Sach hi Vastvikta ka arth hai. in Gujarati Magazine by Chirag Chotaliya books and stories PDF | सच ही वास्तविकता का अर्थ हें ---- मेइन इन ब्लेक 3

Featured Books
Categories
Share

सच ही वास्तविकता का अर्थ हें ---- मेइन इन ब्लेक 3

सच ही वास्तविकता का अर्थ हें ---- मेइन इन ब्लेक 3

1980ના જમાનામાં અને અત્યારના હાલના જમાનામાં કાંઈ જાજો ફર્ક નથી લાગતો. અલબત, ફર્ક જરૂર પડ્યો છે ત્યારના જમાનામાં ઈન્ટરનેટ નું ચલણ આટલું વ્યાપક ન હતું, મોબાઈલ ફોન, સેલફોન કે એન્ડ્રોઈડ ફોન તો ઘણા દુર ની વાત છે ફક્ત એક બીએસએનએલ નું લેન્ડ લાઈન(ડબલું યાર!!!) હોય તો પણ એનું બહુ મોટું માન ગણાતું . આજે આપણે નાં છુટકે ત્યાર અને અત્યારનાં જમાના નું કમ્પેરીઝન (સરખામણી!!!) કરવી જ પડશે કારણ કે સંજોગો અને પરિસ્થિતિ જ એવી ઉભી થઇ ગઈ છે .

ભલે ગમે તેટલી ટેકનોલોજી નવી આવે, ભલે ગમે તેટલી આપણી લાઈફ- સ્ટાઈલ બદલાઈ 21 મી સદી પ્રમાણે, પણ આપણી બધાની માનસિકતા, વિચારધારા ત્યારના જમાના પ્રમાણે અને અત્યારના જમાના પ્રમાણે મહદઅંશે જ બદલી છે . બાકી કહી શકાય કે 90% જેટલી વિચારધારા ત્યારના જમાનાની જ ચાલતી આવી છે . થોડા દિવસો પહેલા ફેસબુક પર એક સ્ટેટસ અપડેટ કર્યું હતું તે ફરીથી અહિયાં દોહરાવું છે " 1980 ના દશકની બોલીવુડ ફિલ્મોના વિલન(ગુંડા) અને અત્યારની ફિલ્મના વિલનમાં કાઇ જાજો ફર્ક નથી.

ત્યારે જો કોઈ હીરો પોલીસ ઓફિસર ના રોલમાં હોય અને જો તે વિલન પર વળતો વાર કરે તો વિલન ત્યારે પણ પર્સનલ (વ્યક્તિગત) દુશ્મની નહિ, બલકે ફેમીલી ને ટાર્ગેટ કરતા તેવી જ અત્યારની ફિલ્મોમાં પણ બની રહ્યું છે .!!!! આજે કાંઈ ફિલ્મોની વાતો નથી કરવી કેમ કે ફિલ્મો વિષે વધુ માહિતી અને વધારે કાંઈ ખબર નથી પડતી. બસ, જોવા નું મન થાય એટલે જોય નાખ્યું એવું થાય છે અત્યારે!!! ફિલ્મને પણ મોટા ભાગના એન્ટરટેઈનમેન્ટ (મનોરંજન!) ની દ્રષ્ટીએ જ જુએ છે પરંતુ હકીકતે એવી ઘણી બધી ફિલ્મો બની છે, બની રહી છે અને બનશે જ જે કાંઈક ને કાંઈક શીખવતી જતી હોય છે આપણને બધાને જીંદગી વિશે, આપણી માનસિકતા, વિચારધારા વિશે .

1) શાદી કે બરબાદી : "જો જીવનમાં સુખી રહેવું હોય તો લગ્ન ના કરતા " આવું ઘણાના (લગ્ન કરેલા નાં તો ખાસ) મોઢે શાંભળ્યું હશે . આવું બોલવાવાળાને એટલું કહી શકાય કે, દોસ્ત તમે પણ આ દુનિયામાં આવ્યા છો કારણ કે તમારા માતા-પિતાએ લગ્ન કર્યા. બાકી જો લગ્ન ના કર્યા હોટ તો તમે થોડા આ ધરતી પર હોત! આ તો એવો લાડુ છે "જે ખાય તો પણ પસ્તાય અને નાં ખાય તો પણ પસ્તાય". આવી બધી જૂની, પુરાની વાતો નથી કરવી .બાય ધ વે ત્યારના જમાનામાં પણ આવી જ વાતો થતી હતી તો પણ બધા લગ્ન, શાદી, મેરેજ તો કરતા હતા, બાકી ભારત દેશની વસ્તી આટલી થોડી હોત!! જો આવું માનવા લાગ્યા હોત તો! એક સીતેર વર્ષના દાદા એ પણ કહેલું કે શાદી એક બરબાદી જ છે બેટા, તેના કરતા તો લગ્ન કરાય જ નહિ (તેઓને તો ચાર દીકરા છે!) એ ત્યારના જમાનામાં અને અત્યારના જમાનામાં પણ ઘણા એવા લોકો છે જ જે એવું જ વિચારે છે કે શાદી એક બરબાદી જ છે તેનું પ્રમાણ હમણા સાયબર કાફેમાં બેઠો હતો ત્યારે જ મળ્યું . બોલો તો શું ફર્ક રહ્યો ત્યારના જમાનામાં અને અત્યારના જમાનામાં???

