aemni mansikta ane amaro igo in Gujarati Moral Stories by Poojan Khakhar books and stories PDF | એમની માનસિકતા અને અમારો ઈગો

Featured Books
Categories
Share

એમની માનસિકતા અને અમારો ઈગો


"એમની માનસિકતા અને અમારો ઈગો"

પૂજન ખખ્ખર

“મનીષા બેટા, આ રોજ રોજ તું ક્યાં જાય છે? બાપ રે.. આ આજ-કાલના છોકરાઓ.. કોણ જાણે ક્યાં જાતા હશે!”

“અરે.. મમ્મી હું હિનલના ઘરે વાંચવા જ જવું છું. તને ભરોસો ના હોય ને તો તુ ભી આવ.. ચાલ મારી જોડે..”

(મનીષા હિનલ જોડે ફોન પર..)

“હેય..હાઈ..”

“અરે.. મમ્મી બાજુમાં જ છે... જલ્દિ બોલ..”

“એમ કઉં છુ કે બધા આવશે ને મુવીમાં..?”

“હા, મૈં એ બેય સાથે વાત કરી લીધી છે.. એ આવશે જ..!”

“તુ બસ ખાલી મારા ઘર પાસેના ચોક પર આવતી રે..”

(મનીષા આમ કહી ફોન કટ કરે છે..)

“મમ્મી હું જાવ છું બાય..બાય..”

“હા.. બેટા જલ્દિ આવજે અને ધ્યાન રાખજે હો..”

(હિનલના ઘરમાં)

“હિનલ બેટા, તુ શાંતિથી વાચજે અને હાં તારા પપ્પા કામથી રાત્રે મોડા આવશે તો વેલિ આવતી રેજે દિકરા, કારણકે હજી રસોઈ પણ બનાવાની છે તારે..

હજી ઘણું શીખવાનું છે.. હું પરણી ને આવી'તી ત્યારે મને લગભગ બધું આવડતું!”

“હા, મમ્મી હું વધીને સાંજ સુધીમાં આવી જઈશ, બધું વાંચવાનું પૂરું કરીને. લવયુ મમ્મી! બાય..”

“બસ બસ હવે હા બંધ કર..ને જલ્દિ આવજે..”

(મિત્રો, આજકાલના છોકરાઓ ઘરે ખોટું બોલે છે કે હું વાંચવા જાવ છું ને જતા હોય મુવી જોવા..હવે તમને પ્રશ્ન થવો જોઈએ કે આ ઓલા બેય કોણ? એક તો મારો પૌત્ર "પિનાકિન" અને બચ્યો એ સમંથ શર્મા જેને આખી કૉલેજ સેમથી ઓળખે છે.)

“ઓય.. મૈં કીધું છે કે હું તારા ઘરે વાંચવા આવી છું.”

“મૈં પણ એમ જ કીધું છે બકા.. હા હા હા હા હા”

(આમ બેય ખડખડાટ હસે છે.)

“આપણે ચિંતા નથી કેમ કે ઘરમાં કોઈની પાસે તારા ઘરના ફોન નંબર નથી.. હિનલે હરખાતા કહ્યું.”

“અરે યાર, ઓલા બેય ક્યારે આવે છે?”

“હમણાં આવે જ છે સેમનો હમણાં જ ફોન હતો, મનીષાએ કહ્યું.”

“હા તો જલ્દિ કર, આપણે પણ પહોંચી ત્યા..”

(આ રીતે તેઓ ત્યાં મુવીમાં પહોંચી ગયા ને ૩ કલાક ક્યાં જતી રહી એ ખબર જ ના પડી. આ રીતે બધા બારે આવી ગયા ને ચારેય જણાં કેન્ટિનમાં નાસ્તો કરવા ગયા..)

“મુવી કેવું લાગ્યુ હિનલ?”

“સારું હતું પિનાકિન.”


