Chhelle Tutyo ek Sambandh in Gujarati Short Stories by Kshirap Bhuva books and stories PDF | છેલ્લે તુટ્યો એક સંબંધ

Featured Books
Categories
Share

છેલ્લે તુટ્યો એક સંબંધ

અલ્હડ નદી જેવી માહી પોતાની આંખોમાં મેઘધનુષની મોસમ લઈને આજે તેના મનગમતા વ્યક્તિને ખાસ મળવા જવાની છે. આજે તેની ‘ફર્સ્ટ ડેટ’ છે છૂપા ડરની લાગણી અનુભવે છે. તેને થાય છે કે મારી આ રિલેશનશિપ કેટલી લાંબી ટકી રહેશે? શશાંકને મારું બિહેવિયર ગમશે કે નહીં? એ તો મારાથી ઘણો મેચ્યોર્ડ લાગે છે. કશુંક કહેવા કરવામાં ઉતાવળ તો નહીં થઈ જાયને? જસ્ટ ફ્રેન્ડશિપથી સંબંધની ગાડી સ્ટેશન આગળ વધે ન વધે ત્યાં બ્રેકઅપની ‘બ્રેક’ તો નહીં વાગેને! વગેરે સવાલોથી તે રિલેશનશિપની મીઠી મૂંઝવણ મનમાં અનુભવે છે.

અત્યાર સુધી નાના બાળક જેવી ચંચળ માહી આજે અચાનક ડાહીડમરી બની ગઈ હોય એવું લાગે છે. તેને બ્રેકઅપની બહુ બીક લાગે છે. તેનું કારણ એ કે તેણે પોતાની કોલેજના ગ્રૂપમાંની એક ફ્રેન્ડને બ્રેકઅપ થયા બાદ ખૂબ જ ‘સેડ’ રહેતી જોઈ છે. મૌસમી હાઇપર સેન્સેટિવ છે. એટલે તેની હાલત ‘દૂર કોઈ દર્પણ તૂટે તડપ કે મૈં રહ જાતા હૂં’ જેવી છે. તે ઇચ્છે છે કે તેની સાથે આવું કશું ન થાય ઇન કેસ જો આવું કંઈ ‘અનવોન્ટેડ’ થાય તો તે જીવી નહીં શકે અને જીરવી નહીં શકે. માટે ભગવાન કરેને તેની સંબંધની ઇમારત એવીને એવી જળવાઈ રહે. તેની આંખોમાં મનમાં ઊઠતાં અરમાનોએ માળો બાંધ્યો છે અને સપ્તરંગી લાગણીઓના વાવાઝોડામાં આ નાજુક માળો વેરવિખેર ન થઈ જાય એના માટે એ થોડી કોન્સિયસ છે અને ઇમોશનલ સ્ટ્રેસ ‘ફીલ’ કરે છે.

‘લવ એટ ફર્સ્ટ સાઇટ’ એટલે કે પ્રથમ નજરના પ્રેમની લાગણી અનુભવી હતી અને એ વખતે લાગણીનું બીજ તેના મનમાં રોપાઈ ગયું હતું.તેને હવે એવું લાગવા માંડ્યું છે કે શશાંકની સાથે રહીશ તો જરૂર મહોરી ઊઠીશ, સાથોસાથ મનમાં અકાળે મૂરઝાઈ જવાનો ડર પણ છે. તેની આવી કન્ડિશનથી થોડી નર્વસ બની છે. તેને થાય છે કે શશાંક એની કૂંપળ જેવી લાગણીઓને આવકારશે કે પછી જાકારો આપશે. એ તો સમય જ કહેશે. પરિચય, પ્રથમ નજરના પ્રેમની પરિસ્થિતિમાંથી તે લાઇફલોંગ રિલેશનશિપ તરફ આગળ વધી રહી છે. આના માટે એને જરૂર છે શશાંક તરફથી મળનારી હૂંફની. સંબંધની આ ઉષ્માનો આધાર પરસ્પરના વિશ્વાસ પર રહેલો છે.

