svapnshrusti Novel - 23 in Gujarati Love Stories by Sultan Singh books and stories PDF | svapnsrusti novel ( Chapter - 23 )

Featured Books
Categories
Share

svapnsrusti novel ( Chapter - 23 )

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૨૩ )

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.

તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..

નામ ;- Sultan Singh

મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]

પ્રકરણ – ૨૩

“ કેમ છો કાકા... ઓહ સોરી... હાય બર્નાર્ડ... વોટ્સ અપ...?” એક મિત્ર ના જેમ આરતીએ તરતજ મનુકાકા સાથે સાથે બર્નાર્ડને પણ અભિવાદન આપતા જાણે હાલચાલ પણ પૂછી લીધા.

“ આઈ એમ ફાઈન મેડમ... એન્ડ વેલકમ... સોરી બટ આઈ હેવ સમ વર્ક સો યુ કેરી ઓન..” બર્નાર્ડે પણ જવાબ આપ્યો અને એ તુરંત એ સુનીલના વિશાળ મહેલના કોઈક ભાગમાં ચાલ્યો ગયો.

“ અંદર નહિ ચલોગી બિટિયા...” આટલું કહી મનુકાકા આરતીને આવકાર આપીને આરતી સાથે ઘરમાં પ્રવેશ્યા અને બેઠક રૂમના સોફા પાસે જઈ પહોચ્યા આરતી ત્યાં સોફા પર બેસી ગઈ.

“ આજે બડે દિનો બાદ... ચાય કે કોફી...?” એક સાથેજ મનુકાકાએ ઘણું પૂછી લીધું અને રસોડા તરફ જવાની તૈયારી બતાવી.

“ કોફી ચાલશે... કાકા... પણ... લો શક્કર હા...” રસોડા તરફ જતા મનુકાકાને આરતીએ પોતાની પસંદ જાણે ફરીવાર યાદ કરાવી.

એ સોફામાં બેઠી હતી સુનીલના ઘરેજ, ખરેખર એ આ વખતે લાંબે સમયે આવી હતી અને એ પણ જયારે એ ઘરે હતોજ નઈ ત્યારે. એના મનમાં સુનીલ માટે ઘણા અરમાન હતા, કેટલીયે યાદો હતી, સપના હતા, પ્રેમ હતો, અને લગભગ ભાવના અને લાગણીના વિશેષ સબંધો પણ હતા. એક અલગજ ખયાલોની ધારા એના મનમાં વહેવા લાગી કદાચ એના મનમાં પણ સુનીલના માટે એટલોજ પ્રેમ તરસતો હતો જેટલો સુનીલનો સોનલ માટે તરસતો હશે. બધુજ જાણતી હોવા છતાય આરતી સુનીલને ચાહતી છેક પ્રથમ વખતથીજ એને સુનીલ ગમી ગયો હતો પણ ગમે તેમ કરી એ બધું છુપાવતી રહેતી હતી. એના સામે સુનીલનો ચહેરો હજુય સ્પષ્ટ હતો એ છેલ્લા સમયે જયારે એણે ઇન્ડિયા જવાની વાત ઉચ્ચારેલી એ પણ, અને સુનીલનો એ દિવસે સ્પર્શેલો હાથ જાણે ઘણી વાતો એની સાથે કરી ગયો હતો પણ એના મુખેથી નીકળેલા અને એના દ્વારા કહેવાયેલા થોડાક શબ્દો એને યાદ છે એજ કે સુનીલ સોનલ સાથે ઇન્ડિયા જવાનો હતો. અચાનક સોનલની આખીયે કહાની એના મનમાં ટળવળી ઉઠી એક વાર સુનીલેજ એને કહી હતી. સોનલ વિશેની બધી વાત જયારે સુનીલે કરેલી ત્યારે એની આંખોમાં ઉભરાતો પ્રેમ કદાચ એને પાગલપન જેવોજ કહી શકાય એવો લાગેલો, એની આંખો પરથી એને સ્પષ્ટ પણે એવું જોયું હતું કે જો સોનલને કઈ પણ થઇ જાય તો સુનીલનું જીવન પણ ત્યાજ અંતને શરણ થઇ જશે. સોનલનો કદીના જોયેલો ચહેરો પણ જાણે એની આંખો સામે ઝાંખો ચમક્યો અને દિલના ખૂણામાં એક ઈર્ષ્યાની લહેર સાથે સવાલોના વાદળો પણ જાણે ઘેરવા લાગ્યા.

