Jivan sandhyano khalipo in Gujarati Short Stories by Haresh Bhatt books and stories PDF | જીવન સંધ્યાનો ખાલીપો

Featured Books
Categories
Share

જીવન સંધ્યાનો ખાલીપો

જીવન સંધ્યાનો ખાલીપો

હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


જીવન સંધ્યાનો ખાલીપો

તમે ક્યારેય ઢળતી સાંજ જોઈ છે...? એક વાર સમય મળે તો જો જો સૂરજઢળતો હોય ત્યારે, પ્રકાશ બહું જ ઓછો થઈ જશે. નહીં કોઈ ઘરની લાઈટ પ્રજવલિતથઈ હોય કે ના રસ્તાઓની લાઈટ થઈ હોય, એ સાંજનો સમય ક્યારેક આંસુઓ છલકાવી જાશે. સવારે સૂરજ ઉગે ત્યારે કેવી મજા હોય છે. સોનેરી કિરણો તમને સ્પર્શવા આવતાહોય અને એ ગમે, પંખીઓ પોતાના માળામાંથી કિલ્લોલ કરતા નીકળે, રોજમદારોજેમ હાથમાં ટિફિન લઈ કામ માટે નીકળી પડે એમજ ઘણા લોકો નીકળે, સખત ચહલ પહલ હોય, અને એ જ સૂરજ જ્યારે ઢળતો હોય ત્યારે પંખીઓ પાછા ફરતા હોય,ત્યારનો એમનો કિલ્લોલ જુદો હોય, ઢળતા સૂરજના કિરણોથી લાલાશ જુદી હોય, ઉડતીધૂળના રજકણોની સુવાસ જુદી હોય, તમારા હૃદયમાં એક ધબકાર એકલતાનો આવે, કોઈક ખાલીપાનો આવે.

ક્યારેક સાંજના સમયે, જીવનની સંધ્યાએ પહોંચેલા વરિષ્ઠ નાગરિકોને બાંકડેબેઠેલા જોયા છે...? કદાચ જોયા હોય તો એમની સાથે વાતોની મજા માણી છે...?યૌવનને યાદ કરતા હોય, એમની વાતોમાં બાળપણ છલકતું હોય અને જો દુઃખતી નસપર હાથ મૂકાઈ ગયો તો એમની વેદનાનો પાર ન હોય, એમની પાસે ઘડી બે ઘડી બેસજોઅને એમની વાતોમાં રસ લેજો એમને બહું જ સારૂ લાગશે. ક્યારેક તમે એમની પ્રશંસા કરજો અને કહેજો કે તમને તો તમારા જીવનમાં ઘણી સફળતાઓ મળી હશે, નિષ્ફળતામળી હશે તો ડગ્યા નહીં હો અને પોતાની દુઃખની લાગણી ક્યારેય છલકાવી નહીં હોય,ત્યારે તેઓ પોતાની વાત શરૂ કરશે અને પૂરી વાત સાંભળજો, વચ્ચેથી વાત કાપશોનહીં, એક સારા શ્રોતાની જેમ, એક વિદ્યાર્થીની જેમ સાંભળજો. એમનું હૈયું ઠલવાશે.એ એકદમ હળવા થઈ જશે અને એ મનોમન તમને આશીર્વાદ આપશે. એ એમનીજીવનની ઢળતી સંધ્યા છે. એ તમને કદાચ કહેશે પણ ખરા કે ’આટલી આટલી વસ્તુ ના કરવી, અને આટલી વસ્તુ જો ના કરી હોય તો જરૂર કરજો’. આ કહેવાના કારણો હોય,એ જ કે જે વસ્તુ કરવાથી એમણે તકલીફો સહન કરી હોય અને જે વસ્તુ ના કરી શક્યાહોય એ વાતનો એમને અફસોસ હોય, એમને જરૂર હોય છે, હૃદયથી સાંત્વનાની,પ્રેમભર્યા બે મીઠા શબ્દોની, સાચી લાગણીની અને કોઈ અપેક્ષા વગરના સહારાની.

