Necklace - Chapter 3 in Gujarati Love Stories by Hiren Kavad books and stories PDF | Necklace - Chapter 3

Featured Books
Categories
Share

Necklace - Chapter 3

નેકલેસ

~ હિરેન કવાડ ~


અર્પણ

૨૦૧૫ ના વર્ષે મને ઘણુ આપ્યુ છે. કેટલીક સુંદર પળો, કેટલીક રેસ્ટલેસ મોમેન્ટ્સ, ડીઅર ફેન્સ, સ્ટનીંગ ફ્રેન્ડ્સ. આ વર્ષમાં એવું એવું થયુ છે જે મારા માટે કમ્પ્લીટલી અનપ્રીડીક્ટેબલ હતો. આ વર્ષે મને હસાવ્યો પણ છે એટલો અને રડાવ્યો છે પણ એટલો. ઘણા વર્ષો પછી બેચેની અને અકળામણોની એવી એવી પળો આપી, જેમાં હું એટલો કન્ફ્યુઝ્ડ હતો કે કંઇ કરવાનું સૂજતુ નહોતુ. આજ વર્ષે મને ધ લાસ્ટ યર જેવી અદભૂત નવલકથા આપી. આ સ્ટોરીનો અમુક ભાગ આ વર્ષની જ પ્રેરણા છે. એટલે જ આ સ્ટોરી હું એક તો મારા લવીંગ રીડર્સને ડેડીકેટ કરૂ છું, જેના ઓવરવ્હેલ્મીંગ લવ વિના હું આજે જ્યાં છુ ત્યાં ન હોત અને બીજુ આ સ્ટોરી મારી લાઇફના એક બીઝાર વર્ષ ૨૦૧૫ને ડેડીકેટ કરૂ છુ.


પ્રસ્તાવના

નેકલેસ, હું એના માટે સરપ્રાઇઝ ગીફ્ટ લઇને ગયો હતો. મારા મગજમાં એના માટેના નેકલેસની એક પર્ટીક્યુલર ઇમેજ હતી. એક અઠવાડીયા સુધી અમદાવાદમાં જ્યાં ત્યાં ફર્યો પણ જેવુ જોઇતુ હતુ એવુ નેકલેસ ન મળ્યુ. આખરે એક ફ્રેન્ડે એની ગર્લ ફ્રેન્ડ માટે એમેઝોન.કોમ પરથી મંગાવેલુ નેકલેસ મારી નજરે પડ્યુ. ‘આ જ’ મારે જે નેકલેસ જોઇતુ હતુ એ નેકલેસ મને મળી ગયુ હતુ.

પરંતુ એની પ્રાયોરીટી બદલાઇ ગઇ હતી. હું એને બર્થ ડેની આગલી રાતના ૧૨ વાગે એના બેડ નીચે એ નેકલેસ છુપાવવા માંગતો હતો. બટ એનું ધ્યાન તો કેક કાપવામાં પણ નહોતુ. એ કોઇની સાથે ફોન પર વાતોમાં ડૂબેલી હતી. ઇગ્નોરન્સ મને બાળી રહ્યુ હતુ. મેં એ રાતે નેકલેસ આપવાનું ટાળ્યુ. બર્થ ડે ના દિવસે એના પ્લાન્સમાં મારી પ્રાયોરીટી ક્યાંય નહોતી. આખો દિવસ અમે વિતાવેલી સુંદર પળોને યાદ કરતો રહ્યો. મેં નક્કિ કરી લીધુ હતુ મારે શું કરવાનું હતુ. રાતે જ્યારે એ ઘરે આવી ત્યારે ફેમીલી સાથે ફરી કેક કાપી. પોણા બાર વાગ્યા સુધી હું એના ઘરમાં જ હતો. મારે એને સૌથી પહેલા પણ વિશ કરવુ હતુ અને સૌથી છેલ્લે પણ. હું એને સતત જોતો રહ્યો અને એ મોબાઇલમાં ડૂબેલી હતી. મને ખબર હતી એ કોણ હતુ. હું પ્રેમની આગમાં બળી રહ્યો હતો. અત્યાર સુધી મેં એને કંઇક જ ગીફ્ટ નહોતુ આપ્યુ. એને એમ જ હતુ કે હવે તો બર્થ ડે પૂરો થઇ ગયો. બારમાં ૫ મિનિટની વાર હતી. એનો બર્થ ડે પૂરો થવાનો હતો. હું એક બહાનુ કાઢીને એના બેડરૂમમાં ગયો. જડપથી એની રજાઇ નીચે મારૂ ગીફ્ટ પેક જેમાં નેકલેસ હતુ એક મુક્યુ અને એક કાર્ડ નોટ મુકી. તરત જ હું મેઇન હોલમાં આવી ગયો. એ હજુ મોબાઇલમાં જ ડૂબેલી હતી. મેં એને ત્રીજીવાર વિશ કર્યુ. પરંતુ એનુ ધ્યાન હજુ કોઇ બીજી વ્યક્તિમાં હતુ. મેં જતા જતા ગુડનાઇટ કહ્યુ. એણે સામુ સુદ્ધા ન જોયુ. હું આ બધુ જ સહન કરવા માટે તૈયાર હતો. ફાયનલી મેં નક્કિ કરી લીધુ હતુ. એ એનાથી ક્યાંય દૂર ચાલ્યો જઇશ. હવે હું એની લાઇફમાં ફરી જવા નહોતો માંગતો. મને ખબર હતી જેવી એ ગીફ્ટ જોશે અને ચીઠ્ઠી વાંચશે એટલે એ તરત જ મને કોલ કરશે કે મેસેજ કરશે. હું જેવો ઘરની બહાર નીકળ્યો એવો તરત મોબાઇલ સ્વીચ ઓફ કર્યો અને હું નીકળી ગયો મારી યાત્રાએ. એ દિવસે મારામાં આગ લાગેલી હતી. હું ઉંઘી ન શક્યો. પરંતુ પ્રેમની આગ એક તરફ નથી લાગતી. પ્રેમ બે ધારી તલવાર છે.

તો પ્રસ્તુત છે સત્યઘટનાઓ પર આધારીત એક કહાની “નેકલેસ”.


પ્રકરણ – ૩

***

‘બેટા, હિમાલયા આવી ગયુ.’, રફીકચાચા બોલ્યા.

