21 mi sadi sanyas 4 in Gujarati Love Stories by Jitendra Patel books and stories PDF | 21 mi sadi sanyas 4

Featured Books
Categories
Share

21 mi sadi sanyas 4

21 મી સદી નો સન્યાસ -4

લેખક વિશે,

" મન જે પામે તેને પોતાની આગવી ઢબ માં

કાગળ પર ઉતારનાર છું હું , તમે તમારી ભાષા

માં લેખક કહી શકો છો. "

નવું નવું શરુ કરી ને મૂકી દેવાની ટેવ ધરાવતો ,અઢળક પ્રેમ મળે એવી ઈચ્છા રાખતો અને જીવન પ્રત્યે પોતાની અલગ જ વિચારસરણી દાખવતો અને થોડો સ્માર્ટ દેખાતો ૨૦ વર્ષ નો યુવાન એટલે હું , જીતેન્દ્ર પટેલ .

ભગવાન નો ખુબ આભાર માનું છું આ જીવન આપવા માટે .હું મોજ શોખ વગર ચલાવી શકું

છું, એક રીતે સંતૃપ્ત માણસ છું એટલે હમેશા

જેને જરૂર હોય એને આપજો એવી જ પ્રાથના

રોજે પ્રભુ ને કરું છું .

introduction જેટલું સારું છે એના કરતા સારું કામ કરવાની ઈચ્છા રાખીશ . બાળપણ થી જ કલા માં રૂચી રાખતો આવ્યો છું . કોઈ પણ પ્રસંગે સ્પીચ આપવાનું કામ બહુ ખૂબી થી કર્યું છે પણ લેખન ની વાત કરું તો ૨૦૧૪ માં મેં લખેલી એક આખી નોવેલ ખોવાઈ ગયી બોલો !

પણ ૨૦૧૫ માં લખેલા લેખો માંથી અમુક matrubharti માં પ્રકાશિત થયેલા છે .હાલ ' dreamer boy ' નામ ની નોવેલ પર કામ ચાલુ છે જે મારા engineering નો અભ્યાસ ૨૦૧૭ માં પતે એટલે લોન્ચ થશે .દરેક વાચક ને વિનંતી કે whatsapp કે facebook દ્વારા

આવતા દરેક પ્રતિભાવો હું વાંચું છું અને બને તો

અનુસરવાનો પ્રયત્ન પણ કરું છું .કદાચ ક્યારેક

કોઈ ને પ્રત્યુતર આપવાનો રહી ગયો હોય તો

માફ કરજો અને ફરી મને જણાવજો .મારા વિશે વધારે મારા કામ થી જણાવીશ

21 મી સદી નો સન્યાસ -4

જીતે જોયું કે વિસ્મય બારી આગળ બેડ ખસેડી ને લઇ ગયો હતો. અને બેડ પર સુતા સુતા બારી માંથી દૂરબીન વડે બહાર ની દુનિયા જોઈ રહ્યો હતો.

" આ શું કરે છે વિસ્મય !" મેં સહજતા થી પૂછ્યું.

"શું બ્રો ! આખો દિવસ લેક્ચર ભર્યા ? કંટાળી નથી જતો." વિસ્મયે મને મારી દિન ચર્યા પૂછી.

અરે આજે તો બાકી અપ્સરા સાથે મુલાકાત થયેલી ! હવે એ અનુભવ હું ક્યા શબ્દો માં સમજાવું ?

મેં મનોમન કહ્યું .

" હા , ભણવા જ પડે ને , તું કેમ ના આયો ? " મેં જવાબ આપ્યો.

વિસ્મય માત્ર હસ્યો .

આમ તો અમે જે ફ્લેટ માં રહેતા હતા ત્યાં કોઈ બેચલર ને મંજૂરી તો નથી રહેવાની પણ તોય

અમારા સારા સંસ્કાર દેખાઈ આવતા અમને રહેવા ની મંજૂરી મળી ગયી હતી.

આજ નો દિવસ મારા માટે બે અલગ જ અનુભવ લઇ ને આવ્યો તો એક તો પેલી અપ્સરા ની ઝલક અને બીજું ક્લાસ ના પેલા દિવસે જ સરે મારી ઉડાવી .

