Panchtantra in Gujarati Short Stories by Vinubhai U. Patel books and stories PDF | Panchtantra

Featured Books
  • ભાગવત રહસ્ય - 112

    ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કર...

  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

Categories
Share

Panchtantra

અનુક્રમણિકા

તંત્ર : ૧ મિત્રભેદ

૧. પિંગલક સિંહની વાર્તા ----------------------- ૧

૨. ગોમાયુ શિયાળની વાર્તા -------------------- ૨૪

૩. શાહુકાર દંતિલની વાર્તા --------------------- ૩૪

૪. સધુ દેવશર્માની વાર્ત ---------------------- ૪૬

૫. તંત્રિક અને સુથારની વાર્તા ------------------ ૬૫

૬. કાગડા અને કાગડીની વાર્તા ------------------ ૭૭

૭. બળ કરતાં બુદ્ધિ ચઢે ----------------------- ૭૯

૮. ભાસુરક સિંહની વાર્ત ---------------------- ૮૭

૯. મંદ સર્પિણી જૂની વાર્તા ------------------ ૧૦૨

૧૦. ચંડક શિયાળની વાર્તા -------------------- ૧૦૬

૧૧. મદોત્કટ સિંહની વાર્તા -------------------- ૧૧૪

૧૨. ટિ ોડાની વાર્તા ------------------------- ૧૨૪

૧૩. કમ્બુગ્રીવ કાચબાની વાર્તા ----------------- ૧૨૭

૧૪. ત્રણ માછલાંની વાર્તા -------------------- ૧૩૦

૧૫. ગેરૈયા પતિ-પત્નીની વાર્ત ---------------- ૧૩૬

૧૬. વજાદ્રંષ્ટ સિંહની વાર્તા -------------------- ૧૪૮

૧૭. મૂર્ખ વાનરની વાર્તા --------------------- ૧૫૯

૧૮. વાનર અને ગોરૈયાની વાર્તા ---------------- ૧૬૨

૧૯. ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિની વાર્તા ----------- ૧૬૫

૨૦. સાપ અને બગલાની વાર્તા ----------------- ૧૭૨

૨૧. જીર્ણધન વાણિયાની વાર્તા ----------------- ૧૭૬

તંત્ર : ૨ મિત્ર સંપ્રાપ્તિ

ચાર મિત્રો (કાગડો, ઉંદર, હરણ અને કાચબો)ની પ્રાસ્તાવિક વાર્તા

૧. તામ્રચૂડ સંન્યાસીની વાર્ત ----------------- ૨૦૩

૨. બ્રાહ્મણ - બ્રાહ્મણીની વાર્તા ---------------- ૨૦૭

૩. બે સંન્યાસીની વાર્તા --------------------- ૨૧૦

૪. સાગરદત્ત વાણિયાની વાર્તા ---------------- ૨૧૯

૫. સોમલિક વણકરની વાર્તા ----------------- ૨૨૮

૬. તીક્ષ્ણવિશાલ બળદની વાર્તા --------------- ૨૩૩

તંત્ર : ૩ કાકોલૂકીય

(કાગડા અને ઘુવડોની પ્રાસ્તાવિક વાર્તા)

૧. ચતુર્દન્ત હાથીની વાર્ત ------------------- ૨૬૧

૨. કપિંજલ ગોરૈયાની વાર્તા ------------------ ૨૬૭

૩. મિત્રશર્મા બ્રાહ્મણની વાર્તા ---------------- ૨૭૪

૪. અતિદર્પ સાપની વાર્ત ------------------- ૨૭૮

૫. હરિદત્ત બ્રાહ્મણની વાર્તા ------------------ ૨૮૫

૬. ચિત્રરથ રાજાની વાર્તા -------------------- ૨૮૮

૭. પારધી અને કબૂતર દંપતીની વાર્તા ---------- ૨૯૧

૮. કામાતુર વણિકની વાર્તા ------------------ ૨૯૭

૯. દ્રોણ બ્રાહ્મણની વાર્તા -------------------- ૩૦૦

૧૦. દેવશક્તિ રાજાની વાર્તા ------------------- ૩૦૪

૧૧. વીરવર સુથારની વાર્ત ------------------- ૩૦૭

૧૨. યાજ્ઞવલ્કય અને ઉંદરની વાર્તા -------------- ૩૧૩

૧૩. સિન્ધુક પક્ષીની વાર્તા -------------------- ૩૨૦

૧૪. ખરનખર સિંહની વાર્તા ------------------- ૩૨૩

૧૫. મંદવિષ સાપની વાર્તા -------------------- ૩૨૮

૧૬. યજ્ઞદત્તા બ્રાહ્મણની વાર્તા ------------------ ૩૩૧

તંત્ર : ૪ લબ્ધપ્રણાશ

(રક્તમુખ વાનર અને કરાલમુખ મગરની પ્રાસ્તાવિક વાર્તા)

૧. ગંગદત્ત દેડકાની વાર્ત ------------------- ૩૪૫

૨. કરાલકેસર સિંહની વાર્તા ------------------ ૩૫૨

૩. ચાલાક કુંભારની વાર્તા ------------------- ૩૫૮

૪. સિંહ અને સિંહણની વાર્તા ----------------- ૩૬૧

૫. બ્રહ્મણ અને બ્રાહ્મણીની વાર્તા -------------- ૩૬૫

૬. નંદરાજાની વાર્તા ------------------------ ૩૭૦

૭. વાઘનું ચામડું ઓઢેલા ગધેડાની વાર્તા --------- ૩૭૩

૮. વૃદ્ધ પતિ અને બદચલન પત્નીની વાર્તા ------- ૩૭૭

૯. ઉજ્જવલક સુથારની વાર્તા ----------------- ૩૮૨

૧૦. મહાચતુરક શિયાળની વાર્તા --------------- ૩૮૬

૧૧. ચિત્રાંગ કૂૂતરાની વાર્તા ------------------- ૩૯૦

તંત્ર : ૫ અપરિક્ષિતકારક

(મણિભદ્ર શેઠની પ્રાસ્તાવિક વાર્તા)

૧. બ્રાહ્મણી અને નોળિયાની વાર્તા ------------- ૩૯૮

૨. ચાર બ્રાહ્મણપુત્રોની વાર્તા ----------------- ૪૦૧

૩. વિદ્યા શ્રેષ્ઠ કે બુદ્ધિ? --------------------- ૪૦૭

૪. મૂર્ખ પંડિતોની વાર્તા --------------------- ૪૧૦

૫. બે માછલીઓની વાર્તા ------------------- ૪૧૪

૬. શિયાળ અને ગધેડાની વાર્તા --------------- ૪૧૮

૭. મંથરક વણકરની વાર્તા ------------------- ૪૨૨

૮. શેખચલ્લી બ્ર હ્મણની વાર્તા ---------------- ૪૨૭

૯. ચંદ્રરાજાની વાર્તા ------------------------ ૪૩૦

૧૦. રાજા ભદ્રસેનની વાર્તા -------------------- ૪૩૯

૧૧. મધુસેન રાજાની વાર્તા -------------------- ૪૪૩

૧૨. ચંડકર્મા રાક્ષસની વાર્તા ------------------- ૪૪૫

૧૩. ભારંડ પક્ષ્ીની વાર્તા --------------------- ૪૫૨

૧૪. બ્રહ્મદત્તા બ્રાહ્મણની વાર્તા ----------------- ૪૫૫

તંત્ર : ૧ મિત્રભેદ

૧. પિંગલક સિંહની વાર્તા

ભારતન દક્ષિણ પ્રદેશમાં મહિલારોપ્ય નામનું નગર છે. ધર્મ અને ન્યાયને સાક્ષીમાં રાખી જેણે વેપાર દ્વારા ખૂબ ધન

પ્રાપ્ત કર્યુ હતું એવો વર્ધમાન નામનો એક વણિકપુત્ર આ નગરમાં રહેતો હતો. એક સાંજે જ્યારે તે તેની પથારીમાં સૂવા જવાની તૈયારી કરતો હતો ત્યારે તેણે વિચાર્યું કે, મારી પાસે અઢળક ધન છે છતાં પણ ધન કમાવાન બીજા ઉપાયો વિચારવા જોઈએ. કેમકે, કહેવાયું છે કે -

ધન વડે ના મેળવી શકાય એવી કોઈ જ વસ્તુ આ

જગતમાં નથી. તેથી બુદ્ધિશાળી માણસે એકમાત્ર ધન પ્રાપ્ત કરવા વિચારવું જોઈએ.

જેની પાસે ધન છે, એન જ મિત્રો હોય છે, એને જ

લોકો મર્દ માને છે. લોકોને મન એજ પંડિત ગણાય છે. જેની

પ્રશંસ થતી ના હોય એ વિદ્યા નથી. એ દાન નથી. એ કલા નથી.

જગતમાં જે લોકો અમીર હોય છે તેમની સાથે પારકા

લોકો પણ સ્વજન જેવો વ્યવહાર કરે છે. જ્યારે ગરીબોન

સ્વજનો પણ તેમની સાથે પરાયાપણાને ભાવ રાખે છે.

જ્યાં પૈસો હોય ત્યાં અપૂજ્ય લોકો પણ પૂજાપાત્ર બની જાય છે. જેને આંગણે કદી પગ મૂકવાનો વિચાર પણ ના આવે તેન ઘરને બારણે લોકો હસતા હસતા જાય છે. એ બધો

પ્રત પ એક માત્ર પૈસાનો જ છે.

આ દુનિયામાં ધન મેળવવા લોકો સ્મશાને જઈ સાધના કરે છે. નિર્ધન લોકો જન્મ આપનાર માતાપિતાનેય ધિક્કારવા

લાગે છે.

ધનિક વ્યક્તિ ઘડપણમાં પણ યુવાન જણાય છે, જ્યારે ગરીબ ધનહીન માણસ યુવાનીમાં પણ વૃદ્ધ મનાય છે.

ભીખ માગવાથી, રાજની નોકરી કરવાથી, ખેતી કરવાથી, વિદ્યાભ્યાસથી, ધીરધાર કરવાથી તથા વાણિયાની જેમ વેપાર કરવાથી, એમ છ પ્રકારે ધન પ્રાપ્ત થાય છે.

એ બધામાં વેપાર કરી કમાયેલું ધન જ સૌથી શ્રેષ્ઠ અને પ્રશંસાપાત્ર ગણાય છે.

આ બધું વિચારીને વડીલોની રજા લઈ એક સારા દિવસે વર્ધમાન સુંદર રથ પર સવાર થઈ મથુરા જવા ચાલી

નીકળ્યો. એણે એના બે સુંદર અને હષ્ટપુષ્ટ બળદો, સંજીવક અને નંદકને રથે જોતર્યા હતા. યમુના નદીના તટપ્રદેશમાં પહોંચતાં જ સંજીવક નામનો બળદ કાદવકીચડમાં ફસાઈ ગયો અને ધૂંસરીથી છૂટો થઈ બેસી ગયો. એન પગમાં મોચ આવી ગઈ હતી. બળદની આવી દુર્ શા જોઈ વર્ધમાનને ઘણું દુઃખ થયું. શોકગ્રસ્ત વર્ધમાને ત્રણ દિવસ યાત્રા પડતી મૂકી. તેને શોકમગ્ન સ્થિતિમાં જોઈને તેન સાથીદારોએ કહ્યું - “શેઠજી! વાઘ-સિંહ જેવાં ખૂંખાર પ્રાણીઓથી ભરેલા આ ભયાનક જંગલમાં આપે એકમાત્ર બળદ માટે થઈને સૌ સાથીદારો માટે જાનનું જોખમ કેમ

ઊભું કરી દીધું? કહ્યું છે ને કે :-

બુદ્ધિશાળી માણસે થોડાને માટે બધાંનું જીવન નષ્ટ કરવું જોઈએ નહીં. અલ્પને ત્યજીને અધિકની રક્ષ કરવી એ જ સાચું ડહાપણ છે.”

સાથીમિત્રોની આ વાત વર્ધમાનને ઠીક લાગી. તેણે સંજીવકના રક્ષણ માટે થોડાક રક્ષકો ત્યાં મૂક્યા અને પછી બધા સાથીઓ સાથે આગળની યાત્રાનો આરંભ કર્યો. એના ગયા પછી રક્ષકો જંગલની ભયાનકતાનો વિચાર કરી બીજે દિવસે સંજીવકને એકલો છોડી ત્યાંથી ચાલતા થયા. વર્ધમાન પ સે જઈને રક્ષકોએ કહ્યું : “શેઠજી! સંજીવકનું મૃત્યુ થઈ ગયું. આપનો એ

માનીતે હતો, તેથી અમે તેના અગ્નિસંસ્કાર કરી દીધા.”

રક્ષકોની વાત સાંભળી વર્ધમાન ગદ્‌ગદ્‌ થઈ ગયો. તેણે ધામધૂમથી બળદની ઉત્તરક્રિયા કરી. પેલી બાજુ ભાગ્યના બળે સંજીવક ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યો. એ ગમે તેમ કરીને

યમુનાને કિનારે પહોંચ્યો. અહીં, મરકત મણિ જેવી હરીભરી

ઘાસની તાજી કૂંપળો ખાઈને થોડા દિવસોમાં તો તે મહાદેવન નંદીની જેમ ખાસ્સો તગડો થઈ ગયો. તે ખૂબ બળવાન બની ગયો. રોજ ઊંચા ટીંબાઓને શિંગડાંથી ભાગીને ભૂક્કો બોલાવતો સંજીવક મોટે

મોટેથી બરાડવા લાગ્યો. કહ્યું છે કે -

જેનું કોઈ રક્ષણ નથી કરતું તેનું રક્ષણ ભાગ્યની કૃપાથી થાય છે. અને જેનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવે છે તે ભાગ્યની અવકૃપાથી અરક્ષિત થઈ નાશ પામે છે. માતા-પિતાએ વનમાં ત્યજી દીધેલું અન થ બાળક જીવી જાય છે, જ્યારે ઘરમાં અનેક ઉપાયો કરવા છતાં બ ળક જીવતું નથી.

આ પછી પિંગલક નામનો સિંહ અનેક જંગલી

પ્રાણીઓની સાથે તરસનો માર્યો યમુના કિનારે પાણી પીવા આવ્યો. ત્યાં તેણે દૂરથી સંજીવકને ભયંકર ગર્જન કરતો સાંભળ્યો.

પિંગલક ગભરાઈ ગયો. તેનું હૈયુ ભયથી થરથર કંપવા લાગ્યું. તેમ છતાં બીકને દબાવીને તે એક વડના ઝાડ નીચે બેસી ગયો. તેણે તેની ચારેતરફ વર્તુલાકારમાં બીજાં જંગલી જાનવરોને બેસાડી દીધાં. પિંગલકના બે મંત્રીપુત્ર હત - કરટક અને દમનક. તે બંન્ને શિયાળ હતા. તેમની પાસેથી બધા અધિકારો

ઝૂંટવી લેવા છતાં તેઓ તેની આજ્ઞાનું પાલન કરત હતા. તે બંન્ને શિયાળોએ પરસ્પર ચર્ચા કરી. દમનકે કહ્યું : “ભાઈ કરટક! આપણા માલિક પિંગલક પાણી પીવા માટે

યમુનાના પાણીમાં ઉતરીને પછા ફરી ગયા અને સ્વરક્ષણ માટેની વ્યૂહરચના કરીને વડના વૃક્ષ નીચે બેસી ગયા?” કરટકે જવાબ આપતાં કહ્યું - “ભાઈ! આપણે એથી શું મતલબ?

કેમકે કહ્યું છે કે - જે માણસ કોઈ હેતુ વગર વ્યર્થ કાર્ય કરે છે તે ખીલી

ઉખાડનારા વાનરની જેમ વિનાશ નોંતરે છે.” દમનકે કહ્યું : “એ કેવી રીતે?”

તેણે કહ્યું :

“કોઈ એક નગરીની પાસે વાણિયાના એક દીકરાએ વનરાજિની વચ્ચે એક દેવમંદિરનું નિર્માણ કરવાની શરૂઆત કરી. એ કામ કરનરા સુતાર વગેરે જે મજૂરો હતા તેઓ

બપોરે

ખાવાપીવા માટે નગરમાં ચાલ્યા જતા હતા. એકવાર ફરતું ફરતું વાનરોનું એક ટોળું ત્યાં આવી પહોંચ્યું. ત્યાં કોઈક કારીગરે અડધો ચીરેલો લાકડાનો થાંભલો વચમાં ઠોકલા ખેરન ખીલા પર ટકી રહ્યો હત ે. બધા વાનરો તેમની મરજી મુજબ મંદિરના શિખરથી લઈને બીજાં ઊંચાં મકાનોનાં છાપરાં ઉપર તથ બીજાં

લાકડાં ઉપર ચઢીને તોફાન-મસ્તી કરતા હત . એમાંથી એક કે

જેનું મોત માથે ભમતું હતું તે વાનર અડધા ચીરેલા થંભલા પર બેસીને બે હાથ વડે ખીલાને ઉખાડવાની કુચેષ્ટા કરતો હતો. તે

વખતે તેન બંન્ ો વૃષાણુ થાંભલાની વચ્ચે લટકી રહ્યાં હતાં. પરિણામ એ આવ્યું કે તેનાં વૃષ ણુ દબાઈ જવાથી તે વાનર

મૃત્યુ પામ્યો. જે કારણ વગરનું કામ કરે છે તેની દશા પેલા વાનર જેવી થાય છે. એટલે જ કહું છું કે આપણે એવી વ્યર્થ

ચિંતા કરવાની શી જરૂર?”

દમનકે કહ્યું : “ત ે શું તું ખાવા માટે જ જીવે છે? એ ઠીક નથી. મિત્રો અને હિતેચ્છુઓ પર ઉપકાર કરવા તથા દુશ્મનો પર અપકાર કરવા બુદ્ધિમાની લોકો રાજાઓનો આશરો

સ્વીકારે છે. માત્ર પેટ તો કોણ નથી ભરી લેતું!”-

વળી,

“જેન જીવવાથી અનેક લોકો જીવે છે, એ જ આ જગતમાં જીવત રહેવાનો અધિકાર ધરાવે છે. શું પક્ષીઓ પણ તેમની નાની નાની ચાંચ વડે ભખ મટાડતાં નથી?

અને -

જગતમાં પેતાનાં જ્ઞાન, શૌર્ય, વૈભવ, દયા, ક્ષમા વગેરે સદ્‌ગુણોને લીધે માનવસમાજમાં પ્રતિષ્ઠિત થઈને જે ક્ષણવાર માટે પણ જીવત ે રહે છે તે જ ખરેખર જીવત ે છે. આમ

તો કાગડો ઘણાં વર્ષો જીવતો રહે છે અને બીજાઓએ નખેલું એંઠુ ખાય છે.

જે અન્ય ઉપર દયા દાખવતો નથી તેન જીવવાનો શો

અર્થ? છીછરી નદીઓ જલદીથી છલકાઈ જાય છે. એમ અલ્પ

મતિવાળા લોકો અલ્પ પ્રાપ્તિથી સંત ેષ પામી જાય છે. માટે જ

કહ્યું છે કે -

આ પ્રસંગમાં એમ પણ કહેવાયું છે કે, -

માતાના ગર્ભમાં રહી તેનું યૌવન નષ્ટ કરનાર એ પુરુષના જન્મથી શો ફાયદો? આવો માણસ તેના પરિવારની આગળ ધજાની જેમ સ્થિર રહી શકતો નથી.

આ પરિવર્તનશીલ વિશ્વમાં કોણ જન્મતું નથી કે કોણ

મરતું નથી! પણ જન્મ તેનો જ સાર્થક થયો ગણાય કે જે, પોતાના કર્મોથી મેળવેલ પ્રતિષ્ઠાથી ચમકતો રહે છે.

વળી કહ્યું છે કે -

ક્યારેક ઉપર તો ક્યારેક નીચે ઘૂમનારાં તથા લોકોનો પરિતાપ દૂર કરનારાં વાદળોની જેમ બહુ ઓછા સત્પુરુષો આ જગતમાં પેદા થાય છે.

પોતાની શક્તિને પ્રગટ નહીં કરીને શક્તિશાળી માણસ પણ અપમાન સહન કરે છે. લાકડાની અંદર રહેલા અગ્નિને સહેલાઈથી લોકો ઓળંગી જાય છે. પણ સળગતી

આગથી

લોકો દૂર રહે છે.”

દમનકની આવી બોધદાયક વાતો સ ંભળી કરટકે કહ્યું-

ભાઈ! આપણે અહીં કોઈ ઊંચા હોદ્દા પર નથી, તો પછી આ નિરર્થક કામથી શો લાભ? કહ્યું છે કે -

રાજસભાનાં કોઈ પદ પર ન હોય એવો બુદ્ધિહીન

પૂછ્યા વિન રાજાની જેમ કંઈ પણ કહે ત ે તે માત્ર અપમાનિત જ થતો નથી. પણ તેને માથે વિપત્તિ ધારણ કરી લે છે.

જે જગાએ પરિણામ પ્રાપ્ત થાય એ જગાએ જ ચતુર

માણસે પોતાનો અભિપ્રાય દર્શાવવો જોઈએ. આવી જગાએ આપેલો અભિપ્રાય સફેદ કપડા પર કરેલા રંગની જેમ ટકાઉ અને કીમતી સાબિત થાય છે.

કરટકની આવી વાત ે સ ંભળી દમનકે કહ્યું - ભાઈ!

કરટક! આમ ના બોલીશ.

રાજાને ત્યાં નથી હોતો કોઈ મુખ્ય કે નથી હોતો કોઈ ગૌણ. એને ત્યાં તો એક સામાન્ય દાસ પણ અવિરત સેવા કરતો રહે તો મુખ્ય બની જાય છે. જ્યારે સેવાથી વિમુખ બનેલો

મુખ્ય માણસ પણ કીડીનો થઈ જાય છે.

કેમકે -

પેતાની સેવામાં સત્ ા ખડેપગે તૈયાર રહેનારની જ રાજાઓ ઈજ્જત કરે છે. પછી ભલે એવો માણસ મૂર્ખ હોય, નીચા કુળનો હોય કે અસંસ્કારી હોય. સ્ત્રીઓ, રાજાઓ

અને

લતાઓનો સ્વભાવ જ એવો હોય છે કે જે પાસે હોય એને

વળગી પડે છે.

અને એવું પણ છે કે -

રાજાના જે સેવકો તેમન રાજીપા અને ગુસ્ ાનાં કારણોન્ બરાબર જાણી લે છે, તેઓ ધીમે ધીમે રાજાને પણ વશ કરી લે છે.

વિદ્વાનો, કલાકારો, શિલ્પકારો, શૂરવીરો અને

સેવાકાર્યોમાં મગ્ન સેવકોને રાજા સિવાય બીજે ક્યાંય આશ્રય

મળતો નથી.

જે લોકો તેમના ઘમંડને કારણે રાજાન શરણમાં જતા

નથી. તેવા મૂર્ખાઓ આજીવન ભીખ માગતા ફરે છે.

જે લોકો એમ માને છે કે રાજાઓ મહામુશ્કેલીએ રાજી થ ય છે, તેઓ ખરેખર એ રીતે તેમની અસ વધત , આળસ અને મૂર્ખતાને છતાં કરે છે.

સાપ, વાઘ, હાથી તથા સિંહ જેવાં હિંસક પ્રાણીઓ પણ જો વશ કરી શકાતાં હોય તો, હમેશાં સાવધાન રહેનાર બુદ્ધિશાળી માણસને માટે ‘રાજા’ને વશ કરવો એમાં શી

મોટી વાત છે!

વિદ્વાન ે તો રાજ્યાશ્રમ મેળવીને જ ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત

કરત હોય છે. કેમકે, મલય પર્વત સિવાય ચંદનવૃક્ષ બીજે ક્યાં

પેદા થઈ શકે?

કરટકે કહ્યું : “એમાં જાણવા જેવું શું છે?”

કહ્યું છે ને કે -

પશુઓ પણ ઈશારો સમજી જાય છે. માણસન એક

ઈશારે ઘોડા અને હાથીઓ ભાર ખેંચવા લાગે છે. બુદ્ધિમાન

લોકો વગર કહ્યે જ પ્રયોજન સમજી જાય છે, કેમકે બીજાના

સંકેતો સમજી જવા એ જ એમની બુદ્ધિની ઉપયોગીતા છે.

ભગવાન મનુએ પણ કહ્યું છે કે, “મનુષ્યના મનને,

મનુષ્યન આકાર, ગતિ, ચહેરાન ભાવ, તેની બ ેલચાલ

આંખ અને મોંના વિકારો દ્વારા જાણી શકાય છે.”

“તો આજે એની પાસે જઈને જાણીશ કે તે ખરેખર

ભયભીત છે! અને જો એમ હોય તો મારી બુદ્ધિના પ્રભાવથી હું તેને વશ કરી લઈશ અને એ રીતે મંત્રીપદને પુનઃ પ્રાપ્ત કરીશ.”

દમનકની આવી વાતો સ ંભળી કરટકે કહ્યું : “વાત તો સાચી છે તારી, પણ રાજાની સેવા શી રીતે કરવી જોઈએ એ બાબતમાં તું પ્રવીણ નથી. તો પછી તું શી રીતે એને

વશ કરીશ.”

તેણે કહ્યું - હું રાજસેવામાં પ્રવીણ છું કે નહીં એ તું શી રીતે જાણે! બાળપણમાં પિતાજીના ખોળામાં રમતાં રમતાં મેં એમની પાસે આવતા નીતિનિપુણ સજ્જનોન મોંએથી

નીતિશાસ્ત્રની વાતો સંભળી છે. એમાંથી સેવા-ધર્મની મહત્ત્વની વાતોને મેં મનમાં સંઘરી રાખી છે.

સાંભળ એમાંથી કેટલીક આ રહી -

જે માલિકનું ભલું કરી શકે એ જ સાચી સેવા. આવી

સેવા માલિકની આજ્ઞ અનુસાર જ થવી જોઈએ.

જે માલિક સેવકના ગુણોની કદર કરતો નથી તેની

સેવા ચતુર સેવક કરતો નથી. રણમાં હળ જોતરવાથી કોઈ

લાભ થતો નથી. એવું જ કદરહીન માલિકનું છે.

ધનહીન અને રાજહીન હોવા છત ં જે માલિક સેવકના ગુણોની કદર કરે છે, તેને તેનું ફળ આ જીવનમાં અથવા બીજા જન્મમાં અચૂક મળે જ છે.

સેવકો તેમના કંજૂસ અને કર્ શવાળી બોલનાર સ્વામીની

મોટેભાગે નિંદા કરત હોય છે, પણ જે એટલુંય નથી જાણત કે કેવા માલિકની સેવા કરવી જોઈએ અને કેવાની નહીં તેઓ તેમની પોતાની નિંદા કેમ નથી કરતા?

ભૂખથી વ્યાકુળ થયેલો સેવક જે સ્વામીની પાસે જઈને વાસ્તવિક શાંતિ મેળવતો નથી તેવો સ્વામી ફળો અને ફૂલોથી

લચી પડેલા મદારના છોડની જેમ સદા ત્યજવા યોગ્ય છે. ચતુર સેવકે હંમેશાં રાજમાત , રાજરાણી, રાજકુમાર,

પ્રધાનમંત્રી, રાજપુરોહિત અને દ્વારપાળની સાથે રાજા જેવો

વ્યવહાર કરવો જોઈએ.

સેવકે રાજાજ્ઞાનો વિના વિચાર્યે સ્વીકાર કરવો જોઈએ. જે સેવક આવો વ્યવહાર કરે છે તે જ રાજાનો પ્રીતિપાત્ર બને છે.

સંતુષ્ટ થયેલો માલિક ઈનામમાં જે કંઈ આપે તે ગ્રહણ કરતી વખતે ‘ઘણું મળ્યું’ એમ કહી સેવકે સંતોષ પ્રગટ કરવો જોઈએ.

જે સેવક રાજાના અંતઃપુરમાં રહેનાર વ્યક્તિઓ કે

રાણીઓની કોઈ રીતે સલાહ લેતો નથી તે રાજાનો પ્રેમપાત્ર બને છે.

જે સેવક જુગરને યમદૂતની જેમ ભયંકર, દારૂને હળાહળ ઝેર સમાન તથા સ્ત્રીઓને કુરૂપ સમજે છે, તે રાજાનો પ્રેમ પામી શકે છે.

યુદ્ધની પરિસ્થિતિમાં જે રાજાની આગળ આગળ ચાલે છે અને રાજનગરમાં જે રાજાની પાછળ પાછળ ચાલે છે તથા જે રાજમહેલન દ્વાર પર સદા તૈનાત રહે છે તે સેવક

રાજાનો પ્રેમ જીતી શકે છે.

રાજા સાથે વેર કરનાર સાથે સદા જે સેવક વેરભાવ

રાખે છે અને રાજાના ઈષ્ટમિત્રો જે મિત્ર જેવો વ્યવહાર કરે છે તે રાજાન પ્રેમન ે અધિકારી બને છે.

માલિકના પૂછેલા પ્રશ્નન ે જે ઊલટો જવાબ નથી

આપતો તથ જે માલિક સામે ઊંચા અવાજે બોલતો નથી તે જ માલિકનું દિલ જીતી શકે છે.

જે રાજાની રાણીઓનો સંગ કરતો નથી કે તેમની

નિંદા કરતો તથા જે તેમની સાથે વાદવિ ાદમાં ઉતરતો નથી તે સેવક જ રાજાના પ્રેમનો ભાગીદાર થઈ શકે છે.

દમનકની આવી સેવાનીતિની વાતો સ ંભળી કરટકે

કહ્યું - હું માનું છું કે તમે સેવામાં નિપ્ુણ છો પણ રાજા પસે જઈ પહેલાં શું કહેશો તે તો જણાવો.

દમનકે કહ્યું - સારો વરસાદ વરસવાથી જેમ એક બીજમાંથી અસંખ્ય બીજ તૈયાર થાય છે એવી જ રીતે બોલવામાં જે ચતુર લોકો હોય છે એમના એક ઉત્તરમાંથી આપોઆપ

બીજી વાતો ઉત્પન્ન થઈ જાય છે.

માણસની સુંદર વાતો ત્રણ પ્રકારે પ્રગટ થાય છે. એક

પ્રકારના લોકો એવી વાતો કરે છે જે માત્ર સાંભળવામાં જ

મીઠી લાગે છે, પણ તેમના મનમાં કઠોરતા ભરેલી હોય છે. બીજા પ્રકારન લોકોની વાતો સાંભળવામાં કઠોર લાગે છે, પણ તે વાતો નિષ્કપટ હોય છે. ત્રીજા પ્રકારના લોકોની વાતો હૈયામાં અને બોલવામાં એમ બંન્ને રીતે સુંદર લાગે છે.

તમે ધ્યાનમાં રાખજો કે હું ફાલતું વાતે નહીં કહું. મેં બાળપણમાં પિતાજીની નીતિશાસ્ત્રોની વાતો સંભળી છે. હું જાણું છું કે -

વજૂદ વગરની વાતો જો બૃહસ્પતિ પણ કરે તો તેમને અપમાન અને બેઈજ્જતી સહન કરવાં પડે છે.

કરટકે કહ્યું :ભાઈ! વાત ત ે સાચી છે. પણ રાજાઓની

સેવા કરવી અત્યંત દુષ્કર છે. તેમન માં અને પર્વતેમાં ઘણી સમાનતા છે. જેમ પર્વતો સાપ વગેરે હિંસક જંતુઓથી ભરેલા હોય છે તેમ રાજા પણ હિંસક પ્રકારના લોકોથી ઘેરાયેલા હોય છે.

રાજા પણ સ્વભાવે પર્વતની જેમ વિષમ-ઊંચા-નીચા હોય છે. પર્વતને જેમ ચોર-ડાકૂ સેવતા હોય છે તેમ રાજા પણ દુષ્ટ

સ્વભાવન માણસોથી સેવાય છે. રાજાનો સ્વભાવ પણ પર્વત જેવો કઠોર જ હોય છે.

રાજાને કોઈકે સાપની સથે સરખાવ્યો છે.

જેમ સાપને ફેણ હોય છે, તેમ રાજા પણ સદા ભોગ- વિલાસમાં રચ્યોપચ્યો હોય છે. સાપ કાંચળી ધારણ કરે છે તેમ રાજા પણ કંચુક-રેશમી વસ્ત્ર ધારણ કરે છે. સાપની

ચાલ વાંકીચૂકી હોય છે તેમ રાજા પણ કુટિલ સ્વભાવનો હોય છે. સ પને મંત્રથી વશ કરી શકાય છે. તેમ દુષ્ટ રાજા પણ મંત્ર - સાચી સલાહથી વશ કરી શકાય છે.

વળી એમ પણ કહ્યું છે કે -

સાપને બે જીભ હોય છે. રાજા પણ બે જીભવાળો હોય છે એટલે કે તે એકની એક વાત બે જુદી જુદી રીતે કરે છે. સાપની જેમ એ પણ બીજાનું અહિત કરે છે. એ શત્રુની

નબળાઈ જોઈ તેના પર આક્રમણ કરી તેનું રાજ્ય પચાવી પાડે છે. સાપ પણ જાતે દર બનાવતો નથી. એ તો બીજાએ બનાવેલા દરમાં પેસી જાય છે. રાજાનું ભલું કરનાર પાપી

માણસ રાજા પર થોડો પણ ઉપકાર કરે તો તે, અગ્નિમાં

પતંગિયું બળી જાય એમ બળીને ભસ્મ થઈ જાય છે.

રાજાનો દરજ્જો બધા લોકો માટે નમસ્કાર કરવા યોગ્ય હોય છે. તેથી બ્રાહ્મણત્વની જેમ થોડાક પણ અપકારથી દૂષિત થઈ જાય છે.

રાજાઓની લક્ષ્મીનું સેવન કરવું કઠિન છે. તેથી તે દુર્લભ પણ છે. છતાં સદ્‌ગુણોના પ્રભાવથી જો એ પ્રાપ્ત થઈ જાય તો, વાસણમાં ભરેલા પાણીની જેમ ઘણા દિવસો સુધી તે સ્થિર

રહે છે.

દમનકે કહ્યું - “તમારી વાત સ ચી છે, છત ં જેવો

માલિકનો મનોભાવ હોય એને અનુકૂળ થઈ બુદ્ધિમાન સેવકે આચરણ કરવું જોઈએ. એમ કરીને તે જલદીથી માલિકને વશ કરી શકે છે.

સ્વામીના મનોભાવને અનુકૂળ થઈ વર્તવું એ જ સેવકનું સૌથી મોટું કર્તવ્ય છે. રાજાને વશ કરવાનો આ કીમિયો વશીકરણ મંત્ર વગર સિદ્ધ થાય છે.”

કરટકે કહ્યું - “ભાઈ! આ રીતે સ્વામીની પાસે જવાનું જો તમે નક્કી જ કરી નાખ્યું હોય તો ખુશીથી જાવ. તમારો

માર્ગ કલ્યાણમય હો. જેવી તમારી ઈચ્છા હોય તેમ જ કરો.”

કરટકની મંજૂરી મળતાં જ દમનકે તેને પ્રણામ કરીને

પિંગલક પાસે જવા પ્રસ્થાન કર્યું. દમનકને પોતાની તરફ દૂરથી જ આવતો જોઈ પિંગલકે તેના દ્વારપાળને કહ્યું - “દમનક આ તરફ આવી રહ્યો છે. તે આપણા જૂના મંત્રીનો પુત્ર છે. એને અહીં આવતાં કોઈ રોકટોક નથી. તેને અહીં બોલાવી બીજી હરોળમાં બેસાડો.”

દ્વારપાલે કહ્યું : “જેવી માલિકની આજ્ઞા.”

દમનક આવીને પિંગલકને સાદર પ્રણામ કરીને તેને બતાવેલ જગા પર બેસી ગયો. પિંગલકે કહ્યું :“કુશળ તો છે ને? કેમ ઘણા દિવસ પછી દેખાયો?”

દમનકે કહ્યું :- “જો કે પૂજ્ય મહારાજને હવે હું કશા

કામનો નથી, પણ સમય આવ્યો છે તેથી મારે કહેવું જોઈએ કે, રાજાઓને તો નાના-મોટા, ઊંચ-નીચ એમ બધા પ્રકારના

લોકો સાથે કામ પડે છે. કહ્યું છે ને કે -

દાંત ખોતરવા કે કાન સાફ કરવા મોટા મોટા

મહારાજાઓને એક સામાન્ય સળેખડીનું કામ પડે છે. તો હે રાજન્‌! માણસનું કામ કેમ ના પડે!”

એમાંય અમે તો રહ્યા મહારાજના ખાનદાની સેવક. અમે તો વિપત્તિની વેળાએ મહારાજની પ છળ પ છળ ચાલનારા. દુર્ભાગ્યવશ આજે અમે આપન પ્રથમ

અધિકારન પદ પર રહ્ય નથી. જો કે આપ માલિક માટે ઉચિત નથી.

કહેવાયું છે કે, સેવક અને ઘરેણાંને યોગ્ય જગ પર જ રાખવાં જોઈએ. હું માલિક છું - એવું વિચારીને માથાના

મુગટમાં જડેલા મણિને કોઈ પગમાં પહેરતું નથી. કારણ કે -

જે રાજા સેવકોન ગુણોનો આદર કરતો નથી તે ભલે

ધનવાન હોય કે ઉચ્ચ કુળમાં જન્મેલો હોય છતાં સેવકો એને ત્યજી દે છે.

પોતાના અવિવેકને લઈને ઉચ્ચ પદો પર નીમવા યોગ્ય સેવકોને નીચા હોદ્દા પર નીમી દે છે તે તેવા સેવકો તેમના સ્થાન પર ઝાઝુ ટકત નથી. કેમકે -

સુવર્ણાલંકારોન જડવા યોગ્ય મણિ સીસા કે જસતની

વચ્ચે જડવામાં આવે તો તે શોભતો નથી. ઊલટું એવો મુગટ

ધારણ કરનારની લોકો ઠેકડી ઊડાડે છે.

વળી જે માલિક એવું પૂછે કે, કેમ ઘણા દિવસો પછી

દેખાયો?”

તો તેનું કારણ પણ સાંભળો -

જે સ્થ ન પર ડાબા-જમણા હાથોમાં કોઈ વિશેષતા ના હોય ત્યાં કોણ એવો ગતિશીલ અને શ્રેષ્ઠ ગુણસંપન્ન વ્યક્તિ હોય કે જે એક ક્ષણ પણ રહેવાનું પસંદ કરે!

જે દેશમાં પરખું માણસ હોત નથી તે દેશમાં સમુદ્રમાંથી

નીકળતાં કીમતી રત્નોનું કોઈ મૂલ્ય નથી. એ વાત જગજાહેર

છે કે ભરવાડોના પ્રદેશમાં ચંદ્રકાન્તા મણિને ગોવાળિયાઓએ

ત્રણ કોડીમાં વેચી દેત હોય છે.

જ્યાં લોહિત મણિ અને પદ્મરાગ (લાલ) મણિમાં કોઈ તફાવત જણાતો ના હોય ત્યાં રત્નોનો વેપાર શી રીતે થઈ શકે?

માલિક જ્યારે તેમના બધા જ સેવકોમાં રહેલી વિશેષતાઓને ધ્યાનમાં લીધા સિવાય બધાની સાથે એક સરખો

વ્યવહાર કરે ત્યારે મહેનતુ અને સાહસિક સેવકોનો ઉત્સાહ મંદ પડી જાય છે.

સેવકો વિના રાજા અને રાજા વિના સેવકો રહી શકે નહીં. તે બંન્ ોનો વ્યવહાર તથ સંબંધ એકબીજા સાથે મળેલો હોય છે.

જેમ કિરણો વગર સૂર્ય શોભતો નથી તેમ લોકકલ્યાણ જેમને હૈયે વસ્યું છે તેવા સેવકો વિન તેજસ્વી અને પરાક્રમી રાજા પણ શોભતો નથી.

માથ પરણ ધારણ કરેલા તથ પ્રેમથી વધારેલા વાળ પણ સ્નેહ (તેલ) વિના લૂખા થઈ જાય તો પછી સેવકો કેમ ના રૂઠી જાય?

ખુશ થઈને રાજા સેવકોને થેડી ઘણી દોલત દઈ દેતા હોય છે. સેવકો તો થોડુંક માન મેળવીને જીવના જોખમે પણ

માલિકનું ભલું કરે છે.

આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને રાજાએ કુળવાન, સંસ્કારી, ચતુર, શૂરવીર, બળવાન અને ભક્તિવાન સેવકોની પસંદગી કરવી જોઈએ.

રાજાનું કઠિનમાં કઠિન કામ જે પૂરી નિષ્ઠા અને

પ્રામાણિકતાથી કરે છે એવા ઉત્તમોત્તમ સેવક રાજાની ખરી

સહાયત કરી શકે છે.

જે વગર બોલાવ્યે હાજર થઈ જતો હોય, પૂછવાથી

ખૂબ જ ટૂંકાણમાં સાચો જવાબ આપતો હોય એવો સેવક જ રાજા માટે ઉપયોગી બને છે.

છે.

કમજોર એવા સાથીથી શો ફાયદો? બળવાન પણ જો

માન મળવા છત ં જે ગર્વ નથી કરત ે, અપમાનિત થવા છતં જે સંતેષ નથ્ી પમતો, જે ભૂખથી વ્યાકુળ નથ્ી થો, જે ઊંઘથી પીડાતો નથી, જેના પર ઠંડી, ગરમી કે વરસાદની કશી અસર થતી નથી, તેવો સેવક રાજા માટે ઉપયોગી સાબિત થાય છે.

અજવાળિયાના ચંદ્રમાની જેમ જે સેવકની નિમણૂંક પછી રાજ્યના સીમાડાની વૃદ્ધિ થાય છે તે સેવક રાજાને માટે યોગ્ય ગણાય છે. જ્યારે અગ્નિમાં પકવવા નાખેલા

ચામડાની જેમ રાજ્યની સરહદો સંકોચાઈ જાય તેવા સેવકની રાજા દ્વારા હકાલપટ્ટી થાય છે.

જેમ રેશમ કીડામાંથી, સોનું પત્થરમાંથી, કમળ

કાદવમાંથી, ચંદ્ર ખારા સમુદ્રમાંથી, નીલકમલ છાણાંથી, અગ્નિ

લાકડામાંથી, મણિ સાપની ફેણમાંથી, કસ્તૂરી હરણની નાભિમાંથી

પેદા થય છે તેમ ગુણવાન લોકો તેમન ગુણોને ઉદય થવાથ્ી

પ્રસિદ્ધિ પ મે છે. તેમની પ્રસિદ્ધિને જન્મ કે કુળ સાથે કશો

સંબ્ધ હોતે નથ્ી.

નુકસાન કરનાર ઉંદર પોતાના ઘરમાં જ પેદા થયો હોવા છતાં લોકો તેને મારી નાખે છે, જ્યારે ભલાઈ કરનાર બિલાડીને બહારથી લાવી, ખવડાવી-પીવડાવી પાળવામાં આવે

આપણું ભૂંડું જ તાકતો હોય તો પણ તેનો શો અર્થ? હે રાજન્‌! હું તો આપનો ભક્ત છું, અને બળવાન પણ છું. તેથી મારું અપમાન કરવું આપને શોભતું નથી.”

પિંગલકે કહ્યું :- “મેં તારું ક્યારેય અપમાન કર્યું હોય

એવું બન્યું છે? તું ભલે બળવાન હોય કે બળહીન, આખરે

મારા જૂના મંત્રીનો પુત્ર છે. જે કહેવું હોય તે નિર્ભયતાથી કહે.”

દમનકે કહ્યું : “મહારાજ! મારે આપને કેટલીક ખાસ

વાતો કહેવી છે.”

“ત રે જે કહેવું હોય એ કહેતો કેમ નથી?”

“આ રીતે ભરી સભામાં મતલબની વાત મહારાજને કરવી જોઈએ નહીં. આપ એકાંતમાં આળી મારી વાત સાંભળો. કારણ કે એમ કહેવાય છે કે -

ખાસ વિષયમાં સલાહ લેવાની વાત જો છ કાનોએ

પડી જાય તો તે વાત જાહેર થઈ જાય છે. ગુપ્ત વાત માત્ર ચાર કાનોમાં જ સ્થિર થઈ રહે છે.”

દમનકની આવી વાતો સાંભળી, પિંગલકનો ઈશારો

થતાં વાઘ, સિંહ, વરૂ, ચિત્તો વગેરે ત્યાંથી ઊઠીને દૂર ચાલ્યા ગયા. પછી દમનકે કહ્યું -

“મહારાજ! પાણી પીવાના આશયથી યમુનાને કિનારે ગયેલા આપ પ છા આવી અહીં કેમ બેસી ગયા?”

દમનકી આ વાત સાંભળી પિંગલકને નવાઈ લાગી. તે બનાવટી હાસ્ય કરતાં બોલ્યો - “એવી કોઈ ખાસ વાત નથી.” તેણે કહ્યું : “મહારાજ! જો એ વાત મને કહેવા

યોગ્ય

ના હોય તો રહેવા દો. કેમકે એ નીતિની વાત છે કે - “કેટલીક વાતો એવી હોય છે કે જે પત્નીને પણ

કહેવાતી નથી. કેટલીક સ્વજનો આગળ પણ ગુપ્ત રાખવામાં આવે છે. કેટલીક વાતે પોતાના પુત્ર કે મિત્રની આગળ પણ જાહેર કરવાની હોતી નથી. બુદ્ધિશાળી લોકો તો વાત

બીજા આગળ કહેવા લાયક છે કે નહીં તેનો પૂરેપૂરો વિચાર કરીને જ યોગ્ય નિર્ણય લેત હોય છે.”

દમનકની આવી ચતુરાઈપૂર્વકની વાત સાંભળી પિંગલક

વિચારવા લાગ્યો - “આ ઘણો ચાલાક અને લાયક જણાય છે. તેથી તેની સમક્ષ મારો મત જાહેર કરવો અનુચિત નહીં ગણાય. કહ્યું છે કે -

દુઃખી માણસ તેના દુઃખની વાતેને તેના ખાસ મિત્ર, ગુણવાન સેવક, આજ્ઞાકારી પત્ની તથા સહૃદયી સ્વામી આગળ વ્યક્ત કરીને સુખી થાય છે.”

થોડીવાર વિચારી કરીને પિંગલકે કહ્યું :- “દમનક! દૂર

દૂરથી જે ભયંકર અવાજ આવે છે તે સંભળાય છે તને?”

“હા, સંભળાય છે. પણ તેથી શું?”

“હવે હું આ વનમાંથી ચાલ્યો જવા ઈચ્છું છું.” “કારણ?”

“લાગે છે કે આ જંગલમાં વિકરાળ અને બહુ મોટું

પ્રાણી આવી ગયું છે. આ ભયાનક ગર્જન તેની જ છે. જેવી

ભયંકર એની ગર્જન છે એવી જ એની તાકાત પણ હશે!” દમનકે કહ્યું :- “માલિક! માત્ર અવાજ સાંભળી ડરી

જવું એ આપને શોભતું નથી. કારણ કે -

પાણીના પ્રચંડ પ્રવાહથી પુલ તૂટી જાય છે. ગુપ્ત નહીં રાખવામાં આવતો મંત્ર નાશ પામે છે. કપટથી પ્રેમનું ખંડન થાય છે અને માત્ર અવાજ સાંભળી આતુર લોકો ભય

પામે છે.

માટે આટલા દિવસો સુધી તમારી તાકાતથી વશ કરેલું આ જંગલ તમારે છોડવું જોઈએ નહીં. કેમ કે અવાજ તો અનેક

પ્રકારના આવ્યા કરે. ભેરી, વીણા, વેણુ, મૃદંગ, નગારું, શંખ વગેરે પણ અવાજ કરે છે. આવા અવાજોથી કોણ ડરે છે? મારા અભિપ્રાય મુજબ તો આવા અવાજો

સાંભળી આપે ભયભીત થવું જોઈએ નહીં. કારણ કે -

શક્તિશાળી, ખૂંખાર અને નિર્દય શત્રુનો સામનો કરતાં જે રાજાની ધીરજ ખૂટતી નથી તે રાજાની કદી હાર થતી નથી. વિધાતા પણ જો ભય પમાડે તો પણ ધીરજવાળા

માણસની ધીરજ ક્યારેય ઓછી થતી નથી. વૈશાખ-જેઠના

મહિન માં જ્યારે સખત તાપથી નદીઓ સુકાઈ જાય છે ત્યારે

સાગર તો બમણા વેગથી ઉમડી પડે છે. વળી -

વિપત્તિની વેળાએ જે વિષાદ નથી પામતો કે સંપત્તિમાં

જે છલકાઈ જતો નથી તથ સમરાંગણમાં જે હિંમત હારતો નથી એ વીર પુરુષ ત્રિલોકના તિલક સમાન છે. આવા માણસને કોઈ વિરલ જનેતા જ પેદા કરે છે.

કહ્યું છે કે -

કમજોરીને કારણે જે હંમેશાં વિનમ્ર બની રહે છે તથા

હિંમતની ઓછપને લીધે જે પોતાને નાનો સમજી બેસે છે એવા સ્વાભિમાન વગરન માણસની હેસિયત એક સામાન્ય તણખલા બરાબર સમજવી જોઈએ.

માલિકે મનમાં ધીરજ રાખવી જોઈએ અને માત્ર અવાજ

સાંભળી ભયભીત થવું જોઈએ નહીં.” આવો જ એક કિસ્ ા ે છે કે - “કેવો કિસ્સો?” પિંગલકે પૂછ્યું. તેણે કહ્યું -

***

૨. ગોમાયુ શિયાળની વાર્તા

એક હતું જંગલ.

એ જંગલમાં ગોમાયુ નામનો એક શિયાળ રહેત ે હતો. એ એક દિવસ એવો તો ભૂખ્યો થયો હતો કે ભૂખને

લીધે તેનું ગળું સૂકાઈ ગયું હતું. ખાવાનું શોધવા તે આમ-તેમ

ભટકતો હતો. તેણે ભટકતાં ભટકતાં જંગલમાં એક વિશાળ

લડાઈનું મેદાન જોયું. આ મેદાનમાં ક્યારેક બે સેનાઓ વચ્ચે સંગ્રામ થયો હતો. આ લડાઈના મેદાનમાં એક નગારું પડેલું તેણે જોયું.

આ નગારા પર એક વૃક્ષની ડાળી ઝૂકેલી હતી. પવન ફૂંકાતાં આ ડાળી નગારા પર જોરથી અથડાતી. આથી નગારામાંથી ખૂબ મોટો અવાજ નીકળતો હતો. ગોમાયુ નગારાનો

પ્રચંડ ધ્વનિ સાંભળી ખૂબ ગભરાઈ ગયો. એણે સ્વબચાવ માટે

બીજી જગએ નાસી છૂટવાનું વિચાર્યું. પણ પાછું એને થયું કે

ઉત વળમાં આવું પગલું ભરવું જોઈએ નહીં. કારણ કે -

જે ખતરાન અને આનંદના સમયે ખૂબ વિચારી લે છે અને ઉતાવળમાં કોઈ પગલું ભરતો નથી તે કદી દુઃખી થતો નથી.

તેણે એ અવાજ કોનો છે તે જાણવાનું નક્કી કર્યું.

એ સ્વસ્થ થયો, અને અવાજની દિશામાં ધીમે ધીમે આગળ વધ્યો. આગળ જઈને એણે મેદાનમાં પડેલું મોટું નગારું જોયું. એની બીક નીકળી ગઈ. કુતૂહલ વશ થઈ તેણે

નગારું વગ ડ્યું. એ આટલું બધું ભોજન મળવાથી રાજીના રેડ થઈ ગયો. તેને થયું કે નક્કી આમાં ખૂબ માંસ, ચરબી અને લોહી

ભરેલાં હશે! ગોમાયુ નગારાનું ચામડું ફાડીને અંદર ઘૂસ્યો. પણ અંદર તો કશું જ ન હતું. તે ઘણો નિરાશ થઈ ગયો.

દમનકે કહ્યું :“તેથી જ હું કહું છું કે અવાજ સાંભળીને ડરી જવું જોઈએ નહીં.”

પિંગલક બોલ્યો : “અરે! મારા બધા અનુચરો અને

કુટંબીજનો જ્યાં ભયના માર્યા ભાગી જવાની પેરવી કરતા હોય ત્યાં હું શી રીતે ધીરજ ધરી શકું?”

દમનકે કહ્યું : “મહારાજ! એમાં એ બધાનો શો દોષ?

અનુચરો તો માલિકને જ અનુસરતા હોય છે. એ ઠીક કહ્યું છે કે -

ઘોડા, હથિયાર, શસ્ત્ર, વીણા, વચન, મનુષ્ય અને સ્ત્રી

- એ બધાં યોગ્ય સ્વામી પામીને જ યોગ્ય બની જાય છે, અને અયોગ્ય સ્વામીને પામીને અયોગ્ય બની જાય છે.

તો મારી એવી ઈચ્છા છે કે અવાજની અસલિયત

જાણીને હું પાછો ના આવું ત્યાં સુધી ધીરજ ધરીને આપ મારી રાહ જુઓ. મારા પ છા ફર્યા પછી આપને જે ઠીક લાગે તે કરજો.”

“તો શું તમારામાં ત્યાં જવાની હિંમત છે?” પિંગલકે કહ્યું.

તેણે કહ્યું - “સ્વામીની આજ્ઞ મળ્યા પછી જે ઊંચ-નીચ કે સારા-

ખોટાનો વિચાર કરે છે એવા સેવકને પોતાનું હિત ઈચ્છનાર રાજા પોતાની પાસે ક્ષણવાર પણ ટકવા દેતો નથી.”

પિંગલકે કહ્યું - “ભાઈ! જો તમારું એમ જ માનવું હોય

તો જાઓ. તમારું કાર્ય મંગલમય હો.”

પિંગલકની અનુમતિ મળતાં દમનક અવાજની દિશા તરફ ચાલી નીકળ્યો.

દમનકના ચાલ્યા ગયા પછી શંકાનાં વાદળોએ પિંગલકને

ઘેરી લીધો. તે વિચારવા લાગ્યો - “મેં દમનક ઉપર વિશ્વાસ

મૂકીને બધી વાતો જણાવી દીધી તે સ રું નથી કર્યું. કદાચ એ બંન્ને મળી જઈ, સંતલસ કરી મારી સાથે દગો કરે તો! કારણ

કે મેં અગઉ તેને હોદ્દા ઉપરથી ઉતરી મૂક્યો છે. કહ્યું છે ને કે- જે સેવક રાજાને ત્યાં પહેલાં માન પામીને પછી અપમાનિત

થયો હોય તે ભલેને કુળવાન હોય તો પણ રાજાના વિનાશના

ઉપાયો વિચારે છે.

એ શું કરવા ઈચ્છે છે તે મારે બીજી જગાએ જઈને જોવું જોઈએ. કદાચ એવું પણ બને કે દમનક તેને બોલાવી લાવીને

મને મારી નાખવાનું કાવતરું કરે!

જે બીજાનો વિશ્વાસ નથી કરતો તે ભલે કમજોર હોય તો પણ બળવાન માણસ તેને મારી શકતો નથી. પણ વિશ્વાસમાં આવ્યા પછી મોટા-મોટા શક્તિશાળી લોકો પણ

કમજોરના શિકાર થઈ જાય છે તેથી બુદ્ધિમાને દેવોના ગુરૂ બૃહસ્પતિનો પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં.

દુશ્મન જો સોગંદ ખાય તો પણ તેના પર વિશ્વાસ

મૂકવો ના જોઈએ. કારણ કે ઈન્દ્રએ પણ સોગંદ ખાઈને વિશ્વાસ

મેળવ્યા પછી વૃત્રનો વિનાશ કર્યો હત ે. વિશ્વાસમાં લીધા પછી

ઈન્દ્રએ દૈત્યોની માતા દિતિના ગર્ભનો નાશ કર્યો હતો.”

આમ વિચારીને પિંગલક બીજી જગાએ ચાલ્યો ગયો. ત્યાં જઈ તે એકલો દમનકની રાહ જોવા લાગ્યો. પેલી બાજુ દમનક પણ સંજીવક પાસે જઈ પહોંચ્યો. દૂરથી જ એણે

જોયું કે તે અવાજ કરનારો એક બળદ છે ત્યારે ખુશ થઈને તે વિચારવા

લાગ્યો કે સારું થયું કે આ બળદ દ્વારા વારેવારે ઝઘડો કરાવી

અને સમાધાન કરાવી હું પિંગલકને મારા તાબે કરી શકીશ. કહ્યું છે કે -

જ્યાં સુધી રાજા કોઈ ઘેરી આફતમાં સપડાતો નથી ત્યાં સુધી તે મંત્રીની વાત કાને ધરતો નથી. વિપત્તિમાં ફસયેલા રાજાઓ હંમેશાં મંત્રીઓની સેવા યોગ્ય હોય છે.

જેમ કોઈ નીરોગી માણસ સારામાં સારા દાકતર પાસે જતો નથી તેમ વિપત્તિઓ વિનાનો રાજા સારામાં સારા મંત્રીનો સહારો લેતો નથી.

આમ વિચારીને દમનક પિંગલકની પાસે પાછો ફર્યો. દમનકને આવતો જોઈ પિંગલક પહેલાંની જેમ બેસી ગયો.

પિંગલકની પાસે જઈ દમનક પ્રણામ કરી બેસી ગયો.

પિંગલકે પૂછ્યું :“શું તમે બળવાન જાનવર જોયું?” “આપની કૃપાથી મેં તેને જોયું” દમનકે જવાબ વાળ્યો. “ખરેખર!”

“તો શું આપનં ચરણોમાં બેસીને હું જૂઠું બેલું છું?” પછી તેણે ઉમેર્યું -

“રાજા અને દેવની સામે બેસી અસત્ય બોલનાર માણસ ગમે તેટલો મોટો હોય તો પણ તે તરત જ વધને યોગ્ય ગણાય છે.”

“ભગવાન મનુ મહારાજે રાજાને સર્વદેવમય ગણાવ્યો

છે. તેથી તેને દેવોની જેમ આદરપૂર્ણ દૃષ્ટિથી જોવો જોઈએ.

અપમાનિત નજરથી નહીં.”

પિંગલક આટલું બોલ્યો ત્યાં તો દમનક ઊઠીને ઝડપભેર

પિંગલકે કહ્યું :“ખરેખર તમે તે જાનવરને જોયું જ હશે! ગરીબ અને મજબૂર ઉપર મોટા માણસો ગુસ્ ાો કરતા નથી. તેથી તમે એને માર્યું નહીં જ હોય. કારણ કે સુસવાટા મારતો પવન

મોટાં મોટાં વૃક્ષોને ઉખેડી નાખે છે, પણ ઘાસન તણખલાને ઉખાડી શકતો નથી. મોટા માણસો સમોવડિયા સાથે જ બળ અજમાવે છે.”

દમનકે કહ્યું :“ખરેખર એવું જ બન્યું. એ ખૂબ જોરાવર જાનવર હતું. અને હું તો કમજોર અને દીન. છતાં આપ

માલિકની આજ્ઞા હોય તો હું તેને આપનો સેવક બનાવીને જ

જંપીશ.”

ઘેરો નિશ્વાસ નાખતાં પિંગલકે કહ્યું - “શું ખરેખર તમે એમ કરી શકો તેમ છો?”

“મહારાજ! બુદ્ધિ આગળ કોઈ કામ કઠિન નથી હોતું. એટલે જ કહ્યું છે કે -

જીવલેણ હથિયારોથી, હાથીઓથી કે ઘોડાઓથી જે

કામ સિદ્ધ થતું નથી તે કામ બુદ્ધિથી સરળતાથી પાર પાડી શકાય છે.”

પિંગલક બોલ્યો - “જો એમ જ હોય તો હું આજથી જ

તને મારો મંત્રી બનાવું છું. આજથી જ ઈનામ અને અનુશાસનની

સઘળી પેરવી તું કરશે. આ મારું વચન છે.”

સંજીવકની પાસે પહોંચી ગયો. દૂરથી જ તેને ધમકાવતાં કહ્યું- “ઓ નીચ બળદ! જલ્દી અહીં આવ. અમારા માલિક પિંગલક તને બોલાવે છે. તું અહીં નકામો કેમ બરાડે

છે?”

દમનકની આવી વાત સાંભળીને સંજીવક ચોંકી ગયો અને ભારે અવાજથી બોલ્યો - “મહારાજ! એ પિંગલક છે કોણ?”

દમનકે કરડાકીથી કહ્યું - “શું તું સ્વામી પિંગલકને

પણ નથી ઓળખતો? ભલે, થોડી ધીરજ રાખ. હમણાં જ તને

ખબર પડી જશે. જો, જોતો નથી, ત્યાં વડન ઝાડ નીચે જંગલી જાનવરોની વચ્ચે જે બેઠા છે તે અમારા સ્વામી પિંગલક છે.” દમનકની વાત સ ંભળી સંજીવકને મૃત્યુ હાથવેંતમાં

જણાયું. એ થેડું વિચારીને બોલ્યો -“મહાશય! આપ સ્વભાવથી

સારા લોગો છો. વાત કરવામાં પણ ચાલાક છો. આપ મને

સ્વામીની પાસે લઈ જઈને અભયદાન અપાવશો તો હું

જિંદગીભર આપનો ઉપકાર ભૂલીશ નહીં.”

દમનકે કહ્યું :“તારી વાત સ ચી છે. કેમકે, નીતિ પણ એવું કહે છે કે -

પૃથ્વી, સાગર અને પર્વતનો છેડો લોકો પામી શકે છે,

પણ માનવીન મનનો પાર કોઈ પામી શકતું નથી.”

“જો તારી એવી જ ઈચ્છા હોય તો તું અહીં થોડીવાર

ઊભો રહે હું સ્વામીને વચનથી બાંધી પછી તને સાથે લઈ

જઈશ.

આમ કહી દમનક ત્યાંથી ચાલ્યો ગયો અને પિંગલકની પ સે જઈ કહ્યું - “સ્વામી! એ કોઈ મામૂલી જાનવર નથી. એ તો છે ભગવાન શંકરનો નંદીશ્વર નામનો બળદ. મેં

તેનો પરિચય પૂછ્યો ત્યારે તેણે કહ્યું કે પરિચય આપવાની મારી પાસે ફુરસદ નથી. થોડામાં જ સમજી જાઓ કે ભગવાન શંકરને

પ્રસન્ન થઈ અહીં યમુના કિનારે મને ઘાસ ચરવાની આજ્ઞા આપી છે. માત્ર એટલું જ નહીં. મને આ આખું જંગલ ભગવાને

ક્રીડા કરવા આપી દીધું છે.”

દમનકની વાતો સાંભળી પિંગલક ઘણો ગભરાઈ ગયો. કહ્યું - “હવે મને ખરેખર સમજાયું કે દૈવી કૃપા વગર કોઈ હિંસક જાનવરોથી ભરેલા આ જંગલમાં ઘાસ ખાઈ

જીવન રું જાનવર આમ નિર્ભય થઈને ગર્જન કરતું ફરી શકે નહીં. હાં, તો પછી તેં શો જવાબ આપ્યો?”

દમનકે જવાબ આપ્યો : “સ્વામી! મેં તને કહ્યું કે આ

જંગલ ત ે મા જગદંબ ન વાહન એવા અમારા સ્વામી પિંગલક નામના સિંહન અધિકારમાં છે. તમે તો અહીં એક મહેમાનરૂપે રહ્ય છો. આપ એમની પાસે ચાલો અને બે ભાઈની

જેમ સાથે બેસી ખાઈ-પી મોજથી જિંદગી વીતાવો. એ મારી વાત સાથે સંમત થઈ ગયો અને આપની પાસેથી અભયદાનની માગણી

કરી. હવે બધો આધાર આપ પર છે.”

દમનકની આવી વાતો સાંભળી પિંગલક રોમાંચિત થઈ ગયો. કહ્યું :“હે મહાજ્ઞાની! તેં ખૂબ સારું કામ કર્યું. જા, તેને અભયદાન દીધું. પણ તેન તરફથી પણ મને

અભયદાન

મળે એવું કંઈક કર. પછી જલદીથી તેને અહીં લઈ આવ. કહ્યું

છે કે -

જેમ મજબૂત થંભલાઓથી મકાનનું રક્ષણ થાય છે એમ બળવાન, છળ-કપટ રહિત, સાચા અને અનુભવી મંત્રીઓથી રાજ્યનું રક્ષણ થાય છે.

પિંગલકની વાત સાંભળી દમનક મન ેમન ખુશ થયો.

અને સંજીવક પાસે જવા ચાલી નીકળ્યો. જતાં જતાં તે વિચારતો હતો કે, હવે સ્વામી ઘણા પ્રસન્ન થયા છે, અને મારી વાતોમાં આવી ગયા છે. ત ે મારાથી મોટો ભાગ્યશાળી કોણ હોઈ

શકે?” કહેવાયું છે કે -

“પોષ અને મહા મહિન ની કાતિલ ઠંડીમાં અગ્નિ, પોતાના પ્રિયજનનું દર્શન, રાજા દ્વારા માનની પ્રાપ્તિ અને દૂધનું ભોજન આટલી બાબતો અમૃતની સમાન સુખદાયી હોય

છે.” પછી સંજીવક પાસે જઈને તેણે પ્રેમપૂર્વક કહ્યું - “હે

મિત્ર! મેં આપને માટે સ્વામીને ઘણી વિનંતી કરી. એમણે તમને અભયદાન આપ્યું છે. તો ચાલો મારી સાથે. પણ ત્યાં આવ્યા

પછી મનમાની કરશો નહીં. હું પણ મંત્રી બનીને તમારા ઈશારા

મુજબ સ રી રીતે રાજવહીવટ ચલાવીશ. આમ આપણે બંન્ ો

સુખેથી એ રાજ્યમાં રહીશું.”

કહ્યું છે ને કે -

“અભિમાનથી છકી જઈ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ

લોકો સાથે એમની હેસિયત પ્રમાણે જ માનપૂર્ણ વ્યવહાર કરતો નથી તે રાજાના માનને લાયક થઈને પણ ભ્રષ્ટ થઈ જાય છે, પેલા શાહુકાર દંતિલની જેમ”

સંજીવકે કહ્યું - “કેવી છે એ શાહુકાર દંતિલની વાત?”

તેણે કહ્યું :- “સાંભળો.”

***

૩. શાહુકાર દંતિલની વાર્તા

વર્ધમાન નામે એક નગર હતું.

એ નગરમાં દંતિલ નામનો એક ધનવાન શાહુકાર રહેતો હતો.

નગર આખાનો એ માલિક હતો. એને ખજાને સોનું,

ચાંદી અને ઝવેરાતતી ભરપૂર હતો. એના સારા સ્વભાવથી નગરજનો અને ખુદ રાજાને ઘણો સંતોષ હતો. વેપારની સથે સાથે નગરનો કારભાર પણ એ સંભાળતો હતો. એન જેવો ચતુર અને કાબેલ માણસ નગરમાં બીજો કોઈ થયો હોય એવું ના તો કોઈએ જોયું હતું કે ના સાંભળ્યું હતું. કહે છે ને કે - “જે રાજાનું ભલું ઈચ્છું છે તે પ્રજામાં વિરોધી મનાય છે

અને જે પ્રજાનું જ ભલું કરે છે તેને રાજા તેના રાજ્યમાંથી તડીપાર કરે છે.” આવી વિષમ પરિસ્થિતિમાં આવો માણસ

મળવો મુશ્કેલ છે. કે જે રાજા અને પ્રજાને સમાન રીતે સંતોષી શકે.

રાજા અને પ્રજામાં ચાહના મેળવનાર દંતિલનું જીવન સુખચેનથ્ી પસાર થતું હતું. એવામાં એનું લગ્ન થયું. લગ્નપ્રસંગે દંતિલે રાજપરિવારના લોકો અને નગરજનોને આદરપૂર્વક નિમંત્રી ભોજન કરાવ્યું તથ વસ્ત્રાદિ દક્ષિણા આપી તેમનું સન્માન કર્યું. ત્યારબાદ તેણે રાજાને રાણીઓ સમેત પોતાના ઘરમાં બોલાવી વિધિવત્‌ તેમની પૂજા પણ કરી. સંજોગવશાત્‌ રાજાની સાથે રાજભવનમાં ઝાડુ મારનાર ગોરંભ નામનો નોકર પણ આ સમયે ત્યાં આવી ચઢ્યો અને આવીને અયોગ્ય સ્થ ન પર બેસી ગયો. દંતિલે તેને ગળચી પકડી બહાર તગેડી મૂકાવ્યો. ગેરંભ

તેન આ કારમા અપમાનને લઈ તે દિવસથી ખૂબ દુઃખી રહેતો હત ે. તે આખી રાત જાગતો પડખાં ઘસ્યાં કરત ે હતો. તે રાત- દિવસ વિચારતો હતો કે રાજભવનમાં શાહુકારની વધી ગયેલી

પ્રતિષ્ઠાને શી રીતે ઠેસ પહોંચાડે! તેને જીવન અકારું લાગવા

માંડ્યું. તે વિચારતો હતો કે - “જો હું આટલુંય ના કરી શકું તો

જીવવાનો શો અર્થ?” કહેવામાં આવ્યું છે કે -

“પોતાને નુકસાન પહોંચાડનારની સાથે બદલો લેવા જે અસમર્થ છે તે બેશરમ માણસ મિથ્યા ક્રોધ કરે છે. ચણા ઉછળી-કૂદીને પણ શું ભાડને તોડી શકે છે?”

થોડા દિવસ પછી એક વહેલી સવારે રાજાના પલંગ

પાસે ઝાડુ મારતાં મારતાં તેણે કહ્યું - “અરે, બાપરે! દંતિલમાં આટલી હિંમત ક્યાંથી આવી ગઈ કે એ મહારાજની પટરાણીને આલિંગનમાં લે!” તેના આવા બફાટથી અર્ધનિંદ્રામાં

આળોટતો રાજા સફાળો બેઠો થઈ ગયો. તેણે ગોરંભને પૂછ્યું :“અરે, ગેરંભ! શું તું સચું કહે છે? શું ખરેખર દંતિલે મહારાણીને આલિંગન આપ્યું છે?”

ગોરંભ સૂનમૂન થઈ ઊભો રહી ગયો. પછી કહ્યું :

“મહારાજ! આખી રાત જુગાર રમવાથી ઉજાગરો થયો છે. તેથી હું શું બાકી ગયો તેનું મને ભાન રહ્યું નથી. મને માફ કરો.” રાજાને ગોરંભના બબડાટથી ઠેસ પહોંચી હતી. તે વિચારવા લાગ્યો - “આ ગ ેરંભ મહેલમાં મનફાવે તે રીતે બે રોકટોક આવતો-જતો રહે છે. તેની જેમ દંતિલ પણ મહેલમાં

મરજી મુજબ આવી જઈ શકે છે. શક્ય છે કે ગોરંભે કોઈક વાર

દંતિલને મહારાણીને આલિંગન આપતાં જોયો પણ હોય! તેથી જ એના મોંઢામાંથી અજાણપણે આવી વાત નીકળી ગઈ હશે! કહ્યું છે કે -

માણસ દિવસે જે કંઈ પણ જુએ છે, ઈચ્છે છે અથવા કરે છે તે રાત્રે સ્વપ્નમાં પણ એવું કહે છે કે કરે છે.”

“માણસન હૈયામાં દિવસોથી સારી કે ખરાબ ભાવનાઓ

મનમાં છુપાઈને પડી હોય તે સ્વપ્નમાં કે નશામાં બબડાટ

સ્વરૂપે વ્યક્ત થાય છે.”

“સ્ત્રીઓની બાબતમાં કોઈ શંકા કરવી ઉચિત નથી, કેમકે તેઓ એકની સાથે વાણી વિલાસ કરે છે, બીજા સામે કામુક દૃષ્ટિથી તાકતી રહે છે અને મનમાં કોઈક

ત્રીજાની બાબતમાં વિચારતી રહે છે. આવી સ્થિતિમાં સ્ત્રીઓનું પ્રેમપ ત્ર કોણ થઈ શકે?”

“ખીલેલા ગુલાબની પાંખડીઓ સમાન લાલ હોઠવાળી અને સદાય સ્મિત વેરતી સ્ત્રીઓ એકની સાથે વાત કરે છે અને

ખીલેલી પોયણીના ફૂલ જેવાં નયનોથી બીજા તરફ તાકી રહે છે. વળી તે જ વખતે તે મનમાં એવા પુરુષનું ધ્યાન ધરતી રહે છે જેન ઉદાર સ્વભાવ, આકર્ષક સ ૈંદર્ય અને અઢળક ધન-

સંપત્તિ વિશે જાણતી હોય. આવી કામુકસ્ત્રીનો ખરેખરો પ્રેમી કોણ છે તે જાણવું કઠિન થઈ પડે છે.”

“જે રીતે અગ્નિને અને સગરને નદીઓથી સંતેષ્

થતે નથી તેમ તેવી સ્ત્રીઓ ક્યારેય પુરુષોથી સંતેષ્ પમતી

નથી.”

“એકાંત, યોગ્ય તક અને ચતુર આશિક નહીં મળવાથી કેટલીક સ્ત્રીઓમાં સતીત્વની ભાવના પેદા થાય છે.”

“જે મૂર્ખ માણસ એવી ધારણા બાંધી બેસે છે કે, ‘આ

સ્ત્રી મારી ઉપર મરે છે’ તે રમકડાના પોપટની જેમ રાત-દિવસ તેના વશમાં રહે છે.”

“જે સ્ત્રીઓની ખુશામત કરે છે. એમની આગળ-પાછળ

ફરતા રહે છે અને તેમની સેવા કરતા રહે છે તેમને મોટેભાગે

સ્ત્રીઓ વધુ પસંદ કરે છે.”

“કોઈ ચાહક ન મળવાથી કે કુટંબીજનેના ભયથી નિરંકુશ સ્ત્રીઓ કોઈપણ રીતે મર્યાદામાં રહેતી હોય છે.”

રાજા ઘણીવાર સુધી વિચારતો રહ્યો અને પસ્તાતો રહ્યો. એ દિવસથી દંતિલ એના મન પરથી ઉતરી ગયો. રાજમહેલમાં તેની આવનજાવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

કોઈ કારણ વગર આમ રાજન ન ખુશ થયેલો જોઈ દંતિલ વિમાસણમાં મૂકાઈ ગયો. એણે વિચાર્યું કે, કહેવામાં આવે છે કે -

આ જગતમાં સંપત્તિ પામ્યા પછી કોણ છકી જતું નથી? કયો કામુક માણસ આફતોથી ઘેરાતો નથી? સ્ત્રીઓ કોન મનને તોડી શકતી નથી? કોણ હંમેશાં રાજાઓનો પ્રિય બની

રહે છે? એવો કયો માણસ હશે કે જે સમયને વશ નહીં થતો હોય? માગણ શું ગૌરવ પ્રાપ્ત કરી શકે ખરો? અને કયો નસીબવંતો માણસ દુર્જનોની માયાન ચક્કરમાં અટવાયા પછી

હેમખેમ બહાર નીકળી જાય?

વળી -

“કાગડામાં પવિત્રતા, જુગારીમાં સત્ય, સાપમાં ક્ષમા,

સ્ત્રીઓમાં કામ-વાસનાની પરિતૃપ્તિ, નપુંસકમાં ધીરજ, શરાબીમાં તત્ત્વજ્ઞાનની ચિંત અને રાજાના મિત્રને આ જગમાં કોઈએ

જોયાં કે સાંભળ્યા છે?”

“મેં તો રાજા કે તેમન કોઈ સંબંધીનું સ્વપ્નમાંય અપમાન કર્યું નથી, તો રાજા આમ મારી ઉપર નારાજ કેમ થઈ ગયા હશે? આમ વિચાર કરતો દંતિલ એક દિવસ

રાજમહેલન દરવાજા પાસે ઊભો હતો ત્યારે ગોરંભે હસીને દ્વારપાળને કહ્યું

- “દ્વારપ ળો! આ દંતિલજી બેરોકટોક રાજમહેલમાં મનફાવે ત્યાં આવ-જા કરી શકે છે. તેઓ ઈચ્છે તેને દંડ દઈ શકે છે કે ઈન મ પણ આપી શકે છે. તો તમારે એમનાથી ચેતતા

રહેવું. એકવાર એમને ટોકવાથી જેમ મને ગળચી પકડી કાઢી મૂકવામાં આવ્યો હતો તેમ તમને પણ કાઢી મૂકવામાં આવશે.”

ગોરંભના આવાં અટપટાં વ્યંગવચને સાંભળીને દંતિલે વિચાર્યુ કે આ બધી રમત તેની જ છે” કારણ કે કહ્યું છે કે - “રાત-દિવસ જે રાજાની સેવામાં લાગેલો રહે છે એ

ભલેને નીચા કુળને હોય, મૂર્ખ હોય કે અપમાનિત હોય છતાં બધે ઠેકાણે પૂજનીય ગણાય છે.”

“કાયર અને બીકણ માણસ પણ જો રાજસેવક હોય તો

તે ક્યાંય પરાજય કે અપમાનને પામતો નથી.”

આમ વિચારતો દંતિલ છોભીલો પડી ગયો. અપમાનની વેદનાએ એને ઉત્સહ ઓગાળી દીધો. એ તરત જ ઘેર પાછો ફરી ગયો. રાત્ પડતાં જ તેણે ગેરંભને તેને ઘેર બોલાવ્યો અને

માનપૂર્વક બે સુંદર વસ્ત્રો ભેટ આપી કહ્યું - “મહાશય! તે

દિવસે મેં કોઈ દ્વેષને લીધે અપમાનિત કરીને તમને કાઢી

મૂકાવ્યા ન હતા, પણ બ્રાહ્મણોની પાસે તમે અયોગ્ય સ્થાને બેસી ગયા હતા તેથી તમને અપમાનિત કરવામાં આવ્યા હતા. તેથી મને ક્ષમા કરો.”

સુંદર પોશાક પામીને ગોરંભ તે દિવસે એટલો તો રાજી થઈ ગયો હતો, જાણે તેને સ્વર્ગનું સામ્રાજ્ય ના મળ્યું હોય! તેણે પ્રસન્ ાચિત્તે દંતિલને કહ્યું - “શેઠજી! હું આપને માફ કરું છું. આપે

મારું આ રીતે સન્માન કર્યું છે તેના બદલામાં મારી બુદ્ધિના પ્રભાવથી હું એવું કરીશ કે રાજા આપની ઉપર પહેલાંની જેમ પ્રસન્ન થઈ જાય.” દંતિલને આમ કહીને તે ખુશી ખુશી તેને ઘેર પાછો ફર્યો. એ સાચું જ કહ્યું છે કે -

“જરા જરામાં ઉપર-નીચે થતી દુષ્ટ માણસની મનોવૃત્તિ અને ત્રાજવાની દાંડીમાં કેવી અદ્‌ભુત સમાનત છે!”

બીજે દિવસે વહેલી સવારે રાજમહેલે જઈ ગેરંભે સાફસૂફી કરવાનું શરૂ કર્યું. એ સમયે રાજા કપટનિંદ્રામાં હતો. ઝાડુ કાઢતાં કાઢતાં ગ ેરંભ બોલ્યો- “મહારાજનું આ કેવું અજ્ઞાન

કે જાજરૂ જતાં જતાં પણ તેઓ કાકડી ખાય છે.” રાજાએ તેની વાત સાંભળી. નવાઈ પામી રાજાએ તેને કહ્યું - “અરે ગેરંભ! શું આડુંઅવળું બક્યા કરે છે. તું મારા ઘરની સફ-

સૂફી કરે છે તેથ્ી હું તને દંડ દેતે નથ્ી. શું તેં મને જાજરૂ જતાં કાકડી ખાતાં જોયો છે ક્યારેક?”

ગોરંભ સડક થઈ ગયો. કહ્યું - “જુગ રને લઈ રાત આખી ઉજાગરો થવાને કારણે ઝાડુ કાઢતાં મને ઊંઘ આવી રહી છે, તેથી ખબર નહીં કે મારાથી શું બોલાઈ ગયું! સ્વામી!

મારા પર દયા કરો.”

ગોરંભની વાત સાંભળી રાજાએ વિચાર્યુ કે, “મેં આગલા જન્મમાં પણ જાજરૂ જત ં કાકડી નહીં ખાધી હોય! તેમ છત ં આ મૂર્ખાએ આવી અટપટી વાત કરી

દીધી. ચોક્કસ આમ જ દંતિલની બાબતમાં પણ થયું હશે! મેં દંતિલનું અપમાન કરી, તેને બરતરફ કર્યો એ સરું કર્યું નથી. દંતિલ એવું કાળું કામ કરી જ ના શકે. અરે! તેના વિના રાજકારભાર પણ શિથિલ થઈ ગયો છે.”

આમ વિચારીને તેણે દંતિલને બોલાવડાવ્યો, અને કીમતી વસ્ત્રાલંકારો પહેરાવી પહેલાંના પદ પર નિયુક્ત કર્યો. જે અભિમાનથી છકી જઈ ઉત્તમ, મધ્યમ અને અધમ

લોકોની સાથે તેમની હેસિયત પ્રમાણે વ્યવહાર કરતો નથી, તે રાજાનો

પ્રેમપાત્ર થઈને પણ દંતિલની જેમ ભ્રષ્ટ થઈ જાય છે.

કરટકની વાતો સાંભળીને સંજીવકે કહ્યું :- “મહાશય! આપની વાત તદ્દન વાજબી છે. આપે જેમ કહ્યું છે. તેમ જ હું કરીશ.” સંજીવકની રજા મળતં કરટક તેને સથે

લઈને પિંગલકની પાસે ગયો અને કહ્યું : “હે સ્વામી! હું સંજીવકને સથે લઈ આવ્યો છું. આ રહ્યો તે. હવે આપ જે આજ્ઞા કરો તે”

સંજીવક પણ આગળ આવી વિનયપૂર્વક ઊભો રહી ગયો. પિંગલકે જોયું કે સંજીવક કોઈ સામાન્ય બળદ નથી. એ દેખાવે અતિશય ભયાનક જણાતો હતો. પિંગલકે

વજ્ર જેવો

મજબૂત નહોરવાળો જમણો હાથ તેના શરીર પર ફેરવતાં કહ્યું

- “આપ કુશળ તો છો ને? આ નિર્જન જંગલમાં આપનું આવવું શી રીતે બન્યું?”

સંજીવકે આખી ઘટન કહી સંભળાવી. પૂરી વાતો

જાણ્યા પછી પિંગલકે પૂરા આદરભાવથી કહ્યું - “મિત્ર! હવે ગભરાવાની કોઈ જરૂર નથી. મારા શરણમાં રહીને હવે આપને ફાવે તેમ કરો. હા, પણ એટલું યાદ રાખજો કે

તમારે હંમેશાં

મારી પાસે જ રહેવું પડશે. કારણ કે, આ ભયાનક જંગલમાં

ખૂંખાર જાનવરોની ખોટ નથી. ગમે તેવું માંસભક્ષી જાનવર પણ અહીં રહી શકતું નથી, તો તમારા જેવા ઘાસભક્ષીનું તો શું ગજું!”

સંજીવક સાથે આવો વાર્તાલાપ કરી પિંગલક બધાં જંગલી જાનવરો સાથે યમુનાતટ પર ગયો અને ધરાઈને પાણી પીને પાછો ફર્યો. પછી તેણે રાજ્યનો તમામ કારભાર દમનક અને

કરટકને સોંપી દીધો અને તે સંજીવકની સાથે આનંદથી સમય પસાર કરવા લાગ્યો. કહ્યું છે કે -

સ્વમેળે જન્મતી સજ્જનો સાથેની એકવારની મૈત્રી કદી નથી તો જૂની થતી કે નથી કદી તેનો અંત આવતો. તેને

માટે વારંવાર સ્મરણ કરવાની પણ જરૂર પડતી નથી.

સંજીવક જ્ઞાની હતો. તેની બુદ્ધિ સત્ેજ હતી. થોડા દિવસોમાં જ મૂર્ખ પિંગલકને એવો પંડિત બનાવી દીધો કે તે

ખૂંખાર જાનવર મટી સમજું સજ્જન બની ગયો. એકાંતમાં ફક્ત

સંજીવક અને પિંગલક વાતો કરતા બેસી રહેત . જંગલી જાનવરો તેમનાથી દૂર જઈને બેસતાં. હવે તો કરટક અને દમનક પણ તેમની પાસે જઈ શકત ન હતા. શક્તિહીન થઈ

જવાથી

પિંગલકે શિકાર કરવાનું છોડી દીધું હતું. પરિણામ એ આવ્યું કે

સિંહના ભરોસે રહેનારાં બધાં જ જંગલી જાનવરો ભૂખે મરવાં

લાગ્યાં. કરટક અને દમનકની પણ એવી જ બૂરી વલે થઈ. તેથી તેઓ ત્યાંથી બીજે ચાલ્યાં ગયાં. કહે છે કે, જેની પાસેથી ફળની કોઈ જ આશા નથી હોતી તેવા કુલીન અને સમૃદ્ધ

રાજાને પણ નોકરો છોડીને ચાલ્યા જાય છે. શું સૂકાઈ ગયેલા વૃક્ષને ચકલીઓ ત્યજી દેતી નથી?

વળી -

જે રાજા પોતાના સેવકોને સમયસર આજીવિકા પૂરી પાડે છે તે રાજાના સેવકો અપમાન સહન કરવા છતાં તેને ત્યજી દેત નથી.

આ વાત માત્ર સેવકો માટે જ નથી આ જગતન બધા

જ જીવો એકબીજાને સામ-દામ-દંડ-ભેદ એવી ચારેય રીતે એકબીજાને ખાઈ જવા ઈચ્છે છે. અને એમાં જ એ બધાંની

જિંદગી પૂરી થઈ જાય છે. માટે કહ્યું છે કે -

આખા દેશ ઉપર રાજા, રોગના દર્દીઓ ઉપર દાકતર, ગ્રાહકો ઉપર વેપારી, મૂર્ખ ઉપર બુદ્ધિશાળી, ગાફેલ રહેનાર પર ચોર, ગૃહસ્થી ઉપર ભિખારી, વિલાસીઓ ઉપર વેશ્યાઓ, બધા

લોકો ઉપર કારીગર - રાતદિવસ સામ-દામ-દંડ-ભેદ જેવી ચારેય રસમોનો ફાંસો લગાવી ફસાવવાની રાહ જોતં રહેતા હોય છે. અમને એમ કરી એમની પાસેથી યથાશક્તિ આજીવિકા

મેળવી જીવન વીતાવે છે.

મહાદેવન ગળામાં વિંટળાયેલો સાપ ગણેશજીન વાહન ઉંદરને ખાવા ઈચ્છે છે, એ સાપને સ્વામી કાર્તિકેયનું વાહન

મોર ખાય છે, હિમાલયની દીકરી પાર્વતીનું વાહન સિંહ એ

મોર ઉપર નજર તાકી બેસે છે. આમ એકબીજાને હડપ કરવાની

ઘટના જ્યાં શંકરના ઘરમાં રાતદિવસ થતી રહેતી હોય તો સ માન્ય માનવીન ઘરમાં આવું કેમ ન થ ય? અખિલ સૃષ્ટિ તો એમની પ્રતિકૃતિ છે.

પછી ભૂખે તડપત કરટક અને દમનક નામે શિયાળોએ

જાણ્યું કે હવે તો સ્વામીની કૃપાદૃષ્ટિ પણ એમના પર નથી ત્યારે બંન્ ોએ મોંહેમોંહે સંતલસ કરી. દમનકે કહ્યું - “ભાઈ, કરટક! હવે તો આપણા બંન્નેની નેતાગીરી ફરી છૂટી ગઈ. જો, આ

પિંગલક હવે સંજીવકને એ રીતે ચાહવા લાગ્યો છે હવે રોજનાં કામોમાં પણ એનું મન ચોંટતું નથી. આથી બધા

સહકર્મચારીઓ તેમને છોડીને ચાલ્યા ગયા છે. તો આવી

સ્થિતિમાં હવે આપણે શું કરવું જોઈએ?”

કરટકે કહ્યું - “હું જાણું છું કે સ્વામી પિંગલક તમારી વાત માનવાન નથી, છતાં પણ તમારે ફરજ સમજીને તેમને બધી સાચી હકીકત જણાવવી જોઈએ. કેમકે

કહ્યું છે કે -

“રાજા મંત્રીની વાત કોને ના ધરે છતાં પણ, પોત ને દોષ લાગે નહીં તે માટે મંત્રીએ તેને વાસ્તવિક સ્થિતિનું ભાન કરાવવું જોઈએ. શું ધૃતરાષ્ટ્ર ને સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ વિદૂરજી કર્યો ન હત ે?”

“તેં એક ઘાસ ખાનારાને સ્વામીની પાસે લાવી હાજર

કરી દીધો. શું તે જાણી જોઈને તારા જ પગ પર કુહાડો માર્યો

નથી?”

દમનકે કહ્યું : “કરટક! તારી વાત સાચી છે. આ બધી

મારી જ ભૂલ છે. માલિકનો એમાં કોઈ વાંકગુનો નથી.”

એક કિસ્ ાો એવો પણ છે કે - “કેવો કિસ્ ાો?”

તેણે કહ્યું -

***

૪. સાધુ દેવશર્માની વાત

એક નિર્જન સ્થળે આવેલા કોઈક મઠમાં દેવશર્મા નામનો સંન્યાસી નિવાસ કરતો હતો. આ મઠમાં રોજ કોઈકને કોઈક સાધુ કે સંતપુરુષ આવ્યા કરતો હતો. દેવશર્મા આગંતુકની સારી પરોણાગત કરતો. ઈચ્છા મુજબ રોકાયા પછી આગંતુક અભ્યાગત જ્યારે તે મઠમાંથી વિદાય લેતો ત્યારે તે દેવશર્માને કપડાં વગેરે ભેટ આપી જતે.

આ રીતે એકઠાં થયેલાં કપડાં વેચીને દેવશર્મા પૈસ

એકઠા કરતો હતો. આમ સમય જતાં તેની પાસે ખાસ્ ાું એવું ધન એકઠું થઈ ગયું. ધન એકઠું થયા પછી તે હવે કોઈની ઉપર વિશ્વાસ કરતો નહતો. એકઠી થયેલી પૂંજીને એક પોટલીમાં બાંધીને બગલમાં દબાવી સાચવી રાખતો. ધનની બાબતમાં સ ચું જ કહ્યું છે કે -

ધન પેદા કરવામાં ઘણું કષ્ટ પડે છે. તેને સાચવવામાં

પણ ઘણી જ તકલીફ થાય છે. તેને વધારવામાં અને ખર્ચવામાં

પણ કષ્ટ પડે છે. આવાં અનેક કષ્ટો આપન ર ધનને ધિક્કાર

છે.

એકવાર આષાઢભૂતિ નામના લુચ્ચા ઠગે દેવશર્માની બગલમાં પોટલી જોઈ. તે જાણી ગયો કે નક્કી એમાં ધન હશે. બીજાના દ્રવ્યને ઝૂંટવી લેવાનું તો તેનું કામ હતું. ગમે તેમ

કરી દેવશર્માના દ્રવ્યની એ પોટલી પડાવી લેવાનું તેણે વિચાર્યું.

મઠની અંદર આસાનીથી પ્રવેશ કરી શકાય તેમ તો હતું નહીં.

તેથી તેણે મીઠી મીઠી વાતોથી દેવશર્માને ભોળવી તેનો શિષ્ય બનવાનું વિચાર્યું. જ્યારે દેવશર્મા પોતની ઉપર સંપ્ૂર્ણ વિશ્વાસ કરતો થઈ જશે ત્યારે પોટલી હાથવગી કરતાં વાર લાગશે નહીં તેવી તેને ખાત્રી હતી. કેમકે કહ્યું છે કે -

જે નિઃસ્પૃહી રહે છે તે કોઈ વિષયનો અધિકારી રહેતો નથી. કામવાસનાથી પર હોય તેને ઘરેણાંમાં કોઈ રુચિ રહેતી નથી. મૂર્ખ માણસ ક્યારેય મીઠી વાણી બોલતો નથી અને તે જરાય છુપાવ્યા વગર જે મનની વાત સાફ સાફ કહી દે છે તે ઠગ હોતો નથી.

આમ મનમાં વિચારીને દેવશર્માની પાસે જઈને ‘ઓઉમ્‌ નમઃ શિવાય’ કહીને સ ષ્ટાંગ પ્રણામ કર્યા અને આદરપૂર્વક કહ્યું કે - “ભગવન્‌! આ જગતમાં અસલિયત

કશી જ નથી. પહાડ ઉપરથી વહેતી નદી જેવી જ જવાની ચંચળ છે. સળગેલું

ઘાસનું તણખલું થોડી જ વારમાં ઓલવાઈ જાય છે, તેમ આ

જીવન પણ ક્ષણજીવી છે. બહારથી સુંદર અને ભોગ્ય જણાતા

ભોગવિલાસ શરદઋતુના વાદળોની જેમ મિથ્યા અને હાનિકારક હોય છે. મિત્ર, પુત્ર, પત્ની જેવા પારિવારિક સંબંધો સ્વપ્નની જેમ જ ખોટા છે. આ બધી વાતો હું સારી રીતે સમજી

શક્યો છું. એવો કોઈ ઉપાય ખરો કે આ સંસાર-સાગરને પાર કરી શકું?”

આગંતુકની આવી વૈરાગ્યસભર વાતો સાંભળીને

દેવશર્માના મનમાં તેને માટે આદરભાવ વધ્યો. તેણે વિનમ્રતાથી કહ્યું - “બેટા! તું ધન્ય છે. પાંગરતી યુવાનીમાં તને આવો વૈરાગ્ય પેદા થયો એ તારું બડભાગ્ય કહેવાય. કહ્યું છે કે -

જે શરૂઆતની ઉંમરમાં શાંત રહે છે, તે ખરેખર શાંત સ્વભાવનો હોય છે, કેમ કે જ્યારે શરીરમાંથી સઘળું તેજ નષ્ટ થઈ જાય છે ત્યારે શાંતિ કોના મનમાં ના થાય!

ઘડપણની શરૂઆત પહેલાં સજ્જનેના ચિત્તમાં થતી હોય છે. શરીરમાં ઘડપણનો પ્રવેશ પાછળથી થાય છે. પણ જે દુર્જન લોકો હોય છે તેમને ઘડપણ પહેલાં શરીરમાં આવે છે.

તેમના ચિત્તમાં તો ઘડપણ કદીયે આવતું નથી.

જો તું મને ભવસાગર પાર કરવાનો ઉપાય પૂછતો હોય

તો સાંભળ!

શુદ્ર કે ચાંડાલ જાતિનો માણસ પણ ઘડપણ આવતાં શિવમંત્રથી દીક્ષિત થઈને શરીરે ભભૂતિ ચોળે છે તે સાક્ષાત્‌

શિવ થઈ જાય છે. ‘ૐ નમઃ શિવાય’ એવા ષડાક્ષરી મંત્રન ે જાપ કરીને શિવલિંગ ઉપર જે પુષ્પ અર્પણ કરે છે તે ફરી ક્યારેય બીજો જન્મ ધારણ કરતો નથી. તે મોક્ષને પ મે

છે.” દેવશર્માનાં બોધદાયક વચનો સાંભળીને આષાઢભૂતિએ

તેમનો ચરણસ્પર્શ કરી વિનમ્રતાથી કહ્યું : “ભગવન્‌! એમ જ હોય તો મને દીક્ષાદાન આપીને મારા પર કૃપ કરો.”

દેવશર્માએ કહ્યું :“વત્સ! તારા પર કૃપ નહીં કરવાનો

પ્રશ્ન જ નથી, પણ રાત્રે તું આ મઠમાં પ્રવેશી શકે નહીં. કારણ કે વૈરાગી માણસેએ ત ે એકલા જ રહેવાનું હોય છે. આપણા બંન્ને માટે એકલા રહેવું જ યોગ્ય ગણાશે. કેમ કે,

-

દુષ્ટમંત્રીની સલાહથી રાજાનો વિનાશ થાય છે. સંસારીને સંગતથી વૈરાગીનો વૈરાગ્ય નાશ પામે છે. વધુ પડતા લાડપ્યારથી પુત્ર વંઠી જાય છે. ભણતર વિનાનો બ્રાહ્મણ નાશ પામે છે. કુપત્રથી કુળને વિનશ થાય છે. દુષ્ટોની સેબતથી ચારિત્ર્ય નાશ પમે છે. સ્નેહના અભાવથી મૈત્રી નાશ પમે છે. અનીતિથી ઐશ્વર્ય નષ્ટ થાય છે. સદા વિદેશમાં વસવાથી લાગણી નાશ થાય છે.

દેખભાળ નહીં કરવાથી ખેતીવાડીનો નાશ થાય છે. અને અસાવધતાથી ધનનો નાશ થાય છે.”

“આ સંજોગોમાં દીક્ષ પામ્યા પછી મઠન દ્વારની

સામેના છાપરામાં તરે સૂઈ જવું પડશે.”

તેણે કહ્યું :“ભગવન્‌! આપની જે કઈ આજ્ઞા હશે તેનો

હું સ્વીકાર કરું છું. તેનું વળતર તો મને અચૂક પરલોકમાં

મળશે.”

આષાઢભૂતિએ શરત માની લીધા પછી, દેવશર્માએ કૃપ કરીને તેને પોતનો શિષ્ય બનવી દીધો. તે પણ ગુરૂની સેવા કરીને તેમને પ્રસન્ન રાખવા લાગ્યો. આ બધું કરવા

છતાંય દેવશર્મા પેલી ધનની પોટલીને બગલમાં દબવેલી જ રાખતો. આમને આમ ઘણા દિવસો વીતી ગયા. આષાઢભૂતિ વિચારવા લાગ્યો કે, “આટઆટલું કરવા છતાં તે

હજુ મારા પર વિશ્વાસ મૂકતો નથી તો શું હવે મારે તેની હત્યા કરી નાખવી!” તે આમ વિચારતો હતો ત્યાં જ પડોશના ગામમાંથી

કોઈક શિષ્યનો પુત્ર દેવશર્માને ભોજનનું આમંત્રણ આપવા આવી ચઢ્યો. કહ્યું : “ભગવન્‌! મારા ઘરમાં આજે જનોઈ સંસ્કારનો પ્રસંગ છે. એમાં ભાગીદાર થવા આપ અમારે ઘેર

પગલાં પાડો.”

દેવશર્માએ શિષ્યપુત્રન આમંત્રણને ખુશી ખુશી સ્વીકાર કર્યો. પછી તે આષાઢભૂતિને સાથે લઈ ત્યાં જવા ચાલી નીકળ્યો. રસ્તામાં એક નદી આવી. નદીને જોઈ દેવશર્માએ

બગલમાંથી ધનની પોટલી કાઢી પોતાની પાસેના કંબલની વચ્ચે સંતાડી દીધી. પછી તેણે નદીમાં સ્નાન કર્યું. પછી દેવપૂજા કરી. દેવપૂજા પૂરી થયા બાદ આષાઢભૂતિને કહ્યું કે : “બેટા! હું કુદરતી હાજતે જઈને પાછો ફરું ત્યાં સુધી ભગવાન યોગેશ્વરના

આ કંબલનું સાવધાનીથી રક્ષણ કરજે.”

દેવભૂતિએ જોયું કે હવે દેવશર્મા દેખાતો બંધ થયો છે ત્યારે તેણે પેલી ધનની પોટલી ઊઠાવી લીધી. દેવશર્મા તેના અનન્ય શિષ્ય આષાઢભૂતિના ગુણોથી પ્રભાવિત થયો હતો. તે વિશ્વાસપૂર્વક જ્યારે હાજત કરવા બેઠો ત્યારે સામે સોનાવર્ણા

ઘેટાંના ટોળામાં બે ઘેટાંને લડતાં તેણે જોયાં. એ બંન્ ો ઘેટા ગુસ્ ાાથી એકબીજાની ટક્કર લેતાં હતાં. તેમનાં માથામાંથી

લોહીની ધારા વહેતી હતી. એક શિયાળ તેની જીભની ચંચળતાથી વિવશ થઈને જમીન પર પડેલું લોહી ચાટી રહ્યું હતું. એ દૃશ્ય જોઈ દેવશર્માએ વિચાર્યું કે, “આ શિયાળ કેવું મૂર્ખ

છે! જો એ ગુસ્ ાાથી લડતાં બે ઘેટાંની વચ્ચે આવી જશે તો નક્કી એ ચગદાઈને મૃત્યુ પ મશે.” આ જ વખતે લાલચનું માર્યું શિયાળ

લડતાં બે ઘેટાંની વચ્ચે ઘૂસી ગયું અને અફળાઈને મૃત્યું પામ્યું.

દેવશર્મા આ તમાશો જોતો જ રહ્યો. થોડીવાર પછી ઓચિંતી તેને તેની ધનની પેટલી યાદ આવી. એ ત્યાંથી ઊઠીને ચાલવા

લાગ્યો. નજીક આવતાં જ્યારે તેણે આષાઢભૂતિને ત્યાં બેઠેલો

જોયો નહીં ત્યારે તેની ધીરજ ખૂટી ગઈ. દોડતો એ કંબલ પાસે

પહોંચ્યો, કંબલ ઊંચો કરી તેણે જોયું તો પેટલી ત્યાં ન હતી.

‘અરે ! હું લૂંટાઈ ગયો’ એવો વિલાપ કરતો તે બેભાન થઈ

જમીન પર ઢળી ગયો. થોડીવાર પછી તે ભાનમાં આવ્યો.

ભાનમાં આવતાં જ પાછો તે પ્રલાપ કરવા લાગ્યો - ‘અરે !

આષાઢભૂતિ! મને ઠગીને તું ક્યાં ચાલ્યો ગયો? મારી વાતનો જવાબ તો આપ.’ લાંબા સમય સુધી રોક ળ કર્યા પછી દેવશર્મા તેનાં પગલાં જોતે જોતે આગળ ચાલ્યો. સંધ્યાકાળે તે એક ગામમાં જઈ પહોંચ્યો.

એ ગામમાં એક કલાલ તેની પત્ની સાથે પાસેના ગામે દારૂ પીવા જઈ રહ્યો હતો. દેવશર્માએ તેને જોતં જ બોલાવ્યો. કહ્યું :“મહાશય! સૂર્ય આથમવાની વેળાએ મહેમાન સ્વરૂપે હું તમારી પાસે આવ્યો છું. અહીં હું કોઈનેય ઓળખતો નથી. તો

મારા ખાવા-પીવાની વ્યવસ્થ કરી, આપ અતિથિધર્મને નીભાવો એવી મારી પ્રાર્થના છે. કેમ કે -

સૂર્યાસ્ત વખતે જે કોઈ ગૃહસ્થને ઘેર મહેમાન આવી

ચઢે તો તેની પૂજા કરવાથી દેવત્વ પ્રાપ્ત થાય છે. વળી -

ઘાસ, જમીન, પાણી અને પ્રિય વચન એ ચાર વસ્તુઓ

દરિદ્ર થવા છતાં સજ્જનોનો સંગ છોડતી નથી. મતલબ કે

ઘરમાં કશું ન હોવા છતાં પણ ઘાસની ચટાઈ, પાણી અને મધુર વચનોથી મહેમાનનું સ્વાગત કરવું જોઈએ.

અતિથિનો સત્કાર કરવાથી અગ્નિદેવ, તેને આસન આપવાથી ઈન્દ્ર, તેના પગ પખાળવાથી પિતૃગણ અને તેને અર્ધ્ય આપવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે.”

કલાલે દેવશર્માની વાતો સંભળી તેની પત્નીને કહ્યું :“તું આ અતિથિ મહાશયને લઈ ઘેર જા. તેમને જમાડીને

સૂવાની વ્યવસ્થ પણ કરજે હું તારે માટે શરાબ લેતો આવીશ.” આમ કહી એ શરાબ લેવા બીજા ગ મ ભણી ચાલી નીકળ્યો. તેન ગયા પછી તેની વંઠેલ પત્ની દેવશર્માને લઈ ઘેર

આવી. તેનો દેવદત્ત નામન માણસ સાથે અનૈતિક સંબંધ હતો.

