Trushna : Part-19 in Gujarati Fiction Stories by Bhavisha R. Gokani books and stories PDF | તૃષ્ણા , ભાગ-૧૯

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

તૃષ્ણા , ભાગ-૧૯

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

Email – brgokani@gmail.com

તૃષ્ણા

પ્રકરણ – ૧૮

રાજેશ્વરી આટલી વિશ્વવિખ્યાત લેખિકા હતી છતા તેને કાંઇ પણ અભિમાન ન હતુ.લોકોની સારવાર કરવી,તેના જખ્મો સાફ કરવા,બધા લોકો માટે બનતી રસોઇમાં સાથ આપવાનુ બધુ કામ તે લગન અને શ્રધ્ધાથી કરતી હતી.સાથે સાથે સચિન સ્નેહા અને પ્રશાંત પણ સ્વયંસેવકો સાથે રહી લોકોની સેવા કરી રહ્યા હતા. આજુબાજુના ગામે ગામ જઇ લોકોને રાહતકેમ્પમા લઇ આવવા અને તેમને યોગ્ય સારવાર આપવાનુ કામ પણ કરવાનુ હતુ માટે રાજેશ્વરીના કહેવાથી પ્રશાંત અને સચિને બરોડાથી તેના ફ્રેન્ડ્સને બોલાવ્યા હતા કે જેઓ સ્વેચ્છાએ સેવાના કામમા જોડવા રાજી થયા હતા.સાથે સાથે રાજેશ્વરીએ નિકિતાને કહી અમુક લોકોને દ્વારકાથી પણ બોલાવ્યા હતા. “અતુલભાઇ, થોડા જ દિવસોમા બરોડા અને દ્વારકાથી લોકો અહી આપણી સાથે રાહત કેમ્પમા મદદ કરવા માટે આવી જશે.આપણે તેની મદદથી રાહત કેમ્પનું કામ વધુ સારી રીતે કરી શકશું અને આજુબાજુના ગામોમા પણ નાના પાયે કેમ્પની છાવણીઓ બનાવી તે લોકોને જરૂરી સેવા પુરી પાડશું.” રાજેશ્વરીએ કહ્યુ. “હા બહેન , તમારા આવવાથી ઘણો ટેકો અમને મળ્યો છે.તમે ફંડ તો ડોનેટ કર્યુ જ છે સાથે સાથે માનવધનનો પણ બન્દોબસ્ત તમે કરી આપ્યો એ ખરેખર મહાનતા છે તમારી,બાકી અત્યારે લોકોને ક્યાં સમય જ છે આવી બાબતો વિશે વિચારવાનો અને તમે તો જગવિખ્યાત લેખિકા છો અને ઉપરથી તમારુ લેખનકાર્ય છોડી આ દિન દુઃખીયાઓની સેવા માટે આવ્યા,ધન્ય છે તમને બહેન.અને સાથે સાથે સચિન સ્નેહા અને પ્રશાંતનો પણ હું આભારી છું કે તેઓ અહી આવ્યા બાકી આજની યુવા પેઢીને તો બસ મોજ શોખ અને ફાસ્ટ લાઇફ જ પસંદ છે બાકી આવા કામ તો તેમના માટે વેસ્ટ ઓફ ટાઇમ છે.” અતુલભાઇએ કહ્યુ. “અરે ભાઇ,આટલા બધા વખાણ કરી મને ચણાના ઝાડ પર ન ચઢાવો.મને એક આમ ઇન્સાન બનીને જ રહેવા દો.મારે મહાન થવુ નથી બસ એક આમ ઇન્સાન બની લોકોની સેવા કરી આ જીંદગી જીવી જાણવી છે.” રાજેશ્વરીએ કહ્યુ. બીજુ કાલે આપણા કેમ્પની ટીમ બાજુના વિસ્તારમા ઘવાયેલા લોકોને અહી કેમ્પમા લાવવા માટે જવાની છે,હું,સચિન અને સ્નેહા પણ તેની સાથે જવાના છીએ.તમારે અન્ય કાંઇ કામ હોય તો પ્રશાંત અહી છે તેનો સંપર્ક તમે કરી લેજો.” રાજેશ્વરીએ કહ્યુ. “હા બહેન ચોક્કસ.” અતુલભાઇએ કહ્યુ.

