Tara vinani dhadhti saanj - 2 in Gujarati Love Stories by Manasvi Dobariya books and stories PDF | તારા વિનાની ઢળતી સાંજ-૨

Featured Books
Categories
Share

તારા વિનાની ઢળતી સાંજ-૨

મનસ્વી ડોબરીયા

manasvidobariya@gmail.com

લેખકનો પરીચય

હું વીસ વર્ષની લેખિકા છું. અત્યારે બી.એસ.સી કરું છું અને મન થાય ત્યારે થોડી ઘણી શબ્દો સાથે વાતો કરી લઉં છું. આથી વિશેષ તમે મને મારી કલમથી ઓળખશો તો વધુ ગમશે. આભાર.

પ્રસ્તાવના

આ એક સાચુકલા પ્રેમી પઁખીડા ના ધગધગતા આંસુ છે. અને જયારે સાચા લોકો શબ્દો સાથે જીવતા થાય ત્યારે તેની કોઈ જ પ્રસ્તાવના ના હોય. માફ કરશો.

પ્રકરણ-૨

"નબીર..?? ક્યાં છું હું..?? મને અહીં કોણ લાવ્યું..?? મને શું થયું હતું..??"

"ખુશુ.. ખુશુ.. કાલ્મ ડાઉન ડીયર, સરખો શ્વાસ તો લે.." મેં તેને બન્ને ખભેથી પકડીને શાંત કરી. એક જ શ્વાસે એણે મારા પર ઢગલો પ્રશ્નો ઝીંકી દીધા હતાં. મારા હાથનો સ્પર્શ થતાં જ એણે મારા હાથ પોતાના હાથમાં લઇ લીધા અને મને ખેંચીને અણધાર્યું વળગીને રડી પડી,

"નબીર..!!!" એના શબ્દો હૈયાના હાશકારથી પલળેલાં હતાં. આંસુઓના કારણે મોઢામાં આવી રહેલી લાળો પણ શાતા અનુભવવા લાગી. જાણે જન્મો-જન્મથી મને જ શોધતી હોય અને હું જ એનું અંતિમસ્થાન હોઉં, એમ એણે મને જકડી લઇ મારા ખભે માથું ઢાળી દીધું. મને લાગી રહ્યું હતું જાણે એ હાશકારામાં એના બધા જ પ્રશ્નોએ વિરામ લઇ લીધો હતો. કેટલાં સમય પછી આમ.. આવી રીતે.. આટલા હકથી ખુશુએ મને સ્પર્શયો હતો. મારું રોમે-રોમ નાચી ઉઠ્યું હતું. આખા શરીરમાં એક ઝણઝણાટી વ્યાપી ગઈ હતી પણ અચાનક જ મને વાસ્તવિકતાનું ભાન થતાં ઝટકા સાથે મેં ખુશુને મારાથી અળગી કરી દીધી અને ક્ષોભ સાથે હું બાજુમાં જોઈ ગયો. ખુશુ ડઘાઈ ગઈ હતી, એની નજરો મને જ તાકી રહી હતી. હજુ પણ એની આંખો આંસુનો વિરહ ઝીલી રહી હતી. એણે પોતાના બન્ને હાથને ખુબ જ વ્હાલથી મારા ગાલ પર મુક્યા અને મને પોતાની તરફ જોવા માટે મજબુર કર્યો,

"કેમ દૂર ભાગે છે નબીર..??" બોલતાં બોલતાં એના મોંમાં ડૂમો ભરાઈ આવ્યો. એના પ્રશ્નએ મારી આંખોને પણ આંસુથી શણગારી દીધી પરન્તુ હું ચુપ રહ્યો. એણે મારો હાથ પકડયો,

" હું તારી સાથે વાત કરું છું યાર.. કેમ મારાથી દૂર ભાગે છે તું નબીર..??"

