Trushna : Part-18 in Gujarati Fiction Stories by Bhavisha R. Gokani books and stories PDF | તૃષ્ણા , ભાગ-૧૮

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

તૃષ્ણા , ભાગ-૧૮

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

Email – brgokani@gmail.com

તૃષ્ણા

પ્રકરણ – ૧૮

વહેલી સવારે ભાર્ગવ અને પ્રશાંત તૈયાર થઇ હસ્તકળા કેન્દ્ર પર જરૂરી કામ હોઇ જતા રહ્યા.રાજેશ્વરી,નિકિતા અને વિકાસ શાળાનુ ફર્નિચર સીલેક્ટ કરવા જવાનુ હતુ ત્યાં નીકળ્યા. સવારે ૯.૦૦ વાગ્યે સ્નેહા રેડી થઇ સચિનના રૂમમા ચા-નાસ્તો લઇ તેને જગાડવા આવી.સચિન જાગ્યો અને ફ્રેશ થઇ બન્નેએ સાથે નાસ્તો કર્યો,પછી તૈયાર થઇ બન્ને મંદિરે દર્શન કરવા ગયા.દર્શન કરી બન્ને નીચે આવ્યા ત્યારે સ્નેહા થોડી ઉદાસ હતી. સચિન, “શું થયુ જાન,કેમ આજે ઉદાસ દેખાય છે? કાંઇ બોલતી જ નથી.હું જ ક્યારનો બોલે જાંઉ છું.” સ્નેહા, “સચિન આજે આપણે વિખુટા પડવાનુ છે.આજે સાંજે હું,અને તારા મમ્મી પપ્પા અમે અમદાવાદ નીકળવાના છીએ.તારાથી દૂર જવાના વિચારે જ હું દુઃખી છું.મને નહી ગમે તારા વિના.” સચિન, “અરે ડીઅર,તેમા ઉદાસ થવાની ક્યાં વાત આવી? તું ક્યાં હંમેશા માટે દૂર જાય છે ?હું આજે જ મામી અને મમ્મી-પપ્પાને વાત કરીશ કે તેઓ તારા મમ્મી-પપ્પા સાથે આપણા લગ્નની વાત કરે.લગ્ન બાદ તું અને હું સાથે જ રહેવાના છીએ ને?” સ્નેહા , “હા જાનુ એ તો સાચી વાત પણ મને તારા વિના ત્યાં અમદાવાદ બહુ સુનુ લાગે છે.” સચિન , “આપણે દરરોજ વાત તો કરશું જ અને હા એવુ હશે તો શાળા શરૂ થયા બાદ અહી બહુ કામ નહી હોય તો હું ત્યાં આવીશ.બસ હેપ્પી ને?” સ્નેહા, “ઓ.કે. પણ અહી કામને અધુરૂ મુકીને અમદાવાદ ન આવજે,નહી તો મામીને ખોટુ લાગશે.” બન્ને વાતો કરતા કરતા હોટેલ તરફ નીકળ્યા. આ બાજુ રાજેશ્વરી,નિકિતા અને વિકાસ હોટેલ આવ્યા.રૂમમા જઇ નિકિતાએ બ્રેક–ફાસ્ટનો ઓર્ડર આપ્યો અને પોતે ફ્રેશ થવા ગઇ.રાજેશ્વરી હજુ નિરાંતે બેસવા જતી જ હતી ત્યાં કોઇએ રૂમ નોક કર્યો. રાજેશ્વરીએ રૂમનો ડૉર ખોલ્યો તો જોયુ પેલો નેપાળી ચોકીદાર ચાંગેર હતો. “મેડમ ઓ અચ્છી મેડમ,મેરી મદદ કરો પ્લીઝ.” ચાંગેરે દુઃખદ સ્વરે આજીજી કરી. “ક્યા હુઆ ચાંગેર? તુમ ઇતને ગભરાયે હુએ ક્યોં હો?” રાજેશ્વરીએ પૂછ્યુ. “મેડમ મેરે દેશ નેપાલમે બહુત બડા ભુચાલ આયા હે.ઘરસે મેરે પાપા કા ફોન થા.વહા સબ તબાહ હોને કો હૈ.મેરે મા ઔર પિતાજી ભી ફસે હુએ હૈ.નેટવર્ક પ્રોબ્લેમ કી વજહ સે બહુત જ્યાદા બાત તો નહી પાઇ.મેડમ મુજે નેપાલ જાના હૈ.આપ મેરી હેલ્પ કર દો ના મેડમ આપકા ઉપકાર મે જીંદગી ભર નહી ભુલુંગા.મેરે પાસ નેપાલ પહુચ શકુ ઉતને પૈસે ભી નહી હૈ.આપ મેરી મદદ કર દો ના મેડમ.” ચાંગેર ઉંચા સ્વરે બોલી ગયો. “હા મે જરૂર મદદ કરુગી તુમ્હારી,તુમ ચિંતા મત કરો ઔર તુમ્હારા સામાન પેક કર લો તબ તક મે પૈસો કા ઇન્તજામ કરતી હું.” રાજેશ્વરીએ ચાંગેરને સાંત્વન આપતા કહ્યુ. ચાંગેર દોડતો જાય છે અને રાજેશ્વરી ઘરના તમામ સભ્યોને બોલાવે છે.સાથે સાથે તે ટી.વી. પર ન્યુઝ જુવે છે તેમા પણ બ્રેકીંગ ન્યુઝ તરીકે નેપાળના ભુકંપ વિશે બતાવી રહ્યા હતા.રાજેશ્વરીએ જોયુ કે નેપાળમા બહુ ભયાનક ભુકંપ આવ્યો હતો અને બધુ તબાહ થયુ હતુ.નેપાળની તદ્દન ભયાનક અને દુઃખદ હાલત જોઇ રાજેશ્વરી ધૃજી ઉઠી.તેના રૂવાડા ઉભા થઇ ગયા.લોકોની આક્રંદભરી બૂમો સંભળાતી હતી.ઘણા ઘર અને અમુક તો મોટી ઇમારતો ધરાશાઇ થઇ ગઇ હતી અને લોકો મદદ માટે આજીજી કરી રહ્યા હતા.સરકાર દ્વારા બચાવ કાર્ય ચાલુ થઇ જ ગયુ હતુ.આ બધા ન્યુઝ જોતી હતી ત્યાં જ સચિન, પ્રશાંત, સ્નેહા, ભાર્ગવ, નિકિતા અને વિકાસ બધા દોડી આવે છે અને તેઓ પણ આ ન્યુઝથી ખુબ હેરાન રહી જાય છે. રાજેશ્વરી, “નિકિતા બહુ કરી આ તો.બહુ ભારે પ્રમાણમા નુકશાન થયુ હોય તેમ બતાવે છે.ચાંગેર,પેલો ચોકિદાર પણ હમણા આવ્યો હતો.તેના પિતાજીનો કૉલ આવ્યો હતો.તેઓ ત્યાં મુસિબતમા છે અને ચાંગેરને ત્યાં જવા માટે પૈસાની જરૂર છે.મે તેને પૈસા આપવાની હા કહી છે,બરોબર કર્યુ ને ????”

