Ek viday aavi pan in Gujarati Short Stories by Dr.Shivangi Mandviya books and stories PDF | એક વિદાય આવી પણ ..

Featured Books
Categories
Share

એક વિદાય આવી પણ ..

એક વિદાય આવી પણ....

ગાડીઓના ધાડે ધાડા આજે પ્રકૃતિની ગોદમાં રમતા એક ગામમાં દોડી આવતા હતા. પર્વતોથી ઘેરાયેલું અને અને જાણે લીલા રંગની ચાદર ઓઢાડી હોઈ એવું આ ગામ જાણે સ્વર્ગ સમું ભાસતું હતું એમાં આ ગાડીઓમાંથી નીકળતો ધુમાડો જાણે ગામની સીમ માંથી આવતા નિર્મળ પવનમાં રંગ પુરતા હોઈ અને એને કાળો બનાવતા હોઈ એવો લાગતો હતો. આ ગામના સૌંદર્યમાં ડાઘ લાગતો હોઈ એવું ભાસતું હતું પણ ગાડીઓની અંદર બેઠેલા તો આ ગામના આહ્લાદક વાતારણને જીવવા અને ગ્રામ્ય સંસ્કૃતિની ખુશ્બુને મન ભરીને માણવા આવ્યા હતા.

વર્ષો પૂર્વે આ ગામને છોડી ગયેલા ડી.કે .મહેતા તેના પુરા પરિવાર સાથે અહી થોડા દિવસ માટે પાછા ફર્યા હતા. આ પ્રકૃતિની કલાને માણવા અને પોતાની આગામી પેઢીને ગ્રામ્ય સંસ્કૃતિનું દર્શન કરાવા.

ડી.કે. મહેતા ગામ છોડીને , રાજ્ય છોડીને બેંગ્લોર સ્થાયી થયા હતા અને પોતાની કંપની “ સાગર ઇન્ફો ટેક.”ની સ્થાપના કરી હતી.

પરિવારના બધા સભ્યો આવી ચુક્યા હતા અને ગામની ઉપરછલી મુલાકાતથી જ પ્રભાવિત થયા હતા. ડી.કે.મહેતાનો પૂરો પરિવાર ગામમા પર્વેશી ચુક્યો હતો પણ હજુ એક ગાડી ગામમાં આવી નહોતી એ સાગરની ગાડી હતી.

“સાગર” એ ડી.કે.મહેતાનો સૌથી નાનો પુત્ર હતો. અને ડી.કે એ પોતાની કંપનીનું નામ સાગર પરથી જ રાખ્યું હતું. નાનો એટલે લાડલો પણ એટલો જ. પણ આજે શહેરના રસ્તાઓ પર દોડાતી બેફામ ગાડી અહી મંદ ગતિ એ આગળ વધતી હતી ખબર નહિ કેમ પણ આજે સાગરનો પગ લીવર પર પડતો જ નહોતો!

બસ એની આંખો આખા રસ્તાની ગરીમાને એકવારમાં જ પી લેવા માંગતો હોઈ એમ ગજ ગતિએ આગળ વધતો હતો. એના કાનમાં દાદીના શબ્દો સંભળાતા હતા અને સામેથી આબેહુબ એવાજ વાસ્તવિક ચિત્રો પસાર થતા હતા જાણે આજે બાળપણમાં સાંભળેલુ ગામનું વર્ણન સામેથી હકીક્ત બનીને પસાર થતું હતું, જે ગામને એને દાદીમાના બોલમાં આખું જોઈ લીધું હતું અને સપનાઓમાં જે દેખાતું હતું એવું જ હતું આ ગામ! અને તેનો રસ્તો તો એનાથી પણ વિશેષ હતો. બસ આજેતો આ પ્રકૃતિના રસને ફક્ત એકજ ઘુટમાં પીવા મથતો હતો. સપનામાં જીવેલ ગામને હવે વાસ્તવિકતામાં જીવી આ ગામ અને ગામની માટીની સુગંધને આંખોની પેટીમાં ભરી અને દિલમાં કેદ કરવા માંગતો હતો.

એક એક વૃક્ષ, એક એક ટેકરા અને આજુબાજુ જુલતી સીમ અને આ પરમ શાંતિમાં ક્યાંક દુરથી આવતો ખળખળ વેહતા ઝરણાનો અવાજ ને માણતો જાણે એ કોઈક બીજી જ દુનિયાની સફરે નીકળ્યો હોઈ એવું એને પ્રતીત થતું હતું અને શહેરની હાઈ ટેક. કાર ને આજે આ કાચી પગદંડી જેવા માર્ગ પર ગાડાની જેમ હંકાર્યે જતો હતો.