“ આરતી... બિટિયા... કોફી...” મનુકાકા સામેજ કોફી નો મગ લઈને ઉભા હતા.

“ હમ... હા... કાકા... અને... સુનીલ...” હડબડાહટમાં અચાનક આંખો ખુલી અને સામે મનુકાકાને જોઇને તેમના સ્મિત જોતા તે તૂટકજ બોલી શકી અને અચાનક અટકી પણ ગઈ.

“ સુનીલ સર... અરે બિટિયા બર્નાર્ડને તુમકો બતાયા તો થા સર બહાર ગયા છે... કયારે આવશે એની કોઈ જાણ નથી કરી...” રામુકાકા પોતાનો જવાબ બોલી ગયા.

“ અરે મનુકાકા... સુનીલ... અને હા... સોનલ મેડમ કેવા હતા...?” કોફીનો મગ હોઠો પર અડાળી એક ચૂસકી ખેંચતા આરતીએ મનુકાકાને પૂછ્યું.

“ સોનલ મેડમ...?” મનુકાકાના ચહેરા પર કેટલાય સવાલોના વાદળો સાથે આશ્ચર્યની લાગણીઓ પણ ખેચાતી જોઈ શકાતી હતી.

“ કેમ નથી જોયા કે શું...?” આરતીએ ફરી હળવાશથી પૂછ્યું.

“ ઈ કોન હે આરતી બિટિયા... નામ તો બહોત બાર સુના હે... સુનીલ સાહબ કે મુખ સે... પર આજ તક કભી દેખા નહિ હે...” મનુકાકા ફરી કોઈ ગહન વિચારોમાં લહેરાઈને સ્તબ્ધ બની જાણે કઈક વિચારોમાં ખોવાતા હતા.

“ પણ એતો મહિનો રહીને ગયા છેને એતો... એ પણ સુનીલ સર સાથેજ...” કોફીનો મગ નીચે મુકતા સોનલે ફરી પૂછ્યું એના મનમાં સવાલો હવે વધુ હતા એના ચહેરાના હાવભાવ સતત બદલાતા જઈ રહ્યા હતા.

“ મતલબ... સુનીલ સર... સાથે... કોઈજના હતું... એમ કહેવા માંગો છો તમે...” ફરી આરતીએ પ્રશ્ન કર્યો.

“ ના બિટિયા વોતો પિછલે મહીનેશે અકેલે હી રહેતે થે ઓર, કલ ઇન્ડિયાભી અકેલે હી ગયે હે પર હા એક બાત હે...” મનુકાકા ચિંતામાં ઘર્કાવ થઇ જતા અચાનક અટક્યા.

“ પર ક્યાં...?” આરતી તરતજ ઉભી થઇ ગઈ એની આંખોમાં કોઈક તડપ દેખાઈ રહી હતી. એણે તરતજ બધું જાણવાની ઈચ્છા વ્યક્ત કરી...

“ બતાતા હું બિટિયા બતાતા હું તુમ ઇહાં તનિક બેઠો...” આટલું બોલીને મનુકાકા પણ ત્યાજ પાસેના ટેબલ પર બેસી ગયા.

“ ઓકે બતાઈયે કાકા...” આરતી સોફામાં બેસેલીજ થોડીક મનુકાકા તરફ સરકી.

“ પિછલે કુછ દિનો સે સાહબ બડી અજીબ સી લગનેવાલી બાતે કરતે થે માનો ઉનકે સાથ કોઈ ઓરભી રહેતા હે પર સચ બતાયે બિટિયા હમને ઘરમે કભી ભી કિસીકો નહિ દેખા પર હા નામ સોનલ હી બતાયા કરતે થે હમને ખુદ કઈ બાર સુના થા...” મનુકાકા જાણે વધુ બોલાઈ ગયું હોય એમ અચાનક અટક્યા...

