LAST DROP OF LOVE in Gujarati Poems by Viral Desai books and stories PDF | LAST DROP OF LOVE

Featured Books
Categories
Share

LAST DROP OF LOVE

LAST

DROP

OF

LOVE

વિરલ દેસાઈ”પાગલ”

આપ સહુ વાચકો નો આભાર તમારા પ્રતિભાવો મારી કલમ નો પ્રાણવાયુ છે. મારી આ પુસ્તક ને પણ અગાઉ જેવો પ્રેમ મેળશે તેવી આશા સાથે આ પુસ્તક તમારી સમક્ષ રજુ કરુ છુ. મારી કલમ ની પ્રરણા એવી મારી રાજકુમારી નો પણ આભાર આપવો કેમ ભુલાય.એની સાથે મને આપના સમક્ષ પોહચાડવા આટલુ સુંદર માધ્યમ પુરુ પાડવા બદલ MATRU BHARTI નો પણ ખુબ ખુબ આભાર.મારા મા સહુ થી વધારે વિશ્વાસ દાખવનાર મારા મિત્રો નો આભાર.મારા માતાપિતા અને તમામ શુભેચ્છુ નો આભાર.આપ ના પ્રતિભાવ ની રાહ રેહશે વાચકમિત્રો

ઈમેલ :‌‌

મોબાઈલ : 8732970845

આંખ થી વહ્યો હતો last drop of love

હુ જેથી વંચીત રહ્યો હતો last drop of love

ત્યા આજે પણ ગરમ પાણી ના ઝરણા

જ્યા મુજથી પડ્યો હતો last drop of love

“પાગલ”

મોત થી એ બતંર તારા હાલાત કરીશ

હુ જે દિવસ મારા દિલ ના હિસાબ કરીશ

ને બીક લાગસે થોડીક બીકને પણ મુજથી

એવા તો હુ કંઈક રુપ ઈખતીયાર કરીશ

મારી બરબાદી પર એ બહુ હંસનારા હવે

તુ પણ જાતે જ જાત ને તારી બરબાદ કરીશ

મને ર્દદ જીદંગીભર નુ આપનારા સાવધાન

દુઃખો સાથે હુ હવે તારા નિકાહ કરીશ

ને પાનું નકામુ જાણનારા મુજને યાદ રાખો

હુ પાગલ જાત ને ગીતા સમાન કિતાબ કરીશ

લોકો છે એમને શુ ? લોકો તો કહે રાખે

હુ દિલે તને રાખુ,તુ દિલે મને રાખે

માણસ ના બહુ ગુણો આટલા હોવા જોયે

ખોટુ ના કોઈ નુ કરે ને દિલે દયા રાખે

મે કહયુ એમને કે દિલ મારુ તોડ્યુ કેમ?

તો કહે કે રોજ નુ છે આવુ તો થયે રાખે

બીક તને ખબર નહી કઈ વાત ની છે

આ “પાગલ”તો તારા સહારે સમંદર તરે રાખે

કેટલા ચાલક છે ને એ “પાગલ”

વાત મારી બધી જાણી વાત પોતાની હયે રાખે

થોડુ સહન કરી લવ છુ,કંઈક કહી લવ છુ

વાપરુ છુ સમજ થોડી,થોડો પાગાલ થઈ લવ છુ

ને મળવા નો તને ક્યા સમય જ છે રાજકુમારી

પણ બહુ યાદ આવે ત્યારે તારા ફોટા ને બાથો ભરી લવ છુ

એને જ હુ મારી દુનિયા માનુ એજ સુરજ ચાંદ છે

પાપણ ખુલે તો સવાર ગણુ ને જુલ્ફો થી રાત કરી લવ છુ

ને એને કહ્યુ કે તરસી છુ બહુ જ કોઈ પાણી આપો

મે કહ્યુ ખોબો ધરો આંખો થી વરસાદ કરી લવ છુ

વાત જીવન ની કરુ તો “પાગલ”