રાત્રે કેમ્પના તમામ લોકો જમવા માટે એકઠા થયા.રાજેશ્વરી પ્રશાંત અને સચિન સ્નેહાએ લોકોને જમવાનુ પીરસ્યુ અને ત્યાર બાદ અતુલભાઇ અને રાજેશ્વરીબહેને બધા લોકોને જમવા માટે કહ્યુ.પણ બિચારા તમામ લોકોના મગજમાંથી આ ભયાનક ભુકંપની યાદ જતી જ ન હતી.બધા લોકો બહુ ગુમશુમ હતા.તેઓ જમતા તો હતા પણ તેના ચહેરા પરથી તરત જ ખ્યાલ આવી જતો હતો કે તેઓ બહુ દુઃખી છે.

આ જોઇ રાજેશ્વરીએ પોતાના બુલંદ અવાજે લોકોને સંબોધન કરતા કહ્યુ , “દેખીયે મે જાનતી હું કી આપ સભી લોગ દુઃખી હૈ.ઇતના બડા હાદસા આપકે જીવન મે આયા હૈ ઔર મે જાનતી હું કી યે કોઇ છોટા હાદસા નહી હૈ મગર હમે જીવન જીને કે લીયે કુછ ખાના જરૂરી હૈ.આપ સભી લોગો સે મેરા અનુરોધ હૈ કી આપ હસી ખુશી થોડા બહુત,જો આપકો અચ્છા લગે વો ખા લીજીએ.મે આપ લોગો કો વચન દેતી હું કી જબ તક આપકા જીવન પહેલે કી તરહ બેહતર ન બન જાયે તબ તક યહાં રહુંગી ઔર આપકી સેવા તન મન ધન સે કરતી રહુંગી,ચાહે ઉસકે લીયે મુજે આજીવન યહાં ન રહેના પડે.”

રાજેશ્વરીના શબ્દોની જાદુઇ અસર લોકો પર થઇ અને લોકોએ રાજેશ્વરીના કહ્યા મુજબ જમવાનુ શરૂ કર્યુ.રાજેશ્વરીએ બધા લોકોને આગ્રહ કરી જમવાનુ પીરસ્યુ અને તેઓને જમાડ્યા.જમ્યા બાદ કેમ્પમા બનેલા બે તંબુઓ માંથી એક તંબુમા બધી સ્ત્રીઓ અને બીજા તંબુમા બધા પુરૂષો માટે સુવાની વ્યવસ્થા કરી રાખવામા આવી હતી અને તે મુજબ બધા લોકોને તંબુઓમા આરામ કરવા મોકલ્યા. વહેલી પરોઢે રાજેશ્વરી સચિન સ્નેહા અને બીજા પાંચ સાથીદારો સાથે નજીકના ગામોમા થયેલી નુકશાની અને બેઘર બનેલા લોકોને રાહત કેમ્પમા લઇ આવવા માટે ગયા.ત્યાં પહોંચી જોયુ કે લગભગ આખુ ગામ ભુકંપના કારણે નાશ પામ્યુ હતુ.બહુ જુજ મકાનો બચ્યા હતા બાકી તમામ નાના મોટા મકાનો ધરાશાઇ થયા હતા.