“હા બહેન,બહુ સારુ કર્યુ તે,આવા પરમાર્થના કાર્યમા આપણો પૈસો વપરાય એ તો બહુ સારુ કહેવાય.સચિન મામી કહે તેટલા પૈસા ચાંગેરને આપી દેજે તુ.” નિકિતાએ રાજેશ્વરીને કહ્યુ “હા મમ્મી,હુ હમણા જ તેને જરૂર હોય તેટલા પ્રમાણમા રકમ આપુ છુ.” સચિન થોડા પૈસા લઇને ચાંગેરને મળવા ગયો અને તેને આપ્યા અને એ પણ કહ્યુ કે ત્યાંના સમાચાર અહી આપતો રહે અને જો કાંઇ કામ હોય તો રાજેશ્વરી મામી ને અથવા તેને ફોન કરી લે.આમ કહી અને તેને ચિંતા ન કરવાનુ કહી તેને નેપાળ જવા વિદાય કર્યો. “મામી ચાંગેર નેપાળ જવા નીકળી ગયો છે.મે તેને તેણે કહ્યા તેનાથી વધુ પૈસા આપી દીધા છે.” સચિન બોલ્યો. “સારુ કર્યુ બેટા તે,ભગવાન તેના માતા-પિતાને સલામત રાખે.” રાજેશ્વરીએ ભગવાનને પ્રાર્થના કરતા કહ્યુ. “મામી મને એક આઇડિયા આવે છે.તમે બધા અહી બેસો હું તમને એક આઇડિયા કહુ.” સચિને બધાને સંબોધતા કહ્યુ. બધા બેઠા એટલે સચિને કહ્યુ , “જુઓ અહી દ્વારકામા આપણી શાળા અને વૃધ્ધાશ્રમનુ ૯૯% કામ પુરુ થઇ ગયુ છે.અને હસ્તકળા કેન્દ્ર પણ બહુ સારી રીતે ચાલે છે.આપણે અહી સારા કાર્યો કરવાની ઇચ્છા અને ધ્યેય સાથે આવ્યા હતા અને અહી આપણુ ધ્યેય સારી રીતે પાર પાડી ચુક્યા છીએ.તો મારો સુજાવ એ છે કે ચલોને આપણે નેપાળ જઇએ લોકોની મદદ કરવા માટે.બહુ ભારે તારાજી સર્જાણી છે ત્યાં અને સરકાર તો ત્યાં જોરોશોરોથી રાહતકાર્ય અને બચાવકાર્ય કરવાનુ શરૂ કરી દીધુ છે અને આપણે તેમા જોડાઇ જશુ તો આપણે ઘણા લોકોના આશિર્વાદ મળશે સાથે સાથે આપણુ ધ્યેય બહુ સારી રીતે પાર પડશે.”

