I am field - Part - 4 in Gujarati Love Stories by chandni books and stories PDF | આઇ એમ ફેઇલ્ડ , ભાગ-4

The Author
Featured Books
Categories
Share

આઇ એમ ફેઇલ્ડ , ભાગ-4

નામ : ચાંદની

Email – chandnikd75@gmail.com

વાર્તા નું નામ: આઇ.એમ.ફેઇલ્ડ

વિષય : વાર્તાભાગ : ૩

કબીર તન્વીને મનોમન ચાહવા લાગ્યો હતો.તે તન્વી સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ તે કયારેય પોતાના મનની વાત તન્વીને કરી શકતો ન હતો.તન્વીના દુ:ખને દુર કરવા માટે જ તેણે તન્વીને બિઝનેશનો આઇડિયા આપ્યો હતો.હવે આ બિઝનેશ જ બંન્નેને દુર કરી રહ્યો હતો.બિઝનેશને કારણે તેને હવે એક પળની ફુરસદ ન હતી. તન્વીને બિઝનેશમાં આખો દિવસ ઓછો પડવા લાગ્યો હતો તેણે હવે એક એકટિવા પણ ખરીદી લીધુ હતુ.જેથી બહારગામ માલના પાર્સલ કરવા અને બજારમાં જવા સરળતા રહે.તેને મમ્મી મમતાબહેન પણ ખુબ જ ખુશ હતા કે તેની દીકરી હવે ભુતકાળને ભુલી ગઇ છે અને પોતાના જીવનમાં આગળ વધી રહી છે નહી તો તેણે તો એ વિચારી જ લીધુ હતુ કે હવે તન્વી ક્યારેય આ દુઃખમાંથી બહાર નીકળી શક્શે નહી તેના બદલે આ તે જ તન્વી હતી કે જે ઘરની બહાર નીકળવામા પણ રસ ધરાવતી ન હતી તે આજે બહારની દુનિયા સાથે કદમથી કદમ મીલાવી ચાલી રહી હતી. તન્વી અને તેના મમ્મી રહેતા હતા તેના સામેના બ્લોકમાં એક નવો નવો યુવાન રહેવા આવ્યો હતો.તે એન્જીયીરીંગનો અભ્યાસ કરવા માટે ગામડેથી અમદાવાદ આવ્યો હતો.તેનુ નામ રૂતેશ હતુ.તે એકલો જ રહેતો હતો.ધીમે ધીમે તન્વી અને તેના મમ્મી સાથે તેની ઓળખાણ થઇ.પાડોશી તરીકે તન્વી ઘણી વખત તેની સાથે ફોર્મલ વાતો કરતી હતી.ધીરે ધીરે બંન્ને મિત્રો બનવા લાગ્યા.તન્વીને પણ રૂતેશની કંપની સારી લાગતી હતી.રૂતેશ પણ સ્વભાવે મળતાવડો અને વાતો કરવામા ઉત્સાહી હતો એટલે ધીમે ધીમે બન્ને સારા મિત્રો બની ગયા. તન્વીના બિઝનેશમા રૂતેશ તેને મદદ કરવા લાગ્યો.આમ પણ તન્વીને બિઝનેશ માટે હેલ્પની જરૂર હતી.તેના માટે એકલા હાથે કામ કરવુ ખુબ અઘરૂ પડતુ હતુ.તે એકલી થાકી જતી હતી.આથી રૂતેશની મદદથી તેને સારું લાગવા લાગ્યુ.બંન્ને ખાસ મિત્ર બની ગયા.રૂતેશને પણ તન્વીને મદદ કરવી ગમતી હતી.તે હરહંમેશ તેને જોઇતી તમામ મદદ કરવા તત્પર રહેતો.બેંકના કામ,કસ્ટમરને માલ સપ્લાય કરવો અને બીજા નાના મોટા કામમા તે તન્વીને હેલ્પ કરતો.આમ પણ કોલેજ પછી તે સંપુર્ણ ફ્રી રહેતો એટલે તે નવરાશનો સમય ગાળવા માટે તન્વીને હેલ્પ કરતો. બિઝનેશમા હેલ્પ કરવાની હોવાથી કોલેજ બાદ નવરાશના સમયમા રૂતેશ તન્વીના ઘરે જ રહેવા લાગ્યો હતો.