"કેમકે હવે તું મારી નબીરી નથી રહી.." બધીજ હિંમત ભેગી કરીને આખરે હું આવેશમાં આવીને બોલી ગયો. પરન્તુ હવે મારી આંખો આંસુઓ ખાળી ખાળીને થાકવાની હતી. એ અનિમેષ નજરે મારી સામે જોઈ રહી પછી બોલી,

"અને તું પણ મારો નબીર નથી જ રહ્યોને..!" એના શબ્દોમાં સ્પષ્ટતા હતી પરન્તુ આંખોમાં દૂર દૂર સુધી ભય જ ભય દેખાઈ રહ્યો હતો. એના શબ્દોએ મારી આંખોને પ્રશ્નભરી નજરે જોવા મજબુર કરી,

"હા નબીર.. કૉંગ્રેચ્યુલેસન.. ફોર યોર મેરેજ.. હેવ અ હેપ્પી મેરીડ લાઈફ.." એનો કટાક્ષ સાંભળીને હું તરત જ નીચું જોઈ ગયો,

"ઓહ.. તને કોણે કીધું..?"

"મને તારા મેરેજના એક વીક પહેલાંની ખબર છે.. આજે એક્ઝેટ બે વીક થયાં.." કહીને એણે મોં ફેરવી લીધું. હું મૌન રહ્યો. આખરે બોલું તો પણ શું બોલું..? હા, મેં એની જાણ બહાર લગ્ન કર્યા હતાં પરન્તુ આખરે મને હવે એની આશા પણ તો નહોતી. એની સગાઇ થઈ ગયા પછી છેક એકવીસમાં દિવસે એણે મને જયારે કોલ કરીને કહ્યું ત્યારે જેવો અમારે બન્નેને ઝગડો થયો હતો એવો કદાચ અમે છેલ્લી પાંચ વર્ષની રીલેશનશિપમાં પહેલી વખત કર્યો હતો. એનું કેહવું એવું હતું કે, ત્યારે એની મરજી વિરુદ્ધ બધાં મહેમાનોને બોલાવી જ લેવામાં આવ્યાં હતા તો એણે વિચાર્યું અત્યારે સગાઈ કરી લઉં જેથી પાપા નું ખરાબ ના દેખાય પણ સગાઈ પછી વીરને કહી દઈસ કે હું બીજા કોઈને પ્રેમ કરું છું. પરન્તુ વીર ખુશુની વાત ના માન્યો. મેં પણ એની સાથે વાત કરી જોઈ પણ એ ના જ સમજ્યો, એ અમેરીકાથી અહીં માત્ર ગુજરાતી અને દેખાવડી છોકરી સાથે લગ્ન કરવા માટે આવ્યો હતો. એનું કેહવું હતું કે, મને જેવી જોઈતી'તી એવી છોકરી મળી ગઈ છે એટલે હવે હું એને નહીં મુકું અને આમ પણ જે હતું.. કે પછી જે છે..એ છે.. પણ એ હવે મારી સાથે અમેરીકા આવી જશે એટલે કંઈ પણ થવાના ચાન્સીસ પણ નથી સો બેટર ઇઝ ધેટ યુ ફરગેટ એવરીથિંગ..!! કેટલી સહેલાઈથી એણે છેલ્લું વાક્ય બોલી નાખ્યું હતું.. બે મિનિટ માટે તો થયું સાલાને બે ઝીંકી દઉં.. કાલ સવારનો હજુ અહીં આવેલો એ, મારા બધાંજ સપનાઓનો ખાત્મો કરવા ચાલી નીકળ્યો હતો. મારું મન એને કેટકેટલીય ગાળો આપી રહ્યું હતું. મેં ગુસ્સે થઈને ફોન કાપી નાખ્યો હતો. અમે ખુશુના પાપાને પણ આ બધી જ વાત કરી પરન્તુ હવે એ સગાઇ તોડવા માટે રાજી નહોતાં. મેં ખુશુને પહેલાંથી જ ચોખ્ખે ચોખ્ખું કહ્યું હતું કે મને એક્સ્ટ્રા મેરીટલ અફેર્સ સહેજ પણ પસન્દ નથી એ છતાંય એણે સગાઇ પછી મારી સાથે સંબન્ધ રાખવાની ઈચ્છા દર્શાવી હતી. એ પછી ઘણીવાર એના મેસેજીસ આવતાં, કોલ્સ પણ આવતાં, હું ના ઇચ્છવા છતાંય અમુકવાર રીપ્લાય કરી દેતો આખરે ખુશુ વગર રહી જ તો નહોતો શકતો. પરન્તુ પછી કેટલીય વાર મેં માત્ર આંસુઓ જ વહાવ્યાં હતાં એના મેસેજના રીપ્લાયમાં.. એ સંબન્ધની કોઈ દીશા પણ તો નહોતી. ક્યાં સુધી ચાલત એવી રીતે..?? સારું એ જ હતું કે હવે અમે બન્ને એક-બીજાની વગર રહેતાં શીખીએ. ખુશુએ મારા વિચારોની ગાડીને રોકી,

