I am field - Part - 3 in Gujarati Love Stories by chandni books and stories PDF | આઇ એમ ફેઇલ્ડ , ભાગ-૩

The Author
Featured Books
Categories
Share

આઇ એમ ફેઇલ્ડ , ભાગ-૩

નામ : ચાંદની

Email – chandnikd75@gmail.com

વાર્તા નું નામ: આઇ.એમ.ફેઇલ્ડ

વિષય : વાર્તાભાગ : ૩

પરંતુ ભુતકાળ છતાંય તેનો પીછો છોડતો જ ન હતો.તે એફ.બી. પર અને વોટસ એપ પર દુ:ખ દાયી ગઝલો બનાવીને શેર કરવા લાગી.તેના દ્વારા બનાવેલી ગઝલો જાણે તેના જીવન પર જ આધારિત હોય તેમ ખુબ દુઃખદાયી હતી.તેના હ્રદય પર પડેલા ઘાવની લાગણી લોકોને સ્પર્શી જતી.આથી તેના દ્વારા બનાવેલી ગઝલો લોકો ખુબ લાઇક કરતા અને ખુબ સારી કમેન્ટસ પણ આપતા.

તેની ગઝલો વાંચીને ઘણા લોકો ફેસબુકમા તેના મિત્ર બની ચુક્યા હતા,આ બધા મિત્રોમા એક હતો કબીર.કબીર પોતે ગઝલનો શોખીન હતો.તેને તન્વી દ્વારા બનાવેલી ગઝલો વાંચવી ખુબ જ ગમતી.તન્વી જ્યારે પણ કોઇ ગઝલ ફેસબુક પર મુકતી ત્યારે સૌ પ્રથમ કબીર ગઝલ વાંચી લેતો અને તેને સારી સારી કમેન્ટ્સ પણ આપતો પણ તન્વી તેની કમેન્ટ્સ પર ખાસ ધ્યાન ન આપતી છતા પણ કબીર તેની ગઝલનો ખુબ શોખીન હોવાથી તે તેની દરેક ગઝલ પર કમેન્ટ્સ જરૂર આપતો.કબીરની એક કોમન ફ્રેન્ડ વૈશાલી પણ તન્વીની દર્દભરી ગઝલો શેર કરતી.તે કબીરને ખુબ જ ગમતી આથી કબીરે તન્વીને ફ્રેન્ડસ રિકવેસ્ટ મોકલાવી હતી.તન્વી એ પણ વધુ ન વિચારતા કબીરની રિક્વેસ્ટ એકસેપ્ટ કરી લીધી હતી. કબીર હવે તન્વીનો ફેસબુક ફ્રેન્ડ બની ચુક્યો હતો.એક વખત તન્વીએ પ્રેમ ઉપર બહુ સરસ ગઝલ લખી હતી,તે વાંચી કબીરને બહુ આનંદ થયો અને તેણે સૌ પ્રથમ વખત તન્વીને ફેસબુકમા ઇનબોક્ષમા “ગઝલ ખુબ સારી લખો છો તમે” મેસેજ કર્યો.તન્વીએ તેને “થેન્ક્સ” નો રિપ્લાય આપ્યો.હવે કબીર ક્યારેક તેની સાથે ફેસબુકમા ચેટ કરતો અને તન્વી પણ તેની સાથે ચેટ કરતી.આ રીતે થતી ચેટ સમય જતા થોડી આગળ વધી અને બન્નેએ એકબીજાના ફોન નંબર શેર કર્યા.

મુળ ગુજરાતી એવો કબીર દિલ્હીમા રહેતો હતો અને દિલ્હીની એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતો હતો.આખો દિવસ કંપનીમા કમ્પ્યુટર પર કામ હોવાથી તે કંપનીમા તેના કામની સાથે સાથે ફેસબુક પર પણ આખો દિવસ ઓનલાઇન રહેતો હતો.

તન્વીના વોટસ એપ નંબર મળી જતા હવે બંન્ને ફેસબુકને બદલે વૉટ્સ એપ પર ચેટ કરવા લાગ્યા.સવારે ગુડ મોર્નિગથી ચાલુ કરીને રાત્રે ગુડ નાઇટ સુધી બન્ને રેગ્યુલર ચેટ કરતા હતા.હવે તો એવુ થયુ કે બન્ને ખુબ સારા મિત્રો બની ગયા હતા.હવે તેઓ બન્નેએ ફોન પર પણ વાત કરવાનુ શરૂ કરી દીધુ હતુ.

