Hridyana Udgar in Gujarati Short Stories by Kanubhai Pandya books and stories PDF | Hridyana Udgar

Featured Books
Categories
Share

Hridyana Udgar

'હૃદયના ઉગારો'

– કનુભાઈ પંડયા

પ્રેમાર્પણ

પુત્ર

ચિ. કમલેશને

ઃઃ કલેવરમાં સંતાઈ રહેલો કવિ :ઃ

દેહ કલેવરમાં સંતાઈ બેઠેલો કવિ કોઈ–કોઈ વેળા ડોકિયાં કરી જાય છે. ઈશ્વરે કવિ

દિલ આપીને મોટી કૃપા કરી છે ... એટલે તો જગત આનંદમય લાગે છેે.

ભાવોર્મિઓ, વિચારો અને કલ્પનો કયારેક કલમથી અનાયાસે કાગળ પર શબ્દોમાં

ગોઠવાઈ જાય છે, ત્યારે આનંદની અનુભૂતિ થાય છે.

હું ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે મને કવિતા વાંચવાની અને ગાવાની ખૂબ ગમતી

હતી. ગદ્ય કરતા પદ્ય પ્રત્યે વધારે આકર્ષણ રહેતું.

સ્વ. પૂજય મોટાભાઈ નોકરીના ગામેથી ઘરે આવતા, ત્યારે તેમની નોટમાં કવિતાઓ

જોવા મળતી. મને યાદ છે એક વખત મેં મોટાભાઈને પૂછેલું. ''મોટાભાઈ, તમે કવિતા લખો

છો ? મને કવિતા ખૂબ ગમે છે.'' મોટાભાઈએ જવાબ આપેલો. ''હા, હું કવિતા લખુ છું.

મોટો થઈશ પછી તું પણ કવિતા લખીશ.''

મોટાભાઈએ બે–ત્રણ કવિતા બતાવી અને એક કવિતા ગાઈ સંભળાવી. તેના શબ્દો

ઝાંખા–પાંખા યાદ છે.

'ઊગ્યો ચાંદલિયો નભમાં પૂનમની રાતે' મોટાભાઈનું સ્વરચિત ગીત સાંભળવાનો

થવનમાં માત્ર ને માત્ર એક જ વખત તક મળી. પછી તો મોટાભાઈ સ્વર્ગવાસી થયા એટલે

કવિ મોટાભાઈથી હંમેશને માટે વિરહમાં ઝૂરવું પડયું છે.

ધોરણ ચોથામાં મારા શિક્ષકશ્રી હરિશંકર કહાનથ પુરાણી હતા, તે કવિતા ગાતા ત્યારે

સાંભળવાની મને મજા આવતી. નિશાળની પ્રાર્થનામાં 'પ્રેમળ જયોતિ તારો દાખવી મુજ

– ર –

થવનપંથ ઉજાળ' શ્રી પુરાણી સાહેબ ગાતા ત્યારે હારમોનિયમ, તબલા, મંથરા કે વાંસળી

વગર પ્રાર્થનાનું વાતાવરણ સંગીતમય બની જતુ. મને કવિતા પ્રત્યનેં આકર્ષણ નાનપણથી

હતું.

માધ્યમિક શાળાના દસમા અને અગિયારમાં ધોરણમાં ગુજરાતી વિષયમાં

છંદ–વૃત્ર્–અલંકારો વગેરે ભણાવનાર અમારા શિક્ષકશ્રી મહેન્દ્રકુમાર દેસાઈ કવિ હતા.

'કુમારના કાવ્યો' તેમનો કાવ્યસંગ્રહ બહાર પડેલો હતો. શ્રી દેસાઈ સાહેબના અધ્યાપનથી

મને છંદ–વૃત્ર્ વગેરે ભણવામાં મને રસ પડયો.

લઘુ–ગુરૂ અક્ષરોની ગોઠવણી અને મેળવણીથી કવિતામાં લય અને ગેયતા ઉત્પન્ન

થાય છે તે શીખવા મળ્યું અને 'જોડકણા' રચવાની માનસિક કસરત કરવામાં આનંદ મળવા

લાગ્યો. લઘુ–ગુરૂ અક્ષરોની ગોઠવણી કરતાં ગદ્ય પણ પદ્યમાં રૂપાંતર થવા લાગ્યું.

અનુષ્ટુપ, વસંતતિલકા, શિખરિણી, મંદાકા્રન્તા વગેરે છંદોના બંધારણ શીખ્યા પછી વિચારો

છંદોમાં ગોઠવાઈ જતા ૧ કવિતા કરવાનો આનંદ મળવા લાગ્યો.

૧૯પ૩ માં પ્રાથમિક શિક્ષકની નોકરી મળી અને નોકરી સાથે બી. એ. નો અભ્યાસ શરૂ કર્યો. ચાર વર્ષ દરમ્યાન બી. એ. ના ગુજરાતી મુખ્ય વિષયનો અભ્યાસ થયો.

ગુજરાતના પ્રાચીન અને અર્વાચીન પદ્ય સાહિત્યનો પરિચય થયો. ગુજરાતના કવિઓના

કાવ્યસંગ્રહો વાંચવાનો શોખ જાગ્યો. જન્મજાત પડેલા રસ અને રૂચિ કેળવાયા, અંદર છુપાઈ

રહેલા કવિને પોષણ મળ્યું.

– ૩ –

હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરીની નોકરી સાથે એમ. એ. નો અભ્યાસ કર્યો. એમ. એ.

ના ગુજરાતી અને સંસ્કૃત વિષયમાં પદ્ય સાહિત્યનો ઊંડાણથી અભ્યાસ કરવાી તક મળી. કવિ

હૃદયને પ્રોત્સાહન મળ્યું.

મારા સર્જનને 'કવિતા' કહેવાય કે નહીં, તેમાં 'કાવ્ય' છે કે નહી, તે હું જાણતો નથી.

મારા માટે તો સર્જન થયાનો આનંદ મળી જાય છે એજ મહત્વનું છે. 'વરની મા વરને વખાણે' જેવું મારૂં સર્જન મને ગમે છે. મારા સર્જનમાં ખૂબીઓ, ખામીઓ હશે તે જોવાનું કામ

વિવેચકોનું છે. તેમને જે સમાલોચના કરવી હોય તે કરે. મને મારૂં સર્જન ગમે છે.

મારી કવિતા છપાવવા સામયિકોમાં મોકલતો. 'લોકસત્ર' દૈનિક, થવનસાધના,

શાળાપત્ર, વિશ્વમંગલ, સંવાદ વગેરે સામયિકોમાં કવિતા છપાતી પણ ખરી. 'અખંડ આંનદ' અને 'કુમાર' જેવા પ્રતિષ્ઠિત માસિકોમાં કવિતા બે –ત્રણ વખત મોકલી, પણ 'સાભાર પરત' ની નોંધ સાથે કવિતાઓ પાછી આવતી. એટલે હું સમજયો કે, મારી કવિતામાં 'કાવ્ય' જેવું

તત્વ નહી હોય એટલે કવિતા છપાતી નથી. એ માસિકોની ષ્ટિએ હું કવિ તરીકે મપાઈ

ગયો, હું કવિ તરીકે પરિપકવ થયો નથી, મારૂં પદ્ય જોડકણાં જેવું લાગતું હશે. એવા

ગુજરાતી લબ્ધપ્રતિષ્ઠિત માસિકોમાં કવિતા મોકલવાનું બંધ કર્યુ. હું નિરાશ ન થયો.

સામયિકોમાં કવિતા છપાય કે ન છપાય તેનો મને હરખ કે શોક નથી. મને સર્જનમાં આનંદ

છે. આજે પણ મારી સર્જનસાધના ધીમી ગતિએ ચાલુ રહી છે તેનો આનંદ છે.

મારી ષ્ટિએ સજર્ન બહુ ઓછું થયુ છે. કેટલીક વખત તો ઘણો લાંબો સમય સર્જન

થયા વગર પસાર થઈ જાય છે. આસપાસમાં કવિમિત્રો નથી, કવિતા પ્રેમી કોઈ કોઈ થવ

– ૪ –

નથી, કવિતાનું સર્જન થયા પછી કોઈ સહૃદયી શ્રોતાને સંભળાવવાની તક મળતી નથી. આવી

પરિસ્થિતિમાં હું જે લખુ તે હું જ વાંચુ છું અને હું જ આનંદ અનુભવું છું.

જે કાંઈ લખાયું છે તેનાથી મને સંતોષ છે. ફુરસદની પળોમાં કે કોઈ વેળા મને મારૂં

સર્જન વાંચવાનું મન થઈ જાય ત્યારે વાંચી આનંદ માણી લઉં છું, આનંદ સાગરમાં ડૂબી જાઉં

છું.

છંદબદ્ધ કવિતા, સોનેટ, ગીત, ગઝલ, હાઈકુ, મુકતક, બાળગીત અને અપદ્યાગદ્ય રચનાઓનું બહુ અલ્પ પ્રમાણમાં સર્જન થયુ છે. એ બધા સર્જનમાં 'કવિતા' છે કે નહી તેની

મને જાણ નથી. મારી એ પદ્ય રચનાને કવિતા કહું તો કવિતાને અન્યાય થાય ૧ છતાં જે

સર્જન થયુ છે તે આત્માની કલા છે, હૃદયની ઉર્મિઓ છે.

મારા સર્જનમાંથી ચયન કરી લઈ મને ગમતું સર્જન અહીં 'હૃદયના ઉગારો' માં

સંગ્રહિત કર્યુ છે. મારૂં ઉપનામ 'કમલ' હતું.

મને એ સમજાતું નથી કે મારી અંદર બેઠેલો કવિ ઘણી વખત લાંબી નિદ્રામાં કેમ પોઢી

જતો હશે ?

સ્થળ : અડાદરા

તારીખ :

– કનુભાઈ પંડયા

– પ/–

હાઈકુ

(૧)

પ્રેમનાં આંસુ

પ્રકૃતિની ગોદમાં

તાજમહાલ

(ર)

સેવા કરવા

પ્રભુએ જન્મ દીધો,

સતાવા નહીં.

(૩)

આ ધરા પર

જન્મ લઈ આ વેળા

જોવા આવ્યો છું ૧

(૪)

આપણે બધા

વસ્ત્રો વીંટયાં ત્યારથી

દંભી જ છીએ.

(પ)

થવીએ છીએ

આપણે સૌ માનવી

ચહેરા વિના.

(૬)

પાઠ શીખે છે

માના ચુંબનમાંથી

બાળક

નાનું.

– ૬ –

(૭)

વર્ષા વીતી ગૈ

નવાણે ઠર્યા પાણી

આવી શરદ.

(૮)

અસ્થાને પડી

જે કંઈ ચીજ તેને

કચરો જાણો.

(૯)

વસંત મ્હોરી

વન વગડે પણ

હૈયે ના મ્હોરી.

(૧૦)

થવન કેવું

થવ્યા છો તેનું મૂલ્ય

અંકાય પૂઠે.

(૧૧)

ભવ્ય ભવનો

શહેરની શોભા છે

ઝૂંપડા નહીં ૧

(૧ર)

હાથ સુંવાળા

મે'નત વિના, શ્રમ

પસીને ન્હાય.

– ૭ –

(૧૩)

કૂવે ગયેલી

પાછી આવી બેઢલું

લઈને ખાલી.

(૧૪)

બાગ બગીચા

ખૂબ ખૂબ ભટકયો

મ્હેંક મળી ગૈ.

(૧પ)

રણના રસ્તે

તારાં દર્શન લાગ્યાં

વડની છાયા.

(૧૬)

કરુણા દ્રવે

એ જ હૃદય, બાકી

માંસના લોચા.

(૧૭)

અમી ઝરતી

આંખો જોવા થવન

સઘળું થવું.

(૧૮)

મુખડું જોઈ

ચઢે હૈયે ભરતી,

ઓટ ના ગમે.

– ૮ –

(૧૯)

કૂકડો હશે

તો જ વહાણું વાશે

એ ખ્યાલો ખોટા.

(ર૦)

તારાં દર્શન

વિના મારૂં થવન

સાવ રે સૂનું ૧

(ર૧)

'હૈયે હોય તે

ઓઠે આવે' કે'વત

સાવ રે જૂઠી ૧

(રર)

સર્યુ થવન

છે ખાનામાં જિંદગી

મસ્ટર રોલ ૧

(ર૩)

સત્ય, અહિંસા,

પ્રેમ– ગોળીથી બધુું

ગયું વીંધાઈ.

(ર૪)

બુદ્ધિ થવીઓ

બુદ્ધિ વેચે, સ્વાર્થને

ખાતર સત્ય.

– ૯ –

(રપ)

રાત અંધારી

છોને બધે જામી ગૈ

ઊગશે રવિ.

(ર૬)

ધુમાય છાણું

ભભૂકી ઊઠે આગ

વાય પવન.

(ર૭)

ગુંગળાઉં છું

ના મળે ચોખ્ખી હવા

થવું થવન.

(ર૮)

મૂંગાં પશું શાં

માનવી – કેવો સમો

ફરતાં ફરે.

(ર૯)

દેશ આખો ય

કારાગાર, હવે ના

ચાર દિવાલો.

(૩૦)

ગીધડાં ચૂંથે

દેશ, લોકતંત્રની

આ બલિહારી ૧

– ૧૦ –

(૩૧)

કેળવણી તો

કેવળ લવણી જ

થઈ ગૈ હવે.

(૩ર)

સાચી સમજ

મળે ધર્મની, વિશ્વે

શાંતિ પ્રસરે.

(૩૩)

પાનખરમાં

વસંત માણી અમે

થવન થવ્યા.

(૩૪)

માનવ મેળો

હું મ્હાલવા આવ્યો છું

ધરતી પર.

(૩પ)

મ્હોરાં પહેરી

માનવી, જગતમાં

ભટકયા કરે.

(૩૬)

પેટની કોઠી

પાશેરની, પણ ના

કદિ ભરાય.

– ૧૧ –

(૩૭)

ગંગાના પાણી

ગંગોત્રીથી બગડયા

નાળાંથી નહી.

(૩૮)

લૂણો લાગ્યો છે

પાયામાં ઈમારત

કેટલું ટકે ?

(૩૯)

ઉધઈ લાગી

મૂળમાં ફૂલપાન

કેમનાં ખીલે ?

(૪૦)

સત્કર્મનો છે

સરવાળો થવન

મળી ગ્યું માનવનું.

(૪૧)

સીમની નાની

કેડી દેતી જગના

મારગ જોડી.

(૪ર)

કૂવામાં હોય

તે હવાડામાં આવે

એ લોકશાહી

– ૧ર –

(૪૩)

થવન ઘણું

લાંબુ થવ્યા, કેટલું

થવ્યા છો સાચું ?

