Trushna : Part-16 in Gujarati Fiction Stories by Bhavisha R. Gokani books and stories PDF | તૃષ્ણા , ભાગ-૧૬

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

તૃષ્ણા , ભાગ-૧૬

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

email –

તૃષ્ણા

પ્રકરણ – ૧૬

થોડા દિવસ રાજેશ્વરી તેના કામની સાથે સાથે તેની માતાની દેખરેખમા રહી.પણ સતત તે એક વાત માર્ક કરતી હતી કે તેની માતાની દેખરેખ અને લોકોને સમજાવવા જવા એ બન્ને કામ તે સાથે કરતી તો હતી પણ બે માથી એક પણ કામને તે યોગ્ય ન્યાય આપી શકતી ન હતી.તેથી તેણે તેની માતાની દેખરેખ માટે એક સ્ત્રીને રાખી લીધી.રાજેશ્વરી જ્યારે બહાર જાય ત્યારે પેલી સ્ત્રી તેની માતાની દેખરેખ અને સાર સંભાળ રાખતી અને સાથે સાથે તે સ્ત્રી રાજેશ્વરીએ શરૂ કરેલા હસ્તકળાના વર્કશોપમાં કામ પણ કરતી. થોડા દિવસ બાદ:- “આ બધા ઉપરથી નીચે સુધી બધા ભ્રષ્ટાચારીઓ જ ભેગા થયા છે.જ્યાં જાઓ ત્યાં બસ પૈસા હોય તો આપણુ કામ થાય બાકી તો આપણા કામની ફાઇલને તો કચરામા જ ફેકી દે આ બધા.” સચિન બહારથી ખુબ ગુસ્સે થતો આવ્યો અને બોલ્યો. “શું થયુ બેટા? આમ કેમ ગુસ્સે થાય છે અને તે પણ કોના પર ગુસ્સે થાય છે જરા એ તો બતાવ મને.” રાજેશ્વરીએ તેને પાણી આપતા કહ્યુ. “અરે જુઓને મામી આપણી શાળાની વ્યવસ્થિત ફાઇલ તૈયાર કરીને ઓફિસમાં પ્લાન મંજુરી માટે મુકી છે છતા છેલ્લા એક વીકથી કોઇ ને કોઇ બહાના કરીને મંજુરી આપતા જ નથી.જ્યારે જાઉ ત્યારે કોઇ ને કોઇ કાગળ ખુટે છે તેમ કહી ટાળી દે છે.” સચિને પોતાનુ ગુસ્સે થવાનુ કારણ કહ્યુ. “બેટા આપણા દેશમાં એ જ તો પ્રોબ્લેમ છે.બસ બધાને પોતાનો વિકાસ કરવો છે.આપણે તો આખા સમાજનુ ભલુ કરવાનુ બીડુ ઝડપ્યુ છે,અને આવા સારા કામમા થોડા પ્રોબ્લેમ તો આવવાના જ છે.તેમા ગુસ્સે થવાની જરૂર નહી બેટા.અને ગુસ્સો કરવાથી કાંઇ આપણા કામ થઇ જવાના નથી.બસ કોઇ પણ કામને પાર પાડવા તેની પાછળ પડી જવાનુ અને પાર પડ્યે જ જંપ લેવાનો.” રાજેશ્વરીએ તેને સમજાવતા કહ્યુ. “મામી આ બધી જે બદી છે તેને આપણે બદલી તો શકવાના જ નથી.