કંદર્પ પટેલ
+919687515557
Work @Navajivan Trust
વાત્સ્યાયનરચિત
કામસૂત્ર
અધિકરણ-૭
(ઔપનિષદિક)
-: અનુક્રમણિકા :-
વશીકરણ તથા સૌંદર્યના પ્રયોગો
વાજીકરણ પ્રયોગો
નપુંસકતા નિવારણના પ્રયોગો
સંતાનપ્રાપ્તિના પ્રયોગો
વશીકરણ અને સૌંદર્યના પ્રયોગો
વાત્સ્યાયન ઋષિ કહે છે કે, કામશાસ્ત્ર અને તેની દરેક સહાયક વિદ્યાનું વર્ણન આગળના અધિકરણોમાં થઇ ચુક્યું છે. આ પ્રકરણમાં વર્ણવેલા ઉપાયો કોઈ સુયોગ્ય વેદ, અનુભવી કે પછી કોઈ નિષ્ણાંતની સંમતિ વગર ઉપયોગમાં ન લેવા. અમુક ને કોઈ એક ઔષધ ગુણકારી નીવડે છે તો બીજાને જે-તે ઔષધ હાનિકારક નીવડે છે. શરીરની પ્રકૃતિ મુજબ જ ઔષધ કામ આપે છે.
સ્ત્રીઓ અને સૌંદર્ય :-
પ્રાચીન સમયથી સ્ત્રી પોતાના સૌંદર્યનું અભિમાન કરતી આવી છે. સંસારની સર્વ સ્ત્રીઓ માટે સૌંદર્યને ખૂબ જ મહત્વનું ગણ્યું છે. જે દિવસથી સ્ત્રી પોતાનું રૂપ ગુમાવી બેસે છે તે દિનથી તેને માટે ધ્રુણા, નિંદા અને અવહેલનાની વસ્તુ બની જાય છે.
સ્ત્રીઓનું અંગસૌંદર્ય :-
સ્ત્રી સૌંદર્યના વિદ્વાનોએ સ્ત્રીઓના રૂપ – સૌંદર્ય માટે પોતાનો મત નીચે મુજબ પ્રદર્શિત કર્યો છે. એ કથન મુજબ,
નેત્ર
દંતપંક્તિ
નખ
ચહેરાની કાંતિ
સ્ત્રીના આ શરીરના ચાર ભાગ ઉજ્જવળ, શ્વેત વર્ણના હોવા જોઈએ.
વાળ
પાંપણ
ભૂકુટી
આંખની કીકીઓ
આ ચાર શ્યામ વર્ણના હોવા જોઈએ.
ગાલ
જીભ
કપાળ
હોઠ
આ ચાર રક્ત વર્ણના હોવા જોઈએ.
મસ્તક
આંગળીઓનો અગ્રભાગ
પગની એડીઓ
બાહુ પ્રદેશ
આ ચાર ગોળ અને સમાન હોવા જોઈએ.
નેત્ર
મસ્તક
ભ્રમરો
આંગળીઓ
આ ચાર લાંબા હોવા જોઈએ.
નિતંબ
ગ્રીવા
ઘૂંટી
જાંઘ
આ ચાર મોટા હોવા જોઈએ.
મસ્તક
નેત્ર
સ્તન
સ્કંધ
આ ચાર વિશાળ હોવા જોઈએ.
સૌંદર્યના મુખ્ય ત્રણ અંગો :-
બાહ્ય સૌંદર્ય
આંતરિક સૌંદર્ય
વ્યવહારિક સૌંદર્ય
સ્ત્રીઓનો સોળ શૃંગાર :-
તેલ, અત્તર વગેરે સુગંધિત પદાર્થો
વસ્ત્ર
કુમકુમ
કાજળ
કાનમાં કુંડળ
નાકમાં મોતીની વાળી
ગળાનો હાર
કેશગૂંફન
ફૂલોના આભૂષણ
સિંદૂર
શરીરમાં ચંદન, કેસરનો લેપ
આંગળીઓ અને હાથ પર મહેંદીની સજાવટ
પાન તાંબૂલ
કમરમેખલા
હાથમાં કંકણ
રત્નજડિત આભૂષણો
સુંદરતા મેળવવા માટેના પ્રયોગો :-
તલ, સરસવ, હળદર, દારુ, કૂઠ તેનું મિશ્રણ દેહ પર લગાડવાથી શરીરની ક્રાંતિ સુવર્ણની આભાની જેમ પ્રકાશિત થાય છે.
