મોડર્ન ગીતા !
લેખક વિશે ,
અઢળક પ્રેમ મળે એવી ઈચ્છા રાખતો અને જીવન પ્રત્યે પોતાની અલગ જ વિચારસરણી દાખવતો અને થોડો સ્માર્ટ દેખાતો ૨૦ વર્ષ નો યુવાન એટલે હું , જીતેન્દ્ર પટેલ .
ભગવાન નો ખુબ આભાર માનું છું આ જીવન આપવા માટે .હું મોજ શોખ વગર ચલાવી શકું
છું, એક રીતે સંતૃપ્ત માણસ છું એટલે હમેશા
જેને જરૂર હોય એને આપજો એવી જ પ્રાર્થના
રોજે પ્રભુ ને કરું છું .
‘મોડર્ન ગીતા' માં જીવન માં આવતા દરેક પડાવ ને હું કઈ રીતે સમજુ છું એનો દાખલો મુકેલો છે.
આપના અનુભવો અને પ્રતિભાવો જાણવાની ઈચ્છા રહેશે.
દુનિયા દરિયો છે
એક સંજોગે ઝાકળ ના બિંદુ પણ પાન ઉપર અમુક થી વધુ સંખ્યા માં ટકી શકતા નથી અને છેવટે ભેગા મળી ને પાંદડા પર થી ઢળી પડે છે તો હે માણસ તું તો પાંચ ફુટ નો મહાકાય જીવ છે આટલી નાનકડી પણ મોટા અર્થ વાળી વાત ને સમજી લે .
7.2 બિલિયન વસ્તી ધરાવતા આ જગત માં તું ક્યાં છે એ તો જાણી લેજે.તારા મોટા સપના ઓ કે નાની અચિવમેન્ટ ના થકી જો તું જગ જીતવાની વાત કરતો હોય તો જરા થોભી જજે .
હું તને હાર માની લેવાનું નથી કહેતો પણ જે આધાર ને તું સીડી સમજી ને આગળ વધી રહ્યો છે એને તું એક હજાર વાર નીરખી લેજે.મને તારી ચિંતા છે કે કદાચ તને આગળ જઈ ને તારી કિંમત સમજાય કે તું કેટલા પાણી માં છે ત્યારે ભાંગી ના પડે એટલે તને અત્યારથી ચેતવું છું.
હું તને તારી કિંમત ઓછી આંકવાનું નથી કહેતો પણ સ્વાભિમાન માં તું ક્યાંક વધારે કિંમત આંકિશ તો કદાચ વેચાઇશ નહિ .
સપના જોવા એમાં કઈ ખોટું નથી , સપના જોવા એતો મહાનતા નું કામ છે.કેમ કે અમુક કાયરો તો એ પણ નથી કરી શકતા . જયારે કોઈ વ્યક્તિ ખુલી આંખે સપના જુવે તો એને શેખ ચીંલ્લી કહેવામાં આવે છે પણ એ વાત પણ એટલી જ સાચી છે કે શેખ ચિલ્લી ના વિચાર ધરાવતો જ કઇક કરી શકે છે.
હા પણ એનો અર્થ એ નથી કે તમે સપના જુઓ છો તો તમે સફળ છો .કેહવાય છે ને કુછ લોગ સોચ મેં જિંદગી બીતા દેતે હે ઔર કુછ લોગ કર કે દિખાતે હે.
પણ આનું કોઈ આદર્શ માપદંડ નથી એટલે મોટા ભાગે એમાં અસમંજસ ની સ્થિતિ ઉભી થઇ જાય છે.
અને એના કારણે જ માનવી પોતાની વિચારધારાના બનાવી લે છે .પણ એ નથી જાણતો કે દુનિયા દરિયો છે.જેને એ સફળતા માને છે કદાચ એ સફળતા છે જ નહિ.
આ વાત ને એક સાચા ઉદાહરણ થી સમજવા નો પ્રયત્ન કરીએ .
ભારતીય ક્રિકેટ જગત માં ઘણા ક્રિકેટર આવ્યા , સારું કરિયર બનાવ્યું , સારી સ્ટારડમ મેળવી અને ખોવાઈ પણ ગયા પણ કેમ સચિન તેંડુલકર નામ ના વ્યક્તિ ને ક્રિકેટ ના સમાનાર્થી તરીકે સ્વીકારવામાં આવ્યો?
આનો જવાબ છે સ્ટારડમ આવ્યા પછી પણ રોજ ના 8 કલાક ની પ્રેકટીસ .હા , સફળતા ના દરેક શિખરો પર કરતો ગયો પણ એની ખંત માં સંતૃપ્તતા આવી નહોતી.
કહેવાનો પર્યાય એક જ છે કે જીવન માં નાની મોટી સફળતા આવે તો એને પગથિયાં બનાવવા જોઈએ , નહિ કે અભિમાન નું બીજ.
આજ નો યુવાન સફળ નથી , બે ત્રણ ફિલ્ડ બદલાવી દે છે તો પણ કઈ પામતો નથી કેમ ?