“ખરેખર સારું હતું યાર.. આ આજકાલના મમ્મી પપ્પા સમજતા જ નહિં જોને, આપણે કેવા લકી છીએ કે આપણાં મમ્મી-પપ્પા સમજે છે ને અહીં આવવાની પરવાનગી આપે છે.. પિનાકિને બધાને સંબોધતા કહ્યું.”

“લ્યા પિનાકિન, તને ખબર હું તો એક મહિનો મુવી ના જોવ તો પપ્પા સામેથી ક્યે..

‘સેમ બેટા! હમણાં બોલિવુડમાં પણ મંદી લાગે છે’”

“હા હા હા હા હા... તુ ભી ને સેમલા.. અરે! તમે બંને કેમ ચુપ થઈ ગયા..?”

“ના કંઈ નહિં તે એમ કીધું ને કે આપણે કેવા લકી છીએ એટલે..”

“ઓહ! તો આજે તમે બંને એ શું બહાનું બનાવ્યું???”

“મૈં એમ કીધું કે હું મનીષાના ઘરે જાવ છું વાંચવા..” હિનલે કહ્યું.

“મૈં એમ કીધું કે હું હિનલના ઘરે વાંચવા જાવ છું..” મનીષા ધીમા અવાજે બોલી.

“પણ તમને તમારા પપ્પા શા માટે ના પાડે છે?” પિનાકિને પૂછ્યું.

“અરે યાર, શું કરું સમજતા જ નહિં ! એક તો અમારી આ જ્ઞાતિ ને અમારી આ

માનસિકતા! ઘરમાં બસ પુરૂષોનું જ ચાલે અને પપ્પા ના પાડે..!”

“મારે પણ આ જ પપ્પા ના પાડે..!” મનીષાએ કહ્યું.

“ઓય્ય્ય્ય્ય મનીષા! મારા ઘરેથી ફોન આવ્યો!”

“શીટ હવે? ઊપાડી લે વાંધો નહિં અને કહે કે હમણાં આવું જ છું.”

“ના ના, વળી એમ કહશે કે એક જ રીંગમાં ઊપાડી લીધો.. નક્કિ મોબાઈલ જ કરતા હશો.”

“વાહ! વાહ! ગ્રેટ થોટ હિનલ!” પિનાકિને કહ્યું.

“તને ના ખબર પડે પિનાકિન!” મનીષાએ તરત જ કહ્યુ.

“બસ બસ.. ચાલો હવે ઘરે જવું પડશે..”

(બસ આ રીતે બધા પોતાના ઘરે પહોંચે છે! જોયું મિત્રો આ મા-બાપ ને શું ખબર તેઓ કૉલેજમાં કેટલાને મળે છે, કેટલા ઘરની રીત-ભાત ને જાણે છે ને તેને પોતાની સાથે સરખાવે છે! અંતે આ ટેવ આપણાથી જ શરૂ થઈ છે.. ખબર નહિં ક્યારે જશે!)

(હિનલ પોતાના ઘરમાં આવે છે)

હિનલના મમ્મી ગુસ્સામાં..

“આવો મહારાણી આવો! બહુ વેલા આવ્યા.. સારૂ વાચ્યું ને આ વખત કાંઈક સારા માર્કસ લઈ આવજો અને પાસ થજો..

હા, હિનલ હું તને એમ કઉં છું કે ચાલ હવે રસોઈ કરવા!મોબાઈલ મુકી દે..આપણે હવે જમાના સાથે નથી બગડવું..ચાલ હવે ફટાફટ!”

(મનીષાના ઘરમાં)

“ક્યાં મરી ગઈ હતી! આટલી વાર હોય..! હાલ હવે માંડ કઢી ને રોટલા રસોડામાં..”

“હા, મમ્મી હમણાં કરું જ છું!”

“મનીષા તુ છે ને હવે મોબાઈલ સાઈડમાં મૂક.. આખો દિવસ બસ મોબાઈલ! આજે તો આવા દે તારા પપ્પાને!”