સ્વયંસેવકોની મદદથી રાજેશ્વરીએ ત્યાં જ એક નાના પાયા પર એક રાહતકેમ્પનું આયોજન કરી ત્યાં જ તેઓની સેવા કરવાનુ નક્કી કર્યુ કારણ કે ત્યાં બહુ વધારે નુકશાની હતી અને લોકોની હાલત બહુ ખરાબ અને અતી ગંભીર જણાતી હતી.અતુલભાઇ સાથે વાત કરી થોડા સેવકોને ત્યાં બોલાવી લીધા અને તે રાહત કેમ્પમા રાજેશ્વરી અગ્રણી બની કેમ્પની શરૂઆત કરી દીધી.આમ કરતા કરતા ચાર મહિના સુધી રાજેશ્વરી અને સચિન સ્નેહા તથા અતુલભાઇ ત્યાં રહી લોકોની મદદ કરતા રહ્યા અને રાજેશ્વરીએ મન મુકીને તેનું ફંડ લોકોની સેવા કરવામા તથા અતિ ગરીબ લોકોને તેના ઘર ફરી બનાવવામા ખર્ચ કર્યુ. ત્યાર બાદ પરિસ્થિતિ સુધરતા આખી ટીમ અને રાજેશ્વરી સચિન સ્નેહા અને પ્રશાંત બધા ભારત જવાનુ નક્કી કર્યુ ત્યારે આજુ બાજુના બધા લોકોએ બધા લોકોનો ખુબ આભાર માન્યો અને ખાસ તો રાજેશ્વરીનો આભાર માન્યો કે તેણે લોકોની સેવામા ખુબ મોટા પાયે આર્થિક સહકાર આપ્યો અને આટલી ધનવાન વ્યકિત હોવા છતા કોઇ પણ જાતના શરમ કે સંકોચ વિના લોકોની સેવા કરી. બીજા દિવસે બધા લોકો ભારત આવવા નીકળ્યા.રાજેશ્વરી સચિન સ્નેહા અને પ્રશાંત બધા દ્વારકા આવવા નીકળ્યા અને સાથે દ્વારકા આવવા નીકળ્યો ત્યારે રાજેશ્વરીએ તેને સાથે ન આવવા કહ્યુ અને તેના માતા-પિતાની સાથે રહી ત્યાં જ કામ ધંધો કરવાનુ સુચવ્યુ અને તેના પિતાને ચાંગેર માટે ધંધો શરૂ કરવા માટેની રકમ પણ રાજેશ્વરીએ આપી દીધી. આ જોઇ તેના વૃધ્ધ પિતા રાજેશ્વરીના પગે પડી ગયા અને બોલ્યા , “બેટી તુમ સચમે બહુત મહાન હો.ઇતના સબ તો કોઇ અપનો કે લીયે ભી નહી કરતા જો સબ તુમને હમારે લીયે કીયા હૈ.આજ મેરા શીર તુમ્હારે સામને આદર સે ઝુક ગયા હૈ.મે આજીવન તુમ્હારા ઋણી રહુંગા.” રાજેશ્વરીએ ચાંગેરના પિતાને ઉભા કરતા કહ્યુ , “બેટી ભી કહતે હો ઔર મેરે પૈરો ગીર કે મુજે પાપ કી ભાગીદાર ભી બનાતે હો બાબા આપ??? મેને કુછ નહી કિયા હૈ,યે સબ તો મેરે દ્વારા વો ઉપરવાલા કર રહા હૈ.દેને વાલા તો વો ભગવાન હી હૈ,હમારી ક્યા ઔકાત કે હમ કીસીકો કુછ દે પાયે.ઇસલીયે આપ મેરા નહી ઉસ ઉપરવાલેકા શુક્રિયા કીજીયે.” ગામના બધા લોકોએ આંખમા આંસુઓ સાથે રાજેશ્વરીને અને બધા ટીમ મેમ્બર્સને વિદાય આપી. રાજેશ્વરી અને સચિન સ્નેહા અને પ્રશાંત દ્વારકા આવી ગયા.દ્વારકા આવ્યા ત્યારે ભાર્ગવે અને નિકિતાએ તેને દ્વારકાના પ્રોગ્રેસ રિપોર્ટ કહ્યા કે ત્યાં શાળાનુ તમામ કામ પુર્ણ થઇ ગયુ છે,સાથે સાથે શાળામા વ્યવસ્થાપક,આચાર્ય અને શિક્ષકોને પણ અપોઇન્ટ કરી લીધા છે અને અપના ઘર વૃધ્ધાશ્રમ અને ગૌશાળા માટે પણ જરૂરી સ્ટાફની વ્યવસ્થા થઇ ગઇ છે અને બીજી ખુશીની વાત કે સ્નેહાના પિતાજી સાથે સચિન અને સ્નેહાના સબંધ વિષે વાત કરી લીધી છે અને તેઓ આવતા અઠવાડિયે સગાઇ માટે દ્વારકા આવી રહ્યા છે.

