કરવું શું...? વેકેશન માં.. !
વિધાર્થી જીવનમાં સૌથી વધુ આનંદ અને સુખ આપતો સુંદર શબ્દ એટલે “વેકેશન“ છે. આ શબ્દ સાંભળતા જ વિદ્યાર્થીઓ ના ચહેરા પર સ્મિત આવી જતું હોય છે, એની કલ્પના માત્ર થી થાક ઉતરી જતો હોય છે. અને વેકેશન પહેલાનો પરીક્ષાનો તણાવ પણ વેકેશન પડશે, એવા વિચાર માત્ર થી જ દૂર થઇ જતો હોય છે. કારણ કે ભણવા ના ભાર માંથી મુક્તિ મળવાની હોય છે અને માત્ર જલસા જ કરવાના હોય છે.. બાળકો આવા સમય નો કઈ રીતે ઉપયોગ કરવો એ બાબતોનું આયોજન વેકેશન પહેલા જ કરવા લાગતા હોય છે. પરંતુ, વેકેશન જયારે નાનું હોય, એટલે કે દિવાળી વેકેશન જે ૧૫ થી ૨૦ દિવસ નું હોય અથવા તો હોળી, ઉતરાયણ કે અન્ય ત્યવહાર નું હોય ત્યારે આવું વેકેશન મોજ મસ્તી માં નીકળી જતું હોય છે. અને ક્યારેક અધૂરા હોમવર્ક કે અન્ય પ્રવૃત્તિ માં પસાર થઇ જતું હોય છે. અને કંટાળાજનક નથી બનતું.
પરંતુ જયારે વાત ઉનાળા વેકેશન ની આવે એટલે કે અભ્યાસ નું વર્ષ પૂરું થયા પછી નું વેકેશન હોય, એ વેકેશન નો સમય ગાળો વધારે હોય છે. જે અંદાજીત બે થી અઢી મહિના જેટલું હોય છે. ખાસ કરીને ધો-૧૦ અને ધો-૧૨ ના વિધાર્થીઓ ને લાંબો સમયગાળો મળતો હોય છે. વેકેશન નો ઉત્સાહ શરૂઆત ના ૧૫-૨૦ દિવસ માં પૂરો થઇ જતો હોય છે. અને ત્યારબાદ કંટાળો અને વેકેશન પતવાની રાહ જોવાતી હોય છે. અને પછી પ્રશ્ન આવતો હોય છે કે હવે કરવું શું ??? અને કદાચ જો વેકેશન માં કંટાળો ના આવે, પણ છતાય ઘણાય લોકો એવું વિચારતા હોય છે હોય છે કે વેકેશન એળે ના જાય એટલા માટે આ વેકેશન નો ઉપયોગ કઈ રીતે કરી શકાય કે જેનાથી કળા, કૌશલ્ય અને આવડત માં વધારો થાય? જે જીવન માં આગળ વધવા માટે ઉપયોગી બની શકે !
ઘણી વાર એવું બનતું હોય છે કે જયારે ધો-૧૦ કે ધો-૧૨ પછી વિધાર્થી જે નાના શહેર માં કે ગામડા માં ભણેલ છે, અને બહાર મોટા શહેર માં અભ્યાસાર્થે જાય છે. ત્યારે ત્યાં મોટા શહેર ના વિધાર્થીઓ ની સરખામણી માં ઘણી બાબતોમાં (અભ્યાસ સિવાયની) પાછળ પડતા હોય છે, જેમ કે બોલ-ચાલ, રમત-ગમત, વ્યક્તિત્વ, ટેકનોલોજી, કોમ્પ્યુટર કે અંગ્રેજી ભાષા માં નબળાઈ, વગેરે. તો આવી ખામી ઓ અને કમીઓ ને દૂર કરવા માટે આ વેકેશન એ ઉત્તમ તક હોઈ શકે. જેમાં વિધાર્થી પોતાની અંદર રહેલી નબળાઈઓ ને દૂર કરી શકે છે. તેમજ અન્ય બાબતો માં કુશળતા પ્રાપ્ત કરી શકે છે.