ધીરે ધીરે બન્નેની મૈત્રી ગાઢ થતા તન્વીએ પોતાના જીવનની તમામ વાત કરી અને તેના દુઃખનુ કારણ પણ કબીરને જણાવ્યુ.કબીરે તેને સમજાવ્યુ કે તે આગળ બની ગયુ તે બધુ ભુલી જાય અને આગળ રહેલી જીંદગી આરામથી અને ખુશીથી જીવે. કબીર હરહમેંશા તેનુ મનોબળ મજબુત બનાવતો.તન્વીને તેના ભુલનો ખુબ જ પસ્તાવો હતો.તન્વીને ખુશ કરવા માટે તે હળવા જોક તેને સેન્ડ કરતો અને ફની વીડીયો ક્લીપ્સ અને ફોટોસ સેન્ડ કરતો અને તેને હસાવતો અને તેને હમેંશા અવનવી વાતો કરીને તેનુ દુ:ખ હળવુ કરાવવા પ્રયત્નો કરતો.

હવે એવુ બનવા લાગ્યુ કે તન્વીને જાણે કબીરની આદત પડવા લાગી હોય અને સામે કબીરને પણ તન્વી સાથે વાત કર્યા વિના ગમતુ ન હતુ. તન્વી પોતાના જીવનની નાની નાની વાતો કબીરને કરતી અને બીજી બાજુ કબીર પણ પોતાના જીવનની બધી વાતો તન્વીને કરતો. જ્યારે તન્વીનો બર્થ ડે આવ્યો ત્યારે કબીરને તન્વીને મળવા આવવાની ખુબ ઇચ્છા હતી પણ એક મીટીંગ માટે તેને પુના જવાનુ થતા તેણે તન્વીને એક ડાઇમન્ડ બ્રેસલેટ ગિફ્ટમા મોકલ્યુ અને સાથે બર્થ ડે કાર્ડ અને સોરી કાર્ડ પણ મોકલ્યુ.તે દિવસે મીટીંગ પુરી થતા બન્નેએ ખાસ્સો સમય ફોન પર વાત કરી હતી અને બર્થ ડે સેલીબ્રેટ કર્યો હતો.

હવે કબીર દિલ્હીથી તન્વીને અનેક ભેટો મોકલતો હતો.તન્વી આખો દિવસ ફ્રિ રહેતી તે બંન્ને મા-દીકરી જ રહેતા હતા.તેની માતા ઘરનુ બધુ કામ સંભાળી લેતી હતી અને કામવાળા પણ આવતા હતા.આથી તે આખો દિવસ ફ્રી જ રહેતી હતી પરંતુ કબીરને તો ઓફિસનુ કામ હોય કોઇવાર મિટિગ હોય તો તે તન્વીને સમય આપી શકતો ન હતો.આથી તે હમેંશા કબીરને ફરિયાદ કર્યા કરતી કે તું મને સમય આપતો જ નથી. એક દિવસ કબીરે તન્વીને સલાહ આપી કે, “તન્વી તુ હોશિયાર છો અને કેપેબલ પણ છો.હવે તુ ભુતકાળ છોડીને નવેસરથી જીંદગી શરૂ કર.” “યા કબીર યુ આર રાઇટ પણ મારા માટે આ બધુ ભુલવુ તદન અશક્ય છે.હું ચાહુ તો પણ મારો ભુતકાળ હું ભુલી શકુ તેમ નથી.મને મારી મમ્મી અને મારી બેસ્ટ ફ્રેન્ડ બધાએ આ પ્રમાણે જ સલાહ આપે છે પણ ઇટ્સ ઇમ્પોસિબલ કબીર.” તન્વીએ તેને રિપ્લાય આપતા કહ્યુ. “હા હું જાણું છુ કે માત્ર સલાહ આપવી જ સહેલી છે પણ તેને અમલમા લાવવી બહુ મુશ્કેલ છે પણ આખી જીંદગી આ રીતે થોડી સ્પેન્ડ થાય???તને પસંદ હોય તેવા કામમા તારુ મન લગાડવાની કોશિષ તો કર.તુ કાંઇક જોબ કે બિઝનેશ ચાલુ કરી દે.આજનો આ યુગ સ્ત્રીઓનો યુગ છે.સ્ત્રીઓ કયાંથી કયાં સુધી પહોંચી ગઇ છે.દરેક પ્રકારના વ્યવસાયો આજે સ્ત્રીઓ કરી શકે છે.તારે તો કોઇ પણ બંધન પણ નથી.જવાબદારીઓ પણ નથી તુ ધારે તે કરી શકે છે.તો આમ ફાલતુ માં સમય બરબાદ કરવાને બદલે તારી પોતાની કોઇ ઓળખ બનાવ.” “કબીર તારી વાત એકદમ સાચી છે મારે મારી જીંદગી આમ બરબાદ ન કરવી જોઇએ પણ તુ જ કહેને હુ શું કરુ? મને કોઇ આઇડિયા જ નથી આવતા.” “તુ ગમે તે કરી શકે છે તનુ.હુ તને શુ કહી શકુ? તારો રસ,, તારો શોખ તેને અનુરૂપ તુ ગમે તે વસ્તુ કરી શકે છે.કાંઇ પણ અશક્ય નથી આ દુનિયામાં” “મને શુ ગમે છે? મારા શોખ તે બધુ હુ ભુલી જ ગઇ છુ.મને તો જીવનમાં કાંઇ સુઝ જ પડતી નથી?” “તનુ તારે બિઝનેશ કરવો હોય તો બજારની માંગને સમજીને કોઇક આઇડિયા વિચારવો જોઇએ.તમારી બજારની માંગ શુ છે તે સમજીને તુ કાઇક નિર્ણય લે” “ઓ.કે. કબીર હુ વિચારીને તપાસ કરીને કાંઇક કહુ.થેન્ક્યુ વેરી મચ ફોર સચ અ ગ્રેઇટ આઇડિયા.”