‘બહુ જલ્દી આવી ગયુ ને ચાચા?’, મીરાએ હસતા હસતા કહ્યુ.

‘ક્યાં ખોવાઇ ગઇ છે બેટા?.’, રફીકચાચા બોલ્યા.

‘એક જ મિનિટમાં આવી.’, કહીને મીરા કારમાંથી ઉતરી.

‘ડેડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મારે એક્ટર બનવુ છે. ગીવ મી સમ ટાઇમ.’, એ.ટી.એમ પાસે ઉભેલો એક છોકરો ફોન પર વાત કરી રહ્યો હતો. તરત જ મીરાના મગજમાં વિચારોની ધમધમાટી બોલવા લાગી.

એણે જડપથી એ.ટી.એમ માંથી પૈસા ઉપાડ્યા. એ મગજમાં ઘોળાયેલી યાદોને લીધે થોડી વિચલીત થઇ ગઇ. એ તરત જ કારમાં આવીને બેસી ગઇ.

‘રીવરફ્રન્ટ કોન્સર્ટમાં લઇ લો.’, મીરા કારમાં બેસતા જ બોલી.

‘તુ ઠીક છે બેટા?’, રફીકચાચાએ રીઅર ગ્લાસમાં જોઇને પૂછ્યુ.

‘આઇ એમ ફાઇન ચાચા.’, કહીને એણે માથુ ટેકાવ્યુ અને આંખો બંધ કરી લીધી.

***

એની નજરો સામે માત્ર એક વ્યક્તિનો ચહેરો હતો. મીરા…! મીરા…! મીરા…!

***

મીરા એના પાડોશી દાદા સાથે ફ્લેટના ડોરની બહારની જગ્યામાં બેસી હતી. રાતના દસ વાગ્યા હશે. લીફ્ટનો દરવાજો ખુલ્યો. સફેદ કુર્તુ અને જીન્સ પહેરેલ એક રફ સ્ટાઇલ વાળો છોકરો લીફ્ટમાંથી બહાર નીકળ્યો. એણે મીરા સામે જોયુ, અને હળવુ સ્મિત કર્યુ. એ ફોન પર વાત કરી રહ્યો હતો.

‘પપ્પા, થોડુક સમજો. મારે એક્ટર બનવું છે. મને થોડો સમય આપો. એક વર્ષનો. જો એક વર્ષમાં હું કંઇ ન કરી શકુ તો તમે કહેશો એ કામ હું કરીશ.’,

‘ઓકે પપ્પા.’

‘બસ પહોંચી ગયો.’

‘ઓકે.’, એણે કોલ કટ કર્યો.

‘કેમ છે દાદા?’, વિશાલે કોલ કટ કરતા જ મોટા લહેકા સાથે કહ્યુ.

‘લે તુ આવી ગ્યો? કેમ ચાલે છે નોકરી?’, દાદાએ મોટા મોઢે પૂછ્યુ.

‘નોકરી તો છોડી દીધી.’, વિશાલે હસતા કહ્યુ. આખોય સંવાદ મીરા સ્મિત સાથે સાંભળતી રહી.

‘હવે?’, દાદાએ થોડુ ગભરાઇને કહ્યુ.

‘હવે પોતાનુ કરીશ અને એક્ટીંગ ક્લાસ પણ જોઇન કરૂ છું.’, સાંભળીને દાદાને જટકો લાગી ગયો. બટ મીરા આશ્ચર્યથી જોઇ રહી. વિશાલ એની બહેના ઘરે આવ્યો હતો. એ અમદાવાદમાં જ રહેતો અને જોબ કરતો. બટ જોબ છોડ્યા પછી અહિં રોકાવા આવ્યો હતો. એ ઘરની અંદર ગયો.

દાદાએ વિશાલના ભરપૂર વખાણ કર્યા. એમતો દાદા કેટલાય દિવસથી મીરાને વિશાલ વિશે કહી રહ્યા હતા. વખાણ કરી રહ્યા હતા, મીરા માત્ર સાંભળ્યા કરતી. મીરાને એમ હતુ કે કોઇ હશે ટીપીકલ છોકરો. બટ વિશાલના લેહકા અને બે મિનિટની વાતો પછી ખબર નહિ મીરાને કંઇક થયુ હતુ. બે મિનિટમાં કોઇ જ વાત કર્યા વિના મીરાને આવી રીતે કોઇ પ્રત્યે કઇ રીતે ફીલીંગ્સ આવી શકે? બટ મીરાએ એના મનને કોઇ જ રીસ્પોન્સ ન આપ્યો.

વિશાલ ઘરની અંદર ગયો હતો બટ મીરા વિશાલ ક્યારે બહાર આવે એની રાહ જોવા લાગી. ભલે રાહ એટલી ઇન્ટેન્સ નહોતી બટ અંદર ક્યાંક નાની ઇચ્છા તો હતી જ કે વિશાલ બહાર આવે અને દાદા સાથે વાત કરે. મીરા અને દાદાને ખુબ જ ભડતુ. મીરા દાદાને બધી જ વાતો કરતી. મીતથી માંડીને એની સાથે જે પણ બન્યુ હોય એ વાત. વિશાલ ઘરમાં એનું લેપટોપ લઇને પોતાનુ કામ કરવા લાગ્યો. સોફા પરથી મીરા અને દાદા દેખાઇ રહ્યા હતા. વિશાલ ક્યારેક ક્યારેક મીરા સામે જોઇ લેતો. બન્ને સ્મિતની આપલે કરી લેતા. રાતના સાડા અગિયાર વાગી ગયા બટ વિશાલ એના લેપટોપમાં જ ડૂબેલો હતો. એ એની ડાયરી લખવામાં પડ્યો હતો. વિશાલ એનો બર્થ ડે સેલીબ્રેટ કરીને આવ્યો હતો. એ થાકી ગયો હતો એટલે એને ઉંઘી જવુ હતુ બટ દાદા અને મીરા હજુ વાતો ના ફડાકા મારી રહ્યા હતા. વિશાલે લેપટોપ બંધ કર્યુ. એ થાકી ગયો હતો એટલે સુઇ ગયો, વિશાલની બહેનના ફ્લેટનો દરવાજો બંધ થયો એટલે વિશાલની આવવાની વાટ પણ પૂરી થઇ. પહેલી વાર મીરા સાથે આવુ બન્યુ હતુ કે કોઇ છોકરાએ મીરા માટે ઓછો ઇન્ટરેસ્ટ બતાવ્યો હતો.