આ સાંભળી રાજેશ્વરી બહુ ખુશ થઇ અને સચિન અને સ્નેહા પણ ખુશ થઇ ગયા.ત્યાર બાદ બીજા અઠવાડિયે સચિન સ્નેહાની સગાઇ દ્વારકામા જ રાખવામા આવી અને સાથે સાથે શાળા અને અપના ઘર વૃધ્ધાશ્રમનું ઓપનીંગ પણ તે જ દિવસે રાખવામા આવ્યુ.ગરીબ ઘરના અને બીજા ઘણા બાળકોને તે દિવસે શાળામા એડમિશન આપવામા આવ્યુ અને સાથે સાથે સચિન અને સ્નેહાની સગાઇ નિમિતે તેઓને અને તેમના પરિવારને જમાડવામા આવ્યા. “બહેન આજે બહુ આનંદ આવ્યો.તમે સચિન અને સ્નેહાની સગાઇ અહી રાખી અને આ રીતે સાદાઇથી અને આ ગરીબ લોકોને તેમા સહભાગી કર્યા તેમા તમારી મહાનતાના દર્શન અમને થયા.હું ખુબ ભાગ્યશાળી બાપ છું કે મારી દીકરી સ્નેહાને તમારા ઘરમા સ્થાન મળ્યુ.” સ્નેહાના પિતાએ કહ્યુ. “અરે ભાઇ આટલા વખાણ ન કરો.વખાણને લાયક તો તમારી દીકરી છે.બહુ સદગુણી અને સંસ્કારી છે સ્નેહા.અમને ગર્વ છે સચિન પર કે તેણે સ્નેહાને જીવનસાથી તરીકે પસંદ કરી છે.” રાજેશ્વરીએ કહ્યુ.

