Vansh Gujarati Kathakadi - 9 in Gujarati Fiction Stories by Shabdavkash books and stories PDF | વંશ - ગુજરાતી કથાકડી - 9

Featured Books
Categories
Share

વંશ - ગુજરાતી કથાકડી - 9

લેખકો માટે નિયમો :

૧. વાર્તાને અનુરૂપ પ્લોટ અને સરળ , શુદ્ધ ભાષાવાળી કડી પસંદ કરવામાં આવશે.

૨. વાર્તાને અનુરૂપ જરૂરી ફેરફાર ટીમ કરશે. પણ લેખકના નામે જ વાર્તા પ્રગટ થશે.

3. વાર્તા પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર ટીમનો રહેશે.

૪. વાર્તા ન પસંદ કરવાના કારણો આપવામાં નહી આવે.

૫. વાર્તા પસંદ ન થાય તો આગલી કડી લખી શકાય.

૬. પસંદ પામેલ લેખક એકથી વધુ વખત કડી લખી ન શકે

૭. દરેક કડી ૧૦૦૦ શબ્દની હોય એ અપેક્ષિત છે .

૮. પસંદગી અંગેના કોઈ સવાલનો જવાબ આપવામાં આવશે નહી.

૯ . વાર્તાની કડી વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરી મોકલવાની રહેશે.

૧૦ . લેખકોએ પોતાની કડી kathakadi.online@gmail.com પર મોકલવી.

૧૧ .ટીમને પ્રાપ્ત પ્રથમ ૨૫ કડીઓમાંથી માન્ય ગણવામાં આવશે અને તેમાંથી જ સર્વ-શ્રેષ્ઠ કડીને વિજેતા

જાહેર કરી વાર્તામાં કાયમી સ્થાન આપવામાં આવશે,

૧૨ .આ કડી સાથે આગલી કડીના મુદ્દાઓ આપ્યા છે તેને અનુસરીને જ પછીના અઠવાડિયાની કડી લખવાની

રહેશે

૧3 .જેની કડી ટીમ દ્વારા પસંદ કરવામાં આવશે તે વિજેતા લેખકને માતૃભારતી ૫૦૦ રૂનો પુરસ્કાર આપશે .














