Gothvayela Lagn - 9 in Gujarati Love Stories by Ravi Yadav books and stories PDF | ગોઠવાયેલા લગ્ન ભાગ - ૯

Featured Books
Categories
Share

ગોઠવાયેલા લગ્ન ભાગ - ૯

Name :- Ravi Dharamshibhai Yadav Address :- Dubai, UAE.
Contact No.
:- +91 88 66 53 62 88 (WhatsApp) +971 55 898 1928 (Call)
Email ID :- cardyadav@hotmail.com
cardyadav@gmail.com


ભાભીના કહેવાથી અમય બીજા જ દિવસે ઘરે આવી ગયો હતો. સખત રીતે વિચારોમાં ખોવાયેલો અમય અત્યારે એકદમ પ્રોફેશનલ બની ગયો હતો. દરેક વાતને પ્રેક્ટીકલ રીતે વિચારવા લાગ્યો હતો. બહાર એકલો રહેતો હોવાથી હવે તે વધારે મેચ્યોર બની ગયો હતો.

ભાભી થોડા ઉગ્ર અવાજે બોલ્યા, “કેમ અમયભાઈ ? તમે તો કઈ ખુબ મોટા માણસ બની ગયા !”“
ના ના ભાભી એવું કઈ જ નથી અને કદાચ હુ દુનિયા સામે મોટો બની જાઉં તો પણ હું તમારી સામે તો નાનો અને તમારો દિયર જ રહેવાનો ને.” બની શકે એટલા શાંત અવાજે અમય બોલ્યો.

“પોતાની તરુણાવસ્થામાં થયેલા પહેલા પ્રેમને લઈને તડપી રહેલી વ્યક્તિ આજે બોલે છે કે હવે અમારા રસ્તા અલગ છે અને હું એની સાથે લગ્ન નાં કરી શકું ?”, ભાભીએ ટોણો મારતા કહ્યું.“
ભાભી એ બધી ભૂતકાળની વાતો હતી અને એ બધું હવે ભૂલી જાવ તો સારું છે. કારણ કે એ બધું બાજુએ મુકીને હું ઘણો આગળ નીકળી ગયો છું. કદાચ એટલો દુર કે કદાચ પાછું વળીને જોઈ પણ નાં શકું. અને આમ પણ એના પર બળાત્કાર થયો છે તો એવી છોકરીને હું અપનાવી નાં શકું ભાભી.”, બહુ સમજદાર વ્યક્તિ વાત કરતી હોય એ રીતે અમય બોલ્યે જતો હતો.

“અમયભાઈ ! તમે એ વાત ભૂલી ગયા કે તમારી જોડે પણ એવી જ કઈક ઘટના બની ગયેલી છે. તમારા પર તો જબરદસ્તી નહોતી થઇ પણ તમે તમારી જાત પર કાબુ નાં રાખી શક્યા અને કોઈ સાથે સબંધ બાંધી બેઠા. તો શું તમે કોઈ છોકરીને લાયક નહિ ગણાવ ને હવે ? તમે બંને એક સરખી પરિસ્થિતિમાં ઉભા છો અમયભાઈ. તમે તો કામમાં પરોવાઈને બધું ભૂલી જાઓ પણ એક છોકરી આ બધું કેવી રીતે ભૂલે ? જ્યારે લોકોના મેણા-ટોણા માથે આવેને ત્યારે ખબર પડે કે દુઃખ કોને કહેવાય. અને એના પર બળાત્કાર થયો છે એનો મતલબ શું એમ થાય કે એ હવે કોઈની જીવનસંગીની બનવાને લાયક નથી ? પુરુષો આવી ભૂલ કરે તો એના વિષે એવું કશું જ બોલવામાં આવતું નથી હોતું પરંતુ કોઈ સ્ત્રીને કદાચ પોતાની મરજી વિરુદ્ધ પર આવું કઈક બની જાય તો એ ઘૃણાને પાત્ર છે ? ડગલે ને પગલે સ્ત્રીઓએ જ બધું સહન કરવું પડે છે. શું આ જ તમારા ખોખલા સમાજનાં નિયમો છે ? જેમાં ત્રાજવું હંમેશા પુરુષો તરફ નમેલું જ રહે છે. શું આવા નિયમો અને માન્યતાઓનો શિકાર ફક્ત સ્ત્રીઓએ જ થવાનું ?

