Bodhvarta tamara badako mate - 1 in Gujarati Children Stories by Pravina Mahyavanshi books and stories PDF | બોધવાર્તા તમારા બાળકો માટે...ભાગ (૧)

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

બોધવાર્તા તમારા બાળકો માટે...ભાગ (૧)

બોધવાર્તા તમારા બાળકો માટે...ભાગ (૧)

આ લેખમાં બાળકો માટે બોધ આપતી વાર્તાઓ સમાવાનો પ્રયત્ન કર્યો છે ,જે પ્રચલિત છે,જે તમને પણ તમારા બાળપણમાં વડીલો દ્વારા કે શિક્ષકો દ્વારા કહી હશે અને તમે પણ પુરતો બોધ લીધો હશે.હવે તમારો વારો છે કહેવાનો જો તમે માતાપિતા હો,શિક્ષક કે વડીલ હો તો આ વાર્તા વાંચીને પોતાનાં બાળકોને સંભળાવો.

કે પછી હવે તો જમાનો ઘણો બદલાઈ રહ્યો છે તમે પણ આ વાર્તાઓ લઈને એક વાર્તાની ઢબે એમાં પાત્ર પ્રમાણે જુદા જુદા અવાજો કાઢી પોતાનાં પ્રમાણે મોબાઈલમાં કે બીજે ક્યાંક વાર્તા રેકોર્ડ કરી પોતાના સંતાનોને સંભળાવી શકો છો .

બાળકોની વાર્તા

(૧) સિન્ડ્રેલા

(૨) આળસું બ્રાહ્મણ

(૩) વાંદરો અને મગરમચ્છ

(૪) ગોવાળિયો

(૫) ચતુર કાગડો

(૬) કાચબો અને સસલું

તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ :

(૧) સિન્ડ્રેલા

એક નાની બાળકી હતી.એ દેખાવે ખૂબ જ સુંદર અને લાંબા સોનેરી રંગનાં વાળ હતાં.

આ બાળકી એના પપ્પાની ખૂબ લાડકી દીકરી હતી.પણ એક દિવસ આ બાળકીની માતા ગુજરી જાય છે.અને આ બાળકીની દેખભાળ માટે એના પપ્પા એના માટે સોતેલી માતા લાવે છે જેની પાસે પહેલાથી જ બે દીકરીઓ હતી.

પપ્પા તો કામે જતા રહેતાં પણ સોતેલી માતા અને એની બે દીકરીઓ આ બાળકીને ખૂબ જ કામ આપી ત્રાસ આપતાં,અને ત્યારથી જ આ બાળકીનું નામ સિન્ડ્રેલા પડી ગયું હતું.

સિન્ડ્રેલા આ બધા કામની અને ત્રાસની વાત પિતાજીને ક્યારે પણ નહી જણાવતી અને શાંતિથી તે બધું મનમાં રાખી કામ કરી લેતી.

એક દિવસ બન્યું એવું કે રાજમહેલમાંથી એક સેનાપતિ આમંત્રણ લઈને આવ્યો.

આ આમંત્રણને સિન્ડ્રેલાની સોતેલી માતા વાંચવા લાગી,“રાજમહેલમાં ભવ્ય પાર્ટી રાખી છે,જે આવતી કાલે સાંજે રાખી છે,જેમાં રાજકુમાર પોતાનાં માટે રાજકુમારીની પણ શોધ કરશે અને લગ્ન પણ એ જ રાજકુમારી સાથે કરશે.તો આપ સહુને પ્રેમભર્યું પધારવા માટે આમંત્રણ.

બંને દીકરીઓ ઉછળી પડી અને કહેવાં લાગી મમ્મી આપણે જરૂર જઈશું.

સોતેલી માતાએ કહ્યું, હા આપણે જરૂર જઈશું તમે જલ્દીથી તૈયાર રહેજો.

લાદી સાફ કરતી સિન્ડ્રેલાએ આ સાંભળી મીઠાં સ્વરમાં કહ્યું, હું પણ આવીશ રાજકુમારની ભવ્ય પાર્ટીમાં..!!

