Nishti - 20 - Yadgaar Divas in Gujarati Fiction Stories by Pankaj Pandya books and stories PDF | નિષ્ટિ - ૨૦ - યાદગાર દિવસ

Featured Books
Categories
Share

નિષ્ટિ - ૨૦ - યાદગાર દિવસ

નિષ્ટિ

૨૦. યાદગાર દિવસ

‘ગામના અનોખા અનુભવને હવે યાદોમાં સમાવી અમદાવાદ પરત ફરવાનો સમય થઇ ગયો હતો. નિશીથને વળાવવા જાણે આખું ગામ ઊમટ્યું હતું. માનભેર વિદાય પછી બંને કારો અમદાવાદ જવા માટે નીકળી પડી. રાત્રે દસ વાગ્યાની મુંબઈ જવા માટેની ટ્રેન પકડવાની હતી એટલે છેલ્લા સમયની દોડધામથી બચવા નિશીથ સમયસર અમદાવાદ પહોચવા માગતો હતો. જોકે મુંબઈ ગયા પછી નિશીથને આવી દોડધામ માફક આવી ગઈ હતી.

અમદાવાદ પહોચ્યા પછી નિશીથની મમ્મીએ એના મનપસંદ બટાટાપૌંઆ બનાવી દીધા. જે સૌએ અને ખાસ કરીને નિશીથે મન ભરીને માણ્યા. પછી નવ વાગ્યે નિશીથ અને ત્રિનાદ રેલ્વે સ્ટેશને જવા રવાના થયા. ટ્રેનમાં બેઠા પછી ત્રિનાદ નિશીથે છેલ્લા બે દિવસ દરમ્યાન યાદગાર અનુભવોનું ભાથું ભરી આપ્યું એના માટે એનો આભાર માનતો રહ્યો.

અહી મુંબઈમાં મિષ્ટી આજે એના ઘરે એકલી હતી. ટીવી જોઇને કંટાળી એટલે બેડરૂમમાં જઈ પથારીમાં આડી પડી. ઋત્વિક સુખડીયા...... ના જાણે અચાનક કેમ ઘણા સમયે એ નામ મિષ્ટીના દિમાગમાં આવી ગયું. ઊંચા કદનો ગોરો અને હેન્ડસમ યુવાન.... ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતો હતો. મિષ્ટીના પપ્પાના ઇન્સ્યોરન્સનું કામ એની જોડે જ હતું એટલે એ અવારનવાર ઘેર આવતો. કામની માંગને લઈને સરસ્વતી તો એની જીભે વસતી હતી. એણે કોઈને ઇન્સ્યોરન્સ પધરાવવાનું બીડું ઝડપ્યું હોય તો સામે વાળાએ ઘુંટણિયાં ટેક્વ્યે જ છૂટકો. મિષ્ટીના ઘેર આવે એટલે એકાદ નવો ઇન્સ્યોરન્સ પકડાવીને જ જાય. ઋત્વિકની વાક્છટાથી મિષ્ટી ઘણી પ્રભાવિત હતી. અલબત્ત એક પ્રકારે એ આકર્ષણ જ હતું. કદાચ સમયાંતરે એમાં વધારો થતો હતો પણ મિષ્ટીને કંઈક ખૂટતું લાગતું હતું. પણ અચાનક એક દિવસ મિષ્ટીના પપ્પાને ખ્યાલ આવી ગયો કે ઋત્વિકની વાતો અને કામમાં કંઈક ગડબડ છે. ખરેખર તો ઋત્વિક કોઈ પણ ઇન્સ્યોરન્સના ખરા ખોટા લાભ જણાવી ગ્રાહકને પધરાવી દેતો હતો જે ગ્રાહક માટે વાસ્તવમાં લાભકારી ના પણ હોય. એક વખત તો એણે એમ કહીને છેતરપીંડી કરી કે તમારા ફલાણા ઇન્સ્યોરન્સ માટે હવેથી પ્રીમીયમ ભરવાની જરૂર નથી. તેની વીમા રકમ તમને પાકતી મુદતે મળી જશે અને આ નવા વીમા માટે તમે અત્યારે પ્રીમિયમનો ચેક લખી આપો જે રકમ તમને થોડા સમય પછી પરત મળી જશે અને પછી તમારો વીમો ચાલુ રહેશે પણ પ્રીમિયમ ભરવું નહિ પડે. ના તો ચેકની રકમ પરત આવી કે ના કોઈ અન્ય વીમાની રકમમાંથી પ્રીમિયમણી રકમ ટ્રાન્સફર થઇ. ઋત્વિકનો ભાંડો ફૂટી ગયો અને મિષ્ટીના મનમાં પાંગરી રહેલો ઋત્વિકના નામનો ફૂગ્ગો પણ......

