Vacation mate shresth pustako in Gujarati Short Stories by Jitesh Donga books and stories PDF | વેકેશન માટે શ્રેષ્ઠ પુસ્તકો

Featured Books
Categories
Share

વેકેશન માટે શ્રેષ્ઠ પુસ્તકો

હું ઉનાળામાં નોવેલનું લખવાનું કામ ઓછું રાખું છું. પણ વાંચન ખુબ વધારી દઉં છું. લખવા માટે ચોમાસાનો ગરજતો વરસાદ અને શિયાળાની ઠંડી-એકાંત રાત બેસ્ટ સમય છે. હા..આ બંને મનગમતી સિઝનમાં શું લખવું એનું મટીરીયલ હું ઉનાળામાં નક્કી કરી લઉં છું. આ ચાર મહિના હું ગાંડાની જેમ વાંચતો હોઉં છું. આખો દિવસ બીજી જ સર્જેલી દુનિયામાં ટહેલતા રહીને એટલીસ્ટ આ ગરમીના ભયંકર દિવસો પસાર થઇ જાય છે. મોજમાં! વિચાર્યું આ સિઝનમાં વાંચકો સાથે મેં વાંચેલી બુક્સ શેર કરતો રહું. તો આ રહી છેલ્લા વીકમાં વાંચેલી બુક્સ:

૧) Animal Farm: માનવજાતને એક ભયંકર સત્ય સમજાવતી… All animals are equal, but some animals are more equal than others. માત્ર એકવાક્યમાં ભૂંડને માણસ અને માણસને ભૂંડ બનાવી દેતી જબરદસ્ત નવલકથા. Must Read.

૨) Eat,Pray, Love: One of my favorite female writer Elizabeth Gilbert ની માસ્ટર પીસ. ખાસતો આ મેમોઈરમાં લખાયેલા નાજુક સત્યો અને એક લેખિકાની પોતાની જ લાઈફને ખુબ જ ધીમીધારે બદલાવાની કલાને સલામ. આ નોવેલ વાંચીને જ તમને કોઈને મેં ગોવાનો અનુભવ શેર કર્યો નથી. હૃદયમાં માત્ર મૂકી રાખ્યો છે.

૩) Hind Swarajya: મારા દોસ્ત એવા Avval Amdavadi એ મને ‘વિશ્વમાનવ’ ના લોંચ સમયે આ બુક ગીફ્ટ કરી. માત્ર ત્રણ શબ્દો છે ગાંધીના આ સચોટ દસ્તાવેજ માટે: અદભુત…અદભુત…અદભુત… હું મારું બસ ચાલે તો પેલા Markandey Katjuનો કાઠલો પકડીને, પછવાડે પાટું મારીને કહી આવું કે…નાલાયક પહેલા ગાંધીને વાંચ. આખો વાંચ. પછી એના પુતળા કેમ મુકાય છે એનો વિરોધ કર. યુવાનોએ ખાસ વાંચવા જેવી.

4) 20 Short stories of Leo Tolstoy: ગોવામાં એક રશિયન દોસ્ત બનેલી. તેણે ગીફ્ટ આપી. મેં તેને મારી બુક ગીફ્ટ આપી. તે ગુજરાતી વાંચી નહોતી શકતી પણ કહેતી હતી કે રશિયામાં તેના એક ગુજ્જુ દોસ્તને આપશે! વેલ…તોલ્સતોયની માટે વખાણ શક્ય નથી. આ બુક વાંચીને પણ માણસ ચુપ થઇ જતો હોય છે. હા…ફિલ્મ બનાવવા માટે જબરદસ્ત મટીરીયલ.

૫) 1984: George Orwell ની આ બીજી બુક. અ ક્લાસિક. અત્યારે જો કે ઈમેજીન કરવું મુશ્કેલ પડે છે એ દુનિયા. ખબર નહી કેમ. પણ અદ્વિતીય સર્જન. કાશ…આપણો કોઈ નવયુવાન આવું સાયન્સ ફિક્શન લખી શકે. ગુજરાતીમાં. મને તો ખુબ મન છે અને મોડું થાય એ પહેલા એકવાર સાયન્સ-બુક લખીશ પણ ખરો.