માં દીકરીઓ ત્રણે જણ આ સાંભળી જોર જોરથી હસવા લાગ્યા,

સિન્ડ્રેલાની માતાએ આંખ કાઢીને મોટા અવાજથી કહ્યું, ઠીક છે આવજે પણ તારું બધુંજ ઘરનું કામ થઈ જવું જોઈએ.

બીજા દિવસની સવાર પડી અને સાંજ પણ થઈ,પણ બંને દીકરીઓ અને સોતેલી માતા સિન્ડ્રેલાને કઈ ને કઈ કામ સોંપતા જ રહ્યાં.

બંને દીકરીએ અકળાઇને કહ્યું, સિન્ડ્રેલા આ કપડા અમારા જલ્દીથી ધોઈ નાંખ.

તો બીજી તરફ સોતેલી માતા એને ફરી ફરી થઈ ગયેલું કામ પણ ફરી સોંપવા લાગી.

મારી પ્યારી બંને દીકરીઓ તમે તૈયાર છો ને ? ચાલો જલ્દીથી નીકળીયે રાજકુમારની ભવ્ય પાર્ટી માટે...

સિન્ડ્રેલાને સોતેલી માતાએ રૂબાબથી કહ્યું, તું તૈયાર છે સિન્ડ્રે......લા પાર્ટીમાં આવવા માટે...

સિન્ડ્રેલાએ પોતાનાં ફાટેલા કપડા જોઈ અને નિરાશ થઈને કહ્યું, નાં હું તૈયાર નથી...

ત્રણે માં દીકરીઓ ખળખડાટ હસતાં હસતાં નીકળી ગયા.

સિન્ડ્રેલા પોતાનાં બેડરૂમમાં જઈ પલંગ પર આડી પડીને ખૂબ રડવા લાગી.

ત્યારે જ એક અજાણ્યાનો અવાજ આવવાં લાગ્યો.“કેમ દીકરી રડે છે?અહિયાં જો હું તારી પરી મા છું.

સિન્ડ્રેલાએ પરી મા તરફ જોવા લાગી અને રડતા રડતા કહ્યું કે મને પણ રાજકુમારની ભવ્ય પાર્ટીમાં જવું છે પણ મારી પાસે પહેરવા સુંદર ડ્રેસ નથી.

ત્યારે પરી માએ કીધું, દીકરી ચિંતા નહી કર,અને પોતાનાં હાથમાં ધરેલી જાદુઈ છળીથી સિન્ડ્રેલાનો ડ્રેસ બદલી નાંખ્યો.

સિન્ડ્રેલા પોતાનો સુંદર ડ્રેસ જોઈ ઉછળી પડી ,પણ તરત જ કહેવાં લાગી હું આટલી રાતે કેવી રીતે રાજમહેલ પહોંચી સકું ?

પરી માએ સિન્ડ્રેલાની પાસે કોળું મગાવ્યું અને સિન્ડ્રેલાનાં નાનાં બે દોસ્ત ઉંદરોને પણ બોલાવ્યાં.

કોળું અને બે ઉંદરોને સુંદર મજાનો ઘોડાગાડીમાં રૂપાંતર કરી નાંખ્યો.

પરી માએ કહ્યું,“ પણ યાદ રહે મારી પ્યારી દીકરી સિન્ડ્રેલા, રાતનાં બાર વાગ્યાં પહેલાં તને મહેલ છોડીને આવવું પડશે,કારણકે મારું જાદુ રાતનાં બાર વાગ્યાં સુધી જ કામ લાગશે.

ખુશ થતાં ઘોડાગાડીમાં બેસીને જતા જતા સિન્ડ્રેલાએ કહ્યું,“ હા પરી મા મને યાદ રહેશે....હું સમય પર પહોંચી.... જઈશ.......

રાજમહેલમાં રાત પડી ગઈ હતી પણ રાજકુમારને કોઈ પણ કુમારી પસંદ આવી ન હતી.

ત્યાંજ સિન્ડ્રેલાને આવતાં જોઈ ,રાજકુમારની તો નજર સિન્ડ્રેલા પર જ પડી ગઈ.

રાજકુમારે કહ્યું,“ શું તમે મારી સાથે ડાન્સ કરી શકો.

સિન્ડ્રેલાએ પણ હા પાડી અને બંને જણ હાથમાં હાથ પરોવી ડાન્સ કરવા લાગ્યાં.