આપણે આપણા લક્ષ્યને ધ્યાનમા રાખી આગળ વધવાનુ છે.અને આપણું કામ પાર પડતુ હોય તો આપી દે તેને ચા-પાણી ના પૈસા એટલે આપણું કામ આગળ વધવા લાગે” પ્રશાંતે કહ્યુ. “અરે પૈસા!!! કઇ બાબતે પૈસા આપવાના? આપણે બધુ કાયદેસર કરી અને ફાઇલમાં માગ્યા મુજબ બધા ડોક્યુમેન્ટસ પુરા પાડેલા છે તો પછી મંજુરી આપવામાં તેમને વાંધો શું છે? તેઓની ફરજ છે મંજુરી આપવાની.” સચિન ગુસ્સાથી તાડુકી ઉઠ્યો. “અરે યાર બી પ્રેક્ટીકલ.આપણે તેને લાંચરૂશ્વત આપવી નથી.આ તો જસ્ટ આપણું કામ થયુ તે બાબતનું મીઠુ મોઢુ તેમને કરવાનુ કહુ છું અને એ તો વિચાર કે શાળાની મંજુરી મળવાથી કેટલા ગરીબ બાળકોનુ ભલુ થશે? આપણે તેનુ હિત જોવાનુ છે બાકી આમ જીદ કરવાથી કાંઇ વળવાનુ નથી.” પ્રશાંતે તેને સમજાવતા કહ્યુ. મને તો એ ચા-પાણી અને મીઠુ મોઢુ એ બધી બાબતો ગમતી જ નથી.” સચિન બોલતા બોલતા બહાર નીકળી ગયો. “મામી આ સચિન એક વાતમાં કાંઇ સમજતો જ નથી.શું કરવુ તેનુ?” પ્રશાંત પણ જરા ગુસ્સે થઇ બોલ્યો. “કોઇ વાત નહી બેટા,આપણે કાલે ત્યાં સાહેબને મળવા જશું.સચિન ભલે ન આવે.” રાજેશ્વરીએ કહ્યુ. બીજા દિવસે નક્કી થયા મુજબ પ્રશાંત અને રાજેશ્વરી બન્ને ઓફિસે ગયા અને પોતાની ફાઇલ બાબતે બહાર બેઠેલા ક્લાર્ક સાથે વાત કરી. “તે શાળાની મંજુરીની ફાઇલની વાત સાંભળતા જ પેલો ક્લાર્ક ગુસ્સેથી રાજેશ્વરી અને પ્રશાંતને જોઇ રહ્યો અને બોલ્યો, “તમે કેમ બે ચાર દિવસે આવીને શાળા મંજુરીની તપાસ કરો છો? અમારે બીજા કોઇ કામ છે કે નહી? કે પછી બસ તમારી ફાઇલ લઇને જીલ્લામાં આવ જાવ કરે રાખવાની?” “અરે ભાઇ,હુ તો જસ્ટ તમારા સાહેબને મળવા આવી છું.મારી ફાઇલ કયાં પહોચી એ બાબતે કાંઇ પણ જાણવુ નથી.” રાજેશ્વરીએ શાંત ચિતે પેલા ક્લાર્ક ભાઇને કહ્યુ. ક્લાર્કના મનમાં આ લોકો પાસેથી પૈસા પડાવી લેવાનુ પાપ હતુ તેથી તે વધુ ગુસ્સે થતા બોલ્યો, “અમારા સાહેબને બીજુ કાંઇ કામ છે કે નહી? કે પછી તમારા જેવા મુલાકાતીઓ સાથે બેસીને ચા-પાણી પીતા રહે? આજે નહી કાલે આવજો.કદાચ એ ફ્રી હશે તો તમને મળાવીશ.”