"ઉઠ બ્રો , ઇટ્સ મોર્નિંગ! " વહેલી સવારે મારી ચાદર હટાવી મારા માટે ચા બનાવી ને લઇ ને ઉભો હતો વિસ્મય.

"અરે ! તે તકલીફ કેમ લીધી ? મને ચા બનાવતા આવડે છે ." મેં ફોર્માલિટી કરી .

" હા હવે પી લે વાયડા " વિસ્મયે ચા હાથ માં આપતા કહ્યું.

" બસ લ્યા કેટલું તૈયાર થઇસ " વિસ્મયે કહ્યું . હું બાથરૂમ માં વિસ્મય ના ફેસવોશ થી મો ધોઈ રહ્યો હતો.

" દસ મિનિટ યાર , આ આયો." હું ફટાફટ રેડી થયો . હું રોજે વિસ્મય ના બજાજ અવેન્જર બાઇક માં બેસી ને જતો . એટલે મારે એનો ખર્ચો તો બચી જતો.

કોલેજ ના ગેટ પર પહોચતા ની સાથે જ મન માં દુનિયા ના બધાંજ જાણ્યા કે અજાણ્યા વાજિંત્રો વાગવા લાગ્યા અને બધા નો એક જ સુર હતો કે આજે ફરી જો અથડાવાનું થાય પેલી અપ્સરા જોડે તો દિવસ બની જાય.

હુ કોલેજ ભણવા જઈ રહ્યો હતો પણ ખબર નઈ આ બધું શું આવડી ગયું હતું જે હું કોઈ શાળા કે કોલેજ માં ભણ્યો નહોતો પણ ઇન્ટરેસ્ટિંગ હતું!!

આખી કોલેજ માં ફરી વળ્યાં છતાં પણ પલ્લવી નો ભેટો ના થયો તે ના જ થયો. પણ પછી મન ને પોસિટીવ કર્યું અને કીધું કે સારું મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે.

બે લેકચર ભર્યા પછી મને જોર ભૂખ લાગી હતી કેમ કે આવા ટાઈમિંગ સાથે હજુ અનુભવ ના હોય ને .હું કેન્ટીન માં ગયો ને નોટિસ બોર્ડ પર અલગ અલગ વસ્તુ ના જાતે બનાવેલા ભાવ લખેલા હતા .કેમ કે મેં આવા ભાવ ક્યારેય જોયેલા કે સાંભળેલા નહોતા ,પછી સૌથી મીનીમમ ભાવ ૨૦ રૂપિયા ના સમોસા હતા જે લઇ ને હું કેન્ટીન ના ટેબલ પર બેઠો .

ભગવાન કૃષ્ણ ની કૃપા કહું કે પછી મારા નસીબ જે ની જરૂર હતી એજ થયું .મારા ટેબલ ની બિલકુલ સામે ના જ ટેબલ પર પલ્લવી ! બ્લેક ટોપ અને એની પીઠ પર ટોપ ને કાતર મૂકી હોય એમ કટકા વાળું ટોપ હતું એમાં થી એની પીઠ નો ગોરો રંગ ડોકિયાં કરી રહ્યો હતો, પાછળ ના ભાગ માં મોબાઈલ અડધો બાર અને અડધો અંદર એમ ચુસ્ત એવા ખિસ્સા વાળું બોટમ હતું.

હું એને બસ જોઈ જ રહ્યો ! મારુ સમોસુ તો ઠરી ને ઠીકરું થઇ ગયું હતું અને રીસેસ પણ પતી ગયી હતી. પણ હું તો મારા ખ્વાબો માં ગુલાંટીઓ મારતો હતો .મેં પલ્લવી ને એટલી નીરખી હતી કે આંખો બંધ કરી ને એના અંગે અંગ નું વર્ણન કરી શકું એમ હતો.

લાગ્યું કે એક વાર બસ સામે જોઈ લે તો દિવસ બની જાય આપડો. આજ ના 2 લેક્ચર ભર્યા એ ભર્યા પછી આખો દિવસ કેન્ટીન માં જ બેઠો એની એક ઝલક માટે.