અરે એ બધી વાત છોડો અમયભાઈ. મને એક વાત જણાવો કે જો તમારા બંનેનો પ્રેમ સબંધ થઇ ગયો હોત અને પછી આવું કઈ બન્યું હોત તો શું તમે એને છોડી દેત ? શું તમે આજ સુધી ક્યારેય એને પ્રેમ કર્યો જ નથી ? એના પર બળાત્કાર થયો છે પણ એ આજે પણ મનથી અને આત્માથી એકદમ પવિત્ર જ છે. જેમ એક દીવો પવિત્ર રીતે જગમગતો હોય છે એમ જ. તમે આટલા સમજદાર છો અને તમને આવું સમજાવવું પડે ? શરમજનક વાત છે અમયભાઈ. હવે મને શરમ આવી રહી છે કે તમે મારા દિયર છો અને હજુ જૂની પેઢીના વિચારો સાથે જીવી રહ્યા છો.”, આટલું બોલતા બોલતા ભાભી એકદમ રડવા લાગ્યા.

ક્યારેક કોઈ પોતાનું આવી રીતે કહી જાય ને ત્યારે માણસને છેક અંદર સુધી આ વાત ઉતરી જતી હોય છે” અને એ લીધેલો નિર્ણય પણ તરત જ આવી જતો હોય છે. અમય સાથે પણ એવું જ બન્યું. ભાભીના આ શબ્દોથી વર્ષોથી એ હૃદયના તળિયે દબાયેલી અક્ષી તરફની એ લાગણીઓ ફરીવાર ઉછાળા મારવા લાગી. એને ફરીથી એ બધું યાદ આવવા લાગ્યું જે તેણે ભૂતકાળમાં જીવ્યું હતું.

સોરી ભાભી. મારા કારણે તમે આટલા દુઃખી થશો એવું હું નહોતો ઈચ્છતો. ફોન પર કદાચ મેં વિચાર્યા વગર જ એમ ને એમ ઉતાવળમાં નિર્ણય લઈને નાં બોલી ગયો હતો. હું ભૂલી ગયો હતો કે માણસની પવિત્રતા એના આત્માથી અને એના મનથી હોય છે, નહિ કે એના શરીરથી. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે ભાભી. હું અક્ષી સાથે જ લગ્ન કરીશ. હું તમને પ્રોમિસ કરું છું કે આ ઘરમાં હવે તમારી દેરાણી બનીને આવશે તો એ ફક્ત ને ફક્ત અક્ષી જ હશે.

ઘરના બધાયને મનાવીને દરેક લોકો અક્ષીને જોઈ આવ્યા અને પરિવારવાળાઓએ બધી વાત પણ કરી લીધી અને બને એટલું જલ્દી વેવિશાળ કરવાનું નક્કી થયું. અમયનું નામ સાંભળતા જ હવે અક્ષીના મગજમાં પણ એ બધું જૂની વાતો યાદ આવી અને હવે એની જ સાથે એનો સબંધ નક્કી થવા જઈ રહ્યો હતો અને પોતાની સાથે આવી ઘટના બની ગઈ છે એવું એને જણાવી દેવું યોગ્ય લાગ્યું એ વિચારીને અક્ષીએ અમયની જોડે એકવાર વાત કરવાની ઈચ્છા દર્શાવી. લોકોએ એમને બહાર સાથે મોકલી દીધા જેથી તેઓ બંને શાંતિથી વાત કરી શકે.