“બેટા તારો વિચાર તો સારો છે.એક કામ કરો તમે બધા અહી રોકાઓ હુ એકલી ત્યાં જઇશ.અહી પણ રહેવુ જરૂરી છે.નવા સત્રથી શાળા શરૂ કરવાની છે તો તેના માટે સ્ટાફની વ્યવસ્થા અને જરૂરી બીજી વ્યવસ્થા માટે અહી રહેવુ તો અનિવાર્ય છે તો તમે અહી રહો.હું એકલી જઇશ ત્યાં” રાજેશ્વરીએ કહ્યુ. “ના બહેન આટલી મોટી આફત આવી છે ત્યાં તો અમે તને એકલી તો નહી જ જવા દઇએ.તારે એકલુ જવુ હોય તો રહેવા દે નેપાળ જવાનુ અને અહી જ રહે તુ પણ.” નિકિતાએ કહ્યુ. “પણ નિકિતા,તુ અને વિકાસ અને સ્નેહા તો આજે અમદાવાદ જઇ રહ્યા છો અને આ ત્રણેય ભાઇઓને અહી રહેવુ જરૂરી છે તો હવે વધી હું એકલી તો એકલી જવાનુ કહુ છુ.બાકી ત્યાં ઘણા હશે આપણા જેવા મદદ કરવાવાળા તેની સાથે રહીને લોકોની હેલ્પ કરીશ.” રાજેશ્વરી બોલી. “ના ના ના ૧૦૦ વાતની એક વાત તને એકલી જવા નહી મળે.” નિકિતાએ કહ્યુ. એક કામ કરીએ આપણે.હું વિકાસ અને ભાર્ગવ અહી રોકાઇએ અને રાજેશ્વરી સચિન અને પ્રશાંત તમે નેપાળ જાઓ.જેથી કરીને અહીનુ કામ પણ થાયે રાખે અને ત્યાં નેપાળ પણ આપણે મદદ માટે જઇ શકીએ.” નિકિતાએ સુજાવ આપતા કહ્યુ. “એ તો ઠીક પણ પછી સ્નેહાને એકલી અમદાવાદ મોકલશું આપણે?” રાજેશ્વરીએ કહ્યુ. “મામી તમે બધા લોકોની સેવા માટે આટલા બધા તત્પર છો તો થોડો સાથ સહકાર આપવાની મને પણ પરમિશન આપો તમે.” સ્નેહાએ કહ્યુ. “બેટા શું કહે છે તુ? અમે કાંઇ સમ્જ્યા નહી.” રાજેશ્વરીએ કહ્યુ. “મામી મારે પણ તમારા આ સારા કાર્યમા જોડાવુ છે.હું પણ તમને સાથ આપવા નેપાળ આવીશ.” સ્નેહાએ તેનો વિચાર રજૂ કર્યો. “બેટા એમ કહ્યા વિના ત્યાં સુધી ન આવી શકે તું.તારા પપ્પાની મંજુરી લેવી જરૂરી છે અને હું તો એમ કહુ છું કે આમ તાત્કાલિક તારા પપ્પાને આવી વાત કહેવી એ મને યોગ્ય લાગતુ નથી.” રાજેશ્વરીએ કહ્યુ. “મામી આજે તમે બધા ફેમિલી મેમ્બર્સ અહી છો તો તમને બધાને એક વાત કહેવા માંગુ છુ.હું જાણુ છુ કે આ સમય યોગ્ય નથી પણ મામીની ચિંતાનો જવાબ આપવા આ કહુ છું.તમને બધાને તો ખબર જ હશે કે હું અને સચિન બન્ને એક બીજાના ગાઢ પ્રેમમા છીએ અને તમારી વડિલોની ઇચ્છાથી હું તમારા ઘરની ફેમિલી મેમ્બર બનીશ અને આ વાત મારા મમ્મી-પપ્પાને ખબર જ છે અને તેઓ તો આ સબંધ બાબતે પોઝિટીવ જ છે.હવે જો હું તમારા જ ઘરની મેમ્બર છું તો મને લઇ જવામા શું પ્રોબ્લેમ છે???” “એ તો અમે પણ રાજી જ છીએ તમારા સગપણથી પણ...............” રાજેશ્વરી હજુ બોલવા જતી હતી ત્યાં સ્નેહા એ કહ્યુ , “તમે લોકો રાજી છો તો પાપાની પરવાનગી લેવાની જવાબદારી મારી.હું હમણા જ પાપાને કૉલ કરીને રજા લઇ લઉ છું.” સ્નેહા ખુશ થતી ફોન લઇ બહાર જતી રહી. “વાહ ,સચિન તારી પસંદ પર અમને આજે નાઝ થઇ આવ્યો.આજ કાલની પેઢીને આવા કાર્યમા રસ છે એ જાણી મને ખુબ આનંદ આવ્યો.” રાજેશ્વરીએ કહ્યુ.

