અજબ પ્રેમ કહાની
પાર્ટ – 2
શીતલ રાયઠઠ્ઠા
થોડા સમય બાદ કાશ્મીરાને ગર્ભ રહ્યો છે એ જાણી નીરવની ખુશીનો પાર રહ્યો ન હતો.નીરવને જ્યારે એ વાતની જાણ થઇ ત્યારે તેણે આખા ઘરને રોશનીથી સણગાર્યુ હતુ અને આખા મહોલ્લામા મિઠાઇ વહેચી હતી.કાશ્મીરાએ જાણે જીવનની સૌથી મોટી અને મહાન ગિફ્ટ આપી હોય તેવો ત્યારે તેને એહસાસ થયો હતો.પુરા નવ મહિના સુધી તેણે કાશ્મીરાને કામ કરવા દીધુ ન હતુ અને એનો પુરતો ખ્યાલ રાખ્યો હતો.નવ મહિના બાદ તેના ઘરે દીપુનો જન્મ થયો.તે દિવસે નીરવના ઘરે જાણે મહોત્સવ હોય તેવુ વાતાવરણ હતુ.તે દિવસે નીરવ અને કાશ્મીરાના જીવનમા એક અનેરો સૂર્ય ઉગ્યો હતો.
દીપુ નો જન્મ થયા બાદ પતિ પત્ની વચ્ચે પ્રેમ વધી ગયો.નીરવ દીપુની સાર સંભાળમાં કાશ્મીરાને પુરતો સહયોગ આપતો.દીપુ નાનકડો હતો ત્યારે નીરવે થોડો સમય ઓફિસે જવાનો ટાઇમ પણ ઓછો કરી દીધો હતો અને દીપુના બાળોતિયા બદલાવવાના હોય કે તેને હિચકા નાખવાના હોય બધા કામ તે હોંશે હોંશે કરતો.રાત્રે તો નીરવ જ હિંચકા નાખતો અને દીપુને સુવડાવતો.તે ક્યારેય કાશ્મીરાને પથારીમાંથી ઉઠવા ન દેતો. કાશ્મીરા કયારેક મનોમન વિચારતી કે ક્યાં જ્ન્મના આવા પુણ્ય હશે કે મને નીરવ જેવો પતિ મળ્યો.નીરવ કાશ્મીરા અને દીપુનો ખુબ જ ખ્યાલ રાખતો.પણ હમણાં એકાદ વર્ષથી નીરવ સાવ બદલાઇ ગયો હતો.કાશ્મીરા બસ એ જ વિચાર કરતી હતી કે નીરવને એવું તો શું થયુ છે જેના કારણે તે ઘરમા કે તેના તરફ અને દીપુ પર બહુ ધ્યાન આપતો નથી.ઘણી વખત કાશ્મીરાએ તેને પુછવાનુ કર્યુ પણ તેણે એ વાત કરવાનુ ટાળી દીધુ અને ઉલ્ટુ તે કાશ્મીરા પર ગુસ્સે થતો. કાશ્મીરાએ વિચાર્યુ કે જોબમા વધુ પડતા કામ અને સ્ટ્રેસને કારણે તેનો સ્વભાવ ચેન્જ થઇ ગયો હશે પણ હવે ધીરે ધીરે તો એવુ બનવા લાગ્યુ કે નીરવ ક્યારેક દીપુ પર પણ ગુસ્સે થઇ જતો.આ જોઇ કાશ્મીરાને ખુબ હર્ટ ફીલ થતુ પણ જો તે નીરવને કાંઇ પણ સુચન આપે તો તેનુ પણ આવી બને એટલે તે ખુણામા જઇ રોઇ પડતી. જોબ પરથી વહેલો આવી જઇ અને કાશ્મીરાને લોંગ ડ્રાઇવ પર લઇ જનાર નીરવ હવે વીકમા એકાદ વાર જ વહેલો આવતો અને એ પણ થાકના કારણે આરામ કરવા આવતો.