“મમ્મી પણ હું તો ખાલી રિપ્લાય કરતી હતી પંક્તિ ને!”

(મનીષા મોબાઈલમાં ચેટીંગમાં લખે છે)

“ઓય્ય સેમ! હું તને પછી મેસેજ કરું અત્યારે મમ્મી છે!”

(એટલામાં મનીષાની બેન મોબાઈલમાં વાંચી લે છે..)

“ઓય હોય! સેમ હાં!??! ને સેવ કરે પંક્તિથી હાહાહા..”

“એય્ય દોઢ ડાયી તું ચુપ રે! તને તારી ચોકલેટ મળી જશે.. અને હાં મને ખબર તું કૃણાલ સાથે ચેટ કરશ..”

“બસ બસ.. બેયની ચુપ..!”

“એએએ મિરલ તારે ૧૦મું છે હો તુ વાંચવા જા જોય..”

“હા મમ્મી જાવ જ છું.. એ બેન ચોકલેટ ભૂલાય નહિં..”

(હા હા હા આ નાના ખોટા કેટલાક બહાના ને સંસ્મરણો મને મારા યાદ આવે છે પણ આ બધું ગમે ત્યારે અચાનક બદલાવી દે..)

(બીજા દિવસે કૉલેજમાં)

“કાલે મજા આવી નહિં મુવીમાં”

“ઓલો બહું જ નજીક હતો.. હું તો ખસી ગઈ..”

“હી હી હી હી હી હી...”

“પણ મનીષા જોજે હો સેમ બહુ વાયડો છે..!”

“અરે હિનલ! આપણે ક્યાં બહું ડાહ્યા છીએ.. ચાલે!!! લેટ્સ હેવ ફન!”

(બ્રેકમાં)

“અરે હિનલ! ચાલ નાસ્તો કરવા જઈએ.. મનીષા તુ ભી ચાલ.” પિનાકિને કહ્યું.

“ના ના પિનાકિન, તમે બંને જઈ આવો હું અહિં જ છું..” મનીષા એ કહ્યું

“અરે! તારા માટે પણ વ્યવસ્થા છે જ.. વેઈટ! સેમ બકા અહિં આવ યાર!”

“આવી ગયો ભાઈ.. બોલો..”

“ચાલો બધા જઈએ બહારે નાસ્તો કરવા, મજા પડશે!”

“એ હાલો..”

(આ રીતે બધા બારે નાસ્તો કરવા જાય છે.)

(નાસ્તો કરતા કરતા)

"ચાલો એક ગેમ રમીએ." સેમે ઉત્સુકતાપૂર્વક કહ્યું.

"કઈ ગેમ સેમ?" પિનાકિન અને હિનલ એક સાથે બોલ્યા.

અરે હું છે ને એક પ્રશ્ન તમને બધાને પૂછીશ. બસ, આ રીતે તમારે જવાબ દેવાનો ને પછી તમારી વારી પ્રશ્ન પૂછવાની! તો તમે બધા રેડી??”

(મિત્રો આ ગેમ આ લોકોને પણ નહોતી ખબર કે તેમના જીવનમાં કેટલુ પરિવર્તન લાવશે. આજકાલના છોકરાઓ આને ટ્રુથ એન ડેર તરીકે ઓળખે છે.

સેમ હવે પ્રશ્નોત્તરી ચાલુ કરે છે.)

“તમારા જીવનનો એક વ્યક્તિ કે જેનાથી તમે કોઈ દિવસ કાંઈ છુપાવ્યુ ના હોય??”

“સિમ્પલ સેમ દદુ મારા!”

“દદુ????”

“હા, ટૂંકમાં મારા દાદાજી. હું તેમને બધુ જ કહી દઉં ઘરે જઈને! આપણા બંક સહિત બધુ!”

“હિનલ અને મનીષા ચાલો હવે તમારી વારી..!” સેમે ધીમેકથી કહ્યું.