કડી : ૯

બા’સા આજે ખૂબ ખુશ હતા. તેને બધી વહુઆરોએ વધામણી આપી હતી. તેણે મહાદેવની ધજા ચડાવવાની વાત તો કરી પણ વહુઆરુઓ એમ તેને છોડે તેમ ક્યાં હતી?
“બા’સા, તમે તમારે ધજા તો જ્યારે ચડાવો ત્યારે વાત, અરે આ સારા સમાચારની લાપશી ના જમાડો તો પણ કોઈ વાંધો નહીં. પણ, જરા મીઠું મોઢું તો કરાવો. સાકરનો ટુકડો ય ચાલશે.” એક વહુએ વધામણીની હવાને પાંખો આપી.
“આશુતોષ, ભાઈ. જા રસોડામાં જઇને પેંડા લઈ આવ. જો પેલા ડબ્બામાં પડ્યા છે. કાલે જ મંગાવ્યા હતા, ઠાકોરજીને ધરાવવા. એની મરજી હશે તે આ વધામણીમાં કામ આવી ગયા.” બા’સાએ રસોડા તરફ ઈશારો કર્યો અને ભગવાનનો આભાર દર્શાવતા બે હાથ આકાશ તરફ જોડ્યા.
આશુતોષના ચહેરા પરનું નૂર અચાનક જ ઊડી ગયું. પણ, તે બા’સાની વાત ટાળી ના શક્યો. તે જાણતો હતો કે મીનાના ગર્ભમાં જન્મ લઈ રહેલા એ બાળકનો બાપ પોતે નથી. પણ, આ વાત ગામની આટલી બધી વહુઑ સામે થોડી જાહેર કરાય? અરે, બા’સાને પણ એ વાતની ક્યાં ખબર છે?
આશુતોષની અંદર ગુસ્સો, નારાજગી, દુ:ખ, ધૃણા, ક્ષોભ અને પોતા પર જ તિરસ્કારની લાગણીઓ એક સાથે જન્મી ગઈ. પણ, તે વિવશ હતો. તે સમય પારખીને મૌન જ રહ્યો.
તે પરાણે હસ્યો, ”હા, બા’સા. આવા ખુશીના અવસર પર બધાને મીઠાઇ તો આપવી જ પડે ને? આખરે હું પણ બાપ બની ગયો. હું હમણાં જ રસોડામાંથી પેંડા લાવું છું.” તે ગામની વહુઓ તરફ વળ્યો, ”તમે સૌ મીઠું મોં કરીને જ જશો.” ખુશ હોવાનો ડોળ કરી તે ઝડપથી રસોડા તરફ ગયો.
તેના મનમાં કોઈ યોજના ચાલવા લાગી. પેંડાનો ડબ્બો લઈ તે બહાર આવ્યો. અચાનક પગમાં ઠેસ વાગી હોય તેમ, તે જાણી જોઈને પડી ગયો. પેંડાનો ડબ્બો તેના હાથમાંથી છટકી ગયો. નીચે પડી ગયો, ખૂલી ગયો. બધા પેંડા વિખરાઈ ગયા. બા’સા અને વહુઓના હોઠો પરથી એક સાથે ચીસ નીકળી ગઈ.
“કોઈ વાંધો નહીં, બા’સા. પેંડા ફરી ક્યારેક ખાઈ લઈશું. પણ, પેંડાની જેમ આશુતોષભાઈના હાથમાંથી બાળક છટકી ના જાય તેનું ધ્યાન રાખજો.” વ્યંગ બાણ મારી વહુઓ વીખરાઈ ગઈ.
પેંડા હજુ પણ વિખરાયેલા હતા. આશુતોષના વિચારો અને બાપુ’સાની નજર પણ.
બંને ધૂંધવાયેલા હતા. બંને પોતાની હાર પચાવી નહોતા શક્યા. બાપુ’સામાં ઘરમાં પ્રવેશવાની હિમ્મત જ ના રહી. તે ત્યાં જ ખોડાઈ ગયા. આશુતોષ સીધો જ મીનાના ઓરડામાં દોડી ગયો, ક્રોધથી.
બા’સા આવનારા બાળકની કલ્પનામાં બાલ કૃષ્ણનું ભજન ગાવા લાગ્યા.
* * *

