સ્વપ્નસૃષ્ટિ
[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]
( પ્રકરણ – ૨૪ )
અર્પણ
દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...
જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.
તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...
વિનંતી વિશેષ.....
મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.
મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..
નામ ;- Sultan Singh
મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]
મેઈલ ;-
ફેસબુક ;- @imsultansingh
ટ્વિટર ;- @imsultansingh
લિન્ક્ડ ઇન ;- @imsultansingh
[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]
પ્રકરણ – ૨૪
૫ નવેમ્બર, ૨૦૦૭
આખી જીંદગીની કહાની પણ પળ વારમાં બદલાઈ જતા વાર નથી લાગતી કદાચ હંમેશા એવી વાતો મેં સાંભળેલી કે જીવનમાં બધુજ સમયમાં ખોવાઈ જાય છે. જીવનની ખુશી ખોઈ નાખી હતી એવા માતા પિતા પણ હવે જતા રહ્યા. દિલ સંપૂર્ણ તૂટી ચુક્યું હતું કઈજ સમજાતું ના હતું કે હવે શું કરવું જીવવું, મરવું, વરસવું કે તરસવું કઈજ સમજવું મુશ્કેલ હતું. એક તરફ વિજયની પત્ની હોવાનું દુઃખ, માં-બાપ ને ખોવાનું દુઃખ, પ્રેમને ઠુકરાવી દેવાનું દુઃખ, મારા દિલને આમ સતત સળગતું જોઈ રહેવાનું દુઃખ બસ એક ઘોર વેદના હતી જે દિલને ખુબજ ઊંડાણ પૂર્વક બાળી રહ્યું હતું.
સવારના દસેક વાગ્યેજ જયારે હું કામ પરવારીને એમને ચા આપવા ગઈ ત્યારે જ મને પપ્પાએ સમાચાર આપેલા કે મારા મમ્મી-પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા અને તમારે ત્યાં જવાનું છે. હું ગઈ હતી મારી બહેન અને જીજાજી પણ આવ્યા હતા એનું જીવન અત્યારેતો સુખી હતું જીજાજી સારા વ્યક્તિ હતા અને સમજુ પણ. એના જીવનની ખુશી મને પણ વધુ આનંદ આપતી હતી એક અનોખી ખુશી દિલમાં એના જીવનમાં સુખ હોવાનીજ હતી. સાથે માતા-પિતા ખોવાનો ગમ તો તોળાતોજ હતો પણ કદાચ મારા મનમાં એમના સમ્માનની લાગણી અને ચિંતા પણ ઓછી થઇ ગઈ હતી. જીવન ગુજરતું હતું કદાચ આ દુનિયામાં હવે બસ હું એકલી હતી. આ સૃષ્ટિ મારા માટે હવે શ્રાપ બની ચુકી હતી એક અંધકારમય જીવન હતું જેની કોઈજ મંજિલ હવે ના હતી બસ એકાંત અને તડપ દિલમાં સળગતી હતી. વેદનાના સગરોજ બસ ભરાઈ રહ્યા હતા સુખના સરોવર સુકાઈને સુકાભઠ્ઠ થઈને પડ્યા છે.
૧૫ નવેમ્બર, ૨૦૦૭
દસેક દિવસ વીતી ચુક્યા હતા મારા મમ્મી પપ્પાએ મને આ દુનિયાદારીમાં ધકેલી હતી કદાચ આજ અહી હવે મારું કોઈજના હતું. અને ઓછામાં પૂરું આજે આજ દુનિયાદારી અને સમાજે મારા પાસેથી બધુજ છીનવી લીધું હતું. પ્રેમ... સુનીલ... વિજય... પતિનું સુખ... લાગણી... ભાવનાઓ... સપના... અભિલાષાઓ... ભૂતકાળના હસતા દિવસો... શરીર સુખ... હાસ્ય... બધુજ છીનવાઈ ગયું. બસ એક માટીના ઢેર જેવું મારું શરીર હતું એક પથ્થર જેવું એમાં કોઈજ લાગણી કે વળાંક વધ્યા ના હતા. એક ઘહન અંધકાર સમાન જીવન હતું આજે મને ગણા કાગળો મળ્યા હતા કદાચ એ બધા કોઈ દવાખાનાના રીપોર્ટસ હતા. એ રીપોર્ટસ મુજબ સુનીલ પોતેજ સ્ત્રીના શરીરની ઉમ્મીદો પૂરી કરવાની ક્ષમતાજ એમનામાં ના હતી એનું પુરુષાર્થ લગ્ન પહેલાજ એ કોઈ અકસ્માતમાં ખોઈ ચુક્યો હતો એ કોઈ પણ સ્ત્રીને શારીરિક જરૂરિયાત પરિપૂર્ણ કરવા અશક્ષમ હતો, અને આ વાત આજ સુધી વિજયે બધાથી છુપાવી રાખી હતી. આજે મળેલા કાગળો એની નામર્દાનગી ને સાબિત કરી રહ્યા હતા પેલા દિવસના ડોકટરે કહેલા શબ્દો મારા મનસપટ પર છવાયા. બધુજ મારી આંખો સામે હતું એની લાચારી એ અત્યાર સુધી મારા પર થોપતા આવ્યો હતો પણ મને તો આવી ખબરજ ના હતી. મારાથી દુર રહી રહીને એ પોતાની કમઝોરી છુપાવવાની બધી કોશિશો કરતો હતો પણ સચ્ચાઈ કહેવાની હિંમત એનામાં હતીજ નઈ કદાચ સાચા અર્થમાજ એ એક નમાલો હતો. હકીકત એ હતી કે એણે મને છેતરી હતી સમાજ સામે પોતે ખરાબ શાબિત ના થાય અને એની સચ્ચાઈ સમાજના લોકો ના જાણે એના કારણે એણે મારું લગ્ન જીવન બલિદાન આપ્યું હતું.
