Manas Name Sogatha in Gujarati Short Stories by Dr. Smrutilal T. Hemani books and stories PDF | Manas Name Sogatha

Featured Books
Categories
Share

Manas Name Sogatha

માણસ નામે સોગઠા

(કાવ્ય સંગ્રહ)

ડૉ.સુમતિલાલ ટી. હેમાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અર્પણ

પપ્પાને...

સર્જન જયારે સર્જક બને છે, આજે એનું પુસ્તક બને છે..

ઉર્મીઓનું સર્જન, લાગણીઓનો ધબકાર,

સર્જન (ડા!કટર) છે કે સર્જક એ ભુલાવ્યું દુનિયાના સર્જકે,

આશિષ આપ્યા મોટા સર્જકે આ મોટા સર્જનને,

કરતા રહો સર્જરી કરી કવિતા બનાવો તરબોળ બધાને.

દાકતરી કરતા સાથે કવિતા કીધી

સ્ટેથોસ્કોપ સાથે પેન ઉપાડી

કર્યા ઓપરેશનો ને સાથે કવિતાઓ લખી

આવી સ્ફુરણાંઓ કયાં – કયાંથી લીધી,

કે દરેક વિષયો પર કવિતા કીધી?

ઌસુમતિઙ્ખના આશિષ સાથ પિારસેિ પણ કવિતા કીધી.

– પારસ હેમાણી

સર્જન કરી કવિતાઓ લખી,

માર્ગદર્શક બની દિશા દાખી,

પ્રેમ સાથે આર્શિવાદ આપી,

છત્રછાયા રાખી ખુશી આપી,

સ્નેહ વર્ષાવી રાખે સૌને સુખી,

તેજ છે અમારા પિતાશ્રી ઌસુમતિઙ્ખ.

– સોનલ હેમાણી

૭ ઢ ૭ ઢ ૭

દાદાને...

મિારા દાદાિ

ખુબ સારા સર્જન અને (કવિતા) સર્જક. કોઈને સહજભાવે મદદ કરવી કે સદયથી

કાળહૃ લેવી એ એમનો સ્વભાવ છે. જુદા જુદા વિષયો પરની તેઓની કવિતાઓ અને

દરેક કવિતામાં પોતાનું નામ ઉમેરવાની તેમની આદત મારી પ્રિય છે. બબ્બે વાર

ગુજરાતના ઌબેસ્ટ ડા!કટરઙ્ખ તરીકે સન્માનિત અને હજુ પણ દિવસના ૧૮–૧૮ કલાક

કામ કરતા અમારા આ સુપરસ્ટારને મારી અને આખા પરિવારની શુભેચ્છાઓ અને

પ્રેમ.

તમારી વ્હાલી,

વિરાલી

૭ ઢ ૭ ઢ ૭

મભ્બ્ચ્ મબ્મ્ગ્લ

જબ્–ય્દ્યન્ બ્દ્ય બ્દ્ય(ધ્ભ્ચ્ )ઃચ્ ભ્–ભ્ચ્થ્ /ગ્ભ્(ત્ય્ઃદ્ય

ગદ્યમ્ભ્ચ્(ત્બ્દ્યમ્ય્દ્યન્ ?ઃચ્ભ્ ત્ઝભ્દ્ય ય ભ્–ભ્ચ્ ૠદ્યભ્ધ્લ

નબ્મ્િ ત્ઃ ઝભ્િઉ ચ્ભ્ય્ભ્િ–ભ્ બ્દ્યથ્ )ઃચ્? :) (ત્ચ્ભ્((લ

જબ્ઉઉથ્ દ્યઃ ?બ્ત્ત્ભ્ચ્ ધ્ઝબ્ત્ ત્ઝભ્ચ્ભ્ ધ્બ્( ત્ઃ મ્ઃઈ

બદ્યમ્ બ્ધ્બ્થ્િ( ધ્ય્ત્ઝ બ્ (?ય્ભ્લિ

તચ્થ્ય્દ્યન્ (ઃ ઝબ્ચ્મ્ ત્ઃ ?બ્ૠભ્ ભ્–ભ્ચ્થ્ઃદ્યભ્ ઝબ્ઉઉથ્લ

ચભ્ન્બ્ચ્મ્ભ્િ(( :) બ્દ્ય ભ્શ્ત્ચ્બ્ ?ય્ભ્િઈ

યદ્યત્ભ્દ્યત્ય્ઃદ્ય( બ્ધ્બ્થ્િ( :દ્ય ત્ઝભ્ ન્ઃઃમ્ (ય્મ્ભ્લ

હબ્ચ્ભ્)ગ્િ ત્ઃ બ્ધ્બ્થ્િ( (બ્થ્ ચ્ય્ન્ઝત્ ત્ઝય્દ્યન્(લ

છદ્યઃધ્ય્દ્યન્ ?ઃચ્ભ્ ત્ઝબ્દ્ય ધ્ભ્ૃિિ ભ્–ભ્ચ્ ૠદ્યઃધ્લ

ખગ્ત્ ?બ્થ્ખ્ભ્ ઝભ્ૃ( બ્ખ્ઃ–ભ્ ગ્( ધ્ય્ત્ઝ બ્ ઉબ્ય્ચ્ :) ધ્ય્દ્યન્(ઈ

ગદ્યય્િ?ય્ત્ભ્મ્ િઃ–ભ્ ત્ઃ ગ્( ઝભ્ ન્બ્–ભ્લ

ીય્–ય્દ્યન્ ય્િ)ભ્ :દ્યભ્ મ્બ્થ્ બ્ત્ બ્ ત્ય્?ભ્ઈ

મભ્બ્ચ્ભ્(ત્ મબ્મ્ગ્લ

થ્ઃગ્ૃચ્ભ્ બ્ધ્બ્થ્િ( :ગ્ચ્ર્ કતબચર્ લ ત્ઝભ્ ખ્ભ્(ત્ :દ્યભ્ઈ

ચય્ત્–ય્ જભ્?બ્દ્યય્

૭ ઢ ૭ ઢ ૭

પપ્પાને...

આમ તો મારા પપ્પા પ્રત્યેની મારી લાગણી, માન અને આભાર વ્યકત કરવા

દુનિયાની કોઈ પણ ડિક્ષનરી શબ્દો પુરા નહિ પાડી શકે પણ તેમ છતાં લાગણીનો

અનુવાદ શબ્દોમાં કરવાનો પ્રયત્ન કરવાનો જ છે તો હું પણ શા માટે બાકાત રહું?

દુનિયામાં ઘણાને નવું હૃવન આપનાર મારા પપ્પાએ મને એવી જિંદગી આપી છે જે

બહુ ઓછા સ]ભાગીઓના ભાગ્યમાં આવી હોય છે ઘણી વાર લોકોને ફરિયાદ

કરતા સાંભળ્યા છે કે ઓફીસનો ગુસ્સો પત્ની કે બાળકો પર નીકળી ગયો, પણ આજ

સુધી મને યાદ નથી આવતું કે મારા પપ્પાએ મને થપ્પડ મારી હોય. આજે પણ હું કોઈ

ભૂલ કરું તો તેઓ એવી જ રીતે સમહ્મવે છે કે હ્મણે હું એ જ એમનો સ્કુલે જતો દીકરો

હોઉં. એક પિતા સો શિક્ષકોની ગરજ સારે એ કહેવત એમ જ નહીં બની હોય એક

સંપૂર્ણ પિતા બનવા માટે અને પોતાને રોલ મોડલ માનતા પોતાના બાળકોની અપેક્ષા

પર ખરા ઉતારવા માટે મારા પપ્પાએ ધીરજ અને મજબૂતીની પરાકાષ્ઠા સાધી છે

અને એ વસ્તુ અમને વારસામાં પણ આપી છે. પપ્પા હંમેશા કહે છે કે માણસો

ભગવાન માટે તો સોગઠા છે – એક દાવમાં હૃંદગી ૩૬૦ ડીગ્રી ફરી હ્મય છે પણ તેમ

છતાય કોઈ પણ પરિસ્થિતિમાં માણસાઈ છોડવી નહિ. માણસાઈ તેમના લોહીમાં

વણાયેલી છે અને એટલે જ તેઓ બાહોશ સર્જન હોવાની સાથે માનવીય લાગણીઓની

કિંમત કરી તેને કાગળ પર ઉતારી હ્મણે છે. તેમની જ્ઞાનભૂખ અને બહુજન સુખાય

માટે કરાયેલા ત્યાગ અવર્ણનીય છે.

હૃવનમાં ફરજ કે લાગણીના ભાગરૂપે આવતા દરેક પાઠ એમણે બખૂબી નિભાવ્યા

છે, પુત્ર, પતિ, પિતા કે દાદાના રોલ સંપૂર્ણ સમર્પણ અને કાયદક્ષતાથી ભજવ્યા છે.

મારા માટે તેમનો પિતાથી પણ આગળનો રોલ રાો છે – આદર્શ માણસ તરીકે નો

– કહું કે મને માણસ એમણે જ બનાવ્યો. નાનો હતો ત્યારે તેમનું સ્ટેથોસ્કોપ કાનમાં

લગાવી તેમની નકલ કરતો પણ આજે પણ એવું લાગે છે કે તેમના જેટલો મહાન તો

કયારેય નહિ બની શકું પણ તેમના સિાંતો અને આદર્શોની નકલ કરવામાં પણ હું

મારું ગૌરવ સમજું છું.

જેમ જેમ સમય વીતતો ગયો અને સમજણ મૂછનો દોરો બની ફૂટવા લાગી તેમ તેમ

મારા પપ્પા મારા માટે સિુપર ાુમનિ કે એક હિીરો ડેડિ બનતા ગયા. આજે કોઈ

પણ મુશ્કેલ પરિસ્થિતિ આવી પડે, કોઈ રસ્તો શોધ્યો ન જડે તો હું એ જ વિચારું કે

મારા પપ્પા આ પરિસ્થિતિમાં શું કરત? અને હું એ જ કરું છું અને સાચું કહું તો હું આજ

સુધી હૃવનમાં કયારેય પાછો નથી પડયો. મારી જિંદગીમાં તેમનો મને સૌથી વધાર

ગમતો રોલ હોય તો તે છે મારા બેસ્ટ ફ્રેન્ડ તરીકેનો. ટીવી જોવાના બહાને લાગણીને

દબાવવાની વ્યર્થ કોશિશ કરતા વિમલને એમણે ગળે વળગાડી કહેલા મૈત્રીપૂર્ણ

શબ્દોની ઉષ્મા હૃવનભર મારી સાથે રહેશે. આ એ ક્ષણો હતી જયારે મને પ્રતીતિ થઈ

કે મેં કયારેય એમને કાું નથી પણ એ હમેશા નિઃશબ્દ મારી પડખે ઉભા રાા છે –

એક અડીખમ મિત્રની જેમ. એવું ઘણીવાર થયું છે કે મારી મુશ્કેલીઓમાં એ મારી

સાથે ન હોય પણ જયારે હવે એના વિષે વિચારું છું તો મને સમહ્મય છે કે એમને મારી

શકિતમાં વિશ્વાસ હતો અથવા મને મારી શકિતનો પરિચય કરાવવા માંગતા હતા.