આશુતોષ મીના તરફ ધસી જવા લાગ્યો. મીના મોબાઈલ પર વ્યસ્ત હતી. તે ત્યાં જ અટકી ગયો, મીનાને ધારી ધારીને જોવા લાગ્યો.
લગ્ન બાદ કદાચ આજે પહેલી જ વાર તે મીનાને આ રીતે જોઈ રહયો હતો. મીનાના શારીરિક સૌંદર્યને તેણે ક્યારેય જોયું જ નહોતું. ક્યાંથી જોય? એટલી હિમ્મત પણ ક્યાં હતી એનામાં? પણ, આજે તે જોઈ રહ્યો, હિમ્મત કરીને.
મીના એ નારંગી સાડી પહેરી હતી. તે એ રીતે બેઠી હતી કે આશુતોષને તેના ચહેરાનો ડાબો ભાગ દેખાઈ રહ્યો હતો. શરીરના બધા જ ડાબા અંગો સ્પષ્ટ દેખાતા હતા. તેના ખુલ્લા, કાળા, લાંબા અને સીધા વાળની લટો તેના કાનને ઢાંકી દેતી હતી. હવાની આછી લહેરોમાં તે લટો ફરફરતી હતી. તેના ડાબા ગાલને સ્પર્શતી હતી.
તેનો ગાલ! એકદમ લીસો. થોડો ગોરો. થોડો લાલ. તેને મીનાનો આખો ચહેરો જોવાનું મન થઈ ગયું. તે થોડો આગળ વધ્યો. મીનાએ તેના ડાબા હાથ વડે ગાલ પરની લટોને કાન પાછળ ધકેલી દીધી. તેના કાનની બુટ દેખાઈ. કાન પર લટકતી લાંબી બુટી દેખાઈ. લાંબી બુટી તેના ખભાને સ્પર્શતી હતી. હવા તેની સાથે રમતી હતી એટલે અને મીનાના શરીરના હલન ચલનથી તે બુટી તરંગિત થતી હતી. તે તેને જોતો જ રહ્યો. તેના કાન નીચે ખૂલી ડોક નજરે પડી.
પાતળી, સુડોળ નમણી અને આકર્ષક ડોક! તેની નજર આજે મીનાને ભરપૂર જોઈ લેવા માંગતી હતી. તે થોડો નજદીક સરક્યો. મીનાની સામે આવી ગયો. તેને જોઈ મીના પોતાના વિચારોમાંથી ઝબકી ગઈ. તેણે આશુતોષની આંખમાં જોયું. તે આંખના ભાવો અજાણ્યા લાગ્યા. તે ચોંકી ગઈ.
આશુતોષની નજર મીનાના હોઠ, આંખ, પાંપણ, ગાલ, લટ પર ફરી વળી. નજર નીચે સરકવા લાગી. મીનાના ગળા પર થઈને તેની છાતી પર આવી અટકી ગઈ. નારંગી ચોલીમાં છુપાયેલા ઉરોજોને તે જોઈ રહ્યો. આટલા સુંદર સ્તન યુગ્મ! એકદમ કર્વી. ઘાટીલા. ભરાવદાર. અણીદાર. ત્યાંથી તે નજર હટાવી ના શક્યો. કેટલા મોટા હશે? કેટલું એનું કદ હશે? મીના કેટલી સાઇઝની બ્રા પહેરતી હશે? બ્રા પહેરતી હશે? તેને આમાંનું કશું જ ખબર નથી. એક પતિને પત્નીની સાઇઝ પણ ખબર નથી.
મનમાં વિચારતો રહ્યો, ઢંકાયેલા સ્તન પણ જો આટલા સુંદર અને મોહક લાગતા હોય તો અનાવૃત થતા હશે ત્યારે કેવા કાતિલ હશે? ક્યારેય એ કાતિલને જોવાની તક જ ના મળી.
તક તો હંમેશા સામે જ હતી, આવકારતી હતી, આમંત્રણ આપતી હતી. પણ, હું જ એટલી હિમ્મત ના બતાવી શક્યો. તેણે સ્તન પરથી નજર હટાવી. નજર વધુ નીચે જવા લાગી. સાડી નીચે ઢંકાયેલ છતાં ખૂલું ખૂલું થતી કમર પર નજર પડી.
પહાડી રસ્તાના વળાંકદાર રસ્તા જેવી, પણ ગોરી, લીસ્સી કમર! મુસાફર બનીને આ વળાંકદાર કમરના રસ્તામાં જીવનભર ભૂલા પડી જવાનું મન થઈ ગયું, આશુતોષને.
આટલા સુંદર અંગો! અને તેણે ક્યારેય એકાદ અંગને સ્પર્શવાનો પણ પ્રયાસ ના કર્યો? અરે જોવાનો પણ પ્રયાસ ક્યાં કર્યો છે? કેવા કેવા અંગો હશે આ સુંદરીના!