(૪૪)

અન્યનું નહીં

નિરીક્ષણ પોતાનું

પોતે જ કરો.

(૪પ)

પરાન્ન કોઠે

પડે એટલે બુદ્ધિ

ભ્રષ્ટ થવાની.

(૪૬)

ગણિત ગણો

થવન થવ્યા તમે

કેટલી પળો ?

(૪૭)

અશોક ગયો

શિલાલેખો મોજૂદ

ધન્ય થવન.

(૪૮)

પ્હાણા ઘસાયા

મંદિર પગથિયે

હું તો એનો એ ૧

– ૧૩ –

(૪૯)

અથડાતા કો'

પથિકનો, અંધારે

સિતારો બનું ૧

(પ૦)

દિલ કવિનું

આપ્યું પ્રભુએ કરી

મહેરબાની.

(પ૧)

પરિવર્તન

ના આવે તો દર્શન

કર્યા ન કર્યા.

(પર)

ભવસાગર

તરવા માટે મળી

શરીર હોડી.

(પ૩)

ભ્રષ્ટ આચાર

લોહીમાં ભળ્યો, કરે

ઉપાય કોણ ?

(પ૪)

ગધ્ધા પાછળ

અધિકારી આગળ

ચાલવું નહી.

– ૧૪ –

(પપ)

તોડો સીમાડા

દેશોના, પછી ઊડો

ચંદ્રલોકમાં.

(પ૬)

અવનિ પર

અંધારું, ને ધૂળ છે

ઊંચે ઊડવું.

(પ૭)

શકિત ચુંથાય

મન મુંઝાય બળી

એ કેળવણી ૧

(પ૮)

પેટ, સમય

કેવું લૂંટે થવન ?

છતાં ય વ્હાલાં ૧

(પ૯)

ગુલાબ ખીલ્યાં

શ્રમ, પસીનો, પાણી

મૂળમાં મળ્યાં.

(૬૦)

શાંતિ મળે છે

પતંગાને શમામાં

બળી જઈને.

– ૧પ –

(૬૧)

મેઘ વરસ્યો

ધરા મલકી ઊઠી

અંકુર ફૂટયા.

(૬ર)

તરુ, પશુ ને

માનવી ભાઈભાંડુ

જૂના કાળના.

(૬૩)

પોયણું રાતે

ખીલે ચંદ્ર જોઈને

તારલા નહી.

(૬૪)

ઉષા પ્રગટી

ચમકનારા તારા

સંતાઈ ગયા.

(૬પ)

ગાય ચરે ના

ધણીના દૂધ માટે

સ્વભૂખ માટે.

(૬૬)

સૂર્ય કિરણો

ફૂટે અને વેરાઈ

જાય ધુમ્મ્સ.

– ૧૬ –

(૬૭)

રંગભૂમિ છે

ધરા ને પાત્રો છીએ

આપણે બધા.

(૬૮)

ઝાકળ જેવું

થવન તોય અમે

સમુદ્ર માન્યું.

(૬૯)

તૃપ્તિ મળે છે

નદીને ખારું કરી

થવન જળ.

(૭૦)

પરવા નથી

સાગરને સરિતા

મિલન તણી.

(૭૧)

મલકી ઊઠે

કુમુદિની રાત્રીએ

ચાંદની જોઈ.

(૭ર)

કિંમત નથી

કમળને ચાંદની

ખીલે ના ખીલે.

– ૧૭ –

(૭૩)

ખોવાઈ જાઉં

છું હું, તારા ભરેલું

આભલું જોઈ.

(૭૪)

ધરા, ગગન

સાગર બધુ મને

જૂનું લાગે છે.

(૭પ)

વનમાં ફૂલ

ખીલ્યું ખરી પડયું ને

ખાતર થયું.

(૭૬)

મનમાં થાય

ઝાકળ વીણી લઈ

ચંદ્રને આપું.

(૭૭)

દર્પણ જુઓ

ખુલ્લો કરે છે દર્પ

આપણા સૌનો.

(૭૮)

સુખ છે સત્ય

થવનમાં સ્વર્ગમાં

મળતું નથી.

– ૧૮ –

(૭૯)

દીવેલ ખૂટયું

વધુ પ્રકાશ્યો દીવો

વાટ બળી ગૈ.

(૮૦)

પૂર્વમાં સૂર્ય

ઊગ્યો તારલા બધા

સંતાઈ ગયા.

(૮૧)

તારો ચમકયો

વિલિન થઈ ગયો

આભા રહી ગૈ.

(૮ર)

ઊગાડયા કાંટા

છતાં ગુલાબ ચૂંટી

લીધાં આપણે.

(૮૩)

રાત રડી ને

ધરાએ આંસુ ઝીલ્યાં

ઝાકળ બિંદુ.

(૮૪)

ઊગે ત્યારથી

છોડવો દીવેલાનો

હોય છે પોલો.

– ૧૯ –

(૮પ)

શોભતી નથી

વિજળી ઉમટેલાં

વાદળો વિના.

(૮૬)

કીડો ચકોર

કેવો ? પસંદ કરે

મીઠા બોરને ૧

(૮૭)

બીજ દટાયું

નાશ પામ્યું ને ફૂલ્યું

ફાલ્યું વિકસ્યું.

(૮૮)

અંગૂઠે વાઢ

મુકાયો, આંગળીઓ

બધી નકામી.

(૮૯)

સ્થિર થૈ જાય

હાલનડોલન જો

ફાચર વાગે.

(૯૦)

વનનો થોર

શો રૂમના કૂંડામાં

શે'રમાં ઊગ્યો.

– ર૦ –

(૯૧)

સુગરીમાળો

બાઘો બની માનવી

નિહાળ્યા કરે.

(૯ર)

પેટ સિવાય

ઘણી બીથ ભૂખથી

ભૂખ્યો માનવી.

(૯૩)

તેલ ટીપું ય

ખાય ના એ માનવી

ઘી બાળે દીવે.

(૯૪)

વસ્ત્ર પહેર્યું

જિંદગીમાં એક દિ'

નવું –કફન.

(૯પ)

કીકીઓ જુએ

જૂઠું કાન સાંભળે

મૌન મુંઝાય.

(૯૬)

યુગોથી ચંદ્ર

ઊગે, હર ચાંદની

પૂનમ નવી.

– ર૧ –

(૯૭)

ઉષા ઊગે કૈં

યુગોથી હર ઉષા

સૂરજ નવા.

(૯૮)

ફાવે ત્યારે હું

શબ્દોના ખેતરોમાં

ચણી લઉં છું.

(૯૯)

શબ્દોનો પાક

લણું, બજારે મૂલ

મળે તે ખરું.

(૧૦૦)

સૂર્ય યુગોથી

બળી રહયો બળશે

હજુ કેટલો ?

(૧૦૧)

માંકડ લોહી

ચૂસે રાતે શોષકો

જિંદગી ચૂસે.

(૧૦ર)

રાત ઠરી ને

જંપી, દિવસ રહયો

ઉધમાતિયો.

– રર –

(૧૦૩)

નદીઓ બધી

ભારતની ગંગાથ

ભૂમિ તીરથ.

(૧૦૪)

સંતો કુંડાળાં

તોડી નાખે, આચર્યો

કુંડાળાં કરે.

(૧૦પ)

ઉધ્ધાર થાય

સર્વનો ધર્માચાર્યો

સૌ એક થાય.

(૧૦૬)

કળી ખીલી ન

ખીલી, મુરઝાઈ ગૈ

મ્હેંક મૂકી ગૈ.

(૧૦૭)

બહારો બની

જાઉં મુંઝાઈ જાતાં

કોઈ ફૂલોની.

(૧૦૮)

બજાવી બંસી

શાંતિના સમયમાં

શ્રીકૃષ્ણચંદ્રે.

– ર૩ –

(૧૦૯)

– ને શંખ ફૂકયો

અશાંતિની પળોમાં

શ્રીકૃષ્ણચંદ્રે.

(૧૧૦)

ના વાંસળીની

આવશ્યકતા યુગને,

શંખ ચક્રની.

(૧૧૧)

ઝૂરતું રહયું

આકાશ ક્ષિતિજના

મિલન માટે.

(૧૧ર)

નાચે મનમાં

મોરલો ઝંખનાનો

મરતાં સુધી.

(૧૧૩)

મારી કવિતા

કો' ના વાંચે તો કૈં નૈ

હું તો વાંચીશ.

(૧૧૪)

સજર્યુ છે સ્થાન

કલરનું ફૂલ ને

કફન સાથે.

– ર૪ –

(૧૧પ)

ગાય દોહી લે

ધણી એનું વાછડું

ભૂખ્યું રાખીને.

(૧૧૬)

ઘર વાડીમાં

મોગરો મ્હેંકયો ને

ગુલાબ ખીલ્યાં.

(૧૧૭)

કોયલ ટૌકી

ને થવનવનમાં

કેસુડાં ખીલ્યાં.

(૧૧૮)

કોકિલ ટૌકા

શમ્યા અનંતે કૂંથ

ઊઠયા મનમાં.

(૧૧૯)

ગૂંચળું વળી

સમય બેઠો ખૂણે

થાક ખાય છે ૧

(૧ર૦)

શ્રધ્ધા પરોવી

માનવીએ પત્થર

થવતો કર્યો.

– રપ–

(૧ર૧)

મૂંગું કોડિયું

અંધારે બળે તો ય

બોલતું લાગે.

(૧રર)

વાદળે ગળ્યો

આખો દિ' સંધ્યાટાણું

છુપું ના રહે.

(૧ર૩)

રશ્મિ રાતનાં

ભૂખ્યાં ડાંસ ઝાકળ

બૂકવા લાગ્યા.

(૧ર૪)

ફટ રે રાંડ

ફુવડ જો છાશમાં

માખણ ગયું.

(૧રપ)

ફૂલમાં મૂકી

સુંદરતા સુવાસ

નાકમાં મુકી.

(૧ર૬)

ચકલાં ચણે

ને માથે માળો કરે

ચાડિયો હસે.

– ર૬ –

(૧ર૭)

ગગને પંખી

ઊડે છાયા ખોળુ હું

ધરતી પર.

(૧ર૮)

તરસ હજુ

પૂરુ થઈ ના પીધા

ઘણાં ઝાંઝવાં.

(૧ર૯)

લાગી ગૈ ચોટ

નજરની, હવે ના એ

વાળવી ગમે.

(૧૩૦)

કરકસર

રડે કાગળિયામાં

ચૂપ દીવાલો.

(૧૩૧)

બજાવનાર

વગર મૂંગા સાજ

સૂર ને તાલ.

(૧૩ર)

કોઠે પડી ગ્યું

મૌન પતંગિયાનું

લોકોને હવે.

– ર૭ –

(૧૩૩)

કેડી અજાણી

ડગલાં માંડયાં, કેમ

જવાશે છેક ?

(૧૩૪)

બોલવા લાગ્યા

મુંગા પડેલા સાજ

સ્પર્શ મળી ગ્યો.

(૧૩પ)

ફિકર નથી

રસ્તા પર છું કો'દિ

જવાશે છેક.

(૧૩૬)

હવે ના ગમે

મારગ જૂના, નવી

કેડીઓ પાડું.

(૧૩૭)

તાકીને જોયા

કરે શીદ કાનુડા ?

કે'શે લોક શું ?

(૧૩૮)

નેન મીચું તો–

થ, નમણી કીકીઓ

બે તરવરે.

– ર૮ –

(૧૩૯)

ડાઘથી ચંદ્ર

શોભે એટલે ગાલે

ટપકું કીધું.

(૧૪૦)

ક્ષિતિજ જોતી

રહી, ને નાવ ડૂબ્યું

સમંદરમાં.

(૧૪૧)

મેળામાં ગયો

ના મળે એ કીકીઓ

ગોત્યા કરું.

(૧૪ર)

સંધ્યા ને સૂર્ય

ભેટયા, જોઈ ક્ષિતિજે

લોચન મીંચ્યાં.

(૧૪૩)

રુદન કરે

વનસ્પતિ વનમાં,

ના કો' સાંભળે.

(૧૪૪)

આરસી નથી

આરસી, આંખ છે તો

એ છે આરસી.

– ર૯ –

(૧૪પ)

મારો વિલય

ના રહે બાકી કશું

જગપ્રલય.

(૧૪૬)

મનભ્રમર

ઊડયા કરે, ના મળે

એને કમળ.

(૧૪૭)

પૂથએ તો ય

આથમતો સૂર્ય લૈ

જાય જિંદગી.

(૧૪૮)

તળાવ કાણું

કોઈએ કીધું એ તો

શાપિત ભૂમિ.

(૧૪૯)

વિચારો ગોંધી

રાખીને થવુ છું હું

ગુનેગાર છું.

(૧પ૦)

શાશ્વત અહીં

રહે સમય બાકી

સૌ પરપોટા.

– ૩૦ –

(૧પ૧)

ગોરી રાધિકા

ગોત્યા કરે સાંવરો

બાવરી બની.

(૧પર)

ઝબકી જાય

વિજળી નિદમાં એ

શ્યામ રૂપની.

(૧પ૩)

કાજળ આંજુ

ના, નયનમાં મારી

સમાયો શ્યામ.

(૧પ૪)

નજર મળી

ને કો' ચહેરા પર

શરમ ઢળી ૧

(૧પપ)

મુખડું જોઉં

દર્પણમાં મને તો

શ્યામ દેખાય.

(૧પ૬)

વર્ષા વરસે,

ધરતી ભીંજાય ને

આભલું કોરું ૧

– ૩૧ –

(૧પ૭)

લકવો થયો

જગતને ખૂટી ગ્યું

ખનિજ તેલ.

(૧પ૮)

મોટર ગઈ

રહી ઊડતી ધૂળ

અને ધુમાડો.

(૧પ૯)

દટાયું બીજ

કોરી ભૂમિમાં, પડી

રહયું, ઊગ્યું ના.

(૧૬૦)

બીજ દટાયું

મળી ભિનાશ ભૂમાં

અંકૂર ફૂટયાં.

