The real adventure - 2 in Gujarati Detective stories by Bhavin H Jobanputra books and stories PDF | ધ રીઅલ એડવેન્ચર - 2

Featured Books
Categories
Share

ધ રીઅલ એડવેન્ચર - 2

ધ રીઅલ એડવેન્ચર – 2

મનની વાત...

“ જિંદગી ના યાદગાર બનાવો તેવા હોય છે કે, જેનું કદી પણ અગાઉથી પ્લાનીંગ થયેલું હોતું નથી.”

નીચેની સત્ય ઘટના એ મારા નજરિયા ને સંપૂર્ણ પણે બદલેલ છે. જે કાઈ બન્યું તેને હું તર્ક થી સમજાવી શકતો નથી. એટલે કે, તે ઘટના દરમિયાન કેટલાક અકલ્પનીય ચમત્કાર થયેલા જે સમજાવી શકાય તેમ નથી.. અમે જ્યારે આ પ્રવાસ પાર નીકળ્યા હતા ત્યારે અમને જરા પણ ખબર ન હતી કે આ એક એડવેન્ચર બની જશે..

આપણે આગળ જોયું હતું કે, હવે અમે લોકો ખુબ જ જોશ થી વરસતા વરસાદ માં કનકાઈ ના ગાઢ જંગલ ની વચ્ચે અમે લોકો કુદકા અને ભૂસકા થી આગળ વધતી નદી પાસે પહોચી ગયા હતા, ત્યાં ડ્રાઈવરે મેટાડોર ઉભી રાખી અને મને નદી નું લેવલ તપાસવા કહ્યું, તો હવે શું થાય છે તે વાંચવા માટે આગળ વાંચો...

ધ રીઅલ એડવેન્ચર – 2

હું મને ન ગમતા છતાં પણ નીચે ઉતર્યો કારણ કે મેં ત્યારે વાઈટ કોટન જીન્સ અને નવા શુઝ પહેર્યા હતા. મેં જોયું કે નદી નું પાણી બે થી અઢી ફૂટ જેટલું વધી ગયું હતું. મને મારી આંખો પર ભરોસો ન થાય તેવું દ્રશ્ય હતું તે. વરસાદ જાણે વણથોભ્યો બની ગયો હતો અને નદી નું પાણી હજી વધી જ રહ્યું હતું નદી નું પાણી કુદકા મારતું હોય તે રીતે એટલા ફ્લોવ્ થી આગળ વધી રહ્યું હતું. મારા મગજ માં હજારો પ્રશ્નો ની પઝલ ચાલુ થઇ હતી. હું તે જ વિચારી રહ્યો હતો કે નદી આવી પરિસ્થિતિ માં કેમ પાર કરવી. હવે ડ્રાઈવર પણ નીચે ઉતાર્યો અને મારી પાસે આવ્યો જેથી કરીને અમે નદી ચાલીને પાર કરી જોઈએ જેથી ખબર પડે કે આ કેડી માં કઈ જગ્યાએ ઓછુ પાણી છે. મેં બધાને બહાર આવવા માટે પૂછ્યું. અમે આ મુશળધાર વરસાદ માં જંગલ માં ચાલી રહ્યા હતા જે એક ખતરા થી ઓછુ ન હતું. મેં બધાને વ્યક્તિગત રીતે કહ્યું કે નદી પાસે એક સુરક્ષિત સ્થળ છે ત્યાં જવું પડશે. અને પછી બધા મોટાઓ ને કહ્યું કે તેનાથી નાના વિદ્યાથીઓ ને ગાઈડ કરે અને સંભાળે. તેમાં નાના માં નાની મારી ભત્રીજી બંસી હતી. તે મારી મોટી બહેન ની દીકરી હતી અને આ તેની લાઈફ નો પહેલો પ્રવાસ હતો. મેં પછી નદી પાર કરી અને ડ્રાઈવર પાસે ગયો અને અમે નક્કી કર્યુ કે હવે મેટાડોર પણ નદી પાર કરી જ જશે. તે નદી ની બીજી બાજુ ફસાયેલું હતું જે પછીથી એક મુસીબત બની શકે તેમ હતું. નદી ની એક બાજુ ઘણો બધો કાદવ અને ગારો હતો અને મેટાડોર તેમાંથી બહાર આવી શકે તેવી કોઈ શક્યતા ન હતી. જે સાવ ફસાઈ જ ચૂક્યું હતું. હું જ્યારે ત્યાં ગયો તો, હું પણ ફસાઈ ગયો હતો. બધાજ સભ્યો વરસાદ ને લીધે પૂરી રીતે પલળી ગયા હતા અને અમારું વાહન ખરાબ રીતે તે કાદવ માં ફસાઈ ગયું હતું.