મારી મમ્મી પાસે ફિકર અને પ્રેમ માટે શબ્દો છે પણ મારા પપ્પાની લાગણીઓ

નિઃશબ્દ છે. જો મારી મમ્મી પરિવારને બાંધી રાખવાની સાંકળ છે તો પપ્પા એ

સાંકળની તાકાત છે.

વીતેલા વર્ષોમાં હું ઢપણે એવું માનતો થયો છું કે મારા પપ્પા એક સુપર ાુમન છે.

ઘણીવાર એવો વિચાર આવે છે કે એમના જેવી સહનશીલતા, માનવતા કે પુરુષાર્થ

કયારેય મારામાં આવશે? કયારેય હું પણ એવું હૃવીશ જે મને મારા હોવાનું ગર્વ

અપાવે, પણ સાચું કહું તો હું ઈચ્છું તોય એમની સરખામણી નહિ કરી શકું કારણકે

એમની જેમ હૃંદગી હૃવવામાં અને નિભાવવામાં ઘણા ત્યાગ કરવા પડે. એટલે જ હું

માનું છું કે મારી હૃંદગીમાં મારા પપ્પાનું સ્થાન એકદમ અનન્ય છે. એ મારું સન્માન,

મારું ગર્વ છે. અને મને અભિમાન છે કે હું એમનો પુત્ર છું.

પપ્પાનાં ૭૬ મા જન્મદિવસ નિમિત્ત્યે કોઈ ભૌતિક વસ્તુ આપવા કરતા તેઓએ પોતે જ

કાગળ પર ઉતારેલી તેમની લાગણીઓને પુસ્તક સ્વરૂપે તેમને અર્પણ કરતા હર્ષ અને

આનંદની લાગણી અનુભવું છું. પપ્પાનું સર્જન કાર્ય આમ જ, નિરંતર આગળ ધપતું

રહે અને અમે હજુ પણ આવા પુસ્તકો એમને ભેંટ ધરતા રહીએ એવી લાગણી સહ.

ડા!. વિમલ હેમાણી

૭ ઢ ૭ ઢ ૭

હેમાણીલાલ

અમારાં સહુ મિત્રોનાં લાડીલા હિેમાણીલાલિ, તેમનાં માટે શું લખવું? કારણ કે જેટલું

લખીએ તેટલું ઓછું પડે તેમ છે.

છતાં,

મિોકલું છું મીઠીયાદ, કયાંક સાચવી રાખજો,

મિત્રો હમેંશા અમૂલ્ય છે, યાદ, રાખજો.

તડકામાં છાયો ન લાવી શકે તો કાંઈ નહીં,

ખૂલા પગે તમારી સાથે ચાલશે એજ યાદ રાખજો.િ

જયારે પણ તેમને કાંઈ કામ સોંપીએ તો જવાબ થિઈ જશેિ અને થાય જ. તેમનું આ

ઔદાર્ય મિત્રો માટે હોય એ સહજ છે પણ મુશ્કેલીમાં મુકાયેલ કોઈપણ સર્જનને

રાજકોટમાં પૂછી જોશો તો ખબર પડશે કે હેમાણીલાલ એટલે શું? હઃદ્ય(ગ્ત્બ્દ્યિત્ૃ(

હઃદ્ય(ગ્ત્બ્દ્યિત્ એવાં આ હેમાણીલાલ સર્જન 'ઃ??ગ્દ્યય્ત્થ્ તો ઠીક પણ આખે આખી

મેડીકલ જમાતમાં ફિાધર–ફીગરિ થઈ ગયા છે. હ્મત ઘસીને પણ મુશ્કેલીમાં મુકાયેલ

સર્જનનું કામ કાઢી આપે અને જશ પણ તેને જ આપે. પોતે જશ કે પૈસા કાંઈ જ લે નહીં.

એમનું મરક મરક હાસ્ય, મૃદુવાણી અને બધા માટે કશું કરી છુટવાની તમન્નાવાળા

એમની એક ખાસીયત અનન્ય છે. કયાંય જવાનું હોય અને તૈયાર થવાનું કહીએ એટલે

જવાના ટાઈમે હજુ ટુવાલ પહેરીને ફરતા હોય અને જવાબ આપે કે તૈયાર જ છું અને

પાંચ મીનીટમાં બધા કરતા આગળ બહાર આવી ગયા હોય.

એમ કરતાં કરતાં સવાલ ઉઠયો કે કિવિ કયાંથી થવાયિ અને નિવોદિતાના

મુશાયરામિાં નકકી કર્યું કે કિવિ થવું બસિ અને આવી ગયું તેમનું આ સર્જન. આ

નવોદિતોને ત્થા લોકભોગ્ય એવી એમની રચનાઓમાં દરેકમાં કાંઈક સંદેશ છે અને

ઌસુમતિઙ્ખ એ સંદેશો આપ્યે જ હ્મય છે.

– ડા!. રમેશ પારેખ

૭ ઢ ૭ ઢ ૭

હેમાણીલાલ

હેમાણીલાલના હુલામણાં નામથી અમે ફેન્ડ બોલાવીએ અને સામે એવી વ્યકિત આવે

જેનો મંત્ર છિોને બુહ્મઈ જતી આ ધૂપશળી મહેકતી મહેકતીિ છે.

તેમનું કાર્ય નિઃસ્વાર્થ છે અને સાદગી જિંદગીમાં ભરેલી છે માત્ર પેશન્ટ જ નહીં

સગા–વ્હાલા, કુટુંબીજનો, મિત્રો સમાજ સાધુસંતો બધાને માટે પ્રેમ લાગણી નીતરતો

ચહેરો અને પાછુ જોયા વગર કામ કરવાની ધગશ.

જે કોઈ સંપર્કમાં આવે તે ગૌરવ અનુભવે. જિંદગી જુસ્સો તથા ઝિંદાદિલી આંખને

વળગે એવા તડકા–છાયડાં અને વાવાઝોડામાં પણ મનમાં ખળભળાટ થાય નહીં અને

કોઈને તેમાં ભાગીદાર બનાવે નહીં અને એ પણ ચાલ્યુ જશે એમ ગાંઠવાળી માત્ર

હાસ્યનો જ સથવારો આસરો.

ભાભી પણ પડછાયાની જેમ સાથે જ. જે કહે તે દલીલ વગર સ્વીકારી તેમના કાર્યમાં

મદદરૂપ થવાના અથાગ પ્રયત્ન.

એમના કાવ્યમાં કવિ દય ઉપસી આવે છે સાથે સાથે સમાજ સુધારક, રાજકીય ક્રાંતિ,

ધાર્મિક ખરા પણ કર્મના વાડા, ક્રિયાકાંડના સખ્ત વિરોધી દેખાય છે ડોકટરની ડીગ્રી

લોહીમાં વણાઈ ગઈ છે એટલે તેનાથી અતડા રહી શકયા નથી. વિચારોનું પુરેપુરૂ

ભાતુ આપવા માંગે છે અને એક સમય વિચાર કરતાં કરી મૂકે છે અખાના ચાબખા યાદ

આવી હ્મય સત્યને બે ધડક સચોટ કલમથી કંડારી શકયાં છે.

એમનાં વખાણ – પ્રશંસા સાંભળીને અમારા સૌના હોઠો પર ગર્વનું સ્મિત ફરકે છે.

અનેક શુભકામના સાથે,

રોહિણી રમેશ પારેખ.

૭ ઢ ૭ ઢ ૭

સાભાર સંસ્મરણ...

આભાર...

મારા પૂજય પપ્પાનોઃ જેમના વગર તેઓની આ કવિતાઓ, આ પ્રસંગ, આ પુસ્તક

છપાવવાનું સ્વપ્ન અને એ સ્વપ્ન જોનાર હું અને સ્વપ્નાંઓ પૂરો કરવાનો ઉત્સાહ કશું

જ ન હોત...

મારી વ્હાલી મમ્મીનોઃ હુંફ, પ્રેમ અને સહકારની સખત ચાદર સતત પૂરી પાડવા

બદલ...

પૂજય ડા!. રમેશ પારેખ (રમેશકાકા) – રોહિણીકાકી, પૂજય ડા!. વિપુલ યાજ્ઞિક

(વિપુલકાકા) – હિમાકાકી, પૂજય ડા!. બી. જે. પટેલ (ભગુકાકા) – જયદેવીકાકી

તથા સ્વ. ડા!. કિરીટ માંકડ (માંકડકાકા) – હેમાકાકીઃ મારા તમામ કાકાઓ એટલે

પપ્પાના ભાઈથી પણ વિશેષ એવા ભાઈલોગ, અને તમામ કાકીઓ એટલે પપ્પાના

સ્નેહીજનો. સમયની માંગ પ્રમાણે મિત્ર, ભાઈ, વડીલ, શિક્ષક એવા અનેક રોલ

ભજવનાર મારા આ કાકાઓ અને કાકીઓનો અમારા પરિવાર પરનો સ્નેહ આ

પુસ્તકનો પાયો છે...

જાણીતા લેખિકા પૂજય હિમાકાકીનોઃ મેં ટાઈપ કરેલી પપ્પાની કવિતાઓમાં, નાનાં

બાળકને જેમ માં કાન પકડીને ભૂલ સુધરાવે તેમ જોડણીદોષ સુધરાવવા, આ

કાવ્યસંગ્રહ પ્રકાશિત કરવા માટે પ્રોત્સાહન અને પ્રેરણા આપવા તથા પપ્પાના

કાવ્યસંગ્રહમાં પ્રસ્તાવના લખી આપવા બદલ...

પારસભાઈઃ કાવ્યસંગ્રહ પ્રકાશિત કરવાની મારી ઈચ્છાને સહકાર અને ઉત્સાહનું

પાણી સીંચી વટવૃક્ષ બનાવવા માટે...

સોનલભાભીઃ હંમેશ મુજબના સતત સહકાર માટે...

વિરાલીઃ લગભગ રપ૦ ફોટાને સ્કેન કરી, ટચિંગ કરી, પ્રકાશિત કરવા યોગ્ય

બનાવવા માટે...

રિત્વીઃ હંમેશા અમારી સંકટ સમયની સાંકળ બનવા માટે...

મારા ભાઈથી પણ વિશેષ ભાઈલોગઃ ડા!. જયેશ વધાસિયા, ડા!. ધવલ મહેતા,

ડા!. દેવેન વોરા, ડા!. તારક શાહ, ડા!. અમરીશ મહેતા અને ડા!. ભાવિન દત્ત્યાણીને :

મારા મિત્રો ભાઈઓ, શિક્ષકો, પથદર્શકો, હસાવવા માટેના જોકરો અને રડવા

માટેના ખભ્ભાઓ બનવા માટે...

સાભાર સંસ્મરણ...

મારા પરમ મિત્રો, ભરત મકવાણા, ધ્રુમીલ માવાણી તથા નિરેન દુધૈયાઃ જેઓની

મિત્રતા મારું હૃવન બળ છે.

ડા!. વિવેક ટેલર, કુણાલ શાહ અને મેહુલ સુથારઃ અગત્યના સમયે જરૂરી માર્ગદર્શન

આપવા માટે...