“મારા ઘરમાં નથી કોઈ લપ કરમાં!” હિનલે જોરથી કહ્યુ!

“સેઈમ, મારા ભી કોઈ એટલુ નજીક નહિં..” મનીષાએ કહ્યું.

(બે મીનિટની શાંતિ છવાઈ ગઈ)

“અરે યાર સેમ! આવી ગેમ ના રમાઈ આ ગર્લ્સ મૂડ ઓફ થઈ ગઈ.

સોરી યારો..”

“અરે ચાલો હવે ઘરે પહોંચવાનો સમય થઈ ગયો..”

હિનલ સાંભળ તુ છે ને હવે અમને કેજે તારા દુઃખ દર્દ.. "હું સાંભળીશ." પિનાકિને કહ્યું.

“અરે એવું કાંઈ નહિં આ તો એમ જ..”

“મનીષા તુ ભી મને કહી શકે છે!” સેમથી પણ રહી ના શકાયું.

“અરે બકા! આ અમારા ઘરના જ બોગસ છે..”

“એમ ના હોય બકા!” પિનાકિનએ વાત કાપતા કહ્યું.

“એ હોય તને ના ખબર પડે..” હિનલે વાત પતાવતા કહ્યું.

“બાય હવે અમે બંને તો છેલ્લા લેક્ચર ભરશું..”મનીષા બોલી.

“અરે રુકો બેય અમે આવી જ છીએ.”

(મિત્રો, આ ગેમ એ બધા ને વિચારમાં મૂકી દિધા ને આ જ વિચારો સાથે બધા ઘરે જાય છે!)

(હિનલના ઘરમાં)

“મમ્મી હું આવી ગઈ!”

“હાઈશ! ચાલ ને દિકરા થોડી વાસણમાં મદદ કરાવ ને!”

“મમ્મી હું થાકી ગઈ છું. હું સૂઈ જાવ ઊઠીને કરું મદદ? તને ખબર ને મને જમી ને બહુ જ નિંદર આવે!”

(આ રીતે હિનલ સૂવા માટે ઊપર જતી હતી ત્યારે થયેલો ને હિનલની જીંદગીનો અગત્યનો સંવાદ તેના પપ્પા સાથે)

“બેટા હિનલ! આવ તો જરાક..”

(હિનલના પપ્પા થોડાક જુના સ્વભાવના હતા અને કડક હતા. લાંબો ને ભરવદાર શરીર ધરાવતા તેના પપ્પાથી હિનલ થોડી ડરતી)

“જો બેટા હવે તને ૧૯ વર્ષ થયા છે ને મને ને તરા મમ્મીને લાગે છે કે તારે હવે લગન કરી લેવા જોઈએ. જો બેટા એક દિકરીનો બાપ છુ ને મને ખબર નહિં

કે તુ કૉલેજમાં શું કરશ?!”

‘પણ પપ્પા આ કાંઈ ઉંમર છે પરણવાની??’

“અરે! તને નહિં પરણાવું પણ તુ ખાલી કંકુ ચોખા કરી નાખ બાકી તુ કહીશ ત્યારે જ કરીશ.”

“તમે જ અત્યાર સુધી કેતા'તા ને કે હું હજી નાની છુ..મારે અત્યારે લગ્ન નથી કરવા પપ્પા!” હિનલ થોડા રડવાના અવાજે બોલી..

“જો હિનલ હું તારા કરતા બહોડા અનુભવ વાળો છુ મને ખબર હોય અત્યારના છોકરાઓની..તારે અત્યારે કોઈની સાથે હોય તો મને કહી દે!”

“..પણ મારે તો કોઈની સાથે નથી. મારે અત્યારે નથી લગ્ન કરવા બસ! તમે ૧૯ વર્ષની મને પરણાવી દેશો? શું હું તમને નડું છુ? શું આ માટે જ તમે મને ઉછેરી? મને પરણાવા માટે?” હિરલ પોતાના આંસુ ના રોકી શકી..

