"એમની માનસિકતા અને અમારો ઈગો”
(ભાગ બીજો)
પૂજન ખખ્ખર
(આગલા ભાગમાં જોયું એ રીતે બધા છોકરાઓ પિનાકિન,હિનલ,મનીષા અને સેમ પોતપોતાના ઘરે જાય છે. તેમજ હિનલના પપ્પા એના લગન કરાવવા માગે છે અને હિનલ પિનાકિનને
કહે છે કે એને પિનાકિન સાથે જ પરણવું છે. પિનાકિન ઘરે આવે છે ત્યારે મુંઝાયેલો લાગે છે અને હવે આગળ..)
(પિનાકિનના ઘરમાં)
“શું થયું બેટા પિનાકિન?? મારો ઊછળતો-કૂદતો દિકરો આજે કાંઈક અલગ જ મૂડમાં?? પૈસા જોઈએ બેટા? કેટલા આપુ??” પિનાકિનના પપ્પા બોલ્યા.
“બસ, આમ જ બગાડજો આને તમે!!”
“અરે! તમે પણ શું પિનાકિનના મમ્મી આ કૉલેજમાં તો જ્લ્સા કરે ને! શું થયુ દિકરા? કંઈક તો બોલ..”
“કાંઈ નહિં પપ્પા બસ આ એક્ઝામનું ટેન્શન..”
“ઠીક બહુ ચિંતા ના કરીશ હો બેટા.. તારા દાદાજી હંમેશા કહે છે.. "કોઈપણ ભૂલમાં વાંક કોઈનો નથી હોતો, બસ સમય આપણો નથી હોતો..
અને મને તો તારા પર ભરોસો છે કે તુ કોઈ દિવસ આડા-અવળું નહિં કર.”
“હા પપ્પા, હું તમારા આ ભરોસાને કાયમ જીવતો રાખીશ.”
(પિનાકિન એના રૂમમાં જવા માટે ઊપર જતો હોય છે ત્યારે એનો દાદા(હું) એને અંદર બોલાવુ છુ)
“શું થયુ દિકરા?”
“કાંઈ નહિં દાદાજી..”
“બેટા હું તારા બાપ નો બાપ છું અને તુ મારી પાસે ખોટુ બોલીશ??”
“પણ દાદાજી તમને કેમ કહુ?? પપ્પાને કહીશ તો તેમનો ભરોસો તૂટશે અને તમને કહીશ તો તમે પપ્પાને કહી દેશો.”
“બેટા હું ગાંડો નથી.. તારા બાપની ઉંમર જેટલો અનુભવ છે મને.. તુ ખાલી સમસ્યા કે..!”
“દાદાજી એમાં થયું છે એવુ કે અમારા ક્લાસમાં એક છોકરી છે અને જેનું નામ છે હિનલ! તે આપણી જ્ઞાતિના જ છે અને એના પપ્પા એના લગ્ન કરાવવા માગે
છે. એને મને કીધું છે કે હું તારી સાથે જ પરણીશ. મને પણ એ ગમે છે પરંતુ દાદાજી, આ વાત હું પપ્પાને કરું તો એમનો ભરોસો તૂટી જાય. મને ખબર છે
કે તમે એમ કહેશો કે પ્રેમ એટલે આ ૧૯ વર્ષના યુવાનને શું ખબર? સાચું કહું આ ટેન્શન પછી મારું ધ્યાન ભણવામાં નથી લાગતું. હવે તમે જ મને કહો કે
આ સમસ્યાનું નિવારણ કઈ રીતે લાવવું?”