– ૩ર –

યાદ આવે છે ૧

ન ટકરાશો નજર સામે બહારો યાદ આવે છે,

ભૂલેલી ઈશ્કની મસ્તી સહારો યાદ આવે છે ૧

ઘૂંઘટમાંહી છુપાયેલા તમારા મુખને જોઈ,

ચમકતા ચાંદનું ઓઝલ એ બાદલ યાદ આવે છે ૧

ગુલાબી ગાલ પર ઘૂમતી અલકતી એ લટો કાળી,

લચકતી ચાલનો ઠમકો એ પાયલ યાદ આવે છે ૧

મધુરા ગીતના ગુંજન અધરની એ મધુર લાલી,

શરાબી જામની પ્યાલી એ મહેફિલ યાદ આવે છે ૧

પીધેલું ઝેર મહોબતનું જખમ પર આગ લાગે છે,

કરેલા ચાંદની રાતે વિહારો યાદ આવે છે ૧

સનમના ગાલનો તલ ને મધુરા સ્મિતનાં ખંજન,

નશીલી આંખનાં અંજન ઈશારો યાદ આવે છે ૧

કમળની પાંખડી જળમાં રહે છે પણ ભીંજાતી નાં

છતાં યે પ્રેમ સાગરનો 'કમલ' ને યાદ આવે છે ૧

– ૩૩ –

અંજામ બાકી છે ૧

નિગાહેં ફેરવી લો છો સનમ ૧ એ ઠીક નથી કરતાં,

અરે ૧ ઈન્કાર શા માટે ? હજું તો પ્યાર બાકી છે ૧

જુવાનીની ખુમારીમાં તમે મુસ્તાક થઈ બેઠાં,

છતાં ખામોશ છો શાને ? પ્રણયની વાત બાકી છે ૧

તડપ છે, ઈન્તજારી છે, સિર્ફ બસ મીઠી નજરોની,

અને નફરત કરો શાને ? મિલનની રાત બાકી છે ૧

શરાબી આંખ ખોલીને હૃદયને થામ લે, સાકી ૧

થયો જખ્મી અરે ૧ જાલીમ હજુ તો જામ બાકી છે ૧

તસલ્લી ખૂબ રાખી છે, પરસ્તી ખૂબ કીધી છે,

કયામતને

દિને

દિલબર

૧ હજુ અંજામ બાકી છે ૧

સિતમગરની

પરેશાની

ખરે

૧ એ મહેરબાની છે,

'કમલ' તું યાદ રાખી લે હજું મઝધાર બાકી છે ૧

– ૩૪ –

ચોટ હૃદય પર લાગે છે ૧

કાજળની કાળી રેખાથી શમશીર બનેલી આંખ એની,

જબ તીરછી નજરથી તાકે છે તો ચોટ હૃદય પર લાગે છે ૧

ગાલ ગુલાબી રેશમ શા ને ઉપર નાનો કાળો તલ,

ચિનગારી થઈને ચોંટે છે તો આગ હૃદય પર લાગે છે ૧

બિખરાતી કાળી ઝુલ્ફો જે મંદ સમીરની લહેરોથી,

ચૂમે ગાલ આલિંગે ઝુલ્ફોની ઈર્ષા જાગે છે ૧

એ ખુશનસીબી સમજું છું સરિયામ મળે છો બદનામી,

હું પત્રની પાની ચૂમી લઉં તમન્ના દિલમાં જાગે છે ૧

જામ ઘણાં મેં પીધા છે પણ સાકી ૧ મસ્તી ના આવી,

તુજ આંખનો આસવ પીવાની ખ્વાહીશ હૃદયમાં જાગે છે ૧

ભ્રમર તું કેદી થઈ જઈને 'કમલ' ને કાં ફરીયાદ કરે ?

ઈન્સાફ જગતમાં સૌ જાણે કુરબાની મહોબત માંગે છે ૧

– ૩પ –

લૂંટાવી જાણું છું ૧

રસ્તે

જનારા

પત્થર

થગરને સહેજે હસાવી જાણું છું,

થોડું રડાવી, થોડું ખીજાવી અંતે મનાવી જાણું છું ૧

તીરછી નજરને વાંકી ભ્રમર પર તીર પણ ચલાવી જાણું છું,

ને ઘાયલ થયેલા માસુમ હૃદયના જખ્મો રુઝાવી જાણું છું ૧

બેહાલ કોઈ ઉજડા ચમનમાં મસ્તી સજાવી જાણું છું,

ને સુંદર મીઠા અરમાન જેવા પુષ્પો ખીલાવુ જાણું છું ૧

ગમ કે ખુશીની વાતો ફગાવી આલમને ડરાવી જાણું છું,

ને મરથ મુનાસિબ સારા જગતને થૈ થૈ નચાવી જાણું છું ૧

બેહોશ કોઈ દર્દીના દર્દો દિલથી મિટાવી જાણું છું,

ને એ મરિજને મારા ઈલમથી દિલમાં સમાવી જાણું છું ૧

સુંદર મનોહર સપનાં સજાવી દુનિયા ઝુકાવી જાણું છું,

ના કંઈ છે કમી ના મારા થવનમાં ઝહરને પચાવી જાણું છું ૧

છો ને સમંદર ગર્જયા કરે તો ય કશ્તી ચલાવી જાણું છુું,

ને મરથ મુતાબિક મારા હુકમથી મોજાં નચાવી જાણું છું ૧

મહોબતની

ખાતર

થવન જલાવી ઝન્નત બનાવી જાણું છું,

ને બરબાદ થઈને સારી તમન્ના દિલની લૂંટાવી જાણું છું ૧

માનો ન માનો મહેફિલની અંદર પાગલ બનાવી જાણું છું,

ને સહરાના રણને સરવર હું સમથ 'કમલ' ખિલાવી જાણું છું૧

– ૩૬ –

ખરી એ કમાણી ૧

નયનથી છલકતી મદિરા પીધી છે,

ખ્વાહીશ

જામોની

ખાલી

પાણી

આંખે ઈશારાથી વાતો કીધી છે,

પછી

ઓઠ

ફફડે

ખાલી

વાણી

મીઠી પ્રેમ પ્યાલી પિલાવી દીધી છે,

હવે તો દિસે છે જગત ખાલી ખાલી ૧

નજર ને નજરથી પરોવી લીધી છે,

પછી શું પૂછો છો મજા કેવી માણી ?

હવે શી ફિકર છે મસ્તીમાં ચકચૂર,

નશો તો કર્યો છે અમે

જાણી

જાણી ૧

હર શ્વાસમાં પણ એનું રટણ છે,

મદિરા

વિનાનું

થવન ધૂળ ધાણી ૧

હરદમ રહે બસ રહમ એક તારી,

'કમલ' ના થવનની ખરી એ કમાણી ૧

– ૩૭ –

લાય લાગી છે ૧

નિહાળું છું જગતની હિલચાલો ને બદી સઘળી,

જમાનાની હવાની વાત કહું શું ? લાય લાગી છે ૧

જમાનો લાગવગનો ને ખુશામત લાંચ રુશ્વતનો,

પ્રામાણિકતા, વફાદારી બધામાં લાય લાગી છે ૧

યુવાનીની અવસ્થામાં દિવાના થાય છે સૌએ,

મળી આંખો કીધો કંઈ પ્રેમ ને પરણી ગયાં બન્ને,

વરસ એકાદ ના વીત્યુ અને છૂટાં પડયા બન્ને,

શીરી ફરહાદના નામે બનાવટ પ્રેમમાં ચાલી,

હવે તો પ્રેમના બદલે હવસની લાગ લાગી છે ૧

ગઈ કૈં યોજનાઓ દેશની લાખો કરોડોની,

છતાં સૂરત નથી પલટી અને આવી રહી બીથ

લીધું લોનો કીધું દેવું ચલાવી લૂંટ નાણાંની,

અમીચંદો હજુ ભૂખ્યા નીતિમાં લાય લાગી છે ૧

મૂકી છે દોટ ફેશનમાં સમાજે આંધળી આજે,

પિતા–પુત્રી અને માતા પ્રણયના ચિત્ર જુએ છે,

હવે તો લાજ મર્યાદા વિનયમાં લાય લાગી છે ૧

તવંગર મોજ માણે છે, ગરીબો પેટ કૂટે છે,

છતાં ખામોશ થઈ બેઠા મને તો લાય લાગી છે ૧

તમે વાકેફ છો ચાલુ જમાનાની હવાથી પણ,

'કમલ' તું યાદ રાખી લે બધે બસ લાય લાગી છે૧

– ૩૮ –

કુરબાન થઈ જઈશું ૧

તમારા એ ઈશારા પર અમે વિશ્વાસ રાખીશું,

મહોબતની

મધુરતામાં

સુખેથી

ઝેર

પી

લઈશું.

તમારા નેત્ર પલકારે અમે ઘાયલ બની જઈશું,

પ્રીતિના જામની પાછળ અમે પાગલ બની જઈશું.

તમારા મુખનાં ફૂલડાં અમે શીર પર ચડાવીશું,

દુનિયાની બીથ વાતો અમે બેકાર સમથશું.

તમારા એક લટકાથી અમે વાહવાહ પુકારીશું,

મહોબતની

બનાવટમાં

કટુતા

પારખી

જઈશું.

તમારા એ નકારોમાં અમે હકાર સમથશું,

સનમ૧ તુજ એક અણસારે અમે કુરબાન થઈ જઈશું.

– ૩૯ –

લૂંટવા ખાતર ૧

સીતમગરની પરેશાની ખરે એ મહેરબાની છે,

ઉછેરેલા ચમનની એ જ મારી ફૂલદાની છે ૧

મહોબત

છે

તો

થવન છે,

અરે

બેસમજ

બાનુ

ભલે ના ચાહતી દિલને મને પણ ખાનદાની છે,

વિરહમાં ઝૂરવું એ પણ મજાની જિંદગાની છે ૧

યકીન છે મહોબ્બત પર,

અમારો

આવશે

કો'

દિન

તમે તો આવશો દોડી અમોને પૂજવા ખાતર,

પરેશાની ભૂલી જઈને અમોને લૂંટવા ખાતર ૧

– ૪૦ –

જામ પી લીધો ૧

ગુલામીની મજામાં મેં ગુલાબી જામ પી લીધો

મહોબતની ફકીરીમાં જમાનો એક મેં દીઠો ૧

બની પરવશ ઈશ્કે દર્દ અહા શું પ્રેમ મેં કીધો

થગરને થતવા ખાતર શરાબી જામ પી લીધો ૧

મંઝિલ પર મિલનનો યાદ કર જે કોઈ તે દીધો

દગાખોરીમાં લલચાવી ફગાવી આજ તે દીધો ૧

અરે ઓ બેસમજ બાનુ ફસાવી કા દગો દીધો

ઈજજત પર ભરોસાથી ઝહરનો જામ પી લીધો ૧

– ૪૧ –

ફરજ આવી ગઈ ૧

કોણે લગાડી આગ ઘરના બાગમાં – આ દેશમાં,

એ ગોતી કાઢી વીણી લેવાની ફરજ આવી ગઈ ૧

દાયકા વીત્યા ઘણા પણ ભીખ ભૂંડી ના ગઈ,

તળિયે તિજોરીના હવે તો આગ છે લાગી ગઈ ૧

કુરબાની કરનારા ગયા ને જયાફતો ઊડી રહી,

ગદ્વાર સૌનો હોમ કરવાની ફરજ આવી ગઈ ૧

વાણી જુદી–વર્તન જુદા કેવી બનાવટ થઈ રહી ? એ દંભનો બુરખો હઠાવાની ફરજ આવી ગઈ ૧

''શું થશે આ દેશનું ?'' વિચાર કરવાની હવે ના તક રહી,

કમર કસી લઈ ક્રાન્તિ કરવાની ફરજ આવી ગઈ ૧

ધર્મ, જાતિભેદ ને ભાષા તણા ઝઘડા ભૂલી,

દેશને ખાતર હવે સૌ એક થાવાની ફરજ આવી ગઈ૧

ચાલો, ઊઠો દીવો થઈ સળગી જવા આ દેશમાં,

અંધારને

વિદારવા

સૌની

ફરજ

આવી

ગઈ

કયાં સુધી ખામોશ રહીને જોયા કરવું છે ''કમલ'' ? દેશ બળતો છે બુઝાવાની ફરજ આવી ગઈ ૧

– ૪ર –

ફરી નહીં મળે ૧

આઝાદી પહેલાં જે હતી આજે ખુમારી કયાં ગઈ ?

અન્યાયનો પ્રતિકાર કરવાની એ શકિત કયાં ગઈ ?

સત્ય, નીતિ, ન્યાયની તો ઘોર ખોદાઈ ગઈ

છેક ઉપરથી નીચે બસ એક હાલત થઈ ગઈ ૧

અંગ્રેજને હંફાવતા અંગ્રેજથી ભૂંડા મળ્યા

ને દુર્દશા આ દેશની બરબાર હાલત થઈ ગઈ ૧

દેશવાસી થઈ અને આ દેશને ચૂસતા રહયા

વાડ ચીભડા જો ગળે ફરીયાદ કરવી કયાં રહી ?

સરફરોશીની તમન્ના, એકતા ને બંધુતા

'દેશ મારો' આજ એવી ભાવનાઓ કયાં ગઈ ?

સત્ર, પ્રતિષ્ઠા, લાગવગની સાઠમારી થઈ રહી

લાંચ–રુશ્વતની બદીની હવ હવે તો થઈ ગઈ ૧

કોણ કોને પૂછનારું જેને ફાવ્યુ જે કર્યુ

જે ફાવ્યો તે ડાહયો ગણાયો આપખુદી થઈ ગઈ ૧

કૂવો જ બગડયો છે ''કમલ'' શુધ્ધ જળ કયાંથી મળે ? શું કૂવાને ગાળનારા દેશમાં ફરી નહીં મળે ?

– ૪૩ –

ધરતી ઉપર ૧

ખાલી હાથે છે જવાનું છે ખબર પૂરી છતાં,

મોહમાયામાં

લપેટાતો

ફરું

ધરતી

ઉપર

છે સમજ એવી ખરી કે મોત પણ ભરખી જશે,

તે છતાં ય કેફ કેવો ખુદ અમર ધરતી ઉપર ૧

જિંદગી

કેવી

થવ્યા ને શું કરમ કરતા ગયાં,

મોત પાછળ થાય છે સૌની ટીકા ધરતી ઉપર ૧

જન્મ ને મૃત્યુ તિથિમાં બે દિવસના કાળમાં,

ભજવાય છે નાટક બધુ કેવું અહીં ધરતી ઉપર ૧

કૈં જનાજામાં ગયો ને શબ બળતા મેં દીઠાં,

આખરે સમથ ગયો છું કંઈ નથી ધરતી ઉપર ૧

અન્ય ફૂલો સૌ ખીલે છે બાગમાં ધરતી ઉપર,

'કમલ' કદિ ખીલતું નથી કાદવ વિના ધરતી ઉપર૧

– ૪૪ –

દેશ કારાગાર

દેશ કારાગાર આખો થઈ ગયો છે, શું થવન ?

