આંધળું અનુકરણ ભાગ-3
આંધળું અનુકરણ ભાગ-૧ અને ભાગ-૨ આ એપ્લીકેશન પર પ્રસ્તુત થયા પછી આ શ્રેણીના ત્રીજા ભાગમાં આપણે આપણી દિનચર્યાને આગળ વધારતા ક્યાં ક્યાં આંધળું અનુકરણ કરી રહ્યા છીએ એ જોઈશું.
પ્રાતઃકાળે ઉઠી બ્રશ અને શૌચક્રિયા પૂર્ણ કર્યા પછી ભારતીય સમાજમાં મોટાભાગના લોકો ચાય પીવાનો આગ્રહ રાખે છે. તો આ ભાગમાં આંધળા અનુકરણનું ત્રીજું ઉદાહરણ છે ચાય.
પ્રાપ્ત થયેલી વિગતો મુજબ વર્ષો પહેલા ભારતમાં ચાય પીવાનો રીવાજ નહતો. પરંતુ ભારતમાં રાજ કરતી બ્રિટીશ પ્રજાને જોઇને ભારતીય સમાજના એ સમયના એજ્યુકેટેડ ઇડીયટસ લોકોએ એવી ભ્રાંતિ ફેલાવેલી કે ચાય પીવું એ તો સ્ટેટસ સિમ્બોલ છે. દર વખતની જેમ આ વખતે પણ સૌથી પહેલા આપણે આ બ્રિટીશરોના ચાય પીવા પાછળના કારણને સમજીશું ત્યારબાદ એનું આંધળું અનુકરણ આપણને કઈ રીતે નુકશાન પહોચાડે છે એ જોઈશું.
પશ્ચિમી દેશોના લોકો જેમ કે બ્રિટીશરોના ચાય પીવા પાછળ કેટલાક કારણો રહેલા છે. એક તો આ બધા દેશો ઉત્તરધ્રુવની વધુ નજીક આવેલા છે, બીજું ત્યાં ઠંડી પ્રમાણમાં વધુ રહે છે. આગળ પણ વાત કરેલી એમ ત્યાં બે જ પ્રકારની ઋતુઓ જોવામાં આવે છે એક તો ઠંડી અને બીજી ખુબ વધારે ઠંડી. સાલના કેટલાક વર્ષોમાં ત્યાં ભયંકર બરફની વર્ષા થતી હોય છે. રસ્તા પર બરફના થર જામી જતા હોય છે. ત્યાની સરકારો દરવર્ષે આ રસ્તા પરનો બરફ હટાવા માટે પણ સ્પેશિયલ બજેટની ફાળવણી કરે છે. તો આ પ્રકારના વાતાવરણમાં રહેતા લોકોના શરીરમાં જે લોહી આવેલું છે તેનું દબાણ નીચું રહેતું હોય છે. ચાય આવા નીચા રુધિરદાબને વેગ પૂરો પાડે છે અને રુધિરદાબ વધે છે આ ઉપરાંત ચાય શરીરમાં ગરમી પણ પેદા કરે છે. જેથી કરીને ત્યાના લોકો માટે દરરોજ ચાયનું સેવન હિતાવહ છે અને આવશ્યક પણ છે.
પશ્ચિમી દેશોના લોકોની માફક ભારતમાં પણ મોટાભાગના લોકો ચાયનું નિયમિત સેવન કરે છે. ક્યાંક દિવસમાં બે વખત તો ક્યાંક ત્રણ વખત. કેટલાક અધિકારીઓ અને કંપની કર્મચારીઓતો જયારે મન પડે ત્યારે ચાયનું સેવન કરવાના બંધાણી બની ગયેલા છે. મિત્રો ભારત ઉત્તરધ્રુવથી દુર વિષવવૃતની નજીક આવેલો દેશ છે (કર્કવૃત્ત આપણા ગુજરાતમાંથી પસાર થાય છે જે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધને બે ભાગમાં વહેંચે છે.). અહીની આબોહવા સમશીતોષ્ણ છે. એક એવો દેશ જ્યાં બારેમાસ કોઈ એક પ્રકારની ઋતુ જોવા મળતી નથી પરંતુ ચાર ચાર પ્રકારની ઋતુઓ જોવા મળે છે. સૌથી પહેલા તો શિયાળો જેમાં દેશના દરેક રાજ્યમાં ઠંડી પડે છે અને ક્યાંક દેશના અમુક ભાગોમાં પશ્ચિમી દેશોની માફક જ બરફ વર્ષા પણ થતી હોય છે. બીજું ઉનાળો જેમાં આકરો તાપ વરસે છે અને તાપમાન ૪૦ ડિગ્રી, ૪૫ ડિગ્રી અને ક્યાંક-ક્યાંક તો ૫૦ ડીગ્રીની પાર પહોંચી જાય છે. ત્રીજું છે ચોમાસું જેમાં સામાન્યથી લઈને અતિભારે વરસાદ જોવા મળે છે. અંતે આપણા ભારતદેશમાં દક્ષિણેથી પાછા ફરતા પવનોની ઋતુ જોવા મળે છે.