“જો બેટા પિનાકિન કોઈ સમસ્યા એવી નથી કે જેનું નિવારણ નો નીકળી શકે. તારી વાત પરથી જ ખબર પડી જાય કે તુ નાનો નથી સમજદારીમાં! તે જેમ
વાત કરી કે બધાના ઘરમાં આ છોકરીયુંને ના કેમ પાડે છે? બેટા, એક બાપની લાગણીની ખબર તમને કેવી રીતે હોય? તમે બારે જે જોવો છો એ ઘરમાં કરવા
માગો છો અને જેવું જીવન સિનેમાઘરોમાં છે એ જીવન નથી. હું તને જમાનાથી અળગો રેવાનું નથી કેતો.. તારે ચોક્ક્સ ત્યાં રહેવું જોઈએ પરંતુ બેટા માત્ર
સિક્કાની ઊલ્ટી બાબતો તે કદી વિચારી?”
“કઈ દાદાજી..?”
“જે દિવસે તે છોકરીયુ ને રસ્તામાં કાંઈક થશે ત્યારે એ કોને ફોન કરશે? તને?? જો તુ ત્યાં ના પહોંચી શક્યો સમયસર તો?? એ એના પપ્પાને ક્યારેય ફોન
કરશે?? નહિં... શું કામ?? ડર છે એને કે કેટલાય જવાબ દેવા પડશે..! તો પછી આપણે તે પ્રવૃત્તિમાં પ્રોત્સાહન ના આપી શકીએ. પિનાકિન પ્રેમ એ એવો શબ્દ છે જે અત્યારે તને આ અવસ્થાએ નહિં ખબર પડે..પ્રેમ માટે કુરબાની જોઈએ જે આજકાલની આ ખાલી ચેટીંગથી નો થાય.”
“પણ દદુ, અમે આવા બની જાય તો શું અમારે એન્જોય જ ના કરવું?? શું આજ અમારી જિંદગી? હું જ્યાં જવ ત્યાં લોકો ફરે છે! તે તો કદી કાંઈ આવું
નથી વિચારતા!!?!! અને આ તો મૈં તમને કીધું બાકી જો હું તમને ના કે'ત તો તમને ખબર પણ ના પડત..!”
“બેટા, એ જ ફેર છે તે લોકોમાં ને આપણામાં.. અમારા જેવડા મોટાની માનસિકતા ફરતા વાર લાગે છે. એનું કારણ એક જ છે કે અમે ઝડપથી સમય
નથી પકડી શકતા. બેટા, હિનલને ભાઈ-બહેન કેટલા છે??”
“એક ભાઈ છે પરણેલો..”
“તો બેટા ઘરમાં એક વહુ હોય ને એક દિકરી ભણતી હોય.. ઊપરથી રોજ આ પત્નીઓની અઢળક ફરિયાદો હોય! આ બાપનું મૂલ્ય ને એની માનસિકતા
તુ એક બાપ હોય તો જ ખબર પડે. આવા સમયે કોક આપણને પરિવર્તનનો સ્વાદ આપે તો બને કે થોડી વાર લાગે પચતા!
ખાલી તુ તારું ઉદાહરણ લે.. "એમ કે કે ક્યારેય તને તારા પપ્પાએ ના પાડી કે હું તારી સાથે નહિં આવુ એકેય વસ્તુ લેવા! તુ દરેક વખતે જીન્સ માટે પપ્પા
ને લઈને જઈશ.. આ જ વસ્તુ પપ્પા લેવા જતા હોય ત્યારે તે પૂછ્યુ છે ચાલો પપ્પા લઈ આવીએ સાથે જીન્સ!" આ આનંદ મોબાઈલ ના આપી શકે!
બેટા એક વસ્તુ હંમેશા યાદ રાખજે, "દિકરા થઈ ને મોબાઈલ ગિફ્ટ આપીને વોટ્સેએપ શીખવાડવું બહું સહેલું છે પરંતુ આ જ વસ્તુ પપ્પા બનીને શીખવી
જ અઘરી છે..!" આ પરિવર્તન બધા બાપ ના લાવી શકે!”
“દાદા, તમે મને સેન્ટિ કરો છો!”