તેથી પાછા ફરતાં દેવદત્તન વિચારોથી તેન મનમાં આનંદ થતો હત ે. વંઠેલ સ્ત્રીઓ માટે એમ યોગ્ય કહેવામાં આવે છે કે- ચોમાસામાં આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં

હોય, રાતન ઘોર અંધકારમાં અવરજવર બંધ થઈ ગઈ હોય

અને પતિ પરદેશ ચાલ્યો ગયો હોય ત્યારે છિનાળ સ્ત્રીઓને

ખૂબ મઝા આવે છે.

ઉપરાંત -

પતિથી છુપાવીને બીજા પુરુષો સાથે પોતાની કામવાસના સંત ેષવા જે વ્યભિચારિણી સ્ત્રીઓ લલચાય છે, મનભાવન પલંગ પર સજાવેલી સુંદર શય્યાને તથા મનને અનુકૂળ રીતે વર્તનારા પતિને ઘાસન તણખલા સમાન માને છે તેને પતિથી ક્યારેય સંતોષ થતો નથી.

કુલટા સ્ત્રીઓને પતિ દ્વારા સંતોષ મળતો નથી. કારણ કે શરમ અને સંકોચને કારણે તે મનમાની રતિક્રીડા કરી શકતી નથી. તેને પતિનાં મધુર વચનો પણ કડવાં લાગે છે.

આથી તે સ્ત્રીઓ બીજા પુરુષો સાથે ફસાઈ જાય છે તે કુળન ે વિન શ, શિક્ષા કે જીવનમાં આવનારી મોટી મોટી

આફતોને પણ સ્વીકારી લેતી હોય છે.”

ઘેર આવીને કલાલની પત્નીએ બિછાનું પાથર્યા વગરનો તૂટેલો ખાટલો તેને આપી કહ્યું :“મહારાજ! મારા પિયરમાંથી

મારી એક સખી આવેલી છે. હું તેને મળીને તરત જ પાછી

આવું છું. ત્યાં સુધી આપ મારા ઘરનું ધ્યાન રાખજો.” દેવશર્માને આમ સમજાવીને તે સજીધજીને દેવદત્તની

પાસે જવા ચાલી નીકળી ત્યાં જ તેણે સામેથી આવતા શરાબી

પતિને જોયો. તે શરાબના નશામાં ચકચૂર હતો. અંગેઅંગમાં કેફ ચઢ્યો હતો. પગ જમીન પર ગોઠવાતા ન હતા. તેના હાથમાં શરાબથી ભરેલું વાસણ હતું. તેને સામેથી આવતો જોઈ એ જલ્દીથી પાછી વળી ગઈ. ઘરમાં જઈ વસ્ત્રાભૂષણો ઉતારી નાખી પહેલાંની જેમ જ એ બહાર નીકળી. શરાબી પતિએ દૂરથી જ તેને જલ્દીથી ઘેર પાછી ફરતાં જોઈ લીધી હતી. તેનો

સાજ-શણગ ર પણ તેનાથી અજાણ્યો ન હત ે.

પત્નીના કુચરિત્ર વિશે અગાઉથી એ સ ંભળી ચૂક્યો હતો. તેનું હૈયું બળતું હતું. પણ એ તકની તલાશ કરતો હતો. આજે એનું કરતૂા જોઈ સાંભળેલી વાતે પર તેને પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો. એ ગુસ્ ાાથી કંપવા લાગ્યો. ઘરમાં જઈને તેણે રાડ પાડી :“અરે! કુલટા! છિનાળ! ક્યાં જઈ રહી હતી?” તેણે કહ્યું :“તમારી પાસેથી પાછા ફર્યા બાદ હું ક્યાંય

ગઈ નથી. શરાબના નશામાં આમ ગમેતેમ કેમ બોલો છો?

ખેર એમ ઠીક જ કહ્યું છે કે -

ઊંટોની જેમ, ઘણી ઊંચાઈએ રહેલાં સ્વાદિષ્ટ ફળોને

વારુણી (પશ્ચિમ દિશા તથા શરાબ) નો સંગ કરવાથી કર (હાથ અને કિરણ) માં ધ્રુજારી, અંબર (આકાશ અને વસ્ત્ર)નું ત્યજી દેવું, તેજન ે ક્ષય કે વધુ

લાલિમા - એ તમામ સ્થિતિનો અનુભવ જ્યાં સૂર્યને પણ થાય છે ત્યાં સામાન્ય

માણસની શી વિસ ત?”

પત્નીની આવી વાતો સાંભળી કલાલે કહ્યું : “વંઠેલ! ત રી ઘણી ફરિયાદો હું સંભળી ચૂક્યો હતો. આજ મેં મારી આંખો એ જોયું. હવે હું તને એની ખરી મઝા ચખાડું છું.”

એમ કહીને તેણે લાકડી વડે એવી તો ફટકારી કે એનાં હાડકાં

ખોખરાં થઈ ગયાં. પછી તેને તેને મજબૂત દોરડા વડે થાંભલા સાથે બાંધી દીધી. શરાબ પીધો હોવાથી થોડીવાર બાદ તે ઊંઘી ગયો. આ બનાવ બન્યા પછી થોડીવારમાં જ પેલી કલાલણની સખી આવી પહોંચી. એ જાતની વાળંદણ હતી. તેણે કલાલણન પતિને ઊંઘતો જોઈ કહ્યું :“સખી! દેવદત્ત ત્યાં ક્યારનોય તારી રાહ જોઈ રહ્યો છે. જલ્દી ચાલ.”

કલાલણે કહ્યું :“મારી દશા તને દેખાતી નથી! શી રીતે આવું? જા, જઈને તેને કહી દે કે આજે રાત્રે મારાથી તેને મળી શકાય તેમ નથી.”

તેની સખીએ કહ્યું :“એમ ના કહીશ. કુલટાઓનો એ

ધર્મ નથી. કહ્યું છે કે -

ખાવાને જેને પાકો ઈરાદો હોય છે તેની સુખમય જિંદગીની

પ્રશંસા કરવી જોઈએ.”

આપણા જેવી કુલટાઓ માટે તો એમ પણ કહ્યું છે કે- “એકાંત જગામાં સંજોગવશાત્‌ પણ કદરૂપે પુરુષ જો

કુલટા સ્ત્રીને મળી જાય તો તે તેની સાથે આનંદ માણી લે છે. આવી સ્ત્રી પોતાના સુંદર પતિને ક્યારેય પસંદ કરતી નથી.” વાળંદણ સખીની આવી વાતો સાંભળી કલાલણે કહ્યું

ઃ “જો એમ જ હોય ત ે તું જ કહે કે મારે ત્યાં શી રીતે જવું?

મને એવી જકડીને બાંધી દેવામાં આવી છે કે હું જરાપણ હાલી-ચાલી શકતી નથી. વળી આ પાપી પણ નજીકમાં જ ઊંઘી ગયો છે.”

તેની સખી બોલી : “તારો પતિ શરાબના નશામાં

ભાન ગુમાવી બેઠો છે. સૂર્ય ઊગત પહેલાં તે જાગી શકે તેમ નથી. હું તને છોડી દઉં છું. તરી જગએ મને બાંધી દઈને તું નિરાંતે ચાલી જા. અને દેવદત્તની વાસના સંતોષી જલ્દીથી પાછી આવી જા.”

કલાલણે કહ્યું : “તું કહે છે એમ જ કરીશ.”

વાળંદણે કલાલણને છોડી દીધી. તેણે પોતાને થાંભલા સાથે પોતાને બાંધી દેવા જણાવ્યું. તેણે દેવદત્તનું ઠામ ઠેકાણું બતાવી તેની સખીને જલ્દી પાછા ફરવા કહ્યું. કલાલણ રાજી

રાજી થઈ દેવદત્તને મળવા ચાલી ગઈ. થોડીવાર વીતી હશે ત્યાં કલાલનો નશો ઉતરવા લાગ્યો. નશો ઉતરવાની સાથે તેનો ગુસ્ ાો પણ ઉતરી રહ્યો હતો. તે ખાટલા પરથી ઊઠ્યો અને થાંભલા પાસે જઈ બોલ્યો : “હે કટુવચની! જો તું આજ પછી આપણા ઘરની બહાર પગ ના મૂકવાની હો તો હું તને છોડી દઉં.” વાળંદણને તેન ે અવાજ ઓળખાઈ જવાની બીક હતી. તેણે

કશો ઉત્તર ના દીધો. તેની પાસેથી કશો ઉત્તર ન મળવાથી કલાલે ફરી ફરીને એ જ વાત તેને પૂછી. પણ એવી ચૂપકીદી. કશો જવાબ મળ્યો નહીં ત્યારે કલાલનો ગુસ્ ાો બેકાબૂ બની ગયો. તેણે ધારદાર ચપ્પુથી તેનું નાક કાપી નાખ્યું. અને કહ્યુંઃ “ઊભી રહે, છિનાળ! હું હવે જ તને ખરી મઝા ચખાડીશ” આમ થોડીવાર બકબક કરી સૂઈ ગયો.

ભૂખથી વ્યાકુળ અતિથિ દેવશર્માને ઊંઘ આવતી ન

હતી. ખાટલામાં પડ્યો પડ્યો એ સ્ત્રી-ચરિત્ર જોઈ રહ્યો હત ે. કલાલણ પણ દેવદત્તની સાથે ભોગવિલાસની ધરાઈને મઝા

લૂંટ્યા બાદ તેને ઘેર પાછી ફરી, અને તેની સખી વાળંદણને

પૂછ્યું : “બહેન! બધું ઠીક તો છે ને? મારા ગયા પછી આ

પપી ઊઠ્યો તો નહતો ને?”

વાળંદણે ઉદાસ ચહેર કહ્યું - “નાક વગર બીજું બધું જ બરાબર છે. હવે તું જલ્દીથી મને અહીંથી છોડાવ, જેથી તે મને જોઈ જાય નહીં, અને હું મારે ઘેર પહોંચી જાઉં.” કલાલણે

તેની

સખીને બંધનમુક્ત કરી અને તેની જગએ પોતાની જાતને બંધાવી ત્યાં બેસી ગઈ. વાળંદણ પણ તેને ઘેર ચાલી ગઈ.

થોડીવાર થઈ હશે ત્યાં કલાલની ઊંઘ ઊડી. તે જાગી ગયો અને ખાટલા પરથી ઊઠીને ફરી તેની પાસે ગયો અને કહ્યું :“અરે, વંઠેલ શું હજુ પણ કશું નહીં કહે? શું તારા કાન

કાપીને આથી પણ વધારે કઠોર શિક્ષા કરું?”

પતિની વાત સ ંભળી કલાલણે તેની નિંદા કરતાં કહ્યું

ઃ “હે મૂર્ખ! આ દુનિયામાં એવો કયો માણસ પાક્યો છે કે જે

મારા જેવી સતી સ્ત્રીને શિક્ષા કરી શકે? આખી પૃથ્વીનું પાલન કરનાર હે સૂર્યદેવ, ચંદ્રમા, વાયુદેવતા, અગ્નિદેવતા, વરુણદેવતા, પૃથ્વીમાતા, જલદેવત , યમદેવત , રાત-દિવસ અને સંધ્યા, ધર્મ અને મારું હૃદય - તમે બધાં માણસનાં બધાં જ કરતૂતોના સાક્ષી છો. જો મારું સતીત્વ અકબંધ હોય તો, અને મેં મનમાં પણ કોઈ પારકા પુરુષનું સ્મરણ કર્યું ના હોય તો, અને

મેં

મનમાં પણ કોઈ પારકા પુરુષનું સ્મરણ કર્યું ના હોય તો મારું નાક પહેલાં હતું તેવું સુંદર બનાવી દો. અને જો મારા મનમાં કોઈ પરાયા પુરુષને માટે ખરાબ વિચારો આવ્યા હોય તો તમે

મને બાળીને રાખ કરી દેજો. આમ બોલીને તેણે તેન પતિને કહ્યું :“હે નીચ! જો મારા સતીત્વન પ્રભાવથી મારું ન મ ફરી હતું તેવું થઈ ગયું.”

પત્નીની આવી વાતો સ ંભળી કલાલે એક લાકડું

સળગાવી અજવાળું કરી તેનું નાક જોયું. નાક અકબંધ હતું. આ બનાવથી તે નવાઈ પામી ગયો. તેણે તરત જ પત્નીને બંધનમુક્ત કરી દીધી. તેને બ હુપ શમાં જકડી લઈ કોણ જાણે કેટલીયે

મીઠી

મીઠી વાતો કરી ખુશ કરી દીધી. દેવશર્મા આ બધું જોઈને

અચંબો પ મી ગયો હતો. તે મનોમન બબડ્યો -

“જે શંબર, નમુચિ, બલિ અને કુંભીનસ વગેર અસુરો જાણત હતા તેવી બધી માયા સ્ત્રીઓ જાણે છે.”

“આવી સ્ત્રીઓ હસનાર સાથે હસીને, રડનાર સાથે રડીને તથ પેતાની ઉપર નખુશ રહેનર સાથે મધુર વચને કરીને પોતાને અનુકૂળ બનાવી દે છે.”

એમન ં બાબતમાં એમ પણ કહ્યું છે કે -

“આ સ્ત્રીઓ શંકાનું વમળ છે, અવિવેકનું ઘર છે, સાહસનું નગર છે, દોષોનો ખજાનો છે. છળ-કપટનો ઝરૂખો છે. અવિશ્વાસનું ખેતર છે. એ બધી જાતની માયાઓનો

એટલો

મોટો પટારો છે કે બુદ્ધિશાળી અને બળવાન માણસે પણ તેને

પહોંચી શકત નથી. આ જગતમાં અમૃત જેવી દેખાતી વિષયી

સ્ત્રીઓને ધર્મનો નાશ કરવા કોણે બનાવી હશે?”

“જે મૃગનયની સ્ત્રીઓના સ્તનોની કઠોરતા, આંખોની ચંચળતા, ચહેરાનું જૂઠાપણું, વાળનું ટેઢાપણું, વાણીની મંદત, નિતંબની મોટાઈ, હૃદયની ભીરુતા તથા પ્રિયજનની સાથે માયાથી ભરેલી મીઠી વાર્તાના પ્રયોગ - એ બધા જ અવગુણો છે. જો એ

બધાને ગુણ માનવામાં આવે તો એ પુરુષની તરસી કેમ હોતી હશે?”

“તેઓ તેમનું કામ કરાવવા હસે છે, રડે છે, બીજાઓનો વિશ્વાસ મેળવી લે છે, પણ તેઓ પોતે બીજા પર વિશ્વાસ કરતી નથી. તેથી કુળવાન લોકોએ તેમને સ્મશાનના ઘડાની જેમ

દૂરથી ન છોડી દેવી જોઈએ.”

“બુદ્ધિશાળી અને શૂરવીર લોકો આવી સ્ત્રીઓની પાસે

જતાં અત્યંત કાયર થઈ જાય છે.”

“આવી સ્ત્રીઓ સમુદ્રન તરંગોની જેમ ચંચળ સ્વભાવની હોય છે. અને સંધ્યાનાં વાદળોની રેખાઓની જેમ ક્ષણવાર રાગ-અનુરાગ (લાલિમા) પ્રગટ કરે છે. પોતાનો મતલબ

પૂરો થઈ ગયા પછી તે નિર્ધન માણસને, જેમ કપસ ખેંચી લીધા પછી કાલાને ફેંકી દેવામાં આવે છે તેમ ફેંકી દે છે.”

“તે બીજાને મોહ પમાડે છે. મતવાલો બનાવે છે, છેતરે છે, ધિક્કારે છે, રમત રમાડે છે, સંતોષમાં ન ખે છે, બધું જ કરે છે. તિરછી આંખોવાળી સ્ત્રીઓ પુરુષોના હૃદય પર કબજો જમાવ્યા પછી શું શું નથી કરતી?”

આવી આવી વાતો સાંભળીને સંન્યાસી દેવશર્માએ

મહામુશ્કેલીએ રાત વીતાવી અને ત્યાં નાક કપાયેલી વાળંદણે

ઘેર જઈને વિચાયુ કે - “હવે શું કરવું?” એ આમ વિચાર કરતી હતી ત્યારે તેનો પતિ કોઈક કામ અર્થે રાજાને ત્યાં ગયો હતો.

સવારે તે પછો ફર્યો. ઘરના બારણે જ ઊભા રહી તેણે તેની પત્નીને સાદ કર્યો :“અરે! સાંભળ! જલ્દીથી મારો બધો સાજ- સામાન લઈ આવ. મારે વાળ કાપવા જવાની ઉતાવળ છે.”

અહીં તે તેની પત્નીનું નાક કપયેલું હતું. તેણે ઘરમાં બેઠાં બેઠાં જ પોતાનું કામ પાર પાડવા પતિન સાજ-સામનમાંથી છરો કાઢીને તેની સમે ફેંક્યો. તેનો પતિ ઉતાવળમાં હતો. તે એકલો છરો જોઈ ગુસ્ ો થયો. તેણે છરો ઘરમાં પાછો ફેંક્યો. વાળંદે આમ કર્યુ ત્યારે અધમ સ્વભાવની તેની પત્ની બંન્ને હાથ ઊંચા કરી જોરજોરથી ચીસો પાડવા લાગી “અરે ! આ પાપીએ

મારું નાક કાપી નાખ્યું. મને બચાવો! મને બચાવો!”

એ ચીસો પાડતી હતી ત્યારે જ રાજાન સિપાઈઓ ત્યાં આવી ચઢ્યા. તેમણે વાળંદને ડં ાથી મારી મારીને ઢીલોઢસ કરી દીધો અને પછી દોરડાથી બંધી દીધો પછી સિપઈઓ તેને તથા તેની પત્નીને લઈ રાજદરબ રમાં ગયા. કહ્યું : “રાજદરબારીઓ! આ સુંદર સ્ત્રીનું તેના પતિએ નાક કાપીને તેને કદરૂપી બનાવી દીધી છે. હવે આપ જ ન્યાય કરો. સિપાઈઓની વાત સાંભળી ન્યાયસભાના સભ્યોએ કહ્યું :“અરે દુષ્ટ! તેં શા માટે તારી પત્નીને આમ કદરૂપી બનાવી દીધી? શું તે પરાયા પુરુષને સેવતી હતી કે કોઈ મોટી ચોરી કરી હતી? બ ેલ, શો અપરાધ

હત ે તેનો?”

વાળંદ કોઈ ઉત્તર આપી શક્યો નહીં. તેને ચૂપ ઉભેલો

જોઈ ન્યાયસભાના સભ્યોએ કહ્યું : “સિપાઈઓએ જણાવેલી હકીકત સાચી છે. આ ગુનેગાર છે. આ નીચ માણસે તેની પત્નીને બેડોળ બનાવી દીધી છે.”

કહ્યું છે કે -

“પોતાના પાપોથી ડરી ગયેલો ગુનેગાર પાપ કર્યા પછી નિસ્તેજ થઈ જાય છે. તેની આંખો શંકાથી ઘેરાઈ જાય છે, અવાજમાં ધ્રુજારી આવે છે અને ચહેરાન ે રંગ ઊડી જાય છે.”

વળી -

“ન્યાયસભામાં પહોંચ્યા પછી અપરાધી નીચું જોઈને બોલે છે. જે અપરાધી નથી હોતો તે ન્યાયસભામાં પણ સ્વાભિમાન

ભરી વાતો કરે છે. તેનાં મુખ પર પ્રસન્નતા ઝલકી રહે છે. તે

ખચકાટ વગર સાફ સાફ બોલે છે.”

આ બધાં કારણોને લઈ આ વાળંદ ગુનેગાર જણાય છે. તેને ફાંસીની સજા આપવી જ ઉચિત ગણાશે. આથી તેને શૂળી પર ચઢાવી દેવામાં આવે.

તે પછી વાળંદને શૂળીએ ચઢાવવાના સ્થ ન પર લઈ

જવાતો જોયો. તેણે જઈને ન્યાયસભાના સભ્યોને જણાવ્યું :“હે

મહાનુભવો! આ બિચારો વાળંદ ખોટી રીતે માર્યો જઈ રહ્યો છે. હું આપને જણાવવા માગું છું એ જ સાચી વાત છે.”

“શી સાચી વાત છે?”

દેવશર્માએ વૃતાંત તેમને કહી સંભળાવ્યો.

ન્યાયાલયના સભ્યોએ વાળંદને મુક્ત કર્યો. અને બધા

મોંહેમોંહે ચર્ચા કરવા લાગ્યા :- “ઘણી વિચિત્ર સમસ્યા ઊભી

થઈ છે.”

“ઘોરમાં ઘોર અપરાધ કરવા છત ં બ્ર હ્મણ, બાળક, સ્ત્રી, તપસ્વી અને રોગી મૃત્યુદંડને પત્ર ગણાતાં નથી. એવાં ગુનાસર તેમના શરીરનું કોઈ ને કોઈ અંગ કાપી નાખવામાં

આવે છે.”

“આ દુષ્ટ વાળંદણનું નાક તો તેનાં કુકર્મોની સજારૂપે કપાયેલું જ છે. તેથી હવે તેના કાન કાપી લેવાની સજા જ યોગ્ય ગણાશે.”

ન્યાયસભાન સભ્યોના આ નિર્ણયથી તેના કાન કાપી

લેવામાં આવ્યા. પછી દેવશર્મા પણ તેનું ધન લૂંટાઈ જવાનો શોક દૂર કરીને તેના મઠ તરફ પાછો ફર્યો.

કરટકે કહ્યું :“તો આવી વિષમ પરિસ્થિતિમાંય આપણે શું કરવું જોઈએ?”

દમનકે કહ્યું : “આવી વિષમ પરિસ્થિતિમાંય મારી

બુદ્ધિ તો ચાલે જ છે. હું મારી બુદ્ધિથી સ્વામી પિંગલકથી

સંજીવકને દૂર કરીશ.”

“બાણાવાળીએ છોડેલું બાણ કોઈ એકને મારશે કે નહીં

મારે એ બાબતમાં શંકા રહે છે પણ બુદ્ધિમાન માણસની બુદ્ધિ નાયક સાથે આખા રાષ્ટ્રને હણી નાંખે છે.”

“હું ઢોંગ કરીને એ બંન્ ોને જુદા કરીશ.”

કરટકે ચેતવણીનો સૂર કાઢતાં કહ્યું :“ભાઈ! પિંગલક કે સંજીવક, બેમાંથી એકનેય તારા કાવતરાની ગંધ આવી જશે તો આપણું મોત નક્કી જાણજે.”

તેણે કહ્યું : “ભાઈ! એમ ના બોલીશ. બુદ્ધિશાળીએ

ભાગ્ય વિરૂદ્ધ જાય તો પણ પોતાની બુદ્ધિ કામે લગાડવી જોઈએ. પરિશ્રમથી પારોઠનાં પગલાં ભરવાં જોઈએ નહીં. વળી કહ્યું છે કે - ”

“મહેનત કરનારને જ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. “મારું નસીબ જ ફૂટેલું છે” એવી વાતો કાયર લોકો કરે છે. ભાગ્યનો વિચાર કર્યા વગર તમારી શક્તિથી પરિશ્રમ કરતા

રહો. પ્રયત્ન કરવા છતાંય સફળત ન મળે તો હતાશ થયા વગર, એમાં શી

ખામી રહી ગઈ છે તે શોધત રહેવું જોઈએ, અને તેને દૂર કરવા

પ્રયત્ન કરત રહેવું જોઈએ.”

“કહ્યું છે કે - યુક્તિપૂર્વક આચરેલા ઢોંગનો ભેદ તો બ્રહ્મા પણ જાણી શકતા નથી. આવો જ ઢોંગ રચીને કૌલિકે વિષ્ણુનું રૂપ ધારણ કરીને રાજકન્યા સાથે ભોગ ભોગવ્યો હતો.”

“એ શી રીતે?”

“તેણે કહ્યું -”

***

૫. તાંત્રિક અને સુથારની વાર્તા

કોઈએક નગરમાં એક તાંત્રિક અને એક સુથાર રહેત હતા. તે બંન્ ો એકબીજાના મિત્રો હતા. બાળપણથી જ સાથે ઊછરેલા. તેઓ હંમેશા એક જ સ્થળે એક સાથે જ

રહેત . આમ તેઓ આરામથી જીવન જીવતા.

એકવાર નગરના કોઈક મંદિરે મેળો ભરાયો. એ મેળામાં

ઘણા નટો અને ચારણો આવ્યા હતા. તેમનાં નાચ-ગાન જોવા

લોકો દૂરદૂરથી અહીં આવ્યા હતા.

મેળામાં ફરતાં ફરતાં બંન્ને જણાએ હાથીણિ ઉપર સવાર થઈ દેવદર્શને આવેલી સુંદર રાજકન્યાને જોઈ. તે રાજકન્યાની ચારેતરફ અંગરક્ષકો હતા. એ સુંદર રાજકન્યાને જોઈ

તાંત્રિક કામના બાણથી વીંધાઈને વ્યાકુળતાથી ધરતી પર ઢળી પડ્યો. સુથારમિત્ર તેની આ દશા જોઈ ઘણો દુઃખી થઈ ગયો અને

થોડાક સજ્જનોની મદ થી તેને ઊંચકીને પોતાને ઘેર લઈ આવ્યો. ઘણી ઔષધિઓ આપ્યા પછી અને ટુચકા કર્યા પછી તે ભાનમાં આવ્યો. સુથારે તેને પૂછ્યું : “તું એકાએક કેમ બેહોશ થઈ

ગયો હતે? મને સચેસચું કહે.”

તેણે કહ્યું : “ભાઈ! જો તું મને તારો સાચો મિત્ર

માનતો હોઊં તો ચિતા ખડકીને મને તેના પર સુવાડી દે. એ જ તારો મારા પર મોટો ઉપકાર હશે. મેં તને આજ સુધી ખરું-

ખોટું કહ્યું હોય તો મને માફ કરજે.”

તાંત્રિકની આવી દર્દભરી વાતો સાંભળીને તેના મિત્રની આંખોમાં આંસુ છલકાયાં. ગળગળા અવાજે તેણે કહ્યું :“મિત્ર! ત રા ઊંડા દુઃખનું સાચું કારણ મને જણાવ, જેથી તને દૂર

કરવા

મારાથી બનતો પ્રયત્ન કરી શકું. કહ્યું છે કે -”

“આ જગતમાં જે કંઈ પણ છે તે ઔષધિ, ધન, મંત્ર અને મહામાનવોની બુદ્ધિની સામે અસાધ્ય કે અગમ્ય નથી.” “આ ચારમાંથી કોઈ એકના ઉપયોગ દ્વારા તારું

દુઃખ

દૂર કરવા પ્રયત્ન કરીશ.

તાંત્રિકે કહ્યું :“મિત્ર! હજારો ઉપાયોથી પણ મારું દુઃખ દૂર થવાનું નથી. હવે તો મૃત્યુ એ જ એક માત્ર ઉપ ય છે.” “અરે ભાઈ! તારું દુઃખ ગમે તેવું અસાધ્ય હોય, તો

પણ તારે મને જણાવવું પડશે. જેથી હું પણ તેને અસાધ્ય

માનીને તારી સાથે જ ચિત પર ચઢી જાઉં. હું ક્ષણવાર માટેય

તરી જુદાઈ સહન કરી શકું તેમ નથી.”

આમ કહી તેણે વાયુજ નામના હલકા લાકડામાંથી

તાંત્રિકે કહ્યું :“ત રે જાણવું જ છે, તો સાંભળ-મેળામાં હાથિણી ઉપર સવાર થયેલી જે રાજકન્યા મેં જોઈ હતી, તેને જોયા પછી કામદેવે મારી બૂરી હાલત કરી દીધી છે.

કામવેદન સહન કરવાની હવે મારામાં શક્તિ નથી.”

કહ્યું છે કે - મતવાલા હાથીઓના ગંડસ્થલ જેવાં જેનાં સુંદર સ્તનો છે, ફાટફાટ થતી યુવાની છે, જેની ઊંડી નાભિ છે, જેના વાળ ઘૂંઘરાળા છે, નેતરની સોટી જેવી પાતળી કેડ છે - તેની આવી મનોહર ચીજો ધ્યાનમાં આવતાં જ મન ઉદાસ બની જાય છે. એના ખીલેલા ગુલાબના ફૂલ જેવા ગોરા મોટા ગાલ તો આખોને આખો મને બાળી દે છે.

કામવેદનાથી ભરેલી તાંત્રિકની વાતો સાંભળી સુથાર મિત્રએ હસીને કહ્યું : “મિત્ર! જો એમ જ હશે તો સદ્‌ભાગ્યે આપણી અભિલાષા પૂરી થઈ જશે. આજે જ તારો તેની સાથે

સમાગમ થશે.”

તાંત્રિકે કહ્યું :“મિત્ર! તે રાજકન્યાના અંતઃપુરમાં વાયુ

સિવાય બીજા કોઈનો પ્રવેશ થવો અશક્ય છે, જ્યાં પહેરદારો રાતદિવસ સતત પહેરો ભરત રહે છે એવી દુર્ગમ જગામાં તેની સાથે શી રીતે સમાગમ થઈ શકે? મને તું આવી જૂઠી વાતો કહી કેમ

મિથ્યા દિલાસો આપે છે?”

સુથારે કહ્યું : “મિત્ર! મારી બુદ્ધિનો ચમત્કાર જોજે.”

એક ગરૂડ પક્ષી બનાવ્યું. આ ગરૂડ એક ખીલાથી ઉડતું હતું. તે ગરૂડ ઉપર તેણે શંખ, ચક્ર, ગદા, પદ્મ અને મુગટ તથા કૌસ્તુભ મણિ બનાવીને જડી દીધાં. પછી લાકડાના ગરૂડ ઉપર તેણે તાંત્રિકને વિષ્ણુનું રૂપ આપી બેસાડી દીધો. પછી કહ્યું :“મિત્ર! અડધી રાતે તું વિષ્ણુ ભગવાનરૂપે રાજકન્યાના મહેલમાં જજે. મહેલમાં રાજકન્યા એકલી બેઠી હશે. તને આ સ્વરૂપમાં જોઈ તે ખરેખર સાક્ષાત્‌ વિષ્ણુ ભગવાન માની લેશે. એ વખતે તેની સાથે પ્રેમાળ વાતો કરી સમાગમ કરજે.”

તાંત્રિકે તેના મિત્રન કહેવા પ્રમાણે કર્યુ. વિષ્ણુનું રૂપ

ધારણ કરી તે રાજકન્યાન મહેલમાં પહોંચી ગયો. તેણે રાજકુમારીને કહ્યું :“રાજકન્યા શું તું અત્યારે ઊંઘે છે કે જાગે છે? તરે માટે લક્ષ્મીને છોડીને હું ક્ષીરસાગરમાંથી અહીં આવ્યો છું.

માટે તું મારી પાસે આવી જા અને મારી સાથે ભોગ

ભોગવ.”

તાંત્રિકની આવી વાતો સાંભળીને રાજકુમારી નવાઈ પામી ગઈ. તે તેની પથારીમાં બેઠી થઈ ગઈ. તેણે જોયું કે સચે સાચ ભગવાન વિષ્ણુ ગરૂડ પર આરૂઢ થઈ પધાર્યા હતા. તે

બોલી :“હું એક ક્ષુદ્ર પુત્રી છું. આપ તો ત્રણેય લોકને પવિત્ર કરનારા ભગવાન છો. આખું જગત આપની પૂજા કરે છે. તો પછી આ શી રીતે શક્ય બને.”

“સુંદરી! તેં સાચું જ કહ્યું. પણ મારી પહેલી રાધા નામની પત્ની ગોવાળિયાન કુળમાં પેદા થઈ હતી. તે જ તું અહીં રાજકુળમાં પેદા થઈ છે. તેથી હું તારી પાસે આવ્યો છું.”

તાંત્રિકે આમ કહ્યું ત્યારે રાજકન્યા બોલી : “ભગવન્‌!

જો એમ જ હોય તો આપ મારા પિતાજી સાથે વાત કરી લો. જરાપણ કચવાટ વગર તેઓ મારો હાથ તમારા હાથમાં સોંપી દેશે.”

તાંત્રિકે કહ્યું : “સુંદરી! હું માણસની સામે જઈ શકતો નથી. તું ગાંધર્વલગ્ન દ્વારા મારી પાસે આવીને ભોગ ભોગવ. જો તું એમ નહીં કરું તો હું ત રા આખા પરિવારનો નાશ કરી દઈશ.” આમ કહી તાંત્રિક રાજકન્યાનો હાથ પકડી તેને પલંગ પર લઈ ગયો. તેણે રાજકન્યા સાથે વાત્સાયને જણાવેલી વિધિ

પ્રમાણે ભોગ ભોગવ્યો. સવાર થતાં અદૃશ્યરૂપ ધારણ કરી તે

તેને ઘેર પાછો ફર્યો. આમ કેટલાય દિવસો સુધી તાંત્રિક રાજકુમારી સાથ્ે કામસુખ ભોગવ્યું.

આ પછી એક દિવસ પહેરેદારોએ રાજકુમારીન નીચલા

હોઠ પર નાન નાન ઘાનાં નિશાનીઓ જોઈ. તેઓ અંદર અંદર મંત્રણા કરવા લાગ્યા. એમને રાજકુમારીના શરીર અને હોઠ જોઈ તેમને થયું - “આવા સુરક્ષિત મહેલમાં

રાજકુમારી સાથે વ્યભિચાર શી રીતે શક્ય બને! આપણે રાજાને કાને આ વાત ન ખવી જોઈએ” આમ વિચારી રાજમહેલના કંચુકીઓએ

એક સાથે રાજા પાસે જઈ કહ્યું :“મહારાજ! અમને વધારે તો

ખબર નથી પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થ હોવા છતાં કોઈક પારકો પુરુષ રાજકન્યાના મહેલમાં આવતો લાગે છે. હવે આપ યોગ્ય લાગે તેમ કરો.”

આ સાંભળીને રાજાની ચિંત વધી ગઈ. તે વિચારવા

લાગ્યો - “આ જગતમાં દીકરીન ે જન્મ તેના પિતાની ચિંત વધારી દે છે. તેનો હાથ કોને સોંપવો એ બાબત મોટી સમસ્યા પેદા કરે છે. એનો હાથ બીજાના હાથમાં સોંપ્યા પછી પણ તેના સુખ-દુઃખની બાબતમાં પિતાને ભારે ચિંતા સતાવે છે. રાજા

ચિંતાતુર થઈ વિચારવા લાગ્યો - “નદીઓ અને સ્ત્રીઓ બંન્ને

સરખી રીતે પ્રભાવશાળી હોય છે. નદીને કુલ (કિનારો) હોય છે. જ્યારે સ્ત્રીનું કુળ પરિવાર હોય છે. નદી એના ધસમસતા

પ્રવાહથી કુલનો નાશ કરે છે, જ્યારે સ્ત્રીઓ તેમના પાપથી

કુલ (પરિવાર)નો નાશ કરે છે.”

આમ વિચારીને રાજાએ તેની રાણીને કહ્યું : “દેવી!

જરા સાંભળો, આ પહેરેદારો શું કહે છે?”

રાણી રાજા પાસેથી હકીકત જાણ્યા પછી વ્યાકુળ થઈ ગઈ. એ તરત જ રાજકુમારીન મહેલમાં ગઈ. તેણે રાજકુમારીના નીચલા હોઠ પર ઘાનાં નિશાન જોયાં. કહ્યું :“અરે

પાપી! તેં કુળને કલંકિત કર્યું છે. તેં કેમ તારા ચારિત્ર્યનું સત્યાનાશ વાળી દીધું? એવો કોણ છે જેને માથે મોત ભમી રહ્યુું છે? માતાની

વાત સાંભળી ભય અને સંકોચથી ભોંય ખોતરતી બોલી :“માતા! રોજ મધરાતે સ્વયં ભગવાન વિષ્ણુ મારી પાસે આવે છે. મારી વાત તને જો સાચી લાગતી ના હોય તો ક્યાંક સંતાઈને તું તારી આંખોથી ભગવાન વિષ્ણુને અહીં આવેલા જોઈ શકે છે.”

દીકરીની વાત સાંભળી રાણી અતિ આનંદ પામી. તે દોડતી રાજાની પાસે પહોંચી અને બોલી - “મહારાજ! લાગે છે કે આપનું ભાગ્ય ખીલી ઊઠ્યું છે. રોજ મધરાતે સ્વયં

વિષ્ણુ

ભગવાન રાજકુમારીના મહેલે પધારે છે. તેમણે રાજકુમારી સાથે ગંધર્વલગ્ન પણ કરી લીધું છે. આજે રાત્રે ઝરૂખામાં બેસીને

ભગવાનનાં દર્શન કરીશું. તેઓ માનવયોનિ સાથે વાત કરતા

નથી.”

રાજા આ વાત સાંભળી ખૂબ ખુશ થયો. તે અડધી રાત્રે રાણીની સાથે જઈ ઝરૂખામાં બેસી ગયો. તેમણે આકાશમાંથી નીચે ઊતરતા ભગવાન વિષ્ણુને જોયા. તેણે રાણીને કહ્યું -

“આ સંસારમાં કોઈ એવો બડભાગી નહીં હોય કે જેની પુત્રીને સ્વયં ભગવાન ચાહે છે. હવે આપણી બધી જ ઈચ્છાઓ પૂૂરી થઈ જશે. હવે હું જમાઈ ભગવાનની મદદથી આખી પૃથ્વીને

મારે તાબે કરીશ.”

આમ વિચારીને રાજાએ પડોશી રાજાઓનાં રાજ્યોની

સરહદોનું ઉલ્લંઘન કરવા માંડ્યું. બીજા રાજાઓએ આ જોઈને,

ભેગા મળીને તેની સાથે યુદ્ધ કરવાનું નક્કી કરી લીધું. આ સંજોગોમાં રાજાએ રાણી દ્વારા રાજકુમારીને કહેવડાવ્યું -“દીકરી! તારા જેવી ભાગ્યવાન દીકરી અને સ્વયં નારાયણ જેવા જમાઈ

મળ્યા હોવા છત ં શું એ શક્ય છે કે બધા રાજાઓ ભેગ મળી

મારી સાથે યુદ્ધ કરે? તો આજે જમાઈરાજને સમજાવજે કે તેઓ આપણા દુશ્મનોનો નાશ કરે.”

રાણી મારફત પિતાની ઈચ્છા જાણી રાજકન્યાએ મધરાતે

વિષ્ણુભગવાનના રૂપમાં આવેલા તાંત્રિકને કહ્યું :“આપ જેવા જમાઈ હોવા છતાં દુશ્મન રાજાઓ પિતા સાથે યુદ્ધે ચઢે એ યોગ્ય ગણાય નહીં. માટે આપ કૃપ કરી બધા દુશ્મન રાજાઓનો સંહાર કરી નાખો.

તાંત્રિકે કહ્યું : “તમારા પિતાના શત્રુઓ છે કેટલા?

મારા આ સુદર્શન ચક્ર વડે હું એ બધાનાં માથાં ધડ ઉપરથી

ઉત રી લઈશ.”

આમ કેટલાક દિવસો પસાર થઈ ગયા. દુશ્મન રાજાઓએ રાજકન્યાન પિતાને કિલ્લામાં પૂરી દીધો. આ તરફ રાજકન્યાએ વિષ્ણુરૂપમાં રહેલા તાંત્રિકને કહ્યું :

“ભગવન્‌! સવારે ચોક્કસ અમારું આ નિવાસસ્થાન પણ આંચકી લેવાશે. હવે અમારી પાસે ખાવાનુંય બચ્યું નથી. બધા સિપાઈઓ યુદ્ધમાં ઘાયલ થઈ ગયા છે. તેઓ હવે વધારે લડાઈ

લડી શકે તેમ નથી. આ પરિસ્થિતિમાં આપને ઠીક લાગે તેમ કરો.”

રાજકુમારી પસેથ્ી રાજાને સંદેશો સાંભળીને વિચાર્યું -“નિવાસસ્થાન છીનવાઈ જશે તો રાજકુમારીને હું મળી નહીં શકું. માટે ગરૂડ પર આરૂઢ થઈ મારે હવે આકાશમાં ઉડવું જ

પડશે. શક્ય છે કે દુશ્મનો મને ખરેખર વિષ્ણુ ભગવાન માનીને ડરી જાય અને રાજાના સૈનિકોના હાથે માર્યા જાય.”

કહ્યું છે કે -

“વિષ વિનાન સાપે પણ ફેણ ચઢાવવી જોઈએ. ઝેર હોય કે ના હોય, મોટી ફેણ ભય પમાડવા પૂરતી છે અને કદાચ આ લડાઈમાં મારું મોત થઈ જાય તો પણ સારું

થશે, કારણ કે- ગાય, બ્રાહ્મણ, માલિક, સ્ત્રી અને સ્થાનપ્રાપ્તિ માટે જે

પ્રાણ ત્યાગે છે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.”

મનમાં આમ વિચારી સવારે દાતણ કરીને તેણે રાજકુમારીને કહ્યું :“સુંદરી! બધા શત્રુઓનો સંહાર કર્યા પછી જ હું અન્નજળ લઈશ. તું તારા પિતાને કહે કે, સવારે

સેના સાથે લડાઈની શરૂઆત કરી દે હું ઉપર આકાશમાં રહીને એ બધા દુશ્મનોને નિર્વિર્ય કરી દઈશ. પછી તરા પિતાની સેના તે બધાને સહેલાઈથી હણી શકશે. જો એ બધાને હું મારા હાથે

મારી નખું તો પાપીઓનો વૈકુંઠમાં વાસ થઈ જાય, જે યોગ્ય

ગણાય નહીં.

તાંત્રિકની વાત સ ંભળી રાજકુમારીએ બધી હકીકત તેના પિતાને કહી સંભળાવી. દીકરીની વાત માની રાજા પણ

સવારે બચેલા થોડા ઘણા સૈનિકો લઈ સમરાંગણમાં આવી

ઊભો, આ બાજુ તાંત્રિક પણ ગરૂડ ઉપર સવાર થઈ લડાઈ

લડવા આકાશમાં ઊડવા લાગ્યો.

આ દરમ્યાન ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જાણન ર

ભગવાન વિષ્ણુએ તાંત્રિકની બ બતમાં ચર્ચા સાંભળી. વાત સાંભળતાં જ એમણે ગરૂડનું સ્મરણ કર્યું. ગરૂડ તેમની સામે હાજર થઈ ગયો. તેમણે કહ્યું : “અરે, ગરૂડ! એક

તાંત્રિક મારું રૂપ ધારણ કરીને રાજકુમારી સાથે વ્યાભિચાર કરે છે તે શું તું જાણે છે?”

“ભગવન્‌! તે તાંત્રિકના બધાં કરતૂતો મારી જાણમાં જ

છે. બોલો, હવે આપણે શું કરવું જોઈએ?” ગરૂડે કહ્યું.

ભગવાન બોલ્યા : “આજે તે તાંત્રિક મોતની પરવા કર્યા વિના લડાઈના મેદાનમાં આવી ગયો છે. તેનું મોત નક્કી જ છે. પણ જો એમ થશે તો આખું જગત મહેણાં

મારશે કે ક્ષત્રિયોએ ગરૂડ સાથે ભગવાન વિષ્ણુનો સંહાર કર્યો. પછી કોઈ આપણી પૂજા કરશે નહીં. આ સ્થિતિમાં એ જ યોગ્ય ગણાશે કે તું તાંત્રિકના લાકડાના ગરૂડમાં પ્રવેશ કરી લે હું પણ તે ત ંત્રિકના શરીરમાં પ્રવેશી જાઉં. આ રીતે તાંત્રિક બધા દુશ્મનોનો સંહાર કરી નખશે. શત્રુઓને સર્વનાશ થતાં જ જગતમાં આપણી

પ્રતિષ્ઠા વધી જશે.”

પછી ગરૂડે તાંત્રિકના લાકડાના ગરૂડમાં અને ભગવાન

વિષ્ણુએ ત ંત્રિકન શરીરમાં પ્રવેશ કર્યો. પછી રાજાએ લડાઈમાં બધા દુશ્મનોને હણી નાખ્યા. જોતજોતામાં આ સમાચાર આખી દુનિયામાં ફેલાઈ ગયાં. સૌ ભગવાન વિષ્ણુની

વાહવાહ કરવા

લાગ્યા. તમામ શત્રુઓનો સંહાર થઈ ગયા પછી તાંત્રિકે ગરૂડ

નીચે ઉત ર્યુ. પણ નીચે ઉતરત ં રાજા, મંત્રી અને નગરજનોએ તેને ઓળખી કાઢ્યો, “અરે! આ તો પેલો તાંત્રિક છે.” બધાંએ નવાઈ પ મી પૂછ્યુું : “આ બધી શી હકીકત છે?”

તાંત્રિકે બધાંની સામે સાચી હકીકત કહી સંભળાવી. પછી તો શત્રુઓના વિનાશ અને તાંત્રિકના સાહસથી ખુશ થઈને રાજાએ નગરવાસીઓની હાજરીમાં રાજકુમારીનું લગ્ન

તાંત્રિક સાથે કરાવ્યું. તેણે તેનું રાજ્ય પણ તાંત્રિકને સોંપી દીધું. તાંત્રિકે પછી સુખેથી રાજકુમારી સથે કામસુખ માણ્યું.

આ સાંભળી કરટકે કહ્યું : “ભાઈ! આમ હોવા છત ં

પણ મને ઘણો ડર લાગે છે. કારણ કે, સંજીવક ખૂબ બુદ્ધિશાળી

છે ને પિંગલક ઘણો ક્રોધી છે. છતાં પણ મને લાગે છે કે તું

પિંગલક અને સંજીવકને અલગ નહીં કરી શકે.”

દમનકે કહ્યું :“ભાઈ સાહેબ! તારી નજરમાં હું અસમર્થ હોવા છત ં સમર્થ છું. કેમકે, કહ્યું છે કે -”

“જે કામ ચાલાકીથી થાય છે તે કામ પરાક્રમથી થતું

નથી. જેમ કે કાગડીએ સોનાના હારથી વિષધર સાપને મારી

નાખ્યો.”

કરટકે કહ્યું : “એ શી રીતે?”

તેણે કહ્યું -

***

વળી એવું પણ છે કે -

૬. કાગડા અને કાગડીની વાર્તા

કોઈ એક જગા પર બહુ મોટું વડનું ઝાડ હતું.

એ ઝાડ પર એક કાગડો અને કાગડી રહેતાં હતાં. તેમને જ્યારે બચ્ચાં પેદા થતાં ત્યારે એક કાળો સાપ

વડની બખોલમાંથી નીકળી હંમેશાં તેમને ખાઈ જતો હત ે. એક દિવસ આવું જ બનવાથી કાગડા-કાગડીને ઘણું

દુઃખ થયું. દુઃખી થયેલાં તેઓ એકબીજા ઝાડની બખોલમાં

રહેતા તેમના પ્રિયમિત્ર શિયાળની પ સે ગયાં અને કહ્યું - “મિત્ર! અમારે આવા સંકટમાંથી છૂટકારો મેળવવા શું કરવું જોઈએ? પેલો દુષ્ટ કાળો સાપ વડની બખોલમાંથી નીકળી

હંમેશાં અમારાં બચ્ચાં ખાઈ જાય છે, ત ે શું એમન રક્ષણ

માટેનો કોઈ જ ઉપાય નથી?”

જેનું ખેતર નદીના તટ પર હોય, જેની સ્ત્રી બીજા ઉપર આસક્ત હોય અને જે સપના રહેઠાણવાળા ઘરમાં વસવાટ કરતો હોય તેના જીવનમાં ભલીવાર ક્યાંથી આવે?

સાપ જ્યાં રહેતો હોય એવા ઘરમાં રહેનરનું મૃત્યું નક્કી છે, કેમકે જેના ગામમાં સાપ હોય એના જીવનું પણ જોખમ જ હોય છે.

કાગડા-કાગડીએ કહ્યું - “ત્યાં રહેવાથી અમને અમારા

જીવનુ પણ જોખમ લાગે છે.”

કાગડા અને કાગડીની દુઃખભરી વાતો સંભળી શિયાળે કહ્યું - “આ બાબતમાં હવે તમારે લેશમાત્ર શોક કરવાની જરૂર નથી. એ અધમ અને લાલચુ સાપ કોઈ ખાસ

કીમિયો કર્યા વગર મરવાનો નથી.”

દુશ્મનને શસ્ત્રોથી જેટલી સહેલાઈથી જીતી શકાતે નથી તેટલી સહેલાઈથી બુદ્ધિપૂર્વકની યુક્તિ-પ્રયુક્તિથી જીતી શકાય છે. જેની પાસે આવી ચતુરાઈભરી યુક્તિ હોય તે દુર્બળ હોવા છતાં

મોટા મોટા શૂરવીરોથી પણ મહાત થતો નથી.

આ બાબતમાં એમ પણ કહ્યું છે કે -

અતિશય લોભ કરવાને કારણે એક બગલો ઘણી નાની નાની માછલીઓ ખાધા પછી કરચલાને પકડીને ખાવા જતાં મૃત્યુ પામ્યો.

કાગડા-કાગડીએ પૂછ્યું : એ વળી કેવો કિસ્ ાો છે?

***

૭. બળ કરતાં બુદ્ધિ ચઢે

એક જંગલ હતું. જંગલમાં જાતજાતનાં જળચર પ્રાણીઓથી

ભરેલું એક બહુ મોટું તળાવ હતું. આ તળાવમાં એક બગલો

પણ રહેત ે હતો. બગલો હવે ઘરડો થઈ જવાથી માછલીઓ

મારી શકે એવી શક્તિ તેનામાં રહી ન હતી. તે બિચારો ભૂખથી ટળવળત ે તળાવન કિનારે બેસી રડ્યા કરત ે હતો.

તેને અસહાય સ્થિતિમાં રડતો જોઈ એક કરચલાનું હૈયું દ્રવી ઊઠ્યું. બીજાં જળચરોને સાથે લઈ તે બગલા પાસે આવ્યો અને લાગણીસભર હૈયે બ ેલ્યો :“મામા! આજે આપ કેમ

કશું

ખાત નથી? હું જોઉં છું કે આપ આંખોમાંથી આંસુ સારત

લાચાર થઈ અહીં બેસી રહ્ય છો!”

બગલાએ કહ્યું : “બેટા! તારી વાત સાચી છે. મેં હવે

માછલી ખાવાનું ત્યજી દીધું છે. હું હવે લાંધણ તાણીને મરી જવા

ઈચ્છું છું. એટલે હવે મારી નજીક આવતી માછલીઓનું ભક્ષણ કરવાનો નથી.”

દંભી બગલાની વાત સાંભળીને કરચલાએ કહ્યું : “મામાજી! આમ કરવાનું કારણ તો હશે ને?”

તેણે કહ્યું :“બેટા! આ તળાવમાં જ હું જન્મ્યો છું, આમાં જ મારો ઉછેર થયો છે અને હવે અહીં જ હું ઘરડો થવા આવ્યો છું. મારા જાણવામાં આવ્યું છે કે હવે લાગલગાટ બાર

વર્ષ સુધી દુકાળ પડવાનો છે.”

“તમે કોની પાસેથી આ વાત જાણી?”

“જ્યોતિષી પાસેથી વળી. શનિના ગ્રહ દેવત રોહિણીની પાસેથી પસાર થઈ મંગળ અને શુક્રન ગ્રહની નજીક હશે અને આવું થશે ત્યારે વરાહમિહિરે કહ્યું છે કે -

જો શનિ મહારાજ રોહિણીના સ્થાનમાંથી પસાર થાય

તો આ ધરતી પર વરૂણદેવ બાર વર્ષે સુધી વરસાદ વરસાવતા

નથી.”

વળી એમ પણ કહેવાયું છે કે -

જો શનિનો ગ્રહ રોહિણીના સ્થાનને છેદ તો આ ધરતી ઉપર પાપનો ભાર વધી જાય છે. એટલું જ નહીં, ધરતી રાખ અને હાડકાંના ટુકડાઓથી ઢંકાઈ જઈને કપલિકો જેવું વ્રત

ધારણ કરી લે છે.”

“હવે આ તળાવમાં ન મનું જ પ ણી બચ્યું છે. થોડા

દિવસોમાં તે પણ સૂકાઈ જશે અને એમ થશે ત્યારે મારી શી હાલત થશે? જેમની સાથે રહીને મેં મારું જીવન વીતાવ્યું છે તે બધાં બિચારાં પાણી વગર મોતના મોંમાં ધકેલાઈ જશે. તેમને

માથે આવી પડનારી આપત્તિ જોવાની મારામાં શક્તિ નથી.

તેથી ઉપવાસ કરીને હું પ્રાણનો ત્યાગ કરવા ઈચ્છું છું. અત્યારે જે જે તળાવોમાં પાણી સૂકાઈને ઓછું થવા માંડ્યું છે તે તળાવોમાં રહેનારાં જીવ-જંતુઓને તેમના હિતેચ્છુઓ મારફત વધારે પાણીવાળાં જળાશયોમાં ખસેડવાની પેરવી થઈ રહી છે.

મગર અને ઘડિયાલ જેવા વિશાળકાય જળચરો પ ેત ની જાતે જ વધારે પાણીવાળાં જળાશયો તરફ જવા લાગ્યાં છે. પણ અહીં તો કોઈને કશી પડી નથી. આ કારણે જ મને

ચિંતા થઈ રહી છે. લાગે છે કે આ તળાવન ં તમામ જીવજંતુઓ ખતમ થઈ જશે.”

ઢોંગી બગલાની વાત કરચલાએ બીજાં નાનાં જલચરોને કહી સંભળાવી. કરચલા પાસેથી આ દુઃખદાયી સમાચાર સંભળ્યા પછી બધાં જ જલચરો બગલાની પાસે દોડી આવ્યાં. કહ્યું

- “મામાજી! આપણા બધાના જીવ બચી જાય એવો કોઈ ઉપાય છે તમારી નજરમાં?”

બગલાએ કહ્યું - “ઉપાય તો છે, પણ -”

“કેમ અટકી ગયા, મામાજી?” “તમે સૌ મારી વાત માનશો?”

“જરૂર માનીશું, જલ્દી ઉપાય બતાવો.”

“જુઓ, અહીંથી થોડેક દૂર એક મોટું અને ઊંડું સરોવર છે. તેનું પાણી કદી ખૂટે એમ નથી. એ સરોવર આખેઆખું કમળના વેલાઓથી છવાયેલું છે. બાર નહીં, ચોવીસ વર્ષો સુધી પણ વરસદનું એકટીપુંય પડે નહીં તો પણ તેનું પણી સૂકાય તેમ નથી. જે મારી પીઠ ઉપર સવાર થઈ જશે તેને હું તે સરોવરમાં મૂકી આવીશ.”

ઢોંગી બગલાની મીઠી મીઠી વાતેથી બધા જલચર જંતુઓ ભોળવાઈ ગયાં. બગલાની પીઠ પર સૌ પહેલાં બેસી પાસેન સરોવરમાં પહોંચવા જલચર જીવોમાં હોડ લાગી. બધાં

અંદર અંદર લડવા લાગ્યાં. બધાં એક જ વાત કહેતાં - “મામાજી! પહેલાં મને લઈ જાવ.” જોત જોતામાં બગલાની આજુબાજુ જલચરોનો જમેલો જામી ગયો.

જેની નિયતમાં ખોટ હતી તેવો બગલો વારાફરતી જળચરોને પીઠ ઉપર બેસાડતો ગયો. પીઠ ઉપર સવાર થયેલા જલચરને તે સરોવરથી થોડે દૂર લઈ જતો અને પછી એક મોટા પત્થર પર તેને પટકીને મારી નાખતો પછી ધરાઈને તેને ખાઈ

લીધા પછી પાછો તે મૂળ તળાવના કિનારે પાછો આવી જતો. આમ રોજ રોજ તેના ખોરાકનો પ્રશ્ન હલ થઈ ગયો.

પણ એક દિવસ પેલા કરચલાન મનમાં શંકા થઈ

આવી. તેણે બગલાને કહ્યું - “મામાજી! તળાવનં બીજાં જલચરો

કરતાં પહેલી ઓળખાણ તો મારી થઈ હતી, તો પછી તમે મને પીઠ ઉપર બેસાડી પાણીવાળા સરોવરમાં કેમ મૂકી આવતા નથી? શું એવું કરવા પાછળ કોઈ કારણ છે? મારી આપને

આગ્રહભરી વિનંતી છે કે આપ આજે મને પાણીવાળા સુંદર સરોવરમાં મૂકી આવો.”

કરચલાની વિનંતી સાંભળી નીચ બગલાએ વિચાર્યું - “આટલા બધા દિવસોથી માછલીઓનું માંસ ખાઈ ખાઈને હુંય કંટાળી ગયો છું. તો આજે હું સ્વાદફેર કરવા આ

કરચલાને ચટણીની જેમ ચાખીશ.” આમ વિચારીને તેણે કરચલાને તેની પીઠ પર બેસાડી દીધો અને પછી તે પેલા પત્થરની દિશા તરફ ચાલવા લાગ્યો. કરચલાએ દૂરથી જ

પત્થરની મોટી ચટ્ટાન પર હાડકાંનો ઊંચો ઢગલો જોયો. એ સમજી ગયો કે હાડકાં

માછલીઓનં જ હતાં. તેણે બગલાને પૂછ્યું :“મામાજી! સરોવર

હજુ કેટલું દૂર છે? મારા વજનથી આપને થાક લાગ્યો હશે જ. હજુ કેટલે દૂર સુધી આપ મારો ભાર તાણતા રહેશો?”

બગલાએ હસીને કહ્યું : “કુલીરક! કયા સરોવરની તું

વાત કરે છે? આ ચાલાકી તો મારી જીવિકા માટે હતી. તું પણ તારા ઈષ્ટદેવતાને યાદ કરી લે. તને પણ આ પત્થરની શિલા પર પછાડીને મારી ન ખીશ અને પછી મઝાથી

ખાઈ જઈશ.” હજુ તો બગલાએ તેની વાત પૂરી પણ કરી ન હતી કે કરચલાએ તેની મજબૂત દાઢો વડે બગલાની ડોક પકડી લીધી.

થોડીવારમાં શ્વાસ રૂંધાઈ જવાથી બગલો મૃત્યુ પામ્યો.

કરચલો બગલાની છૂટી પડી ગયેલી ડોક લઈ ધીમે ધીમે તળાવ પાસે પહોંચ્યો. કરચલાને પાછો આવેલો જોઈ જળચરોએ પૂછ્યું :“અરે, કુલીરક! તું પાછો કેમ આવી

ગયો? અમે તો કાગડોળે મામાના આવવાની રાહ જોઈ રહ્યા છીએ.” કુલીરકે હસીને કહ્યું : “અરે! એ બગલો તો પખંડી

અને લુચ્ચો હતો. તેણે આપણી સાથે દગો કર્યો છે. તેણે તો

બધાંને અહીંથી થોડે દૂર લઈ જઈને એક મોટા પત્થર ઉપર પછાડી પછાડીને મારી નાખ્યાં છે. એ તો મારો આવરદા બળવાન હશે કે, હું એની ખોટી દાનત વેળાસર પ રખી ગયો. જુઓ, આ એની ગળચી મરડીને લેતો આવ્યો છું. હવે આપણાં બધાંનું કલ્યાણ થશે. તેથી હું કહું છું કે ઘણી મોટી મોટી, નાની નાની માછલીઓને ખાઈને -

કાગડાએ કહ્યું - “ભાઈ! તો જણાવોને કે તે દુષ્ટ સાપ શી રીતે મરશે?”

શિયાળે કહ્યું : “તમે કોઈક રાજગૃહમાં જાઓ. ત્યાં

જઈ કોઈક ધનિક, રાજા કે રાજાના મંત્રીના ઘરમાંથી સોનાનો દોરો કે હાર લઈ આવો. પછી એ સોનાના દોરા કે હારને, જે બખોલમાં સાપ રહે છે તે બખોલના મોં ઉપર મૂકી આવો. તે હારને શોધવા નીકળેલા સિપાઈઓ ઝાડની બખોલમાં રહેલા સાપને જોઈને જરૂર તેને મારી નખશે.”

શિયાળની સલાહ માની તેણે બતાવેલી યુક્તિ મુજબ કાગડો અને કાગડી ઊડવા લાગ્યાં. ઊડતાં ઊડતાં તેમની નજર એક સરોવર પર પડી. તેમણે જોયું કે કોઈક સુંદર

રાજકન્યા સરોવરમાં જલક્રીડા કરી રહી હતી. પાણીમાં ઉતરતા અગાઉ તેણે તેનાં વસ્ત્રો અને અલંકારો સરોવરને કિનારે કાઢી મૂક્યાં હતાં. રાજાના સૈનિકો તે કીમતી વસ્તુઓની રખેવાળી કરતા હતા. ઊંચેથી ઊડતાં ઊડતાં કાગડાની નજર સોનાના હાર પર પડી. સૈનિકોની નજર ચૂકવી કાગડીએ સોનાનો હાર ઊઠાવી

લીધો. સૈનિકો ઊડતી કાગડીને પકડવા તેની પ છળ દોડ્યા. પણ તે નાસીપસ થઈ પછા ફર્યા.

કાગડી હાર ગઈ. જે બખોલમાં સાપ રહેતો હતો તે બખોલ પાસે આવી અને હારને બખોલના મોં પાસે મૂકી દીધો. રાજસેવકો હારને શોધતાં શોધતાં પેલા ઝાડ પાસે આવ્યા. અચાનક જ એક સૈનિકની નજર હાર પર પડી. બધા સૈનિકો ઝાડના પોલાણ પાસે દોડી ગયા. જોયું તો એક મોટો સાપ ફેણ ચઢાવી બેઠો હતો. સાપને જોતાં જ સૈનિકોએ તેમણે લાકડીન

પ્રહાર કરીને સાપને મારી નખ્યો. પછી સોનાનો હાર લઈ તેઓ રાજમહેલ તરફ પાછા વળી ગયા. એ પછી કાગડો અને કાગડી બંન્ને સુખેથી વડનાં ઝાડ પર રહેવાં લાગ્યાં.”

તેથી જ કહ્યું છે કે, “બુદ્ધિશાળી લોકો માટે કોઈ કામ

અસધ્ય નથ્ી. જેની પાસે બુદ્ધિ છે તેની પસે બળ પણ છે.

બુદ્ધિ વગરના પાસે બળ ક્યાંથી હોય? જેમકે, વનમાં રહેનારો

મદમસ્ત સિંહ એક સામાન્ય સસલાથી માર્યો ગયો.”

કરટકે પૂછ્યું : “એ કેવી રીતે?”

તેણે કહ્યું -

***

નક્કી થયા પ્રમાણે હરણ, સસલાં, શિયાળ, વરૂ વગેર

૮. ભાસુરક સિંહની વાર્તા

એક ભયાનક જંગલ હતું.

એ જંગલમાં ભાસુરક નામનો બળવાન અને ખૂંખાર

સિંહ રાજ્ય કરતો હત ે. તે દરરોજ તેની મરજી મુજબ જંગલનાં

પ્રાણીઓને મારી નાખીને ખાઈ જતો. ધીમે ધીમે જંગલમાં

પ્રાણીઓની વસ્તી ઓછી થવા લાગી.

આમ થવાથી જંગલમાં રહેનારાં પ્રાણીઓ ચિંતામાં પડી ગયાં. જો આમ ને આમ ચાલ્યા કરશે તો એક એવો દિવસ આવશે કે જંગલમાં એક પણ પ્રાણી બચશે

નહીં!

જંગલનાં પ્રાણીઓને આ બાબતની ચિંતા થવા લાગી. તેમણે એક સભા બોલાવી. સભામાં સર્વ સંમતિથી નક્કી કરવામાં આવ્યું કે આ અંગે જંગલનં રાજાને મળીને તેમની

સમક્ષ પોતાની ચિંતા રજૂ કરવી.

બીજાં પ્રાણીઓ એક દિવસ ભાસુરક પાસે પહોંચ્યાં. કહ્યું : “મહારાજની જય હો.”

“બોલો કેમ આવવું થયું?”

“મહારાજ! એક મૂંઝવણ છે.” “શી મૂંઝવણ છે?”

“કહેતાં ડર લાગે છે. જીભ નથી ઉપડતી.”

“જે હોય તે નિર્ભયતાથી કહો.”

“મહારાજ! આપ દરરોજ આપની મરજી મુજબ, જરૂરિયાત કરતાં વધારે પ્રાણીઓને નિર્દયતાથી મારી નાખો છો. તેથી શો ફાયદો? આપના ભોજન માટે એક પ્રાણી તો પૂરતું છે.

તેથી અમે સૌએ ભેગાં મળી નક્કી કર્યું છે કે સ્વેચ્છાએ આપના

ભોજન માટે રોજ એક એક જુદી જુદી જાતના પ્રાણીને આપની

પાસે મોકલીશું. બેલો, આપનો શો મત છે? કહ્યું છે કે -

જે બુદ્ધિશાળી રાજા રસ યણ દવાની જેમ તેના રાજ્યને

ધીમે ધીમે ભોગવે છે તે પરમ સંતોષ પ્રાપ્ત કરે છે.”

“પોતાની પ્રજાનું પ લન કરવું એ રાજાનો પ્રથમ ધર્મ

છે તેથી રાજાનાં રાજ્ય અને સમૃદ્ધિમાં વધારો થાય છે. જે

પ્રજાને દુઃખ આપે છે તે રાજા પાપ અને અપકીર્તિને પ મે છે.” “રાજા અને ગૌપાલકે પ્રજાન ધન અને ગાયોના

દૂધનો ઉપભોગ પ્રજાપલન અને ન્યાયવૃત્તિ દ્વારા કરવો જોઈએ.”

“જે રાજા અજ્ઞાનીની જેમ બકરાની હલાલીની માફક

પ્રજાન ે સંહાર કરે છે તે એક જ વાર સંતોષ પામે છે, બીજી વાર ક્યારેય નહીં.”

“દીપકની જેમ રાજા, પ્રજા પાસેથી ધનરૂપ સ્નેહ (ઘી)

મેળવીને તેનામાં રહેલા દયા, ધર્મ વગેરે ગુણો વડે ઉજ્જવળ

કીર્તિ મેળવી શકે છે.”

“જેમ ગાયને નક્કી કરેલા સમયે જ દોહવામાં આવે છે તેવું જ પ્રજા માટે પણ છે. નિયમિત પ ણી સીંચવાથી જ વેલ સમયાનુસાર ફૂલ અને ફળ પ્રદાન કરે છે.”

“જતનપૂર્વક ઉછેરેલો છોડ સમય આવતાં ફળ આપે છે

તે જ રીતે જતનપૂર્વક પોષેલી પ્રજા સમય આવતાં ફળ આપે

છે.”

“રાજાની પાસે કે રાજકોશમાં જે કંઈ પણ હોય છે તે બધું પ્રજા દ્વારા જ તેને પ્રાપ્ત થયેલું હોય છે.”

“પ્રજા ઉપર કરુણા અને સ્નેહ રાખનાર રાજાની જ ઉન્ ાતિ થાય છે. પ્રજાનો વિનાશ કરનાર રાજા પણ વિનાશને પ મે છે, એમાં લેશમાત્ર શંકા નથી.”

જંગલી જાનવરોની આવી નીતિસભર વાતો સાંભળીને

ભાસુુરકે કહ્યું :“તમારી વાતો સચી છે. તમારી શરત મને મંજૂર

છે.”

બધાં પ્રાણીઓ રાજી રાજી થઈ ગયાં.

“પણ સાંભળો -” “જી, મહારાજ!”

“પણ જો, જે દિવસે મારા ભોજન માટે કોઈ જાનવર અહીં નહીં આવે તે દિવસે હું બધાં પ્રાણીઓને મારી નાખીશ.”

જાનવરોએ ભાસુરકની વાત સહર્ષ સ્વીકારી લીધી.

તે દિવસથી સિંહને રોજ એક એક જાનવર મોકલવાનું શરૂ થયું. હવે જંગલમાં બીજાં પ્રાણીઓ નિર્ભય અને નચિંત બનીને સ્વૈરવિહાર કરવા લાગ્યાં. એ જંગલી

પ્રાણીઓમાંથી

ભલે કોઈ વૃદ્ધ હોય, વૈરાગી હોય, દુઃખી હોય, અપુત્ર હોય, વિધુર હોય, ગમે તે હોય, સિંહના ભોજન માટે પોતાના વારા

પ્રમાણે તે સિંહની પસે પહોંચી જતું.

એક દિવસ ક્રમાનુસ ર એક સસલાનો વારો આવ્યો. બીજાં પ્રાણીઓએ તેને સિંહની પાસે જવા યાદ દેવડાવ્યું. સસલો ગભરાયો. મોતના વિચારથી કોણ ગભરાતું નથી? સસલો હતો બુદ્ધિશાળી. તે ધીમે ધીમે અવનવા ઉપ ય વિચારવા

લાગ્યો. વિચારમાં ને વિચારમાં તેને સિંહની પાસે પહોંચવામાં

મોડું થઈ ગયું. સિંહની ખાવાની વેળા વીતી ગઈ. તે રાતોપીળો થઈ ગયો. આ તરફ સસલો પણ વ્યાકુળ થઈ ગયો. રસ્તે ચાલતાં ચાલત ં અચાનક તેની નજર એક કૂવા ઉપર પડી. તે કૂવા પાસે પહોંચ્યો. કૂવાના થાળા પર જઈ તેણે કૂવામાં નજર નાખી. તેણે તેનો આબેહૂબ પડછાયો કૂવાના શાંત પાણીમાં

જોયો. પાણીમાં પડછાયો જોઈ તેના મનમાં ઓચિંતો વિચાર

ઝબક્યો, તેને એક મજાનો કીમિયો સૂઝ્‌યો. તેણે તેની બુદ્ધિ

ભાસુરકને કૂવામાં ધકેલી દેવાનું વિચાર્યું.

જ્યારે સૂરજ ડૂબવામાં થોડો સમય બાકી હતે ત્યારે તે

સસલો સિંહની પસે પહોંચ્યો. ભોજનની વેળા વીતી જવાથી

સિંહ પણ આકુળ-વ્યાકુળ થઈ ગયો હતો. ગુસ્ ાાના આવેશમાં તે વિચારતો હતો કે - “જંગલનાં જાનવરોએ આજે તેમનું વચન તોડ્યું છે. મારી સાથે તેમણે કપટ કર્યું છે. તેથી હું હવે સવાર થતાં જ જંગલનાં બધાં પ્રાણીઓને મારી ન ખીશ.” તેની આંખોમાંથી ક્રોધના અંગારા વરસી રહ્ય હતા.

ભાસુરક ગુસ્ ાામાં આમતેમ આંટા મારતો હત ે ત્યાં જ

સસલો ધીમે ધીમે તેની સમે આવી, બે હાથ જોડી ઊભો રહ્યો.

સસલાન્ે સામે ઊભેલો જોઈ ભાસુરકનો ગુસ્ ાો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે ક્રોધથી કહ્યું :“દુષ્ટ! એક તો તું

મારી ભૂખ સંતોષાય એટલો મોટો નથી, અને એમાંય પાછો

મોડો આવ્યો! તને તારા ગુનાની સજા અવશ્ય મળશે. આજે હું તને આખેઆખો ચીરીને ખાઈ જઈશ. વળી, કાલે સૂર્ય ઊગતાં જ હું વનનાં બધાં જાનવરોને મારી નાખીશ.”

સસલાએ સિંહને વિનમ્રતાથી અદબપૂર્વક કહ્યું :

“મહારાજ! આપનું ગુસ્ ો થવું વાજબી છે, પણ એમાં નથી તો

મારો વાંક કે નથી તો જંગલનાં બીજાં પ્રાણીઓનો વાંક. મારા

મોડા આવવાનું કારણ કંઈક બીજું જ છે.”

“શું કારણ છે?” સિંહે સખતાઈથી પૂછ્યું.

“મહારાજ! નક્કી થયા પ્રમાણે હુું બીજાં પાંચ સસલાંની સાથે આપની સેવામાં આવતો હતો. અમે આવત હતા ત્યાં જ રસ્તામાં એક મદમસ્ત સિંહે તેની ગુફામાંથી નીકળી

અમારો રસ્ત ે રોક્યો, અને પૂછ્યું : “અરે! તમે બધાં ક્યાં જઈ રહ્ય છો?”

મેં કહ્યું :“અમે અમારા ભાસુરક નામના સિંહની પાસે તેમન ભોજન માટે જઈ રહ્ય છીએ.”

તેણે કહ્યું : “કોણ ભાસુરક? આ જંગલ પર મારો

અધિકાર છે. હું અહીંનો રાજા છું. હવે તો હું જ તમને ખાઈ જઈશ. તમે જેને તમારો રાજા સમજો છો તે ભાસુરક સિંહ તો અહીં ચોરીછૂપીથી રહે છે. તમારામાંથી ચારને હું અહીં

પકડી રાખું છું. તમારામાંથી ચારને હું અહીં પકડી રાખું છું. તમારામાંથી એક જણ એ લુચ્ચા ભાસુરક પાસે જાઓ અને એને અહીં બોલાવી લાવો. અમારામાંથી જે વધારે બળવાન હશે તે અહીંનો રાજા થશે અને તમારું ભોજન કરશે. તો મહારાજ! હું તો ચિઠ્ઠીનો ચાકર! એમની આજ્ઞા પ્રમાણે હું આપને જાણ કરવા આવ્યો છું. હવે આપને જે કરવું હોય તે

કરો.”

સસલાની વાત્ સંભળી ભાસુરકને પગથ્ી માથા સુધી

ઝાળ લાગી ગઈ. તેણે એક ભયંકર ત્રાડ નાખી. ગુસ્ ાામાં તેણે

કહ્યું :“આ જંગલનો રાજા તો હું છું. કોણ છે એ બની બેઠેલો દુષ્ટ ચોર સિંહ? મને જલ્દીથી તેની પાસે લઈ જા, જેથી હું મારો ગુસ્ ાો તેના પર ઉતરી મારા કલેજાને શાંત કરું. કહ્યું છે ને કે- “રાજ્ય, જમીન અને સોનું એ ત્રણ યુદ્ધ દ્વારા જ પ્રાપ્ત

થાય છે. એ ત્રણમાંથી જો એકપણ મળી શકે એમ ના હોય ત ે બુદ્ધિશાળી રાજાએ કદી યુદ્ધ કરવું જોઈએ નહીં.”

“જે યુદ્ધમાં વધારે લાભની આશા ન હોય અથવા જેમાં

હાર જ મળવાની હોય એવું યુદ્ધ કોઈ ચતુર રાજાએ કરવું જોઈએ નહીં.”

સસલાએ કહ્યું : “માલિક! આપની વાત માથે ચઢાવું

છું. પણ ખરો ક્ષત્રિય તો પોતના રાજ્ય માટે કે પોતાના સ્વમાન માટે યુદ્ધ કરતો હોય છે. પણ પેલા શેતાન સિંહ તો તેના કિલ્લામાં ભરાઈને બેઠો છે. મારું માનવું છે કે કિલ્લામાં રહેનારા શત્રુને જીતવો સહેલો નથી. કહે છે કે -”

“પ્રાચીનકાળથી હિરણ્યકશિપુ નામના દાનવના ભયથી દેવરાજ ઈન્દ્રએ ગુરૂ બૃહસ્પતિની આજ્ઞાથી વિશ્વકર્મા દ્વારા કિલ્લાની રચના કરી હતી. તેમણે એવું વરદાન આપ્યું

હતું કે જેની પાસે કિલ્લો હશે તે જ રાજા હશે, જેની પાસે એક હજાર કિલ્લા હશે તે આખી ધરતીનો સ્વામી થશે.”

“જે રીતે દાંત વગરનો સાપ અને મદ વગરનો હાથી

સૌ કોઈને વશ થઈ જાય છે, તે જ રીતે કિલ્લા વગરના રાજાને

કોઈપણ વશ કરી શકે છે.”

સસલાની નીતિસભર વાતો સાંભળી ભાસુરકે કહ્યું :“ભાઈ! કિલ્લામાં રહેલા એ દુરાત્મા સિંહને તું મને બતાવ, જેથી હું તેને મારી શકું. કહે છે કે શત્રુ અને રોગને ઉગત જ ડામી દેવા જોઈએ. વળી, જે પેતાનું હિત ઈચ્છતો હોય તેણે શત્રુ તરફ બેદરકારી બતાવવી જોઈએ નહીં. જેમ એકલા પરશુરામે આખી પૃથ્વીને નક્ષત્રી કરી દીધી હતી. તેમ બળવાન

માણસ એકલો હોવા છતાં પણ અનેક શત્રુઓને પરાસ્ત કરી શકે છે.”

સસલાએ કહ્યું : “સ્વામી! આપની વાત ભલે સાચી

હોય, તેમ છતાં મને લાગે છે કે તે ખૂબ બળવાન છે. આપે તેની શક્તિનો તાગ મેળવ્યા વિના તેની પાસે જવું જોઈએ નહીં. કેમકે -

જે દુશ્મનની તાકાતનો અંદાજ મેળવ્યા વગર તેન પર આક્રમણ કરે છે તે અગ્નિમાં પડેલા પતંગિયાંની જેમ નાશ પમે છે.”

ભાસુરકે કહ્યુું : “તારે એવી વાતોમાં પડવાની જરૂર નથી. ચાલ, જલ્દી ચાલ, અને તું મને એ દુષ્ટાત્માને બતાવ.” “મહારાજ! જો એમ જ હોય તો ચાલો.”

આટલું કહી

સસલો આગળ થયો. ભાસુરક તેની પ છળ પ છળ ચાલવા

લાગ્યો. તે પેલા રસ્તામાં જોયેલા કૂવા પાસે તેને લઈ આવ્યો.

તેણે ભાસુરકને કહ્યું :“સ્વામી! આપના તેજને સહન કરવાની શક્તિ કોનામાં હોય! આપને દૂરથી જ જોઈ એ ચોર તેના કિલ્લામાં ભરાઈ ગયો લાગે છે. આવો, હું આપને તેનો કિલ્લો બતવું.”

સસલાએ દૂરથી જ ભાસુરકને કૂવો બતાવ્યો. તે કૂવા પાસે ગયો. તેણે કૂવાની અંદર જોયું. તેને કૂવાન શાંત પાણીમાં તેનો પડછાયો દેખાયો. તેણે ગુસ્સામાં પ્રચંડ ગર્જન કરી. કૂવામાંથી બમણા વેગે તેનો પડઘો બહાર સંભળાયો. ભાસુરક ગુસ્ ાાથી તપેલા લોખંડની જેમ લાલચોળ થઈ ગયો. ખરેખર કૂવામાં જ પેતાનો દુશ્મન સંતાઈને બેઠો છે એમ માની તેણે તેને મહાત કરવા કૂવામાં કૂદકો

માર્યો, અને ઊંડા કૂવાના પાણીમાં ડૂબી જઈ મૃત્યુ પામ્યો.

કરટકે કહ્યું : “ભાઈ! જો તમારું આમ જ માનવું હોય

તો તમે જાઓ. તમારો રસ્તો કલ્યાણમય હો. તમે જેવું ઈચ્છો છો તેવું પૂર્ણ કરો.”

પછી દમનકે જોયું કે આ વખતે પિંગલક એકલો બેઠો

હતો. સંજીવક તેની પાસે ન હતો. દમનક પિંગલક પાસે પહોંચી ગયો અને પ્રણામ કરી આગળ બેસી ગયો. તેને જોતાં જ પિંગલકે કહ્યું :“બહુ દિવસ પછી દેખાયા, ભાઈ! બોલો શું વાત છે?”

દમનકે કહ્યું : “મહારાજને હવે અમારા જેવાનું કશું

કામ રહ્યું નથી. હું તેથી જ આપની પાસે આવતો ન હતો. આમ છતાં પણ રાજકાજનો વિનાશ થતો જોઈ મારું અંતર બળી રહ્યું છે. જેથી દુઃખી થઈ હું આપ સ્વામીને કંઈક અરજ

ગુજારવા આવ્યો છું. કેમકે-

જેનું ભલું ઈચ્છત હોઈએ તેના કલ્યાણની વાત હોય કે અકલ્યાણની હોય, ભલાઈની વાત હોય કે બૂરાઈની, પૂછ્યા વગર પણ હિતચિંતકે કહી દેવી જોઈએ.”

દમનકની મર્મભરી વાતો સાંભળી પિંગલકે ક્હયું : “આખરે તમે કહેવા શું માંગે છો? જે કહેવું હોય તે સ્પષ્ટ કહો.”

દમનકે કહ્યું : “મહારાજ! શ્રીમાન્‌ સંજીવક આપન ં ચરણોમાં રહીને પણ આપનું અહિત કરવા વિચારે છે. એક દિવસ તેણે મને પોતાનો વિશ્વાસુ સમજીને

એકાંતમાં કહ્યું હતું કે, દમનક! આ પિંગલકના બળાબળને હું સારી રીતે જાણી ગયો છું. તેને મારીને હું જંગલનાં બધાં પશુઓ ઉપર મારુ સ્વામીત્વ સ્થાપીશ અને તને હું મારો

મુખ્યપ્રધાન બનાવીશ.” દમનકના મુખમાંથી નીકળેલા વજ્ર જેવા કઠોર અને કષ્ટદાયક શબ્દો સાંભળીને પિંગલક પણ વિચારના ચકડોળે ચઢી ગયો. તે એકપણ શબ્દ

બોલ્યો નહીં. દમનકે તેનું આ ગંભીર રૂપ જોઈને જાણી લીધું કે સંજીવક સાથે તેનો ગાઢ

પ્રેમસંબંધ છે. તો ચોક્કસ આ મંત્રી અમારા રાજાનો નાશ કરશે.

કેમકે કહ્યું છે કે -

“રાજા પોતાના સમગ્ર રાજ્ય માટે એક જ મંત્રીની નિમણૂંક કરે છે અને તેને જ પ્રમાણ માની લે છે ત ે તેને અજ્ઞાનને કારણે અભિમાન થઈ જાય છે. અભિમાનને

લઈ તે તેના કર્તવ્યની અવગણના કરવા લાગે છે. આવી ઉપેક્ષાવૃત્તિને

લીધે તેના મનમાં સ્વતંત્ર થવાની ઈચ્છા જાગે છે. અને સ્વતંત્ર થવાની ઈચ્છાને લઈને તેવો મંત્રી રાજાને મારી નાંખવાનું વિચારતો થઈ જાય છે.”

તો આ સંજોગોમાં શું કરવું જોઈએ? આ બાજુ દમનક આમ વિચારતો રહ્યો ત્યાં સુધી પિંગલકે ગમે તેમ કરી તેની જાતને સંભાળી લીધી અને દમનકને કહ્યું :“ભાઈ! સંજીવક

તો

મારો પ્રાણથી પણ અધિક પ્રિય ન ેકર છે તો પછી મારા માટે એ શી રીતે દ્વેષ બુદ્ધિ રાખી શકે?”

દમનક બોલ્યો :“દેવ! જે નોકર હોય તે સ ચા મનથી સેવા કરશે જ, એમ માની લેવું વાજબી નથી. કારણ કે એવું કહેવામાં આવે છે કે -

રાજાઓને ત્યાં એવી કોઈ વ્યક્તિ નથી હોતી કે જે ધનની ભૂખી ના હોય! જે બધી રીતે અશક્તિમાન હોય છે, તેવા લોકો જ રાજાની સેવામાં રહેત હોય છે.”

પિંગલકે કહ્યું : “તારી વાત ભલે સાચી હોય, તેમ છતાંય મારા મનમાં તેના પ્રત્યે કોઈ ખરાબ વિચારો આવત

નથી. અથવા એવું પણ કહેવામાં આવે છે કે -

અનેક રોગોથી પીડાત્ું શરીર કોને વહાલું હોતું નથી? બૂરું ઈચ્છવાવાળો આપણો કોઈ પ્રિયજન હોય તો પણ તે પ્રિય જ રહે છે.”

દમનકે કહ્યું :“આ કારણથી જ એનામાં ખોટપ આવી ગઈ છે. કહ્યું છે કે - જેના પર રાજાની કૃપાદૃષ્ટિ થાય તે ભલે કુળવાન હોય કે કુળહીન હોય, તેના પર લક્ષ્મી

કૃપા કરે જ છે.”

અથવા -

“એવી કોઈ ખાસ વિશેષતાને લીધે મહારાજ સંજીવકને સદા પોતાની પાસે રાખે છે? વળી આપ જો એમ માનત હો કે તે ઘણો બળવાન છે તેથી તેની મદ વડે આપ આપના

શત્રુઓને મારી શકશો, તો મને કહેવાદો કે આપની એ

માન્યતા ભૂલ ભરેલી છે. કારણ કે મહારાજન જેટલા પણ શત્રુઓ છે તે બધા માંસભક્ષી છે. તેથી મારી આપને સલાહ છે કે તેને ગુનેગાર સમજી મારી નાંખો.”

પિંગલકે કહ્યું : “મેં તમારા કહેવાથી જ તેને એકવાર અભયવચન આપ્યું છે. તો હવે હું તેને શી રીતે મારી શકું? એ સંજીવક તો હવે મારો સદાનો મિત્ર બની ગયો છે. એને

માટે

મારા મનમાં જરાપણ કુભાવ નથી.”

કહ્યું છે કે -

“વિષવૃક્ષ પણ જો પોતાને હાથે ઊછેરવામાં આવ્યું હોય તો તેને કાપી નખવું જોઈએ નહીં, તે જ રીતે પોતાના વડે જેણે સંપત્તિ પ્રાપ્ત કરી હોય તે ભલે ને રાક્ષસ હોય તો પણ તેનો નાશ કરવો જોઈએ નહીં.”

“મૈત્રી કરન ર માણસે પહેલાં જ વિચારી લેવું જોઈએ કે અમુક વ્યક્તિ સાથે મિત્રતા કરવી જોઈએ કે નહીં! એકવાર જેને દિલ દઈ દીધું હોય તેની ઉપર સદા પ્રેમ રાખવો

જોઈએ. ઉપર ઊઠાવ્યા પછી કોઈને નીચે નખી દેવો એન જેવી બીજી કોઈ શરમની વાત નથી!”

“પોતાના ઉપર ઉપકાર દાખવનાર સાથે સજ્જનતાથી

વર્તવું તે બહુ મોટી વાત્ નથ્ી. સત્પુરુષો તો તેને જ સજ્જન કહે છે જે અપકાર કરન ર પણ ઉપકાર કરી દેખાડે.”

“આ સ્થિતિમાં મારા પર એ દ્રોહ કરવાનું વિચારે તો

પણ હું સંજીવક વિશે કશું આડુંઅવળું કહેવા ઈચ્છતો નથી.” દમનકે કહ્યું - “દ્રોહ કરવાવાળા ઉપર ક્ષમા દર્શાવવી

એ રાજધર્મ નથી. કેમકે -

જે રાજા પોતાના જેવા બળવાન, ધનવાન અને બધા રહસ્યોને જાણનારને હણતો નથી તે ખુદ હણાઈ જાય છે.”

“વળી તેની સાથે મિત્રતા બાંધ્યા પછી આપ રાજધર્મથી

વિમુખ થઈ ગયા છો. તેને કારણે બધા કર્મચારીઓમાં શિથિલતા આવી ગઈ છે. આપ અને આપના સેવકો માંસાહારી છો,

જ્યારે સંજીવક ઘાસ ખાનારો છે. હવે જ્યારે આપે જ હત્યા કરવાનું છોડી દીધું છે, પછી આપની પ્રજાને માંસ ખાવાનું ક્યાંથી મળશે? માંસ ખાવાનું નહીં મળતાં તે બધાં આપને છોડીને

ચાલ્યાં જશે. આમ થશે તો પણ અંતે આપનો નાશ જ થશે. તે સંજીવક સાથે રહીને ફરી આપ ક્યારેય શિકાર કરવાનું વિચારી શકશો નહીં. કારણ કે -

રાજા જેવા સ્વભાવન નોકરોની સેવા મેળવે છે એવો

જ એ પોતે બની જાય છે. વળી -

તપી ગયેલા લોખંડ પર પડતા પણીનું નામનિશાન

મટી જાય છે. એ જ પ ણી જ્યારે કમળવેલન પ ન ઉપર પડે છે ત્યારે મોતીની જેમ શોભી ઊઠે છે. સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રમાં રહેતી છીપના મોંઢામાં પડેલું પાણીનું ટીપું મોતી બની જાય છે.

ઉચ્ચ, મધ્યમ અને અધમ પ્રકારના માણસો ઘણુંખરું સંગતિદોષને કારણે જ પેદા થતા હોય છે.”

“દુર્જનોની સોબતને લીધે સજ્જન પણ દુર્જન થઈ

જાય છે. દુર્યોધનની સોબતમાં આવી ગયેલા ભીષ્મ પિતામહ પણ ગાય ચોરવા ગયા હતા. તેથી જ સજ્જનોએ દુર્જનોની સોબત કરવી જોઈએ નહીં. કહ્યું છે કે - “જેન સ્વભાવ અને

આચરણને જાણત ન હોઈએ તેને આશ્રય આપવો જોઈએ નહીં. માંકડના દોષને લઈ બિચારી મન્દ વિસર્પિણી મારી

ગઈ.”

પિંગલકે કહ્યું : “એ કેવી રીતે?”

દમનકે કહ્યું :“જાણવું છે તમારે? તો, સાંભળો.”

***

૯. મંદસર્પિણી જૂની વાર્તા

કોઈ એક રાજા હતો.

તેન રાજમહેલમાં સૂવા માટેનો સેનાને પલંગ હતે. તેના પલંગ પર પાથરેલી બે

સફેદ ચાદરોની વચ્ચે એક

મંદવિસર્પિણી નામની સફેદ જૂ રહેતી હતી. તે રાજાનું લોહી

ચૂસી આનંદ માણતી હતી.

એક દિવસ અગ્નિમુખ ન મન ે એક માંકડ ફરત ે ફરતો ત્યાં આવી

ચઢ્યો. તેને જોતં જ જૂનું મોં વિલાઈ ગયું. તેણે કહ્યુંઃ “અગ્નિમુખ! આ અયોગ્ય

જગાએ તું કેવી રીતે આવી ચઢ્યો? જ્યાં સુધી તને કોઈએ જોયો નથી ત્યાં સુધી તું

અહીંથી ન સી જા.”

મંદવિસર્પિણીની વાત સાંભળી અગ્નિમુખે કહ્યું : “શ્રીમતીજી! જો

આપણે ઘેર કોઈ દુર્જન માણસ પણ આવી ચઢે

તો તેનો આદરસત્કાર કરવો જોઈએ. કહ્યું છે કે -”

“આવો, બેસો, ઘણા દિવસે આપનાં દર્શન થયાં. શું કોઈ નવા સમાચાર છે? બધા કુશળ તો છે ને? આમ બોલીને નાના માણસનું પણ સ્વાગત કરવું જોઈએ. આ ધર્મ ગૃહસ્થોને

સ્વર્ગ આપનારો કહેવાયો છે. બીજું કે, મેં અનેક માણસોના અનેક પ્રકારના લોહીને સ્વાદ ચાખ્યો છે. એ બધામાંથી મને કોઈના લોહીનો સ્વાદ માણવા યોગ્ય જણાયો નથી. મેં ક્યારેય

મીઠા લોહીનો સ્વાદ ચાખ્યો નથી. તો જો તારી કૃપા હોય તો રાજાના લોહીનો સ્વાદ ચાખવા ઈચ્છું છું. કહ્યું છે કે -”

“ગરીબ અને રાજા, બંન્નેની જીભના સ્વાદ એક સરખા

ગણવામાં આવે છે. આ દુનિયામાં બધા તેને માટે પ્રયત્ન કરત રહે છે. આ જગતમાં જીભને આનંદ આપવા જેવું કોઈ કામ ન હોય તો કોઈ કોઈને વશ થાય નહીં.”

“આ સંસારમાં આવીને માણસ જૂઠું બોલે છે, જેની સેવા કરવાની ના હોય તેની સેવા કરે છે, અથવા વતનનો ત્યાગ કરી પરદેશ જાય છે. સ ૈ કોઈ પેટ માટે આવું કામ કરે છે.”

“હું અતિથિ થઈ તારે ઘેર આવ્યો છું, અને ભૂખથી વ્યાકુળ છું. માત્ર ભોજન માટે તને વિનંતી કરું છું. ત રે એકલીએ રાજાના લોહીનું ભોજન કરવું યોગ્ય નથી.”

માંકડની આવી વાતો સાંભળી મંદવિસર્પિણીએ કહ્યું :

“ભાઈ! રાજા જ્યારે નિંદ્રાધીન હોય ત્યારે જ હું તેમનું લોહી ચૂસું છું. ત રું તો નામ જ અગ્નિમુખ છે. તેમાંય તું રહ્યો ચંચળ સ્વભાવનો. છતાં તારે રાજાનું લોહી પીવું જ હોય થોડી વાર રાહ જો.”

“શ્રીમતીજી! હું એમ જ કરીશ. તું જ્યાં સુધી રાજાન

લોહીનો સ્વાદ નહીં માણી લે ત્યાં સુધી હું તેનો સ્વાદ માણીશ નહીં. જો હું એમ કરું તો મને મારા ઈષ્ટદેવના અને ગુરૂના સોગંદ છે.”

આ રીતે બન્ને વાતો કરતાં હતાં ત્યાં જ રાજા આવ્યો અને પલંગમાં સૂઈ ગયો. માંકડ જીભની ચંચળતાને લઈ રાજાના લોહીનો સ્વાદ ચાખવાની અધીરાઈને રોકી શક્યો

નહીં, અને જાગતા રાજાનું લોહી ચૂસવા લાગ્યો. આ અંગે ઠીક કહ્યું છે કે-

“ઉપદેશ આપીને કોઈ વ્યક્તિને સુધારી શકાતી નથી. સારી રીતે ઉકાળેલું પાણી પણ વખત જતાં ઠંડુ પડી જાય છે.” “અગ્નિ ઠંડો પડી જાય કે ચંદ્રમામાં બાળી નાખવાનો

ગુણ આવી જાય તો પણ માણસનો સ્વભાવ બદલી શકાત ે

નથી.”

માંકડ કરડતાં જ રાજા ઊભો થઈ પલંગ પરથી નીચે આવી ગયો. કહ્યું : “કોણ છે હાજર? આ ચાદરમાં માંકડ કે જૂ સંતઈને બેઠાં છે.”

રાજાનું કહેવું સાંભળી નોકરો દોડી આવ્યા, તેમણે પલંગ ઉપરની ચાદર ખેંચી લઈ ધ્યાનથી જોયું. આ વખતે તેન ચંચલ સ્વભાવને લઈ માંકડ પલંગમાં ભરાઈ ગયો.

પણ

મંદવિસર્પિણીને તેમણે સૂતરના તાંતણામાં ભરાઈ ગયેલી જોઈ.

જોતવેંત જ તેમણે તે જૂને મારી નાખી, એટલે હું કહું છું કે જેન ચારિત્ર્ય અને સ્વભાવની બાબતમાં જાણતા ના હોઈએ વગેરે. આ બધું વિચારીને જ આપે તેને મારવો. નહીં તો તે તમને

મારી નાખશે. કહ્યું છે કે -

“જે પોતાનાં આત્મીય માણસોનો ત્યાગ કરે છે અને

પારકાં લોકોને આત્મીય બનાવે છે તે એવી જ રીતે મોતના

મુખમાં ધકેલાય છે. જે રીતે રાજા કુ દદ્રુમ ધકેલાયો હતો તેમ.”

પિંગલકે કહ્યું : “એ કેવી રીતે?”

તેણે કહ્યું -

***

૧૦. ચંડક શિયાળની વાર્તા

કોઈ એક જંગલમાં ચંડક નમનું શિયાળ રહેતું હતું. એકવાર ખૂબ ભૂખ્યું થયું હોવાથી તે ખોરાકની શોધમાં

નગરમાં જઈ ચઢ્યું. નગરનાં કૂતરાંએ તેને જોઈ ચારેબાજુથી

ભસવાનું શરૂ કર્યું, અને દોડીદોડીને તેને કરડવાનું પણ શરૂ કર્યું. ગભરાયેલું શિયાળ તેનો જીવ બચાવવા નજીકમાં રહેત

ધોબીના ઘરમાં પેસી ગયું. એ ધોબીના ઘરમાં એક બહુ મોટા હાંલ્લામાં ભૂરા રંગનું દ્રાવણ ભરેલું હતું. તેન્ ચારેબાજુથી કૂતરાઓએ

ઘેરી લીધું હોય ગભરાટનું માર્યું તે ભૂરા રંગન પ્રવાહીમાં કૂદી

પડ્યું. તે જ્યારે તેમાંથી બહાર નીકળ્યું ત્યારે આખેઆખું ભૂરા રંગે રંગાઈ ગયું હતું. હવે કૂતરાંઓએ તેને છોડી દીધું. પછી તે શિયાળ જ્યાંથી આવ્યું હતું ત્યાં પાછું ચાલ્યું ગયું. ભૂરો રંગ કદી

મટી જતો નથી. કહ્યું છે કે -

“વજ્રાલેપ, મૂર્ખ, સ્ત્રીઓ, કરચલા, માછલીઓ, ભૂરો

રંગ અને દારૂડિયા - એ બધાંની પકડ એક જ હોય છે.”

ભૂરા રંગથી રંગાયેલા તે શિયાળને જોઈ જંગલનાં

હિંસક પ્રાણીઓ પણ તેને ઓળખી શક્યાં નહીં. બધાં પ્રાણીઓ ડરનાં માર્યાં આમ તેમ ભાગવા લાગ્યાં. બધાં પ્રાણીઓ એમ જ વિચારતાં હતાં કે તેનામાં કેટલું બળ હશે ને તે શું કરવા

માંગતું હશે! ભલાઈ તો અહીંથી દૂર ભાગી જવામાં છે. કેમકે કહ્યું છે કે -

“જે પોતાનાં હિત અને પ્રતિષ્ઠાને જાળવી રાખવા ઈચ્છે છે તેમણે આવા લોકો પર ક્યારેય વિશ્વાસ મૂકવો જોઈએ નહીં, જેમના શૌર્ય અને વર્તનની ખબર ના હોય.”

ચંડકે બળવાન અને ખૂંખાર પ્રાણીઓને ભાગી જતાં જોઈને પોતાની પસે બોલાવ્યાં અને કહ્યું : “તમે બધાં મને જોઈને ડરી જઈ કેમ ભાગી રહ્યાં છો? તમારે મારાથી ડરવું

જોઈએ નહીં. ખુદ બ્રહ્માજીએ જ મને આ જંગલના રાજા તરીકે અહીં મોકલ્યો છે. વળી તેમણે મારું ન મ પણ કુકુદદ્રુમ રાખ્યું છે. બ્રહ્માજીએ મને આપ સૌનું રક્ષણ કરવા

માટે મારી રાજા તરીકે નિમણૂંક કરી છે. હવે તમારે બધાંએ મારી છત્રછાયામાં રહેવું પડશે. હું ત્રિલોકના વન્ય જાનવરોનો એકમાત્ર રાજા કુકુદદ્રુમ છું.”

શિયાળની વાત સાંભળી જંગલનાં વાઘ-સિંહ જેવાં

મુખ્ય જાનવરો ‘આજ્ઞ આપો, સ્વામી’ કહેતાં તેની ચારે બાજુ

ઊભાં રહી ગયાં. પછી તેણે સિંહને પોતનો મહામંત્રી બનાવ્યો. વાઘને પથરી કરવાનું કામ સોંપ્યું. ગેંડાને પન આપ્વાને અધિકારી બનાવ્યો. વરૂને દ્વારપાલનું કામ સોંપ્યું. તેણે તેન પરિવારને બીજાં શિયાળો સથે વાત્ કરવાનુયં છોડી દીધું. એટલું જ નહીં, બધાં શિયાળોને તેણે જબરજસ્તીથી હદપાર કરી દીધાં. રાજા સિંહાસન પર બેઠેલા એ દંભી શિયાળની સામે

સિંહ વગેરે હરણાંને મારીને મૂકી દેતા.

આમને આમ ઘણા દિવસ ે વીતી ગયા. એકવાર તેણે દૂર દૂરથી આવતો શિયાળોનો અવાજ સાંભળ્યો. અવાજ સાંભળી તેનું રોમ રોમ તંગ થઈ ગયું. તેનથી રહેવાયું નહીં. ઊભું થઈ

તે જોર જોરથી ‘હુઁઆ.. હુઁઆ...’ કરવા લાગ્યું.

સિંહ વગેર હિંસક પશુઓ કે જેઓ શિયાળની ચાકરી કરતાં હત ં, તેમણે આ અવાજ સાંભળ્યો. તેમને સમજાઈ ગયું કે અરે! આ તો શિયાળ છે. બધાં પશુઓએ

માંહેમાંહે મંત્રણા કરી કે : “અરે! આટલા દિવસો સુધી આ નીચ શિયાળે આપણી પાસે બહુ સેવા કરાવી. હવે એને મારી નાખો.” આ જાણી શિયાળ નાસી જવા લાગ્યું. પણ

સિંહ વગેરેએ તેને પકડીને ચીરી નાખ્યું. એટલે જ હું કહું છું કે, પોતાનાં સ્વજનોને. . વગેર...

આ વાત સાંભળી પિંગલકે કહ્યું : “ભાઈ દમનક! એ વાતની શી ખાતરી છે કે સંજીવક મારા પર દ્વેષ બુદ્ધિ રાખે

છે?”

દમનકે જણાવ્યું : “તેણે મારી સમક્ષ આજે જ પ્રતિજ્ઞ

દુર્ગતિ મળી તો સર્વનાશ થયો જાણવો. આમ છતાં નોકરી જ

જીવ ાનું સાધન હોય તો થઈ રહ્યું! દુઃખની એ પરંપરાની તો

કરી છે કે હું કાલે પિંગલકને મારી નાખીશ. આથી બીજી

ખાતરી કઈ હોઈ શકે? કાલે સવારે જ્યારે તે તમારી પાસે આવશે ત્યારે તેનું મોં અને આંખો લાલ હશે. નીચો હોઠ ફડકતો હશે. એ સાવધાનીપૂર્વક ચારેતરફ જોતો હશે. જો આપને આમ

જણાય ત ે ઠીક લાગે તે નિર્ણય લેજો.”

પિંગલકને આમ કહી દમનક સંજીવક પાસે પહોંચી ગયો અને પ્રણામ કરી સામે બેસી ગયો. સંજીવકે તેને ઢીલો પડી ગયેલો જોઈ પૂછ્યું : “અરે, મિત્ર! હું તને આવકારું છું.

ઘણા દિવસો પછી તારાં દર્શન થયાં. બધું ઠીક તો છે ને? તો હવે કહે, હું તને બક્ષિસમાં શું આપું? કહ્યું છે કે- “જેને ઘેર કોઈને કોઈ કામ લઈને સુહૃદમિત્ર આવે છે તેવા લોકો ધન્યવાદને પાત્ર છે, વિવેકશીલ અને સભ્ય છે.”

દમનકે કહ્યું :“અમારા જેવા નોકરોની કુશળત નું તો

પૂછ્યું જ શું?”

“રાજાના નોકરોની સંપત્તિ પરકી હોય છે, તેમનું મન

સદા અશાંત હોય છે. એટલું જ નહીં, તેઓને હંમેશાં તેમની

જિંદગી ઉપર પણ અવિશ્વાસ થયા કરે છે.”

વળી -

“માનવજીવન અતિશય પીડાકારક છે પછી જો તેને

વાત જ શી કરવી?”

“મહાભારતમાં કહ્યું છે કે ગરીબ, રોગી, મૂર્ખ, પરદેશી અને ન ેકર, એ પ ંચ જણ જીવતાં છત ં મરેલા જેવાં છે. જે નોકરને કૂતરા સાથે સરખાવે છે એ જૂઠું બોલે છે, કારણ કે

કૂતરું ત ે મરજી મુજબ હરી ફરી શકે છે, જ્યારે ન ેકર માલિકની આજ્ઞ વગર ડગલુંય ભરી શકતો નથી.”

