Vansh Gujarati Kathakadi - 8 in Gujarati Fiction Stories by Shabdavkash books and stories PDF | વંશ - ગુજરાતી કથાકડી - 8

Featured Books
Categories
Share

વંશ - ગુજરાતી કથાકડી - 8

કથા કડી ૮

લીમ્કા બુકમાં સ્થાન મેળવનાર અનોખો વિચાર


લેખકો માટે નિયમો :

૧. વાર્તાને અનુરૂપ પ્લોટ અને સરળ , શુદ્ધ ભાષાવાળી કડી પસંદ કરવામાં આવશે.
૨. વાર્તાને અનુરૂપ જરૂરી ફેરફાર ટીમ કરશે. પણ લેખકના નામે જ વાર્તા પ્રગટ થશે.
3. વાર્તા પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર ટીમનો રહેશે.
૪. વાર્તા ન પસંદ કરવાના કારણો આપવામાં નહી આવે.
૫. વાર્તા પસંદ ન થાય તો આગલી કડી લખી શકાય.
૬. પસંદ પામેલ લેખક એકથી વધુ વખત કડી લખી ન શકે
૭. દરેક કડી ઓછામાં ઓછી ૧૦૦૦ શબ્દની હોય એ અપેક્ષિત છે .
૮. પસંદગી અંગેના કોઈ સવાલનો જવાબ આપવામાં આવશે નહી.
૯ . વાર્તાની કડી વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરી મોકલવાની રહેશે.
૧૦ . લેખકોએ પોતાની કડી kathakadi.online@gmail.com પર મોકલવી.
૧૧ .ટીમને પ્રાપ્ત પ્રથમ ૨૫ કડીઓમાંથી માન્ય ગણવામાં આવશે અને તેમાંથી જ સર્વ-શ્રેષ્ઠ કડીને વિજેતા
જાહેર કરી વાર્તામાં કાયમી સ્થાન આપવામાં આવશે,
૧૨ .આ કડી સાથે આગલી કડીના મુદ્દાઓ આપ્યા છે તેને અનુસરીને જ પછીના અઠવાડિયાની કડી લખવાની
રહેશે
૧3 .જેની કડી ટીમ દ્વારા પસંદ કરવામાં આવશે તે વિજેતા લેખકને માતૃભારતી ૫૦૦ રૂનો પુરસ્કાર આપશે .