શ્વાસ લેતાં પૂતળાં સૌ થઈ ગયા ધરતી ઉપર ૧

ધોમધખતા તાપમાં આકાશમાં તારા દીઠા

કોણ જાણે શું થાશે આ દેશની ધરતી ઉપર ૧

વેપાર ભ્રષ્ટાચારનો કોઠો પડયો સૌને હવે

સત્યને

સંહારતું

શાસન

થયું

ધરતી

ઉપર

જિંદગી એવી અકારી થઈ ગઈ છે, શું કહું ?

ગુંગળાઉં છું ચોખ્ખી હવા મળતી નથી ધરતી ઉપર૧

રાત અંધારી બધે આજે ભલે પ્રસરી ગઈ

ફૂટશે કાલે કિરણ ખીલશે 'કમલ' ધરતી ઉપર ૧

– ૪પ –

કોણ માનશે ?

દેખાઉં છું સજજન ઘણો હું બહારથી

મનમાં કરૂં છું પાપ ઘણાં, કોણ માનશે ?

લોકોને હસાવ્યા ઘણા જિંદગી સુધી

હું સદા રડતો રહયો છું, કોણ માનશે ?

જાણી બુઝીને જાઉં છું કટંકના રાહ પર

ફરિયાદ હું મુજને કરું છું, કોણ માનશે ?

દરિયો બધો તરી ગયો છું એક શ્વાસમાં

સાહિલમાં હું ડૂબી રહયો છું, કોણ માનશે ?

બદનામ થઈ ચૂકયો છું એના પ્યારમાં ઘણો

મિલન કદિ થયું નથી, એ કોણ માનશે ?

મળ્યું છે કલેવર મને માણસ તણું છતાં

ચહેરા વિના ફરતો ફરું છું, કોણ માનશે ?

ફૂલો 'કમલ' ના ખીલવા થનગની રહયા

દુશ્મન બની છે રાત એની, કોણ માનશે ?

– ૪૬ –

જઈને પૂછો

ગુલશનમાં ફૂલ ખીલ્યાં ના કોઈને ખબર છેે

હરકત પડી છે કેવી, માળીને જઈ પૂછો.

રસ કસ લઈ તરુનો ફળ તો લચી પડયા છે

પ્હાણા મળે છે કેવા, ડાળીને જઈને પૂછો.

પત્થરનું રૂપ બદલી શંકર થઈ જવામાં

થવન ગયું છે કેવું, કંકરને જઈને પૂછો.

મંથન કરી સમુંદરનું મેળવ્યા રતન પણ

ઝેર કાં પીધા છે, શંકરને જઈને પૂછો.

દીધા સમર્પી થવન નદીઓએ દોડી જઈને

શાને બનાવ્યા ખારાં , સરિતાને જઈને પૂછો.

થવન બધું વ્યથામાં પૂરું થયું છતાં પણ

કેવા

પડે

ટકોરા,

ગાગરને

જઈને

પૂછો.

છેલ્લે સફર કરને જાવું હતું કિનારે

નાવ કાં ડૂબે છે, નાવિકને જઈને પૂછો.

સંધ્યા થઈ ગઈ છે મશગૂલ થઈ જવામાં

ભ્રમરની શી દશા છે, 'કમલ' ને જઈને પૂછો.

– ૪૭ –

સમથ ગયો છું ૧

જૂની આ ધરાને જૂનું આ ગગન છે

અહીં કંઈક વેળા ફરી હું ગયો છું ૧

અગણિત તારા, સુરજ, ચાંદ સાથે

હતા તે જ આજે નિહાળી રહયો છું ૧

નવીન

લાગતું

ના

અહીં

થવને કાંઈ

ગમન આગમન હું સમથ ગયો છું ૧

શરીરનું રમકડું ચલાવી રહયું કો'

ખરેખર

હું

એને

પિછાણી

ગયો

છું

પ્રભુ પ્રેમ વર્ષા અહર્નિશ કરે છે

ઉપકારો

એના

સ્મરી

હું

રહયો

છું

''કમળ'' ને નથી સ્પર્શ જળનો છતાંયે

મજાથી

ખીલે

છે

સમથ ગયો છું ૧

– ૪૮ –

સાથ છે તમારો

ઈશ્વર કહો કે અલ્લા બે નામ ના જુદાં છે

સૌને સમાન મળતો એક પ્રેમ છે તમારો ૧

માનવ બધાય સરખા ચહેરા જુદા જુદા છે

ચિન્હોમાં ના ફરક છે શિવલિંગ કે મિનારો ૧

નાનક અને ઈસુનો પયગામ ના જુદો છે

કુરાન કે ગીતાનો બસ એક છે ઈશારો ૧

લોહી બનાવનારો ના કોઈનો જુદો છે

મારો, તમારો સૌનો છે એક તે સહારો ૧

ઈન્સાનિયતની ખુશ્બુ મહેંકી ઊઠે જગતમાં

દુનિયાને આજે કહી દો પરિવાર છે અમારો ૧

લાંબી સફર કરી છે દેખાય છે કિનારો

ફિકર નથી 'કમલ' ને જયાં સાથ છે તમારો ૧

– ૪૯ –

માનવ પ્રેમ જોઈએ

આલીશાન મહેલોમાં ભલે પોેઢયા કરો, પરવા નથી,

પણ રાત ગુજારા કાજ મારે છાજ નાનું જોઈએ ૧

સોના ચાંદી પાત્રમાં મિષ્ટાન્ન આરોગો ભલે,

પણ પેટ ખાડો પૂરવા સિર્ફ ધાન મૂઠી જોઈએ ૧

વસ્ત્ર પરિધાનમાં માઝા મૂકી મહાલો ભલે,

પણ અંગ મલાજો ઢાંકવા એકાદ ચીંથરું જોઈએ ૧

ના મોજ વૈભવ જોઈએ, ના કંઈ મફતનું જોઈએ,

પણ હાથપગ ચાલ્યા કરે થવવા મજૂરી જોઈએ ૧

આઝાદી પહેલાં જે હતી હાલત અમારી દેશમાં,

બસ એ જ હાલત એ ગરીબી આજ મારે જોઈએ ૧

કંગાલિયતમાં હું સદા સબડયા કરું એની મને ચિંતા નથી,

પણ માનવ છું એટલે હવે માનવનો પ્રેમ જોઈએ ૧

– પ૦ –

કોઈ તપ ફળી ગયું ૧

પહેલાં અમે જુદાં હતાં પણ કંઈ બની ગયું,

ઘીના

ઠામમાં

જાણે

ઘી

ઢળી

ગયું

બે નજર મળીને શું ઓગળી ગયું,

સાકરના

પાત્રમાં

જાણે

દૂધ

ભળી

ગયું

મુજ દિલમા વસવાનું તુજને ગમી ગયું,

હુંય

નસીબદાર

કે

વૈકુંઠ

મળી

ગયું

સરવાળા સત્કાર્યના કોઈને નોંધ્યા હશે,

જન્મોજનમના અંતે થવન મળી ગયું ૧

જયારે તને નિહાળું ચ્હેરો હસીન ભાળું,

એહસાસ દિલમાં થાતો કોઈ તપ ફળી ગયું ૧

– પ૧ –

તમે માર્ગમાં ...

તમે માર્ગમાં

નિત્ય

સામાં

મળો

છો

તીરછી

નજરથી

નિરખી દૂરેથી

કેડી

કાપી

સમીપ

આવી

ને આંખ ઢાળી

સરકી જઈને

અલ્પ અંતરેથી

નિહાળી

નિહાળી

ઢળી

ઢળીને

પાછાં વળીને

પછી શું જુઓ છો ?

અને

પછી

...

મીઠી

સ્મૃતિને

સ્મરી સ્મરીને

વિરહની

વ્યથામાં

તમે

કાં

બળો

છો

?

– પર –

જોઈ જવાની

ઝગમગતી

જોઈ

જવાની

આજે મન કંઈ થાય છે

શું

કરૂં

?

ગંધ અક્ષતથી પૂજું ?

કે

અંગઅંગે

હું

ચૂમું

?

કોને

કહું

?

દિલની વ્યથા

ને

સૂર

સરગમના

બધા

વાગી

રહયા,

ગુંથ રહયા

ને તાર છેડાઈ ગયા

કોને

પૂછું

?

એ કયાં ગઈ

ને

ઉર

લઈ

સરકી

ગઈ

જોયું

જોયું

એટલામાં

વીજ શી ચમકી ગઈ ૧

નેત્રો મળ્યાં ના

તો

મારા

નેત્રમાં

વસતી ગઈ ને

એક

ચિનગારી

જલનની

દિલમાં

મૂકતી

ગઈ૧

– પ૩ –

હું ગરીબી

હું

ગરીબી

કૈં

યુગોથી

દેશમાં

થવતી રહી છું

ને હવે

દેશના

સત્રધીશો

''મારી હટાવો'' સૂત્રથી હાકલ કરે છે

કે ક્રૂર મારી મશ્કરી આજે કરે છે ?

ના કોઈની તાકાત છે મારી હટાવીને મને

કત્લ કે કાનૂન અને શબ્દે મઢેલા ભાષણોથી ના હઠું.

વિરાટ મારું રૂપ તમે જોયુ નથી આ દેશમાં

એટલે

બણગાં

ફૂંકો

છો,

પણ જરા આવો અહીં છોડી તમારી મહેલ, મહેફિલ મિજલસો

ને

રાતવાસો

રહી

જુઓ

૧ છે શી દશા ? ૧

ના પેટ પૂરતો રોટલો ને તેલ ટીપું ય દોાુલું ૧

પરિસ્થિતિ છે એટલી નાજુક હવે

ઝાઝું

કહેવું

ઠીક

નથી.

– પ૪ –

હું ગરીબી ભારતની

હું

ગરીબી

ભારતની,

ના રૂસ, ચીન કે પશ્ચિમની

મુઠૃીભર માલેતુજારોની મને ઈર્ષા નથી

વિજળીની રોજની કે એરકન્ડીશન્ડ ભવન,

રંગ, ઉપવવની બહારોની મને પરવા નથી.

રોજ પેટ પૂરવા જેટલું જો ધન મળે તો બસ મને

પણ

હવે

તો

રાજકારણ

રંગમાં

રગદોળીને

નામ મારું છે વટાવ્યુ, તો ભલે

થોડો સમય કંઈ ભોળપણનો લાભ લઈ

જનતા તણો, મોજ માણી લો તમે મન ફાવતી

હું જાણું છું કે –

ઓથું મારું લઈ તમે તો જયાફતો માંડી દીધી

ને આંખ મીંચી લઈ મને કચડી દીધી

હાલત પહેલાં જે હતી તે ઠીક હતી, ઝૂંટવી લીધી

કૈં યુગો મેં જોઈ નાખ્યા

ઉફ

ઉચ્ચાર્યુ

નથી

પણ હવે તો હદ થઈ

કકળી ઊઠયું અંતર ૧

હાય

મારી

લાગશે

પરિણામ કેવું લાવશે ?

– પપ –

લૂંટો લુંટાય એટલું ૧

લૂંટો,

લુંટાય

એટલું

જનતા

પરાયું

ધન

ગણી

જાણે

ખેતરના

કો'ધણી

જો

જો

રહી

કંઈ

જાય

ના

કો'

ઝૂંપડામાં

પણ

મીઠાની

કાંકરી

આવી

તક

નળી

મળી

ફરે

પ્રધાન

છે

સૌ

પરધાન

ભૂખ્યા

નથી બધા દેશમાં કંઈ શાસ્ત્રી ૧

કેવી બિછાી જાળ છે કાનૂન તણી ?

કાળા

બજારો,

મોંઘવારી,

લાંચ–રુશ્વતની

બદી

ના ઘટે વધતી ઘણી

લાખો

કરોડો

રૂપિયા

ખર્ચ્યા

અને

ચૂંટણી

થતી

ને

પછી

લસોટીને

પછી

જનતા

તણી

ચટણી

થતી

આવે

ના

મોકો

આવો

ફરી

ધન,

દોલત

લ્યો

એકઠું

કરી

એવી

તો

દિલમાં

ભાવના

ભરી

જાણ સૌ દેશની સેવા કરી ૧

ચક્ર આવું તો સદા ફરતું રહે

જનતા બિચારી રોજ પિસાતી રહે ૧

શિવકૃપા ઉતરી રહી શાસન ઉપર

કે રુદ્ર રુઠયો છે ''કમલ'' જનતા ઉપર ?

– પ૬ –

જોઈને ખુશ થાઉં છે ૧

લગ્નનો

કોટ

ગડીબંધ

પેટીમાં

પડેલો

અકબંધ

કયારેક

નજરે

પડે

છે

જોઈને

ખુશ

થાઉં

છું

પણ

પાર

કે

પત્રે

નથી

મારી

વાવાનો

ઝભલાં,

લંગોટ,

ચડૃીનો

કયાં ગઈ મારી વાવા ?

જોઈને ખુશ થાઉં છે ૧

વસ્ત્રોથી

વીંટળાયેલી

જિંદગી

કફનથી

લપેટાઈ

પૂરી

થશે

તો

લાવ, હું જ લઈ આવું મારું કફન

જોઈને ખુશ થાઉં છે ૧

– પ૭ –

ભાગી જવું મારે

નથી

રહેવું

મારે

નગરનો

જંગલોમાં

માનવી તો શું

માનવીનો પડછાયો ય શોધ્યો ના જડે

એવાં દૂર ... દૂર નાં જંગલોમાં

ભાગી જવુ મારે ૧

મને પાકો ભરોસો છે

હિંસક

ગણાતાં

જાનવરોની

મૈત્રી,

પ્રેમ,

કરુણામાં

અને

એમને પાકો ભરોસો છે

મારી

મૈત્રી,

પ્રેમ,

કરુણામાં

એટલે

ભાગી જવું મારે

દૂર ... દૂર ... દૂરના જંગલોમાં

નથી

રહેવું

મારે

નગરોના જંગલોમાં ૧

– પ૮ –

હું માણસ છું

હું

માણસ

છું

તેથી

વિચારોના

વૃંદાવનમાં

કયારેક

ખોવાઈ

જાઉં

છું

અને

અનુભૂતિ

કે

અવલોકનના

ટેકેટેકે

કંઈક

પ્રતિકો

કે

કલ્પનો

દ્વારા

અભિવ્યકત

કરી

લઉં

છું

વિચારો

ત્યારે

લોકો મને આપી દે દે છે

બિરુદ કવિનું

હું

મારી

જાતને

પૂછું

લઉં

છું

હું

કવિ

છું

?

ઉત્ર્ર

મળે

છે

''ના''

હું

પણ

બધાના

જેવો

માણસ છું.