“મીઠા, મધુર, સુંદર, ગેળાકાર અને મનેહર લાડુથી શો ફાયદો જે ફક્ત સેવા દ્વારા જ મેળવી શકાય છે.”

સંજીવકે પૂછ્યું :“આમ કહી તું કહેવા શું માંગે છે?” દમનકે કહ્યું : “મિત્રવર! મંત્રીઓએ મંત્રભેદ કરવો

યોગ્ય ગણાય નહીં. કેમકે -

“મંત્રીપદે રહીને જે સ્વામીની વાત ગુપ્ત રાખી શકતો નથી તે રાજાના કાર્યનો નાશ કરી જાય છે. જે મંત્રી રાજાના ગુપ્ત રહસ્યને જાહેર કરી દે છે તે વગર હથિયારે રાજાનો વધ

કરે છે.

“આમ હોવા છત ં પણ હું તારી પ્રેમજાળન ફંદામાં ફસ ઈને રાજાના ગુપ્ત રહસ્યને જાહેર કરું છું. કારણ કે આ રાજકુળમાં તું વિશ્વાસયોગ્ય બનીને પ્રવેશ્યો છું. મનુ

મહારાજે કહ્યું છે કે -

જેના વિશ્વાસને કારણે કોઈનું મોત નીપજે. એ ગમે તેવો કેમ ના હોય પણ તેની હત્યાનું પાપ વિશ્વાસ કરાવન રના

હતે.

આવું વિચારીને જ હું આજે આપની પાસે આવ્યો છું.

માથે લાગે છે.”

“તો તું કહે કે સ્વામી પિંગલક તારા પર ખૂબ અકળાયેલા છે. આજે જ તેમણે મારી સમક્ષ જ્યારે હું એકલો હતો ત્યારે તે વાત કહી, કે કાલે સવારે સંજીવકને મારીને જંગલનાં

બધાં

પ્રાણીઓને તૃપ્ત કરીશ.” મેં તેમની પાસેથી આ વાત સાંભળી

કહ્યું કે, - “મહારાજ! એમ કરવું આપને માટે યોગ્ય નથી. મિત્ર

સાથે દગો કરવો જોઈએ નહીં. કારણ કે -

બ્રાહ્મણનો વધ કર્યા પછી યોગ્ય પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થઈ શકાય છે, પણ મિત્રદ્રોહી ક્યારેય કોઈ રીતે શુદ્ધ થઈ શકતો નથી.”

મારી વાત સાંભળી તેણે ગુસ્ ાાથી કહ્યું : “હે હલકટ!

સંજીવક તો એક ઘાસ ખાનારું જાનવર છે, જ્યારે આપણે માંસ

ખાનારા છીએ, આપણું તેમની સાથેનું વેર સ્વાભાવિક છે. તો પછી દુશ્મન સાથે આંખઆડા કાન શી રીતે કરી શકાય? ગમે તે ઉપયે શત્રુને તે હણવો જ જોઈએ. શત્રુને હણવાથી કોઈ પપ

લાગતું નથી. કારણ કે-

બુદ્ધિશાળી માણસે પોતની દીકરી દઈનેય દુશ્મનને

મારવો જોઈએ. યુદ્ધમાં ક્ષત્રિયો યોગ્ય-અયોગ્ય વિશે કશું વિચારતા

નથી, અશ્વત્થામાએ પૂર્વકાળમાં સૂતેલા ધૃષ્ટધુમ્નનો વધ કર્યો

હવે મને વિશ્વાસઘાતીનું પાપ નહીં લાગે. મેં ખૂબ રહસ્યમય

ખબર આપને સંભળાવી છે. એ આપ ઠીક લાગે તેમ કરો.” દમનક પાસેથી આવી કઠોર વાતો સાંભળી બિચારો

સંજીવક ભ્રમિત થઈ ગયો. થોડીવાર પછી સ્વસ્થ થતાં તેણે કહ્યુંઃ “ભાઈ! એમ સાચું જ કહ્યું છે કે -

સ્ત્રીઓ દુર્જનોને વશ થઈ જાય છે. મોટેભાગે રાજા

પ્રેમરહિત હોય છે. ધન કંજૂસની પાસે જ હંમેશાં આવે છે અને વરસદી વાદળાં પર્વતો ઉપર વરસાદ વરસવે છે.

જે મૂર્ખ માણસ પોતે રાજાને વશ કરી લીધાનું માને છે તે શિંગડાં વગરનો બળદ છે.

વનવાસ વેઠવો સારો છે, ભીખ માગીને ખાવું પણ

સારું છે, ભાર ખેંચીને રોજી રળવી સારું છે, રોગ પણ સારો પણ બીજાના ગુલામ થઈ સંપત્તિ પ્રાપ્ત કરવી એ સારું નથી. તેની સાથે મિત્રતા કરી એ મારી ભૂલ હતી. કેમકે કહ્યું છે કે -

ધન અને કુળના બરોબરીયા સાથે જ મિત્રત કરવી

જોઈએ. લગ્ન પણ એ બે બાબતોમાં સમોવડિયા સાથે જ કરવું જોઈએ. પોતાનાથી મજબૂત કે કમજોર સાથે ન તો મિત્રતા કરવી જોઈએ કે ના લગ્ન કરવું જોઈએ. મિત્રતા પોતાના જેવા શીલ, સદાચાર અને વ્યવસાય કરન ર સાથે કરવી જોઈએ. જો

હું તેની પાસે જઈ તેને રાજી કરવા પ્રયત્ન કરીશ તો પણ તે રાજી થશે નહીં. કારણ કે, -

જે કોઈ ખાસ કારણથી રાજી થતો ના હોય તે, તે કારણ દૂર થતાં જ રાજી થઈ જાય છે. પણ જે કોઈ કારણ વગર નારાજ થાય છે તેને શી રીતે રાજી કરી શકાય છે?

મને તો ખબર છે કે પિંગલકની નજીકમાં રહેનારાં

પ્રાણીઓએ જ પિંગલકને ન ખુશ કરી દીધો છે તેથી જ તે કોઈ અપરાધ કે કારણ વગર મારા માટે આ પ્રકારની વાતો કરે છે.” દમનકે કહ્યું : “હે મિત્ર! તારું જો એમ જ માનવું

હોય

તો તરે મને ડરાવવો જોઈએ નહીં. દુર્જનોની ઉશ્કેરણથી અત્યારે

તેઓ ગુસ્ ો થયા છે, પણ તમારી વાતો સાંભળીને તેઓ કદાચ

પ્રસન્ન પણ થઈ જાય.”

સંજીવકે કહ્યું : “ભાઈ! તમારું કહેવું ઠીક નથી. સ વ હલકટ દુર્જનેની વચ્ચે પણ હું રહી શકું તેમ નથી. તેઓ કદાચ કોઈ બીજી યુક્તિ કરીને મને મારી નાખે. કહ્યું છે કે -

ઘણા બધા ક્ષુદ્ર પંડિતો કે જેઓ પખંડ કરીને રોટલો

રળે છે તેઓ સારાસારને વિચાર કર્યા વગર ગમે તેવું કાર્ય કરી બેસે છે, જેમકે કાગડાઓ વગેરએ ઊંટને માટે કર્યું હતું.”

દમનકે પૂછ્યું : “એ શી રીતે?”

સંજીવકે કહ્યું : -

***

૧૧. મદોત્કટ સિંહની વાર્તા

કોઈ એક જંગલમાં મદોત્કટ નામના સિંહે, ગેંડો, કાગડો અને શિયાળ જેવા તેના સેવકો સાથે ખોરાકની શોધમાં રખડતાં રખડતાં ક્રથનક નામના ઊંટને જોયું. ઊંટ તેના ટોળામાંથી વિખૂટું પડી ગયું હતું. તેને જોતં જ સિંહે કહ્યું :“અરે! આ તો વિચિત્ર જાનવર છે! ત ે તમે તપાસ કરો કે એ જાનવર જંગલી છે કે વસ્તીમાં રહેનારું છે.”

સિંહની વાત સ ંભળી કાગડાએ કહ્યું :“મહારાજ! એ

તો વસ્તીની વચ્ચે રહેનરું ઊંટ નામનું જાનવર છે, તેને મારીને આપ ભોજન કરો.”

“અરે, ભાઈ! એ આપણા વિસ્તારમાં આવ્યું છે, તેથી

હું તેને નહીં મારું. કહ્યું છે કે -”

“નિર્ભય થઈને આપણે ઘેર આવેલા દુશ્મનને જ મારે

છે તેને બ્રહ્મહત્યાનું પપ લાગે છે.”

“તો જાઓ, જઈને અભયવચન આપીને તેને મારી પાસે બોલાવી લાવો. મારે તેની પાસેથી અહીં આવવાનું કારણ જાણવું છે.”

સિંહની વાત સંભળી ત્રણેય સેવકો ઊંટની પાસે ગયા અને તેને અભયવચન આપી સિંહની પાસે લઈ આવ્યા.

પ્રણામ કરીને ઊંટ મદોત્કટની સમે બેસી ગયું. સિંહે

તેને જંગલમાં આવવાનું કારણ પૂછ્યું ત્યારે તે સાથીઓથી વિખૂટું પડી શી રીતે અહીં આવી ચઢ્યું તે સઘળી હકીકત વિસ્ત રથી કહી સંભળાવી.

સિંહે કહ્યું :“ભાઈ! ક્રથનક! ભાઈ! હવે વસ્તીમાં જઈને તારે ભારના ઢસરડા કરવાની જરૂર નથી. હવે કોઈપણ જાતના ડર વગરનું અહીં રહે અને હર્યુભર્યું ઘાસ ખાઈને મોજથી

જિંદગી વીતાવ.”

ક્રથનક સિંહની વાત સાંભળી મઝાથી જંગલમાં રહેવા

લાગ્યું. તે હવે સમજી ગયું હતું કે અહીં કોઈ ભય ન હત ે. થ ેડા દિવસો પછી મદોત્કટ સિંહની એક જંગલી હાથી સાથે લડાઈ થઈ. એ લડાઈમાં હાથીના વજ્ર સમાન મોટા દંતશૂળથી મદોત્કટ ઘાયલ થઈ ગયો. તેનો એક પગ લંગડો થઈ ગયો. તે શિકાર

કરવા અશક્તિમાન હોવાથી બધા ભૂખે મરવા લાગ્યા. એકવાર

સિંહે કહ્યું : “સેવકો! જાઓ, જઈને જંગલમાંથી કોઈ એવા

જાનવરને લઈ આવો કે હું આવી અવસ્થામાં પણ તેનો શિકાર કરી શકું અને તમારા ભોજનની પણ વ્યવસ્થ કરી શકું.”

સ્વામીની વાત સ ંભળી તે ચારેય જણા શિકારની શોધમાં નીકળી પડ્યા. ઘણા પ્રયત્નો કરવા છત ં ક્યાંયથી શિકાર હાથમાં ન આવ્યો ત્યારે શિયાળે જરા દૂર લઈ જઈ

કાગડાને કહ્યું : “ભાઈ! શિકારની શોધમાં દોડી દોડીને થાકી ગયા. હવે હિંમત રહી નથી. આપણી પાસે આપણા સ્વામીનો આ વિશ્વાસુ ક્રથનક તો છે જ ને? એને મારીને ભૂખ સંતોષીશું.

કાગડાએ કહ્યું : “વાત તો તારી સાચી છે, પણ માલિક તેને અભયદાન આપી પોતની પસે રાખ્યું છે, તેથી મારું માનવું છે કે તેઓ તેને મારશે નહીં.”

શિયાળે કહ્યું :“કાગડાભાઈ! વાત તો તમારી સાચી છે, પણ એ તો હું સ્વામીને સમજાવી શિકાર કરવા રાજી કરી લઈશ તો હું સ્વામીની પાસે જઈ, આજ્ઞા લઈ પાછો

ના ફરું ત્યાં સુધી તમે બંન્ને જણા અહીં જ ઊભા રહેજો.” આટલું કહી તે તરત જ

સિંહ પાસે ચાલ્યું ગયું. સિંહની પાસે જઈ તેણે કહ્યુંઃ “સ્વામી!

આખું જંગલ ખૂંદી વળવા છતાં કોઈ જાનવર હાથ લાગ્યું નથી. અમે થાકીને હેરાન પરેશાન થઈ ગયા છીએ. તો હવે શું કરીશું? જો આપની આજ્ઞા હોય તો ક્રથનકના માંસથી જ આજનું

ભોજન થઈ જાય!”

શિયાળની આ કઠોર વાત સાંભળી મદોત્કટે ગુસ્ ાાથી

કહ્યું :“અરે, પાપી! નીચ! જો ફરી આવી વાત કરીશ તો હું તને જ જાનથી મારી નાખીશ. મેં તેને અભયદાન આપ્યું છે. પછી હું તેને શી રીતે મારી શકું? કહ્યું છે કે -

આ જગતમાં ગૌદાન, ભૂમિદાન અને અન્નદાનને

જેટલું પ્રાધાન્ય આપવામાં નથી આવ્યું એટલું પ્રાધાન્ય અભયદાનને આપવામાં આવ્યું છે.”

સિંહની આવી વાત સાંભળી શિયાળે કહ્યું : “સ્વામી!

દોષ તો ત્યારે જ લાગે ને, જ્યારે આપ અભયદાન આપી તેને

મારો? સ્વામી પ્રત્યેની ભક્તિથી જો ક્રથનક જાતે જ તેનું શરીર આપનાં ચરણોમાં સમર્પિત કરી દે તો? જો તે સ્વેચ્છાએ આપની સેવામાં પોતાની જાતને સમર્પિત કરી દે તો આપે તેને મારવું જ જોઈએ. અથવા આપણા ત્રણમાંથી કોઈએ એને મારવું જોઈએ. કારણ કે આપ ભૂખથી પીડાઓ છો. અને જો આમને આમ ચાલશે તો એક દિવસ આપે પ્રાણ ત્યાગ કરવા

પડશે. તો પછી સ્વામીની રક્ષા માટે કામ ના આવે એવા અમારા પ્રાણની શી જરૂર? જો આપને કંઈક થઈ જશે તો અમારે પણ અગ્નિમાં

પ્રવેશ કરી અમારા પ્રાણન ે ત્યાગ કરવો પડશે. કેમકે કહ્યું છે કે- “પરિવારન મુખ્ય માણસનું કોઈપણ સંજોગેમાં રક્ષણ

કરવું જોઈએ કારણ કે તેમનું મૃત્યું થતાં ચારે તરફથી દુશ્મનો

આક્રમણ કરીને પૂરા પરિવારનો નાશ કરે છે.”

શિયાળની કૂટનીતિ ભરેલી વાતો સાંભળી આખરે સિંહે

કહ્યું : “જો એમ જ હોય તો તમને ઠીક લાગે એમ કરો.”

મદોત્કટની આજ્ઞા મળત ં શિયાળે પાછા ફરી કહ્યું : “અરે,

ભાઈ! આપણા માલિક ભૂખથી પીડાઈ રહ્ય છે. તેમની હાલત

ચિંતાજનક છે. જો તેમને ના થવાનું કંઈક થઈ જશે તો આપણું રક્ષણ કોણ કરશે? તો આપણે સ્વામીની પાસે જઈ, આપણું શરીર તેમનાં ચરણોમાં ધરી ઋણમુક્ત થવું જોઈએ, કહ્યું છે કે- નોકરની હાજરીમાં જો સ્વામી પરલોક ચાલ્યા જાય તો

તે નોકરને નરકની પ્રાપ્તિ થાય છે.

પછી તેઓ બધા સ્વામીની પાસે જઈ, રડતાં રડતાં

પ્રણામ કરી તેમની સામે બેસી ગયા. કાગડાએ કહ્યું :“સ્વામી!

આપ મને મારીને આપની ભૂખને શાંત કરો. એમ કરવાથી

મારા આત્માને સ્વર્ગ મળશે. કહે છે કે -

જે નોકર દ્વારા શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પોતાના સ્વામીને

માટે પ્રાણોની આહુતિ આપે છે તે પરમપદને પ્રાપ્ત કરે છે.”

કાગડાનું કહેલું સાંભળી શિયાળે કહ્યું : “ભાઈ! તું

ઘણો નાનો છે. તને ખાવાથી માલિકની ભૂખ શમવાની નથી. વળી બીજો દોષ પણ લાગશે. કેમકે કહ્યું છે કે -

કાગડાનું માંસ, કૂતરાનું એંઠું કરેલું ધાન વગેર મળી જાય તો પણ એનાથી તૃપ્તિ થતી નથી. તો એવું ખાવાથી શો

લાભ?

આપે સ્વામીભક્તિ જાહેર કરી તેથી સ્વામીનું ઋણ

ચૂકવી દીધું ગણાય. તમે આ લોક અને પરલોકમાં કીર્તિ પ્રાપ્ત કરી લીધી. તો હવે તમે દૂર ખસો. હું જાતે જ સ્વામીની પાસે જઈ મારા મનની વાત જણાવું છું.”

શિયાળ પ્રણામ કરીને મદોત્કટ સમે બેસી ગયું. બોલ્યુંઃ

“આજે આપ મારો આહાર કરીને મારો જન્મારો સફળ બનાવી દ્યો. કહ્યું છે કે -

ધન દ્વારા મેળવેલા નોકરોના પ્રાણ સદા માલિકને

આધીન હોય છે. તેથી તેમના પ્રાણ હરવામાં કોઈ દોષ લાગતો

નથી.”

આમ સાંભળી ગેંડાએ કહ્યું :“તારી વાત સાચી છે પણ તુંય નાના શરીરવાળું અને નખધારી પશુ છે. તેથી તું અભક્ષ્ય છે. કહ્યું છે કે -

બુદ્ધિશાળીએ ક્યારે અભક્ષ્ય આહાર ખાવો જોઈએ

નહીં, પછી ભલે શરીરમાંથી પ્રાણ કેમ નીકળી જત નથી? અભક્ષ્યનો આહાર કરવાથી આલોક અને પરલોકમાં અહિત થાય છે. તો તમે પણ દૂર ખસી જાઓ.”

પછી ગેંડાએ સિંહની સામે જઈ, પ્રણામ કરી કહ્યું : “સ્વામી! આપ મારો આહાર કરીને મને સ્વર્ગલોકનો અધિકારી બનાવો. હવે બીજો કશો વિચાર કરશો નહીં. મારા

બલિદાનથી આખી પૃથ્વી ઉપર ઘણી કીર્તિ મેળવીશ.”

ગેંડાની વાતો સાંભળી ઊંટ ક્રથનકે વિચાર્યું : “આ

બધાએ માલિકની સામે મીઠી મીઠી વાતો કરી, પણ માલિકે કોઈનું બલિદાન સ્વીકાર્યું નહીં. તો મને તક મળી છે તો શા

માટે હું સ્વામીની આગળ પ્રાણ સમર્પણની ઈચ્છા રજૂ ના કરું? હવે તો આ ત્રણેય મારી વાતને સમર્થન આપશે. મનમાં આમ વિચારીને તેણે ગેંડાને કહ્યું : “ભાઈ! તમે પણ

નખધારી છો. તો સ્વામી તમારો આહાર પણ શી રીતે કરી શકે? તો તમે દૂર

ખસ ે, જેથી હું સ્વામીની સામે જઈ મારી ઈચ્છા પ્રગટ કરી

શકું.”

ગેંડો ખસી ગયો પછી ક્રથનકે સિંહની સમે ઊભા રહી

પ્રણામ કરતાં કહ્યું : “સ્વામી! આ બધા આપને માટે અભક્ષ્ય છે. તો આજે આપ મારા પ્રાણોનો સ્વીકાર કરી આપની ક્ષુધાને શાંત પમાડો. જેથી મને બંન્ને લોકોમાં સફળતા મળે

અને મારું જીવન યથાર્થ થાય. કહ્યું છે કે -

જે સ્થિતિને ઉત્તમ સેવકો તેમના સ્વામીના જીવન માટે પેતાના પ્રાણોની આહુતિ પામી શકે છે. તે સ્થિતિને યાજ્ઞિકો અને યોગના આરાધકો પણ પામી શકત નથી.”

આટલું કહ્યું ના કહ્યું કે તરત જ શિયાળ અને ગેંડાએ

ક્રથનક ઊંટનાં બંન્ ો પડખાં ચીરી નાખ્યાં. પડખાં ચીરાઈ જવાથી ઊંટ જમીન ઉપર પડ્યું અને મૃત્યુ પામ્યું. પછી એ બધા નીચ ચાલાકોએ ધરાઈને ભોજન કર્યુ.

“તો ભાઈ! નીચ લોકોથી ઘેરાયેલો રાજા જેવો હોય

તેવો, હું તેને સારી રીતે જાણું છું. સારા લોકો તેની સેવા કરતા

નથી. કહ્યું છે કે -

અધમ સ્વભાવના રાજા પર પ્રજાને પ્રેમ હોતો નથી. ગીધના ટોળા વચ્ચે ઘેરાયેલો કલહંસ શી રીતે શોભાયમાન થાય? વળી, રાજા ગીધ જેવો હોય તો પણ તે

હંસની જેમ રહેનાર સભાસદો તેની સેવા કરે છે પણ રાજા હંસ સમાન હોય અને ગીધ જેવા તેના સેવકો હોય તો તેનો ત્યાગ કરવો જોઈએ. કોમળ જલતરંગેના મારથી પર્વતની ચટ્ટાનો પણ તૂટી જાય છે તો ચાડીખોરોની રાત-દિવસની ચાડીથી માનવીનું કોમળ માનવીનું કોમળ મન જો ચંચલ બની જાય તો તેમાં શી નવાઈ?

ખોટી વાતો સાંભળી હતાશ લોકો શું નથી કરતા? તેઓ બૌદ્ધ સંન્યાસી જેવા હોય છે અને માનવીની ખોપરીમાં શરાબ પી શકે છે.

અથવા -

પગ વડે કચડાયેલો અને લાકડી વડે પિટાયેલો સપ પોતાની જીભથી જેને સ્પર્શે છે, તને જ મારે છે, પણ ચુગલીખોર અને કપટી માણસોની એવી કેવી જીભ છે કે જે એકને સ્પર્શ કરે છે પણ બીજાનો સમૂળો નાશ કરે છે.

તેની નારાજગી પછી હવે મારે શું કરવું જોઈએ? હું એક મિત્ર તરીકે આપને પૂછું છું.”

દમનકે કહ્યું : “આવા વિપરીત સંજોગોમાં તો આપે કોઈક બીજે ઠેકાણે ચાલ્યા જવું જોઈએ. એવા નીચ સ્વામીની સેવા કરવી કોઈ રીતે યોગ્ય નથી. કેમકે -

યોગ્યાયોગ્યને નહીં જાણનારા, ઘમંડી અને ખોટ રસ્તે

ચાલનારા ગુરૂનો પણ ત્યાગ કરવો જોઈએ.”

સંજીવકે કહ્યું : “ભાઈ! અત્યારે સ્વામી મારા પર ઘણા નારાજ છે તેથી બીજી જગ એ જવું યોગ્ય નથી. બીજી જગાએ જવાથી પણ મારો છૂટકારો થવાનો નથી. કહ્યું છે કે -

જે લોકો સમરાંગણમાં શૂરવીરતાથી લડીને, પ્રાણોનું બલિદાન દઈને સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે છે તેવી સ્વર્ગની પ્રાપ્તિ દાન, સત્કર્મ અને યાત્ર કરનારાઓ પ્રાપ્ત કરી શકતા

નથી. શૂરવીરોના એ બંન્ને ગુણો પરમ દુર્લભ છે. તેઓ

મરીને સ્વર્ગને પ મે છે અને જીવત રહીને ઉત્તમ કીર્તિ પ્રાપ્ત કરે

છે.

રણયજ્ઞમાં મસ્તકમાંથી ટપકતું લોહી વીરના મુખમાં પડે છે તે વિધિપૂર્વક પિવડાવવામાં આવતા સોમરસની જેમ ફળદાયી નીવડે છે. વળી -

હવનથી વિધિપૂર્વક દાનમાં દેવાયેલા કુળવાન બ્રાહ્મણોની પૂજાથી, વિધિપૂર્વક કરવામાં આવેલા મહાયજ્ઞોથી,

મહાન અને પવિત્ર તીર્થસ્થાનોમાં નિવાસ કરવાથી કે ચાંદ્રાયણ જેવાં કઠોરવ્રત કરવાથી મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે, તેનાથી

અધિક ફળ યુદ્ધમાં વીરોચિત મૃત્યુ પામવાથી ક્ષણમાત્રમાં પ્રાપ્ત કરે છે.”

તેની આવી વાતો સાંભળીને દમનકે તેના મથી વિચાર્યું કે આ નીચ તો યુદ્ધ કરવાનો વિચાર દૃઢ કરી રહ્યો છે, કદાચ જો તે તેનાં તીક્ષ્ણ શિંગડાથી સ્વામીને મારી નાખશે તો

બહુ

મોટો અનર્થ થઈ જશે. તેથી મારે મારી બુદ્ધિથી એવું ચક્કર

ચલાવવું જોઈએ કે તે આ સ્થાન છોડીને ક્યાંક બીજે સ્થળે

ભાગી જાય. આવો મનસૂબ ે કરી તેણે કહ્યું : “અરે, મિત્ર! તમારું કહેવું સત્ય છે. પણ સ્વામી અને સેવકની વચ્ચે આવું યુદ્ધ! કહ્યું છે કે -

બળવાન શત્રુથી આપણે આપણી જાતનું રક્ષણ કરવું જોઈએ. બળવાન વ્યક્તિએ શરદઋતુના ચંદ્રની માફક પ્રકાશ પાથરવો જોઈએ.

વળી -

દુશ્મનની શૂરવીરતાને જાણ્યા વગર જે દુશ્મનાવટની શરૂઆત કરે છે તે પરાજયને પામે છે, જેમ સમુદ્ર અને ટીટોડીની બાબતમાં થયું હતું તેમ”

સંજીવકે કહ્યું : “એ કેવી રીતે?”

તેણે કહ્યું :“સાંભળો...”

***

૧૨. ટીટોડાની વાર્તા

કોઈએક સમુદ્રને કિનારે એક ટિટોડો તેની પત્ની સાથે રહેતે હતો.

એકવાર સમય થતાં ટિટોડી ગર્ભવતી બની. જ્યારે તેનો પ્રસવનો સમય નજીક આવ્યો ત્યારે ચિંતાતુર થઈ તેણે તેના પતિને કહ્યું :“પતિદેવ! મારો ઈંડા મૂકવાનો સમય હવે

ઘણો નજીકમાં છે. તેથી આપ કોઈ એવી જગા શોધી કાઢો કે જ્યાં કોઈ જાતની આફત ના આવે અને હું ચિંતામુક્ત થઈ

ઈંડાં મૂકી શકું.”

ટિટોડાએ પ્રેમથી કહ્યું :“વહાલી! આ સાગરના કિનારા

પર આવેલો પ્રદેશ કેટલો રમણીય છે! માટે તું અહીં જ નિરાંતે

ઈંડા મૂકજે.”

ટિટોડી બોલી : “સ્વામી! પૂનમને દિવસે અહીં મોટી

ભરતી આવે છે. તેથી કિનારાના વિસ્તારોમાં પ ણી ફરી વળે

છે. એ સમયે એનાં પ્રચંડ મોજાં મદમસ્ત હાથીને પણ અંદર

ખેંચી લે છે તેથી મારી આપને વિનંતી છે કે કિનારાથી દૂરનું કોઈ સુરક્ષિત સ્થળ શોધી કાઢો.”

પત્નીની વાતો સાંભળીને ટિટોડાએ હસી કહ્યું :“સુંદરી!

વાત તો સ ચી છે પણ આ સમુદ્રમાં એવી શક્તિ ક્યાં છે કે તે

મારાં સંતનેનું કશું બગડી શકે. શું તેં સંભળ્યું નથ્ી કે - આકાશમાં વિહરનારાં પક્ષીઓનો માર્ગ રોકનારા, ધૂમાડા

વગરના, હંમેશા ખૂબ ભય પમાડનાર અગ્નિમાં પોતાની ઈચ્છાથી

પ્રવેશ કરે છે.

એવો કોણ છે જે ભયમુક્ત થઈને યમરાજના દ્વારે જઈને સ્વયં કાળને આજ્ઞા આપે છે કે તમારામાં જો થોડી પણ શક્તિ હોય તો મારા પ્રાણને હરી લો.

તો તું વિશ્વાસ રાખીને આ જગામાં ઈંડાં મૂકજે. કહ્યું છે કે -

જે માણસ ગભરાટને માર્યો પેતાનું રહેઠાણ છોડીને

નાસી જાય છે, જો આવા માણસની મા પોતાને પુત્રવતી કહે તો વંધ્યા સ્ત્રીને શું કહેવાય?”

ટિટોડાની ગર્વયુક્ત વાતો સાંભળી સમુદ્રએ વિચાર્યું :

“શું આ નીચ પક્ષીને આટલું અભિમાન કે તે આવી વાતો કરે

છે! એ સ ચું જ કહ્યું છે કે -

ટિટોડો તેની પાંખો તૂટી જવાથી આકાશમાંથી નીચે પડવાના ભયથી તેમને ઉપર ઊઠાવી સૂઈ જાય છે. આ જગતમાં સ્વેચ્છાએ ઊભો કરેલો ગર્વ કોનામાં નથી હોતો?

તો આ એક મનોરંજન હશે. હું તેની શક્તિનું પ્રદર્શન

જોઈશ કે ઈંડાં ગુમ કરી દીધા પછી એ મારું શું બગ ડી શકે

છે?”

આમ વિચારીને એ કંઈ બોલ્યો નહીં. આ પછી ટિટોડીએ ઈંડાં મૂક્યાં.

સંજોગવશાત્‌ એકવાર એ ખોરાકની શોધમાં ક્યાંક ગઈ હતી કે સમુદ્રએ પોતાની ભરતીને બહાને તે ઈંડાં અદૃશ્ય કરી દીધાં. પછી પાછી ફરેલી ટિટોડીએ તેના સ્થાન પર ઈંડાં જોયાં નહીં. તેને ખૂબ દુઃખ થયું. રડતી રડતી તે પતિને કહેવા

લાગી : “મૂર્ખ! મેં પહેલાં જ કહ્યું હતું કે સમુદ્રનાં ઊછળત ં

મોજાં મારાં ઈંડાનું અસ્તિત્વ મીટાવી દેશે પણ મિથ્યા અભિમાનમાં તમે મારી વાત માની નહીં. એમ ઠીક જ કહ્યું છે કે -

આ જગતમાં જે પોતાના મિત્રો કે હિતેચ્છુઓનું કહ્યું

નથી માનતો તે દુર્મતિ લાકડા પરથી પડેલા કાચબાની જેમ

મોતને ભેટે છે.”

ટિટોડાએ પૂછ્યું : “એ કેવી રીતે?”

તે બોલી -

***

૧૩. કમ્બુગ્રીવ કાચબાની વાર્તા

એક મોટું સરોવર હતું. એ સરોવરમાં કમ્બુગ્રીવ

નામનો એક કાચબો રહેતો હતો.

એન બે પરમ મિત્ર ે હત - સંકટ અને વિકટ.

તેઓ બંન્ ો સરોવરને કિન રે બેસી દેવો અને ઋષિમુનિઓની વાર્તાઓ એકબીજાને સંભળાવતા. સાંજ પડતાં તેઓ પ છા તેમના રહેઠાણે ચાલ્યા જત .

ઘણો સમય વીતી ગયો ત્યારે સંજોગવશાત્‌ એકવાર

કારમો દુકાળ પડ્યો. ધીમે ધીમે તળાવનું પાણી સુકાઈ ગયું. તળાવનું બધું જ પાણી સુકાઈ જવાથી કાચબાને માટે સંકટ પેદા થયું.

કાચબાનું દુઃખ જોઈ બંન્ ો હંસો પણ ખૂબ દુઃખી થયા. કાચબ એ કહ્યું - “ભાઈ! હવે તો ખરેખર પ ણી સૂકાઈ

ગયું છે. હવે પાણી વગર આપણા સૌના જીવનું જોખમ છે. જીવન બચાવવા આપણે કોઈક રસ્ત ે શોધી કાઢવો જોઈએ. કારણ કે -

સમય સંજોગો બદલે તો પણ માણસે ધીરજ ગુમાવવી

જોઈએ નહીં. ધીરજ ધરવાથી જ મુશ્કેલીઓનો સામને થઈ શકે છે. સમુદ્રમાં જહાજ ડૂબી જાય ત્યારે મુસાફરો તરીને જીવી જવાની ઈચ્છા ત ેડત નથી.

વળી -

વિપત્તિના સમયમાં બુદ્ધિમાન માણસે સદા પોતાના મિત્રો અને પરિવારના લોકો માટે પ્રયત્ન કરવો જોઈએ.

તો તમે લોકો એક મજબૂત દોરડી કે લાકડાનો ટુકડો

લઈ આવો અને પાણીવાળું મોટું જળાશય શોધી કાઢો. હું તે દોરડી કે લાકડીને વચ્ચેથી દાંતે વડે પકડીને લટકી જઈશ પછી તમે બંન્ ો તેને બે છેડથી પકડીને ઊડતા ઊડતા તે પાણીવાળા જળાશયમાં મને પહોંચાડી દેજો.”

બંન્ ો હંસ ેએ કહ્યું :“ભાઈ! અમે તમારા કહ્યા પ્રમાણે

કરીને મિત્રતા નિભાવવા તૈયાર છીએ. પણ એમ કરત ં તમારે તદ્દન ચૂપ રહેવું પડશે. જો તમે બોલવાનો પ્રયત્ન કરશો તો તમારા મોંમાથી લાકડી છૂટી જશે અને તમે ખૂબ ઊંચેથી

નીચે પટકાઈને મૃત્યુ પામશો.”

કાચબાએ હંસોની વાત માની લીધી. પછી તો જેમ

નક્કી થયું હતું તેમ કરવામાં આવ્યું. કાચબાએ લાકડીને દાંતો વડે વચ્ચેથી મજબૂત પકડી. લાકડીના બે છેડા બે હંસોએ ચાંચમાં લીધા અને ઊડવા માંડ્યું. હંસ ે કાચબાને લઈ ઊડતા ઊડત એક ગામ પરથી પસાર થયા. ગામના લોકોએ કાચબાને

લઈ ઊડતા હંસોને જોઈ કહ્યું : “અરે! જુઓ, જુઓ, પેલાં બે પક્ષીઓ કોઈક ગોળાકાર વસ્તુ લઈને ઊડી રહ્યા છે. લોકોએ બૂમરાણ મચાવી. લોકોની બૂમરાણ સંભળી કમ્બુગ્રીવથી રહેવાયું નહીં. એને પૂછવાની ઈચ્છા થઈ આવી કે, “ભાઈ! આ શેનો કોલાહલ મચ્યો છે?” તેણે જેવી પૂછવાની શરૂઆત કરી કે મોં પહોળું થતાં લાકડી છૂટી ગઈ અને નીચે જમીન ઉપર

પટકાઈ પડ્યો. પડતાંવેંત જ તે કાચબો મૃત્યુ પામ્યો. તેથી જ કહું છું કે જે મિત્રોની વાત માનતો નથી તે. . વગેરે. આ રીતે અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતિ એ બંન્ ો સુખપૂર્વક તેમનો વિકાસ સાધે છે જ્યારે યદ્‌ભવિષ્યનો વિનાશ થાય છે.

ટિટોડાએ કહ્યું : “એ કેવી રીતે?”

***

૧૪. ત્રણ માછલાંની વાર્તા

કોઈ એક તળાવમાં અનગતવિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ્‌ભવિષ્ય નામનાં ત્રણ માછલાં રહેતાં હતાં. એકવાર ત્યાંથી પસાર થતા માછીમારોએ આ તળાવ

જોયું. તેમણે વિચાર્યું કે, “આ તળાવ તો માછલીઓથી ભરપૂૂર છે. આપણે આજ સુધી તો આ તળાવને જોયું જ ન હતું. આજે તો આપણને ખાવા જેટલી માછલીઓ મળી ગઈ

છે. વળી સાંજ પડવાની પણ તૈયારી છે. તો કાલ સવારે આપણે અહીં જરૂર આવીશું.”

માછલાંની અંદર અંદરની વાતો સાંભળી અનાગતવિધાતાએ તળાવની બધી માછલીઓને બોલાવી જણાવ્યુંઃ “તમે બધાંએ હમણાં માછીમારો વચ્ચે

થતી વાતો સાંભળી? તો હવે આ તળાવ છોડી બીજી કોઈ સુરક્ષિત

જગાએ જવામાં જ આપણી ભલાઈ છે ત ે આજે રાત્રે આપણે

સૌ આ તળાવ છોડીને કોઈક સુરક્ષિત જગાએ ચાલ્યા જઈશું.”

કહ્યું છે કે -

“શત્રુ બળવાન હોય તો તેની સામે બાથ ભીડવી જોઈએ નહીં એ સિવાય કોઈ બીજો ઉપ ય હોતો નથી.”

“એ વાત નક્કી છે કે કાલે સવારે તે માછીમારો અહીં આવીને આપણો બધાંનો નાશ કરી દેશે. આ સંજોગોમાં હવે ક્ષણવાર માટે પણ અહીં રહેવું આપણે માટે યોગ્ય નથી.

કહ્યું છે કે - આવી વાતો સાંભળીને પ્રત્યુત્પન્નમતિએ કહ્યું :“ભાઈ!

વાત તો તારી સાચી છે. હું પણ ઈચ્છું છું કે આપણે કોઈક બીજી

જગાએ જવું જોઈએ. કેમ કે -

અન્ય સ્થળે જવાના ભયથી ડર ગયેલા ઢોંગી લોકો, નપુંસકો, કાયરો, કાગડાઓ અને મૃગલાઓ પેતાના જન્મસ્થાનમાં જ મૃત્યુ પામે છે.

જે બધે ઠેકાણે વિચરી શકે તે પોતાના વતનના મિથ્યા

મોહમાં પડીને મોતન મુખમાં કેમ જાય છે? ખારું પાણી પીને પણ જે કહે છે કે ‘આ તો મારા પિતાએ બનાવડાવેલો કૂવો છે’ તે કાયર છે.”

બંન્નેની વાતો સાંભળી યદ્‌ભવિષ્યએ અટ્ટહાસ્ય કરતાં કહ્યું : “અરે ભાઈ! લાગે છે કે તમે લોકોએ આ બાબત ઉપર

સારી રીતે વિચાર કર્યો નથી. શું માછીમારોની વાતોથી ગભરાઈને આપણે આ તળાવ છોડી દેવું જોઈએ? આ તળાવમાં પેઢીઓથી આપણા પિતા, દાદા અને પરદાદા રહેત આવ્યા છે જો મોત જ

મળવાનું હશે તો તો બીજી જગાએ જવા છત ં પણ મળશે જ. કેમ કે -

ભાગ્ય જેનું રક્ષણ કરે છે તે અરક્ષિત હોવા છતાં પણ રક્ષિતિ છે, પણ ભાગ્ય જેને મારવા ઈચ્છતું હશે તે સુરક્ષિત હોવા છતાં નક્કી મોતને ભેટે છે.”

“હું માત્ર વાતો સંભળી નથી ડરવાનો કે નથી અહીંથી

ખસવાનો. તમારે બંન્ ોએ જે કરવું હોય તે કરો.” “યદ્‌ભવિષ્યનો નિર્ણય સાંભળ્યા પછી અનાગતવિધાતા

અને પ્રત્યુત્પન્નમતિ પોતપેતાના પરિવારજનો સાથે તે તળાવમાંથી

નીકળી ગયા.

બીજે દિવસે સવારે માછીમારો મોટી જાળ લઈ તળાવ પર આવી પહોંચ્યા. તેમણે તળાવમાં જાળ પાથરી. થોડીવારમાં જ બધાં નાના-મોટાં માછલાં એ જાળમાં ફસ ઈ

ગયાં.

આ વાર્ત સાંભળીને ટિટોડાએ તેની પત્નીને કહ્યું :“પ્રિયે! શું તું મને યદ્‌ભવિષ્ય જેવો સમજી બેઠી છે? હવે તું

મારી તાકાત જોજે. હું મારી નાનકડી ચાંચથી આખા સાગરનું

પાણી પી જઈશ.”

તેની પત્નીએ કહ્યું :“સ્વામી! સાગર સાથે આપનું આ

તે કેવું વેર! આપનો ગુસ્ ાો ઉચિત નથી. કેમ કે -

જે માણસ ક્રોધ કરે છે તે પોતાના જ પગ ઉપર કુહાડો

મારે છે, સળગત્ી સગડી તેની પાસેન્ી બધી વસ્તુઓને સળગાવી

દે છે.”

વળી -

“પોતાના અને પારકાના બળને સમજ્યા-જાણ્યા વગર જે ઉત્સુકતાપૂર્વક આક્રમણ કરે છે તે, આગમાં કૂદી પડનારા પતંગિયાની જેમ નાશ પ મે છે.”

ટિટોડાએ કહ્યું :“વહાલી! તુ આમ ના બોલ. શક્તિશાળી

માણસો પોતે અલ્પ હોવા છતાંય મોટા માણસો પર વિજય

મેળવે છે. કહ્યું છે કે -

ક્રોધ ભરેલી વ્યક્તિ ખાસ કરીને જ્યારે દુશ્મન બધી રીતે પરિપૂર્ણ હોય ત્યારે તેન પર આક્રમણ કરે છે.

વળી -

મદમસ્ત હાથી ઉપર શું સિંહ આક્રમણ નથી કરતો? શું બલસૂર્ય પહાડોનં શિખરો પર તેનં કિરણો નથ્ી વેરતે? તેજસ્વી માણસોની ઉંમરનાં લેખાં જોખાં નથી લેવાતાં.

વિશાળ કાયા ધરાવતો હાથી એક ઘણા નાના અંકુશ વડે વશ થઈ જાય છે. દિવો પ્રકાશિત થતાં અંધકાર દૂર થઈ જાય છે. વજ્રના પ્રહારથી મોટા મોટા પર્વતો ભાંગીને

ભૂકો થઈ જાય છે. આ સંસારમાં જેની પાસે તેજ છે, બળ છે એ જ

સમર્થ્યવાન ગણાય છે. શરીર મોટું હોય એટલે એ વ્યક્તિ બળવાન હશે એમ માનવું ભૂલભરેલું છે.”

“તો હું મારી આ નાની ચોંચથી સાગરને સૂકવી

ન ખીશ.”

ટિટોડીએ જવાબ આપતાં કહ્યું : “નાથ! નવસો નદીઓને સાથે લઈ ગંગા સાગરને મળે છે. એ જ રીતે સિંધુ પણ નવસો નદીઓને સાથે લઈ સાગરમાં સમાઈ જાય છે. આમ,

અઢારસો નદીઓ જેમાં રાતદિવસ પ ણી ઠાલવે છે તેવા સાગરને, ચાંચમાં એક ટીપું પાણી સમાવી શકનારા તમે શી રીતે સૂકવી નાખશો?”

ટિટોડાએ કહ્યું : “વહાલી આ જગતમાં કોઈ કામ

કરવામાં આળસ કે ચિંત કરવાં જોઈએ નહીં. મનમાં કોઈ

ખટકો પણ રાખવો જોઈએ નહીં. સફળતા મેળવવાનો આ

મહામંત્ર છે. રાત-દિવસ પીતો રહીશ, પછી સમુદ્ર કેમ નહીં સૂકાય? માણસ જ્યાં સુધી તેનું સામર્થ્ય બતાવતો નથી ત્યાં સુધી બીજા પર વિજય મેળવી શકતો નથી.

ટિટોડીએ કહ્યું :“જો તમે સમુદ્રને પી જવાનું નક્કી જ કર્યું હોય તો તમારાં બીજાં મિત્ર પક્ષીઓને બોલાવી જલ્દીથી કાર્યની શરૂઆત કરી દ્યો.

કહ્યું છે કે -

ખૂૂબ કમજોરનો સમૂહ એકત્રિત થઈને કઠિનમાં કઠિન

કાર્ય કરી શકે છે. કમજોર હોવા છતાં કીડીઓનો સમૂહ તોતિંગ સાપને પણ મારી શકે છે અને ઘાસનાં મામૂલી તણખલાંમાંથી બનેલા દોરડા વડે જોરાવર હાથીને બાંધી શકાય છે.

વળી -

ગોરૈયો, લક્કડખોદ, માખી અને દેડકા જેવા ક્ષુદ્ર જીવોના વિરોધથી બળવાન ગજરાજનું મૃત્યુ નીપજ્યું.”

ટિટોડાએ પૂછ્યું : “એ કેવી રીતે?”

ટિટોડીએ કહ્યું : -

***

૧૫. ગેરૈયા પતિ-પત્નીની વાર્તા

કોઈ એક જંગલમાં ગેરૈયા દંપતીનું જોડું એક તમાલવૃક્ષ ઉપર માળો બનાવી રહેતું હતું. દિવસે જતં તેમને ત્યાં સંતનને જન્મ થયો. એક દિવસ ગરમીથી અકળાયેલો એક મદમસ્ત હાથી છાંયડાની આશાએ તે તમાલવૃક્ષ નીચે આવી ઊભો.

મદના ઉન્માદમાં તે હાથીએ, જે ડાળી ઉપર ગોરૈયા દંપતીનો માળો હતે તે ડાળી સૂંઢ વડે ખેંચી તોડી નાખી. ડાળી તૂટી જતા જ બધાં ઈંડાં જમીન ઉપર પડ્યાં અને ફૂટી ગયાં. ચટક દંપતી સાવધાની વર્તી ઊડી ગયું. ગોરૈયાની સ્ત્રી ઈંડા ફૂટી જવાથી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. આખરે એક માનું કાળજું હતું ને! ઘણા દિવસો સુધી તે આ વસમા આઘાતને

ભૂલી શકી નહીં. ઈંડાને યાદ કરી કરીને રોજ રોજ એ કરૂણ કલ્પાંત કરતી રહી.

તેનો હૃદયદ્રાવક વિલાપ સાંભળીને તેનો હિતેચ્છુ એક

લક્કડફોડો તેની પાસે આવ્યો. તેણે સહાનુભૂતિ બતાવી આશ્વાસન આપતાં કહ્યું : “શ્રીમતીજી! હવે આમ કલ્પ ંત કરવાથી શું વળવાનું હતું? કારણ કે કહ્યું છે કે -

જે નશવંત છે તેને માટે જ્ઞની પુરુષે શોક કરત નથી. નાશવંત જીવને માટે શોક કરીને મૂર્ખાઓ આલોક અને પરલોક બંન્ને બગડે છે.

વળી -

મૃતાત્માની પાછળ કુટંબીજનોએ શોક કરવાને બદલે, શક્તિ મુજબ તેન ં ક્રિયાકર્મ કરવાં જોઈએ.”

ગોરૈયાની પત્નીએ કહ્યું :“વડીલ! આપની વાત સાચી છે. પણ આ દુષ્ટ હાથીએ મદન નશામાં મારાં નિર્દોષ સંતાનોનો નાશ કર્યો છે. જો આપને મારા તરફ લાગણી હોય તો તે હાથીના મોતનો કોઈક ઉપાય બતાવો. હાથીને મરતો જોઈશ ત્યારે જ મારું સંતને ગુમાવ્યાનું દુઃખ ઓછું થશે.

લક્કડફોડાએ કહ્યું : “શ્રીમતીજી! આપની વાત સાચી

છે. કહ્યું છે કે -

જે વિપત્તિના સમયમાં મદદરૂપ થાય છે તે ગમે તે

જ્ઞાતિનો હોય તો પણ સાચો મિત્ર ગણાય છે. સુખન દિવસોમાં તો રસ્તે જનાર પણ મિત્ર જેવો વ્યવહાર કરે છે.

જે દુઃખના દિવસોમાં મદદ કરે તે જ ખરો મિત્ર, જે

આજ્ઞાકારી અને ભક્તિવાન હોય તે જ ખરો પુત્ર, પૂરી નિષ્ઠાથી જે પોતાની ફરજ બજાવે તે જ સાચો સેવક અને જે પૂર્ણ સંતોષ આપી શકે તે જ સાચી પત્ની.

ત ે હવે મારી બુદ્ધિનો ચમત્કાર જોજો. મારી એક

વીણારવ નામની માખી મિત્ર છે. તેની મદદથી હું એ મદમસ્ત હાથીને મારી ન ખીશ.”

આમ કહી તે લક્કડફોડો ગોરૈયા સ્ત્રીને સાથે લઈને

વીણારવ નામની માખી પાસે પહોંચ્યો અને તેને કહ્યું :“શ્રીમતીજી!

આ ગ ેરૈયા સ્ત્રી મારી મિત્ર છે. એક દુષ્ટ હાથીએ જ્યારથી તેનાં

ઈંડાં ફોડી નાખ્યાં છે ત્યારથી તે ઘણી દુઃખી છે. હું તે હાથીને

મારવાનો ઉપાય શોધી રહ્યો છું. મને મારા કાર્યને સફળ

બન વવા આપની મદદની જરૂર છે.”

માખીએ કહ્યું : “ભાઈ! આવા સારા કામમાં મદદ

કરવાની કોણ ના પાડે!”

“ભવિષ્યમાં પોતાને મદ મળવાની આશાએ લોકો મિત્રનું ભલું કરતા હોય છે. જે પોતાના મિત્રનું ભલું કરી શકતો નથી તે બીજું કશું જ કરી શકતો નથી.”

“આપનું કહેવું સચું છે. હું મદદ કરવા તૈયાર છું. મારો પણ મેઘનાદ નામનો એક દેડકો મિત્ર છે. આપણે તેની પણ આ કામ માટે સલાહ લેવી જોઈએ.”

પછી ત્રણેય જણાં મેઘનાદ નામના દેડકા પાસે ગયાં.

તેને આખી વાત સમજાવી. દેડકાએ કહ્યું : “ભાઈ! મોટા

લોકોના ગુસ્ ા આગળ બિચારા તે હાથીની શી વિસાત! તો હું જે પ્રમાણે કહું તે કરત રહો, માખીરાણી! બપોરના સમયે તમે તે હાથીના કાનમાં મીઠો અવાજ કરજો જેથી હાથી આંખો બંધ

કરી નાચવા લાગે. તે પછી ભાઈ લક્કડફોડ! તું ત રી તીક્ષ્ણ અને મજબૂત ચાંચથી તે હાથીની બંન્ ો આંખો ફોડી નાખજે. આમ થયા પછી, તરસને માર્યો પાણી પીવા તે, હું રહું છું તે ખાડા પાસે તો આવશે જ. તે વખતે મારા પરિવારજનો સાથે

ખૂબ અવાજ કરી હું તેને અહીં તળાવ હોવાના ભ્રમમાં નાખી દઈશ. પછી તે હાથી તળાવ છે એમ માની મારા ઊંડા ખાડામાં પડી જશે. તેની સાથેના વેરને બદલો લેવા આપણે આ

ઉપય અજમાવવો પડશે.”

પછી બધાંએ ભેગં મળી દેડકાની સલાહ અનુસાર

કાર્ય આરંભ્યું. વીણારવ માખીએ હાથીના કાનમાં મધુર ગુંજારવ કર્યો ત્યારે મદમસ્ત હાથી આંખો બંધ કરી ઝૂમવા લાગ્યો. બરાબર તે સમયે લક્કડફોડાએ તેની બંન્ ો આંખો ફોડી

નાખી. આંધળો થયેલો તે હાથી પાણીની શોધમાં આમ-તેમ

ફરતો હતો ત્યારે દેડકાઓનો કોલાહલ સાંભળીને ખાડા પાસે ગયો અને તેમાં ફસડાઈ પડ્યો. હાથી ખાડામાં પડ્યો કે તરત જ મરણને શરણ થયો. તેથી હું કહું છું કે ગોરૈયા, લક્કડફોડો વગેર....”

ટિટોડાએ કહ્યું : “શ્રીમતીજી! જેમ તમે કહેશો તેમ કરીશ. હવે કુટંબીજન અને મિત્રોની મદ થી હું આખો સમુદ્ર સૂકવી ન ખીશ.”

આમ નક્કી કરીને તેણે બગલા, સારસ, મોર વગેરે

પક્ષીઓને બેલાવ્યાં અને કહ્યું : “ભાઈઓ! મારાં ઈંડાં ગુમ કરીને આ સમુદ્રએ મને ઘણો સંતાપ આપ્યો છે. તો તમે બધા તેને સૂકવી નાખવાનો કોઈ યોગ્ય ઉપાય વિચારો.”

ટિટોડીની વાત સાંભળી પક્ષીઓએ અંદર અંદર વિચારીને તેને કહ્યું :“અમારામાં સાગરને સૂકવી નાખવાની શક્તિ નથી. તો એવો નકામો પરિશ્રમ કરવાથી શો ફાયદો? કહ્યું છે કે

-

નિર્બળ હોવા છતાં અભિમાનથી છકી જઈને જે બળવાન શત્રુ સાથે લડાઈ આદરે છે તે તૂટી ગયેલા દંતશૂળવાળા હાથીની જેમ પરાજય પામે છે.

અમારા પક્ષીઓનો રાજા ગરૂડરાજ છે. તેની પાસે જઈને તમે તમારી આપવીતી સંભળાવો. એ જરૂર તમને મદદ કરશે. અને કદાચ એમ ના થાય તો પણ કોઈ દુઃખ

લગ ડવાની જરૂર નથી. કેમકે, કહ્યુ છે કે -

માણસ તેના ખાસ દોસ્તને, ગુણવાન સેવકને, આજ્ઞાંકિત પત્નીને અને શક્તિશાળી માલિકને પોતાનું દુઃખ સંભળાવી સુખી થાય છે તો આપણે સૌ પક્ષીઓના એક માત્ર સ્વામી ગરૂડરાજ પાસે જઈએ.”

આમ વિચારી તેઓ ગરૂડરાજ પાસે જઈ કંપતા સ્વરે બોલ્યાં :“સ્વામી! બહુ મોટું અનિષ્ટ થઈ ગયું છે. આપ જેવા શક્તિશાળી સ્વામી હોવા છતાં આ અબળા ટિટોડીનાં

ઈંડાને સમુદ્રએ ચોરી લીધાં છે. જો આમ જ ચાલતું રહેશે તો પક્ષીઓનાં કુળનાં ખતમ થઈ જશે. હવે તો આ સમુદ્ર મનસ્વી રીતે બીજાઓનો પણ નાશ કરી દેશે. કહ્યું છે કે -

એકનું ખોટું કામ જોઈ બીજો પણ ખોટું કામ કરવા

પ્રેરાય છે. લોકો આંખો બંધ કરીને બીજાનું અનુકરણ કરે છે. બીજાનું ભલુ કરવાની સાહજિક પ્રેરણા કોઈનામાં હોતી નથી.”

વળી -

ચુગલીખોર, ચોર, ડાકૂ, વ્યભિચારી, કપટી અને ઘાતકી

લોકોથી રાજાએ પોતાની પ્રજાનું રક્ષણ કરવું જોઈએ.

પ્રજાનું રક્ષણ કરનાર રાજાને તેની પ્રજાએ મેળવેલ પુણ્યનો છઠ્ઠો ભાગ મળે છે. જે રાજા પ્રજાનું રક્ષણ કરતો નથી તેને અધર્મનો છઠ્ઠો ભાગ મળે છે.

પ્રજાની પીડાથી ઊઠેલો અગ્નિ રાજાનાં લક્ષ્મી, કુળ

અને પ્રાણને બાળ્યા વગર નથી રહી શકતો.

આવી વાતો સંભળી ગરૂડ ઘણો દુઃખી થયો. ગુસ્ ાાવેશમાં તે વિચારવા લાગ્યો :“આ પક્ષીઓનું કહેવું સાચું છે. હું આજે જ જઈને તે નીચ સમુદ્રને ચૂસી લઈશ.”

ગરૂડ આમ વિચારત ે હત ે ત્યાં જ વિષ્ણુ ભગવાનન

દૂત ે આવી ચઢ્યા. કહ્યું :“ગરૂડરાજ! ભગવાન વિષ્ણુએ અમને આપની પાસે મોકલ્યા છે. દેવોના કામ માટે ભગવાન અમરાપુરી જશે. તેમણે આપને હમણાં જ તેમની પાસે તેડાવ્યાં

છે.” દૂતની આવી વાત સાંભળી ગરૂડે અભિમાનથી કહ્યું :

“મારા જેવા સેવકથી ભગવાનનું શું કામ થશે? જાઓ, જઈને તેમને કહો કે મારે બદલે કોઈ બીજું વાહન પસંદ કરી લે.

ભગવાનને મારા આદરપૂર્વક પ્રણામ કહેજો. કહ્યું છે કે -

સેવકના ગુણોને નહીં સમજનાર સ્વામીની બુદ્ધિમાન

માણસે સેવા કરવી જોઈએ નહીં. ખેડવામાં આવેલી ઉજ્જડ જમીનની જેમ એવા સ્વામીની સેવા કરવાથી શો લાભ?”

ભગવાનના દૂતે કહ્યું : “ગરૂડજી! ભગવાન માટે આપે આવાં કડવાં વેણ ક્યારેય ઉચ્ચાર્યા ન હતાં. તો કહો, આજે

ભગવાનનું અપમાન કરવાનું કારણ?”

ગરૂડજીએ કહ્યું : “ભાઈ! ભગવાનના નિવાસસ્થાન એવા આ સમુદ્રએ મારી પ્રજા ટિટોડીનાં ઈંડાં ચોરી લીધાં છે.

ભગવાન જો તેને શિક્ષા નહીં કરે તો હું એમની સેવા કરવાનો

નથી. આ મારો નિર્ણય અફર છે. તમે જલ્દી જઈને મારી વાત તેમને જણાવો.”

દૂતે જઈને ભગવાનને બધી હકીકત જણાવી. ભગવાનને

ગરૂડનો ગુસ્ ાો વાજબી લાગ્યો. તેમણે વિચાર્યું :“હું જાતે જઈ

તેને માનપૂર્વક બોલાવી લાવીશ.”

“ભક્ત, સામર્થ્યવાન અને કુલીન સેવકની ભલાઈ માલિક ચાહતો હોય તો તેને પુત્રની જેમ સદા પાળવો જોઈએ. ક્યારેય તેનું અપમાન કરવું જોઈએ નહીં. કારણ કે -

સંતોષ પામ્યા પછી રાજા સેવકને માત્ર ધન આપે છે.

છતાં સંતુષ્ટ અને સન્માનિત થઈને અને પ્રાણની આહુતિ આપીને

સ્વામીનું ભલું કરે છે.”

આમ વિચારીને ભગવાન વિષ્ણુ રુકમપુર ગરુડના નિવાસસ્થાન તરફ ચાલી નીકળ્યા. પોતાને ઘેર ભગવાનને આવેલા જોઈ ગરૂડજી સંકોચ પ મ્યા. પ્રણામ કરી

વિનયપૂર્વક કહ્યું : “ભગવન્‌! આપનું આશ્રયસ્થાન હોવા છતાં સમુદ્રએ ટિ ોડીનાં ઈંડાં ચોરીને મારું અપમાન કર્યું છે પણ હું આપને શું જવાબ આપું? એમ વિચારીને અત્યાર સુધી મેં તેનું કંઈ

જ બગડ્યું નથ્ી. નહીં તો હું તેને સૂકવી નાખીને પણીની જગએ જમીન બનાવી નાખત. માલિકની બીકથી તેન કૂતરાને પણ

લોકો મારતા નથી. કહ્યું છે કે -

જે કામથી સ્વામીના સ્વમાનને ઠેસ પહોંચે તેવું કામ સેવકે કરવુું જોઈએ નહીં.”

ભગવાને કહ્યું : “ગરૂડ! તારી વાત સાચી છે. ચાલ

મારી સથે. સમુદ્ર પસેથ્ી ટિ ોડીને તેન ઈંડાં પછાં અપવીએ અને પછી એ જ રસ્તે આપણે અમરાવતી ચાલ્યા જઈએ.

પછી સમુદ્ર કિનારે જઈ ભગવાને ધનુષ પર અગ્નિબાણ

ચઢાવી ટંકાર કરતાં કહ્યું :“અરે નીચ! ટિટોડીનાં ઈંડાં હમણાં જ પાછાં આપી દે, નહીં તો હું તને આખો ને આખો સૂકવી દઈશ.”

ભગવાનનો ગુસ્ ાો જોઈ ગભરાયેલા સમુદ્રએ ટિટોડીનાં

ઈંડાં લાવી પાછાં આપી દીધાં. ટિટોડાએ ઈંડા લઈ તેની પત્નીને આપી દીધાં. તેથી જ હું કહું છું કે શત્રુની બળ જાણ્યા વગર.. માણસે તેનું કામ છોડવું જોઈએ નહીં.

આવી વાતો સાંભળીને સંજીવકે દમનકને પૂછ્યું :“પણ

મારે શી રીતે જાણવું કે તે મારા પર દ્વૈષબુદ્ધિ રાખે છે? અત્યાર

સુધી તેણે મારા પર પ્રેમ અને કૃપ વરસાવ્યાં છે. તેને આજ સુધી

મારા પર નારાજ થતો મેં જોયો નથી. તો હું શી રીતે મારા પ્રાણ બચાવવા તેને મારું?”

દમનકે કહ્યું : “ભાઈ! એમાં વળી શું? જો એ તને

જોઈને આંખો લાલ કરીદે, ભવાં ચઢાવી દે અને જીભ વડે બંન્ને હોઠો ચાટવા માંડે તો સમજી લેવં કે તેની દાનત ખરાબ થઈ છે. અને જો એમ ના થાય તો જાણવું કે તે તારી ઉપર રાજી છે.

હવે

મને આજ્ઞા આપો જેથી હું મારા નિવાસસ્થાને પાછો ચાલ્યો જાઉં. મારું તો એવું કહેવું છે કે મધરાતે આ જગ છોડી, જો જઈ શકાય તો બીજે ચાલ્યા જજો. કારણ કે -

કુળની રક્ષ માટે કોઈ એક વ્યક્તિને છોડવી પડે તો તેને

છોડી દેવી જોઈએ. એ જ પ્રમાણે ગામની રક્ષા માટે કુળને,

પોતાના પ્રદેશની રક્ષા માટે ગામને અને પોતાના પ્રાણની રક્ષ

માટે આ પૃથ્વીને છોડી દેવાં જોઈએ.

સંકટના સમયમાં માણસે ધનનું રક્ષણ કરવું જોઈએ. ધન વડે પત્નીનું રક્ષણ કરવું જોઈએ, પણ પોતાની જાતનું રક્ષણ ધન અને પત્ની બંન્નેથી કરવું જોઈએ.

બળવાન સથે બથ ભીડવાને બદલે ક્યાંતે તેનથી દૂર ચાલ્યા જવું જોઈએ અથવા તેનું શરણ સ્વીકારી લેવું જોઈએ. તમારે માટે તો વતનનો ત્યાગ કરવો એ જ એકમાત્ર ઉપાય છે

અથવા સામ, દામ, દંડ કે ભેદ :જેનાથી પણ થઈ શકે તેનાથી તમારે તમારું રક્ષણ કરવું જોઈએ. કહ્યું છે કે -

સંકટના સમયમાં શુભ અથવા અશુભ ઉપાય વડે પણ

માણસે પોતાનું રક્ષણ કરવું જોઈએ. જે મૃત્યુ સમીપ હોવાના સમયે ધન વગેરે વસ્તુઓને મોહ રાખે છે તેનું ધન તેન મૃત્યુ પછી નાશ પામે છે.”

આમ કહી દમનક કરટક પાસે જવા ચાલી નીકળ્યો. તેને આવતો જોઈ કરટકે કહ્યું :“ભાઈ! ત્યાં જઈને તે શું કર્યું?” દમનકે જણાવ્યું : “ભાઈ! મેં તો નીતિનાં

બીજ વાવી

દીધાં છે હવે આગળનું કામ દૈવને આધીન છે. કેમ કે -

નસીબ વાંકુ થાય તો પણ બુદ્ધિમાન વ્યક્તિએ તેનો

ભય દૂર કરી મનને સ્થિરતા અને શાંતિ આપવા પોતાનું કાર્ય કરત રહેવું જોઈએ.”

કરટકે કહ્યું :“તો કહે તો ખરો કે તેં શી રીતે નીતિનાં બીજ વાવ્યાં છે?”

તેણે કહ્યું :“મેં એ બંન્નેમાં ફૂટ પાડી એવું મનદુઃખ ઊભું કરી દીધું છે હવે તું તેને એક જ જગએ બેસી સલાહ આપતો નહીં જોઈ શકે.”

કરટક બોલ્યો :“તમે આ સારું કામ કર્યું નથી. પ્રેમથી રહેતા બે મિત્રોને વેરઝેરના ખાડામાં ધકેલી દીધાં. કહ્યું છે કે - આનંદથી રહેતા બે જીવોને જે પાપી દુઃખના રસ્ત પર

લાવી મૂકે છે તે જન્મ-જન્માંતર સુધી દુઃખી રહે છે. બે વ્યક્તિઓનાં હૈયાં જોડવાં ખૂૂબ અઘરું છે.

દમનકે કહ્યું : “માફ કરજો, ભાઈ! લાગે છે કે તમને નીતિશાસ્ત્રની પૂરી જાણકારી નથી, તેથી જ તમે આમ બોલી રહ્ય છો. કેમકે કહ્યું છે કે -

આ જગતમાં જે પિતા કે દાદાના સ્થાનને જીતી લેવા

માગે છે. તે ભલે ગમે તેટલો વહાલો હોય તો પણ તેને સ્વાભાવિક

દુશ્મન માની તેનો નાશ કરવાનો ઉપ ય કરવો જોઈએ.”

મેં જ મારા મંત્રીપદથી બેદરકાર રહી તેને અભયદાન આપીને પિંગલકની સમે ઉપસ્થિત કર્યો હતો પણ તેણે તો મારું જ મંત્રીપદ ઝૂંટવી લીધું. કહ્યું છે કે -

સજ્જન માણસ પોતાના ઉચ્ચ હોદ્દા પર જો કોઈ દુર્જનને બેસાડી દે તો દુર્જન તે પદની ઈચ્છાથી સજ્જનનો નાશ કરવા

ઈચ્છે છે. તેથી બુદ્ધિશાળી માણસે કદી પોતાન સ્થાન પર નીચ

લોકોને બેસાડવા જોઈએ નહીં.

આ બધી બાબતો વિચારીને જ મેં તેના મૃત્યુને કારસો

ઊભો કર્યો છે. અથવા તેણે તેની જગા છોડી નાસી જવું પડશે.

ભાઈ! ત રા સિવાય કોઈનેય આ બ બતની ગંધ આવવી જોઈએ નહીં. મેં મારો સ્વાર્થ સાધવા જે કંઈ પણ કર્યું છે તે યોગ્ય જ છે. કહ્યું છે કે -

હૃદયને તલવારની જેમ અને વાણીને છરીની જેમ ધારદાર બનાવીને પોતાનું અહિત કરનારને મારવો જોઈએ.

તે મરીને પણ આપણું ભોજન બનશે. એ પણ લાભ છે.

એક તો આપણા વેરનો બદલો વળશે અને આપણને ફરી

મંત્રીપદ પ્રાપ્ત થશે. વળી આપણને સંતોષ થશે એ ત્રીજી વાત. આમ ત્રણ ત્રણ લાભ જેમાં સમાયેલા છે તેવું કાર્ય કરવા તૈયાર થઈ રહેલા મને શા માટે દોષી બનાવી રહ્યો છું. કહ્યું

છે કે - બીજાઓને કષ્ટ આપીને પણ જ્ઞાની માણસો પોતાનો

સ્વાર્થ સાધતા હોય છે. જ્યારે મૂર્ખાઓ ચતુરકની જેમ મળેલી

વસ્તુનો પણ ઉપભોગ કરી શકતો નથી.” કરટકે કહ્યું : “એ કેવી રીતે?” તેણે કહ્યું :-

***

૧૬. વજાદ્રંષ્ટ સિંહની વાર્તા

કોઈ એક જંગલમાં વજાદ્રંષ્ટ નામે સિંહ રહેતો હતો. તેના ચતુરક અને ક્રવ્યમુખ નામના બે સેવકો હતા. ચતુરક શિયાળ હતું અને ક્રવ્યમુખ ગીધ હતું.

કોઈ એક દિવસે સિંહે ગર્ભવતી ઊંટડીને મારી ન ખી કે

જે પ્રસવથી પીડાથી કણસની એક જગએ બેઠી હતી. તેને

મારીને સિંહે તેનું પેટ ચીર્યું ત્યારે પેટમાંથી જીવતું સુંદર બચ્ચું બહાર આવ્યું. સિંહ અને તેનો પરિવાર ઊંટડીનું માંસ ખાઈ ધરાઈ ગયાં. પછી તે સિંહે તાજા આવેલા ઊંટડીના નિર્દોષ બચ્ચાને સાથે લઈ

પોતાની જગામાં લઈ આવી કહ્યું :“વહાલા દીકરા! હવે તારે કોઈથી મોતનો ડર રાખવાની જરૂર નથી. તું તારી મરજી મુજબ આ જંગલમાં મોજથી મનફાવે ત્યાં હરીફરી શકે છે.

ત રા આ બે કાન મોટા મોટા હોવાથી આજથી તું

શંકુકર્ણ તરીકે ઓળખાઈશ.”

આ પછી તે ચારેય એક જ સ્થળે રહેવા લાગ્યાં અને હરવા ફરવા લાગ્યાં. બધા સાથે મળી ગપ્પાં મારત અને ઠઠ્ઠા

મશ્કરી કરતા. ધીમે ધીમે શંકુ ર્ણ યુવાન થઈ ગયો. તેમ છત ં તે

ક્ષણવાર માટે પણ સિંહનો સાથ છોડતો નહીં.

એકવાર વજાદ્રંષ્ટની સાથે કોઈ જંગલી હાથીએ લડાઈ કરી. હાથી કદાવર અને બળવાન હતો. આ લડાઈમાં હાથીન ધારદાર દાંતોથી વજાદ્રંષ્ટ એવો તો ઘાયલ થઈ ગયો

કે તેને માટે હરવું-ફરવું મુશ્કેલ થઈ પડ્યું. એક દિવસ ભૂખથી દુઃખી થયેલા તેણે તેના સાથીદારોને કહ્યું : “સાથીઓ! તમે જાઓ, અને જંગલમાંથી પટાવી-ફોસલાવી કોઈ એવા જાનવરને લઈ

આવો કે આ પરિસ્થિતિમાં સહેલાઈથી હું તેને મારી શકું અને મારી તથા તમારી ભૂખ ઠારી શકું.”

સિંહની વાત સાંભળી તે ત્રણેય જણા સંધ્યા સમયે શિકારની શોધમાં નીકળ્યા. ઘણું રખડવા છત ં કોઈ જાનવર હાથ લાગ્યું નહીં. આમ થતાં ચતુરકે વિચાર્યુ કે ગમે તે રીતે

જો આ શંકુકર્ણને મારવામાં આવે તો આપણું કામ થઈ જાય. પણ એ માલિકનો મિત્ર અને આશ્રિત હોઈ તેઓ તેને મારશે નહીં. હા, હું મારી બુદ્ધિની ચતુરાઈથી

માલિકને એમ કરવા મનાવી

લઈશ. કહ્યું છે કે -

આ દુનિયામાં જ્ઞાની માણસની બુદ્ધિ સામે કોઈ કામ

કરવું અશક્ય નથી હોતું. તે ગમે તેવું કઠિન કાર્ય પણ કરી શકે

છે.”

આમ વિચારીને તેણે શંકુકર્ણને કહ્યું : “ભાઈ શંકુકર્ણ! આપણા સ્વામી ભૂખથી રીબ ઈ રહ્યા છે. જો એમને કંઈક ના થવાનું થઈ ગયું તો આપણા બધાનું મોત નક્કી છે. તો

સ્વામીના હિતમાં હું તને કેટલીક વાતો જણાવવા ઈચ્છું છું. તો સાંભળ” શંકુકર્ણ કહ્યું :“જે કહેવું હોય તે જલ્દી કહો. ભાઈ! હું

આપની વાતનું અક્ષરશઃ પ લન કરીશ.”

ચતુરક બ ેલ્યો : “ભાઈ! મારું માનવું છે કે ત રે ત રું શરીર સ્વામીને ચરણે ધરી દેવું જોઈએ. જેથી તેમના પ્રાણનું રક્ષણ થઈ શકે.”

ચતુરકની આવી વાત સ ંભળી શંકુકર્ણે કહ્યું :“જો એમ

જ હોય તો તમે સ્વામીને આ બાબત જણાવો. પણ આ બાબત

ભગવાન ધર્મરાજ સાક્ષી છે.” બધા તેની સાથે સંમત થઈ ગયા, અને સિંહની પાસે જઈ કહ્યુું :“સૂર્ય આથમી જવા છતાં શિકાર

માટે કોઈ પશુ હાથ લાગ્યું નહીં. જો આપ માની જાઓ તો

શંકુકર્ણ ધર્મરાજની સાક્ષીએ તેનું શરીર આપનાં ચરણોમાં સમર્પિત કરવા તૈયાર છે.”

સિંહે કહ્યું : “જો એમ જ હોય તો ઘણી સારી વાત છે.

આ વ્યવહારમાં ધર્મરાજને સાક્ષી બનાવી લો.”

સિંહે વાત સ્વીકારી લેતાં શિયાળ અને ગીધે ભેગા

મળીને શંકુકર્ણનું પેટ ચીરી ન ખ્યું. પેટ ચીરાઈ જતં શંકુકર્ણ જમીન પર ફસડાઈ પડ્યો અને મૃત્યુ પામ્યો.

પછી વજ્રદ્રંષ્ટે ચતુરકને કહ્યું : “ભાઈ, ચતુરક! નદીએ જઈને સ્નાન અને દેવપૂજા કરી હું પાછો ના આવું ત્યાં સુધી તું સાવચેતીપૂર્વક આનું ધ્યાન રાખજે.”

આમ કહીને તે નદીએ ચાલ્યો ગયો ત્યારે ચતુરકે વિચાર્યું કે કોઈક એવી તરકીબ અજમાવું કે જેથી હું એકલો જ આખેઆખા ઊંટને ખાઈ શકું. થોડીવાર વિચાર કરીને ક્રવ્યમુખને

કહ્યું : “ભાઈ, ક્રવ્યમુખ! તું ભૂખ્યો છે. તો માલિક સ્નાન ઈત્યાદિથી પરવારી પછા ન આવે ત્યાં સુધી તું ઊંટનું માંસ ખાઈ શકે છે. હું સ્વામીની આગળ તને નિર્દોષ જાહેર કરીશ.”

ક્રવ્યમુખ તેની વાતોમાં આવી જઈ ઊંટનું માંસ ખાવા

લાગ્યું. થોડું જ માંસ એ ખાઈ ચૂક્યો હતો કે ચતુરકે તેની પાસે આવી કહ્યું :“અરે, ક્રવ્યમુખ! સ્વામી આવી રહ્યા છે. જા, જઈને દૂર ઊભો રહી જા, જેથી સ્વામી આવીને આને

ખાવામાં કચવાટ અનુભવે નહીં.”

ક્રવ્યમુખ ઊંટ પાસેથી ખસી ગયો અને દૂર જઈને ઊભો રહ્યો. સિંહે આવીને જોયું કે એટલીવારમાં ઊંટના બચ્ચાનું કાળજું ખવાઈ ગયું હતું. સિંહે અકળાઈને પૂછ્યું :“કયા નીચે આ

ઊંટના બચ્ચાનું એંઠું કર્યુ છે. કહો, હું તેને પણ ખતમ કરી નાખીશ.”

સિંહની આવી કર્કશ વાત સાંભળી ક્રવ્યમુખે ચતુરક સામે જોયું. ચતુરકે કહ્યું :“ભાઈ! જ્યારે હું ના પાડતો હતો ત્યારે મારી વાત માની જ નહીં અને હવે માંસ ખાઈને મારી સામે

તાકી રહે છે. હવે જેવું કર્યું છે તેવું જ ભોગવો.”

ચતુરકની આવી વાત સ ંભળી ક્રવ્યમુખ જીવ બચાવવા દૂર દૂર નાસી ગયો. આ સમયે રસ્તામાં ઊંટોનું એક બહુ મોટું ટોળું આવતું દેખાયું. ઊંટો ઉપર ભારે સામાન લાદવામાં

આવ્યો હતો. ટોળાની આગળ ચાલતા ઊંટન ગળામાં એક બહુ મોટો

ઘંટ લટકત ે હતો. તેનો અવાજ દૂરથી સંભળાતો હતો. અવાજ સાંભળી સિંહે ચતુરકને કહ્યું : “ભાઈ! જરા જોઈ આવ, કે આ આટલો મોટો અવાજ ક્યાંથી આવે છે. આવો

ઘેરો અવાજ આજ પહેલાં જંગલમાં ક્યારેય સાંભળ્યો નથી.” ચતુરક થોડીવાર સુધી જંગલમાં જઈ પાછો ફર્યો અને હાંફતાં હાંફતાં સિંહને કહ્યું :“સ્વામી! જલ્દીથી અહીંયાથી નાસી છૂટો.” સિંહે કહ્યું :“ભાઈ! આમ કહી મને શા માટે બીવડાવે છે. કહે ત ે ખરો, શી વાત છે? ચતુરક બોલ્યો :“પેલા ધર્મરાજ ગુસ્ ો થઈ આપની તરફ આવી રહ્યા છે. કહે છે કે આપે તેમના વહાલા

ઊંટને કમોતે મારી નાંખ્યું છે. તેઓ હવે આપની પાસે હજાર ઘણાં ઊંટ લેશે. આમ નક્કી કરી ધર્મદેવતા મરેલા ઊંટ અને તેન પૂર્વજો સાથે આપની પાસે આવી રહ્યા છે. એ કાફલાની આગળ ચાલતા ઊંટન ગળામાં બાંધેલા ઘંટનો અવાજ અત્યારે તમને સંભળાઈ રહ્યો

છે. સ્વામી! એટલું તો નક્કી છે કે એ તમારી સાથે વેર લેવા

દોડત ં આ તરફ આવી રહ્ય ં છે.”

ચતુરકની વાત સંભળી સિંહ ધ્રુજી ગયો. એ મરેલા ઊંટન બચ્ચાને ત્યાં જ છોડી દઈ ઊભી પૂંછડીએ ભાગી ગયો. પછી ચતુરકે પેલા ઊંટના માંસને ધીમે ધીમે ખાવા માંડ્યું. એટલે

હું કહું છું કે બીજાને દુઃખ પહોંચાડી વગેર...”

આ તરફ દમનકન ચાલ્યા ગયા પછી સંજીવકે વિચાર્યું

ઃ “અરે! મેં આ શું કર્યું? હું ઘાસભક્ષી હોવા છતાં આ માંસભક્ષીનો

દાસ બન્યો! એમ ઠીક જ કહ્યું છે કે -

જે લોકો અજાણ્યાં સ્થળોએ જાય છે અથવા અસેવ્ય વસ્તુઓનું સેવન કરે છે, તે ઘોડાથી ગર્ભધારણ કરનરી ખચ્ચરીની જેમ મૃત્યુને વરે છે.

હવે મારે શું કરવું? ક્યાં જાવું? મને શી રીતે શાંતિ

મળશે? કે પછી એ પિંગલક પ સે જ પાછો ચાલ્યો જાઊં? કદાચ એ મને શરણે આવેલો જાણી મારું રક્ષણ કરે. કારણ કે કહ્યું છે કે -

કમભાગ્યે ધર્મનું કાર્ય કરતાં જો આફત આવી પડે તો

જ્ઞાનીપુરુષે શાંતિ માટે વિશેષ નીતિનું શરણું સ્વીકારવું જોઈએ. કારણ કે અગ્નિથી દાઝેલાને આગથી જ બાળવો લાભદાયી ગણાય છે.

આ સંસારમાં દરેક શરીરધારીને તેનાં શુભ તે અશુભ

કર્મો પ્રમાણે ફળ તો અચૂક મળવાનું જ છે, એમાં કશો જ સંદેહ

નથી.

બીજું, એમ પણ હોઈ શકે કે, આ જંગલ છોડી હું અન્ય સ્થળે ચાલ્યો જાઉં તો ત્યાં પણ કોઈ દુષ્ટ માંસભક્ષી દ્વારા મારં

મોત થઈ શકે છે. એન કરતાં તો એ સારું છે કે પિંગલકન હાથે જ મારું મોત થાય. કહ્યું છે કે -

બળવાન સાથે લડાઈ કે હરિફાઈ કરતાં જો મુશ્કેલી

સહન કરવી પડે તો પણ તેમાં ભલાઈ છે. પર્વતના ખડકો તોડતાં જો હાથીના દાંત તૂટી જાય તો તેમાં હાથીનું ગૌરવ છે. આમ નક્કી કરીને તે ધીમે ધીમે સિંહના રહેઠાણ તરફ

જવા નીકળ્યો. ત્યાં સિંહના રહેઠાણને જોઈ તે બોલ્યો કે - રાજાઓને ઘેર ખૂબ દુઃખો સાથે લોકો આવે છે. ખરેખર

તે એવાં ઘર હોય છે કે જાણે તેમાં સાપ ભરાઈને ના બેઠા હોય!

રાજાઓનાં આવાં ઘર દાવાગ્નિ લાગેલા જંગલ જેવાં તથ

મગરોથી ભરેલા સરોવર જેવાં હોય છે. રાજાઓનાં ઘરોમાં અનેક

પ્રકારન નીચ, દુષ્ટ, જૂઠ્ઠા, પ પી, ઠગ અને અપ્રામાણિક લોકો

ભર્યા પડ્યા હોય છે. આવાં ઘરોમાં કોઈ સજ્જન નિવાસ કરતો

નથી.

આમ વિચારતો તે આગળ વધ્યો. એણે જોયું તો જે

પ્રમાણે દમનકે જણાવ્યું હતું એ જ પ્રમાણે પિંગલક બેઠો હત ે. તે

સવધાન થઈ ગયો અને પ્રણામ કર્યા વગર જ દૂર બેસી ગયો.

પિંગલકે પણ તેને, દમનકે વર્ણવ્યા પ્રમાણે જ જોયો. તેને દમનકી વાત સચી લાગી. તે ગુસ્ ો થઈ ગયો અને ઓચિંતો જ સંજીવક ઉપર તૂટી પડ્યો. પિંગલકના તીક્ષ્ણ નહોરથી સંજીવકની પીઠ

કેટલીક જગાએથી ચીરાઈ ગઈ. તેણે તેનાં મજબૂત અને અણીયાળાં શીંગડાં સિંહના પેટમાં ખોસી દીધાં. યુદ્ધ કરવાના આવેશમાં તેઓ બંન્ને પલાશવૃક્ષની જેમ લોહીથી ખરડાઈ ગયા. એકબીજાને

મારવાની તેમની ઈચ્છા પ્રબળ હતી. આમ બંન્નેને લડત જોઈ

કરટકે દમનકને કહ્યું :“અરે મૂર્ખ! આ બે મિત્ર ેમાં વેરની આગ

ભડકાવી તેં સરું નથી કર્યું. નીતિવાનો કહે છે કે -

કડક શિક્ષ કરવા યોગ્ય અથવા અતિ મુશ્કેલીથી પ ર પાડી શકાય તેવાં કામોને પ્રેમથી સંપન્ન કરનાર મંત્રી જ નીતિકુશળ ગણાય છે. જેનું કોઈ પરિણામ ના આવે તેવાં

અને અન્યાય તથા અનીતિપૂર્વક કરાતાં કામો કરનાર મંત્રી દુષ્ટ ગણાય છે. તે તેની અનીતિને લઈ રાજાની લક્ષ્મીને શંકારૂપી

ત્રાજવાથી તોલતો રહે છે.

જો આ યુદ્ધમાં સ્વામી પિંગલકનું મૃત્યુ થઈ જાય તો પછી તમારા મંત્રીપદનો શો અર્થ? અને જો સંજીવક હવે માર્યો નહીં જાય તો એ પણ સારું નહીં થાય, કેમકે એના માર્યા

જવામાં મને શંકા લાગે છે મૂર્ખ! તું ફરી કયા વિશ્વાસથી મંત્રીપદ

મેળવવાની ઈચ્છા રાખી રહ્યો છે? તને તો ‘સામ’ નીતિનું પણ

જ્ઞ ન નથી. તને તો માત્ર દંડ દેવામાં જ રસ છે. પણ તારી ઈચ્છા

સફળ નહીં થાય. કારણ કે કહ્યું છે કે -

સ્વયંભૂ ભગવાન બ્રહ્માજીએ સ મ, દામ, દંડ અને ભેદ એ ચારેય ઉપાય બતાવ્યા છે. એમાંથી દંડ પાપીઓ માટે છે. તેનો ઉપયોગ સૌથી છેલ્લો કરવો જોઈએ. જ્યાં ‘સમ’ નીતિથી

એટલે કે સમજાવી, મન વીને કામ સફળ થઈ શકતું હોય ત્યાં

જ્ઞાની માણસે દંડનો પ્રયોગ કરવો જોઈએ નહીં. જો સાકર

ખવડાવવાથી પિત્ત શાંત થઈ જતું હોય તો કરિયાતું ખવડાવવાથી શો લાભ?

શત્રુ દ્વારા ઉત્પન્ન થયેલો અંધકાર ચંદ્ર, સૂર્ય, અગ્નિ કે કોઈ ઔષધથી દૂર થતો નથી. તે માત્ર ‘સ મ’ નીતિ દ્વારા જ દૂર થાય છે.

અને તમે મંત્રીપદની ઈચ્છા રાખી રહ્ય છો, તે પણ

યોગ્ય નથી. તમે મંત્રની ગતિવિધિ જાણત નથી. મંત્ર પાંચ

પ્રકારના છે, કાર્યની શરૂઆત કરવાને ઉપાય, સૈનિકો અને રાજકોષની વૃદ્ધિનો ઉપય, રાજ્યનો પૂરેપૂરો પરિચય, વિનાશની સ્થિતિને દૂર કરવાનો ઉપાય અને કાર્યની સફળત માટેની નિપુણતા.

ભિન્ન ભિન્ન વિચારસરણીવાળા લોકોને એક કરવામાં જ મંત્રીની પરીક્ષા છે. અરે મૂર્ખ! આમ કરવાની તારામાં શક્તિ નથી કારણ કે ત રી બુદ્ધિ બગડી ગઈ છે. કહ્યું છે કે -

વિરોધીઓને એક કરવામાં મંત્રીની તથ સંન્નિપાત જેવા રોગમાં વૈદ્યની બુદ્ધિની કસોટી થાય છે. અનુકૂળ સંજોગોમાં તો

કોણ પંડિતાઈ નથી બતાવતું?”

અથવા -

નીચ માણસ બીજાના કામને બગાડવાનું જ જાણે છે, કામને સંભાળવાનું નહીં. બિલાડી શીંકા પરથી ધાનનું પાત્ર નીચે પાડી દેવાનું જાણે છે. પણ તે તેને પછું મૂકવાનું જાણતી નથી.

પણ મને લાગે છે કે એમાં તારો નહીં, માલિકનો જ દોષ છે. એમની ભૂલ એટલી જ તારા પર વિશ્વાસ મૂક્યો. કહ્યું છે કે -

હલકટ સેવકોથી સેવાયેલો રાજા જ્ઞાની માણસ ેએ બતાવેલા રસ્ત પર ચાલતો નથી. તેથી તે ક્યારેક એવા અનર્થોન

ખાડામાં ખૂંપી જાય છે કે તે તેમાંથી બહાર નીકળી શકતો નથી. રાજા પાસે જ્યાં સુધી તારા જેવો મંત્રી હશે ત્યાં સુધી એ

નક્કી છે કે કોઈ સજ્જન માણસ તેમની પાસે નહીં જઈ શકે.

કારણ કે -

સર્વગુણસંપન્ન હોવા છતાં રાજા જો કોઈ દુષ્ટમંત્રીની જાળમાં ફસાઈ જાય તો લોકો તેની પાસે જતા નથી.

આમ હોય તો, સજ્જન માણસ ેન સંગ વિનાના

માલિકનો નાશ થાય છે. કહ્યું છે કે -

જે રાજા આળસુ અને બડાઈખોર સેવકોન પનારે પડ્યો હોય છે અને જે વીરતા બતાવતો નથી તેની લક્ષ્મી શત્રુઓ દ્વારા

લૂંટાઈ જાય છે.

તારા જેવાને ઉપદેશ આપવાનો પણ શો ફાયદો? આમ

કરવાથી કોઈ લાભ થવાનો નથી. કહ્યું છે કે -

કઠણ લાકડી કદી લચકદાર બનતી નથી. પત્થર પર

ઘસવાથી છરો કદી ધારદાર નથી બનતો. સૂચિમુખ પાસેથી તમારે એટલું જાણી લેવું જોઈએ કે શિખામણ આપવા યોગ્ય ન હોય તેવી વ્યક્તિને કદી શિખામણ આપવી જોઈએ નહીં.”

દમનકે પૂછ્યું : “એ કેવી રીતે?”

તેણે કહ્યું -

***

૧૭. મૂર્ખ વાનરની વાર્તા

એક પહાડી પ્રદેશમાં વાનરોનું એક ટોળું રહેતું હતું. ઠંડીનો સમય હતો.

તેજ ઠંડી હવા ફૂંકાતી હતી.

સાથે વરસદ પણ વરસી રહ્યો હતો.

બધા વાનરો કાતિલ ઠંડીથી થરથર ધ્રુજતા હતા. ઠંડીથી બચવાનો કોઈ ઉપાય દેખાતો ન હતો.

ત્યારે તેમાંથી કેટલાંક વાનરોએ જમીન ઉપર વેરાઈને

પડેલી લાલચટક ચણોઠીઓ જોઈ.

તેમણે તે ચણોઠીઓને આગના તણખા સમજી એકઠી કરી લીધી અને તેમને ફૂંકત બધા વાનરો તેની ચારેબાજુ ઊભા રહી ગયા. તેમન આ વ્યર્થ પ્રયત્નને સૂચિમુખ નામનું એક

પક્ષી જોઈ રહ્યું હતું. તેણે વાંદરાઓને કહ્યું :“અરે, ભાઈ વાનરો! તમે

બધા મૂર્ખ છો. તમે જેને અગ્નિની ચિનગારીઓ માની બેઠા છો. તે તો વાસ્તવમાં ચણોઠીઓ છે. તેમને ફૂંકવાની નકામી મહેનત કરવાથી તમને કોઈ લાભ નહીં થાય. તમારી ટાઢ ક્યારેય

ઓછી નહીં થાય. તેન કરતાં તો તમે બધા જઈને કોઈ એવી પર્વતની બખોલ શોધી કાઢો કે જેમાં ઠંડો પવન ના લાગે. જુઓ, આજે પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચઢી

આવ્યાં છે.”

સૂચિમુખ પક્ષીની વાત સાંભળી ટોળામાંથી એક વૃદ્ધ

વાનર બોલ્યો : “અરે, મૂર્ખ! અમને શિખામણ આપવાનું તને કોણે કહ્યં. જા, ચાલ્યું જા અહીંથી કહ્યું છે કે -

જે બુદ્ધિમાન વ્યક્તિ પોતાના કાર્યને સફળ થયેલું જોવા

ઈચ્છે છે તેણે હારી ગયેલા જુગારી તથા પોતાના પ્રયત્નમાં અનેકવાર વિફળ થયેલા મૂર્ખ સાથે વાતચીત કરવી જોઈએ નહીં. વૃદ્ધ વાનરના કહેવાની સૂચિમુખ ઉપર કોઈ અસર થઈ

નહીં. સૂચિમુખ આમ છતાં વારંવાર તેમને કહેતો રહ્યો : “અરે વાનરો! આમ વ્યર્થ પ્રયત્ન કરવાથી શું વળશે? સૂચિમુખે એકની એક વાત ચાલુ રાખી ત્યારે વ્યર્થ પરિશ્રમથી થાકેલા

એક વાનરે તેને પકડી લઈને પત્થર ઉપર પછાડી મારી નાખ્યું. તેથી હું કહું છું કે -

મૂર્ખાઓને ઉપદેશ આપવાથી તેમને ગુસ્ ાો વધે છે.

સાપને દૂધ પીવડાવવાથી તેનું ઝેર જ વધે છે. વળી -

મૂર્ખને કદી ઉપદેશ આપવો જોઈએ નહીં. જુઓેને, એક

મૂર્ખ વાનરે સારા ઘરવાળાને બેઘર કરી દીધાો.” દમનકે કહ્યું : “એ શી રીતે?”

તેણે કહ્યું :-

***

૧૮. વાનર અને ગોરૈયાની વાર્તા

કોઈ એક જંગલમાં શમીનું એક ઝાડ હતું.

તેની એક ડાળી ઉપર જંગલી ગોરૈયાનું જોડું માળો બનાવીને રહેતું હતું.

એકવાર ગ ેરૈયા પતિ-પત્ની મઝાથી એમન માળામાં

બેઠાં હતાં. ત્યારે ધીમે ધીમે વરસદ વરસવો શરૂ થયો.

તે વખતે પાણીથી પલળી ગયેલો એક વાનર અહીં આવ્યો. ઠંડીથી

થરથરતો તે વાનર હાથની મુઠ્ઠીને વીણાની જેમ વગાડી રહ્યો હતો. તેનું આખું શરીર કંપતું

હતું.

વાનર અહીં આવીને બેસી ગયો. તેને આમ પલળતો અને થરથર ધ્રુજતે

જોઈ માદા ગોરૈયાએ કહ્યું :“મૂર્ખ વાનરરાજ! શરીરથી તો હષ્ટપુષ્ટ દેખાઓ છો. છતાં

ઠંડીથી આમ થરથર ધ્રુજી રહ્ય છો? આન કરત ં ત ે તમે અમારી જેમ એક સરસ

મઝાનું

ઘર કેમ બનાવી લેતા નથી?”

ગોરૈયાની પત્નીનં વ્યંગવચનો સાંભળી વાનર ગુસ્ ો થઈ ગયો. કહ્યું :“નીચબાઈ! તું ચૂપ રહે. તું મારી મશ્કરી કરી રહી છે. સોયના જેવા તીક્ષ્ણ મોં વાળી આ હલકટ રાંડ પોતાની જાતને બહુ જ્ઞાની માની બેઠી છે. મને શિખામણ આપતાં તને બીક પણ નથી લાગતી. મનમાં આમ વિચારી તેણે કહ્યું - મારી આટલી બધી ચિંતા કરવાથી તને શો લાભ?”

કોઈના પૂછ્યા વગર સલાહ આપવી જોઈએ નહીં. મૂર્ખ

માણસને કશું પણ કહેવું અરણ્યરૂદન જેવું છે.

“તને વધારે શું સમજવું? તું હવે તારા ડહાપણનું ફળ

ભોગવવા તૈયાર થઈ જા.” આટલું બોલીને તે વાનર શમીવૃક્ષ પર ચઢી ગયો. અને તેના સુંદર માળાને પીંખી નાખ્યો. તેથી જ હું કહું છું - “ગમે તેવી વ્યક્તિને સલાહ આપવી યોગ્ય નથી.”

અંધકારથી ભરેલા ઘડામાં દીવો મૂકવાની જેમ અયોગ્ય

સ્થ ને પ્રગટ કરવામાં આવેલું ડહાપણ કોઈ ફળ આપતું નથી.

જ્ઞાની હોવાના ઘમંડમાં તું મારી વાત માનતો નથી. વળી તને તારી શક્તિની પણ ફિકર નથી? તેથી મને ખાતરી થઈ ગઈ છે કે તારો જન્મારો વ્યર્થ ગયો છે. કારણ કે કહ્યું છે કે

- શાસ્ત્રને જાણનારા પંડિતો ચાર પ્રકારના પુત્રો ગુણાવે

છે. જાત, અનુજાત, અતિજાત અને અપજાત. માતાના ગુણો

ધરાવન ર પુત્ર જાત કહેવાય છે. પિતાના ગુણો ધરાવનાર પુત્ર

અનુજાત કહેવાય છે. પિતાન ગુણો કરતાં વધારે ગુણો ધરાવનાર પુત્ર અતિજાત કહેવાય છે. નીચમાં નીચ પુત્રને અપજાત કહેવામાં આવે છે. બીજાનું દુઃખ જોઈ આનંદ પામનાર દુષ્ટ માણસ તેના પોતાના વિનાશની પણ ચિંતા કરતો નથી. એવું જોવામાં આવે છે કે માથું કપાઈ ગયા પછી ધડ સમરાંગણમાં લડતું રહે છે. અરે! એમ ઠીક તો કહ્યું છે કે -

ધર્મબુદ્ધિ અને કુબુદ્ધિ બંન્ ોને હું જાણું છું. પુત્રની મિથ્યા

પંડિતાઈને લીધે બિચારો પિતા અગ્નિથી માર્યો ગયો.

દમનકે પૂછ્યું : “એ શી રીતે?”

તેણે કહ્યું -

***

નથી તેનો જન્મારો વ્યર્થ છે. વળી -

૧૯. ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિની વાર્તા

એક ગ મ હતું.

એ ગામમાં બે મિત્રો રહેતા હત .

એકનું નામ હતું ધર્મબુદ્ધિ અને બીજાનું નામ હતું પાપબુદ્ધિ. પાપબુદ્ધિ અજ્ઞાની અને મૂર્ખ હતો. વળી તે ગરીબ

હતો. તેનામાં પૈસા કમાવાની ત્રેવડ ન હતી.

તેથી તેણે ધર્મબુદ્ધિને સાથે લઈને પરદેશ ધન કમાવા જવાનું અને કમાયેલા ધનમાંથી તેના મિત્રના ભાગનો હિસ્ ાો હડપ કરી જઈ ધનપતિ થઈ જવા વિચાર્યુ.

બીજે દિવસે પાપબુદ્ધિએ ધર્મબુદ્ધિને કહ્યું : “ભાઈ!

ઘડપણમાં આપણાથી કશો કામ ધંધો થશે નહીં. પરદેશ જઈને

ધન કમાયા સિવાય આપણો દહાડો નહીં વળે. કહ્યું છે કે - આ ધરતી ઉપર જન્મ ધારણ કર્યા પછી જે પરદેશ ખેડતો

માણસ જ્યાં સુધી પ્રસન્નતાપૂર્વક એક દેશથી બીજા

દેશની યાત્રા નથી કરતો ત્યાં સુધી તે ધન, વિદ્યા અને શિષ્ય

પ્રાપ્ત કરી શકત ે નથી.”

પાપબુદ્ધિની આવી વાતોમાં આવી જઈને ધર્મબુદ્ધિને

ઘણો આનંદ થયો. એક સારા દિવસે ગુરૂજીને આજ્ઞ અને આશીર્વાદ લઈ બંન્ને મિત્રો પરદેશ જવા ચાલી નીકળ્યા. પરદેશમાં ધર્મબુદ્ધિની અક્કલ-હોંશિયારીથી પાપબુદ્ધિએ ઘણું ધન મેળવ્યુું.

અઢળક પૈસો પ્રાપ્ત કર્યા પછી તે બંન્ ો પોતાનાં ઘર તરફ પાછા ફર્યા. કહ્યું છે કે -

ધન અને વિદ્યા પ્રાપ્ત કરી ઘર તરફ પ છા ફરત લોકોને, પ છા વળતાં એક ગાઉનું અંતર એક યોજન જેટલું લાગે છે.

ઘર નજીક આવ ાનું થયું ત્યારે પાપબુદ્ધિએ ધર્મબુદ્ધિને કહ્યું :“ભાઈ! આટલું બધું ધન લઈને ઘેર જવું મને ઠીક લાગતું નથી. આટલું ધન જોઈ કુટંબીઓની દાનત બગડશે અને બધા આપણી પાસે આશા રાખશે. એના કરતાં વધારાનું ધન અહીં જંગલમાં જ આપણે ખાડો કરી દાટી દઈએ, અને થોડુંક સાથે

લઈ ઘેર જઈએ.”

તેનું કહ્યું સંભળી ધર્મબુુદ્ધિએ કહ્યું : “ઠીક છે, જેવી તારી મરજી.

પછી તેમણે પોતપોતાની પાસેના ધનમાંથ્ી થોડું થોડું ધન સાથે લઈ લીધું અને બાકીનું ધન ખાડો કરી જમીનમાં દાટી દીધું.

બંન્ ો જણા સુખપૂર્વક પોતપોતાને ઘેર પહોંચી ગયો.

બીજા દિવસની અડધી રાત થઈ હતી. પાપબુદ્ધિનું પાપ

પ્રકાશ્યું. તે ઊઠ્યો અને ઘરની બહાર નીકળી ગયો. તે જંગલમાં

પેલી જગાએ પહોંચ્યો અને ખાડામાં દાટેલું બધું ધન કાઢી લઈ

ખાડો હત ે તેમ જ માટીથી પાછો પૂરી દીધો. ધન લઈ ઘેર આવી

પછો તે શાંતિથ્ી સૂઈ ગયો.”

તે પછીના દિવસે તેણે ધર્મબુદ્ધિની પાસે જઈ કહ્યું :“મિત્ર! ચાલ, હવે આપણે કોઈ જાણે નહીં એમ બાકીનું ધન લઈ આવીએ.”

બંન્ને મિત્રો જંગલમાં ગયા. જંગલમાં જઈ તેમણે ખાડો

ખોદ્યો તો તેમાંથી માત્ર ખાલી વાસણ જ નીકળ્યું. તેમાં ધનનું કોઈ ઠેકાણું ન હતું. પાપબુદ્ધિ માથું કૂટીને રડતં રડતાં બોલ્યો :“અરે, ધર્મબુદ્ધિ! તેં બધું ધન ચોરી લીધું છે.”

“પાપબુદ્ધિ! આ તું શું બોલે છે? શું મેં ધનની ચોરી કરી

છે?”

“હા, તેં જ બધું ધન ચોરી લીધું છે. જો બીજાએ ધનની

ચોરી કરી હોત તો, ધનને ખાડામાંથી કાઢી લીધા પછી ફરી તે

ખાડો પૂરવા ઊભો રહ્યો ન હોત. મને મારા ધનનો અડધો ભાગ

તું મને આપી દે. જો તું એમ નહીં કરે તો હું રાજાની પાસે જઈ ચોરીની ફરીયાદ કરીશ.”

“અરે, નીચ! આમ જૂઠ્ઠું ન બોલ. મારું ન મ ધર્મબુદ્ધિ છે. ચોરી જેવું નીચ કામ હું શા માટે કરું? કહ્યું છે કે -

ધર્મબુદ્ધિ લોકો પારકાની સ્ત્રીને માતાની જેમ, બીજાના ધનને માટીના ઢેફાની જેમ અને બધા જીવોને પોતાની જેમ જુએ છે.”

એ બંન્ ો એકબીજા ઉપર આરોપ-પ્રતિઆરોપ કરતા જોરજોરથી લડતા લડતા ન્યાયાધીશ પાસે પહોંચ્યા. બંન્નેએ એકબીજાને ગુનેગાર ગણાવી આખી હકીકત વિગતવાર

જણાવી. આ ગુનનો કોઈ સક્ષી ન હતે કે ન હતે કોઈ પુરાવો. તેથી ન્યાયાધીશે સોગંદ ખાવાની વાતનો નિર્ણય લીધો. પાપબુદ્ધિ વચમાં જ બોલ્યો : “આ તો અન્યાયની વાત થઈ. આ ગુનાને વાસ્તવિક રીતે મૂલવવામાં આવતો નથી લાગતો. કારણ કે કહ્યું છે કે -

વિવાદાસ્પદ વિષય ઉપર સૌ પ્રથમ લખેલું વંચાવું જોઈએ.