વિસ્મય ના મિસ્કોલ સાથે હું કેન્ટીન માંથી પરત ફર્યો અને ઘરે જાવા વિસ્મય ના બાઇક માં બેસી ગયો અને કાન માં હેડ્સફ્રી ભરાવી ને love songs વાળું પ્લેલિસ્ટ પ્લે કરી દીધું.

‘આશિક કહો કે પ્રેમી કહો ..' એક ગુજરાતી સોન્ગ ની રીંગટોન મારા ફોન માં રણકી.

" ઉઠ લ્યા તારી માલ નો ફોન આયો હશે " વિસ્મયે દાઢી કરતા કરતા મને કીધું.

*******************************

શું જીતુ પલ્લવી ના પ્રેમ માં હશે ? કે ખાલી એટ્રેક્ટશન ?

કોનો ફોન આયો હશે ?

*******************************

મોબાઇલ એ પુરપાટ ઝડપે દોડતા મારા સપના ની ગાડી પર બ્રેક મારી.

ઘરે થી પાપા નો કોલ હતો .

નવી દુનિયા થી અંજાયેલો હું ઘર ને તો ભૂલી જ ગયો હતો.લગભગ અડધી કલાક સુધી વાત કરી ત્યાં સુધી વિસ્મય દૂરબીન વડે રોજિંદી જગ્યા યે બેસી ને બહાર નિરખતો હતો.

દિવસો જતા ગયા ,મારી અને વિસ્મય ની મિત્રતા ગાઢ બનતી ગયી અને એટલું જ આકર્ષણ મારુ પલ્લવી તરફ નું થતું ગયું.

કોલેજો માં નવા આવનારા જુનિયર્સ માટે સિનિયર્સ પાર્ટી રાખે એવો દરેક કોલેજ માં રિવાજ હોય છે.આલ્ફાવન મોલ માં થનારી પાર્ટી માટે 400 રૂપિયા નો પાસ હતો.પાર્ટી ની તો ઘણી ઈચ્છા હતી પણ 400 રૂપિયા નું લેબલ નડતું હતું એટલે મેં વિચાર માંડી વાળ્યો.

ઘરે જઈ ને વિસ્મય ને દૂરબીન સાથે જોયો .

" આવ બ્રો , અલ્યા તું શનિવાર પણ નઈ મુકતો! " વિસ્મયે મારી ઠેકડી ઉડાવતાં કહ્યું.

" ના લ્યા , આજે પૂનમ મેમ નો લેકચર હતો સિલેબસ આગળ ચલવ્યો." મેં ચોખવટ આપતા કીધું.

" હશે લ્યા , ઓય તું ફ્રેશર પાર્ટી માં આવે છે ને મંગળવારે ?" વિસ્મયે દુખતી નસ પર ઘા મુક્યો.

" ના યાર , મને પાર્ટી બિલકુલ ગમતી નથી" મેં ગલ્લા ટલ્લા કર્યા.

આજ નો થાક કઇક અલગ જ હતો.મને થયું કે છે તો આ 21 મી સદી પણ મારા માટે તો સન્યાસ બરાબર જ છે.

આજે કઈ વિચારવા માટે નહોતું એટલે જલ્દી સુઈ ગયો .બીજા દિવસે રવિવાર હતો અને મારે ચા બનાવની હતી કેમ કે રવિ વાર હોય અને વિસ્મય વહેલો ઉઠે એ તો પેલા ન્યુટન ના સફરજન નું ઝાડ પરથી ઉપર જવું બરાબર છે.

ટુડુંગ... ટુડુંગ...દરવાજા પર બેલ વાગી .મને થયું દૂધ વાળો આયો હશે.દરવાજો ખોલતા જ નીચે થી ગાડી પસાર થવાનો અવાજ આયો પણ હું જોઈ ના શક્યો એ કોણ હતું.દરવાજો બંધ કરવા જતા આસનીયા આગળ મને એક પરબીડિયું દેખાયું ......

" ઓહ માય ગોડ " મારા મોઢા પર આશ્ચર્ય નો ભાવ હતો.પરબીડિયા માંથી મંગળવારે થનારી પાર્ટી નો પાસ હતો.

અને પાછળ લખ્યું હતું મી" ફોર યુ ફ્રોમ મી" .