“હું તને જરાય સેન્ટિ નહિં કરતો બેટા.. આમાં કોઈ નો વાંક નથી. વાંક છે ‘એમની માનસિકતા અને તમારો ઈગો’નો..
તુ તારા બાપને સપોર્ટ કરવાના બદલે પિક્ચરોમાંથી જોઈને પૈસા માગો છો અને તારો બાપ તો આપે પણ છે! બાકી આજના છોકરાઓ બાપ ને કંજૂસ
કહે છે! શું કામ?? અરે! તે પોતે કમાય છે ને તમને નિઃસ્વાર્થ પૈસા આપે છે! આ આપણા જ દેશમાં શક્ય છે. વિદેશોની તને ખબર છે પિનાકિન!
મને યાદ છે તે તારી પોકેટ મની ક્યારેય શેર નથી કરી!”
“આય ડોન્ટ શેર માય મની દાદુ!”
“બસ, આ જ વાક્ય તારો બાપ કહેશે ને જે દિવસે તે'દિ અળખામણો લાગશે તને!”
“બટ, દદુ.....”
“અરે, વિનોદ તુ???”
“આજે દાદા દિકરાએ તો આંખમાં આંસુ લેવડાવી દિધા..પપ્પા મને નહોતી ખબર કે આપણો પિનાકિન આવડો મોટો થઈ ગયો છે! આજે સમજાણું લોકો
શુંકામ એમ કહે કે ઘરમાં વડીલો તો હોવા જ જોઈએ..! ખબર જ ના પડે છોકરાઓ ક્યારે મોટા થઈ જાય??”
“પરંતુ વિનોદ, આ છોકરાઓ પિક્ચરોમાંથી શીખીને એટલા આગળ વધી જાય છે ને કે બે દિવસ મજા પડે છે એકલા રેવાની ને ત્રીજે દિવસે તૂટી જાય છે
સંબંધ! તુ ચિંતા ના કરીશ આ આપણો પિનાકિન ખૂબ આગળ વધશે! તે મગજથી પણ હોંશિયાર છે ને સત્ય બોલવાની તાકત!”
“પિનાકિન બેટા આ હિનલ કોણ છે??”
“મારા ક્લાસમાં છે.”
“લાવ એના પપ્પાના નંબર આપણે વાત કરીએ!”
“પરંતુ પપ્પા, એ નહિં સારુ લાગે એના પપ્પાને ઈન્સર્ટ ફિલિંગ આવશે!”
“પિનાકિન! હું વાત કરીશ તુ બોલાવ એને ફોન કરીને અહિં!!”
“હા,દાદાજી.”
(પિનાકિન ફોન કરે છે હિનલને અને કહે છે કે તે એના પપ્પા સાથે અહિં આવે! હિનલ આવવા માટે તૈયાર નથી. પિનાકિન સમજાવવાની ખૂબ કોશિશ
કરે છે અને છેવટે હિનલ માની જાય છે.. તે તેના પપ્પાને કહે છે કે તેઓને મનીષાના દાદાએ તેમના ઘરે બોલાવ્યા છે. હિનલના પપ્પા માની જાય
છે ને પછી તેઓ પિનાકિનના ઘરે જાય છે.)
“આવું પિનાકિન...???”
“આવ આવ હિનલ!” પિનાકિન સરળ રીતે બોલ્યો!
"નમસ્તે અંકલ!!" પિનાકિન હિનલના પપ્પા સમક્ષ બોલ્યો.
(હિનલના પપ્પા મનોમન મૂંજાઈ રહ્યા હતા. તેણે પિનાકિનને કંઈ જવાબ ના આપ્યો)
"હિનલ! આ મારા દાદાજી."પિનાકિન તરત જ હિનલના પપ્પાનો ગુસ્સો ઓળખી ગયો.
"નમસ્તે દાદાજી." હિનલે ખૂબ વિવેકપૂર્વક પ્રણામ કર્યા.
"દાદુ, આ હિનલ અને આ એમના પપ્પા."પિનાકિને ઓળખાણ આપી.