લીંબડો, અમલતાસ, દાડમ, શિરીષ અને લોધ્ર એ વૃક્ષોની છાલ એક કરી તેનું હળદરમાં મિશ્રણ કરવામાં આવે અને તે મિશ્રણનો લેપ મુખ પર કરવામાં આવે તો સ્ત્રીઓના સૌંદર્યની વૃદ્ધિ થાય છે.
કાળા તલ, કાળું જીરું, પીળા સરસવ અને જીરું એ બધાને સમભાગે લઇ, દૂધમાં કાલવીને જો તેનો લેપ કરવામાં આવે તો શરીર અત્યંત સુંદર બની જાય છે.
છોડા વગરના જવનું ચૂર્ણ, યષ્ઠી, સફેદ સરસવ અને લોધ્રની છાલ મેળવીને તેનું માલિશ કરવામાં આવે તો સ્ત્રીઓના મુખની કાંતિ ઉત્તમ અને સુવર્ણના જેવી પ્રકાશમાન કરે છે.
વડના પાકેલા પાન, કચનાર, મૂલહઠી, સુગંધલતા, કમળ સહદેવી, શ્વેત ચંદન, લાહી, કાકુ અને લોધ્રની છાલને સરખા ભાગે લઇ પાણીમાં વાટી વિલાસીની સ્ત્રીઓ તેનો લેપ કરે તો એમની મુખકાંતિ શરતચંદ્રને તિરસ્કૃત કરે છે. તેમનું મુખ કમળના જેવું પ્રકાશમાન થાય છે.
શ્વેતચંદન, કુમકુમ, પુષ્કરમૂલ, લોધ્રની છાલ, તગર અને તલ એ બધાને સરખે ભાગે લઇ તેનો બારીક ભૂકો કરી તેને વાટીને શરીર પર લગાવવામાં આવે તો દુર્ગંધનો નાશ થઇ જાય છે.
જાયફળ, જાવાત્રી, તુલસી, કંકુ અને કુષ્ઠ એ બધાનું મિશ્રણ કરી તેની ગોળીઓ બનાવી ચૂસવાથી અથવા તેનો રસ ગળવાથી મોઢાની વાસ દૂર થાય છે.
કામ વશીકરણ :-
જો સૂર્ય – ચંદ્રના ગ્રહણ સમયે કોઈ સ્ત્રી સહદેવીના મૂળને ઘસીને તેનું ચંદન બનાવી ચાંલ્લો કરે તો તે પોતાના આપ્તજનો, વડીલો વગેરેને પણ કામથી વ્યાકુળ બનાવી દે છે.
જો સ્ત્રી પોતાના આર્તવના રક્તનો સુંદર ચાંલ્લો લગાવી દે તો એ સ્ત્રી સમસ્ત વિશ્વને પોતાના વશમાં કરી દે છે.
સિતદૂર્વા, સિતબૃહતિ, શ્વેતા પરાજીતાના પાંદડાઓને સમાન ભાગે લઇ તેને મેળવીને ખાવામાં આવે તો સ્ત્રી – પુરુષ પરસ્પર એકબીજાને વશ કરી શકે છે.
તગર, કુષ્ઠ, તાલીસપાત્રનું મિશ્રણ કરી તેનો લેપ આખા શરીર પર કરવામાં આવે તો સમગ્ર શરીરની કાંતિ ઝળહળી ઉઠે છે.
પુનર્નવા, સહદેવી અને ઉત્પલપાત્ર આ દરેકનું વિધિપૂર્વક તેલ બનાવી તેનું અંજન કરવામાં આવે તો આ અંજન માનવીને સૌભાગ્ય અને આયુષ્ય આપે છે.
તાજા ગરમ દૂધથી હાથ – મોં ધોવાથી પણ ચામડી સુંદર અને સુંવાળી બને છે.
લોધર, ધાણા અને મરીનો લેપ કરવાથી ખીલ માટી જાય છે અને મુખ ચમકે છે.
જાયફળ, મરી અને ચંદનને એકત્ર વાટીને તેનો લેપ કરવાથી ખીલ મટી જાય છે.