બહારથી ક્લાર્કની બુમો સાંભળવાનો અવાજ આવતા સાહેબ બહાર આવ્યા.જેવા સાહેબ બહાર આવ્યા પ્રશાંત ઉભો થઇને તેની પાસે ગયો અને તેની સાથે બે મિનિટ વાત કરવાની પરમીશન માંગી.પેલા સાહેબ પણ પ્રશાંતની વાત માની ગયા અને તેને અને રાજેશ્વરીને અંદર કેબિનમાં આવવા કહુ. અંદર ગયા તો ટેબલ પર સાહેબની નેઇમ પ્લેટ પર રાજેશ્વરીનુ ધ્યાન ગયુ લખેલુ હતુ , “આર.આર.રાઠવી” રાઠવી સાહેબે કહ્યુ, “બોલો મેડમ? તમારુ નામ શું છે અને મને કેમ મળવા માંગતા હતા તમે???” “આઇ એમ રાજેશ્વરી દેવી એન્ડ .................” રાજેશ્વરી આગળ બોલવા જતી હતી ત્યાં તેમને અટકાવીને રાઠવી સાહેબ બોલ્યા , “રાજેશ્વરી દેવી???? તમે ક્યાંક પેલા વિશ્વવિખ્યાત લેખિકા રાજેશ્વરી દેવી તો નહી ને???” રાજેશ્વરીએ સ્મિત સહ જવાબ આપ્યો, “હા સાહેબ,એ નાની લેખિકા રાજેશ્વરી હું જ છું” “ઓહ મેડમ,નાઇસ ટુ મીટ યુ.આઇ એમ અ ગ્રેટ ફેન ઓફ યુ.આઇ હેવ રીડ ઑલ ધ બુક્સ રીટન બાય યુ.આજે તમને આમ રૂબરૂ મળવાનો મોકો મળ્યો એ મારા માટે ખરેખર આનંદની વાત છે,બોલો હાઉ કેન આઇ હેલ્પ યુ?” રાઠવી સાહેબે ખુશ થતા કહ્યુ. “ઓહ, થેન્ક્સ મીસ્ટર રાઠવી.તમે મને ઓળખો છો અને મારી પુસ્તકો વાંચો છે એ જાણી મને આનંદ થયો.બીજી વાત કે અહી ગરીબ બાળકોને સારુ અને વ્યવ્સ્થિત શિક્ષણ મળી રહે તે માટે એક શાળા ખોલવાનો વિચાર છે,તેના માટે એક ફાઇલ મે તમારી ઓફિસમાં મંજુરી માટે મોકલી છે તો એ બાબતે હું પૂછપરછ માટે આવી હતી. રાઠવી સાહેબે તરત જ ક્લાર્કને બોલાવી તે ફાઇલ વિશે પુછ્યુ અને ફાઇલ મંગાવી.પછી વાત કરતા કહ્યુ, “મેડમ કાલે જ હું જીલ્લા ઓફિસે જાઉ છું તો તમારી ફાઇલ ત્યાં પહોચી જશે અને હું મારો બનતો પ્રયત્ન કરીશ કે તમારી શાળાને વહેલી તકે મંજુરી મળી રહે.” “થેન્ક્સ સાહેબ,સોરી મે તમને કામમાં ડીસ્ટર્બ કર્યા” રાજેશ્વરી એ કહ્યુ અને નમસ્તે કહી તે જવા માટે નીકળતી હતી ત્યાં રાઠવી સાહેબે તેમને આગ્રહપુર્વક બેસાડ્યા અને કોફી મંગાવી. કોફી પીતા હતા ત્યારે રાઠવી સાહેબે કહ્યુ , “મેડમ હું અને મારી વાઇફ બન્ને તમારા લેખનના ખુબ ચાહક છીએ.મારી વાઇફ પાસે તમારી તમામ બુક્સ અવેલેબલ છે.ઇફ યુ ડોન્ટ માઇન્ડ,વન ફોટોગ્રાફ એન્ડ યોર ઓટોગ્રાફ પ્લીઝ.” “સાહેબ ઓટોગ્રાફ તો કહો એટલા આપુ પણ ફોટોગ્રાફ માટે આગ્રહ ન કરજો.હું મારી ઇમેજ શેર કરતી નથી.અને તમને ખબર જ હશે કે મે આજ દિન સુધી મારો ફોટોગ્રાફ ક્યાંય પ્રસિધ્ધ કર્યા નથી.” રાજેશ્વરીએ કહ્યુ. “અરે મેડમ મારે ક્યાં તમારા ફોટા પ્રસિધ્ધ કરવા છે? હું તો બસ મારી વાઇફ અને સંતાનોને તમારી છબી બતાવવા માંગતો હતો પણ તમે ના કહો છો તો તમને બહુ આગ્રહ નહી કરુ.ઇટ્સ ઓ.કે. નો પ્રોબ્લેમ.” રાઠવી સાહેબે કહ્યુ. થોડી રાજેશ્વરીના લખેલા પુસ્તકો અને શાળા મંજુરીને લગતી વાતો કરી અને રાઠવી સાહેબને ઓટોગ્રાફ આપી પ્રશાંત અને રાજેશ્વરી રવાના થયા. “મામી, તમારી ઓળખાણ તો દુનિયાના ખુણે ખુણામાં વ્યાપેલી છે હો.માની ગયો આજે તમને હું.માત્ર રાજેશ્વરી દેવીના નામથી જ આપણું કામ થઇ ગયુ.અરે હું તો સચિનને ચા-પાણીના પૈસા આપવાનુ કહેતો હતો અને આ તો આપણે સામા કોફી પીને આવ્યા.” પ્રશાંત બોલતા બોલતા ખડખડાટ હસી પડ્યો. “અરે બેટા,એવુ કાંઇ નથી.રાઠવી સાહેબનો સ્વભાવ તો મને સારો લાગ્યો પણ પેલો ક્લાર્ક જ આપણી ફાઇલ આગળ વધારવા માંગતો ન હતો.પણ જે થયુ તે સારુ થયુ,આપણી શાળાની મંજુરીનુ કામ આગળ વધ્યુ એ વાતનો મને આનંદ છે.” રાજેશ્વરીએ કહ્યુ. હોટેલ પર આવી સચિનને આ બધી વાત વિગતવાર પ્રશાંતે કહી.સચિનને પણ તેના રાજેશ્વરી મામી પર ગર્વ થયો.તે પણ શાળાની મંજુરીનું કામ આગળ વધી ગયુ તે જાણી ખુબ રાજી થયો.