(હિનલ દરવાજો પછાડી ને રૂમમાં જતી રહી.. ત્યારબાદ મન ફેરવવા અત્યારના છોકરાઓ વિચારતા નથી પરંતુ તરત જ મોબાઈલમાં લખે છે કે ફિલિંગ સેડ

ને હિનલે પણ તે જ કર્યું. તેણે પણ આ વાત મનીષા,પિનાકિન ને સેમ સાથે કરી)

“અરે યાર! શીટ હેપન્સ..!” ઃ-(

“શું થયું હિનલી??”

“મનીષા, મારા પપ્પા લગ્ન કરાવવા માગે છે!”

“શું??”

“પણ તારે કરવા છે ??” આ વાંચીને પિનાકિને તરત જ પૂછ્યું!

“ના રે યાર.. હું કરું કોઈ દિવસ..!”

“તો ના પાડી દે..” મનીષા વચ્ચમાં બોલી.!

“હા.. પણ માનવા જોઈએ ને! અરે બાય બાય!” પપ્પા આવી ગયા.. વળી મોબાઈલ લઈ લેશે..!

“હા બાય..” ધ્યાન રાખજે હો હિનલ..!

“હું પણ જાવ મનીષા મારે પણ કામ છે!”

ઓકે..પિનાકિન.. બાય..

તો બેટા હિનલ,

“શું વિચાર્યું તે લગ્ન વિશે તે દિકરા?”

“પપ્પા મારે નથી કરવા યાર! અત્યારમાં તમને શું ઉતાવળ છે?”

“જો બેટા જમાનો ખરાબ છે ને આમ પણ આપણી નાતમાં બધા વેલા લગ્ન કરી લ્યે છે..! અને તને ખબર છે કે સામે વાળા પાસે ૪ ઑડી ને મર્સિડિઝ છે!”

“પણ પપ્પા મને એ છોકરો નથી ગમતો!”

“તો તને કેવો છોકરો જોઈએ છે બોલ બેટા હું શોધી લાવીશ તારા માટે!ખાલી હુકમ કર દિકરા!”

“પણ પપ્પા મારે અત્યારે લગ્ન કરવ નથી.”

એક એવુ કારણ આપ કે જેથી હું માનું કે અત્યારે ના લગ્ન કરાય.. જો બેટા હિનલ, “મને લફરું જરાય પસંદ નથી ને તારા મમ્મીને એમ લાગે છે કે તારું

કાંઈક છે..હોય તો મને કહી દે!”

“નથી પપ્પા યાર!”

“ઓકે જમીને સુઈ જા વેલી! પછી મને વિચારીને કેજે..!”

“તમે જાવ હું હમણા આવું!”

“એએએએએ હિનલ!!!! તુ આવે છે નીચે કે થાડી ઉપર મોકલુ???”

“અરે! તમે પણ ને હિનલના મમ્મી એક મિનિટ દિકરીને એકલી નહિં મૂકતા! એ આવશે હવે "મોટી થઈ ગઈ" છે!”

“હા મમ્મી જો હું આવી ગઈ.. પપ્પા બોલવા દો મમ્મીને તમે જ કેતા'તા ને કે "બધી વસ્તુના ભાવ ફરે પણ આ લેડીઝના સ્વભાવ ના ફરે!"

“હા હા હા હા ખરેખર હો બેટા!

આવ જમી લઈએ દિકરા!”

“હા ચાલો..”

(બધા જમી લે છે ત્યારબાદ બધા ઘરના કામ પતાવી ટી.વી. જોવે છે..ત્યારબાદ બધા સુવાની તૈયારી કરે છે)

“હિનલ બેટા હું સૂઈ જાવ છું તુ ભી સૂઈ જજે..”

“હા પપ્પા હું હમણાં જ ઢીમ થઈ જઈશ.”