ડ્રાઈવરે બનતી બધી જ કોશિશ કરી મેટાડોર ને કાદવ માંથી બહાર કાઢવાની પણ તે તેટલું જ વધારે ને વધારે ફસાતું ગયું. તેણે છોડ્યું અને અમે ઉભા હતા ત્યાં આવ્યો. તેણે મને કહ્યું કે તે ખરાબ રીતે ફસાયું છે આપણે હવે રાહ જોવી પડશે. વિદ્યાર્થીઓ અને મારા મિત્રો બધાજ એક ધારા ઉભા હતા, અને તે અડધો કલાક સુધી જોતા જ રહ્યા. વરસાદ એક ધારો વરસતો જ હતો અને અમે કુદરત પાસે મદદ વિનાના બની ચુક્યા હતા. અચાનક બે ફોરેસ્ટર પલ્સર પાર આવી ગયા અને અમારી આ મુસીબત વિશે પૂછ્યું અને અમારી મદદ કરવા ની જગ્યા એ તે લોકો મને આવી ટુર ન કરવી જોઈએ તે વિશે ભાષણ આપવા માંડ્યા. તેઓએ મને કનકાઈ મંદિરે ચાલીને પાછા જવા વિશે કહ્યું અને ટ્રેક્ટર ને બોલાવવા કહ્યું જેથી અમારી મેટાડોર ને ટો કરી ને બહાર કાઢી શકાય. સાંજ ના સમયે તે રસ્તે કનકાઈ મંદિરે ચાલીને જવું તે ખુબ જ ખતરનાક ઓપ્શન હતો. તેઓ એ કહ્યું કે જો તમે છોડવડી ચેક પોસ્ટ પહોચી જાવ તો તમે ત્યાં આખી રાત ફોરેસ્ટર સાથે રહી શકો છો, તમને અત્યારે અહીંથી કાઈ મળશે નહી.

મેં મારી ઘડીયાળ માં સમય જોયો. ત્યારે પુરા ૪ વાગ્યા હતા. મેં હેતલ ને બોલાવી અને તેને હવે શું કરવું તે વિશે પૂછ્યું.. અમારી મીટીંગ ડ્રાઈવર અને મારા મિત્રો દ્વારા આગળ વધી. બધાએ સાથે મળીને જોશભેર એક નિર્ણય લીધો કે બધા મેટાડોર ને ધક્કો મારશે અને ડ્રાઈવર તેને ચાલુ કરશે અને અમારું વાહન બહાર કાઢશું. અમે બધાએ ખુબ કોશિશ કરી છતાં તે ફેઈલ ગઈ. ત્યાં, મેં મારા એક વિદ્યાર્થી ને રડતો સાંભળ્યો અને હું ત્યાં ગયો. તેને મેં રડવાનું કારણ પૂછ્યું તો ખબર પડી કે તેણે દીપડો જોયો હતો. તે ખુબ જ ડરી ગયો હતો. હું પણ ખુબ જ ડરી ગયો હતો અને મેં કનકેશ્વરી દેવી ને પ્રાર્થના કરવાનું શરૂ કર્યુ. ત્યાં મેં મારા બે મિત્રો ને બાળકો ની સુરક્ષા માટે રાખ્યા. બંસી એ રડવાનું ચાલુ કર્યુ જ્યારે તેનું સ્લીપર નદી માં પડી ગયું. મેં તે નાની છોકરી ને સમજાવ્યું કે હું તેને ફરી નવું લઇ દઈશ.