સ્નેહાનો પરિવાર બે દિવસ દ્વારકા રોકાયા બાદ પરત જ્વા નીકળ્યા. “નિકિતા તમે પુરા પરિવારે મને મારા સત્કાર્યના કામમા ખુબ મદદ કરી હવે બધુ વ્યવસ્થિત થઇ ગયુ છે.તમે લોકોએ તમારા બીઝનેશના ભોગે મને હેલ્પ કરી છે હવે હું વધારે તમારા ઋણમા પડવા ઇચ્છતી નથી.માટે તમે લોકો પણ હવે અમદાવાદ જાઓ અને તમારી લાઇફ એન્જોય કરો એવી મારી દિલથી ઇચ્છા છે.મારી પાછળ તમે તમારો કિંમતી સમય બગાડ્યો છે” રાજેશ્વરીએ નિકિતાને કહ્યુ. “અરે બહેન,તુ શું કામ આવુ વિચારે છે? અમને કેમ તારાથી અલગ કરવા માંગે છે તું? અને તને કોણે કહ્યુ કે અમે અમારો સમય બગાડ્યો છે ઉલ્ટુ અમે તો અમારા સમયનો સાચો ઉપયોગ કર્યો છે.તારા થકી અમને આટલા મોટા પરમાર્થના કાર્યમા ભાગીદાર બનવાનો મોકો મળ્યો છે.બાકી તને તો ખબર જ છે કે મારા વિચારો તો તારા પ્રત્યે બહુ ખરાબ જ હતા.” નિકિતાએ કહ્યુ. “નિક્કી તુ ભુતકાળને ભુલી જા અને બીજુ તમે ક્યારેય મારાથી અલગ નહી થાઓ અને રહી વાત અમદાવાદ જવાની તો તારે વિકાસની હેલ્થ માટે જવુ જરૂરી છે અને પ્રશાંત ભાર્ગવ અને સચિનને આગળ જતા આ બીઝનેશ સંભાળવાનો જ છે તો અત્યારથી જ તે વિકાસને હેલ્પ કરે તો સારૂ.રહી વાત મારી તો અહી ભગવાનના સાન્નિધ્યમા રહીને હું મારી જીંદગી વીતાવીશ અને આ શાળા અને વૃધ્ધાશ્રમની દેખરેખ કરતી રહીશ.હવે તુ જીદ ન કરતી અને મારી વાત માની જા અને જરા ભવિષ્યનો વિચાર કરી અમદાવાદ પરત જાઓ તમે.” રાજેશ્વરીએ આગ્રહભેર નિકિતાને કહ્યુ. “પણ તારી દેખરેખ અહી કોણ રાખશે? મને તારી ચિંતા થાય છે.તને આમ એકલી મુકી જવાનુ મને જરા પણ મન નથી.એવુ હોય તો હું અહી રહુ બાકી બધાને અમદાવાદ મોક્લી દઉ.” “નિક્કી મારુ ધ્યાન તો જન્મી ત્યારથી ઉપરવાળો જ રાખતો આવ્યો છે અને હજુ મને વિશ્વાસ છે કે મારા મૃત્યુ સુધી ભગવાન મારી દેખરેખ રાખશે જ.અને તારે વિકાસ અને તેની હેલ્થ માટે જવું જરૂરી છે.હું નથી ઇચ્છતી કે જેમ મે દેવને ખોઇ દીધો તેવું કાંઇ તારા જીવનમા બને તો પ્લીઝ હવે જીદ ન કર અને મારી વાત માની જા.આ એક બહેનની બીજી બહેનને વિનંતી છે.” રાજેશ્વરીએ હાથ જોડીને નિકિતાને કહ્યુ. “ઠીક છે,તુ આટલી જીદ કરે છે તો હું માની જાંઉ છું.પણ એક શરત છે કે તારે પણ અમદાવાદ આવતુ જતુ રહેવાનુ અને અમે પણ અહી આવતા જતા રહેશું એવી રજા આપે તો હું માનુ.” નિકિતાએ રડતા રડતા કહ્યુ. “નિકિતા એક બહેન કેમ તેની બીજી બહેનને આવવાની ના કહી શકે.તું તારી ઇચ્છા પડે ત્યારે આવતી રહેજે અને તમે બન્ને બીઝનેશમાંથી નિવૃતી લઇ લો ત્યારે અહી આવતા રહેજો.જીવનના છેલ્લા વર્ષો આપણે સાથે રહીને અહી ભગવાનના સાન્નિધ્યમા વીતાવશું.” આટલુ બોલતા રાજેશ્વરી પણ ધૃસકે ધૃસકે રડી પડી અને બન્ને એકબીજાને રડતા રડતા ભેટી પડી.

બીજા દિવસે નિકિતા વિકાસ ભાર્ગવ સચિન અને પ્રશાંત બધા અમદાવાદ જવા નીકળવાના હતા એટલે તેઓ સુઇ ગયા હતા.રાજ્શ્વરી એકલી જાગતી હતી.તેને આજે જરા પણ ઉંઘ આવતી ન હતી.તે દેવાંશનો ફોટૉ લઇ બસ તેને નીહાળે જતી હતી અને તેની આંખમાંથી દળ દળ આંસુઓ વહે જઇ રહ્યા હતા.તે દેવાંશ સાથે વાત કરતી બોલી, “દેવ આજે તારી આત્માને સાચા અર્થમા શ્રધ્ધાંજલી આપવામા મને સફળતા મળી.તારા કહ્યા મુજબ તારા પૈસાનો ઉપયોગ સારા કામમા થઇ રહ્યો છે અને હવે આજીવન આ તારી રાજી દ્વારકામા રહી અને પરમાર્થના કાર્ય કરતી રહેશે.દેવ, સાચુ કહુ તો તારા ગયા પછી મને કોઇ રાજીના નામથી પણ બોલાવતુ નથી.મને કેમ તારી પાસે બોલાવી લેતો નથી? હવે તારા વિના આ દુનિયા મને બેરંગ લાગે છે.મારા જીવનમા ઇન્દ્રધનુષી રંગ તારા આવ્યા બાદ પુરાયા હતા અને હવે તુ જ મારા જીવનમા નથી તો મારું પણ શું કામ છે અહી? મને તારી બહુ યાદ આવે છે આજે દેવ..........” દેવનો ફોટો ગળે લગાડી રાજેશ્વરી બહુ સમય રડતી રહી.

