય સાથેસાથે મમત્વનાં પાઠ સ્વાભાવિક રીતેજ શીખી જતી હોય છે. રમતવાતમાં જ સ્ત્રી સહજ અસ્તીત્વ તે અપનાવી લે છે. હરેક સ્ત્રીને થવું ગમે છે; મા.
માતૃત્વનું ઋણ એક બાળક ક્યારેય ન ચૂકવી શકે એમાંય જો સંવેદનશીલ નારીએ આ ફરજ બજાવવાની હોય તો એ જરા વધુ લાગણીસભર થવાની જ. હેલ્લો સખીરીની શરૂઆત માતૃદિનની ઉજવણી બાદ થઈ હતી એ અવસર જાણે નિમિત્ત બની રહ્યો અને એટલે જ પ્રથમવર્ષ પૂર્ણ થતા ફરી માતૃવંદના હેતુ અંકનું આયોજન કરવા બદલ અમે જાતને ન રોકી શક્યાં.
આજે એક સરસ મજાની બેલડી નહીં પણ ત્રણ પેઢીની સખીઓ સાથે ઓળખાણ કરાવવી છે. બે મમ્મી અને બે દીકરીઓ એમ ત્રણ સખીઓની વાત કરવી છે આજે. અરે તો એ ત્રણ કેમ થયા?
સષ્ઠીપૂર્તિ કરેલ મા કે જેઓ સતત કાર્યશીલ છે. એમની ચાલીશીને આરે છતાંય નવયૌવના સમું જોમ ધરાવતી દીકરી. અને વળી એ દીકરીનીય નાનકડી ઢીંગલી જેવી રૂપકડી બેબલી! એ ત્રણેય જાણે એકમેકનું પ્રતિબિંબ.
સાઠ દાયકા પહેલાં જન્મેલ સ્ત્રી એમનાં જમાનામાં એમ.એ.બી.એડ કરે અને સાથોસાથ જર્નાલિઝમનો પણ અભ્યાસ કરે. પોતાનું ગૃહિણી તરીકેની ફરજ બજાવવાની સાથે સરકારી ખાતું પી.ડબ્લ્યુ.ડીમાં ફરજ બજાવીને વર્ગ – ૩નાં ઓફિસર પદેથી નિવૃત્ત થયાં. ‘પરાકાષ્ઠા’ નામે સન ૧૯૮૬માં એમનું પ્રથમ નવલિકા સંગ્રહરૂપે પુસ્તક બહાર પડ્યું. જી, અમદાવાદનાં રહેવાસી શ્રીમતિ જ્યોતિબેન ભટ્ટની વિશે વધુ જણાવતા ખૂબ ગર્વ અનુભવાય છે કે એઓ હેલ્લો સખીરી ઈ સામાયિક જ નહી બલ્કે માતૃભારતીમાં પણ ખૂબ સક્રીય વડીલ લેખિકાનાંરૂપે એમની અનુભવી કલમનો આસ્વાદ આપે છે. વર્ષોથી વિવિધ વિષયો પર લખાયેલ એમનાં લેખ - વાર્તાઓ સખી, નવચેતન, મુંબઈસમાચાર, ગૃહશોભા, જલારામદીપ, જેવા સામાયિકોમાં પ્રકાશિત થયેલ છે. ગુજરાત સમાચારનું સાપ્તાહિક શ્રી - એમાં એમનો સંવેદનાનો તાર નામની કૉલમ સન ૧૯૮૩થી લઈ ૨૦૦૨ સુધી ચાલી. હાલમાં, માતૃભારતી એપ્ઝ ઉપર એમની ૨૮ જેટલી ઈબુક વાર્ષિક શ્રેષ્ઠત્તમ કૃતિઓમાં વંચાય રહી છે.
એક સ્ત્રીનું અસ્તિત્વ પૂર્ણરૂપે ત્યારે ફલીભૂત થાય જ્યારે માનાં કેટલાય અધૂરાં રહી ગયેલ ઓરતા એની દીકરી પૂરાં કરવા મથે અને એમાં સફળ પણ થાય. દીકરી સાસરે વળે અને વારતહેવારે આવતી જતી રહે. એ એનાં ઘરસંસારમાં વ્યસ્ત થઈ જાય અને ગળથૂથીમાં મળેલ માનાં સંસ્કારને ઓસરવા લાગે. પણ અહીં શિરસ્તો કંઈક જુદો છે. હા, એ સંપૂર્ણ ગૃહિણી છે. એક મા છે. એક દીકરી અને પુત્રવધુ પણ છે. પોતાનાં તમામ અસ્તિત્વનાં છેડાને ઝાલીને આધૂનિક વનિતાનાં દરેક ગુણ એ સાધતી ત્રીસી વટાવીને ચાલીસીની ઉંમરનાં ઉંબરે ઊભીને એક ઓળખ બનાવે છે.
ભારતીય સંસ્કૃતિ વિષય સાથે સ્નાતક, નાટ્યદિગ્દર્શનનો એક વર્ષીય અનુસ્નાતક ડિપ્લોમા, નર્સીંગ એક વર્ષીય અનુસ્નાતક ડિપ્લોમા સુધીનો અભ્યાસ. નાટક તેમજ સિરીયલોમાં એક અભિનેત્રી તરીકે વર્ષ ૧૯૯૩થી ૨૦૦૨ સુધી કામ કર્યું. આકાશવાણી અમદાવાદ પર વૉકલ પેનલ આર્ટિસ્ટ તરીકે સન ૧૯૯૩થી લગભગ ૨૦૦૦ સુધી કામ કર્યું. આ ઉપરાંત ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની 'જીપ્સી ઈવેન્ટ્સ' જે હાલ ભાઈનાં હાથ નીચે ચાલે છે તેનું સફળ કાર્ય વર્ષ ૧૯૯૮થી ૨૦૦૨ એમ ચાર વર્ષ સુધી કર્યું. પ્રેમલગ્ન કરીને સંપૂર્ણપણે ગૃહિણી બનીને સાસરીયું દિપાવ્યું.