બાકીના દિવસોમા તે ઓવરટાઇમ કરતો અને બહુ લેઇટ ઘરે પહોંચતો.આ બધુ કાશ્મીરા માટે અસહ્ય હતુ.તેણે થોડો સમય તો સહન કર્યુ કે થોડા સમય બાદ બધુ સારૂ થઇ જશે પણ ધીરે ધીરે પરિસ્થિતી વધુ ગંભીર થવા લાગી.તેનુ વર્તન સુધરવાના બદલે વધુ ખરાબ થવા લાગ્યુ. કાશ્મીરા માટે વધુ અસહ્ય તો એ જ હતુ કે નીરવ તેને ટાઇમ આપતો ન હતો.તેને બસ નીરવના સાથની જરૂર હતી.એક રાત્રે તેણે નીરવને સમજાવતા કહ્યુ , “જાનુ હમણા કેમ આટલો બીઝી બની ગયો છે?આટલો ઓવરટાઇમ કરવાની કાંઇ જરૂર નથી.આપણી પાસે બહુ ઓછો પૈસો હશે તો પણ હું ચલાવી લઇશ પણ મને તારા સાથ અને સહવાસની જરૂર છે જાનુ અને ભગવાનનુ દીધુ બધુ તો છે આપણી પાસે તો તું શું કામ આ રીતે ઓવરટાઇમ કરી તારી હેલ્થ બગાડવા જઇ રહ્યો છે?મને તારી અને તારી હેલ્થની બહુ ચિંતા થાય છે.” “મીરા તને ખબર નહી પડતી.હવે દીપુ મોટો થશે.તેને ભણાવવાના ખર્ચા અને આપણી હાઇ-ફાઇ લાઇફ સ્ટાઇલ માટે પૈસા જરૂરી છે.મને બધી ખબર છે કે હું શું કરુ છું.હવે વારે વારે આમ ટોક ટોક ન કર તો હું મારા કામ પર કોનસન્ટ્રેટ કરી શકું.અને પ્લીઝ આ રીતે મને કામમા ડિસ્ટર્બ ન કરે તો સારૂ રહેશે મને.” નીરવે જરા ગુસ્સાથી કહ્યુ.
“પણ નીરવ તું કેમ કાંઇ સમજતો નથી?મને તારી ચિંતા થાય છે.નથી તારા જમવાના ઠેકાણા કે નથી તારા આરામનું ઠેકાણું.તને કાંઇ થઇ ન જાય એટલે હું આમ કહું ચું અને તુ છે કે મારા પર કારણ વિના ગુસ્સો કરે છે?” આટલુ બોલતા કાશ્મીરા રડી પડી. “અરે પણ શું કામ રડે છે?તારો પણ મુડ ખરાબ થાય છે અને મારો પણ.અને દીપુ ઉઠી જશે તો વધુ પ્રોબ્લેમ થશે.હું એક પ્રોજેક્ટ પર કામ કરુ છું ,મારે કાલે ફાઇલ સબમીટ કરવાની છે .પ્લીઝ્ ફોર ગોડ શેઇક મને કામ કરવા દે.” નીરવે આક્રોશથી કહ્યુ. નીરવના આવા શબ્દો સાંભળી કાશ્મીરા સુઇ ગઇ.કાશ્મીરા હવે પોતાના જ ઘરમાં ગુંગળામણ અનુભવવા લાગી હતી.તેણે ઘણો પ્રયત્ન કર્યો સંબંધ સુધારવા માટે પરંતુ નીરવ સતત તેને ઇગ્નોર જ કરતો રહ્યો.દીપુ ખાતર તેણે એક વર્ષ સુધી સહન કર્યા રાખ્યુ.પરંતુ તે હવે રોજ રોજના ઝઘડાઓથી કંટાળી ગઇ હતી.ગઇ કાલે સાંજે તો હદ થઇ ગઇ.