એકદમ સીધી-સાદી, સામાન્ય દેખાતા કપડા અને તેલ નાખીને એકદમ ચપોચપ ઓળેલા વાળ, કપાળ પર નાની બિંદી, કાનમાં મોતીની બુટ્ટી અને શુષ્ક પડી ગયેલા હોઠ જોઇને અમય મનમાં જ કળી ઉઠ્યો, “મારી અક્ષી કેવી હતી અને પેલા નરાધમની ખરાબ નજર નાં કારણે કેવી થઇ ગઈ છે સાવ. હું એનું ખૂન કરી નાખીશ.” કરતા મૂઠ્ઠી વાળી ગયો.
અક્ષીએ અમય સામે જોઇને થોડું બનાવટી સ્મિત કર્યું અને બંને એક ટેબલ પર બેઠા.

અક્ષી તને કદાચ ખબર નહિ હોય પરંતુ હું તને બાળપણથી જ પ્રેમ કરું છું. એટલો પ્રેમ કે તારી પાછળ હું પાગલ હતો. તારી સાથે તે દિવસે થયેલી એ મુલાકાત હું આજ સુધી ભૂલી શક્યો નથી અને જ્યારે જ્યારે પણ હું કોઈ કારણથી અપસેટ હોઉં છું ને ત્યારે ત્યારે એ ઘટના યાદ કરીને હસી લઉં છું. હું આજે પણ એ તારો જોયેલો ચેહરો નથી ભૂલી શક્યો તને ખબર છે તારો ત્યારનો ચેહરો અને અત્યારનો ચેહરો એ બંને માં ફર્ક શું છે ?

અક્ષીએ આશ્ચર્યથી અમયની સામે જોતા ઈશારામાં જ પૂછ્યું કે, “શું ?”

ત્યારની અક્ષી એકદમ ખુલ્લીને હસી લેતી હતી અને અત્યારની અક્ષી તો જાણે પોતાની મુસ્કાન ક્યાંક મુકીને જ આવી છે. જાણે તારા ચેહરાને હાસ્ય સાથે કોઈ દુશ્મની થઇ ગઈ છે. કોણ જાણે એ સ્મિત ક્યા ખોવાઈ ગયું છે પરંતુ હું એને શોધી જ લઈશ.

અક્ષી આ સાંભળીને થોડું હસી. પણ એ મુસ્કાન દિલથી આવેલી હતી એટલે એને અંદર ઊંડે સુધી એકદમ રાહત અનુભવાઈ પરંતુ બીજી જ ક્ષણે એના ચેહરા પર એ ગંભીરતા આવીને બેસી ગઈ અને બોલી, “હું તમને અહિયાં એટલા માટે લાવી છું કે જેથી તમને મારા વિષે કઈક વાત કરી શકુ. એ વાત સાંભળીને કદાચ તમે તમારો આ નિર્ણય બદલી નાખશો. અને તમને એ હક પણ છે કે તમે તમારી જિંદગી વિષે સ્વતંત્ર નિર્ણય લઇ શકો છો.

હું બધું જ જાણું છું અક્ષી. તારી સાથે જે કઈ ઘટના બની છે એ બધું જ મને પહેલેથી જ ખ્યાલ છે અને મેં સમજી વિચારીને જ આ નિર્ણય લીધો છે. મારી જિંદગીમાં પણ એક આવો જ આઘાત લાગેલો છે મને, એમ કરીને અમયે પોતાની અને અલીશા વચ્ચેના જે કઈ સબંધો હતા એ બધાય વિષે વાત કરી દીધી. એવું નથી કે મેં તારા પર કોઈ દયા કરીને આ નિર્ણય લીધો છે પરંતુ હું તને ખુબ જ ચાહું છું. તું મારી જિંદગીનો પહેલો પ્રેમ છે જેને હું આજ સુધી ભૂલી નથી શક્યો. છેલ્લા ઘણા વર્ષોથી હું તને સતત મારા હૃદયના કોઈક ખૂણામાં સાથે લઈને જીવ્યો છું. મારે ફક્ત અને ફક્ત તારો સાથ જોઈએ છે. તારું મન અને આત્મા પવિત્ર છે અક્ષી, એનાથી વધારે મારે કશું જ જોઈતું નથી. શું તું મારી સાથે લગ્ન કરીશ ?