માહીની માનસિક સ્થિતિ જાણ્યા પછી નેચરલી એવો સવાલ થાય કે સામે છેડે શશાંકની મનોદશા કેવી હશે! તેને માહીને જોઈને શું ફીલ થયું હશે!, માહીથી શશાંક ઉંમરમાં ઘણો મોટો છે. એટલે એ ખૂબ મેચ્યોર્ડ છે. તેને એવું થાય છે કે તે અત્યારના મોડર્ન કલ્ચરમાં પણ સિમ્પલ રીતે જીવે છે એટલે રિલેશનશિપમાં અગાઉ કરતાં સ્પેસ ઘણી મળી રહે છે. માહીની ‘ડેટ’ના નામે તેના પ્રત્યેની એક્સ્પેક્ટેશન્સ સતત વધતી જાય છે અને આ વધતી જતી અપેક્ષાને તે પ્રેમનું રૂપાળું નામ આપી બેઠી છે. પ્રેમ એટલે માત્ર અપેક્ષાઓ! પ્રેમની મોસમ પૂરબહારમાં ખીલે ત્યારે આવી નાની-મોટી અપેક્ષાઓની, ડિમાન્ડની પૂર્તિ કરવી ગમે છે પછી એ જ એક્સ્પેક્ટેશન્સની લીટી નાની કરવા માંડીએ છીએ અને સંબંધનો નાજુક છોડ અપેક્ષાઓના ભારથી નમી પડે છે અને ધીમે ધીમે કરમાવા લાગે છે. રસ ઝરતો સંબંધ શુષ્ક બની જાય છે.

શશાંકનું થિન્કિંગ વાઇડ હોવાથી તે જરાય નર્વસ નથી. તે પૂરેપૂરો કોન્ફિડન્ટ છે. તેને આ રિલેશનશિપમાં કેટલે સુધી ઊંડા ઊતરવું છે તે અંગેનો સંપૂર્ણપણે ખ્યાલ છે. ઇમોશન્સને એક્સપ્રેસ કરવાની રીત જુદી છે. તેને મન લવ એટલે કેરિંગ અને શેરિંગ છે. તે દિવસમાં બે વાર માહીને ફોન કરીને પૂછી લે છે: તું જમી કે નહીં? તારો ફોન હજી સુધી આવ્યો નહીં તો મને ચિંતા થતી હતી કે તારી તબિયત તો સારી છેને! આજે બહાર સખત ઠંડી છે. તેં સ્વેટર સાથે રાખ્યું છેને? ઓફિસની બહાર નીકળે ત્યારે સ્વેટર અને માથે સ્કાર્ફ બાંધી લેજે, તને ઝડપથી શરદી અને ઇન્ફેક્શન્સ લાગી જાય છે.

આજના જમાનામાં શશાંક જેવા યંગસ્ટર્સ કેટલા જોવા મળે? તે વય અને વહાલ વચ્ચેની વાસ્તવિકતાને બરાબર સમજે છે. તેણે કેરિંગ, શેરિંગનાં શસ્ત્રોથી માહીનું દિલ જીતી લીધું છે. તે જીવનમાં પ્રેમની વસંતને માણી રહ્યો છે. કોઈનો સ્નેહ ક્યારેય ઓછો નથી હોતો,માત્ર આપણી એપેક્ષાઓ જ વધારે હોય છે. આ તે બરાબર સમજતો હતો

સામે માહી પણ તેની કાળજી સારી રીતે લેતી હતી, અને તે પણ સમજતી હતી કે પુરુષમાં સ્વભાવ જ તેનો રંગ અને દેખાવ હોઈ છે આથી તેણે શશાંક નો સ્વભાવ જોઈ ને જ તેના પ્રેમ માં પડી ગઈ હતી શશાંકે તેની અત્યાર સુધી ની જીંદગીમાં ઘણા બધા કિસ્સાઓમાં પ્રેમ નો અંત આવતો જોયો હતો આથી તે પણ કોઈ એવી છોકરી સાથે જિંદગી પસાર કરવા માંગતો હતો જે તેને તેના લુક કરતા સ્વભાવને ચાહે અને તે તેને મળી ગઈ હતી પ્રેમ માં તિરાડ પડવી એ આજના સમય માં કોમન થઇ ગયું હતું આ યુગલ સારી રીતે સમજતા હતા પણ તિરાડ ના પડે અને સારી રીતે જીવનનું સંસાર રૂપી ગાડું ચાલ્યા કરે...

‘ફર્સ્ટ ડેટ’માં બંને કશું બોલ્યા વગર બીજી ત્રીજી વાત થી જ પૂર્ણ થઇ બંને એ જે ધાર્યું હતું જે આશા હતી એના કરતા સારું પરિણામ મળી ગયું બંને ને પોતાની જોડી બીજા માટે પ્રેરણારૂપ બની રહે તેવી લાગી શશાંક એકદમ સિમ્પલ, ડેટ પર જવાની ઉતાવળ અને ઓફીસના કામ નો લોડ વચ્ચે તે વિખરાયેલા વાળ અને પગ માં શુઝ ના બદલે ઓફીસમાં પહેરતો ઓફીસ ચંપલ પેહરીને પોહચી ગયો, બંને એકબીજા ને લાયક છે તેવું બને દ્રઢ પણે સમજવા લાગ્યા

