Safadta sudhi ni journey in Gujarati Motivational Stories by Hardik Raja books and stories PDF | સફળતા સુધી ની જર્ની

Featured Books
  • साथिया - 106

    "माही मेरे साथ चलोगी..?" अक्षत ने उसके पास आकर पूछा।" कहाँ ज...

  • तमस ज्योति - 39

    प्रकरण - ३९जब मेरे पापा का फोन आया तभी मैंने तय कर लिया था क...

  • रावी की लहरें - भाग 23

    गुबार   “पापा आ गए, पापा आ गए।" कहते हुए दिवाकर क...

  • सतरंगी तितली

    सतरंगी तितलीकार्तिक स्कूली जात रहलन। रस्ते में एक ठे प्लास्ट...

  • We Met - 2

    Call पे एक लड़का किसी से बात कर रहता Call की दूसरी तरफ से आव...

Categories
Share

સફળતા સુધી ની જર્ની

સફળતા સુધી ની જર્ની

કસોટી ની એરણે ચડ્યા વિના કોઈ પણ વસ્તુ ઉત્કૃષ્ટ બની શકતી નથી, કે નથી તેનું કોઈ મુલ્ય હોતું. એ તો પેલા સુત્ર જેવું જ છે ને “નો પેઈન નો ગેઇન” સંઘર્ષ વિના જીત નથી. જેવી રીતે સોનું ભયંકર આગ માં તપીને જ શુદ્ધ, ચમકદાર અને ઉપયોગી બંને છે તેવી રીતે માણસ પણ મુશ્કેલી ની આગમાં તપીને જ ઉત્કૃષ્ટ, સૌંદર્ય યુક્ત, પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ બને છે. જીવનને વધુ ઉત્કૃષ્ટ અને મહત્વપૂર્ણ બનાવવા માટે હાર જીત નો સામનો કરવો પડે. તેના પર એક પ્રેરણાદાયી સત્ય ઘટના છે કે, “એક ૬૩ વર્ષની આંધળી વ્યક્તિને કોઈ કારણ સર તેના પરિવારના લોકોએ અપમાનિત કરી દીધી. તેના સ્વાભિમાન ને આઘાત લાગ્યો. તો તેણે ન્યુઝીલેન્ડ ના એક સમુદ્ર વિસ્તાર માં મકાન બનાવવાનું શરૂ કર્યુ. ઘણી મુશ્કેલીઓ પાડી અથાગ મહેનત કરવી પડી છતાં તે વ્યક્તિ એ હાર તો ન જ માની અઢી વર્ષ સુધી અનવરત શ્રમ કરીને એક એવી ભવ્ય ઈમારત ઉભી કરી કે જેની કલ્પના કોઈ એન્જીનીયર પણ ન કરી શકે. તે ઈમારત આજે ન્યુઝીલેન્ડ સરકાર હસ્તક છે તેણે સાર્વજનિક પ્રદર્શન માટે જાળવવામાં આવ્યું છે ચાલો તમને તે કલાકાર નું નામ પણ આપી દઉં.. ‘ફ્રાન્સિસ એ. વરડેટ.’ તેની હાર થી પ્રેરણા લઇ તેને કલાનું એવું ઝરણું ફૂટ્યું કે તે એક મહાન કલાકાર તરીકે અમર થઇ ગયો. અને આ હાર- જીત વિશે સ્વામી વિવેકાનંદ એ ખુબ જ સુંદર વાક્ય કહ્યું છે કે, “જ્યાં સુધી તમે તમારી જાત થી નહી હારો ત્યાં સુધી તમને દુનિયા ની કોઈ પણ તાકાત હરાવી નહિ શકે.”