તન્વીને કબીરનો આઇડિયા ગમી ગયો.આમ પણ તે સ્વતંત્ર મિજાજની સ્ત્રી હતી આથી તેણે ઇમીટેશન જવેલરીનો બિઝનેશ શરૂ કરવાનુ નક્કી કર્યુ?પરંતુ તેણે આ પહેલા કયારેય બિઝનેશ કર્યો ન હતો આથી તેણે પોતાની સખીઓના ગૃપમાં વાત કરી. તેની સખીઓએ સલાહ આપી કે મુંબઇથી હોલસેલમાં જવેલરી મંગાવી શકાય અને થોડી જાતે પણ બનાવીને સેલ કરી શકે છે. તન્વીએ જવેલરીના બિઝનેશ માટેના તમામ પાસા તપાસી લીધા.કબીર સાથે પણ વાત કરી લીધી.કબીર પણ આ વાત જાણી ખુબ જ ખુશ થઇ ગયો.તેણે પણ નેટ મારફત ઘણી ઉપયોગી માહિતી તન્વીને આપી જે તેના બીઝનેશ માટે ઘણી મહતવની હતી.

કબીરને તન્વીની હાલત જોઇ હમેંશા દુ:ખ થતુ હતુ.પોતે તેનાથી દુર રહીને પણ તેનુ દુ:ખ દુર કરવા પ્રયત્નો કરતો રહેતો.તન્વીએ હવે ઘરે રહીને નાના પાયે પોતાનો બીઝનેશ શરૂ કર્યો.ફેસબુક પર એક સારી ગઝલ બનાવનારની છાપ હોવાને કારણે ફેસબુક પર બહુ મોટુ ફ્રેન્ડ સર્કલ હતુ.ત્યાં ફેસબુક પર તે પોતાની જ્વેલરીની આઇટમ શેર કરવા લાગી અને આજુબાજુ કોલોનીમા પણ તે જાતે જઇ સેલીંગ કરતી.હવે તે બીઝનેશને આગળ વધારવામા અને સફળતા મેળવવા માટે બહુ સખત પ્રયત્ન કરવા લાગી માટે તે આખો દિવસ વ્યસ્ત રહેવા લાગી.આ વાત જાણી કબીર પણ મનોમન ખુશ થયો કે સાયદ હવે તન્વી પોતાનુ દુઃખ ભુલી જીવનમા આગળ વધશે.

તન્વી મુંબઇ જઇ ખરીદી પણ કરી લાવી તેના માટે પ્રથમવાર મુબંઇ અને ખરીદી કરવાનો અનુભવ નવો જ હતો.પરંતુ તેને ઘણુ જાણવા અને શિખવા મળ્યુ.સખીઓ પાસેથી બધી માહિતી લઇ લીધી હતી.દાદર, વિરાર, વસઇ જેવા હોલસેલ બજારમાંથી ખુબ જ વાજબી કિંમતે તે ખરીદી કરી લાવી. કબીર તેના માટે જાહેરાત માટેનુ લખાણ પણ બનાવી દીધુ.થોડા સમયમાં તેનો બિઝનેશ આગળ વધવા લાગ્યો.તેણે હવે હેન્ડ મેઇડ જ્વેલરી બનાવતા પણ શીખી લીધુ હતુ.હવે તે જાતે પણ ઘણી જવેલરી બનાવી અને વેચવા લાગી. લોકોને તેની જ્વેલરી ખુબ પસંદ આવવા લાગી.હવે તો એવુ બન્યુ કે લોકો તેની જ્વેલરી માટે એડવાન્સ બુકિંગ કરાવી લેતા.તેને થોડા થોડા દિવસે ખરીદી માટે જવુ પડતુ હતુ.તે બિઝનેશમાં એવી વ્યસ્ત રહેવા લાગી કે પોતાનો ભુતકાળ સાવ ભુલી જ ગઇ હતી.હવે તેના માટે વોટસ એપ અને એફ.બી. માટે પણ ટાઇમ હતો નહી.કબીર સાથે પણ હવે ભાગ્યે જ વાત થતી હતી.

ક્રમશઃ