– પ૯ –

આયખું પૂરું કરે ૧

અસલી

ચહેરાને

છુપાવી

મ્હોરાં

પહેરી

માનવી

ફરતો

ફરે

શ્વાસ ચાલે

હાથ ચાલે

પેટનું

ગુજરાન

ચાલે

રાત દિ' ગુજર્યા કરે

પહેચાન

ખુદની ખોઈ બેઠો

આયખું

પૂરું

કરે

– ૬૦ –

વ્હાલાં બાળકો ૧

ૠણાનુબંધ

સબંધથી

અવતર્યા

મારા ઘરે

જે પ્રેમ આપ્યો

અમોએ તમોને

એ પ્રેમ આપ્યો

નો

કોઈએ

તમોને

હવે શું આપવું બાકી રહયું ?

ઈચ્છાઓ

અનંત

છે

તમારી

પ્રભુ

પૂર્ણ

કરે

આશિષ

અમારી

– ૬૧ –

થવન મળ્યું

થવન મળ્યું

થવી જશું મરતાં સુધી

શંકા નથી

પણ

શ્વાસની સરગમ

દિલમાં તબલા

કોણ વગાડે ?

જાણ્યું નથી

થવન નથી ૧

– ૬ર –

જિંદગીનું ગણિત

એક

વત્ર

એક

બરાબર

બે

તો

હંમેશા

થાય

છે

પણ

જિંદગીનું

ગણિત

અટપટું

હોય

છે

કયારેક

એક

વત્ર

એક

બરાબર

એક પણ થઈ જાય છે ૧

ને વળી

કયારેક

તો

એક

વત્ર

એક

બરાબર

શૂન્ય પણ થઈ જાય છે ૧

જિંદગીનું

ગણિત

અટપટું

હોય

છે.

– ૬૩ –

લાકડીનો ટેકો

આ લોકની યાત્રામાં

લાકડીના

ટેકે

ચાલું

છું

વૃદ્ધાવસ્થામાં ,

હવે

...

પછી

પરલોકની યાત્રામાં

સત્કર્મની

લાકડીનો

ટેકો

લઈ જશે

પ્રભુધામમાં.

– ૬૪ –

અંતરની પ્રાર્થના

હે પ્રભુ ૧

સાંભળ્યું

છે

મેં

કે

અંતરની પ્રાર્થના સાંભળી

દોડી આવે છે તું

તો

મારી પણ

અંતરની પ્રાર્થના સાંભળ

''તું દોડધામ છોડી દે

અને

તારા

ધામમાં

શાંતિથી

રહે,

તારું

કામ

મને

સોંપી

દે.''

– ૬પ –

યાચના

(વસંતતિલકા)

હું

છું

પ્રભુ

૧ અધમ માનવ થવ તારો,

ને દીનહીન અતિ પામર થવજંતુ.

ના કૈં મને ગમ પડે નિજ થવની ને,

નિષ્કામ આ જગતમાં રખડી રહયો છું.

ભાળી લીલા ઘડીક હું બહું સ્તબ્ધ થાઉં,

હું

કૂપમંડૂક

તને

સમથ શકું શું ?

ના કૈં મળે જગ વિશે હરિ ૧ સ્થાન મારું,

વિશાળ ષ્ટિ વિણ હું જગમાં ભમુ છું.

ઈચ્છું પ્રભુ ૧ થવન ષ્ટિ વિશાળ તારી,

કૃપા ભરી નયન ષ્ટિ વડે અનેરી.

કાપો મલિન મુજ થવનના વિરોધી,

પાપો મને ઘડીઘડી ઉરમાં ડસે જે.

યાચું પ્રભુ ૧ તુજ કને શીશ હું નમાવી,

પ્રજ્ઞા

રૂડી

અનુપમા

અતિ

તેજવાળી.

– ૬૬ –

જગદીશને –

પ્રજ્ઞા,

પ્રતિભાથી

અંજવાઈ,

વિચાર

સ્ફૂર્યો

કવિતા

લખાઈ.

છે

સુત

કાન્તિ–ભકિત

તણો

એ,

હઠાગ્રહી,

જિદૃી,

જકકી

ઘણો

એ.

ડરપોક

પૂરો

ને

વ્રજકાયા,

છે

કોમલાંગો

વળી

તેજ

છાયા

રમી

રહે

નેત્રમાં

ગુણગાયા

આવે

નિશાળે

દફતર

લઈને

સાહેબ

કહેતો

લેહકો

કરીને

મારી કને તે ખુશી થઈ બિરાજે

ને

સાથે

મારા

ઉરમાં

બિરાજે

જંપે

જરીના,

ના

ચૂપ

બેસે,

ગાડી

ને

ઘોડામાં

ચિત્ર્

પેસે.

છે

દિવ્ય

કાન્તિ

વદને

ગુલાબી,

આંખોમાં

અંજન

ને

દીપ્તિ

શરાબી.

સુંદર

વપુશ્રીથી

લુબ્ધ

થઈને,

સ્નેહોર્મિથી

ચુંબન

કૈંક

કીધા

અન્યોન્ય ગાલે બુચકાર તાલે ૧

વહાલે

વધાવી

લઉં

હર્ષથી

હું,

અંગુલીઓને

મર્દન

કરી

લઉં.

લાડીલો

વહાલો

ઉરમાં

હશે

શું

માતા પિતાને મુજથી વધુ શું ?

પ્રીતિ

તણી

ગં્રથિ

સદાય

રહેશે

કે એ પ્રીતિમાં સ્મૃતિસ્થાન લેશે ?

થવન સુવાસિત ચિરંથવી છે

છે પ્રાર્થના એ જગદીશને છે.

– ૬૭ –

સાચી દિવાળી ૧

ચીનાંશુકોમાં

સુસજજ

થઈને

મિષ્ટાન્ન

ભોજન

ઉદરે

ભરીને

આભૂષણોથી કાયા મઢી દઈ

શ્રીમંતલાકો

જગમાં

ફરે

છે

ને ઉર મારું ભડકે બળે છે ૧

ઉજવે

ધનિકો

નિત્યે

દિવાળી,

છે રંક હૈયે ધીકતી જ હોળી.

ના વસ્ત્ર પૂરું ય નાગા ફરે છે,

રોટી વિના જે વલખે મરે છે ૧

ના સેજ પૂરી નીત ઊંઘવાને,

ને

છાજ

પૂરું

ઘર

ઢાંકવાને

શાની

દિવાળી,

શાના

ફટાકા

ને ધૂમધડાકા જગમાં ફૂટે છે ?

બ્રહ્માસ્ત્રની જયાં શોધોય ચાલે

ને

વિશ્વાશાંતિની

વાતો

ચાલે

માનવ બને દાનવ આજ શાને ?

વિકૃતિ

થતી

સંસ્કૃતિમાંથી

શાને

?

સાચી

દિવાળી

ઉજવાય

કયારે

?

દરિદ્રનારાયણ

તૃપ્ત

જયારે,

થાશે

દિવાળી

સાચી

ત્યારે.

– ૬૮ –

ઉર ઠારવાને ૧

સંકલ્પ

કીધો

નકકી

વિચારી

ના હું લખું કાવ્ય હવે કદાપિ

ના કોઈ વાંચે ના કોઈ છાપે

ને આગ ઉરે વૃથા જ ચાંપે

આજે

છપાશે

કાલે

છપાશે

રે કેટલા દિ' ઝૂરવું ય આશે ?

પૈસા

તણું

આંધણ

ખૂબ

કીધું

આશા

તણું

ઝેર

સદાય

પીધું

ટપાલ

ખર્ચે

ટિકીટો

બગાડી

ના કોઈ ઉત્સાહ આપે અગાડી ૧

એવી

મજાની

કવિ

જિંદગાની

ના હું લખું કાવ્ય હવે કદાપિ

પ્રસિદ્ધિ

કિર્તિ

યશ

પામવાને

ના શાહ, કે જોશી, કવિ ય થાઉં

નરસિંહ

ને

કાન્ત

કલાપી

થાવું

મકરંદ,

ઠાકોર

કે

શેષ

થાવું

સુંદરમદ્મ અને કવિ બીજા ય થાવું ૧

કવિ

ઘણા

વિશ્વ

મહીંય

મોટા

કવિતડાં

શું

ત્યાં

હોય

તોટા

'' ના હું લખું કાવ્ય'' સંકલ્પ કીધો,

છતાં ય મેં આ પ્રયત્ન કીધો ૧

શાને લખું કાવ્ય ? ના કોઈ જાણે

આનંદ,

મસ્તી

નિજ

માણવાને

હૈયા વરાળો ઉર ઠારવાને ૧

– ૬૯ –

સ્નેહીને

(મંદાક્રાન્તા)

સ્નેહી ૧ તારાં સ્મરણ ઉરમાં જે ગયાં કોતરાઈ,

ના

હું

ભૂલું

થવનભરમાં જે ગયાં છે ગુંથાઈ.

યાદી તારી નયન સમીપે આવતી જયાં અનેરી,

કોરી ખાતી ભ્રમર જયમ એ ઉરની પાંખડીને.

વાતો મીઠી સુખદુઃખ તણી દિલ ખોલી કરી જે,

નિત્યે ગુંજે શબદ કરણે પ્રેમ આંસુ વહે છે.

પંથો

જુદા

સ્વજન

૧ સઘળા આપણા જે પડયા છે,

તેમાં રાચી થવન થવવું એ જ મોટી ખૂબી છે.

ઝંખુ હું તુજ થવનનું સ્વપ્ન મીઠુ રચેલું,

ભાળું કયારે હૂબહૂ તુજને ષ્ટિથી હું રસીલું.

આશા મારી ફળીભૂત અરે, કયાં લગી એ થશે ને

આત્મા મારો બરફ સરખો હિમ જેવો થશે રે ?

શાને

કાજે

પ્રભુ

૧ નિરમિયો પ્રેમ આ વિશ્વમાં તે ?

શું ના હોતો થવનરસ એ પ્રેમ વિના ખરે કે ?

– ૭૦ –

વસંતને

(શિખરિણી)

સહર્ષે આમંત્રે જગતભરના માનવ અને

ગીતો ગાતાં તારાં કવિહૃદય પ્રેમે થનગને.

અહા શું મ્હેકે છે તુજ થવનની સૌરભ અને

ખીલી છે યુવાની ઘડીક મુજ આંખો ઠરી જતી ૧

પ્રતિ પુષ્પો પુષ્પો રૂપરમણ તું કાં કરી રહી ?

નિહાળી વિચારું વનવન બધે કાં ભટકતી

અને તું ના ચાહે જનહૃદય જે સુંદર અતિ

જગે જે મોંઘુ છે, પણ કદરની ના કંઈ પડી ૧

કદિ જો તું અર્પે નિજ થવનને માનવ થકી

દિસે પૃથ્વી કેવી અનુપમ અરે, સ્વર્ગ સરખી ૧

કરે દેવો ઈર્ષા વિસરી જઈને સ્વર્ગ રમણી

અને

આવે

નીચે

નવથવનની લ્હાણ લૂંટવા ૧

તને હું ધિકકારું મનુષરૂપને તું ભૂલી ગઈ

છતાં કાં વિસારું મુજ હૃદયમાં કાવ્ય મૂકી ગઈ ૧

– ૭૧ –

સ્મૃતિ

(મંદાક્રાન્તા)

વર્ષો વીત્યાં મુજ હૃદય રે ૧ આજ શાને દ્રવે છે ? ને એ શાને રુદન કરતું વ્યર્થ વાણી વહે છે.

શાને કાજે જગતભરના માનવીઓ કહે છે,

વિદેશીની પ્રીત ન કરવી ચંદ્રની ચાંદની છે.

મૈત્રી તારી સ્વજન આજે ચીનગારી જલાવે,

યાદી આપે ગત સ્મરણની દિલ મારું રડાવે.

કીધાં ચુંબન તુજ અધર પર ને વળી કૈં કપોલે,

ગાલે ચૂમી રસ લૂંટી લીધો જે બન્યો વિષ આજે.

આલિંગીને ઉભય નયનો પ્રેમથી જે બીડાતાં,

ને તેમાંથી અમી ઢળી જતું પ્રેમઅશ્રુ વહેતા.

હા, હા, સાચું જગત વદતુ ચંદ્રની ચાંદની છે,

આજે જાણ્યું અનુભવ કરી મેં ચંદ્રની ચાંદની છે.

સ્મૃતિ

તારી

સનમ

૧ સઘળી દિલમાં મેં છુપાવી,

તેનાં બિન્દુ નયનજળના અર્પતા અંજલિ આ.

– ૭ર –

કરુણાની ગંગા

(શિખરિણી)

હજારો વર્ષોથી વહી રહી ગતિ એક સરખી

સમાજે દારિદ્ર અનીતિ અન્યાયો જ ભરખી

રહયા છે રંકો ને જકડી લઈને નાગચૂડમાં

દબાવી બેઠા છે સકળ જગમાં શોષકજનો

અને મૂંગે મોઢે સહન કરતા સૌ દીનજનો

દબાયા વર્ષોથી તદપિ કંઈ ક્રાન્તિ નવ કરે ૧

ચહું એવી ક્રાન્તિ ઘડીક મહીં આ વિશ્વ પલટે

દલિતો,

કિસાનો,

શ્રમથવી તણા સંઘ ઉમટે

પ્રજાળે અન્યાયો, અનીતિ, સિતમો ભસ્મ કરી દે

અને સ્થાપે શાંતિ લઈ સકલ સત્ર જગતની

લહેરાવે ઝંડો શ્રમ પ્રતિકનો વિશ્વભરમાં

અને સ્થાપે મોટું અખિલજગ સામ્રાજય શ્રમિકો

અભિલાષા સેવું જનસમૂહ ઉરે વહી રહે

કરુણાની ગંગા સકલ જગનું શ્રૈય કરવા.

– ૭૩ –

ડૉ. કાન્તિભાઈને

(અનુષ્ટુપ)

સૌજન્યના તમે સ્વામી, સૌના સેવક આપ છો,

ઔદાર્યની વળી મૂર્તિ પ્રેમના તો પ્રતીક છો.

ન્હોતું જાણ્યું જવાના છો ગામ છોડી તમે કદિ,

હૃદયની ઊર્મિઓને આજે કંઈ શબ્દો નથી.

પ્રેમ વાત્સલ્યની આજે સરવાણીઓ ફૂટી રહી,

અંતરે આજ સર્વના ભૂલશો ના તમે કદિ.

ગામ છોડી તમે ચાલ્યા સર્વને દુઃખ થાય છે,

સ્નેહી ૧ ગામ તમારું છે પુનઃ આપ પધારજો.

ક્ષમા આપો અમારી સૌ ત્રુટિઓ સ્નેહથી તમે,

વિશાળ ચિત્ર્માં રાખી યાચના કરીએ અમે.

સેવાની સ્મૃતિઓ સૌના હૈયે અંકિત જે થઈ,

ચિરથંવ બની રહેશે વિસરાશે નહીં કદિ.