અત્યાર ના લોકો અને ખાસ કરીને આજની જનરેશન ‘મોટીવેશન ના મુક્કા’ માં બહુ માને છે ના... ઈટ્સ ગુડ, પરંતુ તેને દિલ માં ઉતારી ને પછી કામે લાગી જવાનું હોય. તેના માટે આ જનરેશન મોટીવેશનલ સેમિનારો માં જાય છે મોટીવેશન સ્પીચ ની સીડી/ડીવીડી ખરીદે છે મોટીવેશન એટલે પ્રેરણાત્મક કે જેમાં થી પ્રેરણા મળે આપણને કામ કરવાની. પરંતુ તેની આદત ન પાડવી જોઈએ. તેઓ પોતાનું કામ શરૂ કરતાં પહેલા કઈક મોટીવેશનલ વાંચે છે પણ આ દરરોજ કરવાથી રૂટીન થઇ જાય છે અને માણસ ને રૂટીન જ બોરિંગ લાગવા લાગે છે એટલે સમજણ થી ચાલવામાં જ ભલાઈ છે. આ બધી મોટીવેશનલ વસ્તુઓ મોટે ભાગે તો એક બરફ જેવું જ કામ કરતી હોય છે જે થોડો સમય રહે છે ત્યાર બાદ ઓગળતી જાયછે હાં ! ઘણા લોકો ને પ્રેરણા મળે તો પછી તે અકલ્પનીય કામ કરી બતાવે છે જેમ કે વરટેડ જેવો કલાકાર. એક પરમેનેન્ટ મોટીવેશન મળતી રહે તેવું વાક્ય યાદ રાખો જે સ્વેટ માર્ડન નું છે “કામ કરતો માણસ કદી નિષ્ફળ જતો નથી” કામ કરો આપણે શું કરવાનું છે તેના પર પૂરી એકાગ્રતા થી કામ કરો. દુનિયા ને તમારા વિચારો થી કોઈ મતલબ નથી તેને તમારા કાર્ય થી જ મતલબ છે આ બિલ ગેટ્સ એ કહ્યું છે. વિચારો પ્રેરણાદાયી મેળવ્યા પછી પણ કામ હાથ માં લેતી વખતે જો મજા ન આવે તો સફળતા મળતી નથી. મુશ્કેલીઓ માંથી પસાર થયા વિના કોઈ પણ વ્યક્તિ પોતાના લક્ષ્ય સુધી પહોચી શક્તિ નથી. તે પછી ખુદ ભગવાન પણ કેમ ન હોય, જો કૃષ્ણ ને પણ જ્ઞાન મેળવવું હોય તો તેણે પણ સાંદીપની ઋષિ ના આશ્રમ માં રહી બીજા શિષ્યો ની કક્ષા ની જ ફેસેલીટી મેળવી જ્ઞાન મેળવવું પડે. તેને પણ લાકડા ફાળવા તો જવું જ પડે.! પછી રામ ની વાત કરીએ તો સીતા ના વિયોગ માં તેણે પણ આશું તો પડે.. અને પછી સંઘર્ષ કરવો જ પડે.. ત્યારે સિદ્ધિ મળે. બ્રિટન ના એક વડાપ્રધાન ચર્ચિલ બાળપણ માં તોતડું બોલતા હતા. તેઓ એ વાણી પણ કાબુ મેળવવાનો નિર્ણય કર્યો અને ખુબ પરિશ્રમ થી તેઓ કુશળ વક્તા બની શક્યા. મુશ્કેલીઓ માણસ ને સ્વસ્થ અને સુદ્રઢ બનાવે છે. મુશ્કેલી થી મેળવેલ જીત માં પણ સંતોષ અને મજા કઈક ઔર જ હોય છે. જેમ કે વેકેશન ની મજા મહેનત ન કરતો હોય તેવા વિદ્યાથી કરતા આખું વર્ષ જે મહેનત કરી પ્રમાણિકતા થી પરીક્ષા દે છે તેણે વધારે આવે છે. જ્યારે પણ મુશ્કેલીઓ આવે ત્યારે વિચાર કરો, ચિંતા નહી પણ વિચાર પણ ચિંતા નું સ્વરૂપ ન લેવો જોઈએ.

હાર કે બાદ હી જીત હૈ આવા સુત્રો આશ્વાસન રૂપે કામ આવે પરંતુ, આપણો ગોલ તો પહેલી જ વાર માં સફળતા મેળવવા નો હોવો જોઈએ. ભલે પછી નિષ્ફળ જઈએ તો ક્યાં કમી રહે ગઈ દેખો ની જેમ પછી સુધારી પાછુ કામે લાગી જવાનો આત્મ વિશ્વાસ પણ રાખવાનો જ હોય ને ! પ્રગતિ ના પ્રયત્નો તો ચાલુ જ રાખવાના હોય, પરંતુ તે ખેલાડી જેવી ખેલદિલી થી કરતા રહો તો તમારું આત્મબળ હિમાલય જેવી મુશ્કેલીઓને પણ સહેલાઈ થી દુર કરી દેશે. નિરંતર કામ કરતા રહો આજે નહી તો કાલે તમે અવશ્ય સફળ થશો.

મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન એ એવું કહ્યું છે કે, “ જે વ્યક્તિ ક્યારેય જિંદગી માં નિષ્ફળ ન ગયો હોય ત્યારે તેવું માનવું કે તેણે કાઈ નવું ક્યારેય કર્યુ જ નથી.” હા...! આ તો સાચી જ વાત છે ને રોટલી કરે તે દાજે ને.. એમ. નિષ્ફળતા મળી અને તમે ઉભા રહેશો તો દુનિયા તમારા થી આગળ નીકળી જશે. ઘણા લોકો જ્યારે નિષ્ફળ જાય ત્યારે નસીબ નો દોષ કાઢતા હોય છે તો આ એક નેમ એક્સ્ક્યુંસ તરીકે તમે ઉપયોગ કરો છો તેવું માની લેજો ! કારણ કે કેવા સંજોગો માં પહેલા મારી સાથે શું થયું હતું અને પેલા સંજોગો માં મારે તેની સામે કેવું જજુમવું પડ્યું હતું.. તે મારા હાથ માં ન હતું પણ હવે પરાક્રમ બતાવવું એ તો મારા હાથ ની જ વાત છે ને ! એટલે નસીબ ના જોરે જ બધું સંભવ નથી બની શકતું. નસીબ એટલે તમે ભૂતકાળ માં કરેલા કામ કે જેના લીધે તમે આજે અહી આ સ્થિતિ માં છો. સફળતા કે નિષ્ફળતા પાછળ નું સંપૂર્ણ કારણ નસીબ જ હોય તેવું તો ક્યારેય આ યુગ માં સંભવ નથી. જાણે કે ઘણા માણસો કહેતા હોય કે બી પોઝીટીવ, હા માણસ પોઝીટીવ જ હોવો જોઈએ પણ પરીક્ષા હોય ત્યારે તો લડી જ લેવાનું હોય ત્યારે પોઝીટીવ રહી ને કહો કે ના હું સારા માર્ક્સ થી જ પાસ થાઈશ અને બેસી રહો તો કાઈ ન મળે. એમ જ ક્યારેક ગંભીરતા પણ જરૂરી જ છે જીવન માં જેમ કે કેપ્ટન પ્લેન ને ટેક ઓફ કરતી વખતે ગંભીર થવું જ પડે ત્યારે કોઈ પણ જાત ની રમત ન ચાલે કે ન ચાલે નસીબ ની કરામત નહિતર પ્લેન ક્રેશ થાય, પછી તે ઓટો મોડ પર મુકી શકે...

નિષ્ફળતા સામે સંઘર્ષ કરી તેને બતાવવાનું જ હોય છે કે હું પણ જીતી શકુ છું.. અને દુનિયામાં સૌથી વધુ કામ કરવાની મોજ પણ એમાં જ આવે જેના માટે તમને લોકો એ કહ્યું હોય કે આ કામ તો તારાથી થાય જ નહી. એટલે એટલું યાદ રાખો કે ઉઠકર ફિર સે ચલના હૈ.. તો સફળતા આપણી પાછળ જ છે. અને આપણે નહી તેણે આપણ ને મળવું જ પડશે.

અહી મને ગમતી મસ્ત મોટીવેશનલ કવિતા મુકું છું.

When things go wrong as they sometimes will,When the road you're trudging seems all up hill,
When the funds are low and the debts are high
And you want to smile, but you have to sigh,
When care is pressing you down a bit,
Rest, if you must, but don't you quit.

Life is queer with its twists and turns,
As everyone of us sometimes learns,
And many a failure turns about
When he might have won had he stuck it out;
Don't give up though the pace seems slow--
You may succeed with another blow.

Success is failure turned inside out--
The silver tint of the clouds of doubt
,And you never can tell how close you are.
It may be near when it seems so far.
So stick to the fight when you're hardest hit--
It's when things seem worst that you must not quit.

  • હાર્દિક રાજા
  • Email –

    Mo - 95861 51261