શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888
શીર્ષક : ચાર દ્રષ્ટાંત કથાઓ
શબ્દો : 1061
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા
ચાર દ્રષ્ટાંત કથાઓ
શું તમે ખરેખર ઈશ્વરને ક્યારેય હૃદયથી પ્રેમ કર્યો છે ? અથવા તો કરી જોવાનો પ્રયત્ન કર્યો છે ? ઘણાં નો જવાબ એમાં હા અને ના ની વચ્ચે એટલેકે લગભગ 'નરો વા કુંજરો વા' ની જેવો જ આવશે, પણ ભલા માણસ ઈશ્વર તો સર્વવ્યાપી છે, તભે મનમાં પણ જે નિચારશો એ જાણી જ જવાનો છે તો પછી નાહકનાં દેખાડા શું કામ ? પ્રેમ ત્યાં જ સંભવી શકે છે જ્યાં આપણને તેનાં પર વિશ્વાસ હોય, અત્યેરે તો થાય છે એવું કે જ્યાં આપણે કોઈ કામ સારું થાય તો પોતાની જાતને શ્રેય આપીએ છીએ અને એ જ કામ બગડે તો ઓલા ઈશ્વરનો વાંક ? પણ ખરેખર શું એનો વાંક હોય છે ખરો, શું આપણી કોઈ ભૂલ હોતી જ નથી એમાં ? અહીં હું કેટલાંક એવાં નાનાં નાનાં દ્રષ્ટાંતો આપું છું કે તે તમારી ઈશ્વર પરની શ્રધ્ધાને વિશ્વાસમાં ચોક્કસ પરિવર્તીત કરશે જ. આવો જોઈએ કે ખરેખર ભગવાન ઉપર ૧૦૦ %નો વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો શું થઇ શકે !"
1.
નવ પરણેલું દંપતી એક સરોવરમાંથી નાની હોડીમાં બેસીને ઘર તરફ આવતું હતું. અચાનક જ એક મોટું તુફાન આવે છે. પતિતો સૈનિક હતો પરંતુ તુફાન એટલું ભયંકર હતું કે પત્નીએ તો આશા જ છોડી દીધેલી હતી કારણકે હોળી એકદમ જ નાની હતી અને તુફાન બહુ ભયંકર હતું.
કોઈ પણ ક્ષણે બંને જણ ડૂબી જાય તેમ જ હતા, છતાં પતિ તો શાંતિથી જરા પણ ડર્યા વગર બિન્દાસ બેઠો હતો. પત્નીએ ગભરાતા ગભરાતા કહ્યું કે તમને ડર નથી લાગતો ? કદાચ આ આપણા જીવનની અંતિમ ક્ષણ હશે. સામે કાંઠે પહોચવાની કોઈ આશા દેખાતી નથી. કોઈ ચમત્કાર જ આપણને બચાવી શકે, નહિ તો મોત નિશ્ચિત જ છે.
શું તમને ડર નથી લાગતો ? શું તમે પાગલ થઇ ગયા છો કે ? કેમ આમ પથ્થરની જેમ વર્તી રહ્યા છો ?
પતિ ધીમે થી હસ્યો અને તેની પાસે પડેલી તલવાર હાથમાં લઇ તે પત્નીની નજીક ગયો.
પત્નીતો વધુ આશ્ચર્ય ચકિત થઈને મુંઝાવા લાગી કે તે શું કરી રહ્યા છે !
પતિએ તે ખુલ્લી તલવાર પત્નીની ગરદન પર મૂકી અને ગરદનની અડોઅડ નજીક રાખી.
પતિએ કહ્યું કે તને ડર ના લાગ્યો ?
પત્ની હસવા લાગી અને બોલી, “ તમારા હાથમાં તલવાર હોય તો મને ડર ના જ લાગે ને !” હું જાણું છું કે તમે મને બહુ જ બધો પ્રેમ કરો છો.
પતિએ તલવાર પછી લઈને કહ્યું કે આજ મારો પણ જવાબ છે.
હું જાણું છું કે મારો ભગવાન મને પ્રેમ કરે છે અને આ તુફાનની દોર તેના હાથમાં જ છે.
એટલે મને વિશ્વાસ છે કે જે કઈ પણ થશે તે સારા માટે જ થશે...
ભગવાન પર જો આવો વિશ્વાસ હોય તો આ સંસાર સાગરમાં આવતી ગમે તેવી મુશ્કેલીનો સામનો થઇ શકે.
2.
એક નાનુ બાળક પોતાના ઘરમાં આમથી તેમ દોડા-દોડી કરી રહ્યુ હતુ. અચાનક એનો પગ કાચની ફુલદાની સાથે અથડાયો. ફુલદાની નીચે પડી અને તેના ટુકડા ટુકડા થઇ ગયા. ફુલદાની ખુબ કિંમતી હતી. બાળકના પિતાનું ધ્યાન ગયુ એટલે એણે બરાડા પાડવાના શરુ કરી દીધા.