તે દિવસે રાત્રે પણ રાત્રીસભામા વધારે લોકો આવ્યા તે જોઇ રાજેશ્વરીને આનંદ થયો.તેને હવે તેનુ સ્વપ્ન સાર્થક થતુ લાગ્યુ.રાજેશ્વરી અને પ્રશાંતે તથા તેની હસ્તકળાની ટીમ દ્વારા તેણે એક મેળાનુ આયોજન કર્યુ.જેમા લોકો દ્વારા તૈયાર થયેલી વસ્તુઓના વેચાણનું કામ હાથ ધરવામા આવ્યુ.આ મેળાની ખાસિયત એ હતી કે લોકો દ્વારા તૈયાર થયેલી વસ્તુઓ ઓછા ભાવે વેચવામા આવી અને આ બધા વેચાણમા લોકોનો પણ સારો પ્રતિસાદ મળ્યો.

આજુ બાજુના ગરીબ લોકોને પણ હવે હસ્તકલા કેન્દ્રમાં જોડાવાની ઇચ્છા થઇ અને તેઓ હસ્તકલા કેન્દ્રમાં જોડાવાની ઇચ્છા સાથે રાજેશ્વરીને મળવા આવ્યા,રાજેશ્વરીએ તેમને હસતા મુખે કેન્દ્રમાં કામ શીખવા માટે આવકાર્યા. અઠવાડિયા બાદ એક દિવસ બપોરે ઓચિંતો પ્રશાંતને ફોન આવ્યો અને સામેથી રાઠવી સાહેબ હતા.તેમણે એ સારા સમાચાર આપ્યા કે તેમણે માંગેલી શાળાની મંજુરી આવી ગઇ છે.આ વાત સાંભળી પ્રશાંત ખુશીથી ઝુમી ઉઠ્યો.તેણે રાઠવી સાહેબ સાથે વાતચીત પુર્ણ કર્યા બાદ દોડતો જઇ સચિન ભાર્ગવ અને રાજેશ્વરી મામીને આ ગુડ ન્યુઝ આપ્યા.બધા આનંદ વિભોર બની ગયા. શાળાની મંજુરી આવી ગયાના ત્રીજા દિવસે શાળા જ્યાં બનાવવાની હતી તે સ્થળે ખાત-મુહર્તની વિધી રાખવામા આવી.તે શુભ પ્રસંગે ખાસ અમદાવાદથી નિકિતા અને વિકાસ બન્ને આવ્યા હતા.તે ઉપરાંત રાઠવી સાહેબ અને તેમના પરિવારને પણ આમંત્રણ આપવામા આવ્યુ હતુ.બહુ આનંદ અને ઉલ્લાસ સાથે ખાત મુહર્તની વિધી કરવામા આવી.અને બધાની સહમતિ અને આગ્રહવશ રાજેશ્વરી દેવીની માતા કડવીબેનના હાથે પ્રથમ ઇંટ મુકી ખાત મુહર્ત કરવામા આવ્યુ.બધા આજે ખુબ જ ખુશ હતા. વિકાસની તબિયત પણ એકદમ ઑલરાઇટ થઇ ગઇ હોવાથી નિકિતા પણ આનંદમા હતી.બે દિવસ નિકિતા અને વિકાસ દ્વારકા રોકાયા અને કામની પ્રગતિ જોઇ બહુ હરખાયા.બે દિવસ બાદ વિકાસ તો એકલો અમદાવાદ જવા નીકળતો હતો પણ રાજેશ્વરીના ખુબ જ આગ્રહને કારણે નિકિતા પણ અમદાવાદ જવા નીકળી. શાળા બનાવવાનુ કામ પણ ખુબ જોર શોરથી ચાલુ થઇ ગયુ હતુ.આજુબાજુના તમામ મજુર વર્ગના પુરૂષો શાળા બાંધકામમાં સવાર થી સાંજ સુધી કામ કરતા અને રાત્રે હસ્તકલાના ક્લાસમાં જોડાઇ જતા.સ્ત્રીઓ સવારે ત્યાં શાળા બાંધકામની જગ્યા પર જ બધા લોકો માટે રસોઇ બનાવતી અને સાંજે તે બધી પણ હસ્તકલાના ક્લાસમાં આવી જતી. થોડા સમય બાદ દ્વારકા શહેરની બહાર અને દ્વારકાથી નજીક એક બહુ સારી જગ્યા રાજેશ્વરીએ ખરીદી.