"તે હાઇકમાં પ્રોફાઇલ મૂકી'તી તમારા બન્નેના પીક વાળી એ જેનિલે જોઈ'તી એટલે એણે મને પણ બતાવી.."

"ઓહ્હ..!!" થોડીવાર એ હવામાં મૌનનો ભાર રહ્યો. અમે બન્ને અંદર કેટ-કેટલુંય હોવા છતાં એ શબ્દોને અવાજ નહોતા આપી શકતાં. મારી નબીરી કે જેનાથી હું કંઈપણ ના છુપાવતો, કોઈપણ વાત કરવામાં ક્યારેય ખચકાટ ના અનુભવતો, કંઈપણ કહેવામાં જરીક પણ ના વિચારતો એવો હું આજે એની સાથે કંઇજ શેર નહોતો કરી શકતો.. કહેવું હતું મારે એને ઘણું બધું.. મારી એના માટેની ફીલિંગ્સ.. મારું એના માટેનું ગાંડપણ.. મારી વાઇફનો એના વિચાર માત્રથી પથરાતો ડર.. અને લગ્નના સાત દિવસ થયા હોવા છતાં પણ મારાથી ન થયેલું મારા મનનું.. મારા દિલનું.. મારા શરીરનું સમર્પણ.. પરન્તુ કઈ રીતે કહું હું આ બધું..?? એતો માત્ર એટલું વિચારીને અત્યારે નારાજ હતી કે મેં લગ્ન કરી લીધાં.. પણ ના સમજાઈ શક્યો હું કે આ બધુંજ કેટલું બનાવટી હતું..?? કેટલું વ્યર્થ હતું..?? કેટલું નિરાશાજનક અને કેટલું કષ્ટદાયી હતું જ્યારે ખુશુની યાદ મારા દીલ-ઓ-દીમાગમાં ફરી વળતી.. કઈ રીતે કહું હું ખુશુને કે હું સ્તુતિ સાથે વાત પણ એટલે કરતો કારણકે મને એમ લાગતું કે મારી નબીરી જ વાત કરી રહી છે.. એ પણ હીંદીમાં.. કેમ કહું..?? કેમ કહું હું તને ખુશુ કે આજે પણ સ્તુતિ સાથે બેસું, ઝગડું કે પછી પ્રેમની બે વાતો કરું.. મારુ મન, દીલ અને મારા વિચારો તો તારી તરફ જ ખેંચાતાં હોય છે.. નથી ભૂલી શક્યો ખુશુ હું તને.. હજુ પણ જયારે જયારે હું મિરાજ પાનવાળાને ત્યાં ઉભો રહું છું ત્યારે ત્યારે એમ લાગે છે હમણાં તું નિકળીશ એક્ટિવા લઈને.. અને મારી નજરો આખા રસ્તા પર તને જ શોધવામાં વ્યસ્ત હોય છે.. ખુશુના અવાજે ફરીવાર મને વાસ્તવિકતાની ભાન કરાવી,

"હું અહીંયા આવી કઈ રીતે..?? કેટલાં વાગ્યાં..?? ઘરે બધા મારી રાહ જોતાં હશે.. આહ..!! જોરદાર માથું દુખે છે.." અચાનક જ એણે માથાને પકડયું અને એ ઉંચી-નીચી થઇ ગઈ.

"થોડીવાર આરામ કરી લે.. પછી હું મૂકી જાઉં છું.."