આજે બધા રીપોર્ટસ અને કાગળો મેં પપ્પાને પણ દેખાડેલા અને કદાચ એમના હાવભાવ અને વર્તન મુજબ એમને પણ થોડા દિવસો પેહલાજ ખબર પડી હતી. જયારે એમના પેલા ડોક્ટર મિત્ર દ્વારાજ એક દિવસ અચાનક વાત વાતમાં બધી વાતો ડોકટરે પપ્પાને કહી હશે એવું એમણે મને પણ જણાવ્યું. આજે પ્રથમ વખત પપ્પા મારી સામે હાથ જોડીને પોતાની ભૂલો બદલ માફી માંગતા હતા કદાચ એ હવે મને સુનીલ સાથે વિદા થઇ જવા દેવા પણ તૈયાર હતા. પણ હવે એનો કોઈજ અર્થ ના હતો સુનીલ દેશ છોડી ચુક્યો હતો પણ કદાચ પપ્પાનું મન મક્કમ હતું એમણે મને એને શોધવાનું વચન પણ આપ્યું હતું. મારું મન કદાચ હવે ખુશ હતું આજે પ્રથમ વખતેજ સુનીલ સાથે ખુલ્લા મને પ્રેમ કરવાની ભાવનાઓ મારામાં વહેવા લાગી હતી જેમાં કોઈ સમાજ કે દુનિયાદારીના બંધનો મને નડતા ના હતા. કદાચ એના પ્રેમને સમજવાની અને એની સાથે મન ભરીને જીવવાનો વખત હવે આવી ગયો હતો. પણ કેટલાય સવાલો મારા આ ખુશીના સાગરમાં ઝહેર ઘોળવા જાણે તૈયાર હતા જેવા કે સુનીલે લગ્ન કરી લીધા હશે તો ? એ પરણી ગયો હોય તો ? એનું જીવન ? કદાચ એ હવે મને ભૂલી ગયો હશે તો ? બધાજ અરમાનો એની એ વિશાળ અને ગાઢ આંખોમાંથી ધડા ધડ વહી રહ્યા હતા. પપ્પાએ જે કહ્યું કદાચ એમની માફી કે મંજુરીથી પણ મારું જીવન બદલાઈ જવાનું તો ના હતું બસ એક નાની એવી આશા જરૂર બંધાઈ હતી.
