Janm ane Mrutyu : banne fiks in Gujarati Philosophy by Chirag Chotaliya books and stories PDF | જન્મ અને મુર્ત્યુ : બંને ફિક્સ

Featured Books
Categories
Share

જન્મ અને મુર્ત્યુ : બંને ફિક્સ

જન્મ અને મુર્ત્યુ : બંને ફિક્સ?

હું અહી કોઈ વિધાતા કે નસીબ કે કિસ્મત કે લક ની વાત કરવા નથી માંગતો. હું તો વાત કરવા માંગુ છું કે જો આ દુનિયામાં તમારો જન્મ થયો, તે શું તમારી તમારી મરજીથી થયો? નહીં ને તો પછી બધુ જ નક્કી છે બિલકુલ એક ફિકસન નવલકથાની જેમ. માનો કે તમારો જન્મ થયો. તમે પહેલો શ્વાસ લીધો આ દુનિયામાં પછીના વર્ષે તમારો પહેલો જન્મ દિવસ આવ્યો ત્યારે તમે એટલા સભાન હતા કે તમને ખ્યાલ પડે કે આ મારો જન્મ દિવસ છે? નહીં ને. તમે બીજાઓને જુવો છો અને તેવી રીતે કરવા લાગો છો. ધીરે-ધીરે તમે મોટા થતાં જાવ છો અને જેમ-જેમ મોટા થાવ છો તેમ-તેમ દુનિયાએ(વિધાતા કે ભગવાન કે ગોડ કે અલ્લાહએ નહીં હો!) જે નક્કી કરી રાખેલું છે તેમ ઢળતા જાવ છો. જેમ પાણીને એક બોતલમાથી કોઈ બીજા બાઉલ માં ઠાલવવામાં આવે તેમ તે ઢળાઈ જાઈ બિલકુલ તે રીતે જ આપણે પણ બ્રુસ લી એ કહેલું તે પ્રમાણે, પાની કી તરહા બહેનાં શીખો. તેમ ઢળતા જઈએ છે.

તમે સ્કૂલે જવા માંડો છો. પછી માધ્યમિક સ્કૂલ અને પછી મેટ્રિક(હવે તો ક્યાં મેટ્રીક જેવુ છે?) ત્યાર બાદ કોમર્સ, સાયન્સ કે આર્ટ્સ જોઇન્ટ કરવાનો વારો આવે અને તે પણ જુવો બધુ ફિક્સ જ છે. તમે જો કોમર્સ લો તો પહલો ટાર્ગેટ દિમાગમાં C.A. નો આવે પછી બીજું બધુ. જો તમે સાયન્સમાં જવાનો નિર્ણય લીધો તો A ગુપ અને B ગ્રૂપ અને તેમાં પણ ફિક્સ એક ઇંજિનયરિંગ અને બીજું ડોક્ટર. અને છેલ્લું આર્ટ્સ. જો તમે આર્ટ્સ જોઇન્ટ કર્યું તો તમે પાક્કા પહેલા શિક્ષક ગણાશો પછી બીજું બધુ. ત્યાર બાદ આવે કોલેજ એક દમ જલ્સાની જિંદગી. અહિયાં જ બધા લોચા ચાલુ થાય. તમે જેવા કોલેજે જવા લાગો એટ્લે લાઈફમાં રિલેક્ષ ફિલ કરવા લાગો અને જેમ-જેમ કોલેજના દિવસો પૂરા થાય કે પછી ખ્યાલ પડે કે બહારની દુનિયામાં તો ભાઈ કુતરા-બિલાડાની રેસ લાગી છે એટ્લે તમે પણ જતપત જેટલું બને તેટલું ઝડપથી એક જોબ, નોકરી શોધવા માંડો અને જેવી નોકરી મળે કે કોલેજમાં બનાવેલી ગર્લ ફ્રેન્ડ મેરેજ કરવાની વાત કરે અથવા તો ઘરના મેરેજની પાછળ પડે અને ક્યાંક-ક્યાંક તમારા મનમાં પણ લાડુ ફૂટતા હોય એટ્લે તમે પણ હા પાડી ડો છો અને હવે શરૂ થાય અસલી, ઓરીજનલ જિંદગી.

