`કશ્મકશ
એક સાંજે , શાંત સડક, સડક પર આવતા અને જતા અમુક તમુક વાહનો ને હોર્ન ના અવાજો, માણસો ના ટોળા, અને સ્ટ્રીટ લાઈટ નો અજવાસ આ બધું જ ટેરેસ પર બેસી ને નિહાળતી અને ક્યાંક ખુદ નો એકાંત શોધી રહેલી સાક્ષી. વાહનો ની વધતી ઘટતી ગતિ ની માફક જ વિચારો ના વમળો સાક્ષી ના મન માં ઉઠી રહ્યા હતા, મન ક્યાય સ્થિર થઇ શકે એમ જ નહતું, ક્યાં થી થાય વિચારો નો ઘેરો આંખ સામે અંધારા સમ પડ્યો હતો. બધા જ વિચારો છેલ્લી સાંજે થયેલી વેદાંત સાથે ની મુલાકાત ના, તેની સાથે થયેલી વાતો ના હતા. વેદાંત એટલે બીજું કોઈ નહિ સાક્ષી ની લાગણીઓ એ સંમતિ દર્શાવેલી એક ગાથા, સાક્ષી નો પ્રથમ અને કદાચ આખરી પ્રેમ એટલે વેદાંત.
એક અજાણ્યા કોલ પર અજાણ વ્યક્તિ સાથે થયેલી વાતો કોઈ દિવસ પ્રેમ માં અવતરણ પામશે તેવી કોને ખબર હતી? સાક્ષી well educated , ફ્રી minded, દેખાવ માં નમણી ,નાજુક અને સુંદર, સ્વભાવ થી નિર્મળ, અને આજના જમાના પ્રમાણેનો attitude ધરાવતી હતી અને સામે વેદાંત નિખાલસ પ્રકૃતિ, શાંત સ્વભાવ, ઘુવારનો દેખાવ અને થોડો ગંભીર પણ.
(બંને નો પ્રેમ ઘણો અલગ હતો, આજકાલ ની વાતો કરતા,પ્રેમ કરતા તો સાવ જ અલગ)
બંને પ્રોફેશનલ હતા , અને પ્રેક્ટીકલ પણ. કોઈ જ વાત માં જલ્દી નહિ, સમજણ ના પાયા આ જ કારણોસર મજબૂત બન્યા હતા. બંને એકબીજા ને તેમના દરેક સમય માં સાચવી લેતા. એકમેક ના પડછાયા સમ હતા બંને. હમેશા એકબીજા માટે હાજર રહેતા. એક CUTE COUPLE હતા સાક્ષી અને વેદાંત.
આ પ્રેમ માં લવ યુ ને મિસ યુ જેવા શબ્દોએ સ્થાન લેતા વર્ષેક તો લાગી જ ગયું હતું.બંને એકબીજા ને સારી રીતે સમજતા હતા , પ્રેમ માં પડ્યા પછી તો કેટકેટલા રસ્તાઓ ના ચક્કર લગાવ્યા હતા,આ બધું જ હોવા છત્તા સાક્ષી ના મન માં આજે ઘણી કશ્મકશ ચાલી રહી છે.
(આ કશ્મકશ નું કારણ હતું સાક્ષી એ વેદાંત ને કરેલો પ્રશ્ન, અને વેદાંત તરફ થી મળેલી ના .એક જોતા એ યોગ્ય પણ હતું ,એમના સંબંધ ના આખરે 5 વર્ષ વીતી ચૂક્યા હતા )
સાક્ષી તેમના relationship ને લઇ ને ઘણી પોસિટીવ હતી અને એટલી પસેસીવ પણ. બંને એકબીજા ને ખુબ સારી રીતે સમજતા હતા. ખૂબ ચાહતા હતા. બંને એ એ relationship પછી લગ્ન ના વિષય ની પણ પસંદગી કરી હતી. જેની પહેલ વેદાંતે જ કરી હતી, સાક્ષી ને તેના મન ની વાત જણાવી ને. જમાના ની કોઈ ફિકર નહિ. ને સંબંધ માં ઘણી સમજણ પણ. કોઈ ખોટું પગલું નહતું ભર્યું તેમણે. છતાં સાંજ ની વાત ને લઇ ને સાક્ષી નું મન માઠી મૂંજવણ માં હતું. તેને એમ જ લાગ્યા કરતુ હતું કે આ સંબંધ હવે ટકશે નહિ, અને એક બાજુ એ સંબંધ માં હવે રહી શકવું પણ તેને યોગ્ય નહતું લાગતું. કારણ હતું વેદાંતે ફેરવેલું સાક્ષી તરફ થી મો, સાથે ચાલવા નું કહી સાથે રહેવાનું કહી ને વેદાંતે બદલેલા રસ્તા, સાક્ષી ના સજાવેલા શીશમહેલ માં લાગેલા વેદાંત ના પથ્થર મન ની કરચો. સાક્ષી એ વેદાંત ને સાંજે અંતિમ વખત પૂછ્યું હતું આ સંબંધ વિષે, જેને વેદાંત હમણાં થોડા સમય થી બિલકુલ SERIOSULY નહતો લઇ રહ્યો, કદાચ લગ્ન ના સંબંધ માં બંધાઈ જવું તેને યોગ્ય નહતું લાગ્યું આ સમય પર.
કહેવાય છે કે પ્રેમ માં ક્યારેય મોડું નથી હોતું પણ ઘણી વાર વિના ચાહે પણ મોડું થઇ જતું હોય છે, આજે જ સાક્ષી એ નિર્ણય લીધો તેના અને વેદાંત ના સંબંધ ને તોડી દેવાનો અને જીવન માં હવે થોડું આગળ ચાલી ને નવા રસ્તાઓ ને તલાશ કરવાનો.