(આ રીતે હિનલ પોતાના રૂમમાં જાય છે.. સાહેબ, અત્યારના છોકરાઓ કોઈ આપણી જેમ ૧૦ વાગ્યામાં સૂઈ જતુ નથી ઘરના બધાને સુવડાવીને પોતે જલસા

જ મારતા હોય છે હિનલે ભી પિનાકિનને મેસેજ કર્યો.)

“હાય.. પિનાકિન!”

“હાય.. હિનુ..!<૩”

“આહા....! હિનુ?? એ શું હતું પિનું??”

“અરે યાર એમ જ ફ્લર્ટ કરતો હતો..!”

“જોજે હાં મને ગમી ના જા તુ!”

“અરે! યાર મને તો તુ પેલેથી જ ગમશ. મૈં તને ૧લા વર્ષમાં કીધું હતુ પણ તુ ભાવ ખાસ..”

“બસ હો મૈં ના ભી નહોતી પાડી.. ખાલી એમ કહ્યું હતુ કે વખત આવતા જવાબ આપીશ.”

“અરે હા બાબા! ચિંતા ના કરીશ. હા તો હું પડાવીને રહીશ પણ મેડમ તમે કેમ આટલા સેન્ટિ થઈ ગયા???”

“પિનાકિન, મારા પપ્પા મારા લગ્ન કરાવવા માગે છે. મને બહુ જ ફોર્સ કરે છે લગ્ન માટે.”

“પણ તુ તારા ભાઈ ને વાત કર ને!”

“અરે એ તો એની જ દુનિયામાં મસ્ત છે ભાભી સાથે! મારે નથી કરવા લગન પિનાકિન! મને તુ ગમે છે ને મારે તારી સાથે જ કરવા છે!”

“શું??????? હિનલ?????????? આ કોણ મસ્તી કરે છે?? તુ ગાંડી થઈ ગઈ છે??”

“અરે! સ્ટોપ ઈટ નાઉ.. મૈં કીધુ ને તુ મને ગમશ.. તને ખબર છે મને તુ પેલેથી જ ગમતો હતો પરંતુ હું ડરતી હતી.. બાકી આઈ લાઈક યુ!

ના ના, સોરી... આઈ લવ યુ!”

“હિનલ મારી વાત સાંભળ તુ છે ને અત્યારે ટેન્સડ છો! એટલે તને કાંઈક થઈ ગયું છે! તુ ચિલ કર! આપણે પછી વાત કરશું.”

“પિનાકિન હું તને એક મારીશ. તને કોઈ બીજી છોકરી ગમતી હોય તો કે! અરે યાર! મારો એ બર્થ-ડે સેલિબ્રેશન, આપણે સિનેમાઘરોમાં જોયેલા મુવીસ..

તારી વાત વાત પર થતી મસ્તી.. એ બધામાં હું પેલા આટલી સિરિયસ નહોતી પણ આપણા બંક્સ ને એ બધું હવે મારા માંથી આપણુ થવા લાગ્યુ! અરે યાર!

હું નથી રહી શકતી તારા વગર. હું ઘરની તો ક્યારેય થઈ જ નહોતી. મમ્મી ને એ આમ મને બહુ પ્રેમ કરે પણ ક્યારેક એમ જ થાય કે જે રીતે તે જીવી એમ જ

મને જીવાડે.. પિનાકિન મને ઘરના કોઈ સમજી શકે નથી.”

“જો હિનલ, મૈં જ્યારે તને કીધુ તું કે તુ મને ગમશ ત્યારે મારો પ્લાન બીજો હતો પણ હું કાંઈ તારા પપ્પા કહે તો લગ્ન તો ના જ કરી શકું. અત્યારના મારું

ક્વોલિફિકેશન શું?? મારી પાસે ડિગ્રી પણ નથી અને આવક પણ નહિં. મારા ઘરમાં હું આ વાત કરું તો મને મારશે. આપને લાસ્ટ યર સુધીની રાહ જોવી પડશે.

