કેલેન્ડર : દિવસો જાય છે.
અત્યારે મારી સામે ની ભીત પર હેંગ કરેલા કેલેન્ડર ના પાનાઓ પંખાની હવા થી ઉડીને ઉચા થઇ ને ઈશારાથી જાણે એમ કહેતા હોય તેવું લાગી રહ્યું છે કે ‘સમય ની કિમત કરજો, હું માણસ ના હાથ માં રહેતો નથી, જો દિવસો પર દિવસો જવા લાગ્યા છે.’ હાં.. જુઓ છો ને ૨૦૧૬ નું વર્ષ હજી હમણાં તો બેઠું તું ! યાદ છે ને હમણાં જ તો બધાને હેપી ન્યુ યર કહીને વધાવ્યા હતા. અને ઘણાએ મારી જેમ મારે આ વર્ષ માં શું કરવું છે તેવું નક્કી પણ કર્યુ હશે નહિ? હાં આ જરૂરી છે.. છેલ્લે પાછું શું બાકી રહી ગયું તેની ખબર પણ પડે છે. પણ સમય બહુ જલદી પસાર થઇ રહ્યો છે તેવું જ સૌ કહી રહ્યા છે અને હવે તેવું લાગી પણ રહ્યું છે જુઓ આજે મહિનાઓ પણ કેટલા નીકળી ગયા અને તારીખ પણ શું થઇ ગઈ.
સવારે ઉઠી ને નક્કી કરીએ છીએ કે આજે આ કામ કરવું છે પણ રાત સુધીમાં નથી થતું. પછી આપણને રાત્રે તેમ થાય છે કે કાલે કરીશું. હવે પાછું પેલું કેલેન્ડર હસીને તેવું કહેતું હોય તેવું લાગી રહ્યું છે કે, “જો કરના હૈ વો આજ કર બાવરે ! કાલ નો ભરોષો નથી અને તારો પણ ભરોષો નથી તે આ આજે ન કર્યું તો કાલે પણ નહી કર.
આ સમય એક એવી ચીજ છે ને કે ઘણીવાર નબળા માણસ ને ડીપ્રેશન માં નાખી દે છે. આમાં તે શક્તિ છે. એવું જ વિચાર્યા કરે છે કે ‘સમય જાય છે.’ તો કોઈ કામ પરફેક્ટલી થતું પણ નથી. આ સહજ સમજવાની વાત છે કે આ એક જ એવી વસ્તુ છે કે જેને મની પાવર કે કોઈ પણ જાત નો પાવર દેખાડી શકતો નથી. આમાં તો કલાકો ના કલાકો, દિવસો ના દિવસો અને વર્ષો નહિ પણ સદી પણ ૨૧ મી આવી ગઈ છે. એ પણ ઈસવી સન હો.. ! ઈસવી સન પૂર્વે (ઈસુ ખિસ્ત ના જન્મ પહેલા) ના વર્ષો ના હિસાબો તો પછી.
પણ, આ બધી વાતોથી હું એમ નથી કહેતો કે તમે તમારા કામે લાગી જાઓ. હાં ! એ તો બધા સફળ થવા માંગતા લોકો સમજતા જ હશે જે ૨૧ મી સદી માં છે. કામ એ જ સર્વાધિક યોગ છે. એનાથી જ તો મની છે. પણ ધ્યાન દેવાની જરૂર છે આપણી જીવાતી જિંદગી પર, જે કલરફુલ છે કે પછી બ્લેક એન્ડ વાઈટ (ઘીસીપીટી) થઇ ગઈ છે. ઘણી વાર એવું બને કે કામ કરવાનો મુડ હોય અને કોઈ મહેમાન આવી જાય ! અને તમે ફરવા ચાલ્યા જાઓ. મહેમાન તો જવા દો. ઇવન કે તમારો પરિવાર જ તમને હોટલ માં જ જમવા લઇ જવા કે ક્યાંક ફરવા માટે જવાનું કહે અને તમારે તે ૨૪ કલાક માં કોઈ પ્રોડક્ટીવ કામ ન થાય તો કઈ ભાંગી ન પડાય કે પછી ડીપ્રેશ ન થઇ જવાય. આ બાબત માં તો પેલું છે ને કે, “જે સમય તમારી મોજ-મસ્તી માં અને ગમતા કામ માં વિતાવ્યો હોય તે સમય વેડફ્યો હોય તેવું ન ગણાય.” પણ પછી લડી લેવું એ પણ આપણું કામ છે. પણ આ છે એક સત્ય એ છે કે અંતે આપણી લાઈફ નું મુવી જ્યારે જોતા હોઈએ ત્યારે પસ્તાવો ન થાય તેવી જિંદગી એ વર્તમાન સમય આપણા હાથમાં છે આપણું જે કામ ફરજીયાત પણે કરવાનું છે તેની ઉપર નું પણ થોડું નાખો ચલો.. (સીનીયર ને કે કોઈ ને સારું લગાવવા) પણ પછી કોઈની સાથે દલીલો કરવામાં કે પછી આળસ માં સમય ન બગાડો. નવું નવું કરો. નવું જાણો. જીવનભર ના મોજીલા વિદ્યાર્થી બની જાઓ. આજે આપણી પાસે આ સરસ મજાની સગવડ ઈન્ટરનેટ છે. પહેલા ના લોકો ની પાસે તો પુસ્તકો સિવાય કોઈ સગવડ ન હતી. આ નેટ ને તો તમે જેવા સવાલો પૂછો છો તેના તમને જવાબો આપે છે તો પછી ફાયદો લો ને. મન ને ગમે તેવી ફીલ્ડ શોધી નવું જાણતા શીખો. પછી કઈક કરો. કોને ખબર ? આપણું પણ નામ “ઈન્વેન્ટેડ બાય.........” માં આવી શકે છે.
