Vishnu Marchant - 2 in Gujarati Fiction Stories by Chetan Gajjar books and stories PDF | વિષ્ણુ મર્ચન્ટ - 2

Featured Books
Categories
Share

વિષ્ણુ મર્ચન્ટ - 2

(2)

    હુ દરવાજા તરફ પીઠ કરીને બેઠો હતો. જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ ધબકારા પણ વધતા જતા હતા. હુ નર્વસ હતો. અપરિચિત ભય હતો. બેચેની અંગેઅંગ મા પ્રવર્તવા લાગી હતી. મે મોટા ફિલ્મ સ્ટાર, મુખ્યમંત્રી, વડાપ્રધાન, ના ઇન્ટરવ્યુહ લીધા છે પણ આટલો નર્વસ હુ કદાપિ થયો નહોતેા.

    પાછળ કંઇક ચહલપહલ જણાઇ. હુ સાવધ થઇ ગયો પણ પાછળ જોવાની મારામા હિંમત નહોતી. મારી સ્થિતિ એકતરફી પ્રેમી જેવી હતી જે પ્રેમિકાની વાટ જોઇને રહયો છે, અંગેઅંગ મા એની એક ઝકલ ની આતુરતા છે પણ જેવી પ્રેમિકા આવે છે એ નજરો ફેરવી લે છે.

    વિષ્ણુ મર્ચન્ટ રુમ મા પ્રવેશે છે, ટેબલ ની સામે છેડે મુકેલી ખુરશી માં બેસી જાય છે. બંને હાથ હથકડી થી જકડાયેલા છે. ચામડી નો રંગ તદ્રન કાળો પડી ચુકયો છે, ગાલ મા ખાડા પડી ચુકયા છે, ચહેરા પર કરચલીયો પડી ચુકી છે, આંખો ઊંડી ઉતરી ચુકી છે, વાળ ખૂબજ વધી ચુકયા છે, દાઢી તો જાણે વર્ષો થી કરી નથી. શરીર એટલુ પાતળૂ થઇ ગયુ છે જાણે હાડકા પર ચામડી નુ આવરણ ચડાવવામા આવ્યુ હોય. પાંચ મીનીટ બાદ મંદ મંદ દૂર્ગંધ રુમમા પ્રસરવા લાગી, ધીરે ધીરે તીવ્રતા વધવા લાગી. દૂર્ગંધ વિષ્ણુ મર્ચન્ટ ના શરીરની હતી. વિષ્ણુ મર્ચન્ટ મારી પરિસ્થિતિ પારખી ગયા.

આદિત્યભાઇ, રુમાલ કાઢી લો વિષ્ણુ મર્ચન્ટ

એમના અવાજ મા દ્રઢતા, પ્રામાણિકતા અને આત્મવિશ્વાસ હતો.

     મે એમની સામે જોયુ, એમના ચહેરા પર કટાક્ષથી ઊભરતુ સ્મિત હતુ. મને સામાન્ય થતા પાંચ મીનીટ લાગી. ધીરે ધીરે દૂર્ગંધ ઓછી થઇ ગઇ કે પછી કદાચ મને આદત પડવા લાગી.

છેલ્લા સાડા છ વર્ષ થી મને મળવા માંગો છો, પાંચ મીનીટ પણ મારી ઉપસ્થિતિ સહન ના કરી શકયા ને?

મારી આંખો શરમથી ઝૂકી ગઇ.

આદિત્યભાઇ, મને સમજાતુ નથી તમે મને કેમ મળવા માંગો છો?, શુ જાણવુ છે તમારે?

હુ ઇન્ડિયા લાઇવ મેગેઝિન...

મને ખબર છે તમે સત્ય ની ખોજ નામની કોલમ લખો છો

તમે વાંચો છો? લેખક સહજ પૂછાઇ ગયુ

હા, પણ એ છોડો, તમે મને મળવા કેમ માંગો છો?

તમારી ચૂપકીદી પાછળ નુ રહસ્ય જાણવા

 આદિત્યભાઇ, કોઇ રહસ્ય નથી, હુ આરોપી છુ, મે બલાત્કાર કર્યો છે જેનો મે કોર્ટમા સ્વીકાર કર્યો  અને મે જે કૃત્ય કર્યુ છે એના પછી કઇ બોલવા જેવુ રહેતુ નથી

મને એને પારાવાર પશ્રાતાપ છે

છતા કંઇક તો કારણ હશે ને?

