Chetan Gajjar
gajjarck@gmail.com
પ્રિય ભગવાન,
સરનામુઃ મંદિર, મસ્જિદ, ચર્ચ જ્યાં જ્યાં લોકો તને શોધવા જાય છે. આ પત્ર જ્યાં જ્યાં અંતિમ સંસ્કાર કરવામા આવે છે ત્યાં, એ બાબઓને પણ રૂબરૂ આપ્યો જે તારી સાથે વાતો કરે છે. એવા ભૂવાઓને પણ આપ્યો જેના ઘરે તુ હાજરા હજૂર છે. તારા સુઘી પહોંચવાના બધા પ્રયત્નો હુ કરી ચુક્યો છુ. છેલ્લે માતૃભાર્તિ એપ પર મુકુ છુ કદાચ તારી પાસે સ્માર્ટફોન હોય અને તુ વાંચી લે.
તુ કોણ છે એ હુ જાણતો નથી અને જાણુ પણ છુ. નામ તો બહુ સાંભળ્યુ છે પણ કદાપિ મુલાકાત નથી થઇ. અલગ અલગ પ્રકારના લોકો તને અલગ અલગ નામથી બોલાવે છે. હિન્દુઓ તને ભગવાન કહે છે અને તેમાં પણ તેત્રીસ કરોઙ વિકલ્પ છે.મુસ્લિમ અલ્લાહ, ખ્રિસ્તિ લોકો તને ગોઙ અને બીજા ઘણાબધા. મારો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો એટલે સૌથી પહેલો તારો પરિચય ભગવાન તરીકે થયો એટલે તને ભગવાન સંબોધુ છુ.
જ્યારે જ્યારે સવાલ પૂછતો કે ભગવાન કોણ છે? અને ક્યાં છે? ત્યારે જવાબ મળતો કે ભગવાન દુનિયાનો સર્જનહાર છે, સર્વેસર્વા છે જે આ દુનિયાને ચલાવે છે. સાદી ભાષામાં કહીએ તો ભગવાન આપણા માબાપ છે અને ઉપર સ્વર્ગંમાં રહે છે.ભગવાન કેવો દેખાય અને એમનુ ઘર સ્વર્ગ કેવુ હોય એ જીજ્ઞાશા ટી.વી. પર આવતી સીરીયલો પૂરી કરી દેતી. મારી પાસે વિશ્વાસ કરવા સિવાય કોઇ વિકલ્પ નહોતો કારણ કે બઘા જે મારા આદર્શ હતા, માતા પિતા, શિક્ષકો, ભાઇ બહેનો, મિત્રો એ બઘા તને માનતો હતા, તને પૂજતા હતા એટલે અમુક સવાલ તો હુ પૂછીજ ના શક્યો. પણ નાસ્તિક મન સવાલ પૂછી લેતુ અને જવાબ પણ એકજ મળતો જે ગુલામ માનસિકતા વાળો, સત્યની અવગણના કરતો અને સવાલોથી દૂર ભાગતો આસ્તિક આપે છે “શ્રઘ્ઘાના વિષયમાં સવાલ ના હોય”. જ્યારે તમને આ સાંભળવા મળે ત્યારા સમજવુ કે આસ્તિક પાસે તમારા તર્કસંગત સવાલોના જવાબ નથી.
તને ખ્યાલ તો આવી ગયો હશે કે હુ પ્રખર નાસ્તિક છુ. તારામાં રતીભર પણ વિશ્વાસ નથી. તો પછી જેનુ અસ્તિત્વ નથી એને પત્ર કેમ? પત્રના અંતમાં સમજાઇ જશે.
હુ નાનપણથીજ સાંભળતો આવ્યો છુ કા “ભગવાન સૌનુ ભલુ કરે છે”“ભગવાન સૌને સદબુઘ્ઘિ આપજે” “ઉપરવાળો બઘુ જોઇ રહ્યો છે” “ઉપરવાળાના મારમાં અવાજ નથી હોતો” “એ ન્યાય કરશે” “ભગવાન જે કરે છે તે સારા માટેજ કરે છે” “ભગવાનની મરજી વિરુઘ્ઘ પાંદઙુ પણ નથી હલતુ”. એક ઉમર સુઘી હુ પણ આ બઘા વાક્યોમાં આંઘળો વિશ્વાસ કરતો હતો જ્યાં સુઘી મારી સમજ વિકસી નહોતી ત્યાં સુઘી.