"મિસ યુ ડીયર"
"મી ટૂ જાન"
"મી ટાયર્ડ, નીડ યુ અ લોટ" -મીનાની આંખમાંથી આંસુ ખરી સ્ક્રીન પર રેલાઈ ગયા.
પથારીમાં ઉંધા સુતા સુતા મીના સતત વોટ્સએપ પર ઐયાન સાથે વાત કરી રહી હતી.
છેલ્લા થોડા મહિનાઓથી તે વારંવાર રાજગઢથી બાદરગઢ આવજા કરી રહી હતી અથવા એમ જ કહો કે બાદરગઢ આવવા પાછળનું એકમાત્ર કારણ ઐયાન જ હતો.
મન-મસ્તિષ્કની તમામ સમજણની આ પાર કે પેલે પાર તેને એક માત્ર ઐયાન તરફથી બળકટ હુંફ મળતી.
સંબંધના તમામ સ્વરૂપો જાણે કે ઐયાનમાં આવી સમાઈ જતા. મીના સમયની સાથે સંસારના તમામ સંબંધોમાંથી અલિપ્ત થતી જતી હતી અને એ સાથે ઐયાનમાં વધુ ને વધુ ઉલઝતી જતી હતી.
મીનાની આંખમાંથી ટપકતા આંસુથી મોબાઈલ સ્ક્રીન ભીંજાતો રહ્યો.
સ્ક્રીન પરના અક્ષરો તરબતર થઇ રહ્યા હતા.
ઐયાન ટાઈપીંગ... મીનાએ સ્વીચ-ઓફ કરી ઓશીકામાં મોઢું દબાવ્યું.
છાતીમાં ભરાયેલ ડૂમો હીબકામાં ફેરવાઈ ગયો.
.
મી ટાયર્ડ... હા, ખરેખર થાકી ગઈ હતી પોતે. આશુતોષ સાથે પરણીને આવ્યાની એ પહેલી રાત્રે, આશુતોષે મુકેલી વાત.. પત્નીની આવરદા માટે એ પુરુષ... બે વર્ષ સુધી... પોતાને માટે થઇને આશુ... ઓહ...કેટલો પ્રેમાળ પુરુષ તેને પતિ તરીકે મળ્યો...
બે વર્ષ તો તેણે હામ ભીડીને કાઢી નાખ્યા.
ને આમ પણ પ્રથમ નજરે અશુતોષમાં ક્યાં કોઈ ખામી હતી.
પાંચ ફૂટ અગ્યાર ઇંચનું કાળ, ગોરો વાન, કથ્હાઈ આંખો, કદ-કાઠીપણ લગ્ન પછી ભરવા લાગેલ.. અને હવે તો પાંચમાં પુછાવા ય લાગેલો.
પણ હાય રે કેવી છલના..પોતાના કોઈ પણ જાતના દોષ વગર કેટકેટલું સહન કર્યું પોતે..
અશુતોષનું એ હળહળતું જુઠાણું..બંને વચ્ચે પ્રથમ રાત્રીએ પથારીમાં જે બે ફૂટ અંતર હતું તે હવે જોજનોમાં ફેરવાઈ ગયું હતું.
ઇરેક્ટાઇલ ડીસફન્કશન, ભુવા ભરાડી, મંત્ર-તંત્ર, જાત જાતની દવાઓ..માબાપ, બાપુ'સા, મા'સાની વીંધી નાખતી નજરો..આશુતોષની કાયરતા...અવાચક થઇ ગઈ હતી પોતે, સાવ જ અવાચક.
.
ડોક્ટર પંજાબી દંપતીએ સ્પર્મ ડોનર દ્વારા માતૃત્વ ધારણ કરવા આપેલ સલાહ..
અશુતોષનું ઠાકુર કુળનો દુરાગ્રહ અને બાપુ'સાની અણછાજતી હરકતો..
પરિણામે ક્યાં ઘસડાઈ આવીને ઉઉભી હતી પોતે.
કોઈ જ વિકલ્પ નહોતો તેની પાસે.
પોતે પણ જાણ્યે-અજાણ્યે એ જ ઇચ્છતી હતી..સંપૂર્ણ સુખ.
સતત જાત સાથે થતા શારીરિક માનસિક સંઘર્ષે તેને થકવી દીધેલ, પણ તે આમ જ મરવા નહોતી ઈચ્છતી.
કેટલી અદમ્ય ઈચ્છા હતી હુંફાળા સ્પર્શની...
સાવ સામાન્ય સ્ત્રી હતી એ.. અને સામાન્ય સ્ત્રી જ બની રહી આશુને પામવો હતો..
ખોવાઈ જવું હતું આશુમાં તેને..
પણ એક ભેંકાર ઊંડી ખીણમાં ધકેલાઈ ગઈ હતી એ.. ત્યાંથી બહાર નીકળવાનો એકમેવ સહારો એટલે માત્ર ને માત્ર ઐયાન.