ઘણી વાર ઘણા મોટા મોટા કામો હોય છે છતાં પણ ચાલુ કર્યા કે તરત જ પાર પાડી જાય છે. પરંતુ, ઘણા આપણ ને ગમતા કામો કાલે કરીશું, પછી કરીશું તેમાં ને તેમાં આજ સુધી પણ નથી થયા હોતા તો તેનું શું ? આનો એક જ જવાબ છે તમારી પાસે રહેલી ૨૪ કલાક માંથી તમે ગમતા કામો માટે એકાદ-બે કલાક ફાળવી નથી. જો જો ભાઈ પેલું આપણી જિંદગી નું મુવી સુપર હીટ જોવું છે ને ? ગમી જાય તેવું જોવું છે કે નઈ ? તો અત્યારે ગમતા કામ કરો પછી જો જો ભગવાન પણ એવોર્ડ આપશે.
સમય...... તમને ખબર છે સિકંદરે એક વાર તેના પ્રધાન ને બોલાવી ને કહ્યું હતું કે, “જ્યારે મારું મોત આવી જાય ત્યારે આ ત્રણ કામ કરજે.. પેલું તો એ કે, દુનિયા ના ટોપ ડોક્ટર્સ ને બોલાવજો.. એ લોકો ને જ કહેજો કે મારી બોડી ને કાંધ આપે.. એટલે સૌ જુએ કે સૌથી ટોપ ડોક્ટર ને પણ કુદરત સામે તો હરવાનું જ હોય છે. પછી બીજું એ કે મારી બધીજ સંપતિ માની નોટો રોડ પર પાથરી દેજો એટલે સૌ તે પણ જોઈ લે કે ભેગું કરેલું પણ અહી ધરતી પર જ રહી જાય છે. ત્રીજું અને ખાસ મહત્વનું એ કરજે કે મારા બંને હાથ કફન ની બાર રાખજો... એટલે સૌ એ પણ જુએ કે.. માણસ ગમે તેટલો બધી રીતે પાવરફૂલ કેમ ન હોય પણ તોએ તેણે જેવા આવ્યા તેવી જ રીતે જવાનું હોય છે.. જ્યારે તેનો સમય પુરો થઇ જાય છે. સમજ્યા દરેક વસ્તુ નો એક સમય હોય છે. અને દરેક સમય માં જીવી લેવાની જ તો મોજ હોય છે. બાકી માય ફ્રેન્ડ..! ઘડિયાળ ઉભી રહેતી જ નથી. ઘર, પરિવાર અને મિત્રો સાથે સમય કાઢીને જીવી લેવાનું હોય. કારણ કે આમાં જ તો પરિવર્તન છે અને આ કાયમી દોડાનારું તત્વ છે. સમય પાણી ની જેમ છે હાથ માં રાખજો આવશે પણ નહિ અને છે એટલું રહેશે પણ નહી.
