Vansh Gujarati Kathakadi - 11 in Gujarati Fiction Stories by Shabdavkash books and stories PDF | વંશ - ગુજરાતી કથાકડી - 11

Featured Books
  • कोन थी वो?

    वो इक खाब है या हकीकत ये लफ्जों में बयान ना कर सकता है पता न...

  • क से कुत्ते

    हर कुत्ते का दिन आता है, ये कहावत पुरानी है,हर कोई न्याय पात...

  • दिल से दिल तक- 7

    (part-7)अब राहुल भी चिड़चिड़ा सा होने लगा था. एक तो आभा की ब...

  • Venom Mafiya - 1

    पुणे की सड़कों पर रात की ठंडी हवा चल रही थी। चारों ओर सन्नाटा...

  • बारिश की बूंदें और वो - भाग 6

    तकरार एक दिन, आदित्य ने स्नेहा से गंभीरता से कहा, "क्या हम इ...

Categories
Share

વંશ - ગુજરાતી કથાકડી - 11

કથા કડી ૧૧

લીમ્કા બુકમાં સ્થાન મેળવનાર અનોખો વિચાર


લેખકો માટે નિયમો :

૧. વાર્તાને અનુરૂપ પ્લોટ અને સરળ , શુદ્ધ ભાષાવાળી કડી પસંદ કરવામાં આવશે.
૨. વાર્તાને અનુરૂપ જરૂરી ફેરફાર ટીમ કરશે. પણ લેખકના નામે જ વાર્તા પ્રગટ થશે.
3. વાર્તા પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર ટીમનો રહેશે.
૪. વાર્તા ન પસંદ કરવાના કારણો આપવામાં નહી આવે.
૫. વાર્તા પસંદ ન થાય તો આગલી કડી લખી શકાય.
૬. પસંદ પામેલ લેખક એકથી વધુ વખત કડી લખી ન શકે
૭. દરેક કડી ઓછામાં ઓછી ૧૦૦૦ શબ્દની હોય એ અપેક્ષિત છે .
૮. પસંદગી અંગેના કોઈ સવાલનો જવાબ આપવામાં આવશે નહી.
૯ . વાર્તાની કડી વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરી મોકલવાની રહેશે.
૧૦ . લેખકોએ પોતાની કડી kathakadi.online@gmail.com પર મોકલવી.
૧૧ .ટીમને પ્રાપ્ત પ્રથમ ૨૫ કડીઓમાંથી માન્ય ગણવામાં આવશે અને તેમાંથી જ સર્વ-શ્રેષ્ઠ કડીને વિજેતા
જાહેર કરી વાર્તામાં કાયમી સ્થાન આપવામાં આવશે,
૧૨ .આ કડી સાથે આગલી કડીના મુદ્દાઓ આપ્યા છે તેને અનુસરીને જ પછીના અઠવાડિયાની કડી લખવાની
રહેશે
૧3 .જેની કડી ટીમ દ્વારા પસંદ કરવામાં આવશે તે વિજેતા લેખકને માતૃભારતી ૫૦૦ રૂનો પુરસ્કાર આપશે .