કહેવાય છે ને કે “પ્રેમનો એહસાસ કરવા માટે કઈ આખી જિંદગીની જરૂર નથી પડતી હોતી એના માટે તો એક ક્ષણ જ કાફી હોય છે કોઈના પ્રત્યે લાગણી થઇ જવા માટે”. અને અક્ષી માટે એ ક્ષણ એટલે અમયની આ વાત હતી. આ વાત સાંભળતા જ અક્ષી ઉભી થઈને અમયને ગળે વળગી પડી અને જોરથી પોક મુકીને રડવા લાગી. અમયે પોતાના હાથ વડે એને જાણે સુરક્ષીત કરી દીધી હોય એ રીતે વીટાળી લીધા અને એને રડવા દીધી. જેથી આટલા દિવસોથી સંઘરી રાખેલો સંતાપ બહાર નીકળી શકે. ઘણીવાર વાર સુધી રડ્યા પછી અક્ષીના હૃદય પરથી જાણે કોઈએ મોટો ભાર હળવો કરી નાખ્યો હોય એવું મહેસુસ કરવા લાગી. હીબકા ભરી રહેલી અક્ષી હજુ પણ અમયને વળગીને જ ઉભી હતી અને બોલી, “મને અહિયાંથી લઇ જા અમય. હું આ નરકમાં રહેવા નથી માંગતી, મારે ખુશ થવું છે, મારે હસવું છે, તારી સાથે જિંદગી જીવવી છે. મનભરીને તારો સાથ માણવો છે, મને લઇ જા અમય. અને પછી અમયે એના બંને હાથ વડે અક્ષીનો ચેહરો પોતાની સામે કર્યો અને કપાળ પર વિશ્વાસરૂપી ચુંબન કર્યું અને કહ્યું કે “હવે ભગવાન પણ આપણને એક થતા નહિ રોકી શકે અક્ષી. થોડા જ સમયમાં આપણી સગાઇ છે અને એના પછી તરત જ લગ્ન. તું જરૂરથી ખુશ થઈશ અક્ષી. તારા ચેહરાની એ મુસ્કાન હું પછી લાવીશ. તારે જેટલું રડવાનું હતું એ તે રડી લીધું હવે જો તારી આંખમાંથી આંસુ આવશે તો એ ફક્ત ખુશીના આંસુ હશે. જે કઈ થયું એ બધું ભૂલી જાજે અક્ષી. હવે હું તારી સાથે છું. “I Love You”

ઘણીવાર સુધી અક્ષી અને અમય એકબીજાને વળગીને ઉભા રહ્યા અને પછી અક્ષી થોડી સ્વસ્થ થતા બંનેએ થોડી વાતો કરી અને અમય અક્ષીને તેના ઘરે મુકીને પોતાને ઘરે જતો રહ્યો.

ઘર મુકીને જતો રહેલો વિશાલ હવે બહાર રખડી રખડીને થાક્યો હતો. એના એ કપટી મગજમાં વિચાર કર્યો કે જો મારે ઘરે જવું હોય અને સુખ શાંતિથી દિવસો કાઢવા હોય તો મારે અક્ષી જોડે લગ્ન કરવા પડે. પરંતુ આમ તો એ વાત પણ ખોટી નથી. આવું કુમળું ફૂલ રોજે સુંઘવા મળતું હોય તો એમાં કઈ ખોટું નથી. જ્યાં સુધી એમાં સુગંધ રહેશે ત્યાં સુધી એને સુંઘીશું અને પછી ફેંકી દઈશું ઉકરડામાં. એટલે હવે ઘરે માં ને મનાવી લઉં અને લગ્ન માટે હા બોલી દઉં.

વિશાલ ફરીથી ઘરે આવી ગયો અને એની માં ને સમજાવીને મનાવી લીધી અને વિશાલની માં હોશે હોશે ચુંદડી અને શ્રીફળ લઈને અક્ષીના ઘેર એની માં પાસે ગઈ. પરંતુ અક્ષીની માં એ હવે રોકડું પરખાવ્યું કે તારા એ કાળમુખા દીકરા સાથે હું મારી દીકરીને નહિ પરણાવું અને આમ પણ મારી દીકરીને ખુબ જ પ્રેમ કરે એવો અને એની સંભાળ રાખે એવો છોકરો અમને મળી ગયો છે એટલે અમને હવે એની ચિંતા પણ નથી અને થોડા જ દિવસમાં સગાઇ પણ છે. તું ચોક્કસથી આવજે હો.. પણ યાદ રાખજે માત્ર “તું” જ.