હું પૂરે પુરો થાકી ગયો હતો, અને પલળી ગયો હતો. અમે ફરી પાછું નક્કી કર્યુ કે અમે પાછું મેટાડોર ને કાદવ માંથી બહાર કાઢવાની ટ્રાઈ કરશું. હું તે વાત થી ખુબ જ વધારે ડરતો હતો કે કોઈ બાળક ને આમાં લાગી જશે તો હું તેના પેરેન્ટ્સ ને શું જવાબ આપીશ. મેં ત્યારે બધાને મોટેથી હનુમાન ચાલીશા બોલવા કહ્યું અને એ પણ કહ્યું કે વરસાદ, કાદવ, વાહન વિશે જરા પણ ચિંતા ન કરે એ બધું જ કુદરત પર છોડી દે. મેં તે બધાને કહ્યું કુદરત આપણી પરીક્ષા લઇ રહી છે. કુદરત તપાસી રહી હતી કે અમે કેટલા બહાદુર છીએ. હેતલ અને અમે બધા તે સમયે આ પરિસ્થિતિ માં ચમત્કાર ની રાહ જોઈ રહ્યા હતા. એટલામાં, સફેદ કલર ની ટાવેરા ગાડી ત્યાં આવી, તે બ્રાન્ડ ન્યુ હતી તે તેમાં નંબર લગાડેલી ન હતી તેના પરથી જણાઈ આવતું હતું. હનુમાન ચાલીસા ના શબ્દો વાતાવરણ ને પવિત્ર બનાવી રહ્યા હતા.

પેલી વાઈટ ટાવેરા કાર અમારી નજીક આવી ને ઉભી રહી. મેં મારા હાથ ના ઈશારા થી ટાવેરા ના માલિક ને ઈશારો કર્યો કે આગળ જઈ શકાય એમ નથી ત્યાં મેં તેમને અમારી ફસાયેલી મેટાડોર નું જીવંત ઉદાહરણ પણ દેખાડ્યું. ખરેખર, અમારું વાહન એ પરિસ્થિતિ માં હતું કે ટ્રાવેરા તો તે કેડી પસાર કરી જ ન શકે. તેનો ડ્રાઈવર નીચે ઉતાર્યો અને તેમણે કહ્યું કે તે ગાડી ના માલિક ને આ નવી ટ્રાવેરા સાથે કનકાઈ જવાની માનતા છે. તેઓ અમારી પરિસ્થિતિ ને જોઈને અમુક છોકરાઓ ને તેમની સાથે કનકાઈ લઇ જવા માટે સહમત થયા. પરંતુ, તેમાં પણ હજુ એકાદ કલાક જેવો સમય લાગી શકે તેમ હતો. અમે એક પ્લાન બનાવ્યો અને મેં ટ્રાવેરા ના ડ્રાઈવર અને માલિક ને કહ્યું કે આપણે કાદવ વાળા વિસ્તાર માં થોડા પથ્થરો ફેકીને ત્યાં એક હમણાં ચાલે તેવો રોડ બનાવી શકીએ છીએ, જે આપણા બંને માટે ઉપયોગી થશે. ત્યારપછી, મારા બધાજ વિદ્યાર્થીઓ અને બંને ડ્રાઈવરે મળીને લગભગ ચાર સો જેટલા પથ્થરો લઈને એક ટેમ્પરરી રોડ તૈયાર કરી નાખ્યો. મેં મારીજાતે મોટા પથ્થરો ઉપડી ને બીજાને ત્યાં રાખવા માટે આપ્યા.