(હિનલના પપ્પાને હજી કાંઈ જ સમજાતુ ન હતું. તે હિનલને પૂ્છે તે પેલા તો હિનલ રસોડામાં જતી રહી.)
“સાહેબ, હું આપની ક્ષમા માગું છુ. મને પણ આજે ખબર પડી કે આપણા છોકરાઓ કૉલેજમાં એક સાથે અભ્યાસ કરે છે! મને ખબર છે કે તમને એમ કીધુ
હશે કે મનીષાના દાદા બોલાવે છે પરંતુ હકિકત કંઈક અલગ છે ને તમારા ડરથી જ તમારી પુત્રી હિનલ રસોડામાં છુપાય ગઈ છે!”
"હિનલ!!! બાર આવ ઝડપથી! હિનલ!" હિનલના પપ્પાનો ગુસ્સો ચરમ સીમાએ હતો.
(હિનલ બહાર આવે છે. હિનલના પપ્પા એક જ તમાચો મારવા જાય છે ત્યાં દાદાજી એમને અટકાવી દે છે)
“ખાર ના રાખશો સાહેબ! ચિંતા જેવું નથી.”
“એક મિનિટ તમે મને અહિં બોલાવ્યો ને પાછા એમ કહો છો કે ચિંતા જેવુ નથી??”
“મને ખબર છે કે તમને ગજબ લાગશે! પરંતુ એક વાત મારી સાંભળો પછી એમ લાગે કે જવા જેવુ છે તો નીકળી જજો..”
“તમને ખબર છે કે આ છોકરીએ મારા પૌત્રને એવું સ્ટેટમેન્ટ આપેલુ કે ‘હું તારા પર ભરોસો મૂકી શકીશ પરંતુ મારા બાપ પર નહીં’”
“શું??? શું?? આપને ખ્યાલ છે આપ શું બોલો છો?? હિનલ શું છે આ બધુ?? આ છોકરો કોણ?? ને આ એમના દાદા કોણ??”
“અંકલ..”
"પિનાકિન ચુપ!બે મોટા વચ્ચે બોલવાનું નહીં." પિનાકિનના પપ્પાએ તેને બોલતા અટકાવ્યો.
(હિનલ ખૂબ જ રડવા લાગે છે તે કહે છે તેના પિતા ને કે તમારા લગ્નના પ્રેશરની વાત મૈં પિનાકિનને કહી છે કેમ કે તે મને ખૂબ જ ગમે છે ને મારે તેની સાથે
જ પરણવું છે! હિનલના પપ્પાનો ગુસ્સો વધતો જ જાય છે ત્યારે પિનાકિનના દાદા વચ્ચે આવે છે)
“સાહેબ ગુસ્સો થૂકી દો. સાચુ કહું છુ શાંતિથી બેસો! આપણા છોકરાઓ બહુ જ ડાહ્યા ્છે! તમે ખાલી એટલું વિચારો કે આ મારા પૌત્રનો એવો શું જાદુ કે તમારી દિકરી આટલી એને વશ થઈ ગઈ! તે તમને બધાને ભૂલી ગઈ કે જેમણે તેને ઊછેરી અથવા એને એ પણ ના વિચાર્યું કે મારા જવાથી મારા
પાછળના ઘરનાઓનું કોણ?? સાહેબ આ લોકો આપને ઝુલીને આવ્યા એ વડવાઈના વાયરા નથી આ તો એ.સી.ની ઠંડક વાળા છે!
તમને ખબર છે આ પિનાકિનને દર અઠવાડિયે ૧૦૦૦ રૂપિયા મળે છે અને કદાચ તમે ૭-૮ વર્ષે એ નોટને જોઈ હશે! સાહેબ, આ વોટ્સએપના જમાનામાં
તમે છોકરીને અંકુશમાં રાખવા મોબાઈલ લઈ લો ને તો આ લોકો આપણને હિસ્ટરીમાંથી ડિલિટ કરી નાખશે. આ જમાનામાં લોકો જૂનું યાદ રાખતા નથી.