ચંદન, કેસર, લોધ્ર, ખાસ અને સુગંધી વાળાને ખલમાં ઘૂંટીને તેના રસનું શરીર પર માલિશ કરવામાં આવે તો દેહનું સૌંદર્ય અલૌકિક રીતે ખીલી ઉઠે છે.
વાજીકરણ પ્રયોગો :-
જે પદાર્થોનું સેવન કરવાથી મનુષ્યને મૈથુન ક્રિયામાં ઘોડાના જેવું બળ મળે છે, તે પદાર્થોને વાજીકરણ કહે છે.
મનુષ્યના વીર્ય નાશ પામવાના કારણો :-
મનુષ્યનું વીર્ય અનેક કારણોને લઈને નાશ પામી જાય છે. વાત્સ્યાયન મુનિ કહે છે એ, નીચેના કારણો મુખ્ય છે.
૧. વૃદ્ધતા
૨. ચિંતા
૩. વ્યાધિ
૪. શરીરનું આકર્ષણ
૫. ઉપવાસ
૬. અધિક મૈથુન
આ કારણોને લઈને મનુષ્યનું વીર્ય ઘટી જાય છે અને અંતે તે નાશ પામી જાય છે.
કામોત્તેજક પદાર્થો :-
તેલનું માલિશ
સ્નાન
સુગંધિત વસ્તુઓ પહેરેવી
પુષ્પોના હાર
ઉત્તમ આભૂષણો
સુંદર ઘર
સુંદર શય્યા
આસન
નવા વસ્ત્રો
પક્ષીઓના મધુર કલરવ
સ્ત્રીઓ દ્વારા પગચંપી
કામદેવના આયુધો :-
ભ્રમરોના ગુંજારવ અને કમળથી શોભતું સુંદર તળાવ
ચમેલી, કમળ, ખાસ, જઈ વગેરેથી સુરભિત સદન
મધુર કલરવ કરતી નદીઓ
જ્યોત્સનામયી રાત્રિ
સુગંધિત પુષ્પોના ગંધયુક્ત શીતલ અને મંદ સમીરનો સ્પર્શ
રતિના ઉપભોગ જેવી રાત્રિ
એકાંત સ્થાન
સુંદર, આનંદદાયક, મેના, કોયલ વગેરેના કલરવથી ગુંજતું ઉદ્યાન
ઉત્તમ, મધુર, સ્નિગ્ધ, અન્ન પાન
મધુર અને કર્ણપ્રિય સંગીત
સુગંધિત પુષ્પોની માલા
સુંદરી નવયૌવન સ્ત્રી
વાજીકરણ કોણે સેવવું જોઈએ?
જેની યૌવનાવસ્થા પસાર થઇ ચુકી હોય અને સ્ત્રી સંભોગની જેને વધુ ઈચ્છા રહેતી હોય
જે પ્રિયવલ્લભ બનવાની ઈચ્છા ધરાવતો હોય
જે અધિક સ્ત્રી – સંગના કારણે ક્ષીણ બની ગયો હોય
જે નપુંસક થઇ ગયો હોય અથવા તો કમજોર બની ગયો હોય
જેનું વીર્ય ઘટી ગયું હોય
જે ભોગી અને વિલાસીની હોય
જે શ્રીમંત, રૂપવાન અને યુવાન હોય
જેના ઘરમાં અનેક સ્ત્રીઓ હોય, વાજીકરણ ઔષધોનું સેવન અતિ હિતકારી છે.
વીર્ય કેવી રીતે બને છે?
વીર્ય નીચેની વસ્તુઓ દ્વારા ઉત્પન્ન થાય છે.
મનુષ્ય જે કઈ આહાર કરે છે તેનો રસ
લોહી
માંસ
ચરબી
હાડકા
મજ્જા
શુક્ર
વીર્ય ક્યાં રહે છે?