સૂર્ય અને ક્ષિતિજનું મિલન બસ થવાનું જ હતું અને આકાશમાં ક્યાંક છુટા છવાયા વાદળો ગોઠવાયા હતા અને જાણે સૂર્ય ના આગમનથી ક્ષિતિજ શરમાઈને ગુલાબી થતી હોઈ અને વાદળોની પાછળથી પડતા આથમતા સૂર્યના કિરણોની લાલીમાનો રંગ પણ આજે કૈક અલગ જ હતો અને જાણે આખા આકાશને ગુલાલથી કોકે રંગી દીધું હોઈ એવી ગુલાબી સંધ્યા ખીલી હતી. ચોમેર જાણે કુદરત મન મૂકીને વર્ષી હોઈ એવું લાગતું હતું અને આ વર્ષાને પીવા માટે ચાર આંખો તરસતી હતી. બે આંખો આ રસને બે દિવસ થયા પીતી હતી તોઈ હજી તરસી હોઈ એવી રીતે ખેતરના શેઢે “પ્રેરણા” ચાલતી હતી અને મંદ મંદ પવન સાથે એનો આછા પીળા કલરનો દુપટ્ટો લેહરાતો હતો. વાસળી જેમ કેટલાય ઘાવ સહન કરે , આખે આખી વિંધાય જાય અને પછી એમાંથી જે મનમોહક સુર નીકળે એવાજ સુર પ્રેરણા રેલાવતી હતી

“ કહી દૂર જબ દિન ઢલ જાયે ,

સાંજ કી દુલ્હન બદન ચુરાયે ,

ચુપકે સે આયે

મેરે ખયાલો કે આંગનમેં કોઈ સપનો કે દીપ જલાયે , દીપ જલાયે ......


અચાનક જ સાગરનો પગ બ્રેક પર પડ્યો , ગાડી ધીમી ગતિ એ હોવાથી ગાડીને તરતજ ઉભી રાખવામાં એને વધારે કષ્ટ ન પડ્યું. ગાડીમાંથી ઉતરીને તરતજ તેની ગાડીની સામે ઉભેલી પ્રેરણાને તેને કહ્યું : હેય, મિસ ! આર યુ બ્લાઈન્ડ? આર યુ ઈનસેન ? જો સ્યુસાઈડ કરવાનો એટલો જ શોખ હોઈ તો મારી જ ગાડી મળી હતી ?

અને જેવી સાગરની નજર રસ્તા પર પડી તો એને પોતાના શબ્દ પાછા ખેચવા પડશે એવું દ્રશ્ય જોયું. રસ્તા પર એક ઘેટું પડ્યું હતું એના પગ માં કૈક ચોત લાગવાથી એ એના ઘેર થી વિખૂટું પડ્યું હતું અને રસ્તાની વચોવચ જાણે કોકની સહાયતા માગતું હોઈ એમ પડ્યું હતું.

પ્રેરણાની નજર સાગર પર પડી અને જે કરુણા ને વાત્સ્લય ઘેટા પર વરસતું હતું એમાં બદલાવ આવ્યોને ગુસ્સા ભરી તિક્ષ્ણ નજરથી જોઈને તરતજ એને સાગર ને સંભળાવ્યું , નોટ મી , મિસ્ટર! બટ આઈ થીંક યુ આર બ્લાઈન્ડ. તમે કાર ચલાવતા હતા કે પછી આજુબાજુ ડોકા ફેરવતા હતા ? તમારું ધ્યાન રસ્તા પર હતું જ નહિ અને એમાં આ બિચારું ઘેટું પાછુ ઘવાય જાત એટલે મારે વચમાં ઉતરવું પડ્યું.

આઈ એમ સોરી ! એ હું આ કુદરતના સૌંદર્યને માણવામાં એટલો બધો મશગુલ થાય ગયો કે મારું ધ્યાન આ રસ્તા પર પડતું જ નહતું સાગરે કહ્યું.