મેં ઘડીયાળ પર નજર કરી અને જોયું કે સાડા ચાર વાગી ગયા હતા અને હું હજુ મોટા પથ્થરો એકઠા કરી રહ્યો હતો. મારા કપડા માટી વાળા થઇ ગયા હતા અને બસ હવે વરસાદ માં થોડો ઘટાડો થયો હતો. નાના વિદ્યાથીઓ હજુ પણ ડરી રહ્યા હતા અને પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યાં મેં ટ્રાવેરા ના માલિક ને ગાડીની અંદર બેઠેલા જોયા, તેમણે કુર્તા પાયજામાં પેર્યા હતા, આ જોઈને હું તેમની પાસે ગયો અને કહ્યું કે તે અમારા મહેમાન નથી. અને કહ્યું કે આ બધું અમે તમારા માટે કરી રહ્યા છીએ. અને પછી આગ્રહ કર્યો કે તે પણ બહાર આવે. તેઓ બહાર આવ્યા અને મારી સામે ઉભા રહીને એક મોટો પથ્થર નીચેથી ઉપાડી કાઢ્યો. ત્યારે અમને તે દ્રશ્ય જોઈને ડર લાગ્યો કે તે પથ્થર ના નીચેના ભાગ માં કાળો ઝેરી વિછી હતો જે તેમના બચ્ચા જોડે હતો, અને બીજી જ સેકન્ડે તે વિછીએ પેલા ટ્રાવેરા ના ડ્રાઈવર ને ડંખ્યો. તે માણસ દર્દ સાથે રડવા માંડ્યો અને ગાંડા ની જેમ રાડો નાખવા લાગ્યો. ત્યારે મને થોડું અજુગતું ફીલ થયું પણ હું ભગવાન નો આભાર માનું છું કે અમે ચારસો જેટલા મોટા પથ્થર ઉપડ્યા છતાં અમને આવું કાઈ થયું નહી. મેં તેમણે જ્યાં વિછી કરડ્યો હતો તે જગ્યાએ મારો રૂમાલ બાંધ્યો અને તેમના ડ્રાઈવર ને હવે આ જગ્યા છોડી જતા રહેવા માટે કહ્યું. ટ્રાવેરા ડ્રાઈવર એ કાદવ ના વિસ્તાર માંથી યુ ટર્ન લીધો અને ગમે તેમ મેનેજ કરી ને જતો રહ્યો. ત્યારબાદ તેઓ એ, અમારા એક પણ વિદ્યાર્થી ને લીધા વિના જ તે જગ્યા છોડી દીધી.

મેં હેતલ અને મુન્નાભાઈ ને બોલાવ્યા અને તેઓને કહ્યું કે ભગવાન આપણી જોડે છે. તેઓ એ જ આપણ ને બચાવ્યા છે અને હજુ તેઓ જ આપણ ને મદદ કરશે. અમે બધા ફરી પાછા એક વાર ભેગા થયા અને મેટાડોર ને ધક્કો મારવા લાગ્યા. આ વખતે નસીબ અમારી જોડે હતા.ટ્રાવેરા ના ડ્રાઈવરે કાદવ ના વિસ્તાર માંથી યુ-ટર્ન લઈને અમારી માટે એક સારું કામ કર્યુ હતું.

યુ-ટર્ન ને લીધે અમારી માટે ત્યાં કેડી જેવું બની ગયું હતું. મારી ઘડીયાળ ૫ નો સમય બતાવી રહી હતી અને અમે મેટાડોર કાદવ માંથી બહાર કાઢી. મેં બધાને મેટાડોર માં બેસી જવા માટે કહ્યું અને જ્યારે એન્જીન ચાલુ થયું ત્યારે તેમાંથી એક ઘુઘવનારો અવાજ આવી રહ્યો હતો. અમે થોડી જ વારમાં છોડવડી ચેક પોસ્ટ પર પહોચ્યાં અને હું રીટર્ન પરમીટ લેવા માટે નીચે ઉતર્યો.