નિલેષ પંડયાઃ સેટિંગ, ટાઈપીંગ, ડીઝાઈનીંગ, પ્રિન્ટીંગ વગેરે ઉપરાંત એક મિત્રની

જેમ જ તમામ સૂચનો અને ફેરફારો કરવાની તત્પરતા દાખવવા બદલ...

દેવલ વોરાઃ કન્સેપ્ટ ડીઝાઈનીંગથી લઈને પુસ્તકના પ્રકાશન સુધી પડછાયાની જેમ

સાથે રહી મને મદદ કરવા માટે, કદાચ તેની મદદ વગર આ કાવ્યસંગ્રહનું પ્રકાશન

શકય જ ન બન્યું હોત...

અને અંતે,

મારા મગજના એક ખૂણામાં ફૂટેલી ઈચ્છાને આ સ્તર સુધી સાકાર કરવામાં મદદ

કરનાર તમામ પરિવારજનો, સ્નેહીજનો અને મિત્રોનો જેટલો આભાર માનું એટલો

ઓછો છે.

ડા!. વિમલ હેમાણી

૭ ઢ ૭ ઢ ૭

ઌસર્જનઙ્ખ સુમતિભાઈનું કાવ્યસર્જન

સમષ્ટિના સૂર સાથે પોતાનો સૂર લયબ કરતા આપણાં ડા!. સુમતિભાઈ, એટલે

નમણો લંબગોળ ચહેરો, વાણીમાં અને હૈયામાં ભરેલી મીઠાશને પોતાના અવાજમાં

સાત્વિકતાનો રણકો ભેળવીને સૌમ્યતા દર્શાવતા ભીતરભીના માનવી.

ભીતરથી કવિતાના મોહ્મં છળતા આવે અને કાવ્યના ઓઢ છલકાતા રહે. સંસ્કારથી

ભર્યાભર્યા સુમતિભાઈના હોઠ પર હંમેશ સ્નેહસભર સ્મિત ફરકતું હોય. હા, કયારેક

કડક શિસ્તપાલકનો ચહેરો દેખાય, પણ પછી સદય ભાવકનો સર્જક ચહેરો છવાઈ

હ્મય અને ભીતરની પ્રસન્નતા છલકાઈ હ્મય.

તેમની કવિતાનો પ્રત્યેક શબ્દ સચ્ચાઈથી ઝળહળે છે અને કવિતાની ત્રિજયા વિસ્તરે

છે. સુમતિભાઈનો શબ્દ ડાણમાંથી પ્રકટે છે અને ચાઈમાં આપણને લઈ હ્મય છે.

સામાજિક બદી અને આવનારા સમયને તેઓ આગોતરા ઓળખી – પારખી લેનારા

હોવાથી એમની કવિતા હ્મણે એક ભવિષ્યવાણી બની હ્મય છે.

વળી ખૂબી તો એ છે કે જે તે સંજોગો અને સમય, માનવ અને ચોપાસનો માહોલ

અનુસાર તેમને તત્કાલ કાવ્ય સ્ફૂરે છે. આ અમારો અંગત અનુભવ છે અને ત્યારે મને

રાજેશ વ્યાસ ઌમિસ્કીનઙ્ખની પંકિતઓ યાદ આવે છે.

કિોઈ મધરાતે ઢંઢોળી લખાવે છે મને,

તેજમાં – ઝળહળમાં ઝબકોળી લખાવે છે મને.િ

શીધ્ર કવિ સમા આ કવિના શ્વાસમાં જ કવિતા શ્વસતી રહી છે.

ઘાસને આંસુના ફૂલ ફૂટે એમ એમને કવિતા ફૂટે છે, ડાળને પાન ફૂટે, વરસાદનાં બુંદ

સાથે જ માટીને મ્હેંક ફૂટે એમ આ કવિને પ્રત્યેક પ્રસંગે કવિતા ફૂટે છે કારણ સુમતિભાઈ

પ્રકૃતિને અપાર ચાહે છે.

સુમતિભાઈની લેખની કવિત્વને સુપેરે સિ કરનારી છે. ભાવકને એમજ લાગે કે

કવિએ આ તો મારા જ મનની વાત કરી છે. આ છે એમની લોકદયની સ્પર્શવાની

ભાવના. પ્રગાઢ અનુભૂતિ અને ભાષાની છટા અને એ સાથે જ બોલચાલની લઢણને

કાવ્યમાં ઉતરતા સુમતિભાઈની આ છે કવિત્વ શકિત.

અને એટલે જ આપણને પ્રશ્ન થાય કે સુમતિભાઈ ડા!કટર વધુ કે કવિ વધુ? કદાચ

ડા!કટર હોવાને કારણે જ વધુ સંવેદનશીલ છે.

એક પ્રતિષ્ઠિત અંગ્રેજ કવિને કોઈ નવોદિતે પૂછયું કે મારે પણ કવિતા રચવી છે. તો

પેલા પ્રતિષ્ઠિત કવિએ પ્રતિપ્રશ્ન કર્યો,

ર્ ધઝભ્ચ્ભ્ બ્ચ્ભ્ થ્ઃગ્ચ્ ધ્ઃગ્દ્યમ્(ર્ળ્

સુમતિભાઈ કાવ્યોમાં દયની વેદના, ભાવના અને ર્મિ, કોઈને પણ હચમચાવી દે

તેવી રીતે વ્યકત કરે છે. એમની કવિતામાં આમ આદમીની થએલી અવગણના

આંસુની જેમ સરી પડે છે. એમની સંવેદનશીલતા એવી તીવ્ર છે કે હ્મણે કોઈ ટાંકણી

પતંગિયાની પાંખમાંથી પસાર થતી હોય.

અંતમાં એટલું જ કહેવું ઘટે કે કવિ સુમતિભાઈના કાવ્યો આનંદ આપનાર,

સંવેદનશીલ બનાવનાર, લાગણીભીના કરી મૂકનાર છે. જેઓને આ સધળી

ઉર્મીઓને આસ્વાદવી છે, અને સૌની સાથે વહેંચવી છે એ તમામે આ કાવ્યોનો આસ્વાદ

લેવો ઘટે.

તબીબ કવિ ડા!. સુમતિભાઈના આ કાવ્યસંગ્રહની પ્રસ્તાવના લખતાં આનંદ અનુભવું

છું અને આશા રાખીએ કે આ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ હોય અને ભવિષ્યમાં તેમની

કાવ્યમાળા સર્હ્મતી રહે.

ઌસર્જનઙ્ખ ડા!કટર પાસેથી વધુ કાવ્યસર્જન આપણને મળતું રહે, એ જ અપેક્ષા.

– હિમા યાજ્ઞિક

૭ ઢ ૭ ઢ ૭

અનુક્રમણીકા

૧ હરિના સોગઠાં ૧

ર કૃષ્ણ ને ર

૩ પ્રેમિકા કે પ્રભુ ૪

૪ કુસાધુ પ

પ લોકશાહી લુંટાણી... ૬

૬ વાત મારી ખાનગી ૭

૭ સર્વ ધર્મ સન્માન... ૮

૮ ભાષાની ભાસા થાય છે ૯

૯ મહેરબાની કરતો નથી ૧૦

૧૦ એક તને હ્મણું ૧૧

૧૧ વરસાદની મોસમ ૧ર

૧ર કવિ કયાંથી થવાય ૧૪

૧૩ કવિ થવું બસ ૧પ

૧૪ થાય ન બધું ગમતું ૧૬

૧પ કાઢવા તને સનમ ૧૭

૧૬ બજેટનાં બ ની ખબર નથી ૧૮

૧૭ સવાર બપોરે થાય છે ૧૯

૧૮ હ્મત જલાવી હ્મણી છે ર૦

૧૯ નમું માં નર્મદાને ર૧

ર૦ બીડી નાં છપ્પા રર

ર૧ ગંગા ઝીલી હ્મણ્યો છું ર૪

રર કાઢવા તને રપ

ર૩ શ્વાનની પ્રાર્થના ર૬

ર૪ થાય કેમ સફળ ર૭

રપ દિવા સ્વપ્ન ર૮

ર૬ આયખા પૂરા ર૮

ર૭ સુમતિ રડી શકે ર૯

ર૮ માણસાઈ દેખાણી ૩૦

ર૯ તરંગોની દુનિયા ૩૧

૩૦ સમ પ્રેમસંગીતનો ૩ર

૩૧ વ્હાલાં બી. જે. ને ૩૩

૩ર કહું છું સાચું ૩૪

૩૩ ગમતાનો ગુલાલ ૩પ

૩૪ ગમનો ચૂનો ૩૬

૩પ મુશાયરો નવોદિતોનો ૩૭

૩૬ દાનનો અવસર ૩૮

૩૭ દરિયો પીવાઈ જશે ૩૯

૩૮ મફત વારી જવાનાં ૪૦

૩૯ અમૃત કીધાં મારા વ્હાલાં ૪૧

૪૦ કાં નાખી દફતરે? ૪ર

૪૧ ભ્રમરની ભેરે ૪૩

૭ ઢ ૭ ઢ ૭

હરિના સોગઠાં

ચોપાટું માંડી છે હરિએ ને માણસ ઘડે,

બેસાડે દસ કે પચ્ચીસને પઘડે.

ફેરવે છે ઘટઘટમાં દાણા નાખીને પટે,

ફાવે ત્યાં સુધી રાખે પછી જિંદગી કટે.

આગળ વધવા દાણા મન ફાવે તેમ નાંખે,

આવે જેની સોગઠી તેને ઉડાડી નાંખે.

ગાંડી કરે જયારે ને ત્યારે,

અવળી ચાલે જે મળે તેને મારે.

પાછળ પડી દોડાવે તું પછી નતોડ કાઢે,

શાંત માણસ પણ ગરમ વરાળો કાઢે.

શાંત થઈ વિરમવામાં તું દાણા નાંખતો ફરે,

પેટઘરમાં પાંખમાં લે તો માણસ તરે.

માણસ સમજ તું સોગઠું છે તને હલાવી નાખે,

સખણો ઌસુમતિઙ્ખ પામે મુકિત નહીતો નરકમાં નાખે.

૭ ઢ ૭ ઢ ૭

કૃષ્ણ ને

અવતરતો ના તું આ સંસારમાં,

તને કોણ કયારે કેવી રીતે જન્માવશે?

ઉછેરશે બોટલ પર, ના માતાનો પ્રેમ મળશેશ્ચ

ઉગીને ભો થઈશ ત્યાં પ્લે હાઉસમાં મૂકશે,

મોટો થતાં કોન્વેનટીયો તને કરશેશ્ચ

હાહૃ નાહૃ ભૂલી જઈશ અને યાહ – યાહ કરવું પડશે.

અવતરતો ના

કયાં તારું ગોકુળ, કયાં વૃંદાવન, શું કરશે તું?

હોસ્ટેલમાં રહી ભણશે તો સુદામો મળશે શું?

ૠષિ સાંદીપની ના રે ટીચર તને મળશેશ્ચ

તારા શિખવાડેલા હવે તને શીખવશે.

અવતરતો ના

આજની રાધાઓ, નહિ રાસમાં, પણ ડિસ્કોમાં મળશેશ્ચ

થવામાં પ્રિન્સ, તને કેટલી મહેનત પડશે

જોશે લાગવગ, કૃષ્ણ ભલે તું, ધન કૃષ્ણ જોશેશ્ચ

હશે જો ખુબ તો પ્રિન્સ નાં પ્રિન્સ થવાશે.