બાળક પર પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યુ , " ડોબા ,તે આ કિંમતી ફુલદાની તોડી નાખી. આટલી સરસ ફુલદાની માંડ મળી હતી. ઘરમાં ટાંટીયો વાળીને બેસતા શું થાય છે ? તારા બાપે પાઇ-પાઇ બચાવીને આ ફુલદાની ખરીદી હતી અને માત્ર બે સેકન્ડમાં તો તે એનું 'રામ નામ સત્ય' કરી નાંખ્યુ. તારા જેવા દિકરા ઘરમાં કોઇ પછી ક્યાંથી બરકત આવે. "
બાળક તો સુનમુન થઇને આ બધુ સાંભળી રહ્યો હતો. જેમ જેમ પપ્પાનો અવાજ વધતો ગયો તેમ તેમ બાળકની આંખમાંથી નીકળતા આંસુ પણ વધતા ગયા. પતિને રાડા-રાડી કરતા સાંભળીને રસોડામાં કામ કરતી પત્નિ બહાર આવી. એને આખી ઘટના સમજાઇ ગઇ. એ સીધી જ બાળક પાસે ગઇ અને બાળકના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. બાળક તો માની સાડીના પાલવમાં માથું છુપાવીને માને ભેટી પડ્યો.
બાળકના પિતાએ આ દ્રશ્ય જોયુ એટલે પોતાની પત્નિને પણ ખીજાઇને કહ્યુ , " તું જ આ છોકરાને ચડાવે છે અને તે જ એને બગાડી મુકયો છે." પત્નિએ બધુ જ સાંભળી લીધુ પછી બાળકને રૂમમાં મોકલી દીધો.
પોતાના પતિ પાસે જઇને ધીમા અવાજે કહ્યુ , " ફુલદાની તુટી જાય એની તમને ચિંતા અને દુ: ખ છે પણ તમારા એકના એક દિકરાનું દિલ તુટી જાય એની તમને ચિંતા નથી ! ઘરની ચીજ વસ્તુઓને સાચવવી જરુરી છે કારણકે એ આપણી સંપતિ છે પરંતું સંતાન તો આપણી સૌથી મોટી સંપતિ છે માટે એને સાચવવું વધુ મહત્વનું છે. જરા શાંતિથી વિચારો , ફુલદાની તો ઘરમાં બીજી પણ આવશે પણ બીજો દિકરો ક્યાંથી લાવશો ? "
મિત્રો , આપણી સૌથી મોટી સંપતિ આપણા સંતાનો છે. આપણી સ્થુળ સંપતિનું જેટલુ જતન કરીએ છીએ , જેટલું ધ્યાન રાખીએ છીએ અને જેટલો પ્રેમ કરીએ છીએ એવું સંતાન માટે થાય છે ખરુ ?
3.
એક વૃદ્ધ ખેડૂતે જેલમાં રહેલ તેના એક પુત્રને પત્ર લખ્યો.
“આ વખતે હું બટાટા ઉગાડી ના શક્યો કારણકે હું એકલો હતો,
બધી જ જમીન કેવી રીતે ખેડું?
હું જાણું છું જો તું અહિયા હોતે તો તું મને ચોક્કસ જ મદદ કરતે.
પુત્રનો જવાબ :
અરે બાપુજી સારું થયું ના ખેડ્યું! મેં ત્યાં બંદુકો દાટેલી છે.
આ પત્ર પોલીસે વાંચ્યો, આખું ખેતર ખેડી નાખ્યું, પણ ક્યાય પણ બંદુકો ના મળી.
પુત્રનો બીજો પત્ર :
બાપુજી! હવે વાવી દેજો બટેટા!
અહીં બેઠા બેઠા તમારા માટે આટલું જ કરી શકીશ!
4.
નશીબ શું છે...?
એક ૧૭ વર્ષનો ગરીબ છોકરો જે વિચારે છે કે એ ખૂબ મહેનત કરશે અને મોટો થઇને કરોડપતિ બનશે...
છોકરો કોલેજ પૂરી કરીને નોકરી લાગે છે પણ નોકરીથી ઘર ચાલે છે ઘર બને નહી.. એટલે એ નાનો ધંધો કરવાનું વિચારે છે...
સખત મહેનત કરે છે પણ ધંધો બરાબર ચાલતો નથી...
૨-૩ ધંધા બદલીને જોવે છે, પણ એ ખાસ કંઇ કમાઇ શકતો નથી.. એને લાગે છે એના નશીબમાં જ નથી કદાચ કરોડપતિ થવું...
આમ કરતા કરતા એની ઉમંર ૨૫ વર્ષ થઈ જાય છે...
પૈસા કમાવાની લાલચમાં જુગારની આદત લાગી જાય છે અને જેટલુ પણ કમાયું હોય છે એ બધુ હારી જાય છે અને રસ્તા પર આવી જાય છે...
કરોડપતિ થવાનું સપનુ રાખનાર અને મહેનત કરનાર હવે રસ્તા પર આવી જાય છે એક ગરીબ ભિખારી બની જાય છે...
જે ભીખ માંગીને ખાય છે અને રસ્તા પર જ રહે છે...
આમ ને આમ એની ઉમંર 55 વર્ષની થઇ જાય છે..
બધા એને ગાંડો કહે છે અને એ પણ ગાંડાની જેમ ગીતો ગાતો ફરે છે
એક રાતે આવી જ રીતે એ ગીત ગાતો હોય છે અને ત્યાંથી ચેનલ V નો એક રિપોટર નિકળે છે અને એનુ વિડિયો બનાવીને યુટયુબ પર મૂકે છે.. અને સારો રિસ્પોનસ મળે છે
એટલે ચેનલવાળા એનુ આખું આલ્બમ બનાવાનું વિચારે છે
અને એ ભિખારીને એક વર્ષ માટે શાઇન કરીને એક કરોડ નો ચેક આપે છે...
આખરે એ 56 વર્ષે કરોડપતિ બને છે...
(અમેરિકામાં બનેલી સાચી ઘટના)
-
નશીબથી વધારે અને સમયથી પહેલાના કોઇને કંઇ મળ્યું છે ના કંઇ મળવાનું છે.
શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888