થોડુ જીવી લવ છુ થોડુ મરી લવ છુ

પાગલ તણી આ પ્રિત મા લાખો બળી જાશે

બસ એમની બદુવા થી પાગલ તરી જાશે

ખબર હતી મને એ પણ હરાવા જ માંગે છે

જાણ એ નો તી કે આવી હદ વટી જાશે

ન કરો ભરોશો કોઈ પર અપાર કે

એજ પછી તારી પિઠે ખંજર ભરી જાશે

જે કરવુ હોય એ કર પણ સચાઈ થી પગલી

બરબાદ કરવા તારા હાથે “પાગલ” હૈયા ધરી જાશે

બહુ ચિંતા ના કરશો દિલ એના માટે રમકડુ જ છે

“પાગલ“થોડુ તોડી,થોડુ રમી પાછુ આપી જાશે

આવો ચલો વાત થોડી અંગત કરુ

ખોટી કે ખરી બસ તારી સંગત કરુ

આ સફેદ રંગ મા વિધવા થયેલ જીંદગી

આજે નહી તો કાલે એને રંગત કરુ

કે ખુણો નથી કોઈ બાકી રાખ્યો દિલ નો

કાટમાળ ની હવે શુ ”પાગલ” મરમત કરુ

મારો તો ખુદા પણ એજ છે જે મુજ થી જુદા છે

બોલો હવે કોણે ને શુ “પાગલ” મન્નત કરુ

માઁ ના પગ ની ધુળ,કે એના આંચલ ની હુફ

એ પણ છે આ પણ છે કોને જન્નત કરુ

સેના તમારી આખી તૈયાર કરો

ધારદાર તમારા બધા હથીયાર કરો

હુ આવી બસ એક કલમ લઈ ને

પછી ભલે તલવાર ના વાર કરો

ને હરાવી આજ સુધી કોઈ નથી શક્યુ મને

ચલો તમે પણ પ્રયત્ન યાર કરો

આ દુનિયા એ એટલુ શીખવ્યુ મને

જીત જ જોયે ભલે રસ્તો ગમે તે ઈખ્તીઆર કરો

નથી કદર કોઈ ને “પાગલ” મારા એ હાર્મોનિયમ ની

હવે તો બસ ગઝલ મા જરૂરી ગીટાર કરો

ભુલ એની હતી પણ આપણ ને એમ કે જવા દયે

ખુદા પર ભરોશો હતો કે થાય એમ થવા દયે

એ વસે દિલ મા કે વસે આવી આંખો મા”પાગલ”

માલિકી બન્ને મા એમની જ છે રહે ત્યા રેહવા દયે

એ એમની દલીલો જ કેહતા રહ્યા પ્રેમ ની અદાલત

ગુનહેગાર નો પણ હક છે એને પણ કઈક કેહવા દયે

હદ હોય બધાની સેહવા ની જુલમ ઓ જુલમી

આતો હદ છે કે સહે છે એને સેહવા દયે

રોકવા ની તાકાત સમુદ્ર ને આજે પણ છે

પણ આપણ ને એમ કે “પાગલ” વહે છે તો વેહવા દયે

એવી તો અસર કરી એની વાતો એ

જેમ દરીયો હોય હાથ મા આખો એ

કાલે કંઈક દિવસે જોઈ એ પગલી ને

ને બહુ વર્ષે જોઈ કાલે સવાર આ આંખો એ

ને એમ નેમ નથી આટલી સુંદર સવાર આવી

સવાર ને કાજે અસ્તિત્વ ગુમાવ્યુ છે આ રાતો એ

એને ક્હ્યુ કે છે વરસાદ સમો મારો પ્રેમ”પાગલ”

મે કહ્યુ કેટલા ને ભીજ્વ્યા છે આ વરસાદો એ?

ખબર નહી “પાગલ” માનવી ની માનવતા ક્યા ગઈ

બધુ બરબાદ કર્યુ આ નફરત ની જમાતો એ

તારા પાછા આવવાની આશા છુટવા તૈયાર નથી

જેમ વિધવા તોડે છે બંગળી તુટવા તૈયાર નથી

કે ખોજી રહ્યા છે ખજાના એ જ્યા કંઈ પાગલ

જ્યા ખુલ્લા છે ભંડાર એ લુટવા તૈયાર નથી

શરત લગાવી લાગે છે મારા આંશુ એ દરિયા જોડે

આંખો થાકી રોઈને પણ આંશુ ખુટવા તૈયાર નથી

બધા ને ગમે છે હવે ભ્ર્મ મા જીવવુ “પાગલ”

ખબર છે,છે અરીશે ધુળ પણ લુછવા તૈયાર નથી

નથી એમ કે મળતા નથી ભાવ મારા ઈમાન ના

પણ અંદર રહેલો પાગલ એને વેચવા તૈયાર નથી

જુદુ થવુ તો કેહ્વાય ને આપણ અદબ રાખત

એના માટે પાગલ નક્કી વખત રાખત

ને ઝેર શંકર ના ભાગે આયુ એટલે એને પીધુ

હાથ અમારે લાગત તો અમે પણ ચાખત

થવુ નથી મારુ ને કોઈ ને થવા પણ નથી દેતા

આવી તો શુ ઝીદ ને આવી તે શુ ચાહત?