સિન્ડ્રેલા અને રાજકુમાર બંને એકમેકને પસંદ કરવા લાગ્યાં હતાં.

અને રાજમહેલમાં બધાની નજર આ સુંદર છોકરી સિન્ડ્રેલા પર પડી હતી.

આ જોઈ ત્રણે માં દીકરી મોઢું મંચકાવા લાગ્યાં.

સિન્ડ્રેલાને આચાનક યાદ આવી ગયું અને તે રાજકુમારને છોડીને દોડવા લાગી.

રાજકુમાર પણ તેની પછવાડ પછવાડ દોડવા લાગ્યો.

ઘાઈ ઘાઈમાં સિન્ડ્રેલા પોતાની એક પગની મોજડી ત્યાં દાદરા પર જ છોડીને આવી ગઈ હતી.અને તે મોજડી રાજકુમારને મળી ગઈ હતી.

બીજા દિવસે સેનાપતિ બધા ઘરે જઈ મોજડીનું માપ બધી છોકરીને પહેરાવીને જોઈ લીધું હતું પણ કોઈના પણ પગમાં તે મોજડી આવી નહી.

છેલ્લે સિન્ડ્રેલાનાં ઘરે આવ્યાં,અને બંને દીકરીઓને પહેરાવી જોઈ પણ કોઈના પગમાં આવી નહી.

ત્યાં નજર ગાર્ડનમાં કામ કરી રહી સિન્ડ્રેલા પર પડી.

સિન્ડ્રેલાની સોતેલી માતાએ તરતજ સેનાપતિને રોક્યો અને ગભરાતાં સ્વરે કીધું,સેનાપતિજી આ મોજડી આ છોકરીની ન જ હોય શકે...!!

સેનાપતિએ હુકુમ કર્યો અને કહ્યું,“આ છોકરીને પણ મોજડી પહેરાવામાં આવે.

અને પહેરાવતાની સાથે જ સિન્ડ્રેલાને મોજડી આવી ગઈ.

આવી રીતે રાજકુમારને પોતાની રાજકુમારી મળી ગઈ.બંનેનાં ધામધૂમથી લગ્ન થયા અને બંને ખુશીથી રહેવાં લાગ્યાં.

બોધ : જીવનમાં ક્યારે પણ આશા છોડવી ન જોઈએ,આશા ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે.

(૨) આળસ

એક ગામની વાત છે, જે ખૂબ જ લીલુંછમ ખેતરોથી ભરેલું હતું.આ ગામનાં લોકો ખૂબ જ મહેનતી હતાં.બધા લોકો સવાર પડે એટલે પોતપોતાનાં કામે લાગી જતા અને સાંજ પડે કે ઘરનો રસ્તો જોતા.

પણ આ શું ?આ ગામમાં એક બ્રાહ્મણ પણ રહેતો હતો,જે ખૂબ જ આળસું હતો તે કોઈ પણ કામ પોતાનું નહી કરતો.જોવા જાય તો બ્રાહ્મણ પાસે કઈ પણ કમી ન હતું .બ્રાહ્મણને ખૂબ જ સુંદર પત્ની હતી,અને બાળકો પણ એવાં જ ભણવામાં હોશિયાર એક ટીંકુ નામનો છોકરો અને એક પિંકી નામની બાળકી.

ટીંકુ અને પિંકી બંને સમય સમય પર પોતપોતાનો અભ્યાસ કરવા લાગી જતાં,અને પત્ની પણ ઘરની જિમ્મેદારી સારી રીતે અદા કરી રહી હતી.

બ્રાહ્મણ પાસે સારી એવી ફળદ્રુપ્તા વાળી જમીન પણ હતી. બ્રાહ્મણ સારો એવો પાક ઉગાવી સકતો હતો.પણ બ્રાહ્મણને કઈજ કામ ન હતું કરવું.

બ્રાહ્મણની પત્ની પણ આ જોઇને ખૂબ જ ચિંતિત હતી.

એક દિવસ બન્યું એવું કે બ્રાહ્મણનાં ઘરે એક સાધુ આવ્યાં.