અવતરતો ના

સ્ત્રી – ભૃણ હત્યાના જમાનામાં ૧૬૧૦૮ તો શું?

એક ની એક પટરાણી શોધતા ફાંફા પડશે શું,

ઓછા ચીર પહેરવા હ્મતે કે ખેંચમતાણી કાઢશેશ્ચ

કાઢવા સહુ રાહૃ તને પુરવા કોણ બોલાવશે?

અવતરતો ના

કંસ, પૂતના, જરાસંધ ગલીએ ગલીએ, કેટલા તું મારશે?

કૌરવો જેવા પચાવે ખુરશી, તું કેમ બધાને વારશે?

પ્રધાનો થવા પડા પડી, સત્ત્યાલોલુપ ભ્રષ્ટાચારી હશેશ્ચ

પાંડવો હવે કેવા કે તારું માનશે ને રાજગાદી શોભાવશે?

અવતરતો ના

બે બસ નો જમાનો છે આઠમો તું કેમ અવતરશે?

બે બસ નો જમાનો જ છે, ત્રીજે ોત. મારશે.

વળી નવી ઉપાધી, કદાચ તું જનમશેશ્ચ

તારામાંથી કલોન કરી કરોડો કૃષ્ણો જન્માવશે

અવતરતો ના

ચાલાકી છેતરપીંડી સોમરસની રેલમછેલશ્ચ

યાદવાસ્થળી થવા મળે હવે એકે–૪૭ ભરેલ,

અધર્મ એજ હવેતો ધર્મ માને છે સહુશ્ચ

ધર્મની કયાં ગ્લાની થશે? વચનમુકત કરે તને સહ,ુ

સલાહ સંપૂર્ણ આપી મતિ તારી ઌસુમતિઙ્ખ, કરી બહુ.

અવતરતો ના

૭ ઢ ૭ ઢ ૭

પ્રેમિકા કે પ્રભુ

દયનો રોગ મને ભારી,

પ્રેમિકા કે પ્રભુ લ્યો મને ઉગારી.

બીપી લીધું વધુ કીધું શ્વાસ ચડે છે ભારીશ્ચ

ઈસીહૃ, ઈકો, ટીએમટી ટેસ્ટ પણ ભારી.

ચડાવ્યો ટેબલ, કરી એન્હૃઓગ્રાફીશ્ચ

બતાવ્યો બ્લોક નેવું ટકાનો સાથી.

મરણ નકકી, કરાવી લે એન્હૃઓપ્લાસ્ટીશ્ચ

બાઈપાસતો તૈયાર જ છે, ભલે તારે કમકમાટી.

લાખ થશે બેચાર, કયાં તારે વિચારની વારીશ્ચ

ના પાડશે તું, તો ભૂખે મરશે મારી નારી.

ચાલવાની આળસ કરી તેં, મીઠાઈ ખાધી ભારીશ્ચ

દોડતો હવે કેવો? ઝડપ વધી છે ભારી.

નળીનો અવરોધ દૂર થયો પણ દશા મારી રોગીશ્ચ

કેટલુંય તું સમહ્મવે પણ રાો હવે મન રોગી.

ચકકર કેવા ચાલ્યા કરે, ફાવે ન તારી કારીશ્ચ

ઌસુમતિઙ્ખ તું હ્મગ તે પહેલા, તો ફાવત ન મારી કારી.

૭ ઢ ૭ ઢ ૭

કુસાધુ

મઠ આશ્રમ છોડી હ્મને બાળક,

કામી જેવો હ્મગશે, તને ઓરડીમાં પૂરશે

કારણ?

નાત ન જુવે, હ્મત ન જુવેશ્ચ

ન જુવે નર કે નાર રે,

ઌકામઙ્ખ ની બળતરા ઉપડેશ્ચ

અને કરે અત્યાચાર રે.

ધર્મનો અંચળો ઓઢનારાશ્ચ

ને વળી પાપાચાર કરનારા,

સૃષ્ટિનો ઉાર મૂકીનેશ્ચ

વિરુ કર્મ કરનારા.

પૂર્ણ રહે છે એકતાશ્ચ

ન કોઈ તેમાં બાકાત રે,

મોક્ષ માર્ગ યાચતા પણશ્ચ

કોઈ પંથ ના બાકાત રે.

ફોસલાવે લલચાવેશ્ચ

જરૂર પડે તો ધમકાવે,

એકલા હાથે કે સાથ મળીનેશ્ચ

કાળા કામમાં જોતરાવે.

તપ જપ માળા તસ્બીશ્ચ

ટીલા ભભૂત લગાવતાં,

પાઘડી ટોપી કે માથે રૂમાલશ્ચ

વળી દાઢી કેવા વધારતા

મોટા માની અંહ્મય તુંશ્ચ

કે ખૂબ હોય વિશ્વાસ રે,

ઌસુમતિઙ્ખ અહીં ઉલટું થતુંશ્ચ

કેવા મુકવા નિશ્વાસ રે

૭ ઢ ૭ ઢ ૭

લોકશાહી લુંટાણી...

મથકે જઈ નામ ગોત્યું – મત્ત્યું માર્યુશ્ચ

ટપકું શાહી કયાં સુકાણી?

અંદર જઈને બટન દબાવ્યું,

કેવી લાલબત્ત્યી ચેતાણી?

મહિનો પૂરો, કાલાવાલા કરવા માંડયું,

જોજે પાંચ વરસ, દેશ – વિદેશ કેવી મારી ઉડાણી.

મહિનો પૂરો, તુજને રીઝવવા કાળજું કૐણ કર્યું,

તારે પાથરવો ખોલો કાયમ – તે વાત કેમ ન હ્મણી?

મતદાનની ઘડી સુધી, રાજ મેં તારું હ્મણ્યું,

કોલ દીધા કેવા, તારા બોલ્યા પહેલા વાણી

લુંટયો તને મત માંગવા, તારું કયાં અહ્મણ્યું,

ભંડારો મારા ભરાશે – લોકશાહી કેવી લુંટાણી?

મત પડયો? રાહ્મ હવે હું, પરિણામ છે હ્મણ્યું,

બસ કર અવળવાણી ઌહેમાણીઙ્ખ, કે કાઢું તારી ઘાણી?

૭ ઢ ૭ ઢ ૭

વાત મારી ખાનગી

તણાવને તાણવા નથી દેતો મારી જિંદગીશ્ચ

ખુદાને હ્મણવા નથી દેતો મારી બંદગી.

લેબાશના ભ્રમને તાણવા નથી દેતો મારી જિંદગીશ્ચ

ફેશનનાં ફંડાને માણવાં નથી દેતો મારી સાદગી.

તબીબને પણ હ્મણવા નથી દેતો મારી માંદગીશ્ચ

મારવા આ લાશને નથી કહેતો મારી વાત ખાનગી.

સનમને હ્મણવા નથી દે તો બેરુખી મારી જિંદગીશ્ચ

આશિકને પણ હ્મણવા નથી દેતો બેરંગી મારી જિંદગી.

ઉસ્તાદને હ્મણવા નથી દેતો બોદી મારી મૃદંગીશ્ચ

ઢોલીનો ઢોલ પણ ઌસુમતિઙ્ખ વિરહ માણવાં નથી દેતો મારી જિંદગી.

૭ ઢ ૭ ઢ ૭

સર્વ ધર્મ સન્માન...

મહા શિવરાત્રીએ ભાંગ પીધીશ્ચ

ભજવાનું ભૂલ્યો ધમાલ કીધી.

જન્માષ્ટમીએ બન્યો જુગારીશ્ચ

ગુમાવ્યું બધું કીધી લાચારી.

સારા ગુણોની ન શિખામણ લીધીશ્ચ

શરાબથી ક્રિસમસ ઉજવી લીધી.

પર્યુષણમાં ઉપવાસની વાત હ્મવા દીધીશ્ચ

તોય અત્ત્યરવારણા પારણાની ઉહ્મણી કીધી.

વચન પિતાના પાળવા રામે વનવાટ લીધીશ્ચ

અવગુણ મારા ઢાંકવા માતાને મેં મારી લીધી.

રક્ષાબંધનમાં લાગણીની રાખડી લીધીશ્ચ

રક્ષા ભૂલ્યો બેનને હેરાન થવા દીધી.

નવરાત્રીએ પૂહ્મ માતાની બાધા લીધીશ્ચ

ડિસ્કો દાંડિયામાં નવરાત્રી વિતાવી દીધી.

દશેરામાં રાવણ મારવા ફટાકડાની લૂમ લીધીશ્ચ

મારા દુર્ગુણો ઘણા, મેં કયાં નોંધ લીધી.

હોળીની આગમાં હોલિકા બાળી દીધીશ્ચ

રંગોની ઉજવણીમાં ક્રુડ – ડામરથી રંગી દીધી.

રંગ–બેરંગી નવા કપડામાં ઈદ મેં ઉજવી લીધીશ્ચ

જન્નત જવા ઉમંગે કફન પછેડી ઓઢી લીધી.

કેવી મારી સર્વધર્મ ભાવના, કેવી મારી વિધિશ્ચ

ગુણોને કોરાણે મૂકી ઌસુમતિઙ્ખ મરણવાટ લીધી.

૭ ઢ ૭ ઢ ૭

ભાષાની ભાસા થાય છે

વર્તમાનપત્રોમાં ભૂતકાળ રોજ છપાય છેશ્ચ

આ કેવું આશ્ચર્ય કે તાહ્મ સમાચાર કહેવાય છે.

ખૂન આપઘાત કે બળાત્કાર રોજ થાય છેશ્ચ

લૂંટ ધાડ જેવા ખબરો રોજ ચગાવાય છે.

હ્મહેરખબર મેળવવા પાના પીળા બનાવાય છેશ્ચ

રાજકારણીને રાહૃપો, બીહ્મની બદનામીનો આતંક ફેલાય છે.

નાણાં, ઓળખાણના જોરે ચમત્કાર થાય છેશ્ચ

સાચું સહુ હ્મણે છે, પણ કયાં ખુલાસો થાય છે?

સમાચાર સારાનો દુકાળ અહી વર્તાય છેશ્ચ

વાચકોને અવગણી સારપ દબાઈ છે.

ન્યાયધીશોને યાચીકાઓ મોકલાઈ છેશ્ચ

નકાર થાય ત્યારે દૈનિકોમાં તે ફગાવાઈ છે.

ખબરપત્રીઓ, તંત્રીઓ, સંપાદકો ઘણાય છેશ્ચ

ઌસુમતિઙ્ખ ને ક્ષોભ છે કે ભાષાની ભાસા અહી થાય છે.