શાળા માં એક શબ્દ સૌએ સાંભળ્યો હશે “સર્વાંગીવિકાસ”. આ શબ્દ બહુ જ મજબુત છે અને વિશાળ અર્થ ધરાવે છે. જેનો અર્થ છે. સર્વ (બધા) અંગો નો વિકાસ. એટલે કે શારીરિક અને માનસિક વિકાસ. પરંતુ આ સર્વાંગીવિકાસ કરવા માટે કરવું શું ? કે જેનાથી...
મગજ નો વિકાસ થાય...
શારીરિક અંગો નો વિકાસ થાય...
કળા, અને કૌશલ્ય વિકસે....
વ્યક્તિત્વ માં સુધારો માં આવે (Personality Development)...
રમત-ગમત માં કુશળતા આવે....
બોલચાલ ની છટા કેળવાય....
અથવા તો મનગમતી પ્રવૃત્તિ કે રમત માં વિકાસ થાય જે જીવન માં આગળ વધવા માટે કામ લાગે...
આ વિષય પર ઊંડાણપૂર્વક અભ્યાસ કાર્ય બાદ એના પર અમલ કરી , અનુભવ કરી તેમજ આજુ બાજુ બનતી બાબતો નું નિરીક્ષણ કરી અને શું કરવું કે જેનાથી વેકેશન નો સાર માં સારો ઉપયોગ થઇ શકે જેનાથી aઆંતરિક અને અંગત ખામીઓ દૂર કરી અને નવી કળા અને કૌશલ્ય નો વિકાસ થઇ શકે. એ બાબત ને વ્યવસ્થી રીતે, સરળ અને સામાન્ય માણસ સમજી શકે એવી ભાષા માં કાગળ પર ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં વેકેશન માં શું કરવું?? કઈ પ્રવૃત્તિ કરવી ? કેટલો સમય કરવી ? એનાથી શું ફાયદો થાય કે શું અસર થાય ? અને શક્ય અને તમામ બાબતોને સમાવવા નો પ્રયત્ન કર્યો છે. અને વ્યક્તિગત વિકાસ ને લગતા તમામ પાસા જેમ કે રમત ગમત માં કુશળતા, શારીરિક અને માનસિક વિકાસ, ટેકનોલોજી માં કુશળતા, બોલવાની છટા માં પરિવર્તન વગેરે નો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે.
મને વિશ્વાસ છે કે કોઈ પણ વ્યક્તિ કે વિધાર્થી થોડું ઘણું પણ આ બાબતો પર અમલ કરશે. તો પોતાના જીવન માં ચોક્કસ થી પરિવર્તન લાવી શકશે. જેના થકી એક અલગ જ વ્યક્તિત્વ નો વિકાસ થશે જે જીવનમાં પ્રગતી નું કારણ બનશે. હું મારી મહેનત ને સફળ ગણીશ જો એક પણ વ્યક્તિ કે વિધાર્થી ના જીવન માં મારા આ લેખ ના કારણે પરિવર્તન આવે.
અન્ય વ્યક્તિત્વ વિકાસ ને લગતા સલાહ સૂચનો હોય તો E-Mail ID પર પ્રતિભાવ આપવા વિનંતી.