ઓહ, મીના આટલી સુંદર હશે? તેની તેને ખબર જ ન હતી.
તેના મનમાં અનેક ઉન્માદો જાગવા લાગ્યા. સામે જ હાથવગી સૌંદર્યની અપ્રતિમ મુર્તિને સ્પર્શવાનું મન થઈ આવ્યું. કુદરતની બેનમૂન કલાને માણવાનું મન થઈ ગયું. રતિ જેવી મીનાને કામદેવ બનીને ભોગવી લેવાની તીવ્ર ઝંખના થઈ આવી. શૃંગાર રસ સમગ્ર વાતાવરણમાં ભળી જવા લાગ્યો. તેની અસરથી તે બચી ના શક્યો. મીનાને પામવા તે બે’ક ડગલાં આગળ વધ્યો. મીના તેને જોતી જ રહી.
આશુતોષે મીનાને પહેલી વાર સ્પર્શ કર્યો, લગ્નના આટઆટલા વર્ષો પછી. તેને ગમ્યું. પણ મિનાને તે ના ગમ્યું. તે ઝટકો મારી પાછળ હટી ગઈ.
આશુતોષ માની બેઠો કે આ તો પ્રેમનો છણકો છે, એટલે ફરી તેને પોતાના આલિંગનમાં લેવા આગળ વધ્યો, મીનાને પૂરી તાકાતથી ભીંસવા લાગ્યો.
મીનાને તે ના ગમ્યું. તે ફરી જોરદાર ઝટકો મારી છૂટી પડી ગઈ. તેને હવે આશુતોષમાં કોઈ રસ કે રુચિ જ નહોતા રહ્યા.
“મને ક્યારેય અડકવાનો પ્રયાસ પણ ના કરતો, આશુતોષ.” મીનાએ ગુસ્સામાં કહ્યું. આજ સુધી તે આશુતોષને ક્યારેય તુંકારે નહોતી બોલી કે ક્યારેય તેણે તેનું નામ પણ નહોતું લીધું. આજે તેણે એ બંને સીમાઓ તોડી નાંખી.
“કેમ? હું તારો પતિ છું. તને ભોગવવાનો મને અધિકાર છે.”
“સ્ત્રી અને વસુંધરાને તો વીર પુરુષ જ ભોગવી શકે. વીર પુરુષ, સમજ્યો?”
“તો? શું કહેવા માંગે છે તું?”
“સ્ત્રીને ભોગવવા માટે વીર પુરુષ બનવું પડે. તું વીર તો નથી જ, અરે તું પૂરુષ પણ ક્યાં છે? તું તો નપુંસક છે. વીર્યવિહીન છે. મને કે કોઈ પણ સ્ત્રીને ભોગવવાનો તને અધિકાર નથી.” મીનાએ તમામ દીવાલો તોડી નાંખી, પડદાઓ ખોલી નાંખ્યાં, એક નવી હવા તોફાન ફેલાવવા લાગી.
મીનાના આ શબ્દો અને વ્યવહારે આશુતોષને હચમચાવી દીધો. તેના અહમને ઠેસ પહોંચી. તે ઘવાઈ ગયો. ક્રોધ અને શરમથી તે ધ્રૂજવા લાગ્યો. પણ, તે કશું જ કરી શકે તેમ ન હતો. મનમાંને મનમાં ધૂંધવાઈને મૌન બની ગયો.
સાચી વાત હતી, મીનાની. તે પુરુષમાં જ ન હતો. તે નપુંસક જ હતો. સ્ત્રીને ભોગવવા તે ક્યાં સક્ષમ હતો? હાથની મુઠ્ઠી હવામાં ઊછાળી, હવામાં જ પછાડીને શાંત થઈ ગયો. સમય પારખી ત્યાંથી સરકી ગયો.
+++
આખો દિવસ ગમે ત્યાં ભટકીને રાત્રે આશુતોષ ઘેર આવ્યો. હિમ્મત નહોતી ચાલતી પણ તો ય તે બેડરૂમમાં મીના પાસે ગયો, પરાણે. લોકલાજે.
તે જાણતો હતો કે મીનાના બાળકનો બાપ તે નથી જ. પણ, જો આ વાત જાહેર થઈ જાય તો? તો બા’સા અને સાથે સાથે આખું રાજગઢ પણ તેની હાંસી ઉડાવે, તેને ધિક્કારે, અપમાનિત કરે. અને પછી? આ જમાવેલી આબરૂ, માન મરતબા અને કહેવાતા સમ્માન બધું જ બરફની જેમ ઓગળી જાય, પાણી બની વહી જાય, વરાળ બની વિખરાઈ જાય! અને તે થઈ જાય સાવ ખાલી ખમ્મ. ખૂલી ગયેલી મુઠ્ઠીની જેમ હથેલીમાંથી સરકી જાય એ બધુ.