ઢળતી ઉંમરે પતિ-પત્ની સાથે જ હોય પણ એમને સ્પર્શની તમન્ના ના હોયકદાચ, ઈચ્છા ના હોય કે સ્પર્શ ગમતો ના હોય પણ તમન્ના હોય સહવાસની, સાથ સંગાથની, સાથે બેસીને સુખ-દુઃખ વહેંચવાની, એકલતામાંથી બહાર આવવાની, અનેજો બેમાંથી એક જતું રહે તો બીજાની હાલતની તો કલ્પના જ ન કરી શકાય. એ એમનીવાત કોને કરે...? ત્યારે સંતાનો જો સમજદાર હોય તો મા કે પિતા સાથે વધુને વધુ સમયગાળે, એમને બહાર ફરવા લઈ જાય એમને ગમતું બધું જ કરે, એ સંતાનો જો ન કરી શકેતો માત્ર એમના હૃદયમાં ધરબાઈ રહેલી, લાગણીઓને ઠલવાવી ના શકે. વયોવૃધ્ધપતિની પત્ની જ્યારે અચાનક જતી રહે તો એની વેદના તો એ પતિ જ સમજે. દિવસરાત સાથે જ બેસતા હોય એક જ રૂમમાં સાથે જ સુતા હોય, વાતો કરતા હોય, એકબીજાનીદવાઓનું ધ્યાન રાખતા હોય અને અચાનક જીવનસાથી ચાલ્યા જાય ત્યારે શું...? પત્નીહંમેશાં ખ્યાલ રાખે પોતાના પતિનો, એને જ ખબર હોય, પતિને ક્યારે શું જોઈએ, એ જનાસ્તાના સમયે ધ્યાન રાખી આપે, સમયસર પૂછી લે તમે દવા લીધી...? લઈ લેજોહોં...? નહીં તો હું આપું, અને યાદ રાખી આપી પણ દે. એ વડીલોને જોઈએ સાથ,જીવનસાથીની સ્વસ્થતા અને સુખાકારી, એ લોકો ક્યારેક કાંઈક સારૂં લખાણ વાંચે તોએમ લાગે કે આ મારી જ વાત લખી છે, અથવા તો હું જે વિચારૂં છું એ જ વાત લખી છેઅને આનંદવિભોર થઈ જાય. ઘણીવાર આખા ઘરમાં દિવસ-રાત એકલા જ હોય,એમણે એમની વરિષ્ઠ નાગરિકોની એક મંડળી બનાવી હોય, અને આનંદ કરતા હોય.

હમણાં જ ગયા સપ્તાહે આ જ ’સંગત’ પૂર્તિના અલિયાબાડાના એક વાચકશ્રીનોફોન આવ્યો હતો કે સરસ વાત લખી છે. જો કે એમનો ફોન અવારનવાર આવતો હોયછે જ્યારે જ્યારે એમને વાત ગમી જાય તો ફોન કરે, ત્યારે આપણને આનંદ થાય કેઆપણે કોઈ વરિષ્ઠ નાગરિકના હૃદયને સ્પર્શી શક્યા, એ લોકો પણ ઘરમાં જ બે જ જણાછે એ લોકો લાગણી કોની સાથે વહેંચે...? પોતે જ કહે કે સીત્તેર વર્ષ થયા, અમે બે જછીએ. અમે બન્ને અમારા સરખે સરખાઓ સાથે જીવનની વાતો વાગોળીયે છીએ.

આવા વડીલોને મેં જોયા છે, ક્યારેક સાંજે જ્યાં વડીલો બેસતા હોય ત્યાં જજો,એકાદ વડીલ સાવ એકલા, વૃક્ષોની વચ્ચે બાંકડા પર બેઠા હશે, ક્યારેક પંખીઓનાકલરવથી ખૂશ થતા હશે, તો ક્યારેક બે પ્રેમીઓને જોઈ પોતાના દિવસો વાગોળતા હશેઅને પછી એકલતા અનુભવી જીવનના ખાલીપાને આંસુઓથી છલકાવી દેતા હશે,ઘરમાં સુખ સુવિધા હોય, પૈસો હોય, પરિવાર હોય છતાં પતિ-પત્ની જીવન સંધ્યાએપહોંચે ત્યારે સહારો તો એમને એક બીજાનો જ હોય, પતિ ક્યારેક વિચારે પત્નીએ મારીજીંદગીમાં મારા કારણે ઘણું સહન કર્યું, ઘણું જતું કર્યું, મારી તકલીફો જોઈ પોતાને ગમતીવસ્તુ એણે ઈચ્છા હોય તોય માંગી નહીં કે અફસોસ ના કર્યો તોય મેં એને શું આપ્યું...?ક્યારેક એકલા બેઠા સૂતેલા કે ટીવી પર મગ્ન થઈ કાર્યક્રમ જોતી પત્નીને જોઈ આંખમાંઆંસુ સાથે બાપા વિચારો કરે, હમણાં જ એક જાહેરખબરમાં જોયું ટીવી પર કે પતિ

જમ્યા પછી દવા લેવાનું ભૂલી ગયા છે તો પાણી અને દવા લઈ દોડતી દાદરા ઉતરીપાછળ આવે છે, આ લાગણી હોય છે ઢળતી સંધ્યાએ જીવન જીવતા વૃધ્ધોની.

ક્યારેક વૃધ્ધાશ્રમમાં જાઓ તો જો જો એ એકલવાયા જીવો સાથે મળી આનંદકરતા હશે, અને રૂમમાં જઈ પતિ-પત્ની એકબીજાએ દવા લીધી...? બરાબર જમ્યા...?પલંગ પાસે પાણી મૂક્યું છે ને...? એમ એકબીજાનો ખ્યાલ રાખતા હશે.