“ઓ.કે. તો પાકુ હવે હું વિકાસ અને ભાર્ગવ અહી રહેશું અને રાજેશ્વરી ,સચિન સ્નેહા અને પ્રશાંત બધા નેપાળ જશે.” નિકિતાએ કહ્યુ.

“ઓ.કે. તો હું નેપાળ જવા માટે તૈયારી કરુ છું અને બાકીના લોકો અહી પેકીંગ કરવામા હેલ્પ કરાવજો.” સચિને કહ્યુ. “ઓ.કે. ડન.....” ચલો બધા ફટાફટ કામે લાગી જાઓ. નેપાળમા:-

“મામી મે ચાંગેરના ગામનું એડ્રેસ લઇ લીધુ છે તો ચલો આપણે પહેલા ત્યાં જઇએ.” સચિને સુજાવ આપતા કહ્યુ. બધા ચાંગેરના ગામ પહોંચે છે.ત્યાં જઇને ચાંગેરને મળે છે અને તેના માતા-પિતાના ખબર અંતર પૂછે છે. “મેડમ આપ ઇન્સાન નહી કોઇ દેવી હો,આપકી વજહ સે આજ મે યહાં નેપાલ આ પાયા ઔર અપને મા-બાબા કો મીલ પાયા.આપને મુજે પૈસો કી મદદ ન કી હોતી તો મે કભી ભી યહાં ન આ પાતા.” ચાંગેરે કહ્યુ. “મે કોઇ દેવી નહી હું.મે તો એક આમ ઇન્સાન હું.ઔર યે મેરા ફર્જ થા કી મે તુમ્હારી તકલિફમે આપકા સાથ દું.ઔર હમ યહાં આયે આપ સબકી મદદ ઔર સેવા કરને હેતુ હી યહા આયે હૈ.તુમ્હારે ગાંવ મે સરકાર કી કોઇ મદદ આઇ કી નહી?” રાજેશ્વરીએ કહ્યુ.