મીરા હોટ હતી, સેક્સી હતી, બોલ્ડ હતી. વેસ્ટર્ન કપડામાં એ રમણીય લાગતી હતી. ગોરી અને સુંદર મીરાને જોઇને કોઇ પણ અટ્રેક્ટ થઇ જતુ હતુ. એનુ બોડી બોમ્બ હતુ. અત્યાર સુધીમાં એને ઘણા છોકરા પ્રપોઝ કરી ચુક્યા હતા બટ મીરા કોઇને ભાવ ન આપતી. પહેલીવાર મીરાને કોઇ છોકરાએ ભાવ નહોતો આપ્યો, એ હતો વિશાલ.

***

સવાર થઇ. વિશાલની આદત પ્રમાણે મનમાં મ્યુઝીક ગણગણતો હતો, આખરે તો આર્ટીસ્ટ હતો અને ધુની પણ. મ્યુઝીક મનમાં ગણગણતા જ એ નહાયો, તૈયાર થયો અને નાસ્તો કર્યો. તૈયાર થઇને એ ફ્લેટની બહાર ગયો, બાજુના જ દરવાજામાં એને મીરા દેખાઇ. દાદા ત્યાંજ બેસેલા હતા. વિશાલ મોટા સ્મિત સાથે અંદર દાખલ થયો અને વિશાલે એક મોટી સ્માઇલ મીરાને અને એના મમ્મીને આપી. મીરાએ પણ વળતી એક મોટી સ્માઇલ આપી. મીરા ખુર્શી પર બેસેલી હતી એ ઉભી થઇ ગઇ અને વિશાલને જગ્યા આપી. મીરાના મમ્મીએ ચા આપવાનુ કહ્યુ. વિશાલે કહ્યુ, ‘એણે નાસ્તો કરી લીધો છે.’ છતા મીરા ચ્હા લઇ આવી.

વિશાલે જોબ છોડ્યા પછી નક્કિ કર્યુ હતુ કે પૂરેપૂરૂ કામમાં ફોકસ કરશે. એ મીરાના કારણે જરા પણ ડીસ્ટ્રેક્ટેડ નહોતો. એને કંઇજ ફરક નહોતો પડી રહ્યો કે મીરા છે કે નહિ. બટ એવુ પણ નહોતુ કે એને કોઇ અટ્રેક્શન નહોતુ. મીરાની સેક્સીનેસ અને હોટનેસ એને પણ ક્યાંય ખુંચી ગઇ હતી, બટ એ એના કામ પ્રત્યે મક્કમ હતો. એને ખબર હતી એને શું કરવાનુ હતુ. દાદા એના ગામડાની વાતો કરતા રહ્યા. વિશાલનો જવાનો ટાઇમ થઇ ગયો હતો. સાડા દસ વાગી ગયા હતા, એટલે એને નીકળવાનુ જ હતુ.

‘ચાલો મારો ટાઇમ થઇ ગયો.’, ચ્હા પતી એટલે વિશાલ ઉભો થયો. અત્યાર સુધી કોઇ બાબતે મીરા અને વિશાલ વચ્ચે સીધી વાત નહોતી થઇ. દાદા અને મીરા વચ્ચે જ વાત થઇ રહી હતી એમાં જસ્ટ વિશાલ અમુક સૂરો પુરાવતો. એમ પણ વિશાલ ખુબ એકલહુડો હતો એવુ દાદાનુ કહેવુ હતુ. એને એકલુ રહેવુ, એકલુ રખડવુ ખુબ જ ગમતુ. એનો સ્વભાવ જ એકાંતમાં રહેવાનો હતો. બધા સાથે ખુબ ઓછી વાતો કરવી, પણ જો કરવી તો બધાના ચહેરા પર સ્માઇલ આવી જાય એવી કરવી. એ એનો ટાઇમ થયો એટલે નીકળવાની તૈયારી કરી.

વિશાલે લીફ્ટનુ બટન દબાવ્યુ. લીફ્ટ ઉપર આવી અને મીરા એના ઘરના દરવાજા પર ટેકો રાખીને સ્માઇલ સાથે ઉભી રહી ગઇ. વિશાલે અને મીરાએ એક નજર મેળવી. વિશાલે હળવી સ્માઇલ કરી. મીરાએ પણ સામે જોઇને સ્માઇલ આપી. લીફ્ટ ઉપર આવી ગઇ એટલે વિશાલ તરત જ અંદર ગયો. દરવાજો બંધ થઇ ગયો.

મીરા લીફ્ટ સામે જ ઉભી રહી રહી. લીફ્ટ નીચે ચાલી ગઇ. છતા મીરા એના દરવાજે ટેકો રાખીને ઉભી રહી. એ વિચારોમાં ખોવાઇ ગઇ. એને એવો છોકરો મળ્યો હતો જેને એનામાં ઇન્ટરેસ્ટ નહોતો. જેની આંખોમાં હવસ નહોતી, જેની આંખોમાં રીસપેક્ટ હતી.

***

મીરા લીફ્ટ સામે જ ઉભી રહી રહી. લીફ્ટ નીચે ચાલી ગઇ. છતા મીરા એના દરવાજે ટેકો રાખીને ઉભી રહી. એ વિચારોમાં ખોવાઇ ગઇ હતી. એને પહેલો એવો છોકરો મળ્યો હતો જેને એનામાં ઇન્ટરેસ્ટ નહોતો. જેની આંખોમાં હવસ નહોતી, જેની આંખોમાં રીસપેક્ટ હતી. મીરા વિચારમાં પડી ગઇ હતી, જ્યારથી એ સમજણી થઇ હતી ત્યારથી એણે જોયુ હતુ કે છોકરાઓની પ્રપોઝ કરવા માટે લાઇન લાગતી. એને ખબર હતી કે એ સુંદર છે અને સેક્સી પણ. એના શરીરમાં દરેક પુરૂષને આકર્ષે એ બધા જ ગુણો છે. છતા આવુ કેમ થઇ રહ્યુ હતુ? વિશાલ કેમ આવો હતો? કેમ વિશાલને ખાસ કોઇ અટ્રેક્શન નહોતુ? કેમ વિશાલ સ્મિતથી આગળ નહોતો વધી રહ્યો?