ને તારી દવા રાખ પાસે તારી ખુદા

આપણ ને તો આવી ગયા ર્દદ માફક

મારે મન ગઝલ એટલે સોળ વર્ષ નો પ્રેમ

મારે મન ગઝલ એટલે ઓક્સીજ્ન ની જેમ

ખરેખર ગઝલે મને કદી નહી એકલો રેહવા દિધો

એ મારી એકલતા નુ ટોળુ હોય તેમ

છે ખુદા એની ખાતરી થઈ મને અને

મારે મન ગઝલ એટલે એની રહમ ની દેન

ઉપમા શુ? મારા જીવન મા ગઝલ ની “પાગલ”

ગઝલ એટલે બરબાદ દિલ મા એક નામ હેમખેમ

કોઈ પુછે કોણ હોય છે આખો દિવસ તારી આસપાસ

હુ કહી દવ છુ ગઝલ હતી,કેમ ?

મહોબ્ત ની જે આ માવજત કરી છે

એમા જ જીંદગી આફત કરી છે

ના હો ખુદા તારી નથી તાકાત કે મુજ ને બરબાદકરે

આ તો કોઈ ની ખુશી ખાતર આ હાલત કરી છે

ત્યા પણ પાગલ ને બધા તારા નામ થી ઓળખે છે

એટલે પછી એ શેહર થી પણ હીજર્ત કરી છે

તારા ગયા પછી બસ કલમ ને બરબાદ દિલ બાકી છે

ને હવે આપણે એનેજ આપણી મિલકત કરી છે

આ નુ લઈ લવ આને બરબાદ કરુ

આ માનવી એ કેવી ફીતર્ત કરી છે?

મેહફિલ મા કેટલાયે દિલ લુટવા નો છુ

ને કેટલીયે આંખે “પાગલ” ખુચવા નો છુ

ને એને કહો બારીબરણા વાખે

હુ હવા ના કાન મા મારી ગઝલ ફુકવા નો છુ

દરિયા ને કહો કે હવે ચિંતા ની કોઈ વાત નથી

હુ મારી આદત પીવા ની મુકવા નો છુ

તારી યાદ આવત જ આ પાપણ કેરો ડેમ કેહ છે મને

એ…બસ હુ હવે ટુટવા નો છુ

તારી તસવીર જોઈ તરત આંશુ નિસાસો નાખે

ખતમ હવે આજે નક્કી હુ ખુટવા નો છુ

આજે મોઢુ ફેરી ગયા એ જેમને જોઈ ને જીવતો હતો

હુ હ્યા ને આશ્કો થી ધોઈ ને જીવતો હતો

વાત હવે સમાજ મા શરમજક નથી

એક સાધુ જે કામ ને મોહી ને જીવતો હતો

ખબર છે ખારા કેમ છે પાણી દરિયા ના પાગલ

કોઈ આશિક કિનારે રોઈ ને જીવતો હતો

કે તને એ પણ વિચાર ના આવ્યો

ક્ષણ જતી નોતી એ કેમ તને ખોઈ ને જીવતો હતો

મરણ બાદ પણ માત્ર નિંદા મળશે “પાગલ”

કે એકલો બધા ના દુખો ઢોઈ ને જીવતો હતો

વિચારો કે વિચારો ના હોત તો અમારુ શુ થાત

પ્રેમ અહી બેચારો ના હોત તો જમાનાનુ શુ થાત

તમારો વૈભવ જોઈ વાત એક જ આવે યાદ

મોહબત ના આ વ્યાપારો ના હોત તો તમારુ શુ થાત

ને આ યાદ ના સહારે સાગર જીવન નો તરી ગયો

આ યાદ ના આધારો ના હોત તો અમારુ શુ થાત

વફા રોકે છે નઈ તો તમારી એવી હાલત કરત

અમે જો વફદરો ના હોત તો તમારુ શુ થાતે

સુખ નહી મને ર્દદ મારા જીવાડે છે “પાગલ”