આરતી કદાચ હવે બધું સમજી ચુકી હતી સુનીલની આંખોમાં તરસતો પ્રેમ એની સામે તળવળ્યો એ ઉઠીને સીધીજ સુનીલના રૂમ તરફ દોડી ગઈ. તુરંતજ દરવાઝો ખોલ્યો અને ચારે તરફના ફોટાજ મોટી ફ્રેમમાં લટકતા જોયા લગભગ કમરાના ૮૦ ટકા ભાગ બસ એં એક ચહેરાથીજ છવાયેલો હતો બધું જોયા બાદ એને લાગ્યું કે કદાચ આજ સોનલ હશે. પણ... અચાનક એના ચહેરા પર સવાલો છવાયા એ રાત યાદ આવી જયારે એને સોનલ સમજીને રાત ત્યાજ... અને હા જયારે એને ઘેર છોડવા ગઈ ત્યાર પણ આ બધું કદાચ એને જોયું ના હતું પણ... સુનીલ... એ જાણે સોનલ સાથેજ જીવતો હતો એની સાથેજ રહેતો અને એનુતો જાણે અસ્તિત્વજ સોનલમાં હતું. આરતી દોડીને ફરી સીધા ઓફિસે ગઈ એને તરતજ ઇન્ડિયા માટે ફ્લાઈટની ટીકીટ બુક કરાવી અને ફટાફટ બધુજ કારોબારનું ભાર ત્યાનાજ મેનેજર એવા મી.કેલ્વીનને સોપીને અને પોતે બીજાજ દિવસે ઇન્ડિયા માટે રવાના થઇ ગઈ.

= = = = =

સુનીલે ફરી આંખો મીંચી દીધી હતી કઈક વિચારવા લાગ્યો બસ અંધકાર હતો... સોનલ હતી... પ્રેમ... વિજય... ઘર... કાર... મોબાઈલ... બર્થડે કેક... એમાં રહેલો ભાવ... પ્રથમ સ્મિત... સ્પર્શ... લાગણી... ભાવના... કિશનભાઈ... મીઠાઈ... મોબાઈલ કેમેરામાં ખેચાયેલા પીક... ચુંબન... વાતો... સોનલ... બધુજ અટક્યું વિચાર મેટ્રો અગમ્ય રસ્તે રોકાઈ અચાનક આંખો ખુલી ડાયરીના પત્તા ફળ ફળ ઉડતા હતા અવાઝ કરતા હતા જાણે સુનીલને વાંચવાનું કહેતા હતા. સુનીલ ફરી શાંત થયો ડાયરી ઉપાડી પત્તા ફેરવ્યા હજુય ગણા પત્તા વાંચવાના બાકી હતા. ગહેરાઈમાં ઉતરતો જતો હતો સચ્ચાઈ જાણવાની ખુશી સાથે જાણે સોનલથી દુર થઇ જવાના વિચારો એને તડપાવી રહ્યા હતા. જીવ ક્યાય ચોટતો ના હતો મંદ એણે ફરી વિચારોમાં ભટકતા મનને કાબુ કર્યું અને જીવ ડાયરીમાં પરોવ્યો.

ફરી નોધોની સફર શરુ થઇ....

