Lover s Dairy in Gujarati Love Stories by Gaurav Dave books and stories PDF | લવર્સ ડાયરી...

Featured Books
Categories
Share

લવર્સ ડાયરી...

લવર્સ ડાયરી...

ગૌરવ દવે

davegaurav143@gmail.com

મોબાઇલ - +91 8460309090

બરબાદ આ જીંદગીનાં નામે એક દાદ થઇ જાય,

અધુરો છે એક પ્રેમ એના નામે પણ આજે એક વાહ થઇ જાય...

દરેક વ્યક્તિની જીંદગીમાં ત્રણ તબક્કા હોય છે. જેમાં પ્રથમ તબક્કો બાળપણ, બીજો તબક્કો યુવાની અને ત્રિજો તબક્કો વૃધ્ધાપો. આ ત્રણેય તબક્કામાં મનુષ્યને સૌથી પ્રિય તબક્કો હોય તો તે બાળપણ છે..કારણ કે આ બાળપણમાં બાળક તોફાન કરી શકતો હોય છે..બાળક તોફાન કરે ત્યારે તેમને ખીજાવું નહીં આ મારી અંગત સલાહ છે..જો કે હું કોઇને સલાહ આપું તે પણ યોગ્ય નથી..પરંતુ મને બાળક અને તેનું બાળપણ વધુ વાહલું છે તેથી બાળકનાં તોફાન ગમે છે..એટલા માટે જ આપણે પણ આપણા બાળપણને યાદ કરીએ છીંએ અને તે વિતેલા સમયને શોધતા રહીએ છીંએ. આજે અવા જ એક બાળપણની પ્રેમ કહાની આપણે લવર્સ ડાયરીમાં વાંચવાનાં છીંએ..એક એવી પ્રેમ કહાની કે જે બાળપણથી શરૂ થાય છે પરંતુ યુવાનીમાં પહોંચતા સમાજની જવાબદારીઓમાં ગોટાળે ચડી જાય છે..એટલે જ કવીએ પહેલા જ આ બરબાદ જીંદગીને એક દાદ આપવાનું કહ્યુ અને પછી આ અધુરા પ્રેમની યાદમાં જીવતા એ પ્રેમીને વાહ શબ્દથી નવાજ્યો છે.

નાના એવા ગામડાનાં મધ્યમ વર્ગીય સંયુક્ત પરિવારની આ વાત છે. સંયુક્ત કુટુંબ હાવાને કારણે ઘરમાં નાના-મોટા મળીને 10 થી વધું સભ્યો એક જ ખોઇડામાં સાથે રહે છે..આ કુટુંબમાં 10 વર્ષનો ગોપાલ (નામ બદલેલું છે)પણ છે. જે પોતાનો ધોરણ પાંચનો અભ્યાસ સરકારી સ્કુલમાં કરે છે. ગોપાલને બાળપણથી જ પરિવારનાં લોકોએ સૌની સાથે હળી મળીને રહેવાની શીખામણ આપી હોવાથી શાંત સ્વભાવનો છે. ગોપાલ અભ્યાસમાં નબળો હોવાને કારણે અવાર નવાર શિક્ષકો તેને ઠપકો આપતા હતા.

ગોપાલ અછું બોલવાવાળું વ્યક્તિત્વ હોવાથી સ્કુલમાં પણ તેનાં ગણ્યા ગાઠ્યા માત્ર ત્રણ જ પ્રિય મિત્ર હતા..જેમની સાથે ગોપાલ દિલખોલીને વાત કરી શકતો હતો. ગામડું હોવાથી છોકરીઓ અને છોકરાઓની સ્કુલ અલગ ચાલતી હતી. પરંતુ એક દિવસ એવો આવ્યો કે સ્કુલમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવાની હતી. જેનાં માટે છોકરીઓને છોકરાઓના સ્કુલમાં કાર્યક્રમ રજૂ કરવા માટે લાવવામાં આવી હતી. પ્રવેશોત્સવ હોવાથી સ્કુલમાં મહેમાનો પણ આવ્યા હતા જેથી ગોપાલ અને તેનાં મિત્રોને સ્કુલનાં શિક્ષકોએ કાર્યક્રમમાં આવેલા મહેમાનોને પીવાનું પાણી વિતરણનું કામ સોંપવામાં આવ્યુ હતું..એ સમયે ગોપાલ પોતાનાં મિત્રોની સાથે પાણી વિતરણ કરતા કરતા કાર્યક્રમની મજા માણતો હતો. કાર્યક્રમમાં નાના ભુલકાઓ સ્ટેજ પર પાતાનું નૃત્ય રજૂ કરી રહ્યા હતા. એટલામાં તો પાસે આવેલા ઓરડામાંથી ‘એ ગોપાલ..અહીં પાણી લાવ તો’ એવો મધુર કંઠેથી અવાજ સંભળાયો અને ગોપાલે પાછું વળીને જોતા એક રૂપસુંદરી ઓરડાનાં બારણાં પાસે ઉભી હતી. ગોપાલને તે રૂપસુંદરીને જોઇને આકર્ષણ જનમ્યું જેને કારણે ગોપાલ તેનાં તરફ આકર્ષાતો ગયો..સુંદર દેખાતી એ યુવતી કોણ હતી ગોપાલ જાણતો નહોતો.પરંતુ પીવાનાં પાણીની પ્લેટ હાથમાં લઇને ત્યાં પહોંચ્યો અને રૂપસુંદરીને પાણીનો ગ્લાસ આપ્યો. પાણીનો ગ્લાસ ગોપાલનાં હાથમાંથી લેતા જ રૂપસુંદરીએ ફરી ગોપાલને એજ મધુર કંઠે ‘થેન્ક્યુ’ કહ્યુ..જેથી ગોપાલ પ્રભાવિત થયો પરંતુ ગોપાલને એ નહોતી ખબર કે તે યુવતી કોણ હતી. કાર્યક્રમ પૂર્ણ થયો અને સૌ સૌની ઘરે પહોંચ્યા..આખી રાત ગોપાલનાં કાનમાં એ રૂપસુંદરીનાં મિઠા મધૂર સ્વર ગુંજતા રહ્યા પરંતુ ગોપાલનાં મગજમાં એક જ સવાલ હતો કે આટલી સુંદર યુવતી હતી કોણ ?..