પ્રકૃતિ માણતા માણતા પ્રકૃતિના કોઈ જીવને હાની ન પોહચે એનું પણ ખ્યાલ રાખવો જોઈએ. કુદરતની કરામતના લ્હાવો લેતા લેતા આજ તમે કુદરતના બીજા સર્જનને હાની પોહચાડી દેત. ક્યારેય કોઈ પણમાં એટલું ના ખોવાય જવું જોઈએ કે આજુબાજુનું ભાન ના રહેતા કોઈ બીજાને અપડે કૈક હાની પહોચાડી દઈએ અને આટલું કહીને પ્રેરણાની પછી કરુણા અને વ્હાલ ભરી નજર ફરી અસહાય ઘેટા ઉપર પડી અને ત્યાં તો ઘેટાનો માલિક આવી ઘેટાને ઉપાડીને લઈ ગયો.

અને સાગરે પ્રેરણાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે તમે આજે ના હોત તો કદાચ એક અપરાધ મારાથી થઈ જાત, જેને હું અહી જીવવા અને માણવા આવ્યો ચુ એ કુદરતના અનેરા સર્જનનું નુકશાન થાત. તમારી કહેલી વાત હું યાદ રાખીશ! અને બંને પોત પોતાને રસ્તે ઉપડ્યા.

અને ફરીથી પ્રેરણાએ શેધાની વાટ પકડી અને પાછા સુર રેલાણા...

કહી તો એ દિલ કભી મિલ નહિ પાતે,

કહી પે નિકાલ આતે જન્મો કે નાતે ..

ઘની સી ઉલ્જન, બૈરી અપનાં મન

અપના હી હોકે સહે દર્દ પરાયે, દર્દ પરાયે ...

કહી દૂર જબ દિન ઢલ જાયે.....

પ્રેરણા પોતાના ઘરે પોહચી અને તરત આંગણમાં પ્રવેશ કરતાની સાથેજ , “અહી જ્યારથી આવ્યા ત્યારથી તમને કહું છું પપ્પા તમને કે આ સમયે બહાર ન બેસો એક તો તમને શરદીનો કોઠો અને ધૂળની એલર્જી છે તમે બીમાર પડશો તો? ચાલો હવે અંદર.” જેમ મા આંગણમાં રમતા બાળકને ઠપકો આપે ને અંદર લઇ જાય એવી રીતે જાણે સી.બી.દેસાઈને પ્રેરણા અંદર દોરી જતી હોઈ એવું લાગતું હતું. અને જતા જતા જેમ બાળક જીદ કરે ને બહાના આપે એમ , “ પોતે તો આ સંધ્યાના સૌન્દર્યને માણી આવી પણ મને નય માણવા દે” એવું બબળતા બબળતા સી.કે. અંદર ગયા.

હું ક્યારની કહું છું કે અંદર બેસો પણ મારું માને કોણ ? પ્રેરણા આ ફક્ત તારી પાસે જ સીધા ચાલે છે. હસતા હસતા ઉષા બહેને કીધું.

સી.બી.દેસાઈ પણ થોડા વર્ષો પહેલા ગામ છોડી, રાજ્ય છોડી પુના સ્થાયી થયા હતા અને બે દિવસ પહેલાજ આ ગામમાં રજા ઓ માણવા આવ્યા હતા.

બને પરિવાર પોતપોતાની મસ્તીમાં મશગુલ હતા. જુના સગા સંબંધીઓને મેળ મુલાકાત અને ગ્રામ્ય જીવનનો સ્વાદ માણવામાં!

સાગર પોતાના પરિવારજનો , સગા સંબંધીઓ અને ગામની સંસ્કૃતિ ,અને ગામનું સૌન્દર્ય બધું જ ક્ષણે ક્ષણનો નજારો કેમેરામાં કેદ કરતો હતો . એક એક ટેકરા, એક એક વૃક્ષ , ગામ ની સીમ , ગામની ગલીઓ , ગામ નો ગાળા માર્ગ બધું જ .

બીજી બાજુ પ્રેરણા પોતાના પરિવાર સાથે પોતાનો સર્વશ્રેષ્ઠ સમય વિતાવી રહી હતી.

ગામ નાનું હતું એટલે બને પરિવારોને એકબીજાની ખબર પડ્યા વિના રહે નહિ અને ગામના એક ઉત્સવમાં બને પરિવારોનો ભેટો થઈ ગયો અને શેહરી જીવન અને ગ્રામ્ય જીવનના ભેદોની ચર્ચાઓ ચાલી, એકબીજાના પરિવારના સભ્યોની ઓળખાણ કરાવી અને અવનવી ચર્ચાઓનો દોર શરુ થયો અને જમણ લઇને બને પરિવારો છુટા પડ્યા વાતો વાતોમાં ડી.કે. મહેતા પ્રેરણા થી બહુ પ્રભાવિત થયા હતા. તેને ત્યારેજ મન બનાવી લીધું હતું કે પોતાના નાના દીકરા માટે જો શક્ય હશે તો પ્રેરણાને જ પોતાના ઘરની લક્ષ્મી બનાવશે. તેને આ વાત ઘરમાં કરી , બધાએ હા માં સુર પુરાવ્યો અને સાગર તો ગામમાં પ્રવેશ્તાજ પ્રેરણા સાથેની પહેલી મુલાકાતથી જ પ્રભાવિત થઈ ગયો હતો એથી એને પણ કોઈ આપતી ન હતી .

