લેખકો માટે નિયમો :
૧. વાર્તાને અનુરૂપ પ્લોટ અને સરળ , શુદ્ધ ભાષાવાળી કડી પસંદ કરવામાં આવશે.
૨. વાર્તાને અનુરૂપ જરૂરી ફેરફાર ટીમ કરશે. પણ લેખકના નામે જ વાર્તા પ્રગટ થશે.
3. વાર્તા પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર ટીમનો રહેશે.
૪. વાર્તા ન પસંદ કરવાના કારણો આપવામાં નહી આવે.
૫. વાર્તા પસંદ ન થાય તો આગલી કડી લખી શકાય.
૬. પસંદ પામેલ લેખક એકથી વધુ વખત કડી લખી ન શકે
૭. દરેક કડી ૧૦૦૦ શબ્દની હોય એ અપેક્ષિત છે .
૮. પસંદગી અંગેના કોઈ સવાલનો જવાબ આપવામાં આવશે નહી.
૯ . વાર્તાની કડી વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરી મોકલવાની રહેશે.
૧૦ . લેખકોએ પોતાની કડી kathakadi.online@gmail.com પર મોકલવી.
૧૧ .ટીમને પ્રાપ્ત પ્રથમ ૨૫ કડીઓમાંથી માન્ય ગણવામાં આવશે અને તેમાંથી જ સર્વ-શ્રેષ્ઠ કડીને વિજેતા
જાહેર કરી વાર્તામાં કાયમી સ્થાન આપવામાં આવશે,
૧૨ .આ કડી સાથે આગલી કડીના મુદ્દાઓ આપ્યા છે તેને અનુસરીને જ પછીના અઠવાડિયાની કડી લખવાની
રહેશે
૧3 .જેની કડી ટીમ દ્વારા પસંદ કરવામાં આવશે તે વિજેતા લેખકને માતૃભારતી ૫૦૦ રૂનો પુરસ્કાર આપશે .
કથા કડી : 13
આશુતોષ પણ કતરાતી નજરે મીના તરફ જોઇને બોલવા લાગ્યો…. જેવી કરણી તેવી ભરણી. મીનાને અયાનનુ નામ સાંભળતા જ ફાળ પડી હતી, છતાય ચહેરા ઉપર ગંભીરતા રાખી આશુતોષને પૂછવા લાગી, શા સમાચાર છે ? બાદરગઢ ના ? કોઇ ખાસ વાત છે ?
આશુતોષ હૃદયના અણગમા સાથે કડકાઈ નજરે, શબ્દોને દાબમા રાખી બોલ્યો, કોઇક દારૂ વેચ્વા વાળા ને પોલિસ પકડી ગઈ છે.. અયાન નામ છે તેનું ... ચલ છોડ, કાયદો કાયદાનું કામ કરશે.. ગામ હોય ત્યા ઉકરડો તો હોવાનો જ... તુ ચિંતા ના કર.. આમ બોલી આશુતોષ મીના તરફ જોઇને ખંધુ વિચારવા લાગ્યો .. “આતો શરૂઆત છે.. આગળ તો જો, તેના શા હાલ થાય છે ? મા કસમ, ગમે તે થાય, અયાનને તો છઠીનુ ધાવણ યાદ કરાવી દઇશ .. સાલા હરામ ખોરનુ બીજ મારી બાયડીની કોખમા ઉછરી રહ્યુ છે..”
“શુ થયુ મારા અયાન ને ? ના હોય, મારો અયાન આવો નથી. કોઇ એ તેને ફસાવ્યો છે.. ના અયાન ના .. તને કશુ જ નહી થાય.. હે ભગવાન અયાનને શક્તિ આપજે ..તેને જલ્દી છોડાવજે.. “ આવા હજારો વાક્યો મીનાના હોઠે આવીને અટકી ગયા.. કારણકે તેના મોઢેતો અઢીમણનુ તાળું લાગેલુ હતું. મીનાના હૃદયનો તાર અયાન, બહારની મીનાની દુનિયા માટે કશુ જ ના હતો.. તેની જીભ સિવાઈ ગઈ.. ચહેરા ઉપર ગોઠ્વાયેલા ભાવો સાથે તે ફક્ત એટ્લૂ જ બોલી.. ભગવાન સૌનુ ભલુ કરે.. જવાબમા આશુતોષ ધીમેથી બોલ્યો.. પીએસઆઈનુ નામ ભગવાન નથી.. ભવાન સિંહ છે.. ભવાન સિંહ.