ઋત્વિકની યાદો ભૂલાવીને મિષ્ટી ઊંઘી જવા માંથી રહી હતી ત્યાં ત્રિનાદે આપેલું વચન યાદ આવી ગયું. એને ખબર હતી કે ત્રિનાદ વચનનો પાક્કો છે. છેલ્લા ધીંગામસ્તી દિવસે ત્રિનાદને જયારે ખ્યાલ આવ્યો કે મિષ્ટીના દિલમાં નિશીથ માટે પ્રણયનું બિજાંકુરણ થઇ ચૂક્યું છે તો એણે મિષ્ટીને એ અંગે પૂછતાછ કરેલી. ઘણી આનાકાની પછી મિષ્ટીએ સ્વીકારવું પડેલું કે હા.... તે નીષ્ટિને ચાહે છે. ત્રિનાદે મિષ્ટિને વચન આપેલું કે તે બંને ને એક કરીને જંપશે. નિષ્ટિની આંખો મિષ્ટી જોડે ક્યારે મળશે એ તો ખબર નહિ પણ એના વિચારોમાં ખોવાયેલી મિષ્ટીની આંખો ક્યારે મળી ગઈ એની એને ખબર જ ના રહી.

મિષ્ટીના મોબાઈલમાં નિષ્ટિઓ SMS ઝબકયો....

‘good morning..’

‘very good morning... મિષ્ટીએ જવાબ વાળ્યો....

‘how are you?’

‘I am absolutely fine.... what about you?’ કોઈ વખત નહિ ને આજે સવારના પહોરમાં નિશીથનો મેસેજ અને મેસેજમાંની વાતો જોઇને મિષ્ટી વિચારી રહી કે કદાચ ત્રિનાદ નિશીથ જોડે ગામડે ગયો હતો તો એણે નિશીથને બધી વાત કરી હશે અને નિશીથ માણી ગયો હશે. પણ એમ હોય તો ત્રિનાદે ફોન પર વાત કરીને જણાવવું તો જોઈએ? કદાચ નિશીથે એને એમ ના કરવા જણાવ્યું હોય.... દિલ જયારે દલીલ કરવા ચઢે ત્યારે દિમાગની એક ના સાંભળે.

‘me too is fine...’

‘good.. it’s always good to be fine.’

‘what’s your plan for the day?’

‘nothing..... getting ready and then off to office’

‘oh.. that same boring work’ વર્કોહોલીક નિશીથ પાસેથી આવી અપેક્ષા નહોતી.... એ પોતાના કામ માટે કદી આવું બોલી શકે?

‘how dare you to say this?’

‘yaa. let’s move out somewhre..’

‘wow......’ મિષ્ટી મનોમન ત્રિનાદનો આભાર માની રહી.

‘where to go?’

‘any where..’

‘randomly?’’’

‘yes..’

‘why?’

‘the journey is not important..... important is who’s acompnaying...’

‘oh.... yess.... thank you very much....’

‘no sorry..... no thank you.....’

‘oho....’

‘yes... yes... yes.....’

‘ok..... will pick up you within half an hour.. get ready ASAP..’

‘half hour is not enough’’

‘ok.... thirty one minutes.. enough?

‘joking?

‘thirty two minutes.... not a second more....’