તન્વીના મમ્મી પણ રૂતેશના આવવાથી ખુશ હતા.બિઝનેશ ખુબ ડેવલપ થતા હવે તન્વીએ ફોનનો ઉપયોગ લગભગ બંધ જ કરી દીધો હતો.કબીર થોડા થોડા સમયે મેસેજ કરતો હતો પરંતુ તન્વી ભાગ્યે જ જવાબ આપતી હતી આથી કબીર તેને કોલ કરવા લાગ્યો.પરંતુ તન્વી પાસે વાતો કરવા પણ ફુરસદ પણ ન હતી.તે કબીર કોલ કરતો ત્યારે તેની સાથે વાત તો કરતી પણ જસ્ટ હાઇ હેલ્લો અને બીજી વાત ટુંકમા કરી લેતી.તેની પાસે હવે આરામથી વાત કરવાનો સમય જ ન હતો.તેણે હવે ફેસબુકમા ગઝલ પોસ્ટ કરવી પણ બંધ કરી દીધી હતી. એક દિવસ મમતાબહેનની તબિયત થોડી નરમ હતી.રૂતેશને પરિક્ષા હતી આથી તન્વી પર ઘરની તથા બિઝનેશની એકલા હાથે જવાબદારી હતી.આથી તે વહેલી ઉઠીને ફટાફટ ઘરનુ કાર્ય કરવા લાગી પછી તેને બેન્ક ખુલે ત્યારે ઓનલાઇન માલ મંગાવ્યો હોય તેના પૈસા ભરવા જવુ હતુ અને થોડો ગામનો ઓર્ડર આપવા પણ જવુ હતુ.મોટભાગે રૂતેશ બજારના કામો કરી લેતો હતો.પરંતુ અત્યારે તેની પરીક્ષા હતી આથી તન્વીએ જાતે જવુ પડે તેમ હતુ આથી તે ઉતાવળથી કામ કરી રહી હતી. તે કપડાં ધોઇ રહી હતી ત્યારે કબીરનો ફોન આવ્યો.કબીરે આજે નક્કી જ કરી લીધુ હતુ કે તે પોતાના પ્રેમનો ઇઝહાર કરીને જ રહેશે.તન્વી કપડાં ધોતા ધોતા જ ફોન પર વાતો કરવા લાગી.ફોન પર વાત કરતી હતી અને સાથે સાથે કપડા ધોવાનુ પણ ચાલુ રાખ્યુ.થોડીવાર પછી ભુર્ગભ ટાંકામાંથી પાણી લેવા જતા તેને યાદ ન રહ્યુ કે તે ફોન પર વાત કરતા પાણી લેવા નીચે નમી કે તેનો ફોન પાણીમાં પડી ગયો.કબીર સાથે વાત અધુરી રહી ગઇ.કબીરે હજુ તો ફોર્મલ જ વાત કરી હતી ત્યાં તો ફોન ડિસકનેકટ થઇ ગયો.તેણે ઘણીવાર સુધી ફોન લગાડવાની કોશિષ કરી પરંતુ ફોન લાગ્યો જ નહી.તે હતાશ થઇ ગયો.હવે તેને શું કરવું તે સમજાતુ ન હતુ.તે બેચેન બની ગયો.તેને તન્વીનુ આવુ વર્તન તેને જરા પણ ગમતુ ન હતુ.તેણે તન્વીને મળવાનુ નક્કી કરી લીધુ.પરંતુ તેને તન્વીના ગામના નામ સિવાય કોઇ એડ્રેસ કે કાંઇ ખબર ન હતી.તેણે સાંજે ફોન કરવાનુ નક્કી કર્યું. તન્વીનો ફોન પડી જતા તેને ખુબ જ ગુસ્સો આવ્યો પરંતુ તેને ખુબ જ ઉતાવળ હતી આથી ફટાફટ પોતાના કામ પુરા કરવા લાગી સાંજે ફોન રિપેરીંગ માટે બતાવ્યો પરંતુ કોઇ એ રીપેર કરી દેવાની હા ના પાડી.આથી તેણે તાત્કાલિક નવો ફોન લઇ લીધો.વળી નવુ બીજુ સસ્તા કોલરેટ વાળુ કાર્ડ લઇ લીધુ જેથી બિઝનેશમાં સરળ પડે.જુના નંબર ચાલુ ના કરાવ્યા તેનુ એફ.બી. એકાઉન્ટ તો ઘણા દિવસ સુધી ઉપયોગ ના કરતા બ્લોક થઇ ગયુ.તેની પાસે નવુ એકાઉન્ટ ખોલવા માટે સમય ન હતો.