ના. એવું ના થવા દેવાય. ભલે મને ખબર હોય કે હું બાપ નથી, પણ બીજા કોઈને ક્યાં ખબર છે, એ વાતની? આ રહસ્ય માત્ર ત્રણ જ જણા જાણે છે- હું, બાપુ’સા અને મીના. આ રહસ્યને અકબંધ રહેવા દેવામાં જ ભલીવાર છે. હું આ વાત કોઈને નહીં કહું. તેણે નિશ્ચય કરી લીધો. રહસ્ય ગૂંગળાઇ જશે માત્ર આ ત્રણ જણા વચ્ચે.
માત્ર ત્રણ જણા જ? ના. કોઈ ચોથું પણ છે જે આ રહસ્યને જાણે છે. કોણ છે, એ? એ.. એ.. એટલે મીનાના બાળકનો સાચો બાપ. હા, એ પણ જાણે જ છે.
કોણ છે, એ? એ ચોથા વ્યક્તિ વિષે જાણવું જ પડશે. પણ, કેમ? એ વ્યક્તિ વિષે માત્ર બે જ જણને ખબર હશે, એક મીના પોતે અને બીજી તે ચોથી વ્યક્તિ. કોણ છે એ, ચોથી વ્યક્તિ? કેમ કરી ખબર પડશે?
એક માત્ર રસ્તો છે, મીનાને જ પૂછી લેવાનો. પણ, મીના સાચો જવાબ આપશે? નહીં જ આપે. પણ, એક પ્રયાસ તો કરી લેવા દે. તે મીનાને જ આ વાત પૂછશે.
પલંગ પર સૂતેલી પણ જાગતી પડી રહેલી મીના પાસે તે ગયો. થોડી હિમ્મત કરી પૂછી લીધું, “મીના, તું માં બનવાની છે અને હું બાપ. આ વાત આખું જગત જાણે છે. પણ, હકીકત તો સાવ જુદી જ છે. તું માં બને છે પણ હું બાપ નથી બનવાનો. ખરું ને?”
“હા, તને તે ખબર જ છે. તો શા માટે પૂછે છે?” મીનાએ નીરસ જવાબ આપ્યો.
“એટલા માટે કે મારે એ બાપનું નામ જાણવું છે. કોણ છે એ? એનું કૂળ કયું છે?” આશુતોષે ધીરજથી પેલો ખૂંચતો પ્રશ્ન પૂછી લીધો.
મીનાએ ધારદાર નજરે તેના તરફ જોયું. તે નજરમાં આગ હતી. આશુતોષ તે જીરવી ના શક્યો. નીચી નજર કરી ઊભો રહ્યો.
“કૂળ? કોનું કૂળ જાણવું છે? શા માટે જાણવું છે?”
“સમાજની દ્રષ્ટિએ તો હું જ એનો બાપ છું, એટલે જાણવું જરૂરી છે.” આશુતોષ માંડ માંડ બોલી શક્યો.
“એનો બાપ કોણ નથી એટલું જ કહીશ. કોણ છે એ નહીં કહું.”
“એટલે? તું શું કહેવા માંગે છે?”
“એ જ કે એ બાળકનો બાપ ના તો તું છે કે ના તારો બાપ. અને એનું કૂળ પણ નહીં જ કહું.”
“તો? કોણ છે એ? મને એનું નામ કહે...”
“નહીં કહું. ક્યારેય નહીં કહું. જીવનભર તું એને માટે તડપીશ તો પણ નહીં જ કહું.”
“મીના, તું તારી અને આ ઘરની સીમાઓ તોડી રહી છે..” આશુતોષ બરાડી પડ્યો.
“નપુંસક પતિ સીમા તોડી ના શક્યો અને તેનો ઘરડો બાપ બધી સીમાઓ તોડવા માંગે છે. બંને કાયર છો. કાયર લોકોના કૂળ નથી હોતા. આશુતોષ.”
મીનાના શબ્દોએ તેને ઉશકેરી દીધો. તે મીનાની નજીક ગયો. મીનાના ગાલ પર ચાર-પાંચ થપ્પડ લગાવી દીધી.
“નબળો અને નપુંસક પુરુષ પત્ની પાસે જ શૂરવીર હોય છે. તું પણ એમાંનો જ છે.”
બંને વચ્ચે કશુંક રોપાઈ ગયું. રાતનો અંધકાર ફરી એ ઓરડામાં છવાઈ ગયો.
એ દિવસ પછી કોઈ ને કોઈ બહાને આશુતોષ મીનાને પરેશાન કરવા લાગ્યો. શારીરિક ત્રાસ અને અત્યાચાર પણ કરતો રહ્યો. મીના સમય પસાર કરવા લાગી. ચૂપચાપ યોગ્ય સમયની પ્રતિક્ષા કરવા લાગી.