આશુતોષના ગયા બાદ મીના ફસડાઈ ગઈ.. તેના હ્રદયમા શેરડો પડ્યો.. કે આમ કેમ થયું ? અયાનને દારૂ સાથે દુરનોય સમ્બધ નથી તો આ શા માટે ? તેના મનમા વિચિત્ર વમળો ઘોળાવા લાગ્યા.. કદાચ કોઇનુંકાવત્રૂ હશે .. અયાનને કોઇની દુશ્મની હશે ? કે કદાચ , આશુતોષને અયાનની ખબર પડી ગઇ હશે અને તેનો હાથ હશે ? મીનાની આંખોમા અંધારા આવવા લાગ્યા.. તે આ બધું સહન ના કરી શકી.. ધ્રુસકે ધ્રુસ્કે રડવા લાગી .. જાણે અજાણ્યે ..તેનો હાથ તેના પેટ ઉપર ફરી રહ્યો .. જાણે કે અયાનના માથા ઉપર ફરતો હોય.....
• * * * * *
સાહેબ, મને સાંભળો તો ખરા ? મને કોઇ એ ફસાવ્યો છે .. મારો કોઇ વાંક નથી.. ( વચ્ચે પોલિસે લાત મારી.. ) સાહેબ, મારી વાત સાંભળો તો ખરા ! મારા ઘરમા દારૂ કોણે રાખ્યો મને ખબર જ નથી.. અયાન હાથ જોડીને આજીજી કરતો હતો.. પીએસઆઇ બોલ્યો.. સાલા હરામ ખોર, જુઠા , ચુપ થા.. દારૂનો મુદ્દામાલ છે ને ના પાડે છે ? બોલ તારુ એમ કહેવું છે કે .. તારા ઘરમા મુદામાલ બીજા કોઇનો હતો ? તો બીજાનો દારૂ તારા ઘરમાં શુ કરતો હતો? કે પછી બીજાના માલને તારા ઘરમા રાખવાની તને આદત છે ? અલ્યા સાંભળ, ચુપ થઈ જા.. તને તો જીવન ભર જેલમા સડાવવો છે. કહી લાત મારી ..અયાન પડી ગયો.. તેની વાત કોઇ જ સાંભળતું ન હતુ.. અયાન મનોમન વિચારવા લાગ્યો કે નક્કી કોઇ મોટા કાવત્રાનો તે શિકાર છે.. તેની નજર સામે આશુતોષનો ચહેરો આવ્યો.. કે આશુતોષને બધી વાતની ખબરપડી હોય અને મને ફસાવ્યો હોય... અને એને આ કડી બંધ બેસતી લાગી.. પણ તે નિસહાય હતો.. આ વાતમા મીનાનુ નામ લાવી નવી સમસ્યા લાવવા માગતો ના હતો.. એક ભગવાન સિવાય કોઇનો આશરો ના હતો ..
આખાય ઘરમા જો એક્દમ ખૂશ હોય તો તે બા`સા હતા .. દીકરાની વહુનુ સીમંત જહોજલાલીથી ગઈ કાલે પતી ગયું.. આખુ ગામ હિલોળે ચડ્યુ હતુ.. .. પૂજા કરતા કરતા ભગવાનનો આભાર માની.. મનમા માગણી કરી કે દીકરો જ આપજો જે અમારા ખોરડાનુ નામ રાખે.. ગઇ કાલે ગામની બાયુ વાતુ કરતી’તી... રતન કેતી’તી કે... મીનાના પેટ અને પુઠ પરથી ચોખ્ખુ દીસાય છે કે દીકરો જ આવશે .. અને પેલા કમુબા એ તો વધામણી ખાધી હતી કે .. સુરજ સરીખો આશુતોષના જેવો જ લાખેણો દીકરો આવશે..