આમ પણ કામની ભાગદોડમા તેને ફેસબુક યાદ પણ આવતી ન હતી. રૂતેશ તેના બિઝનેશ માટે ઓનલાઇન એકાઉન્ટ સંભાળતો હતો.ફોન ખરાબ થઇ જતા બધા નંબર જતા રહ્યા સાથે કબીરના નંબર પણ જતા રહ્યા હવે તેને કબીર સાથે વાતો કરવા માટે આમેય સમય પણ ન હતો. તે પોતાના બિઝનેશ માટે સવાર સાંજ મંડી રહેતી હતી.તેનો બિઝનેશ દિન પ્રતિદિન પ્રગતિમા હતો.ખુબ જ પૈસા મળતા તેણે એક બંગલો અને કાર પણ લઇ લીધા.તેના મમ્મીના કહેવાથી તેણે રૂતેશને પણ બંગલામાં જ રહેવા બોલાવી લીધો.રૂતેશ પણ મનોમન તન્વીને ચાહવા લાગ્યો હતો પરંતુ તેની હિમ્મત થતી ન હતી તેની સામે કાંઇ પણ કહેવાની. આ બાજુ તન્વીએ કયારેય એવી દ્ર્ષ્ટિથી રૂતેશને જોયો ન હતો. તે રૂતેશ સાથે સંપુર્ણ પોફેસનલ એટિટ્યુડ જ રાખતી હતી.પરંતુ રૂતેશ માટે તન્વી તેની જીંદગી હતી.તેના વિના હવે ચેન જ પડતુ ન હતુ.તે વેકેશન અને રજાઓમાં પણ ગામડે જતો ન હતો.આમ પણ ગામડે તેનુ કોઇ પણ ન હતુ.તેના માતા-પિતા નાનપણમાં તેને મુકીને અનંતની યાત્રાએ જતા રહ્યા હતા.તેના કાકા કાકીએ તેને ઉછેર્યો હતો.પરંતુ તેને કયારેય પ્રેમ મળ્યો ન હતો.નાનપણથી જ પ્રેમનો ભુખ્યો રૂતેશ તન્વી પાસે પ્રેમ ઇચ્છતો હતો પણ તેની હિંમત તેને સાથ આપતી ન હતી. તેના કાકી તેની સાથે સતત ઓરમાયુ વર્તન રાખતા હતા.તે પ્રેમ માટે સદાય ઝંખતો રહેતો હતો.તેના કાકા તેની પાછળ અઢળક ખર્ચા કરી લેતા પરંતુ પ્રેમ દેખાડવા માટે તેની પાસે સમય ન હતો.તન્વીને મળીને તેના જીવનમાં એક નવી રોશની અને પ્રેમ મેળવવાની આશા ઉત્પન્ન થઇ હતી તે તન્વીને ખુબ જ ચાહવા લાગ્યો હતો અને તેને તન્વી સાથે ગુજારવાના સુંદર શમણા પણ સજાવી લીધા હતા.તેને હિમ્મત જ ન થતી હતી. તન્વીના લગ્નજીવનની નિષ્ફળતા પછી તેણે કયારેય પ્રેમ વિશે વિચાર્યુ જ ન હતુ.તે પ્રેમ પ્રત્યેસાવ નિરસ જ બની ગઇ હતી.પ્રેમ જેવો શબ્દ તેના જીવનમાંથી જાણે લુપ્ત થઇ ગયો હતો.તે બધા સાથે લાગણી બતાવતી પરંતુ દિલમાં કયારેય લાગણીને ઉતરવા દેતી ન હતી.રૂતેશ માટે તેના હ્રદયમાં આદર હતો.તે તેના કરતા પાંચ વર્ષ નાનો હતો તેથી તે રૂતેશની કાળજી રાખતી હતી પરંતુ કયારેય પ્રેમ જેવી દ્રષ્ટિ તેના તરફ રાખી ન હતી.તન્વીને પણ રૂતેશ વિના ગમતુ ન હતુ.પરંતુ હ્રદયના ભાવોને તે સમજવા જ માંગતી ન હતી.રૂતેશ ન હોય તો તે પણ બેચેન બની જતી પણ તે એમ સમજતી કે રૂતેશ ઘણા સમયથી સાથે રહે છે તો એક ફેમિલી મેમ્બર વિના જેમ ન ગમે તેમ તેને પણ રૂતેશ વિના ગમતુ નથી.બાકી અન્ય કોઇ ભાવ તેના હ્રદયમા રૂતેશ પ્રત્યે ન હતા.