હજુ ઘણું કરવાનું છે જિંદગી એક ધારી રાખવાની નથી. કારણ કે, એક ધારું જ બોરિંગ થઇ જાય છે. અને આ લાઈફ છે એક્ઝામ નહિ કે બીજી વાર મોકો મળે. આમાં જીવવાનો મોકો એક જ વાર મળે છે. હજી સમય નો સદુપયોગ કરી જેટલું સૃષ્ટિ માં જેટલું સારું લખાયું છે તે વાંચવાનું છે. દુનિયામાં સૌથી વધુ મોંઘા વહેચાયેલા ચિત્રો ને નેટ પર થી તો અહિયાથી જ જોઈ લેવા છે. ભારત ના ઘડવૈયા ની કહાનીઓ વાચવી છે. જિંદગી માં આવનારા સંઘર્ષો માટે તૈયારી કરવી છે. જિંદગી સામે લડવું નથી કારણ કે, ભેગા રહેનારા ની સાથે લડીને શું ફાયદો. જિંદગી ને પ્રેમ કરવો છે. આગળ વધવું છે. જિંદગી થી કંટાળવું નથી. મારે જિંદગી ની બંને તેટલું નજીક રહેવું છે. મારે અને મારી જિંદગી એ ભેગા થઈને અમારું બંને નું ભવિષ્ય ઉજ્જવળ રચવું છે. સફર પર જઈને ત્યાં લખવું છે. રણવીર કપૂર કહે છે તેમ કે મૈ રુકના નહિ ચાહતા તેવું થવું છે. બાકી દિવસ ની શરૂઆત માં ઘડિયાળ માં ૨૪ કલાક અને બદલાયેલી તારીખ નો નવો આંકડો જ દેખાવાના છે. પણ તે દિવસે આપણે શું કર્યુ તેનું મહત્વ છે...
ક્યાંક સાંભળ્યું હતું કે શ્રેષ્ઠ અને ઉત્તમ વચ્ચે નો તફાવત શું ? તો તેનો જવાબ સરસ હતો કે,શ્રેષ્ઠ ગણાવું એટલે તો કોઈ ની કમ્પેરીઝન માં આપણે આગળ છીએ તે એટલે શ્રેષ્ઠતા. પણ ઉત્તમ એટલે તો તેમાં કોઈની કમ્પેરીઝન જ ન હોય. ગઈ કાલ કરતા આજના દિવસે તમારા કાર્ય પ્રત્યે થોડું વધુ ધ્યાન આપતા જાઓ પછી તમે પણ વિચારવા લાગશો કે તમે કરી શકો છો.
આપણું જીવન સમય ની શરતો માં જ મપાય છે. આપણે સમયચક્ર માં જ જીવીએ છીએ અને મરીએ છીએ. સમય ક્ષણિક છે. તે પરિવર્તિત છે. તે ક્યારેય ઉભો રહેતો નથી. તે કોઈની રાહ પણ જોતો નથી. સમય એક વાર જાય છે તો તે હંમેશા માટે જાય છે. તેને ફોટો પાડીએ તેમ કેદ કરી શકતો નથી. કોઈ પણ પાવરફુલ વ્યક્તિ સમય ને ઉભો રહેવાનું કઈ શકતું નથી. ટૂંક માં કહેવાનું એટલું જ કે, Time is precious.
જિંદગી માં આ ત્રણ વસ્તુ ક્યારેય ન ભૂલશો કે, ઘર એ કોઈ સ્થળ નથી. એ લાગણી છે એટલે જ તો તેને ઘર કહીએ છીએ. બીજું, સમય ઘડિયાળ માં માપી શકાતો નથી. તે તો વિતાવેલી મેમોરેબલ પળો થી માપી શકાય છે. અને ત્રીજું હાર્ટબીટ સાંભળવા માટે નથી, તે અનુભવવા માટે છે કે જિંદગી ધબકે તો જ સારી લાગે. ધબકતા દિલ નું જીવન એ જ ખરું જીવન કહેવાય.
આ જીવન કલરફુલ જ બનાવી ને આપેલું છે. આ સૃષ્ટિ બનાવનાર એ આપણા માટે જ તો બનાવી છે છતાં એ આપણે જ નથી સમજતા તેવું લાગી રહ્યું છે, એટલે જ આપણે બ્લેક એન્ડ વાઈટ બનાવતા જઈએ છીએ. આપણો સમય કોઈની સાથે દલીલો કરવામાં બગાડીએ છીએ. જિંદગી કશું કહેતી નથી. આપણું જિંદગી નું કેલેન્ડર રંગબેરંગી હોવું જોઈએ. દરેક દિવસ ના પાના માં નવો રંગ પૂરતા જઈએ. દરેક દિવસે ગઈકાલ કરતાં થોડા આગળ. દરેક દિવસે કઈક નવું અને ગમતું કરવની મોજ. કઈક નવું જાણવાની મોજ કઈક વિકાસ ની મોજ અને દરેક દિવસ ના અંતે કઈક મેળવ્યા અને જીવ્યું તેનું જશ્ન મનાવતા શીખીએ.
છેલ્લે બસ એટલું જ કે... સમય અને જીવન એ દુનિયા ના સૌથી સારા ટીચર છે. કારણ કે, જીવન આપણ ને સમય નો સારો ઉપયોગ કરતાં શીખવે છે અને સમય આપણ ને જીવન ની વેલ્યુ સમજાવે છે.
The time you enjoy wasting is not wasted time. (Bertrand Russell)
હાર્દિક રાજા
Email –
Mo – 95861 51261