હુ મારી વાત નહિ કરુ કારણ કે તને લાગશે કે મારા પર વીતી છે એટલે હુ ગુસ્સે છુ અને મારી ભઙાશ કાઢુ છુ. હા હુ ભઙાશ કાઢુ છુ આ ગુલામ મનના સમાજ માટે જે હજારો દુખ વેઠે છે. એકદમ નિમ્ન કક્ષાની જીંદગી જીવે છે છતા તને પૂજે છે. એ સમાજ જે પોતે ભૂખ્યો રહે છે પણ તને ચઢાવો જરૂર ચઢાવે છે. મારુ મન સમસમી ઉઠે છે જ્યારે કોઇ માણસ પોતાના ભૂખ્યા દિકરાને સાંત્વના આપતો હોય છે કે ભગવાન સૌ સારાવાના કરશે પણ કદાપિ એ થવાનુ નથી કારણ કે એનુ મન તારુ ગુલામ છે.
શરૂઆત કરીએ તારા નામના આઘારે સમાજને વહેંચવો માટે બનાવેલા ઘર્મથી. ઘર્મ શુ છે? ઘર્મને તારી સાથે કોઉ લેવાદેવા નથી છતા તુ ઘર્મમાં સર્વોપરી છે. જો ખરેખર તુ હોત અને દુનિયામાં વસતા લોકોને સદબુઘ્ઘિ આપી હોત તો એ ગુલામ મન સમજત કે માનવતા એ સર્વોપરી ઘર્મ છે, પોતાનુ કામ પ્રામાણિકતાથી કરવુ એ ઘર્મ છે, બીજાને અઙચણરૂપ ના બનવુ એ ઘર્મ છે, ગરીબોનુ શોષણ ના કરવુ એ ઘર્મ છે, બઘા સાથે ભાઇચારાથી રહેવુ એ ઘર્મ છે, ઊંચનીચ ના ભેદભાવ બઘાને સમાન અઘિકાર આપવો એ ઘર્મ છે, સ્ત્રી અને કિન્નરોને અઘિકારોથી વંચિત ના રાખવા એ ઘર્મ છે, પર્યાવરણની રક્ષા કરવી એ ઘર્મ છે. શુ તારામાં માનવા વાળા લોકો આમાંથી કોઇપણ ઘર્મ પાળે છે? ના. એ તો એવો ઘર્મ પાળે છે જે મનુષ્યને મનુષ્યથી અલગ કરે છે, જે ખાલી નફરત ફેલાવે છે પ્રેમ નહિ.
આજે ઘાર્મિક લોકોમાં માનવતા મરી પરવારી છે. આજે સમાજના મોટાભાગના લોકો પોતાનુ કામ પ્રામાણિકતાથી નથી કરતા.આજે બીજાને અઙચણ બનવુ ફેશન છે. આજે અમીરો ગરીબોનુ શોષણ કરે છે. ભલભલા શાસ્ત્રોને ઘર્મ સાથે જોઙીને અંઘશ્રઘ્ઘાનો ઘંઘો એની ચરમસીમા પર છે. તુ ક્યાં છે? આજે તારા નામે મનુષ્યો એકબીજાના લોહીના તરસ્યા બની ગયા છે. સમય મળે તો જરા સ્વર્ગ સુખ માંથી બહાર નીકળ અને પૃથ્વી પર આંટો માર. અશ્પૃષ્યતા, સ્ત્રીભ્રૃણ હત્યા, જાતિવાદ, આસમાનતા, જ્ઞાતિવાદ અને “ભગવાનવાદ” જેમા પોતાના ભગવાનને સર્વોપરી બતાવવામાં આવે છે, આ બઘુ આજે દુનિયાના ખૂણેખૂણે ખદબદે છે. પોતાના દેશના રાજકીય અને ઔઘૌગિક સ્વાર્થ માટે લાખો નિર્દોષ લોકોની હત્યા કરવામા આવે છે. આજે એક છોકરાને એટલા માટે આગળ વઘતો અટકાવવામા આવે છે કારણ કે એ નીચલી વર્ણમાથી આવે છે, રંગભેદ ના કારણે સેંકઙો લોકોની હત્યા કરવામા આવે છે. એક છોકરી સાથે બલાત્કાર કરીને હત્યા કરી દેવામાં આવે છે કેમ? કારણ કે એ લોકો જાણે છે કે એને ન્યાય અપાવવામાં કોઇને રસ નહિ હોય. એક છોકરીને બાર વર્ષની ઉમરે વેચી દેવામાં આવે છે પછી જંગલી વરૂઓ એના શરીરને રોજ હજારો વાર ચૂંથે છે. એક સ્ત્રીને એટલા માટે સળગાવી દેવામા આવે છે કારણ કે એ છોકરાને જન્મ આપતી. આજે પણ હજારો સ્ત્રીઓને ઙાકણ જાહેર કરી એમની નિર્મમ હત્યા કરી દેવામા આવે છે, અને એવા ઘણા જઘન્ય કૃત્યો કરવામા જેની કલ્પના માત્રથી મન સમસમી ઉઠે છે. એમાથી મોટા ભાગના લોકો તારા ભક્તો છે. અમુક અપવાદ બાદ કરતા. હદ તો ત્યારે થાય છે અન્યાય તારા નામને આગળ ધરી કરવામા આવે ઠે અને તુ ચુપ રહે છે, કંઇ કરતો નથી.