જો આ ર્દદ નો વધારો ના હોત તો અમારુ શુ થાત

જોઈ તને બેહકી ગયો તો હુ,ભુલ જામ ની નથી

મજહબ વેચ્યા છે આપણે,ભુલ રહીમ કે રામ ની નથી

મારુ બાળપણ મારી એ મસ્તી નથી ખરીદી શક્તી

‘પાગલ” તો પછી આ બધી દોલત કોઈ કામ ની નથી

આગ મા સાબિત કરી પ્રવિત્રતા મારી મા સીતા એ

એ સ્ત્રી કરી શકે આ તાકાત એ રામ ની નથી

ઘર વિશાળ મન વામન વર્તાય છે પાગલ

શેહર ની શેરી છે આ,ગલી ગામ ની નથી

કાફી છે હાલાત મને બેહોસ કરવાને “પાગલ”

ના સાકી હવે જરૂર જામ ની નથી

આમ તો છે શબ્દો નો ખજાનો મુજ પાસે

પણ વાત તારી નિકળે ત્યારે ખુટી પડે છે

દાવા તો કરી લવ છુ મક્કમ હોવા ના હુ

તસવીર તારી જોતા જ આંશુ ની કતાર તુટી પડે છે

ને ખબર નહી શુ દોસ્તી છે બરબાદી સાથે મારે

“પાગલ” જે પણ મળે છે એ મટી મળે છે

મોહબત રોગ તો કેટલો ખતરનાખ છે

મરણ બાદ છે કબર સુધી નળે છે

આ શુ કોઈ રીત છે આઝમાઈસ ની દોસ્ત ?

કે છે જોયે “પાગલ” ક્યા સુધી નળે છે

તારા વગર ફાવળાવી ફાવટ ને પણ ફાવત નથી

ને છે લાખો નો શણંગાર પણ એ સજાવટ નથી

આવી તો શુ તારી ખોટ હશે “પાગલ” મેહફીલે

લાખો છે બોલનારા તોય જમાવટ નથી

આ ના ગમી રીત તારી દિલ તોડવાની પગલી

બસ રીતે બદલો તોડવા ની ખીલાફાત નથી

શોધતો હતો શુધ્તા “પાગલ” બધે દુનિયા મા

મળી સુરા જેમા કોઈ મિલાવત નથી

આ મોહબત મા જીવવુ નકામુ છે ભાઈ

ઊદાહરણ? તમારી સામુ છે ભાઈ

ઊધાર બધુ અમારૂ જમા એના મા કરો

આ કઈ રીત નુ નામુ છે ભાઈ ?

ને કોઈ કહે ને એમ કરે કલમ

આ કલમ છે થોડી રામુ છે ભાઈ

બધા આવશે ને જવુ પણ પળશે એમને

આ દુનિયા કોનુ સ્થાઈ સરનામુ છે ભાઈ?

ખોઈ બધુ દેવુ પડશે “પાગલ”

જો કોઈ ને અહી પામવુ છે ભાઈ

એને મળી એને પહેલા મિત્રતા કેવળી

બનાવી છે ખુદાએ એને અંતર મા ભેળવી

ખોવા માટે પણ કંઈ હોવુ જોઈએ ને “પાગલ”

મહત્વ ઘટી જાય છે પછી વસ્તુ મેળવી

નહી સાભંળી હોય વાત આવી કોઈ

એક કાકરી ની વ્યથા પહાળ જેવળી

કોઈ પુછ્યુ કે કેવળી છે દુનિયા તારી “પાગલ” ?