એક જ દુઃખજનક વિચાર એ આવે કે બેમાંથી એક જતું રહે તો બીજાની હાલતશું થાય...? ગરીબ હોય, મધ્યમવર્ગ હોય, કે પૈસાપાત્ર વર્ગ હોય, છતાં વૃધ્ધ પતિપત્ની એકબીજાના સહારા હોય, પતિ-પત્ની સાથે હોય, અને એમાંથી પત્ની સખતબીમાર પડે અને મૃત્યુ પામે એ તો તાજેતરમાં જ નજરે જોયું છે, એ પળો યાદ કરીએ અનેઆપણી આંખો આંસુઓથી છલકાઈ જાય, અમારા એક મિત્રના માતા-પિતા બન્ને મજાનાસ્વભાવના, આપણે મળીયે ત્યારે આપણા પરિવારના બધાના ખબર પૂછી લે, બન્નેનેસાથે જ બેઠેલા જોયા છે, અમે પ્રેમથી પપ્પાજી અને મમ્મીજી જ કહીયે, પપ્પાજીનીતબિયત નરમ-ગરમ રહ્યા કરે, એ નિયમિત દવા લે, મમ્મીજી જ યાદ કરાવે, સંતાનોનેપપ્પાજીની તબિયતની ચિંતા હતી અને એ જ સમયમાં મમ્મીજીની તબિયત એકદમલથડી ગઈ, હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, ઘણા દિવસ પછી મમ્મીજીએ જીવનલીલાસંકેલી લીધી, મમ્મીજી હોસ્પિટલમાં હતા ત્યારે પપ્પાજીએ ઘણી વાતો કરી, અમે આમકરતા, તેમ કરતા, આમ અમારૂં જીવન હતું, એણે મને ક્યારેય કશું નથી કહ્યું, વગેરેઘણું... પણ મમ્મીજીના ગયા પછી એમની મનની સ્થિતિ ચહેરા પર દેખાઈ આવે, એદિવસે ખબર પડી કે જે નિયમિત દવા લેતા હતા એ ઘણા દિવસથી ખલાસ થઈ ગયેલી,પણ બોલતા જ નહોતા એમનો જીવ તો એમની અર્ધાંગિનીમાં હતો, એમને એમ લાગવામાંડ્યું કે શું જરૂર છે...? એમની આંખમાં, નજીક બેઠા હોવાને કારણે, મેં કડવા આંસુજોયા છે પણ એમણે કોઈ સામે પોતાની વેદના દેખાડી નથી, સંતાનો સમજે છે, એમનેસાચવે છે, પણ મમ્મીજીની ખોટ તો કોણ પૂરે...? કદાચ બંધ બારણે પડખું ફેરવીખાલીપો જોઈ આંસુ સારી લેતા હશે, ભલે બધું જ સુખ છે, સંતાનો, સરસ સાચવે છે પણ એ ખાલીપો ના પૂરાય તે ના જ પૂરાય.

આ સૌ યુવાનો માટે વાત છે કે વડીલોને માન આપો, એમની સાથે પ્રેમથીવર્તો અને દુઃખ લાગશે તો એ બોલશે નહીં પણ હૃદયને ભાર લાગશે, એમના માટે થોડોસમય રોજ કાઢો, તમારા મા-બાપ હોય તો એમને બહાર લઈ જાઓ, જેમ પરિવારસાથે બહાર જાઓ છો એમ ક્યારેક એમને ગમતા સ્થળે લઈ જાઓ, અને જો મા-બાપના હોય તો અન્ય વડીલો સાથે સમય ગાળો. કદાચ એવા વડીલો પણ હશે જેમનાસંતાનો ક્યાંક દૂર હશે અથવા તો સંતાનો જ નહીં, એમને બહું જ સારૂ લાગશે.

એ સૌ વડીલોની જીવન સંધ્યાએ કંઈક ખાલીપો હશે, કંઈક વેદના હશે, પોતાનીવાતો લોકો સાથે માણવી હશે, તો એનો સહારો બનજો, તમે વાહન લઈને જતા હો નેકોઈક વડીલ માંડ માંડ ચાલતા જતા હોય તો પૂછજો, તમને ક્યાંય મૂકી દઉં...? તો એમને ગમશે, આ સૌ વડીલોને પૈસાનો મોહ નહીં હોય પ્રેમનો મોહ હશે, લાગણી જોતીહશે, બે પ્રેમના શબ્દો સાંભળવા હશે, જીવનના ખાલીપામાં ખૂશીઓ ભરવી હશે, યુવાનો, તમારો પણ ક્યારેક આ સમય આવશે, આજે તમે એમને સાચવશો તો કાલકોક તમને સાચવશે, જીવનમાં સૌથી તકલીફદાયક હોય છે, જીવનની ઢળતી સંધ્યાનોખાલીપો, એ સૌના ખાલીપામાં ઉજાશ ફેલાવો, બસ પ્રેમ આપીને...