ત્યાં તે “અપના ઘર" નામથી એક વૃધ્ધાશ્રમ ખોલવા માંગતી હતી.તેને ખ્યાલ હતો આજે પણ સાધન સંપન્ન ઘરના વૃધ્ધ માતા-પિતાને તેમના સંતાનો પોતાની સાથે રાખતા નથી તો તેઓને સુખ સુવિધા મળી રહે અને આરામથી તેઓ તેમની પાછલી જીંદગી વીતાવી શકે તેવા વિચારને કારણે રાજેશ્વરીએ વૃધ્ધાશ્રમ ખોલવા તરફ પોતાના કદમ ઉપાડ્યા. ધીમે ધીમે શાળાનુ કામ આગળ વધી રહ્યુ હતુ,તમામ કામ કરનારાઓ પણ ખુબ જ ખુશ હતા કેમ કે તેઓને સારા એવા પ્રમાણમાં રકમ આપવામા આવતી હતી.સાથે સાથે હસ્તકલાનું કામ તેઓને શીખવા મળતા તેઓના સંતાનો કે વૃધ્ધ મા-બાપને ભીખ માંગવા કે કામે જવુ પડતુ ન હતુ. એક દિવસ સાંજે રાજેશ્વરી જ્યારે શાળાના કામકાજ પર દેખરેખ માટે ગઇ હતી ત્યાં સચિનનો કૉલ આવ્યો તે ઉતાવળે બોલી ઉઠ્યો , “મામી તમે જલ્દી હૉટેલ આવી જાઓ,નાનીમાની તબિયત સારી નથી.તેઓને ખુબ જ શ્વાસ ચડે છે અને વારે વારે તેઓ તમને યાદ કરે છે.” “હા,બેટા હુ આવુ છું.તુ એક કામ કર,ભાર્ગવની મદદથી મમ્મીને હોસ્પિટલ લઇ જા,હુ ડાઇરેક્ટ ત્યાં જ પહોચુ છુ.” રાજેશ્વરીએ સુજાવ આપ્યો અને તે પણ ઉતાવળે હોસ્પિટલ જવા નીકળી. હોસ્પિટલે કડવીબેનને આઇ.સી.યુ. મા દાખલ રાખવામા આવ્યા હતા.ડોક્ટર સાથે રાજેશ્વરીએ આવીને વાતચીત કરતા માલુમ પડ્યુ કે બહુ કમજોરીને કારણે તેમના ફેફસા નબળા પડી ગયા છે અને તેમને શ્વાસ લેવામા તકલિફ થાય છે. રાજેશ્વરીએ ડોક્ટરને કોઇપણ ટ્રીટમેન્ટ કરવા કહ્યુ અને જરૂર જણાય તો કોઇ પણ નિષ્ણાંત ડોક્ટરને બોલાવી લેવા કહ્યુ. સચિન અને ભાર્ગવને રાજેશ્વરીએ શાળા અને વૃધ્ધાશ્રમની બાંધકામની દેખરેખ કરવા કહ્યુ અને પ્રશાંતને તેણે ગ્રુહઉદ્યોગ પર નજર રાખવા અને મદદ માટે જવા કહ્યુ.પોતે તેની માતાની દેખરેખ માટે હોસ્પિટલે રોકાઇ. સચિનએ કહ્યુ કે, “મામી અત્યારે નાની ની તબિયત જરૂરી છે.અમે બધા પણ તમારી હેલ્પ માટે અહી જ રહેશું” રાજેશ્વરી , “બેટા,તમે અહીની ચિંતા ન કરો.મમ્મી પાસે હુ છું.તમે બધા કામકાજ પર ધ્યાન આપો.આપણુ લક્ષ્ય આપણે નિશ્ચિત સમયમાં પાર પાડવાનુ છે.અને કોઇ પણ ઇમર્જન્સીહશે તો હુ તરત જ તમને કૉલ કરીશ.તમે તાત્કાલિક આવી જજો.” પ્રશાંત , “મામી અમને કોઇને કામકાજમાં મન નહી લાગે.અમને પણ અહી જ રહેવા દો પ્લીઝ.” રાજેશ્વરીએ પ્રશાંત અને સચિન ભાર્ગવને ખુબ સમજાવ્યા પણ તેઓ ત્રણેય માથી એક પણ રાજેશ્વરી અને તેમની માતાને એકલા છોડવા માંગતા ન હતા.