Love Makes a Family..... in Gujarati Short Stories by krupa Bakori books and stories PDF | Love Makes a Family.....

Featured Books
Categories
Share

Love Makes a Family.....

Love Makes a Family

KRUPA BAKORI

Kbakori189@gmail.com


અનુક્રમણિકા

  • અમૂલ્ય પ્રેમ
  • કરીયાવર
  • પારકી મા
  • અમૂલ્ય પ્રેમ

    '' ઈશ્વરની રચના પણ કેટલી અદભૂત છે ને ....... '' અમૃતના અખૂટ ખજાના સમાન માતા - પિતા ની રચના કરીને આ જગતને ખરા અર્થમાં ભાગ્યશાળી બનાવ્યું છે.

    માતા નાનકડી વહાલસોયી દીકરીનું પ્રેમથી જતન કરીને ઉછેરે છે. સંસ્કારોનું સિંચન કરે છે. જયારે , પિતા તેની લાડકી દીકરીને જવન કેવી રીતે જીવવું ? મુશ્કેલીભર્યા જીવનને સરળ બનાવી સફળતાને કેવી રીતે પામવી ? તે શીખવે છે.

    આજના આધુનિક યુગમાં કોઈ પણ મહાન વ્યકિત , કથાકાર , મહાત્મા કે લેખક માઆજના આધુનિક યુગમાં કોઈ પણ મહાન વ્યકિત , કથાકાર , મહાત્મા કે લેખક મા વિશે પ્રવચન આપે છે. મા વિશે પ્રવચન આપે છે. મા ની મહાનતા ને દર્શાવતા અનેક પુસ્તકો છે. પરંતુ , વાતસલ્યભર્યા દીકરીના વહાલા પિતાની મહાનતાનું અસ્તિત્વ શું ? સંપૂર્ણ ઘરની જવાબદારી ઉપાડતા તે પિતાનું શું ? પોતાના બાળકને કોઈ પણ પ્રકારની કમી મહેસૂસ ના થાય એ માટે દીવસ - રાત મહેનત કરતા એ કર્તવ્યનિષ્ઠ પિતાનું શું ? આ સમાજે પિતાની કદર ના કરી તેનો અફસોસ છે .

    આજથી ઘણાં વર્ષો પૂર્વે રામની માતા કૌશલ્યા શ્રેષ્ઠ માતા જ હતી પરંતુ , પુત્રના વિયોગમાં મૃત્યુ પામનાર તો તેના પિતા દશરથ જ હતા. દેવકી અને યશોદા પણ મહાન માતા જ હતી પરંતુ , યમુના નદીના ભયંકર પૂરમાં અડધી રાતે નદી ઓળંગી તે તેના પિતા વાસુદેવ જ હતા.

    જેમ - જેમ પૈસા ખૂટતા જાય છે. તેમ - તેમ મૂડી ઓછી થાય છે. પરંતુ , પિતાના અમુલ્ય પ્રેમની મૂડી તો જેમ - જેમ ખર્ચાય તેમ - તેમ તે મૂડી ગાઢ થતી જાય છે.

    “કોઈ પણ વસ્તુ વાગવાથી ચોંટ કે ઠેસ વાગતા 'ઓહ મા...' શબ્દ નીકળી જાય છે.” જયારે , કોઈ મોટી દુર્ધટના થતાં 'બાપ રે...' શબ્દની ચીસ નીકળી જો છે. મોટી મુશ્કેલી આવે ત્યારે પિતાની યાદ આવે છે.

    દીકરીને લગ્ન પછી વિદાય આપવામા આવે ત્યારે બધાં જ મન મૂકીને રડે છે. પરંતુ , પોતાના આંસુ અને લાગણીને અંદર જ સમાવીને સાંત્વન આપવાનું કામ તો પિતા જ કરે છે.