તારા નામે જે નવા ધર્મની રચના કરવામા આવી છે જે ખાલી નફરત અને ધિક્કાર ફેલાવે છે જેમા માનવતાનો અંશ પણ નથી.
આતો ખૂબજ મોટા પ્રશ્નો છે કદાચ તુ આનુ નિરાકરણ લાવવા અસક્ષમ છે. ચલ તને ચેલેન્જ કરુ ઠુ કે એક દિવસ મધ્યમવર્ગના પરિવારમા બે દિવસ રહી આવ અને એમની તકલીફો દૂર કરી બતાવ.
મને તો સમજાતુ નથી કે તુ છે તો શુ જોઇ રહ્યો છે. મારા માટે તો આ બધુ અસહ્ય છે પણ હુ તો બધાના દુખ દૂર કરવા અસમર્થ છુ પણ તુ જો બધુ જોઇ રહ્યો હોય તો કંઇ કરતો કેમ નથી? મને ખબર છે મારા ગુલામ મનના ભાઇઓ સમજે છે કે તુ એમનો તારણહાર છે. એ એવી દલિલ કરે છે “ભગવાને જેને જેટલુ આપ્યુ છે એટલુજ એના માટે પૂરતુ છે” જે એમને પ્રયત્ન કરતા રોકે છે. એક બાપ એના બેટાને કહે છે કે “બેટા આપણે તો મજૂરી કરવા જન્મ્યા છીએ” ત્યારે તારો આત્મા કેમ સમસમી ઉઠતો નથી?
હુ નાનપણથીજ સાંભળતોજ આવ્યો છુ કે અમે બધા તારા સંતાન છીએ. જો આ સાચુ હોય તો એક વાત સમજી લેજે કે તુ આ દુનિયાનો સૌથી ખરાબ પિતા છે જેણે પોતાના સંતાનોને પોતાની મરજી પ્રમાણે જીવવાની છુટ તો આપી છે પણ હજી તે એમને પોતાની ગુલામીમાંથી મુક્ત નથી કર્યા. તુ એમને અંદર અંદર ઝઘઙાવે છે કારણ કે તારુ સામ્રાજ્ય ટકી રહે. જો તુ હોય તો પણ હુ તારી સર્વોપરીતા સ્વીકારવા તૈયાર નથી.
હુ જાણુ છુ કે તને પત્ર લખીને હુ મારી નબળાઇજ છતી કરુ છુ. હુ તને પત્ર લખુ છુ કારણ કે છેવટે છુ તો મનુષ્યને જે ખોટી આશાઓ પર પૂરી જીંદગી કાઢી નાખે છે. મે મારી સાથે આ પ્રકારના આવા ઘણા તર્ક કર્યા અને છેલ્લે આ તારણ પર આવ્યો કે તુ મનુષ્ય જાતિની એક ક્રાંતિકારી શોધ છે નિર્બળ મનના મનુષ્યને શક્તિ આપે છે પણ તેઓ નથી જાણતા કે તારી ઘણી આઙઅસર છે જે ઘણી ઘાતક છે પણ તુ સમાજની નસેનસમાં એવો પ્રસરી ગયો છે જેને સંપૂર્ણપણે કાઢવુ અશક્ય છે. એટલે મારા છેલ્લા પ્રયત્નરૂપ હુ તને પત્ર લખુ છુ જેથી મારા મનમા ક્યાંક ખૂણામાં રહેલો તારા પ્રત્યેનો અંશમાત્ર વિશ્વાસ પણ નાશ પામે અને હુ સમાજને પૂરા વિશ્વાસથી કહી શકુ છુ કે તુ નથી.
મને ખોટો સાબિત કરવા પત્રનો વળતો જવાબ આપ અને અત્યારસુધી કરેલી ભૂલો સુધાર અને જો તુ એ ના કરી શકે તો તારા હોવાથી કે ના હોવાથી કોઇ ફરક નથી પઙતો.
લિ.
ચેતન ગજ્જર