આં બધા નું કારણ વેદાંત તરફ થી મળેલી ના હતી સાક્ષી ને, તેમના સંબંધ ના 5 વર્ષ છતાં વેદાંતે આજસુધી સાક્ષી ને કદાચ સમજી જ નહતી. એનો પણ રંજ નહતો સાક્ષી ને પણ દુખ સાક્ષી ને વેદાંત તરફ થી મળતા અમુક પ્રતિભાવ નું હતું, દુખ વેદાંત ના મન માં પગપેસરો કરી રહેલા શક , સાક્ષી ને લઇ ને વેદાંત ની INSECURITY નું હતું. વેદાંત હવે સાક્ષી ને કદાચ સમજી જ નહતો શકતો , સાક્ષી તેના માટે બધું જ ન્યોછાવર કરી દેતી છતાં તેને ના સમજી તેની લાગણીઓ ને.
તેને જ કરેલી લગ્ન ની વાત હવે જયારે સાક્ષી તેને પૂછતી તે બીજી વાતો લઇ આવતો , પણ એ વાત તેમની વચ્ચે ના આવવા દેતો, તેને સાક્ષી સાથે રહેવું તો હતું પણ લગ્ન જેવી બાબત માં તે પડવા ઈચ્છતો નહતો. એવું નહતું કે તે સાક્ષી ને ચાહતો નહતો. ખુબ ચાહતો હતો, સાક્ષી ની કહેલી દરેક વાત ને આંખ મીંચી ને માની લેતો હતો તે તો, પણ લગ્ન વચ્ચે ઉભી હતી વિચારો ની દિવાલ એ પણ આ બે દિલો ના નહિ પણ સમાજ ની,તેની માન્યતાઓ ની, અને આ બધું જ વીંટળાઈ પડ્યું વેદાંત ને , વેદાંતે આ બધા ની વચ્ચે જ સાક્ષી નો હાથ છૂટો મુક્યો, મોકુફીયત નહતી તેની પાસે વધુ વિચારવા માટે. આખરે એ સાંજે જયારે સાક્ષી એ મક્કમ વિચાર સાથે જ પૂછી લીધું વેદાંત ને હા કે ના વિષે. વેદાંત તો હજી ફેરવી લેતો એ વાત ને, હજી કહેતો આ સમય જેમાં આપણે સાથે છીએ એ જીવી લે , પણ સાક્ષી હવે એ ખમી શકે તેમ હતી જ નહિ, અને છેવટે બહુ પૂછવા પર વેદાંતે ના કહી દીધી.
“ના” વેદાંતે મને ના કહ્યું વેદાંતે? ખામી ના શકી સાક્ષી આ બધું, તૂટી ગઈ અંદર થી, પહેલે થી જે લાગણીઓ ને કોઈ ના વશ ના થવા દીધી હતી તે જ લાગણીઓ ને આ પ્રેમ આમ વાતો નો ડૂંચો વાળી ફેકી દેશે તેમ ક્યાં જાણતી હતી તે. તેણે તો બસ વેદાંત ને અને તેની સાથે રહેવાના, વર્ષો સુધી તેની જ સાથે જીવન ગાળવાના, તેના સથવારે રોજ સાંજે વાતો કરવાના, હાથમાં હાથ પરોવી ચાલવાના , સપના આંખે કાજળ બનાવી આંજી લીધા હતા પૂરા જીવન માટે. બધા જ સપના આંસૂ બની એ દિવસે વિખરી પડ્યા,
ખૂબ મનાવ્યો સાક્ષી એ વેદાંત ને, ખૂબ વિનવણીઓ કરી ને છતાં વેદાંત સાક્ષી ની એક વાત સંભાળવા તૈયાર નહિ, પણ સમય ક્યાં રોકાય છે કોઈના માટે. ઘણી રાહ જોઈ હતી તેણે , તેને હતું કદાચ આજે , વેદાંત કહેશે કે ચાલ આપણે આપણી એક નવી દુનિયા વસાવીએ અને સાક્ષી ની એ ઈચ્છા અધૂરી જ રહી.
ઘણો સમય લાગ્યો હતો સાક્ષી ને ખુદ ને સમેટી ને જોડવા માં એના પછી. ઘણા બધા લોકો ની સલાહ અને સમજણ પછી સાક્ષી એ આજે છેલ્લી વાર વેદાંત ને મળવા બોલાવ્યો, આજે છેલ્લી વાર તેને મન ભરી ને નિહાળી લીધો, સામાન્ય વાતચીત પછી બંને છૂટા પડ્યા, સાક્ષી એ વેદાંત ને એક નાની પર્ચી આપી ફક્ત આટલું લખી ને,
આજે તને ગૂડબાય કરી રહી છું મારી બધી જ કાશ્મ્કશો ને પણ ; તારી સાથે ફરેલા રસ્તાઓ, તને ને મને ભીંજવી ગયેલા વરસાદ, હાથ ને થામી ને વિતાવેલી ઠંડી ની મોસમ આ બધું મને યાદ રહેશે, પણ આજ થી હું મારી રીતે જીવીશ, ને હુ તને ક્યાંક સાચવી રાખીશ ,પણ હવે રાહ નહિ જોઈ શકું. તું પણ તારું ખ્યાલ રાખજે, અલવિદા વેદાંત.
----ખુશ્બુ પંચાલ(ખુશી)