જો કોઈ લખાણ ના હોય તો સાક્ષીઓ પાસેથી માહિતી મેળવવી જોઈએ. જો કોઈ લખાણ ના હોય તો સાક્ષીઓ પાસેથી માહિતી

મેળવવી જોઈએ. જે કોઈ સાક્ષી ના હોય તો જ છેવટે સોગંદનો

નિર્ણય લેવો જોઈએ.”

ધર્મબુદ્ધિએ : “આ મામલામાં કોઈ સાક્ષી જ ક્યાં છે?”

“છે, સાક્ષી છે. આપણા આ મામલામાં વૃક્ષોના દેવ સાક્ષી છે. તેઓ આપણા બેમાંથી કોણ ચોર છે અને કોણ શાહુકાર છે તેનો નિર્ણય કરી દેશે.” પાપબુદ્ધિએ કહ્યું.

પાપબુદ્ધિની વાત સાંભળી ન્યાયાધીશે કહ્યું : “ભાઈ!

તમારી વાત સાચી છે. કહ્યું છે કે કોઈ વિવાદાસ્પદ મામલાનો કોઈ ચાંડાલ પણ સાક્ષી હોય તો સોગંદ લેવા ના જોઈએ. તો અહીં તો સ્વયં દેવત જ સાક્ષી છે. તો પછી સોગંદની બાબતમાં શા

માટે વિચારવું જોઈએ!”

“કાલે સવારે તમે બંન્ ો મને તે જંગલમાં લઈ જજો.” ન્યાયાધીશન આ નિર્ણય પછી પાપબુદ્ધિ અને ધર્મબુદ્ધિ પોતપોતાને

ઘેર ચાલ્યા ગયા.

પાપબુદ્ધિએ ઘેર આવીને તેના પિતાને કહ્યું :“પિતજી!

મેં ધર્મબુદ્ધિનુ બધું ધન ચોરી લીધું છે. હવે તેને કેમ પચાવી પાડવું એ આપ જ જણાવો. જો કોઈ ઉપાય હાથ નહીં લાગે તો આપણું મોત નક્કી છે.”

તેના પિતાએ કહ્યું :“બેટા! એવો રસ્તો બનાવ કે જેથી

ધન પચાવી પડાય અને તારો જીવ પણ બચી જાય.” પાપબુદ્ધિએ કહ્યું : “પિતાજી! જંગલમાં અમે જ્યાં ધન

દાટ્યું હતું ત્યાં શમીનું એક તોતિંગ વૃક્ષ છે. તેન વિશાળ થડમાં

એક બહુ મોટું પ ેલાણ છે. આપ આજે રાત્રે જ ત્યાં જઈ ઝાડન

પોલાણમાં બેસી જજો. કાલે ન્યાયાધીશ અને ધર્મબુદ્ધિ સાથે હું

ત્યાં આવીને વૃક્ષદેવત પાસે સત્યની દુહાઈ માગું ત્યારે તમે એટલું કહેજો કે ધર્મબુદ્ધિ ચોર છે.”

પાપબુદ્ધિના પિતાએ તે પ્રમાણે કર્યુ. બીજે દિવસે સવારે ન્યાયાધીશ, ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ સાથે ત્યાં આવી પહોંચ્યા અને બૂમો પાડી પાડીને કહેવા લાગ્યા -

આ જગતમાં માનવીનં કરતૂતેને સૂૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી, જળ, અંતરાત્મા, યમરાજ, દિવસ, રાત અને બંન્ ો સંધ્યાઓ જાણે છે. ભગવાન

વનદેવતા! અમારા બેમાંથી કોણ ચોર છે એ કૃપ કરી આપ જણાવો.

આ સાંભળતાં જ શમીવૃક્ષની બખોલમાં બેઠલા પાપબુદ્ધિના

પિતાએ કહ્યું :“અરે ભાઈઓ! સારી રીતે સંભળી લો, બધુું ધન

ધર્મબુદ્ધિએ ચોરી લીધું છે.”

આ અશરીરી અવાજ સાંભળી ન્યાયાધીશ અને રાજ્યના બીજા કર્મચારીઓ નવાઈ પામી ગયા. તેઓ ધર્મબુદ્ધિને ઉચિત શિક્ષા કરવાનું વિચારી રહ્યા હત ત્યારે જ

ધર્મબુદ્ધિએ શમીવૃક્ષની બખોલ પાસેનું ઘાસ એકઠું કરીને તેમાં આગ લગાડી, પોલાણ સળગવા લાગ્યું. જ્યારે રહેવાયું નહીં ત્યારે પાપબુદ્ધિનો પિતા બૂમો પડતે પડતે પેલાણમાંથી બહાર આવ્યો. તેનું અડધું શરીર બળી ગયું હતું. બંન્ ો આંખો ફૂટી ચૂકી હતી. ન્યાયાધીશોએ તેને આવી હાલતમાં જોઈ પૂછ્યું : “અરે! આ બધું શું છે?”

પાપબુદ્ધિના પિતાએ ન્યાયાધીશ સમક્ષ સઘળી હકીકત

રજૂ રી દીધી. થોડીવારમાં તે મૃત્યુ પામ્યો. રાજ્યના માણસોએ પાપબુદ્ધિને એ શમીવૃક્ષ ઉપર ઊંધો લટકાવી દીધો. ધર્મબુદ્ધિનાં વખાણ કરતાં તેમણે કહ્યું :“જેમ કાર્યની સફળતા માટેનો ઉપાય

વિચારીએ તે જ રીતે તેનાથી થનારા નુકસન વિશે પણ વિચારવું જોઈએ. એક મૂર્ખ બગલાના દેખતાં જ નોળિયો બધાં બગલાંને

ખાઈ ગયો.”

ધર્મબુદ્ધિએ પૂછ્યું :“એ શી રીતે?”

તેમણે કહ્યું : -

૨૦. સાપ અને બગલાની વાર્તા

***

હતાં.

એક હતું જંગલ.

જંગલમાં હતું મોટું વડનું ઝાડ.

તે વડન ઝાડ પર ઘણા બધાં બગલાં નિવાસ કરતાં

વડના થડની બખોલમાં એક કાળો સાપ રહેતો હતો. તે સાપ બગલાંનાં નાનાં નાનાં બચ્ચાંને ખાઈ જઈને

તેનું ભરણ પોષણ કરતો.

બચ્ચાંને સાપ ખાઈ જતે હતો તેથી બગલાં ઘણાં દુઃખી હતાં. દુઃખથી પીડાઈને

એકવાર એક બગલો રડતો રડત ે તળાવન કિનારે બેસી ગયો.

તેને આમ ચિંતામાં બેઠેલો જોઈને તળાવમાં રહેત એક કરચલાએ જોયો.

તે તેની પાસે ગયો. અને પૂછ્યું : “મામાજી!

આજે આપ ખિન થઈને કેમ રડી રહ્ય છો?”

ન ખશે.”

બગલાએ કહ્યું :“બેટા! રડું નહીં તો શું કરું? હું લાચાર છું. ઝાડના થડની બખોલમાં રહેતો કાળો સાપ મારાં બધાં બચ્ચાંને ખાઈ ગયો. આપ્ની પાસે એ સાપનો નાશ કરવાનો ઉપય

હોય તો જલ્દી બતાવો. હું તેના દુષ્કર્મનો બદલો નહીં

લઊં ત્યાં સુધી મારા જીવને શાંતિ નહીં થાય.”

બગલાની દર્ ભરી દાસ્તાન સાંભળીને કરચલાએ વિચાર્યું

ઃ “આ બગલો તો અમારો પરાપૂર્વનો દુશ્મન છે. આજે ઠીક

લાગ આવ્યો છે. તેને મારે એવો કોઈક કીમિયો બતાવવો જોઈએ કે તેની સાથે બીજાં બગલાં પણ મોતના મુખમાં ધકેલાઈ જાય.”

દ્વેષબુદ્ધિથી મનમાં આ પ્રમાણે વિચારીને બગલાએ

મીઠીવાણીમાં કહ્યું : “મામાજી! એક ઉપ ય છે.”

“શો ઉપાય છે?” અધીરાઈથી બગલાએ પૂછ્યું.

“ઉપાય સહેલો છે. તમે બધા બગલા ભેગ મળી

માછલાંના માંસના ટુકડાઓને કોઈક નોળિયાના દરથી શરૂ કરી

સાપ રહે છે તે ઝાડની બખોલ સુધી વેરી દો. પછી નોળિયો

માંસના ટુકડા ખાતો ખાતો ઝાડની બખોલ સુધી પહોંચી જશે. અંતે બખોલમાં રહેતા સાપને એ જોશે. અને તમે તો જાણત ં જ હશો કે સપ અને નેળિયાને તે બાપે માર્યાં વેર છે. સાપને જોતાં નોળિયો તેન પર તૂટી પડશે અને તેન ટુકડે ટુકડા કરી

બગલો રાજી રાજી થઈ ગયો. તેણે આ વાત બીજાં બગલાંને કરી.

પછી બધાં બગલાંએ ભેગાં થઈ કરચલાએ જેમ કહ્યું

હતું તેમ કર્યું.

નોળિયો માછલાંના માંસના ટુકડા ખાતો ખાતો છેવટે પેલા વડના ઝાડની બખોલ સુધી પહોંચી ગયો. તેણે બખોલમાં બેઠલા પેલા કાળા સાપને જોયો. તેનું લોહી ઉકળી ઊઠ્યું. તે સાપ પર તૂટી પડ્યો અને થેડી જ વારમાં સાપન રામ રમાડી દીધા.

સાપને મારી નાખ્યા પછી તેની નજર વડના ઝાડ ઉપર રહેતાં ઘણાં બધાં બગલાં ઉપર પડી. અહા! આટલો બધો

ખોરાક! તેના આનંદનો પાર ના રહ્યો. પછી તો રોજ એ વડના

ઝાડ પર ચઢી જઈ બગલાંનો શિકાર કરવા લાગ્યો. દિવસ ે જતાં તેણે એક પછી એક એમ બધાં બગલાંને મારી નાખ્યાં. તેથી હું કહું છું કે બુદ્ધિશાળી માણસે કોઈપણ કાર્યની સફળતાની સાથે સથે તેનથી થનરા ગેરફાયદાને કે નુકશાનને પણ વિચાર કરવો જોઈએ.

“હે મૂર્ખ! આ રીતે તેં પણ પાપબુદ્ધિની જેમ ઉપાય તો

વિચારી લીધો છે. પણ તેનાથી થનારા નુકસન વિશે વિચાર્યું છે

ખરું? તેથી મને લાગે છે કે તું પણ પાપબુદ્ધિ છે, ધર્મબુદ્ધિ નહીં.

સ્વામીના જીવ ઉપર તોળાઈ રહેલા ખતરાથી મને એમ લાગી રહ્યું છે. એટલું જ નહીં, તે જાતે જ તારી દુષ્ટત અને કુટિલતા છતી કરી છે. એમ ઠીક જ કહ્યું છે કે -

એવો કોણ છે કે પ્રયત્ન કરવા છતાં મોરન ગુપ્તાંગને

જોઈ શકે!

જો ખુદ સ્વામીને જ તું આવી પરિસ્થિતિમાં મૂકી શકતો હોય તો અમારી તો શી ઓકાત! તેથી હવે તું મારી પાસે રહે નહીં એ જ યોગ્ય છે. કહ્યું છે કે -

હે રાજન્‌ ! જ્યાં હજાર મણના વજનનાં લોખંડન ં

ત્ર જવાંને ઉંદરો ખાઈ જત હોય ત્યાં બાળકને બ જપક્ષી ઊઠાવી જાય એમાં શી શંકા.”

દમનકે કહ્યું : “એ કેવી રીતે!”

તેણે કહ્યું :-

***

૨૧. જીર્ણધન વાણિયાની વાર્તા

કોઈ એક ગમમાં જીર્ણધન નામનો વાણિયાનો દીકરો રહેતો હતો. સંજોગવશાત્‌ તે પૈસેટકે ઘસઈ ગયો ત્યારે તેણે પરદેશ જવાનો વિચાર કર્યો. તેણે વિચાર્યું કે જે જગામાં માણસ અનેક પ્રકારનાં સુખોને ભોગવી લીધા પછી કંગાળ થઈને વસવાટ કરે છે તે અધમ છે. વળી -

જે સ્થળે માણસ અગાઉ સ્વમાનપૂર્વક રહી ચૂક્યો હોય તે સ્થાનમાં રહીને જો તે લાચારીભરી વાણ બોલે તો તેવા માણસેને કાયર જાણવો.

એ વાણિયાના ઘરમાં તેના પૂર્વજોએ બનવડાવેલાં ભારે

ત્રાજવાં હત ં. તે ત્રાજવાં તેણે કોઈક શાહુકારને ત્યાં ગિરવે મૂકી દીધાં. તેમ કરીને તેને જે પૈસા મળ્યા તે લઈને ધન કમાવા તે પરદેશ ચાલ્યો ગયો. ઘણા દિવસો વીતી ગયા પછી તે ઘેર પાછો

ફર્યો. તેને તેનાં ત્રાજવાં યાદ આવ્યાં. શાહુકારને ઘેર જઈ તેણે કહ્યું -

“શ્રીમાનજી! મેં આપને ત્યાં ગિરવે મૂકેલાં મારાં ત્રાજવાં હું પાછાં લેવા આવ્યો છું. મને તે પાછાં આપો.”

શાહુકારે કહ્યું : “શું કહું ભાઈ! ઘણા દિવસોથી તારી રાહ જોતે હતો. છેવટે થાકીને મેં તારાં ત્રાજવાં વખારમાં નાખી દીધાં. એક દિવસ જોયું તો તારાં ત્રાજવાં ઉંદરો ખાઈ ગયા

હત . એમાં મારો શો દોષ?”

જીર્ણધને કહ્યું : “હોય કંઈ શેઠજી! એમાં તમારો જરાય દોષ નથી. ખરેખર મારાં ત્રાજવાં ઉંદરો ખાઈ ગયા જ હશે. હું જાણું છું કે તમે જૂઠ્ઠું બોલો તેવા નથી. જમાનો જ

કેવો વિચિત્ર આવ્યો છે! કોઈપણ વસ્તુ હવે વધારે દિવસ સલામત નથી રહી શકતી. ઠીક છે આપ ચિંતા કરશો નહીં. હવે હું નદીએ સ્નાન કરવા જઈશ મારી આપને વિનંતી છે કે

આપ મારી સાથે આપના પુત્ર ધનદેવને મોકલો. જેથી મારી સ્નાન માટેની સામગ્રી તે લઈ લે.

શેઠને તેમણે કરેલી ચોરીને ભય સતાવતો હતે. તેથી કશી શંકા ઊભી ના થાય તે માટે તેમણે દીકરાને કહ્યું :“બેટા! ત રા આ જીર્ણધન કાકા નદીએ સ્નાન કરવા માટે જાય

છે. તેથી તું તેમને માટે સ્નાન માટેની સામગ્રી લઈ સાથે જા.”

એ ઠીક જ કહ્યું છે કે આ સંસ રમાં કોઈપણ માણસ

ભય, લોભ અથવા કોઈ કાર્ય - કારણ વગર કોઈનું હિત માત્ર

સેવાને કારણે કરતો નથી. વળી -

કોઈ કારણ વગર માણસને જ્યાં અપેક્ષા કરતાં વધુ

માન મળે ત્યાં તેને શંકા થવી જોઈએ, કેમકે તેનું પરિણામ દુઃખદાયક હોય છે.

શાહુકારનો દીકરો આનંદ પામી સ્નાન માટેની બધી સામગ્રી લઈ અતિથિ કાકાની સાથે નદીએ ચાલ્યો ગયો. જીર્ણધને સ્નાન કરી લીધા પછી શાહુકારન દીકરાને નદીમાં એક કોતરમાં સંતાડી દીધો. તે એકલો જ શાહુકારની પાસે પાછો ફર્યો.

જીર્ણધનને એકલો પાછો ફરેલો જોઈ શાહુકારના હૈયામાં

ફાળ પડી. તેણે ગભરાઈને પૂછ્યું :“અરે, અતિથિજી! તમારી સાથે મેં મારો દીકરો નદીએ મોકલ્યો હતો તે ક્યાં છે? તમે એકલા જ કેમ આવ્યા?”

“શેઠજી! શું વાત કરું! એ નદીએ સ્નાન મોની સામગ્રીને સાચવીને બેઠો હતો ત્યારે જ એક બાજપક્ષી આવીને તેને લઈ ઊડી ગયું.”

શાહુકાર આ સાંભળી સ્તબ્ધ થઈ ગયો. બરાડતાં તેણે કહ્યું : “ઓ જૂઠાબોલા! દગાબાજ! શું બાજપક્ષી આટલા મોટા

મારા દીકરાને ઊઠાવી જઈ શકે ખરું? મારો દીકરો લાવી આપ.

જો તું એમ નહીં કરે ત ે હું રાજદરબારમાં જઈ ફરિયાદ કરીશ.” જીર્ણધને કહ્યું : “અરે, ઓ સાચાબોલા! જેમ બાળકને

બાજ પક્ષી ના ઊઠાવી જાય તેમ લોખંડના ત્રાજવાંને ઉંદરો ખાઈ ના જાય. જો તરે તારો દીકરો પાછો જોઈતે હોય તો મારાં

ત્રાજવાં આપી દે.”

આખરે બંન્ને જણા લડતા-ઝઘડતા રાજદરબારમાં પહોંચ્યા. ત્યાં જઈને શાહુકારે જોરજોરથી રાડો પાડી કહ્યું : “અરે ! બહુ

મોટો અનર્થ થઈ ગયો. મારા દીકરાને આ ચોરે ચોરી લીધો છે.”

એની વાત જાણી કાજીએ જીર્ણધનને કહ્યું : “ભાઈ! આ શાહુકારને સીધી રીતે તેનો દીકરો સોંપી દે.”

તેણે કહ્યું :“નામદાર! એમાં મારો શું અપરાધ? હું જ્યારે નદીમાં સ્નાન કરી રહ્યો હતો ત્યારે જ મારા દેખતાં એક જંગલી બાજ પક્ષી તેના દીકરાને લઈ આકાશમાં ઊડી

ગયું.”

કાજીએ કહ્યું : “તારી વાત સ ચી માનવા હું તૈયાર નથી. કેમકે બાજ પક્ષી આટલા મોટા બાળકને શી રીતે ઉઠાવી જાય?”

તેણે કહ્યું :“નામદાર સાહેબ! જરા મારી વાત સાંભળશો? જો અતિશય વજનદાર લોખંડના ત્રાજવાંને ઉંદરો ખાઈ જતા હોય તો પછી બાળકને બાજપક્ષી કેમ ના ઊઠાવી

જાય?”

કાજીએ કહ્યું : “ભાઈ! તમે શું કહેવા માંગો છો? મને કશું સમજાતું નથી.”

પછી જીર્ણધને કાજી સાહેબને બધી વાત માંડીને કહી

સંભળાવી. તેની વાત સાંભળી બધા હસી પડ્યા. પછી કાજીએ

બંન્ને વચ્ચે સમાધાન કરાવી એકબીજાને લોખંડન ત્રાજવાં અને બાળક પાછાં અપાવ્યાં. “માટે હે મૂર્ખ! સંજીવકની પ્રસન્નતાને સહન નહીં કરી શકવાને કારણે તેં આમ કર્યું છે. ઠીક જ

કહ્યું છે કે -

મોટેભાગે એવં જોવામાં આવે છે કે કુળહીન માણસ કુળવાન પુરૂષોની, અભાગી માણસ ભાગ્યશાળી પુરુષોની, કંજૂસ માણસ દાનીઓની, દુષ્ટ માણસ, વિનમ્ર પુરુષોની, દરિદ્ર

માણસ ધનવાનોની, કુરૂપ માણસ સૌંદર્યવાનોની, પાપી માણસ ધર્માત્માઓની અને મૂર્ખ માણસ સદાય જ્ઞાની પુરુષોની નિંદા કરે છે. વળી -

જ્ઞાની માણસ દુશ્મન હોય તો પણ તેને સારો સમજવો, પણ હિતેચ્છુ મૂર્ખ હોય તે તેને સારો સમજવો જોઈએ નહીં. જેમકે વાંદરાએ રાજાને મારી નાખ્યો અને ચોરોએ બ્ર હ્મણનું રક્ષણ કર્યું.”

દમનકે પૂછ્યું : “એ શી રીતે?”

તેણે કહ્યું :-

એક રાજા હતો. રાજાની પાસે એક વાંદરો હતો. વાંદરો હંમેશાં રાજાની પાસે રહી ભક્તિપૂર્વક તેનું રક્ષણ કરતો હતો. રાજાને તે વાંદરા પર એટલો તો વિશ્વાસ હત ે કે તે રાણીવાસમાં પણ બેરોકટોક પ્રવેશી શકતો.

એકવાર રાજા તેમના શયનગૃહમાં સૂઈ રહ્યો હતો. તે

સમયે વાંદરો રાજાને પંખા વડે પવન નાખી રહ્યો હતો. આ વખતે એક માખી આવીને ઊંઘી રહેલા રાજાની છાતી ઉપર બેસી ગઈ. વાનરે તેને પંખાથી ઊઠાડી મૂકી. થોડીવાર પછી તે પાછી આવીને રાજાની છાતી પર બેસી ગઈ. વાનરે ફરી તેને ઊડાડી. તે ફરી પાછી આવી. આમ વારંવાર વાનર તેને ઊડાડતો રહ્યો અને તે વારંવાર પાછી આવી રાજાની છાતી ઉપર બેસવા

લાગી. આ જોઈ સ્વભાવથી ચંચળ એવા વાનરને માખી ઉપર

ખૂબ ક્રોધ ચઢ્યો. ક્રોધના આવેશમાં પાસે પડેલી રાજાની તલવાર વાનરે હાથમાં લીધી અને રાજાની છાતી ઉપર બેઠલી માખી ઉપર જોરથી ઘા કર્યો. માખી તો ઊડી ગઈ પણ ધારદાર તલવારના ઘાથી રાજાના શરીરના બે ટુકડા થઈ ગયા, અને તે મૃત્યુ પામ્યો. એટલે તો કહ્યું છે કે લાંબુ જીવવાની ઈચ્છા રાખનાર રાજાએ ક્યારેય ભૂલથી પણ મૂર્ખ સેવક રાખવો જોઈએ નહીં.

આવી જ એક બીજી વાર્તા પણ છે.

એક નગરમાં વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. પૂર્વજન્મનાં કર્મોના ફલસ્વરૂપે તેને ચોરી કરવાની ટેવ પડી ગઈ હતી. એકવાર તેના નગરમાં દુરદુરથી ચાર બ્રાહ્મણો આવ્યા. તેઓ

ઘણી બધી વસ્તુઓની ખરીદી કરી રહ્ય હત . આ વિદ્વાન બ્ર હ્મણે તે ચાર બ્રાહ્મણોનું ધનહડપ કરી લેવા વિચાર્યું. તે આમ વિચારી તેમની પાસે ગયો, અને શાસ્ત્રોમાં વર્ણવેલી

નીતિની

મીઠી મીઠી વાતો સંભળાવવા લાગ્યો. તેની પંડિતાઈથી ભરેલી

મધુર વાતો સાંભળી ચાર બ્રાહ્મણોને તેન પર વિશ્વાસ બેઠો. હવે તો પેલો ચોર તેમની સેવામાં પણ લાગી ગયો. કહ્યું છે કે -

આ જગતમાં કુલટા સ્ત્રીઓ લજ્જાવાન હોય છે. ખારું

પ ણી ખૂબ ઠંડુ હોય છે. દંભી માણસ ઘણો વિવેકી હોય છે. અને

લુચ્ચો માણસ મીઠી વાણી બોલનાર હોય છે.

તે ચોર પંડિત રાત-દિવસ તે પંડિત બ્રાહ્મણોની સેવા કરવા લાગ્યો. દિવસો વીતતાં બ્રાહ્મણોએ તેમની પાસેની બધી વસ્તુઓ વેચી નાખીને નગરમાંથી અતિ કીતી હીરા-ઝવેરાત વગેરે ખરીદી લીધાં અને પેલો ચોર પંડિતની હાજરીમાં જ તેમને પેતપેતની જાંઘમાં સંતાડી દીધાં. પછી તેમણે પેતને દેશ પાછા ફરવાની તૈયારી કરવા માંડી.

ઘેર પરત ફરવાની તૈયારી કરી રહેલા બ્રાહ્મણોને જોઈ ચોર પંડિત વ્યાકુળ થઈ ગયો. તેને થયું કે આ લોકોના ધનમાંથી

મારા હાથમાં કશું આવશે નહીં અને હું હાથ ઘસતો રહી જઈશ. હવે શું કરવું? પછી તેણે તે બ્રાહ્મણોની સાથે જવાનું અને રસ્તામાં તેમને ઝેર આપી મારી નાખી બધું પડાવી લેવાનું

મનોમન નક્કી કર્યું. નક્કી કરીને તેણે ગળગળા અવાજમાં કહ્યું

ઃ “મિત્રો! તમે મને એકલો છોડીને તમારા દેશમાં જવાની તૈયારીમાં લાગી ગયા છો. મારું હૈયું તો પ્રેમના તંતુએ આપની સાથે બંધાઈ ગયું છે. આપનો વિયોગ મારાથી સહન થઈ શકશે નહીં.

હવે મને ક્યારેય શાંતિ મળશે નહીં. કૃપ કરી આપ બધા

મને આપના મદ ગાર તરીકે સાથે લઈ જશો તો હું આપનો

હૃદયપૂર્વક આભાર માનીશ.”

લુચ્ચા પંડિત બ્રાહ્મણની આવી વાતો સાંભળી ચારેય બ્ર હ્મણોનાં હૃદય કરુણાથી છલકાઈ ગયાં. અંતે ચારેય જણા મૂર્ખ બ્રાહ્મણને સાથે લઈ પોતાને દેશ જવા રવાના થઈ

ગયા.

રસ્તે ચાલતાં પલ્લીપુર નામનું એક ગામ આવ્યું. ત્યાં

ભવિષ્યને જાણનારાઓએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું. “અરે! કિરાતો! દોડો, દોડો, સવાલાખનો માલ લઈ આ ધનવાનો અહીંથી પસાર થઈ રહ્ય છે. તેમને મારીને બધું ધન લુંટી લો.”

આટલું સાંભળતાં જ કિરાતો (ભીલો) લાકડીઓ લઈને દોડ્યા અને મારી મારીને તેમને મરણતોલ બનાવી દીધા. તેમણે ચારેય જણનાં વસ્ત્રે ઉતારી જોયું તો તેમની પાસે ક્યાંક ને ક્યાંક ધન સંતાડેલું હશે જ. તમારી પાસે જે ધન હોય તે હમણાં જ આપી દો, નહીં તો બધાંને મારી મારીને ચામડી ઉતારી દઈ તેમાંથી ધન શોધી કાઢીશું.”

ભીલ લોકોની આવી વાતો સાંભળી ચોર પંડિતે તેના

મનમાં વિચાર્યું કે આ ભીલો ચારેય બ્રાહ્મણોને મારી નાખીને તેમની ચામડી ઉતરડીને જાંઘોમાં સંતાડેલું ધન કાઢી લેશે પછી

મને પણ તેઓ માર્યા વગર છોડશે નહીં. તો ભલાઈ એમાં છે કે

સૌથી પહેલાં હું મારી જાતને તેમને સોંપી દઉં અને એ રીતે ચારેય

બ્રાહ્મણોનો જીવ બચાવી લઊં કારણ કે મારી ચામડી ઉતરડવા

છત ં પણ તેમને કશું મળવાનું નથી. કેમકે કહ્યું છે કે -

મૂર્ખ! જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નક્કી જ છે. તો પછી

મૃત્યુથી ડરવાનું શા માટે? વળી, ગાય કે બ્રાહ્મણને બચાવવા

માટે જે પોતના પ્રાણોનું બલિદાન આપે છે તેને પરમ ગતિ

પ્રાપ્ત થાય છે.

મનમાં આમ વિચારીને તેણે ભીલોને કહ્યું :“હે કિરાતો! તમારે મારવો જ હોય તો પહેલાં મને મારો. અને તમારે જે જોવું હોય તે જોઈ લો.” પછી કિરાતોએ ચોર બ્રાહ્મણને મારીને તેન શરીર ઉપરનું ચામડું ઉતરડી નખ્યું, તેમણે તેનાં અંગઅંગ ચૂંથી નાખ્યાં, પણ કશું જ હાથ લાગ્યું નહીં. છેવટે તેમણે પેલા ચારેય બ્રાહ્મણોને છોડી દીધા. તેથી હું કહું છું કે -જ્ઞાની માણસ જો શત્રુ પણ હોય તો તે સારો જ છે. વગેરે...

દમનક અને કરટક વચ્ચે આમ વાત ચાલતી હતી તે

વખતે જ પિંગલકે સંજીવક ઉપર આક્રમણ કરી દીધું. તેણે તેના તીક્ષ્ણ નહોરવાળા પંજાના મારથી સંજીવકને મોતને ઘાટ ઉત રી દીધો. પછી પિંગલક તેની જાતને ફિટકારતો વિચારવા

લાગ્યો કે સંજીવકને મારીને મેં સારું કામ કર્યું નથી કારણ કે વિશ્વાસઘાતથી આ દુનિયામાં બીજું મોટું કોઈ પાપ નથી. કહ્યું છે કે -

મિત્રદ્રોહી, કૃતઘ્ન અને વિશ્વાસઘાતી એ ત્રણ પ્રકારના

પાપી યાવત્ચંદ્રદિવાકરૌ નરકમાં નિવાસ કરે છે.

ભૂમિન ે ન શ, રાજ્યનો વિનાશ અથવા અને બુદ્ધિમાન

સેવકનું મૃત્યું - એ ત્રણેય દુઃખોમાં પહેલાં બેની સાથે ત્રીજાની સરખામણી કરવી યોગ્ય નથી. કારણ કે નષ્ટ થયેલાં ભૂમિ અને રાજ્ય પાછાં મળી શકે છે, પણ બુદ્ધિમાન સેવક મળવો

સુલભ નથી હોત્ું.

મેં ભરી સભામાં સદાય તેનાં વખાણ કર્યાં છે. હવે

સભામાં હું શું મોઢું બતાવીશ! કહ્યું છે કે -

એકવાર અનેક લોકોની હાજરીમાં જેને ગુણવાન ગણી

પ્રશંસ કરી હોય તેને દૃઢનિશ્ચયી માણસ ફરી દોષી ઠરાવી શકે

નહીં.

આમ બોલીને પિંગલક વિલાપ કરવા લાગ્યો. તે વખતે રાજી થયેલો દમનક તેની પાસે પહોંચ્યો અને કહ્યું : “સ્વામી! આપનો આ પ્રલાપ કાયરતા દર્શાવે છે. ઘાસ ખાવાવાળા

એ દગાબાજને મારીને આવો શોક કરવો આપને શોભતું નથી. કહ્યું

છે કે -

છે. તે ક્યાંક સાચી, ક્યાંક જૂઠી, ક્યાંક મીઠાબ ેલી, ક્યાંક

હિંસક, ક્યાંક કરુણાસભર, ક્યાંક ધનસંચય કરનારી, ક્યાંક

દાનશીલ અને ક્યાંક અતિ ખર્ચાળ હોય છે.

માટે હે રાજન્‌! આપ જેને માટે શોક કરવો વાજબી નથી તેને માટે શોક કરી રહ્યો છો. જ્ઞાની પુરુષો જીવતા કે મરેલા

માટે શોક કરતા નથી.”

આ રીતે દમનકન સમજાવ્યા પછી પિંગલક સંજીવકના શોકમાંથી મુક્ત થયો. પછી તેણે દમનકને મંત્રીપદે સ્થાપી તેનું રાજ્ય ચલાવ્યું.

***

પિતા, ભાઈ, પુત્ર, સ્ત્રી અથવા મિત્ર, ગમે તે હોય, તેઓ જો

પ્રાણદ્રોહ કરે તો તેમને મારી નાખવાં જોઈએ. વળી - નફરત કરન ર રાજા,

સર્વભક્ષી બ્રાહ્મણ, લજ્જા વગરની

સ્ત્રી, મૂર્ખ મદદગ ર, બળવાખોર સેવક, ગ ફેલ માલિક અને કૃતઘ્ન

માણસ - એ બધાંને છોડી દેવાં જોઈએ.

વળી -

રાજાની નીતિ તો વેશ્યાઓની જેમ અનેક પ્રકારની હોય

તંત્ર : ૨ મિત્રસંમ્પ્રાપ્તિ

કાગડા અને ઘૂવડોની પ્રાસ્ત વિક કથ

હવે ‘મિત્ર સંમ્પ્રાપ્તિ’ નમન બીજા તંત્રને આરંભ કરું

છું. જેના પ્રથમ શ્લોકમાં કહ્યું છે કે -

બુદ્ધિવાન, શાસ્ત્રમર્મજ્ઞ અને મેઘાવી લોકો સાધન વગરના હોવા છતાં પણ કાગડા, ઉંદર, હરણ અને કાચબાની જેમ તેમન ં કાર્યોને જલ્દીથી પૂરાં કરી લે છે.

દક્ષિણ પ્રદેશમાં મહિલારોપ્ય નામનું નગર હતું. તે નગરના પ દરમાં એક ખૂબ ઊંચું વડનું ઝાડ હતું. આ વડન ઝાડ પર જાતજાતનાં પક્ષીઓ આવતાં અને તેના પાકા ટેટા ખાઈ

સંતોષ પામતાં. આ વટવૃક્ષની બખોલમાં કીડા-મકોડાના રાફડા હતા. દૂર દૂરથી ચાલ્યા આવતા થાકેલા મુસાફરો આ વડન છાંયડામાં બેસી થાક ઉત રતા. કહ્યું છે કે -

આ જગતમાં વૃક્ષ પરોપકારી ગણાય છે. તેના છાંયડામાં

જાનવરો આરામ કરે છે, તેનાં પાંદડાંમાં પક્ષીઓ સંતાઈ રહે છે, તેની ડાળીઓ ઉપર વાનરોનાં ટોળાં બેસી રહે છે. તેમનાં ફૂલોમાંથી ભમરાઓ નિશ્ચિંત બની મીઠો રસ ચૂસે છે. અનેક જીવોને સુખ

આપનાર વૃક્ષો ધન્ય છે.

વડના આ વૃક્ષ પર લઘુપતનક નામનો એક કાગડો રહેતો હતો. એકવાર એ ખોરાકની શોધમાં વસ્તી તરફ ઊડી રહ્યો હતો ત્યારે રસ્તામાં યમદૂત જેવો બિહામણો માણસ

તેણે જોયો. તેન હાથમાં મોટી જાળ હતી. આ વિકરાળ માણસને જોઈ લઘુપતનકના મનમાં શંકા ઉભી થઈ. શું આ પક્ષીઓના

માળા જેની ઉપર છે તે વડના ઝાડ તરફ તો નહીં જઈ રહ્યો હોય

ને? કોણ જાણે તે આજે કેટલાં પક્ષીઓને મારી નાખશે! એ તરત જ વચ્ચેથી જ વડન ઝાડ તરફ પાછો ફર્યો. ઝાડ ઉપરનાં પક્ષીઓને એકઠાં કરી તેણે કહ્યું : “ભાઈઓ! એક

શિકારી હાથમાં ચોખા અને જાળ લઈ આ તરફ આવી રહ્યો છે. જોજો, તમે ભોળવાઈ ના જતાં. તેના પર જરા સરખોય વિશ્વાસ કરતાં નહીં. એ અહીં આવી, જાળ

પાથરી ચોખાનાં દાણા વેરશે.”

થોડીવારમાં શિકારી ખરેખર વડ નીચે આવ્યો. તેણે જમીન પર જાળ પાથરી, ચોખાના દાણા વેર્યા. પછી તે દૂર જઈને બેસી ગયો.

વટવૃક્ષ પર રહેનારાં બધાં પક્ષીઓ કાગડાની વાત

સાંભળી નિરાશ થઈ ગયાં હત ં. ચોખાના વેરાયેલ દાણા જોઈ

સૌના મોંમાં પણી છૂટતું હતું. પણ હવે કરવું શું!

બરાબર આજ વખતે એક હજાર કબૂતરોને સાથે લઈ ચિત્રગ્રીવ નામનો તેમનો રાજા ખોરાકની શોધમાં ઊડતો ઊડતો અહીં આવી ચઢ્યો. તેને દૂરથી જ આવતો જોઈ લઘુપતનક

તેની સામે ગયો અને ચોખાના દાણાની લાલચે નીચે નહીં ઉતરવા સમજાવ્યું. પણ કાગડાની વાત માને તો તે ચિત્રગ્રીવ શાનો! તે તો પરિવાર સાથે નીચે ઉતરી ગયો કહ્યું છે કે -

જીભની ચંચળતાને તાબે થઈ જનારા લોકોએ નાશ

પામતાં વાર નથી લાગતી વળી -

પારકાની સ્ત્રીનું અપહરણ કરવામાં, પુલસ્ત્યનો વંશજ હોવા છતાં રાવણને કશું અનુચિત કેમ ના લાગ્યું? સોનાના

મૃગનો જન્મ થવો અશક્ય હોવા છતાં ખુદ ભગવાન રામે કેમ

તેના પર વિશ્વાસ મૂક્યો? ધર્મરાજ જેવા ધર્માત્મા જુગાર રમીને શા માટે મહાન સંકટમાં મૂકાયા? ઘણુંખરું એ જોવામાં આવે છે કે જ્યારે સંકટ આવવાનું હોય ત્યારે બુદ્ધિમાન માણસેની

બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે.

શિકારીએ જોયું કે બધાં કબૂતરો જાળમાં ફસાઈ ગયાં છે, ત્યારે તેણે એક લાકડાના દંડાથી બધાંને મારી નાખવાના ઈરાદે તેમના તરફ દોટ મૂકી.

પરિવાર સાથે ફસઈ ગયેલા ચિત્રગ્રીવે શિકારીને આવતાં

જોઈ બધાં કબૂતરોને હિંમત આપતાં કહ્યું :“ભાઈઓ! ગભરાશો

નહીં. કહ્યું છે કે -

અસહ્ય આફતો આવી પડવા છતાં જેની બુદ્ધિ કુંઠિત થઈ જતી નથી, તે તેની બુદ્ધિના પ્રભાવથી નિઃશંક તે આફતમાંથી હેમખેમ પાર નીકળી જાય છે.

ઉગતાં અને આથમત ં સૂર્ય જેમ લાલ દેખાય છે તેમ સંપત્તિ કે વિપત્તિના સમયે મહાન માણસો એક સમાન જ રહે છે. તો હિંમત હાર્યા વગર, મનને દૃઢ કરી બધાં એક સાથે

બળ કરી આ જાળ સાથે ઊડી જઈએ. જો અત્યારે આપણે કાયર અને ડરપોક થઈ, હાથ ઉપર ધરી બેસી રહીશું તો આપણું બધાંનું મોત નક્કી જ છે.

પોતાના રાજાનું કહ્યું માની બધાં કબૂૂતરોએ હિંમતપૂર્વક એક સાથે બળ કરી ઊડવાન ે પ્રયત્ન કર્યો. તેઓ તેમન એ

પ્રયત્નમાં સફળ થયાં અને જાળ સાથે ઊડી ગયાં.

જાળ સાથે કબૂતરોને ઊડી ગયેલાં જોઈ શિકારી તેમની

પાછળ પાછળ દોડ્યો છેવટે મોં વકાસી પાછો ફર્યો. તેણે કહ્યું :

લાખ પ્રયત્ન કરવા છતાં પણ જે થવાનું નથી તે નથી જ થવાનું અને જે થવાનું છે તેને માટે કોઈ પ્રયત્ન કરવાની પણ જરૂર પડતી નથી. જે વસ્તુ પ્રાપ્ત થવાના સંજોગો જ ઊભા થતા નથી તે વસ્તુ હથેળીમાં આવ્યા પછી પણ છૂ થઈ જાય છે.”

ઘણે દૂર સુધી ઊડી ગયા પછી ચિત્રગ્રીવે કબૂતરોને કહ્યું

ઃ “ભાઈઓ! હવે ડરવાનું કોઈ કારણ નથી. હવે આપણે ઊડીને

મહિલારોપ્ય નગરન ઈશાન ખૂણા તરફ જઈએ. ત્યાં મારો એક હિરણ્ય નામનો ઉંદરમિત્ર રહે છે. તે આ જાળ કાપીને આપણને બધાંને મુક્ત કરશે.

ચિત્રગ્રીવ તરફથી સૂચના મળતાં જ કબૂતરો મહિલારોપ્ય નગરની નજીક આવેલો હિરણ્યકન રહેઠાણે પહોંચી ગયાં.

હિરણ્યકના દરની પાસે જઈને ચિત્રગ્રીવે જોરથી સાદ

પાડી તેને બોલાવ્યો. કહ્યું :“મિત્ર હિરણ્યક! જલ્દી બહાર આવ!

જો હું મારા પરિવાર સાથે મોટી આફતમાં ફસાઈ ગયો છું.”

હિરણ્યકે બહારથી આવતો સાદ સંભળી પૂછ્યું :“ભાઈ! તમે કોણ છો? અહીં શા માટે આવ્યા છો? એવી કઈ આફત આવી પડી છે તમારે માથે? જે હોય તે

વિગતવાર કહો.”

“અરે, હિરણ્યક! હું તારો મિત્ર કબૂતરોનો રાજા ચિત્રગ્રીવ

છું. માટે જલ્દી બહાર આવ. મારે ત રું બહુ મોટું કામ પડ્યું છે.”

હિરણ્યક દરમાંથી બહાર આવ્યો. ચિત્રગ્રીવને પરિવાર

સાથે જાળમાં ફસાયેલો જોઈ તે દુઃખી થયો પૂછ્યું :“ભાઈ! ચિત્રગ્રીવ! આ બધું શું છે?”

“બીજું શું હોય ભાઈ! જીભની ચંચળતા અને સમયની બલિહારી. હવે જલ્દીથી આ જાળ કાપીને અમને છોડાવ.”

ચિત્રગ્રીવની વાત સાંભળી હિરણ્યકે સૌ પહેલાં તેની જાળ કાપવાની તૈયારી કરી. ચિત્રગ્રીવે કહ્યું : “ભાઈ! પહેલાં

મારા પરિવારને બંધનમાંથી છોડાવ. પછી મારો વારો.

હિરણ્યકે ગુસ્ ાાથી કહ્યું : “અરે મૂર્ખ! સેવકનું સ્થાન

સ્વામી પછીનું છે. એટલે હું પહેલાં તારાં બંધન જ કાપીશ.” “એવું ના બોલીશ, મિત્ર! આ બધાંને મારા પર પૂરેપૂરો

ભરોસો છે. બધા પોતપેતન ઘર-કુટુંબ છોડી મારી સાથે આવ્યાં છે. તો શું એમનું જતન કરવાની મારી ફરજ નથી? કહ્યું છે કે -

જે રાજા તેના સેવકોનાં આદર અને ચિંતા કરે છે તે રાજાન સેવકો ધન ના હોવા છતાં પણ રાજાને છોડી જતા નથી. બધી સંપત્તિઓનું મૂળ વિશ્વાસ છે તેથી હાથી યૂથપતિ

કહેવાય છે. પણ મૃગરાજ તરીકે ઓળખાવા છતાં સિંહની પાસે એક પણ મૃગ ફરકતું નથી.

મિત્રની વાતો સાંભળી હિરણ્યક રાજી રાજી થઈ ગયો.

કહ્યું :“મિત્ર! હું એ રાજધર્મને જાણું છું. હું તો તારી પરીક્ષા કરતો હતો. હું પહેલાં તારા બધા સેવકોને મુક્ત કરીશ.”

હિરણ્યકે એક પછી એક બધાં કબૂતરોનાં બંધનો કાપી

તેમને જાળમાંથી મુક્ત કર્યા અને કહ્યું :“ભાઈ! હવે તમે તમારા

પરિવાર સાથે તમારા રહેઠાણ પાછા જઈ શકો છો. ફરી કોઈવાર

ખપ પડે તો જરૂર આવજો.” એમ કહી ઉંદર પાછો તેના દરમાં

પેસ્ી ગયો.

જે રીતે હિરણ્યક કબૂતરોનાં બંધનો કાપતો હતો તે

જોઈને લઘુપતનક કાગડાને નવાઈ લાગી. તેને હિરણ્યક સાથે દોસ્તી બાંધવાનું મન થયું. આમ તો હું ચંચલ સ્વભાવનો છું. બીજા પર હું જલ્દીથી વિશ્વાસ મૂકત ે નથી. છત ં હું આને મિત્ર બનાવીશ.

લઘુપતનક નીચે ઉતર્યો. હિરણ્યકના દરની પાસે જઈ

પ્રેમથી તેણે તેને બોલાવ્યો “ભાઈ! હિરણ્યક! અહીં આવો.”

લઘુપતનકનો અવાજ સંભલી ઉંદરે વિચાર્યું કે શું હજુ કોઈ

કબૂતર જાળમાં ફસ યેલું રહી ગયું છે કે શું! તેણે પૂછ્યું :“ભાઈ! તમે કોણ છો?” “હું લઘુપતનક નામનો કાગડો છું.”

આ સાંભળતાં જ હિરણ્યક તેન દરમાં વધારે ઊંડો પેસી ગયો ત્યાંથી તે બોલ્યો : “અરે! જલ્દીથી અહીંથી ચાલ્યો જા.” કાગડાએ કહ્યું :“ભાઈ! હું બહુ મોટું કામ લઈ આવ્યો

છું. તો તું બહાર કેમ આવતો નથી?”

“તને મળવાની મને કોઈ જરૂર નથી.” હિરણ્યકે કહ્યું. કાગડો બોલ્યો : “ભાઈ! મેં તારી ચતુરાઈ નજરોનજર

જોઈ છે. તે જોઈ મને તારા પર સ્નેહ ઉપજ્યો છે. કોઈકવાર હું પણ એવા બંધનમાં પડી જાઉં તો આપની પાસે આવી છૂટકારો કરાવી શકું. તો મારી વિનંતી છે કે આપ મારી સાથે મિત્રત કરી

લો.”

હિરણ્યકે કહ્યું :“તું તો મારો ભક્ષક છે, પછી તારી સાથે

દોસ્તી શી રીતે થઈ શકે? માટે ચાલ્યો જા અહીંથી. કહ્યું છે કે - કુળ અને ધનની બાબતમાં સમોવડિયા સાથે જ મિત્રત

અને લગ્ન કરવાં જોઈએ.”

કાગડાએ કહ્યું :“ભાઈ! હું તને ક્યારેય મળ્યો જ નથી. પછી તારી સાથે વેર શાનું? તમે આવી અયોગ્ય વાત કેમ કરો છો? હું તારા ઘરને બારણે ઊભો છું. જો તું મારી સાથે

મિત્રતા નહીં કરે ત ે હું મારો જીવ કાઢી દઈશ અથવા અહીં બેસી આમરણાંત ઉપવાસ કરીશ.”

હિરણ્યકે કહ્યું :“સ્વાભાવિક વેરવાળા તારી સાથે હું શી રીતે મૈત્રી કરી શકું? કહ્યું છે કે -

શત્રુ સાથે કદી સુલેહ કે સમાધાન કરવાં જોઈએ નહીં.

ખૂબ ઉકાળેલું પણી પણ આગને બુઝાવી દે છે.”

કાગડો બોલ્યો : “ભાઈ! તરું એવું માનવું ભૂલભરેલું

છે.”

ઉંદરે કહ્યું : “ભાઈ! વેર બે જાતન ં હોય છે. એક સ્વાભાવિક અને બીજું બનાવટી. તું તો મારો સ્વાભાવિક દુશ્મન છે. કહ્યું છે કે -

કોઈ કારણસર ઉત્પન્ન થયેલું વેર બહુ જલ્દી શમી જાય છે, પણ સ્વાભાવિક વેર જીવણ લેવા છતાંય શાંત થતું નથી.”

લઘુપતનકે કહ્યું : “મારે એ બંન્ને પ્રકારનાં વેર વિશે જાણવું છે. તો જલ્દીથી મને તેમનાં લક્ષણો વિશે કહો.”

હિરણ્યકે કહ્યું :“સાંભળ, કોઈક કારણથી ઉત્પન્ન થયેલું વેર કૃત્રિમ કહેવાય છે. જે કારણથી વેર થયું હોય તે કારણ દૂર થત ં જ વેર પણ શમી જાય છે. ગમે તેવા

અને ગમે તેટલા

પ્રયત્નો કરવા છતાં સ્વાભાવિક વેર શમતું નથી. સાપ અને

નોળિયા વચ્ચે, પાલતુ અને શિકારી જાનવરો વચ્ચે, આગ અને પાણી વચ્ચે, દેવો અને દાનવો વચ્ચે, કૂતરા અને બિલાડી વચ્ચે, બે શોક્ય વચ્ચે, ધનવાનો અને ગરીબો વચ્ચે, શિકાર

અને શિકારી વચ્ચે, સજ્જનો અને દુષ્ટો વચ્ચે, મૂર્ખ અને જ્ઞાની વચ્ચે અને સંત અને દુર્જન વચ્ચે જે વેર હોય છે તે સ્વાભાવિક વેર ગણાય છે.”

કાગડાએ કહ્યું : “ભાઈ! આ કારણ વગરની દુશ્મનાવટ છે. મારી વાત તો સાંભળ. કોઈને કોઈ કારણથી જ લોકો મિત્ર બની જાય છે અને કોઈને કોઈ કારણથી શત્રુ

પણ. તેથી બુદ્ધિમાને મિત્રતા જ કરવી જોઈએ, શત્રુતા નહીં. તેથી મારી સાથે જરૂર મૈત્રી બાંધો.”

હિરણ્યકે તેને નીતિની વાતો સંભળાવતાં કહ્યું :“એકવાર

રિસાઈ ગયેલા મિત્રનો, સમાધાન કરી જે મેળાપ કરાવવા ઈચ્છે છે, તે ખચ્ચરીના ગર્ભની જેમ મૃત્યુને વરે છે. વળી, હું બુદ્ધિશાળી છું તેથી કોઈ મારી સાથે દુશ્મનાવટ નહીં કરે એમ

માનવું

ભૂલભરેલું છે. એનાં અનેક ઉદાહરણો છે. જેમકે - વ્યાકરણાચાર્ય મહર્ષિ પાણિનીને સિંહે મારી નાખ્યા

હતા. મીમાંશાસ્ત્રના રચયિતા જૈમિનિ મુનિને હાથીએ માર્યા હતા. છંદોના મહાજ્ઞાની મહર્ષિ પિંગલનો મગર કોળિયો કરી ગયો હતો. જો આવા મહાપુરુષોની આવી દશા થઈ હોય તો અજ્ઞ ની, ક્રોધી અને ચોર એવા આપણી ત ે વાત જ શી કરવી?”

લઘુપતનકે કહ્યું :“એ વાત સાચી છે. છત ંય સાંભળો. આ જગતમાં મિત્રતા, માણસોમાં ઉપકારને લીધે, પશુઓ તથા પક્ષીઓમાં કોઈ ખાસ કારણથી, મૂર્ખાઓમાં લોભ અને

ભયને કારણે અને માત્ર જોવાથી સજ્જનોમાં થઈ જાય છે.

દુર્જનો માટીના ઘડાની જેમ સહેલાઈથી ફૂટી જાય છે.

પણ તેમને જોડવા ઘણું અઘરું કામ છે. જ્યારે સજ્જનો સોનાના કળશની જેમ ખૂબ કઠણાઈથી ફૂટી જાય એવા અને સરળતાથી જોડી શકાય તેવા હોય છે.”

દુર્જનોની મિત્રતા દિવસન પહેલા પહોરના પડછાયાની જેમ પહેલાં બહુ મોટી અને પછી ધીમે ધીમે ઘટતી જતી હોય છે. જ્યારે સત્પુરુષોની મિત્રતા દિવસના પાછલા પહોરની જેમ પહેલાં ઘણી નાની અને પછી ક્રમશઃ મોટી થતી જતી હોય છે. બંન્નેની મિત્રતામાં આટલો તફાવત છે.

તો વિશ્વાસ રાખજે કે હું સદ્‌ભાવનાથી તરી પાસે

આવ્યો છું. હું સોગંદ ખાઈ તને અભયવચન આપું છું.

હિરણ્યક બ ેલ્યો : “તારા અભયવચનમાં મને વિશ્વાસ

નથી. કહ્યું છે કે -

સોગંદ ખાવા છતાં શત્રુનો વિશ્વાસ કરવો જોઈએ નહીં.

પ્રાચીનકાળમાં સોગંદ ખાધા પછી ઈન્દ્રએ વૃત્રાસુરનો વધ કર્યો હતે.

વિશ્વાસ વગર દેવોના દુશ્મનો પણ વશ થતા નથી. વિશ્વાસ કરવાથી જ ઈન્દ્રએ દાનવોની માતા દિતિના ગર્ભને નાશ કર્યો હતો. અવિશ્વાસુ વ્યક્તિનો કદી વિશ્વાસ કરવો

જોઈએ નહીં. વિશ્વાસથી જન્મેલો ભય સમૂળા નાશનું કારણ બને છે.

હિરણ્યકની આવી વાતોનો કાગડા પાસે કોઈ જવાબ

ન હતો. તેણે વિચાર્યું કે નીતિની બાબતમાં હિરણ્યકની બુદ્ધિ સૂક્ષ્મ હતી. થોડીવાર શાંત રહ્ય પછી કહ્યું : “ભાઈ હિરણ્યક! અતિ બુદ્ધિમાન એવો તું હવે મારો મિત્ર બની જ ગયો છે.

માટે

મારી વાત સાંભળ. જો હજુ પણ તને વિશ્વાસ ના આવતો હોય તો તું તરા દરમાં બેઠો બેઠો મને સરાસારની વિવેકભરી વાતે સંભળાવ.”

ભયભીત દુશ્મન પહેલાં જમીન પર ચાલે છે. પછી દોડવા લાગે છે. એ જ રીતે વ્યભિચારી પહેલાં સ્ત્રીઓ ઉપર બીતો બીતો હાથ મૂકે છે, અને પછી...

કાગડાએ કહ્યું : “ભાઈ! તું જેમ કહે તેમ જ હું કરીશ.” પછી બંન્ને જણા મીઠી મીઠી વાતો કરી દિવસો પસાર

કરવા લાગ્યા. લઘુપતનક માંસના ટુકડા, પવિત્ર બલિના ટુકડા,

ખાસ કરીને પકવાન વગેરે પ્રેમથી એકઠાં કરીને હિરણ્યક માટે

લઈ આવતો હતો. હિરણ્યક ચોખા જેવી વિવિધ સામગ્રી રાત્રે ગૃહસ્થોનાં ઘરોમાંથી ચોરી લાવી લઘુપતનકને ખાવા આપતો. કહ્યું છે કે -

આપવું, લેવું, ખાનગી વાતો કહેવી, ખાનગી વાતે પૂછવી, ખાવું અને ખવડાવવું આ છ પ્રેમન ં લક્ષણો ગણાવ્યાં છે. જગતમાં પ્રેમ કોઈ ઉપકાર વગર જન્મતો નથી. લેણ-દેણનો

વ્યવહાર જ્યાં સુધી ચાલતો રહે છે ત્યાં સુધી પ્રેમ ટકી રહે છે. વાછરડું પણ દૂધ મળતું બંધ થતાં ગાયને છોડી દે છે.

ધીમે ધીમે ઉંદર કાગડા ઉપર સંપૂર્ણ વિશ્વાસ કરતો થઈ ગયો. હવે તે તેની સન્મુખ બેસી ગોષ્ઠિ કરવા લાગ્યો. એક દિવસ કાગડો રડતો રડતો ઉંદર પાસે આવ્યો અને બોલ્યો :“ભાઈ!

હિરણ્યક! હવે મને મારા વતન પર વૈરાગ્ય થયો છે. તેથી હું હવે કોઈ બીજા સ્થળે ચાલ્યો જઈશ.”

હિરણ્યકે પૂછ્યું :“વૈરાગ્ય થવાનું કારણ?”

તેણે કહ્યું :“ભાઈ! મારા વતનમાં વરસાદ નહીં વરસવાથી દુકાળ પડ્યો છે. ભૂખથી પીડાવાને કારણે હવે કોઈ બલિ નાખતું નથી. એટલું જ નહીં, ભૂખથી પીડાતા લોકોએ પક્ષીઓને પકડવા જાળ નાખવાનું શરૂ કર્યું છે. હું પણ જાળમાં ફસાઈ ગયો હતો, પણ સદ્‌ભાગ્યે તેમાંથી છૂટીને બચી ગયો છું. મારા વૈરાગ્યનું

કારણ આ જ છે. હવે વતનને છોડવાના દુઃખથી મારી આંખો આંસુથી છલકાઈ રહી છે.

“તો હવે તું ક્યાં જઈશ?”

તે બોલ્યો : “દક્ષિણ દેશમાં એક ગાઢ સરોવર છે. તે સરોવરમાં મન્થસ્ક ન મન ે એક કાચબ ે મારો અતિપ્રિય મિત્ર છે. હું ત્યાં જઈશ એટલે એ મને માછલીઓ

ખવડાવશે. હું ત્યાં જઈ નિરાંતે મારું જીવન વિતાવીશ. અહીં રહી જાળમાં ફસ ઈને

મરતં પક્ષીઓને જોવા હું નથી ઈચ્છતો.”

હિરણ્યકે કહ્યું : “એમ જ હોય તો હું પણ તારી સાથે આવીશ. મને પણ અહીં ઘણી પીડા થઈ રહી છે.”

“તને અહીં શું દુઃખ છે એ ત ે કહે.” કાગડાએ પૂછ્યું. ઉંદરે કહ્યું :“એ વાત ઘણી લાંબી છે. ત્યાં જઈને હું બધું

વિગતવાર જણાવીશ.”

કાગડો બોલ્યો :“હું તો રહ્યો આકાશમાં ઉડનારો. તો તું મારી સાથે શી રીતે આવી શકીશ?”

હિરણ્યકે કહ્યું : “જો તું મારો સાચો મિત્ર હોય અને

મારો જીવ બચાવવા માગતો હોય તો તું મને તારી પીઠ ઉપર બેસાડી ત્યાં લઈ જા. બીજી તો કોઈ રીતે હું ત્યાં પહોંચી શકું એમ નથી.”

હિરણ્યકની વાત સાંભળી કાગડાએ ખુશ થતાં કહ્યું : “ભાઈ! જો એમ જ હોય ત ે હું મારી જાતને બડભાગી માનીશ.

કારણ કે આપણી દોસ્તી અતૂટ રહેશે અને હું સુખપૂર્વક તારી સાથે સમય પસાર કરી શકીશ. હું સમ્પાત વગેરે ઊડવાની આઠેય કળાઓ જાણતો હોવાથી તને સહેલાઈથી એ સરોવરે લઈ

જઈશ.”

“એ કઈ ઊડવાની આઠ કળાઓ છે? મારે જાણવું છે.” “સમ્પાત, વિપ્રપાત, મહાપાત, નિપાત, વક્ર, તિર્યક,

ઊર્ધ્વ અને લઘુ - ઊડવાની આઠ કલાઓ છે.

હિરણ્યક કાગડાની પીઠ ઉપર ચડી ગયો. કાગડો ઊડત ે ઊડતો તેને લઈ પેલા સરોવર પહોંચી ગયો. એક ઉંદરને પીઠ ઉપર બેસડીને આવેલા લઘુપતનકને જોઈ મન્થરકે વિચાર્યું કે નક્કી આ કોઈ લુચ્ચો અને માયાવી કાગડો છે એમ માનીને તે પાણીમાં પેસી ગયો. પછી સરોવરન કિનારે ઊભેલા એક વૃક્ષની બખોલમાં હિરણ્યકને મૂકીને લઘુપતનકે ઝાડની ડાળ ઉપર

ચઢી મોટા અવાજે કહ્યું : “ભાઈ, મન્થરક! આવ, જલ્દી આવ. હું તારો મિત્ર લઘુપતનક નામનો કાગડો બોલાવું છું.

ઘણા દિવસોથી તને મળવાની ઈચ્છા હતી. આજ તને ખાસ

મળવા અહીં આવ્યો છું. તો આવીને મને આલિંગન આપ. કહ્યું

છે કે -

સંકટન સમયમાં રક્ષણ કરન ર, શોક અને સંતાપની

શ્રેષ્ઠ ઔષધિ સમાન “મિત્ર” નામના બે પ્યારા અક્ષરોને અમૃતની જેમ કોણે બનાવ્યા હશે?”

અવાજને ઓળખીને મન્થરક પાણીમાંથી બહાર આવ્યો. તે રોમાંચિત થઈ ગયો હતો. તેની આંખો આંસુથી ઉભરાઈ ગઈ. તે બોલ્યો : “અરે, વહાલા મિત્ર! આવ, અને

મને ભેટ. તને સારી રીતે નહીં ઓળખી શકવાથી હું પાણીમાં પેસી ગયો હત ે.”

આમ સાંભળ્યા પછી વૃક્ષ પરથી નીચે ઉતરીને લઘુપત્નક તે કાચબ ને ભેટ્યો. બંન્ ો મિત્રો પ્રેમપૂર્વક એકબીજાને ભેટ્યા. બંન્ ોએ એકબીજાના ખબર-અંતર પૂછ્યા. તેને આમ પાસે બેઠેલો જોઈ

મન્થરકે લઘુપતનકને કહ્યું : “ભાઈ! આ ઉંદર મહાશય કોણ છે? આ તો તારો આહાર છે, તું તેને આમ તારી પીઠ ઉપર બેસાડી અહીં શા માટે લઈ આવ્યો છે? એમાં જરૂર કાંઈક

રહસ્ય હશે જ!”

લઘુપતનકે કહ્યું : “આ ઉંદરનું નામ હિરણ્યક છે. તે

મારો ખાસ મિત્ર છે. એના વિશે વધારે તો શું કહું? જેમ વરસાદની ધારાઓ, આકાશમાં ટમટમતા તારલા અને રેતીન કણ સંખ્યામાં અગણિત હોય છે, તેમ એ મહાશયન

ગુણો પણ અસંખ્ય છે. તે અત્યારે વૈરાગ્ય થવાથી તમારી પાસે આવ્યા છે.”

“ભાઈ! તેમના વૈરાગ્યનું શું કારણ છે?”

કાગડાએ કહ્યું :“મેં તેને પૂછ્યું હતું, પણ તેણે કહ્યું હતું કે એ બ બતમાં ઘણું બધું કહેવાનું છે, ત્યાં જઈને કહીશ. મને પણ હજી સુધી તેની બાબતમાં કશું જ જણાવ્યું નથી.” માટે ભાઈ

હિરણ્યક! હવે તમે અમને બંન્નેને તમારા સ્વજન સમજીને તમારા વૈરાગ્યનું કારણ

જણાવો.”

હિરણ્યકે કહ્યું : -

***

૧. તમ્રચૂડ સંન્યાસીની વાર્તા

હતે.

મહિલારોપ્ય નામનું એક નગર હતું.

તેના પાદરમાં ભગવાન શિવનું એક મંદિર હતું.

એ મંદિરમાં તમ્રચૂડ નામનો એક રખડું સંન્યાસી રહેતો

નગર આખામાં ભિક્ષ માગીને તે તેનું ગુજરાન ચલાવતો.

ખાત વધેલું ખાવાનું તે ભિક્ષાપાત્રમાં ભરી દેતો અને

રાત્રે મંદિરિની દીવાલ પરની ખીંટીએ લટકાવી દેતો.

સવાર થતાં તે ખાવાનું મંદિરન નોકરોને આપી, મંદિરની સાફસફાઈ કરાવી લેતો.

એકવાર મારા પરિવારનાં માણસોએ આવીને મને કહ્યું :“સ્વામી! ઉંદરોન ભયને

લીધે, દેવમંદિરમાં રાંધેલું ધન ભિક્ષાપાત્રમાં સંતાડી એક ખીંટી પર લટકાવી દેવામાં

આવે છે. તેથી અમે તેને ખાઈ શકત નથી. પણ તમારે માટે તે

મેળવવું અઘરું નથી. તો આમ નકામું રખડવાથી શો લાભ? આજે ત્યાં જઈએ અને પેટ ભરીને ખાઈએ.” આમ સ ંભળી હું પણ પરિવાર સાથે ત્યાં જવા ચાલી નીકળ્યો. ત્યાં

પહોંચીને તરત જ કૂદકો મારી ખીંટી ઉપર ચઢી ગયો. તેમાંથી વિશેષ સામગ્રી મેં

મારાં સેવકોને આપી દીધી. પછી વધ્યું-ઘટ્યું મેં ખાધું. પછી બધા તૃપ્ત થઈ ગયા ત્યારે હું મારા ઘર તરફ પાછો ફર્યો. આ રીતે હું રોજ ત્યાં જઈને ખાવા લાગ્યો. સંન્યાસી ખીંટીએ ટીંગાડેલા ધાનને બરાબર સાચવતો, છતાં પણ જેવો તે સૂઈ જતો કે હું

ખીંટી પર ચઢી બધું સફાચટ કરી દેતો. તેણે મને બીવડાવવા

ઘણા ઉપાય કર્યા. એકવાર તો તેણે બહુ જૂનો વાંસ લાવીને ભિક્ષાપાત્રને અડકાડી મૂક્યો. તે સૂતં સૂતં વારંવાર પગથ્ી વાંસને ઠેસ મારી ભિક્ષાપાત્રને હલાવતો.

આ પછી બીજે દિવસે સંન્યાસીનો એક બીજો મિત્ર

ફરતાં ફરતાં ત્યાં આવી ચઢ્યો. તેનું નામ વૃહત્સ્ફિંગ હતું. તેને આવેલો જોઈ સંન્યાસીએ વિધિપૂર્વક તેનું સ્વાગત કર્યું અને ખૂબ જ સારી રીતે ખવડાવ્યું-પીવડાવ્યું. રાત્રે બંન્ને મિત્રો ઘાસની એક જ પથારી પર સૂઈ ગયા. મોડીરાત સુધી ધાર્મિક ચર્ચા કરતા રહ્યા. વૃહત્સ્ફિંગ જ્યારે કોઈ કથા કહી રહ્યો હતો ત્યારે તામ્રચૂડ ઉંદરના ડરથી વ્યાકુળ થઈને પેલા વાંસ વડે ભિક્ષાપાત્રને ઠોકરો

મારતો રહેતો અને મન વગ માત્ર હુંકારો ભરતો હતો. વચ્ચે એકવાર જ્યારે તે હુંકારો ભરવાનું ભૂલી ગયો ત્યારે તેનો

મહેમાન સંન્યાસી ગુસ્ ાામાં ઊભો થઈ ગયો અને બોલ્યો : “અરે, તામ્રચૂડ! મને ખબર પડી ગઈ છે કે તું મારો સાચો મિત્ર નથી. તેથી જ તું મારી વાત પ્રસન્ ાચિત્તે સાંભળતો નથી. હવે હું તારું આ મંદિર છોડી બીજી જગ એ ચાલ્યો જાઊં છું. કહ્યું છે કે- આંગણે આવેલા અતિથિને જોઈ જે નજર ફેરવી લે છે કે

માથું નીચું નમાવી દે છે તેને ઘેર જનારને શિંગડાં વગરનો બળદ સમજવો. જેને ઘેર જતાં જનારનું સ્વાગત થતું નથી કે મીઠા શબ્દોથી આવકાર આપવામાં આવતો નથી તે ઘરમાં કદી પગ

મૂકવો જોઈએ નહીં.”

આ મંદિરની જગ મળવાથી તને આટલું બધું અભિમાન આવી ગયું છે કે તું મિત્રના પ્રેમને ઠોકરે મારે છે! શું તને એ

ખબર નથી કે એક મંદિરનો આશરો લઈ તું નરકમાં જવાની તૈયારી કરી રહ્યો છે?

હે મૂર્ખ! અભિમાન કરીને તું શોચનીય દશામાં મૂકાઈ ગયો છે. હું તારી જગાનો ત્યાગ કરીને કોઈક બીજી જગાએ ચાલ્યો જવા માગુ છું.

મિત્રની આવી વાતોથી તમ્રચૂડ ગભરાઈ ગયો. બોલ્યો

ઃ “ભગવન્‌! આમ ન બોલશો. તમારા જેવો મારો કોઈ બીજો મિત્ર નથી. તમારી સાથેના વાર્તાલાપમાં મારી બેદરકારીનું કારણ તો પહેલા સાંભળો. એક દુષ્ટ ઉંદર ઊંચાઈ પર મૂકેલા ભિક્ષાપાત્ર પર કૂદીને ચઢી જઈ બધું ધાન ખાઈ જાય છે. આથી જ

આજકાલ મંદિરની સફાઈ કે સજાવટ પણ થતાં નથી. તે ઉંદરને બીવડાવવા વારંવાર હું ભિક્ષાપાત્રને પગ વડે ઠોકરો મારતો રહું છું. આ જ મારી બેદરકારીનું કારણ છે.”

વૃહત્સ્ફિંગે કહ્યું :“તો શું એના દરની તને ખબર છે?”

“ના, મને બરાબર ખબર નથી.”

અતિથિ સંન્યાસીએ કહ્યું :“એ વાત નક્કી છે કે ક્યાંક કોઈક ખજાનાની ઉપર તેનું દર હશે. ઉંદર એ ખજાનાની ગરમીને

લઈને જ આટલું કૂદતો લાગે છે.” કહે છે કે, ધનથી પેદા થયેલી ગરમી માણસનુ તેજ વધારી દે છે, તો પછી દાન સહિત તેને

ભોગવન રની ગરમીની તો વાત જ કઈ ઓર છે. વળી -

હે માતા! આ શાંડિલી બ્રાહ્મણી કારણ વગર ઝાટકેલા તલ વડે, ઝાટક્યા વગરન તલને બદલી રહી નથી, એમાં જરૂર કોઈ કારણ હશે જ.

તામ્રચૂડે પૂછ્યું :“શું?”

તેણે કહ્યું :-

***

૨. બ્રાહ્મણ-બ્રાહ્મણીની વાર્તા

ચોમાસનો સમય હતે. મેં ચાત્ુર્માસનું વ્રત કર્યું હતું. તેથી એક બ્રાહ્મણને તેને ઘરે આશરો આપવા મેં વિનંતી કરી. તેણે વાત સ્વીકારી લીધી. તેણે મારી પ્રેમપૂર્વક ખાસ્સી એવી સરભરા કરી. ત્યાં રહી હું સુખચેનથી દેવોની આરાધના કરવા

લાગ્યો.

એક દિવસ સવારે હું ઊઠ્યો. મેં જોયું તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી વચ્ચે કોઈક વાતચીત થઈ રહી હતી. બ્રાહ્મણ તેની પત્નીને કહેતો હતો - “કાલે સવારથી દક્ષિણાયનની સંક્રાન્તિ

થશે. આ સંક્રાન્તિ ઘણું પુણ્ય આપનારી હશે. હું દાન લેવા માટે બીજે ગામ જઈશ. તો ભગવાન સૂર્યનારાયણને રાજી કરવા આવતીકાલે બ્રાહ્મણને અચૂક ભોજન કરાવજે.”

બ્રાહ્મણની વાત સાંભળી બ્રાહ્મણી છંછેડાઈ ગઈ. ઉકળી

ઊઠી. તેણે તેના પતિને ધમકાવતાં કહ્યું :“તમે કેવાક ધનવાન છો તે શું તમને ખબર નથી? બ્રાહ્મણને જમાડવા સીધું-સામગ્રી છે ઘરમાં? તમને આવું કહેતાં શરમ ના આવી? લૂલી હલાવી નાખવાથી કંઈ બ્રાહ્મણ જમાડી દેવાતા નથી, સમજ્યા? તમારે પનરે પડીને તો હું દુઃખી દુઃખી થઈ ગઈ છું.”

બ્રાહ્મણ તો સમસમી ગયો. તેણે બ્રાહ્મણીને કહ્યું :“તારે આમ ના કહેવું જોઈએ. કારણ કે કહ્યું છે કે -

એક કોળિયો ધાન જો પોતાને મળે તો તેમાંથી અડધું બીજાને આપવું જોઈએ. પોતાની ઈચ્છાનુસાર આ જગતમાં કોઈને ક્યાં ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.

ખૂબ જ વધારે દાન-પુણ્ય કરીને ધનવાન માણસો જે પુણ્ય કમાય છે, એટલું જ પુણ્ય દરિદ્ર લોકો તેનાથી ઘણું ઓછું દાન-પુણ્ય કરી કમાય છે.”

દાનવીર ખૂબ નાનો હોવા છતાં પૂજ્ય ગણાય છે, જ્યારે કંજૂસ અતિ ધનવાન હોવા છતાં ધિક્કારપાત્ર ગણાય છે. લોકો સમુદ્રને જોતા નથી, પણ થોડા પાણીવાળાં કૂવાને પ્રસન્નતાથી જુએ છે.

છે, પણ નિત્ય હાથ ફેલાવન રા - કિરણો વેરનરા - સૂર્યની તરફ

લોકો નજર પણ નાખતા નથી.

આ બધું જાણીને દરિદ્રતાથી પીસાતા માણસે થોડામાંથી

થેડું પણ સત્યપાત્રને દાન કરવું જોઈએ. કારણ કે સત્પાત્ર,

શ્રદ્ધા, પવિત્ર સ્થાન, પવિત્ર તિથિ આ બધાનો વિચાર કરીને વિચારવંત માણસો જે દાન આપે છે તે અનંત પુણ્ય રળી આપે છે.

વધારે પડતો લોભ કરવો જોઈએ નહીં અને લોભનો ત્યાગ પણ ના કરવો જોઈએ. ખૂબ જ લોભ કરનારના માથા ઉપર ચોટલી ઊગે છે.

બ્ર હ્મણી બ ેલી : “એ શી રીતે?”

તેણે કહ્યું :-

***

દાન નહીં આપનારને કુબેરભંડારીની પૃથ્વી મળી જાય

તોયે શું? તેઓ દેવતાઓના ખજાનચી હોવા છતાંય દેવો તેમને

મહેશ્વર કહેત નથી.

પણીનું દાન દેવાથી વાદળો આખા જગતમાં પ્રિય લાગે

૩. બે સંન્યાસીની વાર્તા

કોઈ એક જંગલમાં એક જંગલી માણસ શિકારના આશયથી દૂર દૂર ચાલ્યો ગયો. ઘણે દૂર નીકળી ગયા પછી તેણે એક ભૂંડને જોયું. આ ભૂંડ કાળા પર્વતના શિખર

જેવું ભયાનક

લાગતું હતું. તેને જોતાં જ શિકારીએ તેની તરફ બાણ છોડ્યું.

ભૂંડ ઘાયલ તે થઈ ગયું, પણ તેણે ક્રોધપૂર્વક પાછા ફરીને જોરદાર આક્રમણ કરીને તેની મજબૂત દાઢોથી શિકારીનું પેટ ચીરી નાખ્યું. શિકારી જમીન પર પડી ગયો અને તરફડીને મૃત્યુ પામ્યો.

આ બનાવ બની ગયા પછી થોડીવારે એક ભૂખ્યું શિયાળ ફરતું ફરતું ત્યાં આવી ચઢ્યું. તેણે ત્યાં ભૂંડ અને શિકારીને

મરેલાં પડેલાં જોયાં. તેમને જોઈને તે રાજી રાજી થઈ ગયું. તેણે વિચાર્યું કે - “અહા! આજે મારું નસીબ ઊપડી ગયું છે! વિધાતાએ આજે મારે માટે ભોજન તૈયાર રાખ્યું છે. એમ સ ચું જ કહ્યું છે કે- કોઈ વિશેષ પ્રયત્ન નહીં કરવા છતાં પૂર્વ જન્મનાં

પુણ્યોને લીધે માણસને સ રાં ફળ મળે છે. વળી -

જે દેશ, કાળ અને સ્થિતિમાં માણસે કરેલ શુભ કે અશુભ એ જે દેશ, કાળ અને સ્થિતિમાં સારું કે ખરાબ ફળ આપે છે. તેથી આ મળેલું ભોજન હું ઘણા દિવસો સુધી મારી ભૂખ

સંતોષાય એમ બચાવી બચાવીને ખાઈશ. આજે પહેલાં હું

બાણના ફળાને ચોંટેલાં, આંતરડાં ખાઈશ. કહ્યું છે કે -

જ્ઞાનીજનોએ કમાયેલા ધનને ધીરે ધીરે ખર્ચવું જોઈએ. ક્યારયે વગર વિચાર્યે ધનને જલ્દી જલ્દી ખર્ચવું જોઈએ નહીં.

આમ વિચારીને તેણે બાણના ફળા પર ચોંટેલા ભૂંડનં આંતરડાંને ચાવવાનું જેવું શરૂ કર્યું કે ધનુષની પ્રત્યંચાનો એક છેડો તૂટી ગયો અને તેના માથાની આરપાર નીકળી ગયો. તેથી હું કહું છું કે વધારે પડતે લોભ કરવો જોઈએ નહીં.

તેણે પછી કહ્યું : “બ્રાહ્મણી! શું તેં સાંભળ્યું નથી કે

ઉંમર, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ એ પ ંચેય વસ્તુઓની રચન ગર્ભાવસ્થાથી જ થાય છે.

આમ બ્રાહ્મણના સમજાવ્યા પછી તેની પત્નીએ કહ્યું :

જો એમ જ હોય તો ઘરમાં થોડા ઘણા તલ બચેલા છે. તેને શેકીને હું તેનું ચૂરણ બનાવી લઈશ, અને તેન વડે બ્રાહ્મણને

ભોજન કરાવીશ.”

પત્નીની આવી વાત સ ંભળી બ્ર હ્મણ ગામ તરફ જવા

ચાલી નીકળ્યો. બ્રાહ્મણીએ તલને ધોઈને સાફ કર્યા. પછી તેને

કૂટીને તડકામાં સૂકવવા મૂકી તે બીજાં કામોમાં પરોવાઈ ગઈ. એટલામાં ત્યાં એક કૂતરો આવ્યો અને સૂકવેલા તલ ઉપર તેણે પેશાબ કર્યો. કૂતરાને પેશાબ કરતાં બ્રાહ્મણી જોઈ ગઈ

હતી. તેણે વિચાર્યું : “હાય! વિધિની વક્રતાને તો જુઓ! આ કૂતરો બચ્યા-કૂચ્યા તલનેય બ્ર હ્મણને ખાવા યોગ્ય રહેવા ના દીધા. હવે કોન ઘેર જાઊં? હવે આ તલને ક્યાં જઈ

બદલી લાવવા?” એ દિવસે હું જે ઘેર ભિક્ષ માગવા ગયો હતો ત્યાં સંજોગવશ તે બ્રાહ્મણી પેલા તલ વેચવા આવી. તેણે કહ્યું :“જો કોઈને મારા સાફ કરેલા તલ સાથે તલ બદલવા

હોય તો બદલી

લો.” તેની વાત સાંભળી ઘરની માલકણ સાફ કર્યા વગરના તલ

ઘરમાંથી લઈ આવી, અને તે બદલવાની ઈચ્છા તેણે જાહેર કરી. આ દરમ્યાન તેના દીકરાએ કામન્દકે જણાવેલા નીતિશાસ્ત્રને ઉથલાવી ઉથલાવીને જોયું અને માતાને કહ્યું :“મા!

આ તલનો તું બદલો કરીશ નહીં. એમાં કોઈકને કોઈ ખરાબી જરૂર હશે. તેથી જ આ બ્રાહ્મણી આમ કરી રહી છે.

દીકરાની વાત માની બ્ર હ્મણીએ તલ બદલવાનો વિચાર

માંડી વાળ્યો. તેથી જ હું કહું છું કે, “હે મા! શાંડિલી બ્રાહ્મણી કોઈ કારણ વગર. . વગેરે.”

આ વાર્તા સાંભળ્યા પછી તેણે કહ્યું : “શું તને તેના

આવવા-જવાના રસ્તાની ખબર છે? તામ્રચૂડે કહ્યું : “ભગવન્‌!

ખબર તો છે પણ એ દુષ્ટ એકલો આવતો નથી. હું જોઊં છું કે

તે તેન અસંખ્ય સાથી ઉંદરોને લઈ મસ્તીથી આવે છે અને એજ રીતે બધાની સાથે પાછો ચાલ્યો જાય છે.”

અતિથિ સંન્યાસીએ પૂછ્યું : “કોઈ ખોદવાનું હથિયાર

છે?”

તેણે કહ્યું : “હા, ઘણાં છે. એક ત ે આ મારી બૈશાખી જ છે, જે આખે આખી લોખંડની બનેલી છે.”

સંન્યાસીએ કહ્યું : “સવારે વહેલો ઊઠી તું મારી સાથે

ચાલજે, જેથી ઉંદરનાં પગનં નિશાન જોઈને તેના દર સુધી પહોંચી શકાય.” તેની આવી વાતો સાંભળી મેં પણ વિચાર્યું :“અરે! હવે સત્યાનાશ થઈ જશે. કારણ કે તેની વાતો સાચી

લાગે છે. એ જરૂર મારા રહેઠાણની ભાળ મેળવી લેશે. કહ્યું છે કે-

જ્ઞાની માણસ એકવાર પારકા પુરુષને જોઈ તેન વિશે બધું જાણી લે છે. પારખું માણસ વસ્તુને હથેળીમાં મૂકી તેનું વજન જાણી લેતા હોય છે.

મનુષ્યન બીજા જન્મન શુભાશુભ ભવિષ્યની જાણકારી તેની ઈચ્છાઓ દ્વારા પ્રાપ્ત થઈ જાય છે. જેમકે, મોરલા બચ્ચાન

માથા પર કલગી ન હોવા છતાં તે તેની ચાલ-ઢાલથી ઓળખાઈ

જાય છે.

તેની આવી વાતો સાંભળી હું બીજા રસ્તેથી દરમાંથી સપરિવાર ભાગી છૂટ્યો. પણ આ શું! જેવો હું નીકળ્યો કે સામેથી એક બિલાડો આવી ગયો. ઉંદરોનું આટલું મોટું ટોળું ૧૫૧

જોઈ એ લાગલો તૂટી પડ્યો. બધા ઉંદરોએ મારા પર ફિટકાર વરસાવ્યો. જે બચી ગયા તે પાછા ફરીને પાછા મારા મૂળ રહેઠાણમાં પેસી ગયા. એમ ઠીક જ કહ્યું છે કે -

જાણીને, કાપીને, ગુપ્ત ચાલને છોડીને, બળપૂર્વક બાંધી

શકાય એવા દોરડાને તોડીને, દાવાનળ લાગેલા જંગલમાંથી દૂર

ભાગી જઈને અને શિકારીનું બ ણ નહીં વાગવા છતાં પણ દોડતું હરણ એક કૂવામાં પડી ગયું.

આમ ભયંકર આફતથી ગભરાઈને એ મૂર્ખ ઉંદરો તેમના તે જ દરમાં પાછા પેસી ગયા. એકલો હું જ બીજી જગાએ ચાલ્યો ગયો. આ દરમ્યાન તે નીચ સંન્યાસી ઉંદરોના લોહીનાં

નિશાન જોતો જોતો મારા કિલ્લા પાસે આવી ઊભો. તેણે તેની વૈશાખી વડે ખોદવાનું શરૂ કર્યું. ખોદીને તેણે ખજાને મેળવી લીધો કે જેન પર હું સદા બેસી રહેતો હતો. ખજાનો હાથ કરી લીધા પછી અતિથિ તામ્રચૂડને કહ્યું :“ભાઈ! હવે તારે ડરવાની જરૂર નથી. તું નિરાંતે સૂઈ જા. ખજાનાની ગરમીને કારણે તે ઉંદર આખી રાત તને જગાડતો હતો.” પછી તે બંન્ ો બધો ખજાનો

લઈ

મંદિરે પાછા ફર્યા. હવે મને મારી જગ અણગમતી લાગવા માંડી હતી. મેં વિચાર્યું કે હવે હું ક્યાં જાઉં? શું કરું? મારા મનને હવે શાંતિ શી રીતે મળશે? આવી ચિંત માં મેં તે

દિવસ દુઃખમાં વીતાવ્યો. પછી જ્યારે સૂર્ય આથમી ગયો ત્યારે હું મારા પરિવાર સાથે મંદિરમાં ગયો. મારા પરિવારનો અવાજ સાંભળી ત મ્રચૂડ

તૂટી ગયેલા વાંસ વડે ભિક્ષાપાત્રને ખખડાવવા લાગ્યો. તેને તેમ કરતો જોઈ અતિથિ સંન્યાસીએ કહ્યું : “ભાઈ! હજુ પણ તને ઉંદરોનો ડર સતાવે છે? શું તેથી તને ઊંઘ આવતી નથી?” તેણે કહ્યું :

“ભગવન્‌! પાછો પેલો ઉંદર તેના પરિવાર સાથે અહીં આવ્યો છે. તેના ભયથી હું આ વાંસથી ભિક્ષાપાત્ર ખખડાવી રહ્યો છું.” આ સાંભળી અતિથિ સંન્યાસીએ હસીને કહ્યું :“ભાઈ! હવે ગભરાઈશ નહીં. ધન ચાલ્યા જવાની સાથે જ એની કૂદવાની શક્તિ પણ ચાલી ગઈ છે. બધા જીવોની આવી જ દશા છે કહ્યું છે કે -

માણસ તેના ધનના ઘમંડમાં બીજાનું અપમાન કરે છે,

બીજાને તુચ્છ સમજી બેસે છે.”

મહેમાન સંન્યાસીની આવી વાતો સાંભળી મને ગુસ્ ાો આવ્યો અને હું ઝડપથી ભિક્ષાપાત્ર પર કૂદી પડ્યો. અરે! પણ આ શું? ભિક્ષાપાત્ર સુધી પહોંચતાં પહેલાં જ હું જમીન ઉપર પટકાઈ પડ્યો. મને પડેલો જોઈને મારા દુશ્મન અતિથિ સંન્યાસીએ હસીને ત મ્રચૂડને કહ્યું : “અરે ભાઈ! આ તમાશો તો જુઓ.” કહ્યું છે કે - ધનથી જ બધા બળવાન કહેવાય છે, ધનવાન જ પંડિત ગણાય છે. જુઓને, ધન વગરનો આ ઉંદર તેની જાતિના બીજા ઉંદરો જેવો થઈ ગયો. તો હવે તમારે ડરવાની જરૂર નથી. નિરાંતે સૂઈ જાઓ. એ જે કારણે કૂદતો હતો તે તો હવે આપણા તાબામાં થઈ ગયું છે. કહ્યું છે કે -

દાંત વગરનો સાપ અને મદ વગરનો હાથી ફક્ત નામમાત્રના જ હોય છે, તેવી રીતે ધન વગરનો માણસ પણ નામમાત્રનો જ હોય છે.

તેની આવી વાતો સાંભળી મેં પણ મનમાં વિચાર્યું -

ખરેખર હવે તો મારામાં એક આંગળ પણ કૂદવાની તાકાત રહી

નથી. હાય!આ જગતમાં નિર્ધન માણસને ધિક્કાર છે.

દરિદ્ર માણસ ગમે તેટલો ગુણવાન હોય તો પણ તેની કોઈ કદર કરતું નથી. જેમ સૂર્ય જગત આખાને પ્રકાશ આપે છે તેમ માણસના બધા ગુણોને માત્ર લક્ષ્મી જ પ્રકાશ

આપે છે. એકવાર ધનવાન થઈ ગયા પછી જે નિર્ધન થઈ જાય છે

તે જન્મથી દરિદ્ર માણસ કરતાં વધારે દુઃખી હોય છે.

જેમ વિધવા સ્ત્રીનાં સ્તન ઢીલાં પડી જાય છે તેમ નિર્ધન

માણસની ઈચ્છાઓ જાગી-જાગીને ઢીલી પડી જાય છે.

આ રીતે વિલાપ કરીને હું ઉદાસ થઈ ગયો. મેં જોયું કે

મારા ખજાનાને એક પોટલીમાં બાંધી તે સાધુઓએ તેમના ઓશિકા નીચે મૂક્યો છે. છતાં હું કશું કરી શક્યો નહીં, અને

મારા રહેઠાણ તરફ પાછો ફરી ગયો. સવારે મારા સેવક ઉંદરો

માંહેમાંહે ચર્ચા કરતા હતા - “હવે આપણા સ્વામી આપણને જીવિકા આપવા અશક્તિમાન છે. એમની પાછળ પાછળ ફરવામાં હવે કોઈ ફાયદો નથી. તો હવે તેમની સેવા

કરવાનો શો અર્થ? એવું કહ્યું છે કે -

જેની પાસે રહેવાથી કોઈ લાભ થાય નહીં. બલ્કે નર્યા દુઃખન ે જ અનુભવ થાય એવા માલિકનો ત્યાગ કરવો જોઈએ.” તેની આવી વાતો મેં મારા સગા કાને સાંભળી. સાંભળીને

હું મારા કિલ્લામાં ચાલ્યો ગયો. ઘણીવાર થવા છતાં જ્યારે મારી

આસપાસ કોઈ જ ફરક્યું નહીં ત્યારે મેં વિચાર્યું કે, હાય, ગરીબાઈ! તને ધિક્કાર છે. કહ્યું છે કે -

નિર્ધન માણસના જીવનની કોઈ કિંમત નથી. સંતાન

ઉત્પન્ન ના કરી શકે એવો સંભોગ વ્યર્થ છે. શ્રોત્રિય વિના બીજાએ કરાવેલું શ્રાદ્ધ વ્યર્થ છે અને દક્ષિણા વગરને યજ્ઞ વ્યર્થ છે.

અહીં હું આવી ચિંતા કરતો હતો ત્યારે મારા સેવકો મને છોડીને મારા દુશ્મનના સેવકો બની ગયા. તેઓ મને એકલો પડી ગયેલો જોઈ મારી હાંસી ઊડાવવા લાગ્યા. ત્યારે મેં સ્થિરચિત્તે વિચાર કર્યો કે પેલા તપસ્વી સંન્યાસીના મંદિરમાં જઈ, જ્યારે તે સૂઈ રહ્યો હોય ત્યારે તેન ઓશિકા નીચે મૂકેલી પોટલી કાપીને બધો ખજાનો ધીમે ધીમે કિલ્લામાં ખેંચી લાવું. આમ કરવાથી ફરી મારી પાસે ધન આવી જશે. અને તેના પ્રભાવથી ફરી મારું આધિપત્ય જામી જશે. કહ્યું છે કે-નિર્ધન માણસ ખાનદાન વિધવાની જેમ સેંકડો મનોરથો

સેવી તેના ચિત્તને નકામું દુઃખી બનાવે છે. તેન તે મનેરથો ક્યારેય પૂરા થતા નથી. દરિદ્રતાન કલંકથી કલંકિત થયેલો

મનુષ્ય હંમેશાં લાચારીને પાત્ર બને છે. અપમાનનું કારણ બની જાય છે. અને બધી મુશ્કેલીઓનો ગુલામ બની જાય છે.

જેમની પાસે લક્ષ્મી નથી હોતી તેમના પરિવારનાં માણસો પણ શરમ અને સંકોચ અનુભવે છે. તેઓ તેમનો સાચો સંબંધ છુપાવે છે. લક્ષ્મી વગરના માણસના મિત્રો પણ શત્રુ બની જાય

છે. નિર્ધન માણસ જો કશુંક આપવા માટે ધનવાનોને ઘેર

જાય તો લોકો એમ સમજે છે તે કશુંક માગવા માટે આવ્યો છે.

મનમાં આમ વિચારીને હું તે રાત્રે મંદિરમાં ગયો. તપસ્વી ત્યારે સૂઈ રહ્યો હતો. મેં તરત જ તેની પેલી પોટલી કાપી નાખી. પણ ત્યાં તે સંન્યાસી જાગી ગયો. તેણે તૂટેલા વાંસથી

મારા માથમાં ફટકો માર્યો. સદ્‌ભાગ્યે હું બચી ગયો અને ભાગી

છૂટ્યો. કહ્યું છે કે -

માણસના ભાગ્યમાં જેટલું પ્રાપ્ત કરવાનું નિર્માયું હોય તેટલું જ તેને પ્રાપ્ત થાય છે. ખુદ ભગવાન પણ તેને બદલી શકતે નથી. તેથી હું કશો શોક કરતે નથી. તેથી મને કોઈ સંતપ નથી કે નથી થતું કશું આશ્ચર્ય. જે કંઈ મારું છે તે બીજા કોઈને મળવાનું નથી જ.

કાગડા અને કાચબાએ પૂછ્યું : “એ શી રીતે?”

હિરણ્યકે કહ્યું : -

***

૪. સાગરદત્ત વાણિયાની વાર્તા

કોઈ એક નગરમાં સાગરદત્ત નામનો વાણિયો રહેતો હતો. તેન છોકરાએ સો રૂપિયામાં એક પુસ્તક ખરીદ્યું. તેમાં

માત્ર એટલું જ લખ્યું હતું -

“મનુષ્ય તેના ભાગ્યમાં લખ્યું હોય તેટલું જ પામી શકે

છે. ઈશ્વર પણ તેમાં કશું વિઘ્ન નાખી શકતો નથી. તેથી તેનો

મને હર્ષ થયો ન હત ે કે, ન થયો હતો કંઈ રંજ, કારણ કે જે

મારું છે તે બીજાનું થઈ શકતું નથી.”

તે પુસ્તક જોઈ સગરદત્તે તેના દીકરાને પૂછ્યું :“બેટા!

આ પુસ્તક તેં કેટલી કિંમતે ખરીદ્યું છે?”

તેણે જવાબ વાળ્યો : “સો રૂપિયામાં પિતાજી!”

જવાબ સાંભળી સાગરદત્તે કહ્યું :“અરે મૂર્ખ! ધિક્કાર છે તારી બુદ્ધિને. માત્ર એક શ્લોકને ખરીદવા તેં સો રૂપિયા ખર્ચી નાખ્યા? આવી બુદ્ધિથી તું ધન શી રીતે કમાઈ શકીશ?

આજથી ત રે મારા ધનને હાથ લગાડવાનો નથી.” આમ કહી તેણે

દીકરાને ઘરની બહાર કાઢી મૂક્યો.

પિતાના આવા તિરસ્કારથી વણિકપુત્ર ઘરનો ત્યાગ કરીને દૂૂર દેશમાં ચાલ્યો ગયો. એક નગરમાં જઈ તેણે આશરો

લીધો. ઘણા દિવસો પસાર થઈ ગયા પછી તે નગરના રહેવાસીએ

તેને પૂછ્યું :“તમારે ગામ કયું? તમે ક્યાંથી આવો છો?”

જવાબમાં તેમણે કહ્યું : “માણસ તેના ભાગ્યમાં લખ્યું હોય તેટલું જ. . વગેર. બીજાઓને પણ તેણે આવો જ જવાબ આપ્યો. પછી તો આખા નગરમાં તેનું નામ

“પ્રાપ્તવ્યમર્થ” એવું પડી ગયું.

આમને આમ કેટલાક દિવસો વીતી ગયા. એકવાર તે

નગરના રાજાની કન્યા ચંદ્રાવતી સખી સાથે ફરવા નીકળી હતી. તે યુવાન અને અતિસ્વરૂપવાન હતી. સંજોગવશાત્‌ એ નગરમાં એ જ સમયે કોઈ રાજકુમાર પણ ફરવા આવ્યો હત ે.

રાજકુમારી તેને જોતાં જ મોહાંધ થઈ ગઈ. તેણે તેની સખીને કહ્યું :“સખી! તું આજે જ ગમે તે ઉપાયે રાજકુમાર સાથે મારો ભેટો કરાવી આપ.”

તેની સખીએ રાજકુમાર પાસે જઈ કહ્યું : “રાજકુમારી ચંદ્રાવતીએ મને આપની પાસે મોકલી છે. તેણે કહેવડાવ્યું છે કે, “તમને જોવા માત્રથી જ કામદેવે મારી દશા દુઃખદાયિની

બનાવી દીધી છે. જો તમે તરત જ મારી પાસે નહીં આવો તો હું મોતને વહાલું કરીશ.” સખી પાસેથી રાજકુમારીનો સંદેશો સંભળી

રાજકુમારે કહ્યું :“જો મારું રાજકુમારી પાસે જવું જરૂરી હોય તો

મારે તેની પાસે શી રીતે જવું તેનો ઉપય બતાવ.”

સખીએ કહ્યું : “રાત્રે અંતપુરમાંથી લટકત દોરડાની

મદદથી તમે ઉપર ચઢી જજો.”

રાજકુમાર બોલ્યો :“હું એમ જ કરીશ.” સખી રાજકુમાર સાથે આ વાત નક્કી કરી ચંદ્રાવતી પાસે ગઈ. રાત પડતાં જ રાજકુમારે મનમાં વિચાર્યું કે, આ ખૂૂબ ખોટું કામ

છે. કહ્યું છે કે- ગુરૂની કન્યા, મિત્રની પત્ની તથા સ્વામી કે સેવકની

કન્યા સાથે જ વ્યક્તિ વ્યભિચાર કરે છે તેને બ્રહ્મહત્યાનું પાપ

લાગે છે.

વળી -

જે કામ કરવાથી અપકીર્તિ મળે અથવા જે કરવાથી અધોગતિની સંભાવના હોય તો તેવું કામ કરવું જોઈએ નહીં. આમ વિચારી રાજકુમાર તે રાતે રાજકુમારી

પાસે ગયો

નહીં. આ જ સમયે પેલો વાણિયાનો દીકરો ફરતો ફરતો રાજમહેલ પાસે આવી પહોંચ્યો. રાજભવનની અટારી પરથી લટકતા દોરડાને જોઈ કુતૂહલવશ તે તેની મદદ વડે ઉપર ચઢી ગયો.

રાજકુમારીએ તેને અસલ રાજકુમાર માની નવડાવી-ધોવડાવી, ખવડાવી- પીવડાવી વિધિવત્‌ આવકાર આપ્યો. પછી પલંગ પર તેની સાથે સૂઈ જઈ રાજકુમારીએ તેના અંગોનો સ્પર્શ

કરી ખૂબ આનંદ મેળવ્યો. તેનું શરીર રોમાંચિત થઈ ગયું. તેણે કહ્યું :

“પ્રિયે! તમને જોયા પછી હું તમારી આશિક થઈ ગઈ છું. મેં

મારું હૈયું તમને સોંપી દીધું છે. તમારા વગર મેં મનથી પણ પતિ તરીકે કોઈ બીજાપુરુષનો વિચાર સરખોય કર્યો નથી. ભવિષ્યમાં કરીશ પણ નહીં. તો તમે કયા કારણથી મારી સાથે બોલત નથી?”

વણિકપુત્ર એટલું જ બોલ્યો : “પ્રાપ્તવ્યમર્થ...”

તેના આવા જવાબથી રાજકુમારીને ખાતરી થઈ કે આ કોઈ બીજો જ પુરુષ છે. તેણે તરત જ તેને અંતઃપુરમાંથી નીચે ઉતારી મૂક્યો. અંતઃપુરમાંથી નીચે ઉતરી તે એક મંદિરમાં જઈને સૂઈ ગયો. કોઈ એક વ્યભિચારિણી સ્ત્રીએ તેના જરને આ દેવમંદિરમાં આવવાનું કહી રાખ્યું હતું. જાર કોટવાળ જ્યારે

મંદિરે આવ્યો ત્યારે તેણે ત્યાં સૂતેલા કોઈક માણસને જોયો. તેણે રહસ્યને ગુપ્ત રાખવા પૂછ્યું :“તમે કોણ છો?”

જવાબ મળ્યો : “પ્રાપ્તવ્યમર્થ...”

તેનો વિચિત્ર જવાબ સાંભળી કોટવાળે કહ્યું : “ભાઈ! આ મંદિર તો સાવ સૂમસામ છે. તું અહીંને બદલે મારી જગા પર આવી સૂઈ જાય એમાં જ તારી ભલાઈ છે.

વણિકપુત્ર રાજી થઈ કોટવાળની જગા પર પહોંચી ગયો. ત્યાં પહોંચીનેય તે બુદ્ધિની વિકલતાને લઈ બીજી જ જગાએ સૂઈ ગયો. તેના સ્વામીની સુંદર અને યુવાન કન્યા વિનયવતી

સંજોગવશ આ જગા પર સૂતેલી હતી. તે પણ તેના કોઈ પ્રેમીને રાત્રે અહીં આવવાનું

ઈજન આપી ચૂકી હતી. તે આ વણિકપુત્રને અહીં આવેલો જોઈ તેનો પ્રેમી સમજી બેઠી. રાત્રિના ઘોર અંધકારને લઈ તે તેને સારી રીતે ઓળખી શકી નહીં. તે તેને પોતાનો પ્રેમી માની બેઠી. તે તેની પથરી પરથી ઊઠી અને તેની સથે ગંધર્વલગ્ન કરી તેના પડખામાં સૂઈ ગઈ. પ્રસન્નચિત્ત વિનયવતીએ રાત્રે તેને કહ્યું : “મારા વહાલા! હજુ પણ આપ કેમ મારી સાથે

પ્રેમભરી મીઠી વાતો નથી કરતા? વણિકપુત્ર માત્ર આટલું

બેલ્યો : “પ્રાપ્તવ્યમર્થ.. વગેરે.” આ સંભળીને તે ચોંકી ગઈ. તેણએ વિચાર્યું કે પૂરેપૂરું વિચાર્યા વગર ઉતાવળમાં જે કામ કરવામાં આવે છે તેનું આવું જ પરિણામ મળે છે. તેણે વણિકપુત્રને ત્યાંથી બહાર કાઢી મૂક્યો. ત્યાંથી નીકળી સડક ઉપર જઈ રહ્યો હતો ત્યારે તેણે વાજતેગાજતે સામેથી આવત વરકીર્તિને જોયો. તે પણ જાનની સ થે ચાલવા લાગ્યો. જાન ઘરની નજીક આવી ગઈ. ઘરના બારણે બનાવેલી લગ્નની વેદી પાસે શેઠની સજ્જ થયેલી કન્યા બેસી ગઈ ત્યાં જ જાનની સાથે આવેલો એક હાથી બગડ્યો. હાથીવાનને મારીને નાસત-ભાગતા લોકોને કચડીને પેલી વેદી પાસે આવી પહોંચ્યો. ચારે તરફ બૂમરાણ મચી ગયું. હાથીને ગંડો થયેલો જોઈ જાનૈયા વર ાજાને લઈ આમતેમ દોડવા લાગ્યા. બિચારી શેઠની દીકરી એકલી જ ત્યાં બેસી

રહી. તે ખૂબ ડરી ગઈ હતી. તેને ગભરાયેલી જોઈને “પ્રાપ્તવ્યમર્થે” જોરજોરથી બરાડી કહ્યું : “તું ગભરાઈશ નહીં. હું તારું રક્ષણ

કરીશ.” કહેતાં તેણે કન્યાનો જમણો હાથ પકડી લઈ, હિંમતપૂર્વક હાથી સામે બૂૂમો પાડી તેને પાછો હઠવા મજબૂર કરી દીધો. હાથી પાછો હઠી ગયો.

પછી તો લગ્ન સંપન્ન થઈ ગયાં. મિત્રો અને પરિવાર

સાથે જ્યારે વરકીર્તિ શેઠને ઘેર પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે કન્યાને એખ બીજી જ વ્યક્તિન હાથમાં સોંપી દેવાઈ હતી. આ જોઈને વરરાજા વરકીર્તિએ કહ્યું :“સસરાજી! આ તમે સારું કર્યું

નથી. મને વચનદાન દીધા પછી તમે તમારી કન્યા કઈ રીતે બીજાના હાથમાં સોંપી શકો?”

વરકીર્તિના સસરાએ કહ્યું : “હું પણ પાગલ હાથીના

ભયથી નાસી છૂટ્યો હતો. હું તમારી સથે જ અહીં આવ્યો છું. તેથી મને કશી ખબર નથી કે આ બધું શું છે! જમાઈને આમ કહી શેઠે તેની કન્યાને પૂછ્યું :“દીકરી! તેં આ સારું કર્યું નથી. સાચે સાચું જણાવ. આ બધું શું છે?”