આ ઘરમાં જે તેનો એક માત્ર મિત્ર હતો એ ફોન પણ હવે મીના પાસે રહ્યો ના હતો. તેથી મીના ફોન વગર જળ વિનાની માછલીની જેમ તરફડી રહી હતી. એના સંપકઁના તાર બધી બાજુએથી તૂટી ગયા હતા. અયાન સાથે વાત કર્યા વગર એને ચેન પડતુ ન હતુ. એ તક જ શોધતી હતી કે કઈ રીતે કોઈ પણ રીતે એને વાત કરવા ફોન મળે.
અયાનની પોતાની પણ એ જ હાલત હતી. જે રીતે આશુ મીનાને અહી થી લઇ ગયો પછી તેણે મીનાને હાની તો નહિ પહોચાડી હોય એવા કેટલાય કેટલાય વિચારોના ઘોડાપૂર તેના મનમાં દોડતા હતાં. આવા સમયે અશુભ વિચારો મનમાં આવે એ સ્વાભાવિક છે. એની ફોનમાં વાગતી દરેક રીંગ એના માટે એક આશા જ હતી કે મીનાનો ફોન હશે. એક મિનિટ માટે પણ એ ફોનને પોતાનાથી દૂર કરતો ન હતો.
ચૂંટણી નજીક હૌવાથી આશુતોષ વ્યસ્ત રહેતો હતો. આ બરાબર મોકો હતો અયાન સાથે વાત કરવાનો. લગભગ રાતના ૧૦ વાગ્યા હશે. મીનાએ નાટક શરુ કયુઁ , બા’સા મારુ મન બહુ જ ભારે લાગે છે. સવારથી જ આશુતોષને લઈને ચિંતા થાય છે. હુ જરા એમને ફોન કરીને આવું. બા’સા તરત જ માની ગયા.
અચાનક બા’સા ને શું સૂઝયું કે તરત જ એમને મીનાને રોકી ઉભી રહે. આવી હાલતમાં એકલી બહાર ન જઈશ હુ તારી સાથે આવુ છું. બાજુમાં સોનીને ત્યાંથી જ ફોન કરી લે કારણ કે મારા ફોનમાં તો અવાજ જ નથી આવતો.
મીના પાસે બા’સા ની વાત માનવા સિવાય કોઈ રસ્તો ન હતો. તેણે તરત જ હા પાડી દીધી. એની ઝડપ જોઈને બા’સા તો મનમાં ખુશ થઈને ઓવારણા લેવા લાગ્યા.
બા’સા સાથે હોવાથી મીના વધારે વાત તો ન કરી શકી પણ અયાનને શાનમાં સમજાવી દીધુ કે, એ અને બાળક મજામાં છે. તેની ફિકર કરવી નહિ અને બા’સાનું ધ્યાન થોડીવાર બીજે જતા એ પણ કહી દીધું કે થોડા દિવસ હમણાં કોન્ટેક્ટ નહી થઇ શકે તો ચિંતા ના કરે, બા’સાનું ફરી ધ્યાન જતાં પહેલાં જ જલ્દી મળીએ એટલું કહી ફોન કાપી નાખ્યો અને બા’સા હજુ વાતોમાં અટવાયેલા જોઈ આશુતોષને સાચે ફોન લગાવી દીધો જેથી બા’સા કદાચ આશુને પૂછે તો તે પકડાઈ નાં જાય. સામેથી ફોન ઉપડતા તે એટલું જ બોલી કે “બા’સા ચિંતા કરે છે ક્યારે આવો છો?”. “કામ કરવા દે અને ફોન મુક” સામેથી આટલું બોલી ફોન કટ થઇ ગયો.
બીજી બાજુ બધુ નોર્મલ થવા લાગ્યુ. મીના અને બા’સા પોતપોતાના કામમાં લાગી ગયા. મીના થોડુ થોડુ કામ કરી લેતી હતી. હવે મીનાને છઠો મહીનો બેસી ગયો હતો. બા’સા એ મીનાને ગોદભરાઈની તૈયારીઓ કરવાનુ કહી દીધુ. બા’સા ના કહેવાથી શનિવારનો દિવસ નકકી કરવામાં આવયો. આખા ગામમાં આમંઞણ આપવામાં આવ્યું.
બા’સા એ પણ આશુતોષને થોડા દિવસ ચૂંટણીના કામોથી દૂર રહેવાનુ અને વહુ પર ધ્યાન આપવાનો હુકમ કયૉ. તેના આરામની જવાબદારી આપવામાં આવી.