૭ ઢ ૭ ઢ ૭

મહેરબાની કરતો નથી

વરાળે વરસીને કંઈ મહેરબાની કરતો નથીશ્ચ

ઉનાળે ભીંજવે પરસેવો પછી ગાહૃને વરસે તું,

કાંઈ મહેરબાની કરતો નથી

અકળાવી અકળાવીનેશ્ચ

ગાહૃ ગોરંભાઈને વરસે,

કાંઈ મહેરબાની કરતો નથી

ઉનાળે ઉઘાડા સુવડાવીશ્ચ

ચોમાસે છત્રી ઉઘડાવે,

કાંઈ મહેરબાની કરતો નથી

ઝીણા મલમલીયાં ઝબ્બા, અર્ધપારદર્શક પાયહ્મમો ઉનાળેશ્ચ

રેઈનકોટ હવે પહેરાવી,

કાંઈ મહેરબાની કરતો નથી

ધરતી સુકીભઠ ઉનાળે, ખેડાવી ખેતર કાળી મહેનતેશ્ચ

વાવણી માટે વરસીને,

કાંઈ મહેરબાની કરતો નથી

ભૂખના અવતારસમ અપવાસ કરાવે, ભ્રષ્ટાચાર કયાં ભગાવેશ્ચ

પરાણે પારાણા કરાવી,

કાંઈ મહેરબાની કરતો નથી

પ્રેમમાં તડપાવે, નયનબાણે કરે ઘાયલ દિલ બાળેશ્ચ

પછી લીલા તોરણ બંધાવે ઌસુમતિઙ્ખ,

કાંઈ મહેરબાની કરતો નથી

૭ ઢ ૭ ઢ ૭

એક તને હ્મણું

ઘટઘટમાં વ્યાપેલો, તું સમાય એવો ઘટ કયાંથી લાવું?

ત્રણે લોકમાં વ્યાપેલ, તું સમાય તેવો ઘટ કયાંથી લાવું?

સકળ જગતનો તું સર્વમાં રહેલો તુંશ્ચ

સંપ્રદાયમાં સમાવે તને બહાર કયાંથી લાવું?

ખેંચા ખેંચી ધર્મના દરેક ફાંટમાં,

જુદો તને કયમ હ્મણું?

મારો મારો એમ કહે સહુશ્ચ

સર્વનો તને કેમ ન હ્મણું?

એકમાં અનેક તું, અનેકમાં એક તું,

મથું મથું ને થાકું, ૈત – અૈત તને કેમ હ્મણું?

સર્વનાં ભલે રસ્તા જુદા પણ,

ઌસુમતિઙ્ખ બ્રહાંડમાં એક તને હ્મણું.

૭ ઢ ૭ ઢ ૭

વરસાદની મોસમ

ખેતર લીલા છમ્મ,

ડુંગરા લીલા છમ્મ,

છે વરસાદની મોસમ.

ગોરંભાયું ઘનઘોર,

વરસે અનરાધાર વ્યોમ,

છે વરસાદની મોસમ.

હ્મવું ના પિયરવાટ,

રહેવું પિયાને ઘાટ,

છે વરસાદની મોસમ.

ભીની છે ધરતી ને નભ,

રહે સુકું કદી ન મન,

છે વરસાદની મોસમ.

અષાઢે આવ્યો ખારવો ઘર,

આભ છલકે ને પીયુ છે ઘર,

છે વરસાદની મોસમ.

વંડી ઠેકે પ્રેમધેલી જયમ,

પાળ ઠેકે સરિતા ત્યમ,

છે વરસાદની મોસમ.

ઉછળે સરિતાના ર,

દોડે મળવા છો સાગર દૂર,

છે વરસાદની મોસમ.

ભલે વરસે સુપડાધાર,

પીયુવિણ ન શાંતિ લગાર,

છે વરસાદની મોસમ.

પીયુ પહેરાવે બાજુનો હાર,

શાંતિ થાય મનમોહ્મર,

છે વરસાદની મોસમ.

ડ્રાઉં કરે હોંશે મંડૂક,

ખોલી હૈયા સંદૂક,

છે વરસાદની મોસામ.

તરસી અવની થાય તૃપ્ત,

અને કંઠ ચાતકનો તૃપ્ત,

છે વરસાદની મોસમ.

પંક લઈ બાળ રમે રમત,

જળ છાલકે થાય ગમ્મત,

છે વરસાદની મોસમ.

ભહૃયા તળાવી ખાતો કંથ,

ધારે મુજ મુખે વરપંથ

છે વરસાદની મોસમ

કાનો લાવ્યાં, વહે યમુના પૂર,

પણ વહે જસોદા પય પૂર

છે વરસાદની મોસમ

પૂર પ્રકોપે કષ્ટાય ધેન,

ગીરી ધર, તો પડે ચેન

છે વરસાદની મોસમ

જગતાતને હરખના પૂર,

ઌસૂમતિઙ્ખ થાય આનંદે ચૂર

છે વરસાદની મોસમ

૭ ઢ ૭ ઢ ૭

કવિ કયાંથી થવાય

કવિ થવું પણ, જ્ઞાનનો શબ્દ ભંડોળ મંદ છેશ્ચ

છંદ વાળા નંદ છે, હવે કવિ સ્વછંદ છે.

જોડકણાની જોડ, શબ્દોનો આલેખ પણ ફંદ છેશ્ચ

મારી મચડી બેસાડો ચરણો શું કાઢયા કંદ છે.

વાંચ્યા દેશ – વિદેશના પુસ્તકો, શબ્દોનું ંદ છેશ્ચ

વિચાર શૂન્યતાથી લોથપોથ મન પણ નંદ છે.

કેવો ભરમાવ્યો તને, કરી સ્મિત પણ મંદ છેશ્ચ

હૃવવાનું હૃવી લે ઌસુમતિઙ્ખ શ્વાસ જયારે ચંદ છે.

૭ ઢ ૭ ઢ ૭

કવિ થવું બસ

ધર્મનો સ્ત્રોત લાગ્યો રોમ , જોશે હવે તો સોમરસશ્ચ

સર્વ માંગલ્ય માંગલ્યે, જોશે હવે મંગળ નસ.

બલિદાન અહિંસાનો બોધ, હવે તો બુધ જસશ્ચ

સર્વ વિદ્યાનો હ્મણકાર, ગુરુ ગ્રહ છે મોટો મસ.

વૈદ્ય સુહ્મણ હોય તો, શુક્રનો સંહૃવની રસશ્ચ

નડતાને નડવા સાડાસાતીનો શનિ કસ.

રવિ થઈ જગત આખું તાપથી કરે બસશ્ચ

શું થવું? ઌસુમતિઙ્ખ કહે હવે તો કવિ થવું બસ.

કવિ થવું બસ

૭ ઢ ૭ ઢ ૭

થાય ન બધું ગમતું

દુબળો હતો હું, મુજ શરીર મને ન ગમતુંશ્ચ

ખાધે પીધે જોર કર્યું, મીઠાઇનું ચોસલું મને ગમતું.

પાંભાહૃ, ફરસાણ, પીત્ઝા હોઈ તે ગમતુંશ્ચ

વારંવાર દિવસરાત ખાવાપીવાનું ગમતું.

પાન, માવા, તમાકુ ને સિગારેટ પીવાનું ગમતુંશ્ચ

કસરત તે વળી કોણ કરે, સુવાનું મને ગમતું.

પીવા દૂધ, ચા, શરબત તે મને બહુ ગમતુંશ્ચ

બાટલા ખોલી દેશી –વિદેશી પીણું મને ગમતું.

ગુસ્સો, અપમાન કે ટેન્શન મને કાઠું પડતુંશ્ચ

ધ્યાન, પ્રાણાયામ કે ચિંતન મને કયાં ગમતું?

રોગ–ભોગને શ્વાસ ચડયો ને દયમાં દુખતુંશ્ચ

દવા–ઓપરેશન કદી મને ન ગમતું.

સમજ હવે વૈદ્ય, હકીમ, ડા!કટરથી ડર તુંશ્ચ

ઌસુમતિઙ્ખ આ સંસારમાં થાય ન બધું ગમતું.

૭ ઢ ૭ ઢ ૭

કાઢવા તને સનમ

પેદા થયો છું કાઢવા તને સનમશ્ચ

જિંદગી હૃવી ગયો છું કાઢતા તને સનમ.

ભણ્યો વરસ દસ બાર, કરી છે મહેનત ખૂબશ્ચ

તને કાઢતાં આવડી ગયું હવે તો તું ડૂબ.

પેટ દુઃખ્યું? જમણી બાજુ? નકકી તારું દુઃખશ્ચ

લોહી તપાસ, સોનોગ્રાફીની સહાય મારું સુખ.

પેટ ખોલ્યું કારણ ન મળ્યું તો તું જ મારો અજશ્ચ

મારી લાજ રાખવા, નકકી તને હું કાઢું સહજ.

ના માને તું આડા કાપે તો કાઢું ઉભા કાપેશ્ચ

દૂરબીન હવે મળી ગયું છે કાઢું નાના કાપે.

પાકેલ તું કે સડેલ તું કે હોય સાજો સમશ્ચ

બીહ્મ પહેલા હું કરું બલી તને ખાલીખમ.

નકામું શરીરમાં તું, કઈ ન આવે કામશ્ચ

સર્જન થવા શીખવા માટે તું આપે હામ.

પ્રભુનો આભાર કે કર્યું તારું સર્જનશ્ચ

થયો ઌસર્જનઙ્ખ ઌસુમતિઙ્ખ, કરવા તારું વિસર્જન.

૭ ઢ ૭ ઢ ૭

બજેટનાં બ ની ખબર નથી

બજેટ આવતા થનગનાટ થાય છેશ્ચ

વખોડવાનું કે વખાણવાનું કેમ થાય છે?

પક્ષ રજુ કરે બજેટ તો વખાણવાનું થાય છેશ્ચ

વિપક્ષને બજેટ વખોડવાનું થાય છે.

પક્ષના બજેટ વિકાસલક્ષી ગણાય છેશ્ચ

વિપક્ષને લાગે છે કે વિકાસ રૂંધાય છે.

બજેટમાં વેરા વધે કે ઘટે તેનું શું થાય છે?

બજેટમાં છૂટ મળે તે કયાં હ્મય છે?

બજેટની આંકડાહ્મળ કયાં કદિ સમહ્મય છે?

નામ છાપામાં છપાવવા કેવી હોડ થાય છે

નાણામંત્રી પ્રધાન સભ્યોને શું સમહ્મય છે?

અધિકારીના જ્ઞાન અજ્ઞાને બજેટતો ઘડાય છે.

બજેટ બોલે નાણામંત્રી, સાંભળવાનો ડોળ થાય છેશ્ચ

પક્ષો પાટલી થપથપાવે, વિરોધમાં દેકારા થાય છે

હામી બનવા આમ આદમીનો ડોળ મોટો થાય છેશ્ચ

દરેક બજેટમાં મરો તો ઌસુમતિઙ્ખ તારો થાય છે

૭ ઢ ૭ ઢ ૭

સવાર બપોરે થાય છે

નવો પવન ફૂંકાય છે,

રાત પડે છે પરોઢિયેશ્ચ

સવાર બપોરે થાય છે

ઉંમરની અસર કેવી છે?

ભાલ મળે છે ટાલમાંશ્ચ

ને કેવો મૂંહ્મરો થાય છે?

વસ્ત્રો રંગ – બેરંગીને,

ટૂંકા થયા છે એટલાશ્ચ

ને તોય કેવો બફારો થાય છે?

મોબાઈલ પણ રંગીન છે,

ને કેટલા બટન દબાય છેશ્ચ

વાતેવાતમાં કેવો લવારો થાય છે?