6) A thing beyond forever: ખુબ સારી બુક છે. વાપીના રેલ્વે સ્ટેશન પરથી લીધેલી. આમ તો હું આજકાલ લવ સ્ટોરીઝ ઓછી વાંચું છું છતાં આ બુકના બંગાળી લેખક પર ભરોસો રાખીને લીધી. (બંગાળી લેખકો-સર્જકો ખુબ વાંચે છે, પ્લસ બધા ડર્યા વિના સાચું લખે છે.) બુકમાં ક્યાંક ટિપિકલ લેખક પણું પણ દેખાય છે, પણ પહેલી બુક લખનારા લેખકને એ માટે માફ કરવો જ પડે. વાંચજો. My favorite sentence: He suffers from the Piles. And first time he realized it he thought he was menstruating from his ass!

7) સમુદ્રાન્તિકે: લેખક? ધ્રુવ ભટ્ટ! રોકસ્ટાર. હું તો માનું છું કે તમને જયારે ગુમાન ચડી જાય કે તમે ખુબ મોટા લેખક છો કે ખુબ સારું લખો છો ત્યારે આ કુદરતના ખોળે રખડીને પોતાની અનુભૂતિને થોડા શબ્દોમાં તમને જીવાડતાં, બધી સફળતા છતાં ડાઉન ટુ અર્થ અને વિસ્મય ભરેલી આંખો ધરાવતા બાળક જેવા આ મહાન જીવને વાંચી લેવો. મેં તો ધ્રુવ ભટ્ટ સાથે ક્યારેય વાત નથી કરી પરંતુ એના શબ્દોના સાક્ષાત્કાર પછી એમ કહી શકું કે આ દાદાનું પર્સનલ જીવન જાણશો તો તમારો જીવ બળશે! આજના યુવાન લેખકો અને ધ્રુવ દાદામાં ફરક એટલો છે કે જે સમયે એ મેઘાણીની જેમ રખડી જાણીને, દરેક પળને નિચોવીને જીવ્યા પછી લખે છે… તે સમયે બીજા બધા લેખક થોડી લાઈક્સ વધુ આવે એ માટે છેલ્લી પોસ્ટને બેઠા-બેઠા એડિટ કરતા હોય છે. અહોહો… સૌથી મોટી ખુશી તો ત્યારે થઇ જયારે આ નાદાન પરિંદાને એના જેવો જ પ્રમાણિક પબ્લીશર Chetan Sangani મળી ગયો. ચેતનભાઈને ફોન કરીને મેં ધ્રુવ ભટ્ટની આવનારી બુક ‘તિમિરપંથી’ મગાવી ત્યારે ખબર પડી કે હું તો ધ્રુવદાદા નામના દરિયાના કિનારે ઉભા રહીને એની વિશાળતાની વાહ-વાહ કરતો હતો…આનું પેટાળ તો જોયું જ નથી.

એક અપીલ: ખાસ યુવાનો ધ્રુવ-ભટ્ટના બધા જ પુસ્તકો વાંચે. આમેન…

8) માણસાઈના દીવા: ઝવેરચંદ મેઘાણીની કૃતિ! “શું મેઘાણી કાઠીયાવાડ માટે જ લખે? બાકીના ગુજરાતની ભૂમિ કઈ વાંઝણી છે?” મેઘાણીએ આ સવાલનો જવાબ આપ્યો છે બીજી ધરતી ખૂંદીને! મહારાજ-ચોર-લુંટારા-ખૂનીઓ અને ખમીરવંતી માનવતાના ઉદાહરણો. સાચા પ્રસંગો. એવા દીવાઓ ની વાત જે ખાલી દીવા નથી…દીવાદાંડી છે.