વિષ્ણુભાઇની નજરો નીચી થઇ ગઇ. એમના ચહેરા પર ઉદાસીનતા વ્યાપી ગઇ. વાતાવરણ માં સન્નાટો વ્યાપી ગયો.

કંઇક તો કારણ હશે?

આદિત્યભાઇ કોઇ કારણ નથી, મે જે જઘન્ય અપરાધ કર્યો છે, એની પાછળ કોઇપણ કારણ વાજબી ના ઠેરવી શકાય

કારણ વાજબી છે કે નહિ એ સમાજ નકિક કરશે

સમાજ? કટાક્ષભર્યુ હાસ્ય

રહેવા દો આદિત્યભાઇ

કેમ?

કારણ વાજબી છે કે ગેરવાજબી એ તો પછીની વાત છે સમાજ તો કારણ સાંભળવાજ તૈયાર નથી. હુ જે કહીશ એ તમે છાપશો તો તમારી જીંદગી હરામ કરી દેશે

આદિત્યભાઇ, હું કંઇ પણ કહેવા નથી માંગતો, તમે આટલા પ્રયાસ કર્યા એટલે તમને મળી ને સમજાવવા માંગતો હતો કે હુ નહિ કહી શકુ

વિષ્ણુભાઇ આવુ ના કરશો, કદાચ તમારી જીંદગી નુ સત્ય જાણી હુ કોઇ એક ની જીંદગી બચાવી શકુ

છોડો યાર તોછડાઇ થી

આટલા નિષ્ઠુર ના બનો

હુ નિષ્ઠુર છુ? આ સમાજ નિષ્ઠુર છે જેમા તમે રહેા છો

આખો સમાજ નિષ્ઠુર નથી

છે, આખો સમાજ લાગણીવિહિન છે, બધાને પોતાનો સ્વાર્થ સાધવામા રસ છે, હુ એવા સમાજ માટે કંઇ કરવા નથી માંગતો, મહેરબાની કરીને માને મારા હાલ પર છોડી દો

વિષ્ણુભાઇ, હુ ખાલી કારણ જાણવા માંગુ છુ

શેનુ કારણ?

મે મારા મન પરથી મારો સંયમ ગુમાવી દીધેલો એટલે

કેવીરીતે?

એમા કોઇને રસ નથી

મને છે

સમાજ ને છે?

 

થોડો સમય ચૂપકીદી

 

હા

ના

આજે સમાજ મા ઘણા લોકો અપરાધ પાછળ નુ કારણ જાણી એને રોકવા પ્રતિબધ્ધ છે

કેટલા? જૂજ લોકો, બાકી તો કહેશે કે સાલા બલાત્કારી ઓ ને રસ્તા વચ્ચે ફાંસી આપવી જોઇએ, શિશ્ન કાપી નાંખવુ જોઇએ અને ઘણી બધી વિકૃત સજાઓ સમાજ વિચારે છે, કદાચ એ લોકો સાચા પણ છે કેમ કે જેના પર બલાત્કાર થાય એની પીડા બીજુ કોઇ સમજી શકતુ નથી

 તમે આટલા સૂલઝેલા માણસ છો છતા આવુ કૃત્ય કયર્?ુ

 

થોડીવાર વાતાવરણ માં શાંતિ પ્રસરી ગઇ.

 

મે અપરાધ કર્યો છે અને ઐ ખૂબજ જઘન્ય છે, એનુ રૂણ હુ સાત જન્મો મા પણ નહી ચુકવી શકુ

ચુકવી શકશો, નવો વિષ્ણુ મર્ચન્ટ પેદા થતો રોકી ને, કોઇ નિર્દોષની જીંદગી બચાવી ને

 

વિષ્ણુ મર્ચન્ટ એકીટસે મારી તરફ જોઇ રહયા.ઊંડો નિસાસો નાંખ્યો.