ઘણાની માન્યતા એવી છે કે વીર્ય બનીને કોઈ ખાસ સ્થાનમાં ભેગું થાય છે. જો ઘણા દિવસ સુધી તેનો ઉપયોગ કરવામાં ન આવે તો એ પોતાનું સ્થાન ભરાઈ જતા સ્વપ્નદોષ તથા વીર્યના રૂપમાં બહાર નીકળી જાય છે. પરંતુ, આ માન્યતા ભૂલભરેલી છે. વીર્ય કોઈ ખાસ સ્થાનમાં એકઠું થતું નથી. પુષ્પમાં સુગંધી અને છાસમાં માખણ છે તેવી જ રીતે તે સમસ્ત શરીરમાં વ્યાપ્ત થયેલું છે. જે પ્રકારે છાસમાંથી માખણ કાઢવા માટે મંથન કરવામાં આવે છે તેવી જ રીતે મૈથુન સમયમાં શારીરિક ઈન્દ્રિયોનું મંથન થાય છે અને વીર્ય મૂત્રમાર્ગે બહાર નીકળી જાય છે. આ જ કારણથી મૈથુનના સમયે નાડીઓની ગતિ અત્યંત તીવ્ર બને છે અને શરીરમાં રોમાંચ આદિ ક્રિયા થવા લાગે છે. શરીરમાં પ્રત્યેક અંગમાંથી વીર્યનું ખેંચાણ જ આનંદ આપનારું હોય છે.
જેવી રીતે શેરડીમાં રસ, દહીંમાં ઘી અને તલમાં તેલ રહે છે તેવી જ રીતે સમસ્ત શરીરમાં વીર્ય રહે છે.
નપુંસકતા નિવારણના પ્રયોગો :-
રતિ અસમર્થ હોવાના ભાવને નપુંસક કહે છે.
આ નપુંસકતા મનુષ્યની વીર્યશક્તિ પર આધાર રાખે છે. મનુષ્યની શક્તિઓનો નાશ થઇ ગયો હોય અથવા વીર્યનો નાશ થઇ ચુક્યો હોય તો મનુષ્ય નપુંસક બની જાય છે. આવો નપુંસક યુવાન રતિક્રિયા ભોગવી શકવા અસમર્થ બને છે.
જે પુરુષ વાજીકરણ ઔષધોનું સેવન કરતો નથી તે પુરુષનું વીર્ય ઘટી જાય છે અને નપુંસક બની જાય છે.
સાત પ્રકારની નપુંસકતા :-
માનસિક
પિત્તજ
વીર્યક્ષયજન્ય
રોગજન્ય
શિરાચ્છેદજન્ય
શુક્રસ્તંભન
સહજ
મૈથુન કરવાની ઈચ્છા ધરાવતા પુરુષનું મન ભય, શોક અને ક્રોધ વગેરે દુઃખદ વિકારોથી પીડાઈને અસ્વસ્થ થાય અથવા અણગમતી સ્ત્રીનો સમાગમ થાય તેથી શિશ્ન નમી જાય તેને માનસિક નપુંસકતા કહે છે.
તીખા, ખાટા , ખારા અને ગરમ પદાર્થોના સેવનથી પિત્ત વધવા માંડે છે, તેને લીધે વીર્ય બળી જાય છે. જેનાથી નપુંસકતા આવે છે. આને પિત્તજ કહે છે.
પુરુષ અત્યંત મૈથુન કર્યા કરે અને વાજીકરણ પદાર્થોનો ઉપયોગ ન કરે કે પછી તેનું સેવન ન કરે તો તેનું શિશ્ન નમી જાય છે અને નપુંસકતા પ્રાપ્ત થાય છે. તેને વીર્યક્ષયજન્ય કહે છે.
શિશ્નમાં કેટલીક વખતે કોઈ મોટા રોગથી નબળાઈ આવે છે. જેણે રોગજન્ય કહે છે.
વીર્યવાહક નસનું છેદન થઇ જાય છે તો શિશ્નનું અક્કડપણું ચાલ્યું જાય છે અને મનુષ્ય નપુંસક થઇ જાય છે. તેને શિરાચ્છેદજન્ય કહે છે.
શરીર સારું હોય છતાં પણ અધિક કામાતુર હોવા છતાં મનને બળજબરી કરી રોકવાથી વીર્યનું સ્તંભન થાય છે. તેને શુક્રસ્તંભન કહે છે.
જે મનુષ્ય જન્મથી જ નપુંસક હોય તેને સહજ કહે છે.
નપુંસકતા નિવારક પ્રયોગો :-
વિદારીકંદના કલ્કના ગુલરની બરાબર ઘી લઇ દૂધમાં મેળવીને પીવાથી વૃદ્ધ પણ યુવાન રહી શકે છે.