આપણી જેમ છોકરી સાથે વાત કરવામાં અચકાતા નથી અત્યારે આ લોકોમાં લગ્ન વગર એમ નેમ રહેવાની ફેશન છે. આ બધા માટે આનંદની વ્યાખ્યા
બદલાઈ ગઈ છે. તેઓ કાંઈ પણ કરી શકે છે ફન માટે! સાહેબ, હું પણ દિકરીનો બાપ છું મને ખબર છે મને આ વાતની સખત નફરત હતી અને કદાચ
એટલે જ મૈં મારી દિકરીનું મુખ કદાચ ૧૦ વર્ષથી જોયું નથી! આ જડતા ને સ્વભાવ,સમય સાથે ના ફરવું ફેકી દે છે સાહેબ આપને!
નસીબદાર છો કે વહેલી ખબર પડી ગઈ! મને તો ખાલી ફોનની ઘંટડી આવી હતી.. "ડેડી મૈં લગ્ન કરી લીધા આજના છોકરાને ના પાડી દેજો.."
હું તો બોલી ગયો કે હવે ઘરે ના આવતી! પરંતુ આના દાદી આ દુઃખ સાંભળતા જ ચાલ્યા ગયા ને હું એમનેમ બધું જોતો રહ્યો!
મારા પણ ભગવાન છે એટલે જ વિનોદ જેવો દિકરો આપ્યો ને અવંતિકા વહુ જેવી દિકરી. જ્યારે વેવાય મારી ઘરે આવે ત્યારે કહે,"જમાય રૂપે દિકરો જ
મળ્યો હો.." ને હું મનોમન રડી લઉં. મારી મીરા નાની હતી ત્યારે આના દાદી દરરોજ કહેતા.."જમાય તો એવો આવશે કે તમને ટક્કર આપશે."
હું દરરોજ કહું છુ,"હું હારી ગયો" પણ એ નથી મળતું પાછું..”
“એક મિનિટ દાદા મને આ જરાય પસંદ નથી..”
“સાહેબ, આમ ના કરો. તમને શું લાગે છે મૈં આ શોખ ખાત્તર કર્યું છે..? જરા વિચારો મને તમારું નામ ભી નથી ખબર ને પહેચાન ભી! છતા એક
દિકરીના બાપની હેસિયતથી કહું છુ કે તમે કાલે સવારે આ ખાલી ખંભો નહિં સહન કરી શકો.. તમારા છોકરો પણ બારે છે ને! હવે એટલી પારદર્શકતા
રાખો કે દિકરી ચાલી ના જાય! માનસિકતા ફેરવશો સાહેબ.. મને ખબર છે કે વાંક પિનાકિનનો પણ છે હાલ એ હવે એમ નહિં કહે કે તમે મને આ
હિનલ આપો. મૈં એને સમજાવી દિધો છે!
બેટા હિનલ!”
“હા દદુ..”
“બહુ રડીશ નહિં. વાંક કોઈનો નથી અને આમ બધાનો મારો,તારા પપ્પાનો,પિનાકિનનો અને તારો પણ.. “
"દાદા, પિનાકિન તો સારો જ છે." હિનલે આંસુ લૂછતા કહ્યું.
“બેટા તારા પપ્પા પણ સારા જ છે તુ શું કામ એને ખરાબ માને છે?? એને સૌથી વધુ ચિંતા છે તારી.”
“એક મિનિટ! હિનલ મને આજે તારા પરનો ભરોસો બધો તૂટી ગયો.”