બ્રાહ્મણે સાધુની ખૂબ સેવા કરી.સાધુ બહું જ પ્રસન્ન થઈ ગયા.

સાધુએ કહ્યું, “ બેટા,હું તારી સેવાથી ખૂબ પ્રસન્ન છું.બોલો તારી શું ઈચ્છા છે,હું તારી દરેક ઈચ્છા પૂર્ણ કરીશ.

આળસું બ્રાહ્મણે તરત જ ખૂશ થતાં કહ્યું : “હે મહાત્મા,મારી ઈચ્છા છે કે મને કોઈ એવો માણસ મળે જે મારું બધું જ કામ કરી લે.

સાધુએ કહ્યું, અવશ્ય,પણ યાદ રહે તારી પાસે એને કામ આપવા માટે ક્યારેય પણ કામ ઓછું થવા ન જોઈએ.એને હમેશાં કામમાં વ્યસ્ત રાખવું પડશે.

મનમાં મલકાતા બ્રાહ્મણે કહી દીધું ,હા મહાત્મા એવું જ થશે.

અને કહેતાની સાથે જ સામે એક મોટો કદાવર રાક્ષસ ઊભો થઈ ગયો.

આ જોઈ બ્રાહ્મણ ડરી ગયો.

સાધુએ રજા લેતા પહેલા ફરી યાદ અપાવ્યું,બેટા યાદ રહે તારી પાસે આ મહામયી રાક્ષસને આપવા કાયમ માટે કામ રહેવું જોઈએ,નહીંતર એ તને ખાઈ જશે.

બ્રાહ્મણે કીધું,” જી મહાત્મા.

રાક્ષસે દાંત કકડાવીને કીધું,માલિક મારું કામ આપો જલ્દી.

બ્રાહ્મણે કીધું જાઓ ખેતરમાં પાણી નાંખો.

રાક્ષસ જતો રહ્યો અને બ્રાહ્મણ મજેથી આરામ ફરમાવા લાગ્યો જ હતો ત્યાં તો ફરી રાક્ષસ કામ પતાવી ઊભો થઈ ગયો, અને કીધું માલિક મને કામ આપો જલ્દીથી.....નહી તો......

બ્રાહ્મણે ડરતાં ડરતાં કીધું જાઓ કુવામાંથી પાણી ભરી નાંખો.

બ્રાહ્મણ, પત્ની પાસેથી પાણીનો ગ્લાસ પીવા માંગે ત્યાં તો ફરી રાક્ષસ પોતાનું કામ પતાવી ઊભો થઈ ગયો...માલિક .... મારું કામ......

બ્રાહ્મણ કંટાળી પણ ગયો હતો,ના સમય પર જમી સકતો હતો,નાં સમય પર સુઈ સકતો હતો અને સાથે રાક્ષસ એણે ખાઈ નાં જાય એણો પણ ડર રહેતો હતો.

પત્નીએ કીધું સાંભળો હું કામ આપી સકું આ રાક્ષસને,

બ્રાહ્મણે વ્યગ્રતાથી કીધું.. હા આપી દો...આપી દો...જલ્દી થી.

પત્નીએ એવું કામ આપી દીધું કે રાક્ષસ ફરીથી આવ્યો જ નહી.

પત્નીએ નમ્રતાથી કીધું બ્રાહ્મણને,“ જોયું આળસ કેટલી જોખમી સાબિત થાય છે.તમે તમારું જ કામ ન કરતાં હતાં.અને આજે રાક્ષસ જયારે તમારી મદદ કરવા માટે કામ માંગે છે ત્યારે તમારી પાસે જ કામ નથી,અને જો તમે એણે કામ નાં આપી શકો તો રાક્ષસ તમને જ ખાઈ જશે.

તો શું વિચારો છો આવતીકાલની સવારથી જ કામે લાગી જશો ને ?

બ્રાહ્મણે કીધું, હું આવતીકાલથી શું ?હું તો અત્યારથી જ મારા કામે લાગી જાઉં છું.

બ્રાહ્મણ ખેતરમાં કામ કરવા નીકળ્યા ત્યારે જોયું કે રાક્ષસ પોતાનાં પાળેલા કુત્તરા મોતીની પૂછડી સીધી કરી રહ્યો હતો જે ક્યારે પણ સીધી નાં થાય તેવું કામ હતું.