 

જુઓ મારી જીંદગી સાથે બીજા ઘણા ની જીંદગી જોડાયેલી છે, જેમની ઓળખ છુપાવીને રાખવી એ મારુ કર્તવ્ય છે

હુ બધાની ઔળખ છુપાવીને રાખીશ

 

વિાચારોમાં ખોવાઇ ગયા.

હુ ગોપનીયતા નુ સોગંદનામુ આપવા તૈયાર છુ

મને વિચારવાનો સમય આપો

ઓ.કે., હવે આપળે કયારે મળીશુ

હુ તમને સામેથી જણાવીશ

 

    મે વધારે વાત ને લંબાવી નહિ. એમને વિચારવાનો સમય આપ્યો પણ મૂંઝવણ એ પણ હતી કે એ મને મળશે કે નહિ.

 

   એમના ચહેરા પર ઉદાસીનતા હતી, દયનીયતા હતી, વેદના હતી, પારાવાર પશ્રાતાપ હતો.

   એ ઊભા થઇને નીકળી ગયા.

 

   મને વિશ્રાસ હતો કે એ મને જરૂર બોલાવશે.

 

લગભગ એકાદ મહિના પછી વહેલી સવારે મારી પત્નીએ મને જગાડયો. આખુ શરીર ટૂટતુ હતુ. ઝીણોઝીણો તાવ જણાતો હતો.

શુ થયુ?, અશકત લાગે છે? આરતી ક્ષ્મારી પત્નીજ્ઞ

હા તબિયત થોડી નરમ છે

ઓફિસ માં રજા પાડી દો

હુ પણ એજ વિચારુ છુ

 સારુ તો હુ ઓફિસ જાઉ છુ, ચા બનાવી દીધી છે, નાસ્તો કરીને દવા કઇ લેજે અને હા વધારે તબિયત બગડે તો મને ફોન કરી દેજે હુ આવી જઇશ

સારુ

 

આરતી નીકળી ગઇ.

 

    હુ પાછો સુઇ ગયો. અડધો જાગતો હતો અને અડધો ઊંઘમા હતો.મેબાઇલ રણકયો. હકિકત ની દુનિયામાં વાગતી રીંગટોનના તાલે હુ સપનાની દુનિયામા રાચવા લાગ્યો.આ એક અકલ્પનિય, અદ્રભૂત ઘટના હોય છે જેમા તમે ના તો સપનાની દુનિયા મા હાવે છો ના તો હકિકત ની દુનિયામાં. તમે બંને દુનિયા ને જોડતા પ્રવેશદ્રાર પર ઊભા હોવ છો. બંને દુનિયા તમને પોતાની તરફ ખેંચવાનો અથાગ પ્રયત્ન કરતી રહે છે પણ તમે મૂંજવાયા કરો છો કે જઉ તો જઉ કયાં? હુ પણ કંઇક એવી પરિસ્થિતિ માં અટવાયેલો હતો.

 

   મોબાઇલ ની રીંગટોન બંધ થઇ તરત જ હુ જાગી ગયો. સાબરમતી જેલ માંથી ફોન હતો. બગાસુ અડધુજ અટોપાઇ ગયુ. અશકિત, દુઃખાવો ગાયબ થઇ ગયા. શરીર મા નવી સ્ફૂર્તિ નો સંચાર થયો.

 

હેલો, સાબરમતી જેલ?

હા

આદિત્ય મહેતા

જેલર સાહેબ ને આપુ

 

અરે આદિત્યભાઇ કેમ છો?

બસ મજામા, મને કેમ યાદ કર્યો?

મે નહિ વિષ્ણુ મર્ચન્ટે યાદ કર્યા છે

 

મારી ખુશી નો કોઇ પાર નહોતો.

 

તમને મળવા માંગે છે

 

મારુ ચેતાતંત્ર બમણી ગતિ એ કામ કરવા લાગ્યુ. હુ ફરી સ્વસ્થ થઇ ગયો.

 

હેલો, હુ સાબરમતિ જેલ જાઉ છુ

અરે પણ તબિયત આરતી

ઘોડા જેવી છે

પણ સવારે તો?

વિષ્ણુ મર્ચન્ટ ને મળવા

ઓહ, એટલે

હા, તો

આટલી ખુશી અને ઉત્સાહ તો કદાચ મને પહેલીવાર મળ્યો ત્યારે પણ નહોતો

 

બંને હસી પડયા.