હવે પાછું નવું ટેન્શન આવી ગયું હતું .કે મને આ પાસ મોકલ્યો કોને?

મારી પેહલી નજર વિસ્મય સામે ગયી.મને લાગ્યું ખરેખર મિત્ર હોય તો આવો ! મદદ કરે તોય મોઢા પર એક પણ ભાવ ના દેખાડે .

આમ પણ કેહવાય છે કે જયારે કોઈ ની મદદ કરવા હાથ લંબાવીયે ત્યારે એની આંખો માં ના જોવું કેમ કે એ વસ્તુ તમારી અંદર અભિમાન ની ભાવના જગાડે છે.

કદાચ વિસ્મયે પણ આવું જ કર્યું હશે.

માનો મન વિસ્મય માટે મને બહુ માન જાગ્યું.હવે તો પાર્ટી માં જવાનું ફાઇનલ હતું એટલે મારા મન માં વિચારો ખેલ કબડ્ડી રમી રહ્યા હતાં પેલી પલ્લવી વિશે.

પાર્ટી નો દિવસ આવ્યો. એ દિવસે તો વિસ્મય ના ઉધાર માંગેલ બુટ, ઉપર કોટી ને નીચે જીન્સ ,માથા માં જેલ નાખી ને શાહુડી જેવા ઉભા વાળ કરી ને હું એક દમ પાર્ટી ના મૂડ માં આવી ગયો હતો.વિસ્મય તો always હીરો જ લાગતો એટલે એની તો વાત જ ના થાય.

સાંજે 4 વાગે પાર્ટી શરુ થવાની હતી પણ અમે ઘરે થી જ 5 વાગે નીકળ્યા કેમ કે પાર્ટી નો જે ટાઈમ હોય એ ટાઈમે ના જવાનું હોય એવું હું જાણ્યો આવા કલ્ચર માં રહી ને.

મોલ ના પાર્કિંગ માં પહોંચતા જ ડીજે નો ફુલ અવાજ સંભળાતો હતો .આમ તો મને ઇંગલિશ ગીતો માં બહુ રસ નઈ એટલે હું મોકટેલ ના ટેબલ પર બેસી ને એન્જોય કરી રહ્યો હતો અને બસ ત્યાંજ ...

બ્લેક કલર ના વન પીસ કપડાં પર ઝગમગ થતા સ્ટોન સાથે એના શરીર ના દરેક વણાંક સાથે ફેવિકોલ ની જેમ ચુસ્ત એમ કપડાં સાથે ભલ ભલા ના મો ખુલ્લા પાડી દે એવા ડ્રેસ સાથે એક માલ ની એન્ટ્રી થઇ ....

ના એ પલ્લવી નહોતી ,

એનો ચહેરો સામે આવતા જ મારુ મો ફાટી પડ્યું !!!!!!!

" ધ્વનિ તું?????????" હું અવાક જ બની રહ્યો.

"જીતુ તું ?????" સામે થી પણ એજ expression !!

" તું આ જ કોલેજ માં છે? " મેં સવાલ કર્યો .

" હા , તું પણ ??" એને પણ એજ કહ્યું.

આજ ની પાર્ટી મારા માટે બહુ મોટું સરપ્રાઈઝ લઇ ને આવી હતી.પછી સોના માં સુગંધ ભળે એમ ડી. જે એ ગરબા નું રિમિક્સ ચાલુ કર્યું .

ગરબા હોય અને જીતુ ના નાચે એમ બને ? આજે તો મન બહુ ખુશ હતું એટલે મન મૂકી ને નાચ્યો .મારી સાથે તાલે તાલ ધ્વનિ પણ સાથ આપ્યો .

પાર્ટી પુરી થતા જ મિસ્ટર ફ્રેશર અને મિસિસ ફ્રેશર નું નામ announce થયું અને ફરી એક સરપ્રાઈઝ !!

વિનર તરીકે હું અને ધ્વનિ હતા!!!

હું અને ધ્વનિ સ્ટેજ પર પ્રાઈઝ લેવા ગયા તો બીજા બોયઝ ની આખો માં ધ્વની ને ઝાંખવાની ભાવના હું સ્પષ્ટ જોઈ શકતો હતો.