પેલી છે રાજકુમારી ને એ હા બસ તેવળી

પથ્થર ને પહાળ ના છુટાછેડા

જન્મ ને કાળ ના છુટાછેડા

એ ગયા એની શુ ઊપમા આપુ હુ

જેમ સંગીત ને ઢાળ ના છુટાછેડા

રીતીરીવાજે ના જાણે ખુન થયુ હોય

મુત્યુ પછી માળ ના છુટાછેડા

પાણી ભરેલુ જોઈ લાગ્યુ મને એવુ “પાગલ”

જેમ સુરા ને જામ ના છુટાછેડા

તારા ગયા પછી આપણો ભરોશો પૂરો

આજ થી મારે ને રામ ને છુટાછેટા

તલવારો લાવશે કોઈ છરીયો લાવશે

તરશ મારી છીપાવા એ દરિયો લાવશે

હેમખેમ રહે દિલ એ ક્યાથી મંજુર હોય એને

બરબાદ કરવા કોઈ નવો ઝરીયો લાવશે

કે પ્રેમ ના પુછતા કે પુરાવા પ્રેમ ના લાવો

એ પુરાવા મા સબંધ એક મરીયો લાવશે

આપણે તો ઈશારો પાણી માટે કરીતો “પાગલ”

પણ વિશ્વાસ છે કે એ જામ સુરા ભરીયો લાવશે

લોકો ને બીજુ શુ કામ છે

કોઈ કહે રહીમ તો કોઈ પાસે રામ છે

થાક્યા સફર થી તો વિચાર્યુ વિરામ

પછી આવ્યુ યાદ કે એતો હરામ છે

પુછ્યુ હોત મારી ગઝલ જો સરનામુ

તો કેત નામ ગઝલ,પુસ્તક મારુ ગામ છે

મારી જવુ,પાળી જવુ ને દગો દેવો

દિલ ના ચોપડે તારા પર બહુ ઈલજામ છે

દુશ્મનો મારા કેવા ગજાના છે

મને ખુશ જોઈ એ પણ મજામા છે

જુલમ જોઈ ને પણ જે ચુપ હોય”પાગલ”