સુખ, શાંતિ અને કીર્તિ દીર્ધ આયુષ્ય આપને,

પ્રભુ અર્પે અમારી છે એટલી ઉપર પ્રાર્થના.

– ૭૪ –

ગત સ્મરણ

(શિખરિણી)

વિતાને વેરાયા રજની ચમકીને ઊડુ ગણો

હતી ઉષા આભે, અટુણ પણ ન્હોતો ઊગી રહયો

અને એ લાલીમાં ધવલ શશિ ઝાંખો જ દીસતો

વધાવી ઉષાને મધુર ગીત ગાતા સઉ થવો,

કિનારે હું ઊભો, નિરખી રહીને એ ઝરણની

વરાળો હું ઊડે જલ પરથી ઊંચે ગતિ કરી ૧

નથી ઉષ્મા કયાં યે જઈ ખળળ શાને ઉકળતું ?

બધે ઠંડી તોયે જળ ખળળ શાને બળી રહયું ?

અહા ૧ શું ન્હાવાની રમૂજ મુજ આવે નકી કરી

પડયો કૂદી ત્યાં તો સકલ મુજબ કાયા ઠરી ગઈ ૧

હતું એ હિમાંબુ કલરવ કરીને વહી જતું

છતાં ય કાં ભાળું શીત ઉદક આજે ઊકળતું ?

ઠર્યા નેત્રો મરા કુદરત કળાને કળી ગઈ

હજુ યે કંપાવે ગત સ્મરણની એ મીઠી ઘડી ૧

– ૭પ –

એક સંધ્યા

(મંદાક્રાન્તા)

ન્હોતો

જયો

થવનભરમાં અબ્ધિ આજે જ જોયો

રે ૧ કયાં બિન્દુ જળ તણું પડે આણ માંહી સમુદ્ર

શું આ સિન્ધુ સકળજળના બિન્દુનો છે બનેલો ?

હૈયું મારું થનગન કૂદે ને વળી સ્તબ્ધ થાતું ૧

સંધ્યા ઊભી દૂરથી નિરખી વેશભૂષા સથને,

આવે સ્વામી જકડી લઈને અંગમાં હું લપેટું ૧

ત્યાં તો મોજું સમદર જળે ઉછળીને ચઢે છે,

ગોળો કેવો ધખધખ થતો સિન્ધુએ ભક્ષ લીધો ૧

પૂર્વે કાલે રવિ નહીં ઊગે સિન્ધુમાં જે સમાયો ૧

ઘૂ ઘૂ ગાજે સમદર અને હું ઊભો છું કિનારે,

શ્યો

જોઈ

થવ ઊડી ગયો હાય ૧ કાલે શું થાશે ?

પાડી બૂમો રવ કરી ઘણો કોઈએ ના સૂણી તે

એકાકી હું તિમિરઢગના કોપમાંહી સમાયો ૧

– ૭૬ –

સાન્નિધ્ય

ના મીટ માંડી નિરખે કદિ એ

ને મૌન ધારી ના કૈં વદે એ

કે સ્મિત ના કંઈ ફરકે તદાપિ

તરસ્યો ભૂખ્યો હું બેસી રહીને

કરું તૃપ્ત આકંઠ ક્ષુધા તૃષાને

આંખો

વડે

– અનિમિષ નેત્રે બેસી રહીને

પ્યાસી

નજરથી

નિરખ્યા

કરું

નિરખ્યા

કરું

હું

ને દર્શને આંખ પાવન કરી લઈ

મૃત્યુલોકે

દર્શનનું

અમૃત

પીધા કરું હું, પીધા કરું હું

આ ધન્ય થવન સઘળું થયું છે

પ્રિય પાત્ર એવું મુજને મળ્યું છે

ના કંઈ અભિપ્સા દર્શન વિના છે

ને અન્ય જન્મે પણ નૈત્ર સામે

સાન્નિધ્ય એનું ઝંખ્યા કરું હું

ઝંખ્યા

કરું

હું.

– ૭૭ –

તૃપ્તિ થઈ

(વસંતતિલકા)

સંવત્સરે

પ્રલયના

દ્વિસહસ્ત્ર

કેરા

સત્રવીશે શરદના વળી પૂર્ણ ચંદ્રે

મધ્યાહદ્મન

વેળ

પૂરવે–ઉત્ર્રે

કલાકે

અર્ધા, દ્વિપુત્રી જનમી મીન રાશિ ચંદ્રે

પુષ્પા

કૂખે

થવનને અજવાળવા શું ?

વ્હાલેરી છો ભગિનીઓ ત્રણ ભાઈ કેરી,

મા–બાપને મન વળી અતિ લાડલી છો

તૃપ્તિ થઈ અમ ગૃહે અવતાર લીધો.

પુત્રો દીધા ત્રણ હવે પ્રભુ પુત્રી આપે

ઈચ્છા હતી હૃદયમાં અમ દંપતીના

ભાઈ ત્રિપુટી, પણ છે ભગિની વિનાની ૧

કેવો દયાળુ પ્રભુ છે ? કરુણા કરી, ને

આપી દીધી પલકમાં દુહિતા દ્વિ સાથે ૧

હું એકલો પણ મને ત્રણ છે ભગિની

જોતાં જ પ્રેમ વરસે ત્રણ બેનડીને

વાત્સલ્યના

હૃદયમાં

ફૂટતા

ફુવારા,

સંસારનો રસ મીઠો વળી બેનીઓથી

ના ભાઈની કમી દીધી ત્રણ બ્હેન ભાઈ ૧

એવો જ પ્રેમ વરસો ત્રણ –બે ઉરોમાં

બે પુત્રી, ત્રણ પુત્રને વળી બે અમે, ને

મા વૃદ્ધની સહિત થૈ કુલ અષ્ટની આ

વાડી કુટુંબની હવે હરિયાળી ખીલી ૧

માળી બની ખિલવણી કરવી રહી, ને

પ્રત્યેક

ફૂલ

વિકસે

પરિપૂર્ણતાએ

છે

પ્રાર્થના

પ્રભુથને ખૂબ શકિત આપે

તૃપ્તિ પૂરી થઈ ગઈ, રહીના કમી, ને

''બે બાળકો બસ'' તણી સરકારશ્રીની

ઉલ્લંધી નીતિ, પણહા, બહુ મોડી મોડી

શસ્ત્ર ક્રિયા થઈ ગઈ, પરવારી બેઠાં ૧

– ૭૮ –

આદર્શ દામ્પત્ય હો ૧

(શાર્દૂલવિક્રીડિત)

દીક્ષિતા કુળ દીપિકા બની રહો છે અંતરે કામના

ક્ષિતિજે ચમકી રહયો ધ્રુવ તને અર્પે સદા પ્રેરણા

તારા થવનમાં સદા ઢ રહો પતિવ્રતા ભાવના

દીવાની થઈ વાટ તું પ્રજળજે જયોતિ ઝગે સર્પદા

પપ્પાના

કુળને

ત્યથ હરખથી જાનીકૂળે સંચરો,

કષ્ટોને

તપ

માનજો

થવનમાં સિદ્ધિ મળે સર્વદા.

સુખી

થવન કાજ સપ્તપદીના આદેશને પાળજો,

ખીલે થવનપુષ્પ ને પ્રસન્નતા વ્યાપી રહે સર્વદા.

રહેજો રામસીતા થઈ જગતમાં ધન્યોગૃહસ્થાશ્રમ,

હોમાગ્નિ

પ્રભુ

સાક્ષીએ

થવનમાં આત્મૈકય વ્યાપી રહો ૧

પ્રજ્ઞા શુદ્ધ રહો ભવોભવ સુધી દામ્પત્ય માંગલ્ય હો ૧

ભુમિ ભારતની અરુંધતિ તણું આદર્શ દામ્પત્ય હો ૧

ચિ. દીક્ષિતાનો લગ્ન દિવસ

સ્વરચિત મંગલાષ્ટક લગ્ન

તારીખ : ર૦.૦ર.૧૯૯૪

પ્રસંગે વાંચ્યુ અને વંચાવ્યું

રવિવાર સંવત–ર૦પ૦ મહાસુદ ૯

દીક્ષિતા દીપક સુખી રહો પ્રભુ

(મંગલાષ્ટકની દરેક પંકિતમાં પ્રથમ અક્ષર ઉપર પ્રમાણે ગોઠવાયો છે.) ...૭૯/–

– ૭૯ –

પટોળું મારું વાયરે ઊડી જાય

વાયરે

ઊડી

ઊડી

જાય

રે ૧ પટોળું મારું વાયરે ઊડી ઊડી જાય (ર)

એક અંગ ઢાંકુ ને બીજે સરી જાતું

મારું

જોબનિયું

છલકાય

જાય,

રે

૧ પટોળુ .

એ ... એ ... એ ... લીલુડા ઘાઘરામાં રાતુડી ટીપકી

કોઈના જોઈ જાય

હાં, રે ૧ મારું જોબનિયું ઢળી ઢળી જાય, રે ૧ પટોળું .

ઈંધણાં વીણતાં કાંટા વાગે ને પાની કોરાઈ જાય,

મારા હૈયામાં ગલીપચી થાય

હાં, રે ૧ મારાં લોચનિયાં ઉભરાઈ જાય, રે ૧ પટોળું.

વાગે ભણકારા એના પગલાના કાનમાં

કાળજું

કોરાઈ

જાય,

હાં, રે ૧ મારું ચિત્ર્ડું ચોરાઈ જાય , રે ૧ પટોળું.

વેળા થઈ તોય ના'વ્યો મારો સાયબો

અંતર

વલોવાઈ

જાય

હાં, રે ૧ મારા રોમરોમ કામણ થાય, રે ૧ પટોળું.

ઢાંકીને રાખેલું ધીકતું હૈયું વાયરે બળીબળી જાય,

હાં, રે ૧ ઓલ્યો વાયરો વેરણ થાય, રે ૧ પટોળું.

– ૮૦ –

મેહુલો ગરજે

મેહુલો ગરજે ને વીજ ઝબૂકે

ઝરમર વર્ષા થાય, મારા હૈયાને ભીંજવી જાય.

ગગન મંડપની રોશની કરતા તારલિયા સંતાય

મારા

દિલડામાં

દીવડા

થાય.

અંધારાના એ ઓળા મહીં મને વિરહની વેદના થાય,

મારાં લોચનિયાં ઉભરાય.

ગોવાળિયાની બંસરીના સૂર કાળજાને કોરી ખાય,

મારા

ચિત્ર્ડાને

ચોરી

જાય.

મંદ સમીરની સહેરીઓ આવે ને વાતો મીઠી કહી જાય,

મારા

રોમ

રોમ

કામણ

થાય.

સુંદર મીઠાં સપનાં આવે ને રોજ રોજ ઊડી જાય,

મારી આંખડી ઝબકી જાય.

બાવરી બાવરી પ્રીતમ ગોતું આતમ દીપ બુઝાય,

કયારે

મને

કાનુડાના

દર્શન

થાય.

– ૮૧ –

આતમ દીવડો

જલી રે રહયો દીવડો જલી રે રહયો,

મારા

અંતરના

કોડિયામાં

જલી

રે

રહયો.

તેલ વિણ વાટ વિણ બળી રે રહયો,

મારા

અંતરના

કોડિયામાં

જલી

રે

રહયો.

એની

ઉષ્માથી

હું

તો

થવી રે રહયો,

મારા

અંતરના

કોડિયામાં

જલી

રે

રહયો.

એના પરકાશે હું તો ભાળી રે રહયો,

મારા

અંતરના

કોડિયામાં

જલી

રે

રહયો.

કોણે પ્રગટાવ્યો ના હું સમથ શકયો,

મારા

અંતરના

કોડિયામાં

જલી

રે

રહયો.

જલી રે રહયો દીવડો જલી રે રહયો,

મારા

અંતરના

કોડિયામાં

જલી

રે

રહયો.

– ૮ર –

ઉરના ઉદ્યાનમાં

ઉરના ઉદ્યાનમાં ખીલ્યાં જો ફૂલડાં

હાલને ગૂંથીએ માળ હો ... સખી .

જો જે વિલાયના અંતરના ફૂલડાં

હાલને

વીણીએ

આજ

હો

સખી.

પ્રેમના

દોરાથી

પ્રીતે

પરોવીને

હાલને

ગૂંથીએ

માળ

હો

...

સખી.

એ તો વરસાવશે સૌરભની સુરખી

હાલને

ઝીલીએ

આવિ

હો

...

સખી.

લઈ

ને

પરિમલ

એની

થવનમાં

હાલને

રમીએ

રાસ

હો

...

સખી.

– ૮૩ –

ખીલી ખીલીને ફૂલ બનશે

ખીલી

ખીલીને

ફૂલ

બનશે

કળી

ખીલી

ખીલીને

ફૂલ

બનશે

એ ... એની પાંખડીઓ કૈંક કૈંક કહેશે

સુણજો

હો

વીરલા

...

(ર)

ખીલી.

અંતરની

શીશીમાં

એની

પરિમલણનુ

પૂરજો

હો

વીરલા

...

(ર)

ખીલી.

એ ... એની ઉડશે પરાગરજ

ઝીલજો

હો

વીરલા

...

(ર)

ખીલી.

ઉરમાં

પરોવીને

એનો

સંદેશ

જરા

સમજો

હો

વીરલા

...

(ર) ખીલી.

આતમની વાડીમાં એની સુવાસ લઈ

ખીલજો

હો

વીરલા

...

(ર)

ખીલી.

– ૮૪ –

શાંતિના સૈનિક

વિશ્વે ઝીલી વિચારધારા આવો હિન્દ આવો

નોબત વાગી સર્વોદયની તાલેતાલ મિલાવો

આવો હિન્દી આવો, શાંતિના સૈનિક થઈ આવો.

બાળ, યુવાનો, વૃદ્ધો સાથે રંક તવંગર આવો

થવી જાણી થવન મળ્યું તો માનવ થઈને મ્હાલો

આવો હિન્દી આવો, શાંતિના સૈનિક થઈ આવો.

નેત્રોને વિશાળ બનાવો એંધાણો પિછાણો

નવ સૃષ્ટિનું સરજન કરવા ઈંટ બનીને આવો

આવો હિન્દી આવો, શાંતિના સૈનિક થઈ આવો.

મન તન ધનથી દીનજનોની સેવા કરવા આવો

નગ્ન ભાંડુની કાયા ભાળી સહેજે તો શરમાવો

આવો હિન્દી આવો, શાંતિના સૈનિક થઈ આવો.

હોળી બળતી ભારતભરમાં કાં દિવાળી મનાઓ ?

અમર ભાવના ભાવે કેરી ઉરે સૌ અપનાવો

આવો હિન્દી આવો, શાંતિના સૈનિક થઈ આવો.