રાત્રે ફરી તોફાન વધુ જામ્યું હતું કદાચ અજેય સાહેબ પોતાની નામર્દગી છુપાવવા પોતાના લોઈનો ઉકળાટ બતાવતા હશે. અજેય એનો હાથ મારા પર એજ રીતે ઉપડ્યો જેમ હમેશા ઉપાડતો પણ હવે મારું સાંભળનાર કોઈક હતું જેની મને એક આશ હતી. તરત પપ્પાએ વિજયને રોકી લીધો બધા રીપોટ્સ બતાવી હકીકત પૂછી એની પાસે કોઈ જવાબના હતો. હવે કદાચ ઘણા સમય બાદ પપ્પાનો ચુપકી અને શાંતિનો બંધ તુટ્યો હતો એમને પોતાની લાઠી વડે ફટકારતાજ એને ધમકાવ્યો કેમ નમાલા તારી કમજોરીઓ તું આ છોકરી પર થોપીને બધું છુપાવવા માંગે છે. પણ હું એમ નઈ થવા દઉં સમજ્યો તારા કર્મો અને કિસ્મતની સજા બિચારી આ દીકરી શાને ભોગવે. નાલાયક તું બધું જાણતો હતો તો તારે મને પહેલાજ કહેવું હતું તારા પાપે મારે કોઈકની દીકરીના ભવ કાળા તો ના કરવા પડત પણ હજુ કઇજ બગડ્યું નથી તારા માતો એને સમજવાની કે રાખવાની ક્ષમતા છે નઈ. પણ હવે બઉ થયું મારી ફૂલ જેવી દીકરીને હવે હું આ નરકમાં નઈ રહેવા દઉં શક્ય હશે તો સુનીલ સાથે વિદા કરી દઈશ કદાચ એ મને માફ કરી શકશે અને મારા મિત્રને આપેલા મારા વચનને મારે હવે નીભાવવુંજ પડશે ને. પપ્પાના અવાઝમાં એક વિચિત્ર મક્કમતા હતી એમની લાઠી ફરી ઉઠે એ પહેલાજ લથડતા પગે વિજય બહાર ભાગી ગયો. પપ્પા પણ હવે કદાચ આંશુઓ સારતા હતા ગમે તેવો પણ દીકરોતો ખરોને કદાચ પોતાના પિતા હોવા પર આજ એમને આટલું દુઃખ અનુભવાતું હશે એ પોતાના રૂમ તરફ જતા રહ્યા.
બહાર ઉભેલો વિજય હજુ પણ કેટલીયે ગાળો અને અપશબ્દો ભાંડતો હતો મને મારવાની ધમકી પણ આપતો હતો. પણ પપ્પાની લાઠી જોઈ એ ત્યાંથી જતો રહ્યો સુનીલની ભાળ મળવાની વાત મને એક અનેરો આનંદ આપતી હતી ફરી એક સ્વપ્નસૃષ્ટિ આંખો સામે જીવાઈ જતી. જેમાં બસ બધુજ આંખો સામે આવીને ઉભું થઇ જતું હતું એ સુનીલ હતો... વાતાવરણ ઝગમગી ઉઠતું હતું. ભૂતકાળ પણ વર્તમાનમાં જાણે ડોકિયા કરવા લાગતો હતો. સુનીલ... પ્રેમ... સ્પર્શ... પ્રથમ અહેસાસ... બધુજ મારા મનસપટ પર દોડી જવા લાગતું હતું.
૧૭ નવેમ્બર, ૨૦૦૭
બે દિવસ વીત્યા હતા વિજય અજી સુધી ઘરે અવ્યોજ ના હતો પપ્પા રાત અને દીવસ જાણે સુનીલની ભાળ મેળવવામાંજ વ્યસ્ત રહેતા હતા. એમનામાં સાચા મિત્ર અને એક સાચા પિતાની ઝાંખી મને દેખાતી હતી જે પોતાની વહુના જીવન માટે પણ આટલો સંઘર્ષ કરતા હતા એ પણ આ આંધળી, બહેરી અને મૂંગી દુનિયાદારી અને સમાજના ખોખલા રીતરિવાજોની પરવા કાર્યા વગર. કેમ આ વ્યક્તિ મારા માટે પોતાના દીકરા અને દુનિયા સાથે લડતો હશે, કદાચ એમને મારી ખુશી જોવાનીજ ઈચ્છા હશે. હું એમને થોડાક શાંત પાડવા માટે એક ચા નો કપ લઈને ગઈ મને થોડાકજ સમયમાં ભાળ મળી જશે એવું કહી પપ્પાએ મને પાસે બેસાડીને સમજાવ્યું. એ કઈક કહેવાના હતા કદાચ એમના મનમાં કઇક હતું મારાથી સહસા પૂછાઈ ગયું. “ શું થયું પપ્પા આમ આટલા ઉદાસ અને ગમગીન કેમ લાગો છો...?”