“મેડમ વો તો કુછ પતા નહી હે મગર કોઇ અચ્છે ભલે લોગ યહા આપ જૈસે હી મદદ કો આ પહુંચે હૈ.” ચાંગેરે કહ્યુ. “ઠીક હૈ.મે ઉનકો મીલ કે આતી હું.યે લો થોડે પૈસે અપને લીયે રખ લો,કામ આયેંગે.” રાજેશ્વરીએ ચાંગેરેને પૈસા આપતા કહ્ય. રાજેશ્વરી સચિન સ્નેહા અને પ્રશાંત ગામમા થયેલુ નુક્શાન જોવા નીકળે છે.તેણે પોતાની લાઇફમા આવો વિનાશ પહેલી વાર જોયો હતો.કુદરતની આ વિનાશલીલા જોઇ તે ધૃજી ઉઠી હતી.ત્યાં તેને એક રાહતકેમ્પની ટુકડી મળે છે તેની સાથે પૂછ્પરછ કરી તે રાહત કેમ્પના આયોજકને મળવા તે કેમ્પમા પહોંચે છે. “હેલ્લો સર,મે રાજેશ્વરી હું.મે ઇન્ડિયા સે આઇ હું.” રાજેશ્વરી નામ પડતા જ સામે બીજા લોકો સાથે વાત કરતા વ્યકિતએ પાછળ વળી જોયુ તો રાજેશ્વરી અને સામે ઉભેલ વ્યકિત બન્ને આશ્ચર્ય ચકિત થઇ જાય છે. અતુલભાઇ તમે અહીયા ક્યાંથી?” રાજેશ્વરીએ કહ્યુ

“અરે રાજેશ્વરી બહેન તમે અહીયા?” અતુલભાઇએ પણ એ જ પ્રશ્ન કર્યો. રાજેશ્વરીએ ચાંગેરની બધી વાત કરી અને અહી કઇ રીતે આવી તે વિશે કહ્યુ સાથે સાથે સચિન સ્નેહા અને પ્રશાંતની ઓળખ કરાવી.

“બહેન અમે અહી સ્વયંસેવકો તરીકે આવ્યા છીએ.આપણા ગુજરાતથી એક સેવાભાવી સંસ્થા અહી લોકોની હેલ્પ અને બચાવકાર્ય માટે આવતી હતી તેની સાથે હું અને અમારા બગિચાના યંગ ઓલ્ડ ગ્રુપના મિત્રો અમે પણ આ સેવાના કામમા આવ્યા છીએ.” અતુલભાઇએ કહ્યુ. રાજેશ્વરી , “તમારા પૌત્રને કેમ છે?”

અતુલભાઇ , “તેને હવે સારૂ છે.તે હસતો રમતો થઇ ગયો છે.નેપાળની આ ઘટના બનતા મારા બગિચા ગૃપના મિત્રનો ફોન આવ્યો કે તે લોકો સ્વયંસેવક તરીકે જોડાઇ રહ્યા છે તો મારા પુત્રએ મને અહી આવવા મોકલ્યો.તેની દાદી તો ત્યાં જ છે” “સારૂ આ અજાણ્યા દેશમા હું ભગવાનનું નામ લઇ આવી તો હતી પણ હવે તમારો સાથ મળતા મારામાં પણ હિમ્મત આવી ગઇ છે.આ વિનાશલીલા જોઇ મારુ તો હૈયુ કંપી ઉઠ્યુ છે.હવે એક કામ કરો કે અમને લોકોને પણ તમારા આ રાહતકાર્યમા મદદરૂપ થવાનો થોડો મોકો આપો.” રાજેશ્વરીએ કહ્યુ. “બહેન સીધેસીધી વાત કરું છું,ખોટુ ન લગાડતા.અમે અહી સ્વયંસેવકો તરીકે સેવા કરવા આવ્યા તો છીએ પણ તે સંસ્થાને થોડા ફંડની જરૂર છે.જેટલુ ફંડ લાવ્યા હતા તે બધુ ખર્ચ થઇ ગયુ માટે ફંડની જરૂર હતી અને આજે તમે અહી આવ્યા તો જાણે ભગવાને જ તમને અહી મોકલ્યા લાગે છે.” “હા ભાઇ હું તો અહી આવી જ છું એટલા માટે કે લોકોની સેવા કરી શકું.તમે કહો એટલા ફંડની વ્યવસ્થા થઇ જશે.ફંડ બાબતે તમે જરા ચિંતા ન કરજો..” રાજેશ્વરીએ અતુલભાઇને હિમ્મત આપતા કહ્યુ. “હા બહેન તમારો ખુબ ખુબ આભાર.તમે આપશો તે ફંડમાથી કેમ્પમા રહેલા લોકોની મેડિકલ સારવાર તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓ અને ખાવા-પીવા માટે ભોજનની વસ્તુઓ માટે ખર્ચ કરવામા સરળતા રહેશે.” અતુલભાઇએ કહ્યુ. “અરે અતુલભાઇ તેમા થેન્ક્સ કહેવાની શું જરૂર છે? મારી પાસે રહેલા તમામ પૈસા દિન દુઃખીયાઓની સેવા માટે જ છે,તેના પર મારો કોઇ હક નથી.લોકોના પરમાર્થમા પૈસા વપરાય એ જ મારુ જીવનધ્યેય છે.” રાજેશ્વરીએ કહ્યુ.