બીજા દિવસે ગોપાલે તેનાં પ્રિય મિત્રોને આ વાત કરી અને યુવતી કોણ હતી તે જાણવાનો પ્રયત્ન કર્યો. ગોપાલને આવી રીતે તેનાં મિત્રોએ પણ ક્યારેય જોયો ન હોવાથી તેનાં મિત્રો પણ અચંભામાં મુકાયા. ગોપાલનાં મિત્રોને માત્ર એટલો જ ડર હતો કે તેનો પ્રિય મિત્ર ગોપાલ પ્રેમમાં પડ્યો કે શું..? ગોપાલની આવી દશા જોઇને તેનાં મિત્રો પણ ગોપાલને તે યુવતીને શોધવામાં મદદરૂપ થયા પરંતુ એ યુવતી ક્યાંય જોવા મળી નહીં. આ યુવતીએ તો ભારે કરી તેવા પ્રશ્નો ઉદભવ્યા પરંતુ ગોપાલ તો તેનાં મિઠા મધૂર આવાજનો દિવાનો હોય તેમ માત્ર તેને શોધતો રહ્યો. શું ગોપાલને તે રૂપસુંદરી સાથે પ્રેમ થઇ ગયો....? કે માત્ર એ યુવતી પ્રત્યે આકર્ષણ ઉદ્દભવ્યુ હતું.. જે હોય તે પરંતુ ગોપાલનાં માનસ પર માત્ર યુવતી જ છવાયેલી રહેતી હતી..માત્ર 10 વર્ષની ઉંમરે યુવતીને જોઇને ગોપાલનાં દિલમાં એક અનોખી જ લાગણીએ જન્મ લીધો હતો..આપણા અત્યારનાં જમાનામાં આ લાગણીને ‘પ્રેમ’ શબ્દથી ઓળખીએ છીંએ...જો કે ગોપાલની ઉંમર નાની હોવાથી તેને પ્રેમ શબ્દ નહીં પરંતુ રૂપસુંદરીને જોઇને માત્ર આકર્ષણ હોય તેવું લાગી રહ્યુ હતું..

ગાપોલની જીંદગીમાં આ યુવતીએ ઉથલ પાથલ મચાવી હોય તેમ ગોપાલનાં મગજની શાંતી ડહોળાવા લાગી હતી..એક દિવસ ગોપાલ સ્કુલનાં મેદાનમાં બાંકડા પર બેઠો હતો અને રૂપસુંદરીનાં વિચારમાં ખોવાયેલો હતો..એટલામાં જ સ્વપ્ન આવ્યુ હોય તેમ યુવતી સ્કુલનાં મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતી નજરે આવે છે..પહેલી નજરે તો ગોપાલને સ્વપ્નું આવ્યું હોવાનો અહેસાસ થાય છે...જો કે ગોપાલ આ સ્વપ્નું છે કે હકીકત તેનું અનુમાન લગાવે તે પહેલા જ સ્કુલનાં પ્રિન્સિપાલ યુવતીને પાતાની તરફ બોલાવે છે અને સ્કુલમાંથી અમુક વસ્તુઓ ગર્લ્સ સ્કુલે લઇ જવાનું કહે છે. પ્રિન્સિપાલ સાથે યુવતીની વાતચિતનાં આ દ્રશ્યો જોઇને ગોપાલ જાણે કે મુર્તી બની ગયો હોય તેવી રીતે યુવતીની તરફ આંખો ફાળીને જોતો જ રહી ગયો.