."બાપુ'સા ઉઠીને તારી સાથે..? ઘરની લક્ષ્મી જેવી દીકરાની પત્ની સાથે? આશુતોષ જાણે છે ?" -"બાપુ'સા ઉઠીને તારી સાથે..? ઘરની લક્ષ્મી જેવી દીકરાની પત્ની સાથે? આશુતોષ જાણે છે ?" -"બાપુ'સા ઉઠીને તારી સાથે..? ઘરની લક્ષ્મી જેવી દીકરાની પત્ની સાથે? આશુતોષ જાણે છે ?" -"બાપુ'સા ઉઠીને તારી સાથે..? ઘરની લક્ષ્મી જેવી દીકરાની પત્ની સાથે? આશુતોષ જાણે છે ?" -ઐયાનના સ્વરમાં તીખાશ હતી.
"આશુને મેં કહ્યું નથી, અને જરૂર પણ નથી ઐયાન.."
"નો આઈ ડોન્ટ એગ્રી વિથ યુ, તારે અશુતોષને આ વાત કરવી જ જોઈએ. આટલી ઘૃણાસ્પદ વાત છુપાવવાનો શો અર્થ..!" -ઐયાન અકળાઈ ઉઠ્યો.
"નપુંસક છે આશુ, શરીર કરતાંય વધુ તો મનથી નામર્દ. તેની નજર સામે મને રિબાતી, પીડાતી..લોકોના પરિવારના મહેન-ટોણા સાંભળીને સહેમી જતી જોઈ છે તેણે મને ઐયાન. પોતની એબ ઢાંકવાની લ્હાયમાં મને ઉઘાડી કરી પીંખાતી જોઈ છે આશુએ.." -મીનાના અવાજમાં હાંફ હતી, ક્રોધ અને લાચારી ચહેરા ઉપરથી નીતરી રહી હતી. આંખ અને શરીરમાંથી પાણી ઉભરાઈ દડદડી રહ્યા હતા.
બાદરગઢ ગામના પાદરમાં આવેલ નદી કાંઠે સમાંતરે ચાલતા જઈએ તો ગામથી થોડે દૂર લીલવાળો કુવો આવે.
હમેશની જેમ આજે પણ આયાન અને મીના કૂવા કાંઠે લગોલગ બેઠા હતા.
મીનાએ ઐયાનનાં ખભા પર પોતાનો ચહેરો ઘસ્યો ને એક ઊંડો શ્વાસ છોડ્યો.
સમયાંતરે મીનાએ ઐયાનને તમામ હકીકત મેસેજથી તો જણાવી દીધેલ પરંતુ આમને-સામને આજે પ્રથમ વખત જ આ વાત નીકળી હતી.
ઐયાન સાથેના સહવાસમાં પણ પોતે કેટલી ગુનાહિત લાગણી અનુભવી રહી છે અને એટલે જ તો હજુ સુધી પોતે ઐયાનને આટલો નજીક આવવા દઈને એક અંતર બનાવી રાખેલ.
ઐયાનને એ સતત ઉત્તેજન આપતી. નજીક લાવી અને નિર્મમતાથી અળગો પણ કરી દેતી.
આજે ઐયાન સાથેની વાતચીતથી જાણે તેનું અંતર સાવ જ ઉલેચાઇ ગયું હતું.
સામે જ બીછાવેલ શતરંજની ચાલ તે એકલી જ રમી રહી હતી. કે જેમાં હાર પણ તેની હતી અને જીત પણ.. આમ છતાં તે જરૂર રમશે. રમવું જ રહ્યું તેણે. પરિણામની પરવા કર્યા વગર.
"ફરગેટ ઈટ.." -ઐયાન ઉભો થયો.
આથમતી સંધ્યાએ બે ઓળા દૂર દૂર જઈ રહ્યા હતા.
મીનાએ ઐયાનના પંજામાં પરોવાયેલ પોતાનો હાથ ધીરેથી છોડાવી ઐયાનની પીઠ પાછળથી કમર ફરતે વિટાડ્યો.
બીજો હાથ આગળ લાવી ઐયાનનો ખભો પકડી, ગાલ પર હળવી કિસ કરી.
ઐયાને સહજતાથી પોતાનો હાથ મીનાની કમર ફરતે વીંટાળી હળવા ઝટકા સાથે મીનાને પડખામાં ખેંચી.
"ઓહ જાન.. પરસેવે નીતરી રહી છે તું.." -ઐયાને મીનાના મોઢા, ગળા ખભા પર હાથ ફેરવ્યો.
"હમમમ.. તો?" -મીનાના સ્વરમાં મજાકથી વિશેષ કંઇક હતું.
નદીના રેતાળ પટમાં આગળ વધતા ઐયાનનો હાથ પણ ગતિ કરી રહ્યો હતો. અચાનક જ મીના કંઈ સમજે વિચારે એ પહેલા મીનાના ચહેરા પર ઐયાનનો ચહેરો ઝળુંબી રહ્યો હતો.
"ઓહ નો.. ઐયાન.."
"ઓહ યસ.. ડીયર.."
"પ્લીઝ્ઝ્ઝ્ઝ નોઓઓઓઓ.. " ગાઢ ઘેર અંધકાર વચ્ચે બે ઓળા નિરાકાર થઇ ઓગળી રહ્યા હતા એકબીજામાં.
અમાસના ઓળા આથમી રહ્યા હતા.
પ્રકૃતિનો નિયમ છે આરંભ છે તેનો અંત અને જન્મ છે તેનો નાશ. આ ચક્ર મહીં કણ કણે પસાર થવાનું રહે.
એકબીજામાં સમાઈ જવા તત્પર આ બંને જીવોએ હજુ તો કેટકેટલા પરિતાપોમાંથી પસાર થવાનું છે કોણ જાણે..!