“ના સાહેબ! માફ કરશો..પરંતુ તમે ક્યારેય હિનલને બારે જઈને એ કાંઈ જ ખોટું નહિં કરે એનો ભરોસો દાખવ્યો છે?? માટે જ તે ખોટું બોલીને
“પિનાકિન સાથે બહારે ફરવા જાય છે! તમે માત્ર એને રસોઈ અને કામ પૂરતી સીમિત રાખો છો. એ પણ આવડવું જ જોઈએ પરંતુ એ જો અગત્યનુ છે
તો આ એનાથી પણ વધારે!
આ "ઈનો" પહેલા ન હતા કારણ કે ત્યારે બધાને પચી જતુ સાહેબ અત્યારે હું આ એકાત્રે લઉં છું કારણ પેટની સાથે-સાથે મારે સમયને પચાવવો પડે
છે. મને ખબર છે આ રેપ કેસ વધતા જાય છે એટલે કોઈ દિકરીને મોકલવાની હિંમત ના કરે પરંતુ તમે ક્યારેય એ પૂછ્યું કે એના પપ્પા શું કરે છે?
એને ઘરે બોલાવ, એની સાથે વાતો કરીએ.. બેટા ધ્યાન રાખજે.. નહિં સીધી "ના" જ આવે છે ઘરમાંથી.. શું કામ?? આપણી નાત ને સમાજ શું કહેશે?
એની ચિંતા છોડી દો સાહેબ.. આ સમાજે જ મને મારી દિકરીથી અલગ કર્યો. જે દિવસે મૈં દિકરી ખોઈ તે દિવસે કોઈ નહોતું આવ્યુ.. બસ, જોવો પેલા
ખૂણામાં હું રડતો હતો.. સાલો આખો સમાજ એમ જ કહેતો હતો આની છોકરી લગ્ન કરીને ભાગી ગઈ. સમાજ એ તો આ વાત ઊડાડી દિધી પરંતુ મૈં
તો દિકરી ગુમાવીને.. પાછું બધાનું સાંભળવાનું કે શું સંસ્કાર!!
તમે વિચારો આ છોકરીને પિનાકિન શું કામ ગમે છે??
કેમ કે, એક તો દેખાવડો છે અને તેઓ ખાલી એક જ બાજુનુ વિચારે છે કે જેની ઘરમાં મને ના પાડે છે તેઓ આ કરવા દે છે. બસ, એટલે મને પિનાકિન
ગમે છે.
સાહેબ, મૈં તો મારી ભૂલથી મારી દિકરી ખોઈ નાખી પરંતુ તમને બે હાથ જોડી વિનંતી કરું છુ કે તમે એ ભૂલ ના કરતા કેમ કે ખબર હોવા છતા એ ભૂલ
કરવી એ શરમજનક કહેવાય.”
“શું કામ હાથ જોડો છો દાદા? હું તમારી વાતને બરાબર સમજું છું. આ લોકો ને અત્યારે લાગણીના લોકેશનની નહીં પણ લવના લોકેશનની જ ખબર
પડે છે. હવે, મને સમજાય ગયુ કે કોઈ ખોટું નથી પરંતુ આ પેઢીને સમય જ માણસને ખોટો બનાવી દે છે.”
(હિનલના પપ્પાના આ વચન સાંભળીને સહુના મુખ પર હળવું સ્મિત આવ્યું)
“બરાબર સમજો છો તમે શેઠ..હું મારા છોકરાનો હાથ તો નહિં માંગતો પણ તમે આ લોકોની મિત્રતા પર સંદેહ ના કરતા..” દાદાજીએ રડતા અવાજે કહ્યું.
“દદુ, હું પણ હવે સમજી ગયો કે મને ભી આ ઉંમરે માત્ર લગાવ હતો ને શરૂઆતમાં તો મને માત્ર જી.એફ. નો જ શોખ હતો..
પછી મને કાંઈક અલગ લાગ્યું પરંતુ હવે હું આવુ ક્યારેય નહિં કરું". પિનાકિન વચનબધ્ધ રીતે બોલ્યો.