"મને કંઈ જ નથી થયું ચાલ, તું મને મૂકી જા.." કહીને એ બેડમાંથી ઉભી થઈ ગઈ. મેં અચાનક જ તેનો હાથ પકડયો,

"કદાચ આખી રાત તું બેભાન રહી છો, સવારે પણ સાત વાગે તું મને રસ્તા પર પડેલી મળેલી.. કદાચ એટલી પીધી'તી તે.."

"શું..????" એનો અવાજ ફાટી ગયો,"મેં પીધી'તી..?? ના.. મેં પીધી ના હોય.." એ બેડ પર જ ફસડાઈ પડી. એણે ખુબ જ યાદ કરવાની કોશિશ કરી પરન્તુ એને કંઈ જ યાદ નાં આવ્યું કે આખરે એ ત્યાં રસ્તા પર પહોંચી કંઈ રીતે..?? મેં થોડીવાર એને પાણી આપીને સુવડાવી દીધી. પરન્તુ એને શાંતિ નહોતી એને ઘરે જ જવું હતું. ત્યાં જ મેં મારા મનમાં સળવળતો પ્રશ્ન પૂછી નાખ્યો,

"તું ભાનમાં નહોતી એ છતાંય વારેઘડીએ મારુ જ નામ લીધે જતી હતી.. કેમ ખુશુ..?? કંઈ જરૂર હતી મારી..??"

"વોટટ..?? હું તારું નામ..??" કહીને એણે એના મગજ પર જોર આપ્યું. મેં એની હાલત જોઈને એને કહ્યું,

"કાલ સવારથી યાદ કર ખુશુ.. શું શું બન્યું હતું..??" એણે યાદ કરવાનો પ્રયત્ન કર્યો.. મગજ પર થોડું જોર આપ્યું,

"કાલે સવારે તો મમ્મી-પાપા જાત્રા કરવા નીકળ્યાં.. હું અને ભાઈ ઘરે એકલા હતાં. બપોરે અમે બન્નેએ મમ્મીએ એમની સાથે લઇ જવા બનાવેલો નાસ્તો જ ખાઈ લીધો. પછી તો ભાઈ એનાં ફ્રેન્ડ્સ જોડે ફરવા નીકળી ગયેલો અને કહેતો ગયો હતો કે રાતે મોડું થશે તો એ એના ફ્રેન્ડને ત્યાં જ રોકાઈ જશે. બસ પછી સાંજે તો.. ઓહ્હ શીટટ..!!!" એણે ગભરાયેલાં અવાજે એનો હાથ માથા પર પછાડયો.

"શું થયું ખુશુ..??" એના ચહેરાની રેખાઓ જોઈને હું પણ ગભરાઈ ગયો.

"યાર હું એકલી હતી અને માસા આવ્યાં'તાં સાંજે.."

"વોટટટ..?? કંઈ કર્યું તો નથી ને એમણે..??" મારી વર્ષો પહેલાં ની આગ ફરીવાર સળવળી ઉઠી અને એક બીક પણ.. આખરે પાંચ વર્ષ કાઢ્યા હતા મેં અને ખુશુએ એક સાથે.. આથી બધીજ તો ખબર હતી મને એના માસા વિશેની.. મામા વિશેની.. અને આખાય ફેમિલી વિશેની..

"એ ભાજીપાઉં લઈને આવ્યાં'તાં.." ખુશુ બરાબર યાદ કરી રહી હતી.

"કેમ..?? તે મન્ગાવ્યાં'તાં..??"

"ના યાર.. હું બોલાવું એમને..?? પણ એમણે કીધું કે આ તારી અને જેનિલ માટે છે અને જતાં રહ્યાં હતાં.." હજું પણ ખુશુ કંઈ કળી નહોતી શકી એવું એના મોં પરના ભાવ સ્પષ્ટ કહી રહ્યાં.