છતાય જમાના ખાધેલ બા’સા તો તે બધાથી પણ બે ડગલા આગળ હતા.. તેઓ આજે જ બપોર બાદ મીનાને ગમગીન અને અશક્ત જોઇ.. દાક્તર પાસે દેખાડ્વા લઈ ગ્યા.. ત્યારે નર્સને અલગથી હજારની નોટ આપીને તેને ડોક્ટરને ગર્ભ્ પરીક્ષણ માટે સમજાવવા મનાવી લીધી.... નર્સે પણ દીકરાનો જ ઇશારો કર્યો. દવાખાનેથી આવ્યા બાદ તેમણે ઘરમા જાણે કે ફરમાનો છોડ્યા કે .. મીનાને સંપૂર્ણ આરામ કરવાનો છે.. મીનાને કોઇએ ઉદાસ કરવી નહી.. મીનાની સેવામા બે ખાસ બાયુને રાખવામા આવી.. મીનાને કોઇ એ એક્લી છોડ્વી નહી.. મીના ભુખી ના રહેવી જોઇએ .. કારણ કે મીના તો તેઓના વંશને જનમ આપવાની છે.. તેમના વંશ વેલા ને આગળ વધારવાની છે.. આ બધામાં.. મીનાની હાલત અતિ ખરાબ હતી.. તે તો જેલ નો અનુભવ કરતી હતી.. તેને કોઇ જ છુટ મળતી ન હતી.. બા’સાની વાતો મીના માટે હાડીયાની રમત અને દેડ્કા ભાઇનો જીવ જાય એવી હતી.. મીનાને અયાનની ચિતા છે તેનો કોઇ ને અંદાજ ન હતો... મીના આ બાજુ બા”સા ની જેલ મા અને અયાન પોલીસની જેલમા...
આશુતોષ ને પણ બા’સા એ સમાચાર આપ્યા અને ફરમાવી દીધું કે તારે મીનાની ખબર રાખવાની છે.. તો તેનુ મન તત્વ જ્ઞાનમા વિચારતુ કે .. આ મારુ છે પણ મારુ નથી,, અને તે મારૂ નથી તોય મારુ છે… તેના માટે તેના પુરુષાતન ઉપર એક તરફ થી ઘા હતો.. તો બીજી તરફ્થી આ ઉછીનુ લીધેલુ પુરુષાતનનુ લેબલ હતુ .. કદાચ તેને ખબર પડતી ના હતી કે .. દુઃખને સુખથી લપેટ્યુ હતુ કે સુખને દુખ થી લપેટ્યૂ હતૂ.. એ એક્દમ શુન્ય હતો ... માટીનૂ ઢૈફુ કે જેની કઠોરતા પાણીના સ્પર્શથી વેરાઇ જાય તેને દુનીયાની નજરમા સંગેમરમર સિધ્ધ કરવાની વાત હતી..
ચુટ્ણીની પડ્ઘમ ગાજી રહી હતી.. આશુતોષ એમા ડુબી રહ્યો હતો.. આ રેસ્મા હાલ તો આશુતોષનો ઘોડો આગળ હતો.. પણ વિરોધીઓના વાતાવરણમા ટકી રહેવા હરીફાઇ કટ્ટર હતી.. આશુતોષની એક નાની ભુલ તેના માટે ઘાતક બને તેમ હતી.. રોજ રોજની મીટીંગો મા તે થાકી જતો હતો.. ને રાત્રે મોડા આવી ને સુરાના સહારે સમય વિતાવતો.. ચૂંટણીમા સુરાની સાથે .. રૂપિયાનૂ પણ વિતરણ કરવૂ પડે છે.. વિરોધીઓ નવા નવા નુખ્સા અજ્માવી ચુંટણી જીતવા માટે મહેનત કરતા હતા .. પણ આશુતોષ ચુટ્ણીનો પાક્કો રમતવીર હતો..
આ બાજૂ મીના પણ સુખ અને દુઃખની ક્ષિતિજ ઉપર હતી... અયાનની યાદ મનમા અને પેટમા તાજી હતી.. અયાન ને કેવી રીતે મદદ કરવી તેની સમજ પડ્તી નથી .. પણ ફક્ત અયાનના નામ ઉપર જ તેની યાદને જીવતી રાખવા કટીબધ્ધ બની હતી.. જો તે વધારે દુખી થાય તો તેના અને તેઓના આવનાર બાળક માટે હાનિકારક હતું.. એના કરતા બા”સાની જેલમા રહીને.. અયાનના અંશને જીવંત રાખવામા જ હીત છે તેમ તેનુ મન ઝુરતુ હતૂ.. તે એક નિ:સહાય બની ભગવાન ને વિનંતી કરતી હતી કે બસ હવે તારો જ આશરો છે..
-- દીપક બી રાવલ
આગલી કડી માટેના મુદ્દાઓ :
-દીકરાનો જન્મ
-આશુતોષનું મ્રુત્યુ
-અભાગી મીનાને અલગ કાઢી મુકવી
પણ વંશ ખાતર અને લોકલાજે અલગ મકાનની વ્યવસ્થા કરી આપવી