૧૫ ઓક્ટોમ્બર, ૨૦૦૭

છેલ્લા દસેક દિવસથી જાણે લખવાનો સમય નથી મળતો સુનીલ પણ આમ અચાનક જતો રહ્યો હવે જાણે કોઈ કામતો હોતું જ નથી. હવે મનમાં કોઈ ઉમંગ પણ હતો નહિ રોજની જિંદગી બોઝ બનવા લાગી હતી. વિજય સાથેની તકરાર પણ હવે અસહનીય લાગતી હતી જીવનમાં જાણે કોઈ મંજીલની આશાઓજ છીનવાઈ ગઈ હતી. ઘરમાં હવે ભેંકાર સુન્નતા છવાયેલી રહેતી મોઝ આનંદ દુર દુર સુધી ક્યાય ડોકિયું પણ કરતો ના હતો. એક લાગણી દિલમાં હમેશા તડપતી એ પેલા છોડી ગયેલા સુનીલ માટેનો પ્રેમ હતો મન ઝૂરતું હતું, ધિક્કારતું હતું, પોતાનેજ એની પ્રીત કેમ ના સ્વીકારી એ બદલ કોશતું હતું. કેમ વિજય માટે એને ધીક્કાર્યો ? સમાજ દુનિયાદારીમાં પ્રેમને કેમ ભૂલી ગઈ કેટલાય સવાલો છે, મનમાં આંખો આખો દિવસ વહેતી રહે છે, અને ઘરમાં કોઈજ ખુશી નથી હવે. પપ્પા પણ વધુ બહાર નથી નીકળતા બસ પોતાના રૂમમાં પુરાઈનેજ રહે છે.

મારી કાળજી લેનાર હવે જાણે કોઈ પણ નથી, ઝખ્મો પર મલમ લગાડનાર કોઈજ ના હતું, મારા સરકતા વાળને જોઈ આનંદિત થનાર કોઈ ના હતું, સરકતો પાલવ, ફરકતું સ્મિત, મારા વળાંકો, મારો ચહેરો, એટલે સુધી કે મારા અસ્તિત્વને પણ હવે સાંભળનાર કે સંભાળનાર પણ કોઈજ ના હતું. એક ઘોર અંધકાર હતો જીવવાની ઈચ્છાઓ ઘટીને શૂન્ય થઇ ચુકી હતી કદાચ થોડા દિવસોમાં કે સુનીલના સાથમાં જીવેલી સોનલ મરી ચુકી છે. બસ એનું શરીર જીવે છે જે બસ એક સાધન છે રોજ એનો વપરાશ થાય છે બળાત્કાર ગુજારાય છે શરીરક ની પણ માનશીક બળાત્કાર... આજ સમાજ છે આજ દુનિયા છે અને આજ સોસાયટી છે જેમાં કેટલીયે મારા જેવી સોનલ રોજ આવા બળાત્કારનો ભોગ બને છે શારીરિક શોષણ થાય છે અને માનશીક પણ. બળાત્કારી ને સજા નથી થતી એને અધિકારો આપવામાં આવે છે આ પ્રકારના બળાત્કાર સમાજ માન્ય ગણે છે જેમાં સ્ત્રી માત્ર સાધન તરીકે વપરાય છે. મન હવે સંપૂર્ણ ખાલી છે, દિલમાં અંધકાર છે, ચહેરા પર સુન્નતા અને જાણે બધુજ લુટાઈ ગયું છે. મનમાં કોઈ આશા નથી બસ એક લાંબુ વિશાળ જીવન દેખાય છે પણ એની મંજિલ ખોવાઈ ચુકી છે.

૨૨ ઓક્ટોબર, ૨૦૦૭

કાલે વિજય દિલ્લીથી આવ્યા છે કદાચ નશામાં હતા ઘરમાં બહુજ તોડફોડ કરી રહ્યા હતા. નોકરી પણ હવે છૂટી ચુકી હતી આવા માણસને કોણ નોકરી પર રાખે અને, હા બીજી એક સત્યતા પણ ખુલીને સામે આવી હતી કદાચ પપ્પા પણ એ વાતથી અજાણ હતા. આજે પણ મારી સાથે અભદ્ર વાતો કરતા સુનીલે મારા પર હાથ ઉપાડ્યો પણ આજે પપ્પા બધું જોઈ અને સાંભળી પણ ગયા. હદ પાર થઇ ચુકી હતી મારે જીવવુજ નથી આટલે સુધીનો અત્યંત ઘટક એવો મેં નિર્ણય કરી લીધો હતો પણ કદાચ હવે મારા જીવવાનો પણ કોઈજ ઉદ્દેશ્ય વધ્યોના હતો. પણ મમ્મી પપ્પા..? એમનું શું ત્રણેક દિવસમાં બેનના તો લગ્ન પણ છે એટલે જેમ તેમ કરીને જીવી લેવું છે. બધુજ બરબાદ થઇ ચુક્યું છે જાણે દિલના અને જીવનના લીલાછમ ઉપવનમાં એક ભયંકર કાળ જાણે ફૂંકાઈ ચુક્યો છે લીલોતરી હવે દુર દુર સુધી દેખાતીજ નથી એક કાળો કેર વરસે છે. એક પાગલ જેવું જાણે જીવન કાપી રહી છું... સુનીલ વગર અધુરી છું... કેમ નથી કહી શકી એનો અફસોસ છે... પણ હા સુનીલ મારા દિલમાં ઊંડે સુધી ઉતરી ચુક્યો છે... એના વગર જીવવું મુશ્કેલ છે... મારે એની બાહોમાં રહેવું છે... એના સાથે રહેવું છે... હું એનેજ પ્રેમ કરું છું... કદાચ મારો આ આખરી પ્રેમ હોય અને પ્રથમ વળી.