વેકેશન નો સદુપયોગ
૧. ન્યુઝ પેપર વાંચન (૩૦ મિનીટ)
જ્ઞાન માં વધારો
શબ્દભંડોળ માં વધારો
Concentration માં વધારો
દીર્ઘદ્રષ્ટી માં વિકાસ
દિમાગ તેજ બને
અન્ય ભાષા નો પરિચય થાય
૨. રમત ગમત
Indoor (૪૫ મિનીટ)
જેવી કે ચેસ , સાપસીડી, કેરમ અન્ય જે બેઠા બેઠા રમી શકાય
Concentration માં વધારો
દિમાગ તેજ બને
આત્મવિશ્વાસ માં વધારો
Outdoor (૪૫ મિનીટ)
મેદાન પર રમી શકાય એવી જેવી કે ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ, વગેરે
Concentration માં વધારો
દિમાગ તેજ બને
આત્મવિશ્વાસ માં વધારો
શારીરિક અંગો નો વિકાસ થાય
૩. ટી.વી. પર સમાચાર જોવા (૩૦ મિનીટ)
બોલવાની કળા માં વિકાસ
જ્ઞાન માં વધારો
શબ્દભંડોળ માં વધારો
Concentration માં વધારો
દીર્ઘદ્રષ્ટી માં વિકાસ
દિમાગ તેજ બને
૪. વાતચીત - ચર્ચા ( ડિસકશન) (૩૦ મિનીટ)(
શક્ય હોય તો અંગ્રેજી અથવા હિન્દી માં જ )
બીજાને વાત ગળે ઉતારવાની ક્ષમતા માં વધારો
બોલવાની કળા માં વિકાસ
જ્ઞાન માં વધારો
શબ્દભંડોળ માં વધારો
Concentration માં વધારો
દીર્ઘદ્રષ્ટી માં વિકાસ
દિમાગ તેજ બને
૫. કોમ્પુટર નો ઉપયોગ (૩૦ મિનીટ)
MS Office, Basics વપરાશ
સ્પ્રધાત્મ્ક ફાયદો મળે
આત્મવિશ્વાસ માં વધારો
ટાઈપીંગ સ્કીલ માં વધારો
ટેકનોલોજી થી મિત્રતા વધે
૬. ઈન્ટરનેટ નો ઉપયોગ (૩૦ મિનીટ)
(ફેશબૂક,વોટ્સએપ સિવાય)
સ્પ્રધાત્મ્ક ફાયદો મળે
વૈશ્વિક માહિતી મળે
ટાઈપીંગ સ્કીલ માં વધારો
ટેકનોલોજી થી મિત્રતા વધે
વિશ્વ થી સરળતા થી જોડાઈ શકાય
દીર્ઘદ્રષ્ટી માં વિકાસ
૭. સ્માર્ટ ફોન નો ઉપયોગ (૩૦ મિનીટ)(
ફેશબૂક,વોટ્સએપ સિવાય)
ટેકનોલોજી થી મિત્રતા વધે
સ્પ્રધાત્મ્ક ફાયદો મળે
૮. મોર્નિંગ વોક અને કસરત (૬૦ મિનીટ)
૩૦-૩૦ મિનીટ સવાર – સાંજ
સ્વાસ્થ્ય તંદુરસ્ત
શારીરિક વિકાસ
સારું જીવન જીવાય
આળસ દૂર થાય
આખો દિવસ શરીર માં સ્ફૂર્તિ રહે
૯. યોગ (પ્રાણાયામ) (૩૦ મિનીટ)
માનસિક તનાવ દૂર
સ્વાસ્થ્ય તંદુરસ્ત
શારીરિક વિકાસ
સારું જીવન જીવાય
આળસ દૂર થાય
આખો દિવસ શરીર માં સ્ફૂર્તિ રહે
૧૦. મન ગમતી રમત પર વધારે સમય ફાળવવો (૬૦ મિનીટ)
જે રમત ખુબ જ પ્રિય હોય અને એમાં કરીઅર બની શકે એમ હોય એવી રમતને નિયમિત પણે એક કલાક સમય વધારે આપવો
૧૧. મન ગમતી પ્રવૃત્તિ કરવી (૬૦ મિનીટ)
જે પ્રવૃત્તિ માં રૂચી હોય જેમ કે વાંચન, વક્તવ્ય કે અન્ય કોઈ એને વધુ સમય આપવો જેથી એ વિષય પર નિપુણતા મેળવી શકાય.
કુલ સમય (પ્રતિદિન ૪૮૦ મિનીટ ) ૮ કલાક