"થેન્ક ગોડ.. એ જતાં રહ્યાં.." મેં જરા રાહતનો શ્વાસ લીધો પરન્તુ ખુશુએ મને એનાથી પણ મોટો ઝટકો આપ્યો,

"પણ યાર... એ જતાં રહ્યાં એ પછી મેં વિચાર્યું કે જેનિલને જમવું હશે તો જમશે મારે નથી જમવું એટલે મેં બધું ફ્રીજમાં મુક્યું પણ ખબર નહીં થોડીવારમાં તો એવી ભૂખ લાગી ને કે મારાથી રહેવાયું નહીં અને મેં એ જમી લીધું પણ એ પછી શું થયું એજ મને યાદ નથી યાર.. ઓહ ગોડ..!!" ખુશુએ તેના માથાના વાળ ખેંચ્યા અને ચિલ્લાઈ ઉઠી.

"એવું કઈ રીતે બની શકે..??" હું પોતે આશ્ચર્યની દરેક સીમાઓ ખખડાવી ચુક્યો હતો. મારાથી ખુશુની સ્થિતિ ના જોવાઇ. એ ગુસ્સો કરી રહી હતી પોતાની જાત પર.. મેં તેને રોકી અને મારા બાહોપાશમાં જકડી લીધી. તેના હોઠ હજુ પણ ધ્રુજી રહ્યાં હતાં. જીભ ક્યારની થૂંક ગળવામાં વ્યસ્ત હતી. તેણે જે રીતે મારી છાતી પર માથું ટેકવ્યું હતું, તે મને પરમ સુખનો અનુભવ કરાવી રહ્યું હતું. મારું મન.. મારું દીલ.. તેને સ્પર્શ કરવાથી, તેને મારી આટલી નજીક જોવાથી ખુબ જ ખુશ હતું. પરન્તુ મગજ ચિત્ર-વિચિત્રના ખ્યાલોમાં ખોવાઈ ચૂક્યું હતું,

"ખુશુ..એનો મતલબ એ જ કે જમવામાં કૈંક ઘાલ-મેલ થઈ.. તે એનું આપેલું ખાધું જ કેમ..?? તને ખબર તો છે યાર એ એકપણ મોકો નહીં છોડે તારા એકલપણાનો.."

"હા યાર..!" તે હજું પણ કંઈક વિચારી રહી હતી અને જાણે બધુંજ સમજાઈ ગયું હોય એમ એણે મારી છાતી પર પોતાની બઁધ મુઠ્ઠીઓ પછાડી,"કેટલી મૂર્ખ છું હું યાર.. કે હું એ જમી.. મને કંઇજ પણ યાદ નથી અને એ પણ જમ્યાં પછીનું જ.. પણ આવું તો ક્યારેય વિચાર્યું પણ નાં હોય ને યાર.. ઓન્લી મૂવીઝ માં જોયું છે, રીયલલાઈફમાં તો ક્યારેય આવું આપણે..- વોટ ધ હેલ યાર.." તે બોલતા બોલતા ફરીવાર ચીખીને રડી પડી. અચાનક જ જાણે તેને કંઈક યાદ આવ્યું હોય એમ આંસુ લૂછતાં એણે મને કહ્યું,

"યાદ આવ્યું યાદ આવ્યું.. કાલ રાતે જમ્યાં પછી હું મારી ડાયરી લઈને બેઠી'તી.. આપણે સાથે ગુજારેલી એ પળોને હું પંપાળતી'તી.. અને તે આપેલું મઁગલસૂત્ર હાથમાં લઈને ઘડીએ ઘડીએ અરીસા સામે ઉભી ઉભી પહેર્યા કરતી'તી.. ઓહ ગોડ નબીર.. મારી પાસેથી એ મઁગલસૂત્ર મળ્યું..??" વાત કહેતી કહેતી અચાનક એ એના ખિસ્સાં ફમ્ફોળવા લાગી. હું બોલી ઉઠ્યો,

"કેમ મઁગલસૂત્ર..?? ના તારી પાસે તો કંઇજ નહોતું.." એટલું બોલી રહ્યો ત્યાં જ તેના ખિસ્સામાંથી મઁગલસૂત્ર નીકળ્યું અને ખુશુએ તેને અજબ ખુશી સાથે ચૂમી લીધું જાણે બાળકથી વિખુટી પડેલી માં તેના બાળકને જોતાંની સાથે જ જે વ્હાલથી ઊંચકીને ચૂમે એ રીતે.. કેટલીય પળ તેણે એ ચુંબનને અર્પી દીધી.. પછી તેને હૃદયસરસું ચામ્પીને એ બોલી,