ગોપાલને સ્કુલનાં મેદાનમાં બેસેલો જોઇને પ્રિન્સિપાલે તેની પાસે બોલાવ્યો અને યુવતી ભારતી(નામ બદલાયેલું છે) સાથે ગર્લ્સ સ્કુલે વસ્તુઓ મુકવા જવાની હોવાની સુચના આપી. આ તો એવું બન્યુ કે ગોપાલ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો તે સમય આવી ગયો..ગોપાલે પ્રિન્સિપાલની વાતને ગણકારવાને બદલે મુંડી નમાવીને હોંકારાનો ઇસારો જ કરી દીધો..ભારતી કાંઇ બોલે તે પહેલા જ ગોપાલે જમીન પર પડેલી વસ્તુઓને ઉઠાવીને પોતાની ટુટેલી ફુટેલી સાયકલમાં મુકી દીધી. ગોપાલ પોતાની સાયકલ સજ્જ કરીને સ્કુલનાં દરવાજે ભારતીની રાહ જોઇને ઉભો રહ્યો. એટલામાં તો ભારતી પણ પ્રિન્સિપાલની ચેમ્બરમાંથી બહાર આવી અને ગોપાલની પાસે ઉભી રહી ગઇ. ગોપાલ ભારતીને કાંઇક કહેવા માગતો હોય તેમ તેની તરફ જોતો રહ્યો. ગોપાલનાં મુખમાંથી અવાજ આવવાને બદલે પંચર પડેલી સાયકલમાંથી હવા નિકળતી હોય તેવો ધીમા સ્વરે હવા નિકળવાનો અવાજ આવ્યો. આટલું જોઇને ભારતીએ સ્મિત આપ્યું અને ચાલ ગોપાલ એટલું બોલી.

બોયઝ સ્કુલથી ગર્લ્સ સ્કુલનું અંતર લાંબું હોવાથી ગોપાલની પાસે વાતો કરવાનો સમય હતો..પણ ગોપાલ અને ભારતી મુંગેમુંગા ચાલ્યા જતા હતા. થોડે દુર ચાલ્યા બાદ ભારતીએ ગોપાલની સાથે વાતચિત શરૂ કરી. ભારતી પણ ગોપાલને પસંદ કરતી હોય તેવી રીતે સ્કુલનાં કાર્યક્રમમાં ગોપાલે પાણી પીવડાવ્યુ હોવાનું ‘થેન્ક યુ’ કહ્યું. ગોપાલે ભારતીની વાતને રોકવાને બદલે એમાં ‘થેન્ક યુ’ કહેવાની શું જરૂર છે? તેમ કહીને વાતચિતની શરૂઆત. કરી. ગોપાલ જે યુવતીને શોધતો હતો તેનું નામ ભારતી હોવાનું તો પ્રિન્સિપાલે જ કહી દીધું હતું. પરંતુ ગોપાલનાં મનમાં ધણાં એવા પ્રશ્નો હતા કે જેનો ઉત્તર માત્ર ભારતી જ આપી શકે તેમ હતી. થોડું ચાલ્યા બાદ ભારતી થાકી ગઇ હોવાથી ગોપાલે તેને સાયકલમાં વસ્તુઓ લઇને બેસી જવાનું કહ્યું. ગર્લ્સ સ્કુલ દુર હોવાથી ભારતીએ પણ ગોપાલનાં આ પ્રસ્તાવને સ્વિકાર્યો અને સાયકલમાં બેસી ગઇ. ધીમી ગતીએ ચાલતી આ સાયકલની સાથે સાથે ગોપાલે પણ એ જ ગતીએ પોતાની વાત કરવાનું શરૂ કર્યુ. ગોપાલે પુછ્યું ભારતી તું અહીં હમણાં જ રહેવા આવી છે ?..ભારતીએ ગોપાલને તુર્તજ ‘હા’ માં જવાબ આપ્યો અને કહ્યું હું મારા મામા મુન્નાભાઇને ત્યાં જામનગરથી એક માસ પહેલા જ રહેવા આવી છું. મુન્નાભાઇ એટલે એ ગામનાં સરપંચ. મુન્નાભાઇનું નામ આવતા જ ગોપાલ ચમકયો. પણ ભારતીએ કહ્યુ કે હું ગામમાં કોઇને ઓળખતી નથી જેથી ઘરની બહાર ઓછી નિકળું છું. આ તો સ્કુલનાં કાર્યક્રમમાં ગોપાલ શાંત સ્વભાવનો છોકરો હોવાનું સાંભળ્યું હતું. આટલું કહીને ધીમા અવાજે ભરતીએ ગોપાલનાં કાન પાસે કહ્યું કાર્યક્રમ બાદ તારૂં નામ યાદ રહી ગયું હતું. ભારતીનાં આટલા શબ્દો સીધા જ ગોપાલનાં દિલને સ્પર્ષિ ગયા અને શરૂ થઇ ગોપાલની પ્રેમ કહાની.

ક્રમશઃ...

(વધુ રસીક ભાગ આવતા અંકે )