આ પ્રકારની આબોહવા અને સ્થાન ધરાવતા લોકોમાં પહેલેથી જ રુધીરદાબ વધુ આવેલો હોય છે. અને લોહી પણ ગરમ હોય છે. તેને જો વધુ પડતા ચાયના સેવનથી વધારવામાં આવે તો લોહીનું ઊંચું દબાણ તથા હૃદયરોગના હુમલાની પરિસ્થિતિઓના ભોગ બનવું પડે છે. અહીના લોકોમાં ચાયનું વધુ સેવન હજુ એક નુકશાન નોતરે છે અને એ છે એસીડીટી. ચાય શરીરમાં ગરમી પેદા કરવા ઉપરાંત જઠરમાં અમ્લ વધારે છે. જઠરમાં જે HCl નામક એસીડ બને છે એનુ ચાયના સેવનથી પ્રમાણ વધી જાય છે જેના ભાગરૂપે એસીડીટી જેવા પેટના રોગો રહે છે.
આ ચાયનું ઉત્પાદન વિદેશમાં નથી થતું. ચાયનું ઉત્પાદન આપણા દેશમાં થાય છે, આપણા દેશના ખેડૂતો કરે છે અને દરવર્ષે ચાયનું વેચાણ કરતી સેકડો વિદેશી કંપનીઓ ચાયને ભારતની બહાર લઇ જાય છે. આ ચાયમાં બે પ્રકાર રહેલા છે. સૌપ્રથમ જે શ્રેષ્ઠ ક્વોલીટીની ચાય છે તેને ‘ગ્રીન લીફ ટી’ પણ કહેવામાં આવે છે. આ ગ્રીન લીફ ટી ચાયના છોડની એક ઇંચ લાંબી અને કુમળી પત્તિઓ છે જેને વિદેશી કંપનીઓ ભારતની બહાર લઇ જાય છે. મતલબ કે જે શ્રેષ્ઠ કવોલીટીનો માલ છે એને જ ભારતની બહાર મોકલી દેવામાં આવે છે. બીજું જે સૌથી રદ્દી ક્વોલીટીની ચાય છે તેને ‘ટી ડસ્ટ’ કહેવામાં આવે છે. આ ટી ડસ્ટ શ્રેષ્ઠ કવોલીટીનો માલ નીકળી ગયા પછીનો બાકી રહેતો કચરો છે. જેને આ જ વિદેશી કંપનીઓ ડબ્બામાં પેક કરીને ભારતની ચાય વેંચતી લોકલ કંપનીઓને ઊંચા ભાવે સુપર્દ કરી દે છે. મતલબ કે આપણે જે ચાયનું સેવન કરીએ છે એ રદ્દી કવોલીટીનો કચરો માત્ર છે.
એક તો આબોહવા અને સ્થાનની દ્રષ્ટિએ અહીના લોકો માટે ચાયનું વધુ પડતું સેવન હાનીકારક છે, બીજું શ્રેષ્ઠ ક્વોલીટીની ચાય અહી વેંચાતી નથી અને ત્રીજું અને સૌથી નુકસાનકારક રદ્દી ક્વોલીટીની આ પ્રોડક્ટમાં નિકોટીન નામના ઝેરનું પ્રમાણ વધુ હોય છે. ત્રણ ચાયની પ્યાલીઓ અને એક સિગારેટ સરખીમાત્રામાં નિકોટીન ધરાવતી હોવાથી દિવસમાં ત્રણ વખત પીધેલી ચાય એક વખતની સિગારેટ જેટલું જ નુકસાન નોતરે છે. આ નિકોટીન પાછુ કારસીનોજીનીક છે મતલબ કેન્સરકારક છે.
મિત્રો તમે લોકો જયારે સવાર સવારમાં એક પ્યાલી ચાય પી લ્યો છો ત્યારે દેશના અર્થતંત્રનો ભંગાર બની જાય છે કેમકે ચાયના વ્યવસાય સાથે જોડાયેલી મુખ્ય કંપનીઓ વિદેશી છે બાકીની જાણીતી લોકલ પ્રોડક્ટ્સ તો ફક્ત માર્કેટિંગ જ કરે છે. આટલું નુકસાન થતું હોવા છતાં પણ ચાયનું સેવન કરવું નરી મુર્ખામી છે, ‘આંધળું અનુકરણ’ છે.