સુવરની ચરબીને મધની સાથે ભેળવીને શિશ્ન પર લેપ કરવાથી શિશ્ન સ્થૂળ અને દીર્ઘ બને છે.
કમલગટ્ટાની શીંગીને મધમાં ઘસીને નાભિ પર તેનો લેપ કરવામાં આવે તો લેપ જ્યાં સુધી રહે ત્યાં સુધી વીર્ય સ્ખલિત થતું નથી.
આમળાંના વૃક્ષની છાલથી ભાગને નિત્ય ધોવામાં આવે તો વૃદ્ધ સ્ત્રી ષોડશીની સમાન રમણ કરી શકે છે.
મૂંડીના કવાથને તેલમાં પકવી કુચો પર લેપ કરવામાં આવે તો વૃદ્ધાના સ્તન પણ તરુણીની સમાન પુષ્ટ અને કઠોર બની જાય છે.
તલ અને ગોખરુંના ચૂર્ણને બકરીના દૂધમાં પકાવી એ પીવામાં આવે તો એક સપ્તાહમાં જ પુરુષની નપુંસકતા દૂર થઇ જાય છે.
કલ્પવૃક્ષ, તગર, વચ, કાળી અગર, કસ્તુરી અને ચંદન એ બધાનો રસ કાઢી જો દંપતી પરસ્પર એકબીજાને એનો લેપ કરે તો તેનાથી પતિ-પત્નીની પ્રીતિ વધે છે. અશ્વગંધા, શકરશંદ, જલ-શુક્ર, બૃહતીફળ, માખણ, હસ્તિકર્ણ અને વજ્રવલ્લીનો રસ એ બધાને એક કરી મિશ્રણ કરવામાં આવે અને બાહ્ય ઉપયોગ કરવામાં આવે તો એક માસ સુધી લિંગવૃદ્ધિ થતી રહે છે.
કોકીલાક્ષના ફળના લેપથી હસ્તિણી સ્ત્રીની યોનિ એક રાતમાં જ ઓછા પરિમાણની થઇ જાય છે.
નાગકેસર અને સોપારી એનું ચૂર્ણ ખાવામાં આવે તો પણ તે ગર્ભદાતા છે.
ખાખરાના એક પાનને દૂધમાં વાટીને ગર્ભિણી સ્ત્રી પીએ તો તેને પરાક્રમી અને વીર પુત્ર જન્મે જન્મે એમાં જરાયે શંકા નથી.
સંતાનપ્રાપ્તિના પ્રયોગો :-
જયારે સ્ત્રી ઋતુપ્રાપ્ય થઇ જાય ત્યારે ચાર દિવસો સુધી તેને એકાંત, સ્વચ્છ, સુંદર મકાનમાં રાખી દૂધ, ભાત જેવો ઉત્તમ અને હલકો આહાર આપવો જોઈએ. ચોથે દિવસે ઋતુસ્નાન કાર્ય પછી સારા સુગંધયુક્ત દ્રવ્યોથી માલિશ કરાવી પુન:સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ ઉત્તમ વસ્ત્રો, અલંકાર સજીને પુષ્પમાળાઓ ધારણ કરવી જોઈએ. કેસર, કંકુનો લેપ કરીને દેવ-દેવીઓના દર્શને જવું અને તે બાદ પોતાના પતિના દશન કરવા.
એ દિવસે પુરુષ પણ સ્નાન પછી ચંદન લગાવી સુગંધિત અત્તર અને માલા આદિથી યુક્ત પ્રસન્નચિત્ત વાતાવરણમાં વીર્ય વર્ધક ઔષધિઓ ખાઈ, સુંદર વસ્ત્ર અને વેશાભુષણથી ભૂષિત બની, તાંબૂલ લઇ પોતાની પ્રિય ભાર્યામાં અનુરક્ત થવું જોઈએ. ત્યારબાદ રતિ – સદનમાં પોતાની સ્ત્રી પાસે જવું.