આ પછી તો બ્રાહ્મણે ક્યારે પણ આળસ ન કરી હતી.

બોધ : “ આળસ ક્યારે પણ ન કરવી જોઈએ,આમાં નુકસાન કોઈ બીજાને નહી પણ આપણાને જ થાય છે.”

(૩) વાંદરો અને મગરમચ્છ

એક મોટું તળાવ હતું,એમાં એક મગરમચ્છ રોજ ફરતું હતું.પાણીમાં રોજ ફરતાં ફરતાં,તળાવની બાજુમાં એક જાંબુનું ઝાડ હતું, જેણા પર એક વાંદરો રહેતો હતો,આ વાંદરા સાથે મગરમચ્છની સારી એવી દોસ્તી થઈ ગઈ હતી.

વાંદરો એણે રોજ જાંબુ અને બીજા બધા ફળ ખવડાવતો હતો.મગરમચ્છ પણ વાંદરાને પોતાની પીઠ પર બેસાડી આખા તળાવની સવારી કરાવતો હતો.

એવામાં એક દિવસ મગરમચ્છે પોતાની પત્નીને પોતાનાં દોસ્ત વાંદરાની વાત કહી દીધી અને કહ્યું,મારો એક સારો દોસ્ત બની ગયો છો,એ મને રોજ જાંબુ અને રોજ નવાં સારા સારા મીઠાં ફળ ખવડાવે છે.

પત્નીએ આ સાંભળી લાલચ ભર્યા મનથી કીધું,સાંભળો તમારો દોસ્ત તમને રોજ સારા સારા મીઠાં ફળ ખવડાવે છે,જો એ મીઠાં ફળ ખવડાવે છે તો એનું દિલ(કલેજું/હૃદય) પણ કેટલું મીઠું હશે.મને એણું દિલ ખાવું છે.

તમે એવું કહીને તમારા દોસ્તને આપણા ઘરે બોલાવજો કે મારી પત્નીએ તમને મારા ઘરે જમવા માટે બોલાવ્યાં છે.

મગરમચ્છને પોતાનાં દોસ્ત સાથે આવું કઈ પણ કરવું ન હતું,તો પણ એ દુઃખી થઈને પોતાની પત્નીની વાત માની જાય છે.

બીજા દિવસે પોતાનાં દોસ્ત વાંદરાને પોતાની પીઠ પર પોતાનાં ઘરે લઈ જાય છે.

વાંદરો કહે છે કે વાહ આજે તો તમારાં પત્નીનું હાથનું ભોજન ખાઈને મજા આવી જશે કેમ ?

મગરમચ્છે અચકાતાં કોમળ મને, જે બધી વાત પત્ની સાથે થયેલી હતી એ બધી વાત કહી દીધી.

વાંદરાયે પણ ચાલાકીથી મગરમચ્છને તરત જ તળાવની અદ્ધવચ્ચેથી જ ઉભા રાખતાં કહી દીધું,અરે દોસ્ત તો આ વાત છે,મારું હૃદય તો,એ જાંબુના ઝાડ પર જ રાખીને આવ્યો છું,જરા ઝાડ સુધી લઈ જશો.હું તરત જ મારું હૃદય લઈને આવું છું.

મગરમચ્છે તરત જ વળાંક લીધો.

વાંદરાએ તળાવ નજીક આવતાંજ પોતાનાં જાંબુનાં ઝાડ પર એવો જોરથી કૂદકો મારી ડાળીએ જઈ બેસી ગયો,અને પોતાનો જીવ બચાવી દીધો.

બોધ : બીજાની લાલચની ઈચ્છા અને સ્વાર્થને પૂર્ણ કરવા જતા સારા લોકોનું પણ નુકસાન થતું હોય છે.લોભ એ એક ખોટી ઈચ્છા છે.

(૪) ગોવાળિયો

એક ગામની વાત છે,એક ગોવાળિયો જે ઘેટા બકરા અને ગાય ચરાવા માટે રોજ ગામની છેવાડે નીકળી પડતો.