"મોટીબુન.. વાડીએથી આણેલ શાકભાજી પાણીઆરે રાખેલ છે..ગાય-બળદને નીરણ-પૂળો કરી દીધો છે, તી હવે હું જાવ? ઐયાનભાઈ આવતા જ હશે. " -રઘુએ રોજની માફક મીનાને સાદ દીધો.
"તી જા ને ભાઈ.. તને અહીં રોકી રાખીને સમજુભાભીની ગાળો નથ ખાવી મારે હો.. " -મીનાએ રઘુને એ જ લહેકામાં જવાબ આપ્યો.
બાદરગઢમાં સરપંચના ખોરડાની સુવાસ ઉંચી અને રોટલો ય મોટો ગણાય.
છેલ્લા દોઢ મહિનાથી બા-બાપુ ચારધામની જાત્રાએ ગયેલ.
મીનાને સાસરેથી દસ દહાડા જ રોકવાની છૂટ મળેલ પણ જાત્રાની વાત આવતા ઘરે ઢોરઢાંખર રેઢા મેલાય તેમ ન હોઈ મીનાએ જ આશુતોષને માબાપની જાત્રા માબાપની જાત્રા વાળી વાત કાઢી ને વધુ મહિનો માસ રોકવાની રાજા લઇ લીધી.
બાપુ સરપંચ થયા પછીથી ખાલી વાડી વાજીફાની દેખરેખ રાખતા, બાકી જમીન તો ભાગીયું આપી દીધેલ. અને બાકીનું ટાપોટાયો રઘુ કરતો.
સરપંચના ઘરમાં રઘુ ઘરના માણસની જેમ સચવાતો અને એટલે જ બંને પતિ-પત્નીએ ઐયાનની જેમ જ રઘુને પણ મીનાની ભલામણ કરેલ.
સરપંચના ઘરે ઐયાન કે રઘુની હાજરી ગામલોકો માટે સહજ હતી.
.
"એલા રઘુ.. તને તો ઘરે જવાની ભારે ઉતાવળ હો.." -ઐયાને ડેલામાં પગ મુકતા જ રઘુનો ઉધડો લીધો.
"ઐયાન, એ તો સમજુભાભીના પ્રતાપ..એમ કહે.." -મીનાએ ટોળમાં હસતા કહ્યું અને રઘુ લજવાઈ દયામણી નજરે ઐયાન તરફ જોયું. ઐયાને હકારમાં માથું ધુણાવતા રઘુએ પીઠ વાળી.
"તો તું ય ક્યાં સમજુભાભીથી ઉણી ઉતરે એમ છો, માય જાન.." -મીનાને પોતાની તરફ ખેંચતા ઐયાને મશ્કરી કરી.
"સમજુભાભી જેવા જેવા બળુકા નસીબ મારા નથી , તેનું શું?" -મીનાએ ઐયાનની છાતીમાં મોઢું છુપાવતા ફળફળતો ની:સાસો નાખ્યો.
"આવતી કાલે મા-બાપુ આવી જશેજશે." -ઐયાને મીનાની પીઠ, માથા પર હાથ ફેરવતા કહ્યું.
"હમમમ..." -મીનાએ પરાણે હોંકારો ભણ્યો.
"પરમદિવસે તો તારે રાજગઢ જવા નીકળવું પડશે. જવું જરૂરી છે ? -ઐયાનના અવાજમાં અકળામણ હતી.
"ઉહહહ..પ્લીઝ ઐયાન.. અત્યારે નહીં. જસ્ટ હગ મી. ટાઈટ હગ. ક્યાંય નથી જવાની હું. મારે ક્યાંય જવું પણ નથી. આઈ વોન્ટ યુ ઐયાન. જસ્ટ વોન્ટ યુ."
"ઓહ માય લવ.. માય જાન લુક, આઈ એમ હિઅર, વિથ યુ ઓલ્વેઝ.. "
અચાનક ઐયાનના મોઢામાંથી આછેરી ચીસ નીકળી ગઈ- "હેય.. આર યુ મેડ ?"