----

પત્તાઓ ફરતા જતા હતા સુનીલની આંખો વરસતી હતી દિલની ધડકનોનો ધડકતો ઓછો વધુ થતો અવાઝ સંભળાતો હતો. આંશુની બુંદોનો પત્તા પર પડતો ટપ ટપ અવાઝ પણ જાણે સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. ફરી એકવાર મનની ફિલ્મ ચાલી પડી અને ભૂતકાળ આંખો સામે ફરી વળ્યો અથવા એમ કહો જીવન બની ગયો. સોનલનો ચહેરો કદાચ એ ત્યા ન હતો પણ એને દેખાઈ રહ્યો હતો એની આંખોમાં આંશુ હતા એની આંખોમાં એક સુન્નતા છવાયેલી હતી. દિલમાં અંધકાર હતો એ શાંત બેઠી હતી એની આંખોમાં બસ એક તડપતી આશા હતી અને કદાચ એમાં પ્રેમ હતો. આંખોની કિનારીઓ છળકી રહી હતી, પાણી ઉભરાતા હતા અને ભીનાશની એ બુંદો છેક ગાલના ખંજન સુધી આવતી હતી. એ કઈ બોલતી ના હતી બસ એને જોઈજ રહી હતી. પવનની લહેરકી સાથે એનો ચહેરો ઓગળી રહ્યો હતો સુનીલનું દિલ તડપી રહ્યું હતું. એના સામે અદ્રશ્ય થતો ચહેરો એના દિલને તોડતો હતો અરે સળગાવી રહ્યો હતો.

સોનલનો ચહેરો કયારનોય અદ્રશ્ય થયેલો હતો તેમ છતાં સુનીલ હજુય ક્યાંક ખોવાયેલોજ હતો શું કરવું કદાચ ત્યારે સમજ આવે એવું ન હતું. બારણા અને બારીનો હવાથી પછડાટનો અવાઝ આવ્યો અને ફરી વાર નોધોની અને ડાયરીની સફર ચાલી...

૨૫ ઓક્ટોબર, ૨૦૦૭

સવારથીજ ઉઠીને અકળામણ આજનો દિવસ જાણે હમેશની જેવોજ ખરાબ હતો કઈજ નવું ના હતું ઉપરથી વિજય સાથે અજેય ફિક્કી ચા બાબતે બખેડી પડ્યા. કાલે નિશાના લગન હતા મને પણ કાલેજ સમાચાર મળ્યા અને મેં એમને બસ લગ્નમાં આવાની વાત કરેલી મને ક્યાં ખબર હતી કે એમને તો ત્યાં પણ આવવું ના હતું. પણ શું કરું એમને એક સામાજિક રીતી રીવાજ મુજબ પણ કહેવુજ પડેને પણ એમણે ના પાડીને એક વસ્તુ તો જાણે સારીજ કરી હું આમ પણ એની સાથે જવા માંગતી પણ ના હતી પણ... મારા ઘરના અને મમ્મી પપ્પા તથા અન્ય લોકો શું વિચારે કદાચ એટલેજ મેં વિજયને આવવા માટે કહેલું પણ હવે શું કરું એજ નથી સમજાતું. પપ્પાએ મને સાંજના પહોરે મોડા સાંત્વના આપતા એકલાજ જવાનું સમજાવ્યું અને કહ્યું કે હું આવીને કોઈને ભાળ નઈ પાડવા દઉં કે એ કેમ નથી આવ્યો. મારા મનમાં એક દુખ પણ એક ખુશી હતી પણ આછી... કદાચ આજે સુનીલ અહી હોત તો મારે એકલા આમ તડપવું ના પડત પણ એ પણ મને છોડીને ક્યારનો ચાલ્યો ગયો છે... એ પાછો આવશે પણ ખરા કે નઈ એજ નથી સમજાતું...