 

ષ્ ષ્ ષ્ ષ્ ષ્ ષ્ ષ્ ષ્

 

       ઓરડા મા વિષ્ણુ મર્ચન્ટ પહેલેથીજ હાજર હતા. છેલ્લી મુલાકાત કરતા આ વખતે ચહેરા પર ચમક હતી. વાળ કપાવી નાખ્યા હતા. ડાઢી કારી દીધી હતી. ધોયેલા કપડા પહેર્યા હતા. ચહેરા પર આછુ સ્મિત હતુ. દુર્ગંધ નુ તો નામોનિશાન નહોતુ. હવે હુ નિશ્રિંત હતો.

 

તો કયાંથી શરુઆત કરીએે

તમે કરો ત્યાથી

મારા જીવન સાથે ઘણાના જીવન જોડાયેલા છે. મારી કહાની મા ઘણા પાત્રો સીધા કે આડકતરી રીતે જોડાયેલા છે તો કોઇની પણ ઓળખ છતી ના થાય એ માટે તમારે મારુ નામ પણ બદલી નાખવુ પડશે

મંજૂર છે

 

ઓ.કે. થોડા જેલ ના દિવસો યાદ કરી લઇએ.

 

    તમે સાંભળ્યુ હશે કે જ્યારે મને પકડવામા આવ્યો એના પહેલા બે દિવસ સુધી મારી સાથે ખૂબજ મારપીટ અને અમાનવીય વર્તાવ થયો હતો જે તમે સપના મા પણ ના વિચારી શકો. જોકે એ બધુ ઓફ ધ રેકોર્ડ છે પણ જાણતા બધા હતા.

 

    મરો અપરાધ જ એટલો જઘન્ય હતો કે હુ શુ કરતો, બધુ મૂંગા મોએ સહન કરી લીધુ. પહેલા સોસાયટી ના રહીશો નો અત્યાચાર પછી પાલીસ અને છેલ્લે જેલમા.

 

    કાચા કામ ના કેદી તરીકે જેલમા મોકલવામા આવ્યો ત્યારે પણ એજ સ્થિતિ હતી. કોઇ સાથી કેદી મને મારતો હોય તો પણ મને કોઇ છોડાવવા આવતુ નહિ. હુ પણ ઢોર બની ચુકયો હતો. હાસમાંસની સંવેદના મરી પરવારી હતી. મારી પર બે વખત સૂષ્ટી વિરુધ્ધ નુ કૃત્ય પણ થયુ છે બધા જાણતા હતા પણ કોઇ મારી સાથે નહોતુ કેમ કારણ કે એ સમયનો આ સૌથી જઘન્ય અપરાધ હતો. કદાચ ભારતવર્ષ મા હુ પહેલો હતો.

 

   જ્ેલમા કેટકાય દિવસો સુધી મને જમવાનુ આપવામા ના આવ્યુ. મારુ શરીર લેવાવા લાગ્યુ. જીવવાની ઇચ્છા લગભગ મરી પરવારી. હુ માનસિક રીતે તદ્રન ભાંગી ચુકયો હતો.હુ લાચાર બની જેલના એક ખૂણા મા પડી રહેતો.

 

   જાતજાત ના અત્યાચાર ગુજારવામા આવ્યા. રાત્રે સુવા ના દે. લાતો, મુકકા, લાફા તો મે સેંકડો ખાધા. કપડા કાઢી દે. ઘણી રાતો મે નગ્ન અવસ્થામા કાઢી છે.

 

છેવટે એકાદ મહિના ના અત્યાચાર બાદ શરીરે જવાબ આપી દીધો. હુ ભયંકર બિમાર પડયો. જ્ેલના અધિકારીઓ ગભરાયા. ગુપ્ત રીતે મારી સારવાર કરવામા આવી. લગભગ પંદર દિવસે હુ થોડો સ્વસ્થ થયો પણ સંપૂર્ણપણે સ્વસ્થ તો હુ હજી પણ નથી.

 

આ તો રાક્ષસીપણુ છે

છોડો, તો હુ થોડો દેવ હતો, મે પણ રાક્ષસી કૃત્ય જ કર્યુ હતુ