મીરા સવારથી ઘરના કામમાં પરોવાણી. ઘરમાં સાફ સફાઇ કરી, બપોરનુ જમવાનુ બનાવ્યુ, બપોર પછી રીડીંગ કર્યુ, બટ રીડીંગ કરતી વખતે એને એકના એક જ વિચારો આવ્યા કરતા, વિશાલનુ અજબ સ્મિત શું કહેવા માંગતુ હતુ એ હજુ મીરા જજ નહોતી કરી શકતી. રીડીંગ કરતી હતી ત્યારે જ મીતના મેસેજ આવ્યા હતા, બટ મીરાએ આજે મીત સાથે ખુબ ટુંકી વાત કરી. એને વિશાલ વિશે વિચારો કરવાનુ ગમવા લાગ્યુ હતુ. એક જ દિવસમાં મીરા એક અજાણ્યા માણસના વિચારો કરવાની આદતી બની ગઇ. વિશાલ ક્યારે આવશે? એવો સવાલ એ ભલે નહોતી પૂછતી. પરંતુ એના મનમાં ઉંડે વિશાલની વાટ હતી, ક્યારે રાત પડે અને ક્યારે એ આવે. ક્યારે એ વિશાલ સામે સ્મિત કરે.

સાંજે મીરાની વાટ તીવ્ર બની ગઇ હતી. આઠ વાગ્યા પછી જ્યારે પણ લીફ્ટનુ મ્યુઝીક વાગતુ કે પછી લીફ્ટનો દરવાજો ખુલતો ત્યારે મીરાની નજર દરવાજા બહારની લીફ્ટ પર ચાલી જતી. પરંતુ વિશાલ નજરે ના પડતો ત્યારે એની આંખો નીરાશ થઇ જતી. નવ વાગ્યે ફરી લીફ્ટનો દરવાજો ખુલ્યો, મીરા એના ફ્લેટના ડોર તરફ દોડી ગઇ, દરવાજો ખુલ્યો બટ દાદા હતા. ભલે વિશાલ નહોતો આવ્યો બટ મીરા સાથે વિશાલની વાતો કરવા વાળુ કોઇક તો આવી ગયુ હતુ. મીરાના પેટમાં એવુ વંટોળ હતુ કે એ રાતે જમી પણ ના શકી. પરંતુ પેટને સમજાવવા માટે એણે બે કોળીયા મોઢામાં નાખ્યા.

***

દસ વાગ્યે દાદાએ ખાટલો ઢાળ્યો, મીરા તરત એના ઘરમાંથી ખુર્શી લઇને દાદા પાસે પહોંચી ગઇ. એના આઇફોનમાં વોટ્સએપની રીંગ વાગી. મીરાએ મેસેજ જોયો.

‘ડાર્લીંગ વોટ હેપ્પન્ડ? આજ કોઇ મેસેજ નહિ, મેસેજનો આન્સર નહિ?’, મીતનો મેસેજ હતો.

‘સોરી યાર થોડી બીઝી હતી.’, મીરાએ મેસેજ કર્યો.

‘એટલી બધી વાંચવામાં બીઝી થઇ ગઇ કે અમે યાદ પણ નથી આવતા?’, તરત જ મીતનો મેસેજ આવ્યો. મીરા દાદા સામે બેસીને ફટાફટ મેસેજ ટાઇપ કરી રહી હતી.

‘કોણ મીતયો છે?’, દાદાએ પૂછ્યુ. મીરાએ હસતા હસતા ડોકુ ધુણાવ્યુ.

‘કહે છે કે આજે આખા દિમાં મેસેજ કેમ નો આવ્યો?’, મીરાએ દાદાને કહ્યુ. દાદાએ ડોકુ ધુણાવ્યુ, મીરા ફરી મેસેજમાં લાગી ગઇ.

‘છોડને એ બધુ, શું કરે છે તુ?’, મીરાએ મીતને મેસેજ કર્યો.

‘બસ ટેરેસ પર બેઠો છુ, ઠંડો પવન આવી રહ્યો છે.’, મીતનો મેસેજ આવ્યો.

‘વિશાખાનો ભાઇ છે, વિશાલ. એન્જીનીયર છે, પાંત્રીસ હજાર પગાર હતો, માળા હાળાએ નોકરી કેમ છોડી દીધી ખબર જ નથી પડતી.’, દાદાએ વિશાલની વાત કાઢી. મીરાએ મોબાઇલ સાઇડમાં મુક્યો.

‘એણે કંઇક વિચાર્યુ જ હશે દાદા’, મીરાએ પોતાના કાલા લહેકામાં કહ્યુ.

‘પણ પાંત્રીસ હજારની નોકરી, હવે ભાયને એક્ટર બનવુ છે, છોકરો બવ ડાહ્યો, પણ લગનની ના જ પાડે છે કે મારે હમણા લગન જ નથ કરવા.’, મીરા હસી પડી.

‘એની માં કેટલાંય માંગા લઇ આવી, પણ ઇ છોકરી જોયા પહેલા જ કહી દેય કે મારે લગન જ નથી કરવા.’

‘લાગે છે જ સનકી દાદા…’, કહીને મીરા ખડખડાટ હસી પડી. દાદા પણ થોડુક હસ્યા. મીરાનો મોબાઇલ મેસેજને કારણે રીંગ વગાડતો રહ્યો. દાદા વિશાલની વાતો કરતા રહ્યા.