"આના જ આધારે જીવું છું હું નબીર.." અને એની આંખો આંસુથી ઘેરાઈ વળી. હું સાવ અવાક્ હતો. મેં પાંચ વર્ષ પહેલાં એને પહેરાવેલું મઁગલસૂત્ર એ હજું પણ જીવની જેમ સાચવતી હતી. હું કંઈ બોલું એ પહેલાં જ ખુશુ બોલી ઉઠી,

"નબીર.. શું બધુંજ પાછું પહેલાં જેવું ના થઈ શકે..??" એના શબ્દોમાં ભારોભાર લાગણીઓનો સમન્વય હતો. એની આંખોમાં હજું પણ મારા માટેની આશાઓ રમતી હતી. એના અવાજમાં થોડી બીક હતી પરન્તુ એના હૃદયે તેના અવાજને ટેકો આપ્યો હતો. એના પ્રશ્નના જવાબમાં મારી પાસે ના તો કોઈ શબ્દો હતાં, ના તો કોઈજ પ્રકારનું હલન-ચલન.. પરંતુ મારી આંખોએ તેને આંસુ ખાળીને જે જવાબ આપ્યો એ કદાચ મારા શબ્દો કે પછી માથાનું હલન-ચલન પણ ના આપી શકત.. તેણે પોતાની જાતને જ આશ્વાસન આપીને ધીરે રહીને કહ્યું,

"મારી સગાઈ તૂટી ગઈ છે.."

"વોટટટ..??" મને કદાચ અત્યાર સુધીની એકપણ વાતથી નહોતો લાગ્યો એવો ઝટકો હવે લાગ્યો હતો. મારી આંખો, અવાજ અને મોં ના હાવભાવ એટલી હદે ખેંચાઈ ગયા કે જાણે ખરેખર કોઈ વીજળીનો કરન્ટ લાગ્યો હોય.. હું માંડ એને પ્રશ્ન પૂછી શક્યો,

"ક્યારે..?? કેવી રીતે..?? અને કેમ..??" એ થોડીવાર માટે તો બીજી તરફ જોઈ ગઈ. મને લાગ્યું કે જાણે એ મારાથી એના આંસુ છુપાવી રહી હોય. તેણે પોતાના ગળે ભરાઈ રહેલાં ડુમાને હળવેકથી ગળે ઉતાર્યા પછી કહ્યું,

"ત્રણ મહીના પહેલાં.." સાંભળીને મારી આંખો ફાટી ગઈ,

"શું..???? અને તું મને આજે કે છે..??" હું એટલી હદે વિવશતા અનુભવી રહ્યો હતો કે થોડીવાર માટે તો એમ થયું મારે ત્રણ મહીના પાછળ જવું છે.. મારી હથેળી ની રેખાઓમાં એ હોવા છતાં પણ જાણે રસ્તાએ બે ફાંટા પાડીને વળાંક લીધો હોય એવો એહસાસ મને થઈ રહ્યો હતો.. મેં મારા ગુસ્સાને એની સામે ન આવે એ રીતે કન્ટ્રોલમાં કરીને પૂછયું,

"તૂટી કેમ..?? રીઝન..??"

★ આખરે ખુશુ ત્યાં રસ્તા ઉપર પહોંચી કઇ રીતે..??

★ એવું તો શું હતું કે નબીર ખુશુના માસનું નામ આવતા જ ભભૂકી ઉઠ્યો..??

★ શા માટે નબીરે ખુશુને મઁગલસૂત્ર પહેરાવ્યું હતું..??

★ કેમ ખુશુએ નબીરને તેના લગ્ન પહેલાં ના કહ્યું કે એની સગાઇ તૂટી ચુકી છે..??

★ અને એ સગાઇ તૂટી શા માટે..??

વાંચો ક્રમશઃ..