2) દીકરી " "જો ભગવાને દીકરી ના બદલે દીકરો આપી દીધો હોત તો સારું હોત! આ મેં મારા કાને સાંભળેલી વાત છે .1980ના જમાનામાં પણ દીકરી કરતા દીકરો વધારે પ્રિય હતો અને દીકરા માટે લોકો ત્યારે અને અત્યારે પણ માનતાઓ રાખે છે . ત્યારે જો લોકોને ખબર પડી જતી કે ગર્ભમાં દીકરી છે તો એબોર્શન કરાવી નાખતા અને અત્યારે પણ તેનું પ્રમાણ એટલું જ છે! “ બોલો કાંઈ ફર્ક છે ”

3) બાળકોને ભણવું નથી ગમતું : 1980નાં દશકમાં પણ બાળકોને મારી-મારી ને ભણાવવામાં આવતા હતા અને અત્યારે 2013માં પણ હું જોઈ રહ્યો છુ કે બાળકોને આવી જ રીતે ભણાવવાની પદ્ધતિ છે અમુક સ્થળે . ઊલટની અત્યારની પરિસ્થિતિતો વધુ ખરાબ બની રહી છે. એક જ વાત ગોખણપટ્ટી.

અત્યારે બધા (વધુ)ભણેણાને વધુ જ્ઞાની કહે છે. પણ જો તમારે જ્ઞાન જ લાવવું હોય તો તેના માટે ભણવાના સર્ટિફિકેટ ભેગા કરવાની જરૂર નથી. એક દસ(10) ધોરણ ફેલ વ્યક્તિ પણ તેને ત્યાં કોઈ વધુ ભણેણા ઇંજિનયરને(અથવા તો કોઈ બીજી ડિગ્રી લઈ લો!) નોકરી પર રાખી શકે છે. તો તેના માટે કાઇ ભણવાના સર્ટિફિકેટ ભેગા કરવાની જરૂર નથી.

ઘણાના મોઢે સાંભળ્યું છે કે "ભણવું તો પડશે (મતલબ પરાણે!) જ" હું આજે કોઈ કારણ દર્શાવવા નથી માંગતો કે શામાટે બાળકોને ભણવું નથી ગમતું? મારી વાત તો એટલી જ છે કે ત્યારની પેટર્ન (પદ્ધતિ) અને અત્યારની પેટર્નમાં છે કાંઈ ફર્ક?? હા, હોય છે અમુક બાળકો જેને ભણવું જ નથી હોતું ફક્ત રખડવું જ હોય કે પણ અત્યારે તો દરેકે દરેક બાળકને ભણવા કરતા ક્યાંક બીજા માં જ રસ હોય છે . તો ભૂલ ક્યાંક બીજે છે અને આપણે બધા કહીએ છે "એને તો ભણવું જ નથી ગમતું!!!"

4) ગરીબી :

ગરીબી વિષે જેટલું લખીએ એટલું ઓછું છે. શું ગરીબીમાં ભારત છે કે પછી ભારત દેશ ગરીબ છે? એ નથી સમજાતું. આપના શરીરનું જેમ અંગ છે જેમ કે, હાથ, પગ, કાન... એમ ગરીબી પણ એક પ્રકારનું આપણું અદ્રશ્ય અંગ બની ગયું છે. જેના વગર દિવસ નથી ઊગતો કે રાત નથી પડતી. ગરીબી કરતાં પણ મોત સારી. એક સુવાક્ય છે (કોઈ સારા વ્યક્તિએ કહ્યું છે યાદ નથી), તમે ભલે ગરીબીમાં જન્મ્યા હોય પણ તમે એક ગરીબ તરીકે તો મૂર્તયું ના જ પામવા જોઈએ.

ગરીબીમાથી નિકલવાનો એક જ રસ્તો છે, ગરીબી વિષે વિચારો કરવાનો બંધ કરો આજે ને આજે. કારણ કે આપણે જે પ્રકારના વિચારો કરીએ છીયે તેવું ઓટોમેટિકલી બનવા લાગે છે અને એવું જ વાતાવરણ સર્જાવા લાગે છે માટે, ગરીબીના વિચાર બંધ કરવા જોઈએ.

"शिवाजी अब हमारा इंडिया मोर्डन ओर आधुनिक हो गया हें"

ત્યાં જ કારની પાછલી સીટ માં બેઠેલા (શિવાજી ધ બોસ મુવીના) શિવાજીને બારી નાં કાચની બહારથી ખખડાવતા ભિખારી નજરે પડે છે અને તે કાચ ખોલી તેને પૈસા આપી કહે છે ,

"सबकुछ बदल गया पर ये नहीं गया "

શું કાંઈ ફર્ક પડ્યો છે ગરીબીમાં ત્યારની અને અત્યારની?

હા , ફર્ક જરૂર પડ્યો છે ગરીબ ઔર ગરીબ અને અમીર ઔર અમીર બનતો જાય છે!!