જો બેટા પેલા દિવસની તારી અને સુનીલની બધીજ વાતો મેં સાંભળી હતી મારે તને એક વાત કહેવી છે કદાચ તું સમજતી હશે કે સુનીલ ખુબજ ગુણવાન અને શુશીલ છોકરો છે. અને તને ખબર છે એટલોજ એ તને પ્રેમ પણ કરે છે અને મહત્વની વાત કે એ તારી ઈજ્જત પણ એટલીજ કરે છે એટલે તારું માન પણ જાળવશે અને તને ખુશ પણ રાખશે. હું થોડીક શરમ અનુભવતી હતી ત્યાજ પપ્પાએ ફરી કહેવાનું ચાલુ રાખ્યું કે જો બેટા એ દિવસની એની વાતો સાંભળ્યા બાદ મને પણ એવુજ થયેલું કે તને ત્યારેજ એની સાથે વિદા કરી દેવી જોઈએ. અને જો કદાચ વિજયની આવી છુપાવેલી વાતોની ખબર હોત તો કરી પણ દીધી હોત કદાચ ત્યારે મને આ દુનિયાદારી અને સમાજના ખોખલા રીવાજોએ મને રોકી લીધો. એના બદલ મને માફ કરજે એમની વાતોએ આજે મારી આંખો છલકાવી દીધી એ વ્યક્તિ જાણે સાક્ષાત પરમાત્મા જેવો લાગ્યો મારા નશીબ કે મને એવા સસરા મળ્યા કદાચ પિતાજ મળ્યા હતા. એમના મનમાં મારા માટેનો સુનીલ જેવોજ પ્રેમ મને દેખાયો એ પણ વહુ પ્રત્યેનો પોતાની દીકરી કરતા પણ વધુ પ્રેમ... મારી આંખો છલકાઈ ગઈ... એમનું એ સ્વરૂપ અને એમની લાગણીઓ અને ભાવનાઓને જોયા પછી....
૨૦ નવેમ્બર, ૨૦૦૭
આજે કદાચ કઈક ખાસ બનવાનું હતું પપ્પા સામેથી દોડીને આવી રહ્યા હતા એમની આંખોમાં એક વિચિત્ર પ્રશન્નતા છવાયેલી હતી. જાણે કોઈ ખુશખબરી આપવાના હતા એમના મુખમંડળની આભા ચળકાટ મારી રહી હતી. કદાચ એમના મુખનો એ તેઝ અને પ્રકાશમાન આંખો મને સ્પષ્ટ પણે બધુજ કહી રહ્યા હતા તેમ છતાં મેં થોડુક શરમાતા પૂછી લીધું. કદાચ મારી આંખો મીચાઈ ગઈ પણ એ બધું સમજી ગયા હતા તેમ છતાં એમણે મને ચા બનાવાનું કહ્યું. આજે હું ખુબજ ખુશ હતી મારા પ્રેમની મને સુગંધ મળવાની હતી, એની યાદોની મીઠાશ મળવાની હતી, એના ચહેરાની એ માસુમિયત મળવાની હતી, એના અણસારની એ ઓળખાણ મળવાની હતી કદાચ સુનીલની ભાળ મળવાની હતી. મારા દિલની દરેક વાત મારે હવે સુનીલને કરવાની હતી એના પ્રેમને સ્વીકારી એમાં એકાકાર થઇ જવું હતું.
તરતજ રસોડામાં જઈને ચા પણ બનવા લાગી મારા એ સમયના અનુભવો વીશે તો શું કહેવું એક એક પલ જાણે વર્ષો સમાન લાંબો થઇ રહ્યો હતો. કેટલાય વિચારો મનમાં ઘુમરાઈ રહ્યા હતા ક્યાં હશે સુનીલ ? કઈ જગ્યાયેનું સરનામું હશે ? શું થયું હશે ? મારે કેમ એની સામે જવાનું ? એને હું શું કહીશ ? ઓહ કેટલી ખુશી મનમાં વ્યાપી ગઈ હતી કેટલો આનંદ ઓહ જાણે એને સંભાળવો પણ જાણે મુશ્કેલ લાગી રહ્યું હતું. અચાનક વિચારોની જગ્યાએ વિચિત્ર વિચાર ઉપસ્યો કદાચ પિતાજી કઈક બીજીજ વાત ના કરવાના હોય ? હજુ એમણે કઈ કહ્યું તો નથી ? કદાચ વાત કઈક અલગજ હોય... મારા વિચારો ફરી વમળોમાં ફસાયા અને ચા પણ બની ગઈ. હું તરત ચા લઈને પપ્પા પાસે દોડી ગઈ અને ચા આપી હું પાસેના સોફામાંજ બેસી ગઈ કદાચ એમની વાતો મારા કાન આડે નીકળે એવા શબ્દોમાં એમણે મને કહ્યું. તને ખબર છે આ ચા કેમ મંગાવી આટલી સાંજે ? મને કદાચ કઈ સમજાય એ પહેલાજ એમને જવાબ આપ્યો જો દીકરા તારા હાથની છેલ્લી ચાનો અવસર હું ખોવા નથી માંગતો સમજ્યા. મારા મુખ પર કેટલાય પ્રશ્નોના વાદળો ઘેરાઈ જાય એ પહેલાજ એમણે મારા હાથમાં પાસપોર્ટ અને ટીકીટ થમાવી દીધી. અને કહ્યું જો દીકરા સુનીલ અમેરિકામાં છે અને આ ત્યાની ટીકીટ અને પાસપોર્ટ છે આ કાગળમાં એનું સરનામું છે અને કાલે સવારે નવ વાગ્યાની વેળાએ તમારે નીકળવાનું છે. હું કઈ પૂછું એ પેલાજ એમણે કહી દીધું આ બધું એની બેંગ્લોર ઓફીસ પરથી મળ્યું છે હવે મને તારા હાથની આ છેલ્લી ચાની મઝા લેવાદે સમજી અને જા તારો સમાન તૈયાર કરવા માંડ. એટલું કહીને એક પ્રેમ ભર્યો એમનો હાથ પોતાની દીકરી સમાન મારા પર ફર્યો હું તરતજ શરમાઈને મારા રૂમમાં સમાઈ ગઈ.