ડી.કે. મહેતા એ કોઇપણ વચેટિયા વગર તરત જ સી.બી. દેસાઈને ઘરે પોહ્ચ્યા અને બંને પરિવારના સભ્યોની સામે સાગર અને પ્રેરણાના સંબંધની વાત કરી. વાત સાંભળીને પ્રેરણા તરતજ ત્યાંથી ચાલી ગઈ. સી.બી.દેસાઈ તો જાણે આજ ક્ષણની રાહ જોતા હોઈ તેમ બહુ ખુશ થય પણ તોઈ તેને પોતાની ખુસી દેખાવા ન દીધી અને ઘર મેળે ચર્ચા વિચારણા કરી અને પ્રેરણા મંતવ્ય જાણીને જવાબ આપશે તેવું કહ્યું. અને ડી.કે. મહેતાએ પણ આજ યોગ્ય રહેશે એવો સુર પુરાવ્યો. અને બને પરિવાર છુટા પડ્યા.

બીજી બાજુ સાગરના મનમાં પ્રેમની કુંપળો ફૂટતી હતી અને પ્રેરણા પોતાના અતીતમાં પાછી ફરતી હતી. આવીજ રીતે જયારે પ્રેરણાથી અંજાયને, અને પ્રેરણાના સંસ્કારોથી ખેચાયને જયારે સી.બી.દેસાઈએ પોતાના દીકરાનું માગું પ્રેરણા ઘરે એના પિતા પાસે નાખ્યું હતું ત્યારે પણ પ્રેરણા આમજ અંદર ચાલી ગઈ હતી પણ ત્યારની અને અત્યારની પરિસ્થિતિ અલગ હતી . ત્યારે એ શરમાઈને અંદર ચાલી ગઈ હતી પણ આજે તે પોતાના અતીતને પાછુ જીવતી હોઈ એ પીડા બહાર ન આવી જાય એ ડરથી અંદર ચાલી ગઈ હતી.

પ્રેરણા આજ પાંચ વર્ષ પાછળ ચાલી ગી હતી જાણે ફરીથી તેનું અતીત ડોકિયું કરતુ હોઈ એવું એને લાગતું હતું. જાણે આ પ્રસ્તાવથી પોતે ફરીથી વીંધાતી હોઈ એવું લાગતું હતું.

પ્રેરણા એ સી.બી.દેસાઈની દીકરી નહોતી પણ તેની વહુ હતી. પાંચ વર્ષ પહેલા જ આ કોડ ભરેલી કન્યાએ સી.બી.દેસાઈના પુત્ર ઉત્તમ સાથે પોતાના સંસારમાં કંકુપગલા પડ્યા હતા. એક પ્રસંગમાં સી.બી.દેસાઈએ પ્રેરણાને જોઈ હતી અને પોતાના રસ્તો ભૂલેલા દીકરાને પ્રેરણા કૈક પ્રેરણા આપી અને રસ્તે ચડાવશે, બેલગામ દીકરા ઉપર લગામ નાખવા પ્રેરણા પોતાના ઘરની વહુ બનાવી હતી અને પ્રેરણાના સૌંદર્યથી અંજાય ને ઉત્તમે પણ પોતાની મંજુરી આપી દીધી હતી.

ઉત્તમએ મોટા બાપનો બગડેલ છોકરો હતો. બેપરવાહ , ઉડાઉ અને વ્યસની બધા જ પ્રકારના ખોટા કામમાં અગ્રેસર, નહિ કોઈ આબરુની પરવાહ કે નહિ કોઈ જવાબદારી, ખોટી સંગતે ચડીને બગડેલો છોકરો ન તો સરખુ ભણ્યો હતો કે , ન તો કઈ કામ કરતો ન હતો કે ખાનદાની કારોબારમાં કઈ ધ્યાન આપતો. આ બધાથી બેખબર પ્રેરણા પોતાના કુમળા સપનાઓ લઇને આવી હતી.