‘હોશીયાર બોવ, આજ સુધી કોઇ દિ રૂપયોય એના માં-બાપને ખરચવો નથી પડ્યો. પણ લગનની ચોખ્ખી ના જ પાડી દેય.’, ફરી એક ને એક લગનની જ વાત દાદા કરતા રહ્યા. વિશાલના વખાણ કરતા દાદા થાકતા નહોતા. દાદાના મનમાં પણ એવુ હતુ કે વિશાલ મીરાને પસંદ કરે તો એમનુ બન્નેનુ ગોઠવી દેવાય. મીરાના ઘરમાં પણ ઇન્ટરકાસ્ટ મેરેજની કોઇ પ્રોબ્લેમ નહોતી. એમ પણ એના ઘરમાં હતુ કોણ, મીરા અને એના મમ્મી. એકભાઇ એક્સીડેન્ટમાં એક્સપાયર્ડ થઇ ગયો હતો, પપ્પા હાર્ટ અટેકમાં ગુજરી ગયા હતા. હવે તો મીરા અને એના મમ્મી જ હતા. મીરાની મેરેજની ઉંમર પણ થઇ ગઇ હતી, એટલે એને અવાર નવાર છોકરા જોવા આવતા બટ મીરા રીજેક્ટ જ કરતી રહેતી. મીરાની એકવાર સગાઇ પણ થઇ હતી, બટ છોકરો ખુબ જ પઝેસીવ હતો એટલે જ મીરાએ એ સગાઇ તોડી નાખી હતી.

મીરા ખુલ્લામાં ઉડવા વાળી છોકરી હતી, એને ઘણા મેલ ફ્રેન્ડ્સ હતા. એને એની લાઇફમાં ઘણુ કરવુ હતુ. એ નહોતી ચાહતી કે એ કોઇ એવી જગ્યાએ મેરેજ કરે જ્યાં એની પાંખો કપાઇ જાય, જ્યાં એને પીંજરામાં પૂરી દેવામાં આવે. એટલે જ એને મેરેજની કોઇ ઉતાવળ નહોતી. એટલે જ એને લવ-અરેન્જ મેરેજ કરવા હતા. બટ હજુ એને એવુ કોઇ નહોતુ મળ્યુ કે જેના તરફ મીરાને એવી ફીલીંગ્સ આવી હોય. બટ વિશાલે એક જ દિવસમાં એને એક અલગ સ્થિતીમાં જ નાખી દીધી હતી.

સાડા અગિયાર સુધી દાદા અને મીરા વિશાલની વાતો કરતા રહ્યા, જેટલુ દાદા વિશાલ વિશે જાણતા હતા એ બધુ જ દાદાએ મીરાને કહ્યુ હતુ. બટ મીરા ધરાતી નહોતી. મીરાને ઉંઘ આવી રહી હતી. બાજુમાં મોબાઇલમાં મીતના મેસેજ આવી રહ્યા હતા. મીરાએ મોબાઇલમાં જોયુ. મીતના બે મીસકોલ પણ હતા.

‘બકુ કેમ આન્સર નહિં આપતી? શું થયુ છે આજે તને?’, મીરાએ જ્યારે વોટ્સએપ ઓપન કર્યુ ત્યારે આવા કેટલાંય મેસેજ મીતના હતા. આજે મીરાએ એના બેસ્ટ ફ્રેન્ડને બહુ જ ઇગ્નોર કર્યો હતો. મીરા માટે મોબાઇલ સાઇડમાં મુકી દેવો એ ખુબ સહેલી વાત હતી, બટ મીતની હાલત શું થતી હશે એનુ મીરા ક્યાં વિચારતી હતી, ખરેખર ફ્રેન્ડશીપ એક વરદાનની સાથે શાપ પણ છે.

મીરાના મોબાઇલમાં રીંગ વાગી. મીતનો કોલ હતો. મીરાએ કોલ રીસીવ કર્યો.

‘હા બકુ.’, મીરાએ એના કાલા અવાજમાં કહ્યુ.

‘કોઇ બોયફ્રેન્ડ શોધી લીધો કે? જવાબ આપવાનો ટાઇમ પણ નથી હવે તો.’, મીતે ટોન મારતા કહ્યુ.

‘અરે ડાર્લીંગ એમ બોયફ્રેન્ડ મળી જતા હોય તો સારૂ જ ને.’, મીરાએ હસતા હસતા કહ્યુ. મીત પણ હસી પડ્યો. મીત માટે મીરાની હસીથી વધારે કંઇ નહોતુ. મીરા એને ગમે એટલુ ઇગ્નોર કરતી બટ એકવાર મીરા સ્માઇલ સાથે વાત કરતી એટલે મીત બધુ જ ભૂલી જતો. ધીઝ ઇઝ નથીંગ બટ લવ, લવ ઇન ફ્રેન્ડશીપ.

‘અરે મેડમ તમારા માટે તો લાઇન લાગે જો લગાવવી હોય તો.’, મીતે પણ હસતા હસતા કહ્યુ.

‘ના ના, મારે લાઇન નથી લગાવવી હો.’, મીરા થોડુ હસીને બોલી.

‘બકુ તારી બહુ જ યાદ આવે છે. બહુ ટાઇમથી નથી મળ્યો.’, મીત થોડો સીરીયસ થઇને બોલ્યો.

‘યા આઇ નો, બટ હમણા થોડુ કામ છે યાર, મમ્મીની તબીયત પણ ઠીક નથી રહેતી અને મને પણ મજા જેવુ નથી.’, મીરાએ કહ્યુ.

‘બકુ શું થયુ? હવે તો તુ તબીયત બરાબર ન હોય તો પણ નથી કહેતી.’

‘અરે બકુ કંઇ નથ થ્યુ, ડોન્ટ વરી. જસ્ટ આજે થોડુક માથુ દુખતુ હતુ.’

‘તો વિચારો ઓછા કરાય અને ટેબ્લેટ લઇ લેવાય.’, ખરેખર એક સાચા ફ્રેન્ડને દર્દના બધા કારણોની ખબર જ હોય છે. મીરાએ આજે ખુબ જ વિચાર કર્યા હતા. મીતને બસ એટલી ખબર નહોતી કે વિચારો શેના કર્યા હતા.

‘યાર તને તો ખબર છે, હું માથુ દુખતુ હોય તો ટેબ્લેટ નથી લેતી.’,

‘અરે યાર તુ બહુ જ જીદ્દી છે, તબીયત ખરાબ હોય તો દવા લઇ લેવાય યાર.’, મીતે ખુબ જ કેર લેતા કહ્યુ.

‘ઓકે ઓકે, નેક્સ્ટ ટાઇમ.’

‘દર વખતે આ જ સાંભળુ છું.’

‘ઓકી.’, મીરાએ હસતા હસતા કાલા અવાજમાં કહ્યુ.