મા ભારતની સેવા કરવા સુત બનીને આવો

રાંક તવંગર સૌ હૈયે હર્ષ ધરીને આવો

આવો હિન્દી આવો, શાંતિના સૈનિક થઈ આવો.

– ૮પ –

મનખાં જોયાં ૧

ઓતરા

ચિતરાના

તડકામાં

ધોમ

ધખેલો

માથે

લઈને

ડાંગર ઝૂડતાં, કો' વાઢીને ભેગું કરતાં

ફાટયા

તૂટયાં

લૂગડાં

સોતાં

ખેત

મજૂરો

ખેડૂતોના

મહેનત

કરતાં

મનખાં

જોયાં

ચામડી

તતડે

એવો

કરડો

કડક

તડકો

સહી

સહીને

ઘડીક

વિસામો

શોધી

લેતાં

ખેતર શેઢે આંબા નીચે શીળી છાંયે

હા ... શ કરી બેઠાં ન બેઠાં ને

સફાળાં 'મોડું થાશે' ચિંતા કરતાં

મહેનત

કરતાં

મનખાં

જોયાં

નમતે

પ્હોરે

ઝૂડી

લીધેલું

ઢગલું

ઉપણી

દાણે

દાણો

વાળી

ઝૂડી

વીણી

લઈને

ગાડે નાખી ધોરી જોડી ને

ડચકારે

ગાડાં

હાંકી,

આનંદાતા

ને

મલકાતાં

મહેનત

કરતાં

મનખાં

જોયાં

– ૮૬ –

હે દેવભૂમિ ૧

હે દેવભૂમિ ૧

તને નિરખું નિરખું તોય આંખો પ્યાસી રે

મારી આંખો પ્યાસી ૧

તને ભાળું ભાળું તોય ભૂખ્યું ભૂખ્યું રે

પેટ

ભૂખ્યું

ભૂખ્યું

હિમથી

છવાયેલા

શિખરોને

ચૂમવા

આજે પણ નેણ મારાં તલસે તલસે ૧

તને

નિરખું

...

વનશ્રી

વનરાથનો વૈભવ અપાર જોઈ

મન મારું થઈ ગયું રાથરાથ ૧

તને

નિરખું

...

કાલિંદી યમુના ને ગોરી ભાગિરથી

બન્ને

ગિરિજાના

રૂપ

જુદાંજુદાં

તને

નિરખું

...

ખેલંતી

કુદંતી

મંદાકિની

એની

મસ્તી ને ગર્જના જુદી જુદી ૧

તને

નિરખું

...

અલકનંદાની

વળી

શોભા

અલબેલી

મલકતી જાય એ તો ઘેલીઘેલી ૧

તને

નિરખું

...

યમુનોત્રી

ગંગોત્રી

બદરી

કેદારના

દર્શન કીધાં ને મન થાયુ રાથરાથ ૧

તને

નિરખું

...

– ૮૭ –

તું કળી લાડલી

તું

કળી

લાડલી

પુષ્પા

કમલ

તણી

ખીલવા

ઉત્સુક

ઘણી

ધીરજ

ધર

બસ,

રાત

આડી

જો, હવે તો તારલા ઝાંખા પડયા

નજર કર

ઊગશે

રવિ

ક્ષિતિજ

ભણી

સહસ્ત્ર

રશ્મિ

સૂર્યના

સાન્નિધ્યમાં

પાંખડી

પ્રત્યેક

મલકી

ઊઠશે

ને સમીર

સુવાસ

તારી

લઈ

જશે

વિપત્ર્િઓને

અવવણી

પ્રસન્નતા

પ્રસરાવશે

હર

દિલ

મહીં

ઘરઘડી.

– ૮૮ –

ગમે

નેહ

નીતરતાં

નયનોમાંથી

મલકાતો

નિર્મળ

ભાવ

અને

મલક

મલક

થઈ

મલકી

જાતું

સ્મિત

ગમે

વૃક્ષઘટાની

શીતળ

શીળી

છાંય

તળે

સ્વાર્થ

વિનાના

સ્નેહતણો

સબંધ

ગમે

પ્રકૃતિની

પ્રેમ

સગાઈ

સૃષ્ટિનું

સૌંદર્ય

અને

માનવતાનો મને હૂંફાળો પ્રેમ ગમે ૧

કમનીય કાયા કોણે બનાવી ?

કોણ

ચલાવે

?

ચેતનતાનો

મને

સુંવાળો

સ્પર્શ

ગમે

ઊર્મિઓ

ઉગાર

બનીને

થંભી જાતી હોઠો પર ને

શરમાતી

નજર

ઢળે

લજજા

કેરો

ભાવ

ગમે

માના

ખોળે

હસતું

રમતું

બાળ

રમે

પયપાન

કરે

અમી

ઝરતી

આંખલડીમાં

માતાનું

વાત્સલ્ય

ગમે

– ૮૯ –

પ્રભાત જો ફૂટે છે ૧

અંધકારને

જવાનો

અણસાર થઈ ચૂકયો છે

તારોડિયું ઊગ્યું છે, ભરભાંખરું થવાની

તૈયારીઓ થઈ છે.

સૂમસામ શાંતિ વચ્ચે, સરસર સમીર સરકે

ઊભો

રહીં

ઊંઘેલાં,

વૃક્ષોની

ડાળ

જાગે,

ટપ ... ટપ... અવાજ થાતો, મહુડાં કંઈ પડે છે.

દન આથમ્યાથી પંખીખો મૌન ખોલે

ચકચક ચીંચીં અને કંઈ ભાતના સૂરોથી

વગડું ગુંથ રહયું છે.

મોેં

સૂઝણું

થયું

છે

દા'ડો આખો ચાલી, થાકી ગયેલો રસ્તો

થોડોક પોરો ખાઈ ડગલાં કદાચ માંડે ૧

આકાશના ઝરૂખે મહેફિલની મોજ માણી

રાત આખી ગાળી, ઉજાગરો થવાથી

તારા ઊંઘી ગયા છે ૧

ઝાકળના બુંદ ઝીલી શણગાર શો સજયો છે

રાતે હતી જે કળીઓ ફૂલો બની હસે છે ૧

તારોડિયું બૂડયું છે, ઊગમણે આભલામાં

ઉજાસ ઉઘડયો છે, અંધકારને ઉલેચી

પ્રભાત

જો

ફૂટે

છે

– ૯૦ –

મને કહેશો કે ?

મને

કહેશો

કે

સૂરજની

રાણીમાં

ઉષાની

લાલીમાં

રૂપરંગે કોણે ભર્યા ?

મને

કહેશો

કે

નાનકડા

ગોળા

શા

સૂરજને ચાંદામાં

તેજપૂંજ

કોણે

ભર્યા

?

મને

કહેશો

કે

ફૂલડાંની

ફોરમમાં

કળીઓની

શોભામાં

રસ ગંધ કોણે ભર્યા ?

મને

કહેશો

કે

સુખ

દુઃખ

જેવાં

થવન રસ જેવાં

દિન–રાત કોણે ભર્યા ?

– ૯૧ –

લાલઘૂમ ગોળો ૧

રોજરોજ

ઊગતો

આકાશના

મૂળમાં

હું તો જોઉં છું સવારના પ્હોરમાં

લાલઘૂમ ગોળો ૧

તેને જોઈને પુષ્પો ખીલે છે

વૃક્ષો હસે છે કેવો રૂપાળો

લાલઘૂમ ગોળો ૧

ખરા બપોરે આવે માથા પર

આંખો અંજાય છે

કેવો

તપેલો

લાલઘૂમ ગોળો ૧

પૂર્વ દિશામાં એ તો ઊગે છે

સાંજે ડૂબે છે પશ્ચિમ દિશામાં

કેવો

રૂપાળો

લાલઘૂમ ગોળો ૧

એેને હું ઓળખું રોજરોજ ઊગતો

એ તો સૂરજ દેવ કેવો મજાનો

લાલઘૂમ ગોળો ૧

– ૯ર –

મને ગમે

વહેલા

મને

ઊઠવું

ગમે

દાતણ

કરી

ન્હાવું

ગમે

ચોખ્ખાં

મને

કપડાં

ગમે

સાદું

મને

ભોજન

ગમે

નિત

નિશાળે

જાવું

ગમે

રડવું

મને

ના

ગમે

નવું

નવું

જાણવું

ગમે

ભણવું

મને

બહુ

ગમે

રમવું

મને

બહુ

ગમે

ગીત

નવું

ગાવું

ગમે

ફૂલ

મને

બહું

ગમે

ફૂલ

જેવા

થાવું

ગમે

–૯૩ –

પંખી ગમે

ચકલી ગમે મને ચકલી ગમે,

ચીં ચીં કરતી ચકલી ગમે.

મોરલો ગમે મને મોરલો ગમે,

ટેં..હુ ..ક ટેંહુકતો મોરલો ગમે.

કોયલ ગમે મને કોયલ ગમે,

કૂ ... કૂ ... ગાતી કોયલ ગમે.

પોપટ ગમે મને પોપટ ગમે,

રામ રામ બોલતો પોપટ ગમે.

પંખી ગમે મને પંખી ગમે,

ગીતડાં

ગાતાં

પંખી

ગમે.

– ૯૪ –

જોઈ મને થાય ૧

પેલા પંખીને જોઈ મને થાય

કે

આભલે

ઊડયા

કરું

બસ

ઊડયા

કરું

...

(ર)

પેલા ઝર

ણાને જોઈ મને થાય

કે

લાવ

હું

ઝરણું

બનું

ગીત ગાયા કરું ... (ર)

પેલા તારાને જોઈ મને થાય

કે

આભલે

ચોંટી

રહું

બસ

ચમકયા

કરું

...

(ર)

પેલા ડુંગરને જોઈ મને થાય

કે

લાવ

હું

નીડર

બનું

બસ

અડગ

રહું

...

(ર)

પેલા ફૂલડાંને જોઈ મને થાય

કે

લાવ

હું

ફૂલડું

બનું

બસ

મહેંકયા

કરું

...

(ર)

– ૯પ –

રંગ કેવો ?

લાલ રંગ કેવો ?

પાકાં ટામેટા જેવો.

એ ટામેટા કેવા ?

લોહી સુધારે એવા ૧

પીળો રંગ કેવો ?

કપાસના ફૂલ જેવો

ફૂલ

કેવુું

?

સૌને

ઢાંકે

એવું

ભૂરો રંગ કેવો ?

ચોખ્ખા આકાશ જેવો

એ આકાશ કેવું ?

આપણા છાપરાં જેવું ૧

લીલો રંગ કેવો ?

ઝાડના પાન જેવો

પાન

કેવા

?

છાંયો

આપે

એવા

કાળો રંગ કેવો ?

આંખની કીકી જેવો

કીકી

કેવી

?

દુનિયા

દેખે

એવી

ધોળો રંગ કેવો ?

ગાયના દૂધ જેવો

દૂધ

કેવું

?

બુદ્ધિ

અપે

એવું

– ૯૬ –

નિશાળિયાં

ગામડાં

ગામનાં

નિશાળિયાં

નાનકડાં

ગામનાં

નિશાળિયાં

ખેતર

જાતાં,

સાંતીડું

હાંકતા

ધાન અમે વાવતા નિશાળિયાં ...

ગામડાં ...

ઝાડ પર ચઢતા, ફળ મીઠાં ખાતાં

સીમના

રખવાળ

નિશાળિયાં

...

પાક રૂડો પાકતાં માળા પર બેસતાં

પંખી

ઉડાડતા

નિશાળિયાં

...

ગામડાં

...

ગાયો ચરાવતાં દૂધ દહીં ખાતાં

ડુંગરા

ભમતાં

નિશાળિયાં

...

ગામડાં

...

રામ નમ જપતાં ધૂળમાં આળોટતાં

કામ બધુ કરતાં નિશાળિયાં ...

ગામડાં ...

રોજ રોજ ભણતાં ગુરુને ગમતાં

ખેડૂના બાળ અમે નિશાળિયાં ...

ગામડાં ...

– ૯૭ –

કપાસ

કેવો

રૂપાળો

દેખાય

કપાસ

મારો

કેવો

રૂપાળો

ટાઢ બહુ પડતાં કાલાં રૂડાં ફાટતાં

હોંશે વીણવાનું મન થાય ?

કપાસ ...

સાફસૂફ કરતાં ને કપાસિયાં કાઢતાં

પીંજણથી

સુંદર

પીંજાય

કપાસ

...

પૂણીઓ બનાવતાં ને તાર રૂડા કાઢતાં

સૂતરના

ઢગલા

ખડકાય

૧ કપાસ

...

રામનામ ભજતા ને શાળ પર વણતાં

ખાદીના

તાકા

ખડકાય

૧ કપાસ

...

કપડાં સીવડાવતાં ને હોંશે હોંશે પહેરતાં

અંગ

મારું

કેવું

સોહાય

કપાસ ...

– ૯૮ –

ખાદી

મેં ખાદી હાથે બનાવી છે,

તે

ખરબચડી

ને

જાડી

છે.

એ તો ગરીબજનને પોષે છે,

એને

સમજુ

લોકો

પહેરે

છે.

મારી ખાદી તો બહુ સુંદર છે,

એ તો દૂધના જેવી ધોળી છે.

એને

ગાંધીબાપુએ

વખાણી

છે,

એના

ગુણની

ગાથા

ગાઈ

છે.

મારી ખાદી કેવી રૂપાળી છે,

મને થવથી એ તો વ્હાલી છે.

– ૯૯ –

આવો બાળકો

આવો

બાળકો

ગાડી

કરીએ

પી ... પી ... પી ... પી ... છુક ... છુક ... છુક ... ૧

સંગાથે

સૌ

બનમાં

જઈશું

ભેગાં

મળીને

ભોજન

લઈશું

ધાણીચણા

વહેંચી

ખાઈશું

આવો

...

કાગળની

તો

નાવ

કરીશું

સામે

પાર

હંકારી

જઈશું

ચાંદની

રાતે

સફર

કરીશું

આવો

...

રેતીનો

તો

મહેલ

કરીશું

તેમાં

રાતે

વાસો

કરીશું

વાયરા

સાથે

વાતો

કરીશું

આવો

...

આભે

જાવા

સીડી

મૂકશું

ચાંદાને

તો

લૂંટી

લઈશું

તારાનાં

તો

ખિસ્સા

ભરશું

આવો

...

– ૧૦૦ –

એક જ દેશના બંધુ

એક જ દેશના બંધુ અમે સૌ (ર)

રંક

શ્રીમંતના

ભેદ

ભૂલીશું

દેશ ને વિશ્વની સેવા કરીશું

સંપીને સૌ સાથે રહીશું .

એક જ ...