    પોતાના સંતાનોની વહાલી માતા મૃત્યુ પામે છે , ત્યારે પણ તે પિતા રડી શકતો નથી. જો પોતે રડશે તો તેના સંતાનો પણ રડશે. તે તેનો ઉછેર એવી જ રીતે કરશે જેવી રીતે તેની પત્ની કરતી તે પિતા ત્યારે પણ અલગ હિંમત રાખી ને તેને મા નો પ્રેમ આપવાની કોશિશ કરતા રહશે. તેવા મહાન પિતા ખરેખર ધન્ય ને પાત્ર છે.

    હવે , કહો શું એક પિતા મા જેટલું નથી કરતાં ? જરૂર કરે છે મા વિશે લખવા જઈએ તો કાવ્યો , નાટકો અને નિબંધો રચાઈ જાય છે તો , પિતા વિશે પણ જેટલું લખીએ તેટલું ઓછું છે.

    “પિતા નાળીયેર સમાન હોય છે. બહારથી સખત અને અંદરથી તેટલા જ કોમળ સ્વભાવના હોય છે. ”

    “ ધન્ય છે , એ પિતાની મહાનતા ને..... ”

    આ દુનિયામાં જો વિધાતાએ કોઈ શ્રેષ્ઠ પાત્ર રચેલું હોય તો તે ' દિકરી ' છે. જે લોકો દિકરીના મા - બાપ હોય તેઓ ઈશ્વરની સૌથી વધારે નજીક છે.

    કરીયાવર

    દીકરીના પ્રેમને નજીકથી જોવાનો પ્રયત્ન કરશો તો જિંદગીભરની ખુશી તેમાંથી મળી રહેશે. દીકરીના પવિત્ર સંબંધની સરખામણી હંમેશા તુલસીના કયારા સાથે કરવામાં આવે છે.

    “પિતા જી...... પિતા જી........ તમને કયારની બોલાવું છું. તમારું ધ્યાન કયા છે ? ” “બેટા, તું કયારે મોટી થઈ ગઈ? તેની મને ખબર પણ ના પડી. ” રાધવભાઈએ કહયું .

    પોતાના પિતાની ભીની થયેલી આંખ જોઈને તે પોતાના આંસુ છૂપાવવા ત્યાંથી નીકળી જાય છે. અને કહેતી જાય છે કે “ મંડપ શણગારવા લોકો આવ્યા તે તમને બોલાવે છે. ”

    “ હા , તુલસી હમણાં જ આવું છું .”

    દીકરી સાસરે જાય ત્યારે એક તરફથી ખુશી અને બીજી તરફથી ગમ હોય છતાં પણ પોતાના આંસુનો પડછાયો પણ દીકરી પર પડવા નથી દેતા એવા વહાલા માતા - પિતાને એટલે જ ' ઈશ્વરનું રૂપ ' આપવામાં આવ્યું છે.

    દીકરીના મંડપની તૈયારી રાધવભાઈએ હોંશે હોંશે કરી નાખી . આખી રાત જાગીને વિચાર્યુ કે , દીકરીના લગ્નમાં કાંઈ બાકી તો નથી રહયું ને ......

    વહેલી સવારે સૂર્યદાદા ને દરરોજ પાણી રેડવાતો તેમનો નિયમ હતો. શ્લોક ના ગુંજ થી તેમનું નાનકડું ઘર પવિત્ર થઈ જતું.

    “તુલસી , અહીંયા આવ તો મારે કામ છે. ” રાધવભાઈએ કહયું .

    “જી...... પિતાજી આવી .”

    “બેટા , તારી કરીયાવરની થોડી વસ્તુ લેવાની બાકી છે. મે તને સાચવવા આપેલા પૈસા આપીશ તો તે વસ્તુ પણ હું લઈ આવું . ”

    ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી . તે તુલસી જાણતી હતી . “ પિતાજી તમે મને ઉછેરીને મોટી કરીને મને જે અમૂલ્ય પ્રેમ આપ્યો છે , તે જ મારી સાચી મૂડી છે. ” તમારા પ્રેમથી વિશેષ્ મારે કંઈ પણ જોતું નથી .