ભણવા માટે કોલેજ છે,

ત્યાં પ્રેમપાઠ ભણાય છેશ્ચ

મળે પ્રસાદ લાતનો ને કેવો કવારો થાય છે?

ફેસીઅલ ને વેકસ છે,

એના પર કયાં ટેક્ષ છે?

રૂપમોહિનીમાંજ પ્રેમનો પડારો થાય છે.

કોમ્પ્યુટર જ્ઞાન ખહ્મનો છે,

નેટ – ચેટથી વધારો થાય છેશ્ચ

પણ વર્ચ્યુઅલ સેકસનો ઠઠારો થાય છે.

ઌસુમતિઙ્ખ સહુ સમજે તો,

સમજ વધારો થાય છેશ્ચ

નહીતો ગાંડપણનો જ વધારો થાય છે.

૭ ઢ ૭ ઢ ૭

હ્મત જલાવી હ્મણી છે

બુઝતી શમાની ધૂમ્રસેર પૂછે કયાં ગયો પરવાનો?

આશા અમર છે હ્મણી, મેં, રાતભર હ્મત જલાવી હ્મણી છે.

ખબર છે કોણ આવે? કે ન આવે કયા કારણે પરવાનો,

વાત ભૂલતો, ભૂલવા – હ્મત પૂરી જલાવી હ્મણી છે.

વાત માત્ર એક જનમની તમે જોઈ હ્મણી છેશ્ચ

મેં તો જન્મોજનમ મારી હ્મત જલાવી હ્મણી છે.

શેણી – વિહ્મણંદ, શિરિ – ફરહાદ, લૈલા – મજનુ ને જુલીએટ – રોમીઓશ્ચ

પ્રેરક થવા પ્રેમીને આહટ વિના મેં હ્મત જલાવી હ્મણી છે.

આરસમઢી પ્રેમ સડક કયાં કોઈએ હ્મણી છે?

કંટકો કંકરો વાળી ને પુષ્પછાયી બનાવી હ્મણી છે.

યુગયુગનાં પ્રેમીઓ, પૂછો તો ખરા શંકરને?

તાંડવ કરતા કયારેય તેં ધરતી લીસી હ્મણી છે

સહેલું હતું કયારે, ઌસુમતિઙ્ખ મિલન હૃવનભરનુંશ્ચ

સાથે રહેવા, વખ ધોળીને મેં હ્મત જલાવી હ્મણી છે.

૭ ઢ ૭ ઢ ૭

નમું માં નર્મદાને

અમરકંટક થી નીકળી મહાદેવને પૂજતી,

ભેળી લેતી ચાલી, સખીઓ સાથમાં ત્રીસને.

ઓમકારેશ્વર, મહેશ્વર, શુલપાણેશ્વર, ગરુડેશ્વર થતી,

કબીરવડની છાયા લઈ, સાગર મળી ભૃગુપુર જઈને.

જળરાશીનાં પયપાન માતા તું ધરવતી,

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વળી ગુજરાતને.

ધરતી ને ધરવતી, વીજપ્રકાશથી ઉહ્મળતી,

લીલાછમ વૃક્ષો અને ખેતર હરિયાળા કરીને.

ભૂમિ સમથળ કે ખડકાળ કયાં તું ગણકારતી,

રણ પણ લીલું કરતી ભરી દઈ નહેરને.

બંધ બંધાયો કેવડીયે, સરદાર સરોવર રચતી,

કેમ ન કહું હ્મણે માનસરોવર આંબતું આભને.

ઈજનેરોની કુશળતાને પડકાર તું આપતી,

નહેરો વડે ખેતી, વળી જળ વિદ્યુતે સાર્થક કરતા સ્વપ્નને.

નમું માં નર્મદે દંડવત પ્રણામ કરે ઌસુમતિઙ્ખ,

પાવન થયો, ગદક્ષગદ થયો તારા જ દર્શને.

૭ ઢ ૭ ઢ ૭

બીડી નાં છપ્પા

જવા સીડી સ્વર્ગમાં પણ,

લઈ હ્મય બીડી નર્કમાં જણ.

બીડી પી માને તું ટફ,

ભલે કાઢયા કરતો કફ.

બીડી પીતો રોજ અનેક,

થાય કેન્સર, લે હવે શેક.

બીડી પી મારતો તૂ દમ,

દમીયલ થયો, શુ રાો દમ?

બીડીમાં તો આવે જર્દો,

પીતાં તે લઈ આવે દરદો.

બીડી પીતો તું નિયમીત,

દય તારું ચાલે અનિયમીત.

બીડી પીધી દૃષ્ટી ગઈ,

પછી આખી સૃષ્ટી ગઈ.

બીડી નો તું બહુ ભોગી,

બન્યો માત્ર મોટો રોગી.

બીડી પી તું આનંદથી હસતો,

પત્ની – બાળ ને તું રોગ થી ગ્રસ્તો.

બીડી પીધી રોજ ઝૂડી,

કાયા થઈ કેન્સર થી કુડી.

બીડી ગઈ ગામે ગામ,

થયુ સરળ યમનું કામ.

બીડી સળગાવવા બાળકને દીધી,

સળગાવી તેણે બે સટ લીધી.

બીડી તું માને સ્વર્ગની સીડી,

શરીર નીચે ઢાંકે ઉપર મિટી.

બીડી સળગાવવા લીધી કાંડી,

સળગાવે સંસાર તેવી કાંડી.

બીડી પીધી કાઢયા ધુમાડા

સળગી ચેહ નીકળ્યા ધુમાડા.

નાકે ધુમાડા જો મોઢું બંધ,

ગલોફે હ્મય ને થાઈ મોઢું બંધ.

બીડી પીધે થાય નસો બંધ,

પગ કપાય કા થાય અંધ.

બીડી જગાવી હળવો થયો,

કાઢયો શું કંદ? લકવો થયો.

બીડી પી – પાઈને રાહૃ થવું ને કરવું,

સમજયો નહી આયખું ટૂંકું કરવું.

બીડી પીધી મૂડ આસમાને ગયો,

અરે ના દેહ આખો મસાણે ગયો.

બીડી પીવાનો માણ્યો અવસર,

તાણી બાળ્યુ પેટનું અલ્સર.

બીડીનો તે બાંધો પીધો,

ઠાઠડીમાં ઌસુમતિઙ્ખ બાંધી લીધો.

૭ ઢ ૭ ઢ ૭

ગંગા ઝીલી હ્મણ્યો છું

દયનળીની નહેરોને કોણે કરી સાફ હશે?

સાફ તો કોણ કરે? નવી નહેરો નખાવી આવ્યો છું.

કોને ખબર વેદના દયની કેવી હશે?

સંવેદનાનાં ધોધથી વેદના વહાવી આવ્યો છું.

મહેકતાં વૃક્ષોની સુગંધ મળે બેચાર પણશ્ચ

શુભેચ્છાનો વસંતી વાયરો લાવી હ્મણ્યો છું.

ધન્ય શિવ તને, તું ગંગા ઝીલી હ્મણ્યો છેશ્ચ

ધસમસતા શુભેચ્છા ધોધ ને હું પણ ઝીલી હ્મણ્યો છું.

હું કયાં ખેડૂત? શું વાવવું કયાં ખબર?

કઠોર વેદનામાં પણ અમરફળ લણી આવ્યો છું.

વાવણી, ખાતર, સિંચન રખોપા દિ – રાતનાશ્ચ

કેવું બિયારણ હતું ઌસુમતિઙ્ખ ફાંટ અમ્રતફળની લાવ્યો છું.

ગંગા ઝીલી હ્મણ્યો છું

૭ ઢ ૭ ઢ ૭

કાઢવા તને

આવે તાવ તને અને તત્પર હું,

કાઢું દવાની ગોળી દસ – બાર હું.

કાઢવો તને જે હોય તે તું,

મેલેરીયા, ટાઈફોઈડ કે વાઈરસ શું?

રોજ બદલું દવા તું હ્મય છે કે શું?

હઠીલો તું, સ્ટીરોઈડને ન ગાંઠતો તું.

ગોળી ઈન્જેકશનથી થાકયો છું હું,

પોતા માથે કે શરીરે ન ઘટતો તું.

કર્યું નિદાન પ્રથમ મેલેરિયા છે તું,

હ્મય નહિ ચાર દિવસ તો ટાઈફોઈડ કહું હું.

હજુ નથી ગયો તું લેબોરેટરી મોકલું હું,

પ્રભાવ મારી દવાનો રીપોર્ટમાં ન આવે તું.

દર્દીને હવે કન્સલટન્ટને ત્યાં નાખું હું,

ભલે ોમ કમાતો તેને પણ હૃવાડું હું.

નિદાન કયારેય ન ફરે તેમ જ કરું હું,

ટાઈફોઈડ કહું તો મરે દર્દી તેનાથી જ શું?

કાઢવા તને આકાશ – પાતાળ એક કરું હું,

ખિસ્સા ખાલી કરે ઌસુમતિઙ્ખ અને આપમેળે હ્મય તું.

૭ ઢ ૭ ઢ ૭

શ્વાનની પ્રાર્થના

હતો હું સુખી ઘરઘરની મુલાકાતો લેતો સારી,

મળતાં રોટલી – રોટલોને ભાવતા વ્યંજન ભારી.

ઘરના માનૂની બનાવતા ચાનકી, પહેલાં અમારી,

પ્રેમે તુતુ કહી બોલાવી, આપતા તે ન્યારી.

સમય બદલાય છે સહુનો, સંભાળ તું ધ્યાને ધારી,

અમારોય વારો આવ્યો છે, કંઈ નવાઈ નથી ભારી.

સવારમાં પુરુષો લઈ બિસ્કીટ થેલી, કેવી સારી,

મળે જયાં ચોક, ત્યાં પૂરતાં બિસ્કીટની કયારી.

માત – પિતા વડીલો તમારા મેંદાની ના પાડતા વારીવારી,

કબહૃયાત, પેટનો દુખાવો ને થાય ફાંદ મોટી ભારી.

ન થતા હરસ સમ રોગો, અમ ચોપગાની હ્મત ન્યારી,

બિસ્કીટ ખાતા થવા લાગ્યા આવા રોગ ભારી.

અમનેય થાય કબહૃયાત, કયાં મળે ફાકીની લારી,

કોણ કરશે પૂહ્મ અમારી, હચથફ૭ યચહ૭ કે ક્ષારની દોરી.

સાદા ઉપાયોય થાય નહિ, કયાં ોય.જ૭ સર્જરી સારી,

ઌસુમતિઙ્ખ બિસ્કીટ લ્હાણી બંધ કરી, લ્યો અમને ઉગારી.

૭ ઢ ૭ ઢ ૭

થાય કેમ સફળ

કફની લેંધો બગલથેલો ને ચંપલ તૂટલશ્ચ

લટનાં જટિયા, તન ઉદાસ ને મન ચંચલ.

જયાંત્યાં જઈને ચોરેલ ગોખેલ બે પંકિત સબળશ્ચ

કવિ થવાના લક્ષણોની યુકિત છે સફળ.

મારી મચડી થાય પ્રાસના ત્રાસની ખરલશ્ચ

ડાયરી કાઢતા, શ્રોતા પલાયન ત્રાસ છે કે ગરલ.