પણ મીના ક્યાં કશું સાંભળવાના મૂડમાં હતી? એ તો આ ક્ષણને ભરપુર જીવી લેવા માંગતી હોય તેમ..
.
નદી કાંઠાની એ રાત્રી છેલ્લા દોઢ મહિનાથી પુનરાવર્તન પામી રહી હતી.
મનનો તમામ પરિતાપ ધોઈ નાખવો હોય તેમ મીના તમામ પીડાને પાછળ મૂકી ઐયાનમાં એકાકાર થઇ ગયેલ.
રાજગઢ..આશુતોષ..બાપુ'સા..બા'સા...બધાનાં ચહેરા ક્ષણિક ચિંતામાં ઝબકીને વિલાઈ જતા.
અણગમતા ભૂતકાળની જ્વાલા શરીરના અંગેઅંગને દઝાડતી, અને મીના વધુ ને વધુ ઐયાનની આગોશમાં ખેંચાઈ પરિતૃપ્તિની ઠંડક મેળવતી હતી.
કેટલાં અસીમ સુખથી વંચિત રહી ગયેલ તે.. !
.
"વહુ દીકરા..! શું થયું?" -સવાર સવારમાં જ આશુતોષ, બાપુ'સા, ફઈબાને ગરમ ગરમ નાસ્તો પીરસી રહી હતી ત્યાં જ હાથમાં પકડેલ ભાખરીનો થાળીમાં ઘા કરતા મીના દોડી તો ખરી પણ ઓસરીની કોરે થાંભલાને અઢેલીને બેસી પડી.
પેટ ખાલી હતું છતાં ઉબકા અટકવાનું નામ જ લેતા નહોતા.
બા'સા ધીરજથી મીનાની પીઠ પસરાવતા હતા.
મીનાને સાસરે પરત આવ્યાને બે અઠવાડિયા થઇ ગયેલ.
આશુતોષ હમેશની માફક તેના રાજકારણ અને ચૂંટણીની પળોજણમાં ગૂંથાયેલ હતો.
બાપુ'સા શિકારી કૂતરાની માફક મીનાની પાછળ પડી ગયેલ પણ મીના બાપુ'સાને કોઈ તક આપતી જ નહીં.
આશુતોષને બાપુ'સાની મેલી નજરની વાત કરવી કે નહીં તેની અવઢવને વધુ તો ઐયાન સાથે માણેલ અવર્ણીય મદહોશીની એ ક્ષણોમાં મીના એવી તો ગળાડૂબ હતી કે બા'સા કે ફૈબાની વક્ર દ્રષ્ટિ કે વક્રોક્તિની ક્યાં પરવા હતી તેને.
અજબ ફેરફાર થઇ રહ્યો હતો મીનામાં. શારીરિક અને માનસિક બંને સ્તરે. અનહદ ઉમંગ તેના શરીરના વળોટમાંથી ટપકી રહ્યો હતો.
વર્તનમાં ઉદંડતા અને જગત સામે પૂરી તાકાતથી ઝઝૂમી લેવાની નિશ્ચલતા છલકાતી હતી.
સાત આઠ દિવસથી ઉબકા, બેચેની અને અસુખ મીના અનુભવી રહી હતી. મનમાં અંદેશો ય આવી ગયેલ.
બા'સાની જમાનાની ખાધેલ ચકોર નજર પણ મીણથી છાની નહોતી રહી પણ આજે તો દિવસ ઉગતા જ...
"અલી રમા.. જા તો જરા મીઠાના પાણીનો કળશો ભરી લાવ તો. " -બા'સાએ છાશ લેવા આવેલ વહુઆરુઓમાંથી રમાને સાદ દીધો.
રોજ આ ટાણે ગામની વહુ-દીકરીઓ કળશો છાશ લેવા આંગણે આવે અને બા'સા પણ કોઈને ખાલી હાથે પાછી ન જવા દે.
આજે ય છાશ લેવા આવેલ વહુઆરુઓ તરત જ મીના પાસે ઘુમટે વળી.