‘o.k. baba... will be there......’

મિષ્ટી ફટાફટ તૈયાર થઈને મેઈન રોડ પર આવી પહોચી... ગ્રે ટી શર્ટ અને બ્લેક જીન્સમાં એ અત્યંત સોહામણી લાગી રહી હતી. ઘરથી અહી સુધીનો ગંદો ગોબરો રસ્તો એને કાશ્મીરની વાદીઓ સમાન ભાસતો હતો. નિશીથ હજુ પહોચ્યો નહોતો.. હવેની એક એક ક્ષણ મિષ્ટીને એક એક યુગ જેવી લાગતી હતી. એના સપનાનો રાજકુમાર આવવાનો હતો. દશે દિશાઓમાંથી શંખ ધ્વની ફૂંકાઈ રહ્યો હતો. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઇ રહી હતી. સમગ્ર સૃષ્ટિ સ્વર્ગસમી વર્તાઈ રહી હતી. એટલામાં નિશીથ પણ આવી પહોચ્યો. ઓહ.... વોટ અ પ્લીઝંટ સરપ્રાઈઝ!!!!!! નિશીથે પણ ગ્રે ટી શર્ટ અને બ્લેક જીન્સ ધારણ કર્યું હતું.. ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યો હતો... કારમાં આગળની સીટમાં ગોઠવાયા પછી મિષ્ટીએ નિશીથને હાફ હગ આપી દીધી... એ તો છૂટવા જ નહોતી ઈચ્છતી પણ નિશીથ ડ્રાઈવીંગ સીટ પર હતો એ ધ્યાનમાં રાખીને એને બક્ષી દીધો.

નિશીથ પણ આજે જબરદસ્ત મૂડમાં જણાતો હતો.

‘પહેલાં તો ક્યાંક બ્રેકફાસ્ટ કરી લઈએ’

‘સ્યોર’ મિષ્ટી પણ દિવસની સફરની શરૂઆત ક્યાંથી કરવી એની મૂંઝવણમાં હતી એટલે નાસ્તો કરીને આવી હતી તો પણ સંમતિ આપી દીધી.

‘શું ખાઈશું?’

‘કોઈ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં લઇ લે..... ઈડલી સંભાર ખાઈ લઈશું..’ ઈડલી મિષ્ટીની પ્રિય આઈટમ હતી.

કારમાંથી ઊતરીને ચાલવા દરમ્યાન બંને જણા એક બીજાના હાથમાં હાથ પરોવવા હાથ લંબાવતા પણ પછી સંકોચવશ પાછો ખેંચી લેતા. નાસ્તાનું પતાવીને નિશીથે કાર ગેટ વે ઓફ ઇન્ડિયા તરફ હંકારી મૂકી. ત્યાં પહોંચીને દરિયામાં ઊછાળા મારતાં મોજાં જોઈ બંને ગેલમાં આવી ગયાં. મિષ્ટીએ સ્ટીમરમાં બેસવાની ઈચ્છા વ્યક્ત કરી તો નિશીથ પણ તૈયાર જ હતો. સ્ટીમરમાં બેસીને હાથના હલેસે બંનેએ એકબીજા પર પાણીની છાલક ઊડાડવાની મજા માણી. ત્યાર પછી બંને જણાએ નજીકના થિયેટરમાં ચાલી રહેલ રોમેન્ટિક ફિલ્મ જોઈ. જમવાની બંનેમાંથી કોઈની ઈચ્છા નહોતી. મિષ્ટીના આશ્ચર્યણી વચ્ચે નિશીથે વડાપાઉં ખાવાની ઓફર કરી જે મિષ્ટીએ સહર્ષ સ્વીકારી લીધી. નિશીથ આજે બધું એના સ્વભાવથી વિપરીત કરી રહ્યો હોઈ મિશ્તીને શંકા થઇ કે પોતે કોઈ સ્વપ્ન તો નથી જોઈ રહી ને? ખાતરી કરવા એ પોતાના હાથ પર ચૂંટલી ખણવા જઈ રહી હતી ત્યાં નિશીથના અવાજે એનું ધ્યાનભંગ કર્યું..