કરી તૈયારી કેટલી કાગળના ડૂચા થયાં ડબલશ્ચ

શબ્દોની મગજમારી ને હૃભના કુચ્ચા છે વિફળ.

કવિના રવિ થવાનાં સપના દિનભર સજલશ્ચ

કવિતા કેટલી સાભાર પરત, થયો હું સજલ

ઉપેક્ષા કેવી જગતને કવિનો ફેરો વિફલશ્ચ

રસ્તે રઝળતા નવોદિતો થાય વિલ.

પ્રેરણા કાજે કેટલી ખતા, ધ્યાન ધર્યા અટલશ્ચ

રોતા બાળ, ત્રસ્ત પત્નીના નિસાસા મરતલ.

રડતું રહેશે આ જગત કવિ વિણ ટળવળશ્ચ

ઌસુમતિઙ્ખ મન રહે પંકિત સાહિત્ય નિષ્ફળ.

૭ ઢ ૭ ઢ ૭

દિવા સ્વપ્ન

એશ્વર્યા, કેટરીના મેળવવા

ચણવા છે સપનાનાં મહેલ.

કોઈએ મોરને જઈ પુછયું,

તને શાને મળી છે આવી ઢેલ?ઘ

૭ ઢ ૭ ઢ ૭

આયખા પૂરા

મહેફિલ સહ્મવે ધહ્મવે સુંદરી ને સૂરાશ્ચ

ભેગા મળે છે સંસારના શરાબી પૂરા.

ગજરા, કજરા ને તાંબુલ મળે છે પૂરાશ્ચ

પૈસા હોય ત્યારે માન મળે, બાકી સંબંધ પૂરા.

સુંદર નમણી રૂપાળી ઘરનારનાં સ્વપ્ન ચુરાશ્ચ

મહેફીલી તવાયફથી થયાં છે હાલ મારા બુરા.

મહેલે રમા ને મૂકી, કર્યા ન ઓરતાં પૂરાશ્ચ

કોઠે ઝુકી નાર, ધર્યુ સૂરા ને થયા શૂરા.

શીશા હ્મમના કલાલ ભંડારે, દેવદાસને કયાં પૂરા?

ઌસુમતિઙ્ખ પારોના આંગણમાં થયા આયખા પૂરા.

૭ ઢ ૭ ઢ ૭

સુમતિ રડી શકે

મહેફિલ મળે તો મિત્ર કદાચ થઇ શકે,

મિત્રો મળે જયાં જયાં મહેફિલ સહજ થઇ શકે.

પૈસા તમારા જોઈને મિત્રો અનેક થઇ શકે,

સાચા મિત્રો તો આંગળીને વેઢે ગણાઈ શકે.

મધના ટીપે કે સાકરના કટકે કીડીની હાર થઇ શકે,

પાણીનો રેલો આવતા એ અસ્ત – વ્યસ્ત થઇ શકે.

વિપત પડે તાલી મિત્રો આડા – અવળા થઇ શકે,

વિપત પડે સાચા મિત્ર વાર સામે ઢાલ થઇ શકે.

મિત્રો સાથે મળે ને હાસ્યની છોળ ઉડી શકે,

સાચો મિત્ર હોય તો ખભે માથું મૂકી ઌસુમતિઙ્ખ રડી શકે.

૭ ઢ ૭ ઢ ૭

માણસાઈ દેખાણી

હ્મગ્યો હું વહેલી સવારે,

કે મારા સપનામાં ચકલી આવી.

દાદીમા કહેતાતા વાર્તા મને,

કે ચોખાનો દાણો ચકલી લાવી.

સખી સહેલી મળતાં ઘણાં,

કે રમવાને મેં ચકલી બોલાવી.

મૂંગા રહેતા બાળક નાનાને,

બોલતો કરવા મોઢામાં ચકલી બોલાવી.

ચકલીનો ચ શીખવતા નિશાળમાં,

હવે ચોપડીમાં ચકલી દેખાણી.

માળો બાંધે ઘરમાં વેરાતા તરણાં,

સાચવ્યા માળા કે બાળ ચકલી દેખાણી.

પાનખરની સવારે ડાળીઓ લીંબુડીની,

ભારી દયે આવી ટોળામાં ચકલી.

ઉડે જો ટોળું દેખાય સુકી ડાળી,

દેખાય વસંત પાછી આવે જો ટોળામાં ચકલી.

ધૂળમાં સ્નાન કરે જોર ધૂપમાં ચકલી,

તો મળે કેવી ચોમાસાની એંધાણી.

અશ્ય થતી ચકલી બચાવવાની વાતમાં,

પૂઠાના માળામાં ઌસુમતિઙ્ખ માણસાઈ દેખાણી.

૭ ઢ ૭ ઢ ૭

તરંગોની દુનિયા

આ રંગોની દુનિયા છે, તરંગોની દુનિયા છે,

અતલ આ સંસાર સમ ભીખમંગોની દુનિયા છે.

કતલ કરાવી સહેલ છે, આ દંગોની દુનિયા છે,

મારવાનું જયાં સહેલ છે તેવા જંગોની દુનિયા છે.

ઉડવું આકાશે સહેલ છે, પણ આ લુલા ટાંગોની દુનિયા છે,

ટાલિયાની વધતી વસ્તીમાં આ કંગોની દુનિયા છે.

બુન નેતા કયારે સમજશે? આ યુવા અંગોની દુનિયા છે,

સોગિયા ડાચા તજો હવે, આ ઉછક્ષંગોની દુનિયા છે.

ઓછા કપડે ઌકેટવોકઙ્ખ, આ ખુલ્લા અંગોની દુનિયા છે,

વડીલોને ગલગલીયા થાય છે, પણ આ ચંગોની દુનિયા છે.

હૃવન હૃવવું સરળ છે, આ ઉમંગોની દુનિયા છે,

નાત હ્મત વર્ણ ભેદ શું? આ ત્રિરંગોની દુનિયા છે.

અલખ કયાં લખે છે? આ અભંગોની દુનિયા છે,

ઌસુમતિઙ્ખ જો લાગે કૃષ્ણ રંગ તો અંતરંગોની દુનિયા છે.

૭ ઢ ૭ ઢ ૭

સમ પ્રેમસંગીતનો

પ્રેમમાં ભગ્ન થયા, કયાં કદી ગમ છે,

પ્રેમમાં પડવાનો એજ તો સમ છે.

પ્રેમમાં પાગલ થનાર કે કહેનાર કયાં કમ છે?

પાગલ દીવાના પ્રેમી થવાનો જ એ સમ છે.

પ્રેમમાં આડસ દીવાલો ચણનારા જમ છે,

દીવાલો ઠેકી જવું એજ તો પ્રેમનો સમ છે.

પ્રેમીની પાછળ પડનારા કેવા ધમાધમ છે

ગુપચુપ કયારેક છટકવું એજ તો સમ છે.

પ્રેમીઓના હ્મન લેવા જમાનો જમ છે,

દિલોહ્મન દઈને હૃવનારા મરહૃવા સમ છે.

પ્રેમને પોકારતી શમા કયાં યમ છે?

જલી હ્મય પરવાના એજ તો સમ છે.

પારકાં કે પોતાના દહ્મડતાં છમ છે,

બળવું વગર ચિતાએ એજ તો સમ છે.

પ્રેમ હ્મમ ને પીવા મયખાના કયાં કમ છે

પ્રેમીતો નજરુંના પીનારા ઌસુમતિઙ્ખ સમ છે.

ગોકુલ છોડયા કાનાનો ગોપીઓને ગમ છે,

રાધાને કાનહૃનો પ્રેમ એજ તો સમ છે.

૭ ઢ ૭ ઢ ૭

વ્હાલાં બી. જે. ને

અર્પણ કર્યું બધું તે, સમર્પણ ઓછુ પડતું,

લીધું – દીધું કયાં રહે? પણ દીધાનું વજન પડતું.

ગરીબોના બેલી ઘણાં, પણ ગરીબને માંગવું પડતું,

તને કયાં કહેવાની જરૂર, આપતો તું આગળ પડતું.

હૃવનમાં ધન ખુબ મળતું, પણ મોટપણ માંગવું પડતું,

તને કયાં તમા ધનની, મોટપણ આવી મળતું.

વિદ્યા તો વહેચવાની હોય, આ કાળમાં તેને વેચાવું પડતું,

ઌઆદર્શઙ્ખ નો ભેખ તેં લીધો, ભગવું ન પહેરવું પડતું.

મળે કોને આવું માન, તારે કયાં માંગવું પડતું,

ડા!કટર અને સમાજમાં, તુજ વ્યકિતત્વ આગળ પડતું.

મિત્ર – સખા ભેરુ ઘણાં, સ્થાન તવ અગ્ર જ રહેતું,

મળે કયાં તુજ સમ, ભાઈબંધીને આવવું પડતું.

નાનામોટા સર્વ સરખાં બી. જે. ને, જુદાઈને પણ ભાગવું પડતું,

ઌસુમતિઙ્ખ કહે તુજ વિના, કોને મળે હૃવન અમી ઝરતું.

૭ ઢ ૭ ઢ ૭

કહું છું સાચું

મેધલી રાતે મને સાંભરે તું શ્યામ,

તારે અજવાળે હું તો નાચું.

પુનમના સોમનું અજવાળું વ્યોમ રૂપાળું,

પણ તારા વિના શ્યામ શું અજવાળુંં.

સિતાર સારોદના સૂરીલા સંગીત,

પણ સૂર તારી વાંસળીના યાચું.

ગોપ બાળ ટોળે વળે રાસ રમવા,

પણ તારા વિના હું કેમ નાચું?

ઘર છોડી પાદર હું ભાગું,

તારી વેણુંના સૂરે દોડતી હું નાચું.

મળતા રહીએ દિવસરાત ઌસુમતિઙ્ખ પણ,

ખુલ્લી આંખે સપનામાં રાચું, કહું છું સાચું.

૭ ઢ ૭ ઢ ૭

ગમતાનો ગુલાલ

પાનખર આવી ને રાહૃ થયો હું,

હવે નવી કુંપણો ફૂટશે.

દાદાદાદી બુન થયા,

હવે પોતરાં ખોળામાં રમશે.

ફાગણીયા ભલે આવ્યા,

હવે પાપી હોળીમાં બળશે.

અષાઢનો પ્રથમ દિવસ આવ્યો,

હવે મેઘ પ્રેમિકાને મળશે.

પાંગરતા પ્રેમનો દય સંદેશ મળતા,

હવે તેની છાતી ગજગજ ફૂલશે.

શ્રાવણમાં પિયર પોકારે ભલે,

હવે પ્રીતમ સાથે રહેવાનું ગમશે.

શરદપૂનમનાં અનેરા અજવાશે,

હવે પ્રેમ ઘેલછા પ્રગટ કરવાનું ગમશે.

દિવાળીના દિવાનાં પ્રકાશ પૂંજ,

હવે અજવાળા થઈ રહેશે.

આવનાર ભલે આવ્યા કરે,

હવે તમે આવશો તે ઌસુમતિઙ્ખ ને ગમશે.

૭ ઢ ૭ ઢ ૭

ગમનો ચૂનો

પાનખર આવી એકાએક,

હવે ડાળીઓ અડવી થઈ રહેશે.