“જાનુ આજે પણ ઓફિસેથી આવવામા મોડુ થશે કે તારી રાહ જોઉ ડિનર માટે?” કાશ્મીરાએ કોલ કરી નીરવને પુછ્યુ. “હા આજે મારે એક અગત્યની મીટીંગ હોય મારે મોડુ થશે.તુ અને દીપુ બન્ને ડિનર કરી સુઇ જજો.મારી વૈટ ન કરતા.” “જાનુ દીપુને તો હું સુવડાવી જ દઇશ પણ તારી મીરા તો તારી રાહ આજે જોવાની જ છે.આજે તુ ગયો ત્યારથી સવારથી તારી બહુ યાદ આવે છે નીરવ મને.તારા વિના મને આજે ક્યાંય ચેન નથી.ખબર નહી પણ આજે મને આપણા પ્રથમ મિલનની રાત યાદ.....” કાશ્મીરા વાક્ય પુરૂ પણ ન કરી શકી ત્યાં સામા છેડેથી નીરવ કંટાળી બોલ્યો “મીરા પ્લીઝ સ્ટોપ ધીસ નોન સેન્સ.મને કામ કરવા દે.આવી ફીઝુલની વાતો માટે મારી પાસે સમય નથી.અને તને પણ અત્યારે કામના સમયે મને હેરાન કરવાની આદત પડી ગઇ છે કે શું?” આજે કાશ્મીરા પણ પોતાની ધીરજ ગુમાવી બેઠી અને તે પણ નીરવ સાથે ઝ્ઘડો કરી બેઠી.બન્ને વચ્ચે ઝ્ઘડો ખુબ વધી ગયો કે કાશ્મીરાએ ઘર છૉડવાનો મક્કમ નિર્ણય લઇ લીધો.તેણે મનોમન ધારી લીધુ કે તે હવે આ ઘર અને નીરવને છોડી હંમેશા માટે જતી રહેશે.તેણે પોતાનુ બેગ પણ ભરવાનુ નક્કી કરી લીધુ પણ એક છેલ્લી વાર તે હજુ નીરવ સાથે વાત કરવા માંગતી હતી.એટલે એ વિચારે તેણે બેગ ભરવાનુ ટાળ્યુ.
રાત્રે ફટાફટ ઘરનું કામ કરી દીપુને જમાડી તેને સુવડાવી દીધો અને તે પણ સુવા માટે બેડ પર આડી પડી,પણ તેને જરા પણ ઉંઘ આવતી ન હતી.નીરવ સાથે વિતાવેલા પ્રેમભર્યા દિવસો અને પળ તેને યાદ આવી રહ્યા હતા.એક પળ માટે પણ જે નીરવ તેની આંખમા આંસુ જોઇ શકતો ન હતો તે જ નીરવ આજે તેને ડગલે ને પગલે ગુસ્સો કરી રડવા પર મજબુર કરી દે છે.આવું કેમ બની ગયુ તેના વિશે તે વિચારવાની કોશિષ કરે છે પણ તે એટલી ચિંતામા હોય છે કે તેને કોઇ પણ જાતના વિચાર આવતા જ નથી.તે બસ શુન્યમનસ્ક બની છત તરફ જોઇ સુતી રહે છે.વિચારોમા ને વિચારો મા ક્યારે ઉંઘ આવી જાય છે તેની પણ ખબર કાશ્મીરાને રહેતી નથી.
રાત્રે નીરવ ઘરે આવ્યો ત્યારે કાશ્મીરા અને દીપુ બન્ને સુઇ ગયા હતા.નીરવે વિચાર્યુ કે હજુ તો માત્ર દસ જ વાગ્યા છે તો આજે કેમ મીરા અત્યારમા સુઇ ગઇ હશે.પણ તેને થયુ કે આખો દિવસ દીપુને સાચવતા તે થાકી ગઇ હશે એટલે તેણે કાશ્મીરાને જગાડી નહી.તે ચુપચાપ જમી અને પછી બેડ પર આવીકાશ્મીરાને હગ કરી સુઇ ગયો.
વહેલી સવારે ચાર વાગ્યે તેની ઉંઘ ઉડી જાય છે અને જુવે છે કે નીરવ તેને હગ કરીને સુતો હોય છે.હળવેકથી તે નીરવને દુર કરી ઉભી થાય છે અને વિચારે છે કે સાચુ શું છે?જે તે વિચારે છે કે નીરવ તેને હવે પ્રેમ કરતો નથી તે કે પછી જે તે અત્યારે જોઇ રહી છે તે???
બહુ મોટી અસમંજસમા તે ફસાઇ જાય છે કે હવે તે આ ઘર છોડે કે પછી નીરવને સમય આપે થોડો.....
To be continued…..