એક દિવસ સાંજે બંન્ને ખાલી મન ફ્રેશ કરવા માટે વોકિગ પર ગયા.સાંજના છ વાગ્યે તેઓ ગાર્ડન પર ચાલતા હતા ત્યારે હિમ્મત કરીને રૂતેશે તન્વી સામે તેના પ્રેમનો ઇઝહાર કરતા કહ્યુ, “આઇ લવ યુ તન્વી.હુ તને ખુબ જ પ્રેમ કરુ છુ.તુ મારુ જીવન છે.તારા વિના મારી જીંદગી સુની છે.હુ તારી સાથે લગ્ન કરવા માંગુ છુ.” “રૂતેશ આર યુ મેડ??? આ તુ શુ કહે છે? તે કોઇ વિચાર કર્યો છે કે નહિ.આપણે જસ્ટ મિત્રો જ છીએ અને બિઝનેશ પાર્ટનર.તેનાથી આગળ કાંઇ નહી.મારી જીંદગીમાં પ્રેમ અને લગ્ન જેવી કોઇ વસ્તુને સ્થાન જ નથી.તુ યાર આવું વિચારવાનુ છોડી દઇ અને અભ્યાસ અને બિઝનેશ પર ધ્યાન આપ.યોગ્ય સમયે કન્યા જોઇ તારા લગ્ન કરાવી દઇશ.અને આપણા બન્નેની ઉમરમા પણ ઘણો તફાવત છે.” “પ્લીઝ તનુ આવુ ના બોલ.મારા પ્રેમને સમજવાની કોશિષ કર.મારા માટે દુનિયામાં તુ એક જ યોગ્ય કન્યા છો.હુ તારા વિના જીવી નહિ શકુ.એકવાર તુ તારા દિલને પુછી જો તે મારા વિના રહી શકે છે?શું તને ક્યારેય મારા પ્રત્યે આવો ભાવ જાગ્યો જ નથી?” “અરે યાર આવી બધી ફિલ્મી વાતો છોડ અને તારા દ્રષ્ટિકોણને બદલવાની ટ્રાય કર.તુ જસ્ટ મારો બેસ્ટ ફ્રેન્ડ છે.મે તને તેનાથી વધુ ક્યારેય કોઇ દ્રષ્ટીથી જોયો જ નથી.આપણે મિત્રો છીએ અને સદાય મિત્રો રહીશુ.અને આ પ્રેમ લગ્ન જેવા શબ્દો મારા માટે જસ્ટ એકબીજાને ચીટ કરવાના શબ્દો છે.આવા શબ્દોની મારે મન કોઇ એહમિયત નથી.” “મિત્ર? બસ જસ્ટ મિત્ર જ છું હું તારો?બસ આટલી જ કિંમત કરી મારા પ્રેમની?એક વખત મને અને મારા પ્રેમને દિલથી સમજવાની કોશિષ તો કર તનુ.હું તને દિલથી ચહુ છું અને એ પ્રોમિસ આપુ છું કે તને આજીવન ખુશ રાખીશ.” આટલુ બોલતા રૂતેશની આંખનો ખુણો ભીનો થઇ ગયો. ત્યારે જ તન્વીને એક ફોન આવ્યો તે ફોન પર વાત કરવા લાગી.તન્વીને ડાયમંડ જવેલરી શોપમાં મિટિંગ હતી.તે રોજ ઇમીટેશન જવેલરી બનાવતી હતી તેથી તે તેમાં નિષ્ણાંત બની ગઇ હતી.આથી મોટા મોટા જવેલરી શોપવાળા તેને કોન્ટ્રાકટ આપતા હતા.આજે પણ ડાયમંડ જવેલરી શોપમાંથી મિટિગ માટે ફોન આવ્યો.ફોન પુરો થઇ જતા તેણે રૂતેશને કહ્યુ, “ડિઅર રૂતુ હવે આવુ બધુ ભુલીને ગામમાંથી ઓર્ડર લઇ આવ ત્યાં હુ મિટિગ પુરી કરીને સાંજે આવુ છુ.પછી સાંજે મળીએ અને આપણે વાત કરીએ.મને અત્યારે બહુ લેટ થાય છે.હું નીકળુ છું” એમ કહી તે મીટીંગ માટે જતી રહી.