‘ચાલ મિષ્ટી.... આપણે હવે ફીલ્મસિટી જઈએ... ત્યાં ખૂબ સુંદર વાતાવરણ હોય છે. મજા આવશે .’

‘હા ચાલ.. ત્યાં જ જઈએ...’

મિષ્ટી અને નિષ્ટિ બંને સવારથી જ સાથે હતાં છતાં બંને વચ્ચે ખાસ વાતચીત નહોતી થઇ. જાણે બંનેએ એક બીજાને ખૂબ ખોબ વાતો કરવી હતી પણ કશું બોલી શકવાની સ્થિતિમાં બંનેમાંથી કોઈ નહોતું. મુંબઈનો વ્યસ્ત ટ્રાફિક પસાર કરીને બંને જણ ફિલ્મ સિટી પહોચી ગયા.

જેમ આપણે અચાનક ડરી જઈએ તો આપનો ડર સ્થળ અને સમયને અવગણી આપનો ડર માતૃભાષામાં જ વ્યક્ત કરતા હોઈએ છીએ. તેવી જ રીતે આપણે મૂંઝવણમાં હોઈએ ત્યારે માતૃભાષા કરતાં અન્ય આવડતી ભાષામાં વાત કરવામાં સરળતા રહે છે. ફિલ્મસિટી એરિયાનું વાતાવરણ અત્યંત અહ્લાદક હતું. મિષ્ટી અને નિષ્ટિ બંનેનો મૂડ પણ રોમેન્ટિક હતો. જેમ આપણે અચાનક ડરી જઈએ તો આપનો ડર સ્થળ અને સમયને અવગણી આપનો ડર માતૃભાષામાં જ વ્યક્ત કરતા હોઈએ છીએ. તેવી જ રીતે આપણે મૂંઝવણમાં હોઈએ ત્યારે માતૃભાષા કરતાં અન્ય આવડતી ભાષામાં વાત કરવામાં સરળતા રહે છે. નિશીથે જ મૌન તોડ્યું....

‘કિતના અચ્છા લગ રહ હૈ યહા... નહિ મિષ્ટી?’

‘હાં.. બહોત અચ્છા લગ રહ હૈ..’

‘તુમ આજ બહોત અચ્છી લગ રહી હો? તુમ હિરોઈન ભી બન સકતી થી... તુમને કભી ટ્રાય કિયા હૈ ફીલ્મોમે કામ કરને કા?’

‘નો વે...’

‘તુમ કો ફીલ્મોમેં અભિનય કરને ક મૌકા મિલે તો કરોગી?’

‘અભિનય???? અભી નય......’

‘વાહ...... ક્યા રીપ્લાય હૈ?.....’ નિશીથ હસી પડ્યો..

વાતો કરતાં કરતાં નિશીથે કારની ગતિ ધીમી પાડી.... એ મિષ્ટીણી સમીપ જવા પ્રયત્ન કરી રહ્યો હતો..... તો પાછળ પૂરપાટ આવી રહેલ કારે જોરજોરથી હોર્ન વગાડ્યું.... મિષ્ટી રોમેન્ટિક મૂળની પરાકાષ્ટાએ હતી પણ હોર્નના કર્કશ અવાજે એને ખિન્ન કરી મૂકી.... એનો મૂડ ખરાબ થઇ જતાં એ ગુસ્સામાં બોલી ઊઠી..

‘એઈ...યુ.. ઈડીયટ.....’

હોર્નનો અવાજ નિરંતર ચાલુ જ રહ્યો.. મિષ્ટી અત્યંત ગુસ્સે થઇ નિશીથ જોડે કાર થંભાવી ધડાકાભેર ડોર ખોલી હોર્ન વગાડી રહેલા ડ્રાઈવરને ઝઘડવા કારમાંથી રીતસર કૂદી પડી..... પણ આ શું?...

ક્રમશ:.......