બે ગાર્ડ ત્યાં બેઠા જ હતા. તેણે મને ઘણું કહ્યું કારણ કે તેને જંગલ માં જે થયું તેના વિશે જાણ થઇ ગઈ હતી. તેને તે જાણ પેલા બે પલ્સર વાળા ગાર્ડ એ વોકી-ટોકી દ્વારા કરી હતી. મેં તે ઇગ્નોર કર્યુ અને મેં મારા કપડા અને બુટ ત્યાં રાખેલા પીવાના પાણીના માટલા માં હતું તે પાણી થી ધોયા. તેમણે મને કહ્યું કે પેલા ટ્રાવેરા ગાડી ના માલિકે પણ અમારા વિશે ફરિયાદ કરી હતી. તેમણે તેવું કહ્યું હતું કે અમારા લીધે તેમની યાત્રા સફળ નથી રહી. ત્યારે સાડા પાચ વાગી રહ્યા હતા અને અમે જંગલ નો એક નિયમ તોડ્યો આ દરવાજા ૫ વાગ્યે બંધ થઇ જાય છે. તે ગાર્ડ ની સાથે દલીલ કરવી યોગ્ય ન હતી અને મેં તેમને એક સ્મિત આપતા આપતા તે સ્થળ છોડી દીધું. તે ગાર્ડ એ મને ચેતવ્યા કે આગલી ચેક પોસ્ટ પર અમારે ૬ વાગ્યા સુધીમાં પહોચી જ જવું પડશે નહિતર અમારે તેમની સજા અને દંડ (ફાઈન) બંને સ્વીકારવા પડશે.

હું મારી ડ્રાઈવર ની બાજુ ની સીટ માં બેઠો, હેતલ એ મને મારી બાજુમાં બેસવા માટે આગ્રહ કર્યો. હું અને તે આગળ બેઠા મેં બારી બાજુ બેસવા નું પસંદ કર્યુ. અમે કનકાઈ નો વિસ્તાર છોડી રહ્યા હતા. અમારી સામે અમે બાણેજ જવા માટે ની ચેક પોસ્ટ જોઈ રહ્યા હતા, પણ અમે તે વિશે વિચારી શકીએ તેવી અત્યારે પરિસ્થિતિ ન હતી. વરસાદ હવે સાવ થોભી ગયો હતો. અને હું પેલા ટ્રાવેરા ના માલિક વિશે વિચારતો હતો કે તે હવે જ્યાં સુધી ધારી ન પહોચી જાય ત્યાં સુધી દર્દ થી પીડાશે, પરંતુ ધારી ત્યાંથી ૭૦ કિલોમીટર દુર હતું. મેં વિચાર્યું, તે અમને ઘણું બધું કહી રહ્યો હશે. અમારી ટીમ માંથી કોઈ વાત કરવાના પણ મૂળ માં ન હતું. મારા મિત્રો આ ટુર એક એડવેન્ચર જ બની ગઈ હતી તે વિશે વાતો કરી રહ્યા હતા. હું, હેતલ અને રથિન આ ફેક્ટ થી વંચિત હતા કે અમારે સામે ની ચેક પોસ્ટ પર ટાઈમે પહોચી જવાનું હતું. મેં ડ્રાઈવર ને સ્પીડ વધારવા માટે કહ્યું. મેં બહાર નજર કરી, બહાર નું આખું વાતાવરણ વરસાદ પછી બદલાઈ ગયું હતું.

કેડી હવે મસ્ત દેખાઈ રહી હતી. આજુ બાજુ નું ઘાસ કેડી ને વધુ સારું દેખાડી રહ્યું હતું. વૃક્ષો માં જાણે નવા પાન આવી ગયા હોય તેવા દેખાઈ રહ્યા હતા. સુર્ય હવે આથમી રહ્યો હતો તેનો પ્રકાશ પણ મનોહક હતો. તે તેનો સોનેરી પ્રકાશ દરેક વસ્તુ ઉપર ફેકી રહ્યો હતો. આવા દ્રશ્ય માં પક્ષીઓ સોનામાં સુગંધ ભેળવવા નું કામ કરી રહ્યા હતા. હવે તાજું ઘાસ ખાઈ રહેલા હરણ અમારી નજરે પડતા હતા. અમે ઝડપ માં વધારો કર્યો અને ધારી તરફ આગળ વધ્યાં. અમારે હજુ પણ દલખાણીયા ચેક પોસ્ટ પર પહોચવા માટે ૪૫ કિલોમીટર નો રસ્તો કાપવા નો હતો અને તે પણ ૬ વાગે તે પહેલા. કોઈ હજુ પણ સિહ ની વાત કરી રહ્યા હતા મેં તેમને ગુસ્સે થઈને તે વાત બંધ કરવા કહ્યું. હું તે વિચારી રહ્યો હતો કે ભગવાને અમારી જિંદગી બચાવી અને અમારી તે પરિસ્થિતિ માં મદદ કરી. હેતલ એ એની માનતા લીધી હતી કે તે ભગવાન પાસે દીવો કરશે અને મેં પણ તેમની સાથે આ વિશે વાત કરી. અમે કનકેશ્વરી મંદિર ના કમ્પાઉન્ડ અને મંદિર ના આકર્ષિત સ્થળ વિશે વાત કરી.