કેમ કે આજ ના યુવાન ને સફળ થવું એટલે સ્વીચ પાડી ને બલ્બ ચાલુ કરવા જેટલું સહેલું છે એમ લાગે છે .
કોઈ પણ ફિલ્ડ માં જાય એટલે શરૂઆત માં બધું સરળ અને મજા આવે એવું લાગે પણ જયારે ખરેખર શીખવાનો વારો આવે તો મગજ કામ નથી કરતુ અને પ્રયત્ન કરવાને બદલે પીછે હઠ કરી લે છે અને બીજું કંઈક સહેલું શોધવા લાગે છે .
આમ ને આમ સમય વીતતો જાય છે અને છેવટે કંઇજ પામતો નથી.
અને આજ સ્ટેજ માં , આ કરી લઉ પેલું કરી લઉ એમ બધું જ મેળવવા નો વિચાર આવે છે પણ એ નથી જાણતો કે દુનિયા દરિયો છે.
ગમે તેટલો મોટો ખોબો ધરીશ તોય દરિયો તો નઇ જ મળે .આમ જે છે એ પણ રગડી જાય એના કરતા એનો ઉપયોગ કરતા શિખજે.
જો તારે કઈ નથી કરવું તો જીવન બહુ લાંબુ છે અને જો કઈંક કરવું છે તો જીવન બહુ ટૂંકું છે.
એટલે વિચારવા માં ટાઈમ પાસ ના કરીશ બધું તો આમેય નઈ મળે કેમ કે દુનિયા દરિયો છે.
દરેક પડાવ માં તારી જ જીત થાય એવી આશા ના રાખતો કેમ કે એવું થશે તો જયારે હારીશ તો વધારે દુઃખ થશે .
મકાન ચણાય ત્યારે જો અંદર પોલાણ રહી ગયું હોય તો ઊંચી ને ઊંચી ઇમારતો બાંધવાનો શો અર્થ ? કેમ કે નક્કી જ છે કે એ પડી જવાનું છે !
કેહવાનો અર્થ એજ કે જે પણ કરે એને પૂરો ન્યાય આપજે , નહિ તો સમય અને શક્તિ વેડફવા ની મૂર્ખામી ના કરતો .
જીવન માં બધા ને બધું નથી મળવાનું એ નક્કી જ છે કેમ કે દુનિયા દરિયો છે તો પછી જે છે જેની અવગણના કેમ કરે છે ?
આ દુનિયા માં તારા જેવા ઘણા છે તો એમના માટે પણ કંઈક બાકી રાખ ! કોઈ પણ સંસ્થા ને ચાલવા માટે પણ એક ટીમ ની જરૂર હોય છે , એકલો મલિક જ બધો નફો લણી લેવા માંગતો હોય તો સંસ્થા ના ચાલે છેવટે નિષ્ફળતા સિવાય કશું જ હાથ ના લાગે .
કદાચ દુનિયા ના બીજા છેડે તારા જેટલા જ વલખા બીજું કોઈ પણ મારી રહ્યું છે તો એનું પણ વિચારજે કેમ કે છેલ્લે દુનિયા દરિયો છે.
પરંતુ ખાસ સંતોષ અને આળસ બંને વચ્ચે નો ભેદ રાખજે એ તું જાણી લઈશ તો સફળ થવું અને સફળ થઇ ને ટકી પણ રહેવું બંને મળશે.
અને જો આળસ થી દૂર જ રેહવું હોય તો ક્યારેય જીવન માં ગોલ કે સક્સેસ પોઇન્ટ બનાવતો જ નઈ , કેમ કે જો કોઈ ગોલ રાખ્યો હશે તો એ મળ્યા પછી તું saturation ( સંતૃપ્પતા) ની અવસ્થા માં આવી જઈશ અને આળસ નો શિકાર બનીશ.
તારા માં અપાર શક્તિ છે પણ એને તારા પર હાવી ના થવા દેતો અને ઘસાઈ પણ ના જાવા દેતો.
બસ , સફળતા ના રસ્તા ને એક મુસાફરી જ માનજે સફળ થવું ના થવું એ પછી ની વાત છે ,
ગાઈડ ની જરૂર પડે તો અનુભવ ને સાથે રાખજે , ગુસ્સો આવે ક્યારેય તો અરીસો જોડે રાખજે ,
પ્રેમ ની જરૂર હોય તો પ્રકૃતિ ને નિહાળજે,જરૂર પડે તો તારા વિચારો પણ બદલવા પડે તો બદલી નાખજે.
વિજયી ભવ! સદબુદ્ધિ ભવ!
– જીતેન્દ્ર પટેલ.
*****************************
તમારા અભિપ્રાય નીચે આપેલાં કોઈ પણ માધ્યમ દ્વારા મોકલજો। અને ના ફાવે તો છેવટે મોબાઈલ પર મેસેજ મોક્લી ને નોવેલ ને મદદ રૂપ થઇ શકો છો.
Jitendra.officially@facebook.com
jitendraking7@gmail.com
whatsapp : 9408690896
matrubharti comment box.
તમારા વિચાર જાણવા તત્પર જીતેન્દ્ર પટેલ.