આમ તો મને કોઈ બોલાવતું નઈ પણ આના પછી તો બધા મને બ્રો , બ્રો કહી ને બોલાવશે એની મને ખાતરી હતી.

પછી તો જ્યાં સુધી પાર્ટી ચાલી ત્યાં સુધી મેં અને ધ્વનિ એ અત્યાર સુધી ની બધી વાતો કરી .

વાત કરતા કરતા અચાનક જ મને પલ્લવી નો વિચાર આયો !

મેં આસપાસ નજર ફેરવી પણ એ ક્યાંય દેખાઈ નઈ. મેં ધ્વનિ ને કીધું ચાલ મૂકી જાઉં તને ગર્લ્સ હોસ્ટેલ પર .

એમ કહી મેં વિસ્મય ને કોલ લગાડ્યો તો કોઈ ઉઠાવતું નહોતું.

" ડોન્ટ વરી , મારી ફ્રેન્ડ ની કાર માં જ આવી છું ,એટલે હું જાઉં છું ,સી યુ લેટર " અને ધ્વનિ જતી રહી.

લગભગ 1 કલાક પછી વિસ્મય આવ્યો.એના ચહેરા પર અજાણ્યો જ ભાવ હતો.

" ચાલ હવે મિસ્ટર ફ્રેશર ! " વિસ્મયે બજાજ એવેન્જર ચાલુ કર્યું.

આજ નો દિવસ મારા માટે એક પછી એક સરપ્રાઈઝ લઇ ને આવ્યું હતું એટલે હું બહુ ખુશ હતો.

પછી થયું પલ્લવી હોત તો મારો દિવસ બની જાત ! પણ એ કેમ ના આઈ ?

મેં ચાલુ બાઇક પર વિસ્મય ને પૂછયું " બ્રો , ક્યાં ગુમ હતો સાચું બોલ "

" ઘરે જઈ ને કહું " વિસ્મયે વાત ટાળી.

ઘરે પહોચતા ની સાથે જ મેં વિસ્મય ને ફરી એજ પૂછ્યું .

"યાર , વાત એમ છે કે આજે પાર્ટી માં એક છોકરી ગમી ગઈ હતી બાકી દિલ જીતી લીધું એને મારુ ! એની જોડે જ ડેટ પર ગયો તો ! " વાત કરતા કરતા વિસ્મય ના મો પર blushing આવતા તા.

"ઓહો...કોન હે વો લકી ગર્લ " મેં કોણી મારતાં કહ્યું.

"આઈ ટી માં છે , આપડા જ સેમ માં " વિસ્મયે એના વિશે થોડું કહ્યું.

" શું નામ છે ,બોલ ? આપડી ઓળખાણ છે " ધ્વનિ આઇટી માં જ હતી એટલે મેં કીધું.

" પલ્લવી !!" વિસ્મય ના મોઢા માંથી જાણે તિર નીકળ્યા હોય!! હું હેતબાઈ ગયો.

†****************************************************************************

વાચક મિત્રો માટે ,

હવે શું થશે ? પલ્લવી વિસ્મય ની થશે કે જીતુ ની ?

પેલો પાસ ખરેખર વિસ્મયે જ મોકલ્યો હશે ?

ધ્વનિ ની એન્ટ્રી શું નવા રંગ લાવશે ?

***********************************************************************

તમારા અભિપ્રાય નીચે આપેલાં કોઈ પણ માધ્યમ દ્વારા મોકલજો। અને ના ફાવે તો છેવટે મોબાઈલ પર મેસેજ મોક્લી ને નોવેલ ને મદદ રૂપ થઇ શકો છો.

Jitendra.officially@facebook.com

jitendraking7@gmail.com

whatsapp : 9408690896

matrubharti comment box.

આ પ્રક્રિયા ઘણી ફળી છે અમુક વાચકો ના અભિપ્રાય પ્રમાણે નોવેલ ને રૂપ આપ્યો છે.

અને નવો પાર્ટ ક્યારે આવશે એની તારીખો જાણવા મળજો વોટ્સએપ પર .

અને હા આપના મંતવ્યો ની હું કાગડોળે રાહ જોઈ રહ્યો છું .