“બહેન તમે બહુ લાંબી મુસાફરી કરીને આવ્યા છો,આજનો દિવસ આરામ કરો કાલથી સેવાના કામમા અમારી સાથે જોડાઇ જજો.ચલો અમારો ઉતારો છે ત્યાં જ તમારે રહેવાની વ્યવસ્થા કરાવી આપુ.” અતુલભાઇએ કહ્યુ. “ભાઇ,આરામ તો પછી પણ થઇ જશે અત્યારે જે ઉદેશ્યથી આવી છું તેના તરફ આગળ વધવા માંગુ છુ.બેટા તમે લોકો જાઓ અતુલ અંકલ સાથે અને આપણા ઉતારાની વ્યવસ્થામા તેમને હેલ્પ કરો અને હું જાંઉ છુ રાહત કેમ્પમા.” રાજેશ્વરીએ કહ્યુ. સચિન સ્નેહા અને પ્રશાંત અતુલભાઇ સાથે ગયા અને રાજેશ્વરી રાહત કેમ્પમા ગઇ.ત્યાંનુ દ્રશ્ય તો અતિ ભયાનક હતુ.લોકો દુઃખ,દર્દ અને તેના સગા સ્નેહેઓથી વિખુટા પડવાને કારણે આક્રંદ કરી રહ્યા હતા.અમુક લોકો જે ઘાયલ હતા તેની હાલત જોઇ રાજેશ્વરી બહુ હેરાન થઇ.તેણે જોયુ કે સ્વયંસેવકો લોકોને મદદ તો કરી રહ્યા હતા પણ તેના પ્રમાણમા ઘાયલ લોકોની સંખ્યા બહુ વધારે હતી.તે સતત એ જ વિચારમા હતી કે આ લોકોને સરળતાથી કઇ રીતે તેને જરૂરી સેવા પુરી પાડવી. “બહેન લોકોની હાલત બહુ ભયાનક છે.અમારા ૫૦% સેવકો તો કાટમાળમા ફસાયેલા લોકોને બહાર લઇ આવવાની કામગીરીમા રોકાયા છે અને થોડા સેવકો આજુબાજુના ગામમાંથી લોકોને રાહત કેમ્પમા લાવવાના કામમા છે માટે અહી સેવકોની ખામી વર્તાય છે.” અતુલભાઇએ કહ્યુ. “હા ભાઇ,મને પણ એવુ જ લાગે છે કે અહી વધુ સેવકોની તાત્કાલિક જરૂર છે પણ તાત્કાલિક કઇ રીતે તેનો બન્દોબસ્ત કરવો?” રાજેશ્વરીએ જવાબ આપ્યો. સચિન પ્રશાંત અને સ્નેહા બધા ત્યાં કેમ્પમા આવી પહોચ્યા અને સ્વયસેવકોની સાથે મળી કેમ્પમા કામે લાગી ગયા.સાથે સાથે રાજેશ્વરી પણ અતુલભાઇ સાથે મળી કેમ્પમા સેવાના કામમા જોડાઇ ગઇ.

વધુ આવતા અંકે........