સવારે:“મામી ખરેખર અહીથી જવાની ઇચ્છા થતી નથી.પણ તમે અમને કસમ આપી એટલે અમે મજબુર છીએ.અહી તમારી સાથે રહી અમે જીવનમા ઘણું બધુ શીખ્યા છીએ.તમારી ખુબ યાદ આવશે.” સચિને કહ્યુ. “હા મામી,વી મીસ યુ અ લોટ.” પ્રશાંત પણ બોલ્યો. “બેટા આ બધુ જે શક્ય બન્યુ તે તમારા બધાના સહકારથી જ શક્ય બન્યુ છે નહી તો ક્યારેય આટલુ સારી રીતે કામ પાર ન પડત.પ્રશાંત,સચિન અને ભાર્ગવ તમારે હજુ લાઇફ સેટ કરવાની છે.પપ્પાના બીઝનેશને આગળ વધારવાનો છે અને હવે વિકાસની તબિયત સારી નથી રહેતી તો તેને આરામ આપી તમારે બીઝનેશની જવાબદારી તમારે માથે લઇ આગળ વધવાનુ છે. “હા મામી તમે જે કહો છો,અમે તે મુજબ જ કામ કરશું.મમ્મી પપ્પાને હવે તેની લાઇફ એન્જોય કરાવશું અને બીઝનેશની જવાબદારી અમે અમારા ખભે લઇ આગળ વધશું અને બીઝનેશમાંથી જેવા ફ્રી થશું કે તરત જ દ્વારકા આવી જશું” ભાર્ગવે કહ્યુ. સચિન રાજેશ્વરી પાસે આવે છે અને તેને પગે લાગી કહે છે , “મામી તમે મારા જીવનના આદર્શ છો.તમારી જેમ નેક રસ્તા પર ચાલવાનુ મારુ પણ ધ્યેય છે.મને એવા આશિર્વાદ આપો કે હું હંમેશા સત્ય અને નેકી ના રાહ પર ચાલી શકુ.” “બેટા મારા આશિર્વાદ તમારા બધાની સાથે જ છે.અને એક અગત્યની વાત કે જે કોઇને ખબર નથી તે પણ તમને આજે બધા સાથે છો તો કહી દઉ છું કે મે મારી વસિયત બનાવી લીધી છે અને મારા ગયા બાદ મારા નામે રહેલી તમામ ચલ અને અચલ સંપતિનો વારસદાર માટે મે સચિન પ્રશાંત અને ભાર્ગવ તમને રાખ્યા છે.અને મને વિશ્વાસ છે કે મારા ગયા બાદ પણ તમે આ સંપતિનો ઉપયોગ સારા અર્થે અને સત્યના માર્ગે જ કરશો.એક વાત યાદ રાખજો કે હું આ ધરતી પર રહું કે ન રહું,મારા દેવના ખ્યાલથી શરૂ થયેલા આ પરમાર્થના કાર્યને ક્યારેય બંધ થવા ન દેજો.મારી તમને ત્રણેય ભાઇઓને આ નમ્ર વિનંતી છે.” રાજેશ્વરી ભારે સ્વરે માંડ વાક્ય પુરૂ કરી શકી. “મામી એ અમારુ બધાનુ વચન છે કે તમે કરેલા આ પરમાર્થના કાર્યને ક્યારેય બંધ નહી કરીએ.અને બીજી વાત કે અમારી ભગવાનને એ જ પ્રાર્થના છે કે તમે ખુબ લાંબુ,નિરોગી જીવન જીવો.” સચિને કહ્યુ અને ત્યાર બાદ બધા રાજેશ્વરીને ગુડ બાય વીશ કરી અમદાવાદ જવા રવાના થયા. રાજેશ્વરી ત્યાર બાદ આજીવન તેના દેવની યાદ સાથે દ્વારકામા રહી લોકોની સેવા કરતી રહી અને દેવની આખરી તૃષ્ણા પુરી કરવામા જ તેનુ આખુ જીવન વ્યતિત કર્યુ અને દેવને સાચા અર્થમા શ્રધ્ધાંજલી આપવાનો પ્રયત્ન કરતી રહી.....................

.......................................અસ્તુ...................................