પછી તમે જેમ આ દુનિયામાં આવ્યા છો તેમ તમે પણ કોઈને તેની મરજી ના હોય છતાં પણ ઘસેડીને આ દુનિયામાં લાવો છો. પણ આમાં ખરેખર મઝા છે એટ્લે સારું છે. ધીરે-ધીરે દુનિયાના કહેવાતા રીતિ, રિવાજોમાં રંગાતા જાવ છો અને તમારું નામ સમાજમાં મોટું બનતું જાય છે. ત્યાર બાદ અમુક સમય બાદ તમારે ત્યાં આવેલા માહેમાનના મેરેજ થાય છે અને તેને ત્યાં પણ કોઈ જન્મ લે છે બિલકુલ એવી જ રીતે જેમ તમારો આ દુનિયામાં જન્મ થયો હતો. અને એક દિવસ અચાનક તમારા શ્વાસ ટૂંકા થવા લાગે છે અને મુર્ત્યુની પળ નજીક આવતી દેખાય છે. અને તમે કોરા કાટ જેમ બધા આ દુનિયામાં આવ્યા હતા તેમ તમે પણ આ દુનિયામાથી ચાલ્યા જાવ છો.

આમાં એવા લોકો અપવાદ છે જે પોતાનું કઇંક નામ અલગ કરી દેખાડે છે આ દુનિયામાં, બાકી તો આપણે બધા જ એક ટોળામાં જ મોટા થઈએ છે અને ટોળામાં જીવીએ છે અને ટોળામાજ એક દિવસ મરી જઈએ છે. ખરેખર તમે આ દુનિયામાં શું કામ કરવા આવ્યા હતા અને શું કામ કરી રહ્યા છો? એ પણ જો તમને જિંદગીમાં ખ્યાલ પડી જાય ને તો પણ ભૈયો ભૈયો. અમારા જેવાને તો આખી જિંદગી ખબર જ નથી પડતી. બસ જીવીએ છીયે કાઇ કારણ વગર અથવા તો “દુનિયામે આયે હે તો જીનાહી પડેગા” ની જેમ જીવીએ છીએ.

દુનિયામથી અડધા કરતાં વધારે લોકો એવા હશે જે પોતે જીવતા તો હશે પણ પોતાના માટે નહીં પણ કોઈ બીજા માટે. જેમ કે માતા-પિતા જીવે છે પોતાના દીકરા-દીકરી માટે. દીકરા-દીકરી નાના હોય એટ્લે તેને તો હજુ ઓછી ખબર હોય કે જીવન શું છે, એટ્લે તેઓ પોતાના માતા-પિતાને અનુસરીને જીવવા લાગે છે. આપણામાથી કેટલા એવા માતા-પિતા હશે જે, જો પોતાના બાળકોની જવાબદારી ના હોય તો જીવવા માંગે છે? જવાબ શોધવો થોડો અઘરો છે. પણ તમને ગમે ત્યારે આનો જવાબ મળી જશે. ક્યારેક રસ્તામાં ચાલતા તો ક્યારેક કોઈના ઘરમાં બેઠા હશો ત્યારે. પણ એક વખત જરૂર મળી જશે.

બોય ફ્રેન્ડ જીવે છે ગર્લ ફ્રેન્ડની માટે(મેરેજ પછી શું થાય એ ખબર નહીં હો!!!), દાદા-દાદી જીવતા હોય છે પોતાના પૌત્રને રમાડવા,. અલ્ટિમેટલી આપણે બધા એક સાંકળની જેમ જીવીએ છીએ. ધારો કે, દસ વ્યક્તિ એક જ લાઇનમાં ઊભા છે. અને દસે દસને મદદની જરૂર છે તો તેમાં જો દિમાગનો ઉપયોગ કરવામાં આવે તો કોઈ બહારની વ્યકતી મદદ ના કરે તો પણ તેઓ પોતાની મદદ વડે આગળ વધી શકે છે. જેમ કે, પહેલો વ્યક્તિ સૌથી છેલ્લા વ્યકતીની મદદ કરે સૌથી છેલ્લો વ્યકતી તેના આગાળનાની મદદ કરે અને તેમ-તેમ સાંકળ આગળ વધતી જાય અને અલ્ટિમેટલી સૌથી પહેલા વ્યક્તિ સુધી બધાની મદદ થઈ જાય અને બધા જ એક સાથે આગળ વધે. પણ આપણે ત્યાં ક્યારેક-ક્યારેક આનાથી ઊલટું ચાલતું હોય છે. જો સૌથી પહેલો વ્યક્તિ આગળ વધતો હોય તો તેની પાછળનો તેને આગળ વધારવાને બદલે તેને પાછળ તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે અને સાથે-સાથે તે પણ ઓટોમેટિક પાછળ જ ગતિ કરશે, આગળ નહીં.

તો ખરેખર જન્મ અને મૂર્તયું એ બંનેની વ્યવસ્થા આપણે જ બનાવેલી છે નહીં કે વિધાતા, ગોડ, ભગવાન કે અલ્લાહ એ! માણસે પોતે પોતાનો વંશ આગળ ને આગળ વધતો રહે એટલા માટે બનાવી છે. અને નામ આપી દીધું છે, વિધાતાના લેખાં આગળ કોઈનું ના ચાલે.