એકાદ બટકબોલી વહુએ તો મજાકે ય કરી લીધી- "લ્યો બા'સા.. લાપશીના આંધણ મેલો..!"
"અરે, મહાદેવ કરશે તો ધજા ચડાવી ધુમાડાબંધ ગામ જમાડીશ." -બા'સાએ સામો હરખ કરી લીધો.
બહાર થઇ રહેલ ચહલ પહલ અને મજાક મશ્કરી સાંભળી આશુતોષ, ફૈબા અને બાપુ'સા ત્રણે ય બહાર આવી જુએ ત્યાં તો બા'સા સહીત બધાનાં ચહેરા પર હર્ષોલ્લાસ પથરાયેલ હતો.
અચાનક મીનાએ નજર ઉપાડી સામે ઉભેલ સસરા સામે જોયું.
તીવ્ર અબોલ વેધકતા નીતરતી હતી મીનાની આંખમાંથી.
એ જ સમયે આશુતોષથી પણ બાપુ'સા સામે જોવાઈ ગયુ-"ઓહહ..બાપુ'સા..!".
.
બાપુ'સાની નજર મીના પરથી આશુતોષ તરફ વળી અને છેવટે આભ સામે તાકી જ રહી.
શું હતું એ નજરમાં?
મીનાને ન ભોગવી શકવાનો અફસોસ?
આવનાર સંતાનનો બાપ કોણ તેની ગડમથલ?
કે આશુતોષની સમજણ સામેની અકળામણ?
દૂર ક્ષિતિજમાં આકાશ ગોરંભાઈ રહ્યું હતું..
ક્રમશ:

દર્શના ભગલાણી
.

Top of Form



એપિસોડ ૯ મુદ્દા

- વટ ખાતર આશૂતોષ વાત સ્વીકારે છે કે પોતે બાપ બની ગયો -- - વાસ્તવિકતાનો ખ્યાલ આવવો..
- મેઈલ ઈગો હર્ટ થતાં મીના પર શારીરિક અત્યાચાર..
- અયાન પાસે જતા રહેવાનો નિર્ણય-
.