"પપ્પા, હું પણ આપને વચન આપું છું કે હું ક્યારેય ખોટું નહિં બોલુ ને બધુ આપને જણાવીને જ કરીશ." હિનલ બોલી.
“બેટા હિનલ…”
“હા દદુ..”
“તારા મમ્મીને આ વાતની જાણ ના થાય એ જવાબદારી તારી. એક માં માટે આ બહુ અઘરું છે સમજે છે ને તુ??”
“હા દાદા, હું ક્યારેય નહિં કઉં.”
“દાદા, આજે હું સમજી ગયો વડીલોનું મહત્વ! હિનલન પપ્પા દાદાને ભેટી પડ્યા.”
(આ વખતે બધાના મુખ પર આંસુની ધારા હતી.)
“બસ બસ દદુ..હવે રડોમાં.. અમે પણ સમજી ગયા કે અમારે ફેસબુક ને વોટ્સએપ માંથી ઘરમાં થોડો સમય આપવો જોઈએ..”
“ચાલો પપ્પા હવે લાગે છે આપણે આ ચર્ચાને અહિં જ પૂર્ણવિરામ આપીએ..” વિનોદભાઈ હરખાયને બોલ્યા.
“ચાલો બાપુજી હવે આપણે છૂટા પડીએ.. હિનલના મમ્મી પણ રાહ જોતા હશે.” હિનલના પપ્પાએ વિનમ્રતાથી કહ્યુ.
“સાહેબ મોટો છું, એટલે કહ્યું કાંઈ વધારે બોલાય ગયુ હોય તો માફ કરજો..!”
“આમ કહી ને અમને નાના કરશો બાપુજી..! ચાલો આવજો..”
“આવજો સાહેબ.. આવજે હિનલ બેટા!”
“આવજે પિનાકિન દિકરા!” હિનલના પપ્પાએ દરવાજેથી કહ્યું.
“આવજો અંકલ..!”
(આ રીતે બીજા દિવસની સવાર કંઈક અલગ હતી. નવા સૂરજની સાથે નવા વિચારો પણ ઊગ્યા હતા.. ને
ફરી પાછા એ ચાર મિત્રોના બંક્સ..એ મુવીઝ.. પરંતુ હવે ન હોતો કોઈનો ખોફ કે ન હતો મોઢા પર સ્કાર્ફ.. હતા તો માત્ર સ્મિત!
પિનાકિન અને હિનલ એકબીજાને તેમજ સમયને સમજી ગયા હતા તેઓ હવે કંઈ જ બીજું વિચારતા ન હતા. તેઓ બંને પહેલા પોતપોતાના ધ્યેય
સિધ્ધ કરવા માગતા હતા.. જ્ઞાતિમાં તેમની મૈત્રીની ચર્ચા થતી હતી એ તો અલગ જ!)
(મિત્રો, આ લેખ મૈં પિનાકિનને લખ્યો આપ્યો હતો જ્યારે તે બહારગામ ભણવા જઈ રહ્યો હતો ત્યારે! અહિં નહોતુ કંઈ થ્રીલર કે નહોતું કંઈ રોમાંસ
પરંતુ કહેવાનો તાત્પર્ય એટલો કે લોકો સંતુલન લાવવા ઈચ્છે છે પરંતુ આવતું નથી. તેથી જ બાળકો અને મા-બાપ વચ્ચે ઝઘડા થાય છે. ક્યાંક
માનસિકતા નડે છે તો ક્યાંક વર્તન અને આ વર્તન મોટા થતાની સાથે જ ઈગોમાં પરીણમે છે. આપણે આ બંને વચ્ચે સંતુલન રાખવાનો પ્રય્ત્ન કરીએ..
"એમની માનસિકતા અને અમારો ઈગો".
(આપને આ રચના કેવી લાગી તે દર્શાવવા રિવ્યુ આપવાનું ભૂલાય નહિં..
આપનો ફિડબેક સારો-નરસો આવકાર્ય છે)