‘ક્યા કીયા આજ આપને?’, મીતે રોજની જેમ પૂછ્યુ.

ત્યાંજ લીફ્ટનો દરવાજો ખુલ્યો. મીરાનુ હાર્ટ જોરજોરથી પંપ કરવા લાગ્યુ. મીરા કાન પર ફોન રાખીને સતત વિશાલ સામે જોવા લાગી. ફોનમાં ‘હેલો હેલો.’ નો અવાજ આવવા લાગ્યો. વિશાલે પણ મીરા સામે આંખો મેળવી. દાદા કંઇજ ન બોલ્યા.

‘કેમ છે?’, વિશાલ મીરાની આંખમાં આંખ નાખીને બોલ્યો.

‘અરે કેમ છે એમ પૂછુ છું?’, વિશાલે ફરી મોટા અવાજે કહ્યુ.

‘બસ મજા.’, મીરા ધીમેંથી બોલી. ફોનમાં હજુ મીત ‘હેલ્લો હેલ્લો’ કરી રહ્યો હતો.

‘પછી વાત કરૂ, બાય.’, મીરાએ ફોનમાં કહીને કોલ કટ કરી નાખ્યો.

‘આવી ગયો? ક્યાં રખડયાય્વો.’, દાદા બોલ્યા.

‘બસ એક ફ્રેન્ડની પાર્ટી હતી તો ડીનર માટે ગયા હતા.’, વિશાલ એના સ્ટ્રોંગ અવાજમાં બોલ્યો.

‘હેં?’, દાદાને કંઇ સમજાણુ નહિ.

‘અરે દાદા જમવા ગ્યાતા.’, મીરાએ વિશાલ સામે સ્માઇલ કરતા કરતા દાદાને સમજાવ્યુ. દાદાએ માથુ ધુણાવ્યુ.

‘થાકી ગ્યો છું, સાવ આજ તો. બહુ ઉંઘ આવે છે.’, દાદા સામે જોઇને વિશાલે કહ્યુ. મીરાનો ચહેરો થોડી વાર માટે ઉતરી ગયો. મીરાએ આજે આખો દિવસ વિશાલની રાહ જોઇ હતી અને આ છોકરો થોડીવાર એની સાથે બેસી નહિ શકે? મીરા માટે આ અસહ્ય હતુ. આવુ મીરા સાથે એની લાઇફમાં પહેલીવાર બની રહ્યુ હતુ કે કોઇ છોકરો એને જરાં પણ ભાવ ન આપતો હોય. કદાચ છોકરાને ગર્લફ્રેન્ડ હોય તો પણ મીરા એટલી હોટ એન્ડ સેક્સી હતી કે કોઇ પણ ફીઝીકલી અટ્રેક્ટેડ તો થઇ જ જાય. બટ મીરા વિચારતી હતી કે આ કઇ માટીનો બનેલો છે? વિશાલ તરત જ રૂમમાં ગયો. એ ફ્રેશ થયો. એણે કપડા ચેન્જ કરીને નાઇટ ડ્રેસ પહેર્યો. મીરા થોડી ઉદાસ થઇ ગઇ હતી, એ સુઇ જવા માંગતી હતી, એટલે એ ઉભી થઇ. ત્યાંજ વિશાલ આવ્યો.

‘કેમ સુઇ જવુ છે?’, વિશાલે પૂછ્યુ.

‘ના પાણી પીવુ છે, બોટલ લેવા જાવ છું.’, મીરાથી બોલાઇ ગયુ. અચાનક જ એની ઉદાસી ગાયબ થઇ ગઇ. મીરા જડપથી રૂમમાં ગઇ. વિશાલ બહાર એના મોબાઇલમાં પાર્ટીના ફોટા જોઇ રહ્યો હતો. દાદા ઉભા થઇને બાથરૂમ જવા ગયા. મીરાને ઘરમાંથી આવતા જરાં વાર લાગી. પણ જ્યારે એ બહાર આવી ત્યારે વિશાલ મીરાને માત્ર તાકી રહ્યો. એ એની નજર મીરા પરથી હટાવી ન શક્યો.

***

સ્ત્રી જ્યારે એનુ સ્ત્રીત્વ બતાવે છે ત્યારે એની સામે કોઇ નથી ટકી શકતુ. મેનકાએ વિશ્વામીત્ર જેવા વિશ્વામીત્રની તપશ્ચર્યા ભંગ કરાવી હતી, ભલે મીરા મેનકા નહોતી, વિશાલ પણ ક્યાં વિશ્વામીત્ર હતો. પરંતુ બન્નેની પરિસ્થિતીઓ એક જ હતી. અને મીરા હવે મેનકાનુ કામ કરવાની હતી.

ગોરા સાથળ, ભરાવદાર પીંડીઓ, એકદમ શ્વેત પાની, ખુલ્લા નરમ બાજુ. મીરાએ એનુ છુપાવેલુ શારીરિક રૂપ ખુલ્લુ કર્યુ હતુ. એ નાઇટ સ્યુટમાં હતી, એક શોર્ટ બ્લેક શોર્ટ પહેરી હતી. એના પર એણે ખુબ ટુંકું સ્લીવલેસ ટી-શર્ટ પહેર્યુ હતુ. ટી-શર્ટનુ ગળુ પહોંળુ હતુ અને બેક ઘણો ખરો ખુલ્લો હતો.

વિશાલે મીરા શરીરને સ્કેન કરવાનુ શરૂ કર્યુ. થોડીક ભીની ગરદન જેની ડાબી બાજુ એક કાળો તલ હતો. એની નજર મીરાના ખુલ્લા બાજુઓ પર ગઇ. એકદમ ગોરા બાજુઓ પર પણ બે ચાર તલ હતા. ગળાની સહેજ નીચે ઉતરતા ફરી મીરાના શ્વેત શરીર પર કાળા તલના ટપકા હતા. ગળાની સહેન નીચે ઉતરતા ટી-શર્ટ આડુ આવવા લાગ્યુ, નહિતર આજે વિશાલ બધા જ તલને ગણી લેત. શી-શર્ટ ટુંકુ હતુ જે એની કમરને ઢાંકી નહોતુ શકતુ. સહેજ નીચે ઉતર્યો જે જોઇને વિશાલ અનકંટ્રોલેબલ થઇ ગયો. દેખાવમાં જ લીસી, કોમળ, લથબથ કમર. વિશાલ માત્ર જોતો જ રહ્યો. બટ જ્યારે એની નજર મીરાની ડુંટી પાસેના મોટા કાળા તલ પર ગઇ ત્યારે વિશાલના કપાળ પર પરસેવો છુટવા લાગ્યો હતો. વિશાલને એ તલ ચાખવાનુ મન થઇ ગયુ. વારંવાર વિશાલની નજર મીરાની ઉંડી ડુંટી પાસે જ ચાલી જતી. આ રીતે જોઇ રહેલા વિશાલને જોઇને મીરા હસી, એવી રીતે હસી જાણે હવે બધી સ્થિતી કંટ્રોલમાં હોય.