    “ બેટા , દીકરી સાસરે જાય છે , ત્યારે મા-બાપ તેને કંઈક આપે છે. તું મને ના ન પાડતી બેટા ....... તને મારી કસમ ”.

    તે જઈને રામાયણ લઈ આવી.

    “ રામાયણ કેમ ? ”રાધવભાઈએ કહયું .

    “ પિતાજી , તમે રામાયણ ખોલો તો ખરા, ” તુલસીએ તેના મીઠા સૂરમાં કહયું .

    “ તે રામાયણ ખોલે છે તો એક - એક પેઈજ પર પોતાના પિતાજી ના સાચવેલા પૈસા હોય છે.” તેનું કારણ પૂછતા તે કહે છે. “ જો કોઈ ચોર આવે તો તે પૈસા લેવા માટે તિજોરી ખોલશે. રામાયણ નહી ...... જો તે ભૂલ થી પણ રામાયણ ખોલશે તો તે ચોર ચોર નહી રહે. ”

    “ પિતાજી તમે આપેલી વસ્તુ તો મારા માટે મૂલ્યવાન છે. તેને કોઈ ચોરના હાથમાં કેમ જવા દેવાય ?”

    તેના પિતાજી તેના માટે ઘરેણાં,ફનિર્ચર વાસણો ઘણી બધી વસ્તુ લઈ આવે છે.

    “ બેટા , તને વસ્તુ ગમી છે ને.... ”

    “ હા , હા પિતાજી..... મને બધી જ વસ્તુ ગમી પણ તમે લઈ આવેલા વાસણો પર તમારું નામ નહી લખાવશો. ”

    “ કેમ તુલસી ? ”

    “ જો એ વાસણ પર તમારું નામ હશે અને તે નામ પર રજ ચડશે તો એ મને પસંદ નથી. મારા પર રજ ચડશે તો એ મને પસંદ નથી. મારા પર રજ ચડશે તો ચાલશે , પણ તમારા પર રજ ચડે હું જોઈ નહી શકું ”

    જો કદાચ એક ત્રાજવામાં દિકરી અને બીજા ત્રાજવામાં સ્ર્વગ રાખવામાં આવે તો પણ દીકરીનું ત્રાજવું જ ભારે આવશે. “ દીકરીની પવિત્રતા સામે સુર્ય પણ ઝાખા પડી જાય છે. “

    “ રજ ચડે તેનું નામ દીકરી અને પિતા પર રજ ન ચડવા દે તે મહાન દિકરી ”

    અમૃતનો અખુટ ખજાનો માતા - પિતા છે અને વિધાતાનું રચેલું શ્રેષ્ઠ પાત્ર ' દિકરી '

    પારકી મા

    મમ્મી ....... મમ્મી ....... તું કયાં છો ? ” હું કોલેજેથી આવી ગઈ .

    પોતાની મમ્મીને કયાંય પણ ન જોતા તે બેચેન થઈ જાય છે. મમ્મી.... પ્લીઝ જયાં પણ હોય ત્યાંથી આવી જા. તને ખબર જ છે કે હું તારા વગર રહી શકતી નથી.

    અરે , હા મારી મમ્મી સ્ટોર રૂમમાં હશે. કાંઈ ને કાંઈક કામ હમેંશા કરતી જ રહે છે. કામ કરવામાંથી જ ફુરસદ મળતી નથી.

    તે સ્ટોરરૂમ પાસે પહોંચે છે. તો તેના મમ્મીના રડવાનો અવાજ સંભળાય છે . તે જલ્દીથી દોડીને ત્યાં જાય છે તો તેની મમ્મી એક ફોટો સામે જોઈને રડતા હતા.