આ છોકરાને ગમ્મત કરવાની એવી ખરાબ આદત પડી ગઈ હતી કે જ્યાં મજાકની જરૂર નાં હોય ત્યાં પણ રમૂજ કરી બેસતો અને બધાની મજા લેતો.

રોજ રોજ બધા સાથે એક જ મજાક કરતો.

ગોવાળિયો ઘેટા બકરા ગાય ચરવા જતો ત્યારે જોર થી ચીસો પાડી પાડીને બરાડા પાડતો,“ અરે કોઈ બચાવો ,અરે કોઈ બચાવો,વાઘ આવ્યો રે ...વાઘ આવ્યો રે....મારા બધા ઘેટા બકરાને ખાઈ જશે રે....કોઈ તો આવો ....બચાવો...

લોકો પોતપોતાનું બધું કામ છોડી ભાગતાંને ભાગતાં આવતા,અને કહેતાં, ક્યાં છે વાઘ ?

ત્યાં તો છોકરો જોર જોરથી હસવા લાગ્યો અને કહેતો,હું તો મજાક કરતો હતો,અને પછી ખળખડાટ હસી પડતો.

આવું આ ગોવાળિયાએ ત્રણ ચાર વાર કરી લીધું હતું,એક ઘરડા ડોસાએ એણે ચેતવણી પણ આપી હતી,દીકરા આવું મજાક દરેક સમયે કામ નથી લાગતું ,આવી આદતને છોડી દે.

પણ ઘરડા ડોસાનું પણ છોકરાએ સાંભળ્યું નહી અને મજાક ચાલું જ રાખ્યું.

એક દિવસ બન્યું એવું કે સાચે જ વાઘ આવ્યો અને એણા ઘેટા બકરાને ખાવા લાગ્યો ,છોકરો બચાવ બચાવ કરતો રડતો,બરાડા પાડતો રહી ગયો,પણ કોઈ એના મદદે આવ્યું નહી,અને કોઈયે પણ એણી વાત પર વિશ્વાસ ન કર્યો.

ત્યારે એણે એ ઘરડા ડોસાની વાત યાદ આવી ગઈ,ત્યારથી એ છોકરાએ જ્યાં જરૂર ન હોય ત્યારે મજાક કરવાની આદતને છોડી મૂકી.

બોધ : મજાક કરવું બીજાને હસાવું ખૂબ જ સારી વાત છે પણ જે મજાકથી પોતાને પણ નુકસાન થાય અને બીજાને પણ પણ નુકસાન થાય એવી ગંભીર મજાક ન કરવી જોઈએ.

(૫) ચતુર કાગડો

ગગનમાં મસ્ત હવામાં કાગડો ઉડતો હતો.ઉડતા ઉડતા કાગડાને ખૂબ જ તરસ લાગી હતી.

કાગડો પોતાની તરસ છીપાવવા માટે દુર દુર પાણીની શોધમાં ઉડવા લાગ્યો.

કાગડાને ક્યાં પણ તળાવ કે નદી દેખાતી ન હતી.

થોડે દુર જોયું કે એક માટીનું મોટું માટલું હતું.

પણ આ શું પાણી તો હતું માટલામાં,પણ કાગડાની ચાંચ પાણી સુધી પહોંચી સકતી ન હતી.

કાગડાએ હિંમત ના હારી ,કે ના આશા છોડી.

કાગડાએ આજુ બાજુનાં કંકર ,પોતાની ચાંચમાં આવે એવાં પથ્થર ઉંચકી ઉંચકીને નાંખવા લાગ્યો.

કાગડો થાકી પણ ગયો પણ એણે આશા ન છોડી.

અને મહેનત કરી પાણીને ઉપર સુધી છલકાવી નાખ્યું અને પોતાની તરસને છીપાવી.

બોધ : જીવનમાં આશા,મહેનત અને વિશ્વાસ જરૂરી છે.

(૬) કાચબો અને સસલું

એક વાર જંગલમાં પ્રાણીઓની સભા બેઠી હતી.સભામાં બધા જાતના પ્રાણી પક્ષીઓ હતાં.

બધા પોતપોતાની વાતો કહેતા હતાં.પણ આ પ્રાણીઓની સભામાં સસલું પોતાની બડાઈ ખૂબ જ માર્યા કરતું હતું.વાત વાતમાં એણી મોટાઈ અને ખુશામત કર્યા કરતું હતું.