શયનગૃહ સ્વચ્છ, નિર્મળ અને સુગંધિત પુષ્પો આદિથી સજાયેલ હોવું જોઈએ. પતિ પોતાની પત્ની સાથે મીઠી મીઠી વાતો કરતા જયારે એનામાં કામભાવ સંપૂર્ણપણે જાગી ઉઠે ત્યારે ગર્ભાધાન માટે એ પ્રવૃત્ત બને. ગર્ભાધાનના સમયે દીપક પુરુષની સન્મુખ જ રહે. પુરુષે એ સમયે મહાપુરુષો તેમજ ધાર્મિક પુરુષોનું ચિંતન કરવું જોઈએ જેથી બાળકમાં પણ એવા ગુણો ઉતરે. ગર્ભાધાન સમયે સ્ત્રી – પુરુષોનું ચિત્ત હોય છે તેવા જ તેમના સંતાનો થાય છે. ઉત્તમ અને જુના ચોખાવાળો ભાત દૂધની સાથે ખાવાથી સ્ત્રીને અવશ્ય સુંદર અને ગૌર વર્ણના સંતાનો પ્રાપ્ત થાય છે.
પુત્રપ્રાપ્તિ માટેના પ્રયોગો:-
ઋતુસ્નાનને દિવસે જો સ્ત્રી નવીન નાગકેસરના ચૂર્ણને ઘી ની સાથે ચાટી ઉપરથી દૂધ પી એ અને પ્રિયતમની સાથે સંભોગમાં પ્રવૃત્ત બને તો તે અવશ્ય ગર્ભવતી બને છે.
એક વર્ણવાળી ગાયના દૂધમાં મયુરશિખાની જડ પીસીને પી જવાથી વંધ્ય સ્ત્રી પણ ગર્ભધારણ કરે છે.
લીલું કમળ, ખડી સાકાર, મૂળહઠી, શ્યામલતા, લોધ્ર અને ચંદનને ચોખાના ધોયેલા પાણી સાથે પીસીને ગર્ભસ્ત્રાવ અટકી જાય છે અને ગર્ભ સ્થિર થાય છે.
ગુરુચ અને આસગંધને દૂધમાં પકવીને માસિકધર્મ બંધ થાય પછી જો એ પીવામાં આવે તો તે ઇન્દ્રાણીની જેમ ગર્ભધારણ કરે છે.
સૂંઠ, નાની ભટકૈયા અને પીપલનું ચૂર્ણ ગાયના ઘી ની સાથે કે આછી દૂધની સાથે પીવાથી બંધ પુષ્પવાળી સ્ત્રી પણ ગર્ભધારણ કરી પુત્ર ઉત્પન્ન કરે છે.
કમળ અને કુમુદિનીના પુંકેસરને પીસીને ફૂલ અને મધણી સાથે ગર્ભિણીને ચટાડવામાં આવે તો ગર્ભની રક્ષા થાય છે.
સિંધવ, કમલગટ્ટા તથા કસેરુ એ ત્રણેય ગર્ભિણી સ્ત્રીને ખાવા માટે આપવા માટે અથવા ગંધપ્રિયું, નિલોવર, કમળની જડ અને ગુલરના કાચા ફળ બકરીના દૂધની સાથે પીવડાવવાથી ગર્ભની રક્ષા થાય છે.
કામસૂત્ર : અધિકરણ ૭ (ઔપનિષદિક) પૂર્ણ
(કામસૂત્ર ગ્રંથ પૂર્ણ)
આ શાસ્ત્રને સમજનારાઓ પાશવિક વૃત્તિમાં ફસાતા નથી. ધર્મ, કર્મ અને અર્થને પોતાની અવસ્થા મુજબ આચરણમાં લાવે છે. તે પ્રમાણે વર્તે છે. ચારેય વર્ણના ગૃહસ્થાશ્રમમાં રહેનારા સ્ત્રી-પુરુષોની સંસારયાત્રાના કલ્યાણ માટે આ ગ્રંથનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ શાસ્ત્ર સમાપ્ત થાય છે. પ્રભુ આ શાસ્ત્ર વાંચનારાઓને સદબુદ્ધિ આપે અને ગૃહસ્થનો પૂર્ણ આનંદ લેતા લેતા તેઓ આયુષ્ય અન યશની પ્રાપ્તિ કરે, એ જ પ્રાર્થના...!
“ધર્મ, અર્થ અને કામનો જય હો...!”
રેફરન્સ :
૧. વાત્સ્યાયન કામસૂત્ર (ઠક્કર)
૨. Kama Sutra: The ancient handbook of lovemaking
કોન્ટેક્ટ :
+919687515557