    “ મમ્મી...... મમ્મી..... શું થયું ? તું કેમ રડે છે ? કોઈએ તને કાંઈ કહયું .”

    “ના , મારી લાડલી દીયા કંઈ નથી થયું . આ તો અમસ્તા જ ખુશીના આસું છે . ”

    “ પ્લીઝ મમ્મી ..... મને સાચું કહી દે અને તું મારાથી શું છુપાવે છો ? તે કોનો ફોટો હતો ?” દીયાએ રડમસ અવાજે કહયું .

    “ દિયા , તું ઉપર તારા રૂમમાં જા. હું હમણા જ ત્યાં આવું છું .”

    “ ના , મમ્મી તું પહેલા બધી જ સાચી વાત મને કહે , પછી જ હું અહીંયાથી જઈશ. ”

    “ દીયા , જીદ કરમાં તું જા......”

    “ મમ્મી , તને મારી કસમ છે. તું મને બધી સાચેસાચી વાત કહીશ એ વાતની પ્રોમિસ કર....”

    “ બેટા , હું તને બધી જ વાત સાચી કહીશ પણ , દીયા બધી જ વાતને સમજવાનો પ્રયત્ન કરજે.”

    “ ઓકે , મમ્મી હું પ્રયત્ન કરીશ .”

    દીયા તું જયારે પાંચ વર્ષ ની હતી . ત્યારે તારી સગીમાં હાર્ટએટેકમાં મૃત્યુ પામી હતી. તારા પપ્પાએ તારા ભવિષ્યનો વિચાર કરીને મારી સાથે બીજા મેરેજ કર્યા.

    “દીયા હું તારી સગી મા નહી પણ પારકી મા છું. ”

    તારા પપ્પાએ આ વાત હમેંશા છુપાવીને રાખવાનું કહયુ હતું . જેથી તને ભવિષ્યમાં કયારેય પણ દુ:ખ ના થાય .

    “ શું મમ્મી આવી મજાક કરે છે ? ” દીયા એ નમ્રતાથી કહયું .

    “ મમ્મી .... આ ફોટો કોનો છે ?”

    “તે તારા ભાઈનો છે. એક વાર તું અને ધૈર્યબંને રમતા હતા. બંને જ ભાઈ - બહેન નાના હોવાથી વાત - વાતમાં ઝગડો કરી લેતાં. ”

    એક દીવસ તમે બંને એટલા ઝગડયા કે ભુલથી તે ધૈર્યને ધકકો મા માર્યો . તે દિવસે અમે લોકો ધૈર્ય ને બચાવી શકયા નહી. તારા પપ્પાને પણ આ વાતની ખબર નથી. તે લોકોને મેં એવું કહયેં છે કે ધૈર્ય રમતા - રમતા લપસી ગયો.

    “મમ્મી..... તું ખરેખર મહાન છે , આટલું બોલતાની સાથે જ તે ચોધાર આસું એ રડે છે.”

    “ બેટા , જે થઈ ગયુ તેનો અફસોસ કરવાની જરૂર નથી. તારો તેમાં પણ કઈ જ વાક ન હતો. મારા માટે તું જ મારો ધૈર્ય અને તું જ મારી દીયા છો. હું તને કયારેય ગુમાવવા માગતી નથી. એટલે તને બધી જ વાત કરતા હું ડરતી હતી.”

    “દિયા રડતા - રડતા બોલે છે. દુનિયામાં બધાં જ લોકો સરખા હોતા નથી. પારકી મા ના પાત્રને બધા લોકોએ કલંકીત કરી નાખ્યો છે. પરંતુ , કોઈ એક વ્યકિત પણ એવું નથી વિચારતી કે ..... ” બધી જ પારકી મા સરખી ના પણ હોઈ શકે. “મારી મા તો પારકી હોવા છતા તેનો અહેસાસ પણ મને થવા નથી દીધો ” મા તું મહાન છો . “