વિશાલની માં વીલું મ્હો લઈને પાછી આવી અને વિશાલને બધી વાત કરી અને કહી દીધું કે તારે જો આ ઘરમાં રહેવું હોય તો એકલો નહિ રહી શકે. તારે કઈક કામ ધંધો કરવો પડશે અને લગ્ન કરવા પડશે. નહિ માં ! હું લગ્ન માટે તૈયાર જ છું. હું લગ્ન કરીશ તો ફક્ત ને ફક્ત અક્ષી જોડે જ. એમ કરીને એ ફરીથી ઘરમાંથી જતો રહ્યો. વિશાલની માં ને ડર પેઠો કે ક્યાંક આ કઈક આડું અવળું તો નહિ કરે ને. પરંતુ ત્યાં સુધીમાં તો વિશાલ ઘરમાંથી જઈ ચુક્યો હતો. પોતાના રખડું અને ગુંડા દોસ્તો સાથે મળીને અમય વિશેની વિગતો ભેગી કરવા લાગ્યો અને અમયને પોતાના રસ્તામાંથી કાઢી નાખવાના પ્લાન કરવા લાગ્યો. વિશાલે મનમાં નક્કી જ કરી નાખ્યું હતું કે કોઈ પણ ભોગે અક્ષીને હું જ લઇ જઈશ.

થોડા જ દિવસમાં ધામધૂમથી અમય અને અક્ષીની સગાઇ થઇ ગઈ. બધા જ લોકો ખુબ જ ખુશ હતા. અક્ષી તો હવે દિવસમાં પણ સપનાઓ જોવા લાગી હતી. એની જીદંગીમાં હવે અમય જ સર્વસ્વ બની ગયો હતો. એનામાં હવે જાણે એ જૂની અક્ષી કાયાપ્રવેશ કરી ગઈ હતી. ફરીવાર એ જ હસતી કુદતી અક્ષી બની ગઈ હતી અને એ જોઇને એના માતા-પિતા પણ એટલા જ ખુશ હતા કે તેમની દીકરી આ મોટા આઘાતમાંથી હવે પાછી ફરી હતી. તેઓ ભગવાનનો આભાર માની રહ્યા હતા કે તે આખરે અમારી સામે જોયું ખરા. પરંતુ માણસને ક્યા ખબર હોય છે કે ભગવાન જે કરે છે એવું કોઈ નથી કરતુ. એની એ ખુશીને નજર લગાડવાવાળો હજુ બેઠો હતો. વિશાલ.

લગ્નની બધી જ તૈયારીઓ થઇ ગઈ હતી અને લગ્નને હવે ૧ અઠવાડિયાની જ વાર હતી અને અમય પોતાની ઓફીસમાંથી થોડા દિવસોની રજા લઈને ઘરે આવી રહ્યો હતો અને રસ્તામાં આવતા જ અમુક ગુંડાતત્વોએ એને રોક્યો અને એને ખુબ માર માર્યો. બેટ અને હોકી વડે એના હાથ પગ ભાંગી નાખ્યા અને માથામાં જોરથી વાગવાથી અમય ત્યાં જ મરી ગયો અને ગાડીની તોડફોડ કરી નાખી અને એમાં બેસાડીને એક ટ્રક વડે ગાડી ઉપર ચડાવી દીધી જેથી કરીને અમયની લાશ સાવ ચગદાઈ ગઈ અને ખ્યાલ નાં આવે કે આ હત્યા હતી કે એક્સીડેંટ.

છેલ્લા થોડા દિવસોમાં બધાયે જોયેલા એ સપનાઓ અને ખુશીઓ પર ભગવાને આવા માધ્યમ દ્વારા એક થપાટ મારી અને બધું જ છીનવી લીધું.