આજે પપ્પાની આંખોમાં એક અનેરી ખુશીની ચમક હતી કદાચ મારી આઝાદીના સપનાઓ પુરા કરી શકવાની એ ખુશી એમને મારા જેટલીજ હતી. પણ મારા ગયા પછી એમનું શું ? એમને રોજ ચા કોણ આપશે ? એમનું જમવાનું ? ઘરના કામ ? બધુજ સમજાતું નથી ? મારા મનમાં ફરી આવા કેટલાય સવાલો ઘેરાયા અને દિલ એક વિચિત્ર સાગરના હિલોળે ચડ્યું મેં તરત એમની પાસે જઈને એ બાબત વિષે વાત કરી. એમણે મને પોતાના જીવન વિશેજ વિચારી ચાલ્યા જવાનું કહ્યું ઘણો સમય મેં એમની આવી વાતનો વિરોધ પણ કર્યો પણ એમણે મારી એક વાત ના માની છેવટે મારે એમના આટલા દબાણ થી એમની વાત સ્વીકારવી પડી હતી.
સંધ્યા ઢળી ચુકી હતી જમવાનું કામ પતિ ચુક્યું હતું. પપ્પા કદાચ કંટાળાજનક રઝળપાટ બાદ સુવા માટે જતા રહ્યા હતા ઘડિયાળનો કાંટો હવે આઠેક વાગ્યાનો સમય બતાવી રહ્યો હતો. હું હાલ મારા બેડ પર છુ ટીકીટ અને પાસપોર્ટ મારા હાથમાં છે બાજુના ટેબલ પર મુક્યા છે મારા મનમાં એક વિશાળ સાગર ડોલી રહ્યો છે એ મોઝાઓ આમતેમ લહેરાઈ રહ્યા હતા. મનના મોઝા ચીરીને એક વિચાર એક્ષ્પ્રેશ દોડી રહી છે. મારી આંખો કદાચ બંધ થઇ ગઈ છે એ ટ્રેનની ગતી વધી રહી છે એમાં સુનીલ પણ છે કદાચ એ ટ્રેનમાં સામેના છેડે મને પોતાના બંને હાથ ફેલાવી બોલાવી રહ્યો હતો. એની આંખોમાં ચમક છે... પ્રેમ... માન... સમ્માન... લાગણી... ભાવના... તડપ... અને એક ગજબની આકર્ષણની લાગણીઓ અનુભવાઈ રહી છે. હું સતત દોડી રહી હતી એની બાહોમાં વીંટળાઈ જવા, એનામાં ખોવાઈ જવા, એના દિલમાં સમાઈ જવા, એની વિશાલ આંખોની એ સૃષ્ટિના સાગરમાં તણાઈ જવા, એના એ અમી ભરેલા હોઠોને ચૂમી લેવા, એને પોતાની છાતી સાથે ચાંપીને એના દિલ પર માથું મુકીને રડવું હતું, એને વઢવું હતું, એના પર ગુસ્સો કરવો હતો, એન સમજાવવો હતો, એને મનાવવો હતો એની બહોની એ નાનકડી દુનિયામાં સમાઈને જીવવું હતું. બસ સંપૂર્ણ રીતે એનુજ થઇ જવું હતું મારું સર્વસ્વ અને મારા તનમનથી એને સમર્પિત થઇ જવું હતું. પણ બંને વચ્ચેની દુરીઓ રોકતી હતી.
[ વધુ આવતા અંકે ... ]
લેખક ;- સુલતાન સિંહ
સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]