ધીમે ધીમે આ સબંધ આગળ ચાલતો રહ્યો, બને એ એકબીજાના ઘરે પોતાના મન ની વાત કહી દીધી, અને બંનેને જેવી આશા હતી તેમ એકબીજા ના ઘરેથી લગ્ન માટે છૂટ પણ મળી ગઈ શશાંક માહી સાથે ખીલી ઉઠ્યો સામે માહી પણ તેને જે જોઈતું હતું તેવું જ મળ્યું છે તેની ખુશી માં તે ખુશ હતી પછી તો વાત લગ્ન સુધી ની હતી એટલે આ યુગલે એકબીજાના પ્રેમમાં પાગલ થઇ સપનાઓની કેડીઓ પર બંધ આંખે ચાલવા લાગ્યા આજના સમયમાં કોઈ યુગલને આટલી છૂટ મળે એટલે તે મર્યાદાને ભૂલી ઉત્સુકતાના પંથ પર ઘણી બધી ભૂલો કરી નાખતા હોઈ છે અને પરિણામે તેને ભોગવવું પડતું હોઈ છે આ વાત શશાંક સારી રીતે સમજતો હતો એટલે તેણે જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી આ સબંધ પવિત્ર રીતે જ નિભાવવા નો નિર્ણય કરી લીધો હતો તેણે માહી ને એવું કહી ને સમજાવી કે અત્યારે આપણે ઉત્સુકતા ને પ્રાઓરીટી આપીને કોઈ ખોટું પગલું ભરવા કરતા એ જ ઉત્સુકતામાં વધારો કરી લગ્ન સુધી સાચવી રાખીએ

અંતે સંબંધના તીર માટે ધનુષનો વાંક કાઢવા જેવો મુદ્દો સામે આવ્યો, ટુક માં કહું તો શશાંકને માહી ના મમ્મીનો સ્વભાવ કોઈ યુદ્ધ હારી ગયેલ રાજા જેવો લાગ્યો યુદ્ધ માં પરાજય થયા પછી રાજા જે રીતે પોતાનો ને પોતાના રાજ્ય નો બચાવ કરવા ગમે તેવું વર્તન કરે તેમ શશાંક ને માહીના મમ્મીમો સ્વભાવ પોતાની આંખમાં ખુચ્યો એ ડરવા લાગ્યો કે માહી તેના માં બાપ ની એકની એક સંતાન છે અને પોતે પણ એકનો એક વારસદાર છે લગ્ન પછી હું કયા માં બાપ સાથે રહીશ., માહી ના મમ્મી શશાંક ને પોતાના ઘરનો જમાઈ કરતા ઘર જમાઈ બનાવામાં વધારે ઈચ્છા ધરાવતા હતા.

શશાંક હવે માહીના મમ્મી ના આવા સ્વભાવ થી કંટાળી તે માહી સાથે ઓછું રેહવા લાગ્યો તેના માં હિમ્મંત નોહતી કે તે માહી ને આ વાત કરે અંતે અને બધું સારું થઇ જશે તું એકવાર માહી ને આ વાતની જાણ કર આવી હિમ્મંત અને સાંત્વના શશાંક ને કોઈએ આપી પોતાનો પ્રેમ પણ બચી જાઈ અને એની સામે જે સમસ્યા આવી છે એનો પણ નિકાલ આવી જાઈ તેવી હૈયા ધારણા સાથે તેણે કોઈએ આપેલી સલાહ માની વાર ના લગાડતા માહીને આખરે તેણે મળવા બોલાવી અને ડરતા ડરતા આખી વાત કરી માહી પણ એના મમ્મી ના આવા સ્વભાવ વિષે સાંભળી દુખી થઇ તે પણ ચિંતા માં આવી માહી જાણતી હતી કે હું શશાંક સામે ઢીલી પડીશ તો એ અત્યારે જેટલી હિમ્મત કરી મને વાત કહે છે તેવું ક્યારેય પછી નહિ કહી શકે અને છેવટે સંબંધ બગડશે આથી માહી ચુપચાપ બધું સાંભળી ને હું જલ્દી થી તારી સામે આ સમસ્યા નો કોઈ રસ્તો સોહી આપીશ તેટલું બોલી ત્યાંથી નીકળી ગઈ ....

શશાંક હવે બેચેની સાથે માહી તેની મમ્મીને શું કેહ્શે આગળ શું થશે તેની રાહ માં છે .....