તો સમજો કે એ પણ ખતામા છે

જબરજસ્તી થી માત્ર વસ્તુ મળે પાગલ

મઝા મોહબત ની એની રજામા છે

મોહબત ને ભુલ ગણી એ તો પણ પાગલ

નથી મજા ભલાઈ મા જે આ ખતામા છે

કિશન ની વાર્તા મા હુ રાધા લખુ જ્યારે

આખા કાગળ મા નામ તારા લખુ ત્યારે

કલમ ની કસમ જ્યારે લખુ તારા વિચારો તારા

ખબર નહી કેમ અટકી પડે છે તારા વાધા લખુ ત્યારે

મારા સિવાય કોઈ નથી દેખાતુ મને પાગલ

મારા જીવન ની બાધા લખુ ત્યારે

મને મહોબ્ત જ દેખાય બધે ઓ દોસ્ત

જ્યા પણ હુ ખતા લખુ ત્યા

મારા ગામ નો જુનો મઢ મને સાંભળે

જ્યા જ્યારે “પાગલ” ધજા લખુ ત્યારે

મારી નથી એ પણ મારા મા છે

જેમ કમળ એક ગારા મા છે

આ ગઝલ છે મારી શેર કે મુક્તકો બધા

મને આ બધુ દેખાય તારા મા છે

દુર થી તો તમને દિવો જ લાગશે પાગલ

નજીક આવી ને જોવો તેજ કેટલુ તારા મા છે

આતો શરમ રોકે છે મને નાનામોટા ની દોસ્ત

નહી તો બધુ જાણુ છે કોણ કેટલુ સારા મા છે

કે હુ હિમાલય ને પણ વામન ગણાવુ છુ

દુખો નો પહાળ એવળો મારા મા છે

અજવાળા ના આંગણે અંધારુ રાજ કરે

સુરજ ના દિકરા સમર્થન અંધારા નુ આજ કરે

એક નેતા બોલતો જોઈ પાગલ હસી પડ્યો

જાતે નથી ચાલી શક્તો એ દેશ ચલાવા ની વાત કરે

અમને પણ પ્રેમ મા થોડાક નાટક આવડે છે દોસ્ત

ડુબુ છે એટલે કે એ આવી હાથ ધરે

આ રાજકારણ મા હલેસુ છે વાયદા પાગલ

સચ્ચાઈ બહુ હાનીકરાક ને જુઠ્ઠે જ નાવ તરે

બરાબાદ કરનાર એના જેવા નસીબ ની વાત છે

જો હોય બે દિલ તો બીજુ પણ બરબાદી કાજ ધરે

સાચે હવે કંઈક કરો કોઈ

આમ ચુપ ના રહો કોઈ

માનવી ને નથી જરૂર માનવી ની

હવે તો ખુદા ધરો કોઈ

વાતો બધી સાચી પણ પાગલ

એ નથી મારા તો તમે શુ કરો કોઈ

ખબર છે કે મારી વિદાઈ થી ખુશ છો

પણ આ દુનિયા ની લાજે રોઈ દેખાળો કરો કોઈ

પળવાર મા સબંધો ના તાતણા તોડી ના દો

કોઈ કરે સિતમ તો સહો કોઈ

આ એક પાગલ ની વાત છે

આ વર્ષો આગળ ની વાત છે

બધા એજ જોયુ એ ઉપરી દેખાવ હતો

આ પળદા પાછળ ની વાત છે

ને દરીયા તો પી ગયો હુ પાગલ

પણ હવે આ ઝાકળ ની વાત છે

તલવારો ની આ દુનિયા મા દોસ્ત

આ કલમ અને કાગળ ની વાત છે

વાત થોળી આડી અવળી ને સીધી છે

ડાહ્યા થી દુર એવા ડાપણ ની વાત છે

રસ્તા મા ઉભાતા એ લઈ ને ફોન ને અમે અથળાયા

અમે ખાતાતા ઉભા રહી કોન ને અમે અથળાયા

નજર મલી પ્રેમ ની કરી રજુઆત અમને નોતી ખબર

નીકળશે એમના બાપ ડોન જેને અમે અથળાયા

ભુલી ગયા એ અમને જાણે ઓળખાતા જ નથી

એમને અપાવે યાદ કોણ? કે અમે અથળયા

સીધા જતા અમે અમારા રસ્તે પાગલ

આવી જ્યા એને મારીયો હોન ને અમે અથળાયા

વાતાવરણ કુદરત ને દિલ ની લાગણી ઓ

એક બન્યો આ ત્રિકોણ ને અમે અથળાયા

એ જીંદગી લે તારો હીસાબ ને હવે ચાલતી થા

મળી ગયા ને સઘળા જવાબ? ને હવે ચાલતી થા

હુ ભ્રમ મા હતો કે તુ સત્ય છે જિંદગી

ઊતરી ગયા હવે નકાબ ને હવે ચાલતી થા

આ મોત કેટલી વૈભવસાળી છે પાગલ

જુઠ્ઠો છે તારો રુઆબ લે હવે ચાલતી થા

તો માનુ તને કે તુ બળવાન છે જીંદગી

છે તારો મોત જેવો મિજાજ? તો હવે ચાલતી થા

થાય મને આભાસ કે સાજણ આવશે

ધીમા થઈ ગયા શ્વાસ કે સાજણ આવશે

રાતો મા રંગ છે સવારો મહોત્સવ કરે છે

બહારો છે આસપાસ કે સાજણ આવશે

એ દિલ ની વાત કરીશુ એમને “પાગલ”

ખોલીશુ દિલ ના રાઝ કે સાજણ આવશે

કે ચોક સજાવીશ પરીઓ તેડાવ શુ

રાચી શુ રસીલો રાસ કે સાજણ આવશે

ના રામ નુ છે ના રહીમ છે મારુ દિલ

હા સાચી વાત બહુ અજીબ છે મારુ દિલ

ને તારો આભાર દિલ ના ટુકડા કરવા બદલ

જે તારુ જ હતુ એ આજે કેટલા ની કરીબ છે મારુ દિલ

જ્યારે જોવો ત્યારે તારા પ્રેમ ની માગણી

આટલી અમીરી મા કેટલુ ગરીબ છે મારુ દિલ

એટલા જ એને ઘાયલ કરવા ત્તપર છે

“પાગલ” જેના જેટલુ નજીક છે મારુ દિલ

જ્યા રાજ હતુ હતી એમા રાજકુમારી

હવે તો ભવ્ય ભુતકાળ ને ખંડીત છે મારુ દિલ

એવો કર્યો મે પ્રેમ કે પાગલ બની ગયો

આમ સાવ બુઠી તલવાર થી ઘાયલ બની ગયો

એટલે કદાચ મુજને એ પજવતો હશે

ખુદા પણ મારા શેર નો કાયલ બની ગયો

ને હતો હુ “પાગલ” મારા પોતિકાની વચ્ચે

કોણ જાણે કેમનો આટલો ઘાયલ બની ગયો

તુ મારી નહી તો હુ તારો થઈ ગયો

ગળા નો દોર કેળ નો કંદોરો ને પગની પાયલ બની ગયો