કન્યાએ કહ્યું : “પિતાજી! આ મહાપુરુષે તેમના જીવને જોખમમાં મૂકીને મને બચાવી લીધી છે. હવે હું મારા જીવતે જીવ અન્ય પુરુષ સાથે લગ્ન નહીં કરું.”

આમને આમ રાત પસાર થઈ ગઈ. સવારે શેઠને ઘેર

ઘણા લોકો એકઠા થઈ ગયા. રાજકુમારી પણ આવી. લોકોનો શોરબકોર સાંભળી રાજા પણ ત્યાં આવી ગયા. રાજાએ ‘પ્રાપ્તવ્યમર્થ’ ને પૂછ્યું :“ભાઈ! તું નિશ્ચિત થઈને કહે કે વાત શી

છે? તેણે

ફરી એ જ જવાબ આપ્યો - ‘પ્રાપ્તવ્યમર્થ લભતે મનુષ્ય’ વગેર... તેનો આવો ઉત્તર સાંભળી રાજકુુમારી તેની વાતને યાદ કરીને આગળ બોલી - “દેવોડપિ તંલંધયિતું ન શક્યઃ ।

મતલબ કે ઈશ્વર પણ એમાં વિઘ્ન નથી નાખતો. સંયોગવશ પેલા કોટવાળની કન્યા પણ ત્યાં પહોંચી ગઈ હતી. તેણે કહ્યુંઃ તસ્માન્‌ શોચામિ ન વિસ્મયો મે” મતલબ કે જે મારું છે તે બીજાનું નથી. રાજાએ ચારેય કન્યાઓની વાતો સાંભળી બધીને અભયદાન દેવાનું વચન આપ્યું. પછી તો તેને સાચી વાતની ખબર પડી ગઈ. રાજાએ ગ્રામજનોની હાજરીમાં

ધામધૂમથી પોતાની દીકરી વણિકપુત્ર સાથે પરણાવી. અને તેને રાજ્યનો યુવરાજ જાહેર કરી તેનો રાજ્યાભિષેક કરી દીધો. કોટવાળે પણ તેની કન્યાને વણિકપુત્રને દાનમાં દઈ દીધી.

પછી તો વણિકપુત્રએ પોતાના સમસ્ત કુટુંબ સાથે માતાપિતાને પણ ત્યાં તેડાવી લીધાં. માટે જ કહું છું કે માણસ તેન ભાગ્યમાં લખેલું પ્રાપ્ત કરીને જ રહે છે. તો આમ સુખ અને પછી દુઃખનો અનુભવ કરીને મને

બહુ ખેદ થયો. હવે મારા તે મિત્રએ મને લાવીને તમારી પાસે

પહોંચાડી દીધો છે. આ જ મારા વૈરાગ્યનું ખરું કારણ છે.”

મન્થરકે કહ્યું :“ભાઈ! ખરેખર એ એક સાચો મિત્ર છે. તને પીઠ પર લાદીને તે આટલે દૂર સુધી લઈ આવ્યો છે. તેણે રસ્તામાં ભોજન શુદ્ધાં કર્યું નથી. તેની મિત્રતામાં કોઈ

શંકા કરવાની જરૂર નથી. કારણ કે કહ્યું છે કે -

ધન જોઈને પણ જેના મનમાં વિકાર ઉત્પન્ન થતો નથી તે જ બધો સમય મિત્ર થઈ શકે છે. આવો ઉત્તમ મિત્ર જ સ ૈએ બનાવવો જોઈએ.

સંકટના સમયમાં પણ જે સાથ ના છોડે તે જ સાચો

મિત્ર. જ્યારે દિવસો ચઢત હોય ત્યારે તો દુશ્મન પણ મિત્ર જેવો

વ્યવહાર કરે છે.

એ બાબત પર આજે મને વિશ્વાસ થઈ ગયો છે. તમારાં બંન્નેની મિત્રત જો કે નીતિ-વિરુદ્ધ છે, છત ં પણ એ સાચું છે કે માંસાહારી કાગડાની સાથે અમારા જેવા

જલચરની પણ મિત્રતા છે. એ સાચું જ કહ્યું છે કે -

જગતમાં કોઈ કોઈનો મિત્ર નથી કે નથી શત્રુ. તેથી હું આપનું સ્વાગત કરું છું. આ તળાવન કિનારા પર આપન

ઘરની જેમ જ વસવાટ કરો. તમારું ધન નષ્ટ થઈ ગયું છે અને

તમારે પરદેશ આવવું પડ્યું છે એ બાબતમાં તમારે શોક કરવો જોઈએ નહીં. કેમકે -

વાદળનો છાંયડો, દુષ્ટની મૈત્રી, રાંધેલું ધાન, યુવાન

સ્ત્રી, યુવાની અને ધન થોડા સમય માટે ભોગવવા યોગ્ય હોય છે. તેથી જ વિચારશીલ લોકો ધનની ઈચ્છા રાખત નથી.

જેમ માંસને પાણીમાં માછલીઓ, જમીન પર હિંસક

જીવો અને આકાશમાં પક્ષીઓ ખાય છે. તે જ રીતે ધનવાનને

પણ ખાનારા અને ચૂસનારા બધે ઠેકાણે મળે છે.

ધનને એકઠું કરવામાં દુઃખ, એકઠા કરેલા ધનનું રક્ષણ કરવામાં દુઃખ, ધનનો નાશ થવામાં દુઃખ, ખર્ચ કરવામાં દુઃખ - એમ બધે દુઃખ દેનારા ધનને ધિક્કારે છે.

બીજું કે પરદેશ આવવા બદલ તમે દુઃખ અનુભવશો

નહીં. કેમકે -

ધીરજવાનને નથી હોતો કોઈ દેશ કે નથી હોતો પરદેશ. તે તો જે દેશમાં જાય છે તે દેશને પોતાનો કરી લે છે. સિંહ જે વનમાં ફરે છે તે વનમાં હાથીઓને મારી તેમના લોહીથી તરસ છીપાવે છે.

ઉત્સાહી, ઉદ્યમી, કાર્યરત, વ્યસનમુક્ત, શૂરવીર, કૃતજ્ઞ

અને દૃઢ મૈત્રી કરન ર, પુરુષની પ સે લક્ષ્મી જાતે જ ચાલી જાય છે.

બીજું એમ પણ થાય છે કે મળી આવેલું ધન દુર્ભાગ્યવશ

નાશ પ મે છે. જાતે મળેલું ધન પણ નસીબમાં નહીં હોતાં નાશ

પામે છે.

મોટા જંગલમાં પહોંચીને પણ મૂર્ખ સ ેમલિકની જેમ ધનને પ્રાપ્ત કરીને પણ લોકો તેને ભોગવી શકતાં નથી.

હિરણ્યકે પૂછ્યું :“એ કેવી રીતે?”

તેણે કહ્યું :-

***

આકાશમાં ઊડીને ધરતી પર આવનારાં પક્ષીઓને પણ

૫. સોમલિક વણકરની વાર્તા

કોઈ એક ગામમાં સ ેમલિક નામનો વણકર રહેતો હતો. તે રાજાઓ માટે ભાતભાતનાં રેશમી વસ્ત્રો વણવામાં

માહેર હતો. તેની પાસે સુંદર વસ્ત્રો વણવાની આવડત હોવા છતાં તેની પાસે ખાવાપીવાથી વધારે પૈસા બચત ન હત.

તેના જ ગામના બીજા વણકરો ઘણા શ્રીમંત હતા. તેમને જોઈ તે તેની પત્નીને કહેતો - “વહાલી! આપણા

ગામન બીજા વણકરો કેટલા સુખી છે! આપણી પાસે ખાધાપીધા

પછી ખાસ કશું બચતું નથી. તેથી હવે હું ધન કમાવા માટે પરદેશ જઈશ.”

તેની આવી વાત સાંભળી પત્નીએ તેને સમજાવતાં કહ્યું

ઃ “હે સ્વામી! ત્યાં જ તમારી ભૂલ થાય છે. પરદેશ જવાથી પૈસા

મળશે જ એની શી ખાતરી? કહ્યું છે કે -

ભાગ્યમાં લખ્યું હોય તેટલું જ મળે છે. વળી -

જે નથી મળવાનું તે નથી જ મળવાનું અને જે મળવાનું હશે તે પ્રયત્ન વગર પણ મળશે જ. જેમ અસંખ્ય ગાયોના ટોળામાં વાછરડું તેની માને ઓળખી લે છે તેમ

પૂર્વજન્મન કર્મ તેના કરનારને ઓળખી લઈ તેની પાછળ ચાલે છે. માનવીનાં પૂર્વ જન્મનાં કર્મો તેના આત્મા સાથે સદૈવ જોડાયેલાં રહે છે. જેમ તડકો અને છાંયડો સ થે જ રહે છે. તેમ કર્મ અને કર્તા પણ એકબીજા સાથે જોડાયેલાં રહે છે. માટે અહીં રહીને જ આપ ધંધો કરો તેમાં જ આપની ભલાઈ છે.”

વણકરે કહ્યું :“પ્રિયે! તારું કહેવું મને ઠીક લાગતું નથી. કારણ કે પરિશ્રમ કર્યા વગર પ્રારબ્ધ સાથ આપતું નથી. કહ્યું છે કે -

જેમ એક હાથે તાળી પડતી નથી તેમ પરિશ્રમ કર્યા વગર પ્રારબ્ધ ફળ આપતું નથી. જમવા બેસીએ ત્યારે કર્મવશ

મળન રું ભોજન હાથના ઉદ્યમ વિના એની મેળે મોઢામાં પેસતું

નથી. વળી -

જે થવાનું હશે તે થશે એવું કાયર લોકો માને છે. તેથી હું ત ે જરૂર પરદેશ જઈશ જ.”

આમ પાકો નિશ્ચય કરીને વણકર તેનું ગામ છોડીને વર્ધમાનપુર ચાલ્યો ગયો. ત્યાં ત્રણ વર્ષ મહેનત કરીને તેણે ત્રણ

સો સોનામહોરો બચાવી.

આ ત્રણસો સોનામહોરો લઈ તે ઘેર પાછો આવવા

ચાલી નીકળ્યો.

તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. સૂર્ય હવે આથમી ચૂક્યો હત ે. જંગલી પશુઓથી બચવા તે એક મોટા વડન ઝાડ ઉપર ચઢી ગયો અને તેની પર સૂઈ ગયો.

અડધી રાત થઈ હશે. એન કાને કોઈકનો અવાજ

સંભળાયો. ગભરાઈને તેણે જોયું તો બે ભયંકર દેખાવવાળા

માણસો એકબીજા સાથે વાતો કરત હતા. તેમાંથી એક કહેતો હત ે -

“કર્મનું ફળ આપવાવાળા હે ભાઈ! શું તને યાદ નથી કે

સોમલિકના ભાગ્યમાં વધારે ધન નથી તો પછી તે તેને ત્રણસો

મહોરો કેમ આપી દીધી?”

બીજાએ જવાબ આપ્યો : “ભાઈ કર્મજી! જે મહેનત કરે છે તેને હું અવશ્ય આપું છું. તેનું પરિણામ તમારે આધીન છે.” તે બંન્ ોની વાતે સંભળી સોમલિકે ઊઠીને જોયું તો

તેની પોટલીમાંથી સોનામહોરો અદૃશ્ય થઈ ગઈ હતી.

સોમલિકને ખૂબ દુઃખ થયું. તેની મહેનત વ્યર્થ ગઈ હતી. તે ફરી દરિદ્ર થઈ ગયો. ઘેર જઈ શું મોઢું બત વવું? એમ વિચારીને ફરી તે વર્ધમાનપુર પછો ફર્યો.

આ વખતે તેણે ખૂબ મહેનત કરી પાંચસો સુવર્ણમુદ્રાઓ

એકઠી કરી લીધી. તે ફરી ઘર તરફ પ છો ફર્યો. રસ્ત માં પેલું જંગલ આવ્યું. સૂર્ય આથમી ગયો. અંધારું થઈ ગયું. પણ આ વખતે તે ક્યાંક બેઠો નહીં. તે વહેલો વહેલો ઘેર પહોંચવા માટે સુવર્ણમુદ્રાઓને સાચવતો જ રહ્યો.

ચાલતાં ચાલતાં તેણે ફરી પેલી બે ભયંકર આકૃતિઓ જોઈ. તેઓ વાતો કરત હતા - “કર્મનું ફળ આપન રા હે ભાઈ! તેં સેમલિકને કેમ પંચસો સેનમહોરો આપી દીધી?

શું તને

ખબર નથી કે તેને ભોજન-વસ્ત્ર મળી રહે તેનાથી વિશેષ આપવું ના જોઈએ?”

બીજાએ જવાબ આપ્યો - “ભાઈ કર્મજી! મારું કામ તો

પરિશ્રમ કરનારને આપવાનું છે. તેણે મહેનત કરી છે અને મેં

તેને આપ્યું છે. હવે તેન પરિણામ વિશે તમારે વિચારવાનું.” સોમલિકને શંકા ગઈ. તેણે પોટલી જોઈ. પોટલી છૂટેલી

હતી. તેમાં સોનામહોરો નહતી. તે ઘણો દુઃખી થઈ ગયો. તેણે વિચાર્યું કે - “હાય! હવે આવી નિર્ધન જિંદગી જીવીને શું કામ છે! હવે હું આ વડન ઝાડની ડાળે ગળે ફાંસો ખાઈ મારું જીવન ટૂંકાવી દઈશ.” તેણે કુશનો ગાળિયો તૈયાર કરી તેનો એક છેડો વડની ડાળે બાંધી બીજો છેડો ગળામાં નાખ્યો. તે કૂદવાની તૈયારી કરતો હત ે ત્યાં જ તેણે સ ંભળ્યું :“અરે સોમલિક!

આવું ગાંડપણ ના કરીશ. ફાંસો ખાવાનું રહેવા દે. ત રું ધન મેં જ લઈ

લીધું છે. તારી પાસે વધુ ધન હું સહન કરી શકતે નથી. હા, એ

જુદી વાત છે કે તરી કર્તવ્યનિષ્ઠાથી હું પ્રસન્ન થયો છું. તું મારી

પાસેથી કોઈક વરદાન માગી લે.”

“જો ખરેખર આપ પ્રસન્ન થયા હો તો મને પુષ્કળ ધન

આપો.” સોમલિકે કહ્યું.

પેલા પુરુષે કહ્યું :“ભાઈ! તું એટલું ધન મેળવીને શું કરીશ? ભોજન અને વસ્ત્ર ે મેળવી શકાય તે કરત ં વધુ ધન તારા ભાગ્યમાં જ નથી.” કહ્યું છે કે -

“જો પોતાની પત્નીની જેમ અભોગ્ય હોય તેવી લક્ષ્મી

મળે તોય શું? જે વેશ્યાની જેમ સર્વસાધારણના ઉપયોગમાં આવનારી અને મુસાફરોથી પણ સેવવા યોગ્ય ન હોય તેવી

લક્ષ્મી વ્યર્થ છે.”

સોમલિકે કહ્યું : “ભલે એવી લક્ષ્મીનો ઉપયોગ ના

થાય, છતાં મારે તો લક્ષ્મી જોઈએ જ કારણ કે કહ્યું છે કે - “કંજૂસ, દુર્જન અને કુળહીન હોવા છત ં લક્ષ્મીવાન

માણસ જ જગતમાં કીર્તિ પામે છે. વળી -”

“આ બંન્ ો ઈંડાં શિથિલ થઈ જવાથી હમણાં પડી જશે. એવું સમજીને મેં પંદર વર્ષે સુધી રાહ જોઈ પણ તે આજ સુધી પડ્યાં નથી.”

પેલા પુરૂષે પૂછ્યું :“એ શી રીતે?”

સોમલિકે કહ્યું -

***

૬. તીક્ષ્ણવિશાલ બળદની વાર્તા

એક ગામમાં તીક્ષ્ણવિશાલ નમને બહુ મોટો બળદ હતો. તે ઘણો બળવાન હોવાથી મનમાની રીતે એકલો ફરતો રહેતે. નદી કિનારે તે ઘાસ ચરતે અને મજબૂત શિંગડાંથી રેતી ઊડાડતે. દિવસે જતાં તે પૂરેપૂરો જંગલી બની ગયો. તે નદીને કિનારે પ્રલોભક નામનો એક શિયાળ પણ તેની પત્ની સાથે રહેતે હતો. પ્રલોભક એક દિવસ તેની પત્ની સાથે નદી કિનારે બેઠો હતો ત્યારે ત્યાં પાણી પીવા માટે તીક્ષ્ણવિશાલ આવી પહોંચ્યો. તીક્ષ્ણવિશાલના લટકતા બે વૃષણો જોઈ શિયાળને તેની પત્નીએ કહ્યું : “સ્વામી! આ બળદના પેલા બે માંસથી

ભરેલા અને લટકત વૃષણો તમે જોયા? લાગે છે કે તે હમણાં જ

ખરી પડશે. તમે તેની પ છળ પાછળ જાઓ.”

શિયાળે કહ્યું :“પ્રિયે! શી ખબર એ બંન્ને માંસપિંડ નીચે

પડશે કે નહીં! આવા વ્યર્થ કામ કરવા શા માટે તું મને સૂચવે છે? તેન કરતાં તો પાણી પીવા આવતા ઉંદરોને હું તારી સાથે અહીં નિરાંતે બેસીને ખાઈશ. વળી, જો હું તને છોડીને તીક્ષ્ણવિશાલની પાછળ ચાલ્યો જઈશ તો કોઈ બીજો આવીને મારી જગા પર કબજો જમાવી લેશે. તેથી આમ કરવું ઠીક નથી. કારણ કે કહ્યું છે કે -

નિશ્ચિતનો ત્યાગ કરીને જે અનિશ્ચિતનું સેવન કરે છે,

તેનું નિશ્ચિત પણ નાશ પામે છે.”

શિયાળની પત્ની બ ેલી : “અરે! તમે તો કાયર છો. જે

મળે છે તેમાં સંતોષ માની લો છો. કહ્યું છે કે -

નાની નદીઓ થોડા પાણીથી છલકાઈ જાય છે. ઉંદરનું

મોં ત ે બે-ચાર દાણાથી ભરાઈ જાય છે, એ જ રીતે કાયર માણસ

થોડું મળતાં જ સંતુષ્ટ થઈ જાય છે.

જ્યાં કાર્યનો આરંભ ઉત્સાહથી થાય છે, જ્યાં આળસનું નામ નિશાન નથી હોત્ું, જ્યાં નીતિ અને પરાક્રમનું સુભગ મિલન થ ય છે ત્યાં લક્ષ્મી સદાય ટકી રહે છે.

જે કંઈ થાય છે તે નસીબને આધીન છે તેમ માની

માનવીએ પુરુષાર્થ કરવાનું છોડી દેવું જોઈએ નહીં. કશું કર્યા વગર તલમાંથી તેલ નીકળતું નથી.

માંસપિંડ પડશે કે નહીં પડે એવું તું જે કહી રહી છે તે

યોગ્ય નથી.”

“બીજા ઉંદરોનું માંસ ખાઈ-ખાઈને હું કંટાળી ગઈ છું. તેન એ બંન્ને માંસપિંડ પડું પડું થઈ રહ્ય છે. હવે તેનથી તમે કોઈ રીતે બચી નહીં શકો.”

પત્નીની વાત સ ંભળી શિયાળ તે બળદની પાછળ

પછળ ગયું. કહ્યું છે કે -

જ્યાં સુધી સ્ત્રીના વચનરૂપી અંકુશથી બળપૂર્વક પરાધીન બનાવી લેવામાં ન આવે ત્યાં સુધી જ પુરુષ સ્વતંત્ર રહી શકે છે.

સ્ત્રીની વાત્થી દોરવાયેલો પુરુષ અકર્તવ્યને કર્તવ્ય, અગમ્યને સુગમ અને નહી ખાવા યોગ્યને, ખાવા યોગ્ય માની

લે છે. આ રીતે શિયાળ તેની પત્ની સાથે બળદની પછળ

ઘણા દિવસો સુધી ફરતો રહ્યો. પણ બળદના પેલા બે વૃષાંડો ના પડ્યા તે ના જ પડ્યા. પંદર વર્ષો સુધી પાછળ પાછળ ફર્યા પછી હતાશ થઈ શિયાળે તેની પત્નીને કહ્યું :“પ્રિયે! બળદનાં બે વૃષાંડો આજે પડે, કાલે પડે આવું માનીને પંદર વરસ સુધી મેં રાહ જોઈ પણ એ પડ્યાં જ નહીં. તો તે હવે ક્યાંથી પડશે? તો હવે આપણે પ છાં વળી જઈએ. તેથી હું કહું છું કે, શિથિલ અને. . વગેરે.”

પેલા પુરુષે કહ્યું :“જો એમ જ હોય તો પાછો વર્ધમાનપુર

જા. ત્યાં ગુપ્તધન અને ઉપયુક્તધન નામના વાણિયાન બે

છોકરાઓ રહે છે. તારે એ બંન્નેને સારી રીતે ઓળખી લેવા.

તેમને બરાબર ઓળખી લીધા પછી તે બેમાંથી ગમે તે એકના જેવું જીવન જીવવાનું મારી પાસે વરદાન માંગવું. જે ખાવાપીવાના કામમાં નથી આવતું એવા ધનની જો તું મને જરૂરિયાત જણાવીશ તો હું તને ગુપ્તધન બતાવીશ અને જો ખાવાપીવાના કામમાં આવે એવા ધનની તું ઈચ્છા રાખીશ તો હું તને તે કામ માટે ઉપયોગી થાય તેવું ધન બતાવીશ.” આમ કહી તે પુરુષ અદૃશ્ય થઈ ગયો.

સૌમિલકને આ વાત સાંભળી અચંબો થયો. તે વર્ધમાનપુર તરફ પાછો ફરી ગયો. સંધ્યાકાળે તે પૂછતો પૂછતો ગુપ્તધન ો ઘેર પહોંચ્યો. સૂર્ય હવે આથ્મી ચૂક્યો હતે. ગુપ્તધને તેની પત્ની અને પુત્ર સથે તેને ધિક્કાર્યો કે જેથી કરીને તે તેમને ઘેર રોકાય નહીં. પણ વણકર તો હઠપૂર્વક તેમના ઘરમાં પ્રવેશી ગયો. રાત્રે

ખાવાની વેળા થતં ગુપ્તધને કમને તેને થેડુંક ખાવાનું મોકલાવ્યું.

ખાઈને તે જમીન પર સૂઈ ગયો અડધી રાત થઈ હશે કે તેણે તે બે ભયંકર પુરુષોને પરસ્પર વાતચીત કરતાં સાંભળ્યા. એકે કહ્યું

- હે કર્મફળ આપન ર ભાઈ! આજે સૌમિલકને ભોજન કરાવીને

તેં આ ગુપ્તધન પાસે વધારે ધન ખર્ચાવી નાખ્યું? એ તેં સારું કર્યું નથી” બીજાએ જવાબ આપતાં કહ્યું : “ભાઈ, કર્મજી! એમાં

મારો કોઈ દોષ નથી. હું તો દરેકને મળવાપાત્ર હોય એટલું જ

આપું છું. એનું પરિણામ તો તારા હાથમાં છે.” આ વાત સ ંભળી

સવારે ઊઠીને તેણે જોયું તો ગુપ્તધન કોલેરામાં સપ્ડાયો હતે.

તેણે બીજે દિવસે ઉપવાસ કર્યો. કશું ખાઈ-પી શક્યો નહીં. સૌમિલક ઊઠીને તરત જ તેના ઘરમાંથી નીકળીને ઉપયુક્તધનને

ઘેર પહોંચી ગયો. ઉપયુક્તધને તેની ઘણી આગતાસ્વાગતા કરી. તેને સરસ મઝાની રસોઈ જમાડી. સાંજ પડતાં જ નરમ અને સુંદર પથારીમાં તેને માટે સૂવાની વ્યવસ્થા કરી. અડધી રાત થતાં ફરી પછી પેલી બે ભયંકર આકૃતિઓને વાતો કરતાં તેણે સંભળી. એક કહ્યું : “ભાઈ! આ ઉપયુક્તધને સૈમિલકને આદર સત્કાર કરવામાં ઘણું બધું ધન ખર્ચી નાખ્યું છે, તો હવે તેનો ઉદ્ધાર શી રીતે થશે? કારણ કે તેણે તે ધન તો મહાજન પાસેથી વ્યાજે મેળવ્યું હતું.”

બીજા પુરુષે કહ્યું : “આ જ તો મારું કામ છે. ભાઈ! પરિણામ આપવું અને શું આપવું એ તારા હાથની વાત છે.” સવાર થતાં વણકરે જોયું કે કેટલાક રાજના માણસો

પુષ્કળ ધન

લાવીને ઉપયુક્તધનને આપતા હતા. આ જોઈ સોમિલકે વિચાર્યું કે : “જે ધન ખાવાના અને ખવડાવવાના કામમાં નથી આવતું તે ગુપ્તધન સારું નથી. કહ્યું છે કે -

વેદનું ફળ યજ્ઞ, હવન વગેરે કરાવવામાં છે, શાસ્ત્રોના

જ્ઞાનનું ફળ સદાચરણ અને ધનની પ્રાપ્તિ છે. સ્ત્રીનો ઉદ્દેશ રતિસુખ પ્રાપ્ત કરવાનો અને એ દ્વારા પુત્ર પ્રાપ્ત કરવાને હોય છે, એ જ રીતે ધનનો હેતુ દાન દેવામાં અને ભોગ આપવામાં છે.

આથી મારી ઈશ્વરને પ્રાર્થન છે કે મને દાન અને ભોગ

માટે ઉપયુક્ત ધનને પાત્ર બનાવે. મારે કશા ખપમાં ના આવે તેવા ગુપ્તધનની કોઈ જરૂર નથી. મનમાં આવી ભાવન થવાથી સોમલિકને દાન દઈ શકાય એવું ધન પ્રાપ્ત કરવાનું વરદાન

મળી ગયું. આથી જ હું કહું છું કે ધનને મેળવ્યા પછી પણ લોકો તેને

ભોગવી શકત નથી. તો હિરણ્યકજી! તમે પણ ધનની બાબતમાં શોક કરશો નહીં. ધન હોવા છત ં જો તેને ભોગવી શકાય નહીં તો તે ધન ન હોવા બરાબર છે. કહ્યું છે કે -

ઘરમાં દાટેલા ધનથી જો કોઈ ધનવાન કહેવાતો હોય તો તેવા ધનથી આપણે પણ કેમ ધનવાન ના કહેવાઈએ. વળી- દાન અને ત્યાગ કરવામાં જ ધનનું સાચું રક્ષણ

છે.

તળાવમાં સંગ્રહાયેલા પાણીનું રક્ષણ બહાર નીકળવામાં જ છે. ધન હોય તો તેનું દાન કરવું જોઈએ. વાપરવું જોઈએ. ધનનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જુઓને, મધમાખીઓ મધનો સંગ્રહ કરે છે પણ તે મધ બીજા જ ઉઠાવી લે છે.

જે ધનને ભોગવતે નથ્ી કે તેને દાનમાં નથ્ી આપ્તે

તેનું ધન અંતે નાશ પમે છે.

જે મૂર્ખ! ધનથી સુખ મેળવવાની આશા રાખે છે તે

ઉન ળાની લૂથી બચવા અગ્નિને શરણે જાય છે એમ જાણવું.

મોટા મોટા સાપ માત્ર હવા પીને જીવન વીતાવે છે, છતાં તેઓ દુર્બળ બનતા નથી. ઝાડપાન ખાઈને પણ હાથી

મહાબળવાન બને છે. મહામુનિઓ કંદમૂળ ખાઈ જીવન વિતાવે

છે. જગતમાં સંતોષ જ ઉત્તમ ખજાન ે છે.

ધનના લોભમાં હડકાયા કૂતરાની જેમ આમતેમ દોડતા

માણસને જે સુખ મળતું નથી તે સુખ સંતેષરૂપી અમૃતથી સંતુષ્ટ

થનાર માણસને મળે છે.

સંતોષ પરમ શાંતિ આપે છે, જ્યારે અસંતોષ દુઃખ આપે છે. ઋષિમુનિઓ ઈચ્છાની નિવૃત્તિને જ પરમ સુખ માને છે. ધનને માટે આ જગતમાં વ્યક્તિ નિંદા નહીં કરવા યોગ્ય

માણસની નિંદા કરે છે અને પ્રશંસ નહીં કરવા યોગ્ય માણસની

પ્રશંસા કરે છે. ધર્મ કરવાના હેતુથી કરેલી ધનની કામના પણ સારી નથી. કાદવા લાગ્યા પછી તેને ધોવા કરતા કાદવથી દૂર રહેવામાં જ શાણપણ છે. આ જગતમાં દાન જેવો કોઈ

ઉત્તમ મિત્ર નથી. સંતોષ એ જ માત્ર શ્રેષ્ઠ ધન છે.

ભાઈ સાહેબ! આ બધી બાબતોને સમજીને આપે સંતોષ રાખવો જોઈએ. મન્થરકની વાત સ ંભળી કાગડાએ કહ્યું : “ભાઈ! મન્થરકની આ વાત ેને તમે મનથી ગ્રહણ કરી

લેજો. એ સ ચું જ કહ્યું છે કે -

હે રાજન્‌! જગતમાં સદા પ્રિય વાણી બોલનાર સહેલાઈથી

મળી જાય છે, પણ હિતકર અને અપ્રિય વચન બોલનાર અને સાંભળનાર બંન્ને મહામુશ્કેલીએ મળે છે. હિતકારી અને અપ્રિય વચન બોલન રા જ સ ચા મિત્ર ે છે,

બીજા તો માત્ર કહેવાન જ

મિત્રો છે.

વાત સ ંભળ.”

આ લોકો સરોવરને કિનારે બેસી આવી વાતો કરી રહ્યા હતા ત્યારે ચિત્રાંગ નામનું એક હરણ શિકારીની બીકથી દોડતું આવીને તળાવના પાણીમાં પડ્યું. તેને અચાનક આમ

પાણીમાં પડેલું જોઈ લઘુપતનક ઊડીને ઝાડ પર બેસી ગયો. હિરણ્યક નજીકના ઝાડની બખોલમાં સંતાઈ ગયો. મન્થરક પાણીમાં ડૂબકી મારી ગયો. પછી લઘુપતનકે હરણને જોઈ કહ્યું :

“ભાઈ

મન્થરક! આ હરણ તરસથી પીડાઈને અહીં આવ્યું છે. આ એનો અવાજ હતો, કોઈ માણસનો નહીં. આ સાંભળી, દેશ કાળનો યોગ્ય રીતે વિચાર કરી મન્થરકે જવાબ

આપ્યો : “ભાઈ,

લઘુપતનક! આ હરણ તો બિલકુલ સાવધાન લાગે છે. જોરજોરથી એ શ્વાસ લઈ રહ્યું છે. ગભરાયેલું તે વારંવાર પ છળ તાકે છે. તેથી મને તો લાગે છે કે એ તરસનું માર્યું નહીં પણ નક્કી કોઈ

શિકારીથી ડરીને અહીં આવ્યું લાગે છે. તો જરા તપાસ કરો કે તેની પાછળ શિકારી અહીં આવે છે કે નહીં.”

આ સાંભળી ચિત્રાંગે કહ્યું : “ભાઈ, મન્થરક! મારી

બીકનું ખરું કારણ આપ જાણી ગયા છો. શિકારીન બાણથી બચીને હું મુશ્કેલીથી અહીં આવી ગયો છું. મારા ટોળાને શિકારીઓએ જરૂર મારી નાખ્યું હશે. હવે હું તમારા

શરણમાં આવ્યો છું. મને જલ્દીથી સુરક્ષિત્ જગા બતાવો.”

આ સ ંભળી મન્થરકે કહ્યું : “ભાઈ ચિત્રાંગ! નીતિની

“શત્રુથી બચવાના બે ઉપાય છે. એક છે મારપીટ કરવી અને બીજો છે ઝડપથી ભાગી જવું.”

તું કોઈક ગ ઢ જંગલમાં ભાગી જા” આ દરમ્યાન

લઘુપતનકે દોડતા આવીને કહ્યું : “ભાઈ, મન્થરક! શિકારીઓ હવે પાછા વળી ગયા છે. તેમની પાસે ઘણું બધું માંસ છે. ચિત્રાંગ! હવે નચિંત થઈને તું વનની બહાર જઈ શકે છે.”

પછી તો એ ચારેય મિત્રો હની બની ગયા. તેઓ દરરોજ બપેરે ઝાડના છાંયડામાં બેસી ગોષ્ઠિ કરવા લાગ્યા.

એક દિવસ ગોષ્ઠિનો સમય થવા છત ં ચિત્રાંગ ત્યાં

આવ્યો ન હતો. તે ત્રણેય તેના નહીં આવવાથી વ્યાકુળ થઈ અંદર અંદર કહેવા લાગ્યા : “આજે ચિત્રાંગ કેમ નહીં આવ્યો હોય! કોઈ સિંહે કે શિકારીએ તેને મારી તો નહીં

નાખ્યો હોય! શું એ દાવાગ્નિમાં ફસાઈ ગયો હશે! કે પછી લીલા ઘાસની

લાલચે કોઈ ઊંડા ખાડામાં પડી ગયો હશે!”

મન્થરકે કહ્યું : “ભાઈ, લઘુપતનક! અમે અને હિરણ્યક તેની ભાળ મેળવવા અશક્તિમાન છીએ. કારણ કે અમે ધીમું ચાલનારાં છીએ. તો તું જ જંગલમાં

જઈ તેની શોધ કરી આવ. કદાચ એ જીવતો પણ હોય.”

લઘુપતનક ચિત્રાંગની ભાળ મેળવવા ઊભો થયો. ચાલ્યો. તે થેડે દૂર ગયો હશે કે તેણે જોયું કે એક નાની તલાવડીન

કિન રે જાળમાં સપડાયેલો ચિત્રંગ ઊભો હતે. તેને જોતં જ તેણે પૂછ્યું :“ભાઈ, ચિત્રાંગ! આ શું થઈ ગયું?” ચિત્રાંગ તેના મિત્ર કાગડાને જોઈ ઘણો દુઃખી થઈ. કહ્યું છે કે -

અપમાનિત આંસુ છલકાવાં બંધ થયા પછી ચિત્રાંગે

લઘુપતનકને કહ્યું :“મિત્ર! હું હવે મૃત્યુન ફંદામાં ફસાઈ ગયો છું. સારું થયું કે તમારી સાથે મારો ભેટો થઈ ગયો. કહ્યું છે કે- આપત્તિના સમયમાં મિત્રનાં દર્શન બંન્ને માટે સુખકર નીવડે છે.”

“તો મેં કોઈ અપરાધ કર્યો હોય તો માફ કરજો. મારા પ્રિય મિત્રો હિરણ્યક અને મન્થરકને પણ કહેજો કે -

જાણે અજાણે મેં તમને જે કઠોર વચનો કહ્યાં તે બદલ

મને ક્ષમા આપજો.”

આ સાંભળી લઘુપતનક બોલ્યો : “ચિત્રાંગ! અમારા જેવા મિત્રો હોવા છતાં હવે તારે ડરવાની જરૂર નથી. હું જઈને હિરણ્યકને લઈ આવું છું. સજ્જનો સંકટ આવતાં

વ્યાકુળ થતા નથી. કહ્યું છે કે -

સંપત્તિમાં આનંદ, વિપત્તિમાં વિષાદ અને યુધ્ધમાં જેને કાયરતા નથી સ્પર્શતા એવો મનુષ્ય ત્રણેય લોકન તિલક સમાન છે. એવા વિરલ દીકરાને જન્મ આપનારી મા

ધન્ય છે.” આમ કહીને લઘુપતનક, જ્યાં મન્થરક અને હિરણ્યક

બેઠા હત ત્યાં ગયો. તેમને બધી હકીકત જણાવી. હિરણ્યકે

ચિત્રાંગની જાળ કાપી તેને મુક્ત કરવાનો દૃઢ નિશ્ચય કર્યો.

લઘુપતનક હિરણ્યક ઉંદરને પીઠ ઉપર બેસાડી ચિત્રાંગની પાસે ગયો. હિરણ્યકને જોઈ ચિત્ર ંગને તેન જીવન માટે કંઈક આશા બંધાઈ. તેણે કહ્યું -

“આપત્તિમાંથી બચવા માણસે નિર્લોભી અને ઉદાર મિત્રો બનાવવા જોઈએ. મિત્ર વગરનો માણસ વિપત્તિમાંથી પાર થઈ શકતો નથી.”

હિરણ્યકે કહ્યું : “ભાઈ! તારા જેવો દૂર નીતિમાં પ્રવીણ આમ શિકારીની જાળમાં શી રીતે ફસાઈ ગયો?”

તેણે કહ્યું :“આ સમય વાદવિવાદ કરવાનો નથી. પેલો

પાપી શિકારી અહીં આવી પહોંચે તે પહેલા તું આ જાળ કાપી

નાખ.”

હિરણ્યકે હસીને કહ્યું : “હવે હું આવ્યો છું છતાં તને બીક લાગે છે?”

“ભાઈ! ડરું જ ને! કર્મ બુદ્ધિને પણ હરી લે છે.”

બંન્ને વાતો કરી રહ્યા હત ત્યાં જ ધીમે ધીમે મન્થરક

પણ ત્યાં આવી પહોંચ્યો. તેને જોઈ લઘુપતનક હિરણ્યકને કહ્યું

ઃ “અરે ! આ તો ઉપાધિ થઈ.”

હિરણ્યકે કહ્યું : “શું શિકારી આવી રહ્ય ે છે?”

તેણે કહ્યું : “શિકારીની વાત છોડ. આ મન્થરક અહીં

આવી ગયો. એને લીધે આપણે બધા માર્યા જઈશું. જો તે

શિકારી અહીં આળી જાય તો હું ઉપર ઉડી જઈશ. તું પણ ઝડપથી દોડીને કોઈક દરમાં પેસી જઈશ. ચિત્રાંગ પણ દોડીને ક્યાંક નાસી જશે. પણ આ જલચર જમીન ઉપર દોડી

દોડીને કેટલુંક દોડશે? આથી હું વ્યાકુળ છું.”

હિરણ્યકે કાચબાને કહ્યું :“ભાઈ! અહીં આવીને તેં ઠીક

નથી કર્યું. તું અહીંથી તરત જ પાછો ચાલ્યો જા.”

મન્થરકે કહ્યું :“હું શું કરું? મારાથી મારા મિત્રનું દુઃખ

જોયું જતું નથી. તેથી જ હું અહીં આવ્યો છું. કહ્યું છે કે - પ્રિયજનોનો વિયોગ અને ધનનો નાશ એ બે વિપત્તિઓ,

મિત્રોના સથવારા વિના કોણ સહન કરી શકે?

તમારા જેવા મિત્રો છૂટી જાય તેના કરતાં તો પ્રાણ છૂટી જાય એ વધારે સારું છે, કેમકે પ્રાણ તો બીજા જન્મમાં મળી શકે છે, પણ તમારા જેવા મિત્રો ક્યાંથી

મળવાના?”

આમ વાતચીત ચાલતી હતી ત્યાં કામઠા ઉપર તીર ચઢાવીને શિકારી ત્યાં આવી પહોંચ્યો. તેને આવતો જોઈ હિરણ્યકે નજીકના દરમાં પેસી ગયો. શિકાર હાથમાંથી

છટકી જતો જોઈ શિકારી દુઃખી થયો. એની નજર ધીમે ધીમે જમીન પર ઘસડાઈને ચાલ્યા જતા મન્થરકને જોયો. તેણે વિચાર્યું : “આજના ભોજન

માટે આ કાચબો પૂરતો થઈ રહેશે.” આમ વિચારી તેણે કાચબાના

દર્ભની સળીઓથી લપેટી કામઠા ઉપર લટકાવી દીધો, અને ઘર તરફ ચાલવા લાગ્યો.

કામઠા ઉપર લટકાવી કાચબાને લઈ જતા શિકારીને જોઈને હિરણ્યકે દુઃખનો નિશ્વાસ નાખતાં કહ્યું : “અરેરે! મોટી આફત આવી પડી.”

માનવી જ્યાં સુધી સમતલ રસ્ત પર ચાલે છે ત્યાં સુધી

તેના પડવાની સંભાવના નહીવત્‌ હોય છે. જ્યારે ઉબડખાબડ રસ્તા પર ચાલનારને ડગલે ને પગલે પડવાનો ભય રહે છે.

નમ્ર અને સરલ સ્વભાવના લોકો મુશ્કેલીન સમયમાં

દુઃખી થતા નથી. અસલ વાંસમાંથી બનેલું ધનુષ, મિત્ર અને

સ્ત્રી-મુશ્કેલથી પ્રાપ્ત થ ય. જેટલો વિશ્વાસ અભિન્ન હૃદયન મિત્ર પર હોય છે તેટલો વિશ્વાસ માતા, પત્ની, પુત્ર અને સગા ભાઈ પર હોતો નથી.

આ મન્થરક જેવો મિત્ર હવે મને પ્રાપ્ત નહીં થાય. વિધાતા શા માટે મારા પર ઉપરાઉપરી દુઃખ રૂપી બાણો વરસવી રહી છે!

શરીર અને સંપત્તિ ક્ષણભંગુર છે. મિલન પળમાત્રમાં વિયોગમાં પલટાઈ જાય છે. શરીરધારી પ્રાણીઓ માટે આ સનાતન નિયમ છે.

વળી -

વાગેલામાં વારંવાર વાગ્યા કરે છે, ધનનો નાશ થતાં

ભૂખ વધે છે, દુઃખમાં દુશ્મનો વધે છે. વિપત્તિમાં અનેક અનર્થ

થતા રહે છે.

આ દરમ્યાન ચિત્ર ંગ અને લઘુપતનક પણ વિલાપ કરત ત્યાં આવી પહોંચ્યા. હિરણ્યકે કહ્યું : “આમ સંત પ કરવાથી શું ફાયદો! આ મન્થરકને બચાવવાને ઉપ ય

વિચારવો જોઈએ.”

કાગડાએ કહ્યું :“જો આપનો એવો જ વિચાર હોય તો

મારી વાત સાંભળો. આ ચિત્રાંગ શિકારીના રસ્તામાં જઈને કોઈ

તળાવના કિનારે બેહોશ થઈ પડી જવાનો ઢોંગ કરે. હું એન

માથા પર બેસી ચાંચ વડે ચટકા ભરીશ. આમ કરવાથી શિકારી ચિત્રંગને મરેલું સમજીને મન્થરકને જમીન પર નખી દઈને હરણને મારવા તેની પાછળ જશે. એ દરમ્યાન તારે

મન્થરકનાં બંધનો કાપી નખવાં. તેથ્ી તે દોડીને તળાવન પણીમાં પેસી જશે.”

ચિત્રાંગે કહ્યું :“ભાઈ! તમે સારી યોજના વિચારી. હવે

આપણે મન્થરકને છોડાવી શકીશું એમાં કોઈ શંકા નથી. તો આપણે હવે વિના વિલંબે આપણી યોજના અમલમાં મૂકવી જોઈએ.”

પછી તો તેમણે વિચાર્યા પ્રમાણે જ કર્યું.

રસ્ત માં થોડે આગળ ચાલતાં શિકારીએ તળાવના કિનારે બેહોશ પડેલા ચિત્રાંગને જોયો. કાગડો તેના માથા પર બેઠો હતો. ચિત્રાંગને પડેલો જોઈ શિકારીએ વિચાર્યું કે નક્કી હરણ

મરી ગયું છે. કાચબો તો મારા વશમાં જ છે. કુશથી બંધાયેલો

હોઈ તે નાસી જઈ શકે એમ નથી. તો હવે હરણનેય પકડી લઊં. એમ વિચારી શિકારી કાચબાને જમીન ઉપર ૂકી હરણ તરફ દોટ

મૂકી. એ જ વખતે હિરણ્યકે તીક્ષ્ણ દાંતો વડે મન્થરકનાં બંધનો કાપી નખ્યાં. મુક્ત થયેલો કાચબો ઝડપથી પાણીમાં પેસી ગયો.

આ બધું જોઈ શિકારી નિરાશ થઈ ગયો. બોલ્યો -

“હે વિધાતા! આ મોટું હરણ મારી જાળમાં ફસ ઈ ચૂક્યું હતું. એને તેં લઈ લીધું. એક કાચબો મળ્યો હત ે, તે પણ ખોઈ બેઠો. સંતાનો અને પત્નીને છોડીને હું ભૂખથી પીડાઈને જંગલમાં દોડી રહ્યો છું. હજુ તારે જેટલી કસોટી કરવી હોય તેટલી કરી

લે. હું બધું જ સહન કરીશ.”

આમ હતાશ થયેલો તે વિલાપ કરતો તેના ઘર તરફ પાછો ફર્યો. કાગડો, કાચબો, હરણ અને ઉંદર આનંદ પામી એકબીજાને ભેટી પડ્યાં.

***

૨૪૮

તંત્ર : ૨ કાકોલૂકીય

કાગડા અને ઘૂવડોની પ્રાસ્તાવિક કથ

હવે હું તમને ‘કાકોલૂકીય’ નામના ત્રીજા તંત્રની વાર્તાઓ

સંભળાવીશ. તેની શરૂઆતમાં આવો શ્લોક છે -

અગાઉથી વિરોધ કરનારો અને કોઈક કારણવશ બની બેઠેલો મિત્ર વિશ્વાસપાત્ર ગણાતો નથી. કાગડાઓ દ્વારા

લગાડવામાં આવેલી ઘૂવડોથી ભરેલી સભા તમે જુઓ.

આ વાતર્ આવી છે. દક્ષિણ પ્રદેશમાં મહિલરોપ્ય નામનું નગર હતું. આ નગરના પાદરમાં વડનું મોટું ઝાડ હતું. તેની છાયા ગાઢ હતી. એ વડના ઝાડ પર કાગડાઓનો

મેઘવર્ણ નામનો રાજા તેન કુટંબ સથે રહેતો હતો. પરિવારજનેના સહકારથી તેણે તે વડના ઝાડને કિલ્લા સમાન બનાવ્યું હતું. તેની નજીકમાં આવેલા એક પર્વતની ગુફામાં ઘૂવડોનો અરિમર્દન નામનો રાજા અનેક ઘૂવડો સાથે વસવાટ કરતો હતો. તે રાત્રે

નીકળીને વડના ઝાડની ચારેતરફ ચક્કરો મારતો હત ે. પહેલાન વેરને લઈને જે કાગડો હાથમાં આવે તેને મારી નાખીને તે પાછો ચાલ્યો જતો હતો. રોજ-રોજના અરિમર્દનના આક્રમણથી કાગડાઓની સંખ્યા ઓછી થવા લાગી અને કાગડાઓનો કિલ્લો સૂનો પડી ગયો. કહ્યું છે કે -

મનસ્વી રીતે વર્તતા શત્રુ અને રોગની જે અવગણના કરે છે તે તેમના જ દ્વારા માર્યો જાય છે.

પછી કાગરાજ મેઘવર્ણે તેના મંત્રીઓને બોલાવી કહ્યુું :“ભાઈઓ! આપણો દુશ્મન ભયંકર અને ઉદ્યમી છે. રોજ રાત્રે આવીને તે આપણા પરિવારજનોની હત્યા કરે છે. તો

તેનો બદલો આપણે શી રીતે ચૂકવવો જોઈએ? આપણે રાત્રે તેની જેમ જોઈ શકતા નથી અને તેના કિલ્લાની કોઈ માહિતી આપણી પાસે નથી. તો આપણે શું કરવું જોઈએ?”

મંત્રીઓએ કહ્યું : “મહારાજ! આપની વાત સાચી છે. કહ્યું છે કે - મંત્રીઓએ તો રાજાને વગર પૂછ્યે યોગ્ય સલાહ આપવી જોઈએ. પણ જ્યારે રાજા પૂછે ત્યારે તો

પ્રિય હોય કે અપ્રિય બધું સાચેસાચું જણાવી દેવું જોઈએ. માટે, અમારું માનવું છે કે આ બાબતે એકાંત બેસી ચર્ચા કરવી જોઈએ. જેથી સમસ્યાની યોગ્ય સમીક્ષા થઈ શકે.”

મંત્રીઓની વાત સાંભળી મેઘવર્ણે, ઉજ્જીવી, અનુજિવિ, સંજીવિ, પ્રજીવિ અને ચિરંજીવિ એમ પાંચ મંત્રીઓને વારાફરતી

બોલાવી ચર્ચા કરવાનું શરૂ કર્યું. આ પાંચેય તેના વંશપરંપરાગત

મંત્રીઓ હત . મેઘવર્ણે પહેલાં ઉજ્જીવિને પૂછ્યું : “ભાઈ! તમે કયો ઉપ ય સૂચવો છો?” ઉજ્જવીએ કહ્યું :“મહારાજ! બળવાન સાથે બાથ ભીડવી સારી નથી. કેમકે કહ્યું છે કે -

પોતાનાથી શત્રુ બળવાન હોય તો તેને પ્રણામ કરી

પહેલાં ચૂપ કરી દેવો જોઈએ. અને પછી લાગ જોઈ બળપૂર્વક

પ્રહાર કરવો જોઈએ. આમ કરનારની સંપત્તિ નદીની જેમ

અવિરત દિશામાં જતી નથી.

ઉપરાંત

ધાર્મિક, શ્રેષ્ઠ આચરણ કરનાર, અનેક ભાઈઓ અને પરિવારથી યુક્ત, બળવાન અને વખત ેવખત વિજય મેળવનારા દુશ્મનની સાથે દુશ્મનાવટ છોડી દેવી જોઈએ,

અને તેની સાથે સમાધાન કરી લેવું જોઈએ.

આપણો દુશ્મન અનેક યુદ્ધોમાં જીત મેળવી ચૂક્યો છે.

માટે તેની સાથે સમાધાન કરવામાં જ ભલાઈ છે.

યુદ્ધોમાં જીત મળવાની બાબતમાં શંકા હોય તો સમાન શક્તિવાળા શત્રુ સાથે સમાધાન કરી લેવું જોઈએ.

જે મિથ્યા અભિમાનથી સમાધાન ન કરવાને બદલે

પોતાના જેટલી શક્તિવાળા શત્રુ સામે યુદ્ધ જાહેર કરે છે તે કાચા

ઘડાની જેમ ફૂટી જાય છે.

જમીન, મિત્ર અને સ ેનું - એ ત્રણ ચીજો લડાઈથી જ

પ્રાપ્ત થાય છે. તેમાંથી કોઈ એક પણ મળી શકે તેમ ના હોય તો

યુદ્ધ કરવું હિતાવહ નથી. પત્થરના ટુકડાઓથી ભરેલા ઉંદરોના

ઘર પર સિંહ આક્રમણ કરે તો તેના નખ તૂટી જાય છે. જીત તો ઉંદરને જ મળે છે. તેથી જે યુદ્ધને અંતે કોઈ ફળ મળે નહીં તે યુદ્ધ

લડવામાં કોઈ ફાયદો નથી.”

સમય-સંજોગો સાચવીને આક્રમણ સહન કરીનેય કાચબાની જેમ ચૂપચાપ બેસી રહેવું જોઈએ. બુદ્ધિશાળીએ તો કાળા સાપની જેમ તક જોઈ દુશ્મનોનો નાશ કરવો જોઈએ.

આ રીતે ઉજ્જીવીએ રાજાને સંધિ કરી લેવા સમજાવ્યું. તેની વાતો સાંભળી મેઘવર્ણે સંજીવિને કહ્યું :“ભાઈ! તમારો શો અભિપ્રાય છે આ બાબતમાં?”

તેણે કહ્યું : “શત્રુની સાથે સમાધાન કરી લેવાની વાત

મને જરાપણ ગમતી નથી. કેમકે -

સંધિ કે સમાધાન ઈચ્છતો હોય તેવા શત્રુ સામે પણ સમાધાન કરવું યોગ્ય નથી. ખૂબ ઉકાળેલું પાણી પણ આગને ઠારી દે છે. વળી આપણો શત્રુ અત્યંત ઘાતકી, લોભી અને

નાસ્તિક છે. તેની સાથે તો સમાધાન કરવું જોઈએ નહીં. કારણ કે -

“સત્ય અને ધર્મથી વિમુખ શત્રુ સાથે કદીયે સમાધાન

કરવું જોઈએ નહીં. તેની સાથે યુદ્ધ જ શ્રેષ્ઠ ઉપય છે.

શત્રુને બળવાન છે એમ માનવું ઠીક નથી. કહ્યું છે કે -

નાનો સિંહ પણ મોટા હાથીને મારી શકે છે. જે દુશ્મનને બળથી મારી શકાત ે નથી તેને છળ કપટથી મારી શકાય છે. જેમ ભીમે સ્ત્રીનું રૂપ ધારણ કરી કીચકને માર્યો હતો તેમ.

મૃત્યુ જેવી ભયાનક સજા કરનાર રાજાને શત્રુ તરત જ વશ થઈ જાય છે. જ્યારે દયાળુ રાજાને તેનો દુશ્મન વારંવાર અપમાનિત કરે છે.”

આમ સંજિવિએ કહ્યું :“દેવ! આપણો શત્રુ દુષ્ટ, વિવેક

શૂન્ય અને અતિ બળવાન છે. તેથી મારું એમ માનવું છે કે તેની સાથે વિગ્રહ કે સમાધાન, બેમાંથી કંઈ પણ કરવું ઉચિત નથી. શત્રુ ઉપર ચઢાઈ કરવી જોઈએ. કારતક કે ચૈત્ર

મહિનો

વિજયની આશા રાખીને ચઢાઈ કરવાન ે ઉત્તમ સમય રહ્ય ે છે. પણ આ સમય માત્ર બળવાન શત્રુ પર જ ચઢાઈ કરવા ઉત્તમ

મનાયો છે, બીજા પર નહીં. શત્રુ અનેક આપત્તિઓથી ચોતરફ

ઘેરાયેલો હોય ત્યારે તેના પર આક્રમણ કરવું જોઈએ. એન જેવો ઉત્તમ સમય બીજો કોઈ નથી. દુશ્મનના મિત્રોની તાકાત, તેનું સૈન્યબળ, પાણી અને ખેતી - આટલી બાબતોને જાણ્યા વગર જે આક્રમણ કરે છે તે ફરી તેના રાજ્યમાં પાછો ફરતો નથી.

આ સંજોગોમાં આપે અહીંથી નાસી છૂટવું એ જ ઉત્તમ

માર્ગ છે. બળવાન શત્રુને જોઈ યુધિષ્ઠિરની જેમ જે પોતાનો દેશ

છોડી ભાગી જાય છે તે જીવતો રહેવાથી ક્યારેક તેનું રાજ્ય પાછું

મેળવી શકે છે. જે માત્ર આવેશમય અભિમાનથી શત્રુ સાથે યુદ્ધે

ચઢે છે તે સપરિવાર નાશ પામે છે.”

તેથી હાલ પૂરતું સામે થવા કરતાં ભાગી છૂટી જીવ બચાવવો એ જ યોગ્ય છે.

આમ અનુજીવિએ તેના રાજાને નાસી છૂટવાની સલાહ

આપી.

હવે મેઘવર્ણે પ્રજીવિને પૂછ્યું.

તેણે કહ્યું :“મને તો ઉપરની એકે વાત યોગ્ય લાગતી નથી. મને તો લાગે છે કે આપણે સરળ નીતિ અપનાવી જોઈએ. કેમકે કહ્યું છે કે -

દુશ્મનના આક્રમણ વખતે પોતાના કિલ્લામાં જ રહીને

મિત્રોને જીવ બચાવવા કહેવું જોઈએ. દુશ્મનનું આક્રમણ થતાં જે પેતનું રહેઠાણ છોડી દે છે, તે ફરી ક્યારેય તેને પછું મેળવી શકતો નથી. પોતાની જગામાં રહી એકો યોદ્ધો સેંકડો શત્રુઓનો સફાયો કરી દે છે માટે અનેક પ્રકારનાં શસ્ત્રોથી રહેઠાણને સુસજ્જ બનાવી યુદ્ધને માટે તૈયાર રહેવું જોઈએ. એમ કરતાં જો વિજય પ્રાપ્ત કરશો તો રાજ્ય જીતી શકશો અને કદાચ મૃત્યુ થશે તો

પણ સ્વર્ગ મેળવી શકશો. એકલું વૃક્ષ ગમે તેવું મજબૂત હોય પણ પવનની થપાટ સહન કરી નહીં શકતાં ઉખડી પડે છે. જ્યારે એકસાથે ઊભેલાં અનેકવૃક્ષોનાં સમૂહને તોફાની પવનમાં પણ ઉની આંચ આવતી નથી. એ જ રીતે સમૂહમાં ગમે તેવા બળવાન શત્રુનો સામનો સહેલાઈથી કરી શકાય છે. શૂરવીર

હોવા છત ં એકલા માણસને દુશ્મન સરળતાથી મારી શકે છે.”

હવે મેઘવર્ણે ચિરંજીવિને પૂછ્યું.

ચિરંજીવિએ કહ્યું :“મહારાજ! મને ત ે બધી નીતિઓમાં શરણે જવાની નીતિ જ શ્રેષ્ઠ લાગે છે. તેથી મારું તો માનવું છે કે આપે તેનું શરણું સ્વીકારી લેવું જોઈએ. કહ્યું છે કે

-

તેજસ્વી અને પરાક્રમી હોવા છતાં અસહાય માણસ શું કરી શકે? જ્યાં હવા ફૂંકાતી ના હોય તેવી જગાએ લાગેલી આગ એની મેળે જ હોલવાઈ જાય છે.

તો મારું માનવું છે કે આપ અહીં જ રહી કોઈ બળવાનનું શરણ સ્વીકારી લો. અજાણી જગાએ આપને કોણ મદદ કરશે? કહ્યું છે કે -

વાંસના ઝુંડમાંથી એકપણ વાસં કાપી શકાતો નથી. એ જ રીતે રાજા દુર્બળ હોવા છતાં ચારેતરફ નાના માણસોથી

ઘેરાયેલો હોય તો તેનું રક્ષણ થઈ શકે છે.

તો સદ્‌ભાગ્યે કોઈ બળવાનનું શરણું મળી જાય તો

પૂૂછવું જ શું! કહ્યું છે કે -

શ્રેષ્ઠ માણસનો સંગ કોની ઉન્નતિમાં મદદરૂપ થતો નથી? કમળના પાન પર રહેલું પાણીનું ટીપું મોતીની શોભા ધારણ કરે છે.

મારા મત પ્રમાણે બીજાની મદ વગર દુશ્મન સાથે બદલો નથી લઈ શકાતો. તો મારી આપને સલાહ છે કે કોઈકનું

શરણું સ્વીકારી લો.”

મારા મત પ્રમાણે બીજાની મદ વગર દુશ્મન સાથે બદલો નથી લઈ શકાતો. તો મારી આપને સલાહ છે કે કોઈકનું શરણું સ્વીકારી લો.”

મંત્રીઓની આવી વાતો સાંભળી લીધા પછી ઘૂવડોના રાજા મેઘવર્ણે તેના પિતાના સમયન વયોવૃદ્ધ અને સર્વશાસ્ત્રોના જાણકાર સ્થિરજીવિ ન મન મંત્રીને આદરપૂર્વક પ્રણામ

કરીને પૂછ્યું :“તાત! આપે બધા જ મંત્રીઓની વાતો સ ંભળી છે. મેં આપની હાજરીમાં એમની સલાહ એટલા માટે માગી હતી કે આપ તેમની પરીક્ષા કરી શકો. હવે એમાંથી જે

યોગ્ય હોય તે કરવાની મને આજ્ઞા આપો.”

સ્થિરજીવિએ કહ્યું : “બેટા! આ બધા મંત્રીઓએ નીતિશાસ્ત્રની બધી વાતો તને જણાવી છે. તેમની વાતો જુદી જુદી પરિસ્થિતિમાં સાચી છે. પણ આ સમય ભેદભાવની

નીતિ અપનાવવાનો છે. કહ્યું છે કે -

બળવાન શત્રુ સાથે સંધિ કે વિગ્રહ કરીને પણ હંમેશાં

અવિશ્વાસ કરતો રહે, પણ ભેદભાવન ે આશ્રય લઈને કદી અવિશ્વાસ કરીશ નહીં. આ નીતિથી શત્રુન ે ન શ અવશ્ય થ ય

તો મારો તો એવો મત છે કે એ અવિશ્વાસુ દુશ્મનેને

લોભમાં નાખીને વિશ્વાસુ બનાવી લેવામાં આવે. એમ કરવાથી તે સરળતાથી નાશ પામશે.

સરળતાથી મારી શકાય એવા દુશ્મનને પણ જ્ઞાની પુરુષો એકવાર ખૂબ ચઢાવે છે. ગોળ ખાવાથી વધી ગયેલો કફ આરામ કરવાથી દબાવી શકાય છે. વળી -

સ્ત્રીઓ સથે, દુશ્મને સથે, દુષ્ટ મિત્રની સાથે, ખાસ કરીને વેશ્યાઓની સાથે જે માણસ એક સમાન આચરણ કરે છે તે જીવતો નથી. આ જગતમાં માત્ર દેવો, બ્રાહ્મણો અને ગુરૂજનો સાથે મિત્ર જેવું સમાન આચરણ કરવું જોઈએ. એ સિવાય બીજા

લોકો સાથે દ્વૈધીભાવથી આચરણ કરવું જોઈએ. સ્ત્રીના લાલચુ

માણસે, ખાસ કરીને રાજાએ ભૂલથી પણ એક ભાવનું આચરણ કરવું જોઈએ નહીં.

જો તમે શત્રુ સાથે દ્વૈધીભાવ (ભેદભાવ) ની નીતિ અપન વશો તો તમારી જગાએ ટકી રહેશો અને લાલચમાં ફસાવીને દુશ્મનનો નાશ પણ કરી શકશો.”

મેઘવર્ણે કહ્યું :“તાત! હજુ સુધી તો મેં તેનું રહેઠાણ શુદ્ધાં જોયું નથી. તો તેની મુશ્કેલીની ખબર તો શી રીતે પડે?”

સ્થિરજીવિએ કહ્યું :“બેટા! માત્ર તેના રહેઠાણની ભાળ

જ નહીં, તેની મુશ્કેલીઓની ભાળ પણ હું મારા ગુપ્તચરો દ્વારા

મેળવીને જ રહીશ. કહ્યું છે કે -

બીજા લોકો માત્ર બે આંખો વડે જોઈ શકે છે, જ્યારે ગાય સૂંઘીને વસ્તુને જાણી લે છે. બ્ર હ્મણ શાસ્ત્રો દ્વારા જોઈ શકે છે અને રાજા ગુપ્તચરો દ્વારા જોઈ લે છે.

કહ્યું છે કે - જે રાજા તેના દૂતે દ્વારા પેતાના પક્ષનાં તથા ખાસ કરીને શત્રુપક્ષનાં તીર્થોની ભાળ મેળવી લે છે તે કદી વિપત્તિમાં પડતો નથી.”

મેઘવર્ણે પૂછ્યું :“તાત! એ તીર્થો ક્યાં છે? તેમની સંખ્યા કેટલી છે? ગુપ્તચર કેવા હોય છે? એ બધું મને કૃપા કરી જણાવો.”

“બેટા! આ બાબતમાં ન રદજીએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે શત્રુપક્ષે અઢારતીર્થ હોય છે. જ્યારે આપણે પક્ષે પંદર. ત્રણ ત્રણ ગુપ્તચરો દ્વારા એમની જાણકારી મેળવવી જોઈએ.

તેમને જાણી

લેવાથી શત્રુપક્ષ આપોઆપ આપણે તાબે થઈ જાય છે.” “પિતાજી! તીર્થ એટલે શું? મને સમજાયું નહીં.” “તીર્થ એટલે ગાફેલ શત્રુના વિનાશનો ઉપાય.” “કૃપ કરીને મને એ

તીર્થો જણાવો.”

“મંત્રી, રાજપુરોહિત, સેનાપતિ, યુવરાજ, દ્વારપાળ, અંતઃપુરમાં અવરજવર કરનારા, મુખ્ય શાસનાધ્યક્ષ, કર ઉઘરાવનાર, હંમેશાં નજીક રહેનાર, પથ-પ્રદર્શક,

સંદેશો લઈ જનાર, શસ્ત્રાગારનો અધ્યક્ષ, ખજાનચી, દુર્ગપાલ, કર નક્કી

કરનાર, સીમારક્ષક અને અંગત સેવક - આ અઢાર શત્રુપક્ષનાં તીર્થ કહેવાય છે. એમનામાં ફૂટ પડાવવાથી શત્રુપક્ષને સહેલાઈથી વશ કરી શકાય છે. પ્રધાનમંત્રી, માત , કંચુકી, માળી,

શયનકક્ષન ે રખેવાળ, સુગંધવાહક, જ્યોતિષી, વૈદ્ય, જલવાહક, તામ્બુલવાહક, આચાર્ય, અંગરક્ષક, સ્થાનચિંતક, છત્રધારક અને વેશ્યા - એ પંદર તીર્થે સ્વપક્ષનાં છે. આ

પંદરમાં ફૂટ પડવાથી આપણા પક્ષને નાશ થાય છે.”

“વૈદ્ય, જ્યોતિષી, આચાર્ય, આપણા પક્ષના અધિકારી ગુપ્તચર - એ બધા શત્રુની બધી વાતોની જાણકારી રાખે છે.

કરવા યોગ્ય અને નહીં કરવા યોગ્ય બાબતોની જાણકારી

રાખનાર ગુપ્તચર ઉપર જણાવેલાં તીર્થોમાં ફૂટ પડાવી શત્રુપક્ષન

દંભરૂપી પાણીની ઊંડાઈ સારી રીતે જાણી લે છે.”

આ સાંભળી મેઘવર્ણે કહ્યું -

“પિત જી! કાગડા અને ઘૂવડોમાં અંદરોઅંદર પ્રાણનાશક

દુશ્મનાવટનું આવું જ કારણ છે?”

તેણે કહ્યું : “એક વખતની વાત છે કે, હંસ, બગલો, કોયલ, ચાતક, ઘૂવડ, કબૂતર, પારાવત અને વિકિર - એ બધાં ખિન્ન મને ચર્ચા કરતાં હતાં - “અરે!

વિષ્ણુભક્ત ગરુડ આપણા રાજા છે. છતાં તેમને આપણી જરા પણ ફિકર નથી. ત ે આવા નકામા રાજાથી આપણને શો લાભ? તેઓ આપણું રક્ષણ તો કરી શકત નથી.

કહ્યું છે કે -

જે પ્રજાનું રક્ષણ કરી શકતો નથી તે રાજા નહીં પણ કાળ છે. જો રાજા પ્રજાનું રક્ષણ ના કરે તો પ્રજાની સ્થિતિ સુકાની વગરની ન વ જેવી થઈ જાય છે. તેથી અબોલ

આચાર્ય, અભણ પુરોહિત, રક્ષણ નહીં કરનાર રાજા, કર્કશ સ્ત્રી, ગામડાં પસંદ કરનાર ગોવાળ અને વન પસંદ કરનાર વાળંદ - એ છ ને તૂટેલી નૌકાની જેમ માણસે ત્યજી દેવાં

જોઈએ. તો હવે આપણે સૌએ બીજો રાજા પસંદ કરવો જોઈએ.”

પછી બધાંએ ઘૂૂવડને રાજા બનાવવાનું નક્કી કર્યું. રાજ્યાભિષેકની તડામાર તૈયારીઓ શરૂ થઈ. અનેક તીર્થોનું પાણી મંગ વાયું, એકસો આઠ પવિત્ર વનસ્પતિનાં મૂળિયાં

મંગાવાયાં, સિંહાસન તૈયાર કરાયું. વ્યાઘ્રચર્મ પાથરવામાં આવ્યાં. સુવર્ણના કળશ શણગારવામાં આવ્યા. દીવા પ્રગટાવ્યા, વાજિંત્રો વાગવા લાગ્યાં. માંગલિક વસ્તુઓ એકઠી કરવામાં

આવી. સ્તુતિપાઠ થવા લાગ્યા. બ્રાહ્મણો વેદના મંત્રો ઉચ્ચારવા લાગ્યા.

સ્ત્રીઓ ગીતો ગાવા લાગી. રાજ્યાભિષેકની વિધિ શરૂ થઈ અને રંગેચંગે સંપ્ન્ન થઈ. રાજસિંહાસન પર જેવો ઘૂવડ બેસવા જત ે હત ે ત્યાં જ એક કાગડો ક્યાંકથી અહીં આવી ચઢ્યો.

તેને આવેલો જોઈ બધાં પક્ષીઓએ વિચાર્યું - “બધા પંખીઓમાં કાગડો શાણો અને ચતુર હોય છે તેથી આપણે તેની સલાહ લેવી જોઈએ.”

પક્ષીઓ આમ વિચારતાં હતાં ત્યાં કાગડાએ સામેથી

પૂછ્યું : “ભાઈઓ! આ શાની ધમાલ છે?”

એક પક્ષી બોલ્યું : “અમારો કોઈ રાજા ન હતો તેથી અમે સૌએ આ ઘૂવડ મહાશયને અમારા રાજા બનાવવાનું નક્કી કર્યું છે. આ બધી તેમના રાજ્યાભિષેકની તૈયારી છે.

તો આ બાબતમાં આપનો શો મતે છે?”

“તમે બધાંએ નક્કી જ કરી નાખ્યું છે, પછી મારા અભિપ્રાયનો શો અર્થ? છતાંય કહું છું કે હંસ, પોપટ, કોકિલ, ચક્રવાક, સારસ વગેર જેવાં અદ્‌ભુત પક્ષીઓ

હોવા છત ં આ બેડોળ ઘૂવડને રાજા બનાવી રહ્યાં છો? તમને તેથી શો લાભ થશે. આ તો બાવા ઊઠાડી ધગડા બેસાડવા જેવો ઘાટ થયો.” “કહ્યું છે કે, મોટા લોકોની શરણમાં નાના

માણસોને

પરમ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. ચંદ્રમામાં સસલાની નિશાની

માત્ર હોવાથ્ી સસલું સુખ પમે છે.” તેમણે પૂછ્યું :“એ કેવી રીતે?” તેણે કહ્યું :-

***

૧. ચતુર્દન્ત હાથીની વાર્તા

એક જંગલ હતું.

એ જંગલમાં એક હાથી રહેતો હતો. નામ એનું ચતુર્દન્ત.

ચતુર્દન્ત હાથીઓના મોટા ટોળાનો સ્વામી હતે. એકવાર

બહુ મોટો દુકાળ પડવાથી પાણીની ભારે તંગી ઊભી થઈ. ટોળાના બધા હાથીઓએ તેમના માલિકને કહ્યું :“સ્વામી!

પાણી વિન આપણાં ઘણાં બચ્ચાં તરફડી-તરફડીને મૃત્યુ પામ્યાં

છે. બીજાં કેટલાંક મરવાની તૈયારીમાં છે. તો મહેરબાની કરી જેમાં થોડું ઘણું પણ પાણી બચ્યું હોય તેવું કોઈ જળાશય આપ શોધી કાઢો.

હાથીઓની વિનંતી સાંભળી ગજરાજે ઘણો વિચાર કરીને કહ્યુંઃ “નિર્જન જંગલમાં એક મોટું સરોવર છે. તે પાતાલગંગાના

પાણીથી સદાય ભરપૂર રહે છે. તો આપણે ત્યાં જઈએ.”

આવો નિર્ણય કરી બધા ચાલવા લાગ્યા. પાંચ દિવસ અને પાંચ રાતની સત મુસાફરી કરીને છેવટે તેઓ તે સરોવર પાસે પહોંચી ગયા. ત્યાં જઈ તેઓ બધાએ પાણીમાં

ખૂબ ડૂબકીઓ મારી. સંધ્યાકાળ થતાં બધા પાણીની બહાર નીકળ્યા. આ સરોવરની ચારેતરફ ઘણાં બધાં સસલાંનાં રહેઠાણો

હતાં. મનમાની રીતે મસ્તીમાં ફરતાં હાથીન પગ નીચે ચગદાઈને

એ બધાં રહેઠાણો નાશ પામ્યાં. ઘણાં બધાં સસલાં ઘવાયાં અને

ઘણાંનાં મોત પણ થયાં.

હાથ્ીઓનું ટોળું ત્યાંથ્ી ચાલ્યું ગયું. ત્યાર પછી બચી ગયેલાં થોડાંઘણાં સસલાં એકઠાં થયાં. તે બધાં દુઃખી હતાં. તે બધાંનાં ઘરો હાથીના પગ નીચે કચડાઈને નાશ પામ્યાં હતાં. બધાં ભેગાં થઈ કલ્પાંત કરવા લાગ્યાં :“હાય! હાય! સત્યાનાશ વળી ગયું. આ હાથીઓનું ટોળું તો હવે રોજ રોજ અહીં આવશે, કારણ કે આ જળાશય સિવાય બીજે ક્યાંય પાણીનું ટીપુંય નથી.

વહેલો-મોડો આપણો સૌનો કચ્ચરઘાણ વળી જશે. કહ્યું છે કે - હાથી સ્પર્શ કરીને મારી નખે છે. સપ સૂંઘીને મારે છે.

રાજા હસતાં હસતાં મારે છે અને દુર્જન માન આપીને મારે છે.”

“તો હવે આપણે કોઈક ઉપાય વિચારવો જોઈએ.”

ત્યારે તેમાંથી એક સસલું બોલ્યું : “હવે આપણે આ જગા છોડીને ક્યાંક બીજે ચાલ્યા જવું જોઈએ. કહ્યું છે કે કુળન

રક્ષણ માટે એકને, ગામની રક્ષા માટે કુળને, જિલ્લાના રક્ષણ

માટે ગામને અને પોતાને માટે પૃથ્વીને છોડી દેવાં જોઈએ. રાજાએ તેની પ્રાણરક્ષા માટે વગર વિચાર્યે પોતાની ધરતીને ત્યજી દેવી જોઈએ. મુશ્કેલીનો સામનો કરવા ધનનું રક્ષણ કરવું જોઈએ. ધનથી

સ્ત્રીનું રક્ષણ કરવું જોઈએ. પણ પોતાનું રક્ષણ હંમેશાં ધન અને સ્ત્રી એમ બંન્નેથી કરવું જોઈએ.

તેની આવી શિખામણ સંભળી બીજાંઓએ કહ્યું :“ભાઈ!

જન્મભૂમિને છોડવી આસાન નથી. માટે એ હાથીઓને ડરાવવાની કોઈક તરકીબ વિચારવી જોઈએ. કદાચ આપણી તરકીબ સફળ થાય અને ડરના માર્યા તે હાથીઓ અહીં

આવવાનું બંધ કરી દે. કહ્યું છે કે-

ઝેર વગરનો સાપ પણ બીવડાવવા માટે ફેણ ફેલાવે છે. ઝેરી હોય કે ના હોય. સાપની ફેણ જોતાં જ ભયંકર લાગે છે.” બીજાએ કહ્યું : “એમ જ હોય ત ે આ

હાથીઓને બીવડાવવા એ સારો ઉપાય જણાય છે. આ ઉપાય કોઈ બુદ્ધિશાળી દૂત જ વિચારી શકે. જુઓ ચંદ્રમામાં આપણા સ્વામી વિજયદત્ત નિવાસ કરે છે. તો કોઈ ચાલાક દૂત

હાથીઓના સ્વામીની પાસે

એવો ખોટો સંદેશો લઈ જાય કે-

“કેવો સંદેશો?” અધીરાઈથી એક સસલાએ કહ્યું.

“એ જ કે ભગવાન ચંદ્રમાએ તમને આ જળાશયમાં

પ્રવેશવાની મનાઈ ફરમાવી છે, કેમકે આ જળાશયની ચારેબાજુ

તેમના આશ્રિતો વસવાટ કરે છે. કદાચ આ સંદેશો સાંભળી હાથીઓનું ઝુંડ અહીં ના પણ આવે.”

બીજાએ કહ્યું : “આપણો લંબકર્ણ સસલો પરમ પ્રવીણ છે. વળી તે દૂતની ફરજો બરાબર સમજે છે. માટે તેને જ ગજરાજ પ સે મોકલવો જોઈએ. એમ કહ્યું છે કે -

રાજાએ સુંદર દેખાવવાળા, લોભ વગરના, બેલવામાં ચતુર, બધાં શાસ્ત્રોમાં પારંગત અને બીજાના મનમાં ઘોળાતી વાતોને જાણી લે તેવા દૂતની નિમણૂંક કરવી જોઈએ.

વળી -

જે રાજા મૂર્ખ, લોભી અને ખોટાબોલાને પોતાનો દૂત બનાવે છે તે રાજાનું કોઈપણ કામ સફળ થતું નથી.”

છેવટે બધાંએ સર્વસંમતિથી લંબકર્ણ નામના સસલાને ગજરાજની પાસે મોકલવાનું નક્કી કર્યું. લંબકર્ણ હાથીઓના રાજા પાસે ગયો. ખૂબ ઊંચી જગા ઉપર બેસી તેણે ગજરાજને

બોલાવ્યો. તેણે જોરથી કહ્યું :“અરે દુષ્ટ ગજરાજ! તમે અહીં ચન્દ્ર સરોવરમાં ક્રીડા કરવા માટે કેમ આવો છો? ખબરદાર! આજ પછી તમારે અહીં આવવું નહીં. જાઓ,

ચાલ્યા જાઓ અહીંથી.” સસલાની વાત સાંભળી ગજરાજને અચંબો થયો. તેણે પૂછ્યું :“ભાઈ! તું કોણ છે? અને શા માટે આમ કહે છે?”

લંબકર્ણે કહ્યું :“હું ચંદ્રનો દૂત છું. હું ચંદ્રમંડલમાં નિવાસ કરનારો સસલો છું. મારું નામ લંબકર્ણ છે. ભગવાન ચંદ્રમાએ

દૂત બનાવી મને તમારી પાસે મોકલ્યો છે. તમે એટલું તો જાણત હશો કે સાચેસાચું જણાવનાર દૂત કદી દોષી ગણાતો નથી. કહ્યું છે કે -

કુટુંબને સર્વનાશ થવા છતાં અને શસ્ત્રે ચાલતાં રહેવા

છતાં, રાજાને કડવાં વેણ સંભળાવનાર શત્રુના દૂતને મારવો જોઈએ નહીં.”

સસલો બોલ્યો : “થેડા દિવસો અગઉ ઝુંડની સાથે

અહીં આવીને તમે સરોવરને કિનારે વસવાટ કરતાં અનેક સસલાંને કચડીને મારી નાખ્યાં છે. તો શું તમે જાણતા ન હતા કે તે મારા સેવકો હતા? જો તમને તમારો જીવ વહાલો હોય તો તમારે કોઈપણ સંજોગોમાં આ સરોવરે ફરી કદી આવવું નહીં. ચંદ્રમા એ એમ કહેવડાવ્યું છે.”

“ભાઈ! ભગવાન ચંદ્રમા અત્યારે ક્યાં છે?”

“અત્યારે તેઓ આ સરોવરમાં જ બિરાજમાન છે. તમારા સાથીઓ દ્વારા ઘાયલ થયેલા તેમના સેવકોને આશ્વાસન આપવા તેઓ અહીં પધાર્યા છે.”

“જો એમ જ હોય તો તમે મને તેમનાં દર્શન કરાવો. હું તેમને વંદન કરી મારા ઝુંડ સાથે ક્યાંક બીજી જગાએ ચાલ્યો જઈશ.”

“જો આપ ભગવાન ચંદ્રમાન ં દર્શન કરવા ઈચ્છત હો તો એકલા જ મારી સાથે ચાલો.” સસલાએ કહ્યું.

ગજરાજે લંબકર્ણની વાત સ્વીકારી લીધી. તે એકલો જ રાત્રે સસલાની સાથે ચાલી નીકળ્યો. સસલો તેને સરોવરના કિનારે લઈ આવ્યો અને પાણીમાં પડેલું ચંદ્રમાનું પ્રતિબિંબ તેને બત વ્યું. કહ્યું :“ભાઈ! અમારા સ્વામી અત્યારે પ ણીમાં સમાધિ

લગાવી બેઠા છે. તમે ચૂપચાપ તેમનાં દર્શન કરી અહીંથી ચાલ્યા જાઓ. જો તેમની સમાધિ તૂટશે તો અનર્થ થઈ જશે.”

આ સાંભળી ગજરાજ ડરી ગયો અને પ્રતિબિંબને પ્રણામ

કરી ત્યાંથી ચાલ્યો ગયો. એ પછી સસલાં સરોવરને કિનારે આનંદથી રહેવા લાગ્યાં. તેથી હું કહું છું કે, “મોટા લોકોની ઓથે. . વગેર.”

વળી, જીવવાની ઈચ્છા રાખનારે નીચ, આળસુ, કાયર, વ્યસની, કૃતઘ્ની અને પીઠ પાછળ નિંદા કરનારને કદી પોતાનો સ્વામી બનાવવો જોઈએ નહીં. કહ્યું છે કે -

પ્રાચીન કાળમાં ન્યાયની તલાશ કરનાર સસલો અને કપિંજલ બંન્ને એક નીચ સ્વામીને પ્રાપ્ત કરીને નાશ પામ્યાં.

બધાંએ પૂછ્યું :“એ શી રીતે?”

તેણે કહ્યું :-

***

તેમાં ઘૂસી ગયો.

૨. કપિંજલ અને ગોરૈયાની વાર્તા

હું એક ઝાડ પર રહેતો હતે. એક ઝાડની નીચે બખોલમાં કપિંજલ નામે એક ગોરૈયો રહેતો હતો. જ્યારે સૂર્ય આથમી જાય ત્યારે અમે બંન્ને ઝાડ પર પાછા આવી

અલકમલકની વાતો કરતા હત .

એક દિવસ ગોરૈયા એન મિત્રની સાથે ખોરાકની શોધમાં એવા પ્રદેશમાં ગયો કે રાત થવા છતાં તે પાછો ફર્યો નહીં. તેને પાછો નહીં આવેલો જાણી મને ઘણી ચિંતા અને દુઃખ થયાં. મને થયું : “અરે ! શું કપિંજલ કોઈ પ રધીની જાળમાં ત ે નહીં ફસાયો હોય ને! આવી ચિંતામાં ઘણો સમય વીતી ગયો. એક, બે, ચાર, છ એમ દિવસો ઉપર દિવસો વીતી ગયા, પણ

કપિંજલ પાછો ના આવ્યો તે ના જ આવ્યો. તેની બખોલ ખાલી પડેલી જોઈ એક દિવસ સૂર્યાસ્ત થતાં શીઘ્રગ નમનો સસલો આવી

કેટલાક દિવસો પછી મારા આશ્ચર્ય વચ્ચે કપિંજલ પાછો આવ્યો. કહ્યું છે કે -

દરિદ્રાવસ્થામાં પણ જે સુખ માણસને પોતાના ઘરમાં મળે

છે તે સુખ તેને સ્વર્ગમાંય નથી મળતું.

ઝાડની બખોલમાં પેસીને તેણે જોયું તો તેમાં એક સસલો બેઠો હતો. તેને ધમકાવતાં તેણે કહ્યું : “હે સસલા! તેં આ ઠીક કર્યું નથી. જા, જલ્દીથી અહીંથી ભાગી જા.”

સસલાએ પ્રત્યુત્તર આપતાં કહ્યું :“આ ત રું નહીં. મારું

ઘર છે. શું કામ નકામો ગમે તેમ બ ેલે છે? કહ્યું છે કે -

વાવ, તળાવ, કૂવા અને ઝાડ પર ત ે જે ઉપયોગ કરે તેનો જ અધિકાર હોય છે. વળી -

ખેતર વગેરેમાં દસ વર્ષ જે અધિકાર ભોગવે છે. તે તેનાં

થઈ જાય છે. ભોગવટો એ જ એનું પ્રમાણ છે. કોઈ સાક્ષી કે

લખાણની પણ જરૂરિયાત પડતી નથી. મુનિઓએ માણસો માટે આવો નિયમ બનાવ્યો છે. આમ હવે આ ઘર મારું છે, તારું નહીં.”

સસલાએ કહ્યું :“જો તું સ્મૃતિને પ્રમાણ તરીકે સ્વીકારતે હોય તો મારી સાથે આવ. હું તને સ્મૃતિન જાણકાર પાસે લઈ જાઊં. એ કહેશે તેનું ઘર ગણાશે. બસ.”

બંન્ને એ વાત પર રાજી થઈ ગયા. મેં પણ જઈને એ

ન્યાય જોવા વિચાર્યું. હું એ બંન્નેની પાછળ પાછળ ગયો. તીક્ષ્ણદંષ્ટ્રા નામનો એક બિલાડો આ બે વચ્ચેનો ઝઘડો સ ંભળી રહ્યો હતો. એ બંન્નેને ન્યાય મેળવવા જતા જોઈ તે રસ્ત માં એક નદીન કિનારા પર દાભ પાથરી આંખો બંધ કરી બેસી ગયો. બે હાથ ઊંચા કરી પગ વડે તે જમીનને સ્પર્શ કરી રહ્યો હતો. તે સૂર્ય સમે મોં રાખી ધર્મોપદેશ વાંચી રહ્યો હતો કે -

“આ સંસાર અસાર છે. જીવન પણ ક્ષણભંગુર છે.

પ્રિયજનોનો સંયોગ પણ સ્વપ્નવત્‌ છે. કુટંબીજનો સાથેનાં બંધનો ઈન્દ્રજાળ જેવાં છે. માટે જગતમાં ધર્મ વિના ઉદ્ધાર નથી. કહ્યું છે કે -

આ શરીર ન શવંત છે. સંપતિ સદાય વહેતી નદી જેવી છે. મૃત્યુ હંમેશા પડછાયો બનીને સાથે જ રહે છે. માટે માણસે ધર્મકાર્યો કરતા રહેવું જોઈએ. જે ધર્માચરણ કરતો નથી તેનું જીવન લુહારની ધમણ જેવું છે. ધર્મ વગરનું પાંડિત્ય કૂતરાની પૂંછડીની જેમ નકામું છે. જેમ વૃક્ષ કરતં તેનં ફળ-ફૂલ, દહીં કરતાં ઘી, તલ કરતાં તેલ મહાન છે, તેમ માણસ કરતાં તેનો ધર્મ

મહાન છે. ધર્મ વગરનો માણસ પશુ જેવો છે. નીતિજ્ઞો બધાં કામોમાં માણસની સ્થિરતાની પ્રશંસા કરે છે. ટૂંકમાં, ભાઈ! પરોપકાર એ પુણ્ય છે, જ્યારે બીજાને કષ્ટ આપવું એ પપ છે.

ધર્મનો સાર એ છે કે જે કામને તમે તમારા માટે પ્રતિકૂળ સમજતા હો તે કામ બીજાને માટે કરવું નહીં.”

બિલાડાની આવી વાતો સાંભળી સસલો બોલ્યો :“અરે, કપિંજલ નદી કિનારે એક તપસ્વી બિરાજેલા છે. ચાલો, તેમને પૂછીએ.”

કપિંજલે કહ્યું : “ભાઈ! એ તો અમારો દુશ્મન છે. તો

દૂરથી જ એને પૂછજો. કદાચ એનું વ્રત તૂટી જાય.”

બંન્નેએ સાથેથી પૂછ્યું : “તપસ્વી મહારાજ! અમારા બેમાં તકરાર પડી છે. ધર્મશાસ્ત્રનાં ઉપદેશથી અમારો ઝઘડો પતાવી આપો. જે અસત્ય ઉચ્ચારતો હોય તેને તમે ખાઈ

જજો.” બિલાડાએ કહ્યું : “ભાઈ! એમ ના બોલો. નરકમાં

નાખનાર હિંસાના માર્ગેથી હું હવે વિમુખ થઈ ગયો છું. અહિંસ

એ જ ધર્મનો સાચો માર્ગ છે. કહ્યું છે કે -

સજ્જનો અહિંસ ને જ ઉત્તમ ધર્મ માને છે. તેથી દરેક

નાના-મોટા જીવોનું રક્ષણ કરવું જોઈએ. જે હિંસક જાનવરોને

મારે છે તે પણ નિર્દય ગણાય છે. એવા લોકો ઘોર નર્કના અધિકારી ગણાય છે. તો સારાં કામ કરનારને હણનારની તો કોણ જાણે શી સ્થિતિ થાય?

યજ્ઞમાં જે પશુવધ કરે છે તે મૂર્ખ છે. વેદોમાં “અજ” દ્વારા યજ્ઞ કરવાનું કહ્યું છે. અહીં “અજ” નો અર્થ “બકરો” એવો થતો નથી, પણ “અજ” એટલે “સાત વર્ષ

જૂનું ધાન્ય” એવો કરવાનો છે. કહ્યું છે કે -

વૃક્ષને કાપીને, પશુઓની હત્યા કરીને અને લોહીનાં

ખાબોચિયાં ભરીને જે સ્વર્ગ મેળવવા ઈચ્છે છે, તો નરકમાં જવા કોણ ઈચ્છશે?”

“તો ભાઈ! હું તો કોઈની હત્યા કરવાનો નથી. પણ હાર-જીતનો ન્યાય તો કરીશ જ. પણ વાત જાણે એમ છે કે હવે હું ઘરડો થઈ ગયો છું. દૂરથી કરેલી વાત હું સાંભળી શકતો

નથી તો તમે બંન્ને મારી પાસે આળી તમારી વાત જણાવો. જેથી હું બરાબર સમજીને ન્યાય કરી શકું. કહ્યું છે કે -

જે માણસ અભિમાન, લોભ, ક્રોધ અથવા ભયથી, ન્યાય કરતાં ઊંધી વાત કરે છે તે નર્કમાં જાય છે. પશુની બાબતમાં જૂઠું બોલવાથી પાંચ, ગાયની બાબતમાં જૂઠું બોલવાથી દસ,

કન્યાની બબત્માં જૂઠું બોલવાથ્ી સે અને કોઈ પુરુષની બબત્માં જૂઠું બોલવાથી હજારની હત્યાનું પાપ લાગે છે. સભાની વચ્ચે જે સ્પષ્ટ બોલતો નથી તેને ત્યાંથી હાંકી કાઢવો જોઈએ.”

તેથી તમે બંન્ને મારી નજીક આવી મને સ્પષ્ટ વાત જણાવો.

બિલાડાની આવી ડહાપણભરી વાતોથી તેન પર વિશ્વાસ

મૂકી તે બંન્ને જણા તેની ખૂબ નજીક આવી બેસી ગયા. પછી તરત જ તે બિલાડાએ બંન્નેને એક સાથે પકડી લીધા. તે બિલાડો બંન્નેને મારીને ખાઈ ગયો. તેથી હું કહું છું તે - “નીચ રાજાને

મેળવીને....”

તમે લોકો રાત્રે કશું જોઈ શકત નથી, તો પછી દિવસે

કશું ના જોઈ શકનાર ઘૂવડને રાજા તરીકે શી રીતે સ્વીકારી શકો? મને તો લાગે છે કે તમારી દશા કપિંજલ અને સસલા જેવી જ થશે.”

કાગડાની આવી વાત જાણી પક્ષીઓએ ફેર-વિચાર

કરવાનું શરૂ કર્યું. માત્ર ઘૂવડ તેની પત્ની સાથે ત્યાં બેસી રહ્યો. અભિષેકની ગતિવિધિ અટકી ગયેલી જોઈ. તે બબડ્યો :“કોણ છે અહીં? મારો રાજ્યાભિષેક કેમ કરવામાં આવતો

નથી?” તેની વાત સાંભળી પત્ની બોલી :“સ્વામી! તમારા અભિષેકના પાવન કાર્યમાં વિઘ્ન નાખનાર કોણ છે?” ઘૂવડ પતિ-પત્નીનો ગુસ્ ાો જોઈ બીજાં પક્ષીઓ ભયનાં માર્યા ઊડી ગયાં.

એકલો કાગડો જ ત્યાં બેસી રહ્યો. તેણે કહ્યું :“ઘૂવડરાજ! જલ્દી ઊઠો. હું તમને તમારા આશ્રમે તો પહોંચાડી દઊં.” આ સાંભળી ખિન્ન

મનવાળા ઘૂવડે કહ્યું : “અરે હલકટ! મેં ત રું શું બગાડ્યું હતું

કે મારા રાજ્યાભિષેકમાં તે અવરોધ ઊભો કરી દીધો? તો હવે આપણી વચ્ચે ખાનદાની વેર ઊભું થયું જાણજે. કહ્યું છે કે -

તલવારનો ઘા રૂઝાઈ જાય છે, પણ દુર્વચનરૂપી વાણીનો

ઘા તો ક્યારેય રૂઝાતો નથી.”

આટલું કહી ઘૂૂવડ તેની પત્ની સથે તેન નિવાસ સ્થાને ચાલ્યો ગયો. પછી ડરી ગયેલા કાગડાએ વિચાર્યું : “અરે ! મેં કયા કારણ વગર દુશ્મન વટ વહોરી લીધી. મેં આ શું કર્યું? કહ્યું છે કે -

કોઈ હેતુ વગર કડવા શબ્દોમાં કહેલી વાત ઝેર સમાન છે. જ્ઞાની માણસ બળવાન હોવા છતાં કોઈની સાથે વેર ઊભું કરતો નથી. ઘણો બધો વિચાર કર્યા બાદ જ જે કોઈ

નિર્ણય લે છે તેજ જ્ઞાની છે અને લક્ષ્મી તથ કીર્તિને પાત્ર છે.

જ્ઞાની માણસ લોકોની વચ્ચે કોઈનું અપમાન થાય તેવી વાત કરતો નથી.”

આમ વિચારી કાગડો પણ ઊડી ગયો. “તે દિવસથી

અમારા કાગડાઓનું ઘૂવડો સાથે વેર ચાલ્યું આવે છે.”

મેઘવર્ણે પૂછ્યું : “પિતાજી! આ સંજોગોમાં અમારે શું કરવું જોઈએ?”

તેણે કહ્યું :“બેટા! આ સંજોગોમાં પણ અગાઉ જણાવેલા છ ગુણો કરતાં એક મોટો ઉપાય છે. એ અજમાવીને આપણે બધા ફતેહ મેળવવા પ્રસ્થાન કરીશું. શત્રુઓને દગામાં

નાખીને

મારી નાખીશું. જેમ ઠગેએ બ્રાહ્મણને ઠગીને બકરો લઈ લીધો હતો તેમ.”

મેઘવર્ણે પૂછ્યું :“એ શી રીતે?”

તેણે કહ્યું :-

***

૩. મિત્રશર્મા બ્રાહ્મણની વાર્તા

કોઈ એક ગમમાં મિત્રશર્મા નામનો અગ્નિહોત્રી બ્રાહ્મણ રહેતો હતો.

મહા મહિનાનો સમય હતો. ધીમે ધીમે ઉત્તર દિશામાંથી

પવન ફુંકાઈ રહ્યો હતો. ઝરમર ઝરમર વરસાદ વરસતો હત ે. આવા સમયે મિત્રશર્મા તેના એક યજમાનને ઘેર ગયો

અને તેણે એક પશુની માગણી કરી. કહ્યું : “યજમાન મહાશય! આવતી અમાસના દિવસે મારે એક યજ્ઞ કરવો છે. માટે મને એક પશુ આપવાની કૃપા કરો.”

બ્રાહ્મણની માગણી સંતોષવા યજમાને શાસ્ત્રોમાં જણાવ્યા

મુજબનાં બધાં શુભ લક્ષણો ધરાવતો એક મોટો બકરો તેને

દાનમાં આપ્યો.

બ્રાહ્મણે વિચાર્યું કે બકરો બલિ માટે દાનમાં મળેલો છે.

તે આમતેમ નાસી જાય તો સારું ના ગણાય. તેથી તેણે બકરાને તેના ખભા ઉપર ઊંચકી લીધો, અને તેના ગામ તરફ ચાલી નીકળ્યો.

બકરાને ખભા પર ઊંચકીને લઈ જત બ્ર હ્મણને ત્રણ

ઠગેએ જોયો. ઠગો બિચારા કેટલાય દિવસોથી ભૂખ્યા હતા. જાડા-તગડા બકરાને જોઈ એમનાં મોંમાં પ ણી છૂટ્યું. ગમે તેવું કૂડકપટ કરી તેમણે બ્રાહ્મણ પાસેથી બકરો પડાવી લેવાનું વિચાર્યું.

આમ વિચારી એ ત્રણમાંથી એકે ઝટપટ વેશપલટો કરી

લીધો. અને બ્રાહ્મણ કશું સમજે નહીં એ રીતે તેણે બ્રાહ્મણની સ મે આવીને કહ્યું : “અરે ભૂદેવ! તમે આવું મશ્કરી થ ય તેવું અવળું કામ કેમ કરી રહ્ય છો? આ અપવિત્ર

કૂતરાને ખભા ઉપર ઊંચકીને લઈ જવાતું હશે વળી? લોકો જોશે તો તમારી

નિંદા કરશે અને ઠેકડી ઊડાડશે. શું તમે જાણત નથી કે કૂતરાને,

કૂ ડાને, ચાંડાલને, ગધેડાને અને ઊંટને અપવિત્ર ગણવામાં આવે છે? તેની તેમને અડવું એ પાપ મનાય છે.”

“ભાઈ! શું તું આંધળો છે? આ કૂતરો નથી, પણ બકરો

છે.” બ્રહ્મણે ગુસ્ ાાથી કહ્યું.

તેણે કહ્યું : “બ્રહ્મદેવ! આપ ક્રોધ ના કરશો. આપ આપને રસ્તે સીધાવો.” પછી બ્રાહ્મણ બકરાને લઈ તેના રસ્તે આગળ ચાલતો થયો.

તે થોડુંક ચાલ્યો હશે ત્યાં તેની સામે બીજા ઠગે આવીને

કહ્યુંઃ “અરે ભૂદેવ! ગજબ થઈ ગયો! ગજબ થઈ ગયો! પશુનું આ બચ્ચુું તમને વહાલું હશે જ, પણ મરી ગયેલું હોવા છતાં પણ તેને ખભે ઊંચકી લેવું યોગ્ય નથી. કેમકે, કહ્યું છે કે - ‘જે મૂર્ખ

માણસ મરી ગયેલા જાનવરને કે મનુષ્યને સ્પર્શ કરે છે. તેની

શુદ્ધિ કાં તો ગાયનાં દૂધ, દહીં, ઘી, મૂત્ર અને છાણનું મિશ્રણ

ખાવાથી અથવા તો અનુષ્ઠાન કરવાથી થાય છે.”

આ સંભળી બ્રાહ્મણે આંખોમાંથી અંગારા વરસાવતાં કહ્યું : “અરે ભાઈ! તમે આંધળા છો? તમને દેખાતું નથી કે આમ આ બકરાના બચ્ચાને ગ યનું મરેલું વાછરડું કહો

છો?” બીજા ઠગે કહ્યું :“પ્રભુ! કૃપ કરો. મારા પર ક્રોધ કરશો

નહીં. કદાચ અજ્ઞાનને લઈ મારાથી આમ કહેવાઈ ગયું હશે! આપને જેમ ઠીક લાગે તેમ કરો.” એમ કહી તે ત્યાંથી ચાલ્યો ગયો.

બ્રાહ્મણે પછી મુસાફરી શરૂ કરી. થોડોક રસ્તો કપાયો હશે ત્યાં વેશ બદલીને ત્રીજો ઠગ રસ્તાની સામે આવ્યો. તેણે બ્ર હ્મણને કહ્યુંઃ “અરેર! શો કળજુગ આવ્યો છે! એક પવિત્ર

બ્ર હ્મણ તેનો ધર્મ ચૂકીને ગધેડાને ખભે ન ખી લઈ જઈ રહ્યો છે. આનાથી મોટો અધર્મ કયો હોઈ શકે? હવે બ્રાહ્મણની પવિત્રતા પર વિશ્વાસ કોણ મૂકશે? કહ્યું છે કે - જાણે અજાણ્યે

જે માણસ ગધેડાને સ્પર્શ કરી લે છે તેણે પપમુક્તિ માટે વસ્ત્રો સથે સ્નાન કરવું જોઈએ.”

“તો આ ગધેડાના બચ્ચાને તમે નીચે નાખી દો. હજુ

મારા સિવાય તમને બીજા કોઈએ જોઈ લીધા નથી.”

પછી તો અગ્નિહોત્રી બ્રાહ્મણે બકરાને ખરેખર ગધેડું

માની ખભેથી ઉત રી નીચે મૂકી દીધું અને કોઈ જોઈ-જાણી ના જાય એમ ઉતાવળે ઉતાવળે ઘર તરફ ભાગી છૂટ્યો.

એન ગયા પછી ત્રણેય ઠગો ભેગ થયા અને બકરાને

લઈ, તેને મારીને ખાવાની તરકીબ વિચારવા લાગ્યા. કહ્યું છે કે -

જગતમાં નવા સેવકની વિવેકભરી વાણી, મહેમાનનાં

મીઠાં વચનો, સ્ત્રીનું રુદન તથા લુચ્ચા માણસની કપટભરી વાતોથી કોઈ ઠગાયા વિન રહી શક્યો હોય એવું જાણ્યું નથી. અનેક દુર્બળ માણસો પણ દુશ્મન હોય તો વિરોધ કરવો

સારો નથી, કારણ કે સમૂહ હંમેશાં દુર્જય હોય છે. ફેંણ ઊંચી

કરીને ફૂંફાડા મારત સાપને પણ કીડીઓ મારી નખે છે.

મેઘવર્ણે પૂછ્યું :“એ કેવી રીતે?”

તેણે કહ્યું -

***

૪. અતિદર્પ સાપની વાર્તા

કોઈ એક દરમાં અતિદર્પ નામનો કાળો અને ભયાનક સાપ રહેતો હતો. એકવાર ભૂલથી તે તેનો મુખ્ય રસ્તો છોડી બીજા સાંકડા રસ્તેથી દરમાંથી બહાર નીકળવા લાગ્યો. તે ઘણો

લાંબો હોવાથી સાંકડા રસ્તે બહાર નીકળતાં તેના શરીર ઉપર

ઘણા ઉઝરડા પડ્યા. આ ઉઝરડામાંથી લોહી ઝમવા લાગ્યું. સાપના લોહીની ગંધ પારખી કીડીઓએ તેની પાસે આવી તેને ચારેબાજુથી ઘેરી લીધો. થોડીવારમાં અસંખ્ય કીડીઓએ તેના પર આક્રમણ કર્યું. કીડીઓએ ચટકા ભરી-ભરીને તેનું શરીર

ખોખલું કરી નખ્યું. છેવટે સાપ મૃત્યુ પામ્યો. તેથી હું કહુું છું કે વધુ સંખ્યા ધરાવતા લોકોનો વિરોધ કરવો ના જોઈએ.

આ બાબતે હું બીજું વધારે કહેવા ઈચ્છું છું. તે ધ્યાનથી

સંભળીને તેનું અનુસરણ કરજે.

મેઘવર્ણે કહ્યું : “આજ્ઞ આપ ે. તમારી આજ્ઞ વિરુદ્ધ

એક ડગલુંય ભરીશ નહીં.”

સ્થિરજીવિએ કહ્યું :“બેટા! તો સાંભળ મારી વાત. હવે સ મ, દામ, દંડ અને ભેદ એ ચારેય ઉપ યો ત્યજી દઈ, મેં જે પાંચમો ઉપાય બતાવ્યો છે તે પ્રમાણે કરો. તારે મને

વિરોધપક્ષનો જાહેર કરીને ખૂબ ધમકાવવો જેથી દુશ્મનના ગુપ્તચરોને પણ વિશ્વાસ થઈ જાય કે હું તેમના પક્ષને છું. પછી તું મારા શરીર પર લોહીના લપેડા કરીને આ વડન ઝાડ નીચે ફેંકી દેજે. આમ કર્યા બાદ તું તારા પરિવાર સાથે ઋષ્યમૂક પર્વત ઉપર ચાલ્યો જજે અને નિરાંતે ત્યાં રહેજે. ત્યાં સુધી હું અહીંયાં રહીને દુશ્મનોનો વિશ્વાસુ બની એક દિવસ તેમના કિલ્લામાં પ્રવેશ કરીને તેમને મારી નાખીશ. આ સિવાય બીજો કોઈ ઉપાય વડે આપણને સફળતા મળવાની નથી. હવે આપણો કિલ્લો આપણું રક્ષણ કરી શકે તેવી સ્થિતિમાં રહ્યો નથી. કહ્યું છે કે -

જેમાંથી સરળતાથી છટકી જવાય તેવા ગુપ્તમાર્ગવાળા કિલ્લાની નીતિજ્ઞ માણસો પ્રશંસ કરે છે. જે કિલ્લો આવો હોતો નથી તે કિલ્લાના નામે બંધન માત્ર છે.