9) The Lady with the dog and other stories: Anton Chekhovની શોર્ટ-સ્ટોરીઝ. હજુ થોડી સ્ટોરીઝ બાકી છે વાંચવાની. ચેકોવ અને એના પુસ્તકો વિષે તો ગુગલ જ કરી લેજો. વન્ડરફુલ વર્ક.

10) Atlas Shrugged: Ayn Randની આ બુક સૌ પુસ્તક-રસિયાને ખબર જ હશે, ખુબ ઓછાએ વાંચી હશે. ૧૦૭૦ પેજની આ મહાન- બ્રેધ-ટેકિંગ- અને ઓબ્જેક્ટીવિઝ્મની બેતાજ બાદશાહ એવી બુક.

11) “How ever, I’ve learned that the heart can’t be told when and who and how it should love. The heart does whatever the hell it wants to do. The only thing we can control is whether we give our lives and our minds the chance to catch up to our hearts.”― Colleen Hoover, Maybe Someday

દોસ્તો…બે દિવસ પહેલા મેં એક વાક્ય લખેલું: 24 is the Worst age!

માંડીને વાત કરું આ અહેસાસ પાછળની વાત. હું ફેસબુક કરતા વધુ ટાઈમ ગુડ-રીડ્સ પર ફાળવતો હોઉં છું. બે દિવસ પહેલા જ એક રેન્ડમ બુક ડાઉનલોડ કરી, અને અમસ્તા જ લેખકની ત્રેવડ જોવાના ઈરાદે વાંચવાની શરુ કરી. બસ…પછી ખબર નહી કેમ પેલી લેખક જાણે મને એના વિશ્વમાં એવી તે અપહરણ કરી ગઈ કે ભટકી જવાયું અને લખાઇ ગયું… 24 is the Worst age!

આ એક એવી રોમાન્સ નોવેલ છે જેના પાત્રો તમારા હૃદયમાં ‘પ્રેમ અને દોસ્તી’ નામના ‘પાનું અને પકડ’ લઈને એવા ઘુસી જાય છે કે એકવાર તમે તેને તમારા હૃદયમાં એન્ટ્રી આપો એટલે એ અંદર ઘૂસીને માત્ર શબ્દોની તાકાતથી તમારા હૃદયને તોડી-મરોડી-પીંખી-ચૂંથી-ચીરી-વધેરી-ચોળી નાખે છે! વાંચક રડતો થઇ જાય છે.

મારા જેવો મોડી રાત્રે ચાર વાગ્યે નોવેલને બાજુમાં મુકીને બાલ્કનીમાં જઈને અંદરનો રોમાંચ-એડ્રેલીનનું વાવાઝોડું બંધ કરવા અંધારામાં રાડો નાખી લે છે. બુકના પાત્રો સાથે એવો પ્રેમ થઇ જાય છે જાણે વાંચતા-વાંચતા જ હૃદય હાથમાં આવી ગયું હોય અને શબ્દે-શબ્દે ધીમું-ફાસ્ટ થતું દેખાતું હોય એવું લાગે!

અને સૌથી બેસ્ટ…નવલકથાનું વચ્ચે-વચ્ચે આવતું મ્યુઝીક! જી હા, બુકનો હીરો તેના બેન્ડના ગિટાર+લીરીક્સ લખતો હોયને જ્યાં પણ વચ્ચે ગીત આવે ત્યારે વાંચકે યુ-ટ્યુબ પર એ ગીતને સાંભળવાનું! અહાહા…જાણે થોડીવાર પહેલા રડાવતા પાત્રો જાતે જ તમારા હૃદયને મલમ-બ્લેન્ડેડ લઈને પાછું રીપેર કરી નાખે! ખેર…કોઈ ચીલાચાલુ-ગર્લી ટાઈપ નોવેલ ન હોયને ઓનલાઈન વાંચવી હોય તો ૭૦૦ પેજ માટે લેપટોપ સામે બેસવાની ત્રેવડ જોઈએ. પણ એના કરતા એમેઝોન પરથી ખરીદીને લેખકને ફેવર કરી શકાય!