વેકેશનમાં આવી, ડી ગયા,

હવે એકલતા કેવી નડશે.

ફાગણીયા શેં આવ્યા?

હવે ફાગની ધાણી ફૂટશે.

વૈશાખી આગ ઝરશે ગગનથી,

હવે પરસેવા કેવા વળશે

અષાઢનાં પ્રથમ દિવસે,

હવે મેઘ સંતાતો ફરશે.

અશ્લીલ સંદેશા એસએમએસનાં,

હવે કાનનાં કીડાં ખરશે.

નવરાત્રીનાં ગરબાની આડશે,

હવે હવસ હેલી ચડશે.

કોન્ડમ, આઈપિલ ભૂલાયા તો,

હવે ગર્ભપાત કેમ ટળશે?

શરદપૂનમનાં અજવાશે,

હવે કામી અંધારું ગોતશે.

જમાનો બદલી ગયો છે ઌસુમતિઙ્ખ,

હવે અવમુલ્યન કયાંથી ટળશે?

૭ ઢ ૭ ઢ ૭

મુશાયરો નવોદિતોનો

(યોબ યોજિત મુશાયરાનો પ્રતિભાવ ૧૮–૧૧–ર૦૦૦)

શાયરો થયા છે ભેળા, મુશાયરો નવોદિતોનોશ્ચ

કવિત કરે છે અંકિત, કાવ્યરસ નવોદિતોનો.

વિનોદનો વિનોદ અહીં, હસાયરો નવોદિતોનોશ્ચ

હાસ્યની રેખા, સ્વાતિ, ઉમા અને ડાયરો નવોદિતોનો.

પળમાં છલકાયો કરુણ, પ્રવીણ નવોદિતોનોશ્ચ

સમસ્યા સાંપ્રતમાં, અંતાણીનો આક્રોશ નવોદિતોનો.

પઢે પોપટ, વદે ઉપાધ્યાય, લશ્કરી છોડ પીછો નવોદિતોનોશ્ચ

રચનાની અર્ચના, અક્ષર હ્મંખા પાંખાનો સાગર નવોદિતોનો.

મનમાં પરણવા, રાંડવાનો અધિકાર નવોદિતોનોશ્ચ

પ્રેમના છલકારે, કોલેજમાં પડે કેમ મેળ નવોદિતોનો?

વિદ્યુત વેગે ટાંકે, કવન મહારથીનાં, હર્ષ નવોદિતોનોશ્ચ

પ્રકાશનો જય છે, હ્મમ્યો અમૃત મેળો નવોદિતોનો.

સિહસ્ત મૂર્ધન્ય લલિત, છે સથવારો નવોદિતોનોશ્ચ

ઌસુમતિઙ્ખ આ શું સુઝયું વિવેચન, ભોગ લાગ્યો નવોદિતોનો.

૭ ઢ ૭ ઢ ૭

દાનનો અવસર

દાનનો અવસર હ્મણું ને દઉં દાન,

જણાવવા રહ્મ લઉં સર્વ પ્રકારનું દાન.

રકતદાનથી ખોટ નહિ, તુરંત થાય ભરપાય,

ત્રણ મહિને કરી શકું રકતદાન વિના કરમાય.

ટીપાં અમથા પાડતા ઈહ્મ કે માસિકધર્મમાં,

રકતદાનનાં ટીપે ટીપે મળે નવહૃવન દર્દીને, કર્મમાં.

યુવાનીમાં આવ્યો, થઈ જવાની દિવાની,

દય મુજ ધબકતું રાખી ઘડી દય દેવાની.

ઓપરેશન નહિં, દયદાને નજરથી જ પ્રદાન,

બદલે મળે છે, યુવા દયનું આદાન.

હૃવતે હૃવ દેવાય અસ્થી મજહ્મ અને કીડની દાન,

મરતાં હૃવને મળી રહેતું અનેરું હૃવનદાન.

મગજનું મરણ છતાં અવયવો હોય ચાલુ,

ત્યારે નિર્ણય લઈ શકાય, તે લાગે છે વહાલું.

દય, કીડની બન્ને કે આખું કાળજું,

ફેફસાં, અસ્થી, ત્વચાદાનની રહે આરઝુ.

મરણ થતાં હાથીની કિંમત સવા લાખની,

ઝ્રાુદાને મળે બે હૃવને નજર હહ્મરો – લાખની.

મરણ થતાં દેહની ગતિ થવાની રાખની,

દેહદાનથી મળે જ્ઞાન ને કિંમત સવા લાખની.

દાન જર – જમીનનાં પણ ના દેવાય વહુનાં,

નસીબદારને મળે છે અવસર કન્યાદાનનાં.

દાન કરે મોટા તો મોટી તકતી લાગે,

સર્વસ્વ દાન કરવા ઌસુમતિઙ્ખ હૃવન માંગે.

૭ ઢ ૭ ઢ ૭

દરિયો પીવાઈ જશે

દીધા તમારા ગમનો દરિયો પીવાય હ્મશે,

ખુલ્લી રહી છે આંખ તે છેલ્લે મીંચાઈ જશે.

દેશો તમે સાથ તો હૃવતર હૃવાઈ જશે,

દીધા છે દાંત તો પથ્થર ચવાઈ જશે.

આવડે નહિ તોય તમ ઈશારે નચાઈ જશે,

નથી ખબર મુજને ને ગીત ગઝલ ગવાઈ જશે.

બોલતા તમે રહો ને મારી હૃભ સિવાઈ જશે,

છે જનમથી મરણ સુધી તોય હૃવતર હૃવાઈ જશે.

મૂંગા છો રાા, નયનથી કહેવાઈ જશે,

ઌસુમતિઙ્ખ પ્રેમે પીરસો અને ઓડકાર ખવાઈ જશે.

૭ ઢ ૭ ઢ ૭

મફત વારી જવાનાં

તલ કાળો કે લાલ સુંદરીનો શાને દીવાના થયા,

સમરકંદ બુખારા કયાં હતા આપણા?

એટલે મફત વારી જવાનાં?

હોઈ તલની શોભા ન્યારી, ને ઓળઘોળ થયા પરવાના,

વળી પ્રદેશ ભલે પારકાના,

એટલે મફત વારી જવાનાં?

ઘણા ફના થયા, અને હજુ થશે ઘણાશ્ચ

ન શીખ્યા પાઠ હ્મન બચાવવાના,

એટલે મફત વારી જવાનાં?

દિલના સોદા કયાં શેર બહ્મરમાં થવાના?

મેળવવાની ના ખેવના, અમે તો સર્વસ્વ દેવાનાં,

એટલે મફત વારી જવાનાં?

આપવામાં તત્પર છે ઌસુમતિઙ્ખ પારકે બાજરે પોંક,

નીકળ્યા છે માવહૃભાઈ વહેંચવા,

એટલે મફત વારી જવાનાં?

૭ ઢ ૭ ઢ ૭

અમૃત કીધાં મારા વ્હાલાં

લાગી છે તલપ ને ખખડે છે પ્યાલાં,

માગ્યા વિણ પીરસે કોણ ચ્હા મારા વ્હાલાં.

સપડાયો નર ત્યારે કેવા કાલા ને વાલા,

છૂટયા પછી હું કોણ તું કોણ મારા વ્હાલાં

મૂકું પગ નીચે કોમળ ને પડે છે છાલા,

મહેર થયો તું, આપી ગાડી મારા વ્હાલાં.

નથી દીકરાને મામા તોય કહેવાય છે સાલા,

હોત જો સાલા તો શું કહેત મારા વ્હાલાં.

આંબો નથી પણ કેરી ભર્યા છે ડાલા,

રસ ચૂસી લીધોને ફેકયાં ગોઠલા છે ઠાલા.

થવું છે ઌસર્જનઙ્ખ ને પડે દુર્જનના પાલા,

નથી કયારેય દેખાતા તોય વાગે છે ભાલા.

આપીશ ઝેર તો પી લઈશ મારા વ્હાલાં,

ઝેરનાં અમૃત તો મીરાએ કીધાં મારા વ્હાલાં.

ભજતો નથી ઌસુમતિઙ્ખ તને, શું કહું મારા વ્હાલાં,

ભહૃશ કયારેક તો મધરાતે ઉઠાડીશ મારા વ્હાલાં.

૭ ઢ ૭ ઢ ૭

કાં નાખી દફતરે?

અરહૃ મોકલી ઈશ તને, કાં નાખી દફતરે?

કયાં લેવો તો મારે મોટો લાડવો, કાં નાખી દફતરે?

આપવા વાળો તું, હહ્મર હાથ વાળો,

લેવા મારે બે જ હાથ, કાં નાખી દફતરે?

કયાં જોઈએ રાજપાટ તારું કે સ્વર્ગ,

રહેવા સુખી કરી અરહૃ, કાં નાખી દફતરે?

તારે સોળ હહ્મર એક સો ને આઠ,

મે માંગી માત્ર એક રાણી, કાં નાખી દફતરે?

તારે રહેવા સુવર્ણ મહેલો,

મે માંગ્યું મકાન એક, કાં નાખી દફતરે?

તારે પહેરવા ઝરિયન હ્મમા,

મેં માંગી ઌબીકીનીઙ્ખ એક, કાં નાખી દફતરે?

તારે મૃત્યુથી થાય દેહોત્સર્ગ,

ઌસુમતિઙ્ખ ને કરવું દેહદાન, કાં નાખી દફતરે?

૭ ઢ ૭ ઢ ૭

ભ્રમરની ભેરે

ભ્રમરને પોતાના ઌકામઙ્ખ માટે ફૂલોનું કયાં કામ છે?

પરાગરજની ગરજ ફૂલોને, ભ્રમર અમથો બદનામ છે

ફૂલડે ફૂલડે ફરતું પતંગિયું, એનું ભ્રમર સમ કામ છે,

કાયા તેની રૂડી રૂપાળી તેથી ના એ બદનામ છે

રઈશો, રાહ્મઓ ને મહાલવા મુજરા ને તેમાં વળી હ્મમ છે,

મોટાઓ કરે લીલા, પણ કોઠા વાળા બદનામ છે

અધિકારી, પ્રધાન, રાજકારણીના પાખંડ કેવા બેફામ છે,

વસ્ત્ર શ્વેત બગલાસમ, કામ શ્યામ, હોય કેવા બદનામ છે.

શાળામાં ઠાગાઠૈયા, ભણતરનાં કલાસનાં કેવા મોટા દામ છે,

લંપટ લીલા ગુણ ઉમેરવા માસ્તર કેવા બદનામ છે.

ધનમાયા, મનમાયા ને તનમાયાનું સાધુને શું કામ છે?

ભગવાન થવા નો વેશ ધરેલો સાધુ કેમ બદનામ છે?

ધર્મગ્રંથોમાં કયાં લખ્યું છે, તો બોમ્બકાંડનું શું કામ છે?

ઌસુમતિઙ્ખ છોડ આ દુનિયા નર્ક સમ, અરે સ્વર્ગ પણ બદનામ છે.

બદમાશીથી હળાહળ આ દુનિયામાં સત્ય શોધનું જ કામ છે,

પરમાર્થે ફૂલડે ભટકતો ભ્રમર અમથો અમથો બદનામ છે.

૭ ઢ ૭ ઢ ૭