વળી તમારે આ કાર્ય માટે મારી ઉપર કૃપ પણ બતાવવાની નથી. કહ્યું છે કે પ્રાણ સમાન પ્યારા અને સારી રીતે પાલન- પોષણ કરવામાં આવ્યું હોય તેવા સેવકો પણ યુદ્ધના સમયમાં સૂકા બળતણની જેમ જોવા જોઈએ.

આમ કહીને સ્થિરજીવી મેઘવર્ણ સાથે બનાવટી ઝઘડો કરવા લાગ્યો. તેના બીજા સેવકોએ સ્થિરજીવીને અભદ્ર વાતો કરતાં સાંભળ્યો ત્યારે તેને મારવા તૈયાર થઈ ગયા. તેમને

ઉશ્કેરાયેલા જોઈ મેઘવર્ણે કહ્યું :“ભાઈ! અમારા ઝઘડામાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી. હું જાતે જ શત્રુ સાથે ભળી ગયેલા આ પાપીને યોગ્ય શિક્ષ કરીશ.” એમ કહીને તે તેની

ઉપર ચઢી બેઠો અને ચાંચન ઘા મારી લોહીલુહાણ કરી દીધો. આમ કર્યા પછી પૂર્વયોજના મુજબ પરિવાર સાથે તે ઋષ્યમૂક પર્વત તરફ ચાલ્યો ગયો. અહીં આમ ચાલી રહ્યું હતું ત્યારે ત્યાં શત્રુનો ભેદ જાણી લેનારી ઘૂવડની પત્ની તેમની મારપીટ જોઈ રહી હતી. જઈને તેણે મેઘવર્ણ અને વૃદ્ધ મંત્રી સ્થિરજીવી વચ્ચે થનાર આ ઝઘડાન સમાચાર તેના પતિ ઘૂવડરાજને

સંભળાવ્યા. તેણે તેમનો દુશ્મન ભયભીત થઈ પરિવાર સાથે ક્યાંક નાસી છૂટ્યાની વાત પણ કહી. આ સાંભળીને ઘૂવડરાજ સૂર્યાસ્ત સમયે તેના મંત્રીઓને સાથે લઈ કાગડાઓને મારવા ચાલી નીકળ્યો.

તેણે બધાંને જણાવ્યું : “દોડો, દોડો, ઉતાવળ કરો. નસી છૂટેલો કાયર દુશ્મન ઘણા પુણ્ય પછી જ મળે છે. કહ્યું છે કે -

શત્રુના નાસથી છૂટવામાં એક ખામી રહી જાય છે. તે એ કે તેના બીજા રહેઠાણની ભાળ મળે છે. રાજસેવકો સંકટમાં આવી જાય ત્યારે આ રીતે શત્રુ સહેલાઈથી વશ

થઈ જાય છે. આમ વાતો કરતા તેઓ વડના ઝાડ નીચે બેસી ગયા.

પણ ત્યાં જ્યારે એકપણ કાગડો દેખાયો નહીં ત્યારે અરિમર્દન

પ્રસન્ન ચિત્તે વડની આગળની ડાળી પર બેસી ગયો. તેણે તેના સેવકોને બોલાવીને કહ્યું :“અરે! એ નીચ કાગડાઓન રસ્તાની જાણકારી મેળવો. તે કયા રસ્તેથી ભાગી છૂટ્યા છે? એ જ્યાં સુધી બીજી જગા શોધી લે ત્યાં સુધી તેની પાછળ જઈ તેને મારી નખું. કહ્યું છે કે -

વિજય મેળવવાની ઈચ્છા રાખનારનો દુશ્મન જો સામાન્ય

ઘેરાથી રક્ષયેલો હોય તો પણ તે પકડાતો નથી. શ્રેષ્ઠ સાધનોવાળા

દુર્ગમાં આશ્રય લેવામાં આવે તો મુશ્કેલી ઓર વધી જાય છે.”

ઘૂવડરાજની આ વાત સ ંભળી સ્થિરજીવીએ વિચાર્યું કે આ મારો દુશ્મન મારી હકીકત જાણ્યા વગર જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો ચાલ્યો જશે તો હું કંઈ જ નહીં કરી શકું.

કહ્યું છે કે- બુદ્ધિશાળી માણસ ઉતવળે કાર્યની શરૂઆત કરતો નથી,

પણ જો તે કોઈ કાર્યની શરૂઆત કરી દે તો તે તેને પૂરું કરીને જ જંપે છે.

તો આ કામની શરૂઆત જ ના કરવામાં આવે તે જ

ઉત્તમ છે. હવે શરૂઆત કર્યા પછી તેને છોડી દેવું ઠીક નથી. હવે હું અવાજ કરીને તેમને મારી હાજરીની જાણ કરીશ. આમ નિશ્ચય કરીને તેણે બહુ ધીમે ધીમે બેલવાનું શરૂ કર્યું. તેને અવાજ સાંભળી તેઓ બધાં ઘૂવડ તેને મારવા ત્યાં એકઠાં થઈ ગયાં. તેણે કહ્યું :“ભાઈ! હું કાગડાઓના રાજા મેઘવર્ણનો મંત્રી

છું. મારું ન મ સ્થિરજીવી છે. મને મારા જાતભાઈઓએ જ આવી કફોડી હાલતમાં મૂકી દીધો છે. તમારા સ્વામી સાથે મારું ઓળખાણ કરાવો મારે તેમને ઘણી બાતમી

આપવી છે.”

ઘૂવડોએ તેમના રાજા સાથે તેનો પરિચય કરાવ્યો. તેણે

બધી હકીકત ઘૂવડરાજને કહી સંભળાવી. ઘૂવડરાજ અરિમર્દને નવાઈ પામીને તેને કહ્યું : “અરે! તમારી આવી ખરાબ હાલત શી રીતે થઈ? કહો, શી વાત છે?”

સ્થિરજીવીએ કહ્યું :“કાલે તમારા દ્વારા મારી ન ખવામાં આવેલા ઘણા બધા કાગડાઓના દુઃખથી દુઃખી થઈ ક્રોધ અને શોકથી આવેશમાં આવી ગયેલો મેઘવર્ણ યુદ્ધ માટે

ચાલી નીકળતો હતો ત્યારે મેં કહ્યું હતુંઃ “સ્વામી! તમારું તેમની ઉપર આક્રમણ કરવું યોગ્ય નથી. કારણ કે આપણે કમજોર છીએ અને તેઓ બળવાન છે. કહેવામાં આવ્યું છે

કે -

કમજોર માણસે પોતાના કલ્યાણ માટે પણ ક્યારેય બળવાન

માણસને પડકારવો જોઈએ નહીં. કારણ કે બળવાનને પરાજિત કરી શકાતો નથી. દીવા ઉપર પડતા પતંગિયાની જેમ કમજોર

માણસ નાશ પામે છે.

તેથી મારી તો સલાહ છે કે આપે તેની સાથે સમાધાન કરી લેવું જોઈએ. કારણ કે, કહ્યું છે કે -

બુદ્ધિમાન માણસ બળવાન શત્રુને જોઈને સર્વસ્વનો ત્યાગ કરીનેય પોતાન પ્રાણનું રક્ષણ કરે છે. કેમકે પ્રાણ સલામત રહેતાં

બીજી બધી વસ્તુઓ મેળવી શકાય છે.

૨૮૩

૨૮૪

સળગતી ચિતા અને આ મારી ફાટી ગયેલી ફેણને

મારી આવી વાત સાંભળી તેના બીજા હલકટ સાથીદારોએ તેને ખૂબ ગુસ્સે કરી દીધો. તેણે જાણ્યું કે હું તમારી સથે મળી ગયેલો છું પછી તેણે મારી આવી ખરાબ હાલત કરી દીધી. હવે તો આપ જ મારા તારણહાર છો. વધારે કહેવાથી શો ફાયદો? પણ હું જ્યારે ફરી હરતો-ફરતો થઈ જઈશ ત્યારે તમને બધાને તેના નિવાસસ્થાને લઈ જઈ બધા કાગડાઓનો નાશ કરી

દઈશ. બસ મારે આટલું જ કહેવાનું છે.”

સ્થિરજીવીની આવી વાતો સાંભળી અરિમર્દને તેના જૂના અને અનુભવી મંત્રીઓ સાથે ચર્ચા કરી. તેના રક્તાક્ષ,

ક્રૂરાક્ષ, દીપ્તાક્ષ, વક્રનાશ અને પ્રાકારવર્ણ નામના પ ંચ મંત્રીઓ હતા. તેણે સૌ પ્રથમ રક્તાક્ષને પૂછ્યું :“ભાઈ! શત્રુપક્ષનો મંત્રી હવે આપણે તબે થઈ ગયો છે. તે હવે આપણે શું કરવું જોઈએ?”

રક્તાક્ષે જવાબ આપ્યો : “દેવ! એ બાબતે હવે કોઈ વાત વિચારવી જ ન જોઈએ. કશું વિચાર્યા વગર તેને મારી નાખવો જોઈએ.”

કહ્યું છે કે : “લક્ષ્મી જાતે આવી હાજર થઈ જાય અને તેને અપમાનિત કરવામાં આવે તો તે જેને ત્યાં આવી જાય તેનો ત્યાગ કરીને શાપ આપે છે.

એમ સાંભળવામાં આવ્યું છે કે -

જુઓ. એકવાર તોડીને ફરી જોડવામાં આવેલો સંબંધ ફરી સ્નેહ દ્વારા પણ બંધાતો નથી.”

અરિમર્દને કહ્યું : “એ કેવી રીતે?”

તેણે કહ્યું :-

***

આમ કહી દૂધ ભરેલું પાત્ર તે સાપના દરની પાસે

૫. હરિદત્ત બ્રાહ્મણની વાર્તા

કોઈ એક ગામમાં હરિદત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ખેતીનું કામ કરતો હત ે. છત ં તેને ઝાઝી સફળતા મળતી ન હતી. એકવાર એ બ્રહ્મણ તાપથી કંટાળીને એક વૃક્ષના

છાંયડામાં સૂઈ ગયો. સૂતં સૂતં તેણે થોડક દૂર ભયંકર ફેણ ચઢાવેલો એક સાપ જોયો. તેણે વિચાર્યું કે - “જરૂર આ મારા ખેતરનો દેવ છે.

મેં કદી તેની પૂજા કરી નથી. કદાચ તેથી જ મારી ખેતીમાં બરકત આવતી નથી. આજે હું અવશ્ય એની પૂજા કરીશ.”

આવો નિશ્ચય કરીને ક્યાંકથી દૂધ લઈ આવી એક

માટીના વાસણમાં રેડી સાપની નજીક જઈ તેણે કહ્યું :“ક્ષેત્રપાળજી!

મને માફ કરજો. મને શી ખબર કે આપ અહીં રહો છો! તેથી આજ દિન સુધી નથી તો મેં તમારી પૂજા કરી કે નથી તો નૈવેદ્ય ધરાવ્યું.”

મૂકીને બ્રાહ્મણ તેને ઘેર ચાલ્યો ગયો. તેણે આખી રાત વિચારોમાં પસાર કરી બીજે દિવસે વહેલો ઊઠી, નાહી-ધોઈ, પૂજા પાઠ કરી એ ખેતરે પહોંચ્યો. એના પરમ આશ્ચર્ય વચ્ચે તેણે માટીન પાત્રમાં એક સુવર્ણમહોર જોઈ. પછી તો રોજરોજ તે એકલો

ખેતરે જઈ પેલા સાપને દૂધ ધરાવવા લાગ્યો, અને એક એક

સોનામહોર મેળવવા લાગ્યો.

એક દિવસ આ બ્ર હ્મણને અનિવાર્ય કામસર બહારગ મ જવાનું થયું. હવે શું કરવું? તેણે તેન દીકરાને સાપદેવતને દૂધ ધરાવવાનું કામ સેંપ્યું.

બ્રાહ્મણનો દીકરો પિતાના કહ્યા પ્રમાણે સાપના દર પાસે માટીના પાત્રમાં દૂધ મૂકી ઘેર પાછો ફર્યો. બીજે દિવસે વહેલી સવારે ખેતરમાં જઈ તેણે જોયું તો માટીના પાત્રમાં એક સોનામહોર પડેલી હતી. તેણે તે સોનામહોર ઊઠાવી લીધી. પણ પછી આ બ્રાહ્મણપુત્રના મનમાં વિચાર આવ્યો કે નક્કી સાપનું દર સોનામહોરોથી ભરેલું હશે! તો આ સાપને મારીને શા માટે બધી સોનામહોરો એકસ મટી કાઢી લેવામાં ના આવે!

આમ વિચારી બીજા દિવસે દૂધ ધરાવવાના સમયે બ્રાહ્મણના દીકરાએ લાકડીનો જોરદાર પ્રહાર સાપના માથા પર કર્યો. પણ તેના પ્રહારથી સાપ મર્યો નહીં અને બચી ગયો.

પછી તો છંછેડાયેલા સાપે તે બ્રહ્મણપુત્રને જોરદાર દંશ દીધો. સાપન્ું

ઝેર આખા શરીરમાં પ્રસરી જતાં થોડીવારમાં જ તે મૃત્યુ પામ્યો. તેનાં કુટંબીજનો એ ખેતરમાં જ ચિતા ખડકીને તેન

મૃતદેહને અગ્નિસંસ્કાર દઈ દીધા. પરગમ ગયેલા બ્રહ્મણે પછા આવીને જ્યારે પુત્રના મૃત્યુનું કારણ જાણ્યું ત્યારે તેણે કહ્યું : “પોતાના શરણે આવેલા જીવો પર જે દયા દાખવતો નથી તેનાં નિશ્ચિત પ્રયોજનો, જેમ પંકવનમાં હંસ મૃત્યુ પામ્યો તેમ નષ્ટ થઈ જાય છે.”

કુટંબીજનોએ પૂછ્યું :“એ કેવી રીતે?”

બ્રાહ્મણે કહ્યું : -

***

૬. ચિત્રરથ રાજાની વાર્તા

એક નગરમાં ચિત્રરથ નામનો રાજા રહેતો હતો. નગરની પાસે રાજાની માલિકીનું એક સરોવર હતું. રાજાના સૈનિકો હંમેશાં સરોવરનું રક્ષણ કરત હતા,

કારણ કે તે સરોવરમાં અસંખ્ય સોનાના હંસે વસતા હતા. બધા હંસે છ-છ મહિને એક સોનાની પૂંછડી સરોવરમાં

છોડી દેતા હતા.

સંજોગવશાત્‌ આ સરોવરમાં કોઈક સોનેરી પક્ષી આવી ચઢ્યું. તેને જોઈ હંસોએ કહ્યું : “આ સરોવર અમારું છે. તું અમારી સાથે અહીં નહીં રહી શકે. દર છ-છ મહિને

અમે એક- એક સોન ની પૂંછડી આપીને આ સરોવરને અમે અમારું બનવી

લીધું છે. આવી તો ઘણી ઘણી વાતો હંસોએ કહી. આ બાબતમાં સરોવરન હંસોમાં મતભેદ ઊભો થયો. ત્યારે પેલું પક્ષી રાજાને શરણે જઈ કહેવા લાગ્યું કે - “દેવ! આ સરોવરનાં પક્ષીઓ ખૂબ ઘમંડી થઈ ગયાં છે. કહે છે કે રાજા અમારું શું બગાડી લેવાના

છે! આ સરોવરમાં અમે કોઈ બીજા પક્ષીને રહેવા દેવાના નથી.

મેં કહ્યું કે તમારે આવું બોલવું જોઈએ નહીં. રાજા વિશે ગમે તેમ બેલવું આપને શોભતું નથી. જો તમે ગમે તેમ બકબક કરશો તો હું તમારા બેહૂદા વર્તનની રાજાને ફરિયાદ કરીશ. પણ તે હંસે એવા તો નફ્ફટ થઈ ગયા છે કે તેની તેમને કશી અસર થઈ નહીં. મેં આપની સમક્ષ આ નમ્ર નિવેદન કર્યું છે. હવે શું કરવું તે આપ જાણો.”

રાજા છંછેડાયો. ગુસ્ ો થઈ ગયો. તેણે સેવકોન બોલાવ્યા.

બધા હંસોને મારીને પોતાની સમક્ષ હાજર કરવા તેણે સેવકોને ફરમાન કર્યું. રાજાનો હુકમ થતાં સેવકો દોડ્યા. હાથમાં દંડા લઈ આવતા સેવકોને જોઈ એક વૃદ્ધ હંસે બીજા હંસેને કહ્યું :

“ભાઈઓ! લાગે છે કે અણધારી આફત આવી રહી છે. આપણે બધાએ ભેગ મળી ક્યાંક ઊડી જવું જોઈએ.”

બધાંએ વડીલ હંસની વાત માની લીધી.

હંસો એક સાથે સરોવરમાંથી ઊડી ગયા.

તેથી હું કહું છું કે શરણે આવેલા પર જે દયા દાખવતે

નથી.. વગેરે.

આમ કહીને તે બ્રાહ્મણ બીજે દિવસે સવારે દૂધ લઈને

સપન દર પસે ગયો અને જોર-જોરથી સપની સ્તુતિ કરી.

ઘણી પ્રાર્થના અને આજીજી પછી સાપે દરમાંથી જ કહ્યું : “પુત્રના મૃત્યુન ે શોક ત્યજી દઈ લાલચનો માર્યો તું અહીં આવ્યો છે. હવે તરી ને મારી વચ્ચે કોઈ સ્નેહનો સંબંધ રહ્યો નથી.

યુવાનીના જોર અને ઘમંડમાં તારા દીકરાએ મને સખત ચોટ

પહોંચાડી હતી તેથી મેં તેને દંશ દીધો હતો. હવે હું તેની

લાકડીનો માર શી રીતે ભૂલી શકું અને તું પણ પુત્રશોકને શી રીતે ભૂલી શકશે?” આમ કહી સ પે તે બ્રાહ્મણને કિંમતી મણિ આપ્યો. કહ્યુંઃ “હવે તું ફરીવાર મારી પ સે આવીશ

નહીં.” આમ કહી તે દરમાં પેસી ગયો.

બ્રાહ્મણ મણિ લઈ, તેન દીકરાન અપકૃત્યને ધિક્કારત ે

ઘેર પાછો ફર્યો. તેથી હું કહું છું કે - “બળતી ચિતા અને તૂટી ગયેલી ફેણને.. વગેરે.”

“રાજન્‌! આ પાપી કાગડાને મારી નાખીશું તો આપેઆપ

આપણું રાજ્ય સુરક્ષિત થઈ જશે.”

રક્તક્ષની આવી વાતો સાંભળીને અરિમર્દને ક્રૂરાક્ષને

પૂછ્યં :“ભાઈ! તમે શું યોગ્ય સમજો છો?”

તેણે કહ્યું : “દેવ! તેણે આપને જે સલાહ આપી તે નિર્દયતાથી ભરેલી છે. શરણે આવેલાને મારવો જોઈએ નહીં. એ ઠીક જ કહ્યું છે કે -

પહેલાં એક કબૂતરે તેના શરણમાં આવેલા શત્રુની યોગ્ય પૂજા કરીને પોતાન માંસ વડે તૃપ્ત કર્યો હતો.”

અરિમર્દને પૂછ્યું :“એ કેવી રીતે?”

તેણે કહ્યું -

***

શિકારી ડરી ગયો. ટાઢથી તેનું શરીર થરથર ધ્રુજવા

૭. પારધી અને કબૂતરની વાર્તા

યમરાજ સમાન એક પારધી પક્ષીઓનો શિકાર કરવાની દાનતથી જંગલમાં ફરતો હતો. તે એવો તો ઘાતકી અને નિર્દય હતો કે તેની સાથે કોઈ સંબંધ રાખવા તૈયાર ન હતું. આ પરધી દરરોજ બધી જાતન જીવોની હત્યા કરતો. હંમેશા હાથમાં જાળ,

લાકડી અને પાંજરૂ લઈ જંગલમાં ફર્યા કરતો હતો.

શિકારની શોધમાં ફરતા તેણે એક દિવસ એક કબૂતરીને

પકડી લીધી અને પંજરામાં પૂરી દીધી.

કુદરતનું કરવું કે થોડી જ વારમાં આકાશમાં કાળાં ડિબાંગ ઘનઘોર વાદળો ચઢી આવ્યાં. વીજળી ચમકારા કરવા

લાગી. મેઘગર્જના આખા જંગલને ધ્રુજાવતી હતી. પવન સૂસવાટા

મારતો હતો. જોતજોતામાં સાંબેલાધાર વરસાદ વરસવો શરૂ થયો.

લાગ્યું. અંધારું થવાની તૈયારી હતી. તે વરસાદથી બચવા એક

મોટા ઝાડ નીચે ગયો. થોડીવારમાં વરસાદનું તાંડવ પૂરું થયું. આકાશ ચોખ્ખું થઈ ગયું. ત રલાઓ ટમટમતા દેખાવા લાગ્યા. પણ હજુ શિકારીને અજંપો થવો ચાલુ જ હત ે. ગભરાયેલા તેણે બે હાથ જોડી ઝાડ ઉપર દૃષ્ટિ કરી કહ્યુંઃ “આ વૃક્ષદેવત પર જે કોઈ હાજર હોય તેને મારી પ્રાર્થના છે કે મને પોતાના શરણણાં

લઈ લે. ઠંડીથી હું ત્રસ્ત છું. ભૂખથી હું જાણે હોશકોશ ગુમાવી બેઠો છું. તમે મારું રક્ષણ કરજો.”

આ વૃક્ષ ઉપર દિવસોથી એક કબૂતર બેઠું હતું. તે તેની

પત્નીના વિરહમાં રડી રહ્યું હતું. વિલાપ કરતાં તે બોલી રહ્યું હતું કે, “આટલો બધો વરસ દ વરસવા છત ં હજી સુધી મારી પત્ની પાછી આવી નથી. તેના વિના મને મારું ઘર સૂનું સૂનું પડી ગયેલું

લાગે છે. મારાથી આ વસમો વિયોગ સહન થતો નથી.

પતિવ્રતા, પ્રાણથી પણ વધારે પતિને ચાહનારી, સદાય પતિના કલ્યાણમાં રત રહેનરી પત્ની જે પુરુષને પ્રાપ્ત થઈ છે તે પુરુષ ધન્ય છે. સ્ત્રી વિના ઘર, ઘર નથી કહેવાતું. ઘર એટલે જ

સ્ત્રી.”

પતિનાં આવાં વચને સાંભળી પાંજરામાં પૂરાયેલી કબૂતરી આનંદ પામી તે વિચારવા લાગી - “જેના ઉપર પતિ રાજી ના રહે તે સ્ત્રી, સ્ત્રી નથી. જેન પર પતિ પ્રસન્ન હોય તે

સ્ત્રીએ

સમજવું કે તેના પર ભગવાન પ્રસન્ન છે. પિતા, ભાઈ, પુત્ર એ બધાં મર્યાદિત સુખ આપે છે, જ્યારે પતિ તરફથી મળતું સુખ નિમર્યાદ હોય છે. આવું સુખ પામે છે તે સ્ત્રી બડભાગી છે.” તેણે ફરી કહ્યું :“હે પતિદેવ! મારી વાત ધ્યાનથી સાંભળો. હું તમારા કલ્યાણ માટે જ આ કહી રહી છું. શરણે આવેલાનું રક્ષણ પ્રાણન

ભોગે પણ કરવું જોઈએ. આ શિકારી આજે તમારા શરણમાં આવ્યો છે. તે બિચારો ઠંડી અને ભૂખથી પરેશાન થઈ ગયો છે. તેથી તમારે તમારા ગજા પ્રમાણે તેમની સેવા કરવી

જોઈએ. સાંભળ્યું છે કે સાંજના સમયે ઘરના ઉંબરે આવેલા અતિથિની યથશક્તિ જે સેવા નથ્ી કરતે, તેનું પુણ્ય અતિથિ તેન પપન બદલામાં લઈ લે છે. આ નીચ પારધીએ મારી પત્નીને પાંજરામાં પૂરી રાખી છે એવું વિચારી તમે તેના પર વેર કે દ્વેષ રાખશો નહીં. કારણ કે મારી આવી દુર્ગતિ કદાચ મારાં પૂર્વજન્મનાં કર્મોને લીધે થઈ હશે. દરિદ્રતા, રોગ, આફત, દુઃખ

અને બંધન

- માણસ માટે એ બધાં તેના કર્મોનાં ફળ ગણાય છે. તેથી મારા બંધનથી થયેલા શોક અને દ્વૈષને ત્યાગ કરીને ધર્મબુદ્ધિથી યથાશક્તિ તેમની સેવા કરો.”

પત્નીનાં આવાં ધર્મવચનો સાંભળી કબૂતરન ં શોક અને દુઃખ ઓછાં થયાં. તેનો ડર પણ ચાલ્યો ગયો. શિકારીની પાસે આવી તેણે કહ્યું :“આવો ભાઈ, હું તમારું સ્વાગત કરું છું.

કહો, હું આપની શી સેવા કરું? તમે જરાય દુઃખી થશો નહીં.

આ જગાને આપનું જ ઘર સમજજો.”

કબૂતરની આળી આદરયુક્ત વાત સાંભળી શિકારીએ કહ્યું :“ભાઈ! ઠંડીથી મારું આખું શરીર ધ્રુજી રહ્યું છે. જો શક્ય હોય તો ઠંડીથી બચવાનો કોઈક ઉપ ય કર.”

તેની વિનંત્ી સંભળી કબૂતરે આજુબાજુથી સૂકા પાંદડાં એકઠાં કર્યાં. પછી તેણે તે સળગાવી તાપણું કર્યું. કહ્યું :“ભાઈ! તમે આ તાપણે તાપીને તમારી ટાઢ ઉડાડો પણ મારી પાસે તમારી ભૂખ મટાડવાનો બીજો કોઈ ઉપાય નથી. કોઈ એક હજારને ખવડાવે છે, કોઈ સોને ખવડાવે છે તો વળી કોઈ દસને

ખવડાવે છે. પણ હું તો આપ એકને પણ ખવડાવી શકું તેમ

નથી. આ જગતમાં જેનામાં અતિથિને ભોજન કરાવવાની શક્તિ નથી તેને અનેક દુઃખો દેવાવાળા આ ગૃહસ્થાશ્રમમાં રહેવાનો શો અર્થ? તો હું હવે મારા પ્રાણની આહુતિ આપી આપની ભૂખ

ઠારીશ.” કહેતાં તે સળગતા તાપણામાં કૂદી પડ્યું. આ જોઈ નિર્દય શિકારીનું હૈયું દ્રવી ગયું. આગમાં બળતા કબૂતરને તેણે કહ્યું : “આ જગતમાં પ પી માણસને તેન ે આત્મા પણ પ્રિય હોતો નથી, કેમકે આત્મા માટે કરવામાં આવતાં પાપો આત્માએ જ ભોગવવાં પડે છે. હંમેશાં પાપ કર્મ કરનારો હું નરકનાં દુઃખો

ભોગવીશ. આ ઉદાર સ્વભાવવાળા કબૂતરે તેનું દેહદાન દઈ

મારી સામે ઉચ્ચ આદર્શ રજૂ કર્યો છે. આજથી હું મારાં સઘળાં

પાપોનો ત્યાગ કરું છું. હવે હું જપ, તપ, ઉપવાસ વગેરેથી ઉત્તમ

ધર્મનું પ લન કરીશ.” આવો નિર્ણય કરીને તે શિકારીએ જાળ,

લાકડી અને પિંજરું તોડી નાખ્યાં. પેલી કબૂતરીને પણ તેણે

મુક્ત કરી લીધી. મુક્ત થયેલી કબૂતરીએ આગમાં કૂદી પડીને તેના બળી ગયેલા પતિનો જોયો. તેને જોઈને કરુણ સ્વરમાં તે વિલાપ કરવા લાગી -

“હે સ્વામી! તમારા વિન હવે મારે જીવીને શું કામ છે? પતિ વગરની સ્ત્રીની દુનિયામાં કોઈ કિંમત નથી હોતી. વિધવા થયા પછી સ્ત્રીના બધા જ અધિકારો

છીનવાઈ જાય છે.” આમ વિલાપ કરતી કબૂતરી દુઃખી મનથી આગમાં કૂદી પડી. આગમાં કૂદી પડ્યા પછી તે સ્વર્ગીય વિમાન પર બેઠેલા તેના પતિને જોયો. તેનું શરીર દેવોની જેમ

તેજોમય પ્રકાશથી પ્રકાશી રહ્યું હતું. તેણે તેની પત્નીને કહ્યું : “હે પ્રાણપ્યારી કલ્યાણી! મારે પગલે ચાલીને તેં ખૂબ સારું કામ કર્યું છે. માણસના શરીર પર સાડા ત્રણ કરોડ રૂંવાટાં હોય છે. જે પતિનું અનુસરણ કરે છે તે પત્ની તેટલાં વર્ષો સુધી સ્વર્ગમાં વાસ કરે છે.”

પતિના તેજન પ્રભાવથી કબૂતરી પણ દિવ્ય શરીરવાળી

થઈ ગઈ. આ પાવન દૃશ્ય જોઈ સંતોષ પામીને શિકારી પણ ત્યાંથી ચાલ્યો ગયો. તે હિંસા છોડી પછી વૈરાગી બની ગયો. આગળ ચાલતાં તેણે જોયું કે જંગલમાં દવ લાગેલો હત ે. વિરક્ત થયેલો શિકારી સંસારની પળોજણમાંથી મુક્ત થઈ તે સળગત દાવાનળમાં કૂદી પડ્યો. તેનાં પાપો બળીને ખાક થઈ ગયાં.

તેથ્ી હું કહું છું કે કબૂત્રે તેન શરણાગત્ને. . વગેરે.

ક્રૂરાક્ષ પાસેથી આ વાર્તા સાંભળ્યા પછી અરિમર્દને દીપ્તાક્ષને પૂછ્યું :“ભાઈ! આવી સ્થિતિમાં તમે શું કરવાનું પસંદ કરશો?”

તેણે કહ્યું : “દેવ! તેનો વધ તો ના જ કરવો જોઈએ, કારણ કે જે મારાથી દુઃખનો અનુભવ કરતી હતી તે હવે મને

ખૂબ આલિંગન આપે છે. હે પ્રિય કાર્ય કરન ર ચોર! મારું જે કંઈ

છે તે તું ચોરીને લઈ જા.”

ચોર કહ્યું :“ભાઈ! હું તમારી ચોરી કરવા યોગ્ય વસ્તુઓને જોઈ રહ્યો નથી. જે ચોરવા લાયક વસ્તુ હશે અન તે તને સારી રીતે આલિંગન આપતી નહીં હોય તો હં આ રીતે ફરી

આવીશ.” અરિમર્દને પૂછ્યું : “કોણ આલિંગન નહોતી આપતી?

એ ચોર કોણ હતો, જેણે આવો જવાબ આપ્યો? મારી ઈચ્છા તે

વાર્તા સાંભળવાની છે.” દીપ્તાક્ષે કહ્યું : -

***

૮. કામાતુર વણિકની વાર્ત

કોઈ એક નગરમાં કામાતુર નામનો એક વૃદ્ધ વાણિયો રહેતો હતો. કોઈ કારણવશ તેની પત્ની મૃત્યુ પામી. એકલવાયી

જિંદગી અને કામપીડાથી વ્યાકુળ થઈ ગયેલા તેણે એક ગરીબ વાણિયાની દીકરીને ઘણું ધન આપી ખરીદી લીધી અને તેની સાથે લગ્ન કરી લીધું. તે તરુણી તેના વૃદ્ધ પતિથી એટલી દુઃખી રહેતી હતી કે તેને તેનું મોં જોવાનુંય ગમતું ન હતું. કહ્યું છે કે- જે પુરુષના માથા પરન વાળ સફેદ થઈ જાય છે, તે

તેને માટે શરમ અને અપમાનની બાબત બની જાય છે. યુવાન અને સુંદર સ્ત્રીઓ તેને હાડપિંજર માની ચાંડાલના કૂવાની જેમ દૂરથી જ ત્યજી દે છે. વળી -

શરીર જર્જરીત થઈ જાય, ચાલ વાંકીચૂકી થઈ જાય, મોંઢુ

સાવ બેખું થઈ જાય, આંખો દૃષ્ટિ ગુમાવી બેસે, દેખાવ બેડોળ

થઈ જાય, મોંમાથી લાળ ટપકવા લાગે અને બોલતી વખતે જીભ થોથવાવા લાગે તેવા માણસ સાથે કુટંબીજનો પણ બોલવાન્ું ટાળી દે છે. પત્ની પણ એવા પતિની સેવા કરતાં નિસાસા નાખે છે. જેનું કહ્યું દીકરા પણ માનતા નથી તેવા ઘરડા માણસનું જીવન વ્યર્થ છે.

કામતુરની પત્ની એક જ પલંગ પર સાથે સૂઈ જતી હોવા છતાં તે અવળી ફરી સૂઈ રહેતી. એક રાત્રે તે આમ જ અવળા મોંએ સૂતી હતી ત્યારે તેના ઘરમાં ચોર પેઠા. ચોરને

જોતાં જ એ એવી ત ે બી ગઈ કે તેણે ઘરડા અને અણગમા પતિને બાથ ભરી લીધી. પત્નીના આવા એકાએક આલિંગનથી કામાતુરને આશ્ચર્ય થયું. તેનું શરીર રોમાંચિત થઈ ઊઠ્યું. તેને થયું, આજે એવી શી વાત બની હશે કે આ મને આમ આલિંગન આપી રહી છે! તેણે ઘરના ઓરડામાં ચારે તરફ જોયું. એણે ઘરના એક ખૂણામાં ચોરને લપાઈને ઊભો રહેલો જોયો. તેને સમજતાં વાર ના લાગી કે નક્કી ચોરની બીકથી જ તેની પત્ની તેને આમ બ ઝી પડી હશે! આમ વિચારી તેણે ચોરને કહ્યું : “ભાઈ! તેં આજે ઘણું સારું કામ કર્યું છે. મને જોઈને જ હંમેશાં દુઃખી રહેતી હતી તે મારી પત્નીએ તારી બીકથી મને આજે બ હુપાશમાં જકડી લીધો. હું ત રી ઉપર પ્રસન્ન છું. તો તું કોઈજાતનો ભય રાખ્યા વગર મારા ઘરમાંથી જે જોઈએ તે ચોરીને

લઈ જા.”

જવાબમાં ચોરે કહ્યું : “મને તમારી ચોરી જવા જેવી

વસ્તુઓ દેખાતી નથી, વગેર....”

આમ જો ઉપકાર કરનાર ચોરનું પણ જો ભલું તાકવામાં આવતું હોય તો શરણે આવેલાનું હિત તાકવામાં શી બૂરાઈ છે? તેથી હું તેને મારવાની સલાહ આપ્તે નથી.

દીપ્તાક્ષની આવી વાતો સાંભળીને ઘૂવડરાજ અરિમર્દને તેન બીજા મંત્રી વક્રન શને પૂછ્યું : “તે હવે મારે શું કરવું જોઈએ? તમારી શી સલાહ છે?”

તેણે કહ્યું :“મારી સલાહ પણ એવી જ છે કે તેની હત્યા કરવી જોઈએ નહીં. કારણ કે -

અંદર અંદર ઝઘડો કરન રા શત્રુઓ તેમન કલ્યાણમાં

સાધક બને છે. જેમકે શત્રુ ચોરે જીવનદાન દીધું અને રાક્ષસે બે ગાયો આપી.”

અરિમર્દને પૂછ્યું :“એ કેવી રીતે?”

તેણે કહ્યું :-

***

૯. દ્રોણ બ્રાહ્મણની વાર્તા

એક નગરમાં દ્રોણ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ઘણો ગરીબ હતો.

રોજ માગી માગીને તે તેનું પેટિયું રળતો હતો. યજમાન ે તરફથી મળત ં વસ્ત્રો, ચંદન, અત્તર, ઘરેણાં

વગેરેથી તે રોજ બનીઠનીને રહેતે હતે.

તે સદાય અનુષ્ઠાન કરતો રહેતો હોવાથી તેનાં દાઢી-મૂછ

અને નખ વધી ગયેલાં રહેતાં હતાં.

એકવાર તેના એક દયાળુ યજમાને તેને નાનાં નાનાં બે વાછરડાં દાનમાં આપ્યાં. બ્રાહ્મણે તે બંન્ને વાછરડાંને, યજમાનો પાસેથી માગેલું સારું સારું ખવડાવી પીવડાવી ઊછેર્યા હતાં. તે જલ્દી

મોટાં અને હષ્ટપુષ્ટ બની ગયાં હતાં.

એકવાર એક ચોરની નજર આ વાછરડાં પર પડી. તેણે

વાછરડાં ચોરી લેવા વિચાર્યું. તે રાત્રે હાથમાં દોરડું લઈ બ્રાહ્મણના

ઘરને રસ્તે ચાલી નીકળ્યો. તે થોડુંક ચાલ્યો હશે ત્યાં રસ્તામાં તેને મોટા અને તીક્ષ્ણદાંતવાળો ભયંકર માણસ સામો મળ્યો. તેનું નક મોટું અને ઉપર તરફ ખેંચાયેલું હતું. આંખો લાલઘૂમ દેખાતી હતી. શરીરની રગેરગ બહાર તરફ ઉપસેલી દેખાતી હતી. તેનું શરીર નાનું હતું. ગાલ સૂકાયેલા હતા. દાઢી અને

માથાના વાળ પીળા પડી ગયા હત .

આ ભયાનક આકૃતિને જોઈ ચોર ડરી ગયો. તેણે હિંમત કરી એટલું જ પૂછ્યું :“તમે કોણ છો” પેલા ભયાનક દેખાવવાળા

માણસે જવાબ આપ્યો : “હું સત્યવચન નામનો બ્રહ્મરાક્ષસ છું.

તમે પણ મને તમારી ઓળખાણ આપ ે.”

ચોર બોલ્યો :“હું ચોર છું. મારું નામ ક્રૂરકર્મા છે. અત્યારે હું એક દ્રોણ નામના ગરીબ બ્રાહ્મણનાં બે વાછરડાંની ચોરી કરવા જઈ રહ્યો છું.” બ્રહ્મરાક્ષસને ચોરની વાત

સાચી

લાગી. તેણે કહ્યું :“ભાઈ! હું છ દિવસે માત્ર એક જ વાર ભોજન કરું છું. માટે હું પણ આજે તે બ્રાહ્મણનું ભક્ષણ કરીશ. આપણું બંન્નેનું લક્ષ્ય એક જ છે ને જોગનુજોગ છે.”

આમ અંદરોઅંદર વાતચીત કરીને ચોર અને બ્રહ્મરાક્ષસ બંન્ને ઘેર આવી યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા. બ્રાહ્મણ જ્યારે સૂઈ ગયો ત્યારે બ્રહ્મરાક્ષસ તેને ખાઈ જવા આગળ

વધ્યો. તેને એમ કરતો જોઈ ચોરે કહ્યું : “ભાઈ! આ ઠીક થતું

નથી. હું બે વાછરડાંને ચોરી લઈ અહીંથી ચાલ્યો જાઊં પછી તમે તેને ખાઈ જજો.” બ્રહ્મરાક્ષસે કહ્યું : “અને જો તેમ કરતાં વાછરડાંના અવાજથી બ્રાહ્મણ જાગી જાય તો મારી

સઘળી

મહેનત પાણીમાં જાય.” ચોરે કહ્યું :“અને તમે બ્ર હ્મણને ખાઈ જાઓ તે પહેલાં કોઈ વિઘ્ન આવી પડે તો હું પણ વાછરડાંની ચોરી નહીં કરી શકું. તેથી તે જ યોગ્ય છે કે પહેલાં હું વાછરડાં ચોરી લઉં પછી તમે બ્રાહ્મણને ખાઈ જજો.” આમ બંન્નેમાં વિવાદ અને પછી વિરોધ પેદા થયો. બંન્ને વચ્ચે થયેલા ઉગ્ર વિવાદથી બ્રાહ્મણની ઊંઘ ઊડી ગઈ. તે જાગી ગયો. તેને જાગી ગયેલો જોઈ ચોરે કહ્યું : “હે બ્રહ્મદેવતા! આ બ્રહ્મરાક્ષસ તમને ખાઈ જવા આવ્યો છે.” સાંભળી બ્રહ્મરાક્ષસે કહ્યું :“હે બ્રહ્મદેવતા! આ ચોર છે. તમારા બંન્ને વાછરડાં ઉપર તેની નજર બગડી છે. તેમને ચોરી જવા તે અહીં આવ્યો છે.”

બંન્નેની વાતો સાંભળી બ્રાહ્મણ ખાટલામાંથી બેઠો થઈ

ગયો. તેણે તેના ઈષ્ટ દેવતાનું સ્મરણ કર્યું. જેથી બ્રહ્મરાક્ષસનો

મોક્ષ થાય. પછી તે લાકડી લઈ ઊભો થયો અને એ રીતે તેણે તેનાં બે વાછરડાંને ચોરાઈ જતાં બચાવ્યાં.

તેથી મેં કહ્યું હતું કે - “પરસ્પર વિવાદ કરનાર શત્રુ પણ તેમન કલ્યાણન સાધક હોય છે. . વગેરે.”

તેની આ વાત સ ંભળ્યા પછી અરિમર્દને તેના પ ંચમા

મંત્રી પ્રાકારવર્ણને પૂછ્યું : “આ બાબતમાં તમારી શી સલાહ

છે?”

પ્રાકારવર્ણે કહ્યું :“દેવ! તેને મારવો તો ના જ જોઈએ. કદાચ તેના બચી જવાથી એવું પણ બને કે પરસ્પર સ્નેહ વધવાથી આપણે સુખેથી સમય વીતાવી શકીએ. કારણ કે કહ્યું

છે કે -

જે પ્રાણીઓ એકબીજાના રહસ્યને સાચવત નથી તેઓ

દરમાં અને પેટની અંદર રહેત સાપની જેમ નાશ પામે છે.”

અરિમર્દને કહ્યું : “એ કેવી રીતે?”

પ્રાકારવર્ણે કહ્યું -

***

૧૦. દેવશક્તિ રાજાની વાર્તા

દેવશક્તિ નામે એક રાજા હતો. તેના દીકરાના પેટમાં એક સાપ રહેતો હતો. જેના કારણે અનેક ઉપાયો કરવા છતાં તે કમજોર રહેતો હતો. અનેક રાજવૈદ્યોએ જાતજાતના

ઉપચારો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નહીં. રાજાનો દીકરો કંટાળી ગયો. એને પોતાની જાત પર તિરસ્કાર થયો. છેવટે તે ઘર છોડી

ભાગી ગયો, અને કોઈક નગરમાં જઈ દેવમંદિરમાં રહેવા લાગ્યો.

ભીખ માગીને તે તેનું ગુજરાન ચલાવતો હતો.

એ જે નગરમાં રહેતો હતો એ નગરનો બલિ નામનો એક રાજા હતો. તેને બે દીકરીઓ હતી. હવે તે બંન્ને યુવાન થવા આવી હતી. સવારે સૂર્યોદય થતાં જ બંન્ને દીકરીઓ પિતાને

પ્રણામ કરતી હતી. એક કહેતી હતી - “મહારાજ! આપ આપની કમાણીનો ઉપભોગ કરો.”

એક દિવસ રાજાએ ગુસ્ ો થઈ તેના મંત્રીને કહ્યું : “મંત્રીજી! આવી અશોભનીય વાતો કરતી આ કન્યાને લઈ જાઓ અને કોઈ પરદેશીને હવાલે કરી દો. જેથી તે પણ

તેની કમાણી નો સારી રીતે ઉપભોગ કરે.”

રાજાની આજ્ઞા થતાં કેટલીક દાસીઓ સાથે મંત્રી તે કન્યાને લઈ ચાલી નીકળ્યો અને દેવમંદિરમાં રહેલા પેલા રાજકુમારને તેણે તે કન્યા સોંપી દીધી. પછી તે કન્યા રાજકુમારને પતિ તરીકે સ્વીકારી લઈ પિતાનું નગર છોડી કોઈ બીજા નગરમાં ચાલી ગઈ. ઘણે દૂર ગયા પછી એક નગરમાં તળાવને કિનારે રાજકુમારને રહેઠાણના રક્ષણનું કામ સોંપી રાજકુમારી

દાસીઓ સાથે ખાવાનું બનાવવાની સામગ્રી ખરીદવા બજારમાં ગઈ. ખરીદી કરીને રાજકુમારી પાછી આવી ત્યારે તેણે જોયું કે રાજકુમાર એક દર ઉપર માથું રાખી સૂઈ ગયો હતો, અને તેના પેટમાંથી મોં વાટે બહાર આવી સાપ હવા ખાઈ રહ્યો હતો. તે વખતે પેલા દરમાંથી બહાર નીકળી એક બીજો સાપ પણ ત્યાં આવી ગયો હતો. બન્ને સાપ એકબીજાને જોઈ ગુસ્ ો થઈ ગયા હતા. ક્રોધથી તેમની આંખો લાલચોળ થઈ ગઈ હતી. દરના સાપથી રહેવાયું નહીં ત્યારે તેણે કહ્યું : “નીચ! આ અતિસુંદર રાજકુમારને હેરાન કરી રહ્યો છે?” મુખમાંથી નીકળેલા સાપે જવાબ આપતાં કહ્યું :“અરે નીચ! તું શું મારાથી ઓછો હલકટ છે કે દરમાં રહેલા સુવર્ણન બે ઘડાને દૂષિત કરી રહ્યે છે?” આમ બંન્ને એ એકબીજાના ભેદને જાહેર કરી દીધો ત્યારે દરમાંથી નીકળેલા સાપે કહ્યું :“નીચ! શું તને મારવાની તે દવા કોઈ નથી જાણતું કે રાઈને બરાબર ઉકળીને પાઈ દેવાથી તરું મોત થશે?” આ સાંભળી મોંમાંથી નીકળેલા સાપે કહ્યું :“તો શું તું પણ એમ સમજે છે કે તને મારવાની કોઈ દવા નથી? ઉકાળેલા

તેલ કે પ ણીથી તારું મોત નિશ્ચિત છે તેની મને ખબર છે. ઝાડના થડની આડમાં ઊભેલી રાજકુમારીએ એમ કરીને પેલા બે સપને મારી નાખ્યા. તેણે તેન પતિને નીરોગી કરીને સોનાથી ભરેલા બે ઘડા લઈ લીધા. પછી તે તેના પિતાન નગરમાં પછી ફરી. તે ઘેર પહોંચી ત્યારે તેનાં માતાપિતાએ તેનું

માનપ્ૂર્વક સ્વાગત્ કર્યું. તે ત્યાં સુખપૂર્વક રહેવા લાગી. તેથી હું કહું છું જે પરસ્પર એકબીજાના રહસ્યને છતું કરી દે છે... વગેરે.” અરિમર્દને તેની વાતને સમર્થન આપ્યું. પછી સ્થિરજીવીને શરણ આપવાની વાત જાણી રક્તાક્ષ મન ેમન હસીને મંત્રીઓને કહેવા

લાગ્યો :“હાય! એ દુઃખની વાત છે કે સ્વામીની સાથે આ રીતે તમે અન્યાય કરી રહ્ય છો, અને એ રીતે તેનો નાશ થઈ રહ્યો છે.” કહ્યું છે કે -

જ્યાં અપૂજનીયની પૂજા થાય છે તથ પૂજનીયનું અપમાન થ ય છે ત્યાં ભય, દુકાળ અને મૃત્યુ એ ત્રણ બ બત ે બરાબર થતી રહે છે.

વળી -

સીધે સીધો ગુનો કરવા છતાં પણ ગુનેગારની વિનંતી સાંભળીને મૂર્ખાઓ શાંત થઈ જાય છે. મૂર્ખ સુથારે તેની વ્યભિચારિણી સ્ત્રીને માથે ચઢાવી હતી.

મંત્રીઓએ કહ્યું : “એ શી રીતે?”

રક્તાક્ષે કહ્યું :-

***

તેણે એક દિવસ તેની પત્નીને કહ્યું :“વહાલી! આવતી

૧૧. વીરવર સુથારની વાર્તા

એક હતું ગામ.

એ ગામમાં એક સુથાર રહેતો. એનું નામ હતું વીરવર.

તેની પત્ની કામુક અને વ્યભિચારિણી હતી. તેથી સમાજમાં બધે તેની નિંદા થતી હતી.

પત્નીની ઠેર ઠેર ખરાબ વાતોને લઈ સુથારનાં મનમાં શકા ઉપજી. તેણે પત્નીની પરીક્ષા લેવા વિચાર્યું. કારણ કે કહ્યું છે કે -

જો અગ્નિ શીતળ થઈ જાય, ચંદ્ર ગરમ થઈ જાય અને દુર્જન હિતેચ્છુ થઈ જાય તો પણ સ્ત્રીના સતીત્વ પર વિશ્વાસ કરવો જોઈએ. લોકો તેને વ્યભિચારિણી કહે છે

તો મારે માનવં જોઈએ.

કાલે હું બહારગામ જવાનો છું. ત્યાં કેટલાક દિવસ રહેવાનું થશે. તો મારે માટે રસ્તામાં ખાવાનું ભાથું બનાવી દે.”

પતિની આવી વાત સાંભળી તે ઘણી ખુશ થઈ ગઈ. બીજાં બધાં જ ઘરનાં કામ છોડી તેણે ઘીમાં તળીને પૂરીઓ બનાવી દીધી. કહ્યું છે કે -

વ્યભિચારિણી સ્ત્રીઓને ચોમાસામાં વરસતા વરસાદમાં, અંધારામાં, ઘોર જંગલમાં અને પતિ બહારગામ જાય ત્યારે ખૂબ સુખ મળે છે.

બીજે દિવસે સવારે સુથાર ઘરની બહાર નીકળી ગયો. પતિના ચાલ્યા ગયા પછી તેની પત્નીએ રાજી થઈ બનીઠનીને તે દિવસ પૂરો કર્યો. સંધ્યાકાળ થઈ. તે તેના અગાઉના પ્રેમીને ઘેર પહોંચી ગઈ. કહ્યું : “મારો પતિ થેડા દિવસ માટે બહાર ગામ ગયો છે. જ્યારે બધાં સૂઈ જાય ત્યારે તું મારે ઘેર આવી જજે.”

બહારગામ જવાનું બહાનું કાઢી ઘરની બહાર ચાલ્યો ગયેલો વીરવર ગમે ત્યાં આખો દિવસ પસાર કરી અડધી રાત્રે

ઘેર પાછો ફર્યો. બારી વાટે ઘરમાં દાખલ થઈ તે પત્નીના

ખાટલા નીચે સૂઈ ગયો.

સમય થતાં પત્નીનો પ્રેમી દેવદત્ત તેને ઘેર આવ્યો અને

ખાટલા પર સૂઈ ગયો. તેને આવેલો જોઈ વીરવરને ખૂબ ગુસ્ ાો

ચઢ્યો. તેને થયું કે, હમણાં જ દેવદત્તનો ટીટો પીસી નખું. વળી

પાછો તેના મનમાં ખાટલામાં સૂતેલા તે બંન્નેને એક સાથે મારી નાખવાનો વિચાર આવ્યો. તેનો વિચાર બદલાયો, તેને તે બંન્ને શું કરે છે તે જોવાનું મન થયું. બંન્ને શી વાતો કરે છે તે સાંભળવાની ઈંતેજારી થઈ.

થોડીવાર પછી વીરવરની પત્ની ઘરનો દરવાજો બંધ કરીને આવી ખાટલામાં સૂઈ ગઈ. ખાટલામાં બેસતી વખતે સંજોગવશ તેનો પગ નીચે સૂઈ રહેલા વીરવરના શરીરને અડી

ગયો. તેના મનમાં શંકા ગઈ. એણે વિચાર્યું કે નક્કી ખાટલા નીચે તેને પતિ જ તેને રંગે હાથ પકડવા સૂઈ ગયો હોવો જોઈએ. તેણે સ્ત્રી ચરિત્ર અજમાવવાનો નિશ્ચય કરી લીધો. એ આમ વિચારી રહી તે જ વખતે દવેદત્ત તેને તેના બાહુપાશમાં જકડી લેવા અધીરો થઈ ગયો હતો.

સુથારની પત્ની વખત ઓળખી ગઈ. તેણે બે હાથ જોડી કહ્યું : “હે મહાશય! દૂર રહો. મારા શરીરને સ્પર્શ કરશો નહીં, કેમકે હું પરમ પવિત્ર પતિવ્રતા સ્ત્રી છું. જો તમે મારું

કહેવું નહીં

માનો તો હું મારા સતીત્વના પ્રભાવથી શાપ આપી તમને બાળીને રાખ કરી દઈશ.”

દેવદત્તે કહ્યું :“જો તારે આમ જ કરવું હતું તો પછી તેં

મને શા માટે બોલાવ્યો હતો?”

તેણે કહ્યું : “જુઓ, મહાશય! આજે હું ચંડિકાદેવીન

મંદિરે દર્શન કરવા ગઈ હતી. ત્યાં મેં આકાશવાણી સ ંભળી. “દીકરી! તું મારી પરમ ભક્ત છું. પણ થનારને કોણ ટાળી શકે?

તુ છ મહિનામાં વિધવા થવાની છું.” મેં દેવીમાને કહ્યું :“હે મા!

મારા પર આવી પડનારી ભયંકર આફતને તું જાણે છે, તો તે આફતમાંથી મુક્ત થવાનો ઉપાય પણ જાણતી જ હોઈશ. શું એવો કોઈ ઉપય નથી કે મારા પતિનું આયુષ્ય સો વરસનું થઈ

જાય?”

ત્યારે દેવીમાએ કહ્યું :“હા, ઉપાય છે. અને તે પણ ત રા જ હાથમાં.”

મેં કહ્યું :“મારા હાથમાં?! જો એમ જ હોય ત ે હું મારા

પ્રાણના ભોગે પણ તેમને દીર્ઘાયુ બનાવીશ.” પછી મેં તેમને તે

ઉપય બતાવવા પ્રાર્થન કરી.

દેવીમાએ કહ્યું : “જો આજે રાત્રે તું કોઈ પારકા પુરુષ સાથે સહશયન કરી તેને તારા આલિંગનમાં લઈ લઈશ તો ત રા પતિની અકાલ મૃત્યુની વાત તે પુરુષ પર ચાલી જશે,

અને તારો પતિ પૂરાં સો વર્ષનું આયુષ્ય ભોગવી શકશે.”

“એટલે જ મેં આજે તમને અહીં બોલાવ્યા હતા. હવે તમારે જે કરવું હોય તે કરો. દેવી માની વાત કદી મિથ્યા જશે નહીં.”

તેની આવી વાત સાંભળી તેનો પ્રેમી દેવદત્ત મનમાં ને

મનમાં હસ્યો. પછી તેણે વીરવરની પત્નીને તેન બાહુપાશમાં

ભીંસી દીધી. ખાટલા નીચે સૂતેલો વીરવર પત્નીની વાતને

સાચી માની ખૂબ ખુશ થયો. પત્નીના પોતાના પરના વાસ્તવિક

પ્રેમને જાણી તે રોમાંચિત થઈ ગયો. તે ખાટલા નીચેથી બહાર

નીકળી ઊભો થયો. કહ્યું :“હે પતિવ્રતે! તું ખરેખર પવિત્ર છે. સમાજના અધમ માણસોએ મારા કાન ભંભેરી મને શંકાશીલ બનાવી દીધો હતો. આજે સવારે બહારગમ જવાનું બહાનું કાઢી ચૂપચાપ તારા ખાટલા નીચે સંતાઈ ગયો હતો. વહાલી! આવ, અને મને આલિંગન આપ. તું તો પતિવ્રતા સ્ત્રીઓનો

મુકુટમણિ છે. તેં મારું અકાલ મૃત્યુ ટાળવા કેવા પવિત્ર હૃદયથી આ કામ કર્યું છે.”

આમ કહી વીરવરે તેના પોતાના બાહુપાશમાં લઈ

લીધી. પછી તેને ખભા પર ઊંચકી લઈ દેવદત્તને કહ્યું : “હે

મહાશય! મારા સદ્‌ભાગ્યે તમે અહીં આવી ગયા. તમારી કૃપાથી

મેં સો વર્ષનું લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી લીધું છે. તમે પણ આવીને

મારે ખબે બેસી જાઓ.” એમ કહી તેણે દેવદત્તને પણ હઠપૂર્વક તેના ખભે ઊંચકી લીધો. તે ખૂબ નાચ્યો. પછી બંન્નેને ખભેથી ઉતારી સહર્ષે તેણે બધી હકીકત તેનાં કુટુંબીજનોને કહી સંભળાવી તેથી હું કહું છું કે પ્રત્યક્ષ ગુનેકરવા છતં પણ.... વગેરે.

મને તો લાગે છે કે હવે આપણે સૌ વિનાશનાં ઊંડા

ખાડામાં ધકેલાઈ જઈશું. કહ્યું છે કે -

“જે લોકો હિતની વાતોને બદલે હિત વિરુદ્ધની વાતો કરે છે. એવા મિત્રોને બુદ્ધિશાળી માણસો શત્રુ જ માને છે” વળી- “દેશકાળન વિરોધી રાજાના મૂર્ખ મિત્રો મળવાથી પાસે

રહેનારી વસ્તુઓ સૂર્યોદય થતાં અંધકારની જેમ વિલીન થઈ

જાય છે.” પણ રક્તાક્ષની આ વાતોનો અનાદર કરીને તેઓ બધાં સ્થિરજીવીને ઊઠાવીને પોતાના દુર્ગમાં લાવ ાની ચેષ્ટા કરવા લાગ્યા. આવતી વેળાએ સ્થિરજીવીએ કહ્યું : “કશું પણ

કરવા હું અસમર્થ છું. આવી ખરાબ દશાવાળા મને લઈ જઈને તમને શો ફાયદો થશે? મારી તો હવે એવી ઈચ્છા છે કે આ પડતી દશામાંથી મુક્તિ મેળવવા સળગતી આગમાં કૂદી

પડું.” તેની આવી વાતોનો મર્મ રક્તક્ષ સમજતો હતો. તેણે પૂછ્યું કે

ઃ “ભાઈ! તું શા માટે આગમાં કૂદી પડવા માગે છે?” તેણે કહ્યું

ઃ “ભાઈ! તમારા જેવા લોકો માટે જ મેઘવર્ણે મારી આવી દુર્દશા કરી છે. તો હું તેની સાથે વેર વાળવા મારું આ કાગડાનું શરીર છોડીને ઘૂવડનું શરીર ધારણ કરવા ઈચ્છું છું.” તેની આવી વાતો સાંભળી રાજનીતિમાં હોંશિયાર રક્તાક્ષે કહ્યું :“ભાઈ! તમે ઘણા કપટી છો. વાતો કરવામાં તો તમને કોઈ ના પહોંચે. કદાચ તમે

ઘૂવડની યોનિમાં જન્મ ધારણ કરી લો તો પણ તમારા કાગડાનો

સ્વભાવ છોડો એવા નથી.

સૂર્ય, વાદળ, વાયુ અને પર્વત જેવા પતિને છોડીને ઉંદરડીઓએ તેમની જ જાતિના પતિને પસંદ કર્યા. જાતિ સ્વભાવ છોડવો ઘણું કઠિન કામ છે.”

મંત્રીઓએ પૂછ્યું :“એ કેવી રીતે?”

રક્તાક્ષે કહ્યું -

***

એક દિવસની વાત છે. મહર્ષિ યાજ્ઞવલ્કય ગંગાકિનારે

૧૨. યાજ્ઞવલ્કય અને ઉંદરડીની વાર્ત

પાવન ગંગા નદીને કિનારે એક રમણીય તપોવન હતું. ત્યાં મા ગંગાનો પ્રવાહ ઊંચેથી ધોધરૂપે પડતો હતો. પડતા પાણીના ભયંકર અવાજથી માછલીઓ ભયની મારી

વારંવાર કૂદતી હતી. કૂદતી માછલીઓને લીધે પાણી ચિત્રવિચિત્ર શોભા ધારણ કરતું હતું.

તપોવન એટલું તો શાંત અને પવિત્ર હતું કે તેની ચારે તરફ અનેક મુનિઓ બિરાજતા હત , અને જપ, તપ, ઉપવાસ, અનુષ્ઠાન, સ્વાધ્યાય તથા બીજા ધાર્મિક કર્મકાંડોમાં

હંમેશાં લીન રહેતા હતા. તેઓ પાન, ફૂલ, ફળ અને કંદમૂળ ખાઈ કઠોર તપશ્ચર્યા કરતા હતા. શરીર પર માત્ર વલ્કલ ધારણ કરતા. આ તપોવનમાં દસ હજાર બ્રાહ્મણ

કુમારોને વેદજ્ઞાન આપનારા

મહર્ષિ યાજ્ઞવલ્કય પણ રહેતા હતા.

સ્નાન કરવા માટે ગયા. તેઓ જલપ્રવાહમાં ઉતર્યા. મા ગંગાનું સ્મરણ કરીને તેઓ જેવા જળમાં ડૂબકી મારવા જત હતા ત્યાં તેમની આગળ બાજ પક્ષીના મોંમાથી છટકી ગયેલી

ઉંદરડી આવીને પડી. મહર્ષિએ તેને ઊઠાવી લઈને વડના એક પાન પર

મૂકી દીધી.

પછી મહર્ષિએ સ્નાન કરી લીધું. ઉંદરડીના સ્પર્શન

પ્રાયશ્ચિતરૂપે તેમણે તેમના તપોબળથી તેને એક સુંદર કન્યા બનાવી દીધી. તે કન્યાને લઈ મહર્ષિ તેમના આશ્રમમાં પાછા ફર્યા. મહર્ષિને કોઈ સંતાન ન હતું. નિઃસંતાન એવી તેમની તાપસી પત્નીને તેમણે કહ્યું : “કલ્યાણી! લો, ઈશ્વરે આપણને આ કન્યારત્ન આપ્યું છે. તમે સારી રીતે તેનું લાલન-પલન કરજો.”

ઋષિપત્ની કન્યાને જોઈ હર્ષ પામ્યાં. તેઓ તે દિવસથી કન્યાનો સ રી રીતે ઉછેર કરવા લાગ્યાં. સમયને જતાં ક્યાં વાર

લાગે છે? જોતજોતામાં પેલી કન્યા બાર વર્ષની થઈ ગઈ. હવે

તેનામાં યૌવનનો ઉન્માદ દેખાવા લાગ્યો હતો. લગ્નયોગ્ય ઉંમર થતાં એક દિવસ ઋષિપત્નીએ મહર્ષિ યાજ્ઞવલ્કયને કહ્યું :“દેવ! તમને શું નથી લાગતું કે તમારી દીકરી હવે વિવાહ યોગ્ય

થઈ ગઈ છે?” યાજ્ઞવલ્કયે કહ્યું : “હા, તમારી વાત સ ચી છે. કહ્યું છે કે -

સ્ત્રીઓને પહેલાં ચંદ્રમા, ગંધર્વ અને અગ્નિદેવત ભોગવે છે. તે પછી માણસ તેને ભોગવે છે. તેથી તેમનામાં કોઈ દોષ રહેતો નથી. ચંદ્રમા તેમને પવિત્રતા અર્પે છે. ગંધર્વો તેમને સુયોગ્ય

વાણી આપે છે. અગ્નિદેવતા તેમને બધી જ રીતે પવિત્ર બનાવે છે. તેથી સ્ત્રીઓ નિષ્પાપ હોય છે. રજઃસ્ત્રાવ ના થ ય ત્યાં સુધી કન્યાને “ગ ૈરી” કહેવામાં આવે છે. રજઃસ્ત્રાવ શરૂ થયા પછી તે “રોહિણી” કહેવાય છે. શારીરિક ચિહ્‌નો પ્રગટ થત સુધી ચંદ્ર તેને ભોગવે છે. તેન બે સ્તને ખીલે ત્યાં સુધી ગંધર્વ તેનો ભોગ કરે છે. રજઃસ્ત્રાવ થાય ત્યાં સુધી અગ્નિ તેને ભોગવે છે. તેથી ઋતુમતી થાય તે પહેલાં કન્યાના વિવાહ કરી

દેવા જોઈએ. આઠ વર્ષની કન્યાના વિવાહ પ્રશંસનીય ગણવામાં આવે છે. શારીરિક લક્ષણો પ્રગટ થવા છત ં પણ જો કન્યાન વિવાહ કરવામાં ના આવે તો પૂર્વજોનં પૂણ્યોનો નાશ

થાય છે.

ક્રીડા કરવા યોગ્ય કન્યાના વિવાહ ન કરવામાં આવે તો ઈષ્ટજનોનો નાશ થાય છે. પિતાએ તેની કન્યાના વિવાહ શ્રેષ્ઠ, બરોબરીયા અને દોષમુક્ત વર સાથે કરાવવા જોઈએ.”

બુદ્ધિમાન માણસે પોત ની કન્યાનું દાન કુળ, ચારિત્ર્ય, સાધન સંપન્નતા, વિદ્યા, ધન, શરીર અને કીર્તિ - એ સાત ગુણોને ધ્યાનમાં રાખી કરવું જોઈએ.

જો તેને ગમતું હોય તો ભગવાન્ સૂર્યનારાયણને તેનું

દાન કરી દઉં.”

ઋષિપત્નીએ કહ્યું :“એમાં કશું ખોટું નથી. આપ એમ

જ કરો.”

ઋષિવરે સૂૂર્યને તેમની પાસે બોલાવ્યા. વેદન મંત્રોથી આવાહન કરતાં જ સૂર્યનારાયણ ઉપસ્થિત થઈ ગયા. મુનિએ કહ્યું :“આ મારી કન્યા છે. જો એ આપનો સ્વીકાર કરવા

તૈયાર હોય તો આપ તેની સાથે વિવાહ કરી લો.”

ઋષિવરે તેમની કન્યાને પૂછ્યું :“દીકરી! ત્રણેય લોકને

પ્રકાશિત કરનાર ભગવાન સૂર્યનારાયણ તને પસંદ છે?” ઋષિકન્યાએ કહ્યું : “પિત જી! આ તો બ ળી ન ખે

એવા ઉગ્ર છે. હું તેમને શી રીતે પસંદ કરી શકું? તો આપ

તેમનાથી વધારે શ્રેષ્ઠ બીજા વરને બોલાવો.” કન્યાની વાત સાંભળી મુનિવરે સૂર્યનારાયણને પૂછ્યું :“ભગવન્‌! આપનાથી અધિક શક્તિશાળી છે બીજું કોઈ?” સૂર્યનારાયણે કહ્યું : “હા,

મારાથી મેઘ વધારે બળવાન છે. એ એટલો બળવાન છે કે મને પણ અદૃશ્ય કરી દે છે.” પછી મુનિવરે મેઘને આમંત્રણ આપ્યું. દીકરીને પૂછ્યું :“શું હું તને આ મેઘ સાથે વળાવું?”

તેણે કહ્યું :“પિતાજી! આ તો કાળા છે. મને આ પસંદ નથી. આપ મારે માટે સુયોગ્ય વર શોધી કાઢો. મુનિએ મેઘને તેનાથી વધુ શક્તિશાળી કોણ છે તે જણાવવા કહ્યું ત્યારે

મેઘે વાયુનુ નામ જણાવ્યું. મુનિએ વાયુને બોલાવી પૂછ્યું :“દીકરી! વર તરીકે વાયુ તને પસંદ છે?” દીકરીએ કહ્યું :“પિતાજી! તેના

ચંચલ સ્વભાવને લીધે હું વાયુને પસંદ કરતી નથી. પછી વાયુન કહેવાથી મુનિવરે પર્વતને કહેણ મોકલાવ્યું. પર્વતરાજ હાજર થયા. દીકરીએ તેને કઠોર હૈયાનો જણાવી લગ્ન માટે ના પાડી દીધી.

મુનિએ પર્વતને પૂછ્યું : “હે પર્વતરાજ! તમારાથી કોઈ વધારે તાકાતવાન હોય તો જણાવો.” પર્વતરાજે કહ્યું : “હે

મુનિવર! મારાથી વધુ શક્તિશાળી તો ઉંદર છે. જે મારા શરીરને

ખોતરી નખે છે.”

મુનિવરે ઉંદરને બોલાવી દીકરીને બતાવતાં પૂછ્યું : “દીકરી! હું તને આની સથે પરણાવું?” તેને જોઈને કન્યાએ વિચાર્યું કે, આ પોતાની જાતિને છે, જેથી તેની સાથે લગ્ન કરવું યોગ્ય ગણાશે.

તેણે પ્રસન્નતાપૂર્વક કહ્યું :“પિતાજી! આ વર મને પસંદ છે. આપ મને ઉંદરડી બનાવીને ખુશી ખુશી એને સોંપી દો. જેથી હું મારા જાતિધર્મનું પાલન કરી શકું. મુનિવર કન્યાની વિનંતી સ્વીકારી

લીધી. તેમણે તેમના તપોબળથી તેને ઉંદરડી બનાવી દીધી અને ઉંદરને સોંપી દીધી. તેથ્ી હું કહું છું કે, “સૂર્ય વગેરે પતિઓને છોડીને. . વગેર.”

રક્તાક્ષની આ વાતો કોઈએ કાને ધરી નહીં. પછી પોતાના વંશન વિનાશને કારણે સ્થિરજીવીને તે બધાએ લાવીને તેમના દુર્ગમાં રાખ્યો. તેમના દ્વારા લઈને અવાતા સ્થિરજીવીને

મનોમન હસતાં વિચાર્યું કે - “મને તરત મારી નાખો.” આવી વાત જે હિતેચ્છુ મંત્રીએ કહી તે એકલો જ નીતિશાસ્ત્રન

તાત્પર્યને જાણતો હતો.

દુર્ગના દ્વાર પર પહોંચીને અરિમર્દને કહ્યું : “આપણા પરમ હિતેચ્છુ સ્થિરજીવીને તેની ઈચ્છાનુસર યોગ્ય સ્થન આપ્વું જોઈએ.” તેની આવી વાત સાંભળી સ્થિરજીવીએ વિચાર્યું કે, “મારે તો આ બધાંના મૃત્યુનો ઉપાય શોધવાનો છે. તેથી તેમની તદ્દન નજીક રહેવું સારું નહીં ગણાય. કદાચ તેમને મારા ઈરાદાની ગંધ આવી જાય! તેથી તે નદીના પ્રવેશદ્વાર પર રહીને મારા

મનોરથને પૂરો કરીશ.”

મનમાં આવો નિશ્ચય કરીને તેણે ઘૂવડરાજ અરિમર્દનને કહ્યું :દેવ! આપે જે કંઈ કહ્યું છે તે બધું બરાબર છે. પણ મનેય નીતિની વાતોની ખબર છે. હું આપ શ્રીમાનનો શત્રુ છું.

છતાં આપની ઉપર મને વિશેષ પ્રેમ છે. મારી ભાવનાઓ પવિત્ર છે. તેમ છતાં મને કિલ્લાની વચ્ચોવચ્ચ રહેવા દેવો એ યોગ્ય નથી.

માટે હું કિલ્લાના દરવાજા પર રહીને દરરોજ આપનાં ચરણકમળોની રજ વડે મારા શરીરને પવિત્ર કરતો રહીશ, અને મારાથી જેવી થશે તેવી આપની સેવા કરતો રહીશ.”

અરિમર્દને કહ્યું : “ઠીક છે. જેવી તમારી મરજી.” સ્થિરજીવીને તેની ઈચ્છા પ્રમાણે કિલ્લાના દરવાજા પાસે

રાખવામાં આવ્યો. અરિમર્દનની આજ્ઞાથી તેના સેવકો રોજ

માંસ વગેરે ખાવાની ચીજો સ્થિરજીવીને આપતા. થેડા દિવસોમાં જ સ્થિરજીવી મોરની જેમ બળવાન થઈ ગયો. પણ, આ રીતે

પોષવામાં આવતા સ્થિરજીવીને જોઈ રક્તાક્ષથી સહન થયું નહીં. તેણે એક દિવસ રાજા અને મંત્રીઓને કહ્યું :“રાજન્‌! આપ અને આપના આ બધા મંત્રીઓ મૂર્ખ છો. કહેવત છે કે -

પહેલાં તો હું મૂર્ખ હતો. બીજો આ જાળ પાથરનારો મૂર્ખ

બન્યો. પછી રાજા અને તેમના મંત્રીઓ મૂર્ખ બન્યા. બધા જ

મૂર્ખ બની રહ્યાં.”

બધાંએ પૂછ્યું : “આ વળી કેવી વાત છે?” “રક્તાક્ષે કહ્યું -

***

૧૩. સિન્ધુક પક્ષીની વાર્તા

કોઈ એક પહાડી પ્રદેશમાં એક મોટું સરોવર હતું. તે ઝાડ પર સિંધુક નામનું પક્ષી રહેતું હતું. આ પક્ષીન મળમાંથી સોનું પેદા થતું હતું. એકવાર સિંધુકને પકડવા એક શિકારી આવી

ચઢ્યો. તે જ વખતે આ પક્ષીએ સ ેન ની એક ચરક કરી. ચરક ઉપરથી પડતાં જ સોનું બની ગઈ. આ જોઈ શિકારી વિચારમાં પડી ગયો. તેણે વિચાર્યું કે, “જન્મથી લઈ આજે

એંશી વર્ષનો સમય વીતી ગયો. હું નાનપણથી જ પક્ષીઓને પકડતો આવ્યો છું. પણ મેં આજસુધી કોઈ એવું પક્ષી જોયું નથી કે જે સોનાની ચરક કરે.” આમ વિચારી તેણે ઝાડ પર જાળ

બિછાવી દીધી. પેલું પક્ષી ત્યાં રોજની જેમ બેસવા આવ્યું. એ જેવું બેઠું કે તરત જ જાળમાં ફસ ઈ ગયું. શિકારીએ એને જાળમાંથી છોડાવી પાંજરામાં પૂરી દીધું અને તેને ઘેર લઈ આવ્યો. ઘેર આવીને તેને

બીજો વિચાર આવ્યો કે, “કોઈવાર આફત ઊભી કરનાર આ પક્ષીને પસે રાખીને હું શું કરીશ?” તેણે તે પક્ષી રાજાને ભેટ ધરી દેવાનો નિશ્ચય કર્યો. તેણે રાજાની પાસે જઈ સઘળી

હકીકત જણાવી. રાજા તે પક્ષીને જોઈ ખુશ થઈ ગયો. તેણે કહ્યું

ઃ “રખેવાળો! આ પક્ષીનું ધ્યાન રાખજો. એને સમય પર ખોરાક- પ ણી આપતા રહેજો.” રાજાની આવી આજ્ઞા સાંભળી મંત્રીઓએ કહ્યું : “મહારાજ! આ અજાણ્યા શિકારીની

વાત પર વિશ્વાસ

મૂકીને આ પક્ષીને રાખીને આપ શું કરશો? શું કોઈ દિવસ પક્ષીન મળમાંથ્ી સેનું પેદા થતં જોયું છે? મારી તો સલાહ છે કે આપે એને પાંજરામાંથી મુક્ત કરી દેવું જોઈએ.” મંત્રીની આ વાત રાજાને ગમી ગઈ. તેણે પક્ષીને પાંજરામાંથી મુક્ત કરી દીધું. જેવું પક્ષી પાંજરામાંથી મુક્ત થયું કે ઊડીને રાજમહેલની અટારી પર બેસી ગયું. બેસીને તરત જ તેણે સોનાના મળની ચરક કરી. સોનાની ચરક કરતાં પક્ષી બોલ્યું :“પહેલો મૂરખ હું છું, બીજો આ શિકારી.” વગેર. પછી તે આકાશમાં ઊડી ગયું. તેથી હું કહું છું કે પહેલો મૂરખ હું હતો. વગેરે. .

રક્તાક્ષનાં આવાં હિતકારક વચનો સ ંભળી, ભાગ્ય

પ્રતિકૂળ થવાથી તેમણે કોઈ ધ્યાન આપ્યું નહીં અને પહેલાંની જેમ ખૂબ માંસ વગેરે વિવિધ પ્રકારની સામગ્રી ખવડાવી-ખવડાવી તેનું પાલન-પોષણ કરવા લાગ્યા. ત્યારે નિરાશ થઈને રક્તાક્ષે તેન કુટુંબીજનેને બોલાવી એકાંતમાં તેમને કહ્યું :“ભાઈઓ!

આજ સુધી આપણા રાજા અને તેમનો કિલ્લો પ્રતિષ્ઠિત હતાં, એક કુશળ મંત્રીએ જે કરવું જોઈએ તે બધું જ હું કરી ચૂક્યો છું. તો હવે આપણે કોઈ બીજા પર્વતીય કિલ્લામાં આશરો

લેવો જોઈએ. કારણ કે કહ્યું છે કે -

ભવિષ્યમાં આવનારી વિપત્તિઓ જે પ્રતિકાર કરે છે. તે સુખને ભોગવે છે. અને જે એવું નથી કરતો તે દુઃખી થાય છે. આ જંગલમાં વસવાટ કરીને હું ઘરડો થયો છું. પણ મેં

ક્યારેય ગુફામાંથી આવતી વાણી સાંભળી ન હતી.”

તેમણે પૂછ્યું :“એ કેવી વાત છે?”

રક્તાક્ષે કહ્યું -

***

૧૪. ખરનખર સિંહની વાર્તા

એક જંગલમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો. એક દિવસ તે ખૂબ ભૂખ્યો થયો હોવાથી ખોરાકની શોધમાં આમતેમ રખડતો હતો. ઘણું રખડવા છતાં તેને કોઈ શિકાર હાથ

લાગ્યો નહીં. રાત પડી ગઈ. તે હત શ થઈ એક પર્વતની મોટી ગુફામાં પેસી ગયો. તેણે વિચાર્યું - “આજે રાત્રે નક્કી અહીં કોઈને કોઈ જાનવર અહીં આવશે જ. માટે હું અહીં

છાનોમાનો બેસી રહું.” થોડો સમય વીત્યો ત્યાં તે ગુફાનો માલિક દધિપુચ્છ

નામનો શિયાળ ત્યાં આવી ગયો. તેણે ગુફા સુધી જતાં સિંહનાં પગલાં જોયાં. તેણે વિચાર્યું :“આ મારી ગુફામાં નક્કી સિંહ પેઠો છે. મારું તો સત્યાનાશ વળી ગયું! હવે શું કરવું? શી રીતે એની ભાળ મેળવું?” આમ વિચારી તે ગુફાના દ્વાર પર ઊભો રહી સાદ પાડવા લાગ્યો - “અરે, ઓ ગુફા! ઓ ગુફા!” પણ કોઈ જવાબ

મળ્યો નહીં. તેણે ફરીવાર સાદ પાડ્યો. ફરી કોઈ જવાબ ના

મળ્યો. એટલે તેણે કહ્યું : “અરે, ઓ ગુફા! ઓ ગુફા! શું તને આપણા બેની વચ્ચે થયેલ સમજૂતી યાદ રહી નથી, કે જ્યારે હું

ક્યાંક બહાર જઈને પાછો આવું તો મારી સાથે તારે વાતો કરવી અને મારું સ્વાગત કરવું? જો તું મને આદરપૂર્વક નહીં બોલાવે તો હું બીજી ગુફામાં ચાલ્યો જઈશ.”

શિયાળની વાત સ ંભળી સિંહે વિચાર્યું - “લાગે છે કે

આ ગુફા બહારથી આવતા આ શિયાળનું હંમેશાં સ્વાગત કરતી હશે! પણ આજે મારાથી ડરી ગયેલી તે કશું બોલતી નથી. કહ્યું છે કે -

ડરી ગયેલાનાં ક્રિયાઓ અને વાચા અટકી જાય છે. અને તના શરીરમાં લખલખાં આવી જાય છે.

તો મારે તેને માનસહિત બોલાવીને મારું ભોજન બનાવ ું

જોઈએ. આમ વિચારીને સિંહે માનપૂર્વક શિયાળને ગુફામાં બેલાવ્યું. પછી તો સિંહની ગર્જનાના પ્રચંડ પડઘાથી આખી ગુફા એવી તો ગાજી ઊઠી કે આસપાસનાં બધા જંગલી જાનવરો ડરી ગયાં. શિયાળ તો ડરીને ત્યાંથી ભાગી છૂૂટ્યું. ભાગતાં

ભાગતાં તેણે કહ્યું -

“ભવિષ્યમાં આવી પડનારી આફતને જે અગાઉથી જાણી લે છે તે સુખી થાય છે. જે ભાવિને જાણતો નથી તે દુઃખી થાય છે. આ જંગલમાં જીવન જીવત ં જીવત ં હું ઘરડો થઈ

ગયો, પણ આમ ગુફાને ક્યારેય મેં બોલતી સાંભળી નથી.”

“તો ભાઈઓ! બચવું હોય તો મારી સાથે તમે પણ

ભાગી છૂૂટો.” આમ કહીને પોતાના પરિવાર સાથે રક્તક્ષ તે

સ્થાન છોડી દૂર દૂર ચાલ્યો ગયો.

રક્તાક્ષના ચાલ્યા ગયા પછી સ્થિરજીવીને નિરાંત થઈ. રક્તાક્ષનું ચાલ્યા જવું એને માટે કલ્યાણકારી સાબિત થયું. કારણ કે બધામાં તે દૂરદર્શી હતો. જ્યારે બીજા બધા તો મૂર્ખ હતા. હવે તેને સરળતાથી મારી શકાશે. કારણ કે -

જે રાજાના મંત્રી દૂૂરંદેશ નથી હોતા તે રાજાનો નાશ

થતાં વાર લાગતી નથી.

આમ વિચારીને તેણે માળો બનાવવાના બહાના હેઠળ નાની નાની સળીઓ એકઠી કરવા માંડી. આમ કરવા પ છળ તેને આશય ઘૂવડોની ગુફાને સળગાવી મારવાનો હતે.

ઘૂવડોને તેની ચેષ્ટા સમજાઈ નહીં.

આ રીતે માળા બનાવવાના બહાને જ્યારે કિલ્લાના

પ્રવેશદ્વાર ઉપર ઘણી બધી લાકડાની સળીઓ એકઠી થઈ ગઈ ત્યારે સ્થિરજીવીએ મેઘવર્ણની પાસે જઈ કહ્યું :“સ્વામી! આપણા દુશ્મનની ગુફાને ફૂંકી મારવાની બધી તૈયારી મેં કરી

લીધી છે. તો આપ મારી સાથે આવો અને મારા માળામાં આગ ચોંપી દ્યો. આમ કરવાથી આપણા બધા શત્રુઓ બળીને ખાખ થઈ જશે.” આ સાંભળીને મેઘવર્ણે પછ્યું : “તાત!

આપની ખબર

તો કહો. ઘણા દિવસો પછી આપનાં દર્શન થયાં.”

તેણે કહ્યું : “બેટા! આ સમય વાતો કરવાનો નથી. કેમકે જો ઘૂવડરાજનો કોઈ જાસૂસ મારા અહીં આવ્યાની ખબર

તેને આપી દેશે તો તે આંધળાઓ કોઈક બીજી જગાએ ભાગી જશે. કહ્યું છે કે -

જે માણસ હમણાં જ કરવાના કામમાં વિલંબ કરે છે તેના કામમાં ખુદ દેવો જ કોઈને કોઈ વિઘ્ન ઊભું કરી દે છે.” “આપ શત્રુઓનો વિનાશ કરીને ફરી આ

ગુફામાં પ છા

આવી જશો ત્યારે હું બધી વાત વિસ્તારપૂર્વક જણાવીશ.” સ્થિરજીવીની આ સલાહ સાંભળીને મેઘવર્ણ બધાં

કુટંબીજને સથે ચોંચમાં એક સળગતું લાકડું લઈ ઘૂૂવડોની ગુફા પાસે પહોંચી ગયો. પછી તેણે સ્થિરજીવીન માળાને આગ ચોંપી દીધી. થોડીવારમાં સળીઓ ભડભડ બળવા લાગી. આંધળા ઘૂવડો રક્તાક્ષની વાતને વાગોળતાં વાગોળતાં બળીને મૃત્યુ પામ્યા. આમ કરીને મેઘવર્ણ વડના ઝાડ ઉપરના જૂન કિલ્લામાં પાછો ફર્યો. તેણે સિંહાસન ઉપર બેસીને સ્થિરજીવીને પૂછ્યું :“તાત!

શત્રુઓની વચ્ચે આપે આટલો બધો સમય શી રીતે વીતાવ્યો? મને તે જાણવાની ઉત્કંઠા છે.”

સ્થિરજીવીએ કહ્યું : “ભવિષ્યમાં મળનારા સારા ફળની

આશામાં જે માણસ દુઃખોની કશી પરવા નથી કરતો તે જ સાચો

સેવક ગણાય છે. કહ્યું છે કે, ભયની પરિસ્થિતિમાં જે માર્ગ

લાભદાયી જણાય તે માર્ગ બુદ્ધિશાળી માણસેએ પસંદ કરવો જોઈએ. પછી તે સારો છે કે ખોટો તેની ચિંતા કરવી જોઈએ નહીં. અર્જાુને પણ એક દિવસ સ્ત્રીનો વેશ ધારણ કરી

લીધો

હતો.”

વિદ્વાન અને બલિષ્ઠ રાજાએ પણ યોગ્ય તકની રાહ જોતાં ક્ષુદ્ર

શત્રુની પાસે ચૂપચાપ વાસ કરી લેવો જોઈએ. શું

મહાબલિ ભીમે મત્સ્યરાજને ઘેર રસોઈનું કામ કર્યું ન હતું? શું

ધર્મરાજ યુધિષ્ઠિરે અનેક દિવસે સુધી જંગલમાં વસવાટ કર્યો ન હતો?

મેઘવર્ણે કહ્યું : “તાત! શત્રુની નજીકમાં વસવાટ કરવો એ તલવારની ધાર પર ચાલવા જેવું કઠિન છે.”

તેણે કહ્યું :“પણ રક્તાક્ષ સિવાય મેં આવો મૂર્ખાઓનો જમેલો ક્યાંય જોયો ન હતો. રક્તાક્ષ મારી બધી વાત ે જાણી ચૂક્યો હત ે. તેન સિવાય બીજા બધા મંત્રીઓ મૂર્ખ

હત .”

“હે રાજન્‌! શત્રુઓની સાથે રહીને તલવારની ધાર પર

ચાલવાન ે મેં પ્રત્યક્ષ અનુભવ કરી લીધો છે. કહ્યું છ કે - બુદ્ધિશાળી માણસે પોતાનું માન ત્યજીને અને અપમાનને

આદરપૂર્વક અપનાવીને પોતાનો સ્વાર્થ્ સાધી લેવો જોઈએ.” “સમય આવ્યે બુદ્ધિશાળી માણસ તેના દુશ્મનને પણ

પોતાના ખભે ઊંચકી લે છે. બહુ મોટો સાપે દેડકાંને ખભે બેસાડીને મારી નાખ્યો હતો.”

મેઘવર્ણે પૂછ્યું :“એ કેવી રીતે?”

સ્થિરજીવીએ કહ્યું -

***

૧૫. મંદવિષ સાપની વાર્તા

વરૂણ નામના પર્વતની તળેટીમાં મંદવિષ નામનો એક કાળો સાપ રહેતે હતો. તે થોડો આળસુ હતો. ઓછામાં ઓછી

મહેનતે તેણે ખોરાક કેમ મેળવવો તે અંગે વિચારવા માંડ્યું.

ઘણું બધું વિચાર્યા પછી એક દિવસ તે એક તળાવ પાસે જઈ પહોંચ્યો. તળાવમાં ઘણાં બધાં દેડકાં હતાં. ત્યાં જઈને તે ઢીલું મોં કરી ચૂપચાપ તળાવને કિનારે બેસી ગયો.

મંદવિષને આમ હત શ અને નિરાશ બેઠલો જોઈ એક

દેડકાએ તેને પૂછ્યું : “મામાજી! શું વાત છે? આજે આપ આમ

મોં લટકાવીને કેમ બેઠા છો? શું આપને ખાવાની કોઈ ચિંતા

નથી?”

સાપે કહ્યું :“બેટા! મારાં ભાગ્ય ફૂટી ગયાં છે. હવે તો

ખોરાકની કશી ચિંતા નથી. રાત્રે હું ખોરાકની શોધમાં રખડતો

હતો ત્યારે મેં એક દેડકાને દીઠો. એને જેવો હું પકડવા જતો હતો કે તે વેદપાઠમાં મગ્ન બ્રાહ્મણોની વચ્ચે દોડી ગયો. મેં તેને જોયો નહીં. મેં પાણીમાં લટકી રહેલા એક બ્રાહ્મણના અંગૂઠાને તેના જેવો સમજીને કાપી લીધો. અંગૂઠો કપાઈ જવાથી તે મૃત્યુ પામ્યો. પુત્રના મૃત્યુથી ખૂબ જ દુઃખી થયેલા તેના પિતાએ મને શાપ આપ્યો કે - “નીચ! તેં કોઈપણ જાતન અપરાધ વગર

મારા દીકરાનું મોત નીપજાવ્યું છે. તેથી આજથી તું દેડકાઓનું

વાહન થજે. દેડકાઓ તને જે ખાવાનું આપે તે ખાઈને તું જીવજે. તેથી હું આજે તમારું વાહન થઈને અહીં આવ્યો છું.”

જોતજોતમાં સાપના શાપની વાત તળાવન બધાં દેડકાંમાં

ફેલાઈ ગઈ. બધાંએ ખુશ થઈ આ વાત તેમના રાજા જલપાદને કહી. તેણે આ વિચિત્ર સમાચાર સાંભળી મંત્રીઓને બ ેલાવ્યા. અને તેમની સાથે પાણીમાંથી બહાર નીકળી કૂદીને

મંદવિષની ફેણ ઉપર ચઢી ગયા. જેમને ઉપર બેસવાની જગા ના મળી તે બધા પાછળ પાછળ દોડવા લાગ્યા. જલપદને દેડકાંના સુંવાળા સ્પર્શથી આનંદ મળતો હતો.

બીજે દિવસે મંદવિષ જાણીજોઈને ધીમે ધીમે ચાલવા

લાગ્યો. તેની ધીમી ગતિએ ચાલતો જોઈ જલપાદે પૂછ્યું : “ભાઈ મંદવિષ! આજે તમે રોજની જેમ સારી રીતે કેમ ચાલતા નથી?” મંદવિષે કહ્યું :“આજે મેં કશું ખાધું નથી. તેથી

મારામાં ચાલવાની શક્તિ રહી નથી.” એની વાત સાંભળી જલપાદે કહ્યું

ઃ “ભાઈ! જો એમ જ હોય તો આ નાનાં નાનાં દેડકાંમાંથી કેટલાંકને તમે ખાઈ શકો છો.” આ સાંભળી મંદવિષ ખૂબ ખુશ થયો. તેણે ઉત્સુકતાથી કહ્યું :“દેવ! આપે ઠીક કહ્યું છે. બ્રાહ્મણે

મને આવો જ શાપ આપ્યો છે. તમારી આ ઉદારતા માટે હું

આભાર વ્યક્ત કરું છું.” પછી તો મંદવિષ રોજ દેડકાંને ખાઈ

ખાઈને બળવાન બની ગયો. પ્રસન્નતાપૂર્વક તે મનમાં ને મનમાં બબડ્યો - “આ દેડકાંને છળકપટ કરીને મેં વશ કરી લીધાં છે. એ બધાં કેટલા દિવસ મને ખોરાક પૂરો પાડશે?”

મંદવિષની કપટ ભરેલી વાતોમાં ફસાયેલો જલપાદ કશું જ સમજાતું ન હતું. એ દરમ્યાન એ તળાવમાં એક બહુ મોટો બીજો સાપ આવી ચઢ્યો. તેણે મંદવિષને આમ દેડકાંને

ઊંચકીને ચાલતો જોઈ પૂછ્યું :“મિત્ર! જે આપણો ખોરાક છે તેને ઊંચકી ઊંચકીને કેમ ફરે છે?”

મંદવિષે કહ્યું :“ભાઈ! હું એ બધું સારી રીતે સમજું છું.

ઘીની સાથે મિશ્રિત કરેલા દ્રવ્યથી આંધળા બનેલા બ્રાહ્મણની જેમ હું પણ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છું.”

તેણે પૂછ્યું :“એ કેવી રીતે?”

મંદવિષે કહ્યું -

***

૧૬. યજ્ઞદત્ત બ્રાહ્મણની વાર્તા

કોઈ એક ગામ હતું. તેમાં યજ્ઞદત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની વંઠેલ અને ફરંડી હતી. એ હંમેશાં પરપુરુષને ઝંખતી રહેતી. તે પતિ જાણે નહીં તેમ ઘી અને ખાંડ વડે બનાવેલી પૂરીઓ તથા કચોરીઓ બનાવી તેના આશિકને આપી આવતી. એકવાર એન આ કારસ્તાનને એનો પતિ જોઈ ગયો. તેણે પૂછ્યું : “વહાલી! આ હું શું જોઈ રહ્ય ે છું! તું આ પૂરીઓ અને કચોરીઓ બનાવી રોજરોજ ક્યાં લઈ જાય છે? જે હોય તે સાચેસાચું કહેજે.”

બ્રાહ્મણની પત્ની ચાલાક અને હાજરજવાબી હતી. એક પળનોય વિલંબ કર્યા વગર તેણે કહ્યું :“દેવ! અહીંથી થોડેક જ દૂર દુર્ગમાતાનું એક મંદિર છે. હું ખાધાપીધા વગર

દરરોજ એમને ભોગ ધરાવવા માટે એ બધી સામગ્રી લઈ જાઊં છું.”

પતિને તેની વાતમાં વિશ્વાસ બેસે તે માટે તેની નજર સામેથી જ પૂરીઓ અને કચોરીઓનો થાળ ભરી માતાન મંદિરે જવા ચાલતી થઈ.

બ્રાહ્મણના મનમાં શંકા ગઈ. તેની પત્ની માતાજીના

મંદિરે પહોંચે તે પહેલાં તે બીજા રસ્તે થઈ મંદિરે પહોંચી ગયો અને મા દુર્ગાની મૂર્તિ પાછળ સંતાઈ ગયો.

થોડીવાર પછી તેની પત્ની મંદિરમાં આવી. માતાજીને બે હાથ જોડી પગે લાગી તેણે વિનંતી કરતાં કહ્યું :“મા એવો કોઈ ઉપાય છે કે જેના વડે મારો પતિ આંધળો થઈ

જાય?”

આ સાંભળી માતાની મૂર્તિની પાછળ સંતાઈને બેઠેલા તેના પતિએ બનાવટી અવાજે કહ્યું : “હે દીકરી! જો તું તારા પતિને રોજ ઘીમાં તળેલી પૂરીઓ અને પકવાન ખવડાવીશ તો થોડા દિવસોમાં જ તે આંધળો થઈ જશે.”

દુર્ગના મંદિરમાં થયેલી એ બનાવટી આકાશવાણીને તે

સાચી માની બ્રાહ્મણી રોજ તેના પતિને ઘીમાં તળેલી પૂરીઓ અને મિષ્ટાન્ન જમાડવા લાગી. થોડા દિવસો પછી બ્ર હ્મણે તેની પત્નીને પૂછ્યું : “કલ્યાણી! મને હવે બરાબર દેખાતું કેમ નહીં હોય?

હું ત રું મોં પણ સારી રીતે જોઈ શકતો નથી.”

આ વાત સાંભળી બ્રાહ્મણીએ માની લીધું કે માત ના વચન પ્રમાણે હવે તેનો પતિ આંધળો થઈ ગયો છે. પછી તો તેનો આશિક, “બ્ર હ્મણ આંધળો થઈ ગયો છે” એમ

માની રોજ

રોજ બ્રાહ્મણી પાસે આવવા લાગ્યો. એક દિવસ બ્રાહ્મણીનો આશિક જ્યારે બ્રાહ્મણીના ઘરમાં પ્રવેશી રહ્યો હત ે ત્યારે બ્ર હ્મણે તેન માથાના વાળ પકડી લાકડી વડે એવો માર્યો કે મરી

ગયો. તેણે તેની વંઠેલ પત્નીનું નાક કાપી નાખ્યું અને ઘરમાંથી બહાર કાઢી મૂકી. તેથી હું કહું છું કે, જાતજાતન ં દેડકાંને શા માટે ઊંચકી ઊંચકીને ફરું છું. વગેરે.

આવી વાત બીજા આગંતુક સાપને સંભળાવ્યા પછી

પણ તેણે ફરી એ જ વાત દોહરાવી. તેનો ગણગણાટ સાંભળીને જલપદ વ્યગ્ર થઈ ગયો. તેનું કાળજું કંપી ગયું. તેણે પૂછ્યું :“ભાઈ! આવી અવળી-સવળી વાતો શા માટે કરો છો?” તેણે તેની દાનત છુપાવતાં ઉત્તર દીધો : “ના, ના. કશું જ નહીં.” સાપની બનાવટી છતાં મીઠી મધ જેવી વાતોથી જલપદ ભોળવાઈ ગયો. તેને સાપના બદઈરાદાની ગંધ શુદ્ધાં આવી નહીં. વધારે તો શું કહેવું!

તે મંદવિષ બધાં જ દેડકાઓને વીણી વીણીને ખાઈ ગયો. એકપણ દેડકું બચવા પમ્યું નહીં. તેથી મેં કહ્યું હતું કે, “દુશ્મનને ખભે ઊંચકીને પણ ફરવું જોઈએ.” વગેરે. . “હે

રાજન્‌! જે રીતે મંદવિષ સપે તેની ચતુરાઈથી દેડકાંને મારી નાખ્યાં તેમ મેં પણ મારા દુશ્મનોને મોતને ઘાટ ઉત રી દીધા. કહ્યું છે કે -

વનમાં લાગેલો દાવાનળ પણ મૂળનું રક્ષણ કરે છે, પણ

અનુભવમાં કોમળ અને ઠંડો વાયુ સમૂળો નાશ કરી દે છે.

મેઘવર્ણે કહ્યું :“તાત! આપનું કહેવું યોગ્ય છે. જે મહાન હોય છે તે બળવાન હોવા છતાં પણ સંકટના સમયમાં, શરૂ કરેલું કામ છોડી દેતા નથી. વળી -

હલકટ લોકોએ વિઘ્ન કે અસફળત ની બીકે કામની શરૂઆત જ કરત નથી, જ્યારે શ્રેષ્ઠ માણસ ે હજાર સંકટો આવે તો પણ આદરેલા કામને ત્યજી દેતા નથી.

દુશ્મનોને સમૂળો નશ કરીને તેં મારા રાજ્યને સુરક્ષિત કરી દીધું છે. તારા જેવા નીતિશાસ્ત્રોને જાણનારા માટે એ જ યોગ્ય હતું. કહ્યું છે કે -

બુદ્ધિશાળીએ દેવું, અગ્નિ, શત્રુ અને રોગને જરાય બ કી રહેવા દેવાં જોઈએ નહીં. આમ કરન ર વ્યક્તિ કદી દુઃખી થતી નથી.”

સ્થિરજીવીએ કહ્યું :“દેવ! આપ એટલા તો ભાગ્યશાળી છો કે આપનાં આદર્યાં અધૂરાં રહેતાં નથી. બુદ્ધિથી ગમે તેવું કાર્ય સિદ્ધ થાય છે. કારણ કે કહ્યું છે કે -

શસ્ત્રથી મારેલો દુશ્મન મરતો નથી, પણ બુદ્ધિથી મારેલો શત્રુ સદાને માટે મરી જાય છે. શસ્ત્ર તો એકલા દુશ્મનના શરીરને

મારે છે, જ્યારે બુદ્ધિ તો દુશ્મનની સાથે તેના આખા પરિવારન,

ઐશ્વર્યને તથા ધન-સંપત્તિ બધાને મારે છે.

જે કાર્ય પરિપૂર્ણ થવાનું હોય એ કાર્યને પ્રારંભ કરવા

૩૩૫

૩૩૬

બુદ્ધિ જાતે જ ચાલવા લાગે છે, સ્મરણશક્તિ દૃઢ બને છે. સફળતાના ઉપાયો આપોઆપ મળી આવે છે, મન વધારે ને વધારે ઊંચાઈ સુધી દોડવા લાગે છે અને તેને કરવામાં વધુ રુચિ

થાય છે.

રાજ્ય પણ નીતિ, ત્યાગ અને પરાક્રમી પુરુષને જ પ્રાપ્ત

થાય છે. કહ્યું છે કે -

ત્યાગી, શૂરવીર અને વિદ્વાનની સોબત ગુણગાન જ કરી શકે છે. ગુણવાન પાસે લક્ષ્મી આવે છે. લક્ષ્મીથી સમૃદ્ધિ વધે છે લક્ષ્મીવનને આજ્ઞા આપવાની યોગ્યત પ્રાપ્ત થાય છે.

આજ્ઞા આપવાની યોગ્યત ધરાવનારને રાજ્યની પ્રાપ્તિ થાય છે.

મેઘવર્ણે કહ્યું :“તાત! નીતિશાસ્ત્રમાં તરત જ ફળ આપે છે. જેના પ્રભાવથી આપે શત્રુઓની વચ્ચે જઈ અરિમર્દનને તેના આખા પરિવાર સાથે મારી નાખ્યો.”

સ્થિરજીવીએ કહ્યું :“કઠોર ઉપાયથી સફળ થનારા કામમાં પણ સજ્જનતા સાથે આદરપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. જંગલમાં સર્વશ્રેષ્ઠ વૃક્ષરાજને કાપતા પહેલાં તેની પૂજા

કરવામાં આવતી હતી.

હું આને ચપટી વગ ડતાં કરી દઈશ, આ તો વગર

પ્રયત્ને જ થઈ જશે, આ કામમાં ત ે શું બળ્યું છે, આમ કહીને જે કામની અવગણન કરે છે તે સંકટમાં ફસાઈને દુઃખ ભોગવે છે.

તો આજે શત્રુ પર વિજય મેળવીને મારા સ્વામીને પહેલાંની જેમ સુખની ઊંઘ આવશે. આજે શરૂ કરેલા કામને પૂર્ણ કરીને મારું મન પણ નિરાંત અનુભવી રહ્યું છે. હવે

આપ આ રાજ્યને ભોગવો.

હા, પણ “મને નિષ્કંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે” એમ

માનીને તમે લક્ષ્મીના અભિમાનમાં ગુમરાહ થશો નહીં. કારણ કે રાજ્યલક્ષ્મી ખૂબ ચંચળ હોય છે. લાખ પ્રયત્ન કરવા છતાં પણ તે હાથ આવતી નથી. તેની સેવા કરવા છતાં

પણ તે દગો દઈ જાય છે.

રામનો વનવાસ, બલિનું બંધન, પાંડવોનું વનગમન,

યાદવોનો નાશ, નળરાજાનો રાજ્યત્યાગ, અર્જાુનનું નાટકાચાર્ય બનવું અને લંકેશ્વર રાવણનો સર્વનાશ - આ બધું જાણીને કહેવું પડશે કે આ જગતમાં માનવી જે કંઈ સહન કરે છે તે બધું કાળને વશ થઈ સહન કરે છે. ત્યાં કોણ કોનું રક્ષણ કરી શકે?