દિવસો વીતવા લાગ્યા. આશુતોષ જે સવાલનો જવાબ શોધવા માંગતો હતો તેને તે ન હતો મળતો. તેનામાં રહેલો અહમ ઘવાતો હતો, રોજે રોજ, પ્રત્યેક ક્ષણે. જ્યારે જ્યારે તે મીનાને જોતો, બા’સા બાળકની વાત કરતાં, ગામના લોકો તેને વધામણી આપતા.. ત્યારે ત્યારે તેની અંદર એક જ્વાળામુખી લપકારા મારવા લાગતો. પણ, વટને ખાતર, આબરૂને ખાતર, બા’સાને ખાતર તે સહેતો રહ્યો, ચૂપચાપ.
ચૂપચાપ તે બીજી એક વાત પણ કરતો રહ્યો. મનમાં રચતો રહ્યો, એક ષડયંત્ર! પ્રતિક્ષા કરતો રહ્યો તેને અમલ કરવાના સામાની.
મીનાનો ગર્ભ પાંચ માસનો થઈ ગયો. મીનાના શરીરમાં ઘણા ફેરફારો થઈ ગયા. આશુતોષ ષડયંત્ર પર કામ કરવા લાગ્યો. આ જ સમય છે, યોજનાને આકાર આપવાનો. મનમાં ધૂંધવાતા આક્રોશને ઠંડો કરવાનો. મીનાએ કરેલા અપમાનનો બદલો લેવાનો.
જો કોઈ પણ રીતે મીનાનો ગર્ભપાત કરાવી શકાય, તો આ માનસિક પીડાંમાંથી મુક્ત થઈ શકાય. પોતે બાપ બની શકે છે એવું પુરવાર પણ થઈ જાય અને કોઈ બીજાનું પાપ પણ, મીનાના પેટમાંથી ધોવાઈ જાય.
પાંચ માસનો ગર્ભ પાડી નાંખવામાં આવે અને તેના ગર્ભાશયમાં ઊંડી ઇજા કરવામાં આવે તો તે ફરી ક્યારેય માં બની જ ના શકે. જો આમ થાય તો બધું જ સચવાઈ જાય. સાપ પણ ના મરે અને લાઠી પણ ના ભાંગે.
તેણે કોઈ વાત પર મીના જોડે ઝગડો શરૂ કરી દીધો. મીનાને ઉશ્કેરવા લાગ્યો. મીનાએ પણ ઉગ્ર સ્વરમાં જવાબ આપ્યો. તેનાથી આશુતોષ ખૂબ જ ગુસ્સે થઈ ગયો. તેને જોઈતું બહાનું મળી ગયું. મીનાના ગર્ભ પર પ્રહાર કરવા લાગ્યો. મીના જમીન પર પડી ગઈ. ખૂબ જ લોહી વહેવા લાગ્યું. લોહીનો રંગ જોઈ આશુતોષ ખંધું હસ્યો. તેને પોતાની યોજના સફળ થતી લાગી.
મિનાને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી. તેની સારવાર થવા લાગી. ડોકટરોએ તપસીને કહ્યું,” બાળક અને માં બંને સલામત છે. ચિંતાનું કોઈ કારણ નથી.” ડોક્ટર સામે તે પરાણે હસ્યો. પણ તેના માટે આ વાત જ ચિંતાનું કારણ હતું.
પોતાના ષડયંત્રની નિષ્ફળતા પર તે વધુ ધૂંધવાયો. પણ હવે તે ફરી વિવશ બની ગયો.
દવાખાનામાં સારવાર લઈ રહેલી મીના બધી જ વાત અયાનને કરતી રહી. અયાન તેને ધીરજ રાખવા કહેતો.
એક સાંજે સુરજ આથમી રહ્યો હતો ત્યારે, દવાખાનાના દરવાજે એક ગાડી આવી ઊભી. રૂમમાંથી ધીમા પગલે મીના બહાર આવી પેલી ગાડીમાં બેસી ગઈ. ગાડી પુરપાટ ભાગવા લાગી, અયાનના ઘર તરફ.
ઝાડ પર કોઈ પંખી જાગી ગયું. પાંખો ફફડાવી ઝાડ છોડી ઊડી ગયું. દૂર ક્ષિતિજમાં સુરજ ડૂબી ગયો.

ક્રમશ:

-- વ્રજેશ દવે ’વેદ’






















આગલી કડીના મુદ્દાઓ :

૧.. આશુતોષ ને ઐયાન-મીનાનાં સંબંધ વિશે ખબર પડી જવી
૨.. પાબંદીઓ લાધવી
૩.. ઐયાન માટે તડપતી મીના