રસ્તો મુન્નાભાઈ ને સ્પીડ વધારવા દેતો ન હતો. મેં એક ધારો રોડ ને જોયો અને તેમની વાહન ચાલવવા માં મદદ કરી. મેં હેતલ ને કહ્યું કે ખરેખર કુદરત એક મહાન કલાકાર છે અને એ પણ કે આપણે પણ અલગ અલગ કલર જોઈ શકીએ છીએ. તે જ ક્ષણે, અમે કઈક અલગ જ જોયું જે કદાચ ૮૦૦ મીટર ની દુરી પર હતો. મેં જાણ્યું કે તે કઈક અલગ જ વસ્તુ છે. મેં ડ્રાઈવર ને સ્પીડ ધીમી કરવા કહ્યું અને છોકરાઓ ને અવાજ ન કરવા કહ્યું. તે સમીસાંજ નો સમય હતો તેથી તે કદાચ કોઈ માલધારી નું પણ પશુ હોઈ શકે. અમારું વાહન બંને તેટલી ઓછી સ્પીડ થી ચાલતું હતું જે કદાચ ૮ ની સ્પીડ થી ચાલતું હતું. મેં અને હેતલે જોયું કે ત્યાં બે એસિયાઈ સિહ રોડ ની પેલી બાજુ બેઠા હતા. તે અમારા થી ૫૦૦ મીટર ની દુરી પર હતા. મેં બધાને તે વિશે કહ્યું કે આ એક તક છે જિંદગી ની. બધા જ પોતાની નજીક ની બારી માંથી સિંહ ને એકીટશે જોવા લાગ્યા.

ત્યાં બે મેલ સિંહ હતા. જેમનો એક નીડર હતો. તેની કેશવાળી બ્રાઉન ટોન માં હતી. મેં મારો કેમેરો બહાર કાઢ્યો. બધાજ લોકો આ મુમેન્ટ ને માંણી લેવા માટે રેડી હતા. ધીરેથી, ડ્રાઈવરે વાહન તેમની નજીક લીધું. તેઓ તો પણ શાંત હતા. મેં મારા સાદા કેમેરા થી ઘણા ફોટા પડ્યા. રથિન એ તેમનો પ્રોફેશનલ કેમરો ચાલુ કરવા ટ્રાઈ કરી પણ તે ચાલુ ન થયો. મારા મિત્રો ના નોકિયા ના ફોન માં બેટરી ન હતી. સિંહ ખુબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. મેં અનુભવ્યું કે તે બંને સિંહો તેવા જ દેખાઈ રહ્યા હતા જે કનકાઈ મંદિરે કનકેશ્વરી દેવી ની પાછળ હતા. મારા કેમેરા ની ફ્લેશ લાઈટ થી સિંહ ખુબ જ ઉત્સાહ અનુભવી રહ્યા હતા.

તેઓ કૂદકો મારી ને ઉભા થયા અને અચાનક અમારી સામે આવી ગયા.....

હવે જે બને છે તે કોઈ ચમત્કાર થી કમ નથી.. તો શું થાય છે તે વાંચવા માટે ધ રીઅલ એડવેન્ચર નો છેલ્લો ભાગ વાંચશો.. અને તે સૌથી રસપ્રદ હશે...

Written by:Bhavin H Jobanputra

Address:C/o. Unity English Academy,

Sardar Complex,

Ab: Rajbhog Sweets,

Gondal.

Contact No:8000482007, 9824862749

Mail:

Like Page:Unity English Academy/facebook

Whatsapp:8000482007

Facebook:Bhavin jobanputra.54

Groups:Unitians Rock (Facebook)