ઈન્દ્રના મિત્ર થઈને સ્વર્ગમાં ગયેલા દશરથ ક્યાં છે? સમુદ્રને બાંધી દેનાર રાજા સગર ક્યાં છે? પૃથ્વીનો સર્વપ્રથમ રાજા પૃથુ ક્યાં છે? સૂર્યપુત્ર મનુ ક્યાં છે? મહાબલિષ્ઠ સકાળે એ બધાને એક વાર પેદા કરીને પછી પોત નામાં સમાવી લીધા હતા.

ત્રિલોકવિજયી રાજા માંધાત ક્યાં ગયા? ક્યાં ગયા રાજા સત્યવ્રત? દેવો પર શાસન કરનારા રાજા નકુળ ક્યાં ગયા?

ક્યાં ગયા શાસ્ત્રજ્ઞ કેશવ? એ બધા જ એમને ઉત્પન્ન કરન ર કાળના ગર્ભમાં

પાછા સમાઈ ગયા.

માટે મદમસ્ત હાથીના કાનોની સમાન ચંચલ રાજ્યલક્ષ્મીને

પ્રાપ્ત કરીને ન્યાયપૂર્વક તમે તેને ભોગવો?

***

તંત્ર : ૪

લબ્ધપ્રણાશ

છું.

રક્તમુખ વાનર અને કરાલમુખ મગરની

પ્રાસ્તાવિક વાર્તા

હવે હું ‘લબ્ધપ્રણાશ’ નામના ચોથા તંત્રનો આરંભ કરું કોઈ એક વિશાળ સરોવરને કિનારે જાંબુનું મોટું ઝાડ

હોય કે જ્ઞાની - તેનું હૃદયના ઉમળકાથી સ્વાગત કરવું જોઈએ.

ભગવાન મનુએ કહ્યું છે કે ભોજનના સમયે અને

શ્રાદ્ધન સમયે આવેલા અતિથિન ં જાતિ, કુળ, વિદ્યા કે ગોત્ર પૂછવાં જોઈએ નહીં. આંગણે આવેલા અતિથિની પૂજા કરવી જોઈએ.”

આમ કહીને વાનરે મગરને મીઠાં જાંબુનાં ફળ આપ્યાં.

મગરે જાંબુનાં ફળ ખાઈને વાનર સાથે કેટલીયે વાર ગોષ્ઠિ કરી

પછી તો મગરનો આભાર માની પાછો સરોવરમાં ચાલ્યો ગયો.

મગર હવે રોજ રોજ મીઠાં જાંબુ ખાવા આવવા લાગ્યો. મગર પણ પાછો જતાં થોડાંક જાંબુ તેની સાથે લઈ જતો અને તેની પત્નીને ખાવા આપતો.

એક દિવસ મગરની પત્નીએ મગરને કહ્યું :“તારે! આ અમૃત જેવાં જાંબુફળ આપ ક્યાંથી લાવો છો?” તેણે જવાબ

હતું. આ ઝાડ પર રક્તમુખ નામનો એક વાનર ઘર બનાવીને રહેતો હતો. એક દિવસની વાત છે. આ સરોવરમાંથી કરાલમુખ નામન ે એક મગર બહાર નીકળી કિનારા પર સૂર્યના

કોમળ તડકાની મઝા માણી રહ્યો હતો.

તેને જોઈ રક્તમુખ વાનરે કહ્યું :“ભાઈ! આજ તું મારો અતિથિ થઈને અહીં આવ્યો છે. તો હું અમૃત જેવાં મીઠાં જાંબુ

ખવડાવી તારો આદરસત્કાર કરીશ. કહ્યું છે કે -

અતિથિરૂપે આંગણે આવેલો મિત્ર હોય કે દુશ્મન, મૂર્ખ

આપ્યો : “કલ્યાણી! મારો એક રક્તમુખ ન મન ે વાનર પરમ

મિત્ર છે. તે મને રોજ આ મીઠાં ફળો લાવીને આપે છે.”

મગરની પત્નીએ કહ્યું : “સ્વામી! તમારો મિત્ર વાનર રોજ રોજ આ મીઠાં ફળો ખાય છે તેથી મારું માનવું છે કે તેનું કાળજું પણ એવું જ અમૃત જેવું મીઠું થઈ ગયું હશે. તેથી જો આપ મને ખરેખર પ્રેમ કરતા હો તો મને તમારા મિત્રનું કાળજું

લાવી આપો, જેને ખાઈને હું વૃદ્ધાવસ્થ અને મૃત્યુથી છૂટકારો

મેળવી શકું. અને તમારી સાથે ચિરંજીવ સુખ ભોગવી શકું.”

૩૪૦

૩૪૧

મગરે કહ્યું : “પ્રિય! આવી વાત તારા મોંઢામાં શોભતી નથી. હવે એ વાનર મારો ભાઈ બની ગયો છે. હવે હું તેને મારી નહીં શકું. તું તારી આ નાપાક હઠ છોડી દે. કારણ કે

કહ્યું છે કે- એક ભાઈને મા જન્મ આપે છે જ્યારે બીજા ભાઈને

વાણી જન્મ આપે છે. વિદ્વાન માણસો આ મીઠી વાણીથી જન્મેલા ભાઈને સગાભાઈ કરતાં વધારે મહત્ત્વ આપે છે.”

આ સાંભળી મગરની પત્નીએ કહ્યું : “વહાલા! આજ

સુધી તમે મારી વાત નકારી નથી. તો આજે આમ કેમ બોલો છો? મને શંકા જાય છે કે તમે જેને મિત્ર કહો છો તે વાનર નહીં પણ નક્કી કોઈ વાનરી હોવી જોઈએ. એટલે જ મને

એકલી છોડીને તમે આખો દિવસ ત્યાં પસાર કરો છો. હું તમારી દાનતને પારખી ગઈ છું.”

મગરની પત્નીનો કંઠ રૂંધાઈ ગયો. તેન મોં પર નિરાશાનાં

વાદળો છવાઈ ગયાં. તેણે આગળ કહ્યું -

“હું જોઈ રહી છું કે હવે તમને મારી સાથે બોલવાનું પણ ગમતું નથી. તમે મારી કોઈ વાત પણ કાને ધરતા નથી. તમારા

મનની ભાવનાઓ હવે હું જાણી ગઈ છું.”

પત્નીની આવી અવળવાણી સાંભળીને મગરે તેના પગ પોતાની છાતીએ લગાડી ક્રોધાવેશમાં કહ્યું :“હે પ્રાણપ્યારી! હું તારો સેવક છું. તારા પગમાં પડું છું. તું કારણ વગર શા માટે આવો આક્ષેપ કરી રહી છે?”

વાનરની વાત સાંભળી રોતલ સ્વરમાં તેણે કહ્યું : “હે

લુચ્ચા! તારા હૃદયમાં જરૂર કોઈ સુંદરી વસી ગઈ છે. તારે માટે હવે મારા હૃદયમાં કોઈ જગ નથી. હવે પગે પડીને આવું છળ- કપટ કરવાથી શો ફાયદો?”

“સુંદરી તારાં આવાં તીખાં વાગ્બાણો મારું હૈયું વીંધી

નાખે છે.”

“મારે હવે વાદ-વિવાદમાં નથી પડવું. જ્યાં સુધી મને એ વાનરનું કાળજું નહીં મળે ત્યાં સુધી હું મોંમાં કશું મૂકવાની નથી. ભૂખે હું મારા પ્રાણ ત્યજી દઈશ.”

મગરને હવે ચિંતા થઈ. તેણે વિચાર્યું - “હવે હું શું કરું?

તેને શી રીતે મારું?”

આમ વિચારીને તે વાનરના રહેઠાણ તરફ ચાલી નીકળ્યો. વાનર પણ આજે તેને મોડો આવેલો અને દુઃખી થયેલો જોઈ બ ેલ્યો : “મિત્ર! આજે મોડા આવવાનું કારણ?

વળી ત રું મોં કેમ ઉતરી ગયેલું જણાય છે? કહે, કોઈ ચિંતાની વાત બની છે કે શું? આજે તું પ્રસન્નતાથી વાત કેમ નથી કરતો?”

મગરે કહ્યું :“ભાઈ! તારા ભાભીએ આજે મને મહાસંકટમાં

ધકેલી દીધો છે. આજે તેણે મને ખૂભ ધમકાવ્યો. તેણે કહ્યું કે તમે

મને આજે તમારું મોંઢુ ના બતાવશો.” “કારણ?”

“એણે કહ્યું કે તમે મિત્રનુ આપેલું ખા-ખા કરો છો, છત ં

તેમણે કરેલા ઉપકારનો બદલોય ચૂકવવાનું સૂઝતું નથી! એકવાર એમને તમારું ઘર બતાવવાનુંય યાદ આવતું નથી? તો આજે તમે મારા દિયરજીને આપણે ઘેર જરૂર લઈ આવજો.

જો નહીં

લઈ આવો તો હું તમારી સાથે અબોલા લઈ લઈશ. આજે હું

તારી ભાભીને સંદેશો લઈને આવ્યો છું. તારે માટે તેની સથે

ઝઘડો થવાથી અહીં આવવામાં મારે મોડુું થઈ ગયું. તો તું મારે

ઘેર ચાલ. તારી ભાભી આતુરતાપૂર્વક તારી રાહ જોઈ રહી છે.”

વાનરે કહ્યું :“મારી ભાભીની વાત સાચી છે. કહ્યું છે કે, આપવું, લેવું, ખાનગી વાતો કરવી અને પૂછવી, ખાવું, ખવડાવવું

- એ છ પ્રેમનાં લક્ષણો છે. પણ હું રહ્યો વનચર અને તમે તો

પાણીમાં રહેનરા તો હું પાણીમાં તરે ઘેર શી રીતે આવી શકું?

તેથી તું મારી ભાભીને અહીં લઈ આવ કે જેથી હું તેમને પગે

લાગી આશીર્વાદ મેળવી લઉં.”

મગરે કહ્યું : “મિત્ર! મારું નિવાસસ્થાન ભલે પાણીની પેલે પાર રહ્યું, હું તને મારી પીઠ ઉપર બેસડીને મારે ઘેર લઈ જઈશ.”

મગરની વાત સાંભળી વાનર ખુશ થયો. તેણે કહ્યું : “ભાઈ! એમ જ હોય તો હવે મોડું કરવાથી શો ફાયદો? ચાલ, હું તારી પીઠ પર બેસી જાઉં છું.”

વાનરને પીઠ પર બેસાડી મગર ચાલ્યો. પાણીમાં સડસડાટ

ચાલત મગરને જોઈ વાનર ડરી ગયો. કહ્યું :“ભાઈ! જરા ધીમે

ચાલ. મને બહુ બીક લાગે છે.”

મગરે કહ્યું : “ભાઈ! સાચી વાત તો એ છે કે હું મારી

પત્નીનું બહાનું બનાવી તને મારવા જ અહીં લઈ આવ્યો છું.

મારી પત્ની તારું કાળજું ખાવાની હઠ લઈને બેઠી છે. તેથી ના

છૂટકે મારે આવું કામ કરવું પડશે.”

મગરની આવી વાત સાંભળી ક્ષણભર તો વાનર ધ્રુજી ગયો. પણ પછી ધીરજ રાખી ચતુર વાનરે બુદ્ધિ ચલાવી કહ્યું : “મિત્ર! જો આવી જ વાત હતી ત ે ત રે મને

પહેલાં જ જણાવવું હતું ને. હું તે મારું કાળજું એ જાંબુન ઝાડની બખોલમાં સંતાડીને આવ્યો છું. અત્યારે મારું કાળજું મારી પાસે નથી.”

મગરે કહ્યું :“મિત્ર! ચાલ, હું તને પાછો ત્યાં લઈ જાઊં. જો તારું કાળજું ખાવા નહીં મળે તો મારી પત્ની ભૂખે તેનો જીવ કાઢી દેશે.”

આમ કહી મગર વાનરને પેલા જાંબુના ઝાડ પાસે પાછો

લઈ આવ્યો. કિન રે આવત ં જ વાનર લાંબી છલાંગ લગ વી જાંબુના ઝાડ પર ચઢી ગયો. એણે વિચાર્યું કે એ સાચું જ કહ્યું છે કે અવિશ્વસનીય પર કદી વિશ્વાસ મૂકવો જોઈએ

નહીં. કારણ કે વિશ્વાસને લીધે ઉત્પન્ન થયેલો ભય સમૂળો નાશ કરે છે. લાગે છે કે આજે મને જીવનદાન મળ્યું. આમ એ વિચારી રહ્ય ે હત ે ત્યાં

મગર બ ેલ્યો : “ભાઈ! ત રું કાળજું લઈ આવી જલ્દી મને આપી દે.”

મગરની વાત સાંભળી વાનર ખડખડાટ હસી પડ્યો. કઠોર શબ્દોમાં તેને ધમકાવતાં કહ્યું : “હે વિશ્વાસઘાતી! તને ધિક્કાર છે. શું તને એટલીય ખબર નથી કે કાળજું કદી

શરીરથી છૂટું પડતું હશે? જા, તરું મોંઢું કાળુ કર. ચાલ્યો જા અહીંથી. ફરી અહીં આવીશ નહીં. કહ્યું છે કે -

એકવાર દગો દેનાર મિત્ર સાથે જે સમાધાન કરવા ઈચ્છે

છે તે ખચ્ચરીના ગર્ભની જેમ મૃત્યુ પ મે છે.”

આ સાંભળી મગરને ઘણો સંકોચ થયો. તેણે વિચાર્યું કે

- “હું કેવો મૂર્ખ છું! મેં એને મારા મનની વાત જણાવી. તેણે ગુને છુપાવવા કહ્યું :“ભાઈ! તારી ભાભી તારું કાળજું લઈને શું કરે? તું ચાલ, મારા ઘરનો મહેમાન થા. તને મળીને

મારી પત્ની રાજી રાજી થઈ જશે.”

વાનરે કહ્યું :“અરે નીચ! ચાલ્યો જા અહીંથી. હવે કોઈ

સંજોગોમાં તરી સાથે આવ ાનો નથી. કહ્યું છે કે -

ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો? ક્ષીણ માણસ પણ દયા વગરનો થઈ જાય છે. હે કલ્યાણી! જઈને પ્રિયદર્શનને કહેજે કે ગંગાદત્ત હવે ફરી કૂવામાં નહીં આવે.”

મગરે કહ્યું : “એ કેવી રીતે?”

વાનરે કહ્યું -

***

૧. ગંગદત્ત દેડકાની વાર્તા

કોઈ એક કૂવામાં ગંગદત્ત નામનો દેડકો રહેતો હતો. ગંગદત્ત દેડકાંનો રાજા હતો.

એકવાર તેને તેની પ્રજાએ ખૂબ દુઃખી કર્યો. તેથી હતાશ થઈને રેંટના ડોલકામાં બેસીને તે બહાર નીકળી ગયો. તેણે બહાર નીકળી ગયો. તેણે બહાર આવી તેના પરિવારના દેડકાએ કરેલા અપમાનનો બદલો લેવા વિચાર્યું. કહ્યું છે કે -

પોતાનું અપમાન કરનારનો બદલો લઈ મનુષ્યએ તેનો

પુનર્જન્મ થયો હોય એમ માનવું જોઈએ.

એ આમ વિચારી રહ્ય ે હત ે ત્યાં જ તેની નજર દરમાં પેસી રહેલા એક સપ ઉપર પડી. તેણે કોઈપણ ઉપયે સપને કૂવામાં લઈ જવા વિચાર્યું. કહ્યું છે કે -

માણસે તેના શત્રુ સાથે વધુ બળવાન શત્રુને ભીડાવી

દેવો જોઈએ.

રક્ષણ કરવું જોઈએ.”

આમ વિચારીને દરની પાસે જઈ એણે બૂમ પાડી : “ભાઈ, પ્રિયદર્શન! બહાર આવ.”

સાપે ગંગદત્તનો અવાજ સંભળી વિચાર્યું - “મને કોણ

બોલાવી રહ્યું છે? અવાજ ઉપરથી તે મારી જાતનો તો નથી

લાગતો. વળી મારે તો કોઈની સાથે મિત્રતા પણ નથી. મારે જાણવું પડશે કે એ છે કોણ. કારણ કે -

જેનાં કુળ, ચારિત્ર્ય, સદાચાર, રહેઠાણ વગેર જાણત ન હોઈએ તેની મિત્રતા કરવી જોઈએ નહીં. કદાચ કોઈ મને આમ બ ેલાવી ને પકડી લે તો!” તેણે પૂછ્યું :

“ભાઈ! તમે કોણ છો?” દેડકાંએ કહ્યું :“હું દેડકાઓનો રાજા ગંગદત્ત છું. અને

તમારી સાથે મિત્રત કરવા આવ્યો છું.”

સાપ્ બોલ્યો :“તું જૂઠું બોલે છે. ભલા, આગની સાથે વળી કદી તણખલું મિત્રત કરતું હશે? કહ્યું છે કે -

જે જેનો આહાર હોય તેની નજીક સ્વપ્નમાં પણ જવું જોઈએ નહીં. તું આવી ખોટી વાત કેમ કરે છે?”

ગંગદત્તે કહ્યું :“ભાઈ! હું સાચું કહું છું. તમે સ્વભાવથી જ અમારા શત્રુ છો તે પણ હું જાણું છું. છત ં અપમાનજનક સ્થિતિમાં મૂકાઈને હું તમારી પાસે આવ્યો છું. કહેવાયું છે કે

- જીવ જોખમમાં હોય ત્યારે પોતાન મોટામાં મોટા શત્રુને વિવેકપૂર્વક પ્રણામ કરીને માણસે પોતાના ધન અને પ્રાણનું

“કોણે તારું અપમાન કર્યું છે?”

“મારી પ્રજાએ.”

“તારું રહેઠાણ ક્યાં છે?” “એક કૂવામાં.”

“કૂવામાં તો હું શી રીતે આવી શકું? અને કદાચ આવું તો પણ ત્યાં મારે માટે એવી કોઈ જગા નહીં હોય કે જ્યાં બેસીને હું તરું અપમાન કરનારાઓને મારી શકું.”

સાપે કહ્યું. “ભાઈ! જો તમે આવવા તૈયાર હો તો હું તમને તે

કૂવામાં લઈ જઈ શકું એમ છું. કૂવામાં નીચે એક બખોલ છે.

તેમાં બેસીને તમે મારા પરિવારનાં દેડકાંને સહેલાઈથી મારી શકશો.”

ગંગદત્તની વાત સાંભળી સાપે વિચાર્યું કે - “હવે હું

ઘરડો થઈ ગયો છું. કોઈપણ રીતે ક્યારેક એકાદ ઉંદર હું પકડી

લઉં છું. આ કુલાંગરે તે સુખેથી જીવ ાને સારો રસ્તો મને બતાવ્યો. તો હું ત્યાં જઈને ઘણાં બધાં દેડકાંને મારીને ખાઈ શકીશ.”

આમ વિચારીને તેણે ગંગદત્તને કહ્યું : “ભાઈ! જો એમ જ હોય તો હું તારી સાથે આવવા તૈયાર છું. તું મારી આગળ આગળ ચાલતો થા.”

ગંગદત્ત બોલ્યો :“ભાઈ, પ્રિયદર્શન! હું તમને સહેલાઈથી

એ કૂવામાં પહોંચાડી દઈશ. પણ તમારે મારી એક વાત માનવી

પડશે.”

“કઈ વાત?”

“તમારે મારાં અંગત કુટંબીજનોનું રક્ષણ કરવું પડશે.”

પ્રિયદર્શને કહ્યું :“તરી વાત મને મંજૂર છે. તું જેને જેને બતાવીશ તેને તેને જ હું ખાઈ જઈશ.”

ગંગદત્ત કૂવા પાસે આવ્યો અને રેંટના ડોલકામાં ચઢાવી

તેને કૂવામાં લઈ ગયો. તેણે કૂવાની બખોલમાં સપને બેસડીને તેનં અંગત કુટંબીજનોની ઓળખાણ કરાવી. સથે સથે તેણે તેનું અપમાન કરનરા દુશ્મનોને પણ બતાવી દીધા. સાપે કૂવાની બખોલમાં બેસી એક પછી એક એમ બધાં દુશ્મન દેડકાંને પતાવી દીધાં. જ્યારે બધા દુશ્મનોને હું ખાઈ ગયો છું. હવે તું મારે માટે બીજા ભોજનની વ્યવસ્થ કરી દે. કારણ કે હું તારા કહેવાથી જ અહીં

આવ્યો છું.”

ગંગદત્તે તેને કહ્યું : “ભાઈ, પ્રિયદર્શન! તમે તમારી ફરજ સારી રીતે પૂરી કરી છે. હવે અહીં તમારે માટે ખોરાક બચ્યો નથી. તો હવે તમે આ રેંટના ડોલકામાં ચઢીને બહાર

નીકળી જાવ.”

પ્રિયદર્શને કહ્યું :“ગંગદત્ત! તરું કહેવું યોગ્ય નથી. હવે

બહાર જઈને હું શું કરું? કારણ કે મારા દરમાં હવે કોઈક બીજા

સાપે કબ્જો જમાવી દીધો હશે. હવે તો હું અહીં જ રહીશ. તું

તરા પરિવારજનોમાંથી ગમે તે એકને ખાવા માટે મને સોંપી દે. જો તું એમ નહીં કરે તો હું બધાંને ખાઈ જઈશ.”

ગંગદત્તે વિચાર્યું - “અરે! આ નીચ સાપને અહીં લાવીને

મેં મારા જ પગ પર કુહાડો માર્યો છે. જો હું એની વાત નહીં માનું તો એ મારાં બધાં કુટંબીજનોને ખાઈ જશે.”

કહ્યું છે કે - “ગંદાં કપડાં પહેરેલો માણસ જેમ ગમે ત્યાં બેસી જાય છે તેમ થોડોક ધનિક માણસ તેના ધનનું રક્ષણ કરી શકતો નથી.

એક દિવસ સાપ ગંગદત્તના પુત્ર યમુનાદત્તને ખાઈ ગયો. ગંગદત્ત જોરજોરથી વિલાપ કરવા લાગ્યો. તેને રડતો જોઈ તેની પત્નીએ કહ્યું - “સ્વજનોનો નાશ કરનાર હે નીચ! હવે રડવાથી શું વળવાનું છે? પોતાના જ સ્વજનોનો નાશ થશે તો પછી અમારું રક્ષણ કોણ કરશે?”

તો હવે અહીંથી ભાગી છૂટવાનો ઉપાય વિચારો. હવે કૂવાનાં બધાં દેડકાં ખવાઈ ગયાં હતાં. બચ્યો હતો એકમાત્ર ગંગદત્ત. એકવાર પ્રિયદર્શને તેને કહ્યું : “ગંગદત્ત! હવે અહીં

એકપણ દેડકો બચ્યો નથી. અને મારાથી ભૂખે રહેવાતું નથી. તું

મને ખોરાક લાવી આપ. કારણ કે હું તારે લીધે જ અહીં આવ્યો

છું.”

ગંગદત્તે કહ્યું :“મિત્ર! મારા જીવત ં તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે મને બહાર જવાની આજ્ઞા આપો તો હું

બીજાં દેડકાંને અહીં લઈ આવું.”

“ભાઈ! મિત્ર હોવાથી હું તને ખાઈ શકતો નથી. તને હું આજ્ઞ આપું છું. તું તેમ કર.” પ્રિયદર્શને કહ્યું.

ગંગદત્તના જીવમાં જીવ આવ્યો. તે કૂવાની બહાર નીકળી

ગયો. સાપ એના પાછા આવવાની રાહ જોતો રહ્યો. પણ ઘણા દિવસો સુધી તે પાછો ના ફર્યો ત્યારે તેણે કૂવાની બીજી બખોલમાં રહેતી ઘોને પૂછ્યું : “હે કલ્યાણી! તું ગંગદત્તને સારી રીતે ઓળખે છે. તું તેની પાસે જા અને મારો સંદેશો પહોંચાડ કે જો બીજાં દેડકાં અહીં આવી શકે તેમ ન હોય ત ે તે એકલો જ પાછો આવી જાય. હું તેના વગર રહી શકતો નથી. તેની સાથે દગો નહીં કરવાનું હું વચન આપું છું.”

ઘોએ સાપની વાત માની લીધી. ગંગદત્તની પાસે જઈને તેણે સાપનો સંદેશો તેન્ સંભળાવ્યો.

ઘોની પાસેથ્ી સંદેશો સાંભળી ગંગદત્તે કહ્યું :“કલ્યાણી!

ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો? ભૂખ્યો માણસ દયા વગરનો હોય છે. તું જોઈને પ્રિયદર્શનને કહી દેજે કે હવે ગંગદત્ત પાછો આવવાનો નથી.”

આમ કહી તેણે ઘોને પાછી મોકલી દીધી. હે નીચ

મગર! હું પણ ગંગદત્તની જેમ કોઈપણ સંજોગોમાં તારે ઘેર આવવાનો નથી.”

મગરે કહ્યું :“હે ભાઈ! આ ઠીક નથી. મારી સાથે મારે

ઘેર આવીને મને કૃતઘ્નતાના દોષમાંથી મુક્ત કર. નહીં તો હું અહીં ઉપવાસ કરી મારા પ્રાણ ત્યજી દઈશ.”

વાનરે કહ્યું :“અરે મૂર્ખ! શું હું લંબકર્ણની જેમ ભોટ છું કે આફતની વેળાએ ત્યાં આવી હું મારો જીવ ગુમાવી બેસું?” “ભાઈ! લંબકર્ણ કોણ છે? સંકટને સામે આવતું જોઈ એ

શી રીતે મરી ગયો? મને એ બધું જણાવો.”

વાનરે કહ્યું -

૨. કરાલકેસર સિંહની વાર્તા

કોઈ એક જંગલમાં કરાલકેસર નામનો સિંહ રહેતો હતો. ઘૂસરક નામનો એક શિયાળ તેનો અંગત સેવક હતો. એકવાર હાથી સાથે લડતાં સિંહ જખ્મી થઈ ગયો. તે હવે સારી

રીતે હરીફરી શકતો પણ ન હતો. સિંહની શિકાર કરવાની અસમર્થતાને કારણે શિયાળ ભૂખે મરવા લાગ્યો. તેણે સિંહને કહ્યું

ઃ “માલિક! ભૂખે હું દુબળો અને અશક્ત બની ગયો છું. જેથી આપની સેવા પણ સારી રીતે કરી શકતે નથી.”

સિંહે કહ્યું : “એમ હોય ત ે જા, જઈને કોઈ શિકાર શોધી લાવ. શિકાર એવો શોધજે કે મારી આ સ્થિતિમાં પણ હું તેને મારી શકું.”

સિંહની વાત સાંભળી શિયાળ શિકારની શોધમાં બહાર

ચાલ્યો ગયો. તેણે જોયું કે એક તળાવની પાસે લંબકર્ણ નામનો

ગધેડો ઘાસ ખાઈ રહ્યો હતો. ગધેડાની પાસે જઈ તેણે કહ્યું : “મામાજી! હું આપને પ્રણામ કરું છું. ઘણા દિવસે આપ દેખાયા. કેમ આટલા દુબળા પડી ગયા છો?”

ગધેડાએ જવાબ આપ્યો :“શું કહું ભાણા? ધોબી ઘણો

નિર્દય છે. એ મારા પર ઘણું વધારે વજન લાદી દે છે. મારે છે પણ ખરો. પેટપૂરતું ખાવાનું આપતો નથી. ધૂળમાં ઉગેલી આછી પાતળી ધરો ખાઈ જીવું છું.”

શિયાળે કહ્યું : “મામાજી! આ ત ે બહુ દુઃખની વાત કહી. જુઓ નદી કિન રે એક એવી સરસ જગા છે કે ત્યાં મરકત

મણિ જેવું લીલું છમ ઘાસ ઉગેલું છે. તમે ચાલો મારી સાથે.

ધરાઈને ઘાસ ખાજો.”

લંબકર્ણ બોલ્યો :“ભાણા! વાત તો તારી સાચી છે. પણ હું તો રહ્યું ગ મઠી જાનવર. જંગલનાં હિંસક જાનવરો મને ફાડી

ખાશે.”

“મામાજી! આમ ન બ ેલો. મારા બ હુબળથી એ જગ સુરક્ષિત છે. ત્યાં કોઇ પ્રવેશી શકે તેમ નથી, પણ આપની જેમ ધોબીથી દુઃખી થયેલી ત્રણ ગધેડીઓ ત્યાં રહે છે.

તેમણે મને તેમના માટે યોગ્ય પતિ શોધી કાઢવાનું કામ સોપ્યું છે. તેથી હું તમને ત્યાં લઇ જવા ઇચ્છું છું. ”

શિયાળની વાત સાંભળી ગધેડામાં કામવ્યથ જન્મી. તેણે કહ્યું : “જો એમ જ હોય ત ે તું આગળ ચાલ. હું તારી પાછળ પ છળ

“એ તમારે જોવાની જરૂર નથી. બસ, તમે તૈયારી કરી

કહ્યું છે કે, “સુંદર નિતંબવાળી સ્ત્રી સિવાય આ સંસારમાં બીજું કોઇ ઝેર કે અમૃત નથી. જેના સંગમાં રહીને જીવન કે વિરહ

પ્રાપ્ત કરીને મૃત્યુ પામી જવાય છે. વળી, સમાગમ કે દર્શન વિન

માત્ર જેનું નામ સાંભળતાં જ કામ ઉત્પન્ન થઈ જાય છે તેની પાસે જઈને જે બહેકી જતો નથી તે વિસ્મયને પાત્ર છે.”

શિયાળની પાછળ પાછળ ચાલતો ગધેડો સિંહની પાસે

પહોંચી ગયો. સિંહ ઘવાયેલો હતો. ગધેડાને જોઈ જેવો એ ઝપટ

મારવા ઊઠ્યો કે ગધેડો ભાગી જવા લાગ્યો. છતાં ભાગી જતા ગધેડાને સિંહે એક પંજો મારી દીધો. પણ સિંહનો એ પંજો વ્યર્થ ગયો. ગધેડો ત્યાંથી નાસી છૂટ્યો. શિયાળ ખૂબ જ ગુસ્ ો થઈ ગયો. તેણે કહ્યું : “અરે માલિક! આ તે કેવો પ્રહાર કર્યો કે ગધેડો પણ હાથમાંથી છટકી ગયો! તો હાથીની સામે તમે શી રીતે લડી શકશો? જોઈ લીધું તમારું કૌવત.”

સિંહ લજવાઈ ગયો. કહ્યું : “શું કહું ભાઈ. મેં હુમલો કરવાની તૈયારી જ કરી રાખી ન હતી. નહીં ત ે મારી તૈયારી હોય તો હાથી પણ છટકી ના શકે.”

શિયાળે કહ્યું : “ઠીક છે એકવાર ફરી હું ગધેડાને અહીં

લઈ આવું છું. તમે પૂરી તૈયારી કરી રાખજો.”

સિંહે કહ્યું :“હવે એ ગધેડો ફરીવાર અહીં આવે એમ હું

નથી માનત ે. જા, જઈને કોઈ બીજો શિકાર શોધી કાઢ.”

રાખો” તે શિયાળ બોલ્યો.

શિયાળ ગધેડાને શોધવા ચાલી નીકળ્યો. તેણે પેલી જ જગાએ ગધેડાને ચરતો જોયો. શિયાળ તેની પાસે ગયો. તેને જોઈને ગધેડો બોલ્યો :“ભાણા! તું મને લઈ ગયો હતો તો સુંદર જગાએ.

પણ હું તો ત્યાં મોતના મોંમાં ફસાઈ ગયો હતો. કહે તો

ખરો કે વજ્ર જેવા જેના ભયંકર હાથના પ્રહારથી હું બચી ગયો

હતો તે કોણ હતું?”

શિયાળે હસીને કહ્યું :“ભાઈ! તને આવતો જોઈ ગધેડી તને પ્રેમથી આલિંગન આપવા ઊભી થઈ હતી, પણ તું તે કાયરની જેમ ત્યાંથી ભાગી નીકળ્યો. હવે તારા વિના એ

ત્યાં રહી શકશે નહીં. તું જ્યારે ત્યાંથી ભાગવા લાગ્યો ત્યારે તેણે તને રોકી લેવા હાથ આડો કર્યો હતો. તો હવે ચાલ. તારે માટે તો એ

ભૂખે બેસી રહી છે જો તું નહીં આવે તો એ બિચારી ઝૂરી ઝૂૂરીને

મરી જશે. એ ત ે એમ કહે છે કે જો “લંબકર્ણ મને પત્ની તરીકે નહીં સ્વીકારે તો હું બળી મરીશ અથવા ડૂબી મરીશ. તેથી તું ચાલ. નહીં તો તને સ્ત્રી હત્યાનું ઘોર પાપ લાગશે. કહ્યું છે કે - તમામ પ્રકારની સંપત્તિ આપનાર કામદેવન પ્રતીક રૂપ

સ્ત્રીને છોડીને જે મૂર્ખ બીજાં મિથ્યા ફળોની શોધમાં આમતેમ

રખડે છે. તેમને મહારાજ કામદેવ ભારે શિક્ષા કરીને નિર્દયતાપૂર્વક

નાગા કરી દે છે. માથે જટાધારી બનાવી દે છે.”

શિયાળની વાતમાં ગધેડાને વિશ્વાસ બેઠો. લંબકર્ણ ફરી તેની સાથે ત્યાં જવા ચાલી નીકળ્યો. એમ ઠીક જ કહ્યું છે કે -

માણસ બધું જાણતો હોવા છતાં ભાગ્યનો ગુલામ થઈને નીચ કામો કરે છે. શું આ જગતમાં કોઈ નીચ કામ કરવાનું પસંદ કરે?”

જેવો લંબકર્ણ સિંહની પાસે પહોંચ્યો કે તરત જ તેણે પળનીય રાહ જોયા વગર મારી નાખ્યો. તેને મારી નાખ્યા પછી શિયાળને રખવાળી કરવા મૂકીને સિંહ સ્નાન કરવા નદી

તરફ ચાલ્યો ગયો. શિયાળ ભૂખ્યો થવાથી લાચાર થઈ ગધેડાનું કાળજું અને કાન ખાઈ ગયો. સ્ન ન, દેવપૂજા અને પિતૃતર્પણ પતાવીને સિંહ જ્યારે પાછો ફર્યો ત્યારે તેણે કાળજું અને કાન વગરન ગધેડાને જોયો. આ જોઈને સિંહને ગુસ્ ાો સતમા આસમાને પહોંચી ગયો. તેણે શિયાળને કહ્યું :“અરે નીચ! તેં આવું કામ કેમ કર્યું? આ ગધેડાન કાળજું અને કાન ખાઈ જઈને તેને કેમ એંઠો કરી દીધો? શિયાળે વિનયપૂર્વક જવાબ આપ્યો : “સ્વામી! આમ ન બોલશો. તમારા હાથમાંથી છટકી જવા છત ં એ ફરીવાર તમારી પાસે આવ્યો.” પછી

શિયાળની વાત પર વિશ્વાસ મૂકી સિંહે ગધેડાનું માંસ વહેંચીને ખાઈ લીધું. તેથી મેં કહ્યું હતું કે એકવાર આવીને અને ફરી સિંહન પરાક્રમને જોઈને વગેર...”

હે મૂર્ખ! તેં મારી સથે કપટ કર્યું છે. સચું બોલીને

યુધિષ્ઠિરની જેમ તેં મારું સત્યાનાશ વાળ્યું હતું. અથવા એ સાચું જ કહ્યું છે કે -

જે મૂર્ખ અને પખંડી માણસ પોતને સ્વાર્થ્ છોડીને સચું બોલે છે તે બીજા યુધિષ્ઠિરની જેમ અચૂક પોતાન સ્વાર્થથી પડી જાય છે.

મગરે પૂછ્યું : “એ કેવી રીતે?”

તેણે કહ્યું -

***

૩૫૮

૩૫૯

૩. ચાલાક કુંભારની વાર્તા

એક ગામમાં એક કુંભાર રહેતો હત ે.

એકવાર એ ઉત વળો ઉતાવળો ચાલતો હતો ત્યારે અજાણતાં એક તૂટી ગયેલા મોટા માટલાન ઠીંકરા પર પડ્યો. ઠીકરું ધારદાર હતું. તેના માથામાં તેથી ઊંડો અને લાંબો

ઘા પડ્યો. લોહીની ધારા વછૂટી. આખું શરીર લોહીથી લાલ લાલ થઈ ગયું.

તે ઊઠીને ઘેર પહોંચ્યો. યોગ્ય દવાદારૂ નહીં કરવાથી ઘા

વકર્યો. એકવાર કરમ સંજોગે મોટો દુકાળ પડ્યો. લોકો હેરાનપરેશાન થઈ ગયા. ભૂખના દુઃખને ટાળવા કુંભાર પરદેશ ચાલ્યો ગયો. પરદેશ જઈને તે કોઈક રાજાનો સેવક થઈ રહેવા

લાગ્યો.

રાજાએ કુંભારના માથ ઉપર પેલા ઘાની નિશાની

જોઈ. તેણે વિચાર્યુ કે, “નક્કી આ કોઈ શૂરવીર હોવો જોઈએ.”

આવું વિચારીને રાજાએ કુંભારને વિશેષ માનપાન આપ્યાં. બીજા રાજકુળના લોકો તેનું આવું વિશેષ સન્માન થતું જોઈ બળવા લાગ્યા.

થોડો સમય વીતી ગયો. રાજાની સામે યુદ્ધની નોબત આવીને ઊભી રહી. રાજાએ બધા રાજસેવકોની પરીક્ષા લેવાનું શરૂ કર્યું. મેદાનમાં હાથીઓ ઊભા રાખવામાં આવ્યા. ઘોડેસવારો

ઘોડા પર ચક્કર લગાવવા લાગ્યા. હાકલા-પડકારા શરૂ થયા. રાજાએ પેલા કુંભારને એકાંતમાં બોલાવી પૂછ્યું : “હે

રાજપુત્ર! તમારું ન મ શું છે? તમે કઈ જાતિન છો? કયા

ભયંકર યુદ્ધમાં તમારા માથા ઉપર આ ભયંકર ઘા પડ્યો હતો?”

કુંભારે જવાબ આપ્યો :“દેવ! આ કોઈ હથિયારનો ઘા નથી. મારું નામ યુધિષ્ઠિર છે. જાતનો હું કુંભાર છું. એક દિવસ દારૂ પી જવાથી ભાન ભૂલેલો હું તૂટી ગયેલા માટલાના

મોટા ધારદાર ઠીકરા ઉપર પડી ગયો હતો. તેના ઘાની આ નિશાની છે.”

આ સાંભળી રાજાને ક્રોધની સાથે સંકોચ થયો. તે બેલ્યો : “અરે! આ નીચને રાજબીજ માની હું છેતરાઈ ગયો. એન હાથમાં બેડીઓ પહેરાવી હદપાર કરી દો.”

સિપાઈઓએ કુંભારના હાથમાં બેડીઓ પહેરાવી તેને

દેશનિકાલ કરવાની તૈયારી કરી ત્યારે તેણે કહ્યું : “દેવ! આવી

આકરી સજા કરતા પહેલાં એકવાર મારા યુદ્ધ કૌશલ્યને તો જોઈ લ્યો.”

રાજાએ કહ્યું : “તું ભલે સર્વગુણસંપન્ન હોય તો પણ અત્યારે અહીંથી ચાલ્યો જા. કહ્યું છે કે -

હે પુત્ર! તું ભલે શૂરવીર હોય, વિદ્વાન હોય કે સુંદર હોય, પણ તું જે કુળમાં જન્મ્યો છે તે કુળમાં હાથીને મારવામાં આવતો નથી.”

કુંભારે પૂછ્યું :“એ શી રીતે?”

રાજાએ કહ્યું -

***

હતાં.

૪. સિંહ અને સિંહણની વાર્તા

એક હતું જંગલ.

એ જંગલમાં એક સિંહ અને સિંહણ દંપતી સુખેથી રહેતં

સમય જતાં સિંહણે બે બચ્ચાંને જન્મ આપ્યો.

સિંહ દરરોજ જંગલી જાનવરોને મારીને સિંહણને ખાવા

આપતો.

એક દિવસ સિંહના હાથમાં કોઈ શિકાર આવ્યો નહીં. શિકારની શોધ

કરવામાં દિવસ આખો વીતી ગયો. સાંજ પડવા આવી હતી. તે નિરાશ થઈ તેના

રહેઠાણ તરફ પાછો ફરી રહ્યો હતો ત્યારે તેની નજર એક શિયાળના નવજાત

બચ્ચા પર પડી.

સિંહે તેને બચ્ચું જાણીને કશી ઈજા ના થાય તે રીતે મોંઢામાં

ઊંચકી લીધું અને લઈ જઈને સિંહણને આપ્યું. સિંહણે પૂછ્યું :

૨૨૮

“નાથ! શું આજે મારે માટે કોઈ ભોજન લાવ્યા નથી?”

સિંહે તેની પત્નીને કહ્યું :“પ્રિયે! આજે આ શિયાળન બચ્ચા સિવાય બીજું કશું હાથ લાગ્યું નથી. મેં તેને બચ્ચું જાણીને

માર્યું નથી. વળી તે આપણી જાતિનું પણ છે. કેમકે કહ્યું છે કે -

સ્ત્રી, બ્રાહ્મણ, સન્યાસી અને બાળક - આ ચારને કદી

મારવાં જોઈએ નહીં.

છતાં આજે આ બચ્ચાને ખાઈને તારી ભૂખ સંતોષવી

પડશે.કાલે સવારે કોઈ મોટો શિકાર લઈ આવીશ.”

સિંહણે કહ્યું : “નાથ! બાળક જાણી તમે એને જીવતું રહેવા દીધું તો પછી હું શી રીતે એને મારું? કહ્યું છે કે -

જીવ ઉપર સંકટ આવે ત ે પણ અયોગ્ય કામ કદી કરવું જોઈએ નહીં અને કરવા જેવા કામને છોડી દેવું જોઈએ નહીં. એ જ સનાતન ધર્મ છે. હવે મારો ત્રીજો પુત્ર

ગણાશે.

પછી તો સિંહણ શિયાળના બચ્ચાને તેનું ધાવણ ધવડાવીને ઉછેરવા લાગી. જોતજોતામાં એ હષ્ટપુષ્ટ અને મોટું થઈ ગયું. પછી તો એ ત્રણેય બચ્ચાં હળીમળીને રહેવા લાગ્યાં.

થોડાક દિવસો વીત્યા. એક દિવસ એક હાથી ફરતો ફરતો ત્યાં આવી ચઢ્યો. તેને જોઈને સિંહનં બે બચ્ચાં ગુસ્ ો થઈ તેની સામે દોડી ગયાં. તેમને હાથીની સામે જતાં જોઈ શિયાળના બચ્ચાએ કહ્યું : “અરે! હાથી ત ે આપણા કુળને મોટો દુશ્મન ગણાય. તેની સામે તમારે બાથ ભીડવી જોઈએ નહીં.” આમ

કહી શિયાળનું બચ્ચું તેમન રહેઠાણ તરફ ચાલ્યું ગયું. મોટાભાઈને આમ ભાગી જતા જોઈ સિંહણનાં બચ્ચાં હતાશ અને નિરાશ થઈ ગયાં. કહ્યું છે કે -

“ધીરજવાન અને શૂરવીરની હાજરીમાં યુદ્ધમાં આખા

સૈન્યનો જુસ્સે ઓર વધી જાય છે. તેથી ઊલટું એક ભાગી જવા

લાગતાં આખી સેના ભાગી જાય છે.”

પછી સિંહનાં બંન્ને બચ્ચાં ઘેર આવીને હસતાં હસતાં તેમના મોટાભાઈના ચાળા પાડવા લાગ્યાં. શિયાળનું બચ્ચું હાથીને જોઈ શી રીતે ઊભી પૂંછડીએ ભાગ્યું હતું તે પણ બતાવ્યું.

આ સાંભળી-જોઈ શિયાળનું બચ્ચું ગુસ્સે થઈ ગયું. એનો નીચલો હોઠ ધ્રુજવા લાગ્યો. આંખો લાલ થઈ ગઈ. ભવાં તંગ થઈ ગયાં. તે સિંહણનાં બે બચ્ચાંને ધમકાવતાં ગમે તેમ બોલવા

લાગ્યું.

સિંહણે તેને એકાંતમાં લઈ જઈ સમજાવતાં કહ્યું : “બેટા! તું એમની સાથે જીભાજોડી કરીશ નહીં. એ બંન્ને તારા

ભાઈઓ છે.” સિંહણની વાત સાંભળી તે વધુ ક્રોધિત થઈ કહેવા

લાગ્યું :“મા! શું હું પરાક્રમ, સૈંદર્ય, વિદ્યાભ્યાસ, ચતુરાઈ વગેરે બાબતોમાં તે બે કરતાં ઉતરતો છું તે તેઓ મારી મશ્કરી કરે છે? હું એ બંન્નેને મારી નખીશ.”

આ સાંભળી સિંહણે તેને બચાવવાની ઈચ્છાથી હસીને

કહ્યું :“બેટા! તું બધી રીતે સંપૂર્ણ છે. પણ તું જે કુળમાં જન્મ્યો

છે તે કુળમાં હાથીને મારવામાં આવતો નથી. તું બરાબર જાણી

લે કે તું મારું નહીં, પણ શિયાળનું બચ્ચું છે. મેં તો તને મારું દૂધ પીવડાવી ઉછેર્યું છે. માટે તું હમણાં જ અહીંથી ભાગી જઈ તારી જાતિનાં શિયાળ સાથે ભળી જા. નહીં તો આ બંન્ને તને મારી ન ખશે.” સિંહણની વાત સાંભળતાં જ શિયાળનું બચ્ચું ગભરાઈ

ગયું. તે ત્યાંથી નાસી છૂટ્યું અને તેના જાતભાઈઓ સાથે ભળી ગયું.

૫. બ્રાહ્મણ અને બ્રાહ્મણીની વાર્તા

“ત ે હે યુધિષ્ઠિર! રાજકુમારો તને કુંભાર તરીકે ઓળખી

લે તે પહેલાં અહીંથી નાસી જા. નહીં તો એ બધા તને મારી

ન ખશે.”

આ સંભળી કુંભાર તરત જ ભાગી છૂૂટ્યો. તેથી હું કહું છું કે જે મૂર્ખ પખંડી સ્વાર્થ્ છોડીને... વગેરે. મૂર્ખ પત્નીને લીધે પાપકર્મ કરવા તૈયાર થઈ ગયેલા તને ધિક્કાર છે. સ્ત્રીઓનો ક્યારેય

કોઈ રીતે વિશ્વાસ કરવો જોઈએ નહીં. કહ્યું છે કે જેને

માટે કુળનો ત્યાગ કર્યો, અડધું જીવન હારી ગયો તે સ્ત્રી હવે તને

છોડી રહી છે. ભલા! આવી સ્ત્રીઓનો કોણ વિશ્વાસ કરશે?

મગરે પૂછ્યું : “એ કેવી રીતે?”

વાનરે કહ્યું -

***

એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે તેની પત્નીને

ખૂબ પ્રેમ કરતો હતો. તેની પત્ની રોજ ઘરવાળાં સાથે ઝઘડા કર્યા કરતી હતી. બ્રાહ્મણથી તેનો કંકાસ સહન થતો નહીં. પણ સ્નેહવશ તે તેને કશું કહી શકે એમ હત ે નહીં. તેથી તે બ્રાહ્મણીને

લઈ ઘર છોડી પરદેશ ચાલ્યો ગયો.

રસ્તામાં ઘોર જંગલ આવ્યું. બ્રાહ્મણીએ કહ્યું : “નાથ! તરસથી મારું ગળું સુકાય છે. ગમે ત્યાંથી મને પાણી લાવી આપો.”

પત્નીની વાત સાંભળી તે બ્રાહ્મણ પાણી લેવા ચાલ્યો ગયો. પાણી લઈ તે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે તેની પત્ની

મૃત્યુ પ મી હતી. પછી તો તે જોરજોરથી રડવા લાગ્યો તે રડતો હતો ત્યારે તેણે આકાશવાણી થતી સાંભળી - “હે બ્રાહ્મણ!

રડવાથી શું વળશે? જો તારે તારી પત્નીને પુનઃ જીવતી જોવી હોય તો તું તરા આયુષ્યમાંથી અડધું તેને આપી દે.”

આકાશવાણી સાંભળી બ્ર હ્મણે સ્નાન કરી ઈશ્વરનું સ્મરણ કરીને ત્રણવાર પ્રતિજ્ઞા કરી તેનું અડધું આયુષ્ય તેની પત્નીને આપી દીધું. હવે બ્રાહ્મણી જીવતી થઈ. બ્રાહ્મણ આનંદ

પામ્યો. પછી બંન્ને ફળાહાર કરી પાણી પી આગળ ચાલતાં થયાં. ચાલતાં ચાલતાં તેઓ છેવટે એક નગરમાં પહોંચી ગયાં. ત્યાં એક ફૂલવાડીમાં આશરો લઈને બ્રાહ્મણે તેની પત્નીને કહ્યું : “પ્રિયે! જ્યાં સુધી ભોજન લઈ પાછો ના આવું ત્યાં સુધી તું અહીં જ બેસી રહેજે.” આમ કહીને બ્ર હ્મણ ભોજન લેવા નગરમાં ચાલ્યો ગયો.

આ ફૂલવાડીમાં એક અપંગ કૂવા ઉપરન રેંટ સાથે રમત કરતો કરતો મનોહર ગીત ગણગણી રહ્યો હતો. તેનું ગીત સંભળી બ્રાહ્મણી કામુક થઈ ગઈ. તેણે પેલા અપંગને કહ્યું :“તું

મારી સાથે કામક્રીડા નહીં કરું તો તને સ્ત્રી હત્યાનું પાપ

લાગશે.” અપંગ માણસે કહ્યું :“મારા જેવા પાંગળા સાથે રતિક્રીડા કરીને તને શું મળશે?” બ્રાહ્મણીએ કહ્યું :“એ જણાવવાથી શો લાભ? હું તો તારી સાથે કામસુખ ભોગવીશ જ.” છેવટે પાંગળાએ બ્રાહ્મણી સાથએ કામસુખ માણ્યું. કામવાસના સંતોષાયા પછી બ્રાહ્મણીએ કહ્યું :“આજથી હું તને સદાને માટે મારું હૃદય સોંપું છું. તું પણ હવે અમારી સાથે ચાલ.” પાંગળાએ કહ્યું : ૨૩૮

“ઠીક છે.”

બ્રાહ્મણ ભોજન લઈ નગરમાંથી પાછો ફર્યો અને બ્રાહ્મણીની સાથે ભોજન કરવા બેઠો. બ્રાહ્મણીએ કહ્યું : “આ અપંગ ભૂખ્યો છે. તેને પણ કંઈક ખાવાનું આપો.” બ્રાહ્મણે

અપંગને થેડું ખાવાનું આપ્યું પછી બ્રાહ્મણીએ કહ્યું :“સ્વામી! તમે એકલા જ છો તમે બહારગ મ ચાલ્યા જાઓ છો ત્યારે હું એકલી પડી જાઊં છું. મારી સાથે વાતચીત કરનારું કોઈ

હોતું નથી. તેથી આ અપંગને સાથે લઈ લઈએ તો સારું.” બ્રાહ્મણે કહ્યું :“વહાલી! આ અપંગનો ભાર મારાથી શી રીતે વેંઢારાશે?” બ્ર હ્મણીએ કહ્યું :“એક પેટીમાં આને બેસાડી હું ઊંચકી લઈશ.”

બ્રાહ્મણે તેની પત્નીની વાત સ્વીકારી લીધી.

પછી બ્રહ્મણી અપંગને પેટીમાં બેસાડી ચાલવા લાગી. બીજે દિવસે તેઓ એક કૂવા પાસે થાક ખાવા બેઠાં. અપંગને મોહી પડેલી બ્રાહ્મણીએ આ વખતે તેના પતિને

કૂવામાં ધકેલી દીધો. અને અપંગને લઈ કોઈક નગર તરફ ચાલતી થઈ.

નગરના પ્રવેશદ્વાર પર નગરના અધિકારીઓએ તેને જોઈ. તેમના મનમાં શંકા ગઈ. તેમણે બ્રાહ્મણી પાસેથી પેટી છીનવી લીધી. પેટી ઊઘાડી જોયુ તો તેમાં તેમણે એક અપંગને

બેઠેલો જોયો.

બ્ર હ્મણી રડતી-કૂટતી રાજા પાસે ગઈ. તેણે કહ્યું :“આ

અપંગ મારો પતિ છે. તે રોગથી દુઃખી છે. ઘરના લોકોએ તેને

ખૂબ દુઃખી કર્યો હતો. તેથી પ્રેમવશ હું તેને માથા પર ઉપાડી શરણ શોધવા આપન નગરમાં આવી છું.”

રાજાએ કહ્યું :“બ્ર હ્મણી આજથી તું મારી બહેન છું. હું

તને બે ગામ ભેટ આપું છું. તું તરા પતિ સથે સુખેથી રહે.” પેલી બાજુ બ્રાહ્મણને કોઈક સાધુએ કૂવામાંથી બહાર

કાઢી બચાવી લીધો હતો. તે પણ ફરતો ફરત ે આ જ રાજાના

નગરમાં આવી ગયો. તેને જોઈ પેલી નીચ તેની પત્નીએ રાજા પાસે જઈ ફરિયાદ કરતાં કહ્યું કે - “રાજન્‌! મારા પતિનો એક દુશ્મન અહીં પણ આવી ગયો છે. ત ે કૃપ કરી અમને બચાવી

લો.”

રાજાએ રાજસેવકોને તેને મારી નાખવા હુકમ કર્યો. હુકમ સ ંભળી બ્રાહ્મણે કહ્યું : “માલિક! આપન ે હુકમ

હું માથે ચઢાવું છું. પણ આ સ્ત્રીએ મારી કેટલીક વસ્તુઓ લીધી

છે. કૃપ કરીને મારી વસ્તુઓ મને પાછી અપાવો.”

રાજાએ કહ્યું : “બહેન! જો તેં આની કોઈ વસ્તુ લીધી હોય તો પાછી આપી દે.”

બ્રાહ્મણીએ કહ્યું :“મહારાજ! મેં આની કોઈ વસ્તુ લીધી

રાજાની બીકથી તરત જ પ્રતિજ્ઞાપૂર્વક આપવામાં આવેલું અડધું આયુષ્ય બ્રાહ્મણને પાછું આપવા તે તૈયાર થઈ ગઈ. બ્ર હ્મણીએ કહ્યું : “રાજન્‌! એમણે મને પ્રતિજ્ઞ પૂર્વક એમનું

અડધું જીવન આપ્યું છે તે વાત સાચી છે.” આટલું બોલતામાં તો તેનો જીવ નીકળી ગયો.

આ જોઈ રાજાને આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું : “ભાઈ!

આ શો ચમત્કાર છે?”

બ્રાહ્મણે રાજાને પૂરી હકીકત કહી સંભળાવી. તેથી હું કહું છું કે, જેને માટે પરિવારનો ત્યાગ કર્યો, અડધું જીવન ત્યાગી દીધું... વગેરે.

વાનરે કહ્યું : “સ્ત્રીઓના કહેવાથી માણસ શું નથી આપી દેતો અને શું નથી કરતો? ઘોડો ન હોવા છતાં પણ જ્યાં હણહણાટી કરવામાં આવે છે. તે ઉત્સવમાં માથું મુંડાવી દેવાયું.”

મગરે કહ્યું : “એ શી રીતે?”

વાનરે કહ્યું -

***

નથી.”

બ્રહ્મણે કહ્યું : “મેં ત્રણવાર પ્રતિજ્ઞ કરીને મારું અડધું

આયુષ્ય તેને આપ્યું છે, તે મને પાછું આપી દે.”

થોડાક દિવસો વીતી ગયાં. એક દિવસ ખુદ રાજા

૬. નંદરાજાની વાર્તા

નંદ નામનો એક મહાપરાક્રમી રાજા હતો. તેની શૂરવીરત અને સેનાની ચર્ચા ચારેતરફ થતી હતી અનેક રાજાઓએ તેનું શરણું સ્વીકાર્યું હતું. તેનો મુખ્ય સચિવ વરરુચિ સર્વશાસ્ત્રોનો જાણકાર અને મહાબુદ્ધિશાળી હતો.

આ વરરુચિની પત્ની એકવાર વાતવાતમાં રીસાઈ ગઈ. વરરુચિ તેને ખૂબ પ્રેમ કરતો હતો. તેણે પત્નીને મનાવવાના

ઘણા પ્રયત્નો કર્યા પણ તે રાજી થઈ નહીં. ત્યારે વરરુચિએ તેને

પૂછ્યું :“હે પ્રિયે! હવે જે ઉપાય કરવાથી તું પ્રસન્ન થઈ જાય એ ઉપાય જાતે જ બતાવ. હું ચોક્કસ તારા કહ્યા પ્રમાણે કરીશ જ. ત્યારે ઘણીવાર પછી તેણે મોં ખોલ્યું. કહ્યું :“જો તમે માથું

મુંડાવી પગમાં પડો તો હું રાજી થાઉં. વરરુચિએ તેન કહ્યા પ્રમાણે કર્યું. તેથી ફરી તે પ્રસન્ન થઈ ગઈ.”

નંદની પત્ની પ્રેમકલહમાં રીસાઈ બેઠી. રાજાના હજાર પ્રયત્નો કરવા છતાં તે પ્રસન્ન ના થઈ તે ના જ થઈ. નંદે તેને પૂછ્યું :“કલ્યાણી! તારા વિના એક ક્ષણ માટે જીવવું દોહ્યલું થઈ ગયું છે. હું તરા પગમાં પડી તને ખુશ કરવા ઈચ્છું છું.”

નંદની પત્નીએ કહ્યું :“તમે મોંઢામાં લગ મ ન ખી દો. પછી હું તમારી પીઠ ઉપર બેસી જાઊં. ત્યારે તમે દોડતા ઘોડાની જેમ હણહણાટ કરો તો જ હું તમારી પર પ્રસન્ન થાઉં.”

નંદરાજાએ પત્નીના કહેવા પ્રમાણે કર્યું.

બીજે દિવસે વહેલી સવારે નંદરાજા સભા ભરી બેઠા

હતા. ત્યારે તેમનો મંત્રી વરરુચિ ત્યાં આવ્યો. તેને બોડે માથે આવેલો જોઈને રાજાએ પૂછ્યું : “વરરુચિજી! આપે કયા પવિત્ર પર્વ ઉપર માથે મુંડન કરાવ્યું છે?”

વરરુચિએ જવાબ આપ્યો : “સ્ત્રીઓની હઠ સામે લોકો શું શું નથી કરતા? સ્ત્રીના કહેવાથી ઘોડો ન હોવા છતાં હણહણાટ કરવો પડે છે. એ જ ઉત્સવમાં મેં પણ માથે

મુંડન કરાવ્યું છે.”

તેથી હે દુષ્ટ મગર! તું પણ નંદરાજા અને વરરુચિની જેમ

સ્ત્રીનો ગુલામ છે. મારી પાસે આવી તેં મને મારી નાખવાનો ઉપાય વિચાર્યો હતો. પણ તેં તારે મોંઢે જ તારો ઈરાદો જાહેર કરી દીધો. એ ઠીક કહ્યું છે કે -

પોતની જ વાણીના દોષને લીધે પોપટ અને મેનને બાંધી શકાય છે, બગલાને

નહીં. માટે ચૂપ રહેવામાં જ ભલાઈ છે.”

વળી -

“ખૂબ સારી રીતે સુરક્ષિત અને ગુપ્ત હોવા છતાં પણ પોતાના ભયંકર શરીરને દેખાડનારો, વાઘનું ચામડું ઓઢેલો ગધેડો તેના ભૂંકવાને કારણે માર્યો ગયો.”

મગરે કહ્યું : “એ કેવી રીતે?”

વાનરે કહ્યું : -

***

૭. વાઘનું ચામડું ઓઢલા ગધેડાની વાર્તા

કોઈ એક ગામમાં શુદ્ધપટ નામનો ધોબી રહેતો હતો. તેની પસે એક ગધેડો હતે. પૂરતું ખાવાનું નહીં મળવાને લીધે તે દુબળો પડી ગયો હતો. ઓછી કમાણીને લીધે ધોબી ગધેડાને પૂરતો ખોરાક આપી શકતો ન હતો. એક દિવસ જંગલન રસ્તેથી પસાર થતાં ધોબીએ એક મરેલો વાઘ જોયો. તેણે વિચાર્યું કે - “આ વાઘનું ચામડું ઉતારી લઈ હું મારા ગધેડાને ઓઢાડી દઈશ, અને રાતના સમયે તેને લીલા મોલથી લચી પડેલાં

ખેતરોમાં છોડી દઈશ. વાઘ માનીને ખેડૂતો તેમનાં ખેતરોમાંથી તેને બહાર હાંકી કાઢવાની હિંમત કરશે નહીં.”

ધોબીએ વાઘનું ચામડું ઉતારી લઈ ગધેડાને ઓઢાડી

દીધું. હવે રાત્રે ગધેડો ખેડૂતોનાં ખેતરોમાં પેસી જઈ મઝાથી

લીલો પાક ખાવા લાગ્યો. સવાર થતાં ધોબી પાછો તેને ઘેર

હાંકી લાવતે. આમ ઘણા દિવસે વીતી ગયા ત્યારે ગધેડો ફરી હષ્ટપુષ્ટ બની ગયો. હવે તેને કાબૂમાં રાખવો ધોબી માટે વસમું થઈ પડ્યું.

એક દિવસની વાત છે. વાઘના ચામડાથી ઢંકાયેલો આ

ગધેડો મઝાથી ખેતરનો ઊભો પાક ખાઈ રહ્યો હતો. તેણે એકાએક દૂરદૂરથી આવતો ગધેડીના ભૂંકવાનો અવાજ સાંભળ્યો, બસ, પછી તો શું કહેવાનું! ભૂંકવાનો અવાજ સાંભળી તેનાથી રહેવાયું નહીં. તેણે જોરજોરથી ભૂંકવા માંડ્યું.

તેને ભૂંકતો જોઈ ખેતરના રખેવાળોને ભારે નવાઈ

લાગી. અરે! વાઘ ગધેડા જેવું ભૂંકે છે? તેમન મનમાં સહજ શંકા ગઈ. હિંમત કરી તેની નજીક જઈ ધારી ધારીને તેઓએ જોયું. ત્યારે તેમને ખબર પડી કે ખરેખર તે વાઘ નહીં, પણ

વાઘના ચામડા નીચે છુપાયેલો ગધેડો હતો. પછી રખેવાળોના ગુસ્ ાનું તે પૂછવું જ શું! તેમણે લાકડીઓન ઉપરા ઉપરી ઘા કરી ગધેડાને ભોંય ભેગો કરી દીધો. થોડીવાર તરફડિયાં મારીને અંતે તે મૃત્યુ પમ્યો.

તેથ્ી હું કહું છું કે, “સારી રીતે સુરક્ષિત્ અને ગુપ્ત રહેવા છતાં પણ. .” વગેરે.

વાનર સાથે મગર આવી વાત કરી રહ્યો હતો ત્યારે ત્યાં એક બીજા જલચર આવીને કહ્યું : “ભાઈ, મગર! ઘેર તારી પત્ની ઉપવાસ કરી રહી હતી, તે તારી રાહ

જોઈને તારા પ્રેમની

મારી મરી ગઈ છે.”

વજ્રપાત જેવી જલચરની વાત સાંભળી મગર દુઃખી દુઃખી થઈ ગયો. બોલ્યો :“અરે! જેવા અભાગિયાનું સત્યનશ વળી ગયું. કહ્યું છે કે -

જેના ઘરમાં મા અને પ્રિય બોલનાર પત્ની ના હોય તેણે

જંગલમાં ચાલ્યા જવું જોઈએ. કારણ કે મા અને પત્ની વગરનું

ઘર, ઘર નહીં, પણ જંગલ છે.

હે મિત્ર! મને માફ કરજે. મેં તારી સાથે ઘોર અપરાધ કર્યો છે. હવે હું સ્ત્રીના વિરહમાં આગમાં બળી જઈ મારો પ્રાણ કાઢી દઈશ.”

વાનરે હસીને કહ્યું :“મને તો પહેલેથી જ ખબર હતી કે

તું તો સ્ત્રીનો ગુલામ છે. તારા પર સ્ત્રીને હુકમ ચાલતો હતો.

પ્રસન્ન થવાને બદલે તું દુઃખી થઈ રહ્યો છે એ જ એનો પુરાવો છે. ખરેખર તો આવી દુષ્ટ સ્ત્રીનું મોત થવાથી તો તરે ખુશ થવું જોઈએ. કહ્યું છે કે -

દુષ્ટ ચારિત્ર્યવાળી અને ઝઘડાખોર સ્ત્રીને બુદ્ધિમાની

લોકો પાપ ગણાવે છે. તેથી આવી સ્ત્રીઓથી ચેતીને ચાલવું જોઈએ. આવી સ્ત્રીઓ વિચિત્ર હોય છે. તેમન હૃદયમાં જે હોય છે તે જીભ પર નથી આવતું અને જે જીભ પર આવે છે તે

હૃદયમાં નથી હોતું. આવી સ્ત્રીઓ પાછળ ફના થઈ ના ગયો હોય એવો છે કોઈ આ દુનિયામાં? આવી સ્ત્રીઓ સ્વભાવથી જ અંદરથી ચણોઠીનાં બીજની જેમ ઝેરી હોય છે અને

બહારથી

પુરુષને લલચાવનારી હોય છે. આવી સ્ત્રી લાકડીથી મારવા છતાં, હથિયારોથી કાપવા છતાં, રૂપિયા આપવા છતાં કે આજીજી કરવા છતાંય વશ થતી નથી. મૂર્ખ માણસ આવી

સ્ત્રીમાં પ્રેમ, સદ્‌ભાવ, કોમળતા અને રસને શોધતો ફરે છે.”

મગરે કહ્યું : “મિત્ર! તારી વાત સાચી હશે, પણ હું શું કહું? મારે માટે તો બે-બે અનર્થ થઈ ગયા. એક તો ઘર ઊજડી ગયું અને બીજું, તારા જેવા મિત્ર સાથે મન ખાટું થઈ

ગયું.

ભાગ્ય વાંકુ થ ય ત્યારે આમ જ થ ય છે, કેમકે કહ્યું છે કે - જેટલો હું જ્ઞની છું તેનથી બમણો જ્ઞાની તું છે. હે

નાગી! તું શું જોઈ રહી છે, એ તારો નથી તો આશિક કે નથી

તો તારો પતિ.”

વાનરે કહ્યું : “એ કેવી રીતે?”

મગર બોલ્યો -

***

૨૫૯

૮. વૃદ્ધ પતિ અને બદચલન પત્નીની વાર્તા

એક ગામમાં એક ખેડૂત અને તેની પત્ની રહેતાં હતં.

ખેડૂત વૃદ્ધ થઈ ગયો હતો. પત્ની જુવાન હતી.

પતિ વૃદ્ધ થઈ ગયો હોવાથી સદા મનમાં પરાયા પુરુષનું ધ્યાન ધરતી હતી. ઘર હવે તેને જાણે બચકાં ભરતું હતું. તે પરાયા પુરુષને શોધવા ઘરની બહાર ફરતી રહેતી હતી.

એક દિવસ તેને એક ઠગે જોઈ લીધી. તેણે ખેડૂતની પત્નીને ઈશારાથી એકાંતમાં બોલાવી કહ્યું : “સુંદરી! મારી પત્ની અવસ ન પામી છે. હું પ્રેમ માટે ઝૂર્યા કરું છું. તને જોઈને

મારામાં કામવેદના ઉત્પન્ન થઈ છે. તારા શરીરને ભોગવવા દઈ

મને કામપીડામાંથી મુક્ત કર. જિંદગીભર હું તારો અહેસાનમંદ

રહીશ.”

ત્યારે બદચલન સ્ત્રીએ કહ્યું :“હે પ્રિય! મારા પતિ પાસે

અપાર ધન છે. તે ઘરડો થઈ ગયો છે. ચાલવાની પણ તેનામાં શક્તિ રહી નથી. તેનું બધું ધન લૂંટી લઈ હું તમારી સાથે આવવા તૈયાર છું.”

ઠગ બોલ્યો : “વાહ! સુંદરી! તેં તો મારા મનની વાત

કહી. કાલે સવારે તું જલ્દી અહીં આવી જજે. આપણે અહીંથી દૂર ક્યાંક ચાલ્યાં જઈને આપણા જીવન સફળ કરી દઈશું.”

“ભલે.” કહેતી ખેડૂતની સ્ત્રી ઘર તરફ ચાલતી થઈ.

રાત્રે પતિ ઘસઘસાટ ઊંઘતો હતો ત્યારે બધું ધન સમેટી

લઈ. તેનું પોટલું વાળી સવાર થતંમાં પેલા ઠગે બતાવેલ જગાએ જવા નીકળી ગઈ. પેલો ઠગ તો ત્યાં પહેલેથી જ ઊભો હતો. પછી બન્ને ત્યાંથી સાથે ભાગી નીકળ્યાં.

થોડુંક ચાલ્યા પછી રસ્તામાં આડી નદી આવી. નદી જોઈને ઠગે વિચાર્યું : “આ બદચલન સ્ત્રીને સથે લઈને હું શું કરીશ! એના કરતાં એનું બધું ધન લઈને ચાલ્યા જવામાં

ભલાઈ છે.” આમ વિચારીને તેણે પેલી ખેડૂતની પત્નીને કહ્યું :“પ્રિયે! નદી પાર કરવી અઘરી છે. તો પહેલાં આ ધનનું પેટલું હું સામે પાર મૂકી આવું. પછી પ છો આવી તને મારે ખભે બેસાડી તરીને સહેલાઈથી તને સમે કિનારે લઈ જઈશ.”

તેણે કહ્યું : “ભલે. એમ જ કરો.”

ધનનું પોટલું તેણે ઠગને આપી દીધું. ઠગે કહ્યું : “હે

સુંદરી! તરી સાડી અને ચાદર પણ મને આપી દે. જેથી પાણીમાં

કશા અવરોધ વગર તને લઈને તરવામાં મને મુશ્કેલી ના પડે.”

ખેડૂતની પત્નીએ તેને સાડી અને ચાદર આપી દીધાં. ઠગ તેનાં વસ્ત્રો અને ધન લઈ સામે પાર ચાલ્યો ગયો.

ત્યાંથી તે પાછો ફર્યો નહીં. પેલી સ્ત્રી નદી કિનારે લજવાઈને

બેસી રહી.

થોડીવાર પછી એક શિયાળ મોંઢામાં માંસનો ટુકડો લઈ

ત્યાં આવ્યું. તેણે પાણીની બહાર આવી બેઠેલી એક મોટી

માછલી જોઈ. શિયાળ માંસનો ટુકડો નીચે ન ખી દઈ માછલી

પકડવા કૂદી. આ દરમ્યાન એક ગીધ ઊડતું ઊડતું આવી પેલો

માંસનો ટુકડો લઈ ચાલ્યું ગયું. માછલી પણ શિયાળને તરાપ

મારતું જોઈ પ ણીમાં કૂદી પડી.

શિયાળ નિરાશ થઈ માંસનો ટુકડો લઈ ઊડી જતા ગીધને જોઈ રહ્યું હતું ત્યારે તે નિર્વસ્ત્ર ખેડૂત પત્નીએ હસીને કહ્યું

“હે શિયાળ! ગીધ માંસનો ટુકડો લઈ ઊડી ગયું. માછલી પણ પાણીમાં કૂદી પડી. તારા હાથમાંથી બંન્ ો ચાલ્યાં ગયાં. હવે તું શું જોઈ રહી છું?”

આ સાંભળીને પતિ, ધન અને આશિક વગરની નગ્ન

સ્ત્રીને જોઈ શિયાળે કહ્યું : -

“હે નગ્ન સ્ત્રી! મારા કરતાં તું બમણી ચાલાક છે. તારો

પતિ પણ ચાલ્યો ગયો અને આશિક પણ. હવે તું શું તાકી રહી

છે?”

મગર આવી વાત કરી રહ્યો હતો ત્યાં જ બીજા જલચરે

ના પાડી છે છતાં તું કેમ આવ્યો? તરા જેવા મૂર્ખને હવે હું કોઈ સલાહ આપવા નથી માગતો.”

ત્યાં આવી કહ્યું :“ભાઈ! તારા ઘરમાં એક બળવાન બીજા મગરે કબજો જમાવ્યો છે.” આ સાંભળી મગર મનમાં દુઃખી થયો અને કબજો જમાવી બેઠેલા બીજા મગરને બહાર

તગેડી મૂકવાનો ઉપાય વિચારવા લાગ્યો. તેણે નિરાશ થઈ કહ્યું -

મિત્ર પણ દુશ્મન બની ગયો, પ્યારી પત્ની મૃત્યુ પામી,

ઘર ઉપર બીજા મગરે કબજો જમાવી દીધો. હવે બીજું શું શું નહીં થાય?!”

અથવા ઠીક તો કહ્યું છે કે -

વાગેલામાં વારંવાર વાગતું જ રહે છે. ખાવાનું ખાવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. એક વિપત્તિ આવ્યા પછી વિપત્તિઓની વણઝાર શરૂ થઈ જાય છે.

હવે મારે શું કરવું? તેની સાથે ઝઘડો કરું કે તેને સમજાવીને બહાર કાઢી મૂકું! આ બાબતમાં મારે મારા શ્રેષ્ઠ મિત્ર વાનરની સલાહ લેવી જોઈએ.”

“આમ વિચારી જાંબુન ઝાડ નીચે જઈ તેણે ઉપર બેઠેલા તેના મિત્ર વાનરને પૂછ્યું :“મિત્ર! મારું ઘર એક બળવાન મગરે પચાવી પ ડ્યું છે. હવે હું શું કરું? હવે કયો ઉપાય

અજમાવું? તું

મને સલાહ આપ.”

વાનરે કહ્યું :“હે નીચ! કપટી! મેં તને અહીં આવવાની

મગર બોલ્યો :“હે મિત્ર! ખરેખર તો હું તારો ગુનેગાર છું. પણ આપણી મિત્રતાને યાદ કરી તું મને યથાયોગ્ય સલાહ આપ.”

વાનરે જવાબ આપ્યો :“હું તારી સાથે વાત કરવા નથી

માગતો. તું તો એક સ્ત્રીની વાત સાંભળી મને મારવા તૈયાર થયો હતો. એ સાચું છે કે દુનિયામાં પત્ની બધાને સૌથી પ્રિય હોય છે. પણ તેને કહ્યું માની મિત્રને મારી નાખવાનું વિચારવું કોઈ રીતે યોગ્ય નથી. મિત્ર! તારી મૂર્ખતા જ તારું સત્યાનાશ વાળી દેશે. મેં પહેલેથી જ તને કહ્યું છે. કારણ કે -

સજ્જન ેએ કહેલી વાત ઘમંડને કારણે જ માનતો નથી, તે ઘંટવાળા ઊંટની જેમ જલ્દી મોતન મુખમાં ધકેલાઈ જાય છે.”

મગરે કહ્યું : “એ કેવી રીતે?”

વાનરે કહ્યું -

***

એ લીલાં પાંદડાંવાળી ડાળીઓ કાપી. તેનો ભારો

૯. ઉજ્જવલક સુથારની વાર્તા

કોઈ એક ગામમાં ઉજ્જવલક નામનો ગરીબ સુથાર રહેતો હતો. તેણે એકવાર વિચાર્યું :“મારા ઘરમાં ખાવાનાં પણ ઠેકાણાં નથી એવી ગરીબાઈને ધિક્કાર હજો.

ગામના બધા

લોકો રોજી-રોટી રળવા ખુશી ખુશી કોઈને કોઈ કામમાં લાગેલા

છે. એક હું જ બેકાર છું. મારી પાસે રહેવા સારું ઘર પણ નથી તો આ સુથારીકામથી શો લાભ?” આમ વિચારીને એ ગામ છોડીને ક્યાંક ચાલ્યો ગયો.

ચાલતાં ચાલતાં એ એક ભયંકર જંગલમાં જઈ ચઢ્યો. ત્યાં તેણે ટોળાથી છૂટી પડેલી એક ગર્ભવતી ઊંટડી જોઈ. થોડીવારમાં ઊંટડીએ એક બચ્ચાને જન્મ

આપ્યો. સુથાર ઊંટડી અને તેન બચ્ચાને લઈ ઘરે પાછો ફર્યો. ઘેર આવી ઊંટડીને તેણે બાંધી દીધી અને તે તેને માટે ચારો લેવા નીકળી પડ્યો.

બાંધી, માથે મૂકી ઘેર લઈ આવ્યો. ચારો તેણે ઊંટડીને નીરી દીધો. ઊંટડી ધીમે ધીમે બધો ચારો ખાઈ ગઈ. આમ દિવસો જત ં ઊંટડી ત જીમાજી થઈ ગઈ. તેનું બચ્ચું પણ મોટું થઈ ગયું.

સુથર રોજ ઊંટડીને દોહીને તેન દૂધ વડે કુટુંબન્ું ભરણપોષણ કરવા લાગ્યો. સુથારે ઊંટડીના બચ્ચાના ગળામાં એક મોટો ઘંટ બાંધી દીધો.

સુથરને થયું કે, “ઊંટડીન દૂધ વડે મારા કુટુંબનું

ભરણપોષણ થઈ રહ્યું છે પછી રોટલો રળવાના બીજા કામ પાછળ નકામો ખર્ચ કરવાની શી જરૂર છે?” આમ વિચારીને તેણે તેની પત્નીને કહ્યું :“કલ્યાણી! આ ધંધો ઘણો સારો

છે. જો તારી હા હોય તો હું કોઈક ધનિક પાસે રૂપિયા ઉછીન લઈ ઊંટ

ખરીદવા ગુજરાત ચાલ્યો જાઊં. જ્યાં સુધી હું બીજી ઊંટડી લઈ

પાછો ના આવું ત્યાં સુધી તું આ બંન્ ોને સાચવજે.”

તેની પત્ની રાજી થઈ ગઈ. સુથાર ધન લઈ ગુજરાત જવા નીકળી ગયો. એ એક બીજી ઊંટડી લઈ થ ેડા દિવસ બાદ

ઘેર પાછો ફર્યો. પછી તો દિવસ જતાં તેને ઘેર અનેક ઊંટડીઓ થઈ ગઈ. પછી તો ઊંટડીઓની સંખ્યા વધી જતાં તેણે એક રખેવાળ પણ રાખી લીધો. આ રીતે સુથાર ઊંટ અને ઊંટડીઓનો વેપાર કરવા લાગ્યો.

રખેવાળ બધાં ઊંટને નજીકના જંગલમાં ચરાવવા લઈ

જત ે. આખો દિવસ જંગલમાં લીલો પીલો ચરીને સંધ્યાકાળે ઊંટ

ઘેર પાછાં આવતં. સૌથી પહેલું ઊંટડીનું બચ્ચું હવે બળવાન બની ગયું હતું. તેથી તે મસ્તી કરતું સૌથી છેલ્લું આવતું અને ટોળામાં ભળી જતું. તેને આમ કરતું જોઈ બીજાં બચ્ચાએ કહ્યું : “આ દાસેરક બહુ મૂર્ખ છે. સમૂહથી વિખૂટું પડી એ પાછળથી ઘંટ વગ ડતું વગ ડતું આવે છે. જો કોઈ જંગલી જાનવરના પનારે પડી જશે તો નક્કી તે મોતના મુખમાં હોમાઈ જશે. બધાં બચ્ચાંએ અનેકવાર તેને આમ નહીં કરવા સમજાવ્યું. પણ તે

માન્યું જ નહીં.”

એકવાર બધાંથી વિખૂટું પડી એ જંગલમાં ચાલી રહ્યું હતું. ત્યારે તેના ઘંટનો અવાજ સાંભળી એક સિંહે તેની તરફ જોયું. તેણે જોયું કે ઊંટોનું એક બહુ મોટું ટોળું ચાલી રહ્યું હતું. પેલું

મદમસ્ત બચ્ચું બધાથી પાછળ ચાલીને ઝાડનાં લીલાં પાન

ખાઈ રહ્યું હતું. બીજાં ઊંટો ઘર તરફ પાછાં વળી ગયાં હત ં ત્યારે

પણ પેલું ઊંટ ચારો ચરી રહ્યું હતું.

આમ તે ઝૂંઢથી વિખૂટું પડી ભટકી ગયું. તે બરાડતું બરાડતું જંગલમાં ચાલવા લાગ્યું. સિંહ તેના રસ્તામાં ચૂપચાપ બેસી ગયો હતો. જ્યારે ઊંટનું એ નાદાન બચ્ચું સિંહની નજીકથી પસાર થયું ત્યારે સિંહે તરાપ મારી તેને ગળચીમાંથી પકડી લીધું. થોડીવાર તરફડીને તે મૃત્યું પામ્યું.

તેથી હું કહું છું કે, “સજ્જનોએ કહેલી વાતો જે માનતો

નથ્ી... વગેરે.”

આ સાંભળી મગર બોલ્યો :“ભાઈ! શાસ્ત્રકારો મિત્રતાને સત પગલાંમાં ઉત્પન્ન થનારી જણાવે છે. એ મિત્રતાન દાવે હું જે કંઈ કહું છું તે સાંભળ, હિત ઈચ્છનાર ઉપદેશ દેનાર

માનવીને આ લોક કે પરલોકમાં ક્યારેય કોઈ દુઃખ પડતું નથી. જો કે હું બધી રીતે નમકહરામ છું. છત ં મને બોધ આપવાની મહેરબાની કરો. કહ્યું છે કે ઉપકાર કરન ર પર ઉપહાર કરવામાં કશી નવાઈ નથી. અપકાર કરનાર પર જે ઉપકાર કરે છે તે જ ખરો પરોપકારી ગણાય છે.”

વાનરે કહ્યું :“ભાઈ! જો આમ જ હોય તો તું તેની પાસે

જઈને યુદ્ધ કર. કહ્યું છે કે -

યુદ્ધમાં મૃત્યુ પામવાથી તો તને સ્વર્ગ મળશે જ અને જો તું જીવત ે રહીશ તો ઘર અને કીર્તિ મળશે. યુદ્ધમાં આમ તને બે અનુપમ લાભ થશે.

ઉત્તમ શત્રુને હાથ જોડીને, શૂરવીર શત્રુમાં ફૂટ પડાવીને, નીચ શત્રુને કશીક લાલચ આપીને તથા સમોવડિયા શત્રુને યુદ્ધ કરીને શાંત કરી દેવા જોઈએ.”

મગરે પૂછ્યું :“એ શી રીતે?”

વાનરે કહ્યું : -

***

૧૦. મહાચતુરક શિયાળની વાર્તા

કોઈ એક જંગલમાં મહાચતુરક નામનું શિયાળ રહેતું હતું. જંગલમાં ફરતાં ફરત ં એક દિવસ તેણે મરેલો હાથી જોયો. હાથીના મૃતદેહને ખાવા માટે ચારેતરફ ફરી તેણે

બચકાં ભર્યાં પણ તેનું ચામડું તોડવામાં તેને સફળતા મળી નહીં.

એ વિમાસણમાં હતો ત્યાં ક્યાંકથી સિંહ આવી ચઢ્યો.

સિંહને જોઈ શિયાળે દંડવત્‌ પ્રણામ કરી કહ્યું :“મહારાજ! હું તો આપને ચાકર છું. તેથી આ હાથીના મૃતદેહને હું સચવી રહ્યો હતો. હવે આપ નિરાંતે તેનું ભક્ષણ કરો.”

શિયાળની વિનમ્રતા જોઈ સિંહે કહ્યું :“હું બીજાએ એંઠા કરેલા શિકારને કદી ખાતો નથી. કહ્યું છે કે -

જંગલમાં સિંહ ભૂખ્યો થયો હોવા છતાં કદી ઘાસ ખાતો

નથી. એ જ રીતે દુઃખો પડવા છતાં સજ્જનો નીતિનો માર્ગ છોડતા નથી. તેથી હું આ હાથી પ્રસાદીરૂપે તને દાન કરું છું.” શિયાળ રાજીના રેડ થઈ ગયું. બોલ્યું :“સ્વામીનો સેવક ઉપર આટલો પ્રેમ છે એ જ ઘણું છે. કારણ કે કહ્યું છે કે - દયનીય સ્થિતિમાં મૂકાવા છત ં મહાન માણસો તેમની

સજ્જનતાને લીધે તેમનું સ્વામીપણું છોડતા નથી. અગ્નિની જ્વાળાઓમાં નાખવા છતાં શંખ તેની ધવલત ગુમાવતો નથી.”

સિંહના ચાલ્યા ગયા પછી ત્યાં એક વાઘ આવ્યો. તેને જોઈને શિયાળે વિચાર્યું કે, “હાય! એક નીચને તો દંડવત્‌ કરી દૂર કરી દીધો. હવે આને શી રીતે અહીંથી ભગાડું? આ

બળવાન ભેદનીતિ અજમાવ્યા વગર અહીંથી ભાગવાનો નથી. કહ્યું છે કે -

સર્વગુણ સંપન્ન હોવા છતાં ભેદનીતિથી દુશ્મન વશ

થઈ જાય છે. કહ્યું છે કે -

મોતીને ભેદવાથી બંધનમાં નાખી શકાય છે.”

આમ વિચારી શિયાળે વાઘની સામે જઈ અભિમાનથી ડોક ઊંચી કરી તોરમાં કહ્યું : “મામાજી! આપ અહીં મોતના

મોંમાં શી રીતે આવી ગયા? આ હાથીનું સિંહે હમણાં જ મારણ

કર્યું છે. મને હાથ્ીની રખેવાળી કરવાન્ું સોંપીને તે નદીએ સ્નાન કરવા ગયો છે. જત ં જતાં મને કહ્યું છે કે જો અહીં કોઈ વાઘ આવી જાય તો મને ચૂપચાપ ખબર કરજે, જેથી હું

આખા જંગલમાંથી વાઘનો કાંટો કાઢી નાખું. કારણ કે એકવાર મેં એક હાથીને માર્યો હતો ત્યારે કોઈક વાઘ આવીને તેને એંઠો કરી દીધો હતો. તે દિવસથી બધા વાઘ પ્રત્યે મને નફરત થઈ છે.” આ સાંભળી વાઘ ગભરાઈ ગયો. બોલ્યો : “ભાણા!

મને જીવનદાન આપ. મારા વિશે તું સિંહને કશું જણાવીશ

નહીં.” આમ કહી વાઘ ત્યાંથી નાસી છૂટ્યો. વાઘના નાસી ગયા પછી એક ચિત્તો ત્યાં આવ્યો. તેને જોઈ શિયાળે વિચાર્યું :“આ ચિત્તાને એક બાજુથી ખાવાનું કહું. જેથી હાથીનું મજબૂત

ચામડું ચીરાઈ જશે.” એમ વિચારી શિયાળે કહ્યું : “હે ભાણા! બહુ દિવસે તારાં દર્શન થયાં. લાગે છે કે તું ઘણો ભૂખ્યો છે? ઠીક. આજે તું મારો મહેમાન છે. સિંહે આ હાથીનું મારણ કર્યું છે. તેણે મને રખેવાળી કરવાનું કામ સોંપ્યું છે. છતાં જ્યાં સુધી તે

સિંહ અહીં ના આળી પહોંચે ત્યાં સુધી તું તારે નિરાંતે તેનું માંસ

ખા. અને તેના આવતા પહેલાં જલ્દીથી ભાગી જા.”

ચિત્ત એ કહ્યું :“મામાજી! એમ હોય ત ે મારે માંસ ખાવું

નથી, કેમકે જીવત ે નર ભદ્રા પામે. કહ્યું છે કે -

જે ખાવાયોગ્ય હોય, પચી જાય એવું હોય, લાભદાયી પરિણામ આપનારું હોય એ જ ભોજન શ્રેષ્ઠ ગણાય છે. ત ે હું અહીંથી ચાલ્યો જાઊં છું.”

શિયાળે કહ્યું : “ભાણા! તું નચિંત બનીને ખા. જો તે

સિંહ આવશે તો હું દૂરથી જ તમને તેના આવ્યાની જાણ કરીશ.”

ચિત્તાએ શિયાળની વાત માની લીધી. તેણે હાથીને

ખાવાનું શરૂ કર્યું. શિયાળે જોયું કે ચિત્તો હાથીના ચામડાને ફાડી ચૂક્યો છે ત્યારે તેણે તેને કહ્યું કે, “ભાગી જા, ભાણા. સિંહ આ તરફ આવતો દેખાય છે.” આમ સ ંભળતાં જ ચિત્તો

હાથીને છોડી દઈ નાસી છૂટ્યો.

પછી શિયાળે હાથીના ચીરેલા ચામડાવાળા ભાગમાંથી

માંસ ખાવા માંડ્યું. તે માંસ ખાઈ રહ્યો હતો ત્યાં જ અતિશય ગુસ્ ો થયેલું એક બીજું શિયાળ ત્યાં આવી ચઢ્યું. તેને પોતાના જેવો બળવાન જોઈ તે બોલ્યું :

ઉત્તમ માણસને હાથ જોડીને, શૂરવીરમાં ફૂટ પડાવીને, નીચને થોડુંક કંઈક આપીને અને સમોવડિયા સાથે યુદ્ધ કરીને શાંત કરી દેવા જોઈએ.”

આમ વિચારી આગંતુક બળવાન શિયાળે પેલા દંભી શિયાળ પર હુમલો કરી તેને બચકાં ભરી ત્યાંથી તેને ભગાડી દીધું.” એ જ રીતે તું પણ તારાં શત્રુને યુદ્ધમાં પરાજિત

કરી દે. નહીં તો દુશ્મનના હાથ મજબૂત થતાં નક્કી તારો વિનાશ થશે. કારણ કે કહ્યું છે કે-

“ગાયોથી સંપત્તિની, બ્રાહ્મણથી તપની, સ્ત્રીથી ચંચળતની

અને જાતભાઈઓથી ભયની શક્યત ત ે હોય છે જ. વળી - વિદેશમાં સરળતાથી ખાવા-પીવાની વસ્તુઓ મળતી

હતી. ત્યાંની સ્ત્રીઓ પણ બેદરકાર હતી. એ દેશમાં માત્ર એક જ

દોષ હતો કે ત્યાં પોતાના જ જાતભાઈઓ સાથે દ્રોહ ઉત્પન્ન થઈ

ગયો હતો.”

મગરે કહ્યું : “એ શી રીતે?”

વાનરે કહ્યું : -

***

૧૧. ચિત્રાંગ કૂતરાની વાર્તા

કોઈ એક ગામમાં ચિત્રાંગ નામનો કૂતરો હતો. એકવાર અહીં બહુ કપરો દુકાળ પડ્યો. અનાજ-પાણી નહીં મળવાથી અનેક જાનવરો કુટંબ સાથે મરવા માંડ્યાં. ચિત્રાંગથી

પણ જ્યારે

ભૂખથી રહેવાયું નહીં ત્યારે તે ગામ છોડીને બીજી જગએ ચાલ્યો

ગયો.

તે બીજા ગ મમાં જઈ એક બેદરકાર સ્ત્રીના ઘરમાં ઘૂસી જઈને દરરોજ તરેહ તરેહની વાનગીઓ ઝાપટવા લાગ્યો.

એકવાર તે ઘરમાંથી ખાઈને ચિત્રંગ બહાર નીકળ્યો ત્યારે બીજાં કૂતરાંઓએ તેને ચારે બાજુથી ઘેરી લીધો. કૂતરાં તેના શરીર પર બચકાં ભરવાં લાગ્યાં. ત્યારે દુઃખથી પીડાતા તેને થયું કે,

“અરે! મારું એ ગામ સારું હતું કે હું ત્યાં દુકાળમાં પણ

ભય વગર સુખેથી રહેતે હતો. મારા પર કોઈ હુમલો કરતું ન

હતું. તો હવે હું મારા મૂળ ગામમાં પ છો જઈશ.” આવો નિશ્ચય કરીને તે તેના મૂળ ગમમાં પછો આવ્યો. પરગામથી પાછો આવેલો જોઈ તેનાં પરિવારજનોએ પૂછ્યું : “ભાઈ, ચિત્રાંગ!

અમને પરદેશની થોડી વાતો જણાવ. કેવા હતા ત્યાંના લોકો? તને ત્યાં ખાવાનું મળતું હતું? ત્યાંના લોકોનો વહેવાર કેવો હતો?”

ચિત્રાંગે કહ્યું : “એ પરદેશની તો વાત જ શું કરું!

ખાવાનું તો સરસ સરસ મળતું હતું. ત્યાંની સન્નારીઓ બેપ્રવા હતી. દોષ માત્ર એટલો જ હતો કે ત્યાં પોતાના જાતભાઈઓ સથે ભારે વિરોધ પેદા થઈ ગયો હતે.”

આવી બોધદાયક વાતો સાંભળી મગરે મરી જવાનો નિશ્ચય કરીને વાનરની આજ્ઞા માગી. પછી તે તેના રહેઠાણ તરફ ચાલ્યો ગયો. ત્યાં જઈને તેણે તેના ઘરમાં પેસી ગયેલા બીજા

મગર સથે ભયંકર યુદ્ધ કર્યું અને એ ઘૂસણખોરને મારી નાખ્યો. પછી ઘણા દિવસો સુધી પેતના ઘરમાં તેણે સુખેથી જીવન વીતાવ્યું. કહ્યું છે કે -

“પરાક્રમ વગર પ્રાપ્ત થયેલી સુભોગ્યા લક્ષ્મીથી શો

લાભ? ઘરડો બળદ ભાગ્યવશ ઘાસ ખાઈને જીવે છે.”

***

તંત્ર : ૫ અપરિક્ષિતકારક

મણિભદ્ર શેઠની પ્રાસ્ત વિક વાર્તા

હવે હું ‘અરિક્ષિતકારક’ નામના પાંચમાં તંત્રનો આરંભ

કરું છું. તેની શરૂઆતમાં કહ્યું છે કે -

જે જોવામાં, સાંભળવામાં, જાણવામાં અને કસેટી કરવામાં

ખરાબ હોય તેવું એક હજામે કરેલું કામ જાણે કરવું જોઈએ નહીં.

પાટલી પુત્ર નામનું નગર હતું. તેમાં મણિભદ્ર ન મે એક શેઠિયો રહેતો હતો. તે હંમેશાં સત્કાર્યો કરતો રહેતો. સંજોગવશ તે દરિદ્ર થઈ ગયો. ધન નષ્ટ થવાની સાથે તેનાં ઐશ્વર્ય અને કીર્તિ પણ નષ્ટ થઈ ગયાં. લોકો તેનું અપમાન કરવા લાગ્યા.

કહ્યું છે કે -

શીલ, સદાચાર, પવિત્રતા, ક્ષમાશીલતા, ચતુરાઈ, મધુરતા અને ઊંચા કુળમાં જન્મ - એ બધી વિશેષતાઓ દરિદ્ર માણસને શોભા આપતી નથી. જ્ઞાની છતાં દરિદ્ર

માણસની બુદ્ધિ કુટંબના

ભરણપ ેષણની ચિંત માં પ્રતિદિન ઘસાઈ જાય છે. ઊંચા કુળમાં જન્મેલા વિદ્યાવાનનું પુણ્ય આ લોકમાં વ્યર્થ છે, કારણ કે જેની પાસે વૈભવ હોય છે, લોકો તેનાં જ ગુણગાન ગાય છે.

અતિશય ગાજતા સાગરને આ દુનિયા નાનો નથી સમજતી. પરિપૂર્ણ

લોકો જે કંઈ અહીં કરે છે. તે શરમાવાની બાબત નથી.

તેણે વિચાર્યું - “આના કરતાં તો હું લાંઘણ તાણીને પ્રાણ ત્યજી દઊં. એ જ ઈષ્ટ છે. આવું જીવન જીવવાથી શો લાભ?” આમ વિચારી તે સૂઈ ગયો. એ સૂઈ રહ્યો

હતો ત્યારે ધનદેવત બૌદ્ધ સંન્યાસીના રૂપમાં ત્યાં આવ્યા. કહ્યું :“શેઠ! આ વૈરાગ્ય ધારણ કરવાનો સમય નથી. હું તારો ધનદેવતા પદ્મનિધિ છું. કાલે હું આ સ્વરૂપે જ તારે ઘેર આવીશ. હું આવું ત્યારે તું મારા

માથામાં લાકડીનો જોરદાર ફટકો મારજે. તું એમ કરીશ તો હું

સોનાનું પૂતળું થઈ સદા માટે તારા ઘરમાં નિવાસ કરીશ.” સવારે શેઠ જાગ્યો. સ્વપ્નની હકીકત યાદ કરતાં તે

વિચારવા લાગ્યો કે શું મેં જોયેલું સ્વપ્નું સાચું હશે? કદાચ ખોટું

પણ હોય! કહ્યું છે કે -

રોગી, શોકાતુર, ચિંતાગ્રસ્ત, કામુક અને ઉન્મત્ત વ્યક્તિએ જોયલું સ્વપ્નું સાચું હોતું નથી.

આ દરમ્યાન શેઠની પત્નીએ પગ ધોવડાવવા કોઈ

હજામને ઘેર બોલાવી રાખ્યો હત ે. એ જ વખતે શેઠે રાત્રે

સ્વપ્નમાં જોયલો પેલો બૌદ્ધ સંન્યાસી પણ પ્રગટ થયો. તેને જોતાં

જ શેઠે પ્રસન્ન થઈને તેના માથામાં લાકડીનો જોરદાર ફટકો

માર્યો. ફટકો વાગતાં જ પેલો સંન્યાસ્ી સોનાનું પૂતળું થઈ જમીન પર ઢળી પડ્યો. શેઠે તેને ઊઠાવીને ઘરમાં મૂકી દીધો. પછી હજામને કહ્યું :“ભાઈ! હું તને ધન અને વસ્ત્ર આપું છું. તે તું લઈ લે.

પણ આ વાત તું કોઈને કહીશ નહીં.”

હજામ તેને ઘેર ચાલ્યો ગયો. ઘેર જઈ તેણે વિચાર્યું : “આ બોડા માથાવાળા બધા બૈદ્ધ સંન્યાસીઓ માથામાં લાકડી ફટકારવાથી સોનાનાં પૂતળાં થઈ જતા હશે! કાલે સવારે હું બધા સંન્યાસીઓને મારે ઘેર બોલાવી. તેમનાં માથમાં લાકડી ફટકારીશ. જેથી તેઓ બધા સોનાનાં પૂતળાં થઈ જશે. હું અઢળક સોનાનો

માલિક થઈ જઈશ.”

આખી રાત તેને ઊંઘ આવી નહીં. તે પડખાં ઘસતો રહ્યો. સવારે ઊઠીને તે એક મજબૂત લાકડી લઈ સંન્યાસીઓના વિહાર પર ગયો. મુખ્ય બૌદ્ધ સંન્યાસીની પ્રદક્ષિણા કરી.

ઘૂંટણ પર બેસી બોલ્યો :

પરમ જ્ઞાની અને નિરાસક્ત બૌદ્ધ સાધુઓ સદા વિજયી

થાઓ. જેમ ઉજ્જડ જમીનમાં બી ઉગતું નથી તેમ જેમનાં મનમાં કદી કામ ઉત્પન્ન થતો નથી તેવા આપની જય હો.”

વળી -

“ધ્યાનમાં આંખો બંધ કરી કોઈ સુંદરીનું ચિંતન કરી રહ્યાં છો એવા કામબાણથી વીંધાયેલા તમે મને જુઓ. રક્ષક

હોવા છતાં તમે અમારું રક્ષણ કરી શકતા નથી, તમે કરુણામય હોવાનું બહાનું બનાવો છો. તમારા જેવો નિંદનીય બીજો કોણ હશે? - આ રીતે કામદેવની સ્ત્રીઓને ઈર્ષ્યાપૂર્વક

ધિક્કારભરી વાતો કહેવા છતાં પણ વિચલિત ના થનારા બૌદ્ધ જિન આપનું રક્ષણ કરો.”

આમ સ્તુતિ કરી તેણે કહ્યું : “ભગવન્‌! મારા પ્રણામ સ્વીકારો.”

બૌદ્ધ ગુરુએ તેને આશીર્વાદ અને પુષ્પમાળા આપી વ્રત કરવાનો આદેશ આપ્યો. તેન ે સ્વીકાર કરતાં નમ્રતથી હજામે કહ્યું : “આપ બધા સંન્યાસીઓ સાથે મારે ઘેર પ્રસાદી લેવા પધારો.”

મુખ્ય સંન્યાસીએ કહ્યું :“ધર્મજ્ઞ હોવા છતાં તું આમ કેમ કહે છે? અમે બ્રાહ્મણોની જેમ કોઈને ઘેર પ્રસાદી લેવા જત નથી. અમે તો શ્રાવકોને ઘેરથી માગી લાવેલી ભિક્ષા ખાનાર

રહ્યા. તું તારે ઘેર સુખેથી જા.”

હજામે કહ્યું :“ભગવન્‌! આપના ધર્મની મર્યાદા જાણું છું

હું. પણ મેં આપને માટે ઘણાં વસ્ત્રો એકઠાં કર્યાં છે. આપના ધર્મનાં પુસ્તકો લખનાર લેખકોને આપવા માટે પુષ્કળ ધન પણ એકઠું કર્યું છે. આપ મારે ત્યાં પધારી એ બધું ગ્રહણ કરો એવી

મારી પ્રાર્થન છે. આમ છતાં આપને ઠીક લાગે તેમ કરો.” આમ

કહી હજામ તેને ઘેર પાછો ચાલ્યો ગયો. ઘેર આવી તેણે મજબૂત

લાકડી તૈયાર કરી. પછી દોઢ પહોર દિવસ ચઢ્યો ત્યારે ઘર બંધ કરી તે બૌદ્ધ મઠમાં પહોંચ્યો. ત્યાં જઈને તેણે ફરી વિનંતી કરી. અને બધાંને ધીમે ધીમે પોતાને ઘેર લઈ આવ્યો. બૌદ્ધ સાધુઓ પણ ધન અને વસ્ત્રની લાલચમાં તે હજામની પાછળ પાછળ ચાલત હતા. કહ્યું છે કે -

ઘડપણ આવતાં વાળ, દાંત, આંખ અને કાન પણ ઘરડાં

થઈ જાય છે. એક લાલચ જ જવાન થતી જાય છે.

ઘેર આવ્યા પછી હજામે બધા સંન્યાસીઓને અંદર બોલાવી

લીધા. ઘરન ં બારણાં બંધ કરી દીધાં. પછી લાકડી લઈ તે ઊભો થયો. તેણે ધબોધબ લાકડી વારાફરતી બૌદ્ધ સાધુઓના માથા ઉપર ફટકારવા માંડી. કેટલાક સંન્યાસીઓ મૃત્યુ પામ્યા.

કેટલાક

લોહીલુહાણ થઈ ગયા. લાકડીના મારથી બચી ગયેલા સધુઓ ચીસો પડવા લાગ્યા. લોકોનો ચીસોભર્યો કોલાહલ નગરના કોટવાળે સાંભળ્યો. કોટવાળે સૈનિકોને તપાસ કરવા હુકમ કર્યો. સૈનિકો જ્યાંથી અવાજ આવતો હતો તે હજામના ઘર તરફ દોડ્યા. ત્યાં જઈ તેમણે જોયું ત ે લોહીલુહાણ હાલતમાં બૈદ્ધ સાધુઓ ભાગતા હતા. તેમણે સાધુઓને પૂછ્યું :“અરે ભાઈઓ! કેમ દોડી રહ્યા છો? કેમ દોડી રહ્યા છો?” સાધુઓએ હજામનું કરતૂત કહી સંભળાવ્યું. પછી તો સંન્યાસીઓએ હજામને બાંધી દીધો. સિપાઈઓ તેને ધર્માધિકારીઓ પાસે લઈ ગયાં.

ધર્માધિકારીઓએ હજામને પૂછ્યું : “તેં આવો કઠોર

ગુનો કેમ કર્યો?” તેણે કહ્યું :“શું કરું? મેં મણિભદ્ર શેઠને ત્યાં આમ થતું જોયું હતું.” એમ કહી તેણે શેઠને ત્યાં નજરે જોયેલી

ઘટન કહી સંભળાવી.