મીરા પગ પર પગ ચડાવીને કોઇ સાથે વોટ્સએપ પર ચેટ કરવા લાગી. વિશાલ ચુપચાપ આ જોતો રહ્યો. આ હતુ અસલી મીરાનુ રૂમ. આખા શરીર પરથી સેક્સીનેસ, હોટનેસ અને બોલ્ડનેસ નીતરતી હતી.

દાદા રૂમમાંથી બહાર આવ્યા અને ખાટલા પર બેસ્યા.

‘તો શું કર્યુ છે, આઇ મીન સ્ટડી.’, વિશાલ બોલ્યો જાણે સગાઇ માટે ઇન્ટરવ્યુ લેતો હોય.

‘હ્મ્મ, સ્ટડી ચાલુ છુ. બી.એડ. બસ પૂરૂ થવમાં જ છે.’, મીરાએ ખુબ જ સોફ્ટ અવાજે એના એજ કાલા લહેકામાં કહ્યુ.

‘સબજેક્ટ?’,

‘એટલે?’

‘મીન્સ ક્યા સબજેક્ટ પર આર્ટ્સ કર્યુ, મેઇન સબજેક્ટ ક્યો હતો.’, વિશાલે એલાબોરેટ કર્યુ.

‘ગુજરાતી.’,

‘એ વોટ્સએપમાં ટાઇપ કરતા કરતા બોલી.

‘તારો વોટ્સએપ નંબર બોલને.’, વિશાલે એનો નંબર માંગ્યો. બધુ જ ઝડપથી આગળ વધી રહ્યુ હતુ. મીરાએ એનો નંબર આપ્યો. વિશાલ એનો નંબર સેવ કરવા લાગ્યો.

‘શું નામ લખું?’, વિશાલ થોડુ હસીને બોલ્યો.

‘મીરા, નામ તો સુના હી હોગા.’, મીરા પણ દાંત બતાવ્યા વિના આંખોમાં આંખો પરોવીને હસી.

‘હાઇ,’, વિશાલે મીરાની સામે બેસીને જ વોટ્સએપ કર્યુ.

‘હેલ્લો,’, સ્માઇલી સાથે મેસેજ આવ્યો.

‘નાઇસ ડી.પી.’,

‘થેંક્સ, યોર્સ ટુ.’, મીરાએ જવાબ મોકલ્યો. સામ સામે ચુપચાપ ટીપીકલ મેસેજની આપલે થઇ રહી હતી.

‘થેંક્સ, નાઇસ સ્ટેટસ ટુ.’, વિશાલે આંખ મારતી સ્માઇલી સાથે મેસેજ કર્યો.

‘રીઅલી? થેંક્સ.’

‘યપ.’, પછી મીરાએ એક ફોટો મોકલ્યો. આવા રબીશ ફોટાઓમાં વિશાલને જરાય રસ નહોતો.

‘ચલો દાદા, થાકી ગયો છુ. ઉંઘ આવે છે.’, વિશાલ ઉભો થયો અને અંદર જવાની તૈયારી કરી. મીરા ચાહતી હતી કે વિશાલ બેસે, એની સામે જ બેસે. બટ વિશાલ જ્યારે હોય ત્યારે મીરાથી દૂર ભાગતો.

‘બસ?’, દાદા બોલ્યા.

‘હા કાલે ઘણુ કામ છે.’, વિશાલ બોલ્યો અને અંદર ગયો. ફ્લેટનો દરવાજો ખુલ્લો જ હતો.

‘બેટરી અબાઉટ ટુ ડાય ડીઅર.’, અંદર જઇને સોફા પર સુઇને તરત જ વિશાલે મેસેજ કર્યો. મીરાએ બહારથી વિશાલ સામે સ્માઇલ કરતા કરતા જોયુ.

‘ટાયર્ડ, હેવ ટુ સ્લીપ ડીઅર.’, વિશાલે બીજો મેસેજ કર્યો.

‘દાઉદ જૈસે લગ રહે હો,

ઓકે બેબી ટેક યોર ટાઇમ.’, મીરાનો મેસેજ આવ્યો. વિશાલ ખુબ થાકેલો હતો, બટ આજે એને ઉંઘ તો નહોતી જ આવવાની એ પાક્કુ હતુ. કારણકે સામે મીરા જે રૂપ લઇને બેઠી હતી એ જોયા પછી કોઇને ઉંઘ ના આવે.

‘ગુડ નાઇટ સ્વીડ ડ્રીમ ટેક કેર.’, વિશાલે ગુડનાઇટ મેસેજ કર્યો. એ પડખુ ભરીને સોફા પર જ સુઇ ગયો.

મીરાએ ગુડનાઇટ લખેલ ઇમેજ મોકલી.

બટ ફ્લેટની બહાર ગેલેરીમાં મીરા હજુ દાદા સાથે વાત કરી રહી હતી. વિશાલને કઇ રીતે ઉંઘ આવે. ફરી એણે પડખુ ફેરવ્યુ, મોબાઇલ ચાર્જીંગમાં મુક્યો અને મીરા સામે જોવા લાગ્યો. મીરાએ પોતાના ખુલ્લા વાળને બાંધ્યા.

‘હેયર ઇઝ બેન્ટ, રેડી ટુ સ્લીપ આઇ ગેસ’, વિશાલે મેસેજ કર્યો.

‘સો જાઓ.’, મીરાનો મેસેજ આવ્યો.