તન્વી તો એકટિવા લઇને નીકળી ગઇ.રૂતેશ તેને જોતો જ રહ્યો.તેણે ક્યારેય આવુ વિચાર્યુ જ ન હતુ કે પોતાના પ્રેમનો ઇઝહાર કરતા તેને તન્વી તરફથી આવો રિપ્લાય મળશે.તે અંદરથી ખુબ જ ભાંગી પડયો.તન્વીના આવા શુષ્ક વર્તને તેના હ્રદયના ટુકડા કરી નાખ્યા.તે થોડીવાર પાર્કની બેન્ચ પર બેસી ગયો.તે આખી જીંદગી પ્રેમ માટે તરસતો રહ્યો હતો.તન્વી પાસે થોડા પ્રેમની આશા હતી તે પણ ટુટી ગઇ.તેના માટે હવે જીવનનો કોઇ અર્થ ન હતો.તેણે હવે જીવવા કરતા મરી જવાનુ નક્કી કરી લીધુ.તન્વીના આવા શુષ્ક વર્તન બાદ તે તન્વી સાથે પણ રહી શકે તેમ ન હતો અને તન્વી વિના પણ જીવી શકે તેમ ન હતો.બન્ને બાજુ તેની જ હાર થતી હોય તેકો તેને એહસાસ થવા લાગ્યો. આથી તે બજારમાંથી માલનો ઓર્ડર લેવા ગયો ત્યારે જીંદગીને પુરી કરવાનો ઓર્ડર આપતી શીશી પણ સાથે લઇ આવ્યો.તેણે આજે જીવનનો છેલ્લો દિવસ નક્કી કરી લીધો હતો. સાંજે તે ઘરે ગયો ત્યારે તન્વી હજુ મીટીંગમાંથી આવી ન હતી.તે ગુમશુમ હતો.તન્વીના મમ્મી કામમા બીઝી હતા.રૂતેશને મનમા ચેન ન હતુ.તે રડવા માંગતો હતો અને પોતાની ફીલીંગ્સ તન્વીને કહેવા માંગતો હતો પણ તેને એ પણ ખબર હતી કે તેની ફીલીંગ્સ માટે કે તેના લવ માટે તન્વીને સમય ન હતો એટલે તે ઉદાસ ચહેરે પોતાના રૂમમા સુતો હતો.થોડી વારમા તન્વી આવી ગઇ અને દોડતી તે રૂતેશના નામની બુમ પાડતી ઘરમા આવી.તન્વી આજે ખુબ જ ખુશ હતી.તેને ડાયમંડ શોપ પરથી ખુબ જ મોટો ઓર્ડર મળ્યો હતો.તેના મમ્મીએ પુછ્યુ તો તેણે કહ્યુ કે ખુશખબરી છે પણ સૌથી પહેલા એ ખુશખબરી હું રૂતેશને કહેવા માંગુ છું.એમ કહી તે રૂતેશના રૂમમા જઇ પહોંચી. ત્યાં જઇ તેણે જોયુ તો રૂતેશ ઉદાસ ચહેરે રૂમમા લાઇટ ઓફ રાખી સુતો હતો. “રૂતેશ શું થયુ છે તને?ઇઝ એવરીથીંગ ઑલ રાઇટ?કેમ આમ અંધારામા સુતો છે?” તન્વીએ પુછ્યુ અને સાથે સાથે લાઇટ ઓન કરી દીધી. “અરે કાંઇ નહી.એ તો જસ્ટ એમ જ હું સુતો હતો.બોલો આજે કેમ આટલા બધા ખુશ દેખાઓ છો?” રૂતેશે પુછ્યુ. “ખુશીની જ વાત છે રૂતેશ.તું સાંભળીશ તો તું પણ ખુશીથી નાચવા કુદવાનુ શરૂ કરીશ.” તન્વીએ ઉત્સાહમા આવી જઇ કહ્યુ. “અરે કહો તો ખબર પડે કે શું વાત છે?” રૂતેશે પોતાની ઉદાસી તેના બનાવટી હાસ્ય પાછળ છુપાવી પુછ્યુ. “આજે હું મીટીંગમા ગઇ હતી ત્યાં મને ડાયમંડ જ્વેલરી બનાવવાનો બહુ મોટો ઓર્ડર મળ્યો છે અને તે લોકો પેમેન્ટ પણ એડવાન્સમા આપવા રેડી છે.પુરા દસ લાખની જ્વેલરી બનાવવાનો ઓર્ડર છે.” તન્વીએ કહ્યુ. “સરસ , અભિનંદન. આ ન્યુઝથી મને પણ આનંદ થયો.કયારે ઓર્ડર મુજબ માલ સપ્લાય કરવાનો છે?” રૂતેશે પુછ્યુ. “તેણે મને એક મહિનાનો સમય આપ્યો છે.આજથી જ આપણે કામ શરૂ કરવું પડશે.મને તારા પર વિશ્વાસ હતો કે તું મને સાથ આપીશ એટલે જ મે કાંઇ પણ વિચાર્યા વિના આ ઓર્ડર માટે હા કહી દીધી.મે યોગ્ય કર્યુ ને?તું મને આ ઓર્ડર પુરો કરવામા હેલ્પ કરીશ ને????” તન્વીએ કહ્યુ. “એ પણ કાંઇ પુછવાની વાત છે?પણ સાચુ કહુ તો આજીવનો ક્યાં કાઇ ભરોસો છે?આ દુનિયા છોડી ક્યારે જવાનુ થઇ જાય એ કોઇને ક્યાં ખબર જ છે?” રૂતેશે જવાબ આપ્યો. “અરે ગાંડા આવુ કેમ બોલે છે?તને તો મારી ઉંમર પણ ભગવાન આપી દે.તું શું કામ આમ નેગેટીવ અભિગમથી આજે વાત કરે છે?” તન્વીને તો ગાર્ડનમા જે બન્યુ તે યાદ પણ ન હતુ અને અતિ ઉત્સાહમા તે બધુ ભુલી રૂતેશ સાથે રૂટીન મુજબ વાત કરી રહી હતી.પણ રૂતેશના મનમા બહુ મોટી હિલચાલ થઇ રહી હતી.