ચૂંટણીતો વારે ઘડીએ આવયા કરે પણ ગોદભરાઈ જેવા પ્ંસગો વારે ઘડીયે ન આવે. બેટા જે બધી બાજુઓને સંભાળીને ચાલે એ જ સાચો મુખ્યા છે. જયારે છેલ્લા મહિનાઓ જતા હોય ત્યારે મૂડમાં ફેરફાર થયા કરે. તો વહુનુ વધુ ધ્યાન રાખવુ પડશે. બા’સા એ સમજાવ્યુ.
હા વાત તો સાચી છે. બીજાનો દીકરો અને સીમંત મારી ઘરે એ વારે ઘડીયે તો ન જ બને. આશુતોષ મનમાં બબડયો બા’સા તુ બહુ ભોળી છે તને કયાં કશી જાણ છે? આ બધી વાતો મનમાં ડબાવીને આશુતોષ માઞ ભલે એટલુ જ બોલી શકયો.
બા’સા તો ઉત્સાહપૂવઁક કામે લાગી ગયા. દિવસો જતા કયાં વાર લાગે છે? ઘરમાં જાતજાતની મિઠાઈઓ બનવા લાગી. જોતજોતામાં શનિવાર પણ આવી ગયો. ગામનાં મુખીની વહુની રસમ હોય એટલે ઠાઠમાઠમાં કોઈ આછીપાણી તો જોવા જ ન મળે. ધૂમધામ તો હોય જ ને.
એક પછી એક મહેમાન આવવા લાગ્યાં આ બધી જ રસમ માં આશુતોષ ન છૂટકે જ ભાગ લેતો હતો. ગોદભરાઈમાં દિયર ભાભીના ગાલ પર લાફો મારવાનો રિવાજ હોય છે. આશુતોષને એટલો ગુસ્સો આવતો હતો કે બોલી ઉઠ્યો કે “દિયર જ કેમ લાફો મારે બા ? આ હક તો પતિને જ હોવો જોઈએ.” “ભાઈ ચિંતા ન કરો જોરથી નહી મારુ ભાભીને. Don't worry.” તેના ભાઈ એ કહ્યું. વાતાવરણમાં હાસ્ય ફેલાઈ ગયુ.
જમાનો ભલે બદલાઈ જાય પણ લાગણીઓ ના બદલી શકાય. એક પુરુષના અહમમાં બદલાવ ન લાવી શકાય. આશુતોષ ભલે પિતા બનવા સક્ષમ ના હતો પણ આખરે હતી તો પુરુષ જાત જ ને.
તેણે યુ્કિત શોધી કાઢી ભલે પાંચમાં મહિનામાં મીના અને તેનો ગભઁ બચી ગયા હોય પરંતુ આ વખતે તો મોતનો ઘાટ ઉતારી જ દેશે. ત્રણેયને સાથે જ મોતનો ઘાટ ઉતારી દેશે . આશુતોષે અયાન વિશે માહિતી એકત્રિત કરી લીધી. એક માં જ ઘરમા છે. બાકી પરિવાર નાનો છે. સાંજે ક્રિકેટ રમવાની આદત છે.
તેણે વિચાયુઁ હુ મીનાને છુટો દોર આપી દઉં. એ એના પિયર જાય ત્યારે જ એનો કાંડ સામે લાઇ દઉ અને ત્યારે એને હંમેશા માટે આ દુનિયામાંથી મુકિત અપાવી દઈશ઼. આશુતોષે છૂપુ હાસ્ય વેયુઁ. મારી ગમે એટલી બીક લાગતી હોય પણ એનો પ્રેમ એને ચોકકસ ભૂલ કરાવશે જ. એના પાણીમાં સોડિયમ નાખીને ધડાકો કરવાની યોજના બનાવી લીધી. સાબુનો ટૂકડો અને સોડિયમ સરખા જ લાગે સાબુની જગ્યા પર સોડિયમ ઉઠાવશે અને ભૂ...ભૂ.... ના વાંસ રહે ના વાંસળી વાગે. દુનિયાને લાગશે કે વાસણ ઘસતા મરી ગઈ. પરંતુ આ બધી બાબતો પર વિચાર કરતાં તેને લાગ્યું કે અત્યારે કઈ પણ કરવા જેવું નથી, અને જો આવું કઈ કરવું પણ હોય તો કોઈ સાથીદાર જોઈએ એવો સાથી જે હમેશ પોતાનું મોઢું બંધ જ રાખે.