‘ચાર્જર કામ નથી કરતુ, કદાચ લેપટોપ પર કંઇક કામ કરીશ, ઓર મુવી જોઇશ.’, વિશાલે મેસેજ મોકલ્યો.

‘યા, સ્યોર, હું પણ થાકી ગઇ છુ બકા.’, મોટી મોટી સ્માઇલની સ્માઇલી સાથે વિશાલના મોબાઇલમાં મેસેજ આવ્યો.

‘ધેન ટેક રેસ્ટ, રીલેક્સ.’,

‘યા સ્યોર, ચલો બાય ગુડનાઇટ.’

‘બાય ગુડ નાઇટ’, વિશાલે ફરી ગુડનાઇટ મોકલ્યુ.

‘નાઇસ સ્માઇલ યુ ગોટ.’, વિશાલે બીજો મેસેજ કર્યો.

‘થેંક્સ, તમારી પણ.’, મીરાનો મેસેજ આવ્યો. આ મેસેજ પછી બન્નેના મેસેજ બંધ થઇ ગયા. બટ દાદા અને મીરાની વાતો ખુટતી નહોતી. દાદા વિશાલની જ વાતો કરી રહ્યા હતા, મોસ્ટલી એના વખાણ જ. બાર વાગી ચુક્યા હતા બટ વાતો પૂરી નહોતી થઇ.

‘કેટલી વાતો…??????’, વિશાલે મેસેજ કર્યો.

‘અરે યાર દાદાની વાતો નય ખુટતી.’, મીરાએ વિશાલની સામે જોઇને કહ્યુ.

‘દાદાને પુછ કેટલા મેરેજ કર્યા છે.’, વિશાલે હસતા હસતા મેસેજ કર્યો.

‘આઇ ગેસ ૩ કે ૪’, મીરાનો મેસેજ આવ્યો.

‘ઓહ્હ્હ્હ, કોણે કહ્યુ.’,

‘દાદા મુજસે કુછ નહિ છુપાતે.’,

‘ઓય્ય્ય હોય્ય્ય, ઔર ક્યા ક્યા કહા હૈ દાદાને?’,

‘સબ..’, મીરાનો મેસેજ વિશાલના મોબાઇલમાં આવ્યો અને એને છીંક આવી.

‘ગોડ બ્લેસ યુ.’, વિશાલને ખબર ના પડી આ ગોડ બ્લેસ યુ શાંમાટે આવ્યુ હતુ.

‘સમ સીરીયસ ટોક ઇઝ ગોઇંગ ઓન?’, ખુબ ધીમે ધીમે વાત કરતા મીરા અને દાદાને જોઇને પૂછ્યુ.

‘વ્હાય, ગોડ બ્લેસ.’, તરત બીજો મેસેજ પણ એણે કર્યો.

‘આપકો છીંક આઇ ઇસ લીયે.’,

‘ઓહ્હ, થેંક્યુ બેબી, સો કેરીંગ.’, વિશાલે મેસેજ કર્યો. બેબી શબ્દ આવી રીતે પહેલી વાર જ કોઇ માટે યુઝ કર્યો હતો. મીરા સાથે આટલો જલદી, કોઇ રિલેશન વિના? ધીઝ વોઝ ફાસ્ટ.

‘ઓલવેઝ ફોર એવરીવન.’, જવાબ સ્માઇલી સાથે આવ્યો.

‘નીંદ નહિ આ રહી?’, વિશાલે મેસેજ કર્યો.

‘આ તો રહી હૈ યાર, બટ દાદા સ્ટોપ હી નહિ કર રહે, વો બાતે બંદ કરે તો ન.’

‘આઇ એમ ફીલીંગ સ્લીપી, શટીંગ ડાઉન.’, વિશાલે મેસેજ કર્યો.

‘આપકો મેસેજ નહિં પહોંચ રહે.’, મીરાનો મેસેજ આવ્યો.

‘યહાં કવરેજ નહિ આ રહા.’, વિશાલે ટેક્સ્ટ મેસેજ કર્યો. જે ડીલીવર જ ન થયો. મેસેજ જતા બંધ થઇ ગયા અને નેટ પણ બંધ, એટલે પછી કોઇ વાત જ ન થઇ. વિશાલને ઉંઘ આવી ગઇ.

***

વિશાલને ઉંઘ આવી ગઇ. મીરા મોડી રાત સુધી પડખા ફેરવતી રહી. મીરાની સાથે દૂર કોઇ એક બીજી વ્યક્તિ પણ પડખા ફરતી રહી. મીત, મીત મોડી રાત સુધી ડીલીવર થયેલા અને સીન થયેલા પોતાના જ મેસેજ વાંચતો રહ્યો, જેનો કોઇ આન્સર નહોતો આવ્યો. એને થોડી થોડી વારે એનો કટ થઇ ગયેલો કોલ યાદ આવતો. ‘કેમ છે?’, કોઇ અજાણી વ્યક્તિનો અવાજ મીતના કાન પર પછડાયા રાખતો અને તરત ‘પછી વાત કરૂ.’ મીરાનો અવાજ. મીતે અંદાજો લગાવ્યો હતો એટલે જ કદાચ એને ઉંઘ નહોતી આવી રહી. મીતને એ પણ ચિંતા હતી કે મીરાથી કોઇપણ વ્યક્તિ તરત જ અટ્રેક્ટ થઇ જશે, અને પોતાની ફીઝીકન નીડ્ઝ માટે યુઝ કરશે. આ જ વિચારોમાં મીત અડધી રાત સુધી તડફડયા મારતો રહ્યો, બટ એને ઉંઘ ન આવી. એની નજરો સામે માત્ર એક વ્યક્તિનો ચહેરો હતો. મીરા….! મીરા…! મીરા…!

***

શું મીરા વિશાલને પોતાના તરફ અટ્રેક્ટ કરી શકશે? શું થશે મીતનું? શું વિશાલ મીરાના પ્રેમમાં પડશે કે માત્ર પોતાની ફીઝીકલ નીડ્સ માટે જ એનો યુઝ કરશે? જાણવા માટે વાંચવાનું ભૂલતા નહિં ચેપ્ટર ૪ આવતા શુક્રવારે.


લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. શોર્ટ સ્ટોરીઝ અને નાટકો, ફિલ્મ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રેટીંગ, રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook :

Google Plus :

Twitter :