ધર્માધિકારીઓએ શેઠને બોલાવડાવ્યો. પૂછ્યું :“શેઠજી! શું તમે કોઈ સંન્યાસીને માર માર્યો છે?” જવાબમાં શેઠ તેની પૂરેપૂરી કેફિયત કહી સંભળાવી. શેઠની કેફિયત સાંભળી

ધર્માધિકારીઓએ કહ્યું : “અરે! વગર વિચાર્યે આવું નીચ કામ કરન ર આ દુષ્ટ હજામને શૂળીએ ચઢાવી દો.” ધર્માધિકારીઓન ફેંસલાને અંતે હજામને શૂળીએ ચઢાવી દેવામાં

આવ્યો. એ સ ચું જ કહ્યું છે કે -

પૂરેપૂરું સમજ્યા વિચાર્યા વગર કોઈ પગલું ભરવું જોઈએ

નહીં. આમ નહીં કરનારને અંતે પસ્તાવું પડે છે. નોળિયાને

મારીને શું બ્રાહ્મણીને પસ્તવો થયો ન હતે?

મણિભદ્રે પૂછ્યું : “એ શી રીતે?” ધર્માધિકારીઓએ કહ્યું -

***

૧. બ્રાહ્મણી અને નોળિયાની વાર્તા

દેવશર્મા નામનો એક બ્રાહ્મણ હતો. તેની પત્ની ગર્ભવતી હતી. થેડાક દિવસો પછી તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. એજ દિવસે એક નોળિયણે પણ નોળિયાને જન્મ આપ્યો.

નવજાત નોળિયાને બ્રાહ્મણીએ દીકરાની જેમ ઉછેર્યો. હવે નોળિયો બ્રાહ્મણીના ઘરમાં જ રહેવા લાગ્યો. કારણ કે તે બ્રાહ્મણીનો હેવાયો થઈ ગયો હતો. આમ છતાં તે બ્રાહ્મણી નોળિયા ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખતી ન હતી. નોળિયો તેના પુત્રને કોઈક દિવસ નુકસન પહોંચાડે તો! એવો ડર એને રાતદિવસ સતાવતો હતો. કહ્યું છે કે -

આજ્ઞાનો અનાદર કરન ર, કદરૂપે, મૂર્ખ, વ્યસની અને

દુષ્ટપુત્ર પણ માતાપિતને આનંદ આપનાર હોય છે. પુત્રના શરીરનો સ્પર્શ તો ચંદનથીય વધારે શીતળ હોય છે. લોકો તેમના

મિત્ર, સુહૃદ પિતા, હિતેચ્છુ સાથીદાર તથા પોતાના સ્વામીન

પ્રેમથી ખુશ થતાં નથી તેટલા પુત્રના સ્નેહથી રાજી થાય છે. એક દિવસ બ્રાહ્મણી તેના દીકરાને ઘરમાં સુવડાવીને

પાણી ભરવા ચાલી ગઈ. પતિને તેણે દીકરાનું ધ્યાન રાખવાનું

પણ કહ્યું. છતાં પત્ની પ ણી ભરવા ચાલી જતાં બ્ર હ્મણ પણ ભિક્ષા માગવા ઘરની બહાર ચાલ્યો ગયો.

આ સંજોગોમાં ઘરમાં ક્યાંકથી એક ઝેરીલો સાપ આવી

ચઢ્યો. સાપ પેલા સૂઈ રહેલા બાળક તરફ સરકી રહ્યો હતો. નોળિયાએ સાપને જોયો. બાળકનું રક્ષણ કરવા તેણે સાપ ઉપર હુમલો કર્યો. સાપ અને નોળિયા વચ્ચે સ્વાભાવિક વેર હોય છે.

જોતજોતામાં નોળિયાએ સાપના ટુકડે ટુકડા કરી નાખ્યા. સાપને

મારીને તે ઘરન ચોકમાં આવી ઊભો. તેનું મોં લોહીથી ખરડાઈ

ગયું હતું.

થોડીવાર પછી બ્રાહ્મણી પાણી ભરી ઘેર પાછી આવી. આંગણામાં આવતાં જ એણે લોહીથી ખરડાયેલા મોંવાળા નોળિયાને જોયો. એણે વિચાર્યુું કે - “હાય! આ નીચ ન ેળિયાએ

નક્કી મારા કૂમળી કળી જેવા દીકરાને મારી નાખ્યો હશે. બસ, પછી તો તેણે પાણી ભરેલો દેગડો જોરથી તે નોળિયા ઉપર નાખી દીધો. નોળિયો મૃત્યુ પામ્યો. બ્રાહ્મણી રડતી-કૂટતી હાંફળી ફાંફળી

ઘરમાં દોડી ગઈ જોયું તો તેનો દીકરો નિરાંતે ઊંઘી રહ્યો હતો અને તેની નજીક સાપના ટુકડા વેરાયેલા પડ્યા હતા. આ સમયે

બ્રાહ્મણ પણ ભિક્ષા લઈ ઘેર આવી ગયો. તેને જોઈ બ્રાહ્મણી રડતી રડતી બોલી : “અરેર! લોભી! તમે લોભવશ થઈ મારું કહ્યું માન્યું નહીં તો હવે પુત્ર-મૃત્યુના દુઃખરૂપી વૃક્ષનું ફળ ખાઓ અથવા એ સાચું જ કહ્યું છે કે -

વધારે પડતો લોભ કરવો જોઈએ નહીં. અને લોભનો ત્યાગ પણ કરવો જોઈએ નહીં. અતિલોભ એ પાપનું મૂળ છે. અતિશય લોભી માણસને માથે ચક્ર ફરતું રહે છે.”

બ્રાહ્મણે પૂછ્યું : “એ કેવી રીતે?”

બ્રાહ્મણીએ કહ્યું -

***

છે કે -

આ સંસારમાં ચિંતાથી વ્યાકુળ થયેલા ચિત્તવાળા લોકો

૨. ચાર બ્રાહ્મણપુત્રોની વાર્તા

એક નગરમાં બ્રાહ્મણોના ચાર પુત્રો હતા. તેઓ એકબીજાન મિત્રો પણ હતા. એ બધા ખૂબ ગરીબ હત . ગરીબીને તેઓ તિરસ્કારતા હતા. કહ્યું છે કે -

હિંસક જાનવરોના ભરેલા જંગલમાં રહેવું અને વલ્કલ

પહેરી ફરવું સારું છે, પણ પડોશીઓની વચ્ચે ગરીબાઈભર્યું જીવન જીવવું સારું નથી. વળી -

શૂરવીર, રૂપાળો, તેજસ્વી, વાક્‌પટુ, શાસ્ત્રનો જાણકાર

પણ ધન વગર આ દુનિયામાં યશ અને માન પ્રાપ્ત કરી શકતો

નથી.

તો હવે આપણે ધન કમાવા પરદેશ ચાલ્યા જવું જોઈએ. આમ વિચારીને બ્રાહ્મણોના ચારેય પુત્રો પોતાના મિત્રો, પરિવાર અને ભાઈ-ભાંડુઓ સાથે ગામ છોડી પરદેશ ચાલ્યા ગયા.

કહ્યું

સત્ય છોડી દે છે, પરિવાર છોડી દે છે. મા અને માતૃભૂમિને

છોડી દે છે અને પરદેશ ચાલ્યા જાય છે.

ચાલતા ચાલતા તેઓ ઉજ્જૈન નગરમાં પહોંચ્યા. ત્યાં ક્ષિપ્રા નદીમાં સ્નાન કરીને મહાકાલેશ્વરને પ્રણામ કરી જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે ભૈરવાનંદ નામનો યોગી

તેમની સમે આવી ઊભો. એ યોગીનું પૂૂજન કરીને ચારેય બ્રાહ્મણપુત્રો તેની સાથે તેના મઠમાં ગયા.

મઠમાં પહોંચી યોગીએ પૂછ્યું : “તમે બધા ક્યાંથી

આવો છો? ક્યાં જવાન છો?” તેમણે કહ્યું : “અમે બધા અમારી ઈચ્છા સંતોષવા ચાલી નીકળ્યા છીએ. અમને જ્યાં ધન કે મૃત્યુ મળશે ત્યાં અમે જઈશું. અમે સૌ આવો

નિર્ણય કરી ચૂક્યા છીએ. કહ્યું છે કે -

જે સહસ કરે છે તેમને મનમાન્યું ધન પ્રાપ્ત થાય છે. વળી - પાણી આકાશમાંથી તળાવમાં પડે છે. તેમ છતાં તે પાતાળમાંથી પણ કાઢી શકાય છે. પુરૂષાર્થથી દૈવને પણ પામી

શકાય છે. પુરૂષાર્થથી કરેલો પ્રયત્ન કદી નિષ્ફળ જતો નથી. સાહસિક લોકો અતુલિત ભયને તણખલા જેવો માને છે. તેમને ત ે તેમન પ્રાણ પણ તણખલા સમાન લાગે છે. શરીરને

કષ્ટ પડ્યા વગર સુખ મળતું નથી. મધુ નામના રાક્ષસને હણનાર

ભગવાન વિષ્ણુએ તેમના થ કી ગયેલા હાથો વડે જ લક્ષ્મીને આલિંગન આપ્યું હતું.

તો સ્વામીજી! અમને ધન કમાવવાનો કોઈ ઉપાય બતાવો. આપ તો અદ્‌ભુત શક્તિ ધરાવો છો. ગમે તેવો કઠિન ઉપાય હશે તો પણ અમે પાછા નહીં પડીએ. ગમે તેવી મુશ્કેલીઓ

આવશે તો પણ અમે પાછા નહીં પડીએ. કહ્યું છે કે - “મોટા લોકો જ

મોટા લોકોનું કામ સિદ્ધ કરી શકે છે. સમુદ્ર સિવાય બીજું કોણ

વડવાનનલને ધારણ કરી શકે?”

ચાર બ્રાહ્મણ પુત્રોનો આગ્રહ જોઈ ભૈરવાનંદે તેમને ધનપ્રાપ્તિનો ઉપાય બતાવવા વિચાર્યું. તેમણે ચાર દીવા તૈયાર કરી તેમને આપી કહ્યું કે, “આ દીવો લઈ તમે હિમાલય

પર્વત પર ચાલ્યા જાઓ. ચાલતાં ચાલતાં જ્યાં દીવો હાથમાંથી પડી જાય ત્યાં તમને અમૂક મોટો ખજાન ે મળશે. ત્યાં ખોદીને

ખજાનો કાઢી લઈ પાછા ચાલ્યા આવજો.”

બ્રાહ્મણપુત્રો દીવા લઈ ચાલ્યા ગયા. હિમાલય પર પહોંચતાં જ કોઈ એકના હાથમાંથી દીવો પડી ગયો. તેમણે તે જગાને ખોદી કાઢી. જોયું તો અહીં અઢળક તાંબાનો ભંડાર

હત ે. એક કહ્યું : “ભાઈઓ! જોઈએ તેટલું ત ંબુ લઈ લો.” બીજો બોલ્યો :“અરે મૂરખ! તાંબુ લઈને શું કરીશું? આ તાંબુ આપણી ગરીબીને નહીં મીટાવી શકે. માટે આગળ

ચાલો.” પહેલાએ કહ્યું :“તમે જાઓ આગળ. હું નહીં આવું.” આમ કહી

પહેલો બ્રહ્મણપુત્ર ખૂબ તાંબુ લઈ ઘેર પછો ફર્યો.

પેલા ત્રણ આગળ વધ્યા. થોડુંક ચાલ્યા પછી બીજાના હાથમાંથી દીવો નીચે પડી ગયો. તેણે જમીન ખોદી જોયું તો અહીં પુષ્કળ ચાંદી હતી. તેણે કહ્યું : “ભાઈઓ! આ ચાંદી

લઈ

લો. હવે આગળ જવાની જરૂર નથી.” પેલા બે જણે કહ્યું : “પહેલાં તાંબુ મળ્યું. પછી ચાંદી મળી. આગળ જતાં નક્કી સોનું

મળશે.” એમ કહી બે જણા આગળ વધ્યા. પેલો બીજો બ્રાહ્મણપુત્ર

ચાંદી લઈ ઘેર પાછો ફર્યો.

આગળ ચાલતાં ત્રીજાના હાથમાંથી દીવો પડ્યો. તેમણે

ખોદીને જોયું તે ધરતીમાં નર્યું સેનું ભર્યું હતું. એકે કહ્યું : “ભાઈ! જોઈએ તેટલું સોનું લઈ લે. સોનાથી કીમતી બીજી કોઈ વસ્તુ નથી. ચોથાએ ત્રીજાને કહ્યું :“મૂરખ! સોના કરતાં કીંમતી રત્નો હોય

છે. આગળ જતાં નક્કી જીવન આખાનું દળદર ફીટી જશે.” ત્રીજાએ તેની વાત માની નહીં. કહ્યું : “તું જા જા. હું બેસી તારા આવવાની રાહ જોઈશ.”

હવે ચોથો બ્રાહ્મણપુત્ર આગળ ચાલ્યો. તેનો સાથી ત્યાં

જ બેસીને તેના પ છા આવવાની રાહ જોવા લાગ્યો. હવે આગળ ચાલતાં તે સિદ્ધિમાર્ગથી આડો-અવળો ભટકી ગયો. ગરમીથી તે વ્યાકુળ થઈ ગયો. પાણી માટે વલખાં

મારવા

લાગ્યો. એવામાં તેની નજર લોહીથી ખરડાયેલા એક પુરુષ પર

પડી. તેના માથા પર ચક્ર કેમ ફરી રહ્યું છે? કહોને કે અહીં કોઈ

સરોવર છે?” બ્રાહ્મણપુત્ર આમ પૂછી રહ્યો હતો ત્યાં જ પેલું ચક્ર તેના માથા પર આવી ફરવા લાગ્યું. બ્રાહ્મણપુત્ર નવાઈ પામ્યો. ગભરાયો. પૂછ્યું :“ભાઈ! આ શું છે?” પેલાએ કહ્યું :“આ

ચક્ર આમ જ એક દિવસ આવી મારા માથા પર ફરવા લાગ્યું હતું.” બ્રાહ્મણપુત્રએ પૂછ્યું :“કહો, આ ચક્ર ક્યાં સુધી મારા માથા પર ફરતું રહેશે? મને બહુ પીડા થાય છે.” તેણે કહ્યું :

“ભાઈ! તારી જેમ સિદ્ધદીપ લઈ બીજી કોઈ વ્યક્તિ અહીં આવશે અને ત રી સાથે વાત કરશે ત્યારે આ ચક્ર જઈને તેના માથા પર ફરવા

લાગશે.” બ્રાહ્મણપુત્રે પૂછ્યું : “ભાઈ! કેટલાં દિવસોથી અહીં બેઠા છો?” તેણે પૂછ્યું : “અત્યારે ધરતી પર કોણ રાજા છે?” બ્રાહ્મણપુત્રે કહ્યું કે, “વીણાવત્સ રાજા.” પેલાએ કહ્યું :

“કેટલાં વર્ષો વીતી ગયાં તે તો હુંય નથી જાણત ે. પણ રામ રાજા હતા ત્યારે ગરીબાઈને માર્યો હું સિદ્ધદીપ લઈને આ રસ્તે આવ્યો હતો. મેં કોઈ અજાણ્યા માણસને માથે ચક્ર ફરતું જોયું હતું.

જે વાત તમે મને પૂછી એ વાત મેં તેને પૂછી હતી. બસ, ત્યારથી આ ચક્ર મારે માથે ફરતું હતું.”

બ્રાહ્મણપુત્રે પૂછ્યું : “ભાઈ! અહીં તમને અન્ન-જળ શી રીતે મળતાં હત ં?”

તેણે કહ્યું : “ભાઈ! ધનપતિ કુબેરજીએ તેમનું ધન

ચોરાઈ જવાની બીકે આ ચક્ર અહીં મૂક્યું છે. તેથી અહીં કોઈ

સિદ્ધપુરુષ આવતો નથી. જો કદાચ કોઈ આવી ચઢે તો તેને

નથી ભૂખ-તરસ લાગતાં કે નથી તો ઊંઘ આવતી. એટલું જ નહીં, તે ઘડપણ અને મૃત્યુથી પર થઈ જાય છે. માત્ર ચક્ર ફરવાની પીડાનો જ અનુભવ તેને થ ય છે. તે હવે મને રજા

આપ કે જેથી હું મારે ઘરે જાઉં.”

બ્રાહ્મણપુત્રને પછા આવતં બહુવાર લાગી ત્યારે સેનું

મેળવનાર બ્રાહ્મણપુત્રને ચિંતા થઈ. તે તને શોધવા નીકળ્યો. થોડોક રસ્તે કાપ્યા પછી તેણે જોયું તે તેનો મિત્ર દુઃખથી રડતે ત્યાં બેઠો હતો. તેનું શરીર લોહીથી ખરડાઈ ગયું હતું. તેન

માથા પર એક ચક્ર ફરી રહ્યું હતું.

તેની નજીક જઈ તેણે પૂછ્યું :“ભાઈ! આ શું થઈ ગયું? કહે તો ખરો. તેણે તેને બધી હકીકત જણાવી. હકીકત સંભાળી તેણે કહ્યું :“ભાઈ! મેં તને ઘણો સમજાવ્યો હતો, પણ

તેં મારી વાત માની જ નહીં. હવે શું થાય? શિક્ષિત અને કુળવાન હોવા છતાં પણ તારામાં બુદ્ધિ નથી. કહ્યું છે કે -

વિદ્યા કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે. બુદ્ધિ વગરનો વિદ્વાન હોવા છતાં પણ આ રીતે નાશ પામે છે, જેમ સિંહ બતાવનારા નાશ પામ્યા હત તેમ.”

ચક્રધરે પૂછ્યું :“એ શી રીતે?” સુવર્ણસિદ્ધિએ કહ્યું -

***

આ સાંભળી ચારમાંથી એકે કહ્યું :“હે સુબુદ્ધૈ! તું પાછો

૩. વિદ્યા શ્રેષ્ઠ કે બુદ્ધિ?

એક નગર હતું. તેમાં ચાર બ્રાહ્મણોના દીકરા રહેતા હત . ચારેય ગાઢ મિત્ર ે હત . તેમાંથી ત્રણ તો શાસ્ત્રોમાં પારંગત હત , પણ તેમનામાં બુદ્ધિ ન હતી. એક બુદ્ધિશાળી હતો, પણ તે શાસ્ત્રોના જ્ઞાનથી તદ્દન અજાણ હતો.

એકવાર ચારેય મિત્રોએ પરદેશમાં જઈ ધન કમાવાનું વિચાર્યું. પછી તે ચારેય પૂર્વદેશ તરફ ચાલી નીકળ્યા. થોડ દૂર ગયા પછી એમનામાંથી સૌથી મોટી ઉંમરવાળાએ કહ્યું :

“ભાઈઓ! આપણામાંથી એક મૂર્ખ છે. તેની પાસે કશું જ્ઞાન નથી, માત્ર બુદ્ધિ જ છે. પણ રાજા પાસેથી દાન મેળવવા માટે વિદ્યા નહીં,

જ્ઞાનની જરૂર પડે છે. તેથી જ્ઞાનન બળે આપણે જે કમાઈશું

તેમાંથી કશું જ તેને આપીશું નહીં. તેથી તે અત્યારથી જ ઘેર

પાછો ચાલ્યો જાય એ જ યોગ્ય ગણાશે.”

ચાલ્યો જા, કારણ કે તારી પાસે વિદ્યાનું જ્ઞાન તો છે નહીં.” આ સાંભળી ત્રીજાએ કહ્યું :“ભાઈ! આમ કરવું ઠીક નથી, કારણ કે આપણે નાનપણથી જ સાથે રમી-કૂદીને મોટા થયા

છીએ. માટે

ભલેને આપણી સાથે આવે. તમે તેને કશું જ ના આપશો. હું તેને

મારી કમાણીમાંથી અર્ધો ભાગ આપીશ. કહ્યું છે કે -

જે લક્ષ્મી પોતાની વહુની જેમ પોતાના જ કામમાં આવે અને સ માન્ય માણસે માટે ઉપયોગી ન બને એ લક્ષ્મી શા કામની? વળી-

આ મારો છે અને આ પારકો છે એવું નાના માણસો

વિચારે છે, જ્યારે ઉદાર માણસે તો આખી ધરતીને તેમનું કુટુંબ

માને છે.”

બધા માની ગયા. એ ચારેય સાથે ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ જંગલમાં આવી પહોંચ્યા. જંગલમાં એક જગાએ તેમણે ઘણાં બધાં હાડકાં વેરાઈને પડેલાં

જોયાં. હાડકાં જોઈ એક જણાએ કહ્યું : “ભાઈઓ! ચાલો, આજે આપણા

જ્ઞાનનો અખતરો કરી જોઈએ. કોણ જાણે કયા જાનવરનાં હાડકાં હશે આ! આજે આપણે આપણી વિદ્યાના પ્રભાવથી આને જીવતું કરી દઈએ.”

પછી એક જણે બધાં હાડકાં ભેગાં કરી ઢગલો કર્યો. બીજાએ એ હાડકાંમાં ચામડું, માંસ અને લોહી ભરી દીધાં. ત્રીજો

જ્યારે એમાં જીવ પૂરવા જઈ રહ્યે હતો ત્યારે ચોથા સાથી સુબુદ્ધૈ એ એને અટકાવ્યો. તેણે કહ્યું :“ઊભો રહે, ભાઈ આ તો સિંહ બની રહ્યો છે. તું જો તેને જીવતો કરીશ. તો તે આપણને બધાને ખાઈ જશે.”

તેનું કહેવું ત્રીજા મિત્રએ કહ્યું : “અરે મૂર્ખ! હું મારી વિદ્યાને મિથ્યા કરી શકું એમ નથી. હું આમાં પ્રાણ મૂકીશ જ.” સુબુદ્ધૈએ કહ્યું :“ભલે તારે જીવ મૂકવો જ હોય

તો ઊભો

રહે થોડીવાર. ત્યાં સુધી હું ઝાડ પર ચઢી જાઉં.” કહી તે ઝાડ પર

ચઢી ગયો.

ત્રીજાએ જ્યાં જીવ મૂક્યો કે તરત જ સિંહ આળસ મરડી ઊભો થયો અને પેલા ત્રણના એણે રામ રમાડી દીધા. સિંહના ચાલ્યા ગયા પછી સુબુદ્ધે ઝાડ પરથી ઉતરીને તેના ઘર

તરફ ચાલ્યો ગયો. તેથી જ હું કહું છું કે બુદ્ધિ શ્રેષ્ઠ છે, વિદ્યા નહીં. વળી -

શાસ્ત્રોમાં પારંગત હોવા છતાં જે વહેવાર જાણતો નથી તે પેલા મૂર્ખ પંડિતની જેમ હાંસીપાત્ર બને છે.”

ચક્રધરે પૂછ્યું :“એ શી રીતે?”

તેણે કહ્યું :-

***

૪. મૂર્ખ પંડિતોની વાર્તા

ચાર બ્રાહ્મણો હતા. એ ચારેય ખાસ મિત્રો. જ્યારે નાના હત ત્યારે પરદેશ જઈ વિદ્યા ભણવાનો એમને વિચાર થયો. પછી તે તેઓ વિદ્યા ભણવા કાન્યકુબ્જ ગયા.

ત્યાં જઈ તેમણે બાર વર્ષ સુધી અભ્યાસ કર્યો. તેઓ બધા બધી વિદ્યાઓમાં પારંગત થઈ ગયા.

વિદ્યાભ્યાસ પૂર્ણ કરી ગુરૂજીનાં આજ્ઞ અને આશીર્વાદ

લઈને તેઓ થોડાંક પુસ્તકો સાથે લઈ ઘેર આવવા ચાલી નીકળ્યા. તેઓ ચાલ્યા જતા હતા ત્યારે તેમણે સામે બે રસ્તા જોયા. બધા નીચે બેસી ગયા. એક પૂછ્યું : “હવે આપણે કયા રસ્તે

ચાલવું જોઈએ?”

બરાબર આ જ સમયે નજીકના ગામમાં વાણિયાનો એક

દીકરો મૃત્યુ પામ્યો હતો. તેને લઈને મહાજનો સ્મશાન તરફ

જઈ રહ્ય હતા. એ ચારમાંથી એકે પુસ્તક ખોલી જોયું. તેમાં

લખ્યું હતું - “મહાજનો જે રસ્તે જાય તે રસ્તે જવું જોઈએ.” તેણે બધાંને એ વાત જણાવી. પછી તે તેઓ મહાજનેની પાછળ ચાલતા સ્મશાનમાં જઈ પહોંચ્યાં. ત્યાં તેમણે એક ગધેડાને જોયો. તેને જોતા જ બીજા બ્રાહ્મણે પુસ્તક ખોલ્યું. પુસ્તકમાં

લખ્યું હતું -

ઉત્સવમાં, શોકમાં, સંકટમાં, દુકાળમાં, શત્રુની સામે, રાજદ્વારે અને સ્મશાનમાં જે સાથ રહે તેને પોતાના પરિવારનો જાણવો. બસ, પછી તો તેણે કહ્યું :“આ તો આપણા

પરિવારનો છે.” કોઈ એને ગળે વળગી ગયો. કોઈ એન પગ ધોવા

લાગ્યો. થોડીવાર પછી એ મૂર્ખ પંડિતોએ એક ઊંટ આવતું જોયું. તેને જોતાં જ ત્રીજાએ શાસ્ત્ર ઊઘાડ્યું. શાસ્ત્રમાં લખ્યું હતું

- “ધર્મની ગતિ શીઘ્ર થાય છે. તો નક્કી આ ધર્મ જ છે.” પછી

ચોથએ ગ્રંથ્ ઉઘાડી વાંચ્યું. તેમાં લખ્યું હતું - “ધર્મની સથે

મેળવવો જોઈએ.” આમ વિચારી તેમણે ગધેડાને ઊંટને ગળે બાંધી દીધો. પછી કોઈકે જઈને ગધેડાના માલિક ધોબીને આ વાત જણાવી. ધોબી આવી હરકત કરનાર મૂર્ખ પંડિતોને

મેથીપાક ચખાડવા અહીં દોડતો આવ્યો ત્યારે તેઓ નાસી છૂટ્યા.

નાસતા એ મૂર્ખ પંડિતોન રસ્તામાં નદી આવી. નદીમાં

તણાઈને આવતું એક ખાખરાનું પાન તેમણે જોયું. તેને જોતં જ એક પંડિતે શાસ્ત્રવચન કહી સંભળાવ્યું કે, “જે પુત્ર આવશે તે

આપણને ત રશે.” આમ કહી તેણે પ ણીમાં તણાતા ખાખરાન પાન પર કૂદકો માર્યો. કૂદકો મારતાં જ તે નદીના વહેત પાણીમાં તણાઈ ગયો. તેને તણાતો જોઈ બીજા પંડિતે

તેની

લાંબી ચોટલી પકડી ખેંચી અને કહ્યું -

“વિનાશની પરિસ્થિતિ ઊભી થતાં બુદ્ધિશાળી લોકો અડધું છોડી દે છે અને બચેલા અડધાથી કામ ચલાવી લે છે, કારણ કે વિનાશ અસહ્ય હોય છે.”

આમ વિચારી તેણે તણાતા પંડિતનું માથું કાપી લીધું. પછી ત્રણેય મૂર્ખ પંડિતો કોઈ બીજે ગામ પહોંચ્યા. ગામવાસીઓએ તેમને પંડિત જાણી સત્કાર્યા તેઓ એક એક ગૃહસ્થને ત્યાં અલગ અલગ જમવા ગયા. એક જણને એક ગૃહસ્થે ઘીમાં બનાવેલી સેવો પીરસી. સેવો જોઈ પંડિતે કહ્યું :“લાંબા તાંતણાવાળાનો નાશ થાય છે.” પછી તે પીરસેલું ભોજન છોડીને ઊઠીને

ચાલતો થયો. બીજા ગૃહસ્થને ત્યાં બીજા પંડિતને ભાતનું ઓસામણ પીરસવામાં આવ્યું. તેણે કહ્યું :“જે બહુ ફેલાઈ જાય છે તે ચિરંજીવી નથી હોતું.” તેમ કહી તે પણ ઊઠીને ચાલતો થયો.

ત્રીજાના સમે વડાં પીરસવામાં આવ્યાં. તે ગૃહસ્થને પંડિતે કહ્યું :“કાણામાં બહુ મોટા અનર્થો છુપાયેલાં હોય છે. એમ કહી તે મૂર્ખ પંડિત પણ ઊઠીને ચાલતો થયો.

આમ ત્રણેય પંડિતો ભૂખે હેરાન-પરેશાન થઈ ગયા. બધા લોકો તેમની પંડિતાઈ પર હસવા લાગ્યા. તેમણે તે ગામ

છોડી દીધું અને પોતાના ગામ તરફ પછા ફર્યા.

આ વાર્તા સંભળાવીને સુવર્ણસિદ્ધિએ કહ્યું : “આ રીતે

લૌકિક વહેવારથી અજાણ અભણ એવા તેં પણ મારું કહ્યું માન્યું નહીં, જેથી આજે તું આ સ્થિતિમાં મૂકાઈ ગયો છે. તેથી મેં કહ્યું હતું કે, “શાસ્ત્રોમાં પારંગત હોવા છત ં પણ...

વગેર.”

આ સાંભળી ચક્રધરે કહ્યું : “ભાઈ! આ તો કશા કારણ વગર જ આમ બની ગયું.”

દુર્ભાગ્યવશ મોટા મોટા બુદ્ધિશાળીઓ પણ નાશ પ મે

છે. કહ્યું છે કે -

રક્ષણ કર્યા વગર જ કોઈ વસ્તુ ભાગ્ય દ્વારા રક્ષણ પામે છે. અને માનવી દ્વારા રક્ષણ કરવા છતાં ભાગ્ય વિપરીત હોય તો તેનો નાશ પામે છે. વળી -

માથા પર સો બુદ્ધિવાળા છે. હજાર બુદ્ધિવાળો લટકી

રહ્ય ે છે. હે સુંદરી! એક બુદ્ધિવાળો હું આ નિર્મળ જળમાં ક્રીડા કરી રહ્યો છું.”

સુવર્ણસિદ્ધિએ પૂછ્યું : “એ કેવી રીતે?”

તેણે કહ્યું -

***

૫. બે માછલાંની વાર્તા

એક નાનું તળાવ હતું.

તળાવમાં શતબુદ્ધિ અને સહસ્ત્રબુદ્ધિ નામની બે માછલીઓ રહેતી હતી. એ બંન્નેને એક દેડકા સાથે ભાઈબંધી થઈ ગઈ.

દેડકાનું નામ હતું એકબુદ્ધિ.

આ ત્રણેય જણાં તળાવના કિનારે બેસી રોજ મીઠી મીઠી વાતો કરતાં. ત્યારે કેટલાક માછીમારો માથે મરેલાં માછલાં અને હાથમાં જાળ લઈ ત્યાં આવ્યા. તેમણે

તળાવ જોઈ કહ્યું : “આ તળાવમાં તો ઘણી માછલીઓ છે. આપણે કાલે અહીં આવીશું.” આમ કહી તેઓ તેમન ં ઘર તરફ ચાલ્યા ગયા.

માછલીઓએ તેમની વાત સાંભળી. તેમને મોત હાથ

છેટું લાગ્યું. તે બધી દુઃખી થઈ ગઈ. તેમણે અંદરઅંદર ચર્ચા કરવા માંડી. દેડકાએ કહ્યું : “ભાઈ! શતબુદ્ધિ! માછીમારોની

વાત સાંભળી? હવે આપણે શું કરવું જોઈએ? અહીંથી નાસી જવુું જોઈએ કે ક્યાંક સંત ઈ જવું જોઈએ? જે કરવું યોગ્ય હોય તે ફરમાવો.” આ સાંભળી સહસ્ત્રબુદ્ધિએ કહ્યું : “ભાઈ!

ડરવાની જરૂર નથી. માત્ર વાતો સાંભળી ગભરાઈ જવું જોઈએ નહીં. કહ્યું છે કે -

“નીચ વિચાર કરનારના મનોરથો સફળ થતા નથી. મને

લાગે છે રે એ દુષ્ટ માછીમારો અહીં આવશે નહીં. અને જો આવશે તો હું મારી બુદ્ધિના ઉપયોગથી તમારું રક્ષણ કરીશ. કારણ કે હું પાણીની બધી જ ગતિ જાણું છું.”

શતબુદ્ધિ બોલ્યો :“તમે સાચું કહ્યું ભાઈ. તમે સહસ્ત્ર

બુદ્ધિવાળા છો. એમ ઠીક જ કહ્યું છે કે -

આ જગતમાં બુદ્ધિ સામે કશું અશક્ય નથી. કારણ કે હાથમાં તલવાર લઈ ફરનાર નંદોનો ચાણક્યએ તેમની બુદ્ધિથી નાશ કર્યો હતો.

વળી -

જ્યાં પવન અને સૂર્યનાં કિરણો પણ પ્રવેશી શકે નહીં

ત્યાં બુદ્ધિ સરળતાથી પ્રવેશી શકે છે.

તો આ માછીમારોની વાત સાંભળી દાદા-પરદાદાના સમયથી ચાલ્યું આવતું આ જન્મસ્થળ આપણે છોડવું જોઈએ નહીં.

તેથી મારી સલાહ છે કે આપણે આ સ્થળ છોડવું જોઈએ

નહીં. હું મારી બુદ્ધિના પ્રભાવથી તમારું રક્ષણ કરીશ.”

દેડકાએ કહ્યું :“ભાઈ! મારી પાસે તો એક જ બુદ્ધિ છે. તે મને અહીંથી જલ્દી ભાગી જવાનું કહે છે. તેથી હું તો મારી પત્ની સાથે અત્યારે જ બીજા તળાવ તરફ નાસી છૂટું છું.”

એ જ રાતે દેડકો બીજા તળાવમાં ચાલ્યો ગયો. સવાર થત ં જ નક્કી કર્યા પ્રમાણે માછીમારો આવી પહોંચ્યાં. તેમણે આખા તળાવમાં જાળ પાથરી અને બધાં દેડકાં,

કાચબા અને કરચલાને પકડી લીધા. શતબુદ્ધિ અને સહસ્ત્રબુદ્ધિ નામનાં પેલાં બે માછલાં પણ આખરે જાળમાં ફસ ઈ ગયાં. ત્રીજો પહોર થતાં

મરેલાં માછલાં લઈ માછીમારો ઘર તરફ ચાલતા થયા. ભારે

હોવાને કારણે એક માછીમારે શતબુદ્ધિને ખભા પર નાખી અને સહસ્ત્રબુદ્ધિને નીચે તરફ લટકતી રાખી. એક વાવડીને કિનારે બેઠેલા એકબુદ્ધિ દેડકાએ આ રીતે માછલીઓને

લઈ જતા

માછીમારોને જોયા. તેણે તેની પત્નીને કહ્યું : “જો, જો, પેલી શતબુદ્ધિ માથા પર છે અને સહસ્ત્રબુદ્ધિ લટકી રહી છે, જ્યારે એક બુદ્ધિવાળો હું ત રી સાથે આનંદથી નિર્મળ જળમાં મોજ કરી રહ્યો છું.”

માટે આપે જણાવ્યું કે, “વિદ્યા કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે.” એ બ બતમાં મારું માનવું છે કે એક માત્ર બુદ્ધિને પ્રમાણ ગણવી જોઈએ નહીં.

સુવર્ણસિદ્ધિ બોલ્યો : “તમારી વાત સાચી હશે, છતાં

મિત્રની વાત ટાળવી જોઈએ તો નહીં, પણ શું કરું? મેં ના પ ડી હતી છતાંય તમે લોભ અને વિદ્યાના ગુમાનમાં ત્યાં રહેલું યોગ્ય ગણ્યું નહીં અથવા એમ ઠીક કહ્યું છે કે -

હે મામાજી! મારા કહેવા છતાં પણ આપ રોકાયા નહીં.

તેથી આ અપૂર્વ મણિ બાંધવામાં આવ્યો છે. હવે આપને આપના ગીતનું ઈનામ મળી ગયું.”

ચક્રધરે કહ્યું : “એ શી રીતે?”

તેણે કહ્યું -

***

૬. શિયાળ અને ગધેડાની વાર્તા

કોઈ એક ગામમાં એક ધોબી હતો. તેની પાસે ઉદ્વત નામનો એક ગધેડો હતો. આખો દિવસ ધોબીને ઘેર ભાર ખેંચ્યા પછી રાત્રે તે ખેતરોમાં જઈ મનફાવે તેમ ખાતો રહેતો. સવાર થતાં પાછો એ ધોબીને ઘેર આવી જતો.

રાત્રે સીમમાં ફરતાં ફરતાં તેની એક શિયાળ સાથે મિત્રતા થઈ ગઈ. બંન્ને રાત્રે મોજથી ફરતાં રહેતાં. શિયાળ રોજ ગધેડાને કાકડીના ખેતરમાં લઈ જવું. ગધેડો વાડ તોડી ખેતરમાં પેસી જતો અને ધરાઈ જતાં કાકડી ખાતે રહેતો, સવારે તે ધોબીને ઘેર પાછો ફરતે.

કાકડી ખાતી વેળા એક દિવસ મદમસ્ત ગધેડાએ શિયાળને

કહ્યું : “ભાણા! જો, કેટલી રૂપાળી રાત છે! તારલિયા કેવા ટમટમે છે! કેવો સરસ શીતળ પવન વાય છે! આવા સુંદર

વાતાવરણમાં કોને ગીત ગાવાનું મન ના થ ય? મારે પણ ગીત ગાઈને આનંદ લૂંટવો છે. તો કહે, કયા રાગમાં ગીત ગાઉં?” શિયાળે કહ્યું : “મામાજી! જાણી જોઈને આફત

વહોરી

લેવાથી કોઈ ફાયદો ખરો? આપણે અત્યારે ચોરી કરી રહ્ય

છીએ. ચોરી કરનારે તેનું કામ ચૂપચાપ કરવું જોઈએ. એ શું તમે

નથી જાણતા? કહ્યું છે કે-

ખાંસીથી પીડાતા ચોરે ચોરી કરવાનું છોડી દેવું જોઈએ.

ખૂબ ઊઘ આવતી હોય તેણે પણ ચોરી કરવાનું છોડી દેવું જોઈએ.”

વળી, તમારું ગીત કેવું મીઠું હશે તે હું જાણું છું. તમારો

અવાજ તો દસ ખેતર સુધી સંભળાય એવો ભારે છે. તમને ખબર છે કે અહીં ખેતરોમાં રખેવાળો સૂત છે? તમારું ગીત સંભળી એ બધા જાગી જશે તો કાંતો આપણને બ ંધી દેશે, કાંતો મારી નાખશે. તો ભલાઈ તો એમાં છે કે ગીત ગાવાનો વિચાર માંડી વાળી મીઠી મીઠી કાકડીઓ ખાતા રહો.”

શિયાળની વાત સંભળી ગધેડો બોલ્યો : “અલ્યા! તું

રહ્યો જંગલી જીવ. તને વળી ગીતમાં શી ગતાગમ પડે! કહ્યું છે કે -

શરદઋતુની ચાંદનીમાં અંધકાર દૂર થઈ જતાં પોતાના

પ્રિયજન પાસે ભાગ્યશાળી લોકોના કાનમાં જ ગીતનો મધુર ગુંજારવ પડે છે.”

“મામાજી! આપની વાત સાચી જ હશે! પણ તમે ક્યાં સૂરીલું અને મધુર સંગીત જાણો છો? તમને તો માત્ર ભૂંકતાં જ આવડે છે. તો એવા બૂમબરાડાથી શો લાભ?”

શિયાળે કહ્યું. ગધેડો બોલ્યો :“ધિક્કાર છે તને. શું તું એમ માને છે કે

ગીત વિશે હું કશું જાણતો નથી? સાંભળ, હું તને ગીતના ભેદ

અને ઉપભેદ વિશે જણાવું છું.

ગીતન સાત સ્વર હોય છે. ત્રણ ગ્રામ હોય છે, એકવીસ

મૂર્છનાઓ હોય છે, ઓગણપચાસ તાલ હોય છે, ત્રણ માત્રાઓ હોય છે અને ત્રણ લય હોય છે. ત્રણ સ્થાન, પ ંચ યતિ, છ મુખ તથા નવ રસ હોય છે. છત્રીસ રાગ અને ચાલીસ

ભાવ હોય છે. ગીતનાં કુલ એકસો પંચાશી અંગ ભરત મુનિએ બતાવ્યાં છે. દેવોને ગીત ખૂબ પ્રિય હોય છે. ગીત વડે જ રાવણે ત્રિલોચન શંકર ભગવાનને વશ કર્યા હતા.

તો હે ભાણા! તો તું મને ગીતથી અજાણ સમજીને શા

માટે ગાવાની ના પાડે છે?”

શિયાળે કહ્યું : “મામાજી! જો તમારે ગીત ગ વું જ હોય

તો મને આ ખેતરમાંથી બહાર નીકળી જવા દો.” પછી શિયાળ ખેતરની બહાર નીકળી ગયું. ગધેડાએ જોર-જોરથી ભૂંકવાનું શરૂ કર્યું.

ગધેડાન ભૂંકવાને અવાજ સાંભળીને રખેવાળો જાગી ગયા. હાથમાં લાકડીઓ લઈ તેઓ દોડ્યા. તેમણે ગધેડાને

૨૫૯

એવો તો માર્યો કે એ જમીન પર ઢળી પડ્યો. પછી તેમણે

ખાંડણિયામાં દોરડું પરોવી તેના ગળામાં બાંધી દીધો. પછી બધા રખેવાળો સૂઈ ગયા. જાતિ

સ્વભાવને લઈ ગધેડો મારને ભૂૂલી ગયો. તે થોડીવારમાં ઊઠીને ઊભો થઈ ગયો. કહ્યું

છે કે - કૂતરા, ઘોડા અને ગધેડાં થોડીવારમાં મારને ભૂલી જાય

છે.

પછી ગળે બાંધેલા ખાંડણિયા સાથે તે વાડ ભાંગીને

૭. મંથરક વણકરની વાર્તા

નાઠો. શિયાળે દૂરથી જ તેને નાસતો જોયો. તેણે પાસે જઈ કહ્યુંઃ

“મામા! તમે ઘણું સરસ ગીત ગાયું. મારી ના પાડવા છતાં પણ તમે માન્યા નહીં. પરિણામે આ અપૂર્વ મણિ આપના ગળામાં બાંધી દેવામાં આવ્યો. તમને તમારા ગીતનું

સારું ઈન મ મળી ગયું.”

આ સાંભળી ચક્રધરે કહ્યું - “હે મિત્ર! આપ ઠીક જ કહી

રહ્યા છો.” વળી એ પણ ઠીક કહ્યું છે કે -

“જેને પેતાની બુદ્ધિ નથી અને જે મિત્રેનું પણ કહ્યું નથી માનતો તે મન્થરક કૌલિકની જેમ મોતના મોંમાં હોમાઈ જાય છે.”

સુવર્ણબુદ્ધિએ કહ્યું : “એ કેવી રીતે?”

તેણે કહ્યું -

***

કોઈ એક નગરમાં મંથરક નામનો વણકર રહેતો હતો. એકવાર કપડું વણતં તેનું એક લાકડું ઓજાર તૂટી ગયું. પછી તે કપડું વણવાનું પડતું મૂકી કુહાડી લઈ વનમાં ગયો. ત્યાં તેણે એક મોટું સીસમનું વૃક્ષ જોયું. તેને જોઈને તેણે વિચાર્યું કે, “આ તો ઘણું મોટું ઝાડ છે. આને કાપવાથી તો એટલું બધું લાકડું મળે કે કપડું વણવાનાં ઘણાં બધાં ઓજારો બની જાય.” આમ

વિચારી તેણે મનેમન સીસમનું વૃક્ષ કાપવાનું નક્કી કરી તેના

મૂળમાં કુહાડીનો ઘા કર્યો.

આ સીમના વૃક્ષ પર એક શેતાનનું નિવાસસ્થન હતું. કુહાડીનો ઘા થતાં જ શેતાન બોલ્યો :“ભાઈ! આ ઝાડ પર તો હું વસવાટ કરું છું. તેથી તારે આ ઝાડ કાપવું જોઈએ નહીં.”

વણકરે કહ્યું : “શું કરું, ભાઈ! લાકડાનાં વણવાનાં

ઓજારો વિના મારો કામધંધો રખડી પડ્યો છે. મારું આખું કુટંબ

ભૂખે મરવા પડ્યું છે. માટે તું જલ્દી અહીંથી બીજે ચાલ્યો જા. હું આ ઝાડને કાપીશ જ.”

શૈતાને કહ્યું : “ભાઈ! હું તારા પર પ્રસન્ન છું. તું તારી

મરજીમાં આવે તે વરદાન મારી પાસે માગી લે, પણ આ ઝાડ કાપવાનું માંડી વાળ.”

વણકર બોલ્યો :“ઠીક છે. પણ ઘેર જઈને શું માંગવું તે

અંગે હું મારા મિત્ર અને પત્નીની સલાહ લઈ આવું. પછી આવીને જે માગું તે તું મને આપજે.”

શેતાને વણકરની વાત મંજૂર રાખી. વણકર આનંદ

પામી ઘેર પાછો ફર્યો. ગામમાં પેસતાં જ તેણે તેના એક હજામ

મિત્રને જોયો. તેણે શેતાનની વાત તેને જણાવી. પૂછ્યું :“ભાઈ!

મારી ઉપર પ્રસન્ન થયેલા શેતાને મને વરદાન માંગવા વચન આપ્યું છે, તો કહે, મારે શું માંગવું?”

વાળંદે કહ્યું :“ભાઈ! જો એમ જ હોય તો તું તેની પાસે રાજ્ય માગી લે. જેથી તું રાજા બની જાય અને હું બની જાઉં તારો મંત્રી. કહ્યું છે કે -

દાનવીર રાજા આ લોકમાં દાન દઈને પરમ કીર્તિ પ્રાપ્ત કરી તેના દ્વારા સ્વર્ગ મેળવે છે.”

વણકરે કહ્યું : “ભાઈ! પણ મારી પત્નીની સલાહ પણ

લેવી જોઈએ.”

વાળંદે કહ્યું : “ભાઈ! તારી આ વાત શાસ્ત્રની વિરુદ્ધ છે. ભૂલથી પણ સ્ત્રીની સલાહ લેવી જોઈએ નહીં. કારણ કે

સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ હોય છે. કહ્યું છે કે -

સ્ત્રીઓને ભોજન અને વસ્ત્રો આપી દેવાં જોઈએ, ઋતુકાળમાં તેની સાથે સમાગમ કરવો જોઈએ. બુદ્ધિમાને કદી તેની સલાહ લેવી ના જોઈએ. જે ઘરમાં સ્ત્રી, બાળક અને

લુચ્ચો

માણસ વશ થતાં નથી તે ઘર નાશ પમે છે, એવું શુક્રાચાર્યે કહ્યું

છે. સ્વાર્થની મૂર્તિ સમી સ્ત્રીઓ માત્ર તેમના સુખનો જ વિચાર કરે છે. તેને કોઈ વહાલું નથી હોતું. અરે! તેને સુખી નહીં કરનાર તેનો પુત્ર પણ વહાલો નથી લાગતો.”

વણકરે કહ્યું :“ભલે ગમે તે હોય. પણ હું તો તેને પૂછીશ જ. કારણ કે મારી પત્ની પરમ પતિવ્રતા છે. બીજું, તેને પૂછ્યા વગર હું કોઈ કામ નથી કરતો.” એમ કહી તે તરત તે તેની પત્ની પાસે પહોંચ્યો. કહ્યું :“વહાલી! આજે એક શેતાને પ્રસન્ન થઈ મને વરદાન માંગવા કહ્યું છે, તો કહે હું તેની પાસે શું

માગું? મારા મિત્ર વાળંદે તો મને રાજ્ય માગવાની સલાહ

આપી છે.”

તેની પત્નીએ કહ્યું : “સ્વામી! વાળંદમાં બુદ્ધિ હોતી

નથી. તેની વાત ના માનશો. કારણ કે -

બુદ્ધિમાન માણસે ચારણ, નીચ, નાઈ, બાળક અને

માગણની ભૂલથી પણ સલાહ લેવી જોઈએ નહીં.”

બીજું, રાજ્યની સ્થિતિ હંમેશાં ડામાડોળ રહે છે. તેનાથી

માણસને ક્યારેય સુખ મળતું નથી. હંમેશા સંધિ, વિગ્રહ, સંશ્રય, દ્ધૈધીભાવ વગેરે નીતિઓને લઈ દુઃખ જ મળે છે. રાજાન ે રાજગાદી પર અભિષેક થતાં જ તેની બુદ્ધિને આફતો ઘેરી લે છે. વળી

-

રામચંદ્રનો અયોધ્યા ત્યાગ, વનમાં ભ્રમણ, પાંડવોનો વનવાસ, યદુવંશીઓને વિનાશ, રાજા નળનો દેશવટો, રાજા સૈદાસનું રાક્ષસ થવું, અર્જુન કાર્તવીર્યનો નશ, રાજા રાવણનું

સત્યાનાશ વગેરે રાજ્યનાં અનિષ્ટો જોઈને કોઈપણ વ્યક્તિએ રાજ્યની કામના કરવી જોઈએ નહીં.

જે રાજ્યને માટે સગો ભાઈ અને સગો પુત્ર પણ પોતાન રાજાનો વધ કરવા ઈચ્છે તેને દૂરથી જ નમસ્કાર કરવા જોઈએ.”

આ સાંભળી વણકરે કહ્યું :“તું બરાબર કહે છે. તો કહે

મારે તેની પાસે શું માંગવું? તેની પત્નીએ કહ્યું :“તમે એક બીજું

માથું અને બીજા બે હાથ માગી લો. જેથી રોજ બે વસ્ત્રો વણીને તૈયાર કરી શકાય. એક કપડાની કિંમતમાંથી આપણો ઘર ખર્ચ નીકળશે અને બીજા વસ્ત્રની કિંમતમાંથી વધારાનો

ખર્ચ થઈ શકશે. એ રીતે આરામથી આપણું જીવન પસાર થશે.”

પત્નીની વાત સાંભળી વણકર રાજી થયો. કહ્યું : “હે

પતિવ્રતા! તેં સાચી સલાહ આપી છે. હું એવું જ માગીશ.”

તે શેતાન પાસે ગયો અને કહ્યું : “ભાઈ! જો તું મને

ખુશ કરવા માગતો હોઉં તો એક વધારાનું માથું અને બીજા બે હાથ આપી દે.” તેણે કહ્યું કે તરત વણકરનાં બે માથાં અને ચાર હાથ થઈ ગયા. એ પ્રસન્ન થઈ ઘેર પાછો ફર્યો. લોકો તેને આવતો જોઈ રાક્ષસ સમજી બેઠા. લોકોએ તેને લાકડીઓથી

માર મારી યમલોક પહોંચાડી દીધો. તેથી મેં કહ્યું કે - જેને

પોતની બુદ્ધિ નથી હોતી. . વગેરે.

ચક્રધરે કહ્યું :“ભાઈ! આ સાચું છે. બધા લોકો તે નીચ પિશાચિની પાસે જઈને પોતાની જગહાંસી કરાવે છે અથવા કોઈકે ઠીક કહ્યું છે કે -

“જે અશક્યની તથા ભવિષ્યમાં થનારની ચિંતા કરે છે તે સોમશર્માની જેમ પંડુરંગને થઈ સૂવે છે.”

સુવર્ણબુદ્ધિએ કહ્યું : “એ કેવી રીતે?”

તેણે કહ્યું -

***

તેનો વિચારનો દોર આગળ લંબાયો, “છ મહિનામાં એ

૮. શેખચલ્લી બ્રહ્મણની વાર્તા

સ્વભાવકૃપણ નામનો એક બ્રાહ્મણ હતો. તેણે ભિક્ષા

માગીને ઘણું બધું સત્તુ (ચણાને લોટ) એકઠું કર્યું હતું. તેણે એકઠા કરેલા સત્તુને એક માટીના ઘડામાં ભરી લીધું હતું અને પોતે જે ખાટલામાં સૂતો હતો તે ખાટલાને અડીને આવેલી દીવાલ પરની ખીંટીએ ઘડો લટકાવી દીધો હત ે.

સૂતો સૂતો તે રોજ સત્તુથી ભરેલા ઘડાને જોઈ રહેતો અને મનમાં જાતજાતના વિચારો કર્યા કરતો.

એક દિવસ રાત્રે ખાટલામાં સૂતાં સૂતાં તેણે વિચાર્યું : “હવે તો આ ઘડો સત્તુથી આખેઆખો ભરાઈ ગયો છે. જો આ વર્ષે વરસાદ વરસે નહીં અને દુકાળ પડે તો બધું સત્તુ સો રૂપિયામાં વેચાઈ જાય. એ સો રૂપિયાની હું બે બકરીઓ ખરીદી

લઈશ.” તેની નજર સામે બે બકરીઓ દેખાવા લાગી.

બંન્ને બકરીઓ ગાભણી બની જશે. પછી થોડા વખતમાં એ બચ્ચાંને જન્મ આપશે. આમ મારી પ સે ઘણી બકરીઓ એકઠી થઈ જશે. એ બધી બકરીઓને વેચીને હું ગ યો ખરીદી

લઈશ. ગાયોનું દૂધ અને વાછરડા વેચી હું ઘણીબધી ભેંસો ખરીદી

લઈશ. ભેંસોને વેચીને હું ઘોડીઓ ખરીદી લઈશ. આ ઘોડીઓથી

મારી પાસે અનેક ઘોડાઓ થઈ જશે. ઘોડાઓને વેચીને હું ઘણું બધું સોનું લઈ લઈશ. સોનું વેચીને જે આવક થશે તે આવકમાંથી હું ચાર માળનું સુંદર મકાન બનાવડાવીશ. આલીશાન મકાન અને

મારો વૈભવ જોઈ કોઈને કોઈ બ્રાહ્મણ તેની કન્યા મારી સાથે જરૂર પરણાવશે. એક સુંદર યુવતીનો પતિ બની જઈશ.

મારા પુત્રનું નામ હું સોમશર્મા રાખીશ” બ્રાહ્મણ મનોતીત કલ્પનાઓમાં રાચવા લાગ્યો. એક કલ્પના બીજી કલ્પનાને જન્મ આપતી. કલ્પન ના તંતુ સંધાતા ગયા. તેણે આગળ વિચાર્યું -

“મારો દિકરો ઘૂંટણિયે પડી ચાલતો થશે ત્યારે હું અશ્વશાળાની પાછળ બેસીને પુસ્તક વાંચતો રહીશ. સોમશર્મા મને જોઈને ક્યારેક માતાના ખોળામાંથી ઉતરીને મારી પાસે આવશે. તેને ઘોડાઓથી નુકસાન થવાન ભયથી ગુસ્સે થઈ હું મારી પત્નીને કહીશ - “બ ળકને જલ્દીથી લઈ લે. પણ બીજા કામોમાં પરોવાયેલી તે મારી વાત્ કાને નહીં ધરે. ત્યારે હું ઊઠીને તેને જોરદાર

લાત મારીશ.” આમ વિચારી તેણે સૂતાં સૂતાં પગની

એવી તો જોરદાર લાત મારી કે નજીકની ખૂંટી ઉપર ભરાવેલા સત્તુના ઘડા સાથે એનો પગ અફળાયો અને માટીનો ઘડો ફૂટી ગયો. સત્તુ તેના પર વેરાયું. તેનું આખું શરીર પાંડુરંગથ્ી રંગાઈ ગયું. તેથી હું કહું છું કે, “અસંભવ બબતો અને ભવિષ્યમાં થનારી બાબતોના જે મિથ્યા વિચારો કર્યા કરે છે. . વગેરે.”

સુવર્ણસિદ્ધિએ કહ્યું :“આ બધું એમ જ થતું રહે છે. એમાં તારો કોઈ દોષ નથી. કારણ કે લાલચના માર્યા લોકો આમ જ કરત હોય છે. કહ્યું છે કે -

જે માણસ લોભને વશ થઈ કોઈ કામ કરે તેને આવું જ પરિણામ ભોગવવું પડતું હોય છે. પરિણામે જેમ ચંદ્રરાજાએ વિપત્તિ ભોગવી હતી તેવી વિપત્તિ ભોગવે છે.”

ચક્રધરે પૂછ્યું :“એ કેવી રીતે?”

તેણે કહ્યું -

***

૯. ચંદ્રરાજાની વાર્ત

ચંદ્ર નામનો એક રાજા થઈ ગયો. તેના પુત્રો વાંદરાઓ સાથે મસ્તી કરતા હતા. તેથી તેણે વાંદરાઓનું એક ટોળું પણ પાળી રાખ્યું હતું. તે તેમને જાતજાતની ખાવા-પીવાની વસ્તુઓ આપતો રહેતો.

વાંદરાઓના ટોળાનો એક મુખિયા હતો. તે શુક્રાચાર્ય બૃહસ્પતિ અને ચાણક્યની નીતિનો સંપૂર્ણ જાણકાર હતો. તે બધા વાંદરાઓને તાલીમ આપતો હતો. રાજાના મહેલમાં

એક

ઘેટાંનું ટોળું પણ હતું. રાજાનો નાનો દીકરો ઘેટાં ઉપર ચઢીને

મસ્તી કરતો રહેતે હતો. એ ઘેટાંમાં એક ઘેટો ઘણો સવાદિયો હતો. રાત્રે તે રાજભવનના રસોઈઘરમાં ઘૂસી જઈ જે કંઈ મળે તે

ખાઈ જતો. રસોઈયા તેને જોતાં જ મારવા લાગતા. રસોઈયાની આવી અવળચંડાઈ જોઈ વાંદરાઓના મુખિયાએ વિચાર કર્યો

કે, “આ ઘેટા અને રસોઈયા વચ્ચેનો ઝઘડો એક દિવસ વાંદરાઓનો વિનાશ કરાવશે. કારણ કે ભાતભાતની રસોઈ ચાખી આ ઘેટો સવાદિયો થઈ ગયો છે. અને રસોઈયા પણ ભારે

ક્રોધી સ્વભાવન છે. તેઓ હાથમાં આવે તેને હથિયાર બનવી

ઘેટાને મારતા ફરે છે. ઘેટાના શરીર પર ઊન ઘણું બધું છે. આગને નને અમથે તણખો પડે તેય સળગી ઊઠે. ઘેટા સળગવા લાગત ં જ નજીકની અશ્વશાળામાં પેસી જશે. પરિણામે તેમાં રહેલું ઘાસ પણ સળગી ઊઠશે. બધા ઘોડા બળીને ખાખ થઈ જશે. આચાર્ય શાલિહોત્રએ કહ્યું કે બળી ગયેલા ઘોડાના ઘા વાંદરાઓની ચરબીથી રૂઝાઈ જાય છે. આમ જાણ્યા પછી

નક્કી વાંદરાઓને મારીને તેમની ચરબીથી દઝાયેલા ઘોડાના ઘા રૂઝાવવાનો ઈલાજ કરાશે.” મનમાં આમ વિચારીને તેણે બધા વાનરોને એકાંતમાં બોલાવી કહ્યું : -

“ઘેટા અને રસોઈયાઓ વચ્ચે રોજ આમ ઝઘડો થતો રહેશે તો એક દિવસ નક્કી આપણો વિનાશ થશે.

રાતદિવસન કજિયાથી રાજમહેલનો પણ નાશ થાય છે,

ખરાબ વાણી બોલવાથી મિત્રતાનો નાશ થાય છે. દુષ્ટ રાજાને કારણે રાજ્યનો નાશ થાય છે અને કુકર્મથી માણસની પ્રતિષ્ઠાને નાશ થાય છે.”

“ત ે મારી તમને સલાહ છે કે આપણો નાશ થતા પહેલાં આપણે આ રાજમહેલ છોડી જંગલમાં ચાલ્યા જવું જોઈએ.”

મુખ્ય વાનરની આ સાંભળવી ના ગમે તેવી વાત સાંભળી વાંદરાઓએ કહ્યું :“ભાઈ! હવે તમે ઘરડા થઈ ગયા છો. તેથી આવી ગાંડી વાતો કહી રહ્યા છો. કહે છે કે બાળકો અને

વૃદ્ધોની બુદ્ધિ બહેર મારી જાય છે.”

“અહીં આપણને સ્વર્ગનું સુખ મળે છે. રાજકુમારો તેમને હાથે આપણને અવનવી વાનગીઓ ખવડાવે છે એ છોડીને જંગલમાં સૂકાં, સડેલાં અને કડવાં ફળો ખાવા આપણે જઈશું?

એ વાજબી નથી.”

આ સાંભળી વૃદ્ધ વાનર ગદ્‌ગદ્‌ થઈ ગયો. કહ્યું :“અરે!

મૂર્ખાઓ! આ સુખનું કેવું પરિણામ ભોગવ ું પડશે તેની તમને

ખબર નથી. હું મારી સગી આંખોએ મારા પરિવારનો વિનાશ થતો જોવા નથી ઈચ્છતો. હું તો હમણાં જ વનમાં ચાલ્યો જાઊં છું.”

આમ કહી વાંદરાઓનો આગેવાન બધા વાંદરાઓને છોડીને એકલો જંગલમાં ચાલ્યો ગયો. તેના ચાલ્યા ગયા પછી તેણે જેવું વિચાર્યું હતું તેવું જ થયું. એક દિવસ પેલો ઘેટો રસોડામાં પેસી ગયો. તેને મારવા બીજી કોઈ વસ્તુ હાથવગી ન જણાતાં રસોઈયાએ ચુલમાંથી સળગતું લાકડું ખેંચી કાઢી ઘેટા તરફ ફેંક્યું. ઘેટાના શરીર સાથે લાકડું અફળાયું. ઊન સળગી ઊઠ્યું. ઘેટો ચીસો પાડતો અશ્વશાળા તરફ નાઠો. અશ્વશાળામાં પેસતાં જ ત્યાં ઊભી કરેલી ઘાસની ગંજીઓ સળગી ઊઠી. આગ

ભડભડ સળગવાથી ઘોડા દાઝી ગયા. કેટલાક તરત જ મૃત્યુ

પામ્યા તો કેટલાક ઘવાયા. બચી ગયેલા ઘોડા હણહણત ત્યાંથી

ભાગી છૂટ્યા. રાજમહેલમાં કોલાહલ મચી ગયો.

વાત જાણત ં જ રાજાએ શાલિહોત્રન ખાસ વૈદ્યોને તેડાવ્યા. કહ્યું :“ભાઈઓ! ઘોડાઓને સાજા કરવાની દવા તરત જણાવો.”

વૈદ્યોએ શાસ્ત્રો ઉથલાવી કહ્યું :“સ્વામી! આગના ઘાને

મટાડવાની બાબતમાં ભગવાન શાલિહોત્રએ કહ્યું છે કે, “અગ્નિથી દાઝી ગયેલા ઘોડાઓના ઘા વાંદરાઓની ચરબીથી જલ્દી રૂઝાઈ જાય છે. તો આપ તરત જ આ ઈલાજ

કરાવો.”

વૈદ્યોના મોંઢે આ વાત સાંભળી રાજાએ રાજમહેલના બધા વાનરોને મારી નાખવાનો હુકમ કર્યો. હુકમ થતાં સેવકોએ બધા જ વાનરોને મારી નાખ્યા. પેલા જંગલમાં નાસી છૂટેલા

આગેવાન વાનરે આ સમાચાર સ ંભળ્યા. પરિવારન વિનાશના સમાચાર જાણીને તે ખૂબ દુઃખી થયો. તેણે ખાવા-પીવાનું છોડી દીધું. દુઃખન ે માર્યો તે બિચારો એક વનમાંથી બીજા વનમાં એમ

રખડવા લાગ્યો. તે રાજાએ તેના પરિવાર પર કરેલા અપકારનો બદલો લેવા હંમેશાં વિચારતો રહેતો.

જંગલમાં રખડતો ઘરડો વાંદરો તરસ્યો થઈ ગયો. પાણી

પીવા તે એક સરોવરના કિનારે આવ્યો. સરોવર કમળોથી ભરેલું હતું. ત્યાં જઈને તેણે જોયું તો સરોવરમાં કોઈક જંગલી જીવ

પ્રવેશ્યો હોય એવી પગની નિશાનીઓ તો જણાતી હતી. પણ તે બહાર નીકળી ગયો હોય એવો કોઈ સંકેત જણાતો ન હતો. તેણે જાણી લીધું કે નક્કી આ સરોવરમાં કોઈ દુષ્ટ આત્મા રહેતો હોવો જોઈએ. તેણે એક કમલદંડ લઈ પાણી પીવાનું શરૂ કર્યું. તે પાણી પી રહ્યો હતો ત્યારે સરોવરની વચમાં રત્નમાળા પહેરેલો કોઈક રાક્ષસ તેને દેખાયો. રાક્ષસે કહ્યું :“અરે! આ સરોવરન પાણીમાં જે કોઈ પ્રવેશ કરે છે તેને હું ખાઈ જાઊં છું. તારા જેવો ચાલાક બીજો કોઈ મેં જોયો નથી. તું તો અહીં આવી, દૂર બેસીને કમળદંડ વડે પાણી પીએ છે. તારી આ હોંશિયારીથી હું

પ્રસન્ન થયો છું. તું મારી પાસે ઈચ્છિત વરદાન માગી શકે છે.”

વાનરે તેને પૂછ્યું : “ભાઈ! તું કેટલું ખાઈ શકે છે?”

રાક્ષસે કહ્યું : “પાણીમાં પ્રવેશી ગયા પછી તો હું સો, હજાર, લાખ કે કરોડને પણ ખાઈ જાઊં છું. પણ પાણીની બહાર તો એક મામૂલી શિયાળથી પણ હું હારી જાઊં

છું.”

વાનરે કહ્યું :“એક રાજા મારો દુશ્મન થઈ ગયો છે. જો તું તારી આ રત્નમાળા મને આપી દે તો હું આ રત્નમાળા વડે તેને છેતરીને અને લાલચ બતાવીને પૂરા કુટુંબ સાથે અહીં

લઈ આવું. પછી તું નિરાંતે બધાંને ખાઈ જજે.”

વાનરની વાતમાં રાક્ષસને વિશ્વાસ બેઠો. તેણે તેની

રત્નમાળા વાનરને કાઢી આપી અને કહ્યું : “ભાઈ! તને જેમ ઠીક લાગે તેમ કરજે.”

વાનરે માળા લઈ ગળામાં પહેરી લીધી. માળા પહેરી વાનર વૃક્ષો અને મહેલો ઉપર ફરવા લાગ્યો. લોકોએ તેને જોઈ પૂછ્યું : “વાનરરાજ! આટલા દિવસો સુધી તમે ક્યાં હતા?

સૂર્યના તેજથી પણ અધિક એવી આ માળા તમને ક્યાંથી

મળી?”

વાનરરાજે કહ્યું :“કોઈ એક જંગલમાં ધનપતિ કુબેરજીએ બનાવેલું એક સુંદર સરોવર છે. આ સરોવરમાં રવિવારની સવારે

પ્રાતઃકાળે જે કોઈ સ્નાન કરે છે તેના ગળામાં કુબેરજી આવી રત્નમાળા પહેરાવી દે છે.

વાત જગબત્રીસીએ ચઢી. રાજાની જાણમાં પણ આ

વાત આવી. તેમણે વાનરરાજને બોલાવી પૂૂછ્યું : “વાનરરાજ!

લોકજીભે જે વાત ચર્ચાય છે તે શું સાચું છે? આવું રત્નમાળાઓથી

ભરેલું સરોવર છે ખરું?”

વાનરરાજ બોલ્યો : “એ વાતનું પ્રમાણ તો આપ જાતે જ મારા ગળામાં શોભતી રત્નમાળા પરથી જાણી શકશો. આપ

મારી સાથે કોઈને મોકલો તો તે સરોવર હું તેને બતાવી દઉં.”

રાજાએ કહ્યું : “જો એમ જ હોય તો હું જાતે જ મારા

પરિવાર સાથે તમારી સાથે આવીશ. જેથી મને ઘણી બધી

માળાઓ મળી જાય.”

વાનર બ ેલ્યો : “મહારાજ! જેવી આપની મરજી.”

વાનરની સાથે રાજા સપરિવાર સરોવર તરફ ચાલી

નીકળ્યો. રાજાએ વાનરરાજને પણ પાલખીમાં બેસાડ્યો. એમ ઠીક જ કહ્યું છે કે -

“હે તૃષ્ણાદેવી! તને નમસ્કાર હો. તમારે કારણે જ ધનવાનો પણ નહીં કરવા જેવાં કામો કરે છે, એટલું જ નહીં. તું એમને નહીં જવા જેવાં સ્થળોએ લઈ જાય છે.”

વળી -

સ ે મેળવનાર હજારની, હજાર મેળવનાર લાખની, લાખ

મેળવનાર એક કરોડની, કરોડ મેળવનાર રાજ્યની અને રાજ્ય

મેળવનાર સ્વર્ગની ઈચ્છા કરતો થી જાય છે. ઘડપણમાં વાળ, કાન, આંખો અને દાંત ઘરડા થઈ જાય છે. ત્યારે એક માત્ર તૃષ્ણા જ યુવાન રહી શકે છે.”

સરોવર પાસે પહોંચી પ્રાતઃકાલે વાનરરાજે રાજાને કહ્યું

ઃ “અડધો સૂર્યોદય થતાં જે જે સરોવરમાં સ્નાન માટે પ્રવેશ કરે છે તેને જ ફળ મળે છે. તો બધા જ એકસથે સરોવરમાં પ્રવેશ કરો.”

રાજાએ વાનરરાજની વાત માની લીધી. તેમના પરિવારનાં

બધાંએ સરોવરમાં પ્રવેશ કર્યો કે રાક્ષસ એક એક કરીને બધાંને

ખાઈ ગયો. જ્યારે ઘણો સમય વીતી ગયો અને સરોવરમાંથી કોઈ પાછું બહાર ના આવ્યું ત્યારે રાજાએ વાનરરાજને પૂૂછ્યું :“હે વાનરરાજ! પરિવારનું કોઈ હજી સુધી બહાર કેમ ના આવ્યું?”

રાજાની વાત સાંભળતાં વાનરરાજ નજીકન ઝાડ ઉપર ચઢી

ગયો. બેલ્યો : “અરે નીચ રાજવી! સરોવરમાં છુપાઈને બેઠેલો રાક્ષસ તમારા પરિવારજનોને ખાઈ ગયો છે. તમે મારા પરિવારનો નાશ કર્યો હતો. મેં તેનું વેર આજે વાળી લીધું છે. હવે હિસાબ બરાબર થઈ ગયો. હવે તમે પાછા ચાલ્યા જાઓ. તમે રાજા છો તેથી જ મેં તમને સરોવરમાં પ્રવેશવા દીધા ન હતા. કહ્યું છે કે

-

ખરાબ વર્તન કરનાર સાથે ખરાબ રીતે વર્તવું જોઈએ.

મારનારને મારવો જોઈએ. લુચ્ચા સાથે લુચ્ચાઈ કરવી જોઈએ.

મને આમાં કોઈ દોષ જણાતો નથી. તમે મારા પરિવારને નાશ કર્યો, અને મેં તમારા હિસાબ ચૂકતે થઈ ગયો.”

વાનરની વાત સાંભળી રાજા ગુસ્સે થઈ ગયો. તે ત્યાંથી

ચાલીને પાછો જતો રહ્યો. રાજાના ચાલ્યા ગયા પછી ખૂબ

ખાઈને સંતોષ પામેલા રાક્ષસે પણીમાંથી બહાર આવી કહ્યું : “હે વાનર! તું કેવો બુદ્ધિશાળી છે કે તું કમળદંડ વડે પ ણી પીએ છે એટલું જ નહીં. તેં તારા દુશ્મનોનો ઘડો લાડવો કરી નાખ્યો.

મને મિત્ર બનાવી લીધો અને રત્નમાળા પણ મેળવી લીધી. તું

ખૂબ ચતુર છે.”

તેથી જ હું કહું છું કે - “જો લાલચમાં આવી કામ કરે

છે... વગેરે.”

આ વાર્તા સાંભળી સુવર્ણસિદ્ધિએ કહ્યું : “ભાઈ! હવે

મને જવા દે. હું મારે ઘરે જાઉં.”

ચક્રધરે કહ્યું :“ભાઈ! આપત્તિને પહોંચી વળવા જ લોકો

ધનનો સંગ્રહ કરે છે અને મિત્રો પણ બનવે છે. તો તું આમ

મુશ્કેલીમાં સપડાયેલા મને છોડીને ક્યાં જાય છે?”

“કહ્યું છે કે સંકટમાં ફસ યેલા મિત્રને જે ત્યજી દે છે તે કૃતઘ્ન ગણાય. વળી આવા પ પને લીધે તે નરકમાં જાય છે.” સુવર્ણસિદ્ધિએ કહ્યું :“ત રી વાત સાચી છે. પણ

અહીં તું

એવી જગ એ છું કે જ્યાં માણસની કોઈ ગતિ નથી. આ

સંકટમાંથી તને કોઈ છોડાવી શકે તેમ નથી. તારી વેદના

મારાથી જોવાતી નથી. વળી મને પણ શંકા થાય છે કે મારી સાથે તો કોઈ અનર્થ તો નહીં થઈ જાય ને? કેમકે -

હે વાનર! તારો ચહેરો જોતાં લાગે છે કે તું પણ વ્યાકુળ થઈ ગયો છે. જે અહીંથી ભાગી જશે, ત્યાં જશે.”

ચક્રધરે કહ્યું - “એ કેવી રીતે?”

તેણે કહ્યું -

***

૧૦. રાજા ભદ્રસેનની વાર્તા

કોઈ એક નગરમાં ભદ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની એક સર્વગુણસંપન્ન રત્નવતી નામની કન્યા હતી. એક રાક્ષસ આ રત્નવતીનું અપહરણ કરી જવા

ઈચ્છતો હતો. રાક્ષસ રોજ રાત્રે રત્નવતી પાસે આવતો અને આનંદ માણતો. રાજા દ્વારા તેની કન્યાના રક્ષણ માટે મંત્ર-તંત્ર જેવા

અનેક ઉપાયો કરવામાં આવતા. જેથી રાક્ષસથી તેને ઊઠાવી

લઈ જવાતું ન હતું. રાક્ષસ કન્યા સાથે રાત્રે ભોગ ભોગવવા આવતો ત્યારે રત્નવતી થરથર ધ્રુજતી કામક્રીડાની અસહ્ય વેદના અનુભવતી.

સમય પસાર થતો રહ્યો. એક દિવસ અડધી રાત્રે રાક્ષસ

જ્યારે રાજકુમારીના શયનકક્ષના એક ખૂણામાં ઊભો હતો ત્યારે રાજકુમારીએ તેની સખીને કહ્યું : “સખી! જો, આ વિકાલ રોજ

રાત્રે મારી પાસે આવી મને હેરાન કરે છે. આ નીચને અહીંથી

દૂર કરવાનો કોઈ ઉપાય તારી પાસે છે?”

રત્નવતીના આ વાત રાક્ષસ સંભળી ગયો. તેણે વિચાર્યું કે - “લાગે છે કે મારી જેમ વિકાલ નામનો કોઈ બીજો રાક્ષસ રોજ રાત્રે રાજકુમારી પાસે આવતો લાગે છે. તે પણ

રાજકુમારીને ઊઠાવી લઈ જવા ઈચ્છતો હશે. પણ તે તેમ કરી શકતો નહીં હોય. તો હું ઘોડાનું રૂપ ધારણ કરીને ઘોડાઓની વચ્ચે આવી ચાલી જોઉં કે એ વિકાલ કોણ છે અને

કેવો છે?”

આમ વિચારી રાક્ષસે ઘોડાનું રૂપ ધારણ કરી લીધું. તે

ઘોડાઓની વચ્ચે જઈ ઊભો રહ્યો. તે જ્યારે રાજાની અશ્વશાળામાં

ઘોડાનું રૂપ ધારણ કરી ઊભો રહ્યો તે જ સમયે ઘોડા ચોરવાના બદઈરાદાથી એક ચોર અશ્વશાળામાં પેઠો. તેણે વારાફરતી બધા

ઘોડા જોયા. ઘોડાનું રૂપ ધારણ કરી ઊભેલો રાક્ષસ તેને સૌથી

સારો લાગ્યો. ચોર ઘોડાની પીઠ પર બેસી ગયો.

ઘોડારૂપે રહેલા રાક્ષસે વિચાર્યું. - “આજ વિકાલ છે. તે

મને ઘોડાનું રૂપ લેતં જોઈ ગયો હશે! તે નક્કી મને ચોર સમજી

મારવા આવ્યો લાગે છે. હવે હું શું કરું?”

રાક્ષસ આમ વિચારી રહ્યો હતો ત્યારે પેલા ચોરે તેન

મોંઢામાં લગામ નાખી દીધી અને તેને ચાર-પાંચ ચાબુકના ફટકા

માર્યા. ડરી ગયેલો રાક્ષસ દોડવા લાગ્યો. રાજમહેલથી ઘણે દૂર

નીકળી ગયા પછી પેલાએ ઘોડાને ઊભો રાખવા લગામ ખેંચવા

માંડી. પણ આ કોઈ સાધારણ ઘોડો તો હતો નહીં. એ વધારે વેગથી દોડવા લાગ્યો. ચોરને ચિંતા થઈ. “લગામને પણ નહીં ગણકારનાર આ તે વળી કેવો ઘોડો! નક્કી આ સાચુકલો ઘોડો નથી, પણ ઘોડારૂપે રહેલો કોઈ રાક્ષસ હોવો જોઈએ. હવે આગળ ધુળીયા જમીન આવે ત્યારે હું જાતે જ ઘોડા પરથી નીચે પડી જઈશ. નહીં તો મારાથી જીવતા નહીં રહેવાય.” આમ

વિચારી તે જ્યારે ઈષ્ટદેવનું સ્મરણ કરી રહ્યો હતો ત્યારે ઘોડો એક વડના ઝાડ નીચે જઈ ઊભો રહ્યો. ચોરે તરત જ સમય પ રખી એક વડવાઈ પકડી લીધી. બંન્ ો એક

બીજાથી અલગ થઈને રાજીરાજી થઈ ગયા. બંન્ ો જણ, બચી ગયાની વાતથી હરખ પામ્યા.

વડના એ ઝાડ પર રાક્ષસનો મિત્ર એક વાનર રહેતો હતો. રાક્ષસને આમ ગભરાયેલો જોઈ તેણે પૂછ્યું :“ભાઈ! ખોટી બીકથી ડરીને તું આમ કેમ ભાગી રહ્યો છે? અરે! આ તો તું રોજ જેને ખાય છે તે માણસ છે.”

વાનરનીવ વાત સાંભળી રાક્ષસે ઘોડાનું રૂપ ત્યજી દઈ

અસલી રૂપ ધારણ કરી લીધું. છતાં તેના મનમાંથી શંકા ગઈ નહીં. એ પછો ફર્યો. ચોરને લાગ્યું કે વાનરે તને સચી વાત જણાવી પાછો બોલાવ્યો છે ત્યારે તે ગુસ્ ો થઈ ગયો. તેણે ગુસ્સામાં વાનરની લટકતી પૂંછડી પકડી લઈ જોરથી બચકું ભરી

લીધું. વાનરે જાણ્યું કે આ માણસ તો રાક્ષસ કરતાં પણ વધારે

જોરાવર છે. તેથી ભયનો માર્યો તે આગળ કશું બોલ્યો નહીં. દુઃખ સહન ન થતાં વાનર આંખો બંધ કરી બેસી ગયો.

રાક્ષસે તેને આમ બેઠેલો જોઈ કહ્યું -

“હે વાનર! તારા ચહેરાન હાવભાવ પરથી તો એવું

લાગે છે કે તને પણ વિકાલે પકડી લીધો છે. હવે તો જે ભાગી જશે એ જ જીવતો રહેશે.”

આમ કહી રાક્ષસ ત્યાંથી ભાગી છૂટ્યો. તો ભાઈ! હવે

તું પણ મને ઘેર જવાની રજા આપ. તું અહીં રહીને તારા

લોભરૂપી વૃક્ષનાં ફળો ખાધા કર.”

ચક્રધરે કહ્યું : “ભાઈ! આ તો અકારણ બની ગયું છે.”

માણસને શુભ-અશુભ ફળ ભાગ્યવશ ભોગવવાં જ પડે છે. કહ્યું

છે કે-

“જે રાવણનો દુર્ગ ત્રિકૂટ હતો, સમુદ્ર ખાઈ હતી, યોદ્ધા રાક્ષસ હતા, કુબેર મિત્ર હતો, જે પોતે મહાન રાજનીતિજ્ઞ હતે તે ભાગ્યવશ નાશ પામ્યો. વળી -

આંધળો, કૂબડો અને ત્રણ સ્તનોવાળી રાજકન્યા - એ

ત્રણેય કર્મોની સામે ઉપસ્થિત થઈ અન્યાયથી પણ સિદ્ધિ પામ્યાં.” સુવર્ણસિદ્ધિએ પૂછ્યું : “એ કેવી રીતે?”

તેણે કહ્યું -

૧૧. મધુસેન રાજાની વાર્તા

મધુપુર નામનું એક નગર હતું. ત્યાં મધુસેન રાજા રાજ્ય કરતો હતો. વિષયસુખમાં રચ્યાપચ્યા રહેનાર આ રાજાને ઘેર એક ત્રણ સ્તન ેવાળી દીકરીન ે જન્મ થયો. રાજાએ આ

વાત જાણી. એને ભવિષ્યમાં થનારા અમંગલનો અંદેશો આવી ગયો. તેણે સેવકોને હુકમ કર્યો કે -

“ત્રણ સ્તનોવાળી આ કન્યાને કોઈ જાણે નહીં એમ

જંગલમાં મૂકી આવો.”

સેવકોએ કહ્યું :“મહારાજ! એ સાચું છે કે ત્રણ સ્તનોવાળી કન્યા અનિષ્ટકારક ગણાય છે. છતાં પંડિતોને બોલાવી આપે પૂછી લેવું જોઈએ. કદાચ કોઈ રસ્તો મળી આવે. અને

આપ સ્ત્રી હત્યાના ઘોર પાતકમાંથી બચી જાઓ. કહ્યું છે કે -

જે બીજાને પૂછતો રહે છે, સાંભળતો રહે છે, અને

યથયોગ્ય વાતે અપનવતે રહે છે તેની બુદ્ધિ, સૂર્યથી જેમ

કમળ ખીલે તેમ ખીલતી રહે છે.”

વળી -

“જાણવા છત ં પણ માણસે હંમેશાં પૂછત ં રહેવું જોઈએ. જૂના જમાનામાં રાક્ષસરાજ દ્વારા પકડાયેલો એક બ્રાહ્મણ પૂછવાને કારણે મુક્ત થઈ શક્યો હતો.”

રાજાએ પૂછ્યું : “એ કેવી રીતે?”

રાજસેવકોએ કહ્યું -

***

૧૨. ચંડકર્મા રાક્ષસની વાર્તા

દેવ! કોઈ એક જંગલમાં ચંડકર્મા નામનો રાક્ષસ રહેતો હતો. તે જંગલમાં ફરતો હતો ત્યારે તેણે એક બ્રાહ્મણ જોયો. બ્રાહ્મણ જોતાં જ કૂદીને તે તેના ખભા પર બેસી ગયો અને કહ્યું

ઃ “આગળ ચાલ.”

બ્રાહ્મણ તો રાક્ષસને ખભે બેઠેલો જોઈ ગભરાઈ ગયો. તે ચાલવા લાગ્યો. રાક્ષસને ઊંચકીને ચાલતા બ્રાહ્મણની નજર રાક્ષસન લટકત પગ ઉપર પડી. તે રાક્ષસન કમળની પાંખડીઓ

જેવા કોમળ પગ જોઈને નવાઈ પમ્યો. તેણે પૂછ્યું : “ભાઈ! તમારા પગ આટલા બધા કોમળ કેમ છે? રાક્ષસે જવાબ આપ્યો

ઃ “ભાઈ! ભીના પગે જમીનનો સ્પર્શ નહીં કરવાનું મેં વ્રત રાખ્યું

છે.”

બ્રહ્મણ તેની વાત્ સંભળી તેની પસેથ્ી છૂટકારો

મેળવવાને ઉપાય વિચારીને એક સરોવરને કિનારે આવી પહોંચ્યો. સરોવરને કિનારે આવી પહોંચ્યો. સરોવરને જોઈ રાક્ષસે કહ્યું :“જ્યાં સુધી હું સ્નાન અને પૂજાપાઠ કરી પાછો આવું નહીં ત્યાં સુધી તારે અહીં જ ઊભા રહેવાનું છે. અહીંથી જરાપણ ખસવાનું નથી. આમ કહી રાક્ષસ નહાવા માટે પાણીમાં ઉતરી પડ્યો. બ્ર હ્મણે વિચાર્યું કે - “આ નીચ દેવપૂજા કર્યા પછી નક્કી મને

ખાઈ જશે. જેથી અહીંથી નાસી છૂટવામાં જ ભલાઈ છે. વળી તે

રાક્ષસ વ્રતને કારણે ભીના પગે મારી પછળ દોડી શકવાનો પણ નથી.” આમ વિચારી બ્રાહ્મણ જીવ લઈ ત્યાંથી નાઠો. રાક્ષસે તેને નસતે જોયો, પણ વ્રત તૂટવાની બીકે તે તેને પકડવા તેની પાછળ

દોડ્યો નહીં. તેથી હું કહું છું કે માણસે હંમેશાં પૂછતા રહેવું જોઈએ.

રાજસેવકો પાસેથી આવી વાત સાંભળી રાજાએ પંડિત

બ્રાહ્મણોને તેડાવ્યા અને કહ્યું : “હે પંડિતો! મારે ઘેર ત્રણ સ્તનવાળી કન્યા જન્મી છે. શું આ દોષને નિવારવાનો કોઈ ઉપાય છે કે નહીં?”

પંડિતોએ કહ્યું :“મહારાજ! સાંભળો -“વધારે અંગોવાળી જન્મેલી દીકરી પિતાના નાશનું કારણ બને છે તથા તેન સંસ્કાર પણ સારા હોત નથી. વળી ત્રણ સ્તનોવાળી કન્યા ઉપર પિતાની નજર પડે તો તરત જ પિતાનું મૃત્યુ થાય છે તેથી આપ

મહારાજને વિનંતી કે ભૂલથી પણ આપ તે કન્યાને જોશો નહીં.

જો કોઈ તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય તો તેનું લગ્ન કરાવી તેને દેશવટો દઈ દેજો.”

બ્રાહ્મણોની વાત સાંભળી રાજાએ ઢં ેરો પીટાવડાવી જાહેર કર્યું કે “જે કોઈ ત્રણ સ્તનવાળી રાજકન્યા સાથે લગ્ન કરશે તો તેને એક લાખ સોનામહોરો ઈનામ આપવામાં આવશે

પણ લગ્ન કરનારે આ રાજ્યના સીમાડા છોડી દેવા પડશે.”

સમય વીતી ગયો. કોઈએ રાજકન્યા સાથે લગ્ન કરવાની

તૈયારી બતાવી નહીં. તે હવે યુવાન થઈ રહી હતી. રાજાએ તેની ઉપર નજર ના પડી જાય એ માટે ગુપ્ત સ્થાનમાં છુપાવી રાખી હતી.

રાજાના નગરમાં એક આંધળો રહેતો હતો. તેની આગળ આગળ લાકડી લઈને ચાલનાર તેનો સાથીદાર એક ખૂંધો પણ આ નગરમાં રહેતે હતે. આ બંન્નેએ ઢંઢેરો સંભળ્યો. તેમને થયું. “શું આ સાચું હશે? જો એમ જ હોય તો કન્યાની સાથે એક

લાખ સોનામહોરો મળી જાય અને જિંદગી આરામથી જીવી શકાય. કદાચ કન્યાના દોષથી આપણું મૃત્યુ પણ થઈ જશે તો આ દુઃખી જિંદગીથી છૂટકારો મળી જશે. કહ્યું છે કે -

“લજ્જા, સ્નેહ, અવાજની મીઠાશ, બુદ્ધિ, યુવાનીની શોભા, સ્ત્રીનો સંગ, સ્વજનો પ્રત્યેની મમતા, વિલાસ, ધર્મ, શાસ્ત્ર, દેવો અને ગુરુજનોમાં શ્રદ્ધા, પવિત્રતા,

આચરણની

ચિંતા - આ બધી બાબતો માણસના પેટ ભરવાના સમયે જ

દેખાય છે.”

આમ કહી આંધળાએ જઈને રાજાના નગારા પર ડંકો દઈ દીધો. કહ્યું “એ કન્યા સાથે હું લગ્ન કરીશ. રાજાના સેવકોએ રાજાની પાસે જઈને કહ્યું “એક આંધળાએ

નગારા પર ડંકો દીધો છે. તે રાજકન્યા સાથે લગ્ન કરવા તૈયાર છે. હવે નિર્ણય આપે કરવાન ે છે.”

રાજાએ કહ્યું : “લગ્ન કરવા તૈયાર થયેલો આંધળો

હોય, લૂલો હોય, લંગડો હોય કે ચાંડાલ હોય - ગમે તે હોય, જો એ લગ્ન કરવા તૈયાર હોય તો એક લાખ સોનામહોરો આપી,

લગ્ન કરાવી તેને દેશવટો આપી દો.”

રાજાની આજ્ઞા થતાં રાજસેવકોએ કન્યાને નદી કિનારે

લઈ જઈ આંધળા સાથે પરણાવી દીધી. પછી એક લાખ સોનામહોરો આપી એક જહાજમાં બેસાડી ખલાસીઓને કહ્યું :“આ આંધળા,

ખૂંધા અને રાજકન્યાને પરદેશમાં લઈ જઈ કોઈક નગરમાં છોડી

દેજો.”

ખલાસીઓએ રાજસેવકોનાં કહેવા પ્રમાણે કર્યું. એક નગરમાં જઈને તેમણે સુંદર મહેલ ખરીદી લીધો. ત્રણેય જણાં આનંદથી જીવન વીતાવવા લાગ્યાં. આંધળો હંમેશાં

પલંગ પર સૂઈ રહેતે. ઘરનો બધો કારોબાર ખૂંધો સંભાળતો. આમ કરતાં કરતાં ખૂંધા સાથે રાજકન્યાએ અનૈતિક સંબંધ બાંધી દીધો. એ ઠીક જ કહ્યું છે કે -

આગ ઠંડી પડી જાય, ચંદ્રમા ઉગ્ર બની જાય અને

સમુદ્રનું પાણી જો મીઠું થઈ જાય તો પણ સ્ત્રીઓનું સતીત્વ ટકવું

મુશ્કેલ બની જાય છે.”

કેટલાક દિવસો પછી રાજકન્યાએ ખૂૂંધાને કહ્યું :“કોઈપણ રીતે જો આ આંધળો મરી જાય તો આપણે બંન્ને સુખેથી જિંદગી જીવી શકીએ. તું જઈને ક્યાંકથી ઝેર લઈ આવ. હું

તેને તે

ખવડાવી મોતની નિંદ સુવડાવી દઈશ.”

બીજે દિવસે ખૂંધાને એક મરેલો સાપ મળી આવ્યો. તેને

લઈને તે ઘેર પાછો આવ્યો અને ત્રણ સ્તનવાળી રાજકન્યાને કહ્યું :“આ મરેલો સાપ મળી આવ્યો છે, તેના નાના નાના ટુકડા કરી તું સ્વાદીષ્ટ ભોજન બનાવ, અને એ આંધળાને રાંધેલી

માછલી છે એમ કહી ખવડાવી દે. એને ખાતાં જ આપણી વચ્ચેનો કાંટો દૂર થઈ જશે.”

આમ કહી ખૂંધો ઘરની બહાર ચાલ્યો ગયો. રાજકન્યાએ સાપના નાના નાના ટુકડા કરી ચૂલા પર રાંધવા મૂક્યા. પછી તે આંધળા પાસે ગઈ. કહ્યું :“સ્વામી! આપને ખૂબ ભાવતી

એવી

માછલી રાંધવા માટે ચૂલા પર ચઢાવી છે. મારે હજુ બીજાં ઘણાં કામો કરવાનાં બાકી છે. હું બીજું કામ પરવારું ત્યાં સુધી તમે થોડીવાર ચૂલા પાસે બેસી કડછીથી રાંધવા મૂકેલી માછલીને હલાવત રહો. આંધળો ખુશ થતો ચૂલા પાસે જઈ રાંધવા મૂકેલી

માછલીના વાસણમાં કડછી ફેરવવા લાગ્યો.”

ત્યારે ચમત્કાર એવો થયો કે બફાત સાપની વરાળ

આંધળાની આંખ ઉપર લાગવાથી તેની આંખની કીકીઓ ગળવા

લાગી. આંધળાને વરાળથી ફાયદો થતો જણાયો. તેણે ઝેરીલા સાપની વરાળ પછી તો આંખો ફાડી ફાડીને લેવા માંડી. થોડીવારમાં તેની આંખો ગળી ગળીને સાફ થઈ ગઈ. તે દેખતે થઈ ગયો. તેણે જોયું તો વાસણમાં માછલીને બદલે સાપના ટુકડા બફાતા હતા. તેણે વિચાર્યું :“અરે ! મારી પત્ની શા માટે જૂઠું બોલી!? આમાં તો માછલીને બદલે સાપના ટુકડા છે. તો મારે જાણી લેવું પડશે કે આ રાજકન્યાનો મને મારી નાખવાનો ઈરાદો છે કે પછી પેલા ખૂંધાનો? કે પછી કોઈ બીજાનું આ કારસ્તાન નહીં હોય ને?” આમ વિચારી તે પહેલાંની જેમ આંધળો હોવાને ડોળ કરતો રહ્યો.

આ દરમ્યાન ખૂંધો ઘેર આવી ગયો. એને હવે કોઈની બીક તો હતી નહીં. આવીને તરત જ એ રાજ્યકન્યાને આલિંગન આફી જોરજોરથી ચુંબન કરવા લાગ્યો. પેલા હવે કહેવાત

આંધળાએ તેની ચાલ-ચલગત જોઈ લીધી. ખૂંધાને

મારવા જ્યારે નજીક કોઈ હથિયાર દેખાયું નહીં ત્યારે તે ગુસ્ ાાના

આવેશમાં પહેલાંની જેમ આંધળો હોવાનો ડોળ કરી તે બંન્નેની પથારી પાસે ગયો. ત્યાં જઈ તેણે ખૂંધાના પગ પકડી લઈ માથા પર જોરજોરથી ફેરવ્યો, અને પછી રાજકન્યાની છાતી ઉપર તેને જોરથી પછાડ્યો આમ કરવાથી રાજકન્યાનો ત્રીજો સ્તન છાતીની અંદર પેસી ગયો, અને જોરજોરથી ફેરવી પછાડવાને કારણે

ખૂંધાની વળી ગયેલી કેડ સીધીસટ થઈ ગઈ. તેથી હું કહું છું કે

- “આંધળો, ખૂંધો. . વગેરે.”

આ સાંભળી સુવર્ણસિદ્ધિએ કહ્યું - “ભાઈ! એ વાત સાચી છે કે ભાગ્ય અનુકૂળ થતાં સર્વત્ર કલ્યાણ જ કલ્યાણ થાય છે. તેમ છતાં માણસે સત્પુરુષોનું કહ્યું માનવું

જોઈએ. વળી - પરસ્પર સુમેળ નહીં હોવાને કારણે લોકો, એક પેટ અને

બે ગળાવાળા, એકબીજાનું ફળ ખાઈ જનારા ભારંડપક્ષીની જેમ

નાશ પામે છે.”

ચક્રધરે પૂછ્યું :“એ કેવી રીતે?”

તેણે કહ્યું -

***

૧૩. ભારંડ પક્ષીની વાર્તા

કોઈ એક સરોવરમાં ભારંડ નામનું એક પક્ષી રહેતું હતું. આ પક્ષીને પેટ એક હતું. પણ ડોક બે હતી. એકવાર એ સમુદ્ર કિનારે ફરી રહ્યું હતું. ત્યારે પાણીનાં મોજાંમાં તણાઈ આવેલું એક સ્વાદિષ્ટ ફળ તને મળ્યું. તે ફળ ખાત ં જ તેણે કહ્યું :“અરે!

મેં અનેક જાતનાં ફળો ખાધાં છે પણ આ ફળ જેવો સ્વાદ ક્યારેય ચાખવા મળ્યો નથી. લાગે છે કે આ સ્વર્ગમાં થતા પારિજાત કે હરિચંદન વૃક્ષનું ફળ હશે.”

પક્ષીનું પહેલું મોં આ રીતે તેના સ્વાદનાં વખાણ કરી રહ્યું હતું. ત્યારે બીજા મોંએ કહ્યું :“અરે! જો આવો સરસ સ્વાદ હોય તો થોડું મને પણ ખાવા આપ જેથી હું પણ એનો સ્વાદ

માણી શકું.”

હસીને બીજા મોંએ કહ્યું :“અરે! આપણા બંન્નેનું પેટ તો

એક જ છે. સંતોષ પણ એકસરખો જ થાય છે. તો પછી આ ફળ અલગ અલગ ખાવાન ે શો અર્થ? ભલાઈ ત ે એમાં છે કે અડધા ફળથી આપણે આપણી પત્નીને ખુશ કરીએ.”

આમ કહી તેણે અડધું ફળ ભારંડીને આપી દીધું. આવું અમૃતમય ફળ ખાઈ

ભારંડી એટલી તો ખુશ થઈ કે તેણે પહેલા મુખને આલિંગન આપી મીઠું ચુંબન ચોડી દીધું.

એ દિવસથી બીજું મુખ દુઃખી રહેવા લાગ્યું. જીવનમાંથી

તેને રસ ઊડી ગયો. દિવસો પસાર થવા લાગ્યા. એક દિવસ

ફરતાં ફરતાં બીજા મુખને ક્યાંકથી વિષફળ મળી આવ્યું. તે

લઈને તેણે પહેલા મુખને કહ્યું :“અરે, દુષ્ટ! ક્રૂર! કુટિલ! નીચ! સ્વાર્થી! જો મને એક વિષફળ મળ્યું છે. હવે હું આ ફળ ખાઈ

મારા અપમાનન ે બદલો લઈશ.”

પહેલું મુખ બોલ્યું :“મૂર્ખ! તું એ વિષફળ ખાવાનો વિચાર પડતો મૂક. એમ કરવાથી આપણા બંન્નેનું મોત થઈ જશે.” પણ બીજા મુખે કશુંય ગણકાર્યું નહીં. તેણે પેલું વિષફળ

ખાઈ લીધું. થેડીવારમાં બંન્ ો મૃત્યુ પામ્યાં. એટલે મેં કહ્યું હતું

કે એક પેટ અને બે ડોકવાળાં. . વગેરે.

ચક્રધરે કહ્યું :“ભાઈ! સ ચી વાત છે તું ઘેર જઈ શકે છે. પણ એકલો જઈશ નહીં. કહ્યું છે કે -

એકલાએ કોઈ સ્વાદ માણવો જોઈએ નહીં. એકલાએ

સૂઈને જાગવું જોઈએ નહીં. એકલાએ રસ્તા પર ચાલવું જોઈએ

નહીં તથા એકલાએ ધનની ચિંતા કરવી જોઈએ નહીં.”

વળી -

“કાયર હોવા છતાં સાથીદાર હોવાથી તે લાભદાયી નીવડે છે. કરચલાએ પણ બીજો સાથીદાર બની જીવનનું રક્ષણ કર્યું હતું.”

સુવર્ણસિદ્ધિએ કહ્યું : “એ કેવી રીતે?”

તેણે કહ્યું -

બ્રહ્મદત્તે માની વાત માની લીધી અને કરચલો લઈ

૧૪. બ્રહ્મદત્ત બ્રાહ્મણની વાર્તા

કોઈ એક નગરમાં બ્રહ્મદત્ત નામનો બ્ર હ્મણ રહેતો હતો. એકવાર કોઈ કામસર એ પરગામ જઈ રહ્યો હતો. ત્યારે જતી વેળાએ તેની માએ તેને કહ્યું : “બેટા! પરગામનો

રસ્તે છે. એકલા જવું સ રું નહીં. કોઈ સાથીદારને સાથે લઈ જા.”

માની સ્વાભાવિક ચિંતા સમજી બ્રહ્મદત્તે કહ્યું :“મા તારે કોઈ વાતે ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી. વળી રસ્ત માં કશું બીક જેવું પણ નથી. મા, કામ જ એવું

આવી પડ્યું છે કે મારે એકલાએ જવું પડે તેમ છે.”

દીકરાનો અટલ નિશ્ચય જાણીને તેની મા પાસેની તલાવડીમાંથી એક કરચલો લઈ આવી. દીકરાને કરચલો આપતાં કહ્યું : “આ લઈ લે બેટા. રસ્તામાં એ તારો

સાથીદાર બની રહેશે.”

લીધો. તેણે કરચલાને કપૂરના પડીકામાં મૂકી બંધ કરી દીધો. પછી એ નચિંત થઈ ચાલતો થયો. ઉનાળાના દિવસો હતાં. આકાશમાંથી આગ વરસતી હતી. ચાલી ચાલીને તે થાકી ગયો હતો. તે એક ઝાડની નીચે આરામ કરવા બેઠો. એને આડે પડખે થવાનું મન થયું. એ આડો પડ્યો. ઠંડા પવનને સ્પર્શ થવાથ્ી જોતજોતામાં એની આંખ મળી ગઈ.

આ વખતે તે ઝાડની બખોલમાંથી એક ઝેરીલો સાપ બહાર નીકળ્યો. સાપ સૂઈ રહેલા બ્રહ્મદત્તની નજીક આવ્યો. કપૂરની સુગંધ સપને સહજ રીતે ગમતી હોય છે. તે જેમાંથી સુગંધ

આવતી હતી તે બ્રાહ્મણના વસ્ત્ર પાસે ગયો. વસ્ત્રને કાપીને તે કપૂરન પડીકાને ખાવા લાગ્યો. કરચલો આ કપૂરન પડીકામાં જ હતો. તેણે ત્યાં રહ્યે રહ્યે સાપને કરડી કરડી મારી નાખ્યો.

થોડીવાર પછી બ્રહ્મદત્ત જાગ્યો. તેણે જોયું તો તેની નજીકમાં જ એક મોટો મરેલો સાપ પડ્યો હતો. તેને સમજતાં વાર ના લાગી કે સાપને કરચલાએ જ મારી નાખ્યો હતો. પ્રસન્ન થઈ

તે મનોમન બબડ્યો : “મારી માએ સાચું જ કહ્યું હતું કે, “માણસે કોઈકને સાથીદાર બનાવી લેવો જોઈએ. કદી એકલા ક્યાંય જવું જોઈએ નહીં. માની વાત ઉપર વિશ્વાસ રાખવાને

પરિણામે જ આજે હું જીવતો રહી શક્યો છું. એ ઠીક જ કહ્યું છે

મંત્ર, તીર્થ, બ્રાહ્મણ, દેવતા, જ્યોતિષી, દવા અને ગુરુમાં જેવી જેની શ્રદ્ધા

હોય છે. તેને તેવી જ સિદ્ધિ મળે છે.”

આમ કહીને બ્ર હ્મણ તેના ગંતવ્ય સ્થાન તરફ ચાલ્યો

ગયો. તેથી હું કહું છું કે “કાયર પુરુષ પણ જો સાથી હોય તો. . વગેર.”

આ સાંભળી સુવર્ણસિદ્ધિ પણ તેની રજા લઈ પોતાના

ઘર તરફ પાછો ફર્યો.

***

।। સંપૂર્ણ ।।અનુક્રમણિકા

।। સંપૂર્ણ ।।