થોડા દિવસ બધું બરાબર ચાલ્યું અને સી.બી.દેસાઈને પણ હૈયાધરો થયો, પોતે ભરેલું પગલુ સાચું નીવડ્યું અને પ્રેરણાની સંગતમાં છોકરો સુધરવા લાગ્યો પણ કોને ખબર હતી કે આ ફક્ત ચાર દિવસની ચાંદની હતી. ફરીથી તે ઉંધા રવાડે ચડી ગયો અને ધીમે ધીમે આ બધી વાતની પ્રેરણાને જાન થવા લાગી પણ કોઈ પણ પ્રકારના આરોપો કે ફરિયાદો વગર આ દુઃખને તેને અપનાવી લીધું અને પોતાને સી.બી.દેસાઈ જે કાર્ય માટે લઇ આવ્યા હતા કાર્યને સફળ કરવાના બગીર્થ પ્રયાશો કર્યા. પણ ઉત્તમે તેને સફળ થવા દીધી નહિ. અને ઉત્તમ નામનો બેલગામ ઘોડો વધુ રઘવાયો બન્યો. દારૂ પીવો , જુગાર રમવો અને બેફામ રૂપિયા ઉડાડવા એ હવે સાવ સામાન્ય બની ગયું હતું. આ બધું જોઇને સી.બી.દેસાઈ એ ઉત્તમ ના બેંક ના બધા એકાઉન્ટ પ્રેરણાના નામે કરી દીધા હતા અટેલે હવે ઉત્તમને એક એક પગલું પ્રેરણાને પૂછી પૂછીને લેવું પડતું જે ઉત્તામથી સહન થતું ન હતું ક્યાંક ને ક્યાંક તેનો અહમ ઘવાતો હતો અને જયારે અવ માણસનો અહમ ઘવાય ત્યારે તે ન કરવાનું કરી બેસે છે. ગમે ત્યારે પ્રેરણાને ગમે તે સંભળાવી દેવું, અને બધા શબ્દોના ઘાવ પ્રેરણાને વીંધતા હતા.

પણ દિવસે ને દિવસે ઉત્તામનું ખરાબ વર્તન વધતું જતું હતું અને હવે તો તેને દારૂ પીને અવેઈને વાત વાત માં બબાલ કરવાનું સાવ સામાન્ય બની ગયું હતું અને હવે તો તેને પ્રેરણાને મારવાનું પણ ચાલુ કરી દીધુ હતું દરોજજ ના ઝઘડા અને મારકૂટ! આ બધાની ખબર જયારે ડી.કે.મહેતાને થઇ ત્યારે પોતે કરેલા સ્વાર્થી પણાનું ભાન થયું અને પોતે પોતાના દીકરાની ઝીંદગી પતે ચડવા બીજાની દીકરીની ઝીંદગી પતા પરથી ઉતારી દીધી હોઈ એવા અપરાધનું પ્રાયશ્ચિત કરવા માટે અને પ્રેરણાને ઉત્તામથી બચાવા માટે બંનેને કાનૂની પ્રકિયાથી છુટા પડી દેવાનું યોગ્ય સમજ્યું . અને કોઈ કોર્ટમાં આ પહેલા એવા છૂટાછેડા હતા જેમાં સાસુ સસરા વહુની તરફેણમાં હતા અને તેને પોતાના દીકરાથી બચાવતા હતા. અંતે કોર્ટે છુટા છેડા મંજુર કર્યા અને ત્રણ વર્ષની યાતનાઓની આગ બસ ત્રણ સેકન્ડમાં સહી કરવાથી સમી ગઈ. પણ આગની જ્વાળાઓ હજી પણ છુટા પડ્યા ને બે વર્ષ બાદ પણ પ્રેરણાને દજાડતી હતી.

પણ પ્રેરણાની બરબાદ કરેલી જિંદગીને ફરીથી આબાદ કરવા માટે સાસુ સસરાએ દીકરા ને છોડી દીધો અને વહુને દીકરી બનાવી લીધી અને પોતાની બે દીકરીઓને લઇને દીકરાથી અલગ રેહવા લાગ્યા અને મિલકતનો પણ ભાગ પાડી નાખ્યો. અને ફરીથી પ્રેરણાનું ઘર પોતે કોક સારો મુરતિયો ગોતીને વસાવશે એવો સંકલ્પ કર્યો પણ પ્રેરણાને હવે ફરીથી આ માયા જાળમાં પડવું નહતું તેને બસ પોતાનું જીવન તેના સાસુ સસરા મટી જે પ્રેરણાના હવે માં બાપ બની ચુક્યા હતા તેની સેવામાં આખું જીવન ગાળવું હતું કારણકે હવે તેને સંસારમાં કોઈ રસ રહ્યો ન હતો.