થોડી વાતચીત બન્ને કરતા હતા ત્યાં તન્વીના મમ્મીએ બન્નેને જમવા માટે બોલાવ્યા.તન્વી ઉભી થઇ અને રૂતેશને પણ આવવા કહ્યુ. “મને આજે જમવાની બહુ ઇચ્છા નથી.તમે અને આન્ટી જમી લો.” રૂતેશે કહ્યુ. “અરે રૂતેશ તું પણ હજુ ગાર્ડનની વાત ભુલ્યો નથી? ચલ હવે એ બધુ છોડ અને જમવા ચાલ.” તન્વીએ રૂતેશનો હાથ પકડ્યો અને તેને નીચે લઇ જવા લાગી.રૂતેશનો હાથ પકડી નીચે બળજબરીપુર્વક તેને જમવા ખેંચી ગઇ. જમતા જમતા તેણે તેના મમ્મીને બધી વાત કરી અને પોતાને આવડો મોટો ઓર્ડર મળ્યાની ખુશી વ્યક્ત કરી.તેના મમ્મી પણ આ વાત સાંભળી ખુબ ખુશ થયા.ઘરમા જાણે મોટો ઉત્સવ હોય તેવું વાતાવરણ બની ગયુ હતુ.બધા આજે ખુબ ખુશ હતા સિવાય એક વ્યકિત અને તે હતો રૂતેશ.

ક્રમશઃ