લગભગ ઞણેક દિવસ પછી રોજની જેમ સવારે આશુતોષ ચા પીતા પીતા પેપર વાચતો હતો.ત્યારે જ તેના મોબાઈલની રીંગ વાગી ઉઠી. સામેથી અવાજ આવ્યો
“હેલો, ક્યા મેં આશુતોષ સે બાત કર રહા હું?”
જી, બોલ રહા હું, આપ કૌન?
“અબે, સાલે મેં ડો. બાશિત બોલ રહા હું”
“અબે, ક્યા બાત કર રહા હૈ? એ ઇન્ડિયા કા નમ્બર હૈ તુ ઇન્ડિયા કબ આયા?”
“અરે મેં એક સેમીનાર અટેન્ડ કરને આયા થા, તુમ ભી આઓ યાર શામ કો સેમીનાર ખત્મ હોને કે બાદ મિલતે હૈ. ભાભીજી કો ભી સાથમે લેકર કે આના, તેરે ગાવ કે પાસ હી કે શહેર મૈ હૈ, મૈ મેસેજ ભેજતા હું એડ્રેસ.. અભી રખતા હું બહોત કામ હૈ શામ કો મિલતે હૈ.” આટલું કહી બાશિતે ફોન મુક્યો પણ આશુતો આ સમાચાર જાણી ખુબ ખુશ થયો કે આજે ઘણા વર્ષે તેના મિત્રને મળશે.
પણ, આશુતોષ મીનાને કઈ રીતે પોતાની સાથે લઈ જાય? ડાઁ બાશીતને શું જવાબ આપે? આ બધા સવાલોથી બચવા તેણે એકલું જવાનુ વિચાર્યું.
સેમીનાર પૂરો થઈ ગયા પછી ડાઁ બાશિત અને આશુતોષ એકબીજાને ગળે જ વળગી પડ્યા. થોડીવાર બાદ તરત જ બાશિતે નોધ્યું કે આશુતો એકલો આવ્યો છે તેથી તેણે મીનાની ગેરહાજરીનું કારણ પૂછ્યું પણ આશુતોષે સવાલ મજાકમાં ઉડાવી દીધો.
બન્ને મિત્રોએ વર્ષો જૂની કેટલીય વાતો કરી છતાં વાતો ખૂટી જ નહિ તેથી બાશિતે સજેશન આપ્યું કે “ચલો દોસ્ત, ફિરસે પુરાની યાદે તાઝા કરતે હૈ, રાત કે અંધેરેમે ટેરેસ પે બૈઠકે બાતે કરતે હૈ, તુમ્હારે ઘર પે હી ચલતે હૈ મુજે અંકલ આંટી સે ભી મિલના હૈ..”
“ક્યા ટાઇમ યાદ દિલા દિયા યાર, ચલ ઘર ચલતે હૈ” આશુતોષને પણ કોઈ જોઈતું હતું પોતાના દિલની વેદના ઠાલવવા.
ઘરે જઈને બા’સા સાથે ઓળખાણ કરાવ્યા બાદ મીના મળે એ પહેલા જ અંદર લઈ જતો હતો પણ બા’સાએ બાફી માર્યું, અરે મારી મીનાને તો મળો એમ કહીને બા’સાએ મીના સાથે ઓળખાણ કરાવી,અને મીનાનું શરીર જોઈ બાશિત સમજી ગયો કે આશુ શા માટે મીના ને ના લાવ્યો અને એ સાંજ થી કેમ ઓરીજીનલ મુડમાં નથી આવતો.
તેથી પરિસ્થિતિ સમજી ડાઁ બાશિતે અત્યારે ચુપ રહેવું પસંદ કર્યું અને આશુને ફોલો કરી અગાસી પર પહોંચી ગયો . અગાસી પર સાથે દારૂની મહેફિલ પણ જામે છે. આશુતોષ ગુસ્સામાં થોડી વધારે પી લે છે. અને ડાઁકટર સામે બોલવાનુ ચાલુ કરે છે. "સાત સાત મહિના થઈ ગયા છે, આ બીજાનુ ગંદુ લોહી મારા ઘરમાં છે. હુ આવા ગંદા લોહીને મારા કુળમાં જન્મ નહીં લેવા દઉં. એ બાળક જન્મ લે એ પહેલા જ એને મુકિત અપાઈ દઈશ.”
બાશિતે ઘણું સમજાવ્યું પણ એ માત્ર એક જ રટણ કરી રહ્યો હતો કે હુ તેને મારી નાખીશ, નહી જીવવા દઉ. આટલુ બોલીને નાના બાળકની જેમ ચોંધાર આંશુ એ રડી પડ્યો.
એનો નશો ઉતરવાની રાહ જોતા આખી રાત એના માથે હાથ ફેરવતા બેસી રહ્યો. આ વખતે બાશિતે વિચાર્યું કે એ એક ડોકટર છે એટલે જાન લેવાની સલાહ તો કયારેય ન આપે. પણ આશુતોષના મિત્ર હોવાથી એના પર શું ગુજરતી હશે એ સમજી શકતા હતાં. તેણે મનમાં તરત જ નિઁણય કરી લીધો કે મિત્રને શક્ય તેટલી મદદ કરશે...
- હર્ષિલ શાહ..


કડી ૧૨ના મુદ્દા

ખોળો ભરાવાનો ભવ્ય જમણવાર
(જાહેર થયા પછી એને બાળક સ્વીકાર્યે જ છુટકો)

-સોનીનો બફાટ-અયાન સાથે વાતનો ઘટસ્ફોટ

-દારૂની પેટીઓનો કેસ બનાવવો... અયાન અંદર


લીમ્કા બુકમાં સ્થાન મેળવનાર અનોખો વિચાર