કારણકે હું પેલા મારુ કેરિયર બનાવવા માગુ છુ અને હા મને આપણી જ્ઞાતિની ખબર છે જો સારું હોય ને તને અનુકૂળ હોય તો કરી લેજે.. પરંતુ આ જમાના

પ્રમાણે કરાય નહિં. હું તને ખાતરી આપું છું કે તુ અત્યારે નહિં કર તો હું ભવિષ્યમાં તારો જીવનસાથી બનીશ.”

“બસ, મારે આ જ સાંભળવુ હતું પિનાકિન! હવે, હું સૂઈ જાવ છું”

“બાય બાય.. ગુડ નાઈટ..”

“બાય..”

(બીજા દિવસે સવારે બધા કૉલેજે મડે ્છે બે લેક્ચર ભરે છે ને અચાનક હિનલ બ્રેકમાં રોવા લાગે છે. મનીષા પિનાકિનને બોલાવે છે થોડી વારમાં પિનાકિન

આવે છે ને બધુ સરખુ કરે છે ને તે ચારેય નાસ્તો કરવા બારે જાય છે)

“શું થયું હિનલ બકા તને??”

“પિનાકિન, તને ખબર છે મારા પપ્પાએ મહિનામાં મારા લગ્ન કરી નાખવાનું કહી દિધું છે.”

“ઓહ્હ! શીટ!!”

“તો તુ એને મનાવ યાર કેમ એવુ કરેછ તે??”

“સેમ શટ અપ!! બધા તમારા જેવા ફોરવર્ડ ના હોય! હિનલે કહ્યું.”

“હા સેમ, તને ગર્લ્સની સિત્ચ્યુએશનની ના ખબર હોય!” મનીષા થોડાક ઊંચા અવાજે બોલી..

“પણ મનીષા આ ઉંમરે લગ્ન કરાય કાંઈ હેં??? બકા તુ કેટલા વર્ષની હૈં???? સાલા બે-ત્રણ બોયફ્રેન્ડની ઉંમર હોય ત્યારે આનો બાપ પરણવા મોકલે

છે. તારો બાપ બાપ નથી જુનાગઢનો બાવો છે!!”

“સેમ... ચુપ થઈ જા સાવ મારીશ હું તને!!” હિનલ ખુબ જ ગુસ્સામાં બોલી.

“સેમ બસ હો હવે!” મનીષા હસ્તા-હસ્તા બોલી.

ઓકે મનીષા બેબી..સોરી સોરી!!! મનીષા બેન!! હા હા હા..”

“ચુપ સેમ!”

“બકા પિનાકિન કરી લે આની સાથે સેટીંગ. શું કહે હિનલી કરવું ને પિનાકિન સાથે??”

“હા અત્યારે..???” હિનલ હરખાતા બોલી..

“ના અલી.. અત્યારે થોડી હોય.. એ તો લાસ્ટ યરની આસપાસ કહેવાય અને તમે તો બંને જાણે પૈસા ટકે પણ વેલ સેટ છો.”

“પાછા બેય એક જ નાત ના!!” મનીષા વચ્ચે બોલી.

“પણ મારા પપ્પાને અત્યારે જ કરાવવા છે સેમ!”

“અરે! કાંઈ નહિં થાય જલ્સા કર ને!”

“ચાલો હિનલ નાસ્તો પણ થઈ ગયો હવે ઘરે જવાય! વળી નહિં તો ફોન આવશે..!”

“ટેક કેર હિનલ!!” પિનાકિન ધીમા અવાજે બોલ્યો..!

“અરે! પિનાકિન ટેન્સ ના થા યાર! કશું નહિં થાય ભાઈ હિંમત રાખ!”

“હોપ સો સેમ..”

(બધા આ રીતે છૂટા પડે છે.. પિનાકિન કાંઈક અલગ જ વિચારમાં છે.)