આથી છેલ્લે રાજેશ્વરીએ તેઓને ત્યાં રોકાવાની રજા આપી. “આગલા જન્મના તમારી સાથે મારા ઋણાનુબંધન હશે કે તમે ત્રણેય મને મારો ભુતકાળ જાણ્યા બાદ પણ આટલુ માન આપો છો બેટા.હુ બહુ ખુશ છુ કે તમે મને તો ઠીક મારી માતાને પણ ખુબ માનભર્યો દરજ્જો આપ્યો છે.” રાજેશ્વરીની બોલતા બોલતા આંખનો ખુણો ભીનો થઇ ગયો. ત્યાં ડોક્ટરે આવીને રાજેશ્વરીને બોલાવી અને કહ્યુ , “મેડમ માજી ક્યારના તમને યાદ કરે છે અને તમને મળવા માંગે છે.તમે મળી લો પણ એક વાતનુ ધ્યાન રાખજો કે તેમને બહુ બોલવા ન દેજો.બસ તમે ત્યાં તેની પાસે બેસો.” રાજેશ્વરી આઇ.સી.યુ. માં તેની માતા પાસે ગઇ.તેને જોતા જ તેની માતા ખુશ થયા અને ઉંચા શ્વાસે તેઓ બોલ્યા,“દીકરી મારી અંતિમ ઘડી હવે આવી પહોંચી છે.તુ મારી પાછળ બહુ હેરાન થવા કરતા તારા સત્કાર્ય પર ધ્યાન આપ.” “મા,તુ આવુ ન બોલ.અરે......તુ કાંઇ બોલ જ નહી.ડોક્ટર સાહેબે તને બોલવાની મનાઇ કરી છે મા...હું તને કાંઇ નહી થવા દઉ.” રાજેશ્વરીની આંખ ભીની થઇ ગઇ અને તે બોલી. “દીકરી આજે તો મને હવે મન મુકીને તારી સાથે વાત કરી લેવા દે,પછી વખત મળે ના મળે આ ડોશીને તારી સાથે વાત કરવાની.,આટલુ બોલતા જ કડવીબેનને ખુબ ઉધરસ આવવા લાગી."રાજેશ્વરીને ચિંતા થવા લાગી અને તે ડૉક્ટરને બોલાવા જતી જ હતી ત્યાં કડવીબેને તેનો હાથ પકડી લીધો અને ડોક્ટરને ન બોલાવવા ઇશારો કર્યો. “મા,મહેરબાની કરીને મને ડોક્ટર સાહેબને બોલાવવા દે.તેણે ત્યાં ઊભા ઊભા જ ડોક્ટરને બૂમો પાડી અને તાત્કાલિક ડોક્ટર અને નર્સ આવી પહોચ્યા.તેણે કડવીબહેનની સારવાર આપવાનુ શરૂ કરી દીધુ.રાજેશ્વરીને તેણે બહાર જવા કહ્યુ.રાજેશ્વરી ઊંચા શ્વાસે બહાર આવી. ત્રણેય ભાઇઓ તેની પાસે આવી ગયા.રાજેશ્વરીએ રડતા રડતા તેને બધી વાત કહી અને તે ઉંચે સ્વરે રડી પડી. “મામી,તમે ભગવાન પર વિશ્વાસ રાખો.નાની ને કાંઇ નહી થાય.તમે બસ શાંત રહો.ભગવાન આપણી સાથે જ છે.” પ્રશાંતે રાજેશ્વરીને આશ્વાસન આપતા કહ્યુ. ત્યાં થોડી જ વારમા ડોક્ટર આવ્યા અને બોલ્યા ,”આઇ એમ સોરી મેડમ,અમે તમારા માતાને બચાવી ન શક્યા.તેઓ હવે આ દુનિયામા નથી.” આ સાંભળતા જ રાજેશ્વરીને ખુબ આંચકો લાગ્યો.તે અંદરથી ભાંગી પડી. “મેડમ તેમના છેલ્લા શ્વાસ સુધી તે તમારુ જ નામ લીધે જઇ રહ્યા હતા.સોરી મેડમ અમે તેમને બચાવી ન શક્યા.

વધુ આવતા અંકે...............