અને છુટાછેડાના બે વર્ષ બાદ પણ પ્રેરણા પોતાના અતીતમાંથી ઉભરી ન હતી એટલે જ તેને બધી યાદોથી દુર કરવા માટે સી.બી.દેસાઈ આ ગામમાં થોડા દિવસ ગાળવાનું નક્કી કર્યું હતું અને તે થોડા અંશે સફળ પણ થયા હતા અહી પ્રકૃતિના ખોળે પ્રેરણા ફરીથી ખીલતી હતી. પણ આજે ફરીથી તે તેના અતીતમાં ગરકાવ થતી હતી . અને આજ અતીતના અંધકારમાં પ્રેરણાની આખી રાત પસાર થઈ ગઈ હતી. અને બીજી બાજુ સાગર પોતાના ભવિષ્યના પ્રકાશને ભાખતો હતો અને સૂર્યના પહેલા કિરણને જીલતો હતો.

સવાર પડતા જ અધીરાઈથી સી.બી.દેસાઈએ પ્રેરણાનું મંતવ્ય જાણવાના પ્રયાશો કાર્ય પણ તે એક ની બે થતી નહોતી એટલામાં દવાખાનેથી ફોન આવ્યોકે સી.બી.દેસાઈના રીપોર્ટ આવી ગયા છે જે લઇ જવા અને ડોક્ટરને મળી જવું. એટલે પ્રેરણા અને સી.બી.દેસાઈ બને હોસ્પીટલે ગયા અને હજુ ડોક્ટરને મળવાની વાર હતી. તેટલામાં કોઈ છોકરીને રડતી જોઇને પ્રેરણાએ તેને પૂછ્યું કે શું થયું તો તે છોકરીએ કીધું કે , “મારા પપ્પાને કેન્સર જાહેર થયું હજી તો તેને દિલાસો જેવા જાય ત્યાજ નર્સે આવીને પેલી છોકરીને કહ્યું કે આ રીપોર્ટ તેના પિતાનો નથી ભૂલથી બદલાય ગયો છે, આ રીપોર્ટ કોઈ સી.બી.દેસાઈ નો છે, આ સાંભળીને જાને પ્રેરણાના પગ નીચેથી જમીન ખેચાય ગઈ હોઈ એવું લાગ્યું અને સી.બી.દેસાઈ એ જીદ પકડી કે જો પ્રેરણા લગન કરશે તો જ પોતે ઈલાજ કરવાશે અને આ જીદ સામે પ્રેરણાને નામાંવુજ પડ્યું.

અને જયારે પ્રેરણા નો ભૂતકાળ ડી.કે. મહેતા , સાગર અને તેમના પુરા પરિવારને જણાવ્યુ કે પ્રેરણા સી.બી.દેસાઈ ની દીકરી નહિ પણ વહુ છે ત્યારે સાગરની દિલ માં પ્રેરણાની અને તેના પરિવારની ઈજ્જત ઘણી વધી ગયી સહર્ષ તેને પ્રેરણાને અપનાવવાનું નક્કી કર્યું. જીવનભર પ્રેરણાને ખુશ રાખશે એવા વચન સાથે તેને સી.બી.દેસાઈ ને હૈયે ધરો આપ્યો અને ટુક સમયમાં લગ્ન લેવાનું નક્કી થયું અને વાજતે ગાજતે દેસાઈ પરિવારે સાગર અને પ્રેરણાના લગ્ન કરાવ્યા અને પ્રેરણા એક પિયર સમાન સાસરેથી વિદાય થઇ. અને આ લગ્નથી સૌથી વધારે ખુશ સી.બી.દેસાઈ અને ઉષા બહેન હતા. તેના માથેથી આજે એક અપરાધનો બોજો હળવો થયો હતો અને આખું ગામ જોતું રહી ગયું કે દુનિયામાં અવ લોકો પણ પડ્યા છે જ્યાં લોહીના સંબધો તૂટી જાય છે પણ દિલના સંબંધો જીવી જાય છે. પ્રકૃતિને માણવા આવેલા બને પરિવારો સંબંધના તાતણે જોડાઈ ગયા...