ચાય પીતાં લોકોને એક ટાઇમ જો ચા ન આપવામાં આવેતો તેની હાલત કફોડી બની જાય છે. માથું દુખવા લાગે, કમર દુખવા લાગે અને ઘૂંટણ પણ દુખવા લાગે. કામ કરવાનું મન થતું નથી. આવી પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને તમે ચરસનું સેવન કરતા કે ગાંજાનું સેવન કરતા લોકો સાથે પણ સરખાવી શકો છો. ચરસનું સેવન કરતા માણસને ચરસ ન મળે કે ગાંજાનું સેવન કરતા માણસને ગાંજો ન મળે તો તેની હાલત પણ ઉપર દર્શાવ્યા પ્રમાણેની થાય છે. માટે તમે લોકો ચાય આપણા શરીરને કેટલું નુકશાન પહોચાડે છે એ આપેલા ઉદાહરણ પરથી સમજી શકો છો.
ચાયના વિકલ્પ તરીકે તમે અન્ય કેટલાક પેય પદાર્થોનું સેવન વધારીને સ્વાસ્થ્યવર્ધક પગલાઓ લઇ શકો છો જેમકે સવાર સવારમાં દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકર્તા છે. એમાં પણ ગાયના દુધને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે કેટલાક લોકો દૂધનું સેવન કરવાના વિરોધી રહેશે કારણકે દૂધ તેમણે માફક નથી આવતું માટે તેઓ દૂધ નહિ પીએ. મતલબ કે પેલું ઝેર માફક આવે છે એ પી જશે પણ જે સર્વશ્રેષ્ઠ છે એને જ નકારી મુકશે તો આવા લોકો માટે અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ છે.
દૂધ સિવાય અન્ય વિકલ્પોમાં દહીનું સેવન કરવું યોગ્ય છે, એ સિવાય દહીમાંથી બનતી છાસનું સેવન કરવું યોગ્ય છે એ ઉપરાંત કેટલાક ફળોના રસ જેમકે લીમ્બુપાણી, નારંગી કે મોસંબીના રસનું સેવન કરવું યોગ્ય છે. તમે લોકો શેરડીનો રસ પીઓ કે નારિયલ પાણી પીઓ એ પણ શ્રેષ્ઠ છે. આ છતાએ કોઈ ઘર એવા હોય કે જ્યાં ઉપર જણાવેલાં દરેક પેય પદાર્થ નિયમિતરૂપે અપનાવવા આર્થિક દ્રષ્ટિએ અશક્ય હોય તો તે લોકો હુંફાળા ગરમ પાણીનું સેવન કરી શકે છે. આયુર્વેદની પરિભાષા પ્રમાણે આ હુંફાળું ગરમ પાણી ઉપર જણાવેલા બધા જ પેય કરતા સૌથી શ્રેષ્ઠ છે.
તાંબા કે પીતળના વાસણમાં ઉકાળેલું આવું હુંફાળું ગરમ પાણી જો ઉઠીને તરત એટલે કે મોહ સાફ કર્યા પહેલા, શૌચ જતા પહેલા અને કોગળા કર્યા વગર પીવામાં આવે તો એ આરોગ્યવર્ધક રહે છે.
અંતે આપ સૌનો આભાર કે ત્રણ ત્રણ ભાગથી આ બધી વાતોને વાંચતા આવ્યા છો. હજુ આગળ પણ ઘણું લખવાનું બાકી છે. આપ સૌનો સહકાર મળશે તો લખતો રહીશ. ફરી એકવાર કહેવાનું મન થયું છે તો કહી દહું કે આ બધી સુફિયાણી સલાહ આપવું એ કઈ મારા ગજાની વાત નથી. આ તો શ્રી રાજીવભાઈ કહી ગયેલા છે. મને યોગ્ય લાગ્યું તો તમારા સૌ સુધી પહોચાડવા સક્ષમ બન્યો છું. જેમ રાજીવભાઈ એ કીધેલું એમ હું પણ કહી દઉં કે આમાં કોઈ ભૂલ થતી હોય કે ક્ષતિ રહી ગયી હોય તો મહેરબાની કરીને અમારું ધ્યાન દોરશો જેથી કરીને એક યોગ્ય વાત બહાર આવી શકે.
સૌને જય હિન્દ
વંદે માતરમ્
(સ્વર્ગસ્થ રાજીવ દિક્ષિતજી ના વ્યાખ્યાનો પરથી પ્રેરિત.)