છેલ્લા વખાણ: જો પ્રેમને ખુબ નજીકથી એક-એક તાંતણે અનુભવવો હોય તો બુકની લેખિકા કોલીન હુવરને વાંચવી જ રહી.

1૨) The Ocean at the end of Lane: “I lived in books more than I lived anywhere else.” હજુ થોડા પેજ બાકી છે આ બુકના…તેમ છતાં કહી દઉં: લેખક બનવા માંગતા દરેક યુવાને એકવાર તો નેઈલ ગેઈનમેનને વાંચવો જ રહ્યો. મને તો આ લેખકડો જ એટલો ગમે છે જે મારી બુકમાં પણ સેન્ડમેન સીરીઝનો એક પેરેગ્રાફ મુકેલો. ઈમેજીનેશન ની અલગ જ દુનિયામાં ખેંચી જતી અને નેઈલના દરેક વર્કથી તદન અલગ એવી આ બુક હું તો કહું છું કે ઉપરનું વાક્ય પૂરું સાર્થક કરે છે. જાણે પાને-પાને તેના પાત્રોના જીવનને જીવીને તમને થાય: “I lived in this book more

than I lived anywhere else.”

13) The Atlas shrugged: આ બુક પર જ બીજી બુક લખી શકાય! હું બે આર્ટીકલ જરૂર લખીશ. વેઇટ. લાંબી ૧૦૦૦ પેજની બુક છે… પૂરી થવામાં થકવી નાખશે. વેઇટ!

Last Shot on reading: “You don’t have to burn books to destroy a culture. Just get people to stop reading them.”

― Ray Bradbury

ખેર…આમતો ગુજરાતીઓ વાંચવામાં વાંઝીયા છે. અફસોસ. હું પણ આવી ગયો તેમાં. (Nicholas Spark, Stephen King, Neil Gainman કે જેફરી આર્ચર વરસના ૩૬૫ દિવસમાં ૨૦૦ થી વધુ બુક વાંચે છે…સામે ગુજરાતી જીતેશ દોંગા માંડ 100 પર પહોંચે છે. કહે છે કે : મને જોબ માંથી ટાઈમ નથી મળતો! ) પણ જો કોઈ માઈનો લાલ હોય તો સારી બુક મને કોમેન્ટમાં કહી શકે. પોપ્યુલર બુક્સ નહી…અલગ.વિચિત્ર.ખલેલ પહોંચાડે તેવી.

એક કડવું સત્ય: ફ્રાંસ, જર્મની,સ્પેન અને રશિયા વસ્તીમાં ગુજરાત સમોવડા જ છે. છતાં તેમાંથી મહાન-ભવ્ય સર્જકો અને સર્જનો પેદા થયા છે અને વૈશ્વિક લેવલ પર મુકાયા છે. તેમના ઈમેજીનેશન આપણા સર્જકો કરતા ક્યાય ઊંચા છે…ગુજરાતીમાં આંગળીને વેઢે ગણાય એટલા જ છે. આવું કેમ? આપણી ભૂમિ માત્ર વેપારીઓ જ પેદા કરે છે? ના. આપણા લેખકો માત્ર ઢીલું-પોચું-સામાજિક ફિલોસોફી ભરેલું લખ્યા કરે છે એટલે? ના.

સંસ્કૃતિ નબળી છે? ના. ધાવણમાં તાકાત નથી? ના રે…

મને બે કારણ દેખાય છે: ૧) લેખકનું ખુબ ઓછું વાંચન…અને એથી ઓછું દિમાગનું એકસ્પ્લોરેશન.

૨) લખતા સમયે સામે કાગડા ઉડતા હોય તેવો કાચો વાંચક. એથી કાચો પબ્લીશર.

આનું સોલ્યુશન: રીડ…રીડ…રીડ…રીડ…રીડ…

અને પછી ઉલેચો. હૃદયના અને દિમાગના પેટાળ માંથી કાઢો નવા વિશ્વોને. બસ..