સસલું સભાની વચ્ચે કોઈને બોલવા નહી દેતું અને કહેતું, હું જ પ્રાણીઓમાં સૌથી તેજ દોડનાર પ્રાણી છું.

છાતી ફૂલ્વીને સસલું કહેતું જો કોઈની હિંમત હોય તો દોડવામાં મારી સાથે મુકાબલો લગાડી સકે છે...

આ સાંભળી કોઈ પ્રાણી આગળ આવ્યું નહી.થોડા સમય માટે બધા ચૂપ થઈ ગયા.

પછી સામેથી કાચબો આવ્યો અને કહ્યું “હું તારી સાથે દોડમાં ભાગ લેવા તૈયાર છું. હું તારી સાથે દોડમાં મુકાબલો કરીશ.

આ સાંભળી સસલું તો જોર જોરથી જમીન પર આળોટીને હસવાં લાગ્યું.

અને કહેવાં લાગ્યું કાચબાને,તમે મારી સાથે દોડમાં રેસ લગાવવા વિચારી રહ્યાં છો,એક વાર ફરી વિચારી લો ,હાર સિવાય કઈ નહી મળશે તમને...અને સસલું જોર જોર થી હસવા લાગ્યું.

કાચબાએ પણ પૂર્ણ વિશ્વાસ સાથે કહી દીધું, ઠીક છે હું તૈયાર છું.

પ્રાણીઓનો સેનાપતિએ પણ આ જોઈ,ઘોષણા કરી દીધી કે,આવતી કાલની સવાર દોડની રેસમાં કોઈ એકની જીત નહીતો હાર થશે.

હવે બધાં પ્રાણીઓ સવારથી કાચબા અને સસલાની દોડની રેસ જોવા માટે તૈયાર ઊભાં જ હતાં.

સસલું અને કાચબો પોતપોતાની જગ્યાએ એક સીમા પર સ્થાન ગ્રહણ કરી લીધી હતી.

સેનાપતિએ પોતાનો સીસોટો વગાડી દીધો.

આ સાથે જ સસલું તો એટલું આગળી દોડવા લાગ્યું,કાચબાથી કેટલું દૂર અંતર કાપી નાખ્યું,પણ કાચબો તો ધીરે ધીરે પગલા ભરવા વાળું પ્રાણી....ધીરે ધીરે ને ધીરજથી ચાલતો હતો.

હવે સસલું પાછળ જોવા લાગ્યું પણ કાચબો તો આવતાં દેખાતો જ ન હતો.

થોડી અંતરે વળી વળીને સસલુંએ જોયું તો પણ કાચબાનું નામ નહિ કે નિશાન નહી દેખાતું,એવી સ્થિતિ નજરે દેખાતી હતી.

હવે સસલુંએ વિચાર્યું ચલોને થોડોક આરામ જ કરી લઈએ.

સસલું આરામ કરવા જતા સારી મજાની હવામાં જોખા ખાતા ખાતા ઊંઘ કાઢવા લાગી ગયું.

ત્યાં તો ધીરે ધીરે ચાલતો કાચબો સસલુંને ઊંઘ કાઢતાં જોઈ લીધી.

તો પણ કાચબાએ ધીરે ધીરે કરીને જીતની સીમા ઓળંગી ગયો.

હવે આચાનક સસલુંની ઊંઘ ઊડતાની સાથે જ જીવ લગાડીને દોડવા માંડ્યું.

ત્યાં તો સસલુંએ જોયું, બધા પ્રાણીઓ કાચબાને ઊંચકીને નાચી રહ્યાં હતાં.

ત્યારે સસલુંને ખબર પડી કે પોતાની જાત પર ક્યારેય ઘમંડ ન કરવો જોઈએ,અને ક્યારેય બીજાને પોતાનાં કરતાં કમજોર ન સમજવો જોઈએ.

બોધ : જીવનમાં ક્યારે પણ પોતાનાં માટે સર્વશ્રેષ્ટનું ઘમંડ ન હોવું જોઈએ, કે બીજાને કમજોર ગણવું ન જોઈએ.