----

ફડ ફડ કરતી હવા સુનીલના ચહેરાની આસપાસ સુસવટા સાથે વહેવા લાગી હતી અને એના વાળમાં એક ભીનાશ સાથે ઠંડો પવન અનુભવાતો હતો. એની આંખો ઝાંખી થઈને વહી જતી હતી એ જેમ જેમ વાંચતો જતો હતો એનો પ્રેમ મઝબુત બની રહ્યો હતો પણ સોનલનો ચહેરો એના સામે આછો દેખાઈને હવામાં ઓગળી જતો હતો. એના મનમાં સવાલો અકબંધ હતા જેના જવાબો શોધવા માટેજ એ આ ડાયરી વાંચ્યે જતો હતો એના દિલના મોઝા શરૂઆતથીજ ઉછળતા હતા ક્યારેક ભરતી આવતી તો ક્યારેક શમી જતું અનુભવાઈ રહ્યું હતું. બધુજ વિચિત્ર હતું હાલ કઈ ચોક્કસ સમજાતું ના હતું સુનીલ ફરી થોડો મઝબુત બન્યો અને ડાયરીના આગળના પત્તા તરફ વળ્યો અને વાંચવા લાગ્યો.. અત્યારે એની પાસે બીજો કોઈ વિકલ્પ પણ ના હતો... એ પત્તામાજ કદાચ સોનલની જાણ મળવાની અને એને સમજવાની યુક્તિ હતી...

૨૭ ઓક્ટોમ્બર, ૨૦૦૭

હવે ચિંતા હળવી થઇ ચુકી છે નિશાના લગ્ન પરમદિવસે પત્યા, હું પણ ત્યાં ખુબજ ખુશ હતી અને પપ્પા પણ આવ્યા હતા એમણે મારા સાથે મળીને બધું સંભાળી લીધું હતું વિજયને જરૂરી કામ હોઈ ના આવી શકવાની વાત પપ્પાએજ બધાને કરી હતી. મમ્મી-પપ્પાના માથે પણ હવે બોઝો રહ્યો નથી એટલે થોડી શાંતિ હતી. હમેશની જેમજ આ વખતે પણ વિજય લગ્નમાં ના આવ્યો અને એમાય ઓછામાં પૂરું ઘરે અવતાજ એના નશાના કારણે વાતાવરણ ખોળવાયું હતું. મન આજે પણ તડપતુ હતું એ ઝખ્મો પણ આજે વધુ દર્દ આપતા હતા આજે બધું જાણે અસહ્ય લાગતું હતું કદાચ એની પીડા કરતા વધુ એની કાળજી લેનારની ગેરહાજરી વધુ તાડપાવતી હતી. સુનીલ મારા દિલો દિમાગ પર આજેય એટલોજ છવાયેલો રહેતો હતો... પ્રેમ હતો... તડપ હતી... આશા... ચાહત... વિશ્વાસ... તલપ... તડપ... બસ હવે જાણે જીવનજ એનાથી શરુ થતું હતું અને બધું ત્યાજ પતિ જતું હતું. જીવન ઝડપ ભેર વહેતું હતું પણ એમાં કોઈજ રંગ ના હતો બસ એક બેરંગ જીવન જીવાઈ રહ્યું હતું કદાચ એ જીવતું ના કહેવાય પણ કપાતું હશે.

[ વધુ આવતા અંકે ... ]

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]