સુખમાં ને દુઃખમાં સાથે રહીશું

ધરતી

માતાના

છોરૂં,

બનીશું

શાંતિથી

સૌ

વહેંચીને

ખાશું.

એક

...

પ્રેમ–અહિંસા

ને

સત્યના

પંથે

ગાંધી

વિનાબાના

ઉજજવળ

પંથે

દુનિયાના

સૌ

દીપક

બનીશું.

એક

...

– ૧૦૧ –

આવો આવો ને ભૂલકાં

આવો આવો ને ભૂલકાં ભણવાને

નઈ તાલીમના પાઠ સૌ શીખવાને

આવો ...

ફૂલ કેવાં મજાનાં ખીલ્યાં છે

અમે શ્રમથી જળ ખૂબ સીંચ્યા છે.

આવો ...

મારી શાળાનાં આંગણાં ચોખ્ખાં છે

અમે હાથે સફાઈ કામ કીધાં છે.

આવો ...

મારી શાળામાં રેટિંયો ગૂંજે છે

ગાંધી બાપુના ગીતો સુણાવે છે.

આવો ...

– ૧૦ર –

શાળા સોહામણી

હો ... હો ... શાળા સોહામણી

હે ... દોડતો દોડતો આવું ઉમંગે

ભણવાને

અંગે

. હો

...

શાળા

...

ગરીબ તવંગર સાથે જયાં ભણતાં

ગુરૂને મન એ બધાંય સરખાં

એકતાના

પાઠ

શીખવા

મળતા

થવનને ઘડતા.

હો ... શાળા ...

તારા તે આંગણે બાગ હું બનાવું

મોગરો

ગુલાબને

ચંપો

રોપાવું

મધમધતા

ફૂલડાં

જોઈ

મલકાઉં

માળા

બનાવું.

હો

...

શાળા

...

તારા તે ૠણનો બદલો શું વાળું ?

લીધેલા

જ્ઞાનને

ચોમેર

ફેલાવુ

ગુણ મીઠા તારા ગાતાં ના થાકું

હૈયે

હરખાવું.

હો

...

શાળા

...

– ૧૦૩ –

હૈયું હરખાય

સવાર

થાય

તારા

સંતાય

ઉષાના

અજવાળાં

થાય

લાલ

ગોળાના

દર્શન

થાય

સોનેરી

ધરતી

સોહાય

પંખી

મીઠાં

ગીતડાં

ગાય

મંદિર

દેવળ

ટનટન

થાય

નિશાળિયાં

નિશાળે

જાય

ઢોર

સીમમાં

ચરવા

જાય

બપોર

થાય

આંખો

અંજાય

ધરતી

ધખધખ

તખતી

જાય

પંખીડા

માળે

સંતાય

ચરતાં ઘણ સૌ છાંયામાં જાય

માનવ સૌ એ જંપી જાય

સઘળે

શાંતિ

પ્રસરી

જાય

સાંજ

થાય

અંધારું

થાય

લાલ

ગોળો

ડૂબી

જાય

ઘરઘર

દીવા

બત્ર્ી

થાય

ચમકતા તારા દેખાય

સર્વે થવો ઊંઘી જાય

દુનિયા

આખી

થંભી

જાય

નિતનિત

સૂરજ

ઊગતો

જાય

નિતનિત

સૂરજ

ડૂબતો

જાય

દા'ડા

ઉપર

દા'ડા

જાય

કોટિ

વર્ષો

ચાલ્યાં

જાય

ઈશ્વરની

લીલા

દેખાય

હૈયું

મારું

બહું

હરખાય.

– ૧૦૪ –

હું કલાકાર થઈ જાઉં ૧

હું તો ગીત મધુરું ગાઉં

ગાતી કોયલને શરમાઉં

મોટા

મણિધરને

ડોલાઉં

જો હું સંગીતકર થઈ જાઉં ૧

હું તો ફૂલ મજાનું ચિતરું

મધમાખીને લલચાઉં

ઊડતા ભમરાને ભરમાઉં

જો હું ચિત્રકાર થઈ જાઉં ૧

હું તો અંગ ત્રિભંગ બનાવું

સારા ત્રિભુવનને ડોલાઉં

નમણી પરીઓને શરમાઉં

જો હું નૃત્યકાર થઈ જાઉં ૧

હું તો થવ કલામાં મૂકું

સઘળી

દુનિયાને

શરમાઉં

માનવ

જાતિને

ઉજાળુ

જો હું કલાકાર થઈ જાઉં ૧

– ૧૦પ –

મારી વાડી

મારી

વાડીમાં

લીલાછમ

ઝાડવાં ઝૂલે છે.

ચો

દિશાથી

આવે

પવન

વાત

કેંઈક

લાવે

છે.

મારી વાડીમાં રેલંછેલ

જળ

ખૂબ

સીંચ્યા

છે.

બહું ખીલ્યાં છે સુંદર ફૂલ

મોગરો

મ્હેંકે

છે.

મારી

વાડી

ઘટા

ઘનઘોર

આંખને ઠારે છે.

કરે

પંખી

મીઠા

કલશોર

મનડું

મલકે

છેે.

મારી

વાડીમાં

પાક

લહેરાય

હૈયું

હરખે

છે.

– ૧૦૬ –

કરીએ ભારતને આબાદ

આવો

ભાઈઓ

આવો

બહેનો

આપણે

સૌ

ભણીએ

સંગાથ

ભણી

ગણીને

સમથ જઈએ દેશ દુનિયાની તમામ વાત

કપાસ પકવો, અનાજ પકવો, તમાકુને છોડી દો

કપાસમાંથી કપડાં બનશે અનાજથી તો પેટ ભરાય.

તકલી કાંતો, રેંટિયો કાંતો, ખાદી વણતાં શીખી જાવ

દરિદ્રતાને દાટી દઈને કરીએ ભારતને આબાદ.

ગરીબ, તવંગર વર્ગ વર્ણને આપણ સૌ ભૂલી જઈએ

હળીમળીને વહેંચી ખાઈએ આપણ સૌ રહીએ સંગાથ.

દુનિયા આગળ વધી રહી છે આપણ પણ વધવું પડશે

સત્ય અહિંસાના હથિયારે કરશું ભારત જયજયકાર.

દુનિયા ભરના ખૂણેખૂણામાં બાપુના એ મંત્રોને

અમે ગુંજવશું નીડર બનીને સ્થાપીશું શાંતિ સામ્રાજય.

વેરઝેરને વિસરી જઈને શાંતિથી સહુએ થવીએ

સ્વતંત્રતામાં સુગંધ મુકીને કરીએ ભારતને આબાદ.

– ૧૦૭ –

કવિ નથી શું કવિતા લખું હું ?

લેખક નથી શું લેખો લખું હું ?

છે ફકત આ તો કેવળ લખારો

છતાંય છે ઉરના ઉગારો ૧

– × –

એક ફૂલડું હસતું મેં દીઠું

હતાં

આંખમાં

આંસુ

એના

એક ફૂલડું રડતું મેં દીઠું

હતાં

આખંમાં

મોતી

એના

ન'તા

મોતી

ન'તા

આંસુ

હતાં એ તો ઝાકળ બિંદુ

– × –

વિરહી હૈયું કોના જેવું ?

ચિમળાયેલા

ફૂલ

જેવું

– × –

અમે તો ઝેર પીધું છે

કંઈ

કારણ

નથી

જડતું

મુસિબત

અમારી

છે

હવે

મારણ

નથી

જડતું.

×

– ૧૦૮ –

મુસિબતથી ડરો છો શું

મુસિબત એ જ આરો છે

તમે ડૂબી રહયા છો જયાં

તમારો

કિનારો

છે.

– × –

વાચા ફૂટે ના ઈશારા કરું છું

અને ભાવ આંખોમાં લાવી કહું છું

નજરથી નજરને મિલાવી જુઓ કે

ઉરમા કેવી અગન મેં ભરી છે ૧

– × –

અમારા

થવનને સ્પર્શી જઈને

ખારું તમે ના બનાવી જશો,

છે

સમંદર

સમથ જઈને

થવન સરિતાને છલકાવી જાજો ૧

– × –

ના કોઈ પૂછો ગમ કે ખુશીની

મહોબતની

વાતો

અમારા

થવનની

સમંદરને પૂછો કે ખારાશ કેવી

પચાવી છે દિલમાં સરિતા સમાવી ?

– × –

– ૧૦૯ –

ના જોઈ થવનમાં મેં મસ્તી કદાપિ

નથી મારી હસ્તી હું જાણું તદ્યપિ

ઝુકાવી કસ્તી સમંદર છે સમથ

સહરાના રણમાં વિના કાંઈ સમથ ૧

– × –

નિરખી જલું છું તમારી જવાની

પાગલ

થવાનો

નથી

મહેરબાની

કાં રૂપ દીધું ખુદાએ તમોને

ને આંખ દીધી ખુદાએ અમોને ?

– × –

ના દોષ મારો ના ગુનો તમારો

કીધી ભૂલ ખુદાએ અવતાર દઈને

અમોને

તમોને

બન્નેવ

જણને

– × –

સિતમ

પર

સિતમ

ને જખમ પર જખમ છે

તમરી કસમ

ના ખુદાની રહમ છે

નથી લેશ ડરતો ખુદાની સજાથી

ગુજારું

છું

થવન હું મારું મજાથી ૧

×

– ...૧૧૦/–

– ૧૧૦ –

આ સહરાના રણમાં નથી કંઈ સહારો

થવનના ચમનની ઊડી ગઈ બહારો

– × –

ગુનો

હું

કરું

છું

સજા એ કરે છે

છતાં ય જગત

કાં

મજાથી

હસે

છે

?

– × –

સર્જન

કરું

છું

વિસર્જન

કરું

છું

ને

હું

સદાયે

સમર્પણ

કરું

છુું.

– × –

તારા અંગો : નયન, અધરો, વક્ષ ને કેશ કાળા,

જંધા, પાની, સ્મિતવદન ને હસ્ત મૃદુ સુંવાળા

ગાલે લાલી, ભૃકુટિ નમણી, નાસિકા શી દીપિકા

ખીલી ઊઠયા કુસુમવત રે, તું જ સાચી કવિતા.

– × –

– ૧૧૧ –

ગાંડી જુવાની ઘેલછા ને તરંગોમાં વહી

શાણી બને છે આખરે વાર્ધકયમાં

તૃપ્તિ હજુ પૂરી થઈ ના ઈશ્કની

કોણ જાણે તૃપ્ત થાશે કે

કફન

સાથે

લપેટાશે

?

કબરથી

બહાર

નીકળીને

જગતમાં ભૂત થઈ ભમશે ?

– × –

દમું છું તમોને, ડસું છું તમોને

છતાં યે ગમું છું હું શાથી તમોને ?

નથી દુઃખ થાતુ સિતમથીસ તમારાં

શમન દર્દ થાતું દમનથી તમારાં

નમું છું તમોને પૂજું છું તમોને

સિતમગર ૧ હું સ્વામી ગણું છું તમોને

ચહું છું તમોને ચૂમું છું તમોને

થગરથી હું મારા ગણું છું તમોને.

– × –

છલકે ટીપું ના ભલે ઢાંકી રાખો

ઝમી બહાર આવે છે ગાગરના પાણી ૧

– × –

– ૧૧ર –

મિલનની ઘડી તો આવી ગઈ છે

મુખ ના છુપાવો ઘૂંઘટ તાણી તાણ ૧

– × –

શાયરી લખનાર તો લખે છે

કિન્તુ

વાહ

વાહ

જોઈએ

ધૂપમાં

તડપ્યા

પછી

શીતલ

લહર

એક

જોઈએ.

– × –

હું ખીલું, બીજા ખીલે એ જ ઉમ્મીદ છે મને

સુવાસ મારી કયાં જશે ફૂલને પરવા નથી.

– × –

જે મિલનમાં ભાવ નયનથી નેહ

નીતરતાં

નથી

હોતાં,

મળ્યા છૂટા પડયા સઘળાં મિલન

મિલન નથી હોતા ૧

– × –

ફૂલો

ચીતર્યા,

રંગ

પૂર્યા

સુંદર

કૃતિ

સરજાઈ

ગઈ

'વાહ,

કલા

૧' બોલી ઊઠયો

પણ

મ્હેંક

પૂરવી

રહી

ગઈ

×

– ૧૧૩ –

માનવીના

ચિત્ર

દોરને

પીંછી થાકી ગઈ

માનવ્યના

ચિત્ર

કાજે

રંગને શોધી રહી ૧

– × –

વિહરવું

છે

વ્યોમમાં

જયાં

ના

ગલી,

ના

સોસાયટી,

ના સ્ટોલ છે.

– × –

કેડી

મળી

ગઈ

ફિકર

નથી

હવે

ઘૂમી

વળાશે

ભોમના

ખૂણે

ખૂણે

– × –

ઘસાયા

કરે

રાતદિન

કાળાં

ટાયરો

કાળો રસ્તો

કોણ

ઘસાય

કેટલું

?

કોના

માટે

?

શા

માટે

?

કોને

પૂછું

?

– ૧૧૪ –

આદિ

કાળથી

આજ

તક

માનવી

ના

સુધર્યો

સેકસમાં

જૈસે

થે

સલામ ૧ પશુઓને સલામ ૧

– × –

કયારે મળે ને કહી દઉં દિલની વાતો

ને એ મળ્યા ને ઓઠ બિડાઈ ગયા ૧

– × –

પરિશ્રમ કર્યો ના જોયું પાછું વાળી

શુકર છે ખુદાના રહેમત ભળી ૧

– × –

તાણા

ને

વાણા

ગુંથાયા

પોતાનું

સર્જન

થયું

લાગણીને

સ્નેહના

સબંધનું

મિલન

થયુ

– × –

મારાં જ આંસુઓથી નાહી લેવા દો મને

ગંગામાં ડૂબકી મારવાનું કોઈના કહેશો મને ૧

×

– ...૧૧પ/–

– ૧૧પ –

હું દુઃખી છું તેની ખબર નથી મને

થાય છે દુનિયા દુઃખી જોઈને મને ૧

– × –

વિરહની વેદનામાં હું સદા બળતો રહયો

માન ન માન કોઈ પાપ ઘેરી વળ્યું મને ૧

– × –

લાકડીના

ટેકે

ચાલુ

છું

આ લોકમાં

હવે

સતદ્મકર્મના

ટેકે

જાવું છે

પરલોકમાં.

– × –

અહીંથી

અમારું

ત્યાંથી

તમારું

વહેંચી

લીધું

ને

થઈ

ગયા

ભાગલા

કરી

કાંટાળી

વાડો

ચણી

દિવાલો

ઈંટથી

કીધા

કંઈ

પેંતરા

ને થઈ ગયા

દિલમાં

સદાના

આંતરા