હા, અર્ચના ભટ્ટ પટેલ, નામે ફેસબુકમાં કે માતૃભારતી એપ્ઝમાં એમની કેટલીય કવિતાઓ અને લેખ વાંચ્યાં હશે. એ જ્યોતિબેન ભટ્ટનાં સુપુત્રિ છે. દિવ્યભાસ્કર, મોઢ વણિક જ્ઞાતિ સમાજનું મેગેઝીન તેમજ ગુજરાત સરીઆર નુ શ્રી સારસ્વત છેવા મેગેઝિનમાં આર્ટીકલ પ્રકાશિત થઈ ચૂક્યા છે. માતૃભારતી પર 48 પુસ્તકો અત્યાર સુધીમાં ઓનલાઈન પ્રકાશિત થઈ ચૂક્યા છે. અને વાર્ષિક અહેવાલરૂપે એવો અવ્વલ લેખિકા સ્વરૂપે ઝળક્યાં છે.
આ તો વાત થઈ બે પેઢીનાં મા - દીકરીની. ચાલો નવી પેઢીનાં મમ્મી બેબીને મળીએ.
જોતાંજ વહાલી વહાલી કરવાનું મન થાય એવી ગોળમટોળ ટપૂકડી, ગટૂડી ઢીંગલી નામે ધારા. હજુ દસકા પહેલાં તો જન્મી. નાનો તોય રાઈનો દાણો. ચોથાં ધોરણમાં ૯૮% સાથે ઉત્તિર્ણ થઈને પાંચમાં ધોરણમાં હજુ પ્રવેશેલ આ મીઠુંકડી સંગીત ક્લાસિકલમાં હાર્મોનિયમનાં પ્રથમ વર્ષમાં વિશેષ યોગ્યતા પ્રમાણપત્ર સાથે સંગીત બૃહદ વિદ્યાલય મુંબઈથી પ્રથમવર્ષનો અભ્યાસ પૂર્ણ અને હજુ આગળ અભ્યાસ ચાલુ છે.
આતો આટલું ઓછું હોય એમ, કેન્વાસ પેંઈંન્ટીંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટનું પણ સારું એવું જ્ઞાન અને ધર્મજ અંતર્ગત થયેલા એક્ઝીબીશનમાં હાઉસવાઈફની ઉંમરની સ્ત્રીઓ સાથે એકમાત્ર નાની બાળક એ ભાગ લીધેલ જેમાં ૧૦૦% સફળતા અને એક્ઝીબીશન સ્ટૉલ બધું વેચાઈ જતાં વહેલો સંકેલી લીધેલ... એણે એની કળા અને કોઠાસૂઝથી માટીનાં ગડા, કાગળ એન કેનવાસનાં તોરણો, બુકમાર્ક્સ, પેપર ફોટોફ્રેમ્સ અને માટીનાં સુશોભનનાં રમકડાં વગેરે બનાવ્યું હતું. છેને વેકેશનમાં નિરસ અને ફાજલ સમય વિતાવવાને બદલે સર્જનાત્મક વલણ! એની એક કલાકાર તરીકે અને વેપારી તરીકે બંને રીતનો અનુભવ આટલી નાની ઉંમરે લીધો.
જ્યોતિબેન અને અર્ચનાબેને એકસાથે ગત વર્ષ ૨૦૧૫માં એક સહિયારો પ્રયાસ કર્યો અને એમનાં એક સાથે પુસ્તકો ક્રમશઃ જ્યોતિબેનનાં અને અર્ચનાબેનનાં ૩ - ૩ પુસ્તકો પ્રકાશિત કર્યા. પુસ્તક વિમોચનનો પ્રસંગ જાણે અવિસ્મરણીય અવસર બની રહ્યો હતો એમનાં પરિવાર માટે.
જ્યોતિબેનઃ
સંવેદનાનો તાર ભાગ ૧ અને ૨ (પત્રમાળા) પ્રકાશન વર્ષ ૨૦૧૫
જનમોજનમ (કવિતા સંગ્રહ) પ્રકાશન વર્ષ ૨૦૧૫
અર્ચનાબેનઃ
સંત તુલસીદાસજીની કવિતાવલીનો રસાસ્વાદ (અભ્યાસ પુસ્તિકા) - પ્રકાશન વર્ષ ૨૦૧૫
શમણાં તો અશ્રુની જાત (અછાંદસ્ત કવિતા સંગ્રહ) - પ્રકાશન વર્ષ ૨૦૧૫
હૃદય નામે ઉખાણું (પ્રાસ તેમજ અલંકારવાળી કવિતાઓ) - પ્રકાશન વર્ષ ૨૦૧૫
કહેવાય છેને મોરનાં ઈંડાં ચિતરવાં ન પડે! દરેક પેઢી પોતાની આવનાર પેઢીને વારસો આપે. ધનદોલતનો તો આપે જ છે પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારનો પણ વારસો આપોઆપ આપી દે છે. આ ત્રણેય જણની વિગત હવે લાગશે કે બધાંને બાંધે એવાં બે જ તત્વ, એક લોહીની સગાઈ... કલ આજ ઔર કલ અને બીજું પ્રેમ... ત્રણેયને સાથે મળો તો ત્રણેય એક